19 જુલાઈ.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો (ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો) janfariyadnews youtube channel links જૂવો.

19 Ng pdf (1) SSC PURAK 2025 RESULT HIGHLIGHTS

*****************************

[7/18, 2:46 PM] Dilip Gajjar.Mahiti.Press: *અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન છેલ્લા ૧૦ વર્ષોથી ગુજરાતની મહિલાઓ માટે સુરક્ષા, આશ્રય અને સશક્તિકરણનું પ્રતીક*
***
*અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ છેલ્લા ૧૦ વર્ષોમાં ૧૬,૫૮,૮૯૨ મહિલાઓએ મેળવી મદદ, ૨.૦૯ લાખ મહિલાઓને સ્થળ પર જ સમસ્યાનું સમાધાન*
***
*મહિલા સલામતી માટે સતત ખડેપગે છે ૫૯ રેસ્ક્યુ વાન*
***
*૨.૭૩ લાખથી વધુ મહિલાઓએ ડાઉનલોડ કરી અભયમ ૧૮૧ મોબાઈલ એપ્લિકેશન*
***
*ગાંધીનગર, ૧૮ જુલાઈ, ૨૦૨૫:* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કાર્યરત ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષા માટે હંમેશા તત્પર રહી છે. આ દિશામાં રાજ્ય સરકારનું એક ક્રાંતિકારી પગલું છે, અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન. છેલ્લા ૧૦ વર્ષોમાં રાજ્યની ૧૬,૫૮,૮૯૨ મહિલાઓએ આ હેલ્પલાઇનનો ઉપયોગ કરીને મુશ્કેલ સમયમાં મદદ મેળવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે રાજ્યની મહિલાઓ, યુવતીઓ, કિશોરીઓ તેમજ બાળકીઓ સહિત દરેક વયજૂથની મહિલાઓને સંકટ સમયે સહાય કરવાના હેતુથી માર્ચ, ૨૦૧૫માં અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની શરૂઆત કરી હતી. ઘરેલુ હિંસા, શારીરિક-માનસિક અત્યાચાર, છેડતી સહિતના મહિલા વિરોધી ગુનાઓ સામે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન મહિલાઓ સાથે અડીખમ બનીને ઊભી રહી છે.

*અભયમ ૧૮૧ હેલ્પલાઇન હેઠળ મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે ૫૯ રેસ્ક્યુ વાન કાર્યરત*

અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા રાજ્યની મહિલાઓને 24X7 નિઃશુલ્ક સેવા મળી રહી છે. રાજ્યની મહિલાઓ તેમની સમસ્યાઓનું ત્વરિત નિવારણ મેળવી શકે તે હેતુથી કુલ ૫૯ રેસ્ક્યુ વાન કાર્યરત છે. તેમાંથી સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરમાં ૧૨ રેસ્ક્યુ વાન કાર્યરત છે. તાકીદની પરીસ્થિતિમાં અભયમ રેસ્ક્યુ વાન કાઉન્સિલર સાથે ઘટનાસ્થળ પર પહોંચીને મહિલાઓની સમસ્યાનું સમાધાન કરે છે. અત્યારસુધીમાં, રેસ્ક્યુ વાન દ્વારા ૩.૩૧ લાખ મહિલાઓને મદદ કરીને તેમની સમસ્યાઓનું નિવારણ કરવામાં આવ્યું છે, જ્યારે ૨.૦૯ લાખ કિસ્સાઓમાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. અભયમ ૧૮૧ હેલ્પલાઇન હેઠળ રેસ્ક્યુ વાન તથા કાઉન્સેલિંગ જેવી સેવાઓ અનેક મહિલાઓ માટે પારિવારિક અશાંતિ વચ્ચે સુખ-શાંતિનું સરનામું બની છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની આ સેવાનો રાજ્યની મહિલાઓ સરળ રીતે ઉપયોગ કરી શકે તે હેતુથી ૬ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ અભયમ ૧૮૧ મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી. રાજ્યની ૨.૭૩ લાખથી વધુ મહિલાઓએ પોતાની સમસ્યાઓનું સમાધાન મેળવવા માટે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.

*વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૧૮૧ હેલ્પલાઇન હેઠળ ₹15 કરોડથી વધુની બજેટ જોગવાઈ*

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર મહિલા સલામતીને લઈને કેટલી ગંભીર છે, તે અભયમ ૧૮૧ હેલ્પલાઇન માટે કરવામાં આવેલી નાણાકીય જોગવાઈના આંકડાઓ પરથી સમજી શકાય છે. રાજ્ય સરકારે છેલ્લા ૩ વર્ષમાં અભયમ ૧૮૧ હેલ્પલાઇન માટે કુલ ₹૩૭ કરોડ ૭૮ લાખની ફાળવણી કરી છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૨-૨૩માં અભયમ હેલ્પલાઇન માટે ₹૧૦ કરોડ ૫૦ લાખ ફાળવ્યા હતા, ત્યારબાદ વર્ષ ૨૦૨૩-૨૪માં ₹૧૨ કરોડ ૫૦ લાખ અને વર્ષ ૨૦૨૪-૨૫માં ₹૧૪ કરોડ ૭૮ લાખની ફાળવણી કરવામાં આવી. સરકારે વર્ષ ૨૦૨૫-૨૬ માટે અભયમ ૧૮૧ હેલ્પલાઇન માટે ₹૧૫ કરોડ ૦૨ લાખની બજેટ જોગવાઇ મંજૂર કરી છે. આ આંકડાઓ સૂચવે છે કે રાજ્ય સરકાર અભયમ ૧૮૧ હેલ્પલાઇન થકી મહિલા સુરક્ષાનું માળખુ સતત મજબૂત બનાવી રહી છે.

*અભયમની તાલીમબદ્ધ ટીમો મહિલાઓની મદદ માટે તૈયાર*

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, GVK EMRI (જીવીકે-ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સના સહયોગથી અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન માટે તાલીમબદ્ધ ટીમ તૈયાર કરવામાં આવી છે, કે જેમાં કોઈપણ મહિલા કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં હોય, તો તે ગમે તે સમયે ગમે તે સ્થિતિમાં ૧૮૧ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને સહાય મેળવી શકે છે. આ હેલ્પલાઇનના માધ્યમથી મહિલાઓને તાત્કાલિક બચાવ, મદદ અને ફોન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટુંકાગાળાનું કાઉન્સેલિંગ કરીને હકારાત્મક રીતે મહિલાઓની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે છે. આ ઉપરાંત, જો કોઈ મહિલા ઘરેલુ અથવા અન્ય પ્રકારની હિંસાનો ભોગ બની રહી હોય, તો તેવી સ્થિતિમાં અભયમ ૧૮૧ હેલ્પલાઇનની રેસ્ક્યુ વાન એ મહિલાની મદદે પહોંચી જાય છે અને જરૂર જણાય તો સંબંધિત મહિલાનું સલામત સ્થળે સ્થળાંતર પણ કરાવવામાં આવે છે.

*અભયમ ૧૮૧ હેલ્પલાઇન હેઠળ મહિલાઓને મળે છે વિવિધ પ્રકારની મદદ*

અભયમ ૧૮૧ હેલ્પલાઇન હેઠળ ઘરેલુ હિંસા, શારીરિક, જાતીય, માનસિક કે આર્થિક સતામણી, સ્ત્રી ભ્રૂણહત્યા, સાયબર ગુનાઓ, લગ્ન સંબંધો કે અન્ય સંબંધોમાં તકરાર-ઝઘડો, અને આ ઉપરાંત સ્ટોકિંગ, વ્યસનમુક્તિ, બાળવિવાહ, ઘરવિહોણી મહિલાઓના મામલાઓ વગેરે જેવી અનેક મહિલાઓ સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવામાં આવે છે. આ હેલ્પલાઇન શરૂ થયેથી છેલ્લા ૧૦ વર્ષોમાં આ પ્રકારની વિવિધ સમસ્યાઓ માટે રાજ્યની અનેક મહિલાઓએ આ હેલ્પલાઇનની મદદથી ત્વરિત સમાધાન મેળવ્યું છે. આ ઉપરાંત, રાજ્યની કે બહારના રાજ્યોમાંથી ગુજરાત આવેલી કોઈપણ મહિલા હેલ્પલાઇન ઉપર ફોન કરીને સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ વિવિધ સરકારી માળખાઓની સેવાઓ જેમ કે મહિલા પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, મફત કાનૂની સહાય, કુટુંબ સલાહ કેન્દ્ર, રક્ષણ અધિકારી અને ગુજરાત રાજ્ય મહિલા આયોગની સેવાઓની માહિતી મેળવી શકે છે.

*X-X-X*
[7/18, 4:14 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાહક જન્ય રોગો પર નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા સવિશેષ ઝુંબેશ*
******
*રાજ્યમાં મેલેરિયા સંવેદનશીલ ૨૧ જિલ્લાના ૧૯૬ ગામોમાં જંતુનાશક દવા છંટકાવનો પ્રથમ તબક્કો પૂર્ણ : બીજો તબક્કો પહેલી ઓગસ્ટથી શરૂ થશે*
*******
 *છેલ્લા ૨૮ સપ્તાહમાં ૯૨ લાખથી વધુ લોહીના નમૂનામાંથી મેલેરિયાના કેસ માત્ર ૮૬૦*
 *ડેન્ગ્યુ માટે લીધેલા ૬૭ હજારથી વધુ સીરમમાંથી ૭૨૮ કેસ ડેન્ગ્યુના જ્યારે ૧૩૦ કેસ ચિકનગુનિયાના નોંધાયા*
 *ચોમાસાની ઋતુમાં વાહક જન્ય રોગોના નિયંત્રણ-સર્વેલન્સ માટે ૪૯૨ વેક્ટર કંટ્રોલ ટીમ કાર્યરત*
 *રાજ્યભરમાં તા. ૦૯ થી ૨૧ જૂન, ૨૦૨૫ દરમિયાન હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરી તાવ સર્વેલન્સ, પોરાનાશક સહિત આરોગ્ય શિક્ષણની પ્રવૃતિ ઝુંબેશમાં ૯૨ ટકા વસ્તી આવરી લેવાઈ*
*********
રાજ્યમાં ચોમાસા દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે.

જે અંતર્ગત આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા વર્ષ ૨૦૨૩થી છેલ્લા ૩ વર્ષમાં રાજ્યના નાગરિકોના કુલ ૪.૪૮ કરોડ કરતાં વધુ લોહીના નમૂના અને ૪.૪૬ લાખ કરતાં વધુ સીરમના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ૮,૯૫૬ મેલેરિયાના કેસ, ૧૫,૮૪૧ ડેન્ગ્યુના કેસ અને ૧,૩૪૫ જેટલા ચિકાનગુનિયાના કેસ નોંધાયા હતા. જેમાં વર્ષ ૨૦૨૫માં છેલ્લા ૨૮ સપ્તાહમાં ૯૨.૮૬ લાખથી વધુ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી ૮૬૦ કેસ મેલેરિયાના જોવા મળ્યા છે જેને કારણે ૪૦ નાગરિકોના મૃત્યુ થયા હતા. જ્યારે ડેન્ગ્યુ તપાસ માટે ૬૭ હજારથી વધુ સીરમ લેવામાં આવ્યા હતા જેમાંથી ૭૨૮ કેસ ડેન્ગ્યુના તેમજ ૧૩૦ કેસ ચિકનગુનિયાના નોંધાયા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા વાહક જન્ય રોગોની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ રહે તે માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમ કે, મેલેરિયા માટે સંવેદનશીલ ૨૧ જિલ્લાના ૧૯૬ ગામોની અંદાજે ૨.૦૪ લાખની વસ્તીને જંતુનાશક દવા છંટકાવના તા. ૧૬ મે-૨૦૨૫થી ૧૧ જુલાઈ-૨૦૨૫ સુધીના પ્રથમ રાઉન્ડ હેઠળ આવરી લેવામાં આવી છે. જ્યારે જંતુનાશક દવા છંટકાવના બીજા રાઉન્ડની કામગીરી તા. ૦૧ ઓગસ્ટ, ૨૦૨૫થી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન વાહકજન્ય રોગો માટે સંવેદનશીલ જણાતા વિસ્તારોમાં પોરાનાશક અને તાવ સર્વેલન્સની કામગીરી સઘન રીતે હાથ ધરવા ૨,૪૬૦ વ્યક્તિઓ સાથેની કુલ ૪૯૨ વેક્ટર કંટ્રોલ ટીમ મૂકવામાં આવી છે.

આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા તા. ૦૯ થી ૨૧ જૂન, ૨૦૨૫ દરમિયાન રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરપાલિકાના વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરી તાવ સર્વેલન્સ, પોરાનાશક અને આરોગ્યશિક્ષણની પ્રવૃતિ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ૯૨ ટકા વસ્તી કવર કરવામાં આવી છે. જ્યારે હાઉસ ટુ હાઉસના બીજા રાઉન્ડનું આયોજન આગામી તા. ૨૧ જુલાઇ, ૨૦૨૫થી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં ૩,૪૩૧ જગ્યાએ પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવી છે. આમ, વાહકજન્ય રોગોની સમગ્ર પરિસ્થિતીનું દૈનિક, અઠવાડીક અને માસિક ધોરણે મોનીટરીંગ પણ કરવામાં આવનાર છે તેમ,આરોગ્ય વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.
**********
[7/18, 5:35 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૪.૯૦ જળસંગ્રહ*

*રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ સરેરાશ ૫૧.૧૬ ટકા વરસાદ નોંધાયો: કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૫૮.૪૬ ટકા વરસાદ વરસ્યો*
************************
• *રાજ્યના કુલ ૨૦૬ ડેમ પૈકી ૨૬ ડેમ સંપૂર્ણ ભરાયા*
• *અત્યાર સુધીમાં કુલ ૫૦.૨૭ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર*
*****************************

રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ ૫૧.૧૬ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૫૮.૪૬ ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૫.૨૨ ટકા, પૂર્વ મધ્યમાં ૪૯.૩૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૩૬ ટકા, અને ઉત્તર ગુજરાતમાં ૪૮.૦૨ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણવાયું છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ ૫૪.૯૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ ૧,૮૩,૪૦૪ એમ.સી.એફ.ટી. નોંધાયો છે. તેમજ રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૩૨,૩૮૦ એમ.સી.એફ.ટી. પાણી સંગ્રહાયું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના ૫૯.૫૫ ટકા જેટલું છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરીણામે ૨૦૬ ડેમો પૈકી કુલ ૨૬ ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત ૪૧ ડેમને હાઈ એલર્ટ, ૨૧ ડેમને એલર્ટ તથા ૨૩ ડેમને વોર્નીંગ આપવામાં આવી છે. રાજ્યમાં કુલ ૨૦૬ ડેમો પૈકી ૬૦ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા, ૩૭ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા તથા ૪૩ ડેમ ૨૫ ટકાથી ૫૦ ટકા જેટલા ભરાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દાહોદ, પંચમહાલ, નર્મદા અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.

ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૮ જુલાઈ ૨૦૨૫ની સ્થિતિએ ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૦.૨૭ લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે, ૫૮.૭૪ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.જેમાં સૌથી વધુ ૧૮.૫૦ લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં બીજા ક્રમે ૧૮.૫૬ લાખ હેકટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરાયું છે.

ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા અત્યાર સુધીમાં ૧૦ જિલ્લામાંથી ૪,૨૭૮ નાગરિકોનું સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ૬૮૯ નાગરીકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
****************************
ઋચા રાવલ
[7/18, 6:00 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ શનિવારે યોજાશે
:::::::::::::::::::
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે*
——
*LLM અને MBA વિદ્યાશાખાના ૨૫૦ વિદ્યાર્થીઓને પદવી અપાશે*
——–
*૮ વિદ્યાર્થીનીઓ સહિત ૧૩ને ગોલ્ડ મેડલ્સથી સન્માનિત કરાશે*
——
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી રાજ્યમાં સ્થપાયેલી ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ શનિવાર તા. ૧૯મી જુલાઈએ યોજાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને દીક્ષાંત પ્રવચન આપશે તેમજ ૮ વિદ્યાર્થીનીઓ સહિત ૧૩ વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટતા માટે ગોલ્ડ મેડલથી સન્માનિત કરશે.

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ઔરા ઓડિટોરિયમમાં શનિવારે સાંજે પાંચ કલાકે યોજાનારા આ પદવીદાન સમારોહમાં LLM વિદ્યાશાખાના ૧૮૮ અને MBAના ૬૨ વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.

ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી આ પદવીદાન સમારોહમાં છાત્રોને શપથ લેવડાવશે તથા પ્રમુખ સ્થાનેથી સંબોધન પણ કરશે.
———

*ગાંધીનગર મનપા દ્વારા કોઈપણ મંડપ બાંધતા પહેલા એજન્સી પાસે ચકાસણી અને તેની પણ મંડપ ન 35 થી 40%જેટલી ફી આપવાની.આવા તઘલઘી નિર્ણય પાછા ખેંચવા બાબતે કોંગ્રેસ નેતા નિશિત વ્યાસ ની પ્રેસ પ્રતિક્રિયા*