19 સપ્ટેમ્બર.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો (માહિતી ખાતાના સમાચારો)janfariyadnews youtube channel links જૂવો.

19 NGdf

(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)

[9/18, 1:31 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે વૃક્ષારોપણ કર્યું*
———-
*૪૩૦૦ ચોરસ મિટર વિસ્તારમાં આયુર્વેદિક વૃક્ષો સહિત ૧૪ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરાશે*
———-
*અમદાવાદ મહાનગર પાલિકાના મિશન ફોર મિલિયન ટ્રીઝ-૨૦૨૫માં અત્યાર સુધીમાં ૪૦.૮૦ લાખ રોપાઓનું વાવેતર પૂર્ણ*
————
*દરેક વાવેતર સ્થળના જીઓ ટેગીંગ અને LIDAR સર્વે ટેક્નોલોજી દ્વારા વૃક્ષોની વૃદ્ધી અને સર્વાઈવલ રેટનું મોનિટરીંગ*
———–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત રાણીપ વોર્ડમાં સાબરમતી જેલ પાછળના ગાર્ડનમાં આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમમાં પદાધિકારીઓ સાથે સામુહિક વૃક્ષારોપણ કર્યું હતું.

તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક પેડ માં કે નામ’ અને ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાનમાં વૃક્ષારોપણ કરીને હરિત ગુજરાતનો સંદેશ આપ્યો હતો, સાથે સાથે નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા, તેમનું સંરક્ષણ કરવા અને હરિયાળું ગુજરાત બનાવવામાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મોટી સંખ્યામાં વૃક્ષો વાવવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. આ વર્ષે ફોર મિલિયન ટ્રીઝ અભિયાન માટે કરવામાં આવેલ સચોટ સૂક્ષ્મ આયોજન અને તે મુજબની વાસ્તવિક અમલવારીના કારણે તારીખ ૭ સપ્ટેમ્બર સુધીમાં ૪૦ લાખ ૮૦ હજાર ૧૮૦ રોપાનું વાવેતર પૂર્ણ થયું છે.

એટલું જ નહિ, પવિત્ર શ્રાવણ માસના ચાર સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ઝોનમાં કુલ ૫૪,૮૮૩ તુલસીનું વિતરણ-વાવેતર કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસમાં આવતી અગિયારસના દિવસે તમામ ઝોનમાં ધાર્મિક મહત્વ ધરાવતા કદમ, પીપળો, સમી, સેવન, સીતાઅશોક અને બીલી જેવા વૃક્ષો મળી કુલ ૪૯૧ વૃક્ષોનું વિતરણ-વાવેતર કરવામાં આવેલું હતું.

વડાપ્રધાનશ્રીના જન્મદિન 17મી સપ્ટેમ્બરે અમદાવાદ શહેરના દરેક વોર્ડમાં એક ધાર્મિક સ્થળે તુલસી વિતરણના કાર્યક્રમ દ્વારા 12,820 તુલસીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ મિશન ૪ મિલિયન ટ્રીઝ અંતર્ગત વૃક્ષારોપણ માટેના સ્થળો ગુગલ મેપથી શોધવામાં આવે છે આ ઉપરાંત દરેક વાવેતર સ્થળનું જીઓ ટેગિંગ કરવામાં આવ્યું છે અને LIDAR સર્વે ટેકનોલોજી દ્વારા વૃક્ષોની વૃદ્ધિ અને સર્વાઇવલ રેટનું મોનિટરીંગ પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પુત્રજીવા વૃક્ષનું વાવેતર સાથે રાણીપ વોર્ડમાં સાબરમતી જેલ પાછળના ગાર્ડનમાં ગુરૂવારે યોજવામાં આવેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમ અન્વયે આ વિસ્તારમાં મિયાવાંકી પધ્ધતિથી ૪૩૦૦ ચોરસ મીટરમાં આર્યુવેદીક સહિત ૧૪ હજાર જેટલા વૃક્ષોના વાવેતરનું આયોજન છે, આ ઉપરાંત સેવા સપ્તાહ અંતર્ગત આ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને સોસાયટીઓ પણ જોડાઈ હતી.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન, સાંસદ શ્રી નરહરિ અમીન, ધારાસભ્ય શ્રી ડો શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી અમુલભાઇ ભટ્ટ , મ્યુનિ કમિશનર બંછાનીધી પાની, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, ચેરમેન હેરિટેજ કમિટી જયેશ ત્રિવેદી, શાસક પક્ષનેતા ગૌરાંગ પ્રજાપતિ, દંડક શીતલ બહેન ડાગા, મ્યુનિ. કાઉન્સિલરશ્રીઓ તથા AMCના પદાધિકારીઓ/કર્મચારીઓ, જેલના અધિકારીઓ,પ્રબુદ્ધ નાગરિકો, સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ, સહિત શહેરીજનો વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સૌએ પર્યાવરણ બચાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
———–
[9/18, 1:50 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1TKAYyVI05gOGwEfOiSkyrs7MxE-8WCZw?usp=sharing
[9/18, 1:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે*
***
*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેયને ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ સાકાર કરશે*
***
*નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ લગભગ ₹4500 કરોડના ખર્ચે તૈયાર થશે*
***
*ગાંધીનગર, 18 સપ્ટેમ્બર, 2025:* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ પામી રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ પર કરશે. વડાપ્રધાનશ્રી સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને લોથલ ખાતે ચાલી રહેલા વિવિધ કામોની પ્રગતિ અંગેની વિસ્તૃત માહિતી પણ મેળવશે.

ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય વેપાર કેન્દ્રની સાથે-સાથે ભારતની સમુદ્ર શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું. આ ઐતિહાસિક સિંધુ સંસ્કૃતિના ઇતિહાસના સાક્ષી સમા લોથલમાં ભારતના ભવ્ય દરિયાઈ વારસાને દર્શાવતું ‘નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ (NMHC) નિર્માણ પામી રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પાંચ પ્રણો આપ્યાં છે, તેમાંનું એક પ્રણ પ્રાચીન વિરાસતોનું સંવર્ધન કરવાનું છે, જે ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ના નિર્માણ થકી સાકાર થવા જઈ રહ્યું છે.

*‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયને નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ સાકાર કરશે*
‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’માં ઇતિહાસ, શિક્ષણ, સંશોધન અને મનોરંજનનો સુભગ સમન્વય સર્જાશે. લોથલ પાંચેક હજાર વર્ષ પહેલાં માત્ર એક બંદર જ નહોતું, પરંતુ અહીં દરિયાઈ જહાજોની મરામત પણ થતી હતી, એ જ્વલંત ઇતિહાસ અહીં ફરી જીવંત થશે. આધુનિક ટેક્નોલૉજી થકી ભવ્ય દરિયાઈ પ્રાચીન વારસાની અનુભૂતિ કરાવવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિના કારણે આ અતિપ્રાચીન સ્થળનો ફરી વિકાસ શક્ય બન્યો છે. ગુજરાતની પ્રાચીન ધરોહરનું મહત્ત્વનું સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આમ, ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વારસાની વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને નિર્માણ થઇ રહેલું આ મ્યુઝિયમ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ધ્યેયને સાકાર કરશે.

*હેરિટેજ કૉમ્પ્લેક્સના કારણે હજારો લોકો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થશે*
આ હેરિટેજ કૉમ્પ્લેક્સ લોકો માટે એક પ્રવાસન સ્થળ ઉપરાંત અભ્યાસ માટેનું કેન્દ્ર બનશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ એક નવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે અને વિશ્વના અન્ય આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ તેની સારસંભાળ લેવામાં આવશે. આ પ્રોજેક્ટ સમગ્ર ભાલ પ્રદેશની અર્થવ્યવસ્થા વિકસાવવામાં પણ મદદરૂપ સાબિત થશે. જેના પરિણામ સ્વરૂપે હજારો લોકો માટે રોજગારીની અનેક તકો અહીં સર્જાશે તેમજ સંખ્યાબંધ કુટીર ઉદ્યોગોના વિકાસની પણ અનેક રાહ ખુલશે.

*‘આત્મનિર્ભર ભારત’ વિઝન થશે સાકાર, મેરિટાઇમ હેરિટેજ ટુરિઝમને મળશે પ્રોત્સાહન*
અત્રે ઉલ્લેખનીય છે કે, લોથલમાં હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ એ રીતે કરવામાં આવી રહ્યું છે કે ભારતનો સામાન્ય માણસ તેનો ઇતિહાસ સરળતાથી સમજી શકે. જેમાં અત્યંત આધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને એ જ યુગને ફરી સજીવન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોથલ, હડપ્પન સંસ્કૃતિ સમયના અગ્રણી શહેરોમાંનું એક હતું અને સૌથી જૂના માનવસર્જિત ડોકયાર્ડની શોધ માટે તે જાણીતું છે. લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ એ શહેરના ઐતિહાસિક વારસા અને ધરોહરની સ્મૃતિના જતન માટે એકદમ યોગ્ય છે. આ સાથે આ પહેલ મેરિટાઇમ હેરિટેજ ટુરિઝમ, સંશોધન અને નીતિગત વિકાસમાં ભારતને એક વૈશ્વિક કેન્દ્ર બનાવીને વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ વિઝનને સાકાર કરે છે.

*વિશ્વનું સૌથી ઊંચું લાઈટ હાઉસ મ્યુઝિયમ આ કૉમ્પ્લેક્સમાં બનશે*

નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ પણ તૈયાર થશે. આ આઇકોનિકઆ લાઇટહાઉસ મ્યુઝિયમ 77 મીટરનું હશે જેમાં 65 મીટર ઉપર ઓપન ગેલેરી હશે, જે સમગ્ર સંકુલના તમામ મુલાકાતીઓને ઓપન એર વ્યૂઇંગ ગેલેરી પ્રદાન કરશે. એટલું જ નહીં, રાત્રીના સમયે લાઇટિંગ શો પણ થશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ મ્યુઝિયમમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. 100 રૂમનું ટેન્ટ સિટી અને રિસોર્ટ પણ તૈયાર થશે. આખા મ્યુઝિયમમાં ફરવા માટે ઈ-કારની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. 500 ઇલેક્ટ્રિક કારના પાર્કિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. આ ઉપરાંત 66 કે.વીનું સબસ્ટેશન પણ કાર્યરત થઇ ગયું છે.

*સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી 14 ગેલેરીઓ જોવા મળશે*

આ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ લગભગ ₹4500 કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે 375 એકર જમીન રાજ્ય સરકારે ફાળવી છે. આ મ્યુઝિયમમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે લોથલ મિની રિક્રિએશન ઉપરાંત ‘મેમોરિયલ થીમ પાર્ક’, ‘મેરિટાઇમ અને નેવી થીમ પાર્ક’, ‘ક્લાઇમેટ થીમ પાર્ક’ ‘તેમજ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક’ જેવા ચાર થીમ પાર્કના નિર્માણના પગલે ઘણી આવિષ્કારી અને યુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. હડપ્પીયન સમયથી શરૂ કરીને આજ સુધીના ભારતના સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી 14 ગેલેરીઓ તેમજ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સમુદ્રી વારસાને પ્રદર્શિત કરતું કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન પણ અહીં રાખવામાં આવશે.

*નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં મેરિટાઇમ યુનિવર્સિટી બનશે*

સૌથી અગત્યની વાત એ પણ છે કે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં મેરિટાઇમ યુનિવર્સિટી બનશે. આમ, મેરીટાઈમની ડિગ્રી એક જગ્યાએ પ્રાપ્ત થશે. સાથો-સાથ સ્ટુડન્ટ્સ એક્સેચેન્જ પ્રોગ્રામને વેગ મળશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં માત્ર મેરીટાઈમ કૉમ્પ્લેક્સ જ નહીં પરંતુ અભ્યાસ માટે ઈન્સ્ટિટ્યૂટ પણ બનાવવામાં આવશે. આ સાથે-સાથે દુનિયાની સૌથી મોટી અંડર વૉટર થીમિંગ ઓપન ગેલેરી પણ આ જ કૉમ્પ્લેક્સ બનાવવામાં આવશે. આ મ્યુઝિયમનાં મુલાકાતીઓને એક ભવ્ય મેરિટીઇમ ઇતિહાસમાંથી પસાર કરશે અને તેમને એક વિશ્વસ્તરીય મ્યુઝિયમની મુલાકાતનો અનુભવ મળશે.

*X-X-X*
[9/18, 3:10 PM] Dilip Gajjar.Mahiti.Press: *સહકારથી સમૃદ્ધિની સાફલ્યગાથા: બનાસકાંઠાના માનીબેને 2024-25માં ₹ 1.94 કરોડનું દૂધ વેચ્યું, આ વર્ષે ₹3 કરોડનું દૂધ વેચવાનું લક્ષ્યાંક*
****
*ગાય-ભેંસની સંખ્યા 12થી વધીને 230 થઇ, આ વર્ષે 100 નવી ભેંસો ખરીદીને દૂધ ઉત્પાદનમાં વધારો કરવામાં આવશે*
****
*ગુજરાતની મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર, રાજ્યમાં 16,000માંથી 4150 જેટલી મંડળીઓ મહિલાઓ દ્વારા સંચાલિત*
****
*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ દુનિયા સમક્ષ પ્રસ્તુત કર્યું છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
****

*ગાંધીનગર, 18 સપ્ટેમ્બર 2025:* દેશના સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા અને તેના માધ્યમથી દેશના દરેક ગામડાના ખેડૂતો અને પશુપાલકોને સમૃદ્ધ બનાવવાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે. આ વિઝન પર આગળ વધતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સહકારી ક્ષેત્રમાં સમગ્ર દેશમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. સહકાર ક્ષેત્રે થયેલા વ્યાપક પ્રયાસોના પરિણામે આજે રાજ્યના પશુપાલકો સમૃદ્ધ થઇ રહ્યાં છે અને ખાસ કરીને મહિલાઓ આત્મનિર્ભર બનીને સમાજને પ્રેરણા આપી રહી છે. આવી જ એક સાફલ્યગાથા બનાસકાંઠાના માનીબેનની છે જેમણે વર્ષ 2024-25માં ₹1 કરોડ 94 લાખનું દૂધ ભરાવીને બનાસકાંઠા જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વર્ષે તેઓ ₹3 કરોડનું દૂધ વેચવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તૈયારી કરી રહ્યાં છે.

કાંકરેજ તાલુકાના કસરા ગામે રહેતા 65 વર્ષીય માનુબેન જેસુંગભાઈ ચૌધરી સ્થાનિક ધી પટેલવાસ (કસરા) દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દરરોજ 1100 લિટર દૂધ ભરાવે છે. વર્ષ 2024-25માં તેમણે 3,47,180 લીટર દૂધ ભરાવ્યું હતું જેનું મૂલ્ય ₹1,94,05,047 થાય છે. તેમની આ સિદ્ધિના લીધે તેમણે આ વર્ષે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં “શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી” શ્રેણીમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. બનાસકાંઠાના બાદરપુરા ખાતે તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં તેમને આ સિદ્ધી બદલ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું.

*આ વર્ષે વધુ 100 નવી ભેંસ ખરીદવાની તૈયારી*
માનુબેન આ સફળતાને નવી ઉંચાઇએ લઇ જવા માંગે છે. તેમના પરિવારમાં ત્રણ દીકરાઓ પૈકી સૌથી નાના વિપુલભાઇએ જણાવ્યું હતું કે, “બનાસ ડેરી તરફથી યોગ્ય માર્ગદર્શન મળી રહ્યું છે અને અમે આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છીએ. અમારી પાસે 2011માં 10થી 12 જેટલી ગાય અને ભેંસ હતી જેની સંખ્યા હવે 230થી વધુ થઇ ગઇ છે. અમારી પાસે અત્યારે 140 મોટી ભેંસ, 90 ગાય અને 70 જેટલા નાના બચ્ચા છે. આ વર્ષે અમે 100 ભેંસ ખરીદીને દૂધ ઉત્પાદનને વધારવા માંગીએ છીએ. આ વર્ષના અંતે અમે ત્રણ કરોડથી વધુ મૂલ્યનું દૂધ વેચવા માટે તૈયારી કરી રહ્યા છીએ.”

માનુબેનના પરિવાર દ્વારા ગાયો અને ભેંસોની જાળવણી માટે શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમની પાસે બન્ની, મહેસાણી અને મુરાહ પ્રજાતિની ભેંસો છે તેમજ એચ એફ ગાયોની સાથે ચાર દેશી કાંકરેજ પ્રજાતિની ગાય પણ ઉપલબ્ધ છે.

*16 પરિવારને રોજગારી, દૂધ દોહન કામગીરી માટે મશીનરી*
પશુપાલનની આ કામગીરીમાં અત્યારે માનુબેન સાથે 16 જેટલા પરિવાર સંકળાયેલા છે. ગાય અને ભેંસોના દૂધ દોહનની કામગીરી માટે મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે. પશુપાલનની તમામ કામગીરીમાં તેમના પરિવારના સભ્યો પણ સક્રિયપણે સહયોગ આપીને આત્મનિર્ભર બનાવાની પ્રેરણા આપી રહ્યા છે. વિપુલભાઇના જણાવ્યા અનુસાર, “અમે ત્રણેય ભાઇઓ ગ્રેજ્યુએટ છીએ અને અમે સૌ આ કામગીરીમાં સંકળાયેલા છીએ. પશુપાલન ક્ષેત્રમાં આવક વધવાથી ઘણા નવયુવાનોને આ કામમાં સામેલ થવાની પ્રેરણા મળશે.”

*રાજ્યમાં 16,000માંથી 4150 જેટલી મંડળીઓ મહિલાઓ દ્વારા સંચાલિત*
ગુજરાતના પશુપાલન ક્ષેત્રમાં મહિલાઓ દ્વારા સંચાલિત ડેરી કો-ઓપરેટિવ્સ અને સ્વસહાય જૂથોની સંખ્યા પણ નોંધનીય છે. રાજ્યમાં કુલ 16,000થી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે જેમાંથી 4150 જેટલી મહિલા સંચાલિત મંડળીઓ છે. રાજ્યના કુલ 36 લાખથી વધુ સભાસદો પૈકી 11 લાખથી વધુ સભાસદો મહિલા છે. બનાસ ડેરી જેવી મોટી ડેરીઓમાં, જ્યાં એક દિવસમાં 90 લાખ લિટર જેટલું દૂધ સંપાદન થાય છે, ત્યાં પણ મહિલા પશુપાલકોનું નોંધપાત્ર યોગદાન છે. બનાસ ડેરીમાં ઘણી મોટી સંખ્યામાં મહિલા સભાસદો વર્ષે 50 લાખથી વધુ રકમનું દૂધ જમા કરાવીને આર્થિક રીતે વધુ સક્ષમ બની છે.
*x-x-x*
[9/18, 5:35 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ ૧૦૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો :*
*કચ્છ પ્રદેશમાં સૌથી વધુ ૧૩૫ ટકા વરસાદ વરસ્યો*
…………………………..
*રાજ્યમાં ૯૭ ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું-ખરીફ વાવેતર*
…………………………..
 *રાજ્યના ૧૪૫ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા*
 *રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૯૩ ટકાથી વધુ જળસંગ્રહ*
——————-
રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૮ સપ્ટેમ્બર-૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૧૦૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં ૧૩૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૧૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૧૨ ટકા, પૂર્વ-મધ્યમમાં ૧૧૦ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૯૩ ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે.

વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૧૪૫ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૧૨ ડેમ એલર્ટ પર તેમજ ૧૭ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૯૩ ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.

ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત‌‌ એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ ૯૭.૭૨ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૨ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨૦ લાખ હેક્ટરમાં કપાસ જ્યારે ત્રીજા ક્રમમાં ૦૯ લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષ ૨૦૨૨માં ૧૨૨ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૦૮ ટકા અને વર્ષ ૨૦૨૪માં ૧૪૩ ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે વર્ષ ૨૦૨૫માં આજની સ્થિતિએ ૧૦૮ ટકા વરસાદ નોંધાયો છે.

જનક દેસાઈ ——————-
[9/18, 8:48 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘ધર્મ’ અને ‘ધમ્મ’ આ બંને શબ્દો અને તેના ગહન ખ્યાલ, ભારતભૂમિની વિશ્વને દેન : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત*
………..
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના પ્રેરક સંબોધન સાથે ૯મી આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ પરિષદનો અમદાવાદમાં પ્રારંભ*
……….
-:રાજ્યપાલશ્રી:-
• જે હું મારા માટે ઈચ્છું, તે જ બીજા માટે કરું તે ધર્મ.’
• જેનો અમલ કરવાથી વ્યવસ્થા અને સંસાર ટકી જાય, તે જ ધર્મ છે
• ઈશ્વરના સદગુણોને જાણવાથી અને અનુસરવાથી ઈશ્વર મળે છે
……….
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૯મી આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ પરિષદ ૨૦૨૫નો આજે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાંગણમાં શુભારંભ થયો હતો.

આ પ્રતિષ્ઠિત પરિષદનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કર્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રીશ્રી, આંતરરાષ્ટ્રીય મહેમાનો અને વિવિધ ધર્મના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદની મુખ્ય થીમ ‘કર્મ, પુનઃજન્મ, દેહાંતરણ અને અવતાર સિદ્ધાંત’ છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાયેલી આ પરિષદમાં ઉપસ્થિત જ્ઞાનપિપાસુ શ્રોતાઓને સંબોધન કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, ‘ધર્મ’ અને ‘ધમ્મ’ આ બંને શબ્દો અને તેના ગહન ખ્યાલ, ભારતભૂમિની વિશ્વને દેન છે.

તેમણે ભારતીય શાસ્ત્રોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “ધર્મો રક્ષતિ રક્ષિતઃ” અર્થાત જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેની રક્ષા કરે છે. આ વિભાવનાને વિશાળ દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર છે. પ્રથમ તો ધર્મની વ્યાખ્યા સમજવી પડે, ધર્મ એટલે શું તે જાણવું પડે. ધર્મ વિશેની સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા ભગવદ્ ગીતામાં કરવામાં આવી છે, જે મુજબ, ‘જે હું મારા માટે ઈચ્છું, તે જ બીજા માટે કરું તે ધર્મ.’

પોતાના વક્તવ્યમાં શાસ્ત્રોને ટાંકીને રાજ્યપાલશ્રીએ કહ્યું કે, “श्रूयतां धर्म सर्वस्वं श्रुत्वा च अवधार्यताम् | आत्मन: प्रतिकूलानि परेषां न समाचरेत् ||”. અર્થાત્ સત્ય અને દયા પરમેશ્વરે સૌમાં મૂક્યાં છે અને તે સૌને પ્રિય છે. સૌ કોઈ ઈચ્છે છે કે મારી સાથે સત્ય વ્યવહાર થાય, મારી સાથે ક્રૂર વ્યવહાર ન થાય. પણ જેવી તે અપેક્ષા રાખે છે, તેવું તે બીજા સાથે આચરતો નથી. જો મનુષ્ય પોતે પણ તેવું જ આચરે તો ધર્મની માંગલિક સ્થિતિનાં દર્શન થાય.

રાજ્યપાલશ્રીએ વધુમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે, હિંસા-અહિંસા, સત્ય-અસત્ય, પરિગ્રહ-અપરિગ્રહ આમાંથી ધર્મ શું છે અને અધર્મ શું છે તે ચકાસવું હોય તો એ જોવું પડે કે કોણ વધુ ટકે છે અને શું શાશ્વત છે. અહિંસા કે હિંસા, સત્ય કે અસત્ય, જેનો અમલ કરવાથી વ્યવસ્થા અને સંસાર ટકી જાય, તે જ ધર્મ છે.

આ તકે રાજ્યપાલશ્રીએ ઉપનિષદમાં આલેખિત કર્મ અને પુનઃજન્મના ગહન ખ્યાલને સ્પષ્ટ કર્યા હતા અને તેની ઊંડાણપૂર્વકની સમજ ઉપસ્થિતોને આપી હતી.
તેમણે ઈશ્વરના ગુણોનું વર્ણન કરીને સમજાવ્યું કે સદગુણોને જાણવાથી અને અનુસરવાથી ઈશ્વર મળે છે, અને આ થકી તેમણે ભક્તિ માર્ગની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

રાજ્યપાલશ્રીએ પુનઃજન્મ અને કર્મફળ જેવા સિદ્ધાંતો માટે સ્વામી દયાનંદ સરસ્વતીની ટિપ્પણી અને સમજણ અંગે વિશદ છણાવટ કરી હતી.

આ પ્રસંગે ભારતના કેન્દ્રીય સાંસ્કૃતિક અને પ્રવાસન વિભાગના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું કે, માનવના અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નો અને તેના જવાબ શોધવાની જહેમતે જ વિવિધ માનવ સભ્યતાને આકાર આપ્યો છે. ‘હું કોણ છું?’, ‘હું શા માટે છું?’, ‘મારા અસ્તિત્વનો ધ્યેય શું છે?’ આવા પ્રશ્નો માનવીને હજારો વર્ષોથી થતા આવ્યા છે. આ સવાલોએ જ માનવ સભ્યતા, સંસ્કૃતિ અને પરંપરાઓને આકાર આપ્યો છે અને માનવીની પ્રગતિને દિશા આપી છે. કોઈ સભ્યતા કેવા આધ્યાત્મિક સવાલો પૂછે છે અને તેના જવાબ કેવી રીતે શોધે છે, તેના આધારે તેની પ્રગતિ નક્કી થતી હોય છે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે, “धर्मेण हीनाः पशुभिः समानाः” અર્થાત્ ધર્મ વિનાનો માનવી પશુ સમાન છે. ધર્મ અને ધમ્મ એકબીજાના પૂરક છે.

પરિષદની મુખ્ય થીમ ‘કર્મ, પુનઃજન્મ, દેહાંતરણ અને અવતાર સિદ્ધાંત’ છે. આ આધ્યાત્મિક ખ્યાલોની માનવ જીવનમાં ઉપયોગીતા અંગે પણ કેન્દ્રીય મંત્રીશ્રીએ વિસ્તૃત વિવેચન કર્યું હતું.

આ ગરિમામય પરિષદમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી સ્વામી શ્રી ગોવિંદ દેવગિરિ મહારાજ, ભૂતાનના રોયલ ગવર્નમેન્ટના ગૃહ મંત્રી શ્રી ત્શેરિંગ, મોરેશિયસના કળા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી મહેન્દ્ર ગોંદીયા, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રીમતી અમીબેન ઉપાધ્યાય સહિત વિવિધ ધાર્મિક સંગઠનો સાથે સંકળાયેલા મહાનુભાવો, અગ્રણીઓ, અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
………
[9/19, 11:32 AM] Dilip Gajjar.Mahiti.Press: *કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ*
****
*મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી બાદ કચ્છનું ધોરોડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ*
****
*81 રહેણાકમાં કુલ 177 કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ સ્થાપિત, દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક ₹16,064 નો આર્થિક લાભ થવાનો અંદાજ*
****

*ગાંધીનગર, 19 સપ્ટેમ્બર, 2025:* યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આગામી 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ, ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે.

*દરેક ઘરમાં વાર્ષિક ₹16 હજારથી વધુનો લાભ*
પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના 100% રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આ કામગીરીના લીધે સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થવાની સાથે ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે. આ પ્રોજેક્ટ થકી ધોરડોના 81 રહેણાંક ઘરો માટે 177 કિલોવોટની સોલાર રૂફટોપ કેપેસિટી મળશે. આ પ્રોજેક્ટના કારણે ગામના દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક ₹16,064 નો આર્થિક લાભ થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટથી વાર્ષિક 2 લાખ 95 હજાર યુનિટ ઉત્પાદનની સંભાવના છે. આ યોજનાના લીધે ગ્રામજનોને વીજળીના બિલમાં બચત થવાની સાથે વાધારાના યુનિટના લીધ પણ આવક થશે. દર વર્ષે વીજળીમાં બચત અને વધારાના યુનિટના વેચાણથી કુલ ₹13 લાખથી વધુનો લાભ થવાની સંભાવના છે.

આ બાબતે ધોરડો ગામના સરપંચ મિંયા હુસેને જણાવ્યું કે, “આ છેવાડાનું ગામ છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી આ ગામમાં પહેલાથી ઘણો વિકાસ થયો છે. હવે આખા ગામના ઘરોમાં સોલાર રૂફટોપ લાગવાથી લોકોનું બિલ સાવ ઓછું થઇ જશે અને તેનાથી ગામના લોકોને ઘણો ફાયદો થશે. સરકારની સબસિડી અને બેંકની લોનથી ગામના લોકોને સાવ નહિવત ખર્ચ થયો છે અને આ કામગીરીથી ગામના લોકોમાં અત્યંત ખુશીની લાગણી છે.”
*x-x-x*

****************************

[9/18, 1:32 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *સ્પે.ખેલમહાકુંભ-૨૦૨૫ અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓનું ૩૦ ઓક્ટોબર સુધી ઓફલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે*
૦૦૦૦૦૦૦
*ખેલાડીઓએ રજીસ્ટ્રેશન ફોર્મ ભરી તા.૩૦/૧૦/૨૦૨૫ સુધી જિલ્લાના માન્ય રમત મંડળની પ્રતિનિધિ સંસ્થાને જમા કરાવવાના રહેશે*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૮ સપ્ટેમ્બર-, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ કેટેગરીમાં સ્પે.ખેલમહાકુંભ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાકક્ષાના સ્પે.ખેલમહાકુંભની સ્પર્ધામાં માનસિક ક્ષતિગ્રસ્ત (M.R), શારિરીક ક્ષતિગ્રસ્ત (O.H), અંધજન (બ્લાઇન્ડ), શ્રવણમંદ ક્ષતિવાળા (ડેફ) ધરાવતા ખેલાડીઓ ભાગ લઇ શકશે.
સ્પે.ખેલમહાકુંભ ઓફલાઇન રજીસ્ટ્રેશન તા. ૩૦/૧૦/૨૦૨૫ સુધી કરવામાં આવનાર છે. ઓફલાઇન રજીસ્ટ્રેશન કરાવવા (૧) માનસિક ક્ષતિગ્રસ્ત (M.R) કેટેગરી માટે શ્રી જીગ્નેશ રાવલ મો.નં- ૯૮૯૮૭૮૭૫૨૦ (૨) શારિરીક ક્ષતિગ્રસ્ત (O.H) કેટેગરી માટે શ્રી અજીત ડોડીયા મો.નં-૭૦૧૬૮૩૫૦૫૮ (૩) અંધજન (બ્લાઇન્ડ) કેટેગરી માટે શ્રી જયંતીભાઈ પટેલ મો.નં-૯૮૯૮૭૮૦૪૬૨૯ અને (૪) શ્રવણમંદ ક્ષતિવાળા (ડેફ) કેટેગરી માટે શ્રી હિતેશ ચૌધરી મો.નં-૮૧૪૦૨૫૫૩૨૯ ઉપર સંપર્ક કરી શકાશે. વધુ વિગત માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, ગાંધીનગર સેકટર-૨૧નો સંપર્ક કરવાનો રહેશે.
ભાગ લેનાર તમામ કેટેગરીના ખેલાડીઓએ સ્પે.ખેલમહાકુંભનાં ઓફલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ ભરી તા.૩૦/૧૦/૨૦૨૫ સુધી જિલ્લાના માન્ય રમત મંડળની પ્રતિનિધિ સંસ્થાને જમા કરાવવાના રહેશે તેમ જિલ્લા રમત ગમત અધિકારી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/18, 1:32 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *રૂપાલ પલ્લી મેળાના અવસરે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગની આગોતરી કામગીરી: શ્રદ્ધાળુઓની સવલત માટે તંત્ર ખડે પગે*
૦૦૦૦૦૦૦
*રૂપાલ ગામને જોડતા તમામ રોડ પર જંગલ કટીંગ તેમજ ડામર પેચ વર્ક કરાયું*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૮ સપ્ટેમ્બર- ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામ સ્થિત વરદાયિની માતાનુ મંદિર વિશિષ્ટ મહાત્મ્ય ધરાવે છે. દર વર્ષે આસો સુદ નોમના દિવસે ભરાતો પલ્લી મેળોએ લાખો ભકતો માટે અનન્ય મહત્વ ધરાવે છે. પલ્લીમાં ભાગ લેવા લાખોની સંખ્યામાં માનાં ભક્તો ભારતભરમાંથી જ નહીં,પણ વિદેશમાંથી પણ આવતા હોય છે.
રૂપાલ પલ્લી મેળાના અવસરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને માર્ગો પર સુગમતા રહે તે માટે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓની સવલત માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા સતત ખડેપગે રહી રૂપાલ ગામને જોડતા તમામ રોડ પર જંગલ કટીંગ કરાયું હતું. આ સાથે રૂપાલ એસ.ટી. સ્ટેન્ડથી રૂપાલ-આમજા રોડ, રૂપાલ-સોનીપુર રોડ, રૂપાલ એપ્રોચ રોડ તથા કરાઈ એપ્રોચ રોડ પર ડામર પેચ વર્ક કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક માન્યતા અનુસાર પાંડવોના સમયથી ચાલી આવતી આ પલ્લી યાત્રામાં જોડાતા ભાવકોની સુરક્ષા અને આવશ્યકતાઓની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા જહેમત સાથે સતત કામગીરી કરવામાં આવી રહી છે.
૦૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/18, 2:01 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ધ ઇકોનોમિક્સ ટાઈમ્સ- ગવર્નમેન્ટ દ્વારા વિકસિત ગુજરાત સમિટ 2025 યોજાઇ*
****************************
*ગુજરાતની પ્રગતિ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં નિર્ણાયક સાબિત થશે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
……………………..
*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે:રાજયપાલશ્રી*
……………………………
*નાનામાં નાના માણસને યોજનાનો અને પાયાની જરૂરિયાતોનો લાભ મળે એ વિશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ વિચાર્યું છે. જો પાયાની જરૂરિયાત પૂરી ન થાય તો વિકાસ શક્ય નથી: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ*
…………………….
*ગ્રીન એનર્જીમાં અને રીન્યુએબલ એનર્જીમાં ગુજરાત પ્રથમ સ્થાને છે : મુખ્યમંત્રીશ્રી*
…………………………..
*Earning well, living well” ના મંત્ર સાથે વિકસિત ગુજરાત થી વિકસિત ભારતની સંકલ્પના સાકાર થશે- આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
…………………..
*ગુજરાતનું મોડલ આખા દેશમાં લાગુ કરાઈ રહ્યું છે. ડિજિટલ પ્રોગ્રામ ભારત સરકારે 2015માં શરૂ કરેલો, આજે ૧૦ વર્ષમાં ભારત આખા વિશ્વમાં લીડર બની ગયું છે — સંયુક્ત સચિવ શ્રી,ભારત સરકાર*
……………………………..
ગાંધીનગર ,તા.૧૮ સપ્ટેમ્બર- ગાંધીનગરની ગિફ્ટ સિટી ક્લબમાં, આજે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સહયોગથી અને ધ ઇકોનોમિક્સ ટાઈમ્સ- ગવર્નમેન્ટ દ્વારા આયોજિત વિકસિત ગુજરાત સમિટ 2025 – પાયોનીઅરીંગ ડિજિટલ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત , મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સહભાગી થયા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ૨૦૦૧માં ગુજરાતે શરૂ કરેલી વિકાસ યાત્રા હવે સમગ્ર દેશ અને વિશ્વ માટે એક મોડેલ બની ગઈ છે. એક સમયે પાણીના એક-એક ટીપા માટે ઝંખતું ગુજરાત રાજ્ય આજે ઉદ્યોગ, કૃષિ, માળખાગત સુવિધાઓ અને ટેકનોલોજીકલ ક્રાંતિના ક્ષેત્રોમાં અગ્રેસર તરીકે ઉભરી આવ્યું છે.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી વિચારસરણી અને મજબૂત નેતૃત્વએ ગુજરાતનું ભાગ્ય બદલાવ ઉપરાંત વૈશ્વિક મંચ પર ભારતને એક નવી ઓળખ પણ આપી છે. આજે ભારત ૧૧ માં સૌથી મોટા અર્થતંત્રમાંથી ચોથા સ્થાને પહોંચી ગયું છે અને ઝડપથી ત્રીજા સ્થાન તરફ આગળ વધી રહ્યું છે. જે ૧૧ વર્ષની અથાક મહેનત, દ્રઢ ઇચ્છાશક્તિ અને સુશાસનનું પરિણામ છે.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રીશ્રીનું “સશક્ત મહિલા, સશક્ત પરિવાર”નું વિઝન સમાજમાં કાયમી સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે. ગુજરાત સ્ટાર્ટઅપ્સ, સેમિકન્ડક્ટર્સ, અવકાશ ટેકનોલોજી, સોલાર એનર્જી, નવીનીકરણીય ઉર્જા અને ઔદ્યોગિક વિકાસ જેવા ક્ષેત્રોમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે, માનવ જીવનના ત્રણ સૌથી મોટા દુશ્મનો અભાવ, અજ્ઞાનતા અને અન્યાયને નાબૂદ કરવા માટે પ્રધાનમંત્રીએ નોંધપાત્ર કાર્ય કર્યું છે. ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા એ એક ઐતિહાસિક સિદ્ધિ છે.તેમણે યુવાનો, ઉદ્યોગપતિઓ અને સમાજના દરેક વર્ગને તેમની જવાબદારીઓ અત્યંત પ્રામાણિકતા અને ખંતથી નિભાવવા અને ગુજરાત ઝડપથી વિકસિત થાય એ દિશામાં આગળ વધારવા હાકલ કરી હતી. રાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતની પ્રગતિ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં નિર્ણાયક સાબિત થશે.
રાજ્યપાલશ્રીએ ઇકોનોમિક ટાઇમ્સ અને કાર્યક્રમના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
વિકાસ પુરુષની વિઝનરી લીડરશીપમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનવા તરફ ઝડપથી ગતિ કરી રહ્યું છે,એમ કહી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે ભારતને વિશ્વની પાંચમી ઇકોનોમી બનાવવાનો વડાપ્રધાનશ્રીનો આગ્રહ છે. આજે કેટલો મોટો બદલાવ આવ્યો છે 2000ના વર્ષમાં માત્ર 25088 એમએસએમઇ નોંધાયેલાં હતા, આજે 38,80,892 નોંધાયેલાં છે. આખા ગુજરાતે પાણી અને વીજળી માટે કેટલી મુશ્કેલી વેઠી છે. આજે ગુજરાતમાં 24 કલાક વીજળી અને પાણી મળે છે. પાયાની જરૂરિયાતોના મૂળ વિચારમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ છે. નાનામાં નાના માણસને યોજનાનો અને પાયાની જરૂરિયાતોનો લાભ મળે એ વિશે તેમણે વિચાર્યું છે. જો પાયાની જરૂરિયાત પૂરી ન થાય તો વિકાસ શક્ય નથી. નરેન્દ્રભાઈ પાસે વિકાસના દરેક ક્ષેત્રના વિચારોની સ્પષ્ટતા છે.
જીએસટીનો આંકડો કેટલો મોટો આવે છે તેમ જણાવી મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, દરેક ઉદ્યોગોને મેનપાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, લાઈટ બધું જ મળી રહ્યું છે એટલે તેઓ ટેક્સ ભરે છે. સેમિકન્ડક્ટરની સાથે ગ્રીન કવરેજ કેટલું વધી શકે એનો વિચાર ગુજરાતે કર્યો છે.સ્વચ્છતા અને સર્વ સમાવેશકની રીતે આગળ વધીને વિકાસ કર્યો છે. ગ્રીન એનર્જીમાં અને રીન્યુએબલ એનર્જીમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. “કેચ ધ રેન” અંતર્ગત પણ ઘણું કામ થઈ રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ આઝાદીની શતાબ્દિ 2047માં મનાવે ત્યાં સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે.ગુજરાત પણ તેમાં વિકસિત ગુજરાત તરીકે પોતાનું અગ્રીમ યોગદાન આપવા સજ્જ છે.વિકસિત ગુજરાત@૨૦૪૭ના વિઝનને સાકાર કરવા માટે આ વર્ષે રૂપિયા પાંચ હજાર કરોડની વિકસિત ગુજરાત ફંડ અંતર્ગત ફાળવણી કરી છે અને ગુજરાતે સર્વ સમાવેશક વિકાસનો આખો રોડમેપ તૈયાર કર્યો છે. ભારતની વિકાસ યાત્રામાં ગુજરાતની ભૂમિકા પર રચનાત્મક સંવાદને પ્રોત્સાહન આપતી આ સમિટના આયોજન માટે, ધ ઇકોનોમિક ટાઇમ્સને અભિનંદન આપીને કહ્યું હતું કે,આ સમિટમાં ચર્ચા થાય તેના સૂચનો સરકાર આવકારશે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિકસિત ગુજરાત થી વિકસિત ભારત બનાવવા મહત્વના બે પાસાં છે “Earning well, living well” એટલે કે સારું કમાવો સારું જીવો . તે મુખ્ય ધ્યેય સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે.ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૧ થી ગુજરાતમાં આરંભેલો ૩૬૦ ડિગ્રી વિકાસ આજે સમગ્ર દેશ માટે મોડલરૂપ બન્યો છે‌.
વર્ષ ૨૦૧૪ માં નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાન બનીને સમગ્ર દેશમાં અકલ્પનીય વિકાસ આરંભ્યો છે અને વિકાસના નવયુગનો પ્રારંભ કર્યો છે.
આજે વધતા જતા ટેકનોલોજીના યુગમાં AI ની સાથે તેનાથી પણ એડવાન્સ વિચારવા અને તેને અમલી બનાવવા વડાપ્રધાન શ્રી એ પ્લેટફોર્મ પુરૂં પાડ્યું છે.આજે ગુજરાત ફાર્મા ઉત્પાદન અને નિકાસમાં અગ્રેસર બન્યું છે, નજીકના સમયમાં મેડિકલ ડિવાઇસ પાર્ક અને બલ્ક ડ્રગ્સ પાર્ક પણ નિર્માણ પામશે જે આ ક્ષેત્રને વેગવંતુ બનાવશે અને આ રીતે જ વિકસિત ગુજરાત થી વિકસિત ભારતની પરિકલ્પના સાકાર થશે તેમ આરોગ્ય મંત્રી શ્રીએ કહ્યું હતું ‌.
આ પ્રસંગે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી આમોદ કુમારે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગુજરાતનું મોડલ આખા દેશમાં લાગુ કરાઈ રહ્યું છે. ડિજિટલ પ્રોગ્રામ ભારત સરકારે 2015માં શરૂ કરેલો, આજે ૧૦ વર્ષમાં ભારત આખા વિશ્વમાં લીડર બની ગયું છે. 50 કરોડથી વધુ જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે, રોજના 9 કરોડ ટ્રાન્જેક્શન આધાર કાર્ડના આધારે થાય છે . યુ પી આઈ અમલમાં આવ્યા બાદ આજે રોજના રૂપિયા 64 કરોડ ટ્રાન્જેક્શન થાય છે. 140 કરોડ લોકોના આધાર કાર્ડ બન્યા છે. સેમિકન્ડક્ટરમાં ગુજરાતે લીડ લીધી છે. આઈ ક્રિએટમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે. ઈ- મમતા કાર્ડ પ્રોજેક્ટ આખા દેશમાં શરૂ કરાયો છે.2047માં પણ ગુજરાત જ લીડર રહેશે. વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતની યાત્રા સતત ચાલુ રહેશે.
વિકસિત ગુજરાત સમિટ 2025ની પેનલ ડિસ્કશનમાં વિવિધ વિષયો ઉપર ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજીના સચિવ શ્રીમતી પી. ભારતીએ , શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ. થેન્નારસન, ગિફ્ટ સિટીના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજય કૌલ, વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશે ખાસ સંબોધન કર્યું હતું.
ધ ઇકોનોમિક ટાઈમ્સના ડેપ્યુટી એડિટર કાર્તિક શર્માએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.
ધ ઇકોનોમિક ટાઇમ્સના આસિસ્ટન્ટ એડિટર સુશ્રી ઝરણા ઉદાસીએ આભાર વ્યક્ત કર્યો હતો.
ધ ઇકોનોમિક્સ ટાઈમ્સ- ગવર્નમેન્ટની વિકસિત ગુજરાત સમિટ 2025માં ગાંધીનગરના દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, અધિકારીઓ તથા આઈ.ટી.કંપનીના અધિકારીશ્રીઓ, સેમીકન્ડક્ટર, ઊર્જા ક્ષેત્રના ઉત્પાદકો, આઇ-હબ , સ્ટાર્ટઅપ અને ઔદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ, બેંક, રેલવે અને શૈક્ષણિક સંસ્થાઓના નિષ્ણાતો જોડાયા હતા.
*****************************
પારૂલ-દેવેન્દ્ર- અમિતસિંહ- દિવ્યા
[9/18, 2:01 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: https://drive.google.com/drive/folders/1VJ5kF1HITiXQh9YoZFrrSMrnyi9rmZbE?usp=sharing
[9/18, 2:01 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: https://drive.google.com/drive/folders/1Ey_Axeq1Jjh8ag4mDxVNGPzElPv4upFQ?usp=sharing
[9/18, 5:25 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *આત્મા પ્રોજેક્ટ ગાંધીનગર દ્વારા દેહગામ ખાતે ખેડૂત વૈજ્ઞાનિક ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો: ૯૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતો બન્યા સહભાગી*
૦૦૦૦૦૦૦
*પ્રાકૃતિક ખેતીમાં રોગ અને જીવાત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું, ખેડૂતોએ સ્વચ્છતા શપથ ગ્રહણ કર્યા*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૮ સપ્ટેમ્બર-આત્મા પ્રોજેક્ટ ગાંધીનગર દ્વારા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પરાગભાઈ કેવડીયાના માર્ગદર્શન હેઠળ ફળ સંશોધન કેન્દ્ર દહેગામ ખાતે ખેડૂત વૈજ્ઞાનિક ગોષ્ઠિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દહેગામ અને ગાંધીનગર તાલુકાના ૯૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીમાં રોગ અને જીવાત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા પ્રાકૃતિક કૃષિ થકી ગામડાથી લઈ દેશ સુધી દરેક પરિવાર સ્વસ્થ અને સુરક્ષિત રહે તે માટે ઉપસ્થિત ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી કરવા અને પ્રકૃતિ તરફ પાછા વળવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.
આત્મા પ્રોજેક્ટ દ્વારા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત દરેક ખેડૂત મિત્રોને સ્વચ્છતા જાળવવા અને તેનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. ઉપસ્થિત સર્વેએ સ્વચ્છતા શપથ ગ્રહણ કરી સ્વચ્છ ભારતના નિર્માણમાં સહયોગી બનવા સંકલ્પ કર્યો હતો.
ખેડૂત વૈજ્ઞાનિક ગોષ્ઠિ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સહદેવસિંહ ચાવડા, આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર શ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી ખુશાલસિંહ વિહોલ, પશુપાલન વિભાગના નિવૃત્ત ડો.મનહરભાઈ પટેલ, જીજીઆરસી તરફથી ચિરાગભાઈ પટેલ તથા ફળ સંશોધન કેન્દ્રના ડો.શિલ્પાબેન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/18, 5:48 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કલેક્ટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શનમાં ખનિજના બિન-અધિકૃત વહન અને ખનન અંગે આકસ્મિક ચેકિંગ કરી આશરે ૩.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો*
૦૦૦૦૦૦૦૦
*બિનઅધિકૃત ખનીજ વહન કરતા ૦૯ વાહનોની જપ્તી સાથે વાહન માલિકોને ૧૯.૪૩ લાખનો દંડ કરાયો*
૦૦૦૦૦૦૦૦
*જિલ્લા સમાહર્તા શ્રી દવેના નેતૃત્વમાં ગેરકાયદેસર ખનિજ ચોરી અટકાવવા તથા કાયદો વ્યવસ્થાની જાળવણી કરાવવા વહીવટી તંત્ર સજજ*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૮ સપ્ટેમ્બર- કલેક્ટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના અનુસાર મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ગાંધીનગરની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ૦૪ દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાં ખનિજના બિન-અધિકૃત વહન અને ખનન અંગે આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમ્યાન બ્લેકટ્રેપ, સાદી રેતી તથા સાદી માટી ખનિજના બિનઅધિકૃત વહન કરતા કુલ-૦૯ વાહનો પૈકી ૦૫ વાહનો રોયલ્ટી પાસ વગર તથા ૦૪ વાહનો ઓવરલોડ ખનિજનું વહન કરતા જણાયા હતા.જેથી ચેકિંગ દરમ્યાન આશરે ૩.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે જપ્ત કરેલા વાહનો ડમ્પર નં. (૧) GJ-06-BT-3514ના ડમ્પર માલિકશ્રી હાજાભાઈ (૨) GJ-24-X-1956 ડમ્પરનાં માલિકશ્રી જીગરભાઈ મોદી (૩) GJ-18-AZ-9407 ડમ્પરનાં માલિકશ્રી રૈયાભાઈ ભરવાડ (૪) GJ-02-AT-9177 ડમ્પરનાં માલિકશ્રી અનીલભાઈ (૫) GJ-08-AU-5824 ડમ્પરનાં માલિકશ્રી લક્ષ્મણભાઈ ગઢવી (૬) GJ-18-BW-6454 ડમ્પરનાં માલિકશ્રી મહેન્દ્રસિંહ (૭) GJ-24-X-7504 ડમ્પરનાં માલિકશ્રી મેહુલકુમાર પટેલ (૮) GJ-18-BV-6523 ડમ્પરનાં માલિકશ્રી જીગ્નેશભાઈ પટેલ (૯) GJ-27-X-8743 ડમ્પરનાં માલિકશ્રી બીકાસકુમાર ઠાકોર છે.
જપ્ત કરેલ વાહનો જાસપુર રોડ, કલોલ ડી માર્ટ પાસે, રીંગ રોડ ગાંધીનગર, નારદીપુર રોડ, સીહોલી ચોકડી, અડાલજ-પોર રોડ ખાતેથી પકડવામાં આવ્યાં છે.આ વાહનોનાં માલિકો પાસેથી ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ હેઠળ કુલ-૧૯.૪૩ લાખની દંડકીય રકમની વસુલાત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કલેક્ટરશ્રીના માર્ગદર્શન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં સમયાંતરે તપાસ હાથ ધરી, ગેરકાયદેસર ખનિજ ચોરી અટકાવવા તથા કાયદો વ્યવસ્થાની જાળવણી હેતુ આકસ્મિક ચેકિંગ અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવે છે.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/18, 5:51 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લામાં વિવિધ માર્ગોના સમારકામની કામગીરી પુરજોશમાં શરૂ*
૦૦૦૦૦૦૦
*અઢાણા-મણીપુર રોડ, ધોળાકૂવા-રાજપુરા રોડ જેવા મુખ્ય માર્ગો પર પેચવર્ક સહિતની કામગીરી પૂર્ણ કરાઈ*
૦૦૦૦૦૦૦
​ગાંધીનગર તા.૧૮ સપ્ટેમ્બર-, કલેકટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગાંધીનગર જિલ્લામાં રોડ-રસ્તાને રીપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)દ્વારા ગાંધીનગર જિલ્લામાં વિવિધ માર્ગોના સમારકામની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ચોમાસા દરમિયાન રોડને થયેલા નુકસાનને ઝડપથી દૂર કરીને વાહનવ્યવહારને સુગમ બનાવવા માટે વિભાગ દ્વારા જિલ્લામાં ૭ ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.
માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઈજનેર શ્રી તેજસ માંગુકીયાના જણાવ્યા અનુસાર પોસ્ટ-મોન્સૂન કામગીરીમાં રોડની બંને બાજુ ઉગી નીકળેલા ઘાસ અને ઝાડી-ઝાંખરાને દૂર કરીને રસ્તો અને સાઈડપટ્ટી સ્પષ્ટ બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, ચોમાસામાં પાણી ભરાવાથી કે અન્ય કારણોસર રોડ પર પડેલા ખાડાઓનું પેચવર્ક પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.
પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કરાઈ એપ્રોચ રોડ, અઢાણા- મણીપુર રોડ, ધોળાકૂવા થી રાજપુરા જતો રોડ અને મુલાસણા એપ્રોચ રોડ જેવા મુખ્ય માર્ગો પર આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રોડ પરના માર્કિંગ જેમ કે ગેરુ, ચૂનો, વ્હાઈટવોશ અને સાઈનબોર્ડને ફરીથી સ્પષ્ટ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે, જેથી રાત્રિ દરમિયાન વાહન ચલાવવામાં સરળતા રહે. રોડ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના બ્રિજ અને અન્ય માળખાકીય સુવિધાઓના સમારકામની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ચોમાસામાં બ્રિજને થયેલું સામાન્ય નુકસાન અને અન્ય જાળવણીના કામો પણ હાથ ધરવામાં આવ્યા છે.તેઓએ વધુમાં જણાવ્યું કે, તમામ કામગીરી ગુણવત્તાયુક્ત અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/18, 6:17 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *”સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અન્વયે બીજા દિવસે ગાંધીનગર જિલ્લામાં ૧૦ સ્પેશિયાલિસ્ટ કેમ્પ સહિત કુલ ૧૭૪ કેમ્પ યોજવામાં આવ્યા*
૦૦૦૦૦૦૦
*જિલ્લાના કુલ ૨૦,૯૬૮ લાભાર્થીઓએ કેમ્પનો મેળવ્યો લાભ:૧૫,૧૭૧ લાભાર્થીઓનું ટી.બી.સ્ક્રીનિંગ કરાયું*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૮ સપ્ટેમ્બર- સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અન્વયે બીજા દિવસે ગાંધીનગર જિલ્લામાં કુલ ૧૭૪ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૦ સ્પેશિયાલિસ્ટ કેમ્પ તેમજ ૧૬૪ સ્ક્રિનિંગ કેમ્પ દ્વારા જિલ્લાના કુલ ૨૦ હજાર ૯૬૮ લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત આરોગ્ય કેમ્પોમાં અલગ-અલગ બીમારી માટે તપાસ કરી સારવાર આપવામાં આવી હતી. સાથે જ ૧૫ હજાર ૧૭૧ લાભાર્થીઓનું ટી.બી.માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું તેમજ નવા ૩૪ નિક્ષય મિત્રોની નોંધણી કરવામાં આવી હતી. ૩૫૮ લાભાર્થીને પી.એમ.જે.વાય.કાર્ડ આપવામાં આવ્યા અને કુલ ૭૫૯૨ લોકોની નિ:શુલ્ક લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, “સ્વસ્થ નારી સશકત પરિવાર” અભિયાન અંતર્ગત તા. ૦૨ ઓકટોબર સુધી આરોગ્ય કેમ્પ યોજી રસીકરણ, આરોગ્ય તપાસ, ટી.બી. સ્ક્રીનીંગ, આયુષ્માન કાર્ડ વગેરે સેવાઓ આપવામાં આવશે.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/18, 6:47 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા લવારપુર શાખા દ્વારા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન અંતર્ગત ગાંધીનગર તાલુકાના લવારપુર ગામે જન સુરક્ષા કેમ્પ યોજાયો*
૦૦૦૦૦૦૦૦
*પ્રધાનમંત્રી જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નિષ્ક્રિય ખાતું સક્રિય કરવા, રી-કેવાયસી, નોમિનેશન, ડિજિટલ ફ્રોડ અટકાવવા વિષયક માહિતી અપાઈ*
૦૦૦૦૦૦૦
*સ્વસહાય જૂથને રૂ.દોઢ લાખની લોનનો ચેક વિતરિત કરવામાં આવ્યો તથા ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા નવા ખાતા ખોલવા, વીમા નોંધણી અને કેવાયસી અપડેસનની કામગીરી કરવામાં આવી*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૮ સપ્ટેમ્બર-, નાણાંકીય સમાવેશન અન્વયે સમગ્ર રાજ્યમાં જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં જન જનને કેમ્પ દ્વારા જોડી પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી વીમા યોજના, અટલ પેન્શન યોજના વગેરે વિષે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્સિયલ સર્વિસ દ્વારા સમગ્ર દેશમાં ઝુંબેશ હાથ ધરી વિવિધ બૅન્કો દ્વારા ગામડાઓમાં શિબિર દ્વારા વિવિધ સુવિધાઓ અને યોજનાઓ ગ્રામજનોને ઘર આંગણે આપવામાં આવી રહી છે.
આ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં આજરોજ લવારપુર ગામે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની લવારપુર શાખા દ્વારા જન સુરક્ષા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં પ્રધાનમંત્રી જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નિષ્ક્રિય ખાતું સક્રિય કરવા, રી-કેવાયસી, નોમિનેશન, ડિજિટલ ફ્રોડ અટકાવવા વિષયક માહિતી આપવામાં આવી હતી. સાથે જ ગ્રામજનોને જનધન યોજના અંતર્ગત નવીન ખાતા ખોલાવવા, અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી હતી.
શિબિરમાં એક સ્વસહાય જૂથને રૂ.દોઢ લાખની લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા નવા ખાતા ખોલવા, વીમા નોંધણી અને કેવાયસી અપડેસન જેવી સુવિધાઓ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં એસ.બી.આઇ ગાંધીનગર પ્રશાસનિક કાર્યાલયના ડી.જી.એમ શ્રી દેબેન્દ્રકુમાર સાહુ , ગાંધીનગર પ્રાદેશિક કાર્યાલયના એ.જી.એમ. શ્રી રોહિતકુમાર, ગાંધીનગરના લીડ ડિસ્ટ્રિક્ટ મેનજર શ્રી બળદેવ ચાવડા, એફઆઇ મેનેજરશ્રી મૌલિક પટેલ, એસ.બી.આઇ. લવારપુરના બ્રાન્ચ મેનેજરશ્રી, સરપંચશ્રી કનુભાઈ પ્રજાપતિ, માજી સરપંચ, એફએલસી, એસ.એચ.જી.ની બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/18, 7:03 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહિયલ ખાતે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો*
૦૦૦૦૦૦૦
*૪૩ સગર્ભાઓની નિષ્ણાંત દ્વારા તપાસ: ૮૬ લોકોનું ટી.બી. સ્ક્રીનીંગ કરાયું*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૮ સપ્ટેમ્બર- પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહિયલ ખાતે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ હોસ્પિટલ, દહેગામના સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા ૪૩ સગર્ભાઓની તપાસ કરવામાં આવી હતી.
આરોગ્ય શિબિરમાં સ્ત્રીરોગ નિષ્ણાંત ડોકટર દ્વારા સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને સ્વાસ્થ્યને લગતું, તથા અન્ય લોકોને વ્યસન મુક્તિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં લાભાર્થીઓનું ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કેન્સરનું સ્ક્રિનિંગ કરી, સગર્ભા સ્ત્રીઓને કેમ્પ પર જ ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિક્ષય મિત્ર દ્વારા ૩ ટી.બી.ના દર્દીને કીટ વિતરણ કરવામાં આવી તથા ટી.બી.ના ૮૬ શંકાસ્પદ દર્દીઓના એકસ-રે દ્વારા તપાસ કરવામાં આવી હતી.
૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*

*ખાસ લેખ*
…..
*પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ફાર્મિંગ (સેન્દ્રિય ખેતી)*
*પદ્ધતિ વચ્ચે સામ્યતા અને તફાવત છે*
……
*પ્રાકૃતિક ખેતી અને સેન્દ્રિય ખેતી બંનેમાં પ્રકૃતિનું શોષણ અને દોહન નથી કરવાનું: આ બંને ખેતી પદ્ધતિ કુદરતી સ્ત્રોતોના જતનની વાત પર ભાર મૂકે છે*
……
*પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ફાર્મિંગ (સેન્દ્રિય ખેતી)*
*બંને કૃષિ પદ્ધતિમાં રસાયણના ઉપયોગ પર પ્રતિબંધ*
…..
*ઓર્ગેનિક કૃષિ (સેન્દ્રિય ખેતી) એ સર્વગ્રાહી પ્રણાલી :*
*જે માટીના જીવો, છોડ, પશુધન, લોકોનો સમાવેશ કરે*
…..
*ઓર્ગેનિક ઉત્પાદનનું ધ્યેય પર્યાવરણ સાથે ટકાઉ અને*
*સુમેળભર્યું હોય તેવા સાહસો વિકસાવવાનું*
……
*પ્રાકૃતિક ખેતી એ એક એવી પ્રણાલી છે, કે જ્યાં કુદરતના*
*નિયમોને કૃષિ પદ્ધતિઓ પર લાગુ કરવામાં આવે*
……
સામાન્ય રીતે આપણે સૌ રસાયણમુક્ત ખેતીને સજીવ ખેતી તરીકે જાણીએ છીએ. સેન્દ્રિય ખેતી, ટકાઉ ખેતી કે અંગ્રેજીમાં ઓર્ગેનિક ફાર્મિંગ તરીકે જુએ છે.

ખેડૂત મિત્રોએ, એ ઉંડાણપૂર્વક રીતે સમજવું જોઈએ કે, પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ફાર્મિંગ (સેન્દ્રિય ખેતી) વચ્ચે સામ્યતા અને તફાવત બંને છે. હવે, આ સામ્યતા કઈ કઈ છે ? અને તફાવત શું છે ? તેની વિગતે ચર્ચા કરીએ.

*પ્રથમ ઉપરોક્ત બંને ખેતી પદ્ધતિઓ વચ્ચે સામ્યતા પર દ્રષ્ટિ કરીએ તો…..*

પ્રાકૃતિક ખેતી અને સેન્દ્રિય ખેતી બંનેમાં પ્રકૃતિનું શોષણ અને દોહન નથી કરવાનું તે વાત સ્પષ્ટ છે. આ બંને ખેતી પદ્ધતિ કુદરતી સ્ત્રોતોના જતનની વાત પર ભાર મૂકે છે. આ ઉપરાંત ખેડૂતોએ રસાયણમુક્ત ખેતી કરવી તે સૂચન પણ કરે છે.

*પ્રાકૃતિક ખેતી શું છે ? તેના પર નજર કરીએ તો….*

આ કૃષિ પદ્ધતિને ઘણી જગ્યાએ “ઓછાં ખર્ચની કુદરતી ખેતી” તરીકે ઓળખાય છે. આ ખેતી પદ્ધતિના મૂળભૂત સિદ્ધાંતો મુજબ ખેતીમાં બહારના સંસાધનો બિલકુલ વાપરવાના નથી તેના પર ભાર મૂકવામાં આવ્યો છે.

ખેડૂતોએ પોતાના ખેતરમાં પકવેલાં અથવા દેશી સુધારેલા બિયારણનો જ ખેતીમાં ઉપયોગ કરવાનો છે. પાકને જરુરી પાણી વ્યવસ્થા ખેતરમાંથી ઉત્પાદિત પાકના અવશેષો, ગાયના ગોબર ગૌમૂત્ર, અળસીયાની પ્રવૃત્તિને વેગવાન બનાવીને તથા લીલા પડવાશ કે અન્ય ખેતી વ્યવસ્થા દ્વારા જ કરવાની રહે છે.

*હવે, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક (સેન્દ્રિય) ખેતી વચ્ચેનો તફાવત સમજીએ….*

*(૦૧)* ઓર્ગેનિક ખેતી એ એક સર્વગ્રાહી પ્રણાલી છે. જે એગ્રોઇકો સિસ્ટમમાં વિવિધ સમુદાયની ઉત્પાદકતા અને યોગ્યતાને શ્રેષ્ઠ બનાવવા માટે રચાયેલ છે.

માટીના જીવો, છોડ, પશુધનનો સમાવેશ થાય છે. ઓર્ગેનિક ઉત્પાદનનું ધ્યેય પર્યાવરણ સાથે ટકાઉ અને સુમેળભર્યું હોય તેવા સાહસો વિકસાવવાનું છે.

જ્યારે પ્રાકૃતિક ખેતી એ એક એવી પ્રણાલી છે, કે જ્યાં કુદરતના નિયમોને કૃષિ પદ્ધતિઓ પર લાગુ કરવામાં આવે છે. આ ખેતી પદ્ધતિ દરેક ખેતીવાળા વિસ્તારની પ્રાકૃતિક જૈવ વિવિધતા સાથે કામ કરે છે. જેમાં જીવંત સજીવોની જટિલતાને પ્રોત્સાહન આપવામાં આવે છે. છોડ અને પ્રાણીઓને કે જે દરેક ચોક્કસ ઇકો સિસ્ટમને ખાદ્ય વનસ્પતિઓ સાથે ખીલવા માટે આકાર આપે છે. અહીં સૂક્ષ્મજીવાણુઓ અને અળસિયાની સંખ્યા જમીનમાં વધારવામાં આવે છે. જેમના દ્વારા સપાટી પર જાળવી રાખેલ પાકના અવશેષોના સજીવ પદાર્થો તરીકે વિઘટનને પ્રોત્સાહન આપે છે.

*(૦૨)* ઓર્ગેનિક ખેતી આસપાસના વાતાવરણને અસર કરે છે. જ્યારે પ્રાકૃતિક ખેતી પર્યાવરણને અનુકૂળ અને સ્થાનિક જૈવ વિવિધતાને સારી રીતે અપનાવે છે.

*(૦૩)* પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક પદ્ધતિ પર ભાર મુકવામાં આવે છે. જેનાથી ખેતી પાકોમાં રોગ જીવાત ઓછા આવે. સહજીવી પાકો એકબીજાને પોષણ આપવાનું પણ કાર્ય કરે છે.

*(૦૪)* ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદનોનું વેચાણ કરતી વખતે પ્રમાણપત્ર ફરજિયાત છે. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદનને ઉગાડવા કે વેચવા માટે પ્રમાણપત્રની જરૂર નથી.

*(૦૫)* ઓર્ગેનિક ખેતીમાં જમીનને રાસાયણિક ખેતીમાંથી સજીવમાં રુપાંતરિત કરવા માટે જમીનના સ્વાસ્થ્યને આધારે ૩ થી ૬ વર્ષનો સમય લાગે છે. ત્યારે રાસાયણિક ખેતીને પ્રાકૃતિક ખેતીમાં રુપાંતરિત કરવા માટે કોઈ સમયગાળો નથી.
….

***************************

આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર ફોટાઓ નો વિડીયો અમોને અમારા whatsapp નંબર 6353019026 પર મોકલી આપો