20/21 ઓગસ્ટ.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ,જન ફરિયાદ સાપ્તાહિક જુવો (ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)janfariyadnews youtube channel links જૂવો

 

21 Ng pdf (1)

jan fariyad</strong></em></p> <p> </p> <p><em><strong> pdf (2) 20 Ng pdf (3)

 

(ગુજરાત માહિતી ખાતાના સમાચારો)

[8/19, 10:48 AM] Dilip Gajjar.Mahiti.Press: *‘વન મહોત્સવ-૨૦૨૫’*
————-
*‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાત ૦૬ કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં ત્રીજા ક્રમે : વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા*
………………………….
*આગામી સમયમાં આ અભિયાન હેઠળ કુલ ૧૦ કરોડથી વધુ વૃક્ષારોપણનો લક્ષ્યાંક સિદ્ધ કરાશે*
………………………….
 અંદાજે ૬૧ લાખથી વધુ વૃક્ષારોપણ સાથે સરહદી એવો બનાસકાંઠા જિલ્લો અગ્રેસર
 સૌથી વધુ ૩૨ કરોડ વૃક્ષારોપણ સાથે ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે
 અભિયાન હેઠળ ભારતે અત્યાર સુધીમાં કુલ ૬૨ કરોડથી વધુ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ સ્થાપ્યો
………………………….
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં તા. ૦૪ જૂન થી ૧૮ ઓગષ્ટ-૨૦૨૫ સુધીમાં ત્રીજા નંબરે સૌથી વધુ ૬.૦૫ કરોડથી વધુ વૃક્ષારોપણ કરી રાજ્યના ગ્રીન કવરમાં વધારો કરવા નવો કીર્તિમાન-રેકોર્ડ સ્થાપ્યો છે. જ્યારે વસ્તી-વિસ્તારના સાપેક્ષમાં ઉત્તરપ્રદેશ ૩૨.૫૧ કરોડ વૃક્ષારોપણ સાથે દેશમાં પ્રથમ જ્યારે ૦૮ કરોડ સાથે રાજસ્થાન બીજા ક્રમે છે. આગામી સમયમાં સૌના સાથ સહકારથી આ અભિયાન હેઠળ કુલ ૧૦ કરોડથી વધુ વૃક્ષારોપણનો લક્ષ્યાંક સિદ્ધ કરવાનું ગુજરાત સરકારનું આયોજન છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.

પ્રકૃતિની સાથે પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનમાં દેશમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. વૃક્ષો થકી પર્યાવરણના જતન માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગત વર્ષ ૨૦૨૪માં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તા. ૫ જૂન નિમિતે ‘એક પેડ મા કે નામ’ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રથમવાર શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે સાચા અર્થમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ ‘જન અભિયાન’ પ્રસ્થાપિત થયું છે. ગુજરાતમાં પણ પર્યાવરણની જાળવણી માટે દર વર્ષે ચોમાસાની ઋતુમાં વિવિધ સ્થળોએ રાજ્ય સરકાર દ્વારા ‘વન મહોત્સવ’નું આયોજન કરવામાં આવે છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

વન મંત્રી શ્રી મુળુભાઇએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વાવવામાં આવેલા વૃક્ષો આગામી સમયમાં દેશભરની માનવ જીવન-વન્યજીવ સૃષ્ટિના રહેઠાણ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ સાથે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ જૂન થી ઓગષ્ટ-૨૦૨૫ દરમિયાન આજ સુધીમાં દેશના ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મળીને કુલ ૬૨ કરોડથી વધુ વૃક્ષો વાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે પર્યાવરણ ક્ષેત્રે ભારતે નવો રેકોર્ડ સ્થાપ્યો છે.

વન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના પર્યાવરણલક્ષી ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો ગુજરાતમાં સૌ પ્રથમ ગાંધીનગરથી પોતાના માતાના નામે એક વૃક્ષ વાવીને પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનમાં સહભાગી થઈને ગુજરાતના મંત્રી મંડળના સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, શૈક્ષણિક-સ્વૈચ્છિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમી નાગરિકોએ પોતાની માતાની યાદમાં એક વૃક્ષ વાવીને તેને ઉછેરવાની કાળજી લઈ રહ્યા છે.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, આ જન અભિયાનના પરિણામ સ્વરૂપે ગુજરાત આજે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન બાદ સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે છે પરંતુ વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ઉત્તરપ્રદેશ દેશમાં સૌથી વધુ અંદાજે ૧૯.૯૮ કરોડની વસ્તી ઉપરાંત ૨,૪૦,૯૨૮ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતું રાજ્ય છે. જેની તુલનામાં ગુજરાત અંદાજે ૬ કરોડથી વધુ વસ્તી તેમજ ૧,૯૬,૦૨૪ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે તે જોતા ગુજરાત વૃક્ષારોપણમાં દેશના અગ્રેસર રાજ્યોમાંથી એક છે તેમ કહી શકાય. આ સિદ્ધિ સૌ પર્યાવરણ પ્રેમી ગુજરાતીઓને આભારી છે તેમ જણાવી મંત્રીશ્રીએ આ અભિયાનમાં વધુમાં વધુ પર્યાવરણ પ્રેમી નાગરિકોને સહભાગી થવા આહ્વાન કયું હતું.

વન રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે આ અભિયાન હેઠળ વિવિધ જિલ્લાઓમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં થયેલા વૃક્ષારોપણની વધુ વિગતો આપતાં કહ્યું કે, તા. ૧૮ ઓગષ્ટ-૨૦૨૫ની સ્થિતિએ ગ્રામીણ વિસ્તારમાં ૫.૫૬ કરોડ જ્યારે શહેરી વિસ્તારમાં ૪૯ લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ કુલ ૬૧ લાખ વૃક્ષારોપણ સાથે રણ-સરહદી વિસ્તારની ઓળખ ધરાવતો બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં પ્રથમ નંબર પર છે. આ સિવાય વૃક્ષારોપણમાં અનુક્રમે તાપી જિલ્લામાં ૪૮ લાખથી વધુ, પંચમહાલમાં ૪૩ લાખથી વધુ, વલસાડમાં ૪૧ લાખથી વધુ, સાબરકાંઠામાં ૪૦ લાખથી વધુ જ્યારે ડાંગમાં ૩૫ લાખથી વધુ એમ કુલ ૩૩ જિલ્લાઓમાં ગ્રામીણ અને શહેરી વિસ્તાર મળીને કુલ ૦૬.૦૫ કરોડથી વધુ વૃક્ષો ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં વાવવામાં આવ્યા છે.

વન વિભાગના સહયોગથી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતો, શૈક્ષણિક-સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ વૃક્ષ પ્રેમી નાગરિકો સ્વયંભૂ સહભાગી થઇને પોતાની માતાની યાદમાં પસંદગીનું વૃક્ષ વાવીને ગુજરાતમાં જન ભાગીદારી થકી ગ્રીન કવરમાં વધારો કરવા પોતાનું અમૂલ્ય પ્રદાન આપ્યું છે તેમ, મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું.
……………..
જનક દેસાઈ
[8/19, 1:22 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન સજ્જ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું કામ પુરજોશમાં*
***
*ઉત્તર ગુજરાતનું ગ્રોથ હબ: VGRC પહેલાં માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન ખાતે ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળ્યો વેગ*
***
*માંડલ બેચરાજી SIRમાં મોટા પ્રોજેક્ટ્સના કારણે ઔદ્યોગિક ક્ષેત્ર વધુ મજબૂત બન્યું, જે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ઝળકશે*
***
*ગાંધીનગર, 19 ઓગસ્ટ:* માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ કાર્યક્રમ માટે માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MBSIRDA) વિકાસલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને વેગ આપી રહી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ ઉત્તર ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે, જે કનેક્ટિવિટી, ક્ષમતા સાથે રોકાણને વેગ આપશે. નોંધનીય છે કે, આગામી 9-10 ઑક્ટોબર, 2025ના રોજ મહેસાણામાં ઉત્તર ગુજરાત માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) યોજાશે.

*MBSIRDAએ તેની વિકાસલક્ષી પહેલ હેઠળ નીચે મુજબના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે:*

• અંદાજે ₹190 કરોડના રોકાણ સાથે 33 કિમીના રસ્તાઓનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
• લગભગ ₹500 કરોડના ખર્ચે પાણી પુરવઠો, ગટર અને ઉદ્યોગોના ગંદા પાણીના નિકાલની પાઇપલાઇન જેવી સુવિધાઓ સાથે 66 કિમીના ટાઉન પ્લાનિંગ રસ્તાઓનું બાંધકામ ચાલુ છે.

*₹70 કરોડની ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા માટે MBSIRDA નીચેના પ્લાન્ટનું કરશે નિર્માણ:*

• 20 મિલિયન લિટર પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતો વધારાનો વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
• 4થી 15 મિલિયન લિટર પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા ત્રણ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ
• ઉદ્યોગો માટે 19 મિલિયન લિટર પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતો એક કૉમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)

આ ભવિષ્યલક્ષી પ્રોજેક્ટ્સ સસ્ટેનિબિલિટી અને પર્યાવરણીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશ્વ કક્ષાના ઔદ્યોગિક કેન્દ્રો બનાવવાની ગુજરાતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાત માટે મહેસાણામાં જે આગામી VGRCનું આયોજન થવાનું છે તે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) મૉડેલનું વિસ્તરણ છે. આ કાર્યક્રમ કૃષિ, ડેરી, ફૂડ પ્રોસેસિંગ અને ઑટોમોબાઇલ ઉદ્યોગોમાં ઉત્તર ગુજરાતની આર્થિક ક્ષમતાને પ્રકાશિત કરશે. MBSIR ખાતેની પ્રગતિ એ સૂચવે છે કે આ પ્રદેશ રોકાણ અને ઔદ્યોગિક વિકાસ માટે સજ્જ છે, જે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પણ ઝળકશે. VGRCનો ઉદ્દેશ્ય વ્યાપક જાહેર ભાગીદારી અને પરસ્પર વિકાસને પ્રોત્સાહન આપવાનો છે, જે ગુજરાતના સમાવેશી ઔદ્યોગિક વિકાસના વિઝનને પ્રતિબિંબિત કરે છે.

*X-X-X*
[8/19, 1:30 PM] Dilip Gajjar.Mahiti.Press: *GCERT દ્વારા રાજ્યના ધોરણ ૩ થી ૮ ના તમામ શિક્ષકોને ‘શિક્ષક આવૃત્તિના ઉપયોગ’ અંગે આગામી ૨૯ સપ્ટેમ્બર સુધી અપાશે તાલીમ*

*‘શિક્ષક આવૃત્તિ’થી શિક્ષણને મળશે નવી દિશા : તાલીમ થકી NEP-૨૦૨૦ અને NCF-૨૦૨૩નું વર્ગખંડમાં થશે અમલીકરણ*
*************************
• *બાળકોમાં ૨૧મી સદીનાં કૌશલ્યો અને ક્ષમતા વિકસાવવા માટે શિક્ષકો અસરકારક અધ્યયન-અધ્યાપનનું કાર્ય કરે તે હેતુથી GCERT દ્વારા વિષયવાર આવૃત્તિઓ તૈયાર કરાઈ*
• *તાલીમમાં ઇનોવેટિવ શૈક્ષણિક પદ્ધતિ, પ્રાયોગિક અભિગમ અને ડિજિટલ સાક્ષરતા પર વિશેષ ભાર*
• *વિષયવાર તૈયાર કરાયેલી ધોરણ ૩ થી ૮ની શિક્ષક આવૃત્તિઓ જીસીઇઆરટીની વેબસાઇટ અને દીક્ષા પોર્ટલ પર ઉપલબ્ધ*
******************************
નેશનલ એજ્યુકેશન પોલીસી ૨૦૨૦ તેમજ નેશનલ કરિકુલમ ફ્રેમવર્ક ૨૦૨૩ને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો, વર્ગખંડમાં ભણાવવાની પદ્ધતિ તેમજ તેના મૂલ્યાંકનમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ ફેરફારની અસર વર્ગખંડ સુધી પહોંચે તે માટે જીસીઇઆરટી દ્વારા ધોરણ ૩ થી ૮ની વિષયવાર શિક્ષક આવૃત્તિઓ તૈયાર કરવામાં આવી છે. રાજ્યના ધોરણ ૩ થી ૮ના તમામ શિક્ષકોને ‘શિક્ષક આવૃત્તિના ઉપયોગ’ અંગે GCERT દ્વારા તાલીમ અપાઈ રહી છે. શિક્ષક આવૃત્તિઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે શિક્ષકોને માર્ગદર્શન અને નિદર્શન આપવા માટે શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમનું તા. ૧૮ ઓગષ્ટથી ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી આયોજન કરવામાં આવ્યું છે.

આ તાલીમના ઉદ્દઘાટન સત્રમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઇ ડીંડોર તથા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમારે સૌ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તાલીમના માર્ગદર્શન સેશનમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયાએ વીડીયો સંદેશ મારફતે સૌ શિક્ષકોને એક ભારત શ્રેષ્ઠ ભારત માટે બાળકોને તૈયાર કરવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત મંત્રીશ્રીએ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલા ગુણવત્તા અભિયાનમાં જોડાઈ તેનો વર્ગખંડમાં યોગ્ય ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

પ્રવર્તમાન પાઠ્યપુસ્તકોના શિક્ષણકાર્ય દરમિયાન વિદ્યાર્થીઓમાં NEP ૨૦૨૦ અને NCF SE ૨૦૨૩ દ્વારા ૨૧મી સદીનાં કૌશલ્યો અને ક્ષમતા વિકસાવવા માટે શિક્ષકો અસરકારક અધ્યયન-અધ્યાપનું કાર્ય કરી શકે એ માટે આ આવૃત્તિઓ તૈયાર કરાઈ છે. NEP-૨૦૨૦ તેમજ NCF-૨૦૨૩ના અમલીકરણમાં તેમજ બાળકોમાં સમસ્યા ઉકેલ, ટીમવર્ક, સંવાદ કૌશલ્ય અને ડિજિટલ સાક્ષરતા જેવા કૌશલ્યો વિકસાવવામાં આ તાલીમ ખુબ જ મદદરૂપ બનશે.

શિક્ષકો વિદ્યાર્થી-કેન્દ્રિત અભિગમ અપનાવી બાળકની જરૂરિયાતો અને ક્ષમતાઓનું સંકલન કરી શિક્ષણકાર્ય હાથ ધરતા થાય તે માટે બે થી ત્રણ દિવસની તાલીમનું બ્લેન્ડેડ મોડ એટલે કે ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમમાં આયોજન કરાયું છે. આ તાલીમ તાલુકા મથકે યોજાઇ રહી છે. જેમાં જીસીઇઆરટી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા તૈયાર કરાયેલા માસ્ટર ટ્રેનર્સ દ્વારા શિક્ષકોને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યાં છે.

આ તાલીમમાં માત્ર પ્રવચન આધારિત નહીં, પરંતુ શિક્ષકોને વર્ગખંડ પ્રક્રિયાનો વાસ્તવિક અનુભવ મળે તે હેતુસર પ્રાયોગિક, જૂથકાર્ય, ડેમોસ્ટ્રેશન જેવી વિવિધ પદ્ધતિ અને પ્રયુક્તિઓની સાથે NEP-૨૦૨૦માં ભલામણ કરાયેલી ઇનોવેટીવ શિક્ષણ પદ્ધતિઓનું પણ નિદર્શન કરવામાં આવી રહ્યું છે. જીસીઇઆરટી દ્વારા તૈયાર કરાયેલી શિક્ષક આવૃત્તિ જીસીઇઆરટીની વેબસાઇટ અને દીક્ષા પોર્ટલ એમ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે જેનો લાભ લેવા જીસીઇઆરટીના નિયામકશ્રીએ શિક્ષકોને ખાસ જણાવ્યું છે.

તાલીમના ઉદ્દઘાટન સત્રમાં પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ. એમ.આઇ.જોષી, જી.સી.ઇ.આર.ટી.ના નિયામક શ્રી પી. કે. ત્રિવેદી, અધિક નિયામક ડૉ. એ.કે.પટેલ અને રીડર ડૉ. દેવદત્ત પંડ્યા ઉપસ્થિત રહી શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. મહાનુભાવોએ શિક્ષકે હમેંશા શીખતા રહી સાંપ્રત પ્રવાહોથી માહિતગાર રહેવું જરૂરી છે, તેમ જણાવી વર્ગખંડની પ્રક્રિયામાં બદલાવ લાવવા કટિબદ્ધ બનવા સૂચન કર્યું હતુ. તેમણે શિક્ષકોને જીસીઇઆરટી દ્વારા તૈયાર કરેલી શિક્ષક આવૃત્તિનો મહત્તમ ઉપયોગ કરી વર્ગખંડ પ્રક્રિયાને વધુ ગુણવત્તાલક્ષી બનાવવા પણ અનુરોધ કર્યો હતો.
*****************
ઋચા રાવલ
[8/19, 3:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવા SMCના કાર્યો બાબતે નાગરીકો પાસેથી સૂચનો મંગાવાશે*
*********************
• *નાગરીકો ૪૫ દિવસ સુધીમાં smcgujarat@ssguj.in મેઈલ આઈ ડી પર પોતાના સૂચનો મોકલી શકશે*
• *સંવાદ અને પુનઃરચનાથી SMCને વધુ અસરકારક બનાવવાની રાજ્ય સરકારની પહેલ*
*********************

શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવા શાળા વ્યવસ્થાપન સમિતિ(SMC)ના કાર્યો બાબતે નાગરીકો પાસેથી સૂચનો મંગાવવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘રાઈટ ટુ એજ્યુકેશન’-RTE ની જોગવાઇ મુજબ SMCની રચના કરવામાં આવે છે. શાળા વ્યવસ્થાપન સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવાનો છે. દરેક સરકારી શાળામાં આ સમિતિની રચના કરવી ફરજિયાત છે. તેનો હેતુ શાળાના સંચાલનને વધુ પારદર્શક અને જવાબદેહ બનાવવાનો છે, જેથી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે. આ સમિતિઓની દર બે વર્ષે પુનઃરચના કરવામાં આવતી હોય છે.

શાળા વ્યવસ્થાપન સમિતિને વધુ સશક્ત બનાવવા માટે નાગરીકો પાસેથી સૂચનો મંગાવવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં બાળકો અને વાલીઓની સાથે સ્થાનિક સમુદાયની સહભાગીતા વધારવા પર ભાર મુકાયો છે. આ અનુસંધાને શાળા વ્યવસ્થાપન સમિતિનું સશક્તીકરણ કરવા માટે સમિતિના કર્તવ્યો, જવાબદારી અને ફરજોમાં સમય મુજબ ફેરફાર કરવા માટે જાહેર જનતા-નાગરીકો પાસેથી ઓનલાઇન સૂચનો મંગાવવામાં આવ્યા છે. આ માટે જાહેર જનતા આગામી ૪૫ દિવસ સુધીમાં smcgujarat@ssguj.in મેઈલ આઈ ડી પર પોતાના સૂચનો મોકલી શકે છે તેમ, શિક્ષણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

શાળા વ્યવસ્થાપન સમિતિ વધુ ઉપયોગી બને તે માટે જાહેર જનતાએ વાંચન, ગણન, લેખન, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સ્વછતા, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ, નિયમિતતા, શાળા પ્રવાસ જેવા વિષયો પર પોતાના અભિપ્રાયો આપી શકે છે. આ ઉપરાંત પરીક્ષા તથા શાળામાં યોજાતી સ્પર્ધાઓ સમયે SMCના પ્રતિનિધિની હાજરી, CRCની મુલાકાત સમયે SMCના પ્રતિનિધિની હાજરી, ભૌતિક ચકાસણી જેવી અન્ય બાબતો અંગે પણ જરૂરી સૂચનો આપી શકે છે.

SMCને વધુ સક્રીય અને સશક્ત બનાવવાના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા તથા શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં એપ્રિલ ૨૦૨૫માં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. આ સંવાદનો મુખ્ય હેતુ SMC સભ્યો પાસેથી તેમના સૂચનો અને પ્રતિભાવો મેળવી તેમને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.

આ સંવાદ બાદ ધારાસભ્યો, સંસદસભ્યો અને SMCના અધ્યક્ષ, સભ્યો પાસેથી SMC ની પુન:રચના બાબતે કેટલાક સૂચનો મળ્યા હતા. સૂચનોના આધારે SMCની પુન:રચના કરતા સમયે ફરજીયાત વાલી સભાઓ થાય, વાલી સભાઓ કરી શાળા વ્યવસ્થાપન સમિતિનું મહત્વ, તેના કાર્યો અને ફરજો વગેરે બાબતથી વાકેફ કરવા, સમિતિના સભ્યોની પસંદગી વાલીઓની સર્વ સંમતિથી કરવામાં આવે, શિક્ષણવિદ તરીકે વયનિવૃત આચાર્ય, શિક્ષક, અધિકારી અથવા શિક્ષણમાં રસ ધરાવતા વ્યક્તિને લેવામાં આવે તેની તકેદારી રાખવા જેવા સૂચનો આપવામાં આવ્યા હતા.

કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ૨૦૨૫માં પણ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે સંવાદ પર ભાર મુકવામાં આવ્યો હતો જેથી, સભ્યો શાળાની કામગીરીથી માહિતગાર થાય.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ભારતના શૈક્ષણિક માળખામાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. તેનો મુખ્ય હેતુ શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ નીતિમાં, શાળા વ્યવસ્થાપન સમિતિની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની છે, કારણ કે તે શિક્ષણ પ્રક્રિયામાં સ્થાનિક સમુદાય અને વાલીઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગના વર્ષ ૨૦૧૧ના પરીપત્રથી શાળા વ્યવસ્થાપન સમિતિના કર્તવ્યો અને ફરજો નક્કી કરવામાં આવી હતી. જેમાં હવે જાહેર જનતા પાસેથી સૂચનો મંગાવી તેના પરત્વે વિચારણા કરી સશક્ત કરવાના ભાગરૂપે ટુંક સમયમાં ફેરફાર કરવામાં આવશે.
**********
ઋચા રાવલ
[8/19, 3:48 PM] Dilip Gajjar.Mahiti.Press: _ગુજરાતનું હેરિટેજ સિટી કરશે વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સની યજમાની_

*વર્ષ 2025માં કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ, એશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ, AFC U17 એશિયન કપ 2026 ક્વૉલિફાયર અમદાવાદમાં યોજાશે*
***
*એશિયન વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ 2026, આર્ચરી એશિયા પેરા કપ 2026, વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સ 2029 પણ અમદાવાદમાં યોજાશે*
***
*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું, 2036 ઓલિમ્પિક્સની યજમાનીની અપેક્ષા*
***
*ગાંધીનગર, 19 ઓગસ્ટ:* વ્યાપાર અને સાહસ માટે જાણીતું રાજ્ય ગુજરાત હવે રમતગમત ક્ષેત્રે વૈશ્વિક નકશા પર ઝળકવા માટે તૈયાર છે. આગામી વર્ષોમાં ગુજરાતના હેરિટેજ સિટી અમદાવાદમાં પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ગેમ્સનું આયોજન થવાનું છે, જે રાજ્ય માટે ગર્વની વાત છે. 2025માં જ કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ, એશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ અને AFC અંડર-17 એશિયન કપ ક્વૉલિફાયર એમ ત્રણ મોટી ઇવેન્ટ્સ યોજાશે અને વિશ્વભરના ટોચના ખેલાડીઓ અમદાવાદના મહેમાન બનશે.

*અમદાવાદ કરશે વિવિધ આંતરરાષ્ટ્રીય ગેમ્સની યજમાની, 2025માં 3 ઇવેન્ટ્સ*
અમદાવાદના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 24 થી 30 ઓગસ્ટ દરમિયાન પ્રતિષ્ઠિત કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ 2025નું આયોજન છે. આ ચૅમ્પિયનશિપમાં 29 દેશોના 350થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ત્યારબાદ સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં એશિયન ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ 2025 યોજાશે, જેમાં ચીન, જાપાન અને કોરિયા જેવા દેશોના તરવૈયાઓ ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે, ભારત 22 થી 30 નવેમ્બર, 2025 દરમિયાન આયોજિત AFC U17 એશિયન કપ સાઉદી અરેબિયા 2026 ક્વૉલિફાયરના સાત યજમાન દેશોમાંનો એક છે. ભારતમાં આયોજિત તમામ મૅચ અમદાવાદના ટ્રાન્સસ્ટેડીયા ધ અરેના ખાતે યોજાશે. અમદાવાદમાં યોજાનાર ક્વૉલિફાયરમાં ગ્રુપ-Dની મૅચ યોજાનાર છે. જેમાં ભારત, ઈરાન, પેલેસ્ટાઇન, ચાઇનીઝ તાઈપેઈ અને લેબનોન જેવા દેશો ભાગ લેશે.

*2029માં ગુજરાતમાં વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન*
વર્ષ 2026માં એશિયન વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ અને આર્ચરી એશિયા પેરા કપ- વર્લ્ડ રેન્કિંગ ટુર્નામેન્ટનું આયોજન પણ અમદાવાદમાં થશે. આ ઉપરાંત, ભારતે વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સ 2029નું આયોજન કરવાનું સન્માન મેળવ્યું છે અને આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને એકતા નગર (કેવડિયા)માં યોજાશે. તો તાજેતરમાં જ 2030 કૉમનવેલ્થ ગેમ્સ માટે ભારતની દાવેદારી મંજૂર કરવામાં આવી છે અને આ ઇવેન્ટ માટે યજમાન શહેર તરીકે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. આ તમામ ઇવેન્ટ્સ રાજ્યને મલ્ટી-સ્પોર્ટ હાઇ-પર્ફોર્મન્સ સ્થળ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે.

*ગુજરાતમાં છે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને વિશ્વ સ્તરની સુવિધાઓ*
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યને રમતગમત ક્ષેત્રે વૈશ્વિક નકશા પર લાવવાનું જે સપનું જોયું હતું, તેને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર સાકાર કરી રહી છે. આજે રાજ્યમાં વિશ્વ સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે. આમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરુ કરેલી ખેલ મહાકુંભ પહેલનો ફાળો નોંધનીય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લૉન્ચ કરવામાં આવેલી નવી સ્પોર્ટ્સ પોલિસી 2022-27એ ગુજરાતના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો છે. અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સુવિધાઓને કારણે ગુજરાત આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ યોજવા સક્ષમ બન્યું છે.

*X-X-X*
[8/19, 4:28 PM] Dilip Gajjar.Mahiti.Press: *આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-2025 ઉજવણી અન્વયે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને બુધવારે યોજાશે સહકારી અગ્રણીઓનો વર્કશોપ*
———-
*વિધાનસભા અધ્યક્ષશ્રી અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહેશે*
———–
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “સહકાર સે સમૃદ્ધિ”ના મંત્રને સાકાર કરવા સંગોષ્ઠિનું અભિનવ આયોજન*
———
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-2025ની ઉજવણી અન્વયે બુધવાર, 20મી ઓગસ્ટે ગાંધીનગરમાં યોજાનારા સહકારી અગ્રણીઓના વર્કશોપની અધ્યક્ષતા કરશે.

2025નું આ વર્ષ “કો-ઓપરેટિવ્સ બિલ્ડ ધ બેટર વર્લ્ડ”ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણી અન્વયે સહકારી ક્ષેત્રના સમાવિષ્ટ, ટકાઉ અને સ્થિતિસ્થાપક માળખા તથા સંગઠનોના નિર્માણનો ધ્યેય રાખવામાં આવેલો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશભરમાં “સહકાર સે સમૃદ્ધિ”ના મંત્ર સાથે આ આંતરરાષ્ટ્રિય સહકારી વર્ષની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીના સંદર્ભમાં રાજ્ય સરકારના સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન અને મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આ વર્કશોપનું આયોજન થયું છે.

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બુધવાર, 20 ઓગસ્ટના સવારે 11:00 કલાકે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજનાર આ વર્કશોપમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ, વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સહકાર-રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ આ અવસરે ઉપસ્થિત રહેવાના છે.
એટલું જ નહીં, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી તેમજ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી પણ આ વર્કશોપમાં સહભાગી થશે.

આ એક દિવસીય વર્કશોપમાં રાજ્યભરની જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કોના ડિરેક્ટરશ્રીઓ, જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ડિરેક્ટરશ્રીઓ તેમજ ગુજકોમાસોલ અને ખેતીબેંકના નિયામકશ્રીઓ અને રાજ્યના સહકારી અગ્રણીઓ પણ જોડાશે.

———
[8/19, 6:06 PM] Dilip Gajjar.Mahiti.Press: *અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી*
**********************
*હવામાન વિભાગે આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી*
********************
*SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ*
**********************
SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીશ્રી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

હવામાન વિભાગ દ્વારા આવતીકાલ તા. ૨૦ ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ તા. ૨૧ ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બેઠકમાં NDRF અને SDRF અધિકારીશ્રીઓના જણાવ્યા મુજબ ચોમાસામાં દરમિયાન ઉપસ્થિત થતી કોઇપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ ૧૨ ટીમ અને SDRFની ૨૦ ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની એક ટીમ રીઝર્વ રાખવામાં આવી છે. વધુમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત તરણેતરના મેળા માટે પણ એક SDRF ટીમ ફાળવવા રાહત નિયામકશ્રીએ સૂચના આપી હતી.

સિંચાઇ વિભાગના અધિકારીશ્રી દ્વારા રિઝિયન વાઈઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી ચર્ચા કરવામાં આવી હતી. તેમણે રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૬૧ જળાશયો હાઇએલર્ટ, ૨૭ જળાશયો એલર્ટ તથા ૨૧ જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું આ બેઠકમાં જણાવ્યું હતું. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીશ્રી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

આ બેઠકમાં રાહત નિયામકશ્રી દ્વારા તમામ વિભાગના નોડલ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ, ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવા પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, સેન્ટ્રલ વોટર કમિશન, ISRO, GSRTC, કૃષિ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ, એનર્જી, ઈન્ડિયન આર્મી, પંચાયત, શહેરી વિકાસ અને પશુ પાલન વિભાગના નોડલ અઘિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*******************
નિતિન રથવી
[8/19, 9:18 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી, લોન મેળાના આયોજનથી નાગરિકોને રાહત : પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય*
—–
*નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ગુજરાત પોલીસની મન્થલી ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ*
—–
રાજપીપળા, મંગળવાર :- ગુજરાત પોલીસ દ્વારા દર મહિને યોજાતી “મન્થલી ક્રાઈમ કોન્ફરન્સ”નું આ મહિનાનું સત્ર નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે યોજાયું હતું. સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પાવન સાનિધ્યમાં યોજાયેલી એક દિવસીય કોન્ફરન્સમાં રાજ્યભરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં છેલ્લા એક મહિનામાં કરાયેલી કામગીરીની સમીક્ષા તેમજ આવનારા સમયની રણનીતિ, પોલીસ તંત્ર દ્વારા ગુનાખોરી પર નિયંત્રણ લાવવા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા તેમજ જનહિતના મુદ્દાઓ પર વધુ અસરકારક રીતે કામગીરી માટે ચર્ચા કરવામાં આવી હતી.

આ કોન્ફરન્સ બાદ પત્રકાર પરિષદને સંબોધતા પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયે જણાવ્યું કે, રાજ્યમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ તબક્કે પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી સામાન્ય નાગરિકોને વ્યાજખોરોના સકંજામાંથી મુક્તિ મળે તેના ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. આ કાર્યવાહી અંતર્ગત જૂલાઈ માસમાં 64 જેટલા કેસમાં ફરિયાદ નોંધવામાં આવી અને 105 જેટલા આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે વર્ષ દરમિયાન 400 જેટલાં કેસમાં 956 જેટલા આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા. તેની સામે નાણાંની જરૂરિયાત ધરાવતા લોકોને કાયદેસરની વ્યવસ્થાથી મદદ મળે તે માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જુલાઈ મહિના દરમિયાન 71 જેટલા લોન મેળા તથા વર્ષ દરમિયાન 238 દેટલા લોનમેળા યોજી ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને સત્તાવાર નાણાકીય સંસ્થાઓ મારફતે સહેલાઈથી લોન મળી શકે તે માટે કામગીરી કરવામાં આવી હતી.

વધુમાં શ્રી વિકાસ સહાયે જણાવ્યું કે, રાજ્યમાં ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓ પાસેથી કબજે કરાયેલો કિંમતી સામાન સહિતનો મુદ્દામાલ તેના માલિકોને પરત મળે તે માટે પોલીસ વિભાગ દ્વારા કોર્ટ સાથે સંકલન સાધીને “ તેરા તુજકો અર્પણ” કાર્યક્રમના માધ્યમથી જુલાઈ મહિનામાં રાજ્યભરમાં 761 કાર્યક્રમો થકી 25 કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. તેવી જ રીતે સમગ્ર વર્ષ દરમિયાન કુલ રૂપિયા 127 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ તેના માલિકોને પરત આપવામાં આવ્યો છે.

ગુજરાત પોલીસ દ્વારા સાઈબર ક્રાઈમને ડામવા તથા ગુનેગારો સામે કાર્યવાહીને વધુ મજબૂત કરવા “ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ”ની શરૂઆત કરવામાં આવી છે. જે પોલીસની ડ્રાઈવને સફળ બનાવવામાં મદદરૂપ થશે. સાઈબર ક્રાઈમ અંતર્ગત લોકો સાથે થયેલા છેતરપિંડીના કેસમાં જુલાઈ મહિનામાં અંદાજિત રૂપિયા 28 કરોડની રકમ નાગરિકોને પરત કરવામાં આવી છે. તેવીજ રીતે વિવિધ ગુનામાં ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે થઈ રહેલી કામગીરી પૈકી જુલાઈ મહિનામાં 434 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકીના 251 આરોપી છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ફરાર હતા.

ગુજરાત પોલીસે તા.15મી માર્ચ-2025ના રોજ 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમના ગેરકાયદેસર બાંધકામો અથવા પ્રોપર્ટીની કોર્ટ કાર્યવાહી બાદ ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 750 કરતા વધુ ગેરકાયદે પ્રોપર્ટીનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જે પૈકી 650 કરતાં વધુ દબાણો તો સરકારી જમીન પર કરાયેલા હતા. વારંવાર ગુનાખોરી કરનારાઓના જામીન રદ કરવાની કાર્યવાહી પણ કોર્ટ સાથે સંકલનમાં રહીને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. તેવી જ રીતે પાસા અને તડીપારની કામગીરીને પણ વધુ સઘન બનાવવામાં આવી રહી છે. ગેરકાયદે વીજ કનેક્શન ધરાવતા 2190 જેટલાં લોકો સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયે કહ્યું કે, પોલીસ સ્ટેશનની સ્વચ્છતા, વ્યવસ્થા અને નાગરિકો સાથે પોલીસ સ્ટાફના વ્યવહાર જેવી અનેક પાસાઓને ધ્યાને લઈને પોલીસ સ્ટેશનને રેન્કિંગ આપી પોલીસ કામગીરીને નાગરિકો લક્ષી બનાવવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

આ બેઠકમાં રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, રેંજના આઈજી, જિલ્લા પોલીસ વડાઓ તેમજ અન્ય અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

000000
[8/20, 11:48 AM] Dilip Gajjar.Mahiti.Press: *ચોમાસુ: ૨૦૨૫*

*સૌરાષ્ટ્રના દરીયાકાંઠાના જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ: દેવભૂમી દ્વારકા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ*
********************************
*સવારે ૬ વાગ્યાથી માત્ર ૪ કલાકમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસ્યો*
****************
• *સરદાર સરોવર ડેમ હાલ ૭૭.૮૮ ટકા ભરાયો*
• *રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૧ ટકાથી વધુ*
• *સૌથી વધુ કચ્છ રીઝીયનમાં સીઝનનો ૭૫ ટકા વરસાદ વરસ્યો*
********************************
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરીયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન શ્રીકાર વરસાદ નોંધાયો છે. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન દેવભૂમી દ્વારકા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ ૧૧ ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં કલ્યાણપુર તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૧૦.૭૫ ઇંચ તથા દ્વારકા તાલુકામાં ૬ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જયારે પોરબંદર તાલુકામાં ૪ ઈંચ જેટલો, માંગરોળ તાલુકામાં ૩.૭૪ ઈંચ, સુત્રાપાડા તાલુકામાં ૩.૩૫ ઈંચ, જાફરાબાદ તાલુકામાં ૩૦૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત આજે સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં માત્ર ૪ કલાકમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જુનાગઢના વંથલીમાં ૫ ઈંચથી વધુ તથા કેશોદમાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુઆ તાલુકામાં ૪.૭૬ ઈંચ તથા ગીર સોમનાથના તલાલા તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યના ડેમની સ્થિતી અંગે વાત કરીએ તો, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ ૨૬,૦૧૭૪ એમ.સી.એફ.ટી.જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ ૭૭.૮૮ ટકા ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪,૧૫,૫૩૭ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે.જે કુલ સંગ્રહ ક્ષમતાના ૭૪.૪૮ ટકા છે.

રાજ્યમાં હાલ ૬૪ ડેમને હાઈ એલર્ટ, ૨૯ ડેમને એલર્ટ તથા ૨૧ ડેમને વોર્નીગ આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ આજે તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૧ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૭૫ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૭૩ ટકાથી વધુ, ઉત્તર ગુજરાત ઝોનમાં ૭૨ ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં ૬૯.૯૨ ટકા તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો ૬૯.૦૬ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
******************************
ઋચા રાવલ
[8/20, 1:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *પેટ્રોલ કારથી ઇલેક્ટ્રિક વાહનો સુધી: ભારતના ઓટોમોટિવ હબ તરીકે ઊભર્યું ગુજરાત*
**
*ભારતની ઓટો ક્રાંતિનું કેન્દ્ર બન્યું ઉત્તર ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે તૈયાર*
**
*નાણાકીય વર્ષ 2022-23માં ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ₹29,700 કરોડનું માતબર રોકાણ નોંધાયું*
**
*ગાંધીનગર, 20 ઓગસ્ટ:* ભારતમાં ઓટોમોટિવ ક્ષેત્રે ક્રાંતિ આવી છે તેમાં ગુજરાતનો મોટો ફાળો છે. ગુજરાત તેના વ્યૂહાત્મક સ્થાન, મજબૂત માળખાકીય સુવિધાઓ અને રોકાણને અનુકૂળ નીતિઓને પગલે અન્ય રાજ્યોની સરખામણીમાં ઓટો કંપનીઓની પહેલી પસંદ બન્યું છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સુઝુકી મોટર્સ ગુજરાતના કારણે આજે આ ક્ષેત્ર ભારતના અગ્રણી ઓટોમોટિવ ઉત્પાદન કેન્દ્રો પૈકીનું એક બન્યું છે. સુઝુકી મોટર્સ ગુજરાતે 7.5 લાખ કાર યુનિટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે ગુજરાતને વૈશ્વિક ઓટો હબ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સફળતા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પણ પ્રદર્શિત થશે. નોંધનીય છે કે, આગામી 9-10 ઑક્ટોબર, 2025ના રોજ મહેસાણામાં ઉત્તર ગુજરાત માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) યોજાશે.

વર્ષ 2012થી 2015 વચ્ચે ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રએ વૈશ્વિક રોકાણકારોને આકર્ષ્યા હતા. 2014માં સુઝુકીએ રાજ્યમાં એક મેગા મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપિત કરવા માટે MoU પર હસ્તાક્ષર કર્યા અને ગુજરાતનું ઓટો ક્ષેત્ર વેગવંતુ બન્યું. આ કંપનીએ વર્ષોથી ગુજરાતમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે, જેનાથી રોજગારીની પુષ્કળ તકો ઊભી થઈ છે. આજે સુઝુકી મોટરનો ગુજરાત પ્લાન્ટ ભારતમાં ઓટોમોબાઈલ ઉત્પાદન સુવિધાઓમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. આ પ્લાન્ટે મહેસાણાની આસપાસ ઓટો કમ્પોનન્ટ ઉદ્યોગમાં મોટા પાયે રોકાણો આકર્ષિત કર્યા છે.

એટલું જ નહીં, સુઝુકી મોટર્સ ગુજરાતે ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધારવા માટે 32 અબજ રૂપિયાનું રોકાણ કરીને ચોથી પ્રોડક્શન લાઇનની સ્થાપનાની પણ જાહેરાત કરી છે.

મજબૂત પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે વૈશ્વિક ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે ગુજરાત વ્યૂહાત્મક એક્સપોર્ટ હબ બન્યું છે. 2024માં ગુજરાતે દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, જાપાન, UAE અને ચિલી સહિતના દેશોમાં લગભગ ₹3,459 કરોડના ઓટોમોબાઇલની નિકાસ કરી હતી.

આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2022-23માં ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ₹29,700 કરોડનું માતબર રોકાણ નોંધાયું હતું, જે છેલ્લા પાંચ વર્ષમાં 16.4%ની મજબૂત CAGR દર્શાવે છે. એટલે કે, રોકાણ વાર્ષિક 16.4%ના દરે વધી રહ્યું છે.

સુઝુકી મોટર કોર્પોરેશને તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી પ્લાન્ટ (₹7,300 કરોડ) અને EV ઉત્પાદન સુવિધા (₹3,100 કરોડ)ની જાહેરાત કરી છે, જે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતનું માંડલ બેચરાજી SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) એક મુખ્ય ઓટો-ઇન્ડસ્ટ્રિયલ હબ તરીકે ઊભરી આવ્યું છે. ઓટોમોબાઇલ ક્ષેત્રે થયેલી આ પ્રગતિ દર્શાવે છે કે ગુજરાત વૈશ્વિક ઓટોમોટિવ પાવરહાઉસ તરીકે ઊભરી આવ્યું છે અને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં રોકાણકારો માટે તે ધ્યાનાકર્ષક બાબત હશે.

*X-X-X*
[8/20, 4:47 PM] Dilip Gajjar.Mahiti.Press: *ઓઈલ પામના વાવેતરથી ખૂલ્યા ખેડૂતોની પ્રગતિના દ્વાર*

*વાર્ષિક ૧,000 મેટ્રિક ટનથી વધુ પામ ઓઇલના ઉત્પાદન સાથે નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ-ઓઈલ પામના અમલીકરણમાં ગુજરાત અગ્રણી*
******************************
*ગુજરાતના ૧૫૦ ખેડૂતોએ ઓઈલ પામનું વાવેતર કરીને સમૃદ્ધિ લણી: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
******************************
*NMEO-OPના વિવિધ ઘટકો હેઠળ રાજ્યના ખેડૂતોને અત્યાર સુધીમાં કુલ રૂ. ૧૨૨ લાખથી વધુની સહાય ચૂકવાઈ*
******************************
*મેગા ઓઇલ પામ પ્લાન્ટેશન ડ્રાઇવ હેઠળ ચાલુ વર્ષે ૨૩૫ હેક્ટરમાં નવું વાવેતર; આ વર્ષે કુલ ૧,૦૦૦ હેક્ટરમાં નવું વાવેતર થવાનો અંદાજ*
******************************
ભારતમાં ખાદ્ય તેલની માંગ દિન-પ્રતિદિન સતત વધી રહી છે. આ માંગને પહોંચી વળવા માટે ભારતે અન્ય દેશો પાસેથી મોટા પ્રમાણમાં ખાદ્ય તેલની આયાત કરવી પડે છે, જેનાથી વિદેશી હૂંડિયામણનો મોટો ખર્ચ થાય છે. ખાદ્ય તેલનું સ્થાનિક ઉત્પાદન વધારીને આ પડકારનો સામનો કરવા અને ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવાના શુભ આશય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧માં રાષ્ટ્રવ્યાપી “નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ-ઓઈલ પામ” (NMEO-OP) અમલમાં મૂક્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત આ મિશનમાં એક અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે.

*ગુજરાતની ધરતી પર સોનેરી પામની ક્રાંતિ*
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, સોનેરી પામ તરીકે ઓળખાતું ઓઈલ પામ, દેશમાં ઉત્પાદિત થતા અન્ય તેલીબીયા પાકોની સરખામણીએ પ્રતિ હેક્ટર સૌથી વધુ તેલનું ઉત્પાદન આપે છે. તેથી જ, ઓઈલ પામની ખેતીને પ્રોત્સાહન આપવા માટે NMEO-OP હેઠળ ગુજરાતના ૧૮ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના ખેડૂતોએ છેલ્લા ૧૦ વર્ષમાં અંદાજીત ૫,૦૦૦ હેક્ટર વિસ્તારમાં ઓઈલ પામનું વાવેતર કરીને સમૃદ્ધિ લણી છે. જેના પરિણામે ગુજરાત વાર્ષિક ૧,૦૦૦ મેટ્રિક ટનથી વધુ પામ ઓઇલના ઉત્પાદન સાથે દેશમાં સાતમા ક્રમે પહોંચ્યું છે.

રાજ્યમાં પ્રતિવર્ષ ઓઈલ પામનું વાવેતર સતત વધી રહ્યું છે. ચાલુ વર્ષે જ લગભગ ૨૩૫ હેક્ટર વિસ્તારમાં ઓઈલ પામનું વાવેતર થયું છે અને આ વર્ષના અંત સુધીમાં કુલ ૧,૦૦૦ હેક્ટર વિસ્તારમાં નવું વાવેતર થવાનો અંદાજ છે.

*NMEO-OP મિશન ખેડૂતોના સપનાનો સહારો બની*
ઓઈલ પામની ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં NMEO-OPના વિવિધ ઘટકો હેઠળ વર્ષ ૨૦૨૧થી અત્યાર સુધીમાં રાજ્યના ખેડૂતોને કુલ રૂ. ૧૨૨ લાખથી વધુની સહાય આપવામાં આવી છે. જેમાં પ્લાન્ટિંગ મટેરિયલ (રોપા) માટે રૂ. ૧૮.૫ લાખથી વધુ, ચાર વર્ષના મેઇન્ટેનન્સ માટે રૂ. ૨૩.૭ લાખથી વધુ, આંતરપાક માટે રૂ. ૧૭.૮ લાખથી વધુ, બોરવેલ અથવા પંપ સેટ માટે રૂ. ૧૧.૨ લાખથી વધુ તેમજ લણણીના સાધનો અને મિની ટ્રેક્ટરની ખરીદી માટે રૂ. ૫૧ લાખથી વધુની સહાય આપવામાં આવી છે.

પાકનું ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને માન્યતા પ્રાપ્ત કંપનીઓના ઉચ્ચ ગુણવત્તાવાળા ટેનેરા જાતના પામ ઓઈલના રોપા પૂરા પાડવામાં આવે છે. બાગાયત પ્રભાગ અને ખાનગી કંપનીઓના સહયોગથી ખેડૂતોને ઓઈલ પામની વૈજ્ઞાનિક ખેત પદ્ધતિઓ, રોગ-જીવાત નિયંત્રણ અને લણણી અંગે તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. વધુમાં, મેગા ઓઈલ પામ પ્લાન્ટેશન ડ્રાઈવનું આયોજન કરીને ખેડૂતોને મોટા પાયે ઓઈલ પામની ખેતી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઓઇલ પામના FFB (ફેશ ફ્રુટ બન્ચીસ)ની ખરીદી ઓઇલ પામ સાથે સંકળાયેલી કંપની દ્વારા બાય-બેક કરવામાં આવે છે અને તેના પોષણક્ષમ ભાવ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ મુજબ ચૂકવવામાં આવે છે.

*ઓઈલ પામના મહત્વપૂર્ણ ઉપયોગ*
ઓઈલ પામના ફળમાંથી કાઢવામાં આવતું પામ ઓઈલ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ખાદ્ય તેલ છે. પામ ઓઈલની શેલ્ફ લાઇફ વધુ અને ભાવ ઓછો હોવાથી પ્રોસેસ્ડ ફૂડમાં તેમજ દેશના અનેક ઘરોમાં ખાદ્ય તેલ તરીકે તેનો ઉપયોગ વધુ થાય છે. આ ઉપરાંત, પામ ઓઈલ અને તેના ડેરિવેટિવ્સનો ઉપયોગ બાયોફ્યુઅલ ઉદ્યોગમાં, દવાઓ બનાવવામાં, તેમજ ઓલિઓકેમિકલ્સ, સાબુ અને શેમ્પૂ સહિતના વિવિધ સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં પણ મોટા પાયે થાય છે.

ઓઈલ પામના વૃક્ષો એકવાર વાવ્યા પછી લગભગ ૩૦ વર્ષ સુધી ફળ આપે છે, જેથી ખેડૂતોને લાંબા ગાળા સુધી નિયમિત આવક મળતી રહે છે. પરિણામે, પામ ઓઈલની ખેતી કરીને ગુજરાતના કેટલાક પ્રગતિશીલ ખેડૂતોની આવકમાં વધારો થયો છે અને તેઓ આર્થિક રીતે વધુ સક્ષમ બન્યા છે. ગુજરાતના ખેડૂતો આજે ઓઈલ પામની ખેતી કરીને દેશને ખાદ્ય તેલના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે. સરકારની આ પહેલ ખેડૂતોના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવશે.

*NMEO-OP હેઠળ ખેડૂતોને મળતી સહાય:*
• સ્વદેશી રોપાઓ માટે રૂ. ૨૦,૦૦૦ પ્રતિ હેક્ટર અને આયાત કરેલા રોપાઓ માટે રૂ. ૨૯,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે.
• વાવેતર બાદ ઓઇલ પામ પાકની માવજત અને આંતરપાક માટે ખેડૂતોને ૪ વર્ષ સુધી રૂ. ૪૨,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે.
• બોરવેલ અથવા પંપ સેટ માટે ખર્ચના ૫૦ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૫૦,૦૦૦ પ્રતિ એકમ સહાય આપવામાં આવે છે.
• લણણી અને ખેતીના સાધનોમાં હાથથી ચાલતા ઓઈલ પામ કટર માટે રૂ. ૨,૫૦૦, પ્રોટેક્ટીવ વાયર મેશ માટે રૂ. ૨૦,૦૦૦, મોટોરાઇઝડ ચીઝલ માટે રૂ. ૧૫,૦૦૦, પોર્ટેબલ લેડર અને પોલ્સ માટે રૂ. ૫,૦૦૦ અને ચાફ કટર માટે રૂ. ૫૦,૦૦૦ સહાય આપવામાં આવે છે.
• ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી અને ૦.૫૦ હેક્ટર વિસ્તારમાં ઓઇલ પામનું વાવેતર ધરાવતા ખેડૂતોને ૨૦ હોર્સપાવર સુધીના મિની ટ્રેક્ટર અને ટ્રોલી માટે ખર્ચના ૪૦ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૨,૦૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવે છે.
**********
નિતિન રથવી
[8/20, 5:45 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરીને કો-ઓપરેટીવ સેક્ટરમાં ‘સહકાર સે સમૃદ્ધિ’થી દેશને અગ્રેસર રાખશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
——–
*ગાંધીનગરમાં સહકાર સે સમૃદ્ધિ અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સહકારી અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ*
——–
*જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો – દૂધ ઉત્પાદક સહકારી સંઘો – ખેતી બેંક – ગુજકોમાસોલ સહિતની સહકારી સંસ્થાઓના અગ્રણીઓ સહભાગી થયા*
——–
_*મુખ્યમંત્રીશ્રી*_
* છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવામાં અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં સહકારી ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા.
* ૨૦૩૪ સુધીમાં જી.ડી.પી.માં સહકારી ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાનું લક્ષ્ય નવી રાષ્ટ્રિય સહકાર નીતિ-૨૦૨૫માં રાખવામાં આવ્યું છે.
* આઝાદી પહેલાં મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની આગેવાનીમાં અસહકારની ચળવળમાં અગ્રેસર ગુજરાત આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકાર સે સમૃદ્ધિ દ્વારા સહકારીતા ક્ષેત્રે પણ અગ્રેસર.
——-
_*વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી*_
* આઝાદી પહેલાથી સહકારીતા ભારતનો આત્મા છે.
* ગુજરાતે સહકાર ક્ષેત્રે નવતર આયામોથી દેશને સહકારી મોડલનો નવો રાહ ચિંધ્યો છે.
———
_*સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદિશ વિશ્વકર્મા*_
* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગતિશીલ નેતૃત્વ અને પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકાર મંત્રાલય ટૂંકા ગાળામાં સહકારી ક્ષેત્રે અનેક અસરકારક ઈનિશ્યેટીવ્ઝ લીધા છે.
* સહકારી કામોમાં એકસુત્રતા જાળવવા પેક્સ માટે મોડલ બાયલોઝ તૈયાર કરવામાં આવ્યા.
——-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ દુનિયા સમક્ષ પ્રસ્તુત કરીને આવનારા ભવિષ્યમાં કો-ઓપરેટિવ સેક્ટરમાં પણ દેશને અગ્રેસર રાખશે.

2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે “કો-ઓપરેટિવ બિલ્ડ ધ બેટર વર્લ્ડ”ની થીમ સાથે ઉજવાઈ રહ્યું છે. આ ઉજવણી સંદર્ભમાં ‘સહકારથી સમૃદ્ધિ’ અંતર્ગત જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો, દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ, ખેતી બેંક અને ગુજકોમાસોલ સહિતની સહકારી સંસ્થાઓના અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ ગાંધીનગરમાં યોજાયો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્કશોપના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા કહ્યું કે, સ્વતંત્રતા પહેલાં ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આગેવાનીમાં અસહકારની લડતમાં અગ્રેસર ગુજરાત આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકાર સે સમૃદ્ધિથી વોકલ ફોર લોકલના વિઝનને પાર પાડવામાં અગ્રેસર છે.

તેમણે જણાવ્યું કે, છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં સહકારી ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. ખાસ કરીને પ્રાથમિક સહકારી મંડળીઓ આ માટેનું અને સ્વદેશીથી આત્મનિર્ભરતાનું યોગ્ય પ્લેટફોર્મ છે એમ મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું હતું.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારતને ૧૪૦ કરોડ ભારતવાસીઓનો સંકલ્પ અને જન આંદોલન બનાવ્યું છે. આત્મનિર્ભરતા માટે આપણે સહકારી મંડળીઓ, સ્વ સહાય જૂથોની મંડળીઓ દ્વારા બનાવાયેલી ચીજ વસ્તુઓ ખરીદીને આત્મનિર્ભર ભારત સાથે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલને વેગ આપી શકીએ.

મુખ્યમંત્રીશ્રીએ પેક્સમાં સ્થાનિક કોર્પોરેટ કંપની બનવાની સંભાવનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સાથે મળીને તેને સાકાર કરી શકે તેમ છે. તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં દેશમાં આઝાદીના દશકો પછી અલાયદૂ સહકાર મંત્રાલય રચવામાં આવ્યું છે.

એટલું જ નહીં, છેવાડાના માનવીના વિકાસ માટેની વડાપ્રધાનશ્રીની વિચારધારાને અનુરૂપ નવી સહકાર નીતિ ૨૦૨૫ પણ દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે તાજેતરમાં જાહેર કરી છે.

આ નીતિની વિશેષતાઓ પ્રસ્તુત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, દરેક નાગરિકને સહકારી આંદોલન સાથે વધુમાં વધુ જોડવા સાથો સાથ ૨૦૩૪ સુધીમાં જી.ડી.પી.માં સહકાર ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાનું લક્ષ્ય સહકાર નીતિમાં રાખવામાં આવ્યું છે. સહકારી સંસ્થાઓની સંખ્યા ૩૦ ટકા જેટલી વધારવી અને દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછી એક સહકારી સોસાયટી બનાવવાનો વિચાર પણ આ નીતિમાં સમાવિષ્ટ છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષ સરદાર પટેલની જન્મ જયંતીનું ૧૫૦મું વર્ષ છે અને સરદાર સાહેબે ત્રિભુવનદાસ પટેલના સહયોગથી સહકારિતાનું ફલક વિકસાવ્યું છે તેનું સ્મરણ કરતાં સહકારી ક્ષેત્રે તાલીમબદ્ધ મેનપાવરની ઉપલબ્ધી માટે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપનાના વડાપ્રધાનશ્રીના દીર્ઘ દ્રષ્ટિ પૂર્ણ અભિગમને બિરદાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત ૨૦૪૭નો જે સંકલ્પ આપ્યો છે તે પહેલાં ગુજરાત માટે તો રાજ્યની સ્થાપનાના ૭૫ વર્ષનો અવસર ૨૦૩૫માં આવવાનો છે. આ બેય અવસરો ગુજરાતના સહકારી ક્ષેત્ર માટે આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલનું દિશાદર્શન કરીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણના અવસરો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સહકારી ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસ માટે લાંબા અને ટૂંકા ગાળાના લક્ષ્યો નિર્ધારિત કરીને સહકાર સે સમૃદ્ધિનો ધ્યેય પાર પાડવા સમગ્ર સહકારી ક્ષેત્રના અગ્રણીઓને આ તકે પ્રેરણા આપી હતી.

કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ, વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા તેમજ વન -પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ આ વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા.

આઝાદી પહેલાંથી સહકારીતા ભારતનો આત્મા રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગવી પહેલથી ભારતમાં નવીન સહકારિતા મંત્રાલયના નિર્માણ બાદ પ્રથમ સહકારિતા મંત્રી તરીકે શ્રી અમિતભાઈ શાહની આગેવાનીમાં દેશમાં સહકારિતા ક્ષેત્રે અનેકવિધ નવા પ્રકલ્પો શરૂ થયા છે. હાલમાં પણ મોટાભાગના સહકારી આગેવાનો પોતાના માટે નહીં પણ અન્યના કલ્યાણ માટે તેમજ સહકારી માળખું વધુ મજબૂત બનાવવા સતત સેવારત છે. ગુજરાતમાં અને ભારતમાં અનેકવિધ સહકારી આગેવાનો છે‌ કે જેમને પોતાનું જીવન સહકાર ક્ષેત્રના વિકાસ માટે સમર્પિત કર્યું છે તેમની સરાહના થવી જોઇએ તેમ વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું.

સહકારી આગેવાન તરીકે પોતાના અનુભવો રજૂ કરતાં શ્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં સહકારી માળખાને ટકાવી રાખવા અને લાખો સભાસદોના હિતમાં અનેકવિધ કલ્યાણકારી નિર્ણયો કર્યા છે. આ સહકારી માળખાને વધુ વેગ આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માના નેતૃત્વમાં ગુજરાતે અનેક નવીન આયામો શરૂ કરીને સમગ્ર દેશને સહકારી મોડલમાં નવો રાહ ચિંધ્યો છે. વર્ષો પહેલા ખેડૂતો જ્યારે તેનું અનાજ પાકે ત્યારે તેમાંથી જરૂર પૂરતો ભાગ ગામના અન્ય વર્ગોને આપતા હતા તેની સામે ખેડૂતને જ્યારે જરૂર પડે ત્યારે આ વર્ગો વિવિધ સ્વરૂપે મદદ કરતા એટલે કે તે વખતે પણ સહકારીતાની ભાવના અસ્તિત્વમાં હતી તેમ તેમણે ઉમેર્યુ હતું.

તેમણે કહ્યું હતું કે, આઝાદી પહેલા ગાંધીજીએ ગ્રામીણ સ્વરાજની સંકલ્પના આપી હતી. ભારત સહિત વિશ્વના દેશોમાં અલગ અલગ રીતે સહકારી માળખું રચાયું હતું, તે વખતે ગુજરાતમાં ત્રિભુવનદાસ પટેલની આગેવાનીમાં સહકારી માળખાનો પ્રારંભ થયો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ હંમેશા આગ્રહ રાખતા કે સહકારી ક્ષેત્રે સમયાંતરે ચૂંટણી થાય તો જ જે તે સંસ્થાને વિકાસની નવી તકો મળે.

આ પ્રસંગે સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, દેશની આઝાદીના ૭૫ વર્ષ પછી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર પ્રવૃત્તિને ફરી વેગવાન બનાવવા અલાયદા સહકારિતા મંત્રાલયની શરૂઆત કરી છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગતિશીલ નેતૃત્વ તથા કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના સક્ષમ માર્ગદર્શન હેઠળ સહકાર મંત્રાલયે ખૂબ જ ટૂંકા ગાળામાં સહકારી ક્ષેત્રમાં અનેક અસરકારક ઇનિશિયેટીવ લીધા છે.

મંત્રી શ્રી વિશ્વકર્માએ કહ્યું કે, આજે દેશમાં ૩૦ કરોડથી વધુ સભાસદો સાથે ૮ લાખથી વધુ સહકારી મંડળીઓ આવેલી છે, જે પૈકી ગુજરાતમાં ૧.૮ કરોડ સભાસદો સાથે ૮૯ હજારથી વધુ સહકારી મંડળીઓ કાર્યરત છે. આ ઉપરાંત દેશમાં નોંધાયેલા ૧.૮ લાખ પેક્સ પૈકી ગુજરાતમાં ૧૦ હજારથી વધુ પેક્સ કાર્યરત છે. સહકારી કામમાં એક સૂત્રતા જળવાય તે હેતુથી પેક્સ માટે ‘મોડેલ બાય લોઝ’ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

સહકાર મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે, દેશના દરેક ગામડાનો ખેડૂત સમૃદ્ધ થાય. તે દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દેશમાં સૌ પ્રથમ ‘કો ઓપરેશન એમોન્ગ કો ઓપરેટીવ મૂવમેન્ટ’ ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રામીણોના ઉત્થાનમાં દૂધ ઉદ્યોગ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.

મંત્રી શ્રી વિશ્વકર્માએ ઉમેર્યું કે, આજે સહકારી ક્ષેત્ર દ્વારા અવિરત પ્રયાસોના પરિણામે બેંકોમાં ડિપોઝિટરોનો વિશ્વાસ ખૂબ વધ્યો છે.
ગુજરાત રાજ્ય સહકારી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતે સહકારી માળખાને ડિજિટલ બનાવવા આગવી પહેલ કરી છે. ગુજરાતના ૧૮ હજારમાંથી મોટાભાગના ગામોમાં માઈક્રો એટીએમની સુવિધા દ્વારા પશુપાલકોને તેમના દૂધના નાણા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. માઈક્રો એટીએમ એક પ્રકારની મિનિ બેંકની ભૂમિકા ભજવે છે. ગુજરાતના સહકારી મોડલનો અભ્યાસ કરવા અનેક રાજ્યના સહકારી મંત્રીશ્રીઓ-આગેવાનો રાજ્યની મુલાકાત કરી રહ્યા છે.

આ પ્રસંગે સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપકુમારે સ્વાગત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સહકારી ક્ષેત્રે સમગ્ર દેશમાં મહત્વપૂર્ણ અને અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. આજે રાજ્યમાં હજારો સહકારી સંસ્થાઓ ખેતી, ડેરી, બેન્કિંગ, માર્કેટિંગ, ક્રેડિટ, હાઉસિંગ અને કુટીર ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
આ પ્રસંગે ખાંડ તંત્રના નિયામક શ્રી સુનિલભાઈ ચૌધરી દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પહેલો અંગે વિસ્તૃતમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ, ઈફ્કોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, GCMMFના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સહિત વિવિધ સહકારી મંડળીઓ-બેન્કોના ચેરમેનશ્રીઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
……………………..
[8/20, 5:59 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1EXS44RGmxKi-20yLAc4ZppHxGrZGf2gT?usp=sharing

*ફુડ સેફ્ટી અને સ્ટાન્‍ડર્ડસ એક્ટ, ૨૦૦૬ ની જોગવાઇઓમાં સુધારા સંદર્ભે વાંધા- સુચનો મેળવવાની અવધી લંબાવવામાં આવી*
**************
*રાજ્યના નાગરિકો તથા ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ-અસોસિયેશનના હોદ્દેદારો તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં પોતાનો અભિપ્રાય આપી શકશે*

ગુજરાત સરકાર દ્વારા ફુડ સેફ્ટી અને સ્ટાન્‍ડર્ડસ એક્ટ, ૨૦૦૬ કેન્દ્રિય અધિનિયમ નં. ૩૪ ઓફ ૨૦૦૬ના અસરકારક અમલ માટે રાજ્યના પરિપેક્ષ્યમાં ખાસ જરૂરિયાતો અનુરૂપ રાજ્યકક્ષાએ તેમાંની કેટલીક દંડનીય જોગવાઇઓમાં સુધારા તેમજ વિચારણા કરવામાં આવી છે.
જેના ભાગરૂપે જાહેર જનતાને સલામત અને ગુણવતા સભર ખોરાક મળી રહે તે હેતુથી નાગરિકો તથા ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ-અસોસિયેશનના હોદ્દેદારો પાસેથી પોતાનો અભિપ્રાય-સૂચનો મંગાવવામાં આવ્યા છે એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયું છે કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના વેબપેજ https://gujhealth.gujarat.gov.in/citizen-corner.htm પર સુધારાનો ડ્રાફ્ટ મુકવામાં આવ્યો છે. જે સુધારા બાબતે જાહેર વાંધા-સુચનો રજુ કરવા તા.૨૨ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં મંગાવવામાં આવી હતી. નાગરિકોને શુદ્ધ અને ગુણવતાયુક્ત ખોરાક મળી રહે તથા વધુમાં વધુ નાગરિકો પોતાના અભિપ્રાયો રાજ્ય સરકારને આપી શકે તે હેતુથી આ સમયમર્યાદા વધુ ૩૦ દિવસ એટલે કે, તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે.

રાજ્યના નાગરિકોને આ જાહેર સૂચનો વધુ ૩૦ (ત્રીસ) દિવસ માટે ઉપર દર્શાવેલ લિંક મારફતે જે વેબસાઇટ ખૂલે તે આધારિત ઓનલાઇન સૂચનો મોકલી આપવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

– પ્રિન્સ ચાવલા

**************

જન ફરિયાદ ન્યુઝ youtube ચેનલની લીંક જુઓ

 

આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડિયો અને ફોટાઓ અમોને અમારા અખબારી માધ્યમ અને ન્યૂઝ ચેનલમાં પ્રસિદ્ધ કરવા માટે અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.

અહીંયા કોઈપણ વિડિયો ફોટાઓ અને સમાચારો માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરી શકે છે. તંત્રી પ્રદીપ રાવલ (9824653073)