18 સપ્ટેમ્બર.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)janfariyadnews youtube channel links જૂવો

18 NG pdf-1 (1)

(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)

[9/17, 10:40 AM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ૭૫મો જન્મદિવસ*
***
*ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા ‘રક્તદાન અમૃત મહોત્સવ ૨.૦’ થીમ અંતગર્ત આયોજિત વિશ્વનું સૌથી મોટુ ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’નું ઉદ્ઘાટન કર્યું*
****
*મોદીજીના ‘સેવા પરમો ધર્મ’ના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરશે: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી*
***
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ અવસર પર તેમજ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના પોતાના ૬૧મા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ‘રક્તદાન અમૃત મહોત્સવ ૨.૦’ થીમ અંતગર્ત આયોજિત વિશ્વનું સૌથી મોટા ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’નું ઉદ્ઘાટન કર્યું હતું.

આ અવસરે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસર પર અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત મહોત્સવ-૨.૦ અંતર્ગત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વની સૌથી મોટી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મોદીજીના ‘સેવા પરમો ધર્મ’ના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

તેમણે વધુમાં કહ્યું કે રક્તદાન માત્ર જીવન બચાવવા માટે નથી તે સમુદાયોને મજબૂત કરવા અને તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે પણ છે. આ કાર્યક્રમ થકી કરોડો લોકોને નવી પ્રેરણા પણ મળી રહી છે. આપણે ઘણા મોટા નેતાઓનો જન્મદિવસ મોટી કેક કાપતાં કે પછી હાર પહેરાવતાં જ જોયો છે, પરંતુ મોદીજીના શાસનમાં આ બધું જાણે કે બદલાઈ ગયું હોય એમ એમનો જન્મદિવસ લાખો કરોડો લોકો માટે હસવાનું તેમજ ચહેરા ઉપર ખુશીનું કારણ બન્યું છે.

ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે દેશના વડાપ્રધાન શ્રી માટે કોઈ સમાજ તેમજ સંસ્થા દ્વારા આટલા મોટા પાયા પર બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું એ ખૂબ સહારાનીય છે.

આ અવસરે ગૃહરાજ્યમંત્રીએ આ ઉમદા કાર્યને તેમજ ભવ્ય સફળતા અપાવવા માટે એક સાથે આવી રહેલા તમામ આયોજકો અને હજારો રક્તદાતાઓનો આભાર વ્યક્ત પણ કર્યો હતો.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની મુલાકાત પણ લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અભિયાન અંતગર્ત ૭૫ દેશોમાં ૭૫૦૦થી વધુ રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યા છે, જેમાં ૩ લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્ય છે.

આ પ્રસંગે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
****
[9/17, 11:28 AM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*

*Date* *17-09-25* | *Time* *11:45* *AM*

*માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાનનો દેશવ્યાપી વર્ચ્યુઅલ શુભારંભ.*

*Hon’ble PM Shri Narendra Modi virtually launches nation-wide ‘Swasth Nari, Sashakt Parivar’ campaign*

*YouTube  :-* https://youtube.com/live/G3lSS0JEqKY?feature=share

*YouTube  :-* https://youtube.com/live/98XiRR2vKVM?feature=share
[9/17, 11:45 AM] Dilip Gajjar.Mahiti.Press: *છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ ઔદ્યોગિક ઉત્પાદનોની ગુણવત્તા ચકાસણી થકી રાજ્ય સરકારને રૂ. ૧૦.૩૪ કરોડથી વધુની આવક*
—–
*રાષ્ટ્રીય મંચ ઉપર ગુજરાત સરકારની પ્રતિષ્ઠિત-વિશ્વાસપાત્ર લેબોરેટરી તરીકે ‘ગીરડા’ પ્રસ્થાપિત*
—–
*વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, વાસ્મો, સરદાર સરોવર નિગમ જેવા જાહેર સાહસો સાથે ‘ગીરડા’ એમ્પેનલ*
—–
વડોદરા ખાતે કાર્યરત ‘ગીરડા’ સંસ્થાને વર્ષ ૨૦૨૨થી ૨૦૨૫ એમ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વિવિધ ઔદ્યોગિક ઉત્પાદનોની ગુણવત્તા ચકાસણી થકી રૂ. ૧૦.૩૪ કરોડથી વધુની આવક થઈ છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. ૭.૨૧ કરોડ કરતાં વધુ ગ્રાન્ટની ફાળવણી પણ કરવામાં આવી છે. કેમિકલ, પ્લાસ્ટિક્સ, પોલિમર્સ જેવા ઉદ્યોગો માટે રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત લેબોરેટરી અને R&Dમાં સેન્ટર ઓફ એક્સિલન્સ વિકસાવવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઔધોગિક સંશોધન અને વિકાસ સંસ્થા-ગીરડાની સ્થાપના કરવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના માર્ગદર્શનમાં ‘ગીરડા’ રાષ્ટ્રીય મંચ ઉપર ગુજરાત સરકારની પ્રતિષ્ઠિત અને વિશ્વાસપાત્ર લેબોરેટરી તરીકે પ્રસ્થાપિત થઈ છે. આ સંસ્થા વિવિધ ઔદ્યોગિક ઉત્પાદનોની ચકાસણી ઉપરાંત જનહિત સંબંધિત પીવાના પાણીની પાઇપલાઇનની ગુણવત્તા ચકાસણીની પણ ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી કરે છે.

જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગીરડાને વિવિધ જાહેર સાહસો જેવા કે, વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, વાસ્મો, સરદાર સરોવર નર્મદા નિગમ લિ. વગેરે સાથે પીવીસી અને એચડીપી પાઇપ ચકાસણી અર્થે એમ્પેનલ કરવામાં આવી છે. વધુમાં આ સંસ્થા રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર હસ્તગત વિવિધ સાહસો જેવા કે, GAIL, IOCL, BPCL, ONGC, PWD, GMB, GWIL, POLICE HOUSING, GGRC, URBAN AUTHORITY & MUNICIPLE CORPORATIONS તેમજ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાના સિંચાઈ વિભાગને સેમ્પલ ચકાસણી તથા સ્થળ તપાસ-માર્ગદર્શનની સેવાઓ પણ પૂરી પાડે છે.

ગીરડાને કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલય દ્વારા ‘Scientific & Industrial Research Organizations(SIROs)’ની તેમજ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તરફથી ‘National Accreditation Board for Testing and Calibration Laboratories (NABL)’ની માન્યતા આપવામાં આવી છે. આ ઉપરાંત સંસ્થાને વડોદરાની ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તરફથી ‘Recognition for Research Center under Applied Chemistry Department’ની માન્યતા પણ મળી છે. વધુમાં, ગીરડાએ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર અને કેમિકલ્સ યુનિવર્સિટી(જીએસએફસી) સાથે વિવિધ સમજૂતી કરાર કર્યા છે.

આ સંસ્થા રબર, પ્લાસ્ટિક, પેઇન્ટ, શાહી, કોટિંગ્સ, કાગળ, રસ્તાના કામ અને હાઇવે સામગ્રી, ધાતુ-મિશ્રધાતુ, અકાર્બનિક રસાયણો, સિમેન્ટ, બાંધકામ સામગ્રી તથા પેટ્રોલિયમ ઉત્પાદનો જેવા વિવિધ ઉદ્યોગોને હાલની પ્રક્રિયાઓમાં ફેરફાર અંગે માર્ગદર્શન તથા ગુણવત્તા ચકાસણી માટે મદદ પૂરી પાડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની ૧૦૦ ટકા ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા ગીરડા કેમિકલ અને પેટ્રોલિયમ ક્ષેત્રની નાના, મધ્યમ ઉદ્યોગોને સંશોધન તેમજ વિકાસ વિસ્તરણ, તાલીમ, સહાય માર્ગદર્શન, ટેકનોલોજી, ગુણવત્તા નિયમન, સ્થળ તપાસ અને નવી વસ્તુના ઉત્પાદન સંબંધિત માર્ગદર્શનની વિવિધ કામગીરી કરે છે.
—–
જીગર બારોટ
[9/17, 11:49 AM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મ દિવસ નિમિત્તે*

*રાજ્યભરમાં ૭૫ સ્થળે આયોજિત ‘મેદસ્વિતા નિવારણ’યોગ કેમ્પનો શુભારંભ કરતાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી*
—–
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે આયોજિત અનેક સામાજિક કાર્યક્રમો થકી લાખો ચહેરાઓ પર ખુશી આવશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી*
—–
*મેદસ્વિતા મુક્ત અભિયાનને સાકાર કરવા દરેક કેમ્પમાં માત્ર યોગ જ નહીં પરંતુ ડાયટ પ્લાન, આયુર્વેદનો ઉપયોગ જેવા વિવિધ વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે*
—–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પને સાકાર કરવા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ ૭૫ સ્થળોએ મેદસ્વિતા નિવારણ ‘યોગ કેમ્પ’નો આજે ગાંધીનગર ખાતેથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભવ્ય શુભારંભ કરાવ્યો હતો.

રાજ્યવ્યાપી યોગ કેમ્પનો શુભારંભ કરતાં યુવા સાંસ્કૃતિક, રમત-ગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અલગ અલગ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તેમજ નાના નાના ગ્રુપ દ્વારા વડાપ્રધાનશ્રીના જન્મ દિવસને ખાસ રીતે મનાવવામાં આવી રહ્યો છે. જે કદાચ દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ઇતિહાસમાં એવો કાર્યક્રમ બનશે, જેમાં કોઈ રાજ નેતાના જન્મ દિવસે અનેક સામાજિક કાર્યક્રમો થકી લાખો ચહેરાઓ પર ખુશી આવશે.

ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ આજે યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાનશ્રીના જન્મ દિવસથી તા. ૧૭ ઓક્ટોબર સુધી આયોજિત પ્રથમ તબક્કાના ૭૫ કેમ્પમાં પ્રત્યેક કેમ્પ દીઠ ૧૦૦થી વધુ એટલે કે ૭,૫૦૦થી વધારે નાગરિકોને ભાગ લેવા અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં માત્ર યોગ જ નહીં પરંતુ નિરોગી શરીર માટે ડાયટ પ્લાન, આયુર્વેદનો ઉપયોગ જેવા વિવિધ વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે. જેના પરિણામે વડાપ્રધાનશ્રીના મેદસ્વિતા મુક્ત અભિયાનના સંકલ્પને સાકાર કરવામાં આવશે

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે આજે દેશભરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે આંખનું ઓપરેશન, હાર્ટનું ઓપરેશન, ગરીબ બાળકો માટે સ્કૂલ ફીની વ્યવસ્થા જેવા અનેક માનવતાના કાર્યો કરવામાં આવી રહ્યાં છે. વધુમાં, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એક લાખ નાગરિકોએ બ્લડ ડોનેશનનો સંકલ્પ લીધો છે તેમજ તેરાપંથ યુવક પરિષદ દ્વારા પણ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત ૫૭ હજાર જેટલા કર્મચારીઓએ પણ વડાપ્રધાનશ્રીના જન્મદિવસના આગળના દિવસે એક દિવસની અંદર મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન કરીને ઇતિહાસ રચ્યો છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શીશપાલે શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૦ ડિસેમ્બર-૨૦૨૫ સુધી મેદસ્વિતા મુક્તિ અભિયાનનું ત્રણ તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર-૨૦૨૫ સુધી શરૂ થતાં પ્રથમ તબક્કામાં રાજ્યના વિવિધ ૭૫ સ્થળે ‘યોગ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. દેશ અને રાજ્યનો દરેક નાગરિક સ્વસ્થ અને નિરોગી બને તે માટે યોગને ઘર ઘર સુધી પહોચાડવો ખૂબ જ જરૂરી છે.

આ યોગ કેમ્પમાં બ્રહ્માકુમારીના કૈલાશદીદી, ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રી અંકિત બારોટ, શ્રીમતી દિપીકાબેન સોલંકી, યોગ બોર્ડના OSD શ્રીમતી મૃણાલદેવી ગોહિલ, સ્ટેટ કો ઓર્ડિનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદી, ગાંધીનગરના કો ઓર્ડીનેટર શ્રીમતી ભાવનાબેન જોશી, ગાંધીનગર હોમગાર્ડના કમાન્ડર શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
—–
જીગર બારોટ
[9/17, 11:58 AM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં નમો અમૃત મહા આરોગ્ય શિબિરની મુલાકાત લીધી*
….
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત “નમો અમૃત મહા આરોગ્ય શિબિર”ની મુલાકાત લઈને દિવ્યાંગોને સાધન સહાય કીટનું વિતરણ કર્યું હતું.

આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો હતો. શિબિરમાં વિવિધ પ્રકારના મેડિકલ હેલ્થ ચેક-અપ અને સારવારની સુવિધાઓ ઉપલબ્ધ હતી. જેમાં ટી.બી. માટે નિઃશુલ્ક સ્ક્રીનીંગ, ટેસ્ટ અને સંકલિત સારવાર, ટી.બી. પ્રભાવિત પરિવારો માટે પૌષ્ટિક કીટનું વિતરણ, એનિમિયા અને સિકલ સેલ માટે સ્ક્રીનીંગ અને માર્ગદર્શન, સ્તન અને ગર્ભાશયના કેન્સરની તપાસ, સામાન્ય આરોગ્ય ચકાસણી અને આવશ્યક દવાઓનું વિતરણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંખની તપાસ અને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ જેવી આરોગ્ય સુવિધાઓમાં આપવામાં આવી હતી.

વડાપ્રધાનશ્રીના “સ્વસ્થ ભારત”ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ શિબિર એક મહત્વપૂર્ણ કદમ છે.

આ અવસરે અમદાવાદ શહેર મેયર શ્રીમતિ પ્રતિભા બહેન જૈન, સાંસદ શ્રી દિનેશ મકવાણા (અમદાવાદ પશ્ચિમ), ધારાસભ્ય શ્રી અમુલ ભટ્ટ (મણીનગર), શ્રીમતી દર્શના બહેન વાઘેલા, શ્રી હસમુખ પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
…..
[9/17, 11:59 AM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/19FFP5ptU24j-p_Opq22gTD4YzVL3O4Iq
[9/17, 12:04 PM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*

*Date* *17-09-25* | *Time* *11:45* *AM*

*માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાનનો દેશવ્યાપી વર્ચ્યુઅલ શુભારંભ.*

*Hon’ble PM Shri Narendra Modi virtually launches nation-wide ‘Swasth Nari, Sashakt Parivar’ campaign*

*YouTube  :-* https://youtube.com/live/G3lSS0JEqKY?feature=share

*YouTube  :-* https://youtube.com/live/98XiRR2vKVM?feature=share

*FB        :-* https://www.facebook.com/share/v/1D2AhfHe7t/

*FB        :-* https://www.facebook.com/share/v/14JZHtfSsyM/

*Twitter   :-* https://x.com/CMOGuj/status/1968200662547829213

*Twitter   :-* https://x.com/Bhupendrapbjp/status/1968200663915257980

*CMO Gujarat Website*  :- https://cmogujarat.gov.in/en/watch-live
[9/17, 12:44 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ૭૫મો જન્મદિવસ*
————–
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ આયોજિત ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની મુલાકાત લીધી*
—————
*આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ*
——————
_*-: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત :-*_
* રક્તદાન એ સૌથી મોટું જીવનદાન
* રક્તદાનથી ભાઈચારો પેદા થાય છે અને સૌમાં એકતા પણ જોવા મળે છે
————-
_*-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*_
* સમગ્ર દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવાય છે
* રક્તદાનનો સંકલ્પ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીમાં લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ
* રક્તદાતા સાયલન્ટ ડોનર છે એટલે રક્તદાન કરનારની ક્યારેય તકતી લાગતી નથી
———–
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ અવસર અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના ૬૧મા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ‘રક્તદાન અમૃત મહોત્સવ ૨.૦’ થીમ અંતગર્ત આયોજિત વિશ્વના સૌથી મોટા ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી.

આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા તરફથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, મોદીજીએ તેમનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવા અને દેશના વિકાસ માટે સમર્પિત કર્યું છે. ગુજરાતની ધરતી પર સમયાંતરે મહાપુરુષો જન્મ્યા છે જેઓએ સમાજ અને દેશના હિત માટે અસાધારણ યોગદાન આપ્યું છે. એવા જ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. અનેક દેશોએ તેમને સર્વોચ્ચ સન્માન આપી ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમના દુરંદેશી નેતૃત્વમાં ભારત પ્રગતિના નવા પંથે ઝડપથી આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રકતદાન શિબિરનું આયોજન ખૂબ જ સહારાનીય છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અનેક યોજનાઓ થકી પ્રગતિના સોપાન સર કરી રહ્યું છે. ૭૫ વર્ષના જીવનમાં વડાપ્રધાનશ્રીએ અર્જિત કરેલું જ્ઞાન આજે સમગ્ર દેશના લોકોમાં ઉત્સાહનો સંચાર કરી રહ્યું છે અને માનવતાના કલ્યાણ માટેનાં અનેક કાર્યો તેમના નેતૃત્વમાં થઈ રહ્યા છે.

રક્તદાન શિબિર અંગે વાત કરતા રાજ્યપાલ શ્રી એ કહ્યું કે, આચાર્યશ્રી મહાશ્રમણજીની પ્રેરણાથી અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના નેતૃત્વમાં વિશ્વના ૭૫ દેશમાં આ પ્રકારની રક્તદાન શિબિરનું આયોજન થઈ રહ્યું છે એ ખૂબ ગૌરવની વાત છે. રક્તદાન એ સૌથી મોટું જીવનદાન છે. એટલું જ નહીં, રક્તદાનથી ભાઈચારો પેદા થાય છે અને સૌમાં એકતા પણ જોવા મળે છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ અવસરે રાજ્યપાલશ્રીએ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના સૌ સભ્યોને તેમજ વિવિધ સમુદાયના જે લોકો આ અભિયાનમાં જોડાઈને રક્તદાન કરી રહ્યા છે એ સૌને અભિનંદન પણ પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સમગ્ર દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ૭૫મો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા સમર્પણના ભાવ જન-જન સુધી ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ આપણા સૌ માટે ગૌરવની વાત છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના જન્મદિવસની પુર્વ સંધ્યાએ પણ રાજ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. ‘નમો કે નામ રક્તદાન’ પહેલ થકી રાજ્યમાં ૩૭૮ રક્તદાન શિબિરોના માધ્યમથી કર્મચારીઓ દ્વારા વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, જેમ રક્ત એ શરીરમાં ચાલકબળ છે, એ જ રીતે આટલી મોટી સંખ્યામાં રક્તદાનનો સંકલ્પ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીમાં લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ તેજ અને નવા ભારત, વિકસિત ભારતનું પ્રેરણાબળ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના શબ્દોનું સ્મરણ કરતાં ઉમેર્યું કે આર્થિક દાન કરનારની તકતી લાગે છે, પણ રક્તદાન કરનારની ક્યારેય તકતી લાગતી નથી એટલા જ માટે રક્તદાનને મહાદાન કહેવામાં આવ્યું છે. રક્તદાન એ માત્ર જીવનદાનનું કાર્ય નથી, પરંતુ કરુણા, પ્રેમ અને સામાજિક જાગૃતિનું પ્રતીક છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સાથે સ્વચ્છ ભારત અને મેદસ્વિતા મુક્ત ભારતનું પણ આહવાન કર્યું છે. ત્યારે સૌ ઉપસ્થિતોને યોગ, પ્રાણાયામ અને કસરત દ્વારા ‘ફિટ ઇન્ડિયા’ની ઝૂંબેશમાં જોડાઈને, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન દ્વારા રક્તદાન કરીને કોઈકના જીવનના દાતા બનવા સૌને અપીલ કરી હતી.

આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત પણ લીધી હતી.

આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન, અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના અધ્યક્ષ શ્રી રમેશ ડાગા, ઉપાધ્યક્ષ શ્રી પવન માંડોત, તેરાપંથ યુવક પરિષદના અમદાવાદના પ્રમુખ શ્રી પ્રદીપ બાગરેચા, મંત્રીશ્રી સાગર સાલેચા તેમજ સંસ્થાના કાર્યકર્તા તેમજ વિવિધ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
**
[9/17, 12:44 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/16-vahNLQLoaC1tYzdl6fpYQFPXaOGrM9
[9/17, 3:45 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મધ્યપ્રદેશના ધારથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવ્યો*
———
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું*
——–
*રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રીએ મહાત્મા મંદિર ખાતે આયોજિત મેગા મેડિકલ કેમ્પની પ્રત્યક્ષ મુલાકાત લીધી*
———-
*સમગ્ર ગુજરાતમાં ૧.૪૧ લાખથી વધુ આરોગ્ય કેમ્પનું આયોજન કરાશે*
———
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે મધ્યપ્રદેશના ધાર ખાતેથી રાષ્ટ્રવ્યાપી અભિયાન “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર”નો શુભારંભ કરાવ્યો હતો તેમજ દેશના નાગરિકોને પ્રેરક સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ પ્રસારણ નિહાળ્યું હતું.

“સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનના શુભારંભ પ્રસંગે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા નિઃશુલ્ક મેગા આરોગ્ય ચકાસણી કેમ્પની રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી તેમજ આરોગ્ય મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. ઉપરોક્ત મેગા કેમ્પમાં નાગરિકોને હૃદય રોગ, કેન્સર, કિડની, ટીબી, ડાયાલિસિસ, બીપી, સ્ત્રી રોગ, આંખ, કાન, નાક અને ગળાના રોગોની તપાસ અને માર્ગદર્શન નિઃશુલ્ક આપવામાં આવશે.

ગુજરાતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહિલા-બાળ કલ્યાણ વિભાગ દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બર થી તા. ૦૨ ઓકટોબર સુધી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન ચલાવવામાં આવશે. તે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ હોસ્પિટલ સુધી સ્ત્રીઓ અને બાળકો માટે જુદા ૧૪ જેટલા વિષયો સંબંધિત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.

આજથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી અભિયાન સંદર્ભે ગુજરાતમાં અંદાજે કુલ ૧,૪૧,૦૩૭ જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેટા આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા ૧,૦૦,૮૫૪, પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૨૦,૦૦૭, શહેરી પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૫,૫૯૦, શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા ૯,૯૭૧ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૪,૬૧૫ જેટલા કેમ્પનો સમાવેશ થાય છે.

આમ રાજ્યમાં ૧૦,૮૪૯ સ્પેશ્યાલિસ્ટ કેમ્પ અને ૧,૩૦,૧૮૮ સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરીને નાગરિકોને નિ:શુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ આપવામાં આવશે.

*કંઇ કંઇ સેવાઓનો લાભ મળશે ?*
પૂર્વ પ્રસૂતિ અને પ્રસૂતા માતા સંબધિત સેવાઓ, રસીકરણ અને બાળ સ્વાસ્થ્ય સંબધિત સેવાઓ, કિશોરી સ્વાસ્થ્ય અંતર્ગત એનીમિયા અને માસિક સ્વચ્છતા સંબધિત સેવાઓ, ડાયાબિટીસ, બી.પી, જેવા બિન ચેપી રોગો , ઓરલ, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ અને સારવાર સંબધિત સેવાઓ, સિકલ સેલ રોગ માટેનું સ્ક્રીનિંગ અને સારવાર, ટીબી, માનસિક સ્વાસ્થય, આંખ, ENT સેવાઓ અને ડેન્ટલ સંબધિત સેવાઓ, મેદસ્વિતા જાગૃતિ, દેહ/અંગદાન જાગૃતિ, આયુષ સેવાઓને સાંકળીને જેરિયાટ્રિક (વયોવૃધ્ધ નાગરિકો માટે) કેર, આયુષ્યમાન ભારત અને વય વંદન કાર્ડ સંબધિત સેવાઓ, રક્તદાન શિબિરો અને જાગૃતિ વિગેરે જેવી સેવાઓ આપવામાં આવશે.

*કયા ટેસ્ટ નિ:શુલ્ક કરાશે?*
આ પખવાડીયા દરમ્યાન તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે થનાર તમામ મેડિકલ કેમ્પમાં આરોગ્ય વિષયક સેવાઓ જેવી કે મેડિકલ ચેક-અપ, સ્ક્રીનિંગ, નિદાન, લેબોરેટરી ટેસ્ટ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, રેડિયોલોજીકલ ટેસ્ટ જેવા કે એક્સ-રે, સોનોગ્રાફી, MRI સી.ટી. સ્કેન વગેરે નિ:શુલ્ક કરવામાં આવશે. વધુમાં 15 દિવસના સમયગાળા દરમિયાન તબીબો દ્વારા કેમ્પમાં પ્રિસ્ક્રાઇબ કરેલા ટેસ્ટને પછીથી પણ નિયતસમયમર્યાદામાં વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

આ ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત રાજ્યમાં ૬૦૦ જેટલી જગ્યાએ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

આરોગ્ય સેવાના આ પખવાડિયામાં રાજ્યની પ્રત્યેક મહિલાઓ તેમના પરિવારજનો સહિત તમામ નાગરિકોને બહોળી માત્રામાં કેમ્પનો લાભ લેવા માટે આરોગ્ય મંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે.

મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં સાંસદ શ્રી મયંકભાઈ નાયક, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ધારાસભ્ય શ્રી જયંતિભાઈ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી શાહમીના હુસૈન, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી અવંતિકા સિંઘ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી વિક્રાંત પાંડે, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકર, આરોગ્ય કમિશનર-શહેરી શ્રી હર્ષદ પટેલ તેમજ આરોગ્ય કમિશનર-ગ્રામ્ય શ્રી રતન કંવર સહિત અધિકારી-કર્મચારી અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
—–
[9/17, 3:56 PM] Dilip Gajjar.Mahiti.Press: 17-09-2025 સ્વસ્થ નારી સશક્ત પરિવાર ફોટો
https://photos.app.goo.gl/2ADuGVSrdr4JkqcH9
[9/17, 4:18 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિનથી ૨જી ઓક્ટોબર મહાત્મા ગાંધીના જન્મ દિવસ સુધી “સ્વચ્છતા હી સેવા”ની દેશભરમાં ઉજવણી કરાશે : ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામથી રાજ્ય કક્ષાના “સ્વચ્છતા હી સેવા” 2025નો શુભારંભ*
**************************
*મહાત્મા ગાંધીના સ્વચ્છતાના કાર્યને એક મિશન તરીકે વડાપ્રધાનશ્રીએ ઉપાડી લીધું છે- મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ*
***********************
*”સ્વચ્છ ભારત, હરિયાળું ભારત”ની સંકલ્પના સાકાર કરવા માટે અઠવાડિયાના બે કલાક સ્વચ્છતા માટે, શ્રમ દાન કરવા ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રીની અપીલ*
*****************************
*ગુજરાતને “સ્વસ્થ ગુજરાત” બનાવવા ગામનો ચોરો, મંદિર, શાળા,જાહેર સ્થળો, સરકારી ઇમારતોમાં સફાઇ ઝુંબેશ ધરીએ* *– રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ*
*************************
ગાંધીનગર તા.૧૭ સપ્ટેમ્બર-
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે પંચવટી ફાર્મ ખાતે , ગ્રામ વિકાસ કમિશનરની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે, રાજય કક્ષાના સ્વચ્છોત્સવ -૨૦૨૫ના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધનના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ગરિમામય ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હી સેવા” 2025નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિને 75 વર્ષ પૂરાં થવાના અવસરે, આજથી બીજી ઓક્ટોબર,૨૦૨૫ સુધી દેશભરમાં “સ્વચ્છતા હી સેવા”-૨૦૨૫ની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા દેશમાં સ્વચ્છોત્સવ ઉજવાઈ રહ્યો છે.
મંત્રીશ્રીઓની હાજરીમાં જય અંબે સ્વ સહાય જૂથ અને રૂપાલ ગામના સરપંચ વચ્ચે ઘન કચરાના વ્યવસ્થાપન માટે એમઓયુ કરવામાં આવ્યા હતા.પ્લાસ્ટિક ફ્રી ગુજરાત બનાવવા માટેની સમજણ આપતી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે “ગંદકી કરીશ નહીં અને કરવા દઈશ નહીં “એ પ્રકારનો સ્વચ્છતાનો સંકલ્પ ઉપસ્થિત સૌએ લીધો હતો.
રૂપાલ ગામના સ્વચ્છતા કર્મીઓ શ્રી નટવરભાઈ જાદવ અને પરસોત્તમભાઈ પરમારનું શાલ ઓઢાડીને મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, અન્ય ચાર સફાઈ કર્મીઓને પગનાં બૂટ, હાથનાં મોજાં અને સ્વચ્છતા અંગેની જરૂરી સામગ્રીની કીટ પ્રતીક રૂપે આપવામાં આવી હતી.
ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધનના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ આઝાદીની લડત વખતે દેશને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. વિશ્વનો સૌથી લોકપ્રિય નેતા અને આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીના ગાંધીજીના જન્મદિવસના સમયગાળાને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. ગામડામાં ખુલ્લામાં શૌચક્રિયા એ દેશની શરમ હતી. ગુજરાતની ગંદકીને દૂર કરવાની શરૂઆત નરેન્દ્ર ભાઈ કરી અને દેશભરમાં 44 લાખ શૌચાલય બનાવીને ગુજરાત પ્રથમ ઓડીએફ જાહેર થયું. ગુજરાત સરકારે આજે ગામેગામ ઇ ગ્રામ રીક્ષા આપી છે. સ્વચ્છતા સેવાઓને વધુ સારી – સુદ્રઢ બનાવી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. પર્યાવરણને સુધારવા માટે અને ભારતને હરિયાળું બનાવવા માટેના ભગીરથ પ્રયત્નો વડાપ્રધાનશ્રીએ કર્યા છે. મહાત્મા ગાંધીના સ્વચ્છતાના કાર્યને એક મિશન તરીકે વડાપ્રધાનશ્રીએ ઉપાડી લીધું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગામના સરપંચોને સફાઈ માટે જે નાણાં પૂરા પાડવામાં આવતા હતા તેમાં વધારો કરી સ્વચ્છતાના કાર્યને વધુ ગતિમાન બનાવ્યું છે. મંત્રીશ્રીએ ગ્રામ પંચાયતને ઘન કચરાના નિકાલ અને પ્રવાહી કચરાના નિકાલ માટેની વ્યવસ્થાના સરકારી આયોજનનો પૂરતો લાભ લેવા અને તેનો ઉપયોગ કરવા ખાસ વિનંતી કરી હતી. 25 સપ્ટેમ્બરે શ્રી દીન દયાલ ઉપાધ્યાયની જન્મ જયંતી એ, દેશભરમાં” એક દિન, એક ઘંટા, એક સાથ ,સબ સ્વચ્છતા” ના કાર્યક્રમમાં ભાગ લેવા અને સફળ બનાવવા અપીલ કરી હતી.
મંત્રીશ્રી પટેલે વૃક્ષોનો મહિમા સમજાવીને જણાવ્યું હતું કે, પોતાની માતાના નામે એક વૃક્ષ દરેક વ્યક્તિ વાવીને ઉછેરે અને મોટું કરે તો ક્યારેય ઓક્સિજનના બાટલાની જરૂર ના પડે. વૃક્ષથી આપણને એક ફાયદા થાય છે અને મૂળિયાં જમીનનું રક્ષણ કરે છે, ફળ- ફૂલ આવે છે એનો આપણો ઉપયોગ કરીએ છીએ. અગ્નિદાહ આપવા લાકડાંની જરૂર પડે છે. બાળકના જન્મના શરૂઆત કરી મૃત્યુ સુધી વૃક્ષ આપણને સાથ અને સહકાર આપે છે.વૃક્ષોમાંથી દવાઓ બને છે.એક પેડ મા કે નામ અભિયાન અત્યાર સુધીમાં સાડા તેર કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
મંત્રી શ્રી રાઘવજીભાઈએ સૌને તળાવ , નદી ,ગામ ,શેરીની સ્વચ્છતા માટે શ્રમદાન કરવાનું પણ આહવાન કર્યું હતું. તેમણે ગ્રામજનોને “મારું ગામ, સ્વચ્છ ગામ “, “મારો તાલુકો , સ્વચ્છ તાલુકો,” મારો જિલ્લો, સ્વચ્છ જિલ્લો” , “મારું રાજ્ય, સ્વચ્છ રાજ્ય”, “મારો દેશ ,સ્વચ્છ દેશ,” “સ્વચ્છ ભારત, હરિયાળું ભારત” એ સંકલ્પના સાકાર કરવા માટે અઠવાડિયાના બે કલાક સ્વચ્છતા માટે, શ્રમ દાન કરવાની આદત કેળવવા ઉપર ભાર મૂક્યો હતો.
રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના જન્મદિવસને સ્વચ્છતાના કાર્યક્રમો સાથે સાંકળી લેવામાં આવ્યો છે. ગાંધીજીના સ્વચ્છતાના પાયાના વિચારોને અમલમાં મૂકવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અથાક પ્રયત્ન કરી રહ્યા છે. શેરી, ગામ ,તળાવ ,નદી, મંદિર સ્વચ્છ રાખીશું એ આ અભિયાનની સાર્થકતા ગણાશે. ભારત ગામડાનો બનેલો દેશ છે, ભારત દેશનો આત્મા ગામડામાં વસેલો છે એટલે જ કહેવાય છે ગામ સમૃદ્ધ તો ભારત દેશ સમૃદ્ધ બને. મંત્રી શ્રી હળપતિએ વધુમાં ઉમેર્યું હતું કે મંદિર હોય, પ્રાથમિક શાળા હોય, ગામનો ચોરો હોય ત્યાં સફાઈનું આયોજન કરીએ. માધ્યમિક શાળા હોય કે કોઈપણ સરકારી કચેરી હોય તેમાં જઈને સફાઈ ઝુંબેશ કરીએ તો જ ગુજરાતને સ્વસ્થ ગુજરાત બનાવી શકીશું. તેમણે બધાને સ્વચ્છતા તરફ આગળ વધવાનું આહવાન કરી જણાવ્યું હતું કે, વાદ નહીં, વિવાદ નહીં, સ્વચ્છતા સિવાય બીજી કોઈ વાત નહીં. તેમણે ગ્રામજનોને એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત પોતાના માતા પિતાના નામે વૃક્ષારોપણ કરવાની પણ પ્રેરણા આપી હતી.
સ્વચ્છોત્સવ પ્રસંગે ગ્રામ વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મિલિંદ તોરવણેએ કહ્યું હતું કે, આ વાર્ષિક અભિયાન માત્ર એક ઝુંબેશ નથી, પરંતુ સમાજ અને સરકારના વ્યાપક દૃષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરે છે. આ અભિયાનનો વ્યાપ અને પ્રભાવ સતત વધી રહ્યો છે ત્યારે સ્વચ્છોત્સવ થીમ હેઠળ ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરાશે. જેમાં કાયમી ગંદાં સ્થળોની ઓળખ કરી તેને સમયસર સાફ કરવાની કામગીરી, સરકારી કચેરીઓ,સંસ્થાઓ અને જાહેર સ્થળોની સંપૂર્ણ સ્વચ્છતા, સફાઈ મિત્રોના આરોગ્ય અને કલ્યાણ માટે સુરક્ષા શિબિરો, સ્વચ્છ ગ્રીન ઉત્સવો દ્વારા પર્યાવરણ મિત્ર તેમજ કચરામુક્ત જાહેર સ્થળો અને જનજાગૃતિ પ્રવૃત્તિઓ જેમ કે સ્વચ્છ સુજલ ગામ, કચરાથી કલા, સ્વચ્છ સ્ટ્રીટ ફૂડ અને રિયુઝ,રિસાયકલ અને રિકવર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્યના દરેક ખૂણામાં આ અભિયાન પહોંચે તે માટે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગે અન્ય ૧૨ વિભાગો સાથે સંકલન કર્યું છે. આ વર્ષે “એક દિવસ-એક કલાક- એક સાથે” જેવી ગતિશીલ પ્રવૃત્તિઓમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને મહાશ્રમ દાન કરે તે માટે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તમામ વિસ્તારોને સ્વચ્છ બનાવીએ. સાથે જ સફાઈ મિત્રો અને સ્વયંસેવકોનું સન્માન આપણી સૌની ફરજ છે તેમ જણાવી તેમણે આ અભિયાન દ્વારા “અંત્યોદયથી સર્વોદય” સુધી સ્વચ્છતા અને આરોગ્ય પહોંચાડવાનો નિર્ધાર કર્યો હતો.
આ અવસરે રૂપાલ ગામના શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનિઓ સ્વચ્છતા અંગેની જનજાગૃતિ માટેની રેલીમાં સ્વચ્છતાના બેનરો સાથે જોડાયા હતા.
મંત્રીશ્રી રાઘવજી પટેલ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે રૂપાલ ગામના તળાવના કિનારા પાસે સોકપિટ(શોષ ખાડા)નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બંને મંત્રીશ્રીઓ રૂપાલ ગામના તળાવના કિનારાની સાફ – સફાઈ કરી અને અન્ય મહાનુભાવો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.તેમજ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત મંત્રીશ્રીઓની સાથે, ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણે, ગ્રામ વિકાસ વિભાગના અધિક કમિશનર શ્રી બી એમ પ્રજાપતિ, ગાંધીનગરના કલેક્ટર શ્રી મેહુલ કે. દવે , જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે. પટેલે પણ વૃક્ષારોપણ કર્યું હતું.
આ વેળાએ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, રૂપાલ ગામના સરપંચ શ્રી વિલાસબેન ચાવડા,ગાંધીનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, રૂપાલના વરદાયિની માતા મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ, ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનિઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.
****************************
*પારૂલબેન મણિયાર*
[9/17, 4:18 PM] Dilip Gajjar.Mahiti.Press: *વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ગાંધીનગર બસ ડેપો ખાતે સ્વચ્છતા ઝુંબેશમાં શ્રમદાન કર્યું*
૦૦૦૦૦૦૦
*પૂજ્ય બાપુના સ્વચ્છતા મહામંત્રને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જન જન સુધી પહોંચાડ્યો છે: અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૭ સપ્ટેમ્બર-, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ગાંધીનગરના પથિકાશ્રમ બસ ડેપો ખાતે સઘન સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું હતું. આ અભિયાનમાં ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ તથા અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ૭૫માં જન્મદિનની સમગ્ર ગુજરાતની જનતા વતી શુભેચ્છાઓ પાઠવી અધ્યક્ષ શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, પૂજ્ય ગાંધીબાપુએ સ્વચ્છતાનો મહામંત્ર ભારતવાસીઓને આપ્યો હતો,જેને જન જન સુધી પહોંચાડવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વ પહેલ કરી લોક જાગૃતિ લાવી છે.આજે આ ઝુંબેશ મહા જનઅભિયાન બન્યું છે. આજે ભારતવાસીઓને અનુભવાય છે કે,” સ્વચ્છતામાં રહેવું એ આપણો અધિકાર છે, સ્વચ્છ રહેવું અને જાહેર સ્વચ્છતા જાળવી રાખવી આપણી જવાબદારી છે. “
પ્રધાનમંત્રીશ્રીએ ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સરકારના માધ્યમથી અનેક આયામો કર્યા, અનેક લોકજાગૃતિના કાર્યો કર્યા. તેમના બેટી બચાવો અભિયાન, શિક્ષણમાં શાળા પ્રવેશોત્સવ, જળસંચય, વૃક્ષારોપણમાં “એક પેડ માં કે નામ”, સ્વચ્છતા તેમજ સ્વદેશીપણાના વિચારોને પ્રજા માનસે અભિયાનરૂપે ઉપાડી લીધા. ત્યારે આવા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીને જન્મદિને માં જગદંબા દીર્ઘાયુષ્ય આપે તેમજ ” शतम् जीवेम शरदः” તેમના માટે સાચા અર્થમાં સાર્થક થાય તેવી શુભેચ્છા અધ્યક્ષશ્રીએ પાઠવી હતી.
આ અભિયાનમાં ઉપસ્થિત સર્વેએ સ્વચ્છતા જાળવવાના અને અઠવાડિયામાં દર બે કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કરવા સંકલ્પ કર્યો હતો.
સ્વચ્છોત્સવ અભિયાનમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ, શાસક પક્ષના નેતા શ્રી અનિલ વાઘેલા, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન.વાઘેલા, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી તથા બહોળી સંખ્યામાં કર્મચારીઓ, સફાઈ કામદારો જોડાયા હતા.
૦૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/17, 4:19 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ દ્વારા જન્મદિનની શુભેચ્છાઓ પાઠવતા ગાંધીનગર જિલ્લાના સહકારી મંડળીના સભ્યો*
૦૦૦૦૦૦૦૦
*સહકારથી સમૃદ્ધિ અંતર્ગત દૂધ મંડળીઓને માઇક્રો એ.ટી.એમ.,તમામ પેકસ મંડળીઓના ડિજિટલાઈઝેશન, ગોડાઉન વગેરે સુવિધાઓ આપવા બદલ અભિનંદન પાઠવતા સહકારી મંડળીના સભ્યો*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૧૭ સપ્ટેમ્બર- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિન નિમિત્તે ગાંધીનગર જિલ્લાની સહકારી મંડળીના સભ્યો દ્વારા વિશેષ પોસ્ટકાર્ડ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.
પેથાપુર દૂધ ઉત્પાદક મંડળીના સભાસદએ જણાવ્યું હતું, કે પ્રધાનમંત્રીશ્રીએ સહકારી મંડળીઓ માટે અલગથી વિભાગની સ્થાપના કરી અમારી સમૃદ્ધિનો માર્ગ કંડાર્યો છે. સહકારથી સમૃદ્ધિ અંતર્ગત નાનામાં નાની દૂધ મંડળીને પણ માઈક્રો એ.ટી.એમ આપવામાં આવ્યું છે, તમામ મંડળીઓનું ડિજિટલાઈઝેશન થયું છે ત્યારે આજે પ્રધાનમંત્રીશ્રીને તેમના જન્મદિને વિશેષ પોસ્ટ કાર્ડ મોકલી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સાથે જ દેશની પ્રગતિ માટેના આવા નકકર પગલાંઓ બદલ અમે તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ.
પોસ્ટ કાર્ડ લખી પ્રધાનમંત્રીશ્રીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવતાં ચિલોડા સેવા સહકારી મંડળીના સભાસદ જયંતીભાઈએ કહ્યું હતું કે, અમારી સંસ્થા પેક્સ એટલે કે પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી છે. ભારત સરકારે વિશેષ યોજના દ્વારા દરેક પેક્સને ઈ-પેકસ બનાવી છે, જેનાથી તમામ વ્યવહારો કોમ્પ્યુટરાઈઝ થયા છે. અમારો ઓડિટ પણ ડિજિટલી કરવામાં આવ્યો છે. આ સાથે જ અમને ગોડાઉન, ભારત સરકાર તથા રાજ્ય સરકાર તરફથી મહત્તમ સહાય વગેરે જેવી સુવિધાઓ પણ મળી છે. ત્યારે સહકારી મંડળીઓને આર્થિક ઉન્નતિ તરફ લઈ જવામાં પ્રધાનમંત્રીશ્રીના વિઝન અને પ્રતિબધ્ધતા માટે અમે તેમના આભારી છીએ.
ગાંધીનગર જિલ્લામાં તમામ સહકારી મંડળીઓના સભાસદો દ્વારા પ્રધાનમંત્રીશ્રીને પોસ્ટ કાર્ડ લખી જન્મદિનની શુભેચ્છાઓ તેમજ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/17, 5:31 PM] Dilip Gajjar.Mahiti.Press: *કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માનો રાજ્યના ખેડૂતજોગ મહત્વપૂર્ણ સંદેશ*

* *મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીમાં દર્શાવેલા સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન અને ડિજિટલ ક્રોપ સર્વે થઇ રહ્યું છે*

* *વેરીફીકેશન દરમિયાન જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર જોવા નથી મળ્યું, તેવા રાજ્યના ૧૦ ટકાથી પણ ઓછા ખેડૂતોને SMSથી જાણ કરાઈ*

* *SMS મળ્યો હોય તેવા ખેડૂતોએ ચિંતિત થવાની જરૂર નથી, આવા ખેડૂતોએ વહેલામાં વહેલી તકે તેઓના ગામના ગ્રામસેવકને રજૂઆત કરીને પાક અને સર્વે નંબરનું વેરીફીકેશન કરાવી લેવું*

* *ખેડૂતો ગામના સર્વેયર મારફત અથવા Digital Crop Survey-Gujarat એપ્લીકેશન ડાઉનલોડ કરીને જાતે પણ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે કરી શકશે*
**********************
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું છે કે, મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા આગામી તા. ૨૨ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે, જેથી રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકે. આજ તા. ૧૭ સપ્ટેમ્બર સુધીમાં જ, રાજ્યના ૮.૭૯ લાખથી વધુ ખેડૂતોએ મગફળી માટે, ૬૬,૦૦૦થી વધુ ખેડૂતોએ સોયાબીન માટે, ૫,૦૦૦થી વધુ ખેડૂતોએ અડદ માટે તેમજ ૧,૧૦૦થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી છે.

અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું હતું કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ કરાવેલી નોંધણીમાં સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથે સરખામણી કરીને મગફળીના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે. આ વેરીફીકેશન પ્રક્રિયામાં નોંધણી કરાવેલા ૧૦ ટકાથી પણ ઓછા ખેડૂતોના સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળ્યો નથી. આવા સર્વે નંબર ધરાવતા ખેડૂતોને SMSના માધ્યમથી જાણ કરવામાં આવી છે, પરંતુ આ મેસેજથી ખેડૂતોએ ચિંતિત થવાની જરૂર નથી.

ખેડૂતોને ખાતરી આપતા ડૉ. અંજુ શર્માએ કહ્યું છે કે, નોંધણી દરમિયાન ખેડૂતોએ દર્શાવેલા સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યુ હોય, તેમ છતાં પણ આવો SMS મળ્યો હોય, તેવા ખેડૂત મિત્રોએ કોઇપણ ચિંતા કર્યા વગર વહેલામાં વહેલી તકે ગ્રામસેવકને રજૂઆત કરીને પાક અને સર્વે નંબરનું વેરીફીકેશન કરાવી લેવાનું રહેશે. ખેતી નિયામકની કચેરી દ્વારા આવા તમામ સર્વે નંબરની યાદી જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવી છે.

આ ઉપરાંત ખેડૂત મિત્રો ગામના સર્વેયરનો સંપર્ક કરીને નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે પણ કરાવી શકશે. ખેડૂતો પાસે પોતાના ફોનના પ્લેસ્ટોરમાંથી Digital Crop Survey-Gujarat એપ્લીકેશન ડાઉનલોડ કરીને જાતે પણ ડિજિટલ ક્રોપ સર્વે કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. ખેડૂતો ફોનના માધ્યમથી જાતે જ ડિજિટલ ક્રોપ સર્વે કરી શકે, તે માટે બાઈસેગની વંદે ગુજરાત ચેનલ મારફત કૃષિ વિભાગ દ્વારા તાલીમ પણ આપવામાં આવશે, જેનો મહત્તમ ખેડૂતોને લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તેનો એક જીઓ ટેગ્ડ (Geo-tagged) ફોટો લઇને પોતાના પાસે આધાર પૂરાવા તરીકે રાખવાનો અનુરોધ કરતા કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ કહ્યું હતું કે, જે ખેડૂતોએ નોંધણી કરાવેલા સર્વે નંબરમાં મગફળીનું જ વાવેતર કર્યું હોય, તેવા ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની જરુર નથી. આવા ખેડૂતો પાસેથી ખરાઈ કર્યા બાદ જ ટેકાના ભાવે જથ્થાની ખરીદી કરવામાં આવશે.
**********************
નિતિન રથવી
[9/17, 6:38 PM] Dilip Gajjar.Mahiti.Press: *અગત્યનું: ‘Startup Conclave – 2025’ના મીડિયા રજિસ્ટ્રેશન માટે*

માન. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે તેમજ માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા. ૨૩ અને ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘Startup Conclave – 2025’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમના કવરેજ માટે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રોએ આ લિન્ક પર તા. ૨૦/૦૯/૨૦૨૫ના રોજ બપોરે ૨:૦૦ કલાક સુધીમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

https://teamdsr.co.in/startupconclave/other_category_registration

*નોંધ:*
૧. એક દૈનિક પેપરમાંથી એક રિપોર્ટર-એક ફોટોગ્રાફર તથા ઇલેક્ટ્રોનિક મીડિયામાંથી એક રિપોર્ટર-એક કેમેરામેન રજિસ્ટ્રેશન કરાવે એ હિતાવહ છે.
૨. ઉપરોક્ત લિન્ક પર સમયસર રજિસ્ટ્રેશન નહીં કરનાર પત્રકાર મિત્રોને આ કાર્યક્રમના કવરેજ માટે પ્રવેશ આપવામાં આવશે નહીં.
[9/17, 7:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના 75મા જન્મદિવસે માતૃગયા તીર્થ સિધ્ધપુરમાં નિર્મિત માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું*
———-
*માતૃશ્રી હીરાબા સરોવર એ રાષ્ટ્ર સેવા માટે સમર્પિત વડાપ્રધાનશ્રીનું સંસ્કાર સિંચન અને ઘડતર કરનારા માતા હીરાબાનું તેમના પુત્રના જન્મદિને શ્રેષ્ઠ ભાવસ્મરણ છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———–
_*મુખ્યમંત્રીશ્રી*_
* પાણી માટે માતા હીરાબાએ વેઠેલા સંઘર્ષ અને વેદના જોઈને પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો નિર્ધાર કર્યો હતો.
* વડાપ્રધાનશ્રીએ પાણીને પારસમણિ અને વિકાસનો મુખ્ય આધાર બનાવીને જનશક્તિ ને જલશક્તિ સાથે જોડીને લોક ભાગીદારીથી સુદ્રઢ જળ વ્યવસ્થાપન કર્યુ છે.
* દોઢસો હેક્ટર વિસ્તારની જમીનને સિંચાઈનો લાભ થશે અને 20થી વધુ રિચાર્જ વેલના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે.
———-
*ઉદ્યોગ મંત્રીશ્રી – પાણી પુરવઠા મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ*
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ પુરુષ અને યશસ્વી વડાપ્રધાન શ્રી મહેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે માતૃગયા તીર્થ સિધ્ધપુરમાં નિર્મિત માતૃ શ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું હતું.

રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા લોકમાતા સરસ્વતીના નવસર્જનની કામગીરી અંતર્ગત આ માતૃશ્રી હીરાબા સરોવરનું નિર્માણ થયું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનશક્તિને જલશક્તિ સાથે જોડીને જળ સંચય, જળ સિંચન તથા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડી જન સુરક્ષા સુનિશ્ચિત કરવાના આપેલા વિઝનને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર આગળ ધપાવી રહી છે.

તદઅનુસાર, રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના ફુલીબા ટ્રસ્ટના સહયોગથી સરસ્વતી નદીના નવસર્જનની હાથ ધરાયેલી આ સફળ કામગીરીને પરિણામે માધુપાવડીયા ચેકડેમના નીચાણવાળા વિસ્તારોનું ધોવાણ અટકશે.

એટલું જ નહીં 450 લાખ ઘનફૂટથી વધુ પાણીનો સંગ્રહ થવાથી આસપાસના 150 હેક્ટર વિસ્તારને સિંચાઈનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મળતો થશે. આ ઉપરાંત આજુબાજુના 20થી વધુ રિચાર્જ વેલના ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સિધ્ધપુરના જનપ્રતિનિધિ અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં માતૃશ્રી હીરાબા સરોવરનું આ લોકાર્પણ કર્યું હતું.

તેમણે રાષ્ટ્ર સેવા અને દરિદ્રનારાયણના ઉત્થાન માટે સદૈવ સમર્પિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું સંસ્કાર સિંચન કરનારા તેમના માતા હીરાબાનું નામ આ સરોવર સાથે જોડવાના પ્રસંગને પુત્રના જન્મદિવસે માતાનું શ્રેષ્ઠ ભાવ સ્મરણ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીએ પોતાના બાળપણમાં માતા હીરાબાને પાણી માટે સંઘર્ષ વેઠતા જોયા તેની વેદનામાંથી જ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો નિર્ધાર મુખ્યમંત્રી તરીકે તેમણે કર્યો હતો.

આ વિચારને વાસ્તવિક રૂપ આપવા ૨૦૦૫માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઋષિ પંચમીના પવિત્ર દિવસે લોકમાતા સરસ્વતીમાં પુણ્ય સલીલા નર્મદા અને સાબરમતી નદીના નીરનો જલાભિષેક સરસ્વતી નર્મદા મહા સંગમથી કર્યો હતો અને નદીઓના એકત્રિકરણના પ્રોજેક્ટની રાજ્યમાં પ્રથમ ઐતિહાસિક પહેલ કરાવી હતી તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

તેમણે જણાવ્યું કે, પાણીની સમસ્યાની ચિંતામાં વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ચિંતન ભળ્યું અને જળ સમસ્યાના કામ ચલાઉ ઉપાયોને બદલે કાયમી અને સમાજ હિતકારી ઉકેલની દિશા ખુલી.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ પાણીને પારસમણિ અને વિકાસનો મુખ્ય આધાર બનાવીને સુદ્રઢ જળ વ્યવસ્થાપન માટે લોક ભાગીદારીથી બોરીબંધ, ચેકડેમ, નદીઓના નવસર્જન જેવા કામોથી રાજ્યના ખૂણે ખૂણે ખેતી માટે અને પીવા માટે પાણી પહોંચાડ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, અભાવમાં પણ અર્થપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકાય તેના જે સંસ્કાર માતા હીરાબાએ વડાપ્રધાનશ્રીને આપ્યા છે તેના જ પરિણામે જીવનની હરેક પળ છેવાડાના માનવીના કલ્યાણ માટે ખપાવી દેવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સમર્પિત છે.

તેમણે વડાપ્રધાનશ્રીએ માતાનું ઋણ સ્વિકાર કરવા ‘એક પેડ મા કે નામ’ અભિયાન, પાણીના સંચય અને સંગ્રહ માટે કેચ ધ રેઈન જેવા પર્યાવરણ લક્ષી અભિયાનોમાં જોડાવાનું પણ પ્રેરક આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, માતા હીરાબાએ વડાપ્રધાનશ્રીને આપેલા આત્મનિર્ભરતાના સંસ્કાર ઉજાગર કરતા તેઓ આત્મનિર્ભર ભારત માટે પ્રતિબદ્ધ છે અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગથી વોકલ ફોર લોકલને વેગ આપવાની તેમણે હાકલ પણ કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આ બધા અભિયાનો સાકાર કરવાનો સંકલ્પ તેમના ૭૫મા દિવસે લેવાનું આહવાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું.

સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી અને કેબિનેટ મંત્રી શ્રી બલવંત સિંહ રાજપૂતે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે અદભૂત સંયોગ રચાયો છે. માતૃતીર્થ ખાતે માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ એ સૌભાગ્યની તક છે. ૨૦૦૫માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરસ્વતી ,સાબરમતી અને નર્મદા ના નીર સિદ્ધપુરમાં લાવી ભગીરથ જેવું કાર્ય કર્યું હતું. સરસ્વતી નદીના નવ સર્જનને માતૃ શ્રી હીરા બા સરોવર નામ આપવા માટે અને સિદ્ધપુર નગરપાલિકાને ‘અ’ વર્ગની નગરપાલિકાનો દરજ્જો આપવા માટે તેમણે મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો.

જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે, એક સમયે પાણીની અછત અને સતત દુષ્કાળની ઓળખ ધરાવતું ગુજરાત અને તેમાનું ઉત્તર ગુજરાતમાં ઉનાળામાં નદીઓ સૂકાઈ જતી હતી અને સિંચાઈની સુવિધા અત્યંત મર્યાદિત હોય એવી સ્થિતિને કારણે ખેડૂતોની હાલત દયનીય બનતી હતી.

આવા સમયે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ચિત્ર બદલવાનો સંકલ્પ કર્યો, જેના પરિણામે ગુજરાતે જળસંચય, સિંચાઈ અને જળવ્યવસ્થાપનમાં દેશભરમાં નવું ઉદાહરણ સ્થાપ્યું છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને પાણીના એક-એક ટીપાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા આહ્વાન કરી જળવ્યવસ્થાપનની દિશામાં નક્કર પગલાં ભર્યાં. ટપક સિંચાઈ, નર્મદાના પાણીનું કુશળ વ્યવસ્થાપન, તળાવોનું નવીનીકરણ, ખેતતળાવડીઓનું નિર્માણ, સુજલામ સુફલામ કેનાલો, ઉદ્વહન યોજનાઓ અને ડી-સિલ્ટીંગ જેવાં પગલાંઓએ ગુજરાતની ખેતીને નવી ઊંચાઈઓ આપી છે. ‘જળ એ જીવન પોષક’ના સૂત્રને ગુજરાતે સાકાર કર્યું હોવાનું જણાવ્યુ હતું.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા, સાંસદ શ્રી ભરત સિંહ ડાભી, ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, સચિવશ્રી પી.સી.વ્યાસ, જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ પટેલ, પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રી ઓ, સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં સિદ્ધપુર અને આસપાસ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
——–
[9/17, 8:03 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના 75મા જન્મદિવસે માતૃગયા તીર્થ સિધ્ધપુરમાં નિર્મિત માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું*
———-
*માતૃશ્રી હીરાબા સરોવર એ રાષ્ટ્ર સેવા માટે સમર્પિત વડાપ્રધાનશ્રીનું સંસ્કાર સિંચન અને ઘડતર કરનારા માતા હીરાબાનું તેમના પુત્રના જન્મદિને શ્રેષ્ઠ ભાવસ્મરણ છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———–
_*મુખ્યમંત્રીશ્રી*_
* પાણી માટે માતા હીરાબાએ વેઠેલા સંઘર્ષ અને વેદના જોઈને પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો નિર્ધાર કર્યો હતો.
* વડાપ્રધાનશ્રીએ પાણીને પારસમણિ અને વિકાસનો મુખ્ય આધાર બનાવીને જનશક્તિ ને જલશક્તિ સાથે જોડીને લોક ભાગીદારીથી સુદ્રઢ જળ વ્યવસ્થાપન કર્યુ છે.
* દોઢસો હેક્ટર વિસ્તારની જમીનને સિંચાઈનો લાભ થશે અને 20થી વધુ રિચાર્જ વેલના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે.
———-
*ઉદ્યોગ મંત્રીશ્રી – પાણી પુરવઠા મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ*
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ પુરુષ અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે માતૃગયા તીર્થ સિધ્ધપુરમાં નિર્મિત માતૃ શ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું હતું.

રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા લોકમાતા સરસ્વતીના નવસર્જનની કામગીરી અંતર્ગત આ માતૃશ્રી હીરાબા સરોવરનું નિર્માણ થયું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનશક્તિને જલશક્તિ સાથે જોડીને જળ સંચય, જળ સિંચન તથા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડી જન સુરક્ષા સુનિશ્ચિત કરવાના આપેલા વિઝનને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર આગળ ધપાવી રહી છે.

તદઅનુસાર, રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના ફુલીબા ટ્રસ્ટના સહયોગથી સરસ્વતી નદીના નવસર્જનની હાથ ધરાયેલી આ સફળ કામગીરીને પરિણામે માધુપાવડીયા ચેકડેમના નીચાણવાળા વિસ્તારોનું ધોવાણ અટકશે.

એટલું જ નહીં 450 લાખ ઘનફૂટથી વધુ પાણીનો સંગ્રહ થવાથી આસપાસના 150 હેક્ટર વિસ્તારને સિંચાઈનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મળતો થશે. આ ઉપરાંત આજુબાજુના 20થી વધુ રિચાર્જ વેલના ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સિધ્ધપુરના જનપ્રતિનિધિ અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં માતૃશ્રી હીરાબા સરોવરનું આ લોકાર્પણ કર્યું હતું.

તેમણે રાષ્ટ્ર સેવા અને દરિદ્રનારાયણના ઉત્થાન માટે સદૈવ સમર્પિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું સંસ્કાર સિંચન કરનારા તેમના માતા હીરાબાનું નામ આ સરોવર સાથે જોડવાના પ્રસંગને પુત્રના જન્મદિવસે માતાનું શ્રેષ્ઠ ભાવ સ્મરણ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીએ પોતાના બાળપણમાં માતા હીરાબાને પાણી માટે સંઘર્ષ વેઠતા જોયા તેની વેદનામાંથી જ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો નિર્ધાર મુખ્યમંત્રી તરીકે તેમણે કર્યો હતો.

આ વિચારને વાસ્તવિક રૂપ આપવા ૨૦૦૫માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઋષિ પંચમીના પવિત્ર દિવસે લોકમાતા સરસ્વતીમાં પુણ્ય સલીલા નર્મદા અને સાબરમતી નદીના નીરનો જલાભિષેક સરસ્વતી નર્મદા મહા સંગમથી કર્યો હતો અને નદીઓના એકત્રિકરણના પ્રોજેક્ટની રાજ્યમાં પ્રથમ ઐતિહાસિક પહેલ કરાવી હતી તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

તેમણે જણાવ્યું કે, પાણીની સમસ્યાની ચિંતામાં વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ચિંતન ભળ્યું અને જળ સમસ્યાના કામ ચલાઉ ઉપાયોને બદલે કાયમી અને સમાજ હિતકારી ઉકેલની દિશા ખુલી.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ પાણીને પારસમણિ અને વિકાસનો મુખ્ય આધાર બનાવીને સુદ્રઢ જળ વ્યવસ્થાપન માટે લોક ભાગીદારીથી બોરીબંધ, ચેકડેમ, નદીઓના નવસર્જન જેવા કામોથી રાજ્યના ખૂણે ખૂણે ખેતી માટે અને પીવા માટે પાણી પહોંચાડ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, અભાવમાં પણ અર્થપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકાય તેના જે સંસ્કાર માતા હીરાબાએ વડાપ્રધાનશ્રીને આપ્યા છે તેના જ પરિણામે જીવનની હરેક પળ છેવાડાના માનવીના કલ્યાણ માટે ખપાવી દેવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સમર્પિત છે.

તેમણે વડાપ્રધાનશ્રીએ માતાનું ઋણ સ્વિકાર કરવા ‘એક પેડ મા કે નામ’ અભિયાન, પાણીના સંચય અને સંગ્રહ માટે કેચ ધ રેઈન જેવા પર્યાવરણ લક્ષી અભિયાનોમાં જોડાવાનું પણ પ્રેરક આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, માતા હીરાબાએ વડાપ્રધાનશ્રીને આપેલા આત્મનિર્ભરતાના સંસ્કાર ઉજાગર કરતા તેઓ આત્મનિર્ભર ભારત માટે પ્રતિબદ્ધ છે અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગથી વોકલ ફોર લોકલને વેગ આપવાની તેમણે હાકલ પણ કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આ બધા અભિયાનો સાકાર કરવાનો સંકલ્પ તેમના ૭૫મા દિવસે લેવાનું આહવાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું.

સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી અને કેબિનેટ મંત્રી શ્રી બલવંત સિંહ રાજપૂતે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે અદભૂત સંયોગ રચાયો છે. માતૃતીર્થ ખાતે માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ એ સૌભાગ્યની તક છે. ૨૦૦૫માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરસ્વતી ,સાબરમતી અને નર્મદા ના નીર સિદ્ધપુરમાં લાવી ભગીરથ જેવું કાર્ય કર્યું હતું. સરસ્વતી નદીના નવ સર્જનને માતૃ શ્રી હીરા બા સરોવર નામ આપવા માટે અને સિદ્ધપુર નગરપાલિકાને ‘અ’ વર્ગની નગરપાલિકાનો દરજ્જો આપવા માટે તેમણે મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો.

જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે, એક સમયે પાણીની અછત અને સતત દુષ્કાળની ઓળખ ધરાવતું ગુજરાત અને તેમાનું ઉત્તર ગુજરાતમાં ઉનાળામાં નદીઓ સૂકાઈ જતી હતી અને સિંચાઈની સુવિધા અત્યંત મર્યાદિત હોય એવી સ્થિતિને કારણે ખેડૂતોની હાલત દયનીય બનતી હતી.

આવા સમયે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ચિત્ર બદલવાનો સંકલ્પ કર્યો, જેના પરિણામે ગુજરાતે જળસંચય, સિંચાઈ અને જળવ્યવસ્થાપનમાં દેશભરમાં નવું ઉદાહરણ સ્થાપ્યું છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને પાણીના એક-એક ટીપાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા આહ્વાન કરી જળવ્યવસ્થાપનની દિશામાં નક્કર પગલાં ભર્યાં. ટપક સિંચાઈ, નર્મદાના પાણીનું કુશળ વ્યવસ્થાપન, તળાવોનું નવીનીકરણ, ખેતતળાવડીઓનું નિર્માણ, સુજલામ સુફલામ કેનાલો, ઉદ્વહન યોજનાઓ અને ડી-સિલ્ટીંગ જેવાં પગલાંઓએ ગુજરાતની ખેતીને નવી ઊંચાઈઓ આપી છે. ‘જળ એ જીવન પોષક’ના સૂત્રને ગુજરાતે સાકાર કર્યું હોવાનું જણાવ્યુ હતું.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા, સાંસદ શ્રી ભરત સિંહ ડાભી, ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, સચિવશ્રી પી.સી.વ્યાસ, જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ પટેલ, પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રી ઓ, સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં સિદ્ધપુર અને આસપાસ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
——–
[9/17, 8:04 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1wowfQQL5SepM520BmLaXfp6NWsFbwwUT?usp=sharing
[9/17, 8:40 PM] Dilip Gajjar.Mahiti.Press: *સ્વસ્થ નારી સશક્ત પરિવાર*

પ્રથમ દિવસ
*તા. ૧૭/૯/૨૦૨૫*
*અપડેટ્સ:- સાજે ૮:૦૦* કલાક

સ્વસ્થ નારી , સશક્ત પરિવાર રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત આજે રાજ્યમાં ૧૦,૪૪૧ મેડિકલ કૅમ્પ યોજાયા

જેમાં પ્રથમ દિવસે અંદાજે ૭ લાખ લોકોએ ૯.૯૮ લાખ જેટલી વિવિધ આરોગ્ય ચકાસણી સેવાનો લાભ મેળવ્યો

જેમાં ડાયાબિટીસ, બી.પી, ઓરલ, સર્વાઇકલ, બ્રેસ્ટ કેન્સર સહિતની ચકાસણી નો સમાવેશ થાય છે

• ૧૭૫૩ નિક્ષય મિત્રો બન્યા

• ૧.૬૩ લાખ જેટલા લેબ ટેસ્ટ, એક્સ-રે સહિતના વિવિધ ટેસ્ટ થયા
………………………………………………..

[9/17, 4:00 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિનથી ૨જી ઓક્ટોબર મહાત્મા ગાંધીના જન્મ દિવસ સુધી “સ્વચ્છતા હી સેવા”ની દેશભરમાં ઉજવણી કરાશે : ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામથી રાજ્ય કક્ષાના “સ્વચ્છતા હી સેવા” 2025નો શુભારંભ*
**************************
*મહાત્મા ગાંધીના સ્વચ્છતાના કાર્યને એક મિશન તરીકે વડાપ્રધાનશ્રીએ ઉપાડી લીધું છે- મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ*
***********************
*”સ્વચ્છ ભારત, હરિયાળું ભારત”ની સંકલ્પના સાકાર કરવા માટે અઠવાડિયાના બે કલાક સ્વચ્છતા માટે, શ્રમ દાન કરવા ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રીની અપીલ*
*****************************
*ગુજરાતને “સ્વસ્થ ગુજરાત” બનાવવા ગામનો ચોરો, મંદિર, શાળા,જાહેર સ્થળો, સરકારી ઇમારતોમાં સફાઇ ઝુંબેશ ધરીએ* *– રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ*
*************************
ગાંધીનગર તા.૧૭ સપ્ટેમ્બર-
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે પંચવટી ફાર્મ ખાતે , ગ્રામ વિકાસ કમિશનરની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે, રાજય કક્ષાના સ્વચ્છોત્સવ -૨૦૨૫ના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધનના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ગરિમામય ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હી સેવા” 2025નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિને 75 વર્ષ પૂરાં થવાના અવસરે, આજથી બીજી ઓક્ટોબર,૨૦૨૫ સુધી દેશભરમાં “સ્વચ્છતા હી સેવા”-૨૦૨૫ની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા દેશમાં સ્વચ્છોત્સવ ઉજવાઈ રહ્યો છે.
મંત્રીશ્રીઓની હાજરીમાં જય અંબે સ્વ સહાય જૂથ અને રૂપાલ ગામના સરપંચ વચ્ચે ઘન કચરાના વ્યવસ્થાપન માટે એમઓયુ કરવામાં આવ્યા હતા.પ્લાસ્ટિક ફ્રી ગુજરાત બનાવવા માટેની સમજણ આપતી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે “ગંદકી કરીશ નહીં અને કરવા દઈશ નહીં “એ પ્રકારનો સ્વચ્છતાનો સંકલ્પ ઉપસ્થિત સૌએ લીધો હતો.
રૂપાલ ગામના સ્વચ્છતા કર્મીઓ શ્રી નટવરભાઈ જાદવ અને પરસોત્તમભાઈ પરમારનું શાલ ઓઢાડીને મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, અન્ય ચાર સફાઈ કર્મીઓને પગનાં બૂટ, હાથનાં મોજાં અને સ્વચ્છતા અંગેની જરૂરી સામગ્રીની કીટ પ્રતીક રૂપે આપવામાં આવી હતી.
ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધનના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ આઝાદીની લડત વખતે દેશને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. વિશ્વનો સૌથી લોકપ્રિય નેતા અને આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીના ગાંધીજીના જન્મદિવસના સમયગાળાને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. ગામડામાં ખુલ્લામાં શૌચક્રિયા એ દેશની શરમ હતી. ગુજરાતની ગંદકીને દૂર કરવાની શરૂઆત નરેન્દ્ર ભાઈ કરી અને દેશભરમાં 44 લાખ શૌચાલય બનાવીને ગુજરાત પ્રથમ ઓડીએફ જાહેર થયું. ગુજરાત સરકારે આજે ગામેગામ ઇ ગ્રામ રીક્ષા આપી છે. સ્વચ્છતા સેવાઓને વધુ સારી – સુદ્રઢ બનાવી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. પર્યાવરણને સુધારવા માટે અને ભારતને હરિયાળું બનાવવા માટેના ભગીરથ પ્રયત્નો વડાપ્રધાનશ્રીએ કર્યા છે. મહાત્મા ગાંધીના સ્વચ્છતાના કાર્યને એક મિશન તરીકે વડાપ્રધાનશ્રીએ ઉપાડી લીધું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગામના સરપંચોને સફાઈ માટે જે નાણાં પૂરા પાડવામાં આવતા હતા તેમાં વધારો કરી સ્વચ્છતાના કાર્યને વધુ ગતિમાન બનાવ્યું છે. મંત્રીશ્રીએ ગ્રામ પંચાયતને ઘન કચરાના નિકાલ અને પ્રવાહી કચરાના નિકાલ માટેની વ્યવસ્થાના સરકારી આયોજનનો પૂરતો લાભ લેવા અને તેનો ઉપયોગ કરવા ખાસ વિનંતી કરી હતી. 25 સપ્ટેમ્બરે શ્રી દીન દયાલ ઉપાધ્યાયની જન્મ જયંતી એ, દેશભરમાં” એક દિન, એક ઘંટા, એક સાથ ,સબ સ્વચ્છતા” ના કાર્યક્રમમાં ભાગ લેવા અને સફળ બનાવવા અપીલ કરી હતી.
મંત્રીશ્રી પટેલે વૃક્ષોનો મહિમા સમજાવીને જણાવ્યું હતું કે, પોતાની માતાના નામે એક વૃક્ષ દરેક વ્યક્તિ વાવીને ઉછેરે અને મોટું કરે તો ક્યારેય ઓક્સિજનના બાટલાની જરૂર ના પડે. વૃક્ષથી આપણને એક ફાયદા થાય છે અને મૂળિયાં જમીનનું રક્ષણ કરે છે, ફળ- ફૂલ આવે છે એનો આપણો ઉપયોગ કરીએ છીએ. અગ્નિદાહ આપવા લાકડાંની જરૂર પડે છે. બાળકના જન્મના શરૂઆત કરી મૃત્યુ સુધી વૃક્ષ આપણને સાથ અને સહકાર આપે છે.વૃક્ષોમાંથી દવાઓ બને છે.એક પેડ મા કે નામ અભિયાન અત્યાર સુધીમાં સાડા તેર કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
મંત્રી શ્રી રાઘવજીભાઈએ સૌને તળાવ , નદી ,ગામ ,શેરીની સ્વચ્છતા માટે શ્રમદાન કરવાનું પણ આહવાન કર્યું હતું. તેમણે ગ્રામજનોને “મારું ગામ, સ્વચ્છ ગામ “, “મારો તાલુકો , સ્વચ્છ તાલુકો,” મારો જિલ્લો, સ્વચ્છ જિલ્લો” , “મારું રાજ્ય, સ્વચ્છ રાજ્ય”, “મારો દેશ ,સ્વચ્છ દેશ,” “સ્વચ્છ ભારત, હરિયાળું ભારત” એ સંકલ્પના સાકાર કરવા માટે અઠવાડિયાના બે કલાક સ્વચ્છતા માટે, શ્રમ દાન કરવાની આદત કેળવવા ઉપર ભાર મૂક્યો હતો.
રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના જન્મદિવસને સ્વચ્છતાના કાર્યક્રમો સાથે સાંકળી લેવામાં આવ્યો છે. ગાંધીજીના સ્વચ્છતાના પાયાના વિચારોને અમલમાં મૂકવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અથાક પ્રયત્ન કરી રહ્યા છે. શેરી, ગામ ,તળાવ ,નદી, મંદિર સ્વચ્છ રાખીશું એ આ અભિયાનની સાર્થકતા ગણાશે. ભારત ગામડાનો બનેલો દેશ છે, ભારત દેશનો આત્મા ગામડામાં વસેલો છે એટલે જ કહેવાય છે ગામ સમૃદ્ધ તો ભારત દેશ સમૃદ્ધ બને. મંત્રી શ્રી હળપતિએ વધુમાં ઉમેર્યું હતું કે મંદિર હોય, પ્રાથમિક શાળા હોય, ગામનો ચોરો હોય ત્યાં સફાઈનું આયોજન કરીએ. માધ્યમિક શાળા હોય કે કોઈપણ સરકારી કચેરી હોય તેમાં જઈને સફાઈ ઝુંબેશ કરીએ તો જ ગુજરાતને સ્વસ્થ ગુજરાત બનાવી શકીશું. તેમણે બધાને સ્વચ્છતા તરફ આગળ વધવાનું આહવાન કરી જણાવ્યું હતું કે, વાદ નહીં, વિવાદ નહીં, સ્વચ્છતા સિવાય બીજી કોઈ વાત નહીં. તેમણે ગ્રામજનોને એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત પોતાના માતા પિતાના નામે વૃક્ષારોપણ કરવાની પણ પ્રેરણા આપી હતી.
સ્વચ્છોત્સવ પ્રસંગે ગ્રામ વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મિલિંદ તોરવણેએ કહ્યું હતું કે, આ વાર્ષિક અભિયાન માત્ર એક ઝુંબેશ નથી, પરંતુ સમાજ અને સરકારના વ્યાપક દૃષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરે છે. આ અભિયાનનો વ્યાપ અને પ્રભાવ સતત વધી રહ્યો છે ત્યારે સ્વચ્છોત્સવ થીમ હેઠળ ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરાશે. જેમાં કાયમી ગંદાં સ્થળોની ઓળખ કરી તેને સમયસર સાફ કરવાની કામગીરી, સરકારી કચેરીઓ,સંસ્થાઓ અને જાહેર સ્થળોની સંપૂર્ણ સ્વચ્છતા, સફાઈ મિત્રોના આરોગ્ય અને કલ્યાણ માટે સુરક્ષા શિબિરો, સ્વચ્છ ગ્રીન ઉત્સવો દ્વારા પર્યાવરણ મિત્ર તેમજ કચરામુક્ત જાહેર સ્થળો અને જનજાગૃતિ પ્રવૃત્તિઓ જેમ કે સ્વચ્છ સુજલ ગામ, કચરાથી કલા, સ્વચ્છ સ્ટ્રીટ ફૂડ અને રિયુઝ,રિસાયકલ અને રિકવર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્યના દરેક ખૂણામાં આ અભિયાન પહોંચે તે માટે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગે અન્ય ૧૨ વિભાગો સાથે સંકલન કર્યું છે. આ વર્ષે “એક દિવસ-એક કલાક- એક સાથે” જેવી ગતિશીલ પ્રવૃત્તિઓમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને મહાશ્રમ દાન કરે તે માટે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તમામ વિસ્તારોને સ્વચ્છ બનાવીએ. સાથે જ સફાઈ મિત્રો અને સ્વયંસેવકોનું સન્માન આપણી સૌની ફરજ છે તેમ જણાવી તેમણે આ અભિયાન દ્વારા “અંત્યોદયથી સર્વોદય” સુધી સ્વચ્છતા અને આરોગ્ય પહોંચાડવાનો નિર્ધાર કર્યો હતો.
આ અવસરે રૂપાલ ગામના શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનિઓ સ્વચ્છતા અંગેની જનજાગૃતિ માટેની રેલીમાં સ્વચ્છતાના બેનરો સાથે જોડાયા હતા.
મંત્રીશ્રી રાઘવજી પટેલ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે રૂપાલ ગામના તળાવના કિનારા પાસે સોકપિટ(શોષ ખાડા)નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બંને મંત્રીશ્રીઓ રૂપાલ ગામના તળાવના કિનારાની સાફ – સફાઈ કરી અને અન્ય મહાનુભાવો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.તેમજ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત મંત્રીશ્રીઓની સાથે, ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણે, ગ્રામ વિકાસ વિભાગના અધિક કમિશનર શ્રી બી એમ પ્રજાપતિ, ગાંધીનગરના કલેક્ટર શ્રી મેહુલ કે. દવે , જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે. પટેલે પણ વૃક્ષારોપણ કર્યું હતું.
આ વેળાએ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, રૂપાલ ગામના સરપંચ શ્રી વિલાસબેન ચાવડા,ગાંધીનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, રૂપાલના વરદાયિની માતા મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ, ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનિઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.
****************************
*પારૂલબેન મણિયાર*
[9/17, 4:03 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ દ્વારા જન્મદિનની શુભેચ્છાઓ પાઠવતા ગાંધીનગર જિલ્લાના સહકારી મંડળીના સભ્યો*
૦૦૦૦૦૦૦૦
*સહકારથી સમૃદ્ધિ અંતર્ગત દૂધ મંડળીઓને માઇક્રો એ.ટી.એમ.,તમામ પેકસ મંડળીઓના ડિજિટલાઈઝેશન, ગોડાઉન વગેરે સુવિધાઓ આપવા બદલ અભિનંદન પાઠવતા સહકારી મંડળીના સભ્યો*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૧૭ સપ્ટેમ્બર- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિન નિમિત્તે ગાંધીનગર જિલ્લાની સહકારી મંડળીના સભ્યો દ્વારા વિશેષ પોસ્ટકાર્ડ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.
પેથાપુર દૂધ ઉત્પાદક મંડળીના સભાસદએ જણાવ્યું હતું, કે પ્રધાનમંત્રીશ્રીએ સહકારી મંડળીઓ માટે અલગથી વિભાગની સ્થાપના કરી અમારી સમૃદ્ધિનો માર્ગ કંડાર્યો છે. સહકારથી સમૃદ્ધિ અંતર્ગત નાનામાં નાની દૂધ મંડળીને પણ માઈક્રો એ.ટી.એમ આપવામાં આવ્યું છે, તમામ મંડળીઓનું ડિજિટલાઈઝેશન થયું છે ત્યારે આજે પ્રધાનમંત્રીશ્રીને તેમના જન્મદિને વિશેષ પોસ્ટ કાર્ડ મોકલી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સાથે જ દેશની પ્રગતિ માટેના આવા નકકર પગલાંઓ બદલ અમે તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ.
પોસ્ટ કાર્ડ લખી પ્રધાનમંત્રીશ્રીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવતાં ચિલોડા સેવા સહકારી મંડળીના સભાસદ જયંતીભાઈએ કહ્યું હતું કે, અમારી સંસ્થા પેક્સ એટલે કે પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી છે. ભારત સરકારે વિશેષ યોજના દ્વારા દરેક પેક્સને ઈ-પેકસ બનાવી છે, જેનાથી તમામ વ્યવહારો કોમ્પ્યુટરાઈઝ થયા છે. અમારો ઓડિટ પણ ડિજિટલી કરવામાં આવ્યો છે. આ સાથે જ અમને ગોડાઉન, ભારત સરકાર તથા રાજ્ય સરકાર તરફથી મહત્તમ સહાય વગેરે જેવી સુવિધાઓ પણ મળી છે. ત્યારે સહકારી મંડળીઓને આર્થિક ઉન્નતિ તરફ લઈ જવામાં પ્રધાનમંત્રીશ્રીના વિઝન અને પ્રતિબધ્ધતા માટે અમે તેમના આભારી છીએ.
ગાંધીનગર જિલ્લામાં તમામ સહકારી મંડળીઓના સભાસદો દ્વારા પ્રધાનમંત્રીશ્રીને પોસ્ટ કાર્ડ લખી જન્મદિનની શુભેચ્છાઓ તેમજ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/17, 5:41 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત દહેગામ ખાતે સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરાઈ*
૦૦૦૦૦૦
*નગરજનોએ સ્વચ્છતા જાળવવા સંકલ્પ કર્યો*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૭ સપ્ટેમ્બર-, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા થકી રાજ્ય-રાષ્ટ્ર સહિત ગાંધીનગર જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે સામુહિક ઝુંબેશરુપે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત ચાલી રહેલી સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓમાં નાગરિકો જોમ-જુસ્સા સાથે ભાગ લેતા થયા છે.
સ્વચ્છતાની આ યાત્રામાં દહેગામના નગરજનો જોડાયા હતા. ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ હેઠળ ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરના અમદાવાદ-મોડાસા હાઇવે પરની અનુરાધા સોસાયટી તથા મ્યુનિસિપલ હાઇસ્કુલ રોડ પરની પંકજ સોસાયટી ખાતે સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઝુંબેશમાં સમગ્ર વિસ્તારમાં કચરાની સફાઇ કરી લીલા અને સૂકા કચરાને અલગ કરવામાં આવ્યો હતો,જેનું ચોકસાઈપૂર્વક વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું તથા સૌએ સ્વચ્છતા શપથ ગ્રહણ કર્યા હતા.
દહેગામ ખાતે સામુહિક સફાઈ અભિયાન સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જન જાગૃતિ માટે સેલ્ફી પોઈન્ટ પણ રાખવામાં આવેલું, જેનો નગરજનોએ લાભ લીધો હતો. અભિયાનમાં દહેગામ નગરપાલિકાના પ્રમુખશ્રી, અગ્રણીઓ, અન્ય હોદ્દેદારો તેમજ ચીફ ઓફિસરશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/17, 6:03 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ગાયત્રી મંદિર માણસા ખાતે આયુષ મેળો યોજવામાં આવ્યો*
૦૦૦૦૦૦૦
*આયુષમેળામાં વિવિધ વિભાગની સેવાઓ સહિત પ્રકૃતિ પરીક્ષણ, જાલંધરબંધ પ્રક્રિયાનો લાભ લેતા કુલ ૯૪૯૩ લાભાર્થીઓ*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૭ સપ્ટેમ્બર-, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામકશ્રી, આયુષની કચેરીના માર્ગદર્શનથી દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા ગાયત્રી મંદિર માણસા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માણસાના ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ સહિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં જનરલ આયુર્વેદ ઓપીડીના ૨૪૬, જનરલ હોમિયોપેથી ઓપીડીના ૨૭૮, બાળ રોગના ૧૪૮, સ્ત્રી રોગના ૫૭, ત્વચા રોગના ૧૨૩, મર્મ રોગના ૧૪૮, ખરાબ જીવનશૈલીના કારણે થતાં રોગના ૧૪૩ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત દંત રોગના ૪૮ દર્દીઓના નિદાન સાથે જરૂરિયાત ધરાવતા ૮ વ્યક્તિને જાલંધરબંધથી દાંત કાઢી આપવામાં આવ્યા હતા.
જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના સહયોગથી કેમ્પ ખાતે ૧૧૮ લાભાર્થીઓની બીપી અને ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી.૩૫૬ લાભાર્થીઓએ રોગ પ્રમાણે યોગ વિષે માર્ગદર્શન મેળવ્યું હતું. આ ઉપરાંત ૩૪૨ લાભાર્થીઓનું પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આયુષમેળામાં કુલ ૯૪૯૩ લાભાર્થીઓએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. જેમાં ૩૪૫૦ લાભાર્થીઓને હર્બલ ટીનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ૪૦૩૬ લોકોએ આયુષ પ્રદર્શન નિહાળ્યું હતું
મેળાના શુભારંભ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે. પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન પટેલ, માણસા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન વાઘેલા, ઉપપ્રમુખશ્રી બાબુજી ઠાકોર, તાલુકા પંચાયત માણસાના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રીમતી જાગૃતિબેન પરમાર, શ્રી ભીખાભાઇ પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી રમેશસિંહ રાઠોડ, અગ્રણી શ્રી દિનેશભાઈ વ્યાસ, શ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડો. ભાવના પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/17, 6:19 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ફોટો કેપ્શન:*
*”સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત આ પખવાડિયા દરમિયાન તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે મેડિકલ કેમ્પ યોજી આરોગ્ય વિષયક સેવાઓ આપવામાં આવશે. જે અન્વયે સી.એચ.સી. દહેગામ ખાતે સંસ્થાના તમામ આરોગ્ય કર્મીઓ દ્રારા દર્દીઓની સુરક્ષા માટેના શપથ લેવામાં આવ્યા હતા.*
[9/17, 6:50 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *”સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કુલ ૨૨૭ કેમ્પોનું આયોજન*
૦૦૦૦૦૦૦૦
*પ્રથમ દિવસે ૨૯ કેમ્પ થકી આશરે ૧૨ હજારથી વધુ લોકોએ લાભ લીધો*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૭ સપ્ટેમ્બર- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહિલાઓના સ્વાસ્થ્ય અને સશક્તિકરણને કેન્દ્ર સ્થાને રાખી આપણા પરિવારો સમુદાયો અને સમગ્ર રાષ્ટ્રની ઉન્નતિ માટે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનનો પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યભરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.
જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં કુલ ૨૨૭ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી ૨૯ કેમ્પોમાં જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ ગાંધીનગર તેમજ ચાંદખેડા એમ.કે.શાહ મેડિકલ કોલેજના નિષ્ણાંતોએ મહિલાઓને રસીકરણ, સગર્ભા તપાસ, લોહીની તપાસ, હાયપરટેન્શન અને ડાયાબિટીસની તપાસ, ગર્ભાશયના મુખનું કેન્સર, સ્તન કેન્સરની તપાસ, કિશોરીઓ અને મહિલાઓ માટે એનિમિયા સ્ક્રીનીંગ, ટીબી- સિકલસેલ સ્ક્રીનીંગ, માતૃ અને બાળ સંભાળ જાગૃતિ અને જીવનશૈલી બદલાવ, આભાકાર્ડ જેવી વિવિધ તપાસ અને સારવાર આપી હતી.
૨૯ કેમ્પમાં મેડિકલ ઓફિસરશ્રીઓ દ્વારા વિવિધ સ્ક્રિનિંગ તેમજ સારવારનો આશરે ૧૨ હજારથી પણ વધુ લોકોને લાભ આપવામાં આવ્યો હતો. આજથી શરૂ થતા આ અભિયાન અંતર્ગત બીજી ઓક્ટોબર સુધી વિવિધ કેમ્પો દ્વારા મહિલાની આરોગ્યલક્ષી તપાસ તેમજ તેમને સ્વસ્થ બનાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લા આરોગ્યની ટીમ અવિરત પ્રયત્નશીલ કાર્યરત રહેશે.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*

*****************************

આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર ફોટા અને વિડીયો અમોને અમારા અખબારમાં તેમજ ચેનલમાં પ્રસિદ્ધ કરવા માટે અમારા whatsapp નંબર 6353019026ઉપર મોકલી આપો.

અહીંયા કોઈપણ સમાચાર ફોટા અને વિડિયો માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે. તંત્રી: પ્રદીપ રાવલ (9824653073)