
(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)
[8/22, 10:31 AM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતમાં ₹307 કરોડના રોડ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત*
***
• _₹33 કરોડના ખર્ચે વિરમગામથી ખુડદ થઈ રામપુરા સુધીના 21 કિલોમીટરના માર્ગનું વિસ્તરણ થયું, વડાપ્રધાનશ્રી કરશે લોકાર્પણ_
• _₹126 કરોડના ખર્ચે અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર ત્રણ છ-માર્ગીય વ્હિકલ અંડરપાસનું ખાતમુહૂર્ત થશે_
• _માર્ગોના નવીનીકરણ, અંડરપાસ અને ઓવરબ્રિજ ઉત્તર ગુજરાતમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવશે_
***
*ગાંધીનગર, 22 ઓગસ્ટ:* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમ્યાન તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને વિવિધ વિભાગો હેઠળ કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. આમાં માર્ગ અને મકાન વિભાગના કુલ ₹307 કરોડના પ્રોજેક્ટ્સના લોકાર્પણ-ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે, જેનાથી ઉત્તર ગુજરાતમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને અનુરૂપ, માર્ગ અને મકાન વિભાગ ગુજરાત રાજ્યને નિરંતર ગતિશીલ રાખવા પ્રતિબદ્ધ છે.
*ગુજરાતના નાગરિકોને દૈનિક વાહનવ્યવહાર માટે મળશે વધુ સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના કુલ 6 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. કુલ ₹307 કરોડના ખર્ચે હાથ ધરાયેલા લોકાર્પણ તથા ખાતમુહૂર્તના આ કામો ગુજરાતની પ્રજાને દૈનિક યાતાયાત અર્થે વધુ સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે. આ પ્રોજેક્ટ્સ હેઠળ ઉત્તર ગુજરાતને અપગ્રેડેડ રસ્તાઓ, અંડરપાસ, ઓવરબ્રિજ મળશે જે નાગરિકો માટે મુસાફરીની સલામતી તથા સુગમતામાં વધારો કરશે.
*વિરમગામ ખુડદ રામપુરા રસ્તો પહોળો થવાથી ઔદ્યોગિક વિસ્તારના વિકાસને વેગ મળશે*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિરમગામ ખુડદ રામપુરા રસ્તાને 7 મીટર પહોળો બનાવવાના કામનું લોકાર્પણ કરશે. ₹33 કરોડના ખર્ચે વિરમગામથી ખુડદ થઇ રામપુરા સુધીના 21 કિલોમીટરના માર્ગને 7 મીટર પહોળો કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ કૉરિડોર અમદાવાદ જિલ્લાના વિરમગામ તથા દેત્રોજ તાલુકાના ઔદ્યોગિક વિસ્તારના વિકાસને વેગ આપશે. આ વિકાસકાર્ય સાથે વાહન વ્યવહાર સુગમ બનશે તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે રોજગારી નવી તકો ઉપલબ્ધ થશે.
*વડાપ્રધાનશ્રી ₹274 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે*
વડાપ્રધાનશ્રી ઉત્તર ગુજરાતના અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં કુલ ₹274 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. તેમાં અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર ત્રણ છ-માર્ગીય વ્હિકલ અંડરપાસ (₹126 કરોડ), અમદાવાદ-વિરમગામ રોડ પર આવેલ ફાટક નં. 40 ઉપર રેલવે ઓવરબ્રિજ (₹70 કરોડ), કડી-થોળ થઈ સાણંદ સુધીના 24 કિલોમીટર લંબાઇના માર્ગના નવિનીકરણની કામગીરી (₹45 કરોડ), અને ગિફ્ટ સિટી જતાં બાપાસીતારામ જંક્શનનું ચાર-લેનમાંથી આઠ-લેન રોડમાં વિસ્તરણ (₹33 કરોડ)નો સમાવેશ થાય છે.
*ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ થશે, સમય અને ઇંધણનો બચાવ થશે*
મહેસાણા, ગાંધીનગર તથા અમદાવાદ જિલ્લામાંથી પસાર થતાં વિવિધ રસ્તાઓ પર વ્હિકલ અન્ડરપાસ, રેલવે ઓવરબ્રિજ તથા નવિનીકરણની કામગીરીથી દૈનિક અવર-જવર કરતાં વાહન ચાલકોની સલામતી તેમજ સુગમતામાં વધારો થશે. આ સુવિધાથી મુસાફરીનો સમય અને ઇંધણની બચત થશે. ગાંધીનગર ખાતે આકાર લઈ રહેલ ફિન-ટેક હબ ગિફ્ટ સિટી સુધી સરળ અને ઝડપી કનેક્ટિવિટી મળી રહેશે. થોળ અભ્યારણ્ય જેવા પ્રવાસી સ્થળોએ આવતા મુલાકાતીઓને સુગમતા રહેશે. અપગ્રેડ થયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે રાજ્યમાં ઔદ્યોગિક અને પરિવહન ક્ષેત્રને પ્રોત્સાહન આપશે.
*X-X-X*
[8/22, 10:32 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યની તમામ આંગણવાડીઓને પોતાના મકાન ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર*
*માત્ર ત્રણ જ મહિનામાં ઐતિહાસિક ૮૬૨ આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન*
************************
• રાજ્ય સરકારના દૃઢ સંકલ્પ અને સતત મોનીટરીંગના પરિણામે નવી આંગણવાડીના બાંધકામની ગતિ વધુ તીવ્ર બની: મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા
• નવા મકાનોમાં શુદ્ધ પાણી, આરોગ્યલક્ષી સુવિધાઓ, અનુકૂળ આંતરિક ડિઝાઇન તેમજ શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ
************************
આંગણવાડી એ નાના બાળકો માટે માત્ર ભણતરનું કેન્દ્ર જ નહિ, પરંતુ તેમના શૈક્ષણિક, શારીરિક અને માનસિક વિકાસનું પ્રથમ પગથીયું છે. ગુજરાતના તમામ આંગણવાડી કેન્દ્રોમાં શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઉપરાંત આંગણવાડીમાં આવલા ભૂલકાઓને સ્વચ્છ અને પારિવારિક વાતાવરણ, પૌષ્ટિક આહાર તથા ગમ્મત સાથે જ્ઞાન આપવું તે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે. ગુજરાતની તમામ તમામ આંગણવાડીઓને સમ્પૂર્બ સુવિધા સાથેના પોતાના મકાન ઉપલબ્ધ કરાવવાની દિશામાં રાજ્ય સરકારે ઐતિહાસિક પ્રગતિ કરી છે. છેલ્લા ત્રણ મહિના દરમિયાન જ રાજ્યમાં કુલ ૮૬૨ આંગણવાડીના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે.
આ સંદર્ભે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, બાળકોના સર્વાંગી વિકાસ માટે હરહંમેશ પ્રયત્નશીલ ગુજરાત સરકાર દ્વારા માત્ર ત્રણ મહિનાના સમયગાળામાં જ ૫૦૫ જેટલા નવા આંગણવાાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત અને ૩૫૭ નવા આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યાં છે. જે રાજ્યમાં આંગણવાડી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે થયેલા અભૂતપૂર્વ વિકાસનું ઉદાહરણ પૂરું પાડે છે. અગાઉ એક વર્ષમાં સરેરાશ ૩૦૦ નવા આંગણવાડી કેન્દ્રોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવતું હતું, જેની સામે આજે સરકારના દૃઢ સંકલ્પ અને સતત મોનીટરીંગના કારણે નવા કેન્દ્રોના બાંધકામની ગતિ વધુ તીવ્ર બની છે.
આગામી સમયમાં પણ આ જ ગતિશીલતા સાથે આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાનોને વધુ વિસ્તૃત કરી રાજ્યના દરેક બાળકને શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ અપાશે, તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
રાજ્ય કક્ષાએથી કરવામાં આવતી સતત સમીક્ષા, ફોલો-અપ અને સંકલન થકી આંગણવાડીના નવા મકાનોનું નિર્માણકાર્ય ઝડપથી પૂર્ણ થઇ રહ્યું છે. જેના પરિણામે રાજ્યના હજારો નાના બાળકોને અદ્યતન સુવિધાઓ સાથેના નવા આંગણવાડી કેન્દ્રો ઝડપથી ઉપલબ્ધ થઇ રહ્યા છે. આ નવા આંગણવાડી કેન્દ્રોમાં ભૂલકાઓ માટે પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યલક્ષી સુવિધાઓ, અનુકૂળ આંતરિક ડિઝાઇન તેમજ શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના આંગણવાડી કેન્દ્રો ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં સમાજના નબળા વર્ગના બાળકોને શિક્ષણ, પોષણ અને આરોગ્ય સાથે જોડતી મજબૂત કડી તરીકે કાર્ય છે. આ કેન્દ્રોમાં ઉપલબ્ધ અદ્યતન સુવિધાઓથી ન માત્ર બાળકો, પરંતુ મહિલાઓના આરોગ્ય અને શારીરીક વિકાસમાં સુધારો આવશે.
આ ઐતિહાસિક આંગણવાડી બાંધકામ રાજ્યના શિક્ષણ ક્ષેત્રે એક માઈલસ્ટોન સાબિત થશે. બાળ વિકાસ અને મહિલા સશક્તિકરણની દિશામાં સરકાર દ્વારા હાથ ધરાયેલા આ પ્રયાસો સમાજના સર્વાંગી વિકાસની પ્રગતિમાં પાયારૂપ બની રહેશે.
******************************
ઋચા રાવલ
[8/22, 11:38 AM] Dilip Gajjar.Mahiti.Press: *ચોમાસું – ૨૦૨૫*
*છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૧૨ તાલુકાઓમાં વરસાદ: વલસાડના પારડી તાલુકામાં સૌથી વધુ ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો*
—–
*ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને આજે તા. ૨૨થી ૨૫ ઓગષ્ટ, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ*
—–
*નર્મદા ડેમ ૮૦ ટકા કરતાં વધુ તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૭૫.૭૪ ટકા જેટલા ભરાયા*
—-
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ગત ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૨૧૨ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત સૌથી વધુ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ૪ ઇંચ જેટલો અને ધરમપૂર તાલુકામાં ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ, વલસાડના કપરાડા તેમજ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં ૨ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.
આજે, તા. ૨૨ ઓગષ્ટ, ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૮૧.૧૪ મિમી એટલે કે ૭૭.૨૪ ટકા નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૮૦.૫૧ ટકા, કચ્છ વિસ્તારમાં ૮૦.૨૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૭.૩૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૫.૮૭ ટકા અને સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૩.૪૦ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. ૨૨ થી ૨૫ ઓગષ્ટ, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.
SEOCના અહેવાલ મુજબ આજે સવારે ૮:૦૦ કલાક સુધીમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૮૦.૮૪ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૭૫.૭૪ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૭૩ ડેમને હાઇ એલર્ટ, ૩૫ ડેમને એલર્ટ અને ૧૬ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. ૦૧ જૂન, ૨૦૨૫ થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા ૫,૨૦૫ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ ૯૦૦ નગરિકોનું રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા ૧૨ NDRFની ટીમ તેમજ ૨૦ SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, આ ઉપરાંત ૦૧ NDRFની અને ૧૩ SDRFની ટીમ હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.
—–
જીગર બારોટ
[8/22, 12:58 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ; ₹1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની આપશે ભેટ*
***
• મહેસાણા-પાલનપુર રેલવે લાઇનનું ડબલિંગ ₹537 કરોડના ખર્ચે પૂર્ણ
• ₹347 કરોડના ખર્ચે કલોલ-કડી-કટોસણ રોડ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન અને ₹520 કરોડના ખર્ચે બેચરાજી-રણુંજ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન રાષ્ટ્રને કરશે સમર્પિત
• વડાપ્રધાનશ્રી કટોસણ રોડ અને સાબરમતી પેસેન્જર ટ્રેનનું કડીથી કરશે ફ્લૅગ ઑફ, બેચરાજીથી કાર-લોડેડ માલગાડી સેવાનો કરશે શુભારંભ
***
*નવી દિલ્હી/ ગાંધીનગર, 22 ઓગસ્ટ 2025:* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટ, 2025ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે, જ્યાં તેઓ ₹1,400 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સથી ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓને લાભ થશે. આ રેલવે પ્રોજેક્ટ્સ રિજનલ કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ, લૉજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે, તેમાં ₹537 કરોડના ખર્ચે તૈયાર થયેલ મહેસાણા-પાલનપુર રેલવે લાઇન (65 કિમી)નું ડબલિંગ, ₹347 કરોડના ખર્ચે કલોલ-કડી-કટોસણ રોડ રેલવે લાઇન (37 કિમી)નું ગેજ કન્વર્ઝન અને ₹520 કરોડના ખર્ચે બેચરાજી-રણુંજ રેલવે લાઇન (40 કિમી)ના ગેજ કન્વર્ઝનનો સમાવેશ થાય છે. આ રેલવે પ્રોજેક્ટ્સ ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓને બ્રૉડગેજ લાઇન દ્વારા સરળ, સલામત અને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે.
આનાથી દૈનિક મુસાફરો, પ્રવાસીઓ અને વ્યવસાયો માટે મુસાફરી સરળ અને ઝડપી બનશે. તે પ્રાદેશિક આર્થિક એકીકરણને પણ પ્રોત્સાહન આપશે. વધારાની લાઇન ક્ષમતાના કારણે અમદાવાદ-દિલ્હી રૂટ પર વધુ ઝડપે ટ્રેનોનું સંચાલન થશે. આનાથી વધુ પેસેન્જર ટ્રેનો ચલાવવાનો માર્ગ મોકળો થશે અને માલગાડીઓની ગતિ અને કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો થશે. આમ, આ પ્રોજેક્ટ્સ ગુજરાતની આર્થિક પ્રવૃત્તિઓને નવી ઊર્જા પ્રદાન કરશે.
બેચરાજી-રણુંજ રેલ લાઇનનું ગેજ કન્વર્ઝન નેશનલ લૉજિસ્ટિક્સ પૉલિસી અને પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન ફૉર મલ્ટિમૉડલ કનેક્ટિવિટી અનુસાર કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય લૉજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાનો અને ગુજરાત રાજ્યના લૉજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ રેન્કિંગમાં વધુ સુધારો કરવાનો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આ પહેલ ઉત્તર ગુજરાતની સામાજિક-આર્થિક પ્રગતિને વધુ વેગ આપશે. આ ઉપરાંત, તે ભારતના લૉજિસ્ટિક્સ અને રેલવે ક્ષેત્રમાં એક નવો માપદંડ સ્થાપિત કરશે.
આ ઉપરાંત, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કટોસણ રોડ અને સાબરમતી વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા અને બેચરાજીથી કાર-લોડેડ માલગાડી સેવાનું પણ ઉદ્ઘાટન કરશે. કટોસણ-સાબરમતી રોડ નવી ટ્રેન સેવાના કારણે પ્રવાસન અને ધાર્મિક સ્થળો સુધી પહોંચવાની સુવિધા મળશે, સાથે તે સ્થાનિક સ્તરે આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપશે. તો બેચરાજીથી શરૂ થતી કાર-લોડેડ માલગાડી ટ્રેન રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોને મજબૂત કનેક્ટિવિટી પ્રદાન કરશે.
આનાથી લૉજિસ્ટિક્સ નેટવર્કનો વિસ્તાર થશે અને રોજગારની નવી તકો ઊભી થશે. આ બંને રેલ સેવાઓ આ પ્રદેશને પર્યાવરણને અનુકૂળ, ટકાઉ અને હાઇ સ્પીડ પરિવહન વિકલ્પ પ્રદાન કરશે. આનાથી માત્ર મુસાફરીનો સમય જ નહીં બચે, પરંતુ પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ, રોકાણ અને રોજગાર સર્જનમાં પણ નોંધપાત્ર વધારો થશે. આ બધા રેલવે પ્રોજેક્ટ્સ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફનો માર્ગ મોકળો કરશે.
*X-X-X*
[8/22, 2:22 PM] Dilip Gajjar.Mahiti.Press: *દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) અંતર્ગત ૩૫૦ લાભાર્થીઓને રોજગાર નિમણૂંક પત્ર એનાયત*
**************************************
*ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે DDU-GKY અંતર્ગત “જોબમેળો અને એલ્યુમની મીટ” કાર્યક્રમ યોજાયો*
**************************************
*DDU-GKY હેઠળ રાજ્યના 30 હજારથી વધુ લાભાર્થીઓને તાલીમ અને ૨૩ હજારથી વધુ લાભાર્થીઓને રોજગારી પ્રાપ્ત થઈ: મંત્રી શ્રી રાઘવજી પટેલ*
**************************************
*DDU-GKYના લાભાર્થીઓ, તેમના વાલીઓ અને રોજગાર પૂરી પાડતી સંસ્થાના પ્રતિનિધિઓએ યોજના અંગે પોતાના અનુભવો વર્ણવ્યા*
**************************************
ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) અંતર્ગત “જોબમેળો અને એલ્યુમની મીટ” કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ જોબમેળાને ગ્રામ વિકાસ મંત્રીશ્રીએ ખુલ્લો મૂક્યો હતો અને સમારોહ દરમિયાન મહાનુભાવોના હસ્તે DDU-GKY હેઠળ તાલીમ પ્રાપ્ત કરીને રોજગારી મેળવેલ ૩૫૦ લાભાર્થીઓને રોજગાર નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે રોજગારી મેળવનાર તમામ લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના યુવાધનને રોજગારીની સમાન તક અને લઘુત્તમ વેતનની બાહેંધરી પૂરી પાડતી “દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના” આજે ગુજરાતના યુવાધન માટે આશીર્વાદ બની છે. લાભાર્થીઓને ઓછામાં ઓછા રૂ. ૧૦,૦૦૦ માસિક પગારની બાહેંધરી આપતી આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યના કુલ 30,000થી વધુ યુવક-યુવતીઓને વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્ય વિકાસ તાલીમ અને ૨૩,૦૦૦થી વધુ લાભાર્થીઓને સફળતાપૂર્વક રોજગારી પ્રાપ્ત થઈ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે દેશમાં “સ્કિલ ઈન્ડિયા” અને “મેક ઇન ઈન્ડિયા” જેવા અભિયાનોથી ગામડાંના યુવાનોને આત્મનિર્ભરતાની નવી દિશા મળી છે. તેમની જ પ્રેરણાથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ રાજ્યના યુવાધનને રોજગાર અને કૌશલ્યના નવા અવસર પ્રદાન કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે આજે ગુજરાતનો દરેક યુવાન ફક્ત નોકરી શોધક નહીં, પરંતુ નોકરીસર્જક બનવા માટે પણ સક્ષમ બન્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે, તેમની વિચારધારા અને દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજનાનો હેતુ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. તેઓ માનતા હતા કે, ગ્રામ્ય ભારતના યુવાનોને શિક્ષણ, કૌશલ્ય અને રોજગારની સમાન તક આપીને તેમને આત્મનિર્ભર બનાવવા, એ જ રાષ્ટ્ર વિકાસનો સાચો માર્ગ છે. આ વિચારને સાકાર કરવા અમલમાં મૂકાયેલી DDU-GKY યોજના આજે ગ્રામ્ય વિસ્તારના યુવાનોને માત્ર રોજગારી જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ, નવી આશા અને નવી દિશા આપી રહી છે.
આ ઉપરાંત મંત્રીશ્રી દ્વારા સ્વસહાય જૂથને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વિવિધ પ્રોત્સાહન અને સહાય અંગે તેમજ રાજ્ય સરકારની જી-મૈત્રી અને જી-સફળ જેવી મહત્વકાંક્ષી પહેલ અંગે પણ વિસ્તૃત ભૂમિકા આપવામાં આવી હતી.
આ પ્રસંગે ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિન્દ તોરવણેએ સૌનું શાબ્દિક સ્વાગત કરીને સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. તેમણે DDU-GKY અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, વિકસિત ભારત @ ૨૦૪૭ના સંકલ્પને વિકસીત ગુજરાત થકી સાકાર કરવાની દિશામાં રાજ્યના યુવાધનનું યોગદાન મહત્વપૂર્ણ પૂરવાર થશે. આજે ગ્રામીણ ગુજરાતમાં રોજગારી મેળવવા ઈચ્છુંક યુવાધનને રાજ્ય સરકારની દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના કૌશલ્યવર્ધન તાલીમ ઉપરાંત રોજગારીની બાહેંધરી આપી રહી છે. આ યોજના અંતર્ગત લાભાર્થી યુવાનોને તેમની જરૂરિયાત મુજબના ક્ષેત્રોમાં નિઃશુલ્ક તાલીમ આપીને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.
આ વેળાએ દીનદયાલ ઉપાધ્યાય-ગ્રામીણ કૌશલ્ય યોજનાના વિવિધ લાભાર્થીઓ, તેમના વાલીઓ અને રોજગારી આપતી સંસ્થાના પ્રતિનિધિઓએ DDU-GKY યોજનાના સકારાત્મક લાભો અને પોતાના અનુભવો વર્ણવીને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમારોહમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતિ મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શિલ્પાબેન પટેલ, ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપનીના મેનેજીંગ ડિરેક્ટર શ્રી સુધીર પટેલ સહિત GLPCના અધિકારી-કર્મચારીઓ, દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજનાના લાભાર્થીઓ, તેમના વાલીઓ તેમજ રોજગારી આપતી વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
************************
નિતિન રથવી/ઋચા રાવલ
[8/22, 2:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પ્રથમવાર એકસાથે ૨૦૫૫ નવીન ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે ૪૯૦ કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યુ*
———
*ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાના મહત્વપૂર્ણ અને પાયાના એકમ ગ્રામ પંચાયતોના મકાન અને તલાટી કમ મંત્રી આવાસ બાંધકામોમાં ૧૦૦ ટકા સેચ્યુરેશન લાવવાનો મુખ્યમંત્રીશ્રીનો પ્રો-પીપલ એપ્રોચ*
——–
*પંચાયત ઘર તલાટી કમ મંત્રી આવાસ બાંધકામ માટે*
* ૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ૪૦ લાખ રૂપિયા
* ૫થી ૧૦ હજાર સુધીની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ૩૪.૮૩ લાખ રૂપિયા
* ૫ હજારથી ઓછી વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને ૨૫ લાખ રૂપિયા
———
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયત ઘર કમ તલાટી-મંત્રી આવાસ યોજનામાં ૧૦૦ ટકા સેચ્યુરેશન લાવવાના હેતુસર રાજ્યમાં ૨૦૫૫ નવીન ગ્રામ પંચાયત ઘરો માટે ૪૮૯.૯૫ કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યુ છે.
ત્રિસ્તરિય પંચાયતી રાજ વ્યવસ્થાનો મહત્વનો અને પાયાનો એકમ એવી ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘર ઉપલબ્ધ થાય તેવો ઉદ્દેશ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ માતબર અનુદાન મંજૂર કરવામાં રાખ્યો છે.
રાજ્યની જર્જરિત પંચાયત ઘર ધરાવતી અને પંચાયત ઘર ધરાવતી ન હોય તેવી ગ્રામ પંચાયતોને નવીન પંચાયત ઘર તેમજ તલાટી કમ મંત્રી આવાસ નિર્માણ માટે રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા દર વર્ષે બજેટમાંથી નાણાં ફાળવવામાં આવે છે અને જરૂરીયાત મુજબ પંચાયત ઘરોનું નિર્માણ પણ થાય છે.
તદઅનુસાર, ૧૦ હજારથી વધુ વસ્તીવાળા ગામોને રૂ.૪૦ લાખ, ૫ થી ૧૦ હજાર સુધીની વસ્તી ધરાવતા ગામોને રૂ.૩૪.૮૩ લાખ અને ૫ હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામોને ૨૫ લાખ રૂપિયાનું અનુદાન ગ્રામ પંચાયત ઘર-તલાટી કમ મંત્રી આવાસ બનાવવા માટે અપાય છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં પ્રથમવાર એકસાથે રાજ્યની ૨૦૫૫ ગ્રામ પંચાયતોમાં નવીન પંચાયત ઘર માટે જે તે ગામની વસ્તી આધારિત યુનિટ કોસ્ટ મુજબ સમગ્રતયા ૪૮૯.૯૫ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે તેના પરિણામે મોટા ભાગની ગ્રામ પંચાયતો આ વર્ષમાં જ પોતાના મકાનોનું નિર્માણ કાર્ય હાથ ધરી શકશે.
એટલું જ નહિ, આધુનિક સવલતો સાથેની ગ્રામ પંચાયત કચેરીઓ દ્વારા નાગરિકોને ગ્રામ્ય સ્તરે જ સરળતાથી અને ઝડપી સરકારી સેવાઓ મળી રહે એવો સકારાત્મક અભિગમ પણ મુખ્યમંત્રીશ્રીએ અપનાવ્યો છે.
આ ઉપરાંત પંચાયત વિભાગની અન્ય યોજનાઓમાં આવરી લેવાયેલી ગ્રામ પંચાયતોમાં પણ આવા પંચાયત ઘરોના નિર્માણમાં ૧૦૦ ટકા સેચ્યુરેશન લાવવાની કામગીરી પ્રગતિમાં છે.
આ કામગીરી પૂર્ણ થતાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતો પોતિકા ગ્રામ પંચાયત ઘરોથી સુસજ્જ બનશે અને ગ્રામીણ નાગરિકોને ઘર આંગણે જ ઝડપી સરકારી સેવાઓ મળતી થશે.
———-
[8/22, 6:54 PM] Dilip Gajjar.Mahiti.Press: *આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન-સેવા વિતરણમાં
ધરમૂળથી પરિવર્તન લાવવા ગુજરાત સહિત દેશભરમાં ‘આદિ કર્મયોગી અભિયાન’ અમલી*
………………………….
*આદિ કર્મયોગી થકી દેશભરમાં ૨૦ લાખ આદિવાસી પરિવર્તન નેતાઓની કેડર વિકસાવવાનો લક્ષ્યાંક*
………………………………..
ગુજરાતમાં સવિશેષ વસ્તી ધરાવતા ૧૫ જિલ્લાઓ, ૯૪ તાલુકાઓ
અને ૪૨૪૫ ગામડાઓમાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત કામગીરી કરાશે
…………………………………..
*આ અભિયાન અંતર્ગત ગાંધીનગર ખાતે
આદિજાતિ વિકાસ વિભાગ-સંબંધિત વિભાગોના અધિકારીઓનો એક દિવસીય વર્કશોપ યોજાયો*
……………………………………..
આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે. આ અભિયાનનો ઉદ્દેશ “ભારતના આદિવાસી પ્રદેશોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાવશીલ શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો છે.” જે સેવા, સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે. આ અભિયાનમાં પ્રધાનમંત્રી જનજાતિય આદિવાસી મહા અભિયાન (PM-JANMAN) અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)ના વ્યાપક માળખા સાથે જોડાયેલ છે. આ અભિયાન આદિજાતિ મંત્રાલય (MoTA) દ્વારા સંચાલિત છે. આ અભિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દુરંદેશી નેતૃત્વનું
પરિણામ છે.
આદિજાતિ વિકાસ નિયામક શ્રી આશિષકુમારની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે એક દિવસીય આદિ કર્મયોગી – રિસ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગ્રામ-વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિ વિકાસ વિભાગ અને સંબંધી લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓને આદિક કર્મયોગી રિસ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગ્રામ અંગે સંવેદનશીલ બનાવવા અને આ કાર્યક્રમ પ્રત્યે માહિતગાર કરવાનો હતો. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગ અને સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટના ૭૦ થી વધુ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અભિયાન આદિવાસી નાગરિકોને વિકાસના સક્રિય સહ-નિર્માતાઓમાં રૂપાંતરિત કરવાના છે. આ અભિયાન આદિવાસી શાણપણ અને આકાંક્ષાઓમાં મૂળભૂત પ્રણાલીઓ અને લોક કેન્દ્રિત શાસન વ્યવસ્થાઓને સંસ્થાકીય બનાવવાનો પ્રયાસ કરે છે. આ અંતર્ગત સેવાઓનું સાર્વત્રિક એક્સેસ, પ્રતિભાવશીલ સંસ્થાઓ, સશક્ત સમુદાયો અને સહભાગી આયોજનો દ્વારા વિકાસશીલ પરિણામોને પ્રાથમિકતા આપે છે. જેમાં ટકાઉપણું, જવાબદારી, છેલ્લા માઈલ ડિલિવરીને સુનિશ્ચિત કરવા માટે ગ્રામ્ય સ્તરના સંસ્થાકીય પદ્ધતિઓ સાથે ક્ષમતા નિર્માણને એકીકૃત કરે છે.
PM-JANMAN અને DA-JGUA આદિ કર્મયોગી અભિયાન સાથે સંકલિત છે. તેનો હેતુ દેશભરમાં ૨૦ લાખ આદિવાસી પરિવર્તન નેતાઓની કેડર વિકસાવવાનો છે. આ અભિયાનમાં ૦૧ લાખ આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામડાઓ, ૩,૦૦૦ આદિવાસી તાલુકાઓ, ૫૫૦ થી વધુ આદિવાસી જિલ્લાઓ, ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશનો
સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતમાં સવિશેષ વસ્તી ધરાવતા ૧૫ જિલ્લાઓ, ૯૪ તાલુકાઓ અને ૪૨૪૫ ગામડાઓમાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવનાર છે. આ મિશન બહુ વિભાગીય સંકલનને પ્રેરિત કરે છે, સહભાગી શાસનને વધુ ગાઢ બનાવે છે અને નીચેથી ઉપર, લોકો દ્વારા સંચાલિત શાસન પ્રણાલી દ્વારા જાહેર સંસ્થાઓમાં વિશ્વાસ પુનઃ નિર્માણ કરે છે.
આ અભિયાનમાં ભારતના ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વસવાટ કરતા ૧૦.૫ કરોડથી વધુ આદિવાસી નાગરિકોનો સમાવેશ થાય છે. તેઓ સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ ભૌગોલિક વિસ્તારમાં રહે છે. દાયકાઓથી થતા નાણાકીય ખર્ચ અને બહુ વિવિધ યોજનાઓના અમલીકરણ છતાં આદિવાસી સમુદાયનું આરોગ્ય, શિક્ષણ, પોષણ, આજીવિકા, પાણીની ઉપલબ્ધતા, શાસન વ્યવસ્થામાં પહોંચમાં પ્રણાલીગત અંતર યથાવત છે. આ કાયમી પડકારોનો સામનો કરવા અને વડાપ્રધાનના છેલ્લા માઈલ સુધીના શાસન અને લોક કેન્દ્રિત વિકાસના વિઝનને પૂર્ણ કરવા માટે આદિવાસી મંત્રાલય દ્વારા આદી કર્મયોગી અભિયાન શરૂ કર્યું છે. જે આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન અને સેવા વિતરણમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટે મિશન ધરાવે છે.
આ કાર્યક્રમમાં નિયામકશ્રી આશિષકુમારે આદિ કર્મયોગીનું મિશન, વિઝન, હેતુઓ, રાષ્ટ્રીય મિશન સાથે સંકલન, ચેન્જ લીડર, વિલેજ ડેવલોપમેન્ટ પ્લાન વગેરે મુદ્દા ઉપર સવિસ્તાર સમજ આપી હતી. આ ઉપરાંત ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કક્ષાએથી ગ્રામીણ કક્ષા સુધી કેવી રીતે આદિ કર્મયોગી અભિયાન લઈ જવાનું છે અને ૨૦ લાખ ચેન્જ લીડર તૈયાર કરવા અંગે વાત કરી હતી.
તા. ૧૧ થી ૧૭ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન આદિ કર્મયોગી – રિસ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગ્રામ અંતર્ગત રીજનલ પ્રોસેસ લેબ (RPL) – પુને (મહારાષ્ટ્ર) ખાતે તાલીમ યોજાઈ ગઈ. આ તાલીમમાં ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ અને સંબંધીત લાઈન ડિપાર્ટમેન્ટના ૦૮ અધિકારીશ્રીઓ સહભાગી થયા હતા. આ અધિકારીશ્રીઓમાંથી ત્રણ અધિકારીશ્રીઓ શ્રી આર. ધનપાલ, ડો.વિપુલ રામાણી, ડો.નયન જોશીએ પોતે સાત દિવસ દરમિયાન શું શીખ્યા તે અંગેના અનુભવો જણાવ્યા હતા. જેમાં તેમણે વ્યક્તિગત, સંગઠનાત્મક અને સામુદાયિક બદલાવ અંગેની એક્સરસાઇઝની વાત કરી હતી. રાજ્ય સ્તરથી ગ્રામીણ સ્તર સુધી ચેન્જ લીડર કેવી રીતે કરી શકાય અને ગ્રામીણ આદિવાસી લોકોની સમસ્યાઓ, પડકારો ઓળખી તેમના ઉકેલો કેવી રીતે લાવી શકાય અને સરકારી યોજનાઓને ૧૦૦% સેચ્યુરેશનમાં કેવી રીતે બદલી શકાય તે અંગેના અનુભવો વ્યક્ત કર્યા હતા. આ ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ અને સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટ શું ઓફર કરી શકે અને તેઓ બીજા વિભાગો પાસે શું અપેક્ષા રાખે છે તે અંગેની પણ સમજ આપી હતી.
શ્રી આકાશ ભલગામાએ પોતાના પ્રેઝન્ટેશનમાં જણાવ્યું કે આદિ કર્મયોગી અભિયાનની રાજ્ય કક્ષાએથી ગ્રામ્ય કક્ષા સુધી લઈ જવા માટેનું આયોજન, દરેક કક્ષાની જવાબદારી, વિવિધ કક્ષાના જૂથો, રજીસ્ટ્રેશન, વિવિધ કક્ષાએ તાલીમ વગેરે મુદ્દા ઉપર સવિસ્તાર સમજ આપી હતી. ત્યાર પછી પાણીની સમસ્યા અને તેના ઉકેલ સંદર્ભમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. અંતમાં સૌ અધિકારીશ્રીઓએ આદિ કર્મયોગી અંગેના શપથ લીધા હતા. રાજ્યકક્ષાએથી ગ્રામીણ કક્ષા સુધી પોતાની જવાબદારી નિભાવવા માટે સેવા, સમર્પણ અને સંકલ્પની ભાવના વ્યક્ત કરી હતી.
આગામી તા.૨૫ થી ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન ગાંધીનગર ખાતે આદિ કર્મયોગી સ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગ્રામ અંતર્ગત સ્ટેટ પ્રોસેસ લેબ (SPL)નું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં આદિવાસી જિલ્લાઓમાંથી ૧૦૦ જેટલા જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને આદિ કર્મયોગી અંગેની તાલીમ મેળવનાર છે. સપ્ટેમ્બર – ૨૦૨૫માં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત આગળની તાલીમ યોજાનાર છે. તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ભારતમાં અને ગુજરાતમાં સવિશેષ ગ્રામસભા યોજાનાર છે. વડાપ્રધાનશ્રીના વિક્સિત ભારત@ 2047 ના વિઝનને સાકાર કરવા આ વિશેષ ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા વિલેજ ડેવલપમેન્ટ પ્લાન અને વિઝન બિલ્ડીંગ અંગે ચર્ચા કરવામાં આવશે.
……………………..
જનક દેસાઇ
***ગાંધીનગર જિલ્લાના સમાચારો*†***
[8/21, 4:43 PM] Neha Talaviya.Mahiti: *જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગર દ્વારા આર્મી/એરફોર્સ/નેવી/અર્ધ લશ્કરીદળો પેરા મિલેટ્રી ફોર્સીસ અને પોલીસ ફોર્સ વિગેરેમાં જોડાવવા સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ ભરતી મેળો યોજાશે*
=========================
આર્મી/એરફોર્સ/નેવી/અર્ધ લશ્કરીદળો પેરા મિલેટ્રી ફોર્સીસ અને પોલીસ ફોર્સ વિગેરેમાં જોડાવવા ઉમેદવારોને ભરતી પૂર્વે શારીરિક /માનસિક ક્ષમતા માટે પરીક્ષાલક્ષી વિનામૂલ્યે તથા સ્ટાઈપેન્ડ સહીત નિવાસી તાલીમ આયોજન કરવામાં આવેલ છે.
ગુજરાતના યુવાનોને સંરક્ષણ સેવા, પેરા મિલેટ્રી ફોર્સીસ તથા પોલીસ ફોર્સ વિગેરેમાં જોડાવવાની ઈચ્છાનો અભાવ તેમજ ભરતી થયા બાદ મળતી સગવડો વિષે અજ્ઞાનતા પ્રવર્તતી હોવાને કારણે ગુજરાત રાજ્યમા ઘણી જગ્યાઓ વણ પુરાયેલી રહે છે. આથી આર્મી/એરફોર્સ/નેવી/અર્ધ લશ્કરીદળો, પેરા મિલેટ્રી ફોર્સીસ તથા પોલીસ ફોર્સ વિગેરેમાં જોડાવવા માંગતા ઉમેદવારોને ભરતી પૂર્વે શારીરિક તેમજ માનસિક ક્ષમતા માટેની ઘનિષ્ઠ તાલીમ આપવા માટે નિવાસી તાલીમ આપવાનુ આયોજન કરવામાં આવેલ છે.
ગુજરાતના યુવાનોની ભરતી થાય તે માટે આર્મી/એરફોર્સ/નેવી/અર્ધ લશ્કરીદળો, પેરા મિલેટ્રી ફોર્સીસ તથા પોલીસ ફોર્સ વિગેરેની જગ્યાઓ માટે શારીરિક યોગ્યતા ધરાવતા,નિયત કરેલ જરૂરી શૈક્ષણિક લાયકાત ધો. ૧૦ પાસ માટે નિયત કરેલ ૧૭ ૧/૨ વર્ષ (સત્તર વર્ષ અને છ માસ) થી ૨૧ વર્ષ અથવા ધો-૧૨ પાસ માટે નિયત ૧૭ ૧/૨ વર્ષ (સત્તર વર્ષ અને છ માસ) વર્ષ થી ૨૩ વર્ષ ધરાવતા યુવાનોને શારીરિક માનસિક ક્ષમતા તથા લેખિત પરીક્ષા માટે ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવશે
આ તાલીમમાં શારીરિક યોગ્યતા માટે ઊંચાઈ, વજન તથા છાતી શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કુદ, પુલઅપ્સ વિગેરેની તાલીમ માટે ફીઝીકલ(શારીરિક) ઇન્સ્ટ્રક્ટર દ્વારા ભારતીને અનુરૂપ ફીઝીકલ તાલીમ આપવામાં આવશે. તથા અન્ય તાલીમી વ્યાખ્યાતાઓ દ્વારા અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન તથા સામાન્ય જ્ઞાનની તાલીમ આપવામાં આવશે.
ઉમેદવારોની યાદી રોજગાર કચેરી દ્વારા તૈયાર કરવા માટે કચેરીના કામકાજના દિવસોમાં તા.૩૦/૦૮/૨૦૨૫ સાંજના ૦૫-૦૦ વાગ્યા સુધીમા ફોર્મ નિયત નમુનામાં શૈક્ષણિક લાયકાત ના પ્રમાણપત્રો (જેવાકે સ્કુલ લિવિંગ સર્ટીફિકેટ ધો-૧૦, ૧૨ અને ગ્રેજ્યુએશન કર્યું હોય તો તેની માર્કશીટ ની કોપી તથા આધારકાર્ડ, બેંક પાસબુક, જાતિનો દાખલા ની ઝેરોક્ષ કોપી) સાથે જીલ્લા રોજગાર વિનિમય કચેરી, “સી”વિંગ, પહેલો માળ સહયોગ સંકુલ. પથીકાશ્રમની બાજુમા, સિવિલ હોસ્પિટલની સામે, સેક્ટર-૧૧, ગાંધીનગર, ખાતે સ્વીકારવામાં આવશે. આ તાલીમ વિનામૂલ્યે છે.
એક ઉમેદવાર દીઠ દૈનિક ૧૦૦/- લેખ ૩૦ દિવસના રૂ. ૩,૦૦૦/- સ્ટાઈપેન્ડ ચેક દ્વારા ચૂકવવામાં આવશે. રહેવા જમવાનું વિના મુલ્યે છે. આ માટે એક પાસપોર્ટ સાઈઝનો ફોટો ,ફોટો આઈડેન્ટીટી પ્રૂફની ઝેરોક્ષ સહ અરજી ફોર્મમાં દર્શાવેલ સૂચનાઓને આધીન ફોર્મ તથા સંમતીપત્રક ભરવાનું રહેશે. આ તાલીમ અંગે કોઈ પણ આખરી ફેરફારની સત્તા અને નિર્ણય જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગરનો રહેશે.
…..
અશ્વિન ઘટાડ
[8/22, 1:13 PM] Neha Talaviya.Mahiti: *ગ્રામ્ય વિસ્તારોની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ રૂબરૂ મેળવી શકે તે માટે કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે.દવે હંમેશા ગ્રામ્ય વિસ્તારોની આકસ્મિક મુલાકાત લેતા રહે છે*
……
*તા.22 ઓગસ્ટ ના રોજ કલેક્ટર શ્રી મેહુલ કે દવે દ્વારા ગાંધીનગર તાલુકાના આદરજ મોટી ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત લેવામાં આવી*
…….
*ગ્રામજનો દ્વારા જિલ્લા વહીવટી તંત્રની કામગીરી પ્રત્યે સારો પ્રતિભાવ મળતા કલેક્ટરશ્રી દ્વારા સંતોષની લાગણી વ્યક્ત કરવામાં આવી*
………
“રાષ્ટ્રહિત સર્વોપરી” અને “જનસેવા તે જ પ્રભુસેવા”ના ધ્યેય સાથે કાર્ય કરી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, તથા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને લોક કલ્યાણના કાર્યમાં હંમેશા તત્પર એવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નકશે કદમ પર, ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે. દવેના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સેવા સુખાકારી અને સુવિધાઓ માટે હંમેશા કાર્ય કરવા કટિબદ્ધ છે.
જ્યારે નેતૃત્વ પ્રબળ હોય ત્યારે કઠિન કાર્યો પણ હંમેશા સરળતાથી થતા હોય છે, પરંતુ નાગરિકોની સુખાકારી માટે કરવામાં આવતા આ કાર્યો માત્ર ઓન પેપર ન રહે અથવા વાતોમાં જ ન રહે તે માટે કલેક્ટરશ્રી મેહુલ કે.દવે દર મહિને ઘણીવાર ગ્રામ્ય વિસ્તારોની ઓચિંતી મુલાકાતો કરતા રહે છે. જેથી તેઓ વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ રૂબરૂ મેળવી શકે. સાથે જ આ મુલાકાતો દરમિયાન તેઓ ગ્રામજનો સાથે રૂબરૂ સંવાદ દ્વારા તેમને મળતી સુવિધાઓ અંગેના પ્રતિભાવો પણ મેળવતા રહે છે, જરૂર જણાય ત્યાં તાત્કાલિક બદલાવ કરવા અથવા સુધારા વધારા કરવા પણ કલેક્ટરશ્રી તત્પર રહે છે.
કહેવાય છે કે આપણું સાચું ભારત ગ્રામ્ય વિસ્તારોમાં વસેલું છે, અને આ ગ્રામ્ય વિસ્તારો નો વિકાસ અને તેમની જીવનચર્યાને સરળ બનાવવી તે સરકારનો ધ્યેય છે, જેના માટે અંતરિયાળ ગામડાઓમાં પણ શિક્ષણ, સ્વાસ્થ્ય, પ્રાથમિક સુવિધાઓ અને રોજગાર માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
જે અનુસંધાને તા.22 ઓગસ્ટ ના રોજ કલેક્ટર શ્રી મેહુલ કે દવે દ્વારા ગાંધીનગર તાલુકાના આદરજ મોટી ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત અંતર્ગત પંચાયતના સભ્યો ઉપરાંત ઉપસ્થિત અરજદારો અને ગ્રામજનો સાથે રૂબરૂ સંવાદ કરી કલેકટરશ્રી ગામમાં ઉપલબ્ધ સગવડો ,યોજનાકીય લાભો વગેરે યોગ્ય રીતે મળી રહે છે કે કેમ તેની ચર્ચા કરી હતી.
ત્યારબાદ મોટી આદરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી દર્દીઓને માટેની વ્યવસ્થા ચકાસતા ઉપસ્થિત દર્દીઓ સાથે પણ કલેક્ટર શ્રી આત્મીયતા પૂર્ણ વાર્તા લાભ કરતાં આરોગ્ય કેન્દ્રની સેવાઓની સમીક્ષા કરી હતી.
આ મુલાકાત દરમિયાન અરજદારો દર્દીઓ તથા ગ્રામજનો દ્વારા જિલ્લા વહીવટી તંત્રની કામગીરી પ્રત્યે સારો પ્રતિભાવ મળતા કલેક્ટરશ્રી દ્વારા સંતોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
આ મુલાકાત અંતર્ગત કલેકટરશ્રી સાથે મામલતદાર શ્રી ગાંધીનગર મહેશ ગોહિલ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી મલય ભુવા પણ જોડાયા હતા.
…..
*નેહા તલાવિયા*
[8/22, 3:14 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે.દવેના વિચાર અને દિશા સૂચન અંતર્ગત પ્રથમ વાર દિવ્યાંગો માટેના ખાસ જીલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાના આયોજનો સફળ પ્રયાસ*
……………………..
*રોજગાર ભરતી મેળામાં હાજર સાત કંપનીઓ દ્વારા 135 વેકેન્સી માટે 100 જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી પણ કરી લેવામાં આવી*
………………………..
*દિવ્યાંગો સમાજનું એક અભિન્ન તથા અવિભાજ્ય અંગ છે, ત્યારે દિવ્યાંગજનોમાં રહેલ વિશેષ કૌશલ્યને ઓળખી તેમને રોજગારમાં નવી તકો આપવા તથા સમાજના વર્તમાન પ્રવાહમાં જોડવા આ પ્રકારના આયોજનો નવી પ્રેરણા સ્ત્રોત બની રહેશે – મેયરશ્રી મીરાબેન પટેલ*
……………………………
*પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિશેષ શબ્દ પ્રયોજન દિવ્યાંગ તરીકે જેને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જેમની પાસે અન્ય કરતા અલગ કૌશલ્ય છે, તેવા દિવ્યાંગોની શક્તિને પીછાણી તેમનામાં રહેલા કલા કૌશલ્ય અને કંઈક કરી બતાવવાના જુસ્સાને દિવ્યાંગ મેળા થકી નવી પાંખ મળશે- કલેક્ટરશ્રી મેહુલ કે. દવે*
……………………….
*સરકાર નાગરિકોની તમામ પ્રકારે ચિંતા કરી રહી છે, જેમાંથી એક રોજગાર-વ્યવસાય પણ છે, ત્યારે દિવ્યાંગો માટે રોજગાર વ્યવસાય સાથે જોડાઈ આત્મનિર્ભર બનવા તરફ જિલ્લામાં યોજાયેલો આ ભરતી મેળો ખરેખર ખૂબ જ મજબૂત માધ્યમ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કલેકટરશ્રી મેહુલ કે.દવે*
…………………………….
*મુક બધીર દિવ્યાંગજનો સાથે પણ કલેક્ટરશ્રીએ સાઈન લેંગ્વેજ જાણતા પ્રતિનિધિ દ્વારા વાતચીત કરી : દિવ્યાંગોને રૂબરૂ મળી તેમના ઉત્સાહમાં વધારો કર્યો*
…………..
ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે.દવેના વિચાર અને દિશા સૂચન અંતર્ગત જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર અને જીલ્લા સમાજ સુરક્ષા કચેરી, ગાંધીનગર તથા એન.સી.એસ.સી -ડી.એ. અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત, દિવ્યાંગો માટેના ખાસ જીલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળા તથા સ્વરોજગાર શિબિરનું સૌપ્રથમ વાર ગાંધીનગર ખાતે મેયર શ્રી મીરાબેન પટેલ તથા કલેકટર શ્રી ગાંધીનગરની વિશેષ ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર જિલ્લામાં યોજાઇ રહેલા દિવ્યાંગજનો માટેના આ સૌ પ્રથમ રોજગાર ભરતી મેળા અને સ્વરોજગાર શિબિર અંતર્ગત 100 થી વધુ દિવ્યાંગ જનોએ વિવિધ જિલ્લાઓમાંથી ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો. ત્યારે આ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત મેયર શ્રી ગાંધીનગર મીરાબેન પટેલ દ્વારા સંબોધન કરતા જણાવવામાં આવ્યું હતું કે, દિવ્યાંગો માટેની જિલ્લા વહીવટી તંત્રની આ હૃદય સ્પર્શી પહેલનું આયોજન ખરેખર સવિશેષ છે, દિવ્યાંગો સમાજનું એક અભિન્ન તથા અવિભાજ્ય અંગ છે, ત્યારે દિવ્યાંગજનોમાં રહેલ વિશેષ કૌશલ્યને ઓળખી તેમને રોજગારમાં નવી તકો આપવા તથા સમાજના વર્તમાન પ્રવાહમાં જોડવા આ પ્રકારના આયોજનો નવી પ્રેરણા સ્ત્રોત બની રહેશે.
આ વિશિષ્ટ અવરસરે ઉપસ્થિત કલેક્ટરશ્રી મેહુલ કે. દવે દ્વારા પ્રસંગિક ઉદબોધન કરતા જણાવવામાં આવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિકલાંગ અને અપંગ શબ્દને બદલે એક વિશેષ શબ્દ પ્રયોજન દિવ્યાંગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું હતું. જેનો અર્થ છે કે, જેની પાસે દિવ્ય અંગ છે, અન્ય કરતા અલગ કૌશલ્ય છે, અને દિવ્યાંગોની આ જ શક્તિને પીછાણી તેમનામાં રહેલા કલા કૌશલ્ય અને કંઈક કરી બતાવવાના જુસ્સાને દિવ્યાંગ મેળા થકી નવી પાંખ મળશે.
સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, સરકાર કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તમામ પ્રકારના નાગરિકોની ચિંતા કરી રહી છે, જેમાંથી એક રોજગાર વ્યવસાય પણ છે. ત્યારે દિવ્યાંગો માટે રોજગાર વ્યવસાય સાથે જોડાઈ આત્મનિર્ભર બનવા તરફ જિલ્લામાં યોજાયેલો આ ભરતી મેળો ખરેખર ખૂબ જ મજબૂત માધ્યમ સાબિત થશે તેઓ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સાથે જ કલેકટરશ્રી દ્વારા રોજગાર ભરતી મેળામાં દિવ્યાંગો માટેની વ્યવસ્થા, તેમના રજીસ્ટ્રેશન વગેરે અંગે પણ રૂબરૂ નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી, ઉપરાંત ઉપસ્થિત દિવ્યાંગો સાથે આત્મીયતા પૂર્ણ ભાવ સાથે વાર્તાલાપ કરતા તેમની લાગણી અને તેમના પ્રતિભાવો પણ મેળવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મુક બધીર દિવ્યાંગજનો સાથે પણ કલેક્ટરશ્રીએ સાઈન લેંગ્વેજ જાણતા પ્રતિનિધિ દ્વારા વાતચીત કરી હતી. આ વાતચીતના અંતે કલેક્ટરશ્રીએ દિવ્યાંગનો માટેના આ કાર્ય અને પુણ્ય કાર્ય જણાવતા આત્મસંતોષ પણ વ્યક્ત કર્યો હતો.
જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગર દ્વારા થયેલ દિવ્યાંગો માટેની સુંદર કામગીરી બદલ આ તકે મેયર શ્રી ગાંધીનગર તથા કલેકટર શ્રી ગાંધીનગરના હસ્તે જિલ્લા રોજગાર અધિકારી શ્રી નિશાંત શુક્લા ને પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
આ તકે નોંધનીય છે કે, ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગજનો માટે રોજગારી આપવાના આ પ્રથમ પ્રયાસ અંતર્ગત માત્ર ગાંધીનગર જ નહીં પરંતુ વિવિધ જિલ્લામાંથી 110 જેટલા દિવ્યાંગ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સાત કંપનીઓ દ્વારા 135 વેકેન્સી માટે 100 જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી પણ કરી લેવામાં આવી છે.
કાર્યક્રમ અંતર્ગત સમાજ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા નશા મુક્તિ કેમ્પેઇન અંતર્ગત ઉપસ્થિત સર્વે સાથે મળી શપથગ્રહણ પણ કરાવવામાં આવ્યા હતા.
ગાંધીનગર જિલ્લામાં યોજાયેલા દિવ્યાંગોના આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા રોજગાર અધિકારી શ્રી ગાંધીનગર નિશાંત શુક્લા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જીતેન્દ્ર મકવાણા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી સંજય પટેલ, વી.આર.સી ઇન્સ્ટ્રક્ટરશ્રી, NCSC-DA અમદાવાદ અમિત ઠક્કર તથા એલડીએમ ગાંધીનગર સહિત જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ, જિલ્લા બાળ આયોગ વગેરેના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે,આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા રોજગાર કચેરીના કર્મચારી શ્રી નિર્મલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત અને આભાર વિધિ રોજગાર અધિકારીશ્રી નિશાંત શુક્લા દ્વારા કરવામાં આવી હતી.
……
*નેહા તલાવિયા*
[8/22, 4:03 PM] Neha Talaviya.Mahiti: *લગ્ન એ દીકરીઓ માટે સૌથી મહત્વની ઘટના છે, અનાથ દીકરીઓના જીવનની આ મહત્વની પળે સહાયક બનતી સરકારની લગ્ન સહાય યોજના*
…..
*સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના દ્વારા આપવામાં આવતી લગ્ન સહાય થકી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની દિકરી જયાબેનને રુપિયા બે લાખની સહાય, લગ્ન જીવનની શરૂઆતમાં ખૂબ જ સહાયક અને આશીર્વાદરૂપ બની*
…..
*અમારા જેવી અનાથ દીકરીઓ ના જીવનમાં સરકારી યોજના નાની નાની ખુશીઓ થકી મોટો ભાગ ભજવી રહી છે- લાભાર્થી દીકરી જયાબેન*
………
*સરકાર માત્ર દીકરીઓની સુરક્ષા અને ભણતર જ નહીં પરંતુ તેમના દાંપત્ય જીવનની શરૂઆતમાં પણ યોજનાકીય સહાય થકી ખુશીઓનો આધાર બની છે – લાભાર્થી દિકરી જયાબેન*
………
હિન્દુ ધર્મમાં કન્યાદાનને મહાદાન માનવામાં આવે છે, લગ્નને 16 સંસ્કારોમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે. કારણ કે કન્યાદાન ફક્ત ધાર્મિક કાર્ય નથી પરંતુ તે પ્રેમ, વિશ્વાસ અને નવી જવાબદારીઓ સાથે નવા સંબંધો સાચવતા ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાનું પ્રતીક છે.
સરકાર દ્વારા આ પવિત્ર પરંપરા માટે પણ યોજનાકીય સહાય આપવામાં આવી છે. જેમાં પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી દીકરીઓને લગ્ન સહાય આપવાની યોજના અમલમાં છે.
ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ યોજનાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ ખાતે અરજી કરવાની રહે છે. જેને યોગ્યતા અનુસાર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા મંજૂર કરવામાં આવે છે.
ગાંધીનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાણોદ ગામના જયાબેન રાકેશજી પરમાર એ પણ આ યોજનાના લાભાર્થી છે. જયાબેનના માતા પિતા બંનેનું અવસાન થતા તેમના કાકા કિરણજી કાળાજી પરમાર દ્વારા અનાથ બાળક સહાય માટે અરજી કરાતા તેમને દર મહિને 3,000 ની સહાય મંજૂર કરવામાં આવી હતી.તા.17 એપ્રિલ 2020 ના રોજ દીકરી જયાબેન 18 વર્ષ પૂર્ણ કરતા આ સહાયનો લાભ બંધ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ સરકાર શ્રીની પાલક માતા પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી દીકરીઓને લગ્ન સહાય પણ ચૂકવવામાં આવે છે, જે અન્વયે જાણકારી મળતા તેમણે આ સહાય માટે પણ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને અરજી કરી હતી.
જયાબેનના લગ્ન લાખાજી ના મુવાડા, દહેગામ તાલુકા ખાતે કરણસિંહ જગતસિંહ ઝાલા સાથે તા.16 /05 /2023 ના રોજ થતાં, સ્પોન્સરશિપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમીટી ( SFCAC) દ્વારા રૂપિયા બે લાખની સહાય આપવામાં આવી છે.
હા અંગે જયા બેન જણાવે છે કે, “અમારા જેવી અનાથ દીકરીઓ ના જીવનમાં સરકારી યોજના નાની નાની ખુશીઓ થકી મોટો ભાગ ભજવી રહી છે. સરકાર માત્ર દીકરીઓની સુરક્ષા અને ભણતર જ નહીં પરંતુ તેમના દાંપત્ય જીવનની શરૂઆતમાં પણ યોજનાકીય સહાય થકી ખુશીઓનો આધાર બની છે.”
ઉલ્લેખનીય છે કે, લગ્ન એ દીકરીઓ માટે સૌથી મહત્વની ઘટના છે. જ્યાંથી તેમના જીવનને નવો વળાંક મળે છે. આવા સમયે તેમનો આ પ્રસંગ યાદગાર બને તે દરેક દીકરીઓનું સ્વપ્ન હોય છે. ત્યારે માતા પિતા વગરની અનાથ દીકરીઓનું આ સ્વપ્ન સાકાર કરતી સરકાર દ્વારા ચાલતી આ યોજના દીકરીઓ માટે નવા જીવનની શરૂઆતમાં ખૂબ જ સહાયક અને આશીર્વાદરૂપ બની રહી છે.
……
*નેહા તલાવિયા*
[8/22, 4:15 PM] Neha Talaviya.Mahiti: *જે લોકો દિવ્યાંગ છે, અથવા સામાન્ય છે, તેઓ પોતાના ઉપર વિશ્વાસ રાખે તો જીવનમાં ક્યારેય હાર ન માને*
******************
* *”હું શારીરિક રીતે અપંગ છું પણ માનસિક રીતે નહીં”*
*”ભગવાને કદ ભલે નાનું આપ્યું પણ દિવ્યાંગ દિવ્યાના હાથમાં એવો જાદુ આપ્યો છે કે તે આત્મનિર્ભર બની શકે”*
– કિરીટકુમાર પટેલ
*******************
આલેખન :- અશ્વિન ઘટાડ
દિવ્યાંગજનોના ખાસ રોજગાર ભરતી મેળામાં પધારેલા કિરીટ પટેલે જણાવ્યું હતું કે, આયોજકોને સલામ કરવા જેવી છે. હું મક્કમ મનથી કહુ છું કે, હું દિવ્યાંગ છું. પણ જ્યારે ભગવાનમાં શ્રદ્ધા હોય ત્યારે શરીરની નબળાઈ પણ તાકાત બની જાય છે.અને મનમાં દ્રઢ સંકલ્પ હોય તો કોઈપણ કાર્ય અસંભવ નથી. અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. જે લોકો દિવ્યાંગ છે, અથવા અસામાન્ય છે,તેઓ પોતાના ઉપર વિશ્વાસ રાખે તો જીવનમાં ક્યારેય પણ હાર નહીં મળે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આ રોજગાર મેળામાં પધારવા પાછળ મારો ઉદ્દેશ્ય એ છે કે, આ ભરતી મેળામાં પધારેલા મારા દિવ્યાંગ ભાઈ અને બહેનો જણાવવા માંગુ છું કે, મે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા છે કે, દિવ્યાંગ હોવાથી લઈને વ્યક્તિ નિરાશ બની જતો હોય છે. એવું મનમાં બંધાઈ જાય છે કે, જીવનમાં કશું નહિ કરી શકે તેવું વિચારી લે છે. પણ “ભગવાને કદ ભલે નાનું આપ્યું પણ દિવ્યાંગ દિવ્યાના હાથમાં એવો જાદુ આપ્યો છે કે તે આત્મનિર્ભર બની શકે” પોતાના પરિવાર ને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે. અને આ ભરતી મેળામાં ભાગ લીધેલ તમામ દિવ્યાંગ આત્મનિર્ભર બની ગર્વથી સમાજમાં જીવન જીવી શકે. દિવ્યાંગ ઉમેદવારોને પ્રોત્સાહન અને ખૂબજ ઉત્સાહ વધે તે માટે મેં આ ભરતી મેળામાં હાજરી આપી છે.”
[8/22, 4:18 PM] Neha Talaviya.Mahiti: મેજર ધ્યાનચંદ જન્મદિવસ ને નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ તા : ૨૯-૦૮-૨૦૨૫ થી ૩૧-૦૮-૨૦૨૫
રોજ ઉજવણી કરવામાં આવી રહી છે
********************************
“હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન
ખેલે ભી, ખીલે ભી “
રાજ્ય સરકાર ધ્વારા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હમ ફિટ તો ઇન્ડિયા ફિટ મિશન અંતર્ગત તથા ગુજરાતના મૃદૃ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત ગુજરાત રાજ્યમાં રમત-ગમત માટે અનેકવિધ પ્રકલ્પો અમલમાં મુકેલા છે. રાષ્ટ્રીય રમત દિવસ દર વર્ષે ૨૯ ઓગસ્ટનાં રોજ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ કે જેઓની જન્મ જયતિની ઉજવણી ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના સમૃધ્ધ રમત વારસા અને વૈશ્વિક સ્તર દેશને ગૌરવ અપાવનારા આપણા ખેલાડીઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે જેનાથી સમગ્ર દેશમા સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે એક જન ચળવળ શરુ થઈ હતી આ વર્ષ. રાષ્ટ્રીય રમત દિવસ એ ભારતનો ઓલિમ્પિક ભાવના અને શ્રેષ્ઠતા. મિત્રતા અને આદરના મુખ્ય મુલ્યો પ્રત્યેનો આદર રહેલો છે.
જે અન્વયે ફીટ ઇન્ડિયા મિશન. તા. ૨૯-૦૮-૨૦૨૫ થી ૩૧-૦૮-૨૦૨૫ દરમિયાન રાષ્ટ્રવ્યાપી રમતગમત અને ફિટનેશ પ્રવૃતિઓની જીવત શ્રેણી સાથે નેશનલ સ્પોટ ડે ૨૦૨૫ ઉજવણી કરવાનો નક્કી કરવામાં આવેલ છે. તેમજ આ વર્ષની થીમ રમતગમતની શક્તિ ધ્વારા સ્વસ્થ, સમાવિષ્ટ અને સક્રિય ભારતનું નિર્માણ કરવાની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબીબીંત કરવા જણાવવામાં આવેલ છે જે અન્વયે નીચે મુજબના કાર્યક્રમાં તેમજ ખેલાડીઓની ખેલીદીલીની ભાવના, ઉત્કૃષ્ટતા, ભાઈચારો સમ્માન જળવાઈ રહે અને સુચારુ આયોજન જીલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર દ્વારા કરવામાં આવનાર છે.
અશ્વિન ઘટાડ
[8/22, 6:21 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લાના ગણેશ પંડાલોને લાખોનો પુરસ્કાર જીતવાની સુવર્ણ તક*
……..
*ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર તથા મ્યુનિસિપલ કોર્પોરેશન ના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં અદભુત આયોજન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ*
…….
*રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫નું આયોજન: યુનિક અને સામાજિક પ્રેરક સંદેશ આપતા શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને મળશે પુરસ્કાર*
……….
*પ્રથમ ક્રમના શ્રેષ્ઠ પંડાલ પૈકી પ્રથમ ક્રમને રૂ. ૫ લાખ, દ્વિતીય ક્રમને રૂ.૩ લાખ અને તૃતીય ક્રમને રૂ.૧.૫૦ લાખ પુરસ્કાર અપાશે*
……..
*મ્યુ. કમિશનરશ્રી જે.એન વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે પટેલ તથા નિવાસી અધિક કલેકટરશ્રી (ઈ.ચા) અર્જુનસિંહ વણઝારાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ*
……..
રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમ જ પરંપરાગત લોકસંસ્કૃતિ, આપણો કલા-વારસો જન-જન સુધી પહોંચે એવા ઉમદા આશયથી કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-ગાંધીનગર દ્વારા ગણપતિ ઉત્સવ દરમિયાન શ્રેષ્ઠ શ્રીગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫ નું આયોજન રાજ્યના ચાર મહાનગરો; સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ તેમજ ૨૯ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રેષ્ઠ ૩ ગણેશ પંડાલોને પુરસ્કાર આપવામાં આવશે.
પ્રથમ ક્રમના વિજેતા શ્રેષ્ઠ ગણેશ પંડાલને રૂ.પાંચ લાખ, દ્વિતીય ક્રમને રૂ.ત્રણ લાખ અને અને તૃતીય ક્રમના ગણેશ પંડાલને રૂ. દોઢ લાખના પુરસ્કારથી સન્માનિત કરાશે. અન્ય પાંચ પંડાલોને પ્રોત્સાહન પુરસ્કાર રૂપે પ્રત્યેકને રૂ.૧ લાખ આપવામાં આવશે.
આ પ્રતિયોગિતા સંદર્ભે મ્યુ. કમિશનરશ્રી જે.એન વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે પટેલ તથા નિવાસી અધિક કલેકટર શ્રી (ઈ.ચા)અર્જુનસિંહ વણઝારાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
મ્યુ. કમિશનરશ્રી જે.એન વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરીને ચોક્ક્સ થીમ આધારિત ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ યોજવામાં આવશે. જેમાં મંડપ શણગાર, કલાત્મક અને આકર્ષક સજાવટ, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી પર્યાવરણને અનુકૂળ- ઇકોફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ, ઓપરેશન સિંદૂર, રાષ્ટ્રભાવના અને દેશભક્તિ, સ્વદેશી (વોકલ ફોર લોકલ), પંડાલની સ્થળ પસંદગી જેવી થીમને ધ્યાનમાં લેવામાં આવશે.
ગણેશ મહોત્સવ દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’ના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને દેશભક્તિ પર આધારિત સુશોભન તેમજ વડાપ્રધાનશ્રીના ‘સ્વદેશી’ના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ એમ બે થીમના આધારે શ્રેષ્ઠ રીતે પંડાલ તૈયાર કરનાર જૂથને મૂલ્યાંકન કરી પ્રોત્સાહન આપવામાં આવશે. શહેર-જિલ્લામાં આ સ્પર્ધાના આયોજન અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા કક્ષાએ તથા તમામ તાલુકાઓ માટે સ્થાનિક અમલીકરણ સમિતિ બનાવવામાં આવશે.
આ સ્પર્ધાનો હેતુ ગણેશોત્સવની ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવના, લોક કલાને પ્રોત્સાહિત કરવાનો છે. ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં વર્ષોથી ગણેશોત્સવ ભવ્યતાથી મનાવવામાં આવે છે, ત્યારે ગાંધીનગર શહેરના તમામ ગણેશ મંડળોને આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર તથા મ્યુનિસિપલ કોર્પોરેશન વતી મ્યુ. કમિશનરશ્રીએ અનુરોધ કર્યો હતો.
જેમાં ભાગ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, સહયોગ સંકુલ, સેક્ટર-૧૧,ગાંધીનગર ખાતેથી, ગણેશ પંડાલોના પ્રતિનિધિઓએ ફોર્મ મેળવી લઈ, તારીખ ૨૮ ઓગસ્ટ બપોરે ૧૨ કલાક સુધીમાં ભરેલા ફોર્મ જમા કરાવી દેવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.
……
*નેહા તલાવિયા*
[8/22, 6:30 PM] Neha Talaviya.Mahiti: *”હર ગલી હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન”*
…….
*તા.૨૯,૩૦ અને ૩૧મી ઓગસ્ટ-નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ઉજવણી*
…….
*સ્પોર્ટ ડે અંતર્ગત ત્રિ દિવસીય કાર્યક્રમના આયોજન માટે કલેકટર શ્રી ગાંધીનગર દ્વારા બેઠક યોજાઈ; મ્યુ. કમિશનર શ્રી દ્વારા પણ આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં વિગતે માહિતી આપવામાં આવી*
……..
*- તા.૨૯ના રોજ મેજર ધ્યાનચંદને જન્મ જયંતી નિમિત્તે રમત ઉત્સવનું વિશેષ આયોજન*
…
*- તા.૩૦ ના રોજ પોલીસ વિભાગ દ્વારા હોકી ,ફૂટબોલ, કબડ્ડી ,એથ્લેટિક્સ અને યોગનું આયોજન*
…….
*- તા.૩૧ના રોજ સન્ડે ટુ સાઇકલિંગ કાર્યક્રમ અંતર્ગત સાયકલ રેલી નું આયોજન*
.…….
જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે યોજાનાર ત્રિ દિવસીય રમતોત્સવ અંતર્ગત માહિતી આપતા
મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન વાઘેલાના જણાવ્યા અનુસાર, રાષ્ટ્ર તેમજ વૈશ્વિક સ્તરે ‘હોકીના જાદુગર’ તરીકે જાણીતા અને પદ્મભૂષણથી સન્માનિત મેજર ધ્યાનચંદના ભારતીય રમતગમતમાં અદભૂત યોગદાન બદલ તા.૨૯.ઓગષ્ટ- તેમના જન્મદિવસને ‘રાષ્ટ્રીય રમત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને તા.૨૯ ઓગસ્ટે ગાંધીનગર જિલ્લાની શાળા-કોલેજોમાં વિવિધ સ્વદેશી તથા બાળરમતોની સ્પર્ધાઓ યોજાશે. જેમાં ૫૦ , લીંબુ ચમચી, થ્રી લેગ રેસ, મિની ફૂટબોલ, હોકી/અન્ય મેચ, ટગ ઓફ વોર, દોરડા કૂદ, સંગીત ખુરશી, ફન રેસ, ટેનિસ બોલ ક્રિકેટ અને લંગડી ,સાતોડીયુ સહિતની વિવિધ રમતોનું આયોજન કરાશે.
તથા નેશનલ સ્પોર્ટ્સ ડે-તા.૩૦ ઓગસ્ટે પોલીસ વિભાગ દ્વારા પણ વિવિધ રમત સ્પર્ધાઓ યોજાશે. જેમાં હોકી, ફૂટબોલ, કબડ્ડી ,એથ્લેટિક્સ, યોગ નું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૩૧મીએ સેક્ટર -૧૧ ગ્રાઉન્ડ ખાતે ‘સન્ડે ઓન સાયકલ’ થીમ સાથે મેગા સાયકલોથોન રેલી યોજાશે.
તો આ પ્રમાણે”હર ગલી હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન”અને “ખેલેભી ખીલે ભી..”ના સ્લોગન સાથે ગાંધીનગરમાં આ નેશનલ સ્પોસ્ટ ડે અંતર્ગત ત્રિ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
…..
*નેહા તલાવિયા*
[8/22, 6:40 PM] Neha Talaviya.Mahiti: *જિલ્લા રમતગમત કચેરી દ્વારા ગાંધીનગર ખાતે ૨૦૨૪-૨૫ ના વર્ષના મેડલ વિજેતા ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને વૃતિકા આપવા બાબતે*
……………….
જિલ્લા રમતગમત કચેરી દ્વારા ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર ધ્વારા એસ.જી.એફ.આઇ(SGFI) દ્વારા વિવિધ યોજાતી રમતો અને રાષ્ટ્રીયકક્ષાની રમતોમાં ૨૦૨૪-૨૫ ના વર્ષના મેડલ વિજેતા ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓને વૃતિકા આપવા હેતુ રાજય સરકારનાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર ધ્વારા યોજના અમલમાં છે વધુ માહિતી માટે E:mail- dso-sycd-gngr@gujarat.gov.in પર સંપર્ક કરવો.
****************************
આપની આસપાસ બનતી ઘટનાઓના વિડિઓ.સમાચારો.ફોટાઓ અમોને અમારી ચેનલ તેમજ અખબાર માં પ્રસિદ્ધિ માટે અમારા વ્હોટ્સ અપ નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીં માત્ર જન જાગૃતિ ન અભાગ રૂપે સમાચારો.ફોટાઓ.વિડિઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.કોઈને વ્યક્તિગત અનુલક્ષીને અહીં કોઈપણ સમાચાર કે વિડિઓ.ફોટાઓ મૂકવામાં આવતા નથી.તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી લેવી.તંત્રી: પ્રદીપ રાવલ.9824653073
