[8/15, 9:38 AM] Dilip Gajjar.Mahiti.Press: પ્રેસ રિલીઝ
રાજભવન, ગાંધીનગર
૧૫ ઓગસ્ટ ૨૦૨૫
*૭૯માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિસરમાં કર્યું ધ્વજારોહણ*
———
*રાજ્યપાલશ્રીએ રાજભવન પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું*
———
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ૭૯માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજભવન પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત તમામને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવીને તેમનું અભિવાદન જીલ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્માએ પણ વૃક્ષારોપણ કર્યું હતું.
આ સમારોહમાં રાજ્યપાલશ્રીના પરિસહાયક શ્રી બલરામ મીણા (આઈ.પી.એસ.) તથા લેફ્ટનન્ટ કમાન્ડર શ્રી શુભમ કુમાર, રાજભવનના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ સુરક્ષા કર્મીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
———
[8/15, 3:36 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યની જેલોમાં કેદ બંદીવાનોના બાળકો તથા વયસ્ક બંદીવાનો માટે મહત્વપૂર્ણ નિર્ણય*
*બંદીવાનોના સંતાનોને સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે “વિકાસદીપ” યોજનાની જાહેરાત*
*સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવા બદલ રૂ.5,001, મેઇન્સ/લખિત પરીક્ષા પાસ કરવા બદલ ₹10,001 અને અંતિમ પસંદગી અને નિમણુંક બદલ ₹15,001નું ઇનામ બંદીવાનના બાળકોને આપવામાં આવશે*
*રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમત-ગમત ક્ષેત્રે વિજેતા બનેલા બાળકોને પણ ઇનામો આપવામાં આવશે*
*વૃદ્ધ તથા બીમાર બંદીવાનોને અલગ બેરેક, કેરટેકર તેમજ દવાખાનામાં અગ્રિમતા સહિતની સુવિધા આપવા ખાસ નિર્ણય*
*આ મહત્વપૂર્ણ નિર્ણયોથી જેલોમાં રહેલા બંદીવાન તથા તેમના પરિવારજનના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે*
…..
ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, આજે જેલ ડીજીપી શ્રી કે.એલ.એન રાવે બંદીવાનોના સંતાનો માટે અને જેલોમાં રહેલા વૃદ્ધ તથા બીમાર બંદીવાનો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.
રાજ્યની જેલોમાં રાખવામાં આવેલા બંદીવાનોના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે તેમજ રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા “વિકાસદીપ” યોજના અંતર્ગત રોકડ ઇનામ અને પુરસ્કારો આપવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા પર બંદીવાનના બાળકોને કુલ ત્રણ સ્તરે ઇનામો મળશે. જેમાં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવા બદલ રૂ.5,001 અને પ્રમાણપત્ર, મેઇન્સ/લખિત પરીક્ષા પાસ કરવા બદલ ₹10,001 અને પ્રમાણપત્ર તેમજ અંતિમ પસંદગી અને નિમણુંક બદલ ₹15,001, મોમેન્ટો અને પ્રમાણપત્ર બંદીવાનના બાળકોને સિધ્ધિ બદલ આપવામાં આવશે.
બીજી તરફ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમત-ગમત ક્ષેત્રે વિજેતા બનેલા બાળકોને પણ ઇનામો આપવામાં આવશે. જે અંતર્ગત રાજ્ય સ્તરે બ્રોન્ઝ મેડલ માટે ₹3,001 અને પ્રમાણપત્ર, સિલ્વર મેડલ માટે ₹5,001 અને પ્રમાણપત્ર તથા ગોલ્ડ મેડલ માટે ₹7,001, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે વિજેતા થયેલા બાળકોને બ્રોન્ઝ મેડલ માટે ₹7,001 અને પ્રમાણપત્ર, સિલ્વર મેડલ માટે ₹10,001 અને પ્રમાણપત્ર
તેમજ ગોલ્ડ મેડલ માટે ₹15,001, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
જેલ અધિકારીઓ અને કર્મચારીઓના બાળકોને પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા રમતગમત ક્ષેત્રે સફળતા માટે પણ ઇનામ પુરસ્કાર આપવામાં આવશે.
*60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ તથા બીમાર બંદીવાનો માટે ખાસ નિર્ણય લેવાયા*
– તેમની માટે અલગ બેરેક ફાળવવી
– દૈનિક પ્રવૃત્તિઓ માટે કેરટેકર આપવો
– સ્પેશિયલ રેમ્પ્સ, દવાખાનામાં અગ્રિમતા સાથે સુવિધા આપવી
– નિયમિત તબીબી ચકાસણી અને મેડિકલ કેમ્પનું આયોજન
– પોષણક્ષમ અને આરોગ્યપ્રદ આહાર ઉપલબ્ધ કરાવવો
– જરૂરી દવાઓ સમયસર પહોંચાડવી
– માનસિક આરોગ્ય માટે કાઉન્સેલિંગ સુવિધા આપવી
– જામીન પ્રક્રિયામાં અને દયા અરજી સંબંધિત કાયદેસર મદદ કરવી
આ મહત્વપૂર્ણ નિર્ણયોથી જેલોમાં રહેલા બંદીવાન તથા તેમના પરિવારજનના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે અને તેમની ઉન્નતિના માર્ગો ખુલશે.
….
[8/15, 3:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ગૌરવભેર ઉજવણી*
……..
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગરિમાપૂર્ણ માહોલમાં તિરંગાને સલામી આપી*
……..
*મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં પોરબંદરના પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું*
*-:મુખ્યમંત્રીશ્રી:-*
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યના આધારે વિકસિત ગુજરાત ૨૦૪૭ના વિઝનને સાકાર કરવા એજન્ડા ફોર ૨૦૩૫
*ગુજરાત@75માં ગુજરાતને દેશના સર્વગ્રાહી વિકાસમાં વધુ નવી વૈશ્વિક ઊંચાઈઓ પાર કરવાનો સહિયારો સંકલ્પ લઈએ*
*નવા આયામો સિદ્ધ કરવા ‘સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિક’ના ધ્યેય સાથે એજન્ડા ફોર-૨૦૩૫ સરકાર લાવશે
:::::;;;:;;;
૧૦૦ કરોડ રૂપિયા ની જોગવાઈ સાથે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના ની જાહેરાત
::::::::::
તાલુકા મુખ્ય મથક હોય અને નગરપાલિકા માં ભળી ના હોય તેવી ગ્રામ પંચાયતોના સર્વાંગી વિકાસ માટે મહત્વ પૂર્ણ યોજના
::;;;;;;;;
શહેરી વિકાસ વર્ષ માં નાના નગરો ના આયોજન બદ્ધ વિકાસ માટે ૧૦૦ ટાઉન પ્લાનિંગ સ્કીમ બનશે
—————-
એક લાખ સુધીની વસ્તી ધરાવતા ૫૫ નગરોમાં જી આઈ એસ બેઝડ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરાશે
************
*મહારાષ્ટ્ર રાજ્ય પોલીસ સહિત ૧૯ પ્લાટૂનના ૬૮૫ જવાનોએ રાષ્ટ્રધ્વજને શિસ્તબદ્ધ પરેડ દ્વારા સલામી આપી*
…..
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ૭૯મો સ્વતંત્રતા પર્વ પોરબંદર જિલ્લાવાસીઓ માટે યાદગાર બન્યો*
……
*દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર પ્રસ્તુતિથી પોરબંદરવાસીઓ મંત્રમુગ્ધ થયા*
……
*ગુજરાત પોલીસના જવાનોએ પ્રસ્તુત કરેલા અશ્વ શો, ડોગ શો, બાઈક શોના દિલધડક દ્રશ્યો નિહાળી લોકો રોમાંચિત થયા*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૯મા સ્વાતંત્ર્ય પર્વે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં રાષ્ટ્રભક્તિમય માહોલમાં ધ્વજવંદન કરાવી તિરંગાને સલામી આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ૧૯૬૦માં ગુજરાતની અલગ રાજ્ય તરીકે સ્થાપના થઈ ત્યારથી શરૂ થયેલી વિકાસયાત્રાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૧મી સદીમાં નવી દિશા, નવી ઉર્જા અને વેગ મળ્યા છે, તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે રાજ્યના નાગરિકોને ૭૯મા સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવતા જાહેર કર્યું કે, વર્ષ ૨૦૩૫માં ગુજરાતની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થાય છે, ત્યાં સુધીમાં સર્વાંગી વિકાસ અને વધુ લોકાભિમુખ વહીવટના નવા આયામો સિદ્ધ કરવા ‘સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિક’ના ધ્યેય સાથે ‘એજન્ડા ફોર ૨૦૩૫’ સરકાર લાવી રહી છે.
વડાપ્રધાનશ્રીએ આપેલ ‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યના આધારે ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા માટે આ ‘એજન્ડા ૨૦૩૫’ હોલ ઓફ ગવર્મેન્ટના અભિગમ સાથે દિશાસૂચક બનશે એમ પણ તેમણે સ્વતંત્રતા દિવસ અવસરે નાગરિક સંબોધનમાં ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ ‘એજન્ડા ૨૦૩૫’ના ફ્રેમવર્કમાં રાજ્ય વ્યાપી આંતરમાળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવી, નાગરિકોને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ કરવા ઉપરાંત આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઇનોવેશન આધારિત વિકાસ માટેની ઇકો સિસ્ટમ અને નવી ઉભરતી ટેકનોલોજીના ઉપયોગ માટે યુવા વર્ગને તૈયાર કરવા સહિતના પાસાઓને આવરી લેવાની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય શ્રમ–રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવીયા, ભાગવત કથાકાર સંત પૂજ્ય રમેશભાઈ ઓઝા, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય શ્રી અર્જુન મોઢવાડિયા અને જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ બેન્ડની રાષ્ટ્રગીત સુરાવલી અને પરેડ સાથે આ ધ્વજવંદના કરાવી હતી.
તેમણે આ અવસરે પોરબંદરને આંગણેથી રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ અને સમયબદ્ધ શહેરી વિકાસ આયોજનની મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ શહેરોની સાથે ગામોના પણ વેલ પ્લાન્ડ ડેવલપમેન્ટ માટે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ જાહેર કરતા જણાવ્યું કે જે ગ્રામ પંચાયતો તાલુકા મથક હોય અને નગરપાલિકામાં ભળી ન હોય તેવી ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ કરીને તેને શહેરી તર્જ ઉપર વિકસાવવા અને ભૌતિક સુવિધાઓ ઊભી કરવા રૂપિયા ૧૦૦ કરોડની ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ લાવ્યા છીએ.
મોટા ગામડાઓ શહેરોનો વિકલ્પ બને અને નાગરિકો શહેરો તરફથી આવા મોટા ગામો તરફ આવવા પ્રેરાય તેવો આ યોજનાઓનો હેતુ છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ નવી યોજનામાં ખાસ કરીને માળખાગત સુવિધાઓને લગતા કામો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સોલાર સ્ટ્રીટ લાઈટ તથા આરોગ્ય સુખાકારી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના કામો સમાવિષ્ટ કરાશે તેમ જણાવ્યું હતું.
રાજ્યમાં આ વર્ષે ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ દરમિયાન નાના નગરોના સુઆયોજિત વિકાસ માટે ૧૦૦થી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમ અને એક લાખ સુધીની વસ્તી ધરાવતા ૫૫ નગરો માટે GIS આધારિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની જાહેરાત મુખ્યમંત્રીશ્રીએ આ તકે કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે શહેરો હોય કે ગ્રામીણ વિસ્તાર, દરેક સુધી વિકાસ પહોંચે તેવી હોલીસ્ટિક ડેવલપમેન્ટની નેમથી સરકાર કાર્યરત છે.
આ સંદર્ભમાં તેમણે ડબલ એન્જિન સરકારના બેવડા લાભ સાથે રાજ્યમાં વિવિધ ક્ષેત્રે થયેલા વિકાસ અને જનહિત યોજનાઓની સિદ્ધિઓની વિશદ છણાવટ કરી હતી.
ગુજરાત આજે નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ NSDPમાં વ્યક્તિ દીઠ રૂપિયા ૧.૯૬ લાખ સાથે દેશના મોટા રાજ્યોમાં અગ્રેસર છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર ગ્લોબલ’ માટે સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનો ખરીદવા, ઉપયોગ કરવાની ભારપૂર્વક હિમાયત કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે આપેલા કોલને સાકાર કરવા દરેક ક્ષેત્રે નિર્ભરતાથી પ્રભુત્વ તરફ આગળ વધી આત્મનિર્ભર થવા તેમણે આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ટીમ ગુજરાતે પણ વંચિત, ગરીબ, છેવાડાના અને અંત્યોદયને કેન્દ્રમાં રાખીને જ આવાસ, આહાર, આરોગ્ય, અભ્યાસ અને આર્થિક ઉન્નતિ માટેની અનેક યોજનાઓનું સફળ અમલીકરણ કર્યું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શહેરી અને ગ્રામીણ મળીને ૧૧ લાખ આવાસ, ૨.૯૦ કરોડ લોકોને આયુષ્માન આરોગ્ય કાર્ડ, ૩ કરોડ ૨૬ લાખ અંત્યોદય લોકોને વિનામૂલ્યે અનાજ જેવી સિદ્ધિઓ વર્ણવી હતી.
તેમણે ઉમેર્યું કે, ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે બનેલી યોજનાઓનો લાભ ૧૦૦ ટકા તેમને મળે તે માટે સેચ્યુરેશન અપ્રોચ અને જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન શરૂ કર્યા છે.
આદિવાસીઓના સર્વગ્રાહી ઉત્કર્ષ માટે વનબંધુ કલ્યાણ યોજના – ૨માં આ વર્ષે ૩૦,૧૨૧ કરોડની માતબર ફાળવણી કરી છે.
અત્યાર સુધીમાં આદિજાતિના બાળકોના શિક્ષણ માટે ૪૩૦૦ કરોડથી વધુની શિષ્યવૃતિ સહાય આપી છે. તેની વિગતો તેમણે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી વર્ષના સંદર્ભમાં આપી હતી.
શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ એમ ‘ગ્યાન’ આધારિત ચાર સ્તંભોના સશક્તિકરણના અનેક આયામો રાજ્ય સરકારે ઉપાડ્યા છે.
યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ મજબૂત કરી રહ્યા છીએ. પાંચ લાખ લખપતિ દીદી અને મહિલા સંચાલિત દૂધ મંડળીઓમાં ૨૧ ટકા મહિલા ભાગીદારીએ નારીશક્તિને સશક્ત કરી છે.
અન્નદાતાના હિતોને પણ અગ્રતા આપીને બીજથી બજાર સુધી સરકાર તેની પડખે ઊભી છે. માછીમાર ભાઈઓને ડીઝલ વેટની રાહત સહાય ડીબીટીથી ચૂકવવામાં આવે છે તેની વિગતો તેમણે આપી હતી.
મુખ્યમંત્રીએ રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ માટે ૧૨ ‘ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર’, ડીસાથી પીપાવાવ ‘નમો શક્તિ એક્સપ્રેસ વે’ અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે વિકસાવવાના આયોજનની વાતો વર્ણવી હતી.
તેમણે ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મેપ પર ચમકાવનારી વાઇબ્રન્ટ સમિટ ની ઉત્તરોતર સફળતાને પગલે હવે રાજ્ય સરકાર રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવાની છે તેની ભૂમિકા આપતા કહ્યું કે આવનારા સમયમાં રાજ્યના મહાનગરોમાં વિશ્વ કક્ષાની રમતનું આયોજન થવાનું છે તે માટે વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવી રહ્યા છીએ.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં સુરક્ષા–સલામતી, આરોગ્ય સુખાકારી, બાળકોને પૌષ્ટિક પુરક આહાર માટેની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની સફળતાઓ પણ પ્રસ્તુત કરી હતી.
તેમણે કહ્યું કે વર્ષ ૨૦૪૭માં દેશની આઝાદીની શતાબ્દી ઉજવાય તે પહેલા ૨૦૩૫માં રાજ્યના ૭૫ વર્ષની ઉજવણી માટેનો અવસર આપણને મળવાનો છે. વિકસિત ભારત – ૨૦૪૭ માટે વિકસિત ગુજરાત – ૨૦૪૭ અને ગુજરાત@75 માં ગુજરાતને દેશના સર્વગ્રાહી વિકાસમાં વધુ નવી વૈશ્વિક ઊંચાઈઓ પાર કરાવવાનો સહિયારો સંકલ્પ ૭૯મા સ્વતંત્રતા પર્વે લેવાનો પણ તેમણે રાજ્યના પ્રજાજનોને કોલ આપ્યો હતો.
સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના પ્રારંભે મુખ્યમંત્રીશ્રીનું આગમન થતા મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી અને પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય મુખ્યમંત્રીશ્રીને પોડીયમ તરફ દોરી ગયા હતા.
રાષ્ટ્રીય પર્વની આ શાનદાર ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પોલીસ દ્વારા દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પોલીસના જવાનો દ્વારા અશ્વ શો, બાઈક સ્ટંટ શો અને ડોગ શો સહિતના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતા. જેને નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. પરેડમાં મહારાષ્ટ્ર પોલીસ સહિત ૧૯ પ્લાટુનના કુલ ૬૮૫ કર્મચારી – જવાનોએ ભાગ લીધો હતો.
સંબોધન બાદ મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનારા કલાકારો, પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમના અંતે ફોટો પડાવી ઉત્સાહવર્ધન કર્યું હતું.
કાર્યક્રમના અંતે ‘એક પેડ મા કે નામ ૨.૦’ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, શ્રી રમેશભાઈ ઓઝાએ માધવાણી કોલેજના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વનાં રાજ્ય કક્ષાનાં આ સમારોહમાં કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા, સાંસદશ્રી રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ભાગવતાચાર્યશ્રી રમેશભાઈ ઓઝા, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય, અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર, અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, પૂર્વ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, કલેક્ટર શ્રી એસ.ડી.ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી.ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર શ્રી એચ.જે.પ્રજાપતિ, જિલ્લા પોલીસવડા શ્રી ભગીરથસિંહ જાડેજા, અગ્રણીશ્રી ચેતનાબેન તિવારી, શ્રી સાગર મોદી સહિત પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ગણમાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦ ૦૦
[8/15, 3:56 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1k2WBx5VLb1flnWCExIu06yXbWk-RP_55?usp=sharing
[8/15, 10:04 PM] Dilip Gajjar.Mahiti.Press: પ્રેસ રિલીઝ
રાજભવન, ગાંધીનગર
૧૫ ઓગસ્ટ ૨૦૨૫
*આપણે મહાન હતા, આપણે મહાન છીએ અને આપણે મહાન રહીશું, આ વિશ્વાસ દરેક ભારતીયના મનમાં હોવો જોઈએ: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
———
*સ્વદેશી વસ્તુઓ અપનાવી દેશને આર્થિક રીતે મજબૂત બનાવવામાં સહભાગી બનીએ: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
———
*છેલ્લા એક દાયકામાં દેશે સંરક્ષણ, માળખાગત સુવિધા, વિજ્ઞાન, ટેકનોલોજી, કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે*
———
*રાજભવન ખાતે સ્વતંત્રતા પર્વની સાંજે એટ હોમ કાર્યક્રમ યોજાયો*
———
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ*
———
79માં સ્વતંત્રતા દિવસની સાંજે રાજભવનના મહર્ષિ દયાનંદ સભામંડપ ખાતે આયોજિત ‘એટ હોમ’ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આમંત્રિત મહાનુભાવોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
આમંત્રિત મહાનુભાવોને સંબોધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આપણને આપણા પોશાક, પહેરવેશ, ખોરાક, સમૃદ્ધ વારસા અને આધ્યાત્મિક સંસ્કૃતિ પર ગર્વ હોવો જોઈએ, આપણામાં શૌર્ય અને વીરતા પ્રજ્વલિત કરવાનો આ મૂળભૂત આધાર છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ‘એટ હોમ’ના સંબોધનમાં સ્વતંત્રતા સંગ્રામના વીરોના અપ્રતિમ બલિદાનને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે, ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી, દેશની સ્વતંત્રતા માટે હજારો નામી-અનામી ક્રાંતિકારીઓએ પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશને ગુલામીના બંધનમાંથી મુક્ત કરવામાં યોગદાન આપનારા મહાપુરુષોને યાદ કર્યા હતા.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. છેલ્લા એક દાયકામાં, દેશે સંરક્ષણ, માળખાગત સુવિધા, વિજ્ઞાન, ટેકનોલોજી, કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમણે વર્ષ 2047 સુધીમાં ભારતનો વિકાસ કરવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને પુનરાવર્તિત કર્યો અને કહ્યું કે આ માટે આપણે બધાએ રાષ્ટ્રીય હિતને સર્વોપરી ગણીને કામ કરવું પડશે.
રાજ્યપાલશ્રીએ ખાસ કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને ઉપસ્થિત તમામને પ્રાકૃતિક કૃષિ પેદાશોનો ઉપયોગ કરવા આહવાન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ કહ્યું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે અને માનવ સ્વાસ્થ્ય પર ગંભીર પ્રતિકૂળ અસરો થઈ રહી છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જમીન, પાણી અને પર્યાવરણને બચાવવા ઉપરાંત, વિદેશી આયાતી ખાતરો પર ખર્ચાતા હજારો કરોડ રૂપિયા પણ બચાવશે, જે દેશના વિકાસમાં ઉપયોગી બનશે.
સ્વદેશી અને આત્મનિર્ભરતાના મહત્વ પર ભાર મૂકતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આપણે ગુલામીની માનસિકતામાંથી બહાર આવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આત્મનિર્ભર અને સ્વદેશીના આહવાનને ઝીલી લઈને સ્વદેશી વસ્તુઓ અપનાવી દેશને આર્થિક રીતે મજબૂત બનાવવામાં સહભાગી બનવું પડશે. તેમણે કહ્યું કે, આપણે મહાન હતા, આપણે મહાન છીએ અને આપણે મહાન રહીશું, આ વિશ્વાસ દરેક ભારતીયના મનમાં હોવો જોઈએ.
રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર માન્યો અને રાષ્ટ્રની પ્રગતિ, એકતા અને અખંડિતતા માટે સાથે મળીને કામ કરવાની અપીલ કરી હતી.
લોકપ્રિય ગાયક શ્રી જગત વર્માએ સ્વતંત્રતા સંગ્રામ, દેશભક્તિ અને દેશની ભવ્ય સંસ્કૃતિ સાથે સંબંધિત ગીતોથી એટ હોમ કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ બનાવ્યો હતો. રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત મહાનુભાવોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું.
રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિના સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ બંધારણીય સંસ્થાના અધિકારીઓ, વરિષ્ઠ લશ્કરી અને પોલીસ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારના સભ્યો, વિવિધ સમાજના પ્રતિનિધિઓ અને આમંત્રિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
———-
[8/16, 9:25 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યના નાગરિકોને શ્રી કૃષ્ણ જન્મોત્સવ પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
————-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમી અવસરે રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું છે કે, પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાતું કૃષ્ણ જન્મોત્સવનું આ પર્વ સમાજમાં સમરસતા, બંધુત્વ અને પરસ્પર પ્રેમની ભાવનાને વધુ સુદ્રઢ બનાવશે.
————-
[8/16, 5:34 PM] Dilip Gajjar.Mahiti.Press: પ્રેસ રિલીઝ
રાજભવન, ગાંધીનગર
૧૬ ઓગસ્ટ ૨૦૨૫
*પ્રાકૃતિક ખેતી એ માત્ર વિકલ્પ નહીં, પરંતુ ટકાઉ વિકાસ, સ્વસ્થ જીવન અને પર્યાવરણ સંરક્ષણનો નિશ્ચિત માર્ગ છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
———-
*પ્રાકૃતિક ખેતી એ ઓર્ગેનિક ખેતીથી અલગ છે, પ્રાકૃતિક ખેતી શુદ્ધ સૂક્ષ્મજીવાણુઓની ખેતી છે*
———-
*’પ્રાકૃતિક કૃષિ અને ઉભરતી ટેકનોલોજી’ વિષયક 30 દિવસીય આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ શિબિરનો શુભારંભ*
———-
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, હરિત ક્રાંતિએ દેશને ખાદ્યાન્નમાં આત્મનિર્ભર બનાવ્યો, પરંતુ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ અંધાધૂંધ ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થયો, પાણી પ્રદૂષિત થયું અને લોકોના આરોગ્યનું સંકટ વધ્યું છે. આ બધાથી બચવા આજે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરી છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે હિન્દુસ્તાન કૃષિ સંશોધન કલ્યાણ સોસાયટીના સહયોગ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય, ભારતીય કૃષિ સંશોધન પરિષદની વિવિધ સંસ્થાઓ તથા વિભિન્ન કૃષિ યુનિવર્સિટીઓના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘પ્રાકૃતિક કૃષિ અને ઉભરતી ટેકનોલોજી’ વિષયક 30 દિવસીય આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ શિબિરનો શુભારંભ કરાવ્યો હતો.
આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી કહ્યું કે, આ તાલીમ કૃષિ ઉત્પાદનમાં વધારો કરવા ઉપરાંત ધરતી માતાનું સ્વાસ્થ્ય, જળ સંરક્ષણ, પર્યાવરણનું રક્ષણ અને માનવ સ્વાસ્થ્યના રક્ષણનો માર્ગ પણ મોકળો કરશે. પ્રાકૃતિક ખેતી દ્વારા દેશી ગાયનું મહત્વ ફરીથી સ્થાપિત થશે અને આવનારી પેઢીઓને શુદ્ધ ખોરાક ઉપલબ્ધ થશે.
રાજ્યપાલે સ્પષ્ટતા કરી કે, પ્રાકૃતિક ખેતી એ ઓર્ગેનિક ખેતીથી અલગ છે. તે શુદ્ધ સૂક્ષ્મજીવાણુઓની ખેતી છે. જેમ જંગલમાં વૃક્ષો અને છોડ કોઈપણ ખાતર કે જંતુનાશક દવા વગર ખીલે છે, તેવી જ રીતે આપણા ખેતરો પણ પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધ થઈ શકે છે.
વૈજ્ઞાનિક તથ્યો ટાંકીને તેમણે કહ્યું કે, દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાં અસંખ્ય સૂક્ષ્મજીવાણુઓ હોય છે, જે જમીનની ફળદ્રુપતા વધારવા, નાઇટ્રોજન-ફોસ્ફરસ-પોટાશ જેવા તત્વો પૂરા પાડવા અને છોડને રોગમુક્ત રાખવામાં અત્યંત અસરકારક છે. પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન – વાફસા નિર્માણ અને બહુ-પાક પદ્ધતિ જેવા પાંચ આયમોને અનુસરીને રાસાયણિક ખેતી કરતા પણ વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જો દેશના ખેડૂતો મોટા પાયે પ્રાકૃતિક ખેતી અપનાવે છે, ખેડૂતોની આવકમાં વધારો થશે, ઉપજની ગુણવત્તા ઉત્તમ બનશે, પર્યાવરણનું રક્ષણ થશે, ભૂગર્ભ જળનું સ્તર સુધરશે, જમીનની ગુણવત્તા સુધરશે, જૈવ વૈવિધ્ય ફરી જીવંત થશે, લોકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ આહાર મળશે, ગાય સંરક્ષણને પ્રોત્સાહન મળશે અને વિદેશી ખાતરો પર થતો કરોડો રૂપિયાનો ખર્ચ પણ બચશે.
રાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ 30 દિવસીય તાલીમ શિબિર કૃષિ ક્ષેત્રમાં એક નવી દિશા પ્રદાન કરશે અને ટકાઉ વિકાસનો પાયો બનશે.
અંતમાં રાજ્યપાલશ્રીએ આયોજકોને આ મહત્વપૂર્ણ પહેલ બદલ અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર વિકલ્પ નહીં, પરંતુ ટકાઉ વિકાસ, સ્વસ્થ જીવન અને પર્યાવરણ સંરક્ષણનો નિશ્ચિત માર્ગ છે, આ જ ભારતના ભવિષ્યની વાસ્તવિક જરૂરિયાત છે.
આ પ્રસંગે વેદાંત વિદ્વાન પૂજ્ય સ્વામી શ્રી બ્રહ્માનિષ્ઠાનંદજી મહારાજ, શ્રી શ્રી જગત ગુરુ શંકરાચાર્ય મહાસંસ્થાનમ્ ના ધર્મ સભા વિદ્વતસંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ બ્રહ્મચારી શ્રી નિરંજનાનંદજી તેમજ ભારત સરકારના કૃષિ કમિશ્નર શ્રી ડૉ. પી.કે. સિંહ એ કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કર્યું હતું.
આઈ.સી.એ.આર., અટારીના પૂર્વ નિયામક શ્રી ડૉ. લાખન સિંહે સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. કાર્યક્રમના અંતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉ. સી.કે. ટીંબડીયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઉદ્ઘાટન સત્રમાં આઈ.સી.એ.આર., નવી દિલ્હીના નાયબ મહાનિર્દેશક ડૉ. રાજવીર સિંહ, આઈ.સી.એ.આર., જેનેટિક સોસાયટીના સચિવ ડૉ. સંજય કુમાર સિંહ, હિન્દુસ્તાન કૃષિ સંશોધન કલ્યાણ સમિતિ, આગ્રાના મહામંત્રી ડૉ. અનિલ ચૌધરી સહિત અનેક કૃષિ વૈજ્ઞાનિકો, કુલપતિશ્રીઓ, સંશોધન સંસ્થાઓના ડિરેક્ટરશ્રીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતો જોડાયા હતા.
———
[8/17, 10:35 AM] Dilip Gajjar.Mahiti.Press: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી, પ્રભુ મૂર્તિની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.
તેમણે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલની ધાતુમૂર્તિનો પંચામૃત અભિષેક કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ભાવિક ભક્તો સાથે મંદિર મંડપમમાં બેસીને ધૂન કીર્તન તેમજ શ્રીજી દર્શનનો લાભ લીધો હતો.
અમદાવાદમા ઇસ્કોન મંદિર દ્વારા પ્રતિ વર્ષ કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
મુખ્યમંત્રી શ્રી આ વર્ષે કૃષ્ણજન્મોત્સવના હર્ષોલ્લાસમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ સૌના કલ્યાણ સાથે રાજ્ય અને દેશની પ્રગતિમાં પ્રભુ કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના શ્રી રાધાકૃષ્ણ ભગવાનના શ્રી ચરણોમાં કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઇ શાહ સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
…..
[8/17, 12:31 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ આધ્યાત્મિક વર્ષાયોગ 2025 મા સહભાગી થયા*
*****
*મુખ્યમંત્રીશ્રીએ આધ્યાત્મિક વર્ષાયોગ અને પ્રાકૃત ભાષાના સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહી પરમ પૂજ્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજીના આશીર્વાદ મેળવ્યા*
******
*મુખ્યમંત્રીશ્રીએ ભારતની પ્રાચીન ભાષા એવી પ્રાકૃત ભાષાના ગ્રંથનું વિમોચન કર્યું*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ આધ્યાત્મિક વર્ષાયોગ 2025માં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ ગુજરાત યુનિવર્સીટી ખાતે યોજાયેલ આધ્યાત્મિક વર્ષાયોગ અને પ્રાકૃત ભાષાના સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહી ચાતુર્માસમાં અમદાવાદ શહેરમાં પધારેલા પરમ પૂજ્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજી અને દિગમ્બર મુનિશ્રીઓના આશીર્વાદ મેળવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જે સેવા દાયિત્વ સાંભળવાનું આવ્યું છે એ ખૂબ નિષ્ઠા અને કર્તવ્યભાવથી સંભાળી શકીએ અને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાતની દિશામાં આગળ વધી શકીએ તેવા કૃપા આશિષ ની વાંછના આચાર્ય મુનિ શ્રી સુનિલ સાગરજી ના દર્શન દરમ્યાન કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સૌની સુખ, શાંતિ અને સમૃદ્ધિ ના આશીર્વાદ માટે આચાર્ય મુનિઓના ચરણોમાં પાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ભારતની પ્રાચીન ભાષા એવી પ્રાકૃત ભાષાના ગ્રંથનું વિમોચન કર્યું હતું અને પ્રાકૃત ભાષાના જ્ઞાની આચાર્ય શ્રી સુનિલ સાગરજીને પ્રાકૃત પ્રભાકરની વિશિષ્ટ ઉપાધિ એનાયત કરી તેમનું સન્માન કર્યું હતું.
પરમ પૂજ્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજીએ જણાવ્યું કે, આપણા દેશની સૌથી પ્રાચીન ભાષા પ્રાકૃત છે એનું સન્માન થવું જોઈએ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃત ભાષાને નેશનલ ક્લાસિક્લ લેંગ્વેજ જાહેર કરીને પ્રાકૃત ભાષા નું ઉચિત ગૌરવ કર્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, પૂર્વ મેયર શ્રી ગૌતમભાઈ શાહ, જૈન અગ્રણીઓ શ્રી રાજેશભાઈ શાહ, શ્રી કપિલભાઈ શાહ, શ્રી ઋષભ જૈન, શ્રી યોગેશભાઈ શાહ સહિત વિશાળ સંખ્યામાં જૈન સમાજના ભાવિકભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
000000
[8/17, 12:31 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1CXyOaRbJUyg1SQPb-6FKRZBf-KdYq3Xa?usp=sharing
[8/17, 4:22 PM] Dilip Gajjar.Mahiti.Press: *મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ગૌરવભેર ઉજવણી*
……..
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગરિમાપૂર્ણ માહોલમાં તિરંગાને સલામી આપી*
……..
*મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં પોરબંદરના પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું*
*-:મુખ્યમંત્રીશ્રી:-*
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યના આધારે વિકસિત ગુજરાત ૨૦૪૭ના વિઝનને સાકાર કરવા એજન્ડા ફોર ૨૦૩૫ હોલ ઓફ ગવર્મેન્ટના અભિગમ સાથે દિશાસૂચક બનશે
//—————
*ગુજરાત@75માં ગુજરાતને દેશના સર્વગ્રાહી વિકાસમાં વધુ નવી વૈશ્વિક ઊંચાઈઓ પાર કરવાનો સહિયારો સંકલ્પ લઈએ*
…….,…………………..
*નવા આયામો સિદ્ધ કરવા ‘સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિક’ના ધ્યેય સાથે એજન્ડા ફોર-૨૦૩૫ સરકાર લાવશે
:::::;;;:;;;
૧૦૦ કરોડ રૂપિયા ની જોગવાઈ સાથે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના ની જાહેરાત
::::::::::
તાલુકા મુખ્ય મથક હોય અને નગરપાલિકા માં ભળી ના હોય તેવી ગ્રામ પંચાયતોના સર્વાંગી વિકાસ માટે મહત્વ પૂર્ણ યોજના
::;;;;;;;;
શહેરી વિકાસ વર્ષ માં નાના નગરો ના આયોજન બદ્ધ વિકાસ માટે ૧૦૦ ટાઉન પ્લાનિંગ સ્કીમ બનશે
—————-
એક લાખ સુધીની વસ્તી ધરાવતા ૫૫ નગરોમાં જી આઈ એસ બેઝડ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરાશે
************
*મહારાષ્ટ્ર રાજ્ય પોલીસ સહિત ૧૯ પ્લાટૂનના ૬૮૫ જવાનોએ રાષ્ટ્રધ્વજને શિસ્તબદ્ધ પરેડ દ્વારા સલામી આપી*
…..
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ૭૯મો સ્વતંત્રતા પર્વ પોરબંદર જિલ્લાવાસીઓ માટે યાદગાર બન્યો*
……
*દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર પ્રસ્તુતિથી પોરબંદરવાસીઓ મંત્રમુગ્ધ થયા*
……
*ગુજરાત પોલીસના જવાનોએ પ્રસ્તુત કરેલા અશ્વ શો, ડોગ શો, બાઈક શોના દિલધડક દ્રશ્યો નિહાળી લોકો રોમાંચિત થયા*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૯મા સ્વાતંત્ર્ય પર્વે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં રાષ્ટ્રભક્તિમય માહોલમાં ધ્વજવંદન કરાવી તિરંગાને સલામી આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ૧૯૬૦માં ગુજરાતની અલગ રાજ્ય તરીકે સ્થાપના થઈ ત્યારથી શરૂ થયેલી વિકાસયાત્રાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૧મી સદીમાં નવી દિશા, નવી ઉર્જા અને વેગ મળ્યા છે, તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે રાજ્યના નાગરિકોને ૭૯મા સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવતા જાહેર કર્યું કે, વર્ષ ૨૦૩૫માં ગુજરાતની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થાય છે, ત્યાં સુધીમાં સર્વાંગી વિકાસ અને વધુ લોકાભિમુખ વહીવટના નવા આયામો સિદ્ધ કરવા ‘સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિક’ના ધ્યેય સાથે ‘એજન્ડા ફોર ૨૦૩૫’ સરકાર લાવી રહી છે.
વડાપ્રધાનશ્રીએ આપેલ ‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યના આધારે ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા માટે આ ‘એજન્ડા ૨૦૩૫’ હોલ ઓફ ગવર્મેન્ટના અભિગમ સાથે દિશાસૂચક બનશે એમ પણ તેમણે સ્વતંત્રતા દિવસ અવસરે નાગરિક સંબોધનમાં ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ ‘એજન્ડા ૨૦૩૫’ના ફ્રેમવર્કમાં રાજ્ય વ્યાપી આંતરમાળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવી, નાગરિકોને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ કરવા ઉપરાંત આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઇનોવેશન આધારિત વિકાસ માટેની ઇકો સિસ્ટમ અને નવી ઉભરતી ટેકનોલોજીના ઉપયોગ માટે યુવા વર્ગને તૈયાર કરવા સહિતના પાસાઓને આવરી લેવાની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય શ્રમ–રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવીયા, ભાગવત કથાકાર સંત પૂજ્ય રમેશભાઈ ઓઝા, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય શ્રી અર્જુન મોઢવાડિયા અને જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ બેન્ડની રાષ્ટ્રગીત સુરાવલી અને પરેડ સાથે આ ધ્વજવંદના કરાવી હતી.
તેમણે આ અવસરે પોરબંદરને આંગણેથી રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ અને સમયબદ્ધ શહેરી વિકાસ આયોજનની મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ શહેરોની સાથે ગામોના પણ વેલ પ્લાન્ડ ડેવલપમેન્ટ માટે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ જાહેર કરતા જણાવ્યું કે જે ગ્રામ પંચાયતો તાલુકા મથક હોય અને નગરપાલિકામાં ભળી ન હોય તેવી ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ કરીને તેને શહેરી તર્જ ઉપર વિકસાવવા અને ભૌતિક સુવિધાઓ ઊભી કરવા રૂપિયા ૧૦૦ કરોડની ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ લાવ્યા છીએ.
મોટા ગામડાઓ શહેરોનો વિકલ્પ બને અને નાગરિકો શહેરો તરફથી આવા મોટા ગામો તરફ આવવા પ્રેરાય તેવો આ યોજનાઓનો હેતુ છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ નવી યોજનામાં ખાસ કરીને માળખાગત સુવિધાઓને લગતા કામો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સોલાર સ્ટ્રીટ લાઈટ તથા આરોગ્ય સુખાકારી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના કામો સમાવિષ્ટ કરાશે તેમ જણાવ્યું હતું.
રાજ્યમાં આ વર્ષે ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ દરમિયાન નાના નગરોના સુઆયોજિત વિકાસ માટે ૧૦૦થી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમ અને એક લાખ સુધીની વસ્તી ધરાવતા ૫૫ નગરો માટે GIS આધારિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની જાહેરાત મુખ્યમંત્રીશ્રીએ આ તકે કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે શહેરો હોય કે ગ્રામીણ વિસ્તાર, દરેક સુધી વિકાસ પહોંચે તેવી હોલીસ્ટિક ડેવલપમેન્ટની નેમથી સરકાર કાર્યરત છે.
આ સંદર્ભમાં તેમણે ડબલ એન્જિન સરકારના બેવડા લાભ સાથે રાજ્યમાં વિવિધ ક્ષેત્રે થયેલા વિકાસ અને જનહિત યોજનાઓની સિદ્ધિઓની વિશદ છણાવટ કરી હતી.
ગુજરાત આજે નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ NSDPમાં વ્યક્તિ દીઠ રૂપિયા ૧.૯૬ લાખ સાથે દેશના મોટા રાજ્યોમાં અગ્રેસર છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર ગ્લોબલ’ માટે સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનો ખરીદવા, ઉપયોગ કરવાની ભારપૂર્વક હિમાયત કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે આપેલા કોલને સાકાર કરવા દરેક ક્ષેત્રે નિર્ભરતાથી પ્રભુત્વ તરફ આગળ વધી આત્મનિર્ભર થવા તેમણે આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ટીમ ગુજરાતે પણ વંચિત, ગરીબ, છેવાડાના અને અંત્યોદયને કેન્દ્રમાં રાખીને જ આવાસ, આહાર, આરોગ્ય, અભ્યાસ અને આર્થિક ઉન્નતિ માટેની અનેક યોજનાઓનું સફળ અમલીકરણ કર્યું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શહેરી અને ગ્રામીણ મળીને ૧૧ લાખ આવાસ, ૨.૯૦ કરોડ લોકોને આયુષ્માન આરોગ્ય કાર્ડ, ૩ કરોડ ૨૬ લાખ અંત્યોદય લોકોને વિનામૂલ્યે અનાજ જેવી સિદ્ધિઓ વર્ણવી હતી.
તેમણે ઉમેર્યું કે, ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે બનેલી યોજનાઓનો લાભ ૧૦૦ ટકા તેમને મળે તે માટે સેચ્યુરેશન અપ્રોચ અને જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન શરૂ કર્યા છે.
આદિવાસીઓના સર્વગ્રાહી ઉત્કર્ષ માટે વનબંધુ કલ્યાણ યોજના – ૨માં આ વર્ષે ૩૦,૧૨૧ કરોડની માતબર ફાળવણી કરી છે.
અત્યાર સુધીમાં આદિજાતિના બાળકોના શિક્ષણ માટે ૪૩૦૦ કરોડથી વધુની શિષ્યવૃતિ સહાય આપી છે. તેની વિગતો તેમણે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી વર્ષના સંદર્ભમાં આપી હતી.
શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ એમ ‘ગ્યાન’ આધારિત ચાર સ્તંભોના સશક્તિકરણના અનેક આયામો રાજ્ય સરકારે ઉપાડ્યા છે.
યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ મજબૂત કરી રહ્યા છીએ. પાંચ લાખ લખપતિ દીદી અને મહિલા સંચાલિત દૂધ મંડળીઓમાં ૨૧ ટકા મહિલા ભાગીદારીએ નારીશક્તિને સશક્ત કરી છે.
અન્નદાતાના હિતોને પણ અગ્રતા આપીને બીજથી બજાર સુધી સરકાર તેની પડખે ઊભી છે. માછીમાર ભાઈઓને ડીઝલ વેટની રાહત સહાય ડીબીટીથી ચૂકવવામાં આવે છે તેની વિગતો તેમણે આપી હતી.
મુખ્યમંત્રીએ રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ માટે ૧૨ ‘ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર’, ડીસાથી પીપાવાવ ‘નમો શક્તિ એક્સપ્રેસ વે’ અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે વિકસાવવાના આયોજનની વાતો વર્ણવી હતી.
તેમણે ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મેપ પર ચમકાવનારી વાઇબ્રન્ટ સમિટ ની ઉત્તરોતર સફળતાને પગલે હવે રાજ્ય સરકાર રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવાની છે તેની ભૂમિકા આપતા કહ્યું કે આવનારા સમયમાં રાજ્યના મહાનગરોમાં વિશ્વ કક્ષાની રમતનું આયોજન થવાનું છે તે માટે વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવી રહ્યા છીએ.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં સુરક્ષા–સલામતી, આરોગ્ય સુખાકારી, બાળકોને પૌષ્ટિક પુરક આહાર માટેની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની સફળતાઓ પણ પ્રસ્તુત કરી હતી.
તેમણે કહ્યું કે વર્ષ ૨૦૪૭માં દેશની આઝાદીની શતાબ્દી ઉજવાય તે પહેલા ૨૦૩૫માં રાજ્યના ૭૫ વર્ષની ઉજવણી માટેનો અવસર આપણને મળવાનો છે. વિકસિત ભારત – ૨૦૪૭ માટે વિકસિત ગુજરાત – ૨૦૪૭ અને ગુજરાત@75 માં ગુજરાતને દેશના સર્વગ્રાહી વિકાસમાં વધુ નવી વૈશ્વિક ઊંચાઈઓ પાર કરાવવાનો સહિયારો સંકલ્પ ૭૯મા સ્વતંત્રતા પર્વે લેવાનો પણ તેમણે રાજ્યના પ્રજાજનોને કોલ આપ્યો હતો.
સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના પ્રારંભે મુખ્યમંત્રીશ્રીનું આગમન થતા મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી અને પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય મુખ્યમંત્રીશ્રીને પોડીયમ તરફ દોરી ગયા હતા.
રાષ્ટ્રીય પર્વની આ શાનદાર ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પોલીસ દ્વારા દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પોલીસના જવાનો દ્વારા અશ્વ શો, બાઈક સ્ટંટ શો અને ડોગ શો સહિતના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતા. જેને નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. પરેડમાં મહારાષ્ટ્ર પોલીસ સહિત ૧૯ પ્લાટુનના કુલ ૬૮૫ કર્મચારી – જવાનોએ ભાગ લીધો હતો.
સંબોધન બાદ મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનારા કલાકારો, પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમના અંતે ફોટો પડાવી ઉત્સાહવર્ધન કર્યું હતું.
કાર્યક્રમના અંતે ‘એક પેડ મા કે નામ ૨.૦’ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, શ્રી રમેશભાઈ ઓઝાએ માધવાણી કોલેજના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વનાં રાજ્ય કક્ષાનાં આ સમારોહમાં કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા, સાંસદશ્રી રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ભાગવતાચાર્યશ્રી રમેશભાઈ ઓઝા, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય, અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર, અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, પૂર્વ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, કલેક્ટર શ્રી એસ.ડી.ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી.ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર શ્રી એચ.જે.પ્રજાપતિ, જિલ્લા પોલીસવડા શ્રી ભગીરથસિંહ જાડેજા, અગ્રણીશ્રી ચેતનાબેન તિવારી, શ્રી સાગર મોદી સહિત પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ગણમાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦ ૦૦
[8/17, 7:47 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યની જેલોમાં કેદ બંદીવાનોના બાળકો તથા વયસ્ક બંદીવાનો માટે મહત્વપૂર્ણ નિર્ણય*
*બંદીવાનોના સંતાનોને સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે “વિકાસદીપ” યોજનાની જાહેરાત*
*સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવા બદલ રૂ.5,001, મેઇન્સ/લખિત પરીક્ષા પાસ કરવા બદલ ₹10,001 અને અંતિમ પસંદગી અને નિમણુંક બદલ ₹15,001નું ઇનામ બંદીવાનના બાળકોને આપવામાં આવશે*
*રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમત-ગમત ક્ષેત્રે વિજેતા બનેલા બાળકોને પણ ઇનામો આપવામાં આવશે*
*વૃદ્ધ તથા બીમાર બંદીવાનોને અલગ બેરેક, કેરટેકર તેમજ દવાખાનામાં અગ્રિમતા સહિતની સુવિધા આપવા ખાસ નિર્ણય*
*આ મહત્વપૂર્ણ નિર્ણયોથી જેલોમાં રહેલા બંદીવાન તથા તેમના પરિવારજનના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે*
…..
ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, આજે જેલ ડીજીપી શ્રી કે.એલ.એન રાવે બંદીવાનોના સંતાનો માટે અને જેલોમાં રહેલા વૃદ્ધ તથા બીમાર બંદીવાનો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.
રાજ્યની જેલોમાં રાખવામાં આવેલા બંદીવાનોના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે તેમજ રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા “વિકાસદીપ” યોજના અંતર્ગત રોકડ ઇનામ અને પુરસ્કારો આપવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા પર બંદીવાનના બાળકોને કુલ ત્રણ સ્તરે ઇનામો મળશે. જેમાં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવા બદલ રૂ.5,001 અને પ્રમાણપત્ર, મેઇન્સ/લખિત પરીક્ષા પાસ કરવા બદલ ₹10,001 અને પ્રમાણપત્ર તેમજ અંતિમ પસંદગી અને નિમણુંક બદલ ₹15,001, મોમેન્ટો અને પ્રમાણપત્ર બંદીવાનના બાળકોને સિધ્ધિ બદલ આપવામાં આવશે.
બીજી તરફ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમત-ગમત ક્ષેત્રે વિજેતા બનેલા બાળકોને પણ ઇનામો આપવામાં આવશે. જે અંતર્ગત રાજ્ય સ્તરે બ્રોન્ઝ મેડલ માટે ₹3,001 અને પ્રમાણપત્ર, સિલ્વર મેડલ માટે ₹5,001 અને પ્રમાણપત્ર તથા ગોલ્ડ મેડલ માટે ₹7,001, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે વિજેતા થયેલા બાળકોને બ્રોન્ઝ મેડલ માટે ₹7,001 અને પ્રમાણપત્ર, સિલ્વર મેડલ માટે ₹10,001 અને પ્રમાણપત્ર
તેમજ ગોલ્ડ મેડલ માટે ₹15,001, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
જેલ અધિકારીઓ અને કર્મચારીઓના બાળકોને પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા રમતગમત ક્ષેત્રે સફળતા માટે પણ ઇનામ પુરસ્કાર આપવામાં આવશે.
*60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ તથા બીમાર બંદીવાનો માટે ખાસ નિર્ણય લેવાયા*
– તેમની માટે અલગ બેરેક ફાળવવી
– દૈનિક પ્રવૃત્તિઓ માટે કેરટેકર આપવો
– સ્પેશિયલ રેમ્પ્સ, દવાખાનામાં અગ્રિમતા સાથે સુવિધા આપવી
– નિયમિત તબીબી ચકાસણી અને મેડિકલ કેમ્પનું આયોજન
– પોષણક્ષમ અને આરોગ્યપ્રદ આહાર ઉપલબ્ધ કરાવવો
– જરૂરી દવાઓ સમયસર પહોંચાડવી
– માનસિક આરોગ્ય માટે કાઉન્સેલિંગ સુવિધા આપવી
– જામીન પ્રક્રિયામાં અને દયા અરજી સંબંધિત કાયદેસર મદદ કરવી
આ મહત્વપૂર્ણ નિર્ણયોથી જેલોમાં રહેલા બંદીવાન તથા તેમના પરિવારજનના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે અને તેમની ઉન્નતિના માર્ગો ખુલશે.
….————————————————————————–
આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડિયો ના ફોટાઓ અમોને અમારા રબારી માધ્યમ અને ચેનલમાં પ્રસિદ્ધ કરવા અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીંયા કોઈપણ સમાચારો માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરવો