
(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો )
[8/20, 7:44 PM] Dilip Gajjar.Mahiti.Press: *ફુડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડસ એક્ટ, ૨૦૦૬ ની જોગવાઇઓમાં સુધારા સંદર્ભે વાંધા- સુચનો મેળવવાની અવધી લંબાવવામાં આવી*
**************
*રાજ્યના નાગરિકો તથા ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ-અસોસિયેશનના હોદ્દેદારો તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં પોતાનો અભિપ્રાય આપી શકશે*
ગુજરાત સરકાર દ્વારા ફુડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડસ એક્ટ, ૨૦૦૬ કેન્દ્રિય અધિનિયમ નં. ૩૪ ઓફ ૨૦૦૬ના અસરકારક અમલ માટે રાજ્યના પરિપેક્ષ્યમાં ખાસ જરૂરિયાતો અનુરૂપ રાજ્યકક્ષાએ તેમાંની કેટલીક દંડનીય જોગવાઇઓમાં સુધારા તેમજ વિચારણા કરવામાં આવી છે.
જેના ભાગરૂપે જાહેર જનતાને સલામત અને ગુણવતા સભર ખોરાક મળી રહે તે હેતુથી નાગરિકો તથા ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ-અસોસિયેશનના હોદ્દેદારો પાસેથી પોતાનો અભિપ્રાય-સૂચનો મંગાવવામાં આવ્યા છે એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના વેબપેજ https://gujhealth.gujarat.gov.in/citizen-corner.htm પર સુધારાનો ડ્રાફ્ટ મુકવામાં આવ્યો છે. જે સુધારા બાબતે જાહેર વાંધા-સુચનો રજુ કરવા તા.૨૨ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં મંગાવવામાં આવી હતી. નાગરિકોને શુદ્ધ અને ગુણવતાયુક્ત ખોરાક મળી રહે તથા વધુમાં વધુ નાગરિકો પોતાના અભિપ્રાયો રાજ્ય સરકારને આપી શકે તે હેતુથી આ સમયમર્યાદા વધુ ૩૦ દિવસ એટલે કે, તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે.
રાજ્યના નાગરિકોને આ જાહેર સૂચનો વધુ ૩૦ (ત્રીસ) દિવસ માટે ઉપર દર્શાવેલ લિંક મારફતે જે વેબસાઇટ ખૂલે તે આધારિત ઓનલાઇન સૂચનો મોકલી આપવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
– પ્રિન્સ ચાવલા
**************
[8/20, 7:57 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ મુખ્ય મંત્રી સલામતી સ્ટાફ પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણમાસ નિમિત્તે ગાંધીનગરમાં આયોજીત સત્ય નારાયણ કથા – મહાપૂજામાં શ્રધ્ધા ભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.
*મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ કે દાસ, સચિવશ્રી ડો. વિક્રાંત પાંડે અને મુખ્ય મંત્રીશ્રીના સલામતી પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીના સુરક્ષા અધિકારીઓ તેમજ કમાન્ડોઝ પણ આ કથા શ્રવણ અને પૂજા આરતીમાં જોડાયા હતા.
[8/21, 12:19 PM] Dilip Gajjar.Mahiti.Press: *અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો : દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૭૮ ટકા વરસાદ વરસ્યો*
…………………………..
*રાજ્યના ૭૦ ડેમ હાઈએલર્ટ, ૩૫ ડેમ એલર્ટ અને ૧૬ ડેમ વોર્નિંગ એલર્ટ પર*
*રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૭૫ ટકાથી વધુ જળસંગ્રહ*
——————-
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭૮.૯૯ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં ૭૮.૮૧ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૬.૩૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૪.૬૭ ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં ૭૧.૯૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૩૭ ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૫૫ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે. જ્યારે ૬૬ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૩૬ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૩૦ ડેમ ૨૫ ટકા થી ૫૦ ટકા વચ્ચે અને ૧૯ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં ૭૦ ડેમ હાઈ એલર્ટ, ૩૫ ડેમ એલર્ટ તથા ૧૬ ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ તાલુકાઓમાં ૧૩ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૧૩ ઇંચથી વધુ, કેશોદ તાલુકામાં ૧૧ ઇંચથી વધુ, વંથલી તાલુકામાં ૧૦ ઈંચથી વધુ તેમજ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં ૧૦ ઇંચ અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ૯ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ચોમાસાની સ્થિતિમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને ૧૪ હજાર થી વધુ રૂટ ઉપર ૪૦ હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે.
– પ્રિન્સ ચાવલા
*************
[8/21, 1:04 PM] Dilip Gajjar.Mahiti.Press: *ઉત્તર ગુજરાતની સહકારિતા શક્તિ: ગામડાથી વૈશ્વિક બજાર સુધી ડેરી વિકાસની ગાથા*
***
• _બનાસ ડેરી એશિયાની અગ્રણી ડેરી સહકારી મંડળી: ₹21,200 કરોડનું ટર્નઓવર, 1 કરોડ લિટર પ્રતિ દિવસ પ્રોસેસિંગ_
• _દૂધસાગર ડેરી નવીનતા અને ગુણવત્તાનું શ્રેષ્ઠ ઉદાહરણ: ₹8,054 કરોડનું ટર્નઓવર, 34.88 લાખ લિટર પ્રતિ દિવસ સંગ્રહ_
• _ઉત્તર ગુજરાતની ડેરી શક્તિનો આધારસ્તંભ છે સાબર ડેરી: ₹8,939 કરોડનું ટર્નઓવર, 33.53 લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતા_
• _પીએમ મોદીના વિઝન દ્વારા સાકાર થયેલું ઉત્તર ગુજરાતનું વિશ્વ કક્ષાનું ડેરી સહકારિતા મૉડેલ VGRC ખાતે થશે પ્રદર્શિત_
*
*ગાંધીનગર, 21 ઓગસ્ટ:* ગુજરાતના ડેરી ઉદ્યોગનો વિકાસ દેશભરમાં ઉદાહરણીય છે. ખાસ કરીને બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં ડેરી સહકારી મંડળીઓ તેમની પ્રોસેસિંગ ક્ષમતા અને અદ્યતન સુવિધાઓના કારણે ગુજરાતના કુલ દૂધ ઉત્પાદનમાં સતત વધારો કરી રહ્યા છે. ડેરી ક્ષેત્રમાં આ નોંધનીય પરિવર્તનના કારણે ઉત્તર ગુજરાત ગ્રામીણ આજીવિકા અને વિકાસનું શક્તિશાળી માધ્યમ બન્યું છે.
બનાસ ડેરી (બનાસકાંઠા), દૂધસાગર ડેરી (મહેસાણા) અને સાબર ડેરી (સાબરકાંઠા) જેવી ડેરી સહકારી મંડળીઓ મિલ્ક પ્રોસેસિંગ, કોલ્ડ-ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વેલ્યુ-એડેડ ડેરી પ્રોડક્ટ્સની નિકાસમાં વૈશ્વિક સ્તરે અગ્રણી બની છે. ઉત્તર ગુજરાતની આ સહકારી મંડળીઓ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) હેઠળ કાર્ય કરે છે, જે પ્રખ્યાત બ્રાન્ડ ‘અમૂલ’ હેઠળ પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરે છે.
*બનાસ ડેરી એશિયાની અગ્રણી ડેરી સહકારી મંડળી: ₹21,200 કરોડનું ટર્નઓવર*
વર્ષ 1969માં પાલનપુર, બનાસકાંઠામાં સ્થપાયેલી બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી સહકારી મંડળીઓ પૈકી એક છે. નાણાકીય વર્ષ 2024-25માં તેનું ટર્નઓવર ₹21,200 કરોડ રૂપિયાથી પણ વધુ હતું. બનાસ ડેરી ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશમાં 20 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ધરાવે છે. બનાસ ડેરી દૈનિક 10 મિલિયન લિટર દૂધનું પ્રોસેસિંગ કરે છે.
બનાસ ડેરી સાથે 1600થી વધુ દૂધ મંડળીઓ અને 4 લાખ ખેડૂતો સંકળાયેલા છે, જે ગ્રામીણ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે ફક્ત પરંપરાગત ડેરી ઉત્પાદનો જ નહીં, પણ મધ અને ખાદ્ય તેલ પણ બનાવે છે.
બીજી તરફ સુઝુકી મોટર કોર્પોરેશન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) વચ્ચે બાયોગેસ પ્લાન્ટ માટે સફળ ભાગીદારી થઈ છે, તે ટકાઉપણું અને વૃદ્ધિને પ્રોત્સાહન આપશે.
*દૂધસાગર ડેરી નવીનતા અને ગુણવત્તાનું શ્રેષ્ઠ ઉદાહરણ: ₹8,054 કરોડનું ટર્નઓવર*
1960માં સ્થપાયેલી મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે દૂધસાગર ડેરીએ મહેસાણાને ડેરી ક્ષેત્રે નવીનતાનું કેન્દ્ર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. નાણાકીય વર્ષ 2024-25માં તેનું ટર્નઓવર લગભગ ₹ 8,054 કરોડ હતું. જે ડેરી એક સમયે 3,300 લિટર પ્રતિ દિવસનું દૂધ એકત્ર કરતી હતી, તે હવે 34.88 લાખ લિટરથી વધુ દૂધ એકત્રિત કરે છે. દૂધસાગર ડેરી તેના મજબૂત સહકારી નેટવર્કનો ઉપયોગ કરીને ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારો માટે દૂધ અને વિવિધ પ્રકારના દૂધ ઉત્પાદનો બનાવે છે.
*ઉત્તર ગુજરાતની ડેરી શક્તિનો આધારસ્તંભ છે સાબર ડેરી*
સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે સાબર ડેરીની વાત કરીએ તો, તેની દૈનિક ક્ષમતા 33.53 લાખ લિટર છે. નાણાકીય વર્ષ 2023-24માં આશરે ₹8,939 કરોડના ટર્નઓવર સાથે, સાબર ડેરી ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદન માટે, ખાસ કરીને દૂધ, ઘી, માખણ અને ચીઝમાં પ્રખ્યાત બની છે. દૂધની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ડેરીએ પ્રોસેસિંગ સુવિધાઓ અને કોલ્ડ-ચેઇન લોજિસ્ટિક્સમાં સતત રોકાણ કર્યું છે.
આ 3 સહકારી મંડળીઓ એ દર્શાવે છે કે, ઉત્તર ગુજરાતના ડેરી મૉડલે ખેડૂતોને બજારો સાથે જોડવામાં મોટો ફાળો આપ્યો છે.
• ખેડૂતોનું સશક્તિકરણ: વાજબી ભાવ અને આખું વર્ષ દૂધ ખરીદીને કારણે ખેડૂતોની આજીવિકા સુનિશ્ચિત કરે છે.
• માળખાગત સુવિધાઓનું વિસ્તરણ: કોલ્ડ ચેઇન, બાયોગેસ અને માટી પરીક્ષણ પ્રયોગશાળાઓમાં રોકાણ વૈશ્વિક સ્તરની પ્રણાલીઓ સાથે સુસંગત છે.
• નિકાસની ક્ષમતા: ભારતીય ડેરી ઉત્પાદનોની વધતી જતી વૈશ્વિક માંગ સાથે, આ સહકારી સંસ્થાઓ નિકાસની તકો વધારે છે.
બનાસ, દૂધસાગર અને સાબર ડેરીની સફળતા ઉત્તર ગુજરાતને વૈશ્વિક ડેરી ક્ષેત્રે નિકાસનું કેન્દ્ર બનવાનું લક્ષ્ય રાખે છે. ડેરી ક્ષેત્રે ઉત્તર ગુજરાતે જે સફળતા દર્શાવી છે તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)માં પણ પ્રદર્શિત થશે.
*X-X-X*
[8/21, 1:39 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં વિકેન્દ્રિત આયોજન વ્યવસ્થાને વધુ લોકતાંત્રિક-પ્રતિનિધિત્વ આધારિત અને જનકેન્દ્રિત બનાવવાની GARCના ચોથા અહેવાલમાં ભલામણો*
———-
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો ચોથો અહેવાલ સોંપાયો*
———-
*રાજ્યના આયોજન માળખામાં મૂળભૂત પરિવર્તન લાવીને નાગરિકોને સીધો જ લાભ પહોંચાડતી ભલામણો*
———–
_*GARCના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાના દિશાદર્શનમાં પંચના ચોથા અહેવાલની મુખ્ય ભલામણો*_
* જિલ્લા આયોજન બજેટમાં આગામી પાંચ વર્ષમાં સાતથી આઠ ગણો વધારો
* જિલ્લા આયોજન સમિતિમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની બહુમતી – જિલ્લાના પ્રભારી મંત્રી સમિતિના અધ્યક્ષ
* આયોજન માટે ફિક્સ કેલેન્ડર
* તાલુકા સ્તરે એકીકૃત સમિતિ
* વિલેજ ડેવલોપમેન્ટ પ્લાન – નાગરિકોની વિકાસ કામોમાં સીધી ભાગીદારી
———-
*ચોથા અહેવાલની ભલામણો GARCની વેબસાઈટ https://garcguj.in/resources પર ઉપલબ્ધ*
———–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @ ૨૦૪૭ના સંકલ્પમાં વિકસિત ગુજરાત @ ૨૦૪૭ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢીયાના અધ્યક્ષ પદે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરેલી છે.
આ સંદર્ભમાં GARC દ્વારા અત્યારસુધીમાં રાજ્ય સરકારને ત્રણ ભલામણ અહેવાલો સોંપવામાં આવેલા છે અને તેની કુલ મળીને ૨૫ ભલામણો અમલીકરણના વિવિધ તબક્કામાં છે.
GARC અધ્યક્ષ ડૉ. હસમુખ અઢીયાના દિશાદર્શનમાં ૯ જેટલી ભલામણો સાથે તૈયાર કરવામાં આવેલો ચોથો ભલામણ અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુરુવારે સુપ્રત કરવામાં આવ્યો હતો.
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૪માં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે “અમારી સરકાર પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત બનાવવા અને લોકોના સપનાઓને સાકાર કરવા સતત કાર્યરત રહેશે.” ના કરેલા સંકલ્પને ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગામથી રાજ્ય સુધીના લોકશાહી આધારિત વિકાસ મોડલથી સાકાર કરવાના ઉદ્દેશ્યથી GARCના આ ચોથા ભલામણ અહેવાલમાં વિકેન્દ્રીકૃત આયોજન સંબંધિત ભલામણો કરવામાં આવેલી છે.
આ ચોથા અહેવાલમાં વિકેન્દ્રીત આયોજન અને બજેટ વ્યવસ્થા અંગે જે ઐતિહાસિક ભલામણો કરવામાં આવી છે તેના પરિણામે લોકકેન્દ્રિત વિકાસ, પારદર્શિતા અને જવાબદારીના નવા યુગની શરૂઆત થશે અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્યમાં ગામથી તાલુકા અને જિલ્લાની યોજના પ્રક્રિયા વધુ લોકતાંત્રિક, પ્રતિનિધિત્વ આધારિત અને જનકેન્દ્રિત બનશે તેવી અપેક્ષા આ અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીને GARCનો આ ચોથો અહેવાલ પંચના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ સુપ્રત કર્યો તે અવસરે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ. એસ. રાઠૌર, વહિવટી સુધારણા પ્રભાગના અગ્ર સચિવ શ્રી હારિત શુક્લા, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે અને આયોજન પ્રભાગના સચિવ શ્રીમતી આદ્રા અગ્રવાલ અને GARCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
GARCના આ ચોથા અહેવાલમાં ગુજરાતના આયોજન માળખામાં મૂળભૂત પરિવર્તન લાવતી ભલામણો કરવામાં આવી છે તે રાજ્યના નાગરિકોને સીધો લાભ પહોંચાડનારી છે. આ ભલામણો દ્વારા રાજ્યમાં વિકેન્દ્રિકૃત આયોજનને મજબૂત બનાવવાનું અને ગામડાંઓને વિકાસ પ્રક્રિયાના કેન્દ્રમાં લાવવાનું મહત્વપૂર્ણ કદમ ભરવામા આવ્યુ છે.
આ અહેવાલની મુખ્ય ભલામણોમાં જિલ્લા આયોજનના બજેટમાં આવતા પાંચ વર્ષમાં સાતથી આઠ ગણા જેટલો ધરખમ વધારો, જિલ્લા આયોજન મંડળમાંથી જિલ્લા આયોજન સમિતિ – ચૂંટાયેલા પ્રતિનિધિઓને બહુમતી, આયોજન માટે ફિક્સ કૅલેન્ડર, તાલુકા સ્તરે એકીકૃત સમિતિ અને વિલેજ ડેવલપમેન્ટ પ્લાનનો સમાવેશ થાય છે.
_*જિલ્લા આયોજનના બજેટમાં આવતા પાંચ વર્ષમાં અંદાજે સાતથી આઠ ગણો ધરખમ વધારો:*_
સ્થાનિક સ્તરના પાયાના કડીરૂપ કામો માટેનુ જિલ્લા આયોજન માટેનું જે બજેટ વર્ષોથી સ્થિર રહ્યું છે, તેમાં હવે પંચ દ્વારા આવતા પાંચ વર્ષોમાં વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ કરોડ જેટલી માતબર રકમનો વધારો કરવાની ભલામણ કરવામાં આવેલી છે. બજેટનો વધારો થતા વધુ રસ્તા, વધુ શાળાઓ, વધુ આરોગ્ય સુવિધાઓ અને વધુ રોજગારની તકો ઉભી થશે અને ગ્રામીણ સ્તરના પાયાના લોકોની શાસનમા ભાગીદારી વધશે.
_*જિલ્લા આયોજન મંડળમાંથી જિલ્લા આયોજન સમિતિ – ચૂંટાયેલા પ્રતિનિધિઓને બહુમતી:*_
રાજ્યમાં ૧૯૭૩થી જિલ્લા કક્ષાના આયોજન માટે જિલ્લા આયોજન મંડળ અસ્તિત્વમાં છે. આ જિલ્લા આયોજન મંડળની જગ્યાએ જિલ્લા કક્ષાના તમામ આયોજનની મંજૂરી હવેથી ભારતના બંધારણમાં સૂચવ્યા મુજબની જિલ્લા આયોજન સમિતિ દ્વારા આપવામાં આવે તેવી ભલામણ આ અહેવાલમાં કરવામાં આવી છે.
એટલુ જ નહિ, જિલ્લા આયોજન સમિતિમા જિલ્લા કક્ષાએ ચુંટાયેલા પ્રતિનિધિઓને પ્રાધાન્ય આપીને પંચાયત સ્તરને વધુ સુદ્ર્ઢ બનાવવામાં આવશે તથા જિલ્લા આયોજન સમિતિમાં જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અધ્યક્ષ તર્રીકે યથાવત રહેશે. હવે જિલ્લા સ્તરે યોજનાઓ નક્કી કરવાનો અધિકાર જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં આવશે અને લોકશાહીનો સાચો અર્થ પણ સાકાર થઈ શકશે.
_*આયોજન માટે ફિક્સ કૅલેન્ડર:*_
વિવિધ યોજનાઓ અન્વયેના કામો નક્કી કરવાથી લઇને વહીવટી મંજૂરી તેમજ ટેન્ડરીંગ અને વર્ક ઓર્ડર ઇસ્યુ કરવા માટે પંચ દ્વારા એક ફિક્સ કેલેન્ડરની ભલામણ કરવામાં આવી છે. આ કેલેન્ડર મુજબ આગામી વર્ષની આયોજન પ્રક્રિયા આ વર્ષના જૂન–જુલાઈ મહિનાથી ગામ સ્તરે શરૂ થશે અને તે તમામ વહીવટી પ્રક્રીયાઓ એ રીતે પૂરી કરવામાં આવશે કે આવતા વર્ષના એપ્રિલ મહિનાથી વાસ્તવમાં કામગીરી શરૂ થઇ શકે અને સમયમર્યાદામાં કામ પૂરૂ થઇ શકે. આવા કેલેન્ડરથી આયોજન અને અમલીકરણ નિયત સમયમર્યાદામાં પૂરા થઇ શકશે અને નાણાંનો શ્રેષ્ઠ ઉપયોગ તથા ગુણવત્તાયુક્ત કામ થશે તેવી ભલામણ પણ પંચ દ્વારા કરવામાં આવી છે.
_*તાલુકા સ્તરે એકીકૃત સમિતિ:*_
તાલુકા કક્ષાએ આયોજન મંજૂર કરવા પ્રવર્તમાન સ્થિતિએ એક કરતા વધારે સમિતિઓ અસ્તિત્વમાં છે, તેમાં સરકારની વિવિધ યોજના અન્વયેના કામોને મંજૂરી આપવામાં આવે છે. પરંતુ, આ અલગ અલગ સમિતિઓના કારણે તાલુકા કક્ષાએ ઘણી વાર સંકલનના અભાવે અનેક સમસ્યાઓ ઉપસ્થિત થતી હોય છે.
હવે પંચ દ્વારા તાલુકા કક્ષાએ કોઇ પણ કામની મંજૂરી માટે એક જ સમિતિ “એકીકૃત તાલુકા આયોજન સમિતિ” રહે તે મુજબની ભલામણ કરવામાં આવી છે. આનાથી કામ મંજૂર કરવામા થતો વિલંબ ઘટશે અને ગુંચવણ પણ ઓછી થશે. તાલુકા સ્તરે ઝડપી અને એકીકૃત નિર્ણય લેવાતા દરેક નાગરિકને તેનો સીધો લાભ પણ મળશે.
_*વિલેજ ડેવલપમેન્ટ પ્લાન – નાગરિકોની સીધી ભાગીદારી:*_
દરેક ગામ પોતે Village Development Plan તૈયાર કરશે અને ગ્રામસભા દ્વારા આ વિલેજ ડેવલપમેન્ટ પ્લાનને મંજૂર કરવામાં આવશે. તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ જે કામોનુ આયોજન મંજૂર કરવામાં આવશે તે તમામ આયોજન માટે કામોની પસંદગી આ વિલેજ ડેવલપમેન્ટ પ્લાનમાંથી જ કરવાની રહેશે.
હવે, ગ્રામજનો જાતે નક્કી કરશે કે તેમના વિસ્તારમાં કયા કામો થવા જોઈએ. આમ, ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો પણ હવે વિકાસમા ભાગીદાર પણ બનશે અને ગાંધીજીની સ્વરાજની કલ્પના – “ગામ પોતાનું ભવિષ્ય પોતે નક્કી કરે” – સાચા અર્થમાં સાકાર થશે. આ ઉપરાંત ગ્રામ સ્તરે શિક્ષણ, પીવાનું પાણી, રસ્તા, સ્વાસ્થ્ય કેન્દ્રો જેવી પ્રાથમિક સુવિધાઓ માટે લોકો જાતે જ પ્રાથમિકતાઓ નક્કી કરી શકશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસના સાચા સશક્તિકરણ માટે ગામડા પોતે પોતાના નિર્ણય લે અને પોતાના વિકાસમાં પોતે જ ભાગીદાર બને તે અંગેના આપેલા વિચારથી વિકસિત ભારત ૨૦૪૭માં ગ્રામીણ વિસ્તારોની સક્રિય ભાગીદારી વધારીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાત ૨૦૪૭નું સપનું સાકાર કરવા માટે GARCના આ ચોથા અહેવાલની ભલામણો મજબૂત પાયો પુરો પાડશે અને ગામથી તાલુકા અને જિલ્લામાં લોક કેન્દ્રિત આયોજન રાજ્યના વહિવટને વધુ અસરકારક અને જવાબદાર બનાવશે.
રાજ્યમાં વિકેન્દ્રિત આયોજન વ્યવસ્થા વધુ સંગીન બનાવવા GARCના ચોથા અહેવાલમાં જે અન્ય ભલામણો કરવામાં આવી છે તેમા MLA Local Area Development સિવાયની સા.વ.વિ.(આયોજન) હસ્તકની તમામ યોજનાઓ માટે કામોની પસંદગી માટે હવે એક જ પ્રકિયા અનુસરવાની, ટેકનોલોજી આધારિત ટ્રેકિંગ સિસ્ટમની, વિકાસશીલ તાલુકાના માપદંડો નવેસરથી નક્કી કરવાની અને પર્ફોર્મન્સ આધારિત જવાબદારી વગેરેનો સમાવેશ થાય છે.
GARCના ચોથા અહેવાલની આ ભલામણો GARCની વેબસાઇટ https://garcguj.in/resources ઉપર અપલોડ કરવામાં આવેલી છે.
———
[8/21, 1:39 PM] Dilip Gajjar.Mahiti.Press: 21-08-2025 HON. CM RECEIVES FORTH REPORT FROM GUJARAT ADMINISTRATIVE REFPRMS COMMISSION (garc) PHOTO :https://photos.app.goo.gl/CtBGUt1iuXZMWmTu8
[8/21, 2:11 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાનશ્રીના હસ્તે અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ₹133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ*
*
*પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યારસુધીમાં 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ*
*
*ગાંધીનગર, 21 ઓગસ્ટ:* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદના નિકોલ ખાતેથી તેઓ ₹133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ અમલમાં આવેલા આ પ્રોજેક્ટથી સ્લમ વિસ્તારોમાં રહેતા પરિવારોને આધુનિક સુવિધાઓ સાથે પોતાનાં સપનાનું નવું ઘર મળશે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના થકી લાખો લોકોના જીવનમાં આશાનું નવું કિરણ આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ઇન સિટુ સ્લમ રિ-ડેવેલોપમેન્ટ ઘટક હેઠળ ગુજરાત રાજ્ય સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સ્લમ રિહેબિલિટેશન અને રિ-ડેવલપમેન્ટ પોલીસી-2013 અંતર્ગત અમદાવાદ શહેરના પશ્વિમ ઝોનના સરદાર પટેલ સ્ટેડિયમ વૉર્ડમાં આવેલા રામાપીરના ટેકરાના નામે પ્રચલિત સ્લમ પૈકી સેક્ટર-3માં ₹133.42 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કુલ 1449 આવાસો તથા 130 દુકાનોનું પુનઃવસન કરવાના કામનું લોકાર્પણ થશે.
સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરીએ તો, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત કુલ 7.64 લાખ આવાસોના લક્ષ્યાંક સામે કુલ 9.66 લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર આવાસો પૈકી 9.07 લાખ જેટલા આવાસોનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ગુજરાત ને વર્ષ 2019માં વિવિધ કેટેગરીમાં કુલ 6 અને વર્ષ 2022માં વિવિધ કેટેગરીમાં કુલ 7 એવોર્ડ પ્રાપ્ત થયા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વર્ષ 2016-17થી વર્ષ 2024-25 સુધીમાં ભારત સરકાર દ્વારા 8,43,168 આવાસનો લક્ષ્યાંક મળ્યો છે, તે પૈકી કુલ 6,00,932 આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વર્ષ 2025-26માં સ્પીલ ઓવર આવાસો 2,78,533ના લક્ષ્યાંક સામે 01 એપ્રિલ 2025થી 20 ઓગસ્ટ 2025 સુધીમાં 39,092 આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે 2,39,441 આવાસો પ્રગતિ હેઠળ છે, જે આગામી માર્ચ-2026 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. નાણાકીય વર્ષ 2016-17થી 20 ઓગસ્ટ 2025 સુધીમાં આ યોજના હેઠળ ₹8936.55 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
નાણાકીય વર્ષ 2025-26થી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત લાભાર્થીઓ પૈકી વર્ષ 2024-25ના લક્ષ્યાંક મુજબ તેમજ ભવિષ્યમાં મળનાર લક્ષ્યાંક મુજબના લાભાર્થીઓને આવાસ બાંધકામમાં વધુ મદદરૂપ થવાના ઉમદા ઉદ્દેશથી 100 ટકા રાજ્ય ફાળા અંતર્ગત આવાસના બાંધકામ માટે રૂફ-કાસ્ટ લેવલે રાજ્ય સરકાર દ્વારા ₹50,000ની વધારાની સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 34,759 લાભાર્થીઓને ₹173.80 કરોડની સહાયનો લાભ આપવામાં આવ્યો છે.
*’મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય’ યોજના અંતર્ગત લાભાર્થીઓને અનેક લાભો મળ્યા*
રાજ્ય સરકારની ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના’ અંતર્ગત લાભાર્થીને પ્રથમ હપ્તો મળ્યેથી 6 માસની અંદર આવાસ પૂર્ણ કરવાના કિસ્સામાં લાભાર્થી દીઠ ₹20,000ની વધારાની પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 74,930 લાભાર્થીઓને ₹149.86 કરોડની સહાયનો લાભ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કુટુંબના મહિલા સભ્યોને ધ્યાનમાં રાખીને આવાસની સાથે સાથે બાથરૂમના બાંધકામ માટે લાભાર્થી દીઠ ₹5000ની વધારાની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 82,845 લાભાર્થીઓને ₹41.42 કરોડની સહાયનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત લાભાર્થીને મનરેગા યોજના હેઠળ 90 દિવસની રોજગારી પેટે ₹25,920 મળવાપાત્ર થાય છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય બાંધકામ માટે ₹12,000 મળવાપાત્ર થાય છે. આમ, આ યોજના અંતર્ગત પણ લાભાર્થીને કુલ ₹2,32,920ની સહાય મળવાપાત્ર થાય છે.
*એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ યોજનામાં પ્રોજેક્ટની મંજૂરી મેળવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય*
કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સિસ યોજના અંતર્ગત શહેરી ગરીબો અને કામદારો સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા વર્ષ 2020માં જાહેરાત કરવામાં આવી હતી. એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ(ARHCs) નીતિ જાહેર થયાથી ત્રણ માસમાં જ સુરત શહેરના સુડા વિસ્તારના નિર્માણ પામેલ 393 આવાસોને મોડેલ- 01 અંતર્ગત ભાડાના મકાનમાં રૂપાંતરિત કરી પ્રોજેક્ટની મંજૂરી મેળવનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.
*લાઈટ હાઉસ પ્રોજેક્ટ અમલીકરણમાં દેશભરના 6 રાજ્યો પૈકી ગુજરાતનો સમાવેશ*
ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ (GHTC) અંતર્ગત લાઈટ હાઉસ પ્રોજેક્ટ અમલીકરણ કરવા કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાંથી પસંદ કરવામાં આવેલ 6 રાજ્યો પૈકી ગુજરાતનો સમાવેશ થયો છે. ગુજરાતના રાજકોટ શહેરમાં 1,144 આવાસો ટનલ ફોર્મવર્ક દ્વારા મોનોલિથિક કોંક્રિટ કન્સટ્રક્શન ટેક્નોલૉજીના ઉપયોગથી નિર્માણ કરવામાં આવ્યું છે.
*X-X-X*
[8/21, 4:26 PM] +91 99784 01911: UIDAIએ આધાર-આધારિત ગ્રાહક ચકાસણી માટે સ્ટારલિંકને ઓનબોર્ડ કર્યું
—————-
ભારતનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેની મજબૂતાઈ સાબિત કરે છે કારણ કે આધાર સ્ટારલિંકના સીમલેસ ઓનબોર્ડિંગને સમર્થન આપે છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ પ્રદાતા સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડને ઓનબોર્ડ કર્યું છે.
આ સ્ટારલિંક ગ્રાહક ચકાસણી માટે આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરશે, જે સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે.
સૌથી વિશ્વસનીય ડિજિટલ ઓળખ પ્રણાલીઓમાંની એક એવી આધાર, ખાતરી કરશે કે ગ્રાહકનું ઓનબોર્ડિંગ ઝડપી, કાગળ રહિત અને તમારા ગ્રાહકને જાણો (KYC) ધોરણોનું પાલન કરે છે.
સ્ટારલિંકનું આધાર પ્રમાણીકરણ સાથે ઓનબોર્ડિંગ એક શક્તિશાળી સિનર્જી દર્શાવે છે: ભારતની વિશ્વસનીય ડિજિટલ ઓળખ વૈશ્વિક સેટેલાઇટ ટેકનોલોજી સાથે હાથ મિલાવે છે. આધાર e-KYC વપરાશકર્તાઓના ઓનબોર્ડિંગને વધુ સરળ બનાવશે, ઘર, વ્યવસાય અને સંસ્થાઓને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડતી વખતે નિયમનકારી આવશ્યકતાઓનું પાલન સુનિશ્ચિત કરશે. વપરાશકર્તાઓ દ્વારા આધાર પ્રમાણીકરણ હાલના નિયમો અનુસાર સ્વૈચ્છિક ધોરણે થશે.
ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો, આધાર, જીવનની સરળતા અને વ્યવસાય કરવાની સરળતા માટે ઉત્પ્રેરક રહ્યો છે. આધાર નંબર ધારકો માટે ઉપયોગમાં સરળતા અને સુવિધાને પરિણામે તેનો ફેસ ઓથેન્ટિકેશન સોલ્યુશન હવે ઝડપથી વેગ પકડી રહ્યું છે.
સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડની સબ-ઓથેન્ટિકેશન યુઝર એજન્સી અને સબ-ઇકેવાયસી યુઝર એજન્સી તરીકે નિયુક્ત યુઆઇડીએઆઇના સીઇઓ શ્રી ભુવનેશ કુમાર; યુઆઇડીએઆઇના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી મનીષ ભારદ્વાજ અને સ્ટારલિંક ઇન્ડિયાના ડિરેક્ટર પર્ણિલ ઉર્ધ્વરેશ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
———–
[8/21, 4:41 PM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*કાર્યક્રમ: દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળના તાલીમાર્થીઓ માટે જોબ મેળો અને એલ્યુમિની મીટ*
*મહાનુભાવ*:
– માન. ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
– માન. ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ
*તારીખઃ* ૨૨/૦૮/૨૦૨૫, શુક્રવાર
*સમયઃ* સવારે ૧૧.૧૫ કલાકે
*સ્થળઃ* ટાઉનહોલ, સેક્ટર-૧૭, ગાંધીનગર
આ કાર્યક્રમના કવરેજ માટે મીડિયા મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
*કાર્યક્રમ બાદ સ્વરૂચિ ભોજન સાથે લઈશું.*
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર*
[8/21, 5:02 PM] +91 99784 01911: પ્રેસ નોટ
નવી ગુજરાતી શોર્ટ ફિલ્મ **“થાળી”**ની જાહેરાત – માનનીય પર્યટન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે કરવામાં આવ્યું મુહૂર્ત.
અમદાવાદ, 21 ઑગસ્ટ 2025:
અભિનેતા અને નિર્માતા વિદિત શર્માએ પોતાની નવી ગુજરાતી શોર્ટ ફિલ્મ **“થાળી”**ની જાહેરાત કરી છે. આ ફિલ્મનું શુભ મુહૂર્ત માનનીય પર્યટન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના કરકમલોથી યોજાયું. પ્રસંગે શ્રી કલ્પેશ ભટ્ટ, દિગ્દર્શક ઋશિલ જોશી અને ડીઓપી ધ્રુવ શાહ ઉપસ્થિત રહ્યા.
“થાળી” એ ગુજરાતની સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોને ઉજાગર કરતી હૃદયસ્પર્શી કથા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં દર્શકો સુધી પહોંચશે અને સમાજને સંદેશ આપશે.
> વિદિત શર્મા, નિર્માતા અને મુખ્ય કલાકાર:
“માનનીય મુળુભાઈ બેરા સાહેબના આશીર્વાદથી અમે થાળીની શરૂઆત કરી છે. આ ફિલ્મ સમગ્ર ટીમનો પ્રેમ અને શ્રમ છે, જે ગુજરાતના યુવાનો અને પરિવારોને પ્રેરણા આપશે.”
ફિલ્મ ટીમ
નિર્માતા / મુખ્ય ભૂમિકા: વિદિત શર્મા
દિગ્દર્શક: ઋશિલ જોશી
સ્ટોરી : કલ્પેશ ભટ્ટ
સ્ક્રીનપ્લે : કલ્પેશ ભટ્ટ અને દિપક ભટ્ટ
ડીઓપી: ધ્રુવ શાહ
[8/21, 5:37 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’નું આયોજન : મંત્રી શ્રી હર્ષ સંઘવી*
*ગણેશ ઉત્સવને સુયોગ્ય ધાર્મિક વાતાવરણ પૂરું પાડવા ઉપરાંત આ ઉત્સવને દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય*
*ઓપરેશન સિંદૂર’ના દેશભક્તિ પર આધારિત સુશોભન અને વડાપ્રધાનશ્રીના ‘સ્વદેશી’ના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ એમ બે થીમ આધારે પંડાલની પ્રતિયોગિતા યોજાશે*
*તમામ શહેરો અને જિલ્લાઓમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલો પૈકી પ્રથમ ક્રમને રૂ. ૫ લાખ, દ્વિતીય ક્રમને રૂ.૩ લાખ અને તૃતીય ક્રમને રૂ.૧.૫૦ લાખ પુરસ્કાર અપાશે*
*દેશમાં પ્રથમવાર આ પ્રકારની પહેલ: સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર મૂકવામાં આવશે અને ‘ઓપરેશન સિંદૂર’ જેવી દેશભક્તિની થીમ થકી સૈન્યનું મનોબળ વધુ મજબૂત થશે*
….
રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરીને ચોક્ક્સ થીમ આધારિત ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે.
ગણેશ મહોત્સવ દરમિયાન રાજ્યભરમાં જે પંડાલ તૈયાર કરવામાં આવે છે તેને નિયત થીમ આધારે શ્રેષ્ઠ રીતે તૈયાર કરનાર જૂથને શહેર તથા જિલ્લા કક્ષાની અલગ અલગ ટીમો દ્વારા મૂલ્યાંકન કરી પ્રોત્સાહન આપવામાં આવશે. દેશમાં પ્રથમવાર આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પહેલથી સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર મૂકવામાં આવશે અને ‘ઓપરેશન સિંદૂર’ જેવી દેશભક્તિની થીમ થકી સૈન્યના મનોબળને મજબૂત કરી શકાશે.
મંત્રી શ્રી સંઘવીએ જણાવ્યું કે, આ પ્રતિયોગિતા અંતર્ગત રાજ્યભરમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલોને કુલ રૂ. ૫૨.૫૦ લાખના રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવશે.
*ચાર મહાનગરોમાં પુરસ્કાર:*
* અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરોમાં શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કૃત કરવામાં આવશે.
* પ્રથમ ક્રમ: ₹૫,૦૦,૦૦૦
* દ્વિતીય ક્રમ: ₹૩,૦૦,૦૦૦
* તૃતીય ક્રમ: ₹૧,૫૦,૦૦૦
*૨૯ જિલ્લાઓમાં પુરસ્કાર:*
* ચાર મહાનગરો સિવાયના ૨૯ જિલ્લાઓમાં પણ શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કાર અપાશે.
* પ્રથમ ક્રમ: ₹૫,૦૦,૦૦૦
* દ્વિતીય ક્રમ: ₹૩,૦૦,૦૦૦
* તૃતીય ક્રમ: ₹૧,૫૦,૦૦૦
આ ઉપરાંત, પાંચ પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા પંડાલોને ₹૧,૦૦,૦૦૦/- લેખે આપવામાં આવશે.
શ્રી ગણેશ પંડાલના મૂલ્યાંકન માટે માપદંડ નિયત કરવામાં આવ્યા છે.
* ગણેશ પંડાલના મંડપનું સુશોભન અને સામાજિક સંદેશ
* ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની પસંદગી
* ‘ઓપરેશન સિંદૂર’ અને સ્વદેશી વસ્તુઓની થીમ
* પંડાલનું સ્થળ (ટ્રાફિક કે લોકોને અડચણ ન થાય)
* સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી
* પંડાલ દ્વારા થતી અન્ય પ્રવૃત્તિઓ
*મૂલ્યાંકન સમિતિ:*
* ચાર મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવશે.
* અન્ય ૨૯ જિલ્લાઓમાં કલેક્ટરના અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવશે.
*સ્પર્ધામાં ભાગ લેવા માટે:*
ગણેશ પંડાલના આયોજકોએ નિયત ફોર્મ દરેક જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી મેળવી, સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.
*આ વર્ષની થીમ*:
* થીમ-૧: ‘ઓપરેશન સિંદૂર’ના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને દેશભક્તિ પર આધારિત સુશોભન.
* થીમ-૨: વડાપ્રધાનશ્રીના ‘સ્વદેશી’ના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે લોકજાગૃતિ ફેલાવવી.
આ પ્રતિયોગિતા દ્વારા સરકારનો ઉદ્દેશ્ય ગણેશ ઉત્સવને ધાર્મિક સુયોગ્ય વાતાવરણ પૂરું પાડવા ઉપરાંત આ ઉત્સવને દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવાનો છે.
…
[8/21, 6:36 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રાકૃતિક કૃષિ સંદર્ભે રાજ્યભરમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને હાલોલ ખાતે રાજ્ય કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ*
***********
*:: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ::*
• *”પ્રાકૃતિક ખેતી આજના સમયમાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે”*
• *”પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવો એ આપણા સૌની સામૂહિક જવાબદારી”*
• *”પ્રાકૃતિક ખેતીના મિશનને સફળ બનાવવું સમયની માંગ છે”*
• *”પ્રાકૃતિક ખેતી અપનાવવાથી પર્યાવરણની ગુણવત્તા સુધરે છે, જન આરોગ્ય વધુ સારું બને છે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે”*
**********
*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરીને પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય ‘મિશન’ બનાવી દીધું છે, જેનુ નેતૃત્વ ગુજરાતે કરવાનું છે*
**********
*રાજ્ય કક્ષાની સમીક્ષા બેઠકમાં રાજ્ય અને જિલ્લાના કૃષિ સંલગ્ન વિભાગો, યુનિવર્સિટીઓ અને સંસ્થાનોના વરિષ્ઠ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા*
**********
પંચમહાલ, ગુરૂવાર :: ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે રાજ્યભરમાં થઈ રહેલી કામગીરી અને પરિસ્થિતિની સમીક્ષા કરવા તથા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અર્થે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, “પ્રાકૃતિક ખેતી આજના સમયમાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. આ પદ્ધતિ દ્વારા ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે છે અને સાથે સાથે સમાજની તંદુરસ્તી જાળવી શકે છે.
રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જો લોકોમાં એ વિશ્વાસ જાગે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતી પેદાશો ઝેર-મુક્ત છે, તો તેઓ આવી ચીજવસ્તુઓ ખરીદવા માટે વધુ પૈસા આપવા પણ તૈયાર થાય છે. તેમણે પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન આપવા માટે દરેક જિલ્લામાં વેચાણ કેન્દ્રો સ્થાપવા પર પણ ભાર મૂક્યો હતો. આ પગલાંથી ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળશે અને ગ્રાહકોને શુદ્ધ અને સ્વસ્થ આહાર પ્રાપ્ત થશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના થતા સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો ફેલાવો થશે. આ મિશનમાં ગુજરાતને વિશેષ ભૂમિકા ભજવવાની છે અને આ મિશનનું નેતૃત્વ કરવાનુ છે.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતી ફક્ત ખેડૂતો માટે જ નહીં, પરંતુ સમાજ અને આપણી ભાવિ પેઢી માટે પણ અત્યંત ફાયદાકારક છે. આ પદ્ધતિથી ઉગાડવામાં આવતું અનાજ અને અન્ય ઉત્પાદનો ઝેર-મુક્ત હોવાથી સૌને આરોગ્યપ્રદ અન્ન મળી રહે છે. આથી, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવો એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. તેમણે આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે સમજાવ્યું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી પર્યાવરણની ગુણવત્તા સુધરે છે, જન આરોગ્ય વધુ સારું બને છે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે.
પ્રાકૃતિક ખેતીના મિશનને સફળ બનાવવું એ સમયની માંગ છે તેમ કહી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકમાં ખેડૂતો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે, જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તે પોતાનો ખેતી વિસ્તાર વધારે તેમ જણાવી તેમણે પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને અસરકારકતા વધારવા ઉપરાંત પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ માટેની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ માટે અનિવાર્ય એવી દેશી ગાયોની સંખ્યામાં વધારો કરવા અને તેમની નસલમાં સુધારો કરવા માટે પણ સૂચનો આપ્યા હતા. તેમણે પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છતા ખેડૂતોને ગોબર-ગૌમૂત્ર, જીવામૃત-ઘનજીવામૃત, બીજામૃત જેવી પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી સામગ્રી સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવા જણાવ્યુ હતુ. તેમણે ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓને પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં સતત સંશોધનો કરવા અને તેના પરિણામો ખેડૂતો સુધી પહોંચાડવા માટે પણ માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. સી.કે. ટિમ્બડિયાએ બેઠકની શરૂઆતમાં રાજ્યપાલશ્રીને યુનિવર્સિટી કેમ્પસમાં કરવામાં આવેલી કામગીરી તેમજ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે પ્રાપ્ત થયેલી સફળતાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ-પ્રતિનિધિશ્રીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, કૃષિ-આત્મા વિભાગના અધિકારીઓ અને પ્રતિનિધિશ્રીઓએ તેમના દ્વારા પ્રાકૃતિક ખેતી માટે કરવામાં આવી રહેલી કામગીરીની પ્રગતિથી રાજ્યપાલશ્રીને અવગત કર્યા હતા અને આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ કઈ રીતે વધી શકે તે બાબતે માર્ગદર્શન મેળવ્યું હતું.
આ પ્રસંગે, રાજ્યપાલશ્રીના હસ્તે યુનિવર્સિટીના દ્વિવાર્ષિક અહેવાલનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં યુનિવર્સિટીની છેલ્લા બે વર્ષની સિદ્ધિઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડૉ.અંજુ શર્મા સહિત કૃષિ, આત્મા, પશુપાલન, આદિજાતિ વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, વિવિધ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી(ઈ.ચા)શ્રી ડી.એમ.દેસાઈ, પ્રોબેશનર આઈએએસ કુ.અંજલી ઠાકુર, આસિટન્ટ કલેકટર અને હાલોલ પ્રાંત અધિકારીશ્રી ઈ.સુસ્મીતા સહિત જિલ્લાના અધિકારીઓ સહિત યુનિવર્સિટીના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.
[8/21, 7:17 PM] Dilip Gajjar.Mahiti.Press: *સ્વદેશીપણું એ આત્મનિર્ભરતાનું જનક છે: ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
……..
*નાગરિકો પોતાની ખરીદીમાં સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપે- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
……..
*ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રાયોજિત “સ્વદેશી અર્થતંત્રની રાષ્ટ્રવાદી વૈશ્વિકતા” સેમિનારમાં મંત્રીશ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ*
…….
ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત “સ્વદેશી અર્થતંત્રની રાષ્ટ્રવાદી વૈશ્વિકતા” વિષય પરના સેમિનારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગે ભારત માટે આગામી સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વદેશીપણું એ આત્મનિર્ભરતાનું જનક છે.
મંત્રીશ્રીએ ઇતિહાસના પ્રસંગો ટાંકીને કહ્યું કે અંગ્રેજો ભારતમાંથી કાચો માલ લઈ જઈને તેને વિદેશમાં તૈયાર માલ તરીકે વેચતા હતા, જેના કારણે ભારતની ધન-સંપત્તિ વિદેશમાં ખેંચાઈ ગઈ હતી. આના જવાબમાં 1905માં લોકમાન્ય ટિળક જેવા ક્રાંતિવીરોએ સ્વદેશીનો વિચાર આપ્યો. મહાત્મા ગાંધીએ આ વિચારને દેશભરમાં ફેલાવ્યો અને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે જાગૃતિ ફેલાવી.
*શ્રી પટેલે આત્મનિર્ભર ભારતના સંકલ્પ પર ભાર મૂકતા જણાવ્યું કે, આજે આપણા દેશના શ્રમિકો, કારીગરો અને વૈજ્ઞાનિકો દરેક પ્રકારના ઉત્પાદન માટે સંપૂર્ણપણે સક્ષમ છે. તેમણે કહ્યું કે ભારત હવે વૈશ્વિક બજારનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે અને આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ‘યુગાનુકૂલ ભારત’ના વિચારને અમલમાં મૂકવો પડશે.*
*તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે વિદેશી FMCG કંપનીઓ ભારતના પૈસા વિદેશમાં લઈ જાય છે. ભારત આજે દવાઓ, રસીઓ અને તબીબી ઉપકરણો સહિત દરેક વસ્તુનું ઉત્પાદન અને નિકાસ કરવા માટે સક્ષમ છે.*
*મંત્રીશ્રીએ યુવાનોને અપીલ કરતા કહ્યું કે તેઓ પોતાની ખરીદીમાં સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપે. તેમણે બહેનો અને દીકરીઓને સૌંદર્ય પ્રસાધનો ખરીદતી વખતે હર્બલ, આયુર્વેદિક અને સ્વદેશી ઉત્પાદનો પસંદ કરવાનું સૂચન કર્યું.*
મંત્રીશ્રીએ ભારપૂર્વક કહ્યું કે ભારત પર કોઈની જોહુકમી ચાલી નથી અને ચાલશે પણ નહીં. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતના યુવાનો 2047 પહેલા વિકસિત અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરશે.
આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. નીરજા ગુપ્તાએ જણાવ્યું કે સ્વદેશી માત્ર એક વિચાર નહીં, પરંતુ એક વ્યવહાર છે. પડકારજનક પરિસ્થિતિઓમાં વિદેશી વસ્તુઓને છોડીને, આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવું જોઈએ.
શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનૈના તોમરે જણાવ્યું કે ભારત યુવાનોનો દેશ છે, જે ઉત્પાદન ક્ષેત્રે મોટું યોગદાન આપી શકે છે. કોરોના મહામારી દરમિયાન ભારતે PPE કિટ જેવી વસ્તુઓનું ઉત્પાદન શરૂ કરીને નિકાસ કરવાનું શરૂ કર્યું અને આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ બન્યો છે.
આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના કમિશનર શ્રી દિલીપ રાણા, યુનિવર્સિટીના કુલસચિવ શ્રી પીયૂષ પટેલ અને મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
………………………………………………..
*અખબારી યાદી*
****
*ગુજરાત યુનિવર્સિટી પર લગાવાયેલા આરોપો સંદર્ભે કુલપતિ શ્રી ડો. નીરજા ગુપ્તાએ પ્રેસ બ્રિફિંગ દ્વારા સ્પષ્ટતા રજૂ કરી*
****
*કાર્યકારી રજીસ્ટ્રાર શ્રી પિયુષ પટેલ પણ પ્રેસ બ્રિફિંગમાં ઉપસ્થિત રહ્યા*
****
તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી પર NSUI દ્વારા લગાવવામાં આવેલા વિવિધ આરોપો સંદર્ભે કુલપતિ શ્રી ડો. નીરજા ગુપ્તા અને કાર્યકારી રજીસ્ટ્રારશ્રી પિયુષ પટેલે આજે પ્રેસ બ્રિફિંગ યોજીને તમામ આરોપો બાબતે સ્પષ્ટતા રજૂ કરી હતી. તેમણે એક પછી એક તમામ આરોપો સામે યુનિવર્સિટીનો પક્ષ રાખીને જે તે મુદ્દા સંદર્ભે કરવામાં આવેલી કાર્યવાહી, તપાસ, સ્પષ્ટતા સહિતની માહિતી પુરાવા સાથે રજૂ કરીને તમામ આરોપોનું ખંડન કર્યું હતું.
એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય શ્રી શ્વેતલ સુતરીયા પર HRDC ડિરેક્ટર પાસેથી પૈસાની માંગણી અંગેના આરોપો અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી નહીં તેવી રજૂઆત સંદર્ભે સ્પષ્ટતા કરતા કુલપતિશ્રીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા ઝડપથી આ બાબતે તપાસ હાથ ધરીને તમામ બાબતોની ખરાઈ કરીને શ્રી શ્વેતલ સુતરીયાને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાંથી રાજીનામું આપવા માટે જણાવાયું હતું અને તેમને પાંચમી ઓગસ્ટના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા.
બ્લાઇન્ડ્સ મેન્સ એસોસિએશન પાસે આવેલી કન્વેન્શન સેન્ટરની જમીન ખાનગી પક્ષને વેચી દેવા બાબતના આરોપો સંદર્ભે કુલપતિશ્રીએ જણાવ્યું હતું કે સદર જમીન પાર્ટીને ભાડા પેટે આપવામાં આવી હતી, જેને 15મી ઓગસ્ટના રોજ અંતિમ મંજૂરી દ્વારા હેન્ડ ઓવર કરવાની હતી, પરંતુ તે પહેલા જ પાર્ટી દ્વારા પરવાનગી વિના બાંધકામ શરૂ કરાયાનું યુનિવર્સિટીના ધ્યાને આવતા 11 ઓગસ્ટના રોજ ઓફિશિયલ લેટર ઇસ્યુ કરીને આ મંજૂરી રદ કરવામાં આવી હતી અને પાર્ટીને એડવાન્સ રકમ પરત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
૧૫૦ કરોડ રૂપિયાના GSFSની FD રિડીમ કરીને તેનો ઉપયોગ કરવામાં આવ્યો એ સંદર્ભના આરોપોનું ખંડન કરતા કુલપતિશ્રીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા આ પ્રકારની કોઈ પણ ફિક્સ ડિપોઝિટ ઉપયોગમાં લેવાઈ નથી. રાજ્ય સરકાર દ્વારા દર ત્રણ મહિને યુનિવર્સિટીને બ્લોક ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જેની એફડી(FD) થાય છે અને આ બ્લોક ગ્રાન્ટને જરૂરિયાત મુજબ FDમાંથી ડાયલ્યૂટ કરીને વાપરવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું હતું.
રાઇફલ શૂટિંગ રેન્જ કોઈપણ પ્રક્રિયા વિના સિન્ડિકેટ સભ્ય શ્રી આશિષ અમીનને સોંપવામાં આવી છે એ બાબતના આરોપનું ખંડન કરતાં કુલપતિશ્રીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા આ બાબતે ત્રણ વખત ઓલ ઇન્ડિયા લેવલ પર EOI(Expression of Interes) પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને ત્રીજી વખત અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રાયફલ એસોસિએશને એકમાત્ર બિડર તરીકે બીડને ક્વોલિફાઇ કરી હતી. શ્રી આશિષ અમીનની આ વ્યક્તિગત પણે કરવામાં આવેલી બીડ નહોતી. હજુ સુધી બોલી લગાવનારને સોંપણી કરવામાં આવી નથી, પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી. એટલું જ નહીં, શ્રી આશિષ અમીન પાસેથી પણ બાંહેધરી લેવામાં આવી છે કે આગામી સમયમાં તેઓ સિન્ડિકેટ સભ્ય અથવા રાયફલ એસોસિએશન બેમાંથી એક જ સંસ્થાના સભ્ય તરીકે ચાલુ રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.
ટેનિસ એકેડમી અને બેડમિન્ટન કોર્ટ ખાનગી પક્ષો દ્વારા ચલાવવામાં આવે છે તેવા આરોપો સંદર્ભે કુલપતિશ્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અંતર્ગત કરવામાં આવતી યોગ્ય પ્રક્રિયા બાદ નિયમો અનુસારની પ્રક્રિયા દ્વારા જ આ કેન્દ્રો ચલાવવા માટે એજન્સીઓની ઓળખ કરવામાં આવી છે. આ ઉપરાંત, આ એજન્સીઓ યુનિવર્સિટી વતી જ આ કોર્ટ ચલાવે છે. દર મહિને તમામ આવક યુનિવર્સિટીના ખાતામાં જમા થાય છે, જેમાંથી એજન્સીને તેમના બીલો ચૂકવવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું હતું.
નિમણૂકોમાં વિસંગતતા અથવા અનિયમિતતાના આરોપો સંદર્ભે વિગતો આપતા કુલપતિશ્રીએ જણાવ્યું હતું કે કોઈપણ પદ પર કાયમી નિમણૂક કરવામાં આવી નથી. યુનિવર્સિટી દ્વારા બધી કરાર આધારિત અને કામચલાઉ નિમણૂકો પણ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા યોગ્ય પ્રક્રિયા પછી જ કરવામાં આવે છે. સાથે જ, છેલ્લા તમામ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના બધા જ મિનિટ્સ નિયમિતપણે વેબસાઈટ ઉપર પણ પ્રકાશિત કરવામાં આવે છે અને હકીકતો ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મંજૂરી વિના એક પણ વ્યક્તિની નિમણૂક કરાર આધારિત કરવામાં આવી નથી એમ તેમણે ઉમેર્યું હતું. EMRC સહિત યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં નિમણૂકો અંગે લગાવવામાં આવેલા આરોપો સંદર્ભે કુલપતિશ્રીએ વિગતવાર દરેક વિભાગમાં કરવામાં આવેલી નિમણૂકો બાબતે પુરાવા સહિત સ્પષ્ટતા રજૂ કરી હતી.
EMRC ડિરેક્ટરની નિમણૂક VC દ્વારા કરવામાં આવી છે અને તેમને બે પગાર ચૂકવવામાં આવે છે એ સંદર્ભના આરોપો બાબતે કુલપતિશ્રીએ જણાવ્યું હતું કે ૨૦૦૬થી EMRC ડિરેક્ટરોની નિમણૂક VC દ્વારા ફક્ત ઈન-ચાર્જ ધોરણે કરવામાં આવે છે કારણ કે ત્યાં કોઈ કાયમી ડિરેક્ટર નથી. UGC માર્ગદર્શિકા મુજબ વર્તમાન ડિરેક્ટર પ્રેક્ટિસના પ્રોફેસર છે અને સીધા મીડિયા ક્ષેત્રના છે તેથી તેમને ચાર્જ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, બધા ઇન્ચાર્જ ડિરેક્ટરોને ૨૦૦૬થી ચાર્જ ભથ્થું ચૂકવવામાં આવે છે, જે માસિક રૂ. ૪૪૦૦/- છે. જ્યારે ડિરેક્ટરનો પગાર UGC/CEC દ્વારા પે મેટ્રિક્સ ૧૪ મુજબ નક્કી કરવામાં આવે છે, જે પ્રોફેસર ગ્રેડની સમકક્ષ છે. EMRC દ્વારા અગાઉના ઇન્ચાર્જ ડિરેક્ટરોને ચાર્જ ભથ્થું ચૂકવવામાં આવ્યું છે.
GUSECના CEOને 5 લાખ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે તે સંદર્ભના આરોપો બાબતે સ્પષ્ટતા આપતા કુલપતિશ્રીએ જણાવ્યું હતું કે રેફર કરાયેલ વ્યક્તિ ફક્ત GUSEC માટે CEO નથી. GUSEC અંતર્ગત 6 સેક્શનમાં 8 કંપનીઓ છે અને તેમને 6 કંપનીઓ માટે ગ્રુપ CEOનો પગાર 83,330 રૂપિયામાં ચૂકવવામાં આવે છે. અગાઉ પ્રતિ કંપની પગાર 1,00,000 રૂપિયા હતો. નિમણૂક નીતિ આયોગના સ્ટાર્ટ અપ વિભાગ અનુસાર તેમના નિર્દેશો હેઠળ કરવામાં આવે છે જ્યાં નીતિ આયોગ સલાહકારનો ભાગ છે. કંપની બોર્ડે કંપની કાયદા મુજબની બધી કાર્યવાહીને મંજૂરી આપી છે.
આમ, NSUI દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો બાબતે કુલપતિશ્રી અને કાર્યકારી રજીસ્ટ્રારશ્રીએ તથ્યો આધારિત સ્પષ્ટતા રજૂ કરીને આરોપોનું ખંડન કર્યું હતું.
***************************
દિલ્હીના CM રેખા ગુપ્તા પર જનસુનાવણી દરમિયાન હુમલો!
પથ્થર જેવી વસ્તુઓ મુખ્યમંત્રી પર ફેંકાઈ
જનસુનાવણી દરમિયાન બની હુમલાની ઘટના
..
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને રાજકોટના 41 વર્ષના રાજેશ ખિમજી સાકરિયાએ હુમલો કર્યો હતો
આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આરોપીએ મુખ્યમંત્રી રેખા ગુપ્તાને થપ્પડ મારી હતી.
મણીનગર સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલો
જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ શાળા સંચાલકોને ફટકારી નોટીસ
ઘટના અંગે શાળા સંચાલકોને ડી.ઈ.ઓ કચેરીએ ખુલાસો કરવા જણાવ્યું
શાળાઓમાં થતી આવે હિંસક ઘટનાને કારણે અન્ય બાળકોમાં ભાઈનો માહોલ ફેલાય છે
સમગ્ર ઘટના અંગે તાત્કાલિક ફુલાસો કરવા નોટિસ ફટકારી
પોલીસ તપાસ દરમિયાન શાળા સંચાલકોની બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે
સમગ્ર ઘટનાનો અહેવાલ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યો છે
આવી ઘટનાઓ અન્ય શાળાઓમાં ન બને તે માટે શાળા સંચાલકોને જરૂરી સૂચના આપવામાં આવી છે
હાલની સ્થિતિ જોતા સેવનથ ડે સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઈ શકે તેવી સંભાવના નથી
તેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં તે માટે ઓનલાઈન વ્યવસ્થા કરાવવામાં આવશે
બાઈટ – રોહિત ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી, અમદાવાદ શહેર,……..
*ગારીયાધાર : વાવડી ગામ પાસે આવેલ નદીમાં ફસાયેલા 3 યુવકો ને બચાવી લેવામાં આવ્યા*
વાવડી ગામના લોકો ટ્રેકટર અને રસી વડે નદીમાં ફસાયેલા
3 યુવકો નદીમાં ફસાયા હતા ગામ લોકો દેવદૂત બન્યા.
[ લાંચનુ સફળ છટકુ
ફરીયાદી : એક જાગૃત નાગરીક
આરોપી :
(૧) ડી.વાય.એસ.પી. નીકીતા શીરોયા, એસ.સી.એસ.ટી.સેલની
જી.વ્યારા-તાપી.
(૨) હે.કો. નરેન્દ્રભાઇ રમણભાઇ ગામીત, એસ.સી.એસ.ટી.સેલ , જી.વ્યારા-તાપી.
ટ્રેપની તારીખ : ૨૦/૦૮/૨૦૨૫
લાંચની માગણી રકમ. ૧,૫૦,૦૦૦/-
ટ્રેપનુ સ્થળ : કાકરાપાળ પોલીસ સ્ટેશન નજીક એલ. એન્ડ ટી કોલોની બહાર જાહેર રસ્તા ઉપર.
ટુંક વિગત : આ કામના ફરીયાદી તથા તેમના કુટુંબીજનો તથા તેમના બે મિત્રો એમ કુલ-૮ જણા વિરૂધ્ધ કાકરાપારપોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એક્ટ તથા દહેજ પ્રતિબંધક ધારા મુજબનો ગુનો દાખલ થયેલ છે. તેની તપાસ આરોપી નં.૧ નાઓ કરી રહેલ છે. અને આરોપી નં.૨ તેમના રાઇટર તરીકે ફરજ બજાવે છે.
આ ગુનામાં ફરીયાદીના મિત્રો અને કૂટુંબીજનોને એરેસ્ટ નહી કરવાના બદલામાં અને હેરાનગતી નહી કરવાના બદલામાં બંન્ને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં સૌપ્રથમ ફરીયાદી પાસે રૂ,૪,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ હતી પરંતુ રકઝકના અંતે રૂ.૧,૫૦,૦૦૦/- આપવાનુ નક્કી થયેલ હતુ.
પરંતુ ફરીયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોઇ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતાં આજરોજ લાંચનુ છટકુ ગોઠવવામાં આવેલ હતું, અને છટકા દરમ્યાન આરોપી નં.૦૨ ફરીયાદીના રહેણાંક વાળી એલ એન્ડ ટી કોલોની બહાર જાહેર રસ્તા ઉપર ખાનગી ગાડી લઈ ને લાંચના નાણા લેવા આવેલ હતા. પરંતુ આરોપીને શંકા જતાં લાંચના નાણા સ્વીકાર્યા વગર જ પોતાની ખાનગી ગાડી લઈને ભાગી જઈ ગુનો કર્યા બાબત.
ટ્રેપીંગ અધિકારી : એસ.એન.બારોટ, પોલીસ ઇન્સપેક્ટર, એ.સી.બી. ફીલ્ડ-૩(ઇન્ટે.વીંગ), ગુ.રા., અમદાવાદ
મદદમાં : ડી.બી.મહેતા, પોલીસ ઇન્સપેક્ટર, એ.સી.બી. ફીલ્ડ-૩(ઇન્ટે.વીંગ), ગુ.રા., અમદાવાદ
સુપરવિઝન અધિકારી :
એ.વી.પટેલ,
મદદનીશ નિયામક, એ.સી.બી. ફીલ્ડ-૩(ઇન્ટે.વીંગ), ગુ.રા., અમદાવાદ
*GST में होगा बड़ा बदलाव, 12%, 28% स्लैब को खत्म करने की सिफारिश, GoM ने केंद्र का प्रस्ताव किया स्वीकार*
*1* मानसून सत्र- ऑनलाइन गेमिंग बिल राज्यसभा में भी पास, लोकसभा में 120 घंटे की जगह 37 घंटे ही चर्चा हो सकी; 12 बिल पास हुए
*2* संसद ने ऑनलाइन गेमिंग को बैन करने वाले विधेयक को दी मंजूरी, जेल और 2 करोड़ रुपये तक के जुर्माने का प्रावधान
*3* लोकसभा अनिश्चितकाल के लिए स्थगित, हंगामा कर रहे सांसदों पर बिगड़े स्पीकर ओम बिरला, पीएम मोदी भी थे मौजूद
*4* उपराष्ट्रपति पद के लिए बी सुदर्शन रेड्डी ने किया नामांकन, इंडिया गठबंधन के उम्मीदवार संग दिखे सोनिया-राहुल
*5* भारत आज भी अंतरिक्ष से सारे जहां से अच्छा दिखता है’, ISS से लौटने के बाद शुभांशु शुक्ला ने पहली बार शेयर किया अनुभव
*6* कांग्रेस के वरिष्ठ नेता और बाड़मेर-जैसलमेर के पूर्व सांसद कर्नल सोनाराम चौधरी का बुधवार देर रात दिल्ली में निधन हो गया। वह 80 साल के थे और पिछले कुछ समय से बीमारी से पीड़ित थे।बता दें कि पूर्व सैन्य अधिकारी कर्नल सोनाराम चौधरी ने बाड़मेर-जैसलमेर लोकसभा क्षेत्र का चार बार प्रतिनिधित्व किया। वहीं, वह राजस्थान विधानसभा में विधायक भी थे।
*7* हमले के बाद दिल्ली CM रेखा गुप्ता को Z सिक्योरिटी, 20+ हथियारबंद CRPF जवान 24 घंटे तैनात रहेंगे, कल जनसुनवाई के दौरान हमला हुआ था
*8* गोवा में सावंत कैबिनेट में बदलाव, पूर्व CM दिगंबर कामत और विधानसभा स्पीकर रमेश तावड़कर ने मंत्री पद की शपथ ली
*9* हैदराबाद के एक घर में 5 लोगों के शव मिले; मृतकों में पति-पत्नी, बेटी-दामाद और पोती शामिल
*10* मुंबई में गुरुवार सुबह बारिश से राहत मिली। इस दौरान शहर के कुछ हिस्सों में लगभग एक हफ्ते बाद धूप खिली। बुधवार से महानगर में बारिश में काफी कमी आई है और रात में कोई बारिश नहीं हुई
*11* रुद्रप्रयाग में लैंडस्लाइड, बद्रीनाथ-गंगोत्री हाईवे बंद, ताजमहल तक पहुंची यमुना, पोरबंदर में घर डूबे; हिमाचल में अब तक 145 मौतें
*12* बढ़त के साथ बंद हुआ शेयर बाजार सेंसेक्स निफ्टी दोनों हरे निशान पर बंद
*13* GST के 5% और 18% स्लैब को GoM की मंजूरी, 4 की जगह 2 स्लैब होंगे, इससे रोजाना इस्तेमाल वाली चीजें सस्ती होंगी
*14* निक्की हेली बोलीं- भारत से रिश्ते बिगाड़ना बड़ी गलती, ट्रम्प को चेताया- भरोसा टूटा तो 25 साल की मेहनत खराब होगी
*15* अमेरिका के मशहूर जज फ्रैंक कैप्रियो का निधन, माता-पिता का केस सुनने के लिए बच्चों को बुलाते थे; दयालु जज के नाम से फेमस हुए
દિલ્હી મુખ્યમંત્રી પરના હુમલા બાદ દિલ્હી પોલીસ કમિશનર હટાવાયા .
નવા પોલીસ કમિશનર તરીકે સતીશ ગોલચા ની નિયુક્તી. સુત્રો
અમદાવાદ બાદ મહીસાગરમાં વિદ્યાર્થીને ચકકાના ઘા માર્યા.બાલાસિનોર નગરના તળાવ દરવાજા ખાતે વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને ચકકાના ઘા માર્યા
હુમલામાં ઘવાયેલ વિદ્યાર્થીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
આપની આસપાસ બનતી ઘટનાના સમાચારો વિડિયો અને ફોટાઓ અમોને અમારા રબારી માધ્યમ તેમજ ચેનલમાં પ્રસિદ્ધ કરવા અમારા whatsup નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીંયા કોઈપણ સમાચારો વીડિયો અને ફોટાઓ માત્ર જેમ જાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ માદા જનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે. તંત્રી:પ્રદીપ રાવલ(9824653073)
