(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)
[9/20, 9:38 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ સંપન્ન*
**
*વર્ષ ૨૦૨૩માં રજૂ થયેલાં ગુજરાતી ચલચિત્રોના શ્રેષ્ઠ કલાકાર – કસબીઓને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એનાયત કરાયા*
**
*સાંસ્કૃ તિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી મુળુભાઇ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિ*
**
*માહિતી અને પ્રસારણ વિભાગ, માહિતી નિયામકની કચેરી અને કલર્સ ગુજરાતી સિનેમાના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ-૨૦૨૫નું અમદાવાદમાં આયોજન*
**
_*-:મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ:-*_
* વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વિકાસનું રોલ મોડલ બનેલું ગુજરાત ફિલ્મ ઉદ્યોગનું પણ હબ બની રહ્યું છે
* ગુજરાત હવે એન્ટરટેઈનમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ માટે ફેવરીટ ડેસ્ટીનેશન અને કોન્સર્ટ ઈકોનોમીનું મોટું સેન્ટર.
* ગુજરાતીઓ વિશ્વભરમાં જ્યાં પણ વસ્યા છે ત્યાં તે પ્રદેશના થઈને રહ્યા છે અને ગુજરાતી ભાષાને તેમણે જાળવી રાખીને માતૃભાષાનું ગૌરવ કર્યુ છે.
* વડાપ્રધાનશ્રીએ કરેલા આત્મનિર્ભર ભારત- સ્વદેશી અપનાવવાના આહવાનને રાજ્યના ગામ કે નાના શહેરમાં થતું ફિલ્મનું શુટીંગ સ્થાનિક નાની-મોટી વસ્તુઓના ખરીદ-વેચાણ દ્વારા સાકાર કરે છે.
**
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કલા એ સરકાર આશ્રિત નહિ પરંતુ સરકાર પુરસ્કૃત હોય એવી વિકસાવેલી પરંપરાને પગલે રાજ્ય સરકાર ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓનું આ ગૌરવ સન્માન કરીને ટેલેન્ટને પણ પ્રોત્સાહિત કરે છે.
રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા આ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં વિવિધ કેટેગરીના ૪૩ જેટલા એવોર્ડ્સ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય શ્રી અમિત ઠાકર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ અને શહેર પ્રમુખ શ્રી પ્રેરક શાહની વિશેષ ઉપસ્થિતિમાં અર્પણ કર્યા હતાં.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે કહ્યું કે, ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં જે સર્વાંગી વિકાસ થયો છે તેના પરિણામે અન્ય ઈન્ડસ્ટ્રીઝ સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ ગુજરાતના સ્ટ્રેટેજિક લોકેશન તરફ આકર્ષિત થઈ છે અને વિકાસનું રોલ મોડલ બનેલું ગુજરાત ફિલ્મ ઉદ્યોગનું પણ હબ બની રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, એફ.ડી.આઈ. અને બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટ સાથે હવે ગુજરાત એન્ટરટેઈનમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ માટે ફેવરીટ ડેસ્ટીનેશન બન્યું છે. તેમણે ઉમેર્યુ કે, ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધ્યું છે તેમાં ફિલ્મ અને કલા જગતના સ્ટાર્ટઅપ્સનું પણ મહત્વનું યોગદાન છે.
તેમણે ગુજરાતી ફિલ્મોના બદલાતા કલેવર, માતૃભાષા પ્રત્યે લોકોનો વધતો જતો લગાવ અને ઉત્સાહ તથા સામાજિક વિષયોને સ્પર્શતી ફિલ્મના યુગને પરિણામે ગુજરાતી ફિલ્મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પણ દેશ અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી થઈ છે તેનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતીઓ વિશ્વભરમાં જ્યાં પણ વસ્યા છે ત્યાં તે પ્રદેશના થઈને રહ્યા છે અને ગુજરાતી ભાષાને ત્યાં પણ તેમણે જાળવી રાખીને માતૃભાષાનું ગૌરવ કર્યુ છે.
ગુજરાતને આંગણે આ વર્ષે સતત બીજી વાર ફિલ્મ ફેર અવોર્ડનું આયોજન આગામી દિવસોમાં થવાનું છે તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, જે પ્રકારે મનોરંજન માટે પ્લેટફોર્મ્સ વધતા જાય છે તે જોતા આ તો માત્ર શરૂઆત છે આવનારા દિવસોમાં ફિલ્મો અને મનોરંજન ક્ષેત્ર માટે મોટી ક્ષિતિજો ખુલવાની છે.
તેમણે ઉમેર્યુ કે, ઐતિહાસિક, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સ્થળો, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ અને વર્લ્ડ હેરીટેજ સાઈટ રાણકી વાવ જેવા આકર્ષણોને ફિલ્મના માધ્યમથી વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું પ્લેટફોર્મ ગુજરાતે પુરું પાડ્યું છે. ફિલ્મો ભાષા અને પ્રાંતના સિમાડા વટાવીને દેશના ખૂણે-ખૂણે પહોંચી લોકોના દિલને સ્પર્શે છે અને વડાપ્રધાનશ્રીએ આપેલી એક ભારત, શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરે છે.
આત્મનિર્ભર ભારત માટે સ્વદેશીને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનશ્રીના આહવાનને ફિલ્મ ઉદ્યોગ સારી રીતે પાર પાડી શકે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોઈ ગામ કે નાના શહેરમાં થતું ફિલ્મનું શુટીંગ ત્યાંની સ્થાનિક ઘણી બધી નાની-મોટી વસ્તુઓના ખરીદ-વેચાણ દ્વારા વોકલ ફોર લોકલનો ધ્યેય ચરિતાર્થ કરી સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપે છે. તેમણે કલા જગત સાથે જોડાયેલા સૌ કલાકાર કસબીઓને તેમના સોશિયલ મિડિયા હેન્ડલ્સ પરથી લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટેની અપીલ કરવાની પણ પ્રેરણા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઓપરેશન સિંદૂરને સાંકળી લેતી વિષય વસ્તુઓ સાથેના ગરબા પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ગરબામાં પોતાનો સૂર આપનાર જાણીતા લોકગાયક શ્રી કીર્તિદાન ગઢવી પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના તથા માહિતી અને પ્રસારણ વિભાગના અધિક અગ્રસચિવ શ્રીમતિ અવંતિકા સિંઘે સ્વાગત પ્રવચન કરતા ચલચિત્ર પારિતોષિક વિતરણની વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સૌને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે જણાવ્યું કે વર્ષ ૧૯૩૨માં ફિલ્મ ‘નરસિંહ મહેતા’થી શરૂ થયેલી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ મનોરંજક સફર અનેકવિધ ઉતાર ચડાવોથી ભરેલી રહી છે. અનેક આરોહ અવરોહથી ભરેલી નવ દાયકાની આ સફરમાં આ ગુજરાતી સિનેમાએ સંઘર્ષનો સમય પણ જોયો અને સુવર્ણકાળ પણ જોયો છે.
ગુજરાતી પ્રજાની સર્જનાત્મકતા, સાહસ અને ખમીરના કારણે ગુજરાતી સિનેમા ગામડાની સીમથી શરૂ કરીને વિશ્વના મંચ સુધી પહોંચી છે. ફિલ્મો સામાજિક મૂલ્યો, પરંપરાઓ અને સંસ્કૃતિને જનમાનસ સુધી પહોંચાડે છે, એટલે જ ફિલ્મોને સમાજનો અરીસો કહેવાય છે. ગુજરાતી ફિલ્મો થકી આપણી વિરાસત અને વિકાસ વિશ્વ સુધી પહોંચશે એમ તેમણે ઉમેર્યું હતું.
માહિતી નિયામક શ્રી કિશોર બચાણી, અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલ સહિતના માહિતી અધિકારીઓ, સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ, સામાજિક અને રાજકીય અગ્રણીઓ તથા ગુજરાતી ફિલ્મજગતના જાણીતા નિર્માતાઓ, દિગ્દર્શકો, અભિનેતાઓ સહિત મોટી સંખ્યામાં કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
———-
[9/20, 9:38 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1WdnYgdu95MKP-6yQl_mPks_aIZ4Y8uT7?usp=sharing
[9/21, 10:58 AM] Dilip Gajjar.Mahiti.Press: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના વરદ્ હસ્તે તા. 23 સપ્ટેમ્બર 2025 ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરાશે
*******
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત 23-24 સપ્ટેમ્બર 2025 દરમિયાન આયોજીત સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025 અંતર્ગત દેશભરના સ્ટાર્ટઅપ્સ, ટોચના રોકાણકારો અને પોલિસી મેકર્સ એકત્ર થશે
*******
સ્ટાર્ટઅપ્સથી યુનિકોર્ન સુધી: નવીનતા અને ઉદ્યોગસાહસિકતાનો થાશે સમન્વય
*******
સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025 દરમિયાન 170+ સ્ટાર્ટઅપ્સ દ્વારા પ્રદર્શન, રાઉન્ડટેબલ કોન્ફરન્સ અને રોકાણકારોના પિચિંગ સત્રો યોજાશે
*******
સ્ટાર્ટઅપ કોન્ક્લેવ ૨૦૨૩ની શાનદાર સફળતાના આધારે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ ૨૩ અને ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ ૨૦૨૫નું આયોજન કરવામાં આવનાર છે. આ બે દિવસીય કાર્યક્રમ દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ને ઉજાગર કરતો એક નવો માઈલસ્ટોન સ્થાપિત કરશે, જ્યાં 1000થી વધુ સ્ટાર્ટઅપ્સ, 5000 ઇનોવેટર્સ, 100થી વધુ ઇન્ડસ્ટ્રી મેન્ટર્સ, 50થી વધારે વેન્ચર ફંડ્સ અને દેશભરના અગ્રણી હિસ્સેદારો એક જ મંચ પર ભેગા થવાની સંભાવના છે.
સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025 નવીનતા અને સહકારને વેગ આપવા માટે રચાયેલ વિવિધ કાર્યક્રમોનું વૈવિધ્યસભર સંકલન સાબિત થશે. આ ભવ્ય કૉન્કલેવમાં યોજાનારા ઇન્વેસ્ટર પિચિંગ સેશનમાં પચાસથી વધુ આશાસ્પદ સ્ટાર્ટઅપ્સને અનેક સમાંતર ટ્રેક પર ટોચના રોકાણકારો સમક્ષ પોતાના વિચારો રજૂ કરવાની તક મળશે, જેના કારણે અંદાજે રૂ.250 કરોડ જેટલું અભૂતપૂર્વ ભંડોળ મેળવવાના માર્ગ ખુલશે.
ગુજરાતને વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં આ કોન્ક્લેવમાં પ્લેનરી સેશન્સ, ઇન્વેસ્ટર પિચિંગ રાઉન્ડ્સ, યુનિકોર્ન રાઉન્ડટેબલ કૉન્ફરન્સ તથા 20 થી વધુ રાજ્યોના 170 થી વધુ અગ્રણી સ્ટાર્ટઅપ્સનું પ્રદર્શન યોજાશે. તેમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા, MeitY અને iDEX દ્વારા પસંદ કરાયેલા સ્ટાર્ટઅપ્સનો પણ સમાવેશ થશે, જે આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરશે.
આ સ્ટાર્ટઅપ્સ સંરક્ષણ, એરોસ્પેસ, આરોગ્ય, ટેક્નોલોજી, કૃષિ, સ્વચ્છ ઊર્જા, ડીપ ટેક અને સામાજિક અસર જેવા અગત્યના ક્ષેત્રોમાં સ્વદેશી નવીનતાઓ રજૂ કરશે, જે ભારતની ઉદ્યોગસાહસિક સફરને નવી દિશા અને ગતિ આપશે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન 23 સપ્ટેમ્બરના રોજ સવારે 11:00 વાગ્યે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની હાજરીમાં કરવામાં આવશે.
ઉદ્ઘાટન સત્રમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ કોફી ટેબલ બુક, NEP-2020 ડેશબોર્ડ અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ કમ્પેન્ડિયમનું લોન્ચિંગ થશે. ઉપરાંતમાં આ કાર્યક્રમ દરમ્યાન રાજ્ય સરકાર અંતર્ગતની વિવિધ સંસ્થાઓ અને વિવિધ રોકાણકારો તથા નાણાકીય સંસ્થાઓ વચ્ચે સ્ટાર્ટ અપ તેમજ ઉદ્યોગસાહસિક્તા ને ઉત્તેજન મળે તેવા પ્રયાસો માટે MoU પર હસ્તાક્ષર અને લેટર્સ ઓફ ઇન્ટેન્ટ (LoI) નું વિતરણ તેમજ વિવિધ આશાસ્પદ સ્ટાર્ટઅપ્સને ફંડિંગ ચેક પણ આપવામાં આવશે.
કૉન્કલેવના જ ભાગ રૂપે આયોજીત વિવિધ પ્લેનરી સેશન્સમાં દેશના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને આકાર આપતા અત્યંત મહત્વપૂર્ણ વિષયો પર વિચારવિમર્શ થવાનો છે. આ સત્રોમાં સનરાઇઝ સેક્ટર જેવા ઝડપથી વિકસતા ક્ષેત્રોમાં ઊભરતી તકો, ભારતના યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સની સફર અને મેળવેલ સફળતા, મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ્સની ભૂમિકા અને દેશમાં થયેલ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા વિષયો પર ઊંડાણપૂર્વકની ચર્ચા યોજાશે. આ સંવાદ ઈનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સ ને માત્ર નવા વિચારો માટે જ પ્રોત્સાહિત નહીં કરે, પરંતુ દેશના ઉદ્યોગસાહસિકતા અને નવીનતાના ઉજ્જવળ ભવિષ્ય માટે દિશા પણ નકકે કરશે.
સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025ના ભાગરૂપે i-Hub ગુજરાત દ્વારા ખાસ ઇન્વેસ્ટર પિચિંગ સેશન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે સ્ટાર્ટઅપ્સને દેશભરના અગ્રણી રોકાણકારો સમક્ષ પોતાનાં વિચારો રજૂ કરવાની અને ખાનગી રોકાણ મેળવવાની અનોખી તક પૂરી પાડશે. વિવિધ ક્ષેત્રોના સ્ટાર્ટઅપ્સે ફંડિંગ મેળવવા, રોકાણકારોની માર્ગદર્શન મેળવવા અને પોતાના વ્યવસાયના વિકાસને વેગ આપવા માટે આ તકનો લાભ લેવા અરજી કરી છે.
આ તમામ અરજીઓ i-Hub પોર્ટલ મારફતે સ્વીકારવામાં આવી હતી, જેમાં સ્ટાર્ટઅપ્સે પોતાના કાર્યક્ષેત્ર અને મૂડીની આવશ્યકતાઓને આધારે વિવિધ વેન્ચર ફંડ્સ સમક્ષ પિચિંગ કરવાની ઇચ્છા દર્શાવી હતી. i-Hub દ્વારા યોગ્યતા ચકાસણી પછી પસંદ કરાયેલા સ્ટાર્ટઅપ્સ માટે વર્ચ્યુઅલ પિચિંગ સત્રો યોજાયા, જેના આધારે વિવિધ વેન્ચર ફંડ્સે પ્રતિભાશાળી સ્ટાર્ટઅપ્સને રૂ.150 કરોડના ઇન્ટેન્ટ લેટર અને નાણાકીય પ્રતિબદ્ધતા આપી છે. વધુ સમાન તકો પૂરી પાડવા માટે, આ સ્ટાર્ટઅપ્સને સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025 દરમિયાન પચાસથી વધુ વેન્ચર ફંડ્સ સમક્ષ લાઈવ પિચિંગ કરવાની તક મળશે. ઇન્વેસ્ટર પિચિંગ સેશન્સ ક્ષેત્રવાર ગોઠવવામાં આવશે, જેથી ચોક્કસ ક્ષેત્રોના સ્ટાર્ટઅપ્સ પોતાના ભંડોળ સંબંધિત પ્રસ્તાવોને લક્ષિત રોકાણકારો સમક્ષ અસરકારક રીતે રજૂ કરી શકે.
કોન્ક્લેવ દરમ્યાન આયોજીત સ્ટાર્ટઅપ એક્ઝિબિશન એ આ બે દિવસીય કાર્યક્રમ નું એક મુખ્ય આકર્ષણ બની રહેશે, જેનો હેતુ દેશભરના પ્રતિભાશાળી સ્ટાર્ટઅપ્સને એક જ મંચ પર લાવી, નીતિ-નિર્માતાઓ, ઉદ્યોગ આગેવાનો, રોકાણકારો અને શિક્ષણવિદો સમક્ષ તેમની નવીનતાઓ રજૂ કરવાની તક પૂરી પાડવાનો છે.
આ એક્ઝિબિશન દરમ્યાન વિવિધ ઉદ્યોગ મંડળોના પ્રમુખો, રોકાણકારો, વિવિધ ક્ષેત્રો ના નિષ્ણાતો, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એનેબલર્સ અને ઉદ્યોગ માર્ગદર્શકોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેથી તેઓ પ્રદર્શનમાં ભાગ લેનારા સ્ટાર્ટઅપ્સને B2B મેન્ટરશિપ, માર્ગદર્શન અને ગો-ટુ-માર્કેટ સપોર્ટ આપી શકે.
ગુજરાત સરકાર અને ભારત સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓને પણ આ એક્ઝિબિશનમાં આમંત્રિત કરવામાં આવ્યા છે, જેથી તેઓ સ્ટાર્ટઅપ્સ સાથે સીધી ચર્ચા કરીને સરકાર દ્વારા આપવામાં આવતા વિવિધ પ્રોત્સાહનો અને સહાય યોજનાઓ અંગે માહિતગાર કરી શકે.
શિક્ષણ વિભાગ આ એક્ઝિબિશનમાં એક વિશિષ્ટ થીમ પેવેલિયન પણ રજૂ કરશે, જેમાં રાજ્ય સરકાર દ્વારા સ્ટાર્ટઅપ્સને આપવામાં આવતા વિવિધ સપોર્ટ સિસ્ટમ્સનું પ્રદર્શન કરવામાં આવશે.
કોન્ક્લેવ દરમ્યાન આયોજિત પ્રદર્શનને થીમેટિક ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જે રાષ્ટ્રીય સુરક્ષા, અવકાશ, આધુનિક મેડિકલ ઉપકરણો, ટકાઉ કૃષિ, નવીનીકરણીય ઊર્જા, AI ઓટોમેશન અને સર્વસમાવેશી ટેકનોલોજીમાં ભારતની પ્રગતિને હાઇલાઇટ કરે છે.
નીતિ, ફંડિંગ અને ઇનોવેશન વચ્ચેના સહકારને દર્શાવતા આ પ્રદર્શનમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા, iDEX, MeitY સ્ટાર્ટઅપ હબ, IN-SPACe, GVFL અને GIFT સિટી જેવા ફ્લેગશિપ પ્લેટફોર્મ દ્વારા સપોર્ટ મેળવેલ સ્ટાર્ટઅપ્સ ભાગ લેશે. વિદ્યુત વાહન, એગ્રીટેક, AR/VR, સેમીકન્ડક્ટર્સ, એરોસ્પેસ, ડ્રોન્સ, ગ્રીન હાઇડ્રોજન અને ફિનટેક જેવા ઉદયમાન ક્ષેત્રોમાં ગુજરાતની એન્ટરપ્રેન્યોરશિપ ક્ષમતા પણ આ પ્રદર્શનમાં પ્રભાવી રીતે જોવા મળશે.
તદુપરાંત, મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આયોજિત વિશેષ યુનિકોર્ન રાઉન્ડટેબલ કોન્ફરન્સ સ્ટાર્ટઅપ ક્ષેત્રના ભવિષ્યને ઘડવા માટે નીતિ નિર્માતાઓ, યુનિકોર્ન સ્થાપકો, રોકાણકારો અને ઉદ્યોગના નેતાઓને એક મંચ પર એકત્ર કરશે.
વધુમાં, કોન્ક્લેવ દરમ્યાન આયોજીત પૂર્વનિર્ધારિત B2B નેટવર્કિંગ સત્રો સ્ટાર્ટઅપ્સને કોર્પોરેટ્સ, રોકાણકારો અને ઉદ્યોગ માર્ગદર્શકો સાથે જોડશે, જેમાં સહયોગ, વ્યૂહાત્મક ભાગીદારી અને બજારમાં પ્રવેશના અવસરો ખુલ્લા થશે.
આ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ ૨૦૨૫ એ ભારતના ઉદ્યોગસાહસિકતાના જુસ્સાની ભવ્ય ઉજવણી બની રહેશે, જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે તકોનું નિર્માણ કરશે, ભાગીદારીને પ્રોત્સાહન આપશે અને ભારતને વૈશ્વિક ઇનોવેશન પાવરહાઉસ બનવા તરફ આગળ ધપાવશે.
આ કોન્ક્લેવનો સમાપન સમારોહ ૨૪મી સપ્ટેમ્બરે યોજાશે, જેમાં ભારતની સ્ટાર્ટઅપ યાત્રા પર મંથન કરવામાં આવશે અને આગામી દાયકામાં ઇનોવેશન-આધારિત વિકાસ માટેનો માર્ગ તૈયાર કરવામાં આવશે.
*સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-૨૦૨૫ નો સારાંશ*
*સહભાગીઓ:*
• સ્ટાર્ટઅપ્સ: લગભગ ૧૦૦૦
• રોકાણકારો: ૭૫
• ઇનોવેટર્સ: લગભગ ૪૦૦૦
• માર્ગદર્શકો: ૧૦૦
• રાષ્ટ્રીય વક્તાઓ: ૫૦
• યુનિકોર્ન: ૭ (ભારતપે, અપના, હોમલેન, શેરચેટ, ઇઝમાયટ્રીપ, રેઝરપે, કારદેખો)
*B2B મીટિંગ્સ:*
• સ્ટાર્ટઅપ્સ માટે રોકાણકારો:
• સ્ટાર્ટઅપ્સ માટે માર્ગદર્શકો:
રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અધ્યક્ષતા ગુજરાત સરકારના માનનીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો, ન્યાય, કાયદાકીય અને સંસદીય બાબતોના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ કરશે.
*અપેક્ષિત પરિણામ:*
• સ્ટાર્ટઅપ્સ માટે આશરે રૂ. ૨૫૦ કરોડના લેટર ઓફ ઇન્ટેન્ટ અને નાણાકીય પ્રતિબદ્ધતા
• એમઓયુની સંખ્યા: ૫૦
• પ્રદર્શકો: ૧૭૦
—————–
જનક દેસાઈ
[9/21, 11:19 AM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*
*Date* *21-09-25* | *Time* *11:00* *AM*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમરેલી જીલ્લાની તમામ મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુકત વાર્ષિક સાધારણ સભા અને સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ.
CM attends Joint AGM of all cooperative banks of Amreli district and Sahkar se Samriddhi program
*YouTube* :- https://www.youtube.com/watch?v=MD2_ssizuj4
*YouTube* :- https://www.youtube.com/watch?v=OXabcR3JN0A
*FB* :- https://www.facebook.com/share/v/1K21WDPn34/
*FB* :- https://www.facebook.com/share/v/19qhkWE9WC/
*Twitter* :- https://x.com/CMOGuj/status/1969636529883791698
*Twitter* :- https://x.com/Bhupendrapbjp/status/1969636529825071362
*CMO Gujarat Website* :- https://cmogujarat.gov.in/en/watch-live
[9/21, 11:58 AM] Dilip Gajjar.Mahiti.Press: *માંડલ-બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (MBSIR)ના કારણે છેવાડાના ગામો સુધી પહોંચ્યો વિકાસ, લોકોના જીવનધોરણમાં થયો સુધારો*
****
*₹30 હજારની સેલેરી સાથે કારકિર્દીની શરૂઆત કરનારા પ્રદ્યુમનસિંહ ઝાલાનું આજે વાર્ષિક ટર્નઓવર ₹3.50 કરોડ*
****
*“એક સમયે લોકો રોજગારી માટે સ્થળાંતરિત થતા હતા, આજે MBSIR બનવાને કારણે સ્થાનિક સ્તરે જ અનેક તકો મળી રહી છે”: અમરસિંહ ઠાકોર*
****
*MBSIR બનવાને કારણે ચાંદણકીમાં ટી સ્ટોલ ચલાવતા સુરેશભાઈ બજાણિયાનો વકરો બમણો થયો*
****
*ઓટોમોબાઇલના ઉત્પાદન માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું MBSIR, માંડલ બેચરાજીના ઔદ્યોગિક વિકાસથી સ્થાનિક ધંધા-રોજગારને મળ્યો વેગ*
****
*ગાંધીનગર, 21 સપ્ટેમ્બર:* વિશ્વના સૌથી મોટા ઓટોમોબાઈલ હબ તરીકે ઊભરી રહેલું માંડલ-બેચરાજી વિશેષ રોકાણ ક્ષેત્ર (MBSIR) એ ઓટોમોબાઈલ અને ઓટો કોમ્પોનન્ટ્સનું ઉત્પાદન કરતા ઉદ્યોગોનું કેન્દ્ર છે. મારૂતિ સુઝુકી અને હોન્ડા જેવી જાણીતી કંપનીઓ સ્થાપિત થવાના કારણે અહીંના સ્થાનિક ધંધા-રોજગારને વેગ મળ્યો છે અને લોકોના જીવનધોરણનું સ્તર ઊંચું આવ્યું છે.
₹30 હજારની સેલેરી સાથે કારકિર્દીની શરૂઆત કરનારા પ્રદ્યુમનસિંહ ઝાલાનું આજે વાર્ષિક ટર્નઓવર ₹3.50 કરોડ
માંડલ-બેચરાજીનો ઔદ્યોગિક વિકાસ થવાના કારણે બેચરાજીના 31 વર્ષીય પ્રદ્યુમનસિંહ ઝાલા આજે પોતાના વ્યવસાયમાં આગળ પડતા છે અને કરોડોનું ટર્નઓવર ધરાવે છે. બી.ઈ. મિકેનિકલનો અભ્યાસ કર્યા બાદ તેઓ 30 હજારની સેલેરી સાથે કંપનીમાં જોબ કરતા હતા. આજે બેચરાજીમાં તેમની પાસે જેકે ટાયર, બ્રિજસ્ટોન, યોકોહોમા અને એક્સાઇડની ડીલરશિપ છે અને મહિને એક લાખથી વધુ રૂપિયાનો નફો કરે છે. પ્રદ્યુમનસિંહ ઝાલા જણાવે છે કે, “હું છેલ્લા 4 વર્ષથી ટાયર બિઝનેસ સાથે જોડાયેલો છું. શરૂઆતમાં અમારું વાર્ષિક ટર્નઓવર ₹50 લાખ હતું, જે આજે લગભગ સાડા 3 કરોડ સુધી પહોંચ્યું છે. SIRમાં અમારી ખુદની જમીન હતી, પણ જ્યારે રોડ અને અન્ય સુવિધાઓ મળી ત્યારે જ અમે બિઝનેસ શરૂ કરી શક્યા. MBSIRના કારણે ગામનો પણ સારો વિકાસ થયો છે અને દરેક વ્યક્તિને પોતાના વ્યવસાયને લગતું કામ મળી રહ્યું છે.”
MBSIR બનવાને કારણે સ્થાનિક સ્તરે અઢળક તકો ઉપલબ્ધ
અમદાવાદના માંડલ તાલુકાના સીતાપુર ગામના અને ખેતી અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા અમરસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે, “સીતાપુર તથા આસપાસના ગામના લોકોને અહીં સ્થપાયેલી કંપનીઓમાં રોજગારી મળી રહી છે. આ તકો સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ લેબર બંનેને પ્રાપ્ત થઈ છે. એક સમયે લોકો નોકરી માટે સ્થળાંતર કરતા, પણ MBSIRને કારણે સ્થળાંતર કરનારા લોકોમાં અત્યંત ઘટાડો થયો છે. આજે ઔદ્યોગિક વિસ્તારો ધમધમતા હોવાથી નાના-મોટા વ્યવસાયોનો વકરો વધ્યો છે. કરિયાણા, કાપડ, ડેરી જેવા નાના વ્યવસાયકારોને પણ લાભ થયો છે.”
ચાંદણકીમાં ટી સ્ટોલ ચલાવતા સુરેશભાઈ બજાણિયાનો વકરો થયો બમણો
બેચરાજીથી 3 કિમી દૂર ચાંદણકીમાં ટી સ્ટોલ ચલાવતા સુરેશભાઈ બજાણિયાએ જણાવ્યું હતું કે, “માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન બન્યું, એ પહેલાં માત્ર ગામના લોકો અને એક ગામથી બીજે ગામ જતા લોકો જ ચા પીવા માટે ક્યારેક આવતા. હવે MBSIR બનવાના કારણે કનેક્ટિવિટી વધી છે, જેથી ટી સ્ટોલ પર આવતા ગ્રાહકોની સંખ્યા પણ વધી છે. પહેલાં અમારે દિવસમાં ₹1000થી ₹1200 જેટલો વકરો થતો હતો. પણ હવે મારો રોજનો ₹4000થી ₹5000 જેટલો વકરો થાય છે. ધંધાની આવક વધવાના કારણે જીવનધોરણમાં પણ સુધારો આવ્યો છે. બાળકોને સારું શિક્ષણ પણ આપી શકીએ છીએ.”
ગામડાંઓમાં વિકાસ થયો, નાના વ્યવસાયો માટે તકો વધી
બેચર ગામના આંગણવાડી કાર્યકર ગોપીબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “માંડલ-બેચરાજીમાં અનેક પ્લાન્ટ્સના આવવાથી આજુબાજુના ગામડાઓમાં નોંધનીય વિકાસ થયો છે. લોકોના ધંધાની આવક વધવાના કારણે જીવનધોરણમાં પણ સુધારો આવ્યો છે. ગામમાં શૌચાલય, સારા રસ્તા અને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ થઈ છે.”
બેચરાજી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દેવાંગભાઈ પંડ્યા જણાવે છે કે, “પહેલાં બેચરાજી માત્ર યાત્રાધામ તરીકે ઓળખાતું હતું અને આજે તેનો ઔદ્યોગિક વિકાસ થવાથી નાના-મોટા વ્યવસાયો માટે અનેક તકો ખુલી છે. MBSIRના કારણે સ્થાનિક નોકરીઓ ઊભી થવાથી હવે લોકોનું અન્ય શહેરો તરફ સ્થળાંતર અટક્યું છે.”
હાંસલપુર પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) હેઠળ કંપનીઓ દ્વારા શિક્ષણ માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં યુનિફૉર્મ, બેન્ચ, સ્માર્ટ બોર્ડ, લાયબ્રેરી, ફર્નિચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. તો સીબીએસઈ સ્કૂલના આવવાથી બાળકો હવે ગામમાં રહીને જ શિક્ષણ મેળવે છે.”
માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજનની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસમાં થશે ચર્ચા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હેઠળ કુલ ચાર સ્થળોએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)નું આયોજન કરવા જઈ રહ્યું છે. આ પ્રાદેશિક કોન્ફરન્સિસ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યોજાશે. સૌથી પહેલાં ઉત્તર ગુજરાત માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન આગામી 9-10 ઑક્ટોબર, 2025ના રોજ મહેસાણામાં થવાનું છે.
બે દાયકા પહેલાં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સફળ આયોજનના ફળસ્વરૂપે ગુજરાતને અનેક એવા મેગા પ્રોજેક્ટ્સ મળ્યા છે, જે ગુજરાતના ભવિષ્યના વિકાસને સંચાલિત કરશે. એમાંનો એક મેગા પ્રોજેક્ટ છે, માંડલ-બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાના કારણે પહેલાં રાજ્યના જે વિસ્તારો પછાત ગણાતા હતા, એવા વિસ્તારોમાં આજે અઢળક તકો ઊભી થઈ છે.
X-X-X
[9/21, 2:28 PM] Dilip Gajjar.Mahiti.Press: *મીડિયા કવરેજ નિમંત્રણ*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યમાં ૯૪ નવીન ૧૦૮ એમ્બ્યુલન્સ અને ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (જી કેટેગરી)નો શુભારંભ*
*તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫*
*સ્થળ:*- નર્મદા ખંડ તથા સ્વર્ણિમ સંકુલ -૧ની સામે, નવા સચિવાલય, ગાંધીનગર
*સમય* :- સવારે ૧૦:૦૦ કલાકે
*મીડિયા મિત્રોને કવરેજ માટે નિમંત્રણ છે*
[9/21, 2:59 PM] Dilip Gajjar.Mahiti.Press: *અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાના સહકાર થી સમૃદ્ધિ પરિસંવાદમાં સહભાગી બનતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
૦૦૦૦૦૦૦૦૦૦૦૦
*-:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-*
– *વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વમાં સમગ્ર દેશ સહકાર ક્રાંતિમાં અગ્રેસર*
– *રાજ્યનું સહકારી ક્ષેત્રનું કુલ ટર્ન ઓવર રૂ. ૪ લાખ કરોડને પાર કરી ચુક્યું છે*
– *સહકારીતાની ભાવના ગુજરાતીઓના સ્વભાવ અને સંસ્કારમાં સહજ રીતે વણાયેલી છે*
– *”વોકલ ફોર લોકલ”ને વેગ આપીને સ્વદેશી વસ્તુઓ ખરીદીને સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરીએ*
૦૦૦૦૦૦૦૦૦૦૦૦
*જિલ્લાની સહકારી સંસ્થાઓના સભાસદો મોટી સંખ્યામાં જોડાયા : સહકારી ક્ષેત્રમાં દીર્ધકાલીન સેવા આપનાર વડીલોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું*
૦૦૦૦૦૦૦૦૦૦
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીમાં સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા અને કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના સહકારથી સમૃદ્ધિ પરિસંવાદમાં સહભાગી બન્યાં હતાં.
અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. -અમર ડેરી, અમરેલી જિલ્લા સહકારી સંઘ, અમરેલી જિલ્લા સરકારી ખરીદ વેચાણ સંઘ લી. સહિતની સહકારી સંસ્થાઓ આ અવસરે જોડાઈ હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાની સહકારી સંસ્થાઓ ની વાર્ષિક સાધારણ સભાની સહકારથી સમૃઘ્ઘિને સાકાર કરતો અવસર કહેતા જણાવ્યું હતું કે, સ્વતંત્ર સંગ્રામમાં ગુજરાતના બે પનોતા પુત્ર પુજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. સ્વતંત્રતાની ચળવળે સહકારી પ્રવૃતિને વેગ આપવાનું કાર્ય કર્યું છે. ગાંધીજીએ ગ્રામ સ્વરાજ અને સરદાર પટેલે ખેડૂતોને એકજૂટ કરીને દૂધ સહકારી મંડળીઓ દ્વારા આઝાદીના આંદોલનને નવી દીશા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ સહકારીતાની આપણી મુળ ભાવનાને બદલાતા સમય સાથે સુસંગત રાખીને નવું કલેવર આપવાની દિશા આપી છે. તેમના નેતૃત્વમાં દેશમાં આઝાદીના દાયકાઓ બાદ અલાયદું સહકારી મંત્રાલય શરૂ થયું છે.
સૌને સાથે લઈને વિકાસના પથ પર આગળ વઘવાની કટિબધ્ધતાથી સહાકર ક્ષેત્રને નવી દિશા અને ઊર્જા મળી છે. આજે ગુજરાતની સહાકરી સંસ્થાઓ અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બની છે. ત્યારે અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સહાકરી ક્ષેત્રના વિકાસથી ખેડૂત, ખેતી, મહિલા અને ગામડાઓ સક્ષમ બન્યા છે તેનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત આ કાર્યક્રમ છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સહકારી ક્ષેત્રે શ્રી દિલીપ સંઘાણીએ કરેલી અસરકારક કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, સહકારી સંસ્થાઓ જનકલ્યાણ અને જનસેવાના મંત્ર સાથે કાર્ય કરી રહી છે. અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક વિશ્વાસનું પ્રતિક બન્યું છે. બેંકે ખેડૂતોની ચિંતાની કરીને સૌ પ્રથમ ગ્રામીણ ગ્રુપ અકસ્માત વીમા યોજના શરૂ કરી હતી. વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલી અટલ પેન્શન યોજનામાં જિલ્લા સહકારી બેંકે છેલ્લાં ૩ વર્ષથી રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યા છે, જે ગર્વની વાત છે. નોંધનીય છે કે, જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘ અમર ડેરી ચલાવીને પશુપાલકોના કલ્યાણ માટે કાર્ય કરી રહી છે જેના થકી આજે ૩૫ હજારથી વઘુ લોકોને રોજગારી મળી રહી છે. ગુજરાત મહિલા ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી મહિલાઓને લોન આપીને આત્મનિર્ભર બનાવી રહી છે, જે વડાપ્રધાનશ્રીના સ્ત્રી સશ્કિતકરણના વિચારને સાર્થક કરી રહી છે.
સૌના સાથ અને સૌના વિકાસ સાથે સહકારીતાની ભાવના ગુજરાતીઓના સ્વભાવ અને સંસ્કારમાં સહજ રીતે વણાયેલી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રીશ્રીના દીર્ધ દ્રષ્ટિનો મોટો લાભ ગુજરાતના સહકારી ક્ષેત્રને મળ્યો છે. રાજ્યમાં ૮૯ હજાર સહકારી સંસ્થાઓમાં આશરે ૧ કરોડ ૬૫ લાખ સભાસદો કાર્યરત છે. ગ્રામીણ સ્તર સુધી સહકારી સંઘો અને સંસ્થાઓનું નેટવર્ક વિસ્તર્યું છે. રાજ્યનું સહકારી ક્ષેત્રનું કૂલ ટર્ન ઓવર રૂ. ૪ લાખ કરોડને પાર કરી ચુક્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સહકારી મંડળીઓને મલ્ટીપર્પઝ બનાવવાની સાથે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી ઈકોસિસ્ટમને પણ બદલવામાં આવી રહી છે.
વર્ષ ૨૦૪૭ સુધીમાં વડાપ્રધાનશ્રીએ “સૌના સાથ અને સૌના સહકાર”થી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને ચરિતાર્થ કરવા આત્મનિર્ભર ભારત માટે દેશવાસીઓને આહ્વાન કર્યું છે. “ચીપ હોય કે શીપ” તેનું ઉત્પાદન ભારતમાં જ થવું જોઈએ તેવી નેમ વડાપ્રધાનશ્રીએ વ્યક્ત કરી છે. આગામી પવિત્ર નવરાત્રી અને દિવાળીના પર્વમાં “વોકલ ફોર લોકલ”ને વેગ આપીને સખી મંડળો દ્વારા બનાવેલી સ્વદેશી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખીએ. આ તહેવારોમાં દેશમાં જ ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓને ખરીદીને સ્વદેશી અપનાવીને સહકારથી સમૃદ્ધિ માટેનો સંકલ્પ સાકાર કરીએ, તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ તકે ભારતીય રાષ્ટ્રીય મહાસંઘ – ઇફ્કોના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આત્મનિર્ભર ભારતની નેમમાં ગરીબ, ગામડું, ખેડૂત અને મહિલાનો ઉત્કર્ષ કેન્દ્ર સ્થાને છે, તેમાં સહકારી ક્ષેત્રની પણ મહત્વની ભૂમિકા છે, આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પણ ગુજરાત ડેરી ક્ષેત્ર ધમધમતું અને અગ્રેસર બન્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ, સહકારી અગ્રણી અને ઉદ્યોગપતિઓના સહકારથી કોરોના કાળમાં ખેડૂતોને વ્યાજ ન ચૂકવવું પડે તે માટેના સામુહિક પ્રયાસોનો ઉલ્લેખ કરતા ખેડૂતોએ લીધેલા ધિરાણ માટે વધુ વ્યાજ ન ભરવું પડે તે માટે કરોડોનું ફંડ એકત્ર કરી ખેડૂતોને મદદરૂપ થયા હતા, તેમને કિસાન ક્રેડિટ કાર્ડ, આકસ્મિક વીમા યોજના, ખેડૂતોને ઘર ખરીદવા માટે લોન વગેરે પહેલરૂપ કામગીરી જણાવી હતી. સહકારી સંસ્થાઓ નફાના બદલે સભાસદોની સુરક્ષા, સમૃદ્ધિ અને સલામતી માટે કામગીરી કરી રહી છે.
આ તકે ઈફ્કોના મેનેજીંગ ડિરેક્ટરશ્રી કે.જે.પટેલએ ઉપસ્થિત સૌ સહકારી મંડળીઓને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના સંકલ્પમાં જોડાવવા માટેનું આહ્વાન કરતા કહ્યું હતું કે, સૌરાષ્ટ્રની ધરતી પર સહકારી મંડળીઓ પ્રગતિના પંથ ઉપર મજબૂત રીતે આગળ વધી રહી છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે ઇફ્કો દ્વારા પણ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. આપણા જ ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા જમીન, પાણી અને હવાને પ્રદૂષિત થતી રોકવા માટે નેનો ફર્ટિલાઈઝરનો આવિષ્કાર પણ કરવામાં આવ્યું છે. ખેતીમાં તેની સાચી રીત અને સાચી પધ્ધતિથી ઉપયોગ કરવામાં આવે તો તેના અનેક ફાયદાઓ છે. ત્યારે ધરતી માતાની ફળદ્રુપતા વધારીને સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધીએ.
અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયાએ શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાની સહકારી ક્ષેત્રે હંમેશા આગવી દ્રષ્ટિ રહી છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે શ્રી દિલીપભાઈ સંઘાણીએ ડેરી ક્ષેત્રના વિકાસમાં રહેલા અવરોધોને દૂર કરીને સૌરાષ્ટ્રને શ્વેત ક્રાંતિ તરફ અગ્રેસર બનાવ્યું હતું. તેમણે પશુપાલન ક્ષેત્રે ટેકનોલોજી અને નવીન બદલાવ દ્વારા દૂધ ઉત્પાદન વધારવા માટેની ભૂમિકા પણ આપી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના લાભાર્થીને રૂ. ૨ લાખ, અને ગ્રામીણ ગ્રુપ આકસ્મિક વીમા યોજનાના લાભાર્થીને રૂ. ૩ લાખનો ચેક વિતરણ ઉપરાંત રાંદલ દડવા સેવા સહકારી મંડળીને માઈક્રો એ.ટી.એમ.નું વિતરણ કર્યું હતું.
આ વેળાએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત ખેત બજાર નિયંત્રણ ચેરમેન બનવા માટે શ્રી જીગ્નેશ પટેલ, ઇન્ટરનેશનલ કો ઓપરેટીવ એલાઇન્સના યુથ કમિટીના ચેરમેન તરીકે ચૂંટવા બદલ શ્રી હર્ષ મુકેશભાઈ સંઘાણી ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ માત્ર એક જ સહકારી યુનિવર્સિટી હોય તેવા બેન્કિંગ વિભાગના તજજ્ઞ તરીકે જેમની નિમણૂક થઈ છે, તેવા શ્રી અશોકભાઈ ગોંડલીયાનું વિશેષણ સન્માન કરવામાં આવ્યું હતું. તે જ ઉપક્રમમાં લાંબા સમયથી સહકારી ક્ષેત્રમાં યોગદાન આપતા વડીલશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં ઉપસ્થિત થયા પૂર્વે વૃક્ષારોપણ કરીને સભાસદોને છોડનું વિતરણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય સર્વશ્રી મહેશભાઈ કસવાલા, હીરાભાઈ સોલંકી, જે.વી. કાકડીયા, જનકભાઈ તળાવીયા, અમુલના વાઇસ ચેરમેન શ્રી ગોરધનભાઈ પાનેલીયા, ઇફકોના માર્કેટિંગ ડિરેક્ટર શ્રી યોગેન્દ્ર કુમાર, અગ્રણીશ્રી અતુલભાઇ કાનાણી, પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, સહકાર ક્ષેત્રના અગ્રણી સર્વશ્રી ભાવનાબેન ગોંડલીયા, મનીષભાઈ સંઘાણી, અરૂણભાઇ પટેલ, અલ્પાબેન રામાણી, હરજીભાઈ નારોલા સહિતના મહાનુભાવો ઉપરાંત સહકારી સંસ્થાઓના સભાસદો, ખેડૂતો- પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
[9/21, 4:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *પશુપાલન ક્ષેત્રે નારીશક્તિ: ગુજરાતના ડેરી ઉદ્યોગના વિકાસમાં લાખો મહિલા પશુપાલકો આપી રહી છે અભૂતપૂર્વ યોગદાન*
***
*રાજ્ય સરકારના અવિરત પ્રયાસોથી ડેરી અને પશુપાલન ક્ષેત્રે મહિલાઓ બની આત્મનિર્ભર, માસિક ₹1,75,000 ની કમાણી કરે છે કચ્છના સોનલબેન ગોયલ*
***
*છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં વિવિધ પશુપાલન યોજનાઓ હેઠળ મહિલા લાભાર્થીઓની સંખ્યા 2 લાખથી વધુ; 4986 જેટલી મંડળીઓ મહિલા સંચાલિત*
***
*બનાસ ડેરીમાં મહિલા સભાસદો વર્ષે 50 લાખથી વધુ રકમનું દૂધ જમા કરાવીને આર્થિક રીતે બની સક્ષમ*
***
*ગાંધીનગર, 21 સપ્ટેમ્બર, 2025:* નવરાત્રિનો તહેવાર મા શક્તિના નવ સ્વરૂપોની ઉજવણી કરે છે, જે મહિલાઓની શક્તિનું પ્રતીક છે. મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં નેતૃત્વ કરી રહી છે, અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ મહિલાઓના નેતૃત્વમાં વિકાસ પર ભાર મૂક્યો છે. ગુજરાતમાં પણ વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ પ્રગતિ કરી રહી છે અને ખાસ કરીને રાજ્યના પશુપાલન ક્ષેત્રનો વિકાસ તો મહિલાઓને જ આભારી છે. આજે ગુજરાતની લાખો મહિલા પશુપાલકો ડેરી સહકારી મંડળીઓનું નેતૃત્વ કરીને, સારી આવક કમાઈને તેમના સમુદાયોમાં પરિવર્તન લાવી રહી છે. આનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જાય છે, જેમના નોંધપાત્ર પ્રયાસોના કારણે ડેરી ઉદ્યોગમાં મહિલાઓની ભાગીદારી વધી છે. તેમના પ્રયાસોને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમ ગતિએ આગળ વધારી રહ્યા છે, જેના પરિણામે આજે ગુજરાતમાં લાખો મહિલાઓ પશુપાલન ક્ષેત્રે સક્રિય યોગદાન આપી રહી છે.
*કચ્છના સોનલબેન ગોયલ પશુપાલન થકી માસિક ₹1,75,000ની કમાણી કરે છે*
“એક સમયે મારી પાસે 3 દુધાળા પશુ હતા અને મને માસિક ₹12,000ની આવક થતી હતી. આજે રાજ્ય સરકારની મદદથી હું માસિક ₹1,75,000ની કમાણી કરું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી કરવાનું સ્વપ્ન સેવ્યું છે તે અમારા માટે વાસ્તવિકતા બની ગયું છે.” આ શબ્દો છે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના પત્રી ગામમાં રહેતા સોનલબેન ગોયલના, જેઓ રાજ્ય સરકારની સ્વરોજગારીના હેતુ- પશુપાલન વ્યવસાય માટે 50 દુધાળા પશુઓના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના થકી આર્થિક રીતે સ્વતંત્ર અને સશક્ત બન્યા છે. માત્ર સોનલબેન જ નહીં, પરંતુ રાજ્યની હજારો મહિલાઓ આજે દૂધ સહકારી મંડળીઓનું નેતૃત્વ કરી રહી છે અને લાખોની કમાણી કરી રહી છે.
*ગુજરાતમાં ડેરી અને પશુપાલનમાં મહિલાઓની ભૂમિકા નોંધપાત્ર*
ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં મહિલાઓ માટે ડેરી ઉદ્યોગ એ આર્થિક સ્વતંત્રતા અને સશક્તિકરણનું મહત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે. આ મહિલાઓ તેમના પરિવારોની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા ઉપરાંત, પરિવારનું આરોગ્ય અને શિક્ષણ પણ સુનિશ્ચિત કરી રહી છે. મહિલા દૂધ ઉત્પાદક મંડળીઓ અને મહિલાઓ માટેની સરકારની વિવિધ યોજનાઓ દ્વારા તેઓની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત બની છે. નોંધનીય બાબત એ છે કે, આજે પશુપાલન અને દૂધ ઉત્પાદનની વિવિધ કામગીરીમાં મહિલાઓનું યોગદાન લગભગ 70 ટકા છે.
*રાજ્યમાં 21,000 થી વધુ મંડળીમાંથી 4986 જેટલી મંડળીઓ મહિલા સંચાલિત*
ગુજરાતના પશુપાલન ક્ષેત્રમાં મહિલાઓ દ્વારા સંચાલિત ડેરી કો-ઓપરેટિવ્સ અને સ્વસહાય જૂથોની સંખ્યા પણ નોંધનીય છે. રાજ્યમાં કુલ 21,000 થી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે જેમાંથી 4986 જેટલી મહિલા સંચાલિત મંડળીઓ છે. રાજ્યના કુલ 32 લાખથી વધુ સભાસદો પૈકી 10 લાખથી વધુ સભાસદો મહિલા છે. બનાસ ડેરી જેવી મોટી ડેરીઓમાં, જ્યાં એક દિવસમાં મહતમ 1 કરોડ લિટર જેટલું દૂધ સંપાદન થાય છે, ત્યાં પણ મહિલા પશુપાલકોનું નોંધપાત્ર યોગદાન છે. બનાસ ડેરીમાં ઘણી મોટી સંખ્યામાં મહિલા સભાસદો વર્ષે 50 લાખથી વધુ રકમનું દૂધ જમા કરાવીને આર્થિક રીતે વધુ સક્ષમ બની છે.
*રાજ્ય સરકારની મદદથી આજે કચ્છના સોનલબેન કરે છે માસિક ₹1,75,000ની કમાણી*
ગુજરાત સરકારની 50 દુધાળા પશુઓના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના કેટલીય મહિલાઓની આત્મનિર્ભરતા માટે ચાવીરૂપ સાબિત થઈ છે. કચ્છના સોનલબેન નારણભાઈ ગોયલે લોકડાઉનના સમયનો સદુપયોગ કરીને આઈ-ખેડૂત પોર્ટલ પર આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી હતી. ત્યારબાદ તેમણે બૅન્કમાંથી ધિરાણ મેળવીને 50 દુધાળા પશુની ખરીદી કરીને શેડ બનાવ્યો અને સાથે દોહવાનું મશીન, ઘાસ કાપવાનું ચાફ કટર મશીન, ફોગર સિસ્ટમની ખરીદી પણ કરી હતી. સોનલબેન ગોયલ જણાવે છે કે, “મને આ યોજના હેઠળ કુલ ₹7,99,111ની સહાય મળી હતી. આ યોજનાની સહાય મળી એ પહેલાં મારી માસિક આવક ₹12,000 હતી અને હવે અમે 170 લિટર દૂધ સંપાદન કરીએ છીએ. આ ઉપરાંત, દૂધમાંથી ચોખ્ખું ઘી અને છાશ બનાવીને તેમજ ગૌ મૂત્રનું પણ વેચાણ કરીને આજે હું માસિક ₹1,75,000ની કમાણી કરું છું. અમારા જેવા મહિલા પશુપાલકોને સતત સમર્થન આપવા બદલ હું રાજ્ય સરકારનો ખૂબ-ખૂબ આભાર માનું છું.”
*A-HELP યોજના હેઠળ સ્વ-સહાય જૂથોની મહિલાઓને આપવામાં આવે છે વિશેષ તાલીમ*
કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વિવિધ યોજનાઓ અને તાલીમ કાર્યક્રમો દ્વારા ડેરી અને પશુપાલન ક્ષેત્રે મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહી છે. કેન્દ્ર સરકારની A-HELP યોજના હેઠળ સ્વ-સહાય જૂથોની મહિલાઓને પશુપાલનની વિવિધ કામગીરી અંગે તાલીમ આપવામાં આવે છે, જેમાં કૃમિનાશક દવા પીવડાવવી, પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓના પ્રચારની કામગીરી, પશુધન વસ્તી ગણતરીની કામગીરી, ઇયર ટૅગિંગની વગેરે કામગીરીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ૪૮૦ જેટલી પશુ સખીઓને RSETI (ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા) ખાતે પશુપાલનની વિશેષ તાલીમ આપીને A-HELP બનાવવામાં આવેલ છે.
*છેલ્લા 10 વર્ષમાં પશુપાલન ક્ષેત્રે મહિલાઓની ભાગીદારીમાં નોંધાયો અભૂતપૂર્વ વધારો*
છેલ્લા 10 વર્ષમાં પશુપાલન ખાતા હેઠળ વિવિધ યોજનાઓ માટે લાભ લીધેલ મહિલા લાભાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી છે. આંકડા પર નજર નાખીએ તો, 2014-15માં નાણાંકીય સહાયનો લાભ મેળવનારી મહિલાઓની સંખ્યા ફક્ત 805 હતી, જ્યારે 2024-25 માટે અત્યારસુધીમાં 42,337 મહિલા લાભાર્થીઓને નાણાંકીય સહાય મળી છે. છેલ્લા 10 વર્ષમાં કુલ 2.14 લાખથી વધુ મહિલાઓને પશુપાલન માટેની વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, પહેલાં બહેનો ફક્ત ઘરકામ અને સાથે પશુપાલનનો વ્યવસાય કરતા હતા. પરંતુ, હવે પશુપાલનનો વ્યવસાય વૈજ્ઞાનિક ઢબે થવાના કારણે તથા સરકારની વિવિધ પ્રોત્સાહિત ઇનામ યોજનાઓના કારણે મહિલાઓનો સામાજિક મોભો પણ વધ્યો છે.
*ગુજરાતની મહિલા પશુપાલકોના યોગદાનને મળી છે રાષ્ટ્રીય સ્તરે માન્યતા*
ગુજરાતની મહિલા પશુપાલકોને ડેરી અને પશુપાલન ક્ષેત્રે તેમના યોગદાન બદલ રાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા પ્રાપ્ત થઈ છે. ભારતના ડેરી ઉદ્યોગમાં અત્યંત પ્રતિષ્ઠિત સન્માન- ‘ગોપાલરત્ન ઍવોર્ડ’ 2021માં શ્રીમતી મોંઘીબેન વર્ધસિંહ રાજપૂત, 2022માં સોનલબેન નારણભાઈ ગોયલ અને 2023માં બ્રિંદા સિદ્ધાર્થ શાહને એનાયત થયો છે. તો રાજ્ય સ્તરે સરકાર ‘શ્રેષ્ઠ પશુપાલક ઍવોર્ડ’ દ્વારા મહિલા પશુપાલકોને પ્રેરણા પૂરી પાડી રહી છે.
ડેરી અને પશુપાલનમાં મહિલાઓને સશક્ત બનાવીને ગુજરાત તેના ગ્રામીણ અર્થતંત્રને વેગ આપી રહ્યું છે અને રાજ્યની ડેરી ક્રાંતિમાં મહિલાઓને અગ્રેસર બનાવીને રાષ્ટ્રીય સ્તરે અનોખું ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું છે.
*x-x-x*
[9/22, 11:55 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત*
*સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યમાં અંદાજે ૮ હજારથી વધુ આયુર્વેદિક કેમ્પ અને સ્વાસ્થ્ય શિબિરોનું આયોજન કરાશે*
—–
*“સ્વસ્થ નારી સશક્ત પરિવાર”, “રાષ્ટ્રીય પોષણ માસ” અને “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ના ત્રિવેણી સંગમ થકી નાગરિકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે સરકાર પ્રયત્નશીલ*
—-
શરદ ઋતુમાં આવતો ‘સમપ્રકાશીય દિવસ’ એટલે તા. ૨૩ સપ્ટેમ્બર. આ દિવસે રાત અને દિવસ લગભગ સમાન હોય છે, જે આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો – મન, શરીર અને સંવેદના વચ્ચે સંતુલનને પ્રતિબિંબિત કરે છે. જેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદના મહત્વ, સર્વાંગી સ્વાસ્થ્ય અને તેની સુસંગતતા વિશે જાગૃતિ લાવવા દર વર્ષે તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ ઉજવવામાં આવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યના આયુષ પ્રભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન સ્ત્રી અને બાળ રોગ, વયોવૃદ્ધ અવસ્થા સંબંધિત રોગ, જીવનશૈલી સંબંધિત રોગોના કાયમી નિદાન માટે રાજ્યભરમાં અંદાજે ૮ હજાર કરતાં વધુ આયુર્વેદિક કેમ્પ અને સ્વાસ્થ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ તા. ૧૭ સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધી જયંતી તા. ૦૨ ઓકટોબર, ૨૦૨૫ સુધી “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હાલમાં “રાષ્ટ્રીય પોષણ માસ” પણ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં દેશની સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ૬ વર્ષની વય સુધીના બાળકોના પોષણની સ્થિતિ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. વધુમાં, આયુષ પ્રભાગ દ્વારા આયુર્વેદ આહાર અને સુવર્ણ પ્રાશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
આમ, સ્વાસ્થ્ય સંબંધી વિવિધ ઉપક્રમોના ત્રિવેણી સંગમ પ્રસંગે આયુષ પ્રભાગ હસ્તકના તમામ આયુષ દવાખાના, આયુષ્યમાન આરોગ્ય મંદિર, આયુર્વેદ હોસ્પિટલો તેમજ આયુષ કોલેજ સંલગ્ન હોસ્પિટલો ખાતે સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેમાં સુવર્ણ પ્રાશન, વન ઔષધિ પ્રદર્શન, રસોડાના ઔષધો અંગે જાગૃતિ, પંચકર્મ પ્રદર્શન, હોમિયોપેથિક સારવાર, આયુર્વેદ ઓન વ્હીલ્સ: આયુર્વેદિક ડોકટરોથી સજ્જ મોબાઇલ વાન, મેદસ્વિતા મુક્તિ અંગે માર્ગદર્શન જેવી વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે.
અત્રે નોંધનીય છે કે, દેશમાં સૌપ્રથમ ‘આયુર્વેદ દિવસ’ની ઉજવણી ‘ડાયાબિટીસના નિવારણ અને નિયંત્રણ માટે આયુર્વેદ’ની થીમ પર વર્ષ ૨૦૧૬થી શરૂ કરવામાં આવી હતી. લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર એટલે કે જીવનશૈલી સંબંધિત વિકૃતિઓ, આબોહવા સંબંધિત રોગો અને સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવા વૈશ્વિક સ્વાસ્થ્ય પડકારોને ધ્યાનમાં રાખીને “આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ” થીમ પર ચાલુ વર્ષે ૧૦માં ‘આયુર્વેદ દિવસ-૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
—–
જીગર બારોટ
[9/22, 12:31 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સ લોકોની બચતમાં વધારા સાથે સમૃદ્ધિ અને વૈભવ વધારશે તેમજ જીવન ધોરણમાં સુધારો કરશે:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———-
*આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીથી દેશમાં લાગુ થયેલા જી.એસ.ટી. રિફોર્મ્સને વધાવતા મુખ્યમંત્રીશ્રી*
———
*સૌ નાગરિકોને નવરાત્રી પર્વની શુભેચ્છા પાઠવી – સ્વદેશી અપનાવવા શ્રી ભૂપેન્દ્ર પટેલની અપીલ*
———
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં પ્રથમ નવરાત્રી ૨૨ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલા નેક્સ્ટ જેન જી.એસ.ટી. રિફોર્મ્સને લોકોની બચતમાં વૃદ્ધિ કરનારો બચત ઉત્સવ ગણાવ્યો છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ દેશના લોકોના પૈસાની બચત, થાય લોકો ઉમંગ ઉત્સવથી તહેવારો ઉજવે અને જી.એસ.ટી. રિફોર્મ્સના લાભથી લોકોની સમૃદ્ધિ તથા વૈભવ વધે અને જીવન ધોરણમાં સુધારો થાય તેવો ઉદાત્તભાવ નેક્સ્ટ જેન જી.એસ.ટી. ફોર્મ્સમાં રાખ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સૌ નાગરિકોને નવરાત્રી પર્વની શુભેચ્છાઓ પાઠવતા એમ પણ જણાવ્યું કે, હવેનો સમય દેશની આત્મનિર્ભરતા અને સ્વદેશીનો છે. આપણે ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરીએ, ખરીદીએ અને વેપારીઓ પણ સ્વદેશી વસ્તુઓ જ વેચવાનો આગ્રહ રાખે તેવી અપીલ તેમણે કરી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું કે, જી.એસ.ટી.ના રિફોર્મ્સનો લાભ દરેક વેપારી, ગ્રાહકો સુધી પહોંચાડીને બચત ઉત્સવને વેગ આપે એટલું જ નહીં, લોકો પણ સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી કરીને આત્મનિર્ભર ભારતનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ આકાર કરે.
———-
[9/22, 12:31 PM] Dilip Gajjar.Mahiti.Press: *નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના અધિકારી-કર્મચારીઓ અને તેમના પરિવારની સ્વાસ્થ્ય સુખાકારી માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના”નો પ્રારંભ કરાવ્યો*
*********
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ૯૪ નવી ૧૦૮ એમ્બ્યુલન્સને ફ્લેગઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું*
*********
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(G-કેટેગરી)નો ગાંધીનગર ખાતે શુભારંભ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત રીતે યોજનાનો પ્રારંભ કરાવીને યોજનાની એનરોલ્મેન્ટ પ્રક્રિયા શરુ કરાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ યોજનના લાભાર્થી અધિકારી-કર્મચારીઓને પ્રતિકાત્મક રીતે આયુષ્યમાન કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત મુખ્યમત્રીશ્રીએ ૯૪ નવી ૧૦૮ એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપીને તેનું લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસીસના અધિકારીઓ અને રાજ્ય સરકારના અધિકારી-કર્મચારી, પેન્શનરો તથા તેમના પરિવાર માટે આજથી “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(G-કેટેગરી)” અમલમાં આવી છે. આ યોજના અમલમાં આવતા હવેથી સરકારી અધિકારી-કર્મચારી અને તેમના પરિવારને પણ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનો લાભ મળશે અને તેમની સ્વાસ્થ્ય સુખાકારીમાં પણ વધારો થશે.
આ ઉપરાંત આજે ગુજરાતના નાગરિકોને આકસ્મિક સમયમાં પ્રાથમિક સારવાર પૂરી પાડીને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ સુધી પહોંચાડતી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્લ્યુલન્સના નેટવર્કમાં પણ આજથી વધારો થવા જઈ રહ્યો છે. આજે લોકાર્પણ થયેલી નવી ૯૪ એમ્બ્યુલન્સમાં આધુનિક ટેકનોલોજી ઇન્ટીગ્રેટ કરીને તેને વધુ કાર્યક્ષમ અને અદ્યતન બનાવવામાં આવી છે. જેથી નાગરિકોને ક્રીટીકલ સમયમાં જરૂરી સારવાર પૂરી પાડી શકાય, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ સમારોહમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર-શહેરી શ્રી હર્ષદ પટેલ, આરોગ્ય કમિશનર-ગ્રામ્ય શ્રી રતનકંવર ચારણ ગઢવી સહિત આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
******
[9/22, 12:51 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1n73I72sM3k5SXOSPe7kR25yrCxlGQJ6K?usp=sharing
[9/22, 1:07 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગરીબ – મધ્યમવર્ગીય પરિવારોના ‘ઘરના ઘર’નું સ્વપ્ન સાકાર કરવા*
*દસ્ક્રોઈ તાલુકાના ઓડ ગામના ૪૧ પરિવારોને વિનામૂલ્યે પ્લોટની ફાળવણી કરાઈ*
***************************
• *ઓડ ગામના ૪૧ જરૂરીયાતમંદ પરિવારોને મળ્યો ભવિષ્યનો આધાર*
• *‘સૌને આવાસ’ના સંકલ્પને સાકાર કરતી ગુજરાત સરકાર*
• *ઝડપી અને પારદર્શક પ્રક્રિયા દ્વારા ગરીબ પરિવારોના સપનાને સાકાર કરતી સંવેદનશીલ પહેલ*
***************************
ઘરનું ઘર હોવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. પરંતુ ઘણા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આ સપનું માત્ર એક સ્વપ્ન બની રહે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદનશીલ વહીવટ અંતર્ગત ઘર વિહોણા પરિવારો માટે રાજ્ય સરકાર દ્વારા ગામતળ નીમ કરવા તથા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિનામૂલ્યે પ્લોટ ફાળવવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના હેઠળ એક જ દિવસમાં અમદાવાદના દસક્રોઈ તાલુકાના ઓડ ગામના ૪૧ પ્લોટ વિહોણા લાભાર્થીઓને સ્થળ પર જ પ્લોટ ફાળવણી હુકમ, પ્લોટની સનદ અને કબજા પાવતી (હક) આપીને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અમલી યોજનાનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારમાં રહેતા ઘર વિહોણા કુટુંબોને પોતાનું ઘર બનાવવા માટે ૧૦૦ ચોરસ વારના પ્લોટ વિનામૂલ્યે આપવાનો છે.
આ યોજના હેઠળ, પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્લોટ ફાળવવાની ઝુંબેશ તા. ૨ સપ્ટેમ્બરથી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશના ભાગરૂપે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫એ દસ્ક્રોઈ તાલુકાના ઓડ ગામે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓડ ગામના ૪૧ પ્લોટ વિહોણા લાભાર્થીઓને સ્થળ પર જ પ્લોટ ફાળવણી હુકમ, પ્લોટની સનદ અને કબજા પાવતી (હક) આપવામાં આવી છે. ગ્રામ પંચાયતથી મહેસૂલ વિભાગ સુધી માત્ર ૧૫ દિવસના ટૂંકા સમયગાળામાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને જરૂરીયાતમંદોને પ્લોટ ફાળવવામાં આવ્યા છે.
આ પ્રસંગે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે લાભાર્થીઓને આ પ્લોટના દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ગુજરાત સરકારની આ જનકલ્યાણકારી યોજનાની પ્રશંસા કરી જણાવ્યું હતું કે, અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક નાગરિકને પાયાની સુવિધાઓ પૂરી પાડવાનો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “સૌને આવાસ”ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ યોજના એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે.
ઓડ ગામના આ ૪૧ પરિવારો માટે આ પ્લોટ માત્ર જમીનનો ટુકડો નથી, પરંતુ તે તેમના ભવિષ્યનો આધાર છે. હવે તેઓ પોતાના સપનાનું ઘર બનાવી ગૌરવભેર જીવન જીવી શકશે. આ યોજનાએ દર્શાવ્યું છે કે ગુજરાત સરકાર માત્ર કાયદાઓ અને નિયમોનું પાલન પ્રત્યે જ નહીં પરંતુ નાગરિકોની જરૂરિયાતો પ્રત્યે પણ તેટલી જ સંવેદનશીલ છે. રાજ્ય સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સન્માનભેર જીવન જીવવાની તક આપી અન્ય રાજ્યો માટે સાચા સુશાસનનું ઉદાહરણ બની રહી છે.
દસ્ક્રોઈ તાલુકા વહીવટી તંત્રની ઝડપી અને પારદર્શક પ્રક્રિયાના પરીણામે આ પરીવારોને ઝડપથી પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. આ યોજનાએ હજારો પરિવારોના જીવનમાં ખુશી અને આશાનું નવું કિરણ પ્રગટાવ્યું છે.
*********************
ઋચા રાવલ
[9/22, 2:47 PM] Dilip Gajjar.Mahiti.Press: *ખેલજગતમાં નારી શક્તિ: સરિતા ગાયકવાડ, માના પટેલ, અંકિતા રૈના, ઇલાવેનિલ વાલારિવન જેવી ખેલાડીઓએ ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે કર્યું રોશન*
***
*સ્પોર્ટ્સમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર, શક્તિદૂત યોજના અંતર્ગત મહિલા ખેલાડીઓને વર્ષ 2024-25માં ₹147 લાખથી વધુની નાણાકીય સહાયનું વિતરણ*
***
*તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ખેલ મહાકુંભ બની ગેમ ચેન્જર, 26 લાખથી વધુ મહિલાઓનું રજિસ્ટ્રેશન*
***
*રાજ્યની મહિલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર યોજના અંતર્ગત અત્યારસુધીમાં કુલ ₹11 કરોડથી વધુની સહાય આપવામાં આવી*
***
*ગાંધીનગર, 22 સપ્ટેમ્બર 2025:* નવરાત્રિ એટલે શક્તિનાં નવ સ્વરૂપની આરાધનાનો મહોત્સવ. નવરાત્રિનો તહેવાર સ્ત્રી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આપણાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત@2047 વિઝનમાં મહિલા સશક્તિકરણ પર હંમેશા ભાર મૂક્યો છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હવે ભારતના વડાપ્રધાન તરીકે તેમણે સામાજિક, શૈક્ષણિક, રાજકીય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવે તેવા સતત પ્રયાસો કર્યા છે. આમાં રમતગમત ક્ષેત્ર પણ બાકાત નથી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે શરૂ કરેલી ખેલ મહાકુંભની પહેલ અને એ તર્જ પર રાષ્ટ્રીય સ્તરે લૉન્ચ થયેલા ખેલો ઇન્ડિયા કાર્યક્રમના પરિણામે દેશની મહિલા ખેલાડીઓની પ્રતિભા ખીલી છે અને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે.
*ગુજરાતની મહિલા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે વગાડ્યો ડંકો, ખેલ મહાકુંભમાં 26 લાખથી વધુ મહિલાઓનું રજિસ્ટ્રેશન*
ગુજરાત રાજ્યની વાત કરીએ તો સરિતા ગાયકવાડ (દોડ), માના પટેલ (સ્વિમિંગ), અંકિતા રૈના (ટેનિસ), ઇલાવેનિલ વાલારિવન (શૂટિંગ), ભાવિના પટેલ (ટેબલ ટેનિસ) વગેરે મહિલાઓએ રમતગમત ક્ષેત્રે કાઠું કાઢ્યું છે અને ગુજરાત રાજ્યનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. આ ખેલાડીઓએ રાજ્યની અન્ય મહિલાઓને ખેલકૂદ ક્ષેત્રે આગળ આવવા માટે પ્રેરિત કરી છે. ઉલ્લેખનીય છે કે, 2010માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ખેલ મહાકુંભની પહેલના કારણે અનેક મહિલાઓ વિવિધ રમતોમાં હોંશભેર ભાગ લઈ રહી છે. ખેલ મહાકુંભ એ એશિયાનો સૌથી મોટો ગ્રાસરૂટ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. અત્યારસુધી ખેલ મહાકુંભ માટે અત્યારસુધીમાં કુલ 26 લાખ 56 હજારથી વધુ મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
*શક્તિદૂત યોજના અંતર્ગત મહિલા ખેલાડીઓને ₹147 લાખથી વધુની પ્રોત્સાહન રકમનું વિતરણ*
રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ હાંસલ કરે તે ઉદ્દેશથી ગુજરાત સરકારે વર્ષ 2006માં શક્તિદૂત યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેમને નીડ બેઝ એટલે કે જરૂરિયાત પ્રમાણે રમતગમતની સંલગ્ન સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
શક્તિદૂત યોજના હેઠળ અર્જુન એવોર્ડથી સન્માનિત અને વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં ગોલ્ડ મૅડલ મેળવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ટેનિસ પ્લેયર અંકિતા રૈનાને 2017થી 2024 દરમ્યાન ₹2 કરોડ 19 લાખથી વધુની સહાય ચૂકવાઈ છે. સ્વિમર માના પટેલને શક્તિદૂત યોજના હેઠળ 2017થી 2024 દરમ્યાન ₹67,50,798ની સહાય ચૂકવાઈ છે. માના પટેલ રાજ્યમાંથી સ્વિમિંગ રમતમાં ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર પ્રથમ મહિલા છે અને સાઉથ એશિયન ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં અને ખેલો ઇન્ડિયા જેવી નામાંકિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મૅડલ પ્રાપ્ત કર્યા છે.
ડાંગ એક્સપ્રેસ તરીકે પ્રખ્યાત અને એશિયન ગેમ્સ 2018માં મહિલા 4×400 મીટર રિલે ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર સરિતા ગાયકવાડને શક્તિદૂત યોજના હેઠળ 2017થી 2024 દરમ્યાન ₹12 લાખની સહાય ચૂકવાઈ છે.
વર્ષ 2024-25ની વાત કરીએ તો, ઇલાવેનિલ વાલરીવન (રાઈફલ શૂટિંગ), ઝીલ દેસાઇ (ટેનિસ), વૈદેહી ચૌઘરી (ટેનિસ), અંકિતા રૈના (ટેનિસ), માના ૫ટેલ (સ્વિમિંગ), સનોફર ૫ઠાન (કુસ્તી), તસ્નીમ મીર (બેડમિન્ટન), પેરા ઓલિમ્પિક 2024 માટે ભાવિના પટેલ (ટેબલ ટેનિસ) વગેરે કુલ 13 મહિલા ખેલાડીઓને શકિતદૂત યોજના અંતર્ગત કુલ ₹147 લાખ 23 હજારથી વધુની પ્રોત્સાહન રકમ ચૂકવાઈ છે.
*રમતગમતમાં પ્રોત્સાહન મળે એ માટે મહિલા ખેલાડીઓને પુરસ્કારની યોજના*
ગુજરાતની મહિલાઓ રમતગમત પ્રવૃત્તિઓમાં વધુને વધુ ભાગ લેતી થાય અને રાજ્યકક્ષા, રાષ્ટ્રકક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં સિદ્ધિ પ્રાપ્ત કરે એ ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા ‘રાજ્યની મહિલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. રમતગમત સ્પર્ધામાં વ્યક્તિગત અને સાંઘિક રમતમાં પ્રથમ તથા ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તેવી મહિલા ખેલાડીઓને વાર્ષિક ₹4800 પુરસ્કારની રકમ, દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનારને વાર્ષિક ₹3600નો પુરસ્કાર અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીઓને વાર્ષિક ₹2400 પુરસ્કારની રકમ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અત્યારસુધીમાં આ યોજના અંતર્ગત મહિલા ખેલાડીઓને કુલ ₹11 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.
છેલ્લા બે દાયકામાં ખેલકૂદ ક્ષેત્રે પરિવર્તકારી સાબિત થયા છે. ગુજરાતમાં આજે વૈશ્વિક કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે અને 2002 પહેલાં રાજ્યનું સ્પોર્ટ્સ બજેટ માત્ર ₹2.5 કરોડ હતું, તે આજે ₹484 કરોડથી વધુનું થયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લૉન્ચ થયેલી સ્પોર્ટ્સ પોલિસી 2022-27એ રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવામાં અને રમતવીરોની પ્રતિભાને વૈશ્વિક સ્તરે લઈ જવામાં નોંધનીય ભૂમિકા ભજવી છે.
*X-X-X*
[9/22, 3:40 PM] Dilip Gajjar.Mahiti.Press: *📢 Media Invite: iDEX- DIO, DDP, MoD at Startup Conclave 2025- Mahatma Mandir*
*Innovations for Defence Excellence (iDEX)*, flagship initiative of the *Ministry of Defence*, is showcasing India’s cutting-edge defence innovations at *Startup Conclave 2025*
Under the leadership of _*Mr. Vivek Virmani, DDG/iDEX & COO/DIO*_, iDEX–DIO is hosting 14 top Defence Startups and MSMEs showcasing breakthrough tech in *Cyber Security, AI, Advanced Materials, Unmanned Systems, Space Tech & more*.
Highlights include SOAR, WolfSight, indigenous micro turbojet engine for UAVs, Autonomous Weaponized Boat Swarms, AFR1 Satellite, and more.
📍 *Visit us at Booths 45–52 & 61–64*
📅 *23rd & 24th September 2025*
Your presence will encourage India’s defence innovation ecosystem.
For assistance contact:
📞 Shalini Manwal – 7895856544
_*Don’t miss this chance to experience the future of defence technology!*_
[9/22, 3:50 PM] Dilip Gajjar.Mahiti.Press: *નવરાત્રીના પહેલા જ નોરતે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી મુખ્યમંત્રીશ્રીએ ભેટ આપી – આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
………….
*તા. 22 સપ્ટેમ્બરે PMJAY યોજનાને 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યમાં “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના”નો પ્રારંભ*
………….
*રાજ્યના 6.42 લાખ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને રૂ. 10 લાખની કેશલેસ સહાય મળશે*
—————-
*PMJAY યોજના શરૂ થયાના સાત વર્ષમાં રાજ્યમાં 13,946 કરોડની રકમના ક્લેઇમનો લાભ રાજ્યના નાગરિકોને મળ્યો*
——————
*આજે 94 નવી 108 એમ્બ્યુલન્સ ઉમેરાતા 108 નું સંખ્યાબળ 1549 એ પહોંચ્યું*
………..
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, નવરાત્રીના પહેલા જ નોરતે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી મુખ્યમંત્રીશ્રીએ ભેટ આપી છે. આજે દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – આયુષ્યમાન યોજનાને 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતમાં રાજ્યના અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(G- કેટેગરી)” નો શુભારંભ થયો છે.
જેના પગલે રાજ્યના 6.42 લાખ જેટલા અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને આ યોજના હેઠળ રૂ. 10 લાખની કેશલેસ સારવારનો લાભ મળશે. આ યોજના માટે રાજ્ય સરકારને વાર્ષિક રૂ. ૩૦૩.૫ કરોડનો ખર્ચ થશે.
અત્રે નોધનીય છે કે, વર્ષ 2018 થી વર્ષ 2025 સુધીમાં કુલ 2.92 લાખ લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ પહોંચ્યા છે. જેમાં કુલ 51.27 લાખ દાવાઓ માટે કુલ રૂ. 13,946.53 કરોડની ક્લેઇમ ચૂકવણી કરવામાં આવી છે.
હાલ રાજ્યમાં આ યોજના અંતર્ગત કુલ 2708 હોસ્પિટલ (જેમાં 943 – ખાનગી , 1765 – સરકારી) એમ્પેન્લ્ડ છે.જેમાં 2471 પ્રોસિઝરનો લાભ અપાય છે.
આ યોજના હેઠળની માહિતી મેળવવા કે ફરિયાદ નિવારણ માટે 079-66440104 હેલ્પલાઇન નંબર પણ કાર્યરત કરાયો છે.
તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ના હસ્તે વર્ષ 2012 માં રૂ. 30 કરોડની બજેટ જોગવાઇ થી શરૂ થયેલ મા યોજના વર્ષ 2014 માં મા – વાત્સલ્ય યોજનામાં પરિણમી હતી.
જેમાં વર્ષ 2012 થી વર્ષ 2018 સુધીમાં રૂ. 1179.19 કરોડના ક્લેઇમ ચૂકવણી કરાઇ હતી.
108 એમ્બ્યુલન્સ વિષે
ગુજરાતના નાગરિકોની સ્વાસ્થ્ય સેવામાં વધારો કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ૯૪ નવી ૧૦૮ એમ્બ્યુલન્સને ફ્લેગઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ૧૦૮ સેવાની વધતી લોકપ્રિયતા, વિશ્વસનિયતા અને તેની કાર્યક્ષમતાના કારણે નાગરીકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ સેવાને વધુ સુદ્રઢ અને ઝડપી બનાવવા આજે વધુ ૯૪ નવી ૧૦૮ એમ્બ્યુલન્સને નાગરિકોની સ્વાસ્થ્ય સેવામાં કાર્યરત કરવામાં આવી છે.
શ્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ૧૦૮ ઈમરજન્સી સેવા હેઠળ અત્યારે ૯૧૩ એમ્બ્યુલન્સ કાર્યરત છે, જેમાં આજે નવી ૯૪ એમ્બ્યુલન્સનો વધારો થયો છે. આ ઉપરાંત રાજ્યની વિવિધ આરોગ્ય સંસ્થા અને સરકારી હોસ્પિટલોમાં કાર્યરત ૫૪૨ જેટલી એમ્બ્યુલન્સને ઇન્ટર-ફેસિલિટી ટ્રાન્સફરમાં વધુ કાર્યક્ષમ અને તેના નજીકના વિસ્તારની મેડિકલ ઈમરજન્સીમાં પ્રતિસાદ પૂરો પાડી શકાય તે માટે રાજ્યની ૧૦૮ સેવા હેઠળ ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે. જેથી રાજ્યમાં ૧૦૮ સેવા હેઠળ હાલમાં 1549 એમ્બ્યુલન્સ થકી તમામ પ્રકારની મેડિકલ ઈમરજન્સીમાં પૂરતો એમ્બ્યુલન્સનો કાફલો, તાલીમબદ્ધ માનવબળ સાથે ઉપલબ્ધ છે.
આરોગ્ય મંત્રીશ્રીએ ૧૦૮ સેવાની કાર્યક્ષમતા વર્ણવતા કહ્યું હતું કે, ૧૦૮ ઈમરજન્સી મેડીકલ સેવા દ્વારા પ્રતિદિન સરેરાશ ૪૩૦૦ થી ૪૫૦૦ જેટલા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોચાડવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. જેના માટે પ્રતિ માસ સરેરાશ ૩૮ લાખ કિલોમીટરનું સંચાલન કરવામાં આવે છે, જેથી રાજ્યના નાગરિકોને આ સેવાનો લાભ અવિરત ૨૪x૭ મળતો રહે. ૧૦૮ નંબર પર આવેલા ૯૯ ટકા ફોન કોલને પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવ્યો છે, જે આંતરરાષ્ટ્રીય સ્તર અને ધોરણ કરતાં પણ વધુ છે.
આટલું જ નહિ, અત્યાર સુધીમાં ૧૦૮ સેવા હેઠળ ૫૬ કરોડથી વધારે એમ્બ્યુલન્સના કિલોમીટરનું સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના ૧.૭૭ કરોડથી વધુ નાગરિકોને કટોકટીના સમયમાં સેવા આપવામાં આવી છે. સાથે જ, ૧૭ લાખથી વધુ વિકટ પરિસ્થિતીમાં મૂકાયેલી મહામૂલી માનવ જિંદગીઓને બચાવવામાં આવી છે. ૫૮.૭૦ લાખ કરતાં વધારે પ્રસૂતા માતાને કટોકટીની સ્થિતિમાં મદદ કરવામાં આવી છે. વધુમાં, ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ૧.૫૨ લાખથી વધુ ઘટના સ્થળે પ્રસૂતિઓમાં ૧૦૮ સેવાએ મદદ કરી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વધુમાં તેમણે કહ્યુ હતું કે, સમગ્ર ભારતમાં પ્રથમ વખત ગુજરાત રાજ્ય દ્વારા એર એમ્બ્યુલન્સ સેવા શરુ કરવામાં આવી છે. એર એમ્બ્યુલન્સ સેવા હેઠળ અત્યાર સુધીમાં કુલ ૭૨ જેટલા ઓર્ગન તેમજ ગંભીર દર્દીઓના પરિવહન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દરિયો ખેડતા રાજ્યના માછીમારોના આરોગ્યની ચિંતા કરીને રાજ્ય સરકાર દ્વારા પોરબંદર અને ઓખા ખાતે ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવ્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળી રહ્યો છે. તદુપરાંત રિસ્પોન્સ સેન્ટરમાં કાર્યાન્વિત અદ્યતન ટેકનોલોજી અને લોકેશન બેઇઝ સર્વિસ (LBS) થી સુસજ્જ એવી CAD Application થકી સેવા માટે કોલ કરનારનું Automatically લોકેશન પ્રાપ્ત થઈ જવાથી સમયનો બચાવ થઇ રહ્યો છે અને ઘટના સ્થળે એમ્બ્યુલન્સ ઝડપથી પહોંચી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
************
[9/22, 4:59 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક ડગલું, ઇન્ડિયન બ્યુરો ઑફ માઇન્સ દ્વારા અંબાજી કોપર પ્રોજેક્ટ પ્લાનને મંજૂરી*
***
*ગુજરાતનો પ્રથમ અન્ડરગ્રાઉન્ડ માઇનિંગ પ્રોજેક્ટ હશે અંબાજી કોપર પ્રોજેક્ટ, રોજગારીની અઢળક તકોનું સર્જન કરશે*
***
*મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ગુજરાતનું કોપર માઇનિંગ બનશે ચર્ચાનું કેન્દ્ર*
***
*ગાંધીનગર, 22 સપ્ટેમ્બર 2025:* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) લિમિટેડ મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરવા જઈ રહ્યું છે. GMDC મહત્વકાંક્ષી અંબાજી કોપર પ્રોજેક્ટ હાથ ધરશે, જે ભારતના કોપર ઉદ્યોગને મજબૂત બનાવશે અને દેશની કોપર પરની નિર્ભરતા ઘટાડશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ભારત તેના કુલ તાંબાના વપરાશના 90% આયાત કરે છે. અંબાજી કોપર પ્રોજેક્ટમાં માઇનિંગ અને પ્રોસેસિંગની ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ હશે, જે વ્યાપક ઉત્પાદન અને મજબૂત પુરવઠો સુનિશ્ચિત કરશે. આ પ્રોજેક્ટ સાથે અંબાજી ઔદ્યોગિક વિસ્તરણ, રોજગાર સર્જન અને ખનિજ સપ્લાયમાં ઉદાહરણ સ્થાપિત કરશે.
ગુજરાતના ખનિજ સમૃદ્ધ ક્ષેત્રમાં સ્થિત અંબાજી કોપર પ્રોજેક્ટ હેઠળ એક જ અત્યાધુનિક સુવિધામાં સંશોધન, માઇનિંગ અને પ્રોસેસિંગ થશે. 185 હેક્ટરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં તાંબુ, સીસું અને જસતનો ભંડાર છે. GMDCનો અંદાજ છે કે, આ ખનિજોનો લગભગ 1 કરોડ ટન જથ્થો છે, જેની કુલ કિંમત ₹22,000 કરોડ છે- જેમાં ફક્ત તાંબાનો હિસ્સો ₹18,000 કરોડનો છે.
તાંબાના મૂલ્યને ધ્યાનમાં લેતાં આ પ્રોજેક્ટ વિશ્વની ટોચની 10 કોપર એસેટ્સ પૈકી એક માનવામાં આવે છે. આ ઉપરાંત, 185 હેક્ટર પ્રોજેક્ટ વિસ્તારમાં કુલ 24,000 મીટર ડ્રિલિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી 9,300 મીટર ડ્રિલિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન બ્યુરો ઑફ માઇન્સે તાજેતરમાં અંબાજી કોપર પ્રોજેક્ટ માટે માઇનિંગ પ્લાનને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ ગુજરાતનો પ્રથમ અન્ડરગ્રાઉન્ડ માઇનિંગ પ્રોજેક્ટ હશે, જે 2,200થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન કરશે.
ઇલેક્ટ્રિક વાહનો અને નવીનીકરણીય ઊર્જાના ઉદભવ સાથે તાંબાની માંગ ઝડપથી વધી રહી છે, ત્યારે એકલું અંબાજી ભારતની તાંબાની જરૂરિયાતના લગભગ પાંચમા ભાગને પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે. આગામી દાયકામાં દેશમાં આ એકમાત્ર મલ્ટી-મેટલ ખાણ હશે, જે આત્મનિર્ભર અને સંસાધન-મજબૂત ભારતના સંકલ્પમાં ગુજરાતના નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. તાંબુ એ આધુનિક માળખાગત સુવિધાઓનો આધારસ્તંભ છે, જે ઘરો અને હાઇવેથી લઈને ઇલેક્ટ્રિક વાહનો, પાવર ગ્રીડ અને નવીનીકરણીય ઊર્જા પ્રણાલીઓમાં વપરાય છે. ઔદ્યોગિક ઉત્પાદન ઉપરાંત, અંબાજી પ્રોજેક્ટ પ્રાદેશિક વિકાસને પણ વેગ આપશે.
નાણાકીય વર્ષ 2024-25માં ભારતનું રિફાઇન્ડ કોપર ઉત્પાદન 5.73 લાખ ટન સુધી પહોંચ્યું, જે વાર્ષિક ધોરણે 12.5% વધુ છે. મોટાભાગના તાંબાનો ઉપયોગ મોબિલિટી સેક્ટર (34%), ત્યારબાદ માળખાગત સુવિધાઓ (14%), ઔદ્યોગિક ઉપયોગ (14%), ગ્રાહક ઉપકરણો (13%), મકાન અને બાંધકામ (11%) અને કૃષિ (6%) માં થાય છે.
GMDCનો અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની વ્યૂહાત્મક દૂરંદેશી દર્શાવે છે, જે તાંબા ઉદ્યોગમાં ભારતની આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આગામી 9-10 ઓક્ટોબરના રોજ મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં અંબાજીનું કોપર માઇનિંગ ચર્ચાનું કેન્દ્ર બનશે. આ કાર્યક્રમમાં 9 ઓક્ટોબરે GMDC દ્વારા મહત્વપૂર્ણ ખનિજો પર સેમિનારનું આયોજન કરવામાં આવશે.
*x-x-x*
[9/22, 5:43 PM] Dilip Gajjar.Mahiti.Press: નવરાત્રી પર્વ અનુસંધાને
*રાજ્યના તમામ શહેર-જિલ્લાના એક્શન પ્લાન બાબતે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજી સમીક્ષા બેઠક*
*કાયદો-વ્યવસ્થા, મહિલા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત પોલીસ રિસ્પોન્સ અને પોલીસ બીહેવીયર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે: શ્રી વિકાસ સહાય*
*શી ટીમ ટ્રેડિશન ડ્રેસમાં વોચ રાખશે: સંવેદનશીલ વિસ્તારો તેમજ અવાવરુ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સઘન રાખવા સૂચના: વધારાની ૧૬ એસઆરપી કંપનીઓ અને બે સ્ટેટ એક્શન ફોર્સની ટુકડીઓ ફાળવવામાં આવી*
….
નવરાત્રીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને આજે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે વિડિયો કોન્ફરન્સ દ્વારા તમામ શહેરના પોલીસ કમિશનરશ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી અને રેન્જ વડાશ્રી સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેની પોલીસની તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન ચાર મુખ્ય બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે સૂચના આપી છે.
*કાયદો અને વ્યવસ્થા*
નવરાત્રી દરમિયાન રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસને મજબૂત વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપવામાં આવી છે. આ માટે, ૧૬ વધારાની એસઆરપી કંપનીઓ અને બે સ્ટેટ એક્શન ફોર્સની ટુકડીઓ ફાળવવામાં આવી છે. તે ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન પેટ્રોલિંગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
*મહિલા સુરક્ષા*
મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શી ટીમને સક્રિય કરવામાં આવી છે. આ ટીમના મહિલા પોલીસકર્મીઓ ગરબા ગ્રાઉન્ડ અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ વોચ માટે ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત રહેશે, જેથી છેડતી કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ ઉપરાંત, કોઈ પણ આકસ્મિક જરૂરિયાતના સમયે ગુજરાત પોલીસના પ્રોજેક્ટ જનરક્ષક 112 પર ફોન કરીને તાત્કાલિક પોલીસ મદદ મેળવી શકાશે.
*ટ્રાફિક મેનેજમેન્ટ*
નવરાત્રી દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે સતત એલર્ટ રહેવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. તે ઉપરાંત તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાપન માટે વધારાનો સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે. આ ટીમો ટ્રાફિકનું સુચારૂ સંચાલન કરશે જેથી વાહનચાલકો અને રાહદારીઓને કોઈ અગવડ ન પડે.
*પોલીસ રિસ્પોન્સ અને વર્તન*
તહેવારોના સમયમાં મોડી રાત્રે પણ નાગરિકોની અવરજવર વધુ રહે છે, ત્યારે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક રહેશે. કોઈ ઘટના બને તો તાત્કાલિક મદદ મળી રહે તે માટે ક્વિક રિસ્પોન્સ માટે સજ્જ રહેવા તમામ પોલીસ કંટ્રોલ રૂમમાં સૂચનાઓ આપવા જણાવ્યું છે. એટલું જ નહીં, સિનિયર પોલીસ અધિકારીઓને કંટ્રોલ રૂમમાં હાજર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ, નાગરિકો સાથે પોલીસનું વર્તન સુયોગ્ય રહે અને તેઓ સુરક્ષિત અનુભવે તે માટે પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે.
…..
[9/22, 5:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી રાજીવ રંજનસિંહની અધ્યક્ષતા હેઠળ વિવિધ રાજ્યોના પશુપાલન મંત્રીશ્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ પરામર્શ બેઠક યોજાઈ*
****************************************
*ગુજરાતના પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે બેઠકમાં સહભાગી થઇ ભારત સરકાર સમક્ષ ગુજરાતના સૂચનો-મંતવ્યો રજૂ કર્યા*
****************************************
*કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંયુક્ત પ્રયાસોથી પશુપાલન ક્ષેત્રનો નવો યુગ શરૂ થશે, જે ગ્રામીણ અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે: મંત્રી શ્રી રાઘવજી પટેલ*
****************************************
કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી રાજીવરંજન સિંહની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી એસ.પી. સિંઘ બઘેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે દેશના વિવિધ રાજ્યોના પશુપાલન મંત્રીશ્રીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાતના પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ, પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપકુમાર અને પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.
ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવામાં દેશના પશુપાલન અને ડેરી ક્ષેત્રનું યોગદાન સુનિશ્ચિત કરવા માટે દેશના પશુપાલન ક્ષેત્ર માટે વ્યાપક કાયદાકીય, નીતિગત, સંસ્થાકીય અને પ્રક્રિયાત્મક સુધારણાની વ્યૂહરચનાઓ તેમજ ભારત સરકારની હાલની યોજનાઓમાં ફેરફાર કરવા અંગે કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા રાજ્યના પશુપાલન મંત્રીશ્રીઓ સાથે આ ઉચ્ચ સ્તરીય પરામર્શ બેઠકનું અયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અનુસાર વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગુજરાતે રોડ મેપ અને ગુજરાત વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે. જેમાં દૂધ ઉત્પાદન, પ્રતિ પશુ ઉત્પાદન અને ડેરી ઉત્પાદનોના નિકાસ વધારવા જેવા વિકાસલક્ષી ઉદ્દેશો સામેલ હોવાનો અને કેન્દ્ર સરકાર દ્વારા પરામર્શ બેઠકના રજૂ થયેલા સંભવિત સુધારાઓથી ગુજરાત સરકારને પોતાના લક્ષ્યોને સિદ્ધ કરવામાં મજબૂત આધાર મળશે.
દેશી ઓલાદના પશુધનનું સંવર્ધન અને સંરક્ષણ, એન્ટી માઇક્રોબીયલ રેસીસ્ટન્સના પડકારોના સમાધાન તેમજ “વન હેલ્થ” અભિગમ હેઠળ માનવ-પશુ-પર્યાવરણ આરોગ્યના સંતુલન માટે ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICVR) ની સ્થાપના અતિ આવશ્યક હોવાનો મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત સરકાર દ્વારા સેન્ટ્રલ લાઈવસ્ટોક ફીડ એક્ટ લાવી, સમાન કાનૂન અમલ કરવામાં આવે તો ખેડૂતોના ખર્ચમાં ઘટાડો, પશુપાલન ઉત્પાદનોની ગુણવત્તામાં વૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય નિકાસમાં વધારો થશે.
નેશનલ લાઈવસ્ટોક મિશનમાં કોમર્શિયલ પોલ્ટ્રી વેરાયટીઝનો સમાવેશ કરવા ઉપરાંત સેક્સડ સીમન તથા IVF ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગ માટે રાજ્ય સરકાર અને પશુપાલકો માટે સહાય યોજના જાહેર કરવા માટે પણ પશુપાલન મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું.
આવકવેરો, વિજળી કનેક્શન અને ટેરિફ, સંસ્થાગત નાણાકીય ધિરાણ જેવા વિષયોમાં પશુપાલન ક્ષેત્રને કૃષિ સમાન દરજ્જો આપવાની બાબત એક ક્રાંતિકારી પગલું પૂરવાર થશે. આ પહેલથી ગ્રામ્ય અર્થતંત્ર વધુ મજબૂત બનશે, તેવો આશાવાદ પશુપાલન મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
પશુપાલકોની આવક વધારવા માટે પશુપાલન ક્ષેત્રને ઉદ્યોગરૂપે વિકસાવવા તેમજ ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારના સુધારાત્મક પગલાં મહત્વપૂર્ણ સાબિત થશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
**************************
[9/22, 9:21 PM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*
*Date* *22-09-25* | *Time* *09:00* *PM*
LIVE: અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ – 2025 નો શુભારંભ
CM inaugurates Vibrant Navratri Mahotsav 2025 in Ahmedabad
*YouTube* :- https://www.youtube.com/watch?v=x6LOp9UeDf4
*YouTube* :- https://www.youtube.com/watch?v=FiQH3skABOE
*FB* :- https://www.facebook.com/share/v/19vFy7gHMX/
*FB* :- https://www.facebook.com/share/v/1CfPrSBsvT/
*Twitter* :- https://x.com/CMOGuj/status/1970150738728014006
*Twitter* :- https://x.com/Bhupendrapbjp/status/1970150736324681885
*CMO Gujarat Website* :- https://cmogujarat.gov.in/en/watch-live
[9/22, 10:15 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નો શુભારંભ કરાવ્યો*
——–
*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવરાત્રિના પ્રથમ દિવસથી જ નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મના અમલની આપેલી ભેટ આ વર્ષની નવરાત્રિ અને દિવાળીને દેશના લોકો માટે ઉમંગ ઉત્સવ સાથે બચત ઉત્સવ બનાવશેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
——–
*“આહવાન માં આદ્યશક્તિ” થીમ પર 1000થી વધુ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ*
——–
*પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ*
——–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નો શુભારંભ “આહવાન માં આદ્યશક્તિ” થીમ પર 1000થી વધુ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિથી કરાવ્યો હતો.
સાંસ્કૃતિક પ્રસ્તુતિના અંતમાં, મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રી સહિતના મહાનુભાવો માં જગદંબાની ભક્તિભાવપૂર્વક આરતી કરીને મહાઆરતીમાં સહભાગી થયા હતા.
પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિના આ ભવ્ય ઉત્સવનો પ્રારંભ પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્યમંત્રીશ્રીઓ શ્રી જગદીશ વિશ્વકર્મા, કુંવરજીભાઈ હળપતિ તથા અમદાવાદના મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈનની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સૌને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને નવરાત્રિના પ્રથમ દિવસે નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મના અમલની આપેલી ભેટથી આ વર્ષ નો વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ અને દિવાળીનો દીપોત્સવ દેશના લોકો માટે ઉમંગ ઉત્સવ સાથે બચત મહોત્સવ ડબલ બચત બોનાન્ઝા બનશે.
તેમણે નવરાત્રિના આ તહેવારોમાં દાંડિયાથી લઈને આભૂષણો, પ્રસાધન સહિતની જે વસ્તુઓ સ્વદેશી બનાવટની હોય તેનો જ ઉપયોગ કરીને આત્મનિર્ભર ભારત માટેના વડાપ્રધાનશ્રીએ આપેલા આહવાનને ઝીલી લેવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ નવરાત્રિના શુભારંભ પૂર્વે નવ સંકલ્પ આધારિત થીમેટિક પ્રદર્શન, ફોટો-ઝોન, સેલ્ફી પોઈન્ટ, બાળકો માટેની ખાસ તૈયાર કરેયલી કિડ્સ સિટી, ફૂડ કોર્ટ અને હેન્ડીક્રાફ્ટ બજાર જેવા ઊભા કરવામાં આવેલા આકર્ષણોની પણ મુલાકાત લીધી હતી અને સ્ટોલ્સમાં સેલ્ફ હેલ્પ ગૃપની મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો.
એટલું જ નહિ, કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત 11 વર્ષ સુશાસનના થીમ પરના મલ્ટીમીડિયા એક્ઝિબિશનને પણ ખુલ્લું મૂક્યું હતુ.
આ પ્રસંગે અમદાવાદ શહેરના ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર, પ્રવાસન નિગમના અધ્યક્ષ શ્રી પ્રભવ જોષી, સહિત અન્ય મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ-2025 માણવા દેશ-વિદેશથી પધારેલા મહેમાનો તેમજ અમદાવાદના નગરજનો પણ આ ભવ્ય ઉત્સવના શુભારંભ પ્રસંગે સહભાગી થયા હતા.
———————————————————————————
[9/20, 4:26 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *સ્વચ્છતા અભિયાન અંતર્ગત દહેગામ તાલુકાના કડાદરા ગામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ઈ-રીક્ષા તથા કમ્પોસ્ટ પીટનું લોકાર્પણ કરાયું*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૨૦ સપ્ટેમ્બર- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિનથી સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજરોજ દહેગામ તાલુકાના કડાદરા ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા અભિયાન દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ઘન કચરાના કલેક્શન માટે ઇ-રીક્ષાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સાથે જ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે કમ્પોસ્ટ પિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઘન કચરાના નિકાલ સાથે જ સેન્દ્રીય ખાતરના નિર્માણમાં આ કમ્પોસ્ટ પીટ મદદરૂપ બનશે. ગ્રામ વિસ્તારમાં સ્વચ્છતા જાળવવામાં અગ્રેસર બનવા કડાદરા ગ્રામ પંચાયત દ્વારા આ સરાહનીય પગલું લેવામાં આવ્યું છે, જેને ગ્રામજનોએ આવકાર્યું હતું.
૦૦૦૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/20, 4:44 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *પોષણ માહ અંતર્ગત માણસા તાલુકાના ઈટાદરા ઘટક ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવી*
૦૦૦૦૦૦૦૦
*પોષણ સપથ, સગર્ભા, ધાત્રી માતાઓને અને કિશોરીઓને પોષણયુકત આહારની સમજ આપી, આરોગ્ય તપાસ કરાઈ*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૨૦ સપ્ટેમ્બર- ગુજરાત સરકાર દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર દરમિયાન ‘‘પોષણ માસ’’ની ઉજવણી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે આઠમા પોષણ માસની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે, જેના ભાગરૂપે માણસા તાલુકાના ઈટાદરા ઘટક ખાતે આંગણવાડી કેંદ્રોમાં પોષણ માસની ઉજવણી આઈ.સી.ડી.એસ વિભાગ દ્રારા કરવામાં આવી રહી છે.
પોષણ માહ અંતર્ગત આઈ.સી.ડી.એસ. વિભાગના ઈટાદરા ઘટક દ્વારા પોષણ સપથ, સગર્ભા, ધાત્રી માતાઓને અને કિશોરીઓને પોષણ યુકત આહારની સમજ, ટી.એચ.આર માંથી બનતી જુદી જુદી વાનગીઓની સમજ આપી ઉજવણી વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આંગણવાડી ખાતે મહિલાઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.
પોષણ યુક્ત આહારથી બાળકો તથા મહિલાઓ અને કિશોરીઓ તંદુરસ્ત રહે અને સુપોષિત ભારત- સાક્ષર ભારત- સશક્ત ભારતના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરી શકાય તે માટે પોષણ માસ દરમિયાન વિવિધ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.
૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/20, 5:46 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *”સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અન્વયે ગાંધીનગર જિલ્લામાં આજે ૧૬૦ સહિત ૪ દિવસમાં ૬૭૮ આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યા*
૦૦૦૦૦૦૦
*અંદાજિત ૫૮૩૨૦ લાભાર્થીઓએ કેમ્પોનો મેળવ્યો લાભ: આદર્શ નાગરિક તરીકે ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપ ૪૫ લોકો રકતદાન, ૮૯ લોકો નિક્ષય મિત્ર તરીકે જોડાયા*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૨૦ સપ્ટેમ્બર- સમગ્ર રાજ્યમાં “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યને કેન્દ્રિત તથા અન્ય સ્વાસ્થ્યલક્ષી સેવાઓ ગામડે-ગામડે કેમ્પના માધ્યમથી પહોંચાડવામાં આવી રહી છે. આ અભિયાન અન્વયે આજે ગાંધીનગર જિલ્લામાં કુલ ૧૬૦ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૧ સ્પેશ્યાલિસ્ટ કેમ્પ સાથે ૧૩૯ સ્ક્રીનીંગ કેમ્પ યોજાયા હતા, જેનો કુલ ૮ હજાર ૬૬૫ લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ હાલ સુધીમાં કુલ ૬૭૮ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો અંદાજીત ૫૮,૩૨૦થી વધુ લોકોએ લાભ મેળવ્યો હતો. આજના કેમ્પમાં ૪૩૭૮ પુરુષોએ તેમજ ૪૨૮૭ મહિલાઓએ લાભ લીધો હતો. જેમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, મુખ, સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ, સગર્ભા માતાનું રસીકરણ, બાળકોનું રસીકરણ તેમજ ટીબી માટે સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
આજના કેમ્પમાં પણ નવા નિક્ષય મિત્રની નોંધણી કરવામાં આવી હતી, હાલ સુધીમાં કુલ મળીને ૮૯ નિક્ષયમિત્ર નોંધાયા છે જેમના દ્વારા ટી.બી.લાભાર્થીઓને નિક્ષય પોષણ સહાયક કીટ આપવામાં આવી હતી. કેમ્પમાં ૧૮ લાભાર્થી દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું. જે સાથે દિન સુધીના કેમ્પમાં કુલ ૪૫ લાભાર્થીઓએ રકતદાન કરી આદર્શ નાગરિક તરીકેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, “સ્વસ્થ નારી સશકત પરિવાર” અભિયાન અંતર્ગત તા. ૦૨ ઓકટોબર સુધી આરોગ્ય કેમ્પ યોજી રસીકરણ, આરોગ્ય તપાસ, ટી.બી. સ્ક્રીનીંગ, આયુષ્માન કાર્ડ વગેરે સેવાઓ આપવામાં આવશે.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/20, 6:39 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને પ્રવીણ ગઢવી શબ્દાંજલી વિશેષાંક વિમોચન કાર્યક્રમ યોજાયો*
૦૦૦૦૦૦૦૦૦
*મૃત્યુ બાદ પણ લોકો યાદ કરે એ જ ઉત્તમ જીવન, સ્વર્ગીય પ્રવીણભાઈ ગઢવીએ સાહિત્ય અને વહીવટી કુશળતાનો ઉત્તમ સમન્વય*
*- મંત્રી શ્રી મૂળુભાઈ બેરા*
૦૦૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૨૦ સપ્ટેમ્બર-, વન-પર્યાવરણ, પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને સમર્થ સાહિત્યકાર અને સંવેદનશીલ સનદી અધિકારી: પ્રવીણ ગઢવી શબ્દાંજલિ વિશેષાંક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો.
વિમોચન પ્રસંગે મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, માણસ કેટલો જીવ્યો એ મહત્વનું નહીં, પણ કેવું જીવ્યુંએ મહત્વનું છે. મૃત્યુ બાદ પણ લોકો યાદ કરે એ જ ઉત્તમ જીવન કહી શકાય. સ્વર્ગીય પ્રવીણભાઈ ગઢવીએ સાહિત્ય અને વહીવટી કુશળતાનો ઉત્તમ સમન્વય હતા. વહીવટી ક્ષેત્રે તેમની પ્રામાણિકતા અને કાર્યકુશળતા ખૂબ ઉત્કૃષ્ટ હતી, સાથે જ તેમના વિચારોની ઊંડાઈ અને પ્રતિભાએ તેમના સાહિત્યમાં જોઈ શકાય છે.
તેમણે ઉમેર્યું હતું કે, આજના પ્રસંગે પ્રવીણભાઈના ઉત્કૃષ્ટ ગુણો અને સાહિત્યને હંમેશા યાદ રાખવાનો અવસર છે. તેમણે સ્વર્ગીય સનદી અધિકારી શ્રી પ્રવીણભાઈ ગઢવીના પરિવારને તથા સમાજને પુસ્તક સંકલન અને વિમોચન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
મંત્રીશ્રીએ સ્વર્ગીય પ્રવીણભાઈ ગઢવી સાથેના તેમના ૨૦૦૩ થી ૨૦૦૭ દરમિયાનના કાર્યકાળને યાદ કરી સંસ્મરણો વાગોળ્યા હતા. મંત્રી શ્રી સહિત તમામ મહાનુભાવોએ “અંધારાની ફોજો સામે દીવડે દીધો પડકાર”, પ્રવીણ ગઢવી શબ્દાંજલી વિશેષાંકનું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી પરબતભાઈ પટેલ, નિવૃત આઈ.એ.એસ સર્વ શ્રી વસંતભાઈ ગઢવી, શ્રી અનીશભાઈ માંકડ, સર્જકો મનીષી જાની, હરીશ મંગલમ, ડંકેશ ઓઝા,ડો.અંબાલાલ રોહડીયા તથા સમગ્ર ગઢવી પરિવાર અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર આયોજન ગીતા પ્રવીણ ગઢવી, આસવ પ્રવીણ ગઢવી, અખિલ ગુજરાત ચારણ ગઢવી સમાજ ટ્રસ્ટ ગાંધીનગર, અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા ગુજરાત એકમ અને ચરજ નેટવર્ક દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/22, 2:33 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લામાં વિવિધ માર્ગોના સમારકામની કામગીરી પુરજોશમાં: લોકોની સુખાકારી માટે તંત્ર ખડે પગે*
૦૦૦૦૦૦૦
*અજરાપુરા એપ્રોચ રોડ, ઇસનપુર ચિલોડા રોડ, પિંડારડા એપ્રોચ રોડ, ગ્રામભારતી અમરાપુર રોડ, દોલરણાં વાસણા રોડ સહિતના માર્ગો પર પેચવર્ક સહિતની કામગીરી પૂર્ણ કરાઈ*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૨૧ સપ્ટેમ્બર-,કલેકટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગાંધીનગર જિલ્લામાં રોડ-રસ્તાને રીપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)દ્વારા ગાંધીનગર જિલ્લામાં વિવિધ માર્ગોના સમારકામની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ચોમાસા દરમિયાન રોડને થયેલા નુકસાનને ઝડપથી દૂર કરીને વાહનવ્યવહારને સુગમ બનાવવા માટે વિભાગ દ્વારા જિલ્લામાં ૭ ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.
માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઈજનેર શ્રી તેજસ માંગુકીયાના જણાવ્યા અનુસાર પોસ્ટ-મોન્સૂન કામગીરીમાં રોડની બંને બાજુ ઉગી નીકળેલા ઘાસ અને ઝાડી-ઝાંખરાને દૂર કરીને રસ્તો અને સાઈડપટ્ટી સ્પષ્ટ બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, ચોમાસામાં પાણી ભરાવાથી કે અન્ય કારણોસર રોડ પર પડેલા ખાડાઓનું પેચવર્ક પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.
પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના માણસા તાલુકાના અજરાપુરા એપ્રોચ રોડ, ઇસનપુર ચિલોડા રોડ, અઢાણાં મણિપુર રોડ, પિંડારડા એપ્રોચ રોડ, ગ્રામભારતી અમરાપુર રોડ, દોલરણાં વાસણા રોડ, વાસન ઉનાવા પીંપળજ રોડ, ઉનાવા બાલવા રોડ તથા બોરીસણા શક્તિમાતા મંદિર રોડ તથા અન્ય રસ્તાઓ પર ડામર પેચવર્ક, જંગલ કટિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રોડ પરના માર્કિંગ જેમ કે ગેરુ, ચૂનો, વ્હાઈટવોશ અને સાઈનબોર્ડને ફરીથી સ્પષ્ટ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે, જેથી રાત્રિ દરમિયાન વાહન ચલાવવામાં સરળતા રહે. રોડ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના બ્રિજ અને અન્ય માળખાકીય સુવિધાઓના સમારકામની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.તેઓએ વધુમાં જણાવ્યું કે, લોકોની સુખાકારી માટે તંત્ર ખડે પગે રહી સતત કામગીરી કરી રહ્યું છે. રસ્તાઓના સુદૃઢીકરણથી મુસાફરી વધુ સલામત અને સરળ બનશે.
૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/22, 5:30 PM] Neha Talaviya.Mahiti: *૮મો રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત માણસા તાલુકાના ઈટાદરા સેજો ઘટક ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી*
……
*રાષ્ટ્રીય પોષણ માહ અંતર્ગત “સંતુલિત આહાર એ સારા સ્વાસ્થ્યની ચાવી” સંદેશ સાથે પોષણ વાનગી સ્પર્ધા યોજાઈ*
…….
*૧૫૦ થી વધુ લોકો પોષણ માહ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં સહભાગી બન્યા*
…………
તા.૧૭મી સપ્ટેમ્બરથી ૧૬મી ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ૮માં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ, બાળકો અને કિશોરીઓમાં પોષણના અભાવને કારણે થતાં રોગોને અટકાવવાનો છે. આયર્નની ઉણપને કારણે એનિમિયા એ પ્રજનન વયની સ્ત્રીઓમાં એક સામાન્ય સમસ્યા છે. એનિમિયા શરીરમાં લોહીની અછતનું કારણ બને છે, જેનાં કારણે થાક, નબળાઇ, ચક્કર આવવા અને કામ કરવાની ક્ષમતામાં ઘટાડો જેવી ઘણી સમસ્યાઓ થાય છે.
એનિમિયાથી બચવા માટે, આપણે આપણાં આહારમાં આયર્નથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. સાથે જ વિટામિન સીનું સેવન પણ વધારે કરવું જોઈએ કારણ કે તે શરીરમાં આયર્નને સારી રીતે શોષવામાં મદદ કરે છે.
આજ સંદેશને દરેક ઘર અને દરેક મહિલાઓ સુધી પહોંચાડવા તથા દરેક મહિલાઓ સશક્ત બને તેવા આશયથી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઈટાદરા ગામ ખાતે “પોષણ વાનગી સ્પર્ધા-૨૦૨૫”નું આયોજન આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં ૨૫ સગર્ભા માતાઓ, ૩૨ ધાત્રી માતા,૨૫ કિશોરી તથા ૭૯ જેટલા અન્ય લાભાર્થીઓ મળી કુલ ૧૬૧ લોકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પોષણ માહ અંતર્ગત જરૂર માહિતી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે,આ કાર્યક્રમ અંતર્ગત ઈટાદરા સેજો ઘટક માણસાના પદાધિકારીઓ, સરપંચ શ્રી,આયુષ ડોક્ટર તથા મુખ્ય સેવિકા બહેનશ્રી તથા આઈ.સી.ડી.એસ શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
……
*નેહા તલાવિયા*
*****************************
આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડિયો અને ફોટાઓ અમોને અમારા અખબારી આલમ તેમજ અમારી ચેનલમાં પ્રસિદ્ધ કરવા માટે અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીંયા કોઈપણ સમાચાર ફોટાઓ અને વિડિયો માત્ર જન જાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં પણ કોઈને કંઈ પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે. તંત્રી: પ્રદીપ રાવલ(9824653073)
