17 NG PDF-1 (1) 18 NG pdf-3 19 NG PDF-3 20 NG PDF-2 (1) 21 NG m pdf
21 NG m pdf[11/17, 11:54 AM] Dilip Gajjar.Mahiti.Press: *ભારત પર્વ–2025, સ્ટેચ્યુ ઑફ યુનિટી, એકતા નગરઃ “એક ભારત શ્રેષ્ઠ ભારત”*
***
*ભારત પર્વ મંચ દ્વારા દેશનો સમૃદ્ધ વારસો ઉજાગર કરી રહી છે તેલંગાણાની ચેરિયાલ ચિત્રકાર*
***
*24 વર્ષીય વંશિથા ચેરિયાલ પેઇન્ટિંગ દ્વારા રજૂ કરે છે પૌરાણિક કથાઓ, તેલંગાણાની હસ્તકળાએ એકતા નગર ખાતે લોકોને કર્યા મંત્રમુગ્ધ*
***
*તેલંગાણાની ચેરિયાલ પેઇન્ટિંગને મળ્યો છે જીઆઇ ટેગ, કલાકારો કુદરતી રંગોનો ઉપયોગ કરીને હિન્દુ પૌરાણિક કથાઓનું કરે છે વર્ણન*
***
*ગાંધીનગર, 17 નવેમ્બર 2025:* સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ના પરિસરમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી ‘ભારત પર્વ 2025’નું ભવ્ય આયોજન થયું છે. ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ, કલા અને હસ્તકલાને ઉજાગર કરતો આ જીવંત ઉત્સવ અનેકતામાં એકતાની ઝલક રજૂ કરે છે. ભારત પર્વમાં વિવિધ પ્રાંતો દ્વારા પોતાના વિશિષ્ટ વારસાનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે, જેમાં તેલંગાણાની અનોખી ચેરિયાલ પેઇન્ટિંગ્સ દર્શાવતો સ્ટોલ તેના રંગો, કથાઓ અને ઇતિહાસ માટે અલગ તરી આવ્યો છે.
*24 વર્ષીય કલાકાર દ્વારા તેલંગાણાના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરતી ચેરિયાલ પેઇન્ટિંગ્સનું પ્રદર્શન*
તેલંગાણાની 24 વર્ષીય ચેરિયાલ કલાકાર સી.એચ. વંશિથા અને તેની માતા તેમના પ્રાંતની સંસ્કૃતિની સદીઓ જૂની વાર્તાને ચેરિયાલ પેઇન્ટિંગ્સ દ્વારા રજૂ કરવા અને આ કળાને સાચવવાના મિશન પર છે. એકતા નગર ખાતે ભારત પર્વના માધ્યમથી તેઓ આ મિશનને આગળ ધપાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચેરિયાલ કળા એ તેલંગાણાના ચેરિયાલ ગામની એક પરંપરાગત સ્ક્રોલ પેઇન્ટિંગ શૈલી છે, જે હિન્દુ પૌરાણિક કથાઓ, લોકકથાઓ અને ગ્રામીણ જીવનના દ્રશ્યો દર્શાવે છે. આ કળામાં જીવંત અને જટિલ કથાત્મક ચિત્રો ખાદીના કાપડ પર બનાવવામાં આવે છે. તેમાં આમલીના બીજની પેસ્ટ, ચોખાનો સ્ટાર્ચ અને ચૉક પાઉડરના મિશ્રણનો ઉપયોગ થાય છે, જે પેઇન્ટિંગ માટે મજબૂત બેઝ તૈયાર કરે છે.
*મંત્રમુગ્ધ કરનારી તેલંગાણાની ચેરિયાલ સ્ક્રોલ પેઇન્ટિંગને મળ્યો છે જીઆઇ ટેગ*
તેલંગાણાની ચેરિયાલ પેઇન્ટિંગ્સ સાંસ્કૃતિક અભિવ્યક્તિનું સુંદર માધ્યમ છે, જેના રંગો જોનારાને મંત્રમુગ્ધ કરી નાખે છે. આ કળાને તેના સાંસ્કૃતિક વારસા માટે જિઓગ્રાફિકલ ઇન્ડિકેશન (જીઆઇ) ટૅગ મળ્યો છે. ચેરિયાલ પેઇન્ટિંગ્સની ખાસિયત તેના કુદરતી રંગો છે. કલાકારો ખનિજો, ફૂલો, દરિયાઇ શેલ વગેરેમાંથી કલર મેળવે છે અને તેને હેન્ડમેડ બ્રશ દ્વારા કાપડ પર ઉતારે છે. રામાયણ, મહાભારત અને સ્થાનિક લોકકથાઓ જેવા ભારતીય મહાકાવ્યોના દ્રશ્યો આ પેઇન્ટિંગ્સમાં અદભુત લાગે છે. દરેક ચિત્ર એક જીવંત વિઝ્યુઅલ સ્ટોરીની જેમ પ્રગટ થાય છે, જે ગ્રામીણ તેલંગાણાની સમૃદ્ધ પરંપરાઓ અને જીવનશૈલીનું વર્ણન કરે છે.
બૅકગ્રાઉન્ડમાં ચળકતો લાલ રંગ, ચહેરાની અભિવ્યક્તિ અને બોલ્ડ આઉટલાઇન ચેરિયાલ પેઇન્ટિંગ્સની ઓળખ છે. પરંપરાગત રીતે લોક ગાયકો અને કલાકારો દ્વારા તેમની વાર્તા રજૂ કરવા માટે આ ચિત્રોનો ઉપયોગ કરે છે, પરંતુ આજે આ હસ્તકલા વૉલ હેન્ગિંગ્સ (ફોટોફ્રેમ કે પોસ્ટર્સ), માસ્ક અને કલાત્મક સુશોભનની વસ્તુઓ સુધી પણ વિસ્તરી છે. આ હસ્તકલાને નકશી કલાકારો (ચેરિયાલ ચિત્રકારો)ની પેઢીઓ આગળ ધપાવી રહી છે, જેઓ સદીઓ જૂની તકનીકોને જાળવી રાખીને તેમાં નવીનતા ઉમેરી રહ્યા છે.
ભારત પર્વ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓએ ચેરિયાલ પેઇન્ટિંગ્સને રસપૂર્વક નિહાળી હતી અને પૌરાણિક કથાઓ દર્શાવતા ચિત્રોનું વર્ણન પણ સાંભળ્યું હતું. પહેલી વખત ભારત પર્વ જેવા કાર્યક્રમમાં સામેલ થનારી અને બી.ટેક.ની ડિગ્રી ધરાવતી સી.એચ. વંશિથાએ જણાવ્યું કે, “હું બાળપણથી જ આ કળાના પરિચયમાં છું. મારી માતા છેલ્લા 15 વર્ષોથી આ કળા પ્રત્યે સમર્પિત છે અને હું છેલ્લા ચાર વર્ષથી આ કળા સાથે જોડાયેલી છું. અમે બનાવેલા દરેક ચિત્રમાં આપણાં દેવતાઓ, પૂર્વજોની વાર્તાઓ છે. અમારું લક્ષ્ય છે કે આ કળાના માધ્યમથી દુનિયા જાણે કે આપણો વારસો કેટલો સમૃદ્ધ છે.”
*પરંપરા, સંદેશ અને સર્જનાત્મકતાનો અનોખો સમન્વય એટલે ભારત પર્વ*
સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે આયોજિત ભારત પર્વ–2025 દેશભરના કારીગરો અને કલાકારો માટે તેમની પ્રાદેશિક પરંપરા અને વારસો રજૂ કરવાનું સશક્ત મંચ છે. આ મંચ દ્વારા તેલંગાણાની 24 વર્ષની યુવતીએ પોતની હસ્તકલા દ્વારા ભારતની ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને પ્રતિબિંબિત કરી છે. ડિજિટલ આર્ટ અને મૉડર્ન સ્ટોરીટેલિંગના આ યુગમાં વંશિથા ચેરિયાલ પેઇન્ટિંગ્સ જેવી હસ્તકળાના વારસાને આગળ ધપાવી રહી છે.
*X-X-X*
[11/17, 1:07 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમદાવાદમાં ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં ‘સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ યોજાઈ*
———-
*મુખ્યમંત્રીશ્રીએ યુનિટી માર્ચ – પદયાત્રાને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું*
———-
*ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા – પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ*
——–
*સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગથી આત્મનિર્ભર ભારત નિર્માણના સામૂહિક શપથ લેવાયા*
———-
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
* સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષમાં ‘એકતા મંત્ર’ને જન-જન સુધી પહોંચાડવા વિધાનસભા વાઈઝ યુનિટી માર્ચનું આયોજન.
* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર કરી ભારતને એક અને અખંડ બનાવ્યું છે.
———–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એકતા અને અખંડિતતાના શિલ્પી પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારની ‘સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ’ પદયાત્રાને આંબલી ખાતેથી ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ઉજવાઈ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં આ યુનિટી માર્ચ જન જન સુધી રાષ્ટ્રીય એકતાનો ભાવ ઉજાગર કરવા યોજાઇ રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ રાજ્યવ્યાપી યુનિટી મર્ચનો તારીખ ૯ નવેમ્બરે જુનાગઢથી પ્રારંભ કરાવ્યા બાદ વિધાનસભા વિસ્તાર વાઈઝ આ માર્ચના આયોજન અંતર્ગત તેમણે પોતાના ઘાટલોડિયા વિધાનસભા મત ક્ષેત્રમાં સોમવારે સવારે યુનિટી માર્ચને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી તરીકે ૫૬૨ રજવાડાઓના વિલીનીકરણથી એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ જ એકતાના મંત્રને એક ભારત, શ્રેષ્ઠ ભારતથી સાકાર કર્યો છે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી અને આપણા ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી ૩૭૦ દૂર કરીને કટક થી કચ્છ અને કાશ્મીરથી કન્યાકુમારી એક ભારત બનાવ્યું છે.
વડાપ્રધાનશ્રીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના નિર્માણ થકી સરદાર પટેલને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ આપી છે. આ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની પ્રતિમા ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું શ્રેષ્ઠ પ્રતિક છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં વિકાસની રાજનીતિ સ્થાપી છે, તેમના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર થકી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે.
વધુમાં તેમણે કહ્યું કે, આપણે સૌ સરદાર સાહેબને યાદ કરી, સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવી વિકસિત ભારતનું નિર્માણ કરીએ તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, આપણે સૌ એક બની, નેક બની વિકસિત ભારત @૨૦૪૭ ના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ બનીએ.
આ યુનિટી માર્ચમાં જોડાયેલા સૌએ સ્વદેશી અપનાવવાના અને આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવાના સામૂહિક શપથ લીધા હતા.
અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈને સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં યોજાયેલી આ ‘યુનિટી માર્ચ’ થકી સરદાર પટેલને સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પણ થશે.
આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા, પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ શ્રી દિનેશભાઇ મકવાણા અને શ્રી નરહરિભાઈ અમીન, મહાનગરના પ્રભારી શ્રી રજનીભાઈ પટેલ, શહેરના ધારાસભ્યશ્રીઓ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, બાળ સંરક્ષણ આયોગના ચેરમેનશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધી પાની, શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, કલેકટર શ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, સાધુ-સંતો, રાજવી પરિવાર, કોર્પોરેટરશ્રીઓ, પક્ષના પદાધિકારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
———–
[11/17, 1:07 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/17eBQwcfGXl-KHryq-zYlyMCK9Bnn1AKe
[11/17, 2:18 PM] Dilip Gajjar.Mahiti.Press: દિવ્યાંગો, સિનિયર સીટીઝન અને વિચરતી તથા વિમુક્ત જાતિ માટે જિલ્લાવાર કેમ્પ યોજાશે
………………………
મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની પ્રક્રિયામાં વિશિષ્ટ સમુદાયોની સવલત માટે ચૂંટણીપંચનો સહાયક અભિગમ
………………………
તમામ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓને જિલ્લાકક્ષાએ કેમ્પ યોજવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા અનુરોધ
………………..
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. આ પ્રક્રિયામાં નાગરિકોનો અપ્રતિમ સહકાર મળી રહ્યો છે. ત્યારે દિવ્યાંગજનો, સિનિયર સીટીઝન તથા વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને એનુમરેશન (ગણતરી) ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે તેની દરકાર પણ લેવામાં આવી રહી છે.
આ સમુદાયો માટે સહાયક અભિગમ દર્શાવતા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાએ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓને સ્થાનિક કક્ષાએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સાથે સંકલન સાધીને આ સમુદાય માટે વિશિષ્ટ કેમ્પનું આયોજન કરવા પત્રના માધ્યમથી અનુરોધ કર્યો છે. જેના માટે જિલ્લા કક્ષાએ નિમાયેલા નોડલ અધિકારીશ્રી અને નોડલ એજન્સીના સંપર્કમાં રહીને સુચારૂ વ્યવસ્થાની ખાતરી કરવા માટે તથા આવા કેમ્પ બાબતે નાગરિકોને આગોતરી જાણ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
………………………
મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ
“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”
[11/17, 3:18 PM] Dilip Gajjar.Mahiti.Press: *ટેકાના ભાવે મગફળીની ખરીદી (17/11/2025)*
*ખરીદી:* ૧.૦૫ લાખ મેટ્રિક ટનથી વધુ
*મૂલ્ય:* રૂ. ૭૬૯ કરોડથી વધુ
*ખેડૂતો:* ૪૫,૭૯૦ થી વધુ
*ખરીદ કેન્દ્રો:* ૨૫૩
[11/17, 4:00 PM] +91 81289 64121: *ભાવનગર ખાતે યોજાઇ જિલ્લા કક્ષાની ભવ્ય ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’*
——
*પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા અને પ્રભારી મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ પદયાત્રાને પ્રસ્થાન કરાવી*
——
*ભાવનગર પશ્ચિમના જશોનાથ સર્કલથી મસ્તરામ મંદિર સુધીની પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો સહભાગી થયા*
——
*રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે યોજાયેલી પદયાત્રાનું નગરજનોએ ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત કર્યું*
——
*અખંડ ભારતના નિર્માણમાં સરદાર પટેલના યોગદાનને યાદ કરવાનો અનેરો અવસર*
*સરદાર પટેલે દેશની એકતા માટે કરેલા આહ્વાનને ઝીલીને દેશને પ્રથમ રજવાડું નેકનામદાર શ્રી કૃષ્ણકુમારસિંહજીએ અર્પણ કર્યું: મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
——
*સરદાર પટેલના વિચારો અને આદર્શો યુવા પેઢીને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણારૂપ: કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા*
——
*પદયાત્રામાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી, સાગરદાન ગઢવી અને પરેશદાન ગઢવી પણ જોડાયા*
——
અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત આજે ભાવનગર ખાતે પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ભવ્ય ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ યોજાઈ હતી. આ પદયાત્રામાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા, ભાવનગરના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા તથા ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા જોડાયા હતા.
ભાવનગર પશ્ચિમ વિસ્તારના જશોનાથ સર્કલથી મસ્તરામ મંદિર સુધી યોજાયેલી આ ભવ્ય પદયાત્રા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી, જેમાં બહોળી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો. આ પદયાત્રામાં વિશેષરૂપે લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર, શ્રી રાજભા ગઢવી, શ્રી કિર્તીદાન ગઢવી, શ્રી સાગરદાન ગઢવી અને શ્રી પરેશદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
પદયાત્રા પૂર્વે સરદાર વલ્લભભાઈ પટેલ, મહારાજા તખ્તસિંહજી અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સાધુ સંતો તથા મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરીને પદયાત્રાનો જશોનાથ સર્કલથી વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે, પદયાત્રાની પૂર્ણાહુતિ મસ્તરામ મંદિર ખાતે કરવામાં આવી હતી. આ પદયાત્રામાં જોડાયેલા નાગરિકોએ “એક ભારત, આત્મનિર્ભર ભારત” અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી. લગભગ આઠથી દસ કિલોમીટર લાંબી આ પદયાત્રાને નગરજનોએ પણ ઠેર-ઠેર વધાવી હતી.
આ ઉપરાંત કાર્યક્રમના પ્રારંભે શ્રી બચુભાઈ તથા જાદવજીભાઈ મોદીના પરિવારના વંશજોનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર દિવ્યાંગ ખેલાડી શ્રી અલ્પેશભાઈ સુતરીયા અને સંગીતાબેન સુતરીયાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સાથે જ, સૌ નગરજનોએ સ્વદેશીને પ્રોત્સાહન આપવા શપથ પણ લીધા હતા.
આ પદયાત્રામાં મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રીય એકતાનું સ્વપ્ન સાકાર કર્યું હતું, તે આજે પણ દેશની પ્રગતિનો આધાર સ્તંભ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં યુનિટી માર્ચ જેવી પ્રવૃત્તિઓ યુવાઓમાં દેશપ્રેમ, શિસ્ત અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની ભાવના પ્રજ્વલિત કરે છે. સરદાર સાહેબે રાષ્ટ્રીય એકતા માટે જે ત્યાગ કર્યું છે તેને યાદ રાખીને દરેક નાગરિકે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે પોતાનો અમૂલ્ય ફાળો આપવો જરૂરી છે.
ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ દેશ માટે સરદાર વલ્લભભાઈ પટેલને પ્રથમ રજવાડું અર્પણ કર્યું હતું, તેનું પણ મંત્રીશ્રીએ સ્મરણ કર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલે સેવેલા સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર સશક્ત રાષ્ટ્રનિર્માણમાં અનેક પગલાંઓ લેવામાં આવ્યા છે. પાડોશી દેશના મલીન ઈરાદાઓને નેસ્તનાબૂદ કરનાર સરદારના અડગ વલણને યાદ કરી મંત્રીશ્રીએ દેશની રક્ષા અને સાર્વભૌમત્વની વાત આવે ત્યારે પોતાના સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરનાર સરદારના દ્રઢ નિશ્ચયનું સ્મરણ કર્યું હતું અને દેશની એકતા અને અખંડિતતા તેમજ રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું કે, સરદાર પટેલના વિચારો અને આદર્શો યુવા પેઢીને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરિત કરે છે. આ યુનિટી માર્ચ થકી યુવાનો દેશના ભવિષ્યના કર્ણધાર બન્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અખંડ ભારતમાં રજવાડું અર્પણ કર્યું હતું. આ સાથે તેમણે ભાવનગરમાં અનેક સ્થળે જોડાયેલી સરદાર પટેલની યાદો વાતોને યાદ કરી હતી. મંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારત તેમજ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે સૌને ભારપૂર્વક આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, જિલ્લા કલેકટરશ્રી ડૉ . મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર શ્રી ધવલ પંડ્યા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રી એન.વી.ગોવાણી, આગેવાન શ્રી કુમારભાઈ શાહ, શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર શ્રી ડો. હર્ષદ પટેલ, ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. ટી.એસ.જોશી, કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. ભરત રામાનુજ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો, આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
——
કૌશિક
[11/17, 4:06 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગાંધીનગરમાં સી.એમ. ફેલોશીપ યુવાઓનો એક દિવસીય વર્કશોપ સંપન્ન*
———-
*વરિષ્ઠ સચિવોના અનુભવ અને સી.એમ. ફેલોશીપ યુવાઓના જ્ઞાન-કૌશલ્યના સમન્વયથી સામાન્ય માનવીની સુખ-સુવિધા અને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વધુ સંગીન બનાવવાની નેમ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———–
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રશાસનિક વ્યવસ્થાઓમાં પ્રતિભાશાળી યુવાશક્તિના ઈનોવેટીવ આઈડીયાઝના વિનિયોગ માટે ૨૦૦૯માં શરૂ કરાવેલો સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ ગુડ ગવર્નન્સ માટે મહત્વપૂર્ણ બન્યો છે*
———–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની પ્રશાસનિક વ્યવસ્થાઓમાં પરિવર્તનકારી બદલાવોથી સામાન્ય માનવીની સુવિધા, સુખાકારીના કામો અને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વધુ સંગીન બનાવવાની નેમ વ્યક્ત કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, યુવાશક્તિના જ્ઞાન, કૌશલ્ય અને વરિષ્ઠ સચિવોના અનુભવના સમન્વયથી આ નેમ સાકાર કરવી છે.
મુખ્યમંત્રીશ્રી સી. એમ. ફેલોશીપ અંતર્ગત પસંદગી પામેલા અને રાજ્ય શાસનમાં વિવિધ વિભાગોમાં કાર્યરત ૨૪ સી.એમ. ફેલોના એક દિવસીય વર્કશોપનો પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં ૨૦૦૯માં આ સી.એમ. ફેલોશીપની શરૂઆત કરાવીને તેજસ્વી યુવાઓના ઈનોવેટિવ આઈડિયાઝથી ગુડ ગવર્નન્સનો રાહ દેશને ચીંધ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીએ અપનાવેલા અભિગમને પ્રશાસનિક વ્યવસ્થાને વધુ લોકાભીમુખ બનાવીને ટેકનોલોજીના ઉપયોગથી લોકહિતના કામો માટેના પથપ્રદર્શક ગણાવ્યો હતો.
“અમે સરકાર ચલાવવા નહીં દેશમાં બદલાવ લાવવાના હેતુ સાથે કામ કરીએ છીએ” એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણા વાક્યનો ઉલ્લેખ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી આ વાતને ચરિતાર્થ કરીને દેશમાં અનેક બદલાવો લાવ્યા છે. વડાપ્રધાનશ્રીએ ડિજિટલ ભારતથી ગ્રામીણ વિસ્તારો સુધી ડિજિટલ ટેકનોલોજી પહોંચાડીને લોકોનું જીવન વધુ સરળ બનાવ્યું છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
વિશ્વમાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતમાં પણ હોય તેવા વિચાર સાથે વડાપ્રધાનશ્રીએ ૨૦૦૯માં શરૂ કરાવેલો સી.એમ. ફેલોશીપ આજે રાજ્ય વહીવટમાં પ્રતિભાશાળી યુવાઓના યોગદાનનું બેસ્ટ પ્લેટફોર્મ બન્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત @ ૨૦૪૭ના આપેલા સંકલ્પને સાકાર કરવામાં આ વ્યવસ્થાઓથી ગુજરાતને અગ્રેસર રાખવા સૌના સહયોગની અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
આ એક દિવસીય શિબિરના પ્રારંભે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સ્પીપા અને આઈ.આઈ.એમ. ઈન્દોર વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. સ્પીપાના ડાયરેક્ટર જનરલ શ્રી હરિત શુક્લા અને આઈ.આઈ.એમ. ઈન્દોરના ડિરેક્ટર શ્રી હિમાંશુ સિંઘે આ એમ.ઓ.યુ. પરસ્પર એક્સચેન્જ કર્યા હતા. વિવિધ ૧૧ જેટલા વિષયોમાં પબ્લિક પોલીસી મેનેજમેન્ટ સંદર્ભે કેપીસીટી બિલ્ડીંગ તાલીમ કાર્યક્રમના સંયુક્તપણે આયોજન માટે આ એમ.ઓ.યુ. ઉપયોગ બનશે.
મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસે સી.એમ. ફેલોશીપના ફેલો યુથના યોગદાન તથા રિસર્ચ અને કેસ સ્ટડીઝને ગુડ ગવર્નન્સ માટે ઉપયોગી ગણાવ્યા હતા. તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપને વધુ વેગ મળ્યો છે તેમ ઉમેર્યુ હતું.
આ એક દિવસીય શિબિરમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓએ સી.એમ. ફેલોને માર્ગદર્શન આપ્યું હતું. સી.એમ. ફેલોએ પોતાના પ્રેઝન્ટેશન્સ પ્રસ્તુત કર્યા હતા અને બેસ્ટ પ્રેક્ટિસીસનું શેરીંગ કર્યુ હતું.
આ શિબિરના ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર શ્રી ડૉ. હસમુખ અઢિયા, રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ તથા સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે અને સી.એમ. ફેલો ઉપસ્થિત રહ્યા હતા.
———
[11/17, 4:06 PM] Dilip Gajjar.Mahiti.Press: 17-11-2025 MOU BETWEEN IIM, INDORE AND SPIPA, AHMEDABAD, CM FELLOWSHIP INTRODUCTORY MEET – HON. CM SHRI BHUPENDRABHAI PATEL
https://photos.app.goo.gl/6PmLnEhABdk1KAzu8
[11/17, 4:24 PM] Dilip Gajjar.Mahiti.Press: *ધ યુનિટી ટ્રેઈલ*
——
*સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં સૌ પ્રથમ વખત નેશનલ કક્ષાની સાઈક્લોથોન યોજાઈ*
——-
*ભાઈઓ માટે 100 કિમી અને બહેનો માટે 60 કિમીની સાઈકલ સ્પર્ધામાં દેશભરના 160 કરતાં વધુ સાઈક્લિસ્ટોએ ભાગ લીધો*
—–
*ગુજરાત સરકારના પ્રવાસન, રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે સાઈકલોથોનનું આયોજન*
——
રાજપીપલા, સોમવાર :- નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ‘ધ યુનિટી ટ્રેઈલ’ બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટ ભવ્ય રીતે યોજાઈ હતી. દેશના 21 રાજ્યોમાંથી 160 કરતા વધુ સાયક્લિસ્ટો જોડાયા હતા. જેમાં 121 પુરૂષ અને 39 મહિલા સાયક્લિસ્ટનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં ગુજરાતમાંથી 18 જેટલા સાયક્લિસ્ટ સહભાગી બન્યા હતા. આ સ્પર્ધામાં પ્રોફેશનલ સાયક્લિટો સાથે ઈન્ડિયન રેલવે અને ઈન્ડિયન એરફોર્સના સાયક્લિસ્ટ પણ સામેલ થયા હતા.
બે દિવયીસ કાર્યક્રમના પ્રથમ દિવસે રવિવારે ગુજરાત સરકારના પ્રવાસન, રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રીશ્રી ડૉ. જયરામ ગામીતે લીલી ઝંડી આપીને સાઈકલોથોનનો પ્રારંભ કરાવ્યો હતો. પાંચ કિમીની આ સાઈકલોથોનમાં સમગ્ર ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 650 થી વધુ સાઇક્લિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી તેમજ અધિકારીશ્રોએ પણ સાયકલ ચલાવી યુવાનોને ઉત્સાહિત કર્યા હતા.
બીજા દિવસે સોમવારે યોજાયેલી સ્પર્ધામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિસ્તાર વિકાસ સત્તામંડળ હસ્તકના 20 કિમીના સર્ક્યુલર રૂટને આ સાયક્લોથોન માટે નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં મહિલા સ્પર્ધકોએ 3 રાઉન્ડ અને પુરૂષ સ્પર્ધકોએ 5 રાઉડ લગાવી સ્પર્ધા પૂર્ણ કરી હતી.
ગુજરાત સરકારના પ્રવાસન, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આ પ્રકારની ઈવેન્ટમાં સૌ પ્રથમ વખત સાઈક્લિસ્ટોને સૌથી વધુ રોકડ રકમ આપવામાં આવી હતી. જેમાં બંને વિભાગોમાં પ્રથમ ક્રમાંકને રૂપિયા ત્રણ લાખ, બીજા ક્રમે આવનાર સ્પર્ધકને રૂપિયા બે લાખ અને તૃતીય ક્રમે રહેલા સ્પર્ધકને રૂપિયા એક લાખનું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. સાથે અન્ય 13-13 સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપે રોકડ ઈનામો અપાયા હતા.
નર્મદા જિલ્લાના સુંદર પ્રાકૃતિક નજારા અને એકતા નગરના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની વચ્ચે યોજાયેલી આ સાઈકલોથોન દેશભરના સાયકલિસ્ટો માટે વિશેષ આકર્ષણ બની હતી. સાયકલિંગ દ્વારા ફિટનેસ, સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા જેવા મૂલ્યોને મજબૂત બનાવવાનો સંકલ્પ સૌએ વ્યક્ત કર્યો હતો. આ સાઈકલોથોન યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થઈ હતી અને આગામી સમયમાં સાઈકલિંગ સ્પોર્ટસ ઈવેન્ટ માટે એકતાનગરનો આ ટ્રેક વિશ્વ વિખ્યાત બની રહેશે તેવો આયોજકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
*100 કિમીની સાઈકલિંગમાં પુરૂષ વિજેતા*
1) શ્રી મનજિતસિંગ – એરફોર્સ
2) શ્રી સૂર્યા દાસુ – મહારાષ્ટ્ર
3) શ્રી હર્ષવિરસિંગ કૌર- પંજાબ
*60 કિમીની સાઈકલિંગમાં મહિલા સાયક્લિસ્ટ વિજેતા*
1) કુ. સ્વાતિ સિંગ- ઓરિસ્સા
2) કુ. ગુપ્તા મુશ્કાન- ગુજરાત
3) કુ. સૌમ્યા અંતપુર- રેલવે
આ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ.દર્શનાબેન દેશમુખ, સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરીશ્રી મનિંદર પાલ, ગુજરાત પ્રવાસન વિભાગના સચિવશ્રી ડૉ. રાજેન્દ્ર કુમાર, ગુજરાત પ્રવાસન વિભાગના એમડી શ્રી પ્રભવ જોશી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેનશ્રી મુકેશ પુરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત અરોરા, ટીસીજીએલના સેક્રેટરીશ્રી આઈ.આર.વાળા, ટીસીજીએલના જોઇન્ટ એમ.ડી. શ્રી કુલદીપસિંહ ઝાલા, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એડિશનલ કલેકટરશ્રી ગોપાલ બામણિયા, દેશભરના સાઇક્લિસ્ટો, મોટી સંખ્યામાં નાગરિકો સાઇક્લિસ્ટોને શુભેચ્છા પાઠવવા અને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યા હતાં.
000000
[11/17, 5:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવી એ જ આંગણવાડીનું ઉત્તમ કર્મ: ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર*
—–
*ચાંદખેડાના મહિલા સેવા સંઘ આયોજિત આંગણવાડીના બાળકો માટે જરૂરી કિટ્સ અને ઇનામ વિતરણ કરાયું*
—–
ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે આંગણવાડીના બાળકોને કિટ્સ વિતરણ કરતાં જણાવ્યું હતું કે, બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવી એ જ આંગણવાડીનું ઉત્તમ કર્મ-કાર્ય છે. પ્રત્યેક બાળકોમાં કોઈને કોઈ વિશિષ્ટ શક્તિઓ રહેલી જ હોય છે, જેને આપણે ઓળખી, પરખી અને વિકસાવવી જોઈએ. જેથી સમાજ સમક્ષ ચોક્કસપણે આ બાળકના કર્તવ્ય પાલનમાં સભ્યતા-સંસ્કાર જોવા મળશે. મહિલા સેવા સંઘ, ચાંદખેડાના ઉપક્રમે વિસતમાતા મંદિર વિસ્તારની આંગણવાડીના બાળકોને ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જરૂરિયાત મુજબની સાધન સામગ્રીની કિટ્સ અને વિવિધ હરીફાઈમાં વિજેતા ભૂલકાઓને ઇનામ વિતરણ કર્યું હતું.
શિક્ષક તરીકેના સ્વ અનુભવનો નિચોડ આપતા તેમણે કહ્યું હતું કે, સમાજ કેવો બને ? એ વિદ્યાર્થીને મળેલા શિક્ષણ પરથી નક્કી થાય છે. સંવેદના, પ્રગતિ, સચોટતા, સ્વચ્છતા અને સંસ્કૃતિ જેવી અનેક ધરોહરનું બાળકોમાં સંવર્ધન કરનાર પ્રાથમિક સ્તરે તો આંગણવાડી કાર્યકરો જ સાચા અર્થમાં પ્રહરી છે. જીવનને મૂલ્યવાન બનાવવા આયોગના અધ્યક્ષશ્રીએ બાળકોને મોબાઇલ જ્ઞાનનો ઉપયોગ સમજપૂર્વક આપવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત બાળકોને વિશ્વવિભૂતિઓના જીવન દર્શન વિશેના પુસ્તકો વાંચવા તેમજ બાળક જાતે જ સદગુણો પ્રત્યે સજાગતા કેળવે તેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું કાર્ય વાલીઓનું પણ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર શ્રીમતી રીટાબેન પટેલ અને શ્રી રાકેશભાઈ બ્રહ્મભટ્ટ, મહિલા સેવા સંઘના પ્રમુખ શ્રીમતી તરલાબેન વાણીયા, સંગઠનના મહામંત્રી-ચાંદખેડાના શ્રી રોમિતભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી નિહારિકા પાંડે, આ ઉપરાંત શ્રી રાજુભાઈ પટેલ, શ્રી રવિભાઈ સોલંકી, શ્રી ભાઈલાલભાઈ મહેરીયા, શ્રી ગોવિંદભાઈ જયસ્વાલ, શ્રી રશ્મિબેન અરોરા, શ્રી રમેશભાઈ ગોસાઈ, શ્રી બીરેન સોની, શ્રી દિપકભાઈ ડાભરીયા સહિત અનેક સામાજિક અગ્રણીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
—–
જીગર બારોટ
[11/17, 6:02 PM] Dilip Gajjar.Mahiti.Press: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા આજે તમામ શહેર/જિલ્લાના પોલીસ વડાશ્રીઓને તાકીદ કરવામાં આવી છે કે, છેલ્લા ૩૦ વર્ષમાં ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓનું ચેકીંગ કરી વેરીફીકેશન પ્રક્રિયાને અંતે ડોઝીઅર તૈયાર કરવાની કાર્યવાહી આગામી ૧૦૦ કલાકમાં પૂર્ણ કરવામાં આવે.
[11/18, 10:38 AM] Dilip Gajjar.Mahiti.Press: *રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગુજરાત પોલીસની મહત્વપૂર્ણ પહેલ: સ્વદેશી એપ મેપલ્સ (Mapmyindia) સાથે MoU*
*મેપલ્સમાં ખાસ ફિચર્સ અપડેટ કરાયા: હવે નાગરિકોને નેવિગેશનની સાથે સાથે બ્લેક સ્પોટ્સ, એક્સિડન્ટ ઝોન, સ્પીડ લિમિટ ઉપરાંત રિયલ ટાઈમ ટ્રાફિક એડવાઈઝરી અપડેટ આપશે*
*બંધ કરાયેલા રોડ, પ્લાન્ડ રોડ કન્સ્ટ્રક્શન/રિપેર એક્ટિવિટિઝ તથા રેલી જેવી માહિતી આ એપમાં રિયલ ટાઈમ અપડેટ થશે, જેથી નાગરિકો વૈકલ્પિક રૂટ પસંદ કરી શકશે*
*ગુજરાત પોલીસ મેપમાયઇન્ડિયાને દૈનિક ધોરણે રીઅલ-ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે*
….
ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ (Mapmyindia) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત તમામ વિભાગો સાથે ખાસ બેઠક યોજીને સ્વદેશી અપનાવવાના મુદ્દા પર ભાર મૂક્યો હતો. ત્યારે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શનમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સ્વદેશી એપ મેપલ્સ સાથે ટ્રાફિક મેનેજમેન્ટ અને રોડ સેફ્ટી માટે ખાસ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.
મેપલ્સ (Mapmyindia) દ્વારા તેમની એપમાં વિશેષ સુવિધાઓ ડેવલપ કરી નાગરિજલક્ષી ખાસ ફિચર્સ અપડેટ કરવામાં આવ્યા છે. હવે નાગરિકો/ વાહનચાલકોને નેવિગેશનની સાથે સાથે આ એપ બ્લેક સ્પોટ્સ, એક્સિડન્ટ ઝોન, સ્પીડ લિમિટ ઉપરાંત રિયલ ટાઈમ ટ્રાફિક એડવાઈઝરી અપડેટ આપશે.
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા પૂરો પાડવામાં આવેલો બ્લેક સ્પોટ્સ અને સંભવિત અકસ્માત ઝોનનો ડેટા મેપલ્સ દ્વારા આ એપમાં અપડેટ કરી દેવાયો છે. તે ઉપરાંત વાહનચાલકોને ડાર્ક રસ્તા અંગે પણ પહેલેથી અંદાજ આવી જાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્પીડ લિમિટ પણ આ એપમાં અપડેટ કરવામાં આવી છે.
MoU મુજબ, ગુજરાત પોલીસ મેપમાયઇન્ડિયાને દૈનિક ધોરણે રીઅલ-ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે, જેમાં બંધ કરાયેલા રોડ અંગેની માહિતી (Road Closures), પ્લાન્ડ રોડ કન્સ્ટ્રક્શન/રિપેર એક્ટિવિટિઝ તથા રેલીઓ અને અન્ય કાર્યક્રમોની માહિતી આ એપમાં રિયલ ટાઈમ અપડેટ થશે જેની જાણ નાગરિકોને થતા તેઓ વૈકલ્પિક રૂટ પસંદ કરી શકશે.
આ MoUના સંદર્ભમાં તમામ જિલ્લાના પોલીસને આ હેતુ માટે બનાવેલા વોટ્સએપ ગ્રુપ દ્વારા મેપમાયઇન્ડિયાને ઇનપુટ્સ કેવી રીતે આપવા તેની તાલીમ આપવામાં આવી છે. ડેટા અપડેશનનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે.
ગુજરાત પોલીસ વાહનચાલકો માટે તેમની મુસાફરી વધુ અનુકૂળ બનાવવા માટે રીઅલ-ટાઇમમાં વધુ સારા ટ્રાફિક અપડેટ્સ આપવા માટે મેપમાયઇન્ડિયા સાથે સતત કાર્ય કરી રહી છે.
કસ્ટમાઇઝ્ડ ટ્રાફિક અપડેટ્સ મેળવવા અને વધુ સારા ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકોને મેપમાયઇન્ડિયા (Mapmyindia) એપનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
…..
[11/18, 2:55 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘વિશ્વ શૌચાલય દિવસ’*
*ગુજરાતે અંદાજે કુલ ૬૮.૭૦ લાખ કરતાં વધુ શૌચાલય તૈયાર કરીને આપ્યો સ્વચ્છતાનો સંદેશ*
—–
*ગામમાં ઘરે ઘરે શૌચાલય તેમજ વિવિધ પ્રકારના કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થાઓના પરિણામે રાજ્યના ૧૩ હજાર કરતાં વધુ ગામડાઓને ઓડીએફ+ દરજ્જો*
—–
ગામડાઓ દેશની કરોડરજ્જુ સમાન છે. જો ગામડાઓ સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ બનશે તો આપણો દેશ પણ સ્વચ્છ-સમૃદ્ધ બનશે. જેને અનુલક્ષીને ‘સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)’ અભિયાન થકી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં અત્યાર સુધીમાં અંદાજે કુલ ૬૮.૭૦ લાખ કરતાં વધુ શૌચાલયનું બાંધકામ કરવામાં આવ્યું છે. ગામમાં ઘરે ઘરે શૌચાલયનાં નિર્માણ કરવા, ઘન અને પ્રવાહી કચરાનો તેમજ સુકો-ભીનો કચરો અલગ કરી તેના યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. જેના પરિણામે રાજ્યના ૧૩ હજાર કરતાં વધુ ગામડાઓને ઓડીએફ+ મોડેલ ગામો જાહેર કરવામાં આવ્યા છે.
મહાત્મા ગાંધી સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા. જેથી ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં ‘સ્વચ્છ ભારત મિશન’ની શરૂઆત કરાવી હતી. ગુજરાતમાં આ મિશનની સફળતા અને જનભાગીદારીના પરિણામે ગાંધીજીની જન્મજયંતિ એટલે કે તા. ૨ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ ગુજરાતને ખુલ્લામાં શૌચમુક્ત રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે.
ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડાના નેતૃત્વમાં ગુજરાતમાં સ્વચ્છતા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. ‘સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)’ ફેઝ-૨ અંતર્ગત ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન દ્વારા વિવિધ પ્રકારના અસ્કયામતો જેવા કે, વ્યક્તિગત શૌચાલય, વ્યક્તિગત સોકપીટ, સેગ્રીગેશન શેડ, સામૂહિક કમ્પોસ્ટ પીટ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, ડોર ટુ ડોર કચરા એકત્રીકરણ, સામૂહિક સોકપીટની કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત આ મિશન થકી ગોબરધન પ્રોજેકટ હેઠળ સૂકો-ભીનો કચરો અને બાયોગ્રેડેબલ વેસ્ટને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી ગ્રામીણ વિસ્તારોમાં વૈકલ્પિક ઊર્જા, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય તથા સ્વસહાય જૂથોની મંડળીઓ દ્વારા રોજગારીની તકો ઊભી થઇ રહી છે.
આ મિશન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલય પ્રોત્સાહન રકમ મળવાથી તેમજ જીવનમાં પરિવર્તન આવવાથી નગરિકોમાં ખૂબ જાગૃતિ આવી છે. વધુમાં, રાજ્ય સરકાર દ્વારા પારદર્શિતા સાથે પ્રોત્સાહન રકમને છેવાડાના માનવી સુધી પહોંચાડીને નાગરિકોમાં જૂના રીતિ રિવાજો, પરંપરાઓ તેમજ ખોટી માન્યતાઓને પણ તિલાંજલી આપી સ્વચ્છતા પ્રત્યે વધુ લોક જાગૃતિ કેળવવામાં આવી રહી છે.
*અરજી કરવાની પદ્ધતિ:*
વ્યક્તિગત શૌચાલય યોજનાનો લાભ લેવા માટે નાગરિકોએ ગ્રામ પંચાયત કચેરી ખાતેથી અથવા ઓનલાઈન પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહે છે. અરજી કર્યા બાદ ગ્રામ્યકક્ષાના કર્મચારીઓ દ્રારા લાભ લેવા ઈચ્છતા લાભાર્થીને ત્યાં સ્થળ ખરાઈ કરીને અરજી મંજુર કે નામંજુર કરવામાં આવે છે. ત્યારબાદ લાભાર્થીને વ્યક્તિગત શૌચાલયનું બાંધકામ શરૂ કરવા માટે જાણ કરવામાં આવે છે. બાંધકામ પૂર્ણ થયા બાદ ‘સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના’માંથી લાભાર્થીને રૂ. ૧૨,૦૦૦ની આર્થિક પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
અત્રે નોંધનીય છે કે, દરેક ઘરમાં વ્યક્તિગત શૌચાલય ખૂબ જરૂરી છે. વડીલો, મહિલાઓ અને નાના બાળકો સહિત નાગરિકો ખુલ્લામાં શૌચક્રિયા માટે જાય છે, ત્યારે માનવમળના કારણે રોગચાળો થવાની સંભાવના રહે છે. જેથી નાગરિકોનું આરોગ્ય જોખમાય છે. આ ઉપરાંત ગરમી, ઠંડી, વરસાદ જેવી વિવિધ ઋતુઓમાં ખુલ્લામાં શૌચક્રિયા કરવાથી જીવજંતુ કરડવાનો પણ ભય રહેતો હોય છે. જેથી રોગોથી બચવા અને પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે દરેક ઘરમાં શૌચાલય બને તે માટેની જાગૃતિ લાવવા દર વર્ષે યુનાઈટેડ નેશન્સ દ્વારા તા. ૧૯, નવેમ્બરના રોજ ‘વિશ્વ શૌચાલય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે ‘બદલાતી દુનિયામાં સ્વચ્છતા’ની થીમ સાથે ‘વિશ્વ શૌચાલય દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
—–
જીગર બારોટ
[11/18, 3:14 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભારત પર્વ-૨૦૨૫’માં ઝળહળ્યું સ્વદેશી ગૌરવ: પટોળાથી પશ્મિના સુધીની કળાઓએ એકતા નગરમાં રેલાવી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની રંગીન એકતા*
——
*દેશના ખૂણેખૂણેથી આવેલા ૫૫ સ્વદેશી સ્ટોલોએ એકતા નગરમાં રજૂ કરી ભારતીય કળા અને કારીગરીની વૈવિધ્યસભર ઝાંખી*
——
*સ્થાનિક હસ્તકલા, હેન્ડલૂમ, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, ફૂડ આર્ટ અને ગ્રામ્ય ઉદ્યોગોની ઉજવણીથી એકતા નગરમાં જીવંત થયું “વોકલ ફોર લોકલ”નું સૂત્ર*
——
*ભારત પર્વ-૨૦૨૫’ બન્યું મહિલાઓ અને યુવા ઉદ્યોગકારો માટે સ્વદેશી સર્જનશક્તિનું ‘પ્લેટફૉર્મ ઑફ પ્રાઈડ’*
——
*ગાંધીનગર, 18 નવેમ્બર 2025:* સ્વદેશી આત્મનિર્ભર ભારતનો આધાર છે, આ ભાવનાને જીવંત કરવા માટે સ્ટેચ્યુ ઑફ યુનિટીના એકતા નગર ખાતે ‘ભારત પર્વ–૨૦૨૫’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને અર્પિત આ ભવ્ય પર્વમાં દેશના દરેક ખૂણેથી આવેલા હસ્તકલા કલાકારો, કારીગરો અને ઉદ્યોગકારોએ પોતાના સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું.
ભારત પર્વના મુખ્ય આકર્ષણરૂપ ૫૫ સ્વદેશી સ્ટોલો દેશની વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓની જીવંત ઝાંખી આપતા હતા. દરેક સ્ટોલ ભારતીય ગ્રામ્ય જીવન, કારીગરી અને લોકશૈલીના પ્રતિનિધિ સમાન હતો. અહીં પંજાબના ફુલકારી દુપટ્ટા, રાજસ્થાનની હસ્તનિર્મિત પોટરી, તામિલનાડુની કાંજીવરમ સાડી, નાગાલેન્ડના વાંસથી બનેલા પ્રોડક્ટ અને ગુજરાતના પટોળા–બાંધણીના રંગો જોવા મળ્યા.
‘વોકલ ફોર લોકલ’ના સૂત્રને આગળ ધપાવતા આ ઉત્સવમાં સ્થાનિક ઉત્પાદન અને પરંપરાગત કારીગરીને વૈશ્વિક મંચ મળ્યું. નર્મદા નદીના કિનારે આવેલું એકતા નગર સ્વદેશી ભાવનાથી ઝળહળતું જોવા મળ્યું. સ્ટોલો પર યુવા ઉદ્યોગકારો, મહિલા સ્વયંસહાય જૂથો અને હસ્તકલા કલાકારોએ પોતાના હાથની કળા દ્વારા દેશના સમૃદ્ધ વારસાને ઉજાગર કર્યો.
સ્વદેશી સ્ટોલોમાં ખાસ કરીને ઓર્ગેનિક ખાદ્ય પદાર્થો, આયુર્વેદિક પ્રોડક્ટ્, હેન્ડલૂમ ફેબ્રિક્સ, રિસાયકલ મટીરીયલથી બનેલા ડેકોરેટિવ આર્ટ તથા કુદરતી રંગોથી બનેલા કપડાં પ્રવાસીઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા. પ્રવાસીઓએ અહીં માત્ર ખરીદી જ નહીં, પરંતુ દરેક સ્ટોલ પાછળની કથા, કારીગરની મહેનત અને પરંપરાગત જ્ઞાનનો અનુભવ કર્યો.
‘ભારત પર્વ’ માત્ર એક પ્રદર્શન નહીં, પરંતુ આત્મનિર્ભરતાની દિશામાં એક પ્રેરણાદાયક અભિયાન સાબિત થયું, જ્યાં ‘મેડ ઇન ઇન્ડિયા’નું ગૌરવ પ્રવાસીઓના હૃદય સુધી પહોંચ્યું હતું. લાઈવ મ્યુઝિક, લોકનૃત્ય, હસ્તકલા વર્કશોપ અને સ્વાદિષ્ટ પ્રદેશીય ભોજન સાથે આ ઉત્સવ એક જીવંત ભારતીય મેળો બની ગયો.
સ્ટેચ્યુ ઑફ યુનિટીના તળેટીમાં ઉજવાતો આ પર્વ માત્ર પ્રકાશના રંગોથી નહીં, પરંતુ સ્વદેશી આત્માની ઉજાસથી ઝગમગી ઉઠ્યો, જે દરેક ભારતીયને સ્વદેશી અપનાવોનો સંદેશ આપે છે.
………
[11/18, 4:11 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘જળ વ્યવસ્થાપન’ ક્ષેત્રે ગુજરાતની વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ*
———
*સમગ્ર દેશમાં ગુજરાતને દ્વિતીય સ્થાને ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર-૨૦૨૫’ એનાયત*
………………….
*રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુના હસ્તે ગુજરાતને નવી દિલ્હી ખાતે પુરસ્કાર અપાયો : કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિ*
…………………..
*ગત વર્ષ ૨૦૨૪માં પણ ગુજરાતને જળ સંચયમાં રાષ્ટ્રીય ક્ષેત્રે ત્રીજા ક્રમે એવોર્ડ અપાયો હતો*
………………
‘જળ વ્યવસ્થાપન’ ક્ષેત્રે ગુજરાતે વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર -૨૦૨૫’માં ગુજરાતે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુના હસ્તે તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતને આ સિદ્ધિ બદલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જળ સંપત્તિ વિભાગના સચિવ શ્રી પાર્થિવ સી.વ્યાસે ગુજરાત સરકાર વતી નવી દિલ્હી ખાતે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં ગુજરાત સરકારે જળ સંચાલન ક્ષેત્રે કરેલા ટકાઉ, નવીન અને જનકેન્દ્રિત પ્રયત્નોને પરિણામે આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મહારાષ્ટ્રને પ્રથમ જ્યારે ગુજરાતને બીજા ક્રમે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષ ૨૦૨૪માં પણ ગુજરાતને જળ સંચયમાં રાષ્ટ્રીય ક્ષેત્રે ત્રીજા ક્રમે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા રાજ્યમાં પાણીના સ્ત્રોતોનું યોગ્ય આયોજન અને પાણીનું ટકાઉ સંચાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જેમાં પાણીના સ્ત્રોતોનું સંચાલનમાં ડેમ, બેરેજ, ચેકડેમ દ્વારા પાણીનું સંગ્રહ, વિતરણ અને પુનઃઉપયોગ માટે મજબૂત તંત્ર ઉભું કરાયું છે. વધુ પાણી ધરાવતા વિસ્તારોથી પાણી ઉદ્દવહન કરી પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં પહોંચાડવાની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. જ્યારે ભૂગર્ભ જળ રિચાર્જ અને ખાર નિયંત્રણ થકી પાણીની તંગી વાળા વિસ્તારોમાં રિચાર્જ પ્રોજેક્ટ્સ આધારિત યોજનાઓ દ્વારા જળ સંતુલન જાળવવામાં આવ્યું છે.
વધુમાં નાગરિક સહભાગિતા અને નવીન યોજનાઓના માધ્યમથી શુદ્ધ કરેલા ગંદાપાણીનો પુનઃઉપયોગ, પીવાના પાણી માટે ભૂગર્ભ સ્ત્રોતોનો ઓછો ઉપયોગ અને પાણી વ્યવસ્થાપનમાં સમુદાયની સહભાગિતા દ્વારા ગુજરાતે દેશ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
[11/18, 4:53 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતમાં આગામી તા. ૨૧ નવેમ્બરના રોજ યોજાશે ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મોકડ્રીલ*
**************************************
*રાજ્યના મુખ્ય પેટ્રો કેમિકલ હબ્સ ખાતે યોજાનાર આ મોકડ્રીલની તૈયારીઓ સુનિશ્ચિત કરવા*
*આપત્તિ વ્યવસ્થાપન રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડાની ઉપસ્થિતિમાં SEOC-ગાંધીનગર ખાતે ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજાઈ*
**************************************
*રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડાએ મોકડ્રીલને વધુ સાર્થક અને સફળ બનાવવા તમામ સંલગ્ન વિભાગો-સંસ્થાઓને જરૂરી માર્ગદર્શન આપ્યું*
**************************************
*ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય હોવાને કારણે રાજ્યમાં આવતી દરેક આપત્તિઓ માટે સજ્જ રહેવું ખૂબ જ અનિવાર્ય: રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડા*
**************************************
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં તેલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના વિવિધ જિલ્લામાં સ્થિત મુખ્ય રિફાઇનરીઓ અને રાસાયણિક હબ ખાતે આગામી તા. ૨૧ નવેમ્બરના રોજ યોજાનારી આ મોકડ્રીલની તૈયારીઓ સુનિશ્ચિત કરવા આપત્તિ વ્યવસ્થાપન રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડાની ઉપસ્થિતિમાં SEOC-ગાંધીનગર ખાતે ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજાઈ હતી, જેમાં મંત્રી શ્રી મહીડાએ મોકડ્રીલને વધુ સાર્થક અને સફળ બનાવવા તમામ સંલગ્ન વિભાગો-સંસ્થાઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રી શ્રી સંજયસિંહ મહિડાએ ટેબલ ટોપ એકસરસાઈઝમાં જણાવ્યું હતું કે, આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય ઓઇલ અને કેમિકલ ઉદ્યોગોમાં ભવિષ્યમાં અકસ્માત સર્જાય ત્યારે ત્વરિત પ્રતિભાવ આપવા માટેની રાજ્યની તૈયારી, વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ઉદ્યોગો વચ્ચેનો સંકલન અને માનવ સંસાધન તથા સાધનોની અસરકારકતા ચકાસવાનો છે. ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય હોવાને કારણે રાજ્યમાં આવતી દરેક આપત્તિઓ માટે સજ્જ રહેવું ખૂબ જ અનિવાર્ય છે. એમાં પણ જામનગર, હજીરા, વાડીનાર અને કંડલા જેવા સ્થળોએ મુખ્ય રિફાઇનરીઓ, રાસાયણિક હબ અને મોટા ટેન્ક-સ્ટોરેજ સુવિધાઓની હાજરીને કારણે દરેક કટોકટી સામે સંપૂર્ણપણે તૈયાર રહેવું આવશ્યક છે.
તેમણે ભૂતકાળમાં બનેલી ભોપાલ ગેસ દુર્ઘટના અને વિશાખાપટ્ટનમ સ્ટાયરીન ગેસ લીક જેવી વિનાશક ઘટનાઓનો ઉલ્લેખ કરીને ઓઈલ અને રાસાયણિક અકસ્માતો સામે તૈયારીનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ મોકડ્રીલ પૂરવાર કરશે કે, આપણું ગુજરાત સંકટના સમયે એક સંયુક્ત ટીમ તરીકે કાર્ય કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આ ઉપરાંત મંત્રીશ્રીએ દેશના આર્થિક હિતો માટે રાજ્યના સૌથી મહત્ત્વપૂર્ણ મોટા પેટ્રોકેમિકલ હબ, રિફાઇનરીઓ અને ઔદ્યોગિક ક્લસ્ટર્સની સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારી પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે મોકડ્રીલમાં સહભાગી થવા બદલ રિલાયન્સ, નાયરા, ONGC OPaL, પેટ્રોનેટ LNG અને દીનદયાલ પોર્ટ મુંદ્રા જેવા મુખ્ય ઉદ્યોગોની પ્રશંસા કરી હતી. મંત્રીશ્રીએ મોકડ્રીલ સાથે સંકળાયેલા તમામ વિભાગોને સંપૂર્ણ-પાયાની મોક એક્સરસાઈઝ પહેલાં અંતરાલો ઓળખવા અને તેને સંબોધવા વિનંતી કરી હતી, જેથી ગુજરાતને કટોકટી વ્યવસ્થાપનમાં રાષ્ટ્રીય મોડેલ બનાવી શકાય.
ગુજરાતને આપત્તિ વ્યવસ્થાપનનું રોલ મોડલ રાજ્ય ગણાવતા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાત પર આવતી દરેક આપત્તિ માટે સંપૂર્ણ વ્યવસ્થાને સજ્જ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વિવિધ વિષયો પર આપત્તિ વ્યવસ્થાપનની મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત દેશનું મેજર પેટ્રો કેમિકલ હબ હોવાથી ઓઈલ અને રસાયણ સંબંધિત આવતી કોઇપણ આપત્તિ સામે તૈયાર રહેવું પણ ખૂબ જ જરૂરી છે. આપત્તિના સમયે રાજ્યનો દરેક વિભાગ અને એજન્સીઓ એક-બીજા સાથે તાલમેલથી વ્યવસ્થાપનનું કામ કરી શકે તે માટે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે મોકડ્રીલને વધુ સાર્થક બનાવવા દરેક નોડલ અધિકારીઓને સક્રિય રીતે ભાગ લઈને અંતરાલો દૂર કરવા માટે જરૂરી સૂચનો કરવા માટે આહ્વાન કર્યું હતું.
આ વેળાએ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સભ્ય લેફ્ટ. જનરલ શ્રી સૈયદ અતા હસનૈને સમગ્ર મોકડ્રીલને સફળ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તદુપરાંત તેમણે, વર્ષ ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ભૂકંપ, બિપોરજોય વાવાઝોડું તેમજ તાજેતરમાં જ થયેલી વિમાન દુર્ઘટના દરમિયાન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી અને તૈયારીઓની સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત આપત્તિ વ્યવસ્થાપનની અગોતરી તૈયારીઓ માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અમલમાં લાવીને અલાયદું સત્તામંડળ સ્થાપવા વાળું દેશનું પ્રથમ રાજ્ય છે.
આ ટેબલ ટોપ એક્સરસાઇઝમાં NDMA, GSDMA, SEOC, NDRF, SDRF, વિવિધ સૈન્ય દળો ઉપરાંત વિવિધ સંલગ્ન વિભાગો, સંસ્થાઓના પ્રતિનિધિ-નોડલ અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા કલેકટરશ્રીઓએ મોકડ્રીલ માટેની સંપૂર્ણ તૈયારીઓની માહિતી આપી હતી. જ્યારે, ઉપસ્થિત મહાનુભાવોએ સંપૂર્ણ તૈયારીઓની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
****************************
[11/18, 5:29 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તામીલનાડુના કોઇમ્બતુર ખાતેથી “પીએમ કિસાન સન્માન નિધિ યોજના”નો ૨૧મો હપ્તો રિલીઝ કરશે*
***********************************
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાશે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ*
***********************************
*૨૧માં હપ્તા હેઠળ ગુજરાતના ૪૯.૩૧ લાખથી વધુ ખેડૂત પરિવારોને મળશે રૂ. ૯૮૬ કરોડથી વધુની સહાય: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
***********************************
*કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાની પણ રહેશે વિશેષ ઉપસ્થિતિ*
***********************************
*કાર્યક્રમમાં કૃષિ અને બાગાયતની વિવિધ યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય-મંજૂરી પત્રોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિતરણ કરાશે*
***********************************
*વડાપ્રધાનશ્રી દેશના ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરીને વિશેષ સંબોધન કરશે*
*******************
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તા. ૧૯ નવેમ્બરના રોજ તામીલનાડુના કોઇમ્બતુર ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના”નો ૨૧મો હપ્તો રિલીઝ કરશે. આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાનશ્રી દેશના ખેડૂતો સાથે સંવાદ કરીને વિશેષ સંબોધન કરશે. જે અનુસંધાને ગાંધીનગર ખાતે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે.
આ સંદર્ભે વિગતો આપતા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાના ૨૧માં હપ્તા પેટે સમગ્ર દેશના ૯ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૧૮,૦૦૦ કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે. જે પૈકી ગુજરાતના આશરે ૪૯.૩૧ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૯૮૬ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
આ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓ ઉપરાંત વિવિધ કૃષિ અને બાગાયત યોજનાના લાભાર્થી ખેડૂતોને પણ સહાય-મંજૂરી પત્રોનું વિઅતરણ કરવામાં આવશે.
રાજ્ય કક્ષાના કાર્યક્રમ ઉપરાંત દરેક ICAR, કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરીને વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં વિવિધ પદાધિકારી-અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ-કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ભારતના કુલ ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને ૨૦ હપ્તાના માધ્યમથી કુલ ૩,૯૧,૦૦૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. જે અન્વયે ગુજરાતના લાભાર્થી ખેડૂત પરિવારોને પણ ૨૦ હપ્તાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ રૂ. ૨૧,૦૮૬ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે.
******************
નિતિન રથવી
[11/18, 5:38 PM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટના કરવામાં આવેલા પર્દાફાશ અંગે *નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી* સૌ મીડિયાના મિત્રોને માહિતી આપશે. જેમાં ઉપસ્થિત રહેવા આપ સર્વે મીડિયાના મિત્રોને નિમંત્રણ છે.
*તારીખઃ* ૧૮-૧૧-૨૦૨૫, મંગળવાર
*સમયઃ* સાંજે ૭.૩૦ કલાકે
*સ્થળઃ* સર્કિટ હાઉસ, સેક્ટર ૩૦, ગાંધીનગર
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર*
********
[11/18, 6:09 PM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તામિલનાડુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૧માં હપ્તાના રિલીઝ અન્વયે આયોજિત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ*
*મહાનુભાવ:*
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
માન. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
માન. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
માન. કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા
*તારીખઃ* ૧૯/૧૧/૨૦૨૫, બુધવાર
*સમયઃ* બપોરે ૧૨.૩૦ કલાકે
*સ્થળઃ* ટાઉનહોલ, સેક્ટર-૧૭, ગાંધીનગર
આ કવરેજ માટે મીડિયા મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર*
[11/18, 7:22 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત 20મી નવેમ્બર ગુરૂવારે યોજાશે*
—————-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત નવેમ્બર મહિનાનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા. 20 નવેમ્બર, 2025ના રોજ યોજાશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિને આ રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.
આ ઉપક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવેમ્બર 2025નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 20 નવેમ્બરને ગુરૂવારે યોજાવાનો છે.
નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવારે, તા.20 નવેમ્બરના રોજ સવારે 8-30 થી 11-30 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
—————-
[11/18, 7:48 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાત સાયબર સેન્ટર ઑફ એક્સલન્સની મોટી સફળતા*
*’ધ ઘોસ્ટ’ ના નામથી આંતરરાષ્ટ્રીય ‘સાયબર સ્લેવરી’ રેકેટ ચલાવનાર મુખ્ય સૂત્રધાર નીલ પુરોહિતની ધરપકડ*
*સાયબર સેન્ટર ઑફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય સ્કેમ સિન્ડિકેટ સાથે મળીને આચરેલા માનવ તસ્કરી અને સાયબર ક્રાઇમના ગંભીર ગુનાનો પર્દાફાશ કરી એક મોટું નેટવર્ક તોડ્યું છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
*રાજ્યના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવા માટે રૂ.૫૦૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ઐતિહાસિક કાર્યવાહી કરી રહ્યું છે*
*આરોપી નીલ પુરોહિત આ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે ભરતી, ટ્રાફિકિંગ રૂટ્સ, નાણાકીય વ્યવસ્થા અને ક્રોસ-બોર્ડર કનેક્શન અંગે સંચાલન અને નિયંત્રણ કરતો હતો: ૧૪ દિવસના રિમાન્ડ પર*
*આ રેકેટના વધુ બે સૂત્રધારોને ધરપકડ કરાઈ*
….
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રૂ. ૫૦૦ કરોડના ખર્ચે અધ્યતન ટેક્નોલોજી અને મહત્તમ સ્ટાફ સાથે તૈયાર થઈ રહેલા સાયબર સેન્ટર ફોર એક્સેલન્સ (Cyber Centre of Excellence) દ્વારા આજે વધુ એક મોટી સફળતા મેળવવામાં આવી છે. સાયબર સેન્ટર ફોર એક્સેલન્સ એ મ્યાનમારના KK પાર્ક અને કમ્બોડિયા ખાતે ચાઇનીઝ સાયબર માફિયા દ્વારા સંચાલિત ‘સાયબર સ્લેવરી’ (Cyber Slavery) સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર-એજન્ટ નીલેશ પુરોહિત ઉર્ફે નીલને ઝડપી પાડ્યો છે.
સાયબર ક્રાઇમના વધતા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાના સીઆઈડી ક્રાઈમ પોલીસ મહાનિદેશક શ્રી ડો. કે.એલ.એન. રાવ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડના આદેશોને પગલે, પોલીસ અધિક્ષકશ્રી ડૉ. રાજદીપસિંહ ઝાલા, સંજય કેશવાલા, અને વિવેક ભેડાના સુપરવિઝન હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા ‘ઘોસ્ટ’ (Ghost) તરીકે કામ કરતા અને મલેશિયા ભાગી જવાની ફિરાકમાં રહેલા નીલ પુરોહિતને ગાંધીનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેના બે મુખ્ય સાથીદાર સબ-એજન્ટ હિતેશ સોમૈયા અને સોનલ ફળદુની પણ ધરપકડ કરવામાં આવી હતી. આજે નીલ પુરોહિતના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. અને આ રેકેટના વધુ બે આરોપીઓ ભાવદીપ જાડેજા અને હરદીપ જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી છે.
*આંતરરાષ્ટ્રીય સ્તરનું નેટવર્ક*
તપાસમાં બહાર આવ્યું છે કે નિલેશ પુરોહિત એક અત્યંત સુવ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય સાયબર-સ્લેવરી નેટવર્ક ચલાવતો હતો. તે ૧૨૬થી વધુ સબ-એજન્ટોનું સંચાલન કરતો હતો. એટલું જ નહીં, આરોપી ૩૦થી વધુ પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં હતો અને ૧૦૦થી વધુ ચાઈનીઝ તથા વિદેશી કંપનીઓના HR નેટવર્ક સાથે સીધો કનેક્શન ધરાવતો હતો, જે સાયબર-ફ્રોડ સ્કેમ કેમ્પમાં માણસો સપ્લાય કરતા હતા.
આરોપી અન્ય ૧૦૦૦થી વધારે નાગરિકોને સાયબર સ્લેવરી માટે ઉપરોક્ત દેશોમાં મોકલવા માટે ડીલ કરી ચૂક્યો હોવાનું તપાસમાં ધ્યાને આવ્યું છે. જેમાંથી ઓપરેશન પાર પાડયાના આગળના દિવસે જ આરોપીએ એક પંજાબના નાગરીકને કમ્બોડિયા મોકલ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ આરોપી દુબઈ, લાઓસ, થાયલેન્ડ, મ્યાનમાર તથા ઇરાનનો પ્રવાસ કર્યો હોવાનું પણ તપાસમાં જણાઈ આવ્યું છે.
આરોપીએ દક્ષિણ પુર્વ એશિયાઇ દેશોની ટીકીટ બુક કરાવી ભારત, શ્રીલંકા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઈજીરિયા, ઇજિપ્ત, કેમેરૂન, બેનિન અને ટ્યુનિશિયા જેવા દેશોના ૫૦૦થી વધુ નાગરિકોને સીધા અથવા દુબઈ મારફતે મ્યાનમાર, કમ્બોડિયા, વિયેતનામ અને થાઈલેન્ડ ખાતે સાયબર સ્લેવરી માટે મોકલ્યા હતા. આરોપી નિલેશ પુરોહિત આ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે ભરતી, ટ્રાફિકિંગ રૂટ્સ, નાણાકીય વ્યવસ્થા અને ક્રોસ-બોર્ડર કનેક્શન અંગે સંચાલન અને નિયંત્રણ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ ભેજાબાજની મોડસ ઓપરેન્ડી પણ ગજબની હતી. આરોપી ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિદેશમાં ઊંચા પગારની ડેટા એન્ટ્રી જોબ્સની લાલચ આપી નાગરિકોને ફસાવતો હતો. ભોગ બનનારના પાસપોર્ટ જપ્ત કરી તેમને બંધક બનાવવામાં આવતા. ત્યારબાદ, તેમને ગેરકાયદેસર રીતે મોઇ નદી મારફતે સરહદ પાર કરાવી મ્યાનમારના KK પાર્ક, મ્યાવાડી ટાઉનશિપ જેવા ચાઇનીઝ હબમાં લઈ જઈ ફિશિંગ, ક્રિપ્ટો સ્કેમ, પોન્ઝી સ્કીમ, અને ડેટિંગ એપ દ્વારા છેતરપિંડી જેવા સાયબર ગુનાઓ કરવા માટે બળજબરી કરવામાં આવતી હતી. સહકાર ન આપનારને શારીરિક અને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હતી.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી નીલ પુરોહિત વ્યક્તિ દીઠ આશરે $૨૦૦૦ થી $૪૫૦૦ (રૂ. ૧.૬ લાખથી રૂ. ૩.૭ લાખ) કમિશન મેળવતો હતો, જેમાંથી સબ-એજન્ટોને ૩૦ થી ૪૦ ટકા આપતો હતો. આ સમગ્ર રેકેટમાં નાણાકીય વ્યવહારોને છુપાવવા માટે મ્યુલ એકાઉન્ટ્સ અને પાંચથી વધુ ક્રિપ્ટો વૉલેટ્સ મારફતે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હતા.
ભારત સરકાર દ્વારા થાઈલેન્ડ અને મ્યાનમાર સરકારના સહયોગથી સેનાની મદદથી ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં આશરે ૪૦૦૦ ભારતીય નાગરિકોને મુક્ત કરાવી સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા છે. આ પૈકી મોટા ભાગના ભોગ બનનારાઓએ તેમના નિવેદનોમાં એજન્ટ તરીકે નીલ પુરોહિતનું નામ આપ્યું હતું, જે આ ધરપકડમાં મુખ્ય કડી સાબિત થયું છે.
સાયબર સેન્ટર ઑફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય સ્કેમ સિન્ડિકેટ સાથે મળીને આચરવામાં આવેલા માનવ તસ્કરી અને સાયબર ક્રાઇમના ગંભીર ગુનાનો પર્દાફાશ કરી એક મોટું નેટવર્ક તોડ્યું છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સાયબર સેન્ટર ઑફ એક્સલન્સની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
…
[11/19, 11:15 AM] Dilip Gajjar.Mahiti.Press: *ઉત્તરપ્રદેશથી આવેલા પીએમ સ્વનિધિના લાભાર્થી માટે ભારત પર્વ બન્યો એક યાદગાર અનુભવ*
***
*એકતાનગરમાં ફૂડ સ્ટોલ દ્વારા કરી સારી કમાણી, ગુજરાતની સંસ્કૃતિ અને ઉદ્યોગસાહસિકતા બની પ્રેરણા*
***
*ગાંધીનગર, 19 નવેમ્બર 2025:* ઉત્તરપ્રદેશના રહેવાસી ધનેશ કુમાર ગુપ્તાએ તાજેતરમાં એકતાનગર ખાતે આયોજિત ભારત પર્વમાં ભાગ લીધો હતો જે તેમના માટે એક યાદગાર અનુભવ બન્યો છે. તેઓ પીએમ સ્વનિધિના લાભાર્થી છે અને પરંપરાગત વાનગીઓનો સ્વાદ લોકો સુધી પહોંચાડે છે. ગુજરાત સરકારે તેમને એકતાનગર ખાતે ભારત પર્વમાં સ્ટોલ લગાવવા માટે આમંત્રિત કર્યા હતા જેનાથી તેમને સારી આવક પણ થઇ અને હવે તેમને વ્યવસાયને વધુ આગળ લઇ જવાની પ્રેરણા પણ મળી છે.
ઇટાવાના રહેવાસી ધનેશ કુમારે ભારત પર્વમાં લોકોને રબડી અને કેસર મિલ્કનો સ્વાદ ચખાડ્યો. સ્વાદ અને ગુણવત્તાના તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી વાનગીઓ જોતજોતામાં લોકપ્રિય બની અને તેમનો સ્ટૉલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો. ગુજરાતમાં તેમના આ પ્રથમ અનુભવ વિશે ધનેશ કુમાર ઉત્સાહપૂર્વક જણાવે છે, _“ભારત પર્વમાં સામેલ થવું એ મારા જીવનના સૌથી યાદગાર અનુભવો પૈકી એક છે. મારા સ્ટૉલની મુલાકાત લેનારા લોકોમાં વિનમ્રતા જોવા મળી અને તેમણે અમારી વાનગીઓના વખાણ કર્યા. મને અહીં આવવાનું આમંત્રણ આપવા બદલ હું ગુજરાત સરકારનો આભારી છું. આશા છે કે હું આવતા વર્ષે અહીં ફરી આવીશ અને ગુજરાતની સ્વાદપ્રેમી જનતાને નવી વાનગીઓનો સ્વાદ ચખાડીશ.”_
આ કાર્યક્રમમાં સામેલ થવાથી ધનેશ કુમારના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. ભારત પર્વ દરમિયાન તેમણે ₹60 હજાર જેટલી આવક કરી છે જે દર્શાવે છે કે શેરી ફેરિયાઓ અને નાના દુકાનદારોને આર્થિક રીતે સશક્ત કરવાનો પીએમ સ્વનિધિનો ઉદ્દેશ સકારાત્મક રીતે સાકાર થઇ રહ્યો છે.
સ્થાનિક ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે ભારત પર્વ જેવા કાર્યક્રમો એક મહત્વપૂર્ણ આધાર પૂરો પાડે છે જેમાં ભારતની સંસ્કૃતિ અને વૈવિધ્યસભર વ્યંજનોની ઝાંખી પણ જોવા મળે છે. ધનેશ કુમાર ગુપ્તા માટે આ કાર્યક્રમ માત્ર એક વ્યવસાયિક તક નહોતી પણ એક એવો યાદગાર અનુભવ રહ્યો છે જે તેમની આર્થિક સશક્તિકરણની યાત્રાને વધુ મજબૂત અને ગૌરવમય બનાવે છે.
X-X-X
[11/19, 11:38 AM] Dilip Gajjar.Mahiti.Press: *’નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત*
*રાજ્યના તમામ જિલ્લાઓમાં કુલ ૨૦ હજારથી વધુ વિવિધ પ્રવૃત્તિઓ- કાર્યક્રમો દ્વારા ૭૦ લાખથી વધુ નાગરિકોને જાગૃત કરાયા*
*************
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૦માં દેશના ૨૭૨ જિલ્લાઓમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ શરુ કરવામાં આવ્યું હતું. જે પૈકી ગુજરાતના અમદાવાદ, વડોદરા, ભરૂચ, મહેસાણા, સુરત, રાજકોટ, જામનગર, પોરબંદર મળીને કુલ આઠ જિલ્લાઓમાં આ અભિયાન સૌ પ્રથમ શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનની ભવ્ય સફળતા બાદ તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૨માં ગુજરાતના બનાસકાંઠા, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, વલસાડ ગાંધીનગર તેમજ તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૪માં દેશના બાકી તમામ જિલ્લાઓમાં નશા મુક્ત ભારત અભિયાન (NMBA) શરૂ કરવામાં આવ્યું હતું.
‘નશામુક્ત ભારત અભિયાન’નો મુખ્ય હેતુ નશીલા પદાર્થોના દુરુપયોગના નુક્શાન અંગે જન જાગૃતિ લાવવાનો છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ તેમજ સામાજિક સંસ્થાઓની સક્રિય ભાગીદારી સાથે વિવિધ વિભાગોની સ્થાનિક કચેરીઓના સંકલનમાં રહીને સમાજમાં નશીલા પદાર્થો અને માદક દ્રવ્યોના દુરુપયોગની સાથે તેની આડઅસરો અંગે જાગૃતિ લાવવામાં આવે છે. આ અભિયાન થકી સ્કૂલ, કોલેજ, રહેણાંક સંસ્થાઓ તેમજ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રેલીઓ, સાઈન અભિયાન, સેમિનાર, નશામુક્તિ રથ, નશામુક્તિ અંગેના શપથ ગ્રહણ કાર્યક્રમો, સંબંધિત પ્રચાર-પ્રસાર સામગ્રીનું વિતરણ, ચિત્રસ્પર્ધા, નિબંધ સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓના માધ્યમથી નાગરિકોમાં જાગૃતિ લાવવામાં આવી છે. આ અભિયાન હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં મળીને અંદાજિત કુલ ૨૦,૦૦૦ થી વધુ વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં અંદાજિત ૭૦ લાખથી વધુ નાગરિકોએ સહભાગી બનીને આ અભિયાનને સફળ બનાવ્યું છે.
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા તા.૧૪ નવેમ્બર ૨૦૨૫ એ ઓનલાઇન વી.સીના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે, ‘નશામુક્ત ભારત અભિયાન (NMBA)’ની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે તા.૧૮ નવેમ્બર ૨૦૨૫ના રાષ્ટ્રીય સ્તરેથી પંજાબ સરકારના સહયોગથી ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર ખાતે આ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું. ઓનલાઇન કાર્યક્રમ દિવસે સામાન્ય નાગરિકોને આ અભિયાન સાથે જોડવા અને તેનો સંદેશ દેશભરના નાગરિકો સુધી પહોંચાડવાના હેતુસર આ મંત્રાલય દ્વારા https://nmba.dosje.gov.in/content/take-a-pledge વેબસાઇટના માધ્યમથી નશામુક્તિના શપથ લઇ શકશે તેમ,સમાજ સુરક્ષા નિયામક,ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
– પ્રિન્સ ચાવલા
************
[11/19, 11:53 AM] Dilip Gajjar.Mahiti.Press: *પોરબંદરના માધવપુર ઘેડ ખાતે શ્રી કૃષ્ણા-રૂક્ષ્મણી યાત્રાધામનો બીજા તબક્કામાં રૂ. ૪૩ કરોડથી વધુના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે*
……………………
• બીજા તબક્કામાં શ્રી માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણ, બીચ ડેવલપમેન્ટ, પાર્કિંગ માટે પરિસરનો વિકાસ સહિતના વિકાસ કાર્યો હાથ ધરાશે
• પ્રથમ તબક્કામાં રૂ. ૪૮ કરોડના ખર્ચે શ્રી રૂક્ષ્મણીમાતા મંદિર, ચૉરી માયરાની જગ્યા, અપ્રોચ રોડ, બ્રહ્મકુંડ, મુખ્ય પ્રવેશ દ્વાર, બીચ ડેવલોપમેન્ટના વિકાસકાર્યો પૂર્ણ કરાયા
……………………
વિકાસના સતત નવા કીર્તિમાન સાથે ભારતીય ઐતિહાસિક- ધાર્મિક વિરાસતોની જાળવણી અને સંવર્ધન કરીને ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે બહુમુખી વિકાસની આગવી પેટર્ન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સહિત ભારતભરમાં અવિરત વિકસી રહી છે. આ મંત્રને સાકાર કરવા ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યના પવિત્ર- પ્રસિદ્ધ યાત્રાધામો જેવા કે, અંબાજી, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી વગેરે આધ્યાત્મિક તીર્થ સ્થળોનો ભારતભરમાં આવતા ભક્તો- યાત્રાળુઓ માટે ૩૬૦ ડિગ્રીથી સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે.
આ આધ્યાત્મિક તીર્થ સ્થળોના વિકાસ યાત્રાને સતત આગળ વધારવા પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આવેલા શ્રી કૃષ્ણા- રૂક્ષ્મણી યાત્રાધામના અંદાજે કુલ રૂ. ૯૧ કરોડથી વધુના ખર્ચે વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. શ્રી કૃષ્ણ – રૂક્ષ્મણી માતા યાત્રાધામના માસ્ટર પ્લાનમાં માધવપુર ગામમાં એકબીજાથી એક કિ.મી.જેટલા અંતરે આવેલા વિવિધ સ્થળોને આવરી લઇ તેનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે. જેના પરિણામે આ યાત્રાધામ ખાતે આવતા યાત્રાળુઓને અનેકવિધ નવીન સુવિધાઓ ઉપલબ્ધ થશે.
બીજા તબક્કામાં રૂ. ૪૩.૭૨ કરોડના ખર્ચે શ્રી માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણ, મંદિર પાસે ૩૦૦ મીટર બીચ ડેવલપમેન્ટ પાર્કિંગ માટે પરિસરનો વિકાસ અને અન્ય પાયાની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત કેટલાક અન્ય સ્થળો જેવા કે, કાચબા ઉછેર કેન્દ્રથી માધવરાયજીના મંદિર સુધીનો રસ્તો ૦૯ મીટર પહોળો કરવો, બીચ એરિયામાં ફૂડ કિઓસ્ક અને શૌચાલય વગેરે, પાર્કિંગ અને ફૂડ કોર્ટ સાથે જ, જુદા-જુદા પ્રકારના સ્કલ્પચર, સાઇનેજીસ, ફાઉન્ટેન, સેલ્ફી પોઇન્ટ સહિત લેન્ડસ્કેપિંગનો સમાવેશ થાય છે.
જ્યારે મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રથમ તબક્કામાં અંદાજે રૂ. ૪૮ કરોડના ખર્ચે શ્રી રૂક્ષ્મણી માતા મંદિર, ચૉરી માયરાની જગ્યા, માધવરાયજી મંદિર જતાં રસ્તા પર બીચ ડેવલોપમેન્ટ, બ્રહ્મ કુંડ તેમજ મેળા ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આમ અંદાજે કુલ રૂ. ૯૧ કરોડના ખર્ચે આ યાત્રાધામનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
વધુમાં,આ વિકાસકાર્યો થકી માધવપુરનો સર્વાંગી વિકાસ થશે તેથી દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ- શ્રદ્ધાળુઓની સુવિધામાં અનેકગણો વધારો થશે જેના પરિણામે ગુજરાત આદ્યાત્મિક પ્રવાસન ક્ષેત્રે વધુ સિદ્ધિઓ સર કરશે તેમ, ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ યાદીમાં જણાવાયું છે.
……………………….
જનક દેસાઇ
[11/19, 12:39 PM] +91 99784 01911: UIDAI રાજ્ય કાર્યાલય, અમદાવાદ દ્વારા શાળાઓમાં મિશન મોડ MBU કેમ્પ પર રાજ્યવ્યાપી વિડીયો કોન્ફરન્સનું આયોજન
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2191465
[11/19, 12:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *કેબિનેટ બ્રીફીંગ*
નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી હર્ષ સંઘવી આજે મિડીયાના મિત્રોને મળશે. આ મિડીયા બ્રીફીગમાં આપને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે
*તારીખઃ* ૧૯-૧૧-૨૦૨૫, બુધવાર*
*સમયઃ બપોરે ૩.૩૦ કલાકે*
*સ્થળઃ નર્મદા હૉલ, સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર*
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
[11/19, 5:27 PM] Dilip Gajjar.Mahiti.Press: *કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય*
*રવિ પાકના વાવેતરને ધ્યાને લઈને ૬ જિલ્લાના ખેડૂતોને આવતીકાલથી ૮ કલાકની બદલે ૧૦ કલાક વીજ પુરવઠો મળશે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
*****************
*અમદાવાદ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, વાવ-થરાદ અને મોરબીના ૧૩ તાલુકાના ખેડૂતોને મળશે લાભ*
*****************
*દાહોદના ગરબાડા અને દાહોદ તાલુકામાં પણ કાલથી ૮ કલાકને બદલે ૧૨ કલાક વીજ પુરવઠો મળશે*
*****************
*આ નિર્ણયથી એકંદરે રાજ્યના ૫૮ હજારથી વધુ ખેડૂતોને લાભ થશે: નાયબ મુખ્યમંત્રીશ્રી*
*****************
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રવિ સિઝનના વાવેતરને ધ્યાને રાખીને આજે કેબિનેટ બેઠકમાં વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
નિર્ણય અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રવિ સિઝન દરમિયાન જીરાનું પુષ્કળ વાવેતર થાય છે. જીરાના વાવેતર વાળા વિસ્તારોમાં ખેડૂતોને પિયત માટે આવતીકાલ તા. ૨૦ નવેમ્બર-૨૦૨૫થી જ ખેતીવાડી ફીડરોમાં ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજ પુરવઠો પૂરો પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જીરાના વાવેતર વિસ્તારોમાં સિંચાઇ માટે વીજ પુરવઠો વધારે આપવા માટે રાજ્યના જનપ્રતિનિધિશ્રીઓ તથા અનેક ખેડૂતો તરફથી મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતોને હકારાત્મક વાચા આપતા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામા આવ્યો છે. જેનો આશરે ૧,૦૯૦ ગામોના ૪૯,૦૦૦થી વધુ ખેતીવાડી ગ્રાહકોને લાભ મળશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, જીરાનું વધુ વાવેતર ધરાવતા અમદાવાદના વિરમગામ અને માંડલ, મહેસાણાના બેચરાજી, પાટણના સમી, હારીજ, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર, સુરેન્દ્રનગરના લખતર અને દસાડા, વાવ-થરાદના સુઇગામ અને વાવ તેમજ મોરબી જિલ્લાના હળવદ તાલુકાને રાજ્ય સરકારના આ નિર્ણયથી વધુ વીજ પુરવઠો મળશે.
આ ઉપરાંત દાહોદ જિલ્લાના દાહોદ અને ગરબાડા તાલુકાઓમાં પણ રવિ સિઝન માટે ૮ કલાકના બદલે ૧૨ કલાક વીજ પુરવઠો પૂરો પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના આ બંને તાલુકાના ૧૯૧ ગામોના ૯,૭૫૮ ખેડૂતોને લાભ મળશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
******************
નિતિન રથવી
[11/19, 5:27 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માર્ગોની સ્થિતિ અંગે મુખ્યમંત્રીશ્રીએ સમીક્ષા કરી*
*પોતાના પ્રભારી જિલ્લામાં થયેલી સમીક્ષા બેઠક અને સ્થળ-સ્થિતિનો વિગતવાર અહેવાલ આ સપ્તાહના અંત સુધીમાં સુપ્રત કરવામાં આવશે: નાયબ મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી શ્રી હર્ષ સંઘવી*
….
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગત સપ્તાહે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં તમામ પ્રભારી મંત્રીશ્રીઓને પોતાના પ્રભારી જિલ્લામાં રાજ્યના માર્ગોની સ્થિતિ અંગે અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થળ સ્થિતિનો વિગતવાર અહેવાલ તૈયાર કરવા સૂચના આપી હતી.
નાયબ મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ તમામ પ્રભારી મંત્રીશ્રીઓને તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરવા માટે સૂચના આપી હતી. તે અંગે થયેલી કામગીરીની સમીક્ષા આજની રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવી હતી.
તમામ પ્રભારી મંત્રીશ્રીઓ દ્વારા તેમના પ્રભારી વિસ્તારમાં સ્થળ ચકાસણી અને સમીક્ષા બેઠકો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. તેનો વિગતવાર અહેવાલ તા. 30 નવેમ્બર સુધીમાં રજૂ કરવા મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. જે અનુસંધાને માર્ગોની સ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ આ સપ્તાહના અંત સુધીમાં સુપ્રત કરવામાં આવશે.
….
[11/19, 5:28 PM] Dilip Gajjar.Mahiti.Press: *પી.એમ. કિસાન સન્માન નિધિના ૨૧માં હપ્તાથી રાજ્યના ૪૯.૩૧ લાખ ધરતીપુત્રોને ૯૮૬ કરોડ રૂપિયાની સહાય મળી*
———–
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોઇમ્બતુરથી દેશના ૯ કરોડ ખેડૂતોને ૧૮ હજાર કરોડથી વધુની સહાય કિસાન સન્માન નિધિમાં આપી*
————
*ગાંધીનગરમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં કિસાન સન્માન નિધિ સાથે મુખ્યમંત્રીશ્રી – કૃષિમંત્રીશ્રીના હસ્તે ૧૧.૬૮ લાખથી વધુની વિવિધ કૃષિ સહાયના મંજૂરી પત્રોનું વિતરણ*
————
*રાજ્યનાં કિસાનોએ વડાપ્રધાનશ્રીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું*
————–
*તાજેતરના કમોસમી અસાધારણ વરસાદથી રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાનથી ખેડૂતોને બેઠા કરવા માટે ખૂબ જ ટુંકા સમયમાં ડબલ એન્જિન સરકારે રૂ. ૧૦ હજાર કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ આપ્યુ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
————–
_*:: મુખ્યમંત્રીશ્રી ::*_
* વડાપ્રધાનશ્રીની કૃષિ હિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના પરિણામે રાજ્યના લગભગ ૯૮ ટકાથી વધુ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે.
* વડાપ્રધાનશ્રીએ બીજથી લઈને બજાર સુધીના બધા તબક્કે ખેડૂતોની પડખે રહીને ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કર્યું છે.
* ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે ગ્રીન કવર વધારીને સુરક્ષા આપવાનો વડાપ્રધાનશ્રીનો અભિગમ
* પ્રાકૃતિક ખેતી એ ભવિષ્યની ખેતી છે – જમીન અને લોકોના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી હવેના સમયની માંગ છે.
——–
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ ખેડૂતોની ચિંતા કરીને ખેડૂતલક્ષી અનેક પહેલ શરૂ કરી છે: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
————–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યના ખેડૂતો પર તાજેતરમાં આવી પડેલી અસાધારણ કમોસમી વરસાદની આપત્તિથી થયેલા નુકસાનમાંથી તેમને બેઠા કરવા આ ડબલ એન્જિન સરકારે ખૂબ જ ઝડપથી રૂ. ૧૦ હજાર કરોડનું ઉદારતમ સહાય પેકેજ આપ્યું છે.
પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૧મો હપ્તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમિલનાડુના કોઈમ્બતુરથી દેશના કિસાનો માટે રિલીઝ કર્યો તેના ગાંધીનગરમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી સંબોધન કરી રહ્યા હતા. વડાપ્રધાનશ્રીના સંબોધનનું જીવંત પ્રસારણ રાજ્યના ખેડૂતોએ નિહાળ્યુ હતું.
વડાપ્રધાનશ્રીએ આ અવસરે દેશભરના ૯ કરોડથી વધુ ખેડૂતોને ૨૧માં હપ્તા પેટે ૧૮ હજાર કરોડ રૂપિયાની સહાય આપી હતી. ગુજરાતના ૪૯.૩૧ લાખથી વધુ કિસાનોને આ સહાય અંતર્ગત ૯૮૬ કરોડ રૂપિયા ડી.બી.ટી.થી મળશે.
ગાંધીનગરમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં કિસાન સન્માન નિધિ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા કૃષિ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાએ ૧૧.૬૮ લાખ રૂપિયાથી વધુની વિવિધ કૃષિ સહાયના મંજૂરીપત્રોનું વિતરણ કર્યુ હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ કરવા અનેક કલ્યાણકારી યોજનાઓ આપી છે. એટલુ જ નહીં, ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે ગ્રીન કવર વધારીને સુરક્ષા આપવાનો અભિગમ ‘એક પેડ માં કે નામ’ અને પ્રાકૃતિક કૃષિ જેવા અભિયાનોથી અપનાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ રસાયણયુક્ત ખેતીથી જમીન અને માનવ બંનેનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે તેના ઉપાયરૂપે વડાપ્રધાનશ્રીએ પ્રાકૃતિક ખેતીનો અપનાવવાનો જે ખ્યાલ આપ્યો છે તે ભવિષ્યની પેઢીના સ્વસ્થ અને તંદુરસ્ત જીવન તથા જમીનની ફળદ્રુપતા વધારવામાં ઉપયોગી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રાકૃતિક ખેતીને ભવિષ્યની ખેતી છે ગણાવતાં આ ખેતી અપનાવવી એ હવેના સમયની માંગ છે તેમ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બીજથી બજાર સુધીના દરેક તબક્કે વડાપ્રધાનશ્રી ખેડૂત હિતલક્ષી નિર્ણયોથી તેની પડખે રહ્યા છે તેમ જણાવતાં કહ્યું કે, આ વર્ષના બજેટમાં પીએમ ધનધાન્ય કૃષિ યોજના શરૂ કરવાનું જે કમિટમેન્ટ કર્યું હતું તે પણ 6 વર્ષના સમયગાળા માટે અમલી બનાવીને અન્નદાતાની દરકાર કરીને ‘જે કહેવું તે કરવું’ પુરવાર કર્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રીની કૃષિ હિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના કારણે આજે ગુજરાતના લગભગ ૯૮ ટકાથી વધુ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે. ખેડૂતોને પૂરતું પાણી અને વિજળી મળવાના કારણે રાજ્યના કૃષિ ક્ષેત્રનું ચિત્ર સમગ્રતયા બદલાઈ ગયું છે અને ખેડૂત સમૃદ્ધ થયો છે.
વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં ૨૦૦૫માં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરાવેલા કૃષિ મહોત્સવથી રાજ્ય સરકાર ખેડૂતોને તેમના ખેતરમાં સામે ચાલીને જઈને કયો પાક વધુ લઈ શકાય, વેલ્યુ એડિશન કરીને કેવી રીતે વધુ આવક મળે, એ બધી સમજ આપે છે અને લેબ ટુ લેન્ડનો એપ્રોચ સુપેરે સાકાર થયો છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ ખેડૂતોની ચિંતા કરી છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે તેમણે ખેડૂતલક્ષી અનેક પહેલ શરૂ કરી છે, જેને આજે રાજ્યના નિખાલસ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે.
કૃષિ મંત્રી શ્રી વાઘાણીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તામિલનાડુ ખાતેથી આજે ‘પી.એમ. કિસાન સમ્માન નિધિ’ યોજનાના ૨૧મા હપ્તાનું વર્ચ્યુઅલ માધ્યમથી વિતરણ કરવામાં આવ્યું છે, તેમાં રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગ્રામ પંચાયત, એપીએમસી વગેરેમાંથી અંદાજે ૩ લાખ જેટલા ખેડૂતો ઓનલાઈન માધ્યમથી જોડાયા છે.
કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે યાંત્રિકરણ, પાક સંરક્ષણ, કૃષિમાં નેનો ટેકનોલોજી અને આઈટીનો ઉપયોગ, પ્રાકૃતિક ખેતી, ઝીરો બજેટ ખેતી, કિસાનો માટે ઉત્પાદન વધે, ખર્ચ ઘટે અને વધુ વેચાણ પણ થાય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે દિન-પ્રતિદિન આપણી ખેતી-જમીન બંજર બનતી જાય છે, જેના કારણે વર્તમાન અને ભવિષ્યની પેઢીઓ અનેક રોગનો ભોગ ન બને તે માટે પ્રાકૃતિક કૃષિને અપનાવવી જોઈએ. જે અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મિશન મોડ પર કામ કરવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ ખેડૂતોને ઉપકારના નહીં પણ સેવાના ભાવથી સન્માન આપવા માટે વર્ષ ૨૦૧૯થી ‘પી.એમ. કિસાન સમ્માન નિધિ` યોજનાની સમગ્ર દેશભરમાં શરૂઆત કરાવી છે. આ યોજનાના અસરકારક અમલીકરણ અને સંપૂર્ણ પારદર્શિતાના પરિણામે ખેડૂતોના સીધા બેંક ખાતામાં પૈસા પહોંચી રહ્યા છે. કૃષિ પેદાશોનો બજારમાં નીચો ભાવ હોય ત્યારે એમ.એસ.પી.થી ખરીદી કરવાનો મોટો નિર્ણય પણ વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યમાં લગભગ એક લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી કિસાનોએ ૨૯૩ કેન્દ્રો ઉપર પહોંચાડી છે. આજે રાજ્યમાં રૂ. ૧૧૦૦ કરોડથી વધુની ખરીદી થઈ ચૂકી છે.
કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંજુ શર્માએ સ્વાગત ઉદબોધન કરતા કહ્યું હતું કે, ખેડૂતોના કલ્યાણ માટે સરકાર દ્વારા વાવેતરથી વેચાણ સુધીની યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. સરકાર સુધારેલા બિયારણો, ખાતરો, યાંત્રિક ઓજારો, પ્રાકૃતિક ખેતી, કૃષિ રાહત પેકેજ, ટેકાના ભાવની ખરીદીને લગતી યોજનાઓના માધ્યમથી ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે. નવીન આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર અરજી કરી ખેડૂતો અનેક લાભ મેળવી રહ્યા છે તેમ અધિક મુખ્ય સચિવશ્રીએ જણાવ્યુ હતું.
આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાનશ્રીએ દેશના ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ૧૫ ખેડૂત લાભાર્થીઓને કૃષિ, બાગાયતની વિવિધ યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કૃષિ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા, મેયર શ્રી મીરાંબહેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, જી.એસ.આઇ.સી.ના મેનેજિંગ ડાયરેકટર શ્રી વિજય ખરાડી, કલેકટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલ તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
————-
[11/19, 5:30 PM] Dilip Gajjar.Mahiti.Press: 19112025 HON’BLE PM RELEASES 21st INSTALLMENT OF PM KISHAN YOJANA – HON’BLE CM SHRI BHUPENDRABHAI PATEL
https://photos.app.goo.gl/sPf2X3w3zUoHYvwT8
[11/19, 5:46 PM] Dilip Gajjar.Mahiti.Press: *ટેકાના ભાવે રાજ્યના ૭૦,૦૦૦થી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૧,૧૭૭ કરોડના મૂલ્યની ૧.૬૨ લાખ મે. ટનથી વધુ મગફળી ખરીદાઈ*
*******************
*રૂ. ૧૦,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય મેળવવા આજસુધીમાં ૧૦ લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
*સપ્ટેમ્બર-૨૦૨૫ના કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા પણ પાંચ અસરગ્રસ્ત જિલ્લાના ૧.૨૫ લાખ ખેડૂતોએ અરજી કરી*
*******************
કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ચાલી રહેલી ટેકાના ભાવે મહફળીની ખરીદી તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા બે કૃષિ રાહત પેકેજ સંદર્ભે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
આ સંદર્ભે પ્રેસ-મીડિયાને માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યના ૭૦,૦૦૦થી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૧,૧૭૭ કરોડથી વધુના મૂલ્યની કુલ ૧.૬૨ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરવામાં આવી છે. સાથે જ, ખેડૂતોને મગફળી ખરીદીના ચૂકવણા પણ સીધા તેમના બેંક ખાતામાં જમા કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે ચાલુ વર્ષે રાજ્યના ૯.૩૧ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે, જે ગત વર્ષે થયેલી નોંધણીની અઢી ગણી વધારે છે. ચાલુ વર્ષે મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને લઇને મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકારને વધુ જથ્થો ખરીદી કરવા માટે કરેલી રજૂઆતને પગલે રાજ્યના ખેડૂતો પાસેથી રૂ. ૧૫,૦૦૦ કરોડની મગફળી અને પ્રતિ ખેડૂત ૧૨૫ મણ મગફળી ખરીદવાનો ઉદારતમ નિર્ણય કરવામાં આવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ કૃષિ રાહત પેકેજ અંગે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે થયેલી પાક નુકસાનીથી ખેડૂતોને બેઠા કરવા ઐતિહાસિક રૂ. ૧૦,૦૦૦ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સહાય મેળવવા માટે આજ સુધીમાં રાજ્યના કુલ ૧૦ લાખથી વધુ ખેડૂતોએ VCE મારફત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી છે.
આ ઉપરાંત સપ્ટેમ્બર-૨૦૨૫માં વરસેલા અતિભારે વરસાદ માં સહાયરૂપ થવા રાજ્ય સરકારે પાંચ અસરગ્રસ્ત જિલ્લા માટે રૂ. ૧,૧૩૮ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ અંતર્ગત સહાય મેળવવા માટે પણ આજ સુધીમાં કુલ ૧.૨૫ લાખ જેટલા ખેડૂતોએ VCE મારફત ઓનલાઈન અરજી કરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, બંને રાહત પેકેજમાં રાજ્ય સરકારે પિયત અને બિનપિયત બંને પાકો માટે એક સમાન રૂ. ૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર (બે હેક્ટરની મર્યાદામાં) સહાય આપવાનો ઉદારતમ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત વાવ થરાદ અને પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે ખાસ કિસ્સામાં ખેડૂતોને રૂ. ૨૦,૦૦૦ પ્રતિ હેક્ટરની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
******************
નિતિન રથવી
[11/19, 5:46 PM] Dilip Gajjar.Mahiti.Press: સરદાર પટેલની 150મી જન્મજયંતી: ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરે એક ભવ્ય પદયાત્રાનું આયોજન
*સરદાર સાહેબના જન્મસ્થળ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા સુધી આ રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે: શ્રી હર્ષ સંઘવી*
*11 દિવસની આ પદયાત્રા 26મી નવેમ્બરથી 5મી ડિસેમ્બર 2025 સુધી ચાલશે*
*સરદાર સાહેબના જીવનથી જોડાયેલા વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવા માટે પ્રત્યેક દિવસે એક વિશેષ ‘સરદાર ગાથા’નું આયોજન*
….
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની બે વર્ષ સુધી ધામધૂમથી ઉજવણી કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણયના ભાગરૂપે, ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરે એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર સાહેબના વિચારોને જન-જન સુધી પહોંચાડવાનો છે, જે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો મજબૂત સંદેશો આપશે.
નાયબ મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ સંદર્ભે વિગતો આપતા કહ્યું કે, સરદાર સાહેબના જન્મસ્થળ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા સુધી આ રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે. 11 દિવસની આ પદયાત્રા 26મી નવેમ્બરથી 5મી ડિસેમ્બર 2025 સુધી ચાલશે. આ યાત્રા માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ સરદાર સાહેબે દેશને એક તાંતણે બાંધ્યો હતો, તે જ રીતે સૌને એકજૂટ થઈને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા માટેની પ્રેરણા છે.
શ્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, આ ઐતિહાસિક યાત્રામાં દેશના વિવિધ રાજ્યો અને મોટાભાગના તમામ જિલ્લાઓમાંથી યુવાનો જોડાશે. યાત્રાના પ્રત્યેક દિવસે અંદાજે 10 થી 15 હજાર લોકો જોડાઈને સરદાર સાહેબના જીવનના આદર્શો અને સત્કાર્યોથી પ્રેરણા મેળવશે. 11 દિવસની પદયાત્રા દરમિયાન સરદાર સાહેબના જીવનથી જોડાયેલા વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવા માટે પ્રત્યેક દિવસે એક વિશેષ ‘સરદાર ગાથા’નું આયોજન કરવામાં આવશે.
….
[11/19, 5:48 PM] Dilip Gajjar.Mahiti.Press: *વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં મહાનગર પરિષદની બેઠક યોજાઈ*
*************
*આગામી સમયમાં રાજ્ય સરકાર તમામ નેશનલ-સ્ટેટ હાઈવે અને રેલવે ટ્રેકની આજુ બાજુ ખાલી જગ્યાઓમાં પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપનાં માધ્યમથી વૃક્ષારોપણ કરશે:- વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા*
*************
વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં આજે સ્વર્ણિમ સંકૂલ, ગાંધીનગર ખાતે મહાનગર પરિષદ દ્વારા શહેરી બાગ-બગીચા અને પર્યાવરણ સુધારણા અંગેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીઓએ હાજર રહીને પોતાના વિસ્તારમાં કરેલી બાગ-બગીચા અને પર્યાવરણ સુધારણાની કામગીરી અંગે મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતાં.
આ બેઠકમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દર વર્ષે મહાનગરપાલિકા-નગરપાલિકા અને વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ તેમજ નાગરિકોમાં પર્યાવરણના જતન માટેના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યનું ગ્રીન કવર વધારવા નાગરિકોની સાથે રાજ્ય સરકાર પણ પ્રો-એક્ટીવ રીતે કાર્ય કરી રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશનું ગ્રીન કવર વધારવા માટે તમામ નાગરિકોની ભાગીદારી પણ ખૂબ મહત્વની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ બેઠકમાં હાજર તમામ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના હોદ્દેદારોને વૃક્ષોનું જતન વધુમાં વધુ કઈ રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આગામી સમયમાં રાજ્ય સરકાર તમામ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને રેલવે ટ્રેકની આજુ-બાજુ ખાલી જગ્યાઓમાં પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપની મદદથી વૃક્ષારોપણ કરશે. આ ઉપરાંત ‘સ્વજન સ્મૃતિ વન’ અને ‘એક પેડ માં કે નામ’ જેવા અભિયાન દ્વારા રાજ્યના નાગરિકોમાં વૃક્ષારોપણ માટે વધુને વધુ લોક જાગૃતિ આવે તે દિશામાં કામ કરવા બેઠકમાં ઉપસ્થિત તમામ હોદ્દેદારોને મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરી બિરદાવતા જણાવ્યું હતું કે, સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના નેશનલ હાઈવેની બંને બાજુએ સદભાવના એન.જી.ઓ દ્વારા વૃક્ષારોપણનું અદભૂત કામ કરવામાં આવ્યું છે. વધુમાં, આ એન.જી.ઓ દ્વારા વૃક્ષોના જતનનો દર ૧૦૦ ટકા જેટલો છે.
આ બેઠકમાં અમદાવાદના મેયર શ્રી પ્રતિભા જૈન, વડોદરાના મેયર શ્રી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયરશ્રીઓ અને વિવિધ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીઓ તેમજ મહાનગર પરિષદના અધ્યક્ષ શ્રી ભરતભાઈ ગાજીપરા સહિત પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
********
પ્રિન્સ ચાવલા
[11/19, 7:19 PM] Dilip Gajjar.Mahiti.Press: ગુજરાત માહિતી આયોગમાં “ ઇન્ટરનેશનલ મેન્સ ડે ” ની ઉજવણી આયોગની મહિલોની નવતર પહેલ
“ ઇન્ટરનેશનલ વુમન્સ ડે”, “ઇન્ટરનેશનલ મધર્સ ડે ”, “ઇન્ટરનેશનલ ડોટર્સ ડે ” – વગેરે પરંપરાગત રીતે મહિલાકેન્દ્રી ઉજવણીથી આપણે સૌ પરિચિત છીએ. પરંતુ આજે ગુજરાત માહિતી આયોગની મહિલાઓએ “ ઇન્ટરનેશનલ મેન્સ ડે ” ની ઉજવણી કરી તદ્દન નવી કેડી કંડારી છે. આયોગની મહિલાઓએ શુભેચ્છા સંદેશ, પુષ્પ અને ચોકલેટથી આયોગના તમામ પુરૂષોને પ્રોત્સાહિત કર્યા હતા. માન.મુખ્ય માહિતી કમિશ્નરશ્રીના અધ્યક્ષપદે “ ઇન્ટરનેશનલ મેન્સ ડે ” ની ઉજવણી માટે એક સમારંભ આયોગ ખાતે યોજાયો હતો. આ સમારંભમાં આયોગના વિવિધ કાર્યક્રમોમાં પુરૂષોની સક્રિય સહભાગિતાની ઝલક દર્શાવતો વિડીયો રજૂ કરવામાં આવ્યો હતો. વિવિધ તબક્કે પુરૂષોની સહભાગિતા, સહકાર માટે આયોગની મહિલાઓ દ્વારા ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. સરકારી કચેરીઓમાં પ્રથમ વખત “ ઇન્ટરનેશનલ મેન્સ ડે ” ની ઉજવણીનુ આયોજન કરવાની નવતર પહેલ માટે તથા કૌટુંબિક વાતાવરણની અનુભૂતિ કરાવવા માટે આયોગ તેના તમામ મહિલા કર્મચારી/અધિકારીઓને બિરદાવે છે.
[11/20, 11:35 AM] Dilip Gajjar.Mahiti.Press: *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે*
****
*VGRC કચ્છ અને સૌરાષ્ટ્રને ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસના ઉભરતા કેન્દ્રો તરીકે પ્રદર્શિત કરશે*
****
*VGRC સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદરો અને લૉજિસ્ટિક્સ, મત્સ્યોદ્યોગ, પેટ્રૉકેમિકલ્સ, કૃષિ અને ફુડ પ્રોસેસિંગ, ગ્રીન એનર્જી અને પ્રવાસન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે*
*ગાંધીનગર, 20 નવેમ્બર, 2025:* કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે યોજાનારી દ્વિતીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સમાં (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઝડપથી વિકસી રહેલી આર્થિક, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક તકોને રજૂ કરવામાં આવશે. VGRCના લીધે આ પ્રદેશોમાં રોકાણ ઝડપથી વધી રહ્યું છે, જે ગુજરાતને મજબૂત, સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ તરફ આગળ વધવામાં મદદ કરશે.
આ કૉન્ફરન્સમાં સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદરો, લૉજિસ્ટિક્સ, મત્સ્યોદ્યોગ, પેટ્રૉકેમિકલ્સ, કૃષિ અને ફુડ પ્રોસેસિંગ, ખનિજો, ગ્રીન એનર્જી, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ, MSME, પ્રવાસન અને સંસ્કૃતિ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિકાસની તકોને પ્રકાશિત કરવામાં આવશે. નીતિગત સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારી સાથે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક વિકાસને ઝડપી બનાવવાની સાથે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં નાગરિકોને સુધી મહત્તમ લાભ પહોંચાડવાનો છે.
*કચ્છ*
ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ મજબૂત માળખાગત સુવિધાઓ અને બંદરોની કનેક્ટિવિટી સાથે એક મુખ્ય ઔદ્યોગિક અને વેપાર કેન્દ્ર છે. ભારતના બે સૌથી મોટા બંદરો – કંડલા અને મુન્દ્રાના લીધે વૈશ્વિક વ્યાપાર માટે કચ્છ એક મુખ્ય પ્રવેશદ્વાર છે. આ જિલ્લામાં પશુપાલન આજીવિકા માટે બીજો સૌથી મોટો સ્ત્રોત છે અને સાથોસાથ અહીં સમૃદ્ધ ઔદ્યોગિક ક્ષેત્રો અને પ્રવાસન સ્થળો છે. આ તમામ પાસાઓના લીધે પેટ્રોકેમિકલ્સ, 32 GW નવીનીકરણીય ઉર્જા, લૉજિસ્ટિક્સ અને એગ્રો પ્રોસેસિંગ ક્ષેત્રોમાં રોકાણ માટે કચ્છ એક મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે.
*મોરબી*
મોરબીને “ભારતની સિરામિક રાજધાની” તરીકે ઓળખવામાં આવે છે. 900 થી વધુ સિરામિક ઉત્પાદન એકમો ટાઇલ્સ, સેનિટરીવેર અને વિટ્રિફાઇડ ઉત્પાદનો બનાવે છે, જેનું ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં નોંધપાત્ર યોગદાન છે.
*જામનગર*
જામનગરને “ભારતનું પિત્તળનું શહેર” તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં 15,000 થી વધુ એકમો પિત્તળની કામગીરી સાથે સંકળાયેલા છે. ઓદ્યોગિક ક્ષેત્ર સિવાય અહીં કેરી, જામફળ અને દાડમ જેવા ઉચ્ચ-મૂલ્યવાળા ફળોનું પણ સારું ઉત્પાદન થવાથી કૃષિ આધારિત ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એશિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરી અહીં સ્થિત છે.
*રાજકોટ*
રાજકોટ ગુજરાતનો ત્રીજો સૌથી મોટો જિલ્લો છે, જે મશીન ટૂલ્સ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે. સમગ્ર દેશમાં અહીંથી મશીનરીને સપ્લાય કરવામાં આવે છે અને નવીનતા અને ઉદ્યોગસાહસિકતાથી MSMEs અહીં મોટાપાયે વિકસિત થયા છે. રાજકોટની બાંધણી, અજરખ અને અહીંનું લોક સંગીત પ્રવાસન અને હસ્તકલા ક્ષેત્રોને મજબૂતી આપે છે.
*પોરબંદર અને દેવભૂમિ દ્વારકા*
મહાત્મા ગાંધીનું જન્મસ્થળ પોરબંદર મત્સ્યોદ્યોગ, ખનિજ પ્રોસેસિંગ અને હસ્તકલા ક્ષેત્રોમાં જાણીતું સ્થળ છે. ભારતનો સૌથી મોટો કાસ્ટિક સોડા પ્લાનટ પણ પોરબંદરમાં સ્થિત છે. ભગવાન કૃષ્ણની કર્મભૂમિ એવા દેવભૂમિ દ્વારકામાં મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સનો પ્લાન્ટ સ્થિત છે જે ભારતમાં સોડા એશના ઉત્પાદનમાં અગ્રણી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે ઓખા બંદરની સુવિધા મત્સ્ય ઉત્પાદનો, ખનિજ અને મીઠાના વ્યવસાયને સહયોગ પૂરો પાડે છે.
*ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર*
ભાવનગર ડુંગળીના ઉત્પાદનમાં ભારતમાં અગ્રેસર છે અને અલંગમાં વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ છે. બોટાદ એક નવા ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે. સુરેન્દ્રનગર કપાસ, વરિયાળી અને મીઠાના ઉત્પાદનમાં અગ્રેસર છે અને પરંપરાગત બાંધણી અને ટાંગલિયા વણાટ માટે પ્રખ્યાત છે.
*જૂનાગઢ અને ગીર સોમનાથ*
આ જિલ્લાઓમાં ઇકોલોજી, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિનો સમન્વય છે. સમૃદ્ધ એગ્રો પ્રોસેસિંગના ઉદ્યોગો, ગીર અભ્યારણ્ય, ગિરનાર પર્વત અને વ્યાપક બાગાયતી ઉત્પાદનથી આ જિલ્લાઓ કૃષિ, ફુડ પ્રોસેસિંગ અને ઇકો-ટુરિઝમ ક્ષેત્રમાં વ્યાપક સંભાવનાઓ પ્રસ્તૂત કરે છે.
*અમરેલી*
અમરેલીમાં ભારતનું પ્રથમ ખાનગી બંદર પીપાવાવ છે જે રાષ્ટ્રીય અને વૈશ્વિક બજારો માટે બલ્ક અને કન્ટેનર કાર્ગોનું સંચાલન કરે છે. આ જિલ્લો કૃષિ અને ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં એક વિકસી રહેલું કેન્દ્ર છે અને સિમેન્ટ ઉદ્યોગથી પણ રોજગારની તકો ઉત્પન્ન કરે છે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ પ્રાદેશિક વિકાસને વેગ આપવા અને રોકાણો આકર્ષવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ કૉન્ફરન્સ 8-9 જાન્યુઆરી 2026 ના રોજ રાજકોટમાં યોજાશે. લાંબા ગાળાના ઔદ્યોગિક આયોજન તેમજ કૌશલ્ય અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને, સૌરાષ્ટ્ર અને કચ્છના ક્ષેત્રો વિકસિત ગુજરાત – વિકસિત ભારત @2047ના વિઝન માટે મહત્વપૂર્ણ આધાર બની રહ્યા છે.
*X-X-X*
[11/20, 12:59 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતનો દરિયાકાંઠો બન્યો રાજ્યની આર્થિક સમૃદ્ધિનો પ્રવેશદ્વાર*
*વાર્ષિક ૧૦.૪૨ લાખ મે. ટનથી વધુ મત્સ્ય ઉત્પાદન સાથે ગુજરાત બન્યું દેશની બ્લૂ ઇકોનોમીમાં યોગદાન આપતું અગ્રણી રાજ્ય*
……………………………………
– ગુજરાતમાં ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૧ લાખ મે. ટનથી વધુ મત્સ્ય ઉત્પાદન થવાનો પ્રાથમિક અંદાજ
– ગુજરાત દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં બીજા ક્રમે અને કુલ મત્સ્ય ઉત્પાદનમાં છઠ્ઠા ક્રમે
……………………………………
*ભારત અને ગુજરાત સરકારના સહિયારા પ્રયાસોથી રાજ્યમાં ‘બ્લૂ ક્રાંતિ’ સાકાર થઈ: મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
……………………………………
દર વર્ષે ૨૧ નવેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ભારત જેવા વિશાળ દરિયાઈ સીમા ધરાવતા દેશ માટે આ દિવસનું વિશેષ મહત્વ છે, અને તેમાંય જ્યારે વાત ગુજરાતની હોય, ત્યારે આ ઉજવણી વધુ ‘ગૌરવપૂર્ણ’ બની જાય છે.
દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી ગુજરાતને ભારતના મત્સ્ય ઉદ્યોગનું ‘પાવરહાઉસ’ માનવામાં આવે છે. મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે ગુજરાત આજે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે, જ્યારે કુલ માછલી ઉત્પાદનમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે.
આટલું જ નહીં, ગુજરાતની ફ્રોઝન શ્રિમ્પ (ઝીંગા), રિબન ફિશ, કટલ ફિશ અને સ્ક્વિડની માંગ ચીન, યુરોપ, અમેરિકા અને જાપાન જેવા દેશોમાં પુષ્કળ છે. જેથી રાજ્યના મત્સ્ય ઉદ્યોગે વિદેશી હૂંડિયામણ કમાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પરિણામે, ગુજરાતનો દરિયાકાંઠો આજે રાજ્યની આર્થિક સમૃદ્ધિનો પ્રવેશદ્વાર બન્યો છે.
તાજેતરના આંકડાઓ મુજબ, ગત વર્ષ ૨૦૨૪-૨૫માં દરિયાઈ માછલીનું ઉત્પાદન ૭.૬૪ લાખ મેટ્રિક ટન અને અંતર્દેશીય માછલીનું ઉત્પાદન ૨.૭૮ લાખ મેટ્રિક ટન મળીને ગુજરાતમાં કુલ ૧૦.૪૨ લાખ મેટ્રિક ટનથી પણ વધુ મત્સ્ય ઉત્પાદન નોંધાયું હતું. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં રાજ્યનું કુલ મત્સ્ય ઉત્પાદન વધીને ૧૧ લાખ મેટ્રિક ટનથી વધુ થવાનો પ્રાથમિક અંદાજ છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યનું કુલ મત્સ્ય ઉત્પાદન વાર્ષિક સરેરાશ ૯.૩૦ લાખ મેટ્રિક ટનથી વધુ નોંધાયું છે, જે રાજ્યની જળસંપત્તિની તાકાત દર્શાવે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે દરિયાકાંઠાના વિકાસને વેગ આપવા અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રની ક્ષમતાને ઓળખીને ‘બ્લૂ ઇકોનોમી’ની ભારપૂર્વક હિમાયત કરી હતી. ગુજરાતમાં તેમણે નાખેલો મત્સ્યોદ્યોગનો મજબૂત પાયો આજે રાજ્યના વિકાસને ગતિ આપી રહ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતના દરિયાકિનારાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે રાજ્ય સરકારે મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં ઘણા અસરકારક પગલાં લીધાં છે. જેમાં ડીઝલ પર વેટમાં ઘટાડો, કેરોસીન અને પેટ્રોલ પર સબસિડી, ઝીંગા ઉછેર માટે જમીનની ફાળવણી, માર્ગ અને વીજળીના માળખાનો વિકાસ તથા નાના માછીમારો માટે સુધારેલી બંદર સુવિધાઓનો સમાવેશ થાય છે. વધુમાં, માધવડ, નવા બંદર, વેરાવળ-૨ અને સૂત્રપાડા ખાતે ચાર નવા માછીમારી બંદરો પણ વિકસાવવામાં આવી રહ્યા છે.
મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, સાગરખેડૂઓના ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર માત્ર ઉત્પાદન વધારવા પર જ નહીં, પરંતુ માછીમારોના જીવનધોરણને સુધારવા માટે પણ સતત કાર્ય કરી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોથી ગુજરાતમાં ‘બ્લૂ ક્રાંતિ’ સાકાર થઈ રહી છે. ગુજરાતની ‘બ્લૂ ઈકોનોમી’ માત્ર રાજ્ય માટે જ નહીં, પણ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટેનું પણ એક મજબૂત એન્જિન બની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે પણ માછીમારી સમુદાયોના સામાજિક-આર્થિક કલ્યાણને સુનિશ્ચિત કરવા તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે આધુનિકીકરણ, ટ્રેસેબિલિટીમાં સુધારો અને મજબૂત મત્સ્યપાલન વ્યવસ્થાપન પ્રણાલીનું નિર્માણ કરવા ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ ગુજરાતમાં વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૪-૨૫ સુધીમાં રૂ. ૮૯૭.૫૪ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સ મંજૂર થયા છે. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ માટે પણ ગુજરાતને રૂ. ૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે, જે રાજ્યમાં મત્સ્યઉદ્યોગની પ્રવૃત્તિઓને નોંધપાત્ર વેગ આપશે.
……………………………………
નિતિન રથવી
[11/20, 6:10 PM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*ઓઇલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટેની રાજ્ય કક્ષાની મોકડ્રીલ*
*તારીખઃ* ૨૧/૧૧/૨૦૨૫, શુક્રવાર
*સમયઃ* સવારે ૯.૦૦ કલાકે
*સ્થળઃ* SEOC, ગાંધીનગર
આ કવરેજ માટે મીડિયા મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર*
[11/21, 11:23 AM] Dilip Gajjar.Mahiti.Press: *ટેકાના ભાવે મગફળીની ખરીદી (21/11/2025)*
*ખરીદી:* 2.13 લાખ મેટ્રિક ટનથી વધુ
*મૂલ્ય:* રૂ. 1,550 કરોડ
*ખેડૂતો:* 92,800થી વધુ
*ખરીદ કેન્દ્રો:* 272
[11/21, 12:10 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ-ESDM ક્ષેત્રે હબ બનાવાશે- સાયન્સ અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા*
………………………….
*રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં રોકાણ-ઇકોસિસ્ટમ વિકાસને વધુ વેગ આપવા મંત્રી શ્રી મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ*
………………………….
*ઇલેક્ટ્રોનિક્સમાં ‘આત્મનિર્ભર ભારત’ને પ્રોત્સાહન: ગુજરાતમાં કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS) પર ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે જોડાણ*
*નીતિથી ઉત્પાદન સુધી: ઉચ્ચ-સ્તરીય B2G બેઠકો દ્વારા ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ઇકોસિસ્ટમના ઝડપી અમલીકરણનો સંકેત*
………………….
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ-ESDM ક્ષેત્રે વૈશ્વિક હબ બનવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ- ECMS પર વધુ ભાર મુકવામાં આવશે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને સહયોગ આપતી વિશ્વ કક્ષાની ઉત્પાદન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે તેમ,સાયન્સ અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
ગુજરાતની ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં રોકાણ અને ઇકોસિસ્ટમ વિકાસને વધુ વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ-ECMS પર ધ લીલા હોટલ, ગાંધીનગર ખાતે સાયન્સ અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ વધુમાં કહ્યું હતું કે, આ સંવાદ સત્રમાં ૨૫થી વધુ ECMS ઉદ્યોગ અગ્રણીઓ સહભાગી થયા છે. જેમાં મુખ્યત્વે TATA Electronics, Kaynes, CG Semi, GnBS Korea, SyrmaSGS, Epitomem Unitio, અને Mink9નો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, નેતાઓ અને વરિષ્ઠ બ્યુરોક્રેટ્સ વચ્ચે સીધી ચર્ચા સુનિશ્ચિત કરે છે, જે સરકારને વાસ્તવિક ઉત્પાદકતાની જરૂરિયાતો અને પડકારો પર આધારિત નીતિઓને સુધારવા અને પ્રોજેક્ટની ઝડપી અમલવારી સુનિશ્ચિત કરવા માટે મદદ કરે છે.
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ મિશન હેઠળ રાષ્ટ્રીય સ્વાવલંબન હાંસલ કરવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સના મૂળભૂત મહત્ત્વનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ECMS પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને, આ સત્રમાં પેસિવ કમ્પોનન્ટ્સ અને PCBsથી લઈને અદ્યતન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સુધીના વિશિષ્ટ અપસ્ટ્રીમ ઉત્પાદકોને આકર્ષવા માટે ગુજરાતની વ્યૂહરચના પર ભાર મૂક્યો હતો, જેનાથી ભારતની આયાત પરની નોંધપાત્ર નિર્ભરતા ઘટાડી શકાય. આ પહેલ થકી મોટા આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, હજારો ઉચ્ચ-કુશળ નોકરીઓનું સર્જન કરવા અને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (ESDM) ક્ષેત્રમાં ગુજરાતને એક મુખ્ય ઉત્પાદન ડેસ્ટીનેશન તરીકે મજબૂત રીતે સ્થાપિત કરવામાં આવશે. આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ દ્વારા રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવાની તકો ઉપલબ્ધ કરવામાં આવી છે તેમ,તેમણે ઉમેર્યું હતું.
સત્રના પ્રારંભમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન-GSEMના મિશન ડાયરેક્ટર, શ્રીમતી નેહા કુમારી દ્વારા ‘એડવાન્ટેજ ગુજરાત’ પર એક વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. આ સેગમેન્ટે રાજ્યના મજબૂત નીતિગત વાતાવરણ, માળખાકીય સુવિધાઓની તત્પરતા અને કમ્પોનન્ટ ઉત્પાદકોને આકર્ષવા માટે ખાસ તૈયાર કરાયેલા પ્રોત્સાહનો પર પ્રકાશ પાડ્યો હતો.
સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારતી દ્વારા વિશેષ સંબોધનમાં ગુજરાતના મહત્વાકાંક્ષી ઔદ્યોગિક લક્ષ્યો માટે વ્યૂહાત્મક સંદર્ભ નક્કી કરવામાં આવ્યો હતો.
*ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) વિશે :*
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) એ ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (ESDM) માટે રોકાણ, નવીનતાને પ્રોત્સાહન આપવા અને ઇકોસિસ્ટમ વિકસાવવા માટે સમર્પિત નોડલ એજન્સી છે, જે રાજ્યના અગ્રણી વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન હબ બનવાના વિઝનને આગળ ધપાવે છે.
જનક દેસાઈ
…………..
[11/21, 12:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *મોબાઇલ હેલ્થ -મેડીકલ યુનિટ રાજ્યના નાગરિકો માટે બન્યું હરતું – ફરતું આરોગ્ય મંદિર*
*****
*રાજ્યમાં કાર્યરત ૧૩૭ મોબાઇલ હેલ્થ – મેડીકલ યુનિટની ઓ.પી.ડી સેવાનો ૧૩.૫ લાખથી વધુ નાગરિકોએ લીધો લાભ*
********
મોબાઇલ હેલ્થ અને મેડીકલ યુનિટ રાજ્યના નાગરિકો માટે હરતું – ફરતું આરોગ્ય મંદિર સાબિત થઈ રહ્યું છે.નાગરિકોને આરોગ્યલક્ષી પાયાની સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યમાં આરોગ્યની સેવા છેવાડાના માનવી સુધી પહોચી રહી છે.
રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઇ ગામડાઓમાં ગ્રામજનોને પ્રાથમિક તબીબી સારવાર ઘર આંગણે મળી રહે તે હેતુથી રાજ્યમાં ૧૦૨ મોબાઇલ હેલ્થ યુનિટ અને ૩૫ મોબાઈલ મેડીકલ યુનિટ એમ કુલ ૧૩૭ મોબાઇલ હેલ્થ – મેડીકલ યુનિટ સેવારત છે. જે પૈકી ૮૦ આદિજાતિ વિસ્તારમાં, ૨૩ અગરિયા વિસ્તારમાં, ૧૧ રણ વિસ્તારમાં, ,ચાર જંગલ વિસ્તારમાં અને ૧૯ સામાન્ય વિસ્તારમાં મોબાઇલ હેલ્થ – મેડીકલ યુનિટ કાર્યરત છે. સપ્ટેમ્બર – ૨૦૨૫ સુધીમાં કુલ ૧૩.૫ લાખથી વધુ નાગરિકોએ મોબાઇલ હેલ્થ – મેડીકલ યુનિટની ઓ.પી.ડી. સેવાનો લાભ લઇ ચૂક્યા છે. આ ઉપરાંત ૮ હજારથી વધુ મહિલાઓની પૂર્વ પ્રસુતિ સંભાળ,૧ હજારથી વધુ હાઇરીસ્ક માતાની ઓળખ તેમજ ૫ લાખથી વધુ નાગરિકોની લેબોરેટરીની તપાસ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોબાઇલ હેલ્થ-મેડીકલ યુનિટને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવે છે તેથી આરોગ્યની સેવાઓનું સંકલન થાય અને નાગરિકોને સરળતાથી આરોગ્યલક્ષી સારવાર આપી શકાય. મોબાઇલ યુનિટ સ્થાનિક જરૂરીયાત મુજબ પીએચસી મેડીકલ ઓફિસર, ટીએચઓ અને સીડીએચઓ દ્વારા તૈયાર કરેલ એકશન પ્લાન અને ફિકસ રૂટ પ્લાન સમય અને દિવસ પ્રમાણે આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવે છે.
– પ્રિન્સ ચાવલા
[11/21, 1:39 PM] Dilip Gajjar.Mahiti.Press: 22 નવેમ્બરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડનગરમાં તાના-રીરી મહોત્સવનો શુભારંભ **
બે દિવસના કાર્યક્રમમાં સાંજે સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય ગાયન-વાદન અને લોકસંગીતના કાર્યક્રમો રજૂ કરશે
**
ગાંધીનગર 21 નવેમ્બર, 2025: મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે તાના-રીરી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ મહોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 22 નવેમ્બરે કરવામાં આવશે. આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશ્રી કલાપિની કોમકલીને તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ પ્રદાન કરવામાં આવશે. 22 અને 23 નવેમ્બર સુધીના બે દિવસીય કાર્યક્રમમાં સાંજના સમયે શાસ્ત્રીય ગાયન, વાદન અને લોકસંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના બીજા દિવસે ગુજરાત સરકારના વન, પર્યાવરણ અને માર્ગ પરિવહન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવિણ માળી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
વડનગરની ઐતિહાસિક સંગીત પરંપરાને જીવંત રાખવા માટે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તાના-રીરી મહોત્સવ અને તાના-રીરી સંગીત સન્માન એવોર્ડની વર્ષ 2010માં શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સંગીત નાટક અકાદમી દ્વારા સંગીત સમ્રાજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
સંગીત સમારોહ
આ બે દિવસીય કાર્યક્રમાં પ્રથમ દિવસે સાંજે 6.30 વાગ્યે સુશ્રી કલાપિની કોમકલી દ્વારા શાસ્ત્રીય ગાયન, શ્રી નિલાદ્રી કુમાર દ્વારા શાસ્ત્રીય વાદન અને સુશ્રી ઇશાની દવે દ્વારા લોકસંગીતની પ્રસ્તૂતિ કરવામાં આવશે. બીજા દિવસે ડૉ. સુભદ્રા દેસાઇ દ્વારા શાસ્ત્રીય ગાયન, શ્રી નિનદ અધિકારી અને તેમની ટીમ દ્વારા શાસ્ત્રીય વાદન અને શ્રી પાર્થ ઓઝા અને તેમની ટીમ દ્વારા લોકસંગીતની પ્રસ્તૂતિ કરવામાં આવશે.
ગુજરાતના સંગીત ઇતિહાસમાં અમર થયેલું નામ ‘તાના-રીરી’
ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરીએ તેમના સંગીત પ્રત્યેના સમર્પણથી ગુજરાતના સંગીત ઇતિહાસમાં તેમનું નામ અમર કરી દીધું છે. સંગીત સમ્રાટ તાનસેને જ્યારે દીપક રાગ છેડ્યો ત્યારે તેમના શરીરમાં દાહ ઉત્પન્ન થઇ હતી જેને મલ્હાર રાગ ગાઇને તાના-રીરીએ શાંત કરી હતી. તેમની કલાના સન્માન ખાતર તેમણે આત્મબલિદાન આપ્યું હતું. આ સંગીતની કલાધારિણી બહેનોના સન્માનમાં વડનગરના તાના-રીરી સમાધિ સ્થળ ખાતે વર્ષ 2003થી દર વર્ષે તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ યોજાય છે.
#########################
[11/18, 5:48 PM] Neha Talaviya.Mahiti: *કલેકટર શ્રી મેહુલ કે. દવે, ડી.ડી.ઓશ્રી બી. જે પટેલ,મ્યુનિસિપલ કમિશનર શ્રી જે. એન વાઘેલાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન*
……
*ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં પીડીપીયુ ક્રોસ રોડથી શરૂ શરૂ થનાર પદયાત્રામાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે*
….
*સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં ૧૯ અને ૨૦ નવેમ્બરના રોજ પદયાત્રા યોજાશે*
…………….
*વિધાનસભા વિસ્તાર અનુસાર કલોલ, માણસા, દહેગામ, ગાંધીનગર દક્ષિણ અને ગાંધીનગર ઉત્તર ખાતે કાર્યક્રમ યોજાશે*
…………….
ભારતના લોહપુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં આગામી તા.૧૯ અને ૨૦ નવેમ્બરના રોજ પાંચ વિધાનસભા વિસ્તાર ખાતે પદયાત્રા યોજવામાં આવશે.જે અંતર્ગત કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે પટેલ, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી જે. એન વાઘેલાની ઉપસ્થિતિમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન ગાંધીનગર કલેકટર કચેરી, સમિતિ ખંડ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમા કલેકટર શ્રી ગાંધીનગર દ્વારા સંપૂર્ણ કાર્યક્રમની વિગતવાર માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, તા.૧૯ નવેમ્બરના રોજ કલોલ તાલુકાના નારદીપુર થી મોખાસણ-ભાદોલ-ધમાસણા સુધીની પદયાત્રાનો સવારે ૧૦:૦૦ વાગ્યાથી પ્રારંભ થશે.
આ સાથે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં પીડીપીયુ ક્રોસ રોડ, શ્યામ શુકન પાસેથી થઈ સરદાર ચોક કુડાસણ સુધીની પદયાત્રાનો પ્રારંભ બપોરે ૪:૦૦ વાગ્યે કરવામાં આવશે.જેમાં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.
જ્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ, ગાંધીનગર ઉત્તર અને માણસા વિસ્તારમાં તા.૨૦ નવેમ્બરના રોજ પદયાત્રા યોજવામાં આવશે.જેમાં દહેગામ તાલુકાના નાંદોલ ગામેથી સલકી-વર્ધાના મુવાડા- અંગુથલા અને ધારિસણા સુધીની પદયાત્રા બપોરે ૩:૦૦ કલાકે, ગાંધીનગર ઉત્તરમાં સરઢવ- રૂપાલ થી રાંધેજા સુધીની પદયાત્રા બપોરે ૩:૦૦ કલાકે અને માણસા તાલુકાના લોદરા થી રીદ્રોલ- પાટણપુરા- આજોલ સુધીની પદયાત્રાનો બપોરે ૩:૦૦ વાગ્યાથી પ્રારંભ કરવામાં આવશે.
આ સાથે જ કલેકટર શ્રી ગાંધીનગર દ્વારા શ્રી સરદાર પટેલના સન્માનમાં યોજાનારા યાત્રા દરમિયાન નગરજનોને મોટી સંખ્યામાં જોડાવા અનુરોધ કરતાં જાહેર જનતાને જોડાવા આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું.
આ સાથે જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે પટેલે ઉમેર્યું હતું કે, શ્રી સરદાર પટેલની 150મી જન્મ જયેંતી નિમિત્તે થઈ રહેલી ઉજવણી અંતર્ગત, જે પદયાત્રા યોજાવા જઈ રહી છે,તેની સુંદર અને વ્યવસ્થા સભર તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
આ સાથે જ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી જે .એન વાઘેલા દ્વારા મહાનગરપાલિકામાં યોજાનારી પદયાત્રાના રૂટ ની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે,આ યાત્રાનું સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થા યોગ્ય રીતે થાય તે માટે તેમણે રૂબરૂ રુટ મુલાકાત પણ કરી લીધી છે.
……….
*નેહા તલાવિયા*
[11/18, 5:49 PM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/1ip_2kEcHBW9hXdH_Z6v-eH0RNnlxWKh1?usp=sharing
[11/18, 6:33 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *પ્રેરણા વાર્તા*
*ગાંધીનગરના સરકારી કર્મચારી કુસુમબહેન સુથાર બન્યા લુપ્ત થતી ચકલીઓની માતા*
……………
*કુસુમબહેનનું ઘર છે નેચરપાર્ક: ચકલી સહિત દુર્લભ ઘુવડ જેવા પક્ષીઓનું છે આવાસ*
……………
*નાના ભૂલકાંઓની ટોળકી બનાવી મંદિરના ગરબાઓના માળા બનાવવાથી શરૂ કરેલો પક્ષી અને પ્રકૃતિ સંરક્ષણનો પ્રયાસ બન્યો, ભવિષ્યની પેઢી માટે પર્યાવરણ સંવર્ધન ઝુંબેશ*
……………
*આપણે પ્રકૃતિને બચાવીશું તો જ પ્રકૃતિ આપણને બચાવશે, પ્રકૃતિનું સંવર્ધન કરીએ તો જ ભવિષ્યની પેઢીનું જીવન ઉજ્જવળ બનશે- પ્રકૃતિ પ્રેમી કુસુમબહેન*
…………….
ગાંધીનગરના સેક્ટર ૭ના એક ઘર પાસેથી નીકળો તો એક નાના નેચરપાર્ક પાસેથી નીકળતા હો તેવો અનુભવ થાય… પક્ષીઓના કલરવ, અનેક ઝાડ, વેલ સહિતથી ઘેરાયેલું આ ઉપવન જેવું ઘરએ ઇન્દ્રોડા પાર્કના પ્રકૃતિ પ્રશિક્ષક તરીકે કાર્ય કરતા સરકારી કર્મચારી કુસુમબહેન સુથારનું ઘર છે.
પ્રકૃતિ પ્રશિક્ષણને માત્ર નોકરી નહીં પરંતુ જીવનમાં આદર્શ સ્થાને રાખી જીવતા કુસુમબહેન સુથારનો લુપ્ત થતી ચકલીઓને બચાવવાનો ધ્યેય, આજે ભવિષ્યની પેઢીને પ્રકૃતિના સંરક્ષણ માટે પ્રેરવાની ઝુંબેશ બની ચૂક્યું છે. ૨૦ વર્ષથી ઇન્દ્રોડા પાર્કમાં પ્રકૃતિ પ્રશિક્ષક તરીકે સરકારી ફરજ બજાવતા કુસુમબહેને તેમની પ્રકૃતિ સંરક્ષણની યાત્રાના સ્મરણોને વાગોળતા કહ્યું હતું કે, “૩૦ વર્ષ પહેલાં જ્યારે ગાંધીનગર આવી ત્યારે ચકલીઓની લુપ્ત થવાની ચર્ચાએ ખૂબ જોર પકડ્યું હતું. એવા સમયે મારા ઘર પાસે એક નાની ચકલીની આવન જાવન જોતા તેને બચાવવા અને સંરક્ષિત કરવાની ઈચ્છા જાગી. આ નાનકડી ઈચ્છા સાથે મેં ચકલીઓને બચાવવા માટે નાના માળા બનાવવાનો નિર્ધાર કર્યો, જેમાં આસપાસના નાના બાળકોનો મને ખૂબ સહયોગ મળવાથી અમે મંદિરેથી ગરબા લાવી તેમાં આગળનો ભાગ બંધ કરી અને સી- આકારે ગરબાઓને કાપી વિશેષ માળો બનાવ્યો. પહેલો માળો પાડોશીના ઘરે લગાવ્યો જ્યાં શેડ હોવાથી ચકલીનું બિલાડી અને અન્ય હિંસક પ્રાણીઓથી સંરક્ષણ થશે તેમ વિચાર આવેલો….”
આમ ઉમેરતાં તેમણે કહ્યું હતું કે, માળામાં ચકલી આવી અને તેનો પરિવાર વિકસ્યો ત્યારે જાણે મારો પરિવાર વિકસ્યો હોય એવી મને આનંદની લાગણી થઈ હતી. ત્યારબાદ તો ચકલીને બચાવવા માટે માટીના માળા બનાવી મે તેના વિતરણનું કાર્ય શરૂ કર્યું. જોત જોતામાં પ- ૫૦ માળાના વિતરણથી શરૂ કરેલી આ યાત્રામાં આજે હું દર વર્ષે ૧૦૦૦ થી ૨૦૦૦ જેટલા માળાઓનું વિતરણ કરું છું, જેમાં તમામ માળાઓ માટીના બનાવવામાં આવે છે.”
હાલમાં તેમણે શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ચકલીઓ વધુ હોવાથી તેમજ તેને બચાવી શકવાની સંભાવનાઓ પણ વધારે જોઈ હોવાથી આગામી દિવસોમાં નર્મદા નદીના કિનારા આસપાસ માળાઓ બાંધી ચકલી અને અન્ય પક્ષીઓના સંરક્ષણ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
આ સાથે જ કુસુમબેન રજાઓના દિવસોમાં ૧૦ જેટલા માળા લઈ શાળાઓમાં જઈ બાળકોને ચકલીની વાર્તા કરી વાર્તારૂપે બાળકોમાં પ્રકૃતિ સંરક્ષણના વિચારોનું સિંચન કરે છે અને બાળકોને ચકલીના સંરક્ષણ માટે પ્રેરણા આપી આ માળાઓનું વિતરણ કરે છે.
પક્ષી પ્રેમી કુસુમબેને પોતાના ઘરે અનેક પ્રકારના ઔષધીય છોડથી લઈ મોટા ઝાડ વાવી પક્ષીઓ માટે નાનું નેચરપાર્ક તૈયાર કર્યું છે તેમના આ પ્રયાસોને સફળ બનાવતા આજે તેમનું ઘર ચકલી, પોપટ વગેરે સહિત દુર્લભ એવા ઘુવડ પક્ષીઓનું પણ આવાસ બન્યું છે.
“પર્યાવરણ સંરક્ષણ”ને જ જીવન મંત્ર બનાવી જીવતા કુસુમબેન રોજબરોજના જીવનમાં પણ માટીના પાત્રો અને વસ્તુઓનો ઉપયોગ કરે છે, આ સાથે જ બાળકોને પણ પ્લાસ્ટિક મુક્તિ માટે સમજાવે છે. પર્યાવરણને કોઈપણ પ્રકારે નુકસાન ના થાય એ માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા અને પ્રધાનમંત્રીશ્રીની પ્લાસ્ટિક મુક્ત તથા ફીટ ઈન્ડિયા મુવમેન્ટને સહયોગ આપતા કુસુમબેન વાહન તરીકે પણ માત્ર સાયકલનો જ ઉપયોગ કરે છે.
પર્યાવરણના સંરક્ષણ અને જતન અંગે અપીલ કરતાં કુસુમબેને કહ્યું હતું કે, આપણે પ્રકૃતિને બચાવીશું તો જ પ્રકૃતિ આપણને બચાવશે. આજે કમોસમી વરસાદ અને વાતાવરણમાં થતા ફેરફારોથી અનુભવાય છે કે, માણસે સૌથી વધુ પ્રકૃતિને નુકસાન કર્યું છે. આપણા પ્રાકૃતિક સ્થળો, ધાર્મિક સ્થળોએ પણ આપણે ગંદકી ફેલાવી ધરતીને ગંદી કરી રહ્યા છીએ. નાના ભૂલકાઓ આજે ગુટકા, મસાલાના આદિ થઈ પ્રકૃતિથી લઈ પોતાને પણ નુકસાન કરી રહ્યા છે ત્યારે આ તમામ પ્રવૃત્તિઓથી આપણે બચીએ અને પ્રકૃતિનું સંવર્ધન કરીએ તો જ ભવિષ્યની પેઢીનું જીવન ઉજ્જવળ બનશે.”
……………
*આલેખન: ડો.દિવ્યા ત્રિવેદી*
[11/19, 2:03 PM] Neha Talaviya.Mahiti: *શ્રી સરદાર પટેલની જન્મજયંતીએ એક અનોખા સરદાર વિચારોના અનુયાયીની વાત: જેમણે આજીવન સરદાર પ્રતિમાની સેવા, સ્વછતા સાથે તેમના વિચારો લોક હ્દય સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે*
……..
*આ પ્રતિમા માત્ર પુતળું નથી આતો મારા અંખડ ભારતનો એ જાગતો વિચાર છે,જે આવનારા હજારો વર્ષોસુધી નવી પેઢીઓ માટે પ્રેરણા બની રહેશે- સોમાભાઈ પટેલ*
…..
*મારા માટે દેશભક્તની સેવા એજ સાચી દેશભક્તિ છે એટલે મેં નક્કી કર્યું છે કે,આ મૂર્તિ ક્યારે પૂતળું માત્ર બની ન રહેવી જોઈએ, પ્રેરણા બનવી જોઈએ – સોમાભાઈ પટેલ*
.……
*૪૦ વર્ષ અમેરિકામાં વિતાવ્યા,સુખ સમૃદ્ધિ ભોગવી પછી પણ હ્દયમાં ક્યાંક એક ખુણે કંઈક અંજપો હતો તે નારદીપુરની ધરતી પર પગ મુકતા પૂરો થયો : સરદાર સેવામાં સમર્પિત થતાં સાચા સુખની અનુભૂતિ કરતા સોમાભાઈ*
……
દાનવીરોએ દાન આપવા તિજોરીઓ ખુલ્લી મૂકી, અને ગામમાં મહામાનવ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવવામાં આવી. આ પ્રતિમા નો મૂળ ધ્યેય આવનારી પેઢી ને વર્ષો સુધી શ્રી સરદાર પટેલ થકી જીવન પ્રેરણા મળી રહે તેવો છે.
આ પ્રતિમાની સ્થાપના પછી ગામના એક વ્યક્તિ સોમાભાઈ મણિલાલ પટેલને વિચાર આવ્યો કે,આ પ્રતિમા માત્ર પુતળું નથી.આતો મારા અંખડ ભારતનો એ જાગતો વિચાર છે,જે આવનારા હજારો વર્ષોસુધી નવી પેઢીઓ માટે પ્રેરણા બની રહેશે.એવો ભાવ જાગતા નારદીપુરના અનોખા સરદાર ભક્તે આ પ્રતિમાને સ્વયં સરદાર માની લીધા.
આજે એવા દેશભક્તની વાત કરવી છે, જેમણે ભગવાનની પ્રતિમાની જે રીતે દેખરેખ થાય, ભગવાનની પ્રતિમાને જેમ રોજ સ્નાન કરાવવામાં આવે, જેમ રોજિંદા શૃંગાર કરી પુષ્પ માળા ચઢાવવામાં આવે તેજ રીતે,નારદીપુરની ભાગોળે પ્રસ્થાપિત શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સેવા કરવાને પોતાનો નિત્ય ક્રમ બનાવી લીધો. જે મુજબ તેઓ રોજ પ્રતિમાને સ્નાન કરાવી સ્વેચ્છાએ, સ્વખર્ચે ફુલહાર પહેરાવી સરદાર વલ્લભભાઈ પટેલની સેવા દ્વારા આત્મસંતોષ વ્યક્ત કરતા જણાવે છે કે, “સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહામાનવની સેવા રૂબરૂ ન થઈ શકી તો શું થયું! તેમની પ્રતિમાને જ સ્વયં સરદાર માની તેમની સેવાનો સંતોષ મેળવું છું.”
આ સાથે જ સોમાભાઈ પટેલ જણાવે છે,કે ૪૦ વર્ષ અમેરિકામાં વિતાવ્યા,પણ હ્દયમાં ક્યાંક એક ખુણે કંઈક ખુંચતુ હતું.બધીજ સુખ સંપત્તિ હોવા છતાં વારંવાર હ્દયને અંજપો રહેતો કે, જીવનમાં કંઈકતો ખુટે છે, ત્યારે નારદીપુર ગામની ધરતી પર પગ મુકતાની સાથે સરદાર પટેલ સાહેબની પ્રતિમાને જોઈ એ ખાલીપો શું હતો,તે સમજાઈ ગયું.ત્યારથી સોમાભાઈએ પ્રણ લીધો કે, સરદાર સાહેબની સેવામાં જીવન સમર્પિત કરવું છે.અને તેમણે તેની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સાફ રાખવાથી કરી.
સોમાભાઈ પટેલ આ અંગે વધુમાં જણાવે છે કે, “મને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પ્રસંગોમાંથી ઘણી પ્રેરણા મળી છે.મારા માટે દેશભક્તની સેવા એજ સાચી દેશભક્તિ છે.” એટલે જ તેણે નક્કી કર્યું છે કે,આ મૂર્તિ ક્યારે પૂતળું માત્ર બની ન રહેવી જોઈએ,એટલે આ કાર્ય શરૂ કર્યું.અને જે તેમના જીવનનું સૌથી સંતોષકારક કાર્ય બની રહ્યું છે.
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિતે યોજાયેલી કલોલ પદયાત્રા અંતર્ગત જ્યારે મહાનુભાવોના હસ્તે, સોમાભાઈ પટેલના આ અનોખા સેવા અને સમર્પણ કાર્યને બિરદાવવામાં આવ્યું,તે ક્ષણે તેમની આંખોમાં સમર્પણ સાથે સંતોષની લાગણી સ્પષ્ટ જોઈ શકાતી હતી.
…..
*આલેખન- નેહા તલાવિયા*
[11/19, 3:56 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર ખાતે તા.૨૧ નવેમ્બરે રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિર યોજાશે*
…………
ગાંધીનગર તા.૧૯ નવેમ્બર –
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૧/૧૧/૨૦૨૫નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, “સી”વીંગ, પહેલો માળ, સહયોગ સંકુલ, પથિકાશ્રમ પાસે, સિવિલ હોસ્પિટલ સામે, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રોજગાર ભરતીમેળામાં ગાંધીનગર જિલ્લાના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધો.૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ. (કોપા/મીકેનીકલ/MMV/DM), કોઈ પણ સ્નાતક કક્ષાનાં ઉત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી. JF992814709 છે.
ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જિલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, એમ જિલ્લા રોજગાર અધિકારીની યાદી દ્વારા જણાવાયું છે.
……….
દિવ્યા ત્રિવેદી
[11/19, 4:34 PM] Neha Talaviya.Mahiti: *કલોલમાં યુનિટી માર્ચ પદયાત્રા દરમિયાન ૪ ગામ મળી ૮ કિલોમીટરના રૂટ પર વિવિધ સંસ્થાઓ,સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું*
……
*પદયાત્રાના માર્ગમાં આવતા દરેક ગામડાઓએ તિરંગા સહિત દેશભક્તિની ભાવના સાથે પુષ્પ વર્ષા કરતાં સરદાર યાત્રાના ભવ્ય સામૈયા કર્યા*
……
*દેશ હિતમાં સરદારે જે બીજ રોપ્યા હતા, તે ફલિત થતા એના વૃક્ષોનો છાયડો વિકાસના રૂપમાં આજે આપણે ભોગવી રહ્યા છે- પૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા*
…..
*૫૬૨ રજવાડાઓને એક કરી સરદારે અંખડ ભારતને મજબૂત બનાવવાની નીવ રાખી હતી- ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર*
……
*શાળાના બાળકોએ સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, મંગલ પાંડે જેવા વીર વિરાંગનાઓની વેશભૂષા અને તિરંગાને સાથે લોકોને હૃદયમાં દેશભક્તિ અવિરત રાખવાનો સંદેશ આપ્યો*
…….
*કલોલ ખાતે સરદાર પટેલની ભવ્ય પદયાત્રા દેશભક્તિના વિવિધ રંગો સાથે જન જનના હૃદયમાં, સરદારના વિચારોનું બીજ રોપતા ધમાસણ ખાતે પૂર્ણ*
…….
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં યુનિટી માર્ચ પદયાત્રા નારદીપુર,મોખાસણ,ભાદોલ તથા ધરાસણા ગામના ૮ કિલોમીટર જેટલા રૂટ પર નિકળતા, વિવિધ સંસ્થાઓ,સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.સાથે જ દરેક ગામમાં સરદાર પટેલના જીવન આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ભારતના લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી અંતર્ગત કલોલ ખાતે પૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમા ની વિશેષ ઉપસ્થિતિમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી. કલોલ નારદીપુર સરદાર ચોકથી શરૂ થયેલ ૮ કિલોમીટરની પદયાત્રા ધમાસણ સરદાર ચોક ખાતે સમાપન થઈ હતી. આ પદયાત્રા ના રૂટ પર ઠેર ઠેર વિવિધ સમાજ, સંસ્થાઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પદયાત્રાની શરૂઆત શ્રી સરદાર પટેલની પ્રતિમાને મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ તથા સુતરની આંટી અર્પણ કરવા સાથે,સરદાર પટેલના આશીર્વાદ લેવા સાથે કરવામાં આવી હતી. આ પદયાત્રાની શરૂઆતમાં કુમારીકાઓ દ્વારા ભવ્ય સામૈયુ પણ કરવામાં આવ્યું હતું,ડી.જે પર દેશભક્તિના ગીતો અને ઢોલ નગારાના તાલથી સમગ્ર પદયાત્રાનું વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. યાત્રા દરમિયાન વિવિધ શાળાના બાળકોએ સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ઝાંસીની રાણી, ગાંધીજી, મંગલ પાંડે જેવા વીર વિરાંગનાઓની વેશભૂષા અને તિરંગાને સ્વમાનભેર હાથમાં રાખી લોકોને હૃદયમાં દેશભક્તિ અવિરત રાખવાનો સંદેશ પણ આપ્યો હતો.ઉલ્લેખનિય છે કે,આ અવસરે ઉપસ્થિત સૌએ સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી અપનાવવા શપથગ્રહણ પણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કલોલ ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા પક્ષ પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ , જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે પટેલ સહિત કલોલ નગરપાલિકા પ્રમુખશ્રી શૈલેષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ના પ્રતિનિધિ શકરાજી ઠાકોર, નારદીપુર સરપંચ શ્રી રત્નાબેન ઠાકોર દ્વારા લીલી ઝંડી આપી પદયાત્રાની વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ અવસરે ઉપસ્થિત પૂર્વ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિત સૌને, આટલી મોટી સંખ્યામાં સરદાર યાત્રામાં જોડાવા બદલ અભિનંદન પાઠવતા, સાંસ્કૃતિક કાર્યક્રમોના કલાકારોને પણ બિરદાવ્યા હતા. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, આજે અહીં ઉપસ્થિત આપણે સૌ નસીબદાર છે કે, જેમણે પોતાના જીવનકાળ દરમિયાન ત્રિવેણી સંગમ જોયો છે, આ વર્ષે આપણા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ ને 150 વર્ષ પૂર્ણ થયા છે, દેશ માટે બલિદાન આપનાર ‘ભગવાન બિરસામુંડા’ની પણ 150 મી જયંતિ આપણે ઉજવી રહ્યા છે, અને ‘સરદાર પટેલ સાહેબની’ પણ 150 મી જયંતિની આપણે ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. આ ઉપરાંત પણ આપણી હયાતીમાં આપણે રામ મંદિર નિર્માણ, 370 કલમ દૂર કરવા જેવા દેશનું ગૌરવ વધારતા કાર્યો નિહાળ્યા છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ બંને કાર્યો ગાંધીનગર અને ગુજરાત માટે તો ખૂબ જ ખાસ છે કારણ કે, આપણા ગુજરાતના બે પનોતા પુત્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આ ઐતિહાસિક ચુકાદા થયા છે.
આ તકે તેમણે શ્રી સરદાર પટેલની વાત કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલ ખેડૂત તરીકે, શિક્ષક તરીકે, શિસ્ત બદ્ધ વ્યક્તિત્વ તરીકે વિવિધ ગુણો ધરાવતા નેતા હતા.
સરદાર પટેલ અને વડાપ્રધાન શ્રી બંનેમાં ઘણી સામ્યતા હોવાનું જણાવતાં, પૂર્વ મંત્રી શ્રી એ ઉમેર્યું હતું કે, એકે આઝાદી અપાવી તો એકે દેશને આબાદ બનાવ્યો, શ્રી સરદાર અને વડાપ્રધાન શ્રી બંને મહિલા સશક્તિકરણના કાર્યોને સમર્પિત રહ્યા છે. સારો વહીવટ કેવી રીતે ચાલે, તે પણ બંનેની શાસન ધૂરા અને નેતૃત્વમાં પુરવાર થયું છે. ખેતી માટે અને ખેડૂતો માટે પણ બંને સમર્પિત રહ્યા એકે કૃષિ આંદોલનો થકી ખેડૂતોના હિતમા કાર્યો કર્યા અને બીજાએ કૃષિ મહોત્સવ દ્વારા ખેડૂતોને નવી રાહ આપી.
દેશ હિતમાં સરદારે જે બીજ રોપ્યા હતા, તે ફલિત થતા એના વૃક્ષોનો છાયડો વિકાસના રૂપમાં આજે આપણે ભોગવી રહ્યા છે, તેમ જણાવતા શ્રી ભુપેન્દ્ર ચુડાસમાએ ઉમેર્યું હતું કે, સૌથી અઘરું કામ જે તે સમયે રજવાડાઓને ભેગું કરવાનું હતું, અખંડ ભારતની રચના કરવાનું હતું, જેને પોતાની કુનેહ, કુશળતા અને સમજદારીથી સરદાર સાહેબે પૂર્ણ કર્યું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,સરદાર કેવા હતા? કોણ હતા? તે આપણે સૌએ ઇતિહાસમાં વાંચ્યું, ભણ્યું, ભણાવ્યું,જે કેટલાકે યાદ રાખ્યું તો કેટલાક ભુલી ગયા, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ કરાવી નવી પેઢી માટે સરદારના જીવન પ્રસંગોને અને સરદારને હંમેશા લોકોની પ્રેરણા બનાવી દીધા. અને આ મહામાનવ આજે દરેક જન હૃદયમાં “પોતીકા સરદાર” તરીકે બિરાજમાન છે.
આ પ્રસંગે કલોલના ધારાસભ્યશ્રી લક્ષ્મણજી ઠાકોરે પ્રાસંગીક ઉદબોધન કરતા, ‘જય સરદારના’ નારા સાથે જણાવ્યું હતું કે,૫૬૨ રજવાડાઓને એક કરી સરદારે ભારતને મજબૂત બનાવવાની નીવ રાખી હતી. જેને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહની જોડીએ અવિરત રાખતા, સરદાર શ્રીના અખંડ ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરતા કશ્મીરની ૩૭૦ કલમ હટાવી છે. આ સાથે જ તેમણે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની વાત કરતા તેને દરેક ભારતીયો માટે ગૌરવની બાબત ગણાવી હતી.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પક્ષ પ્રમુખશ્રી અનિલભાઈ પટેલે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરવા સાથે, સરદાર પટેલને વંદન કરતા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આમ જેમના વ્યક્તિત્વ સામે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશાળ પ્રતિમા પણ નાની લાગે તેવા વિરાટ પ્રતિભા ધરાવતા સરદાર પટેલની કલોલ તાલુકાના નારદીપુર થી શરૂ થયેલી, ભવ્ય પદયાત્રા દેશભક્તિના વિવિધ રંગો સાથે જન જનના હૃદયમાં, સરદારના વિચારોનું બીજ રોપતા ધમાસણ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.
આ યાત્રામાં મહાનુભાવો ઉપરાંત રૂટમાં આવતા દરેક ગામોના સરપંચ શ્રીઓ,કલોલના નગરજનો, શાળાના વિદ્યાર્થીઓ,એન.સી.સી કેસેટ્સ સહિત તાલુકા પંચાયતના સભ્યો તથા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
……
*નેહા તલાવિયા*
[11/19, 5:41 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર એક્સ સર્વિસમેન વેલ્ફેર એસોસિએશનનું ૩૫મુ વાર્ષિક સમ્મેલન યોજાયું*
………….
ધ ગાંધીનગર એક્સ સર્વિસમેન વેલ્ફેર એસોસિએસનનુ ૩૫મુ વાર્ષિક સમ્મેલન રવિવાર તા. ૧૬-૧૧-૨૦૨૫ ના રોજ યોજાયું હતું. આ સમ્મેલનમાં શહીદોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવેલ અને શહીદોના ધર્મપત્નીઓનું સન્માન કરવામા આવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ સૈનિકોના બાળકો જે ઉચ્ચ અભ્યાસમાં પ્રથમ/દ્વિતીય/તૃતીય આવનાર ને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું.
ગુજરાત એક્સ સર્વીસીસ લીગ સાથે સંલગ્ન ગુજરાતના જિલ્લાઓના સંગઠન પ્રમુખશ્રી તથા કારોબારી સભ્યોને પણ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમ્મેલનમાં મેયરશ્રી મીરાબેન પટેલ તથા પૂર્વ મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, એર વાઇસ માર્શલ શ્રી જી.એસ.ભુલ્લર, VM(G), SOA, SWAC IAF, બ્રીગેડીયર શ્રી ઇંદ્ર મોહન સિંહ (નિવ્રુત), પ્રમુખશ્રી ઇંડીયન એક્સ સર્વીસીસ લીગ, નવી દીલ્હી, બ્રીગેડીયર જે.પી. અંકલેસરીયા VSM (નિવ્રુત) પ્રમુખશ્રી, ગુજરાત એક્સ સર્વીસીસ લીગ, અમદાવાદ, બ્રીગેડીયર રાજેશ કુમાર, બ્રીગેડ કમાંડર, 85 ઇંન્ફેટરી બ્રીગેડ ઉપરાંત જવાનો તથા તેના પરિવાર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
…………
વંદન સોલંકી
[11/19, 7:56 PM] Neha Talaviya.Mahiti: 19112025 HON’BLE PM RELEASES 21st INSTALLMENT OF PM KISHAN YOJANA – HON’BLE CM SHRI BHUPENDRABHAI PATEL
https://photos.app.goo.gl/sPf2X3w3zUoHYvwT8
[11/19, 7:56 PM] Neha Talaviya.Mahiti: *પી.એમ. કિસાન સન્માન નિધિના ૨૧માં હપ્તાથી રાજ્યના ૪૯.૩૧ લાખ ધરતીપુત્રોને ૯૮૬ કરોડ રૂપિયાની સહાય મળી*
———–
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોઇમ્બતુરથી દેશના ૯ કરોડ ખેડૂતોને ૧૮ હજાર કરોડથી વધુની સહાય કિસાન સન્માન નિધિમાં આપી*
————
*ગાંધીનગરમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં કિસાન સન્માન નિધિ સાથે મુખ્યમંત્રીશ્રી – કૃષિમંત્રીશ્રીના હસ્તે ૧૧.૬૮ લાખથી વધુની વિવિધ કૃષિ સહાયના મંજૂરી પત્રોનું વિતરણ*
————
*રાજ્યનાં કિસાનોએ વડાપ્રધાનશ્રીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું*
————–
*તાજેતરના કમોસમી અસાધારણ વરસાદથી રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાનથી ખેડૂતોને બેઠા કરવા માટે ખૂબ જ ટુંકા સમયમાં ડબલ એન્જિન સરકારે રૂ. ૧૦ હજાર કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ આપ્યુ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
————–
_*:: મુખ્યમંત્રીશ્રી ::*_
* વડાપ્રધાનશ્રીની કૃષિ હિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના પરિણામે રાજ્યના લગભગ ૯૮ ટકાથી વધુ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે.
* વડાપ્રધાનશ્રીએ બીજથી લઈને બજાર સુધીના બધા તબક્કે ખેડૂતોની પડખે રહીને ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કર્યું છે.
* ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે ગ્રીન કવર વધારીને સુરક્ષા આપવાનો વડાપ્રધાનશ્રીનો અભિગમ
* પ્રાકૃતિક ખેતી એ ભવિષ્યની ખેતી છે – જમીન અને લોકોના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી હવેના સમયની માંગ છે.
——–
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ ખેડૂતોની ચિંતા કરીને ખેડૂતલક્ષી અનેક પહેલ શરૂ કરી છે: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
————–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યના ખેડૂતો પર તાજેતરમાં આવી પડેલી અસાધારણ કમોસમી વરસાદની આપત્તિથી થયેલા નુકસાનમાંથી તેમને બેઠા કરવા આ ડબલ એન્જિન સરકારે ખૂબ જ ઝડપથી રૂ. ૧૦ હજાર કરોડનું ઉદારતમ સહાય પેકેજ આપ્યું છે.
પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૧મો હપ્તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમિલનાડુના કોઈમ્બતુરથી દેશના કિસાનો માટે રિલીઝ કર્યો તેના ગાંધીનગરમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી સંબોધન કરી રહ્યા હતા. વડાપ્રધાનશ્રીના સંબોધનનું જીવંત પ્રસારણ રાજ્યના ખેડૂતોએ નિહાળ્યુ હતું.
વડાપ્રધાનશ્રીએ આ અવસરે દેશભરના ૯ કરોડથી વધુ ખેડૂતોને ૨૧માં હપ્તા પેટે ૧૮ હજાર કરોડ રૂપિયાની સહાય આપી હતી. ગુજરાતના ૪૯.૩૧ લાખથી વધુ કિસાનોને આ સહાય અંતર્ગત ૯૮૬ કરોડ રૂપિયા ડી.બી.ટી.થી મળશે.
ગાંધીનગરમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં કિસાન સન્માન નિધિ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા કૃષિ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાએ ૧૧.૬૮ લાખ રૂપિયાથી વધુની વિવિધ કૃષિ સહાયના મંજૂરીપત્રોનું વિતરણ કર્યુ હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ કરવા અનેક કલ્યાણકારી યોજનાઓ આપી છે. એટલુ જ નહીં, ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે ગ્રીન કવર વધારીને સુરક્ષા આપવાનો અભિગમ ‘એક પેડ માં કે નામ’ અને પ્રાકૃતિક કૃષિ જેવા અભિયાનોથી અપનાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ રસાયણયુક્ત ખેતીથી જમીન અને માનવ બંનેનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે તેના ઉપાયરૂપે વડાપ્રધાનશ્રીએ પ્રાકૃતિક ખેતીનો અપનાવવાનો જે ખ્યાલ આપ્યો છે તે ભવિષ્યની પેઢીના સ્વસ્થ અને તંદુરસ્ત જીવન તથા જમીનની ફળદ્રુપતા વધારવામાં ઉપયોગી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રાકૃતિક ખેતીને ભવિષ્યની ખેતી છે ગણાવતાં આ ખેતી અપનાવવી એ હવેના સમયની માંગ છે તેમ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બીજથી બજાર સુધીના દરેક તબક્કે વડાપ્રધાનશ્રી ખેડૂત હિતલક્ષી નિર્ણયોથી તેની પડખે રહ્યા છે તેમ જણાવતાં કહ્યું કે, આ વર્ષના બજેટમાં પીએમ ધનધાન્ય કૃષિ યોજના શરૂ કરવાનું જે કમિટમેન્ટ કર્યું હતું તે પણ 6 વર્ષના સમયગાળા માટે અમલી બનાવીને અન્નદાતાની દરકાર કરીને ‘જે કહેવું તે કરવું’ પુરવાર કર્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રીની કૃષિ હિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના કારણે આજે ગુજરાતના લગભગ ૯૮ ટકાથી વધુ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે. ખેડૂતોને પૂરતું પાણી અને વિજળી મળવાના કારણે રાજ્યના કૃષિ ક્ષેત્રનું ચિત્ર સમગ્રતયા બદલાઈ ગયું છે અને ખેડૂત સમૃદ્ધ થયો છે.
વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં ૨૦૦૫માં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરાવેલા કૃષિ મહોત્સવથી રાજ્ય સરકાર ખેડૂતોને તેમના ખેતરમાં સામે ચાલીને જઈને કયો પાક વધુ લઈ શકાય, વેલ્યુ એડિશન કરીને કેવી રીતે વધુ આવક મળે, એ બધી સમજ આપે છે અને લેબ ટુ લેન્ડનો એપ્રોચ સુપેરે સાકાર થયો છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ ખેડૂતોની ચિંતા કરી છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે તેમણે ખેડૂતલક્ષી અનેક પહેલ શરૂ કરી છે, જેને આજે રાજ્યના નિખાલસ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે.
કૃષિ મંત્રી શ્રી વાઘાણીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તામિલનાડુ ખાતેથી આજે ‘પી.એમ. કિસાન સમ્માન નિધિ’ યોજનાના ૨૧મા હપ્તાનું વર્ચ્યુઅલ માધ્યમથી વિતરણ કરવામાં આવ્યું છે, તેમાં રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગ્રામ પંચાયત, એપીએમસી વગેરેમાંથી અંદાજે ૩ લાખ જેટલા ખેડૂતો ઓનલાઈન માધ્યમથી જોડાયા છે.
કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે યાંત્રિકરણ, પાક સંરક્ષણ, કૃષિમાં નેનો ટેકનોલોજી અને આઈટીનો ઉપયોગ, પ્રાકૃતિક ખેતી, ઝીરો બજેટ ખેતી, કિસાનો માટે ઉત્પાદન વધે, ખર્ચ ઘટે અને વધુ વેચાણ પણ થાય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે દિન-પ્રતિદિન આપણી ખેતી-જમીન બંજર બનતી જાય છે, જેના કારણે વર્તમાન અને ભવિષ્યની પેઢીઓ અનેક રોગનો ભોગ ન બને તે માટે પ્રાકૃતિક કૃષિને અપનાવવી જોઈએ. જે અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મિશન મોડ પર કામ કરવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ ખેડૂતોને ઉપકારના નહીં પણ સેવાના ભાવથી સન્માન આપવા માટે વર્ષ ૨૦૧૯થી ‘પી.એમ. કિસાન સમ્માન નિધિ` યોજનાની સમગ્ર દેશભરમાં શરૂઆત કરાવી છે. આ યોજનાના અસરકારક અમલીકરણ અને સંપૂર્ણ પારદર્શિતાના પરિણામે ખેડૂતોના સીધા બેંક ખાતામાં પૈસા પહોંચી રહ્યા છે. કૃષિ પેદાશોનો બજારમાં નીચો ભાવ હોય ત્યારે એમ.એસ.પી.થી ખરીદી કરવાનો મોટો નિર્ણય પણ વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યમાં લગભગ એક લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી કિસાનોએ ૨૯૩ કેન્દ્રો ઉપર પહોંચાડી છે. આજે રાજ્યમાં રૂ. ૧૧૦૦ કરોડથી વધુની ખરીદી થઈ ચૂકી છે.
કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંજુ શર્માએ સ્વાગત ઉદબોધન કરતા કહ્યું હતું કે, ખેડૂતોના કલ્યાણ માટે સરકાર દ્વારા વાવેતરથી વેચાણ સુધીની યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. સરકાર સુધારેલા બિયારણો, ખાતરો, યાંત્રિક ઓજારો, પ્રાકૃતિક ખેતી, કૃષિ રાહત પેકેજ, ટેકાના ભાવની ખરીદીને લગતી યોજનાઓના માધ્યમથી ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે. નવીન આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર અરજી કરી ખેડૂતો અનેક લાભ મેળવી રહ્યા છે તેમ અધિક મુખ્ય સચિવશ્રીએ જણાવ્યુ હતું.
આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાનશ્રીએ દેશના ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ૧૫ ખેડૂત લાભાર્થીઓને કૃષિ, બાગાયતની વિવિધ યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કૃષિ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા, મેયર શ્રી મીરાંબહેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, જી.એસ.આઇ.સી.ના મેનેજિંગ ડાયરેકટર શ્રી વિજય ખરાડી, કલેકટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલ તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
————-
[11/19, 8:27 PM] Neha Talaviya.Mahiti: *નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં ‘સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ યોજાઈ*
…..
*નાયબ મુખ્યમંત્રીશ્રીએ યુનિટી માર્ચ – પદયાત્રાને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું*
…..
*સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગથી આત્મનિર્ભર ભારત નિર્માણના સામૂહિક શપથ લેવાયા*
…..
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર કરી ભારતને સાચા અર્થમાં અખંડ બનાવ્યું – નાયાબ મુખ્યમંત્રીશ્રી*
…….
*સરદાર સાહેબ ન હોત તો રામદેવરા, ઉજ્જૈન, અયોધ્યા જવા માટે પણ વિઝા લેવા પડતા-નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
…..
*સરદાર સાહેબના જીવન વિશે વાંચી જોજો ચોક્કસ આપ સૌને ભારતીય હોવા સાથે ગુજરાતી હોવાનું અભિમાન થઈ આવશે-નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
…….
*૫૦૦ મીટરથી વધુ લાંબા તિરંગા સાથે દેશભક્તિના રંગો વિખેરતા પદયાત્રાની પૂર્ણાહુતિ સરદારચોક કુડાસણ ખાતે કરવામાં આવી*
……..
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ એકતા અને અખંડિતતાના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના શ્યામ શુકન પી.ડી.પી.યુ ચાર રસ્તા ખાતેથી ‘સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ’ પદયાત્રાને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.અને સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગથી આત્મનિર્ભર ભારત નિર્માણમાં યોગદાન આપવાના સામૂહિક શપથ લેવાયા હતાં.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ઉજવાઈ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં આ યુનિટી માર્ચ જન જન સુધી રાષ્ટ્રીય એકતાનો ભાવ ઉજાગર કરવા યોજાઇ રહી છે.
સરદાર@૧૫૦ યુનિટી માર્ચ, આત્મનિર્ભર ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ હેઠળ યોજાયેલી આજની વિશાળ પદયાત્રામાં ઉપસ્થિત સર્વેનું સ્વાગત અભિવાદન અને બે હાથ જોડીને વંદન કરતા, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજની આ ઐતિહાસિક પદયાત્રા આપણા સૌના માટે ગર્વની વાત છે.
જેમના મજબૂત ઈરાદાથી, પ્રબળ પ્રયત્નો અને મહેનતથી આપણે સૌ આજે એક છીએ, તેવા મહામાનવ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી રૂપે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની રાહબરી હેઠળ આ પદયાત્રા માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ કશ્મીરથી કન્યાકુમારી સુધી ચાલી રહી છે. અને આ યાત્રા થકી સરદાર પટેલના વિચારો દેશના ખૂણે ખૂણે પહોંચી રહ્યા છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર કરી ભારતને સાચા અર્થમાં અખંડ બનાવ્યું છે.
આજના યુવાનોને ઉલ્લેખીને નાયબ મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યું હતું કે, યુવાનો આજે નાની-નાની સમસ્યાઓથી હારી જાય છે, થાકી જાય છે, તેમની માટે સરદાર સાહેબથી મોટી પ્રેરણા બીજી શું હોઈ શકે. અને આ પ્રેરણાદાયી યાત્રાના સુંદર ઐતિહાસિક આયોજન બદલ તેમણે ટીમ ગાંધીનગર ને અભિનંદન પાઠવ્યા હતા.
સરદાર પટેલ વિશે,તેમના વિચારો વિશે વધુમાં જણાવતા નાયબ મુખ્યમંત્રી શ્રી ઉમેર્યું હતું કે, આપણે ક્યારેય કલ્પના પણ નથી કરી કે જો સરદાર સાહેબ ન હોત તો રામદેવરા, ઉજ્જૈન, અયોધ્યા જવા માટે પણ વિઝા લેવા પડતા. આવા સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતિ ની પગપાળા યાત્રા કરી ભૂલી જઈએ તો ચાલે ખરું? એટલે જ આ યાત્રા થકી માત્ર સેલ્ફી ફોટો ન લેતા, માત્ર ડી.જેમાં દેશભક્તિના ગીતો સાંભળવા પૂરતું સીમિત ન રહેતા સરદાર સાહેબના ભવ્ય ઇતિહાસને જન જન સુધી પહોંચાડવા, સરદાર સાહેબને જાણવા તેમના પુસ્તકો વાંચવા પણ અપીલ કરી હતી.
આ તકે તેમણે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, આપણા વૈશ્વિક નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ મહામાનવ શ્રી સરદાર વલ્લભભાઈ ની વિરાટ પ્રતિમા બનાવી, વિશ્વના ખૂણે ખૂણે તેમના વિચારોને પહોંચાડ્યા છે. જેના માટે તેમણે આ મંચ પરથી પ્રધાનમંત્રીશ્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સરદાર પટેલ ખેડૂતો માટે, ખેડૂતોના લાભ માટે, ખેડૂતોના હિત માટે હંમેશા લડતા રહ્યા હતા. પરંતુ આવા દેશભક્ત મહામાનવનો ઈતિહાસ ભૂલવાડવાનો ભૂતકાળમાં પ્રયાસ કરાયો હતો, તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રી શ્રી એ સરદાર પટેલની આ ભવ્ય જન્મ જયંતીની ઉજવણીને, ભુતકાળમાં સરદાર સાહેબને ભૂલવાડવાના પ્રયત્નનો પ્રબળ જવાબ ગણાવ્યો હતો.
અંતે તેમણે આ લોખંડી પુરુષ માટે ‘જય સરદાર’ના નારાથી ધરતી ધ્રુજી ઊઠે તેવા નાદથી જયકાર કરી, પદયાત્રાને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે,સરદાર સાહેબના જીવન વિશે વાંચી જોજો, ચોક્કસ આપ સૌને ભારતીય હોવા સાથે ગુજરાતી હોવાનું અભિમાન થઈ આવશે.
આ તકે પૂર્વ મહામંત્રી શ્રી કે. સી પટેલે સરદાર પટેલનું જીવન કેવું હતું, તેમણે જોયેલા અખંડ ભારતના સ્વપ્ન વિશે અને તે પરિપૂર્ણ કરવા તેમના દ્વારા થયેલા કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્યશ્રી અલ્પેશજી ઠાકોરે ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.અને જણાવ્યું હતું કે,અખંડ ભારતના ઘડવૈયા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી ની ઐતિહાસિક પદયાત્રા ની ગૌરવવંતી ક્ષણના સાક્ષી બનવું આપણી સદનસીબી છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારથી શરુ થયેલી પદયાત્રા, ૫૦૦ મીટરથી વધુ લાંબા તિરંગા સાથે ગર્વભેર આગળ વધી હતી. અને તિરંગા સાથે દેશભક્તિ ના ગીતો અને સરદાર પટેલના વિચારોને કણ કણમાં ફેલાવતા પુર્ણાહુતિ સ્થાન સુધી પહોંચી હતી.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, સાંસદ શ્રી એચ.એસ.પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, જિલ્લા પક્ષ પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખશ્રી આશિષ દવે, કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે પટેલ, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી જે .એન વાઘેલા સહિત મહાનુભાવો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.
…..
*નેહા તલાવિયા*
[11/20, 10:27 AM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શિયાવાડા આયુષ્માન આરોગ્ય પેટા કેન્દ્રને ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય એક્રિડિટેશન એનાયત*
********
*ઓપીડી, રસીકરણ, કુટુંબ કલ્યાણ, OEEE, EMPNS એનસીડી,તથા અન્ય એમ કુલ ૧૨ સેવાઓમાં શિયાવાડાને પ્રાપ્ત થયા ૯૨.૨૭ %ગુણ*
*********
ગાંધીનગર તા.૨૦ નવેમ્બર –
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓના ક્ષેત્રે નવું છોગું ઉમેરાયું છે. જેમાં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શિયાવાડા પેટા આરોગ્ય કેન્દ્રને ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય એક્રેડિટેશન પ્રાપ્ત થયું છે.
શિયાવાડા પેટા આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનો ક્વોલિટી સ્ટાન્ડર્ડ અંતર્ગત ક્વોલિટી સર્ટિફિકેશન પ્રાપ્ત થતા તેને રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા જાળવી રાખવા માટે કેન્દ્ર સરકાર તરફથી બે લાખ ૧૮ હજાર રૂપિયાની ગ્રાન્ટ ત્રણ વર્ષ માટે મળવા પાત્ર થશે.
ભારત સરકારના આરોગ્ય વિભાગની બે સભ્યોની ટીમ દ્વારા ગત તા. ૨૭ ઓક્ટોબરના રોજ એક દિવસ વર્ચ્યુઅલ માધ્યમથી આયુષ્માન આરોગ્ય મંદિરમાં કરવામાં આવતી કામગીરીનું અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગની ટીમે ઓપીડી, રસીકરણ, કુટુંબ કલ્યાણ, OEEE, EMPNS એનસીડી તથા અન્ય એમ કુલ ૧૨ પ્રકારની સેવાઓના સર્વિસ પેકેજ કામગીરીનું સુક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું. આ ચકાસણીના પરિણામે શિયાવાડા કેન્દ્રને ઉત્કૃષ્ટ ગુણવત્તાલક્ષી સેવાઓ બદલ ૯૨.૨૭% ગુણ પ્રાપ્ત થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એન.કયુ.એ.એસ. અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ આરોગ્ય કેન્દ્રોની ગુણવત્તાલક્ષી ચકાસણી કરી તેમને વિવિધ કામગીરીમાં સ્વચ્છતા અને ગુણવત્તાલક્ષી કામગીરીના આધારે ગુણાંક આપી રાષ્ટ્રીય માન્યતા એનાયત કરવામાં આવે છે.
**********
*દિવ્યા ત્રિવેદી*
[11/20, 10:54 AM] Neha Talaviya.Mahiti: *દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પવિત્ર પ્રસંગોએ કરવામાં આવતું ‘ઘેરિયા’નૃત્ય હળપતિ સમાજનું સાંસ્કૃતિક ગૌરવ*
…..
*સામૈયુ, લગનીયા, જન્મ વધામણી જેવા શુભ અવસરો ઉપરાંત કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે ‘ખૂણો ભાંગવા’એટલે કે શોક ઉતારવા પણ ઘેરીયા તેડાવવામાં આવે છે*
……
*ઘેરિયા રમતા પુરુષો નારીનો વેશ ધારણ કરી, સોળે શણગાર સજી આ અર્ધનારીશ્વર સ્વરુપે પોતાની ભાષામાં દેવી શક્તિની આરાધના કરે છે*
…..
*આદિવાસી સમાજની આ કલા જીવંત રાખવા દરવર્ષે ઘેરિયા પ્રતિયોગિતાનું પણ આયોજન કરવામાં આવે છે*
….
લોક નૃત્ય એ ગુજરાતી સંસ્કૃતિનું એક મહત્વનો અંગ છે, લોક ઉત્સવો અને ધાર્મિક પરંપરાઓ સાથે લોક નૃત્યો આદિકાળથી ચાલ્યા આવે છે.
હાલમાંજ આપણે આદિવાસી સમાજના એવા વ્યક્તિ વિશેષની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરી, જેઓ દેશ માટેના તેમના બલિદાનને કારણે ભગવાન બિરસામુંડા તરીકે ઓળખાય છે. ગુજરાતમાં વસતા આવા ગૌરવશાળી આદિવાસી સમાજના લોકો પાસે પણ લોકનૃત્યોનો સમૃદ્ધિ વારસો છે. જેમાં દક્ષિણ ગુજરાતના હળપતિ સમાજનું ઘેરિયા નૃત્ય પણ ખૂબ જ પ્રસિદ્ધ છે.
આ ઘેરીયા નૃત્યની વાત કરવામાં આવે તો તે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજની એક આગવી ઓળખ છે,અને હળપતિ સમાજની ગૌરવવંતી સાંસ્કૃતિક પવિત્ર કલા પણ છે.
આ ઘેરીયા નૃત્ય એ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પવિત્ર પ્રસંગોએ કરવામાં આવે છે. જેમાં ગરબા, ગરબી, હાલરડા, સામૈયુ, લગનીયા, જન્મ વધામણી જેવા શુભ અવસરોએ ઘેરીયા રમતા ઘૈરયા તેડાવી ઘેર રમાડવામાં આવે છે. હળપતિ સમાજના લોકો એવું માને છે કે, ઘર આંગણે શુભ પ્રસંગે ઘેર તેડાવવી એ અતિ પવિત્ર અને શુકનવંતી પ્રથા છે. આ ઉપરાંત જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે ‘ખૂણો ભાંગવા’એટલે કે શોક ઉતારવા પણ ઘેરીયા તેડાવવામાં આવે છે.
આ નૃત્યની એક અનોખી વાત એ પણ છે કે,આ નૃત્યમાં ગાવા વગાડવાથી માંડી નૃત્ય કરનાર દરેક કલાકાર પુરુષ હોય છે, પરંતુ તેઓ નારીનો વેશ ધારણ કરી, સોળે શણગાર સજી આ નૃત્ય કરે છે.તેઓ અર્ધનારીશ્વર સ્વરુપે પોતાની ભાષામાં દેવી શક્તિની આરાધના કરે છે.
ઉલ્લેખનીય છે કે,ઘેરીયા નૃત્યમાં જે ગાયક હોય છે,તેને કવિયો કહેવામાં આવે છે.અને જે કલાકારો ઘેર રમે છે, તેમને ઘૈરયા તરીકે ઓળખવામાં આવે છે.આ નૃત્યમાં મુખ્ય વાદ્ય તરીકે ‘તુર’ નામના વાજિંત્રનો ઉપયોગ થાય છે.આ સિવાય કરતાલ અને ઘેરિયા રમતા કલાકારોના કમરે બાંધેલા ઘુઘરા ના તાલે નૃત્ય કરવામાં આવે છે.
ઘેરીયાના દરેક કલાકારના એક હાથમાં લાકડાનો દંડો અને બીજા હાથમાં મોરપીંછ રાખી નૃત્ય કરવામાં આવે છે.કવિયો જે પણ ગરબો ,ગીત કે વામણું ગાઈ તેમાં દરેક ઘૈરયા “હાં રે હાં….”કહી સુર પુરાવે છે.
આ અનોખી આદિવાસી સાંસ્કૃતિક કૃતિના કલાકારો નવસારી, વલસાડ,વાપી જેવા દક્ષિણના જિલ્લાઓના ગામોમાં આજે પણ પવિત્ર પ્રસંગોએ આ નૃત્ય કરે છે.આ ઉપરાંત વાર તહેવારે ભરાતા મેળાઓમાં પણ આ નૃત્ય જોવા મળે છે.વર્તમાન સમયમાં આ આદિવાસી સંસ્કૃતિનું પવિત્ર નૃત્ય લુપ્ત ન થાય, અને આવનારી પેઢી આ નૃત્યની મહત્તા સમજે તેના માટે ઘેરીયા પ્રતિયોગીતાનું પણ આયોજન કરવામાં આવે છે.જેમાં દક્ષિણ વિસ્તારના સુરતથી માંડી ડાંગ સુધીના કલાકારો ભાગ લે છે.
……
*આલેખન: નેહા તલાવિયા*
*સૌજન્ય: સાલેજ ગામ ઘેરિયા મંડળ, નવસારી*
[11/20, 11:32 AM] Neha Talaviya.Mahiti: ઉચ્ચકક્ષાએથી મળેલી સૂચના અનુસાર , જે મિત્રોને એક્રેડિટેશન કાર્ડ માટેના નવા પોર્ટલમાં પ્રોફાઈલ ક્રિએટ કરવાનું, સાઇન અપ કરવાનું બાકી હોય તે લોકોએ પોતાની કામગીરી બે દિવસમાં જ સત્વરે પૂરી કરવા નમ્ર વિનંતી છે.- નાયબ માહિતી નિયામક, ગાંધીનગર
[11/20, 2:31 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *દહેગામ તાલુકામાં સાંસદ શ્રી હસમુખ પટેલના નેતૃત્વમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ: ૫ ગામ મળી ૮ કિલોમીટરના રૂટ પર વિવિધ સંસ્થાઓ,સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું*
……
*નાંદોલમાં પરંપરાગત કાર્યક્રમ સાથે પદયાત્રાનો શુભારંભ: સલકી, વર્ધાના મુવાડા, અંગૂથલાના ગ્રામજનોએ પુષ્પવર્ષા સાથે સરદાર યાત્રાના ભવ્ય સામૈયા કર્યા*
……
*વિકસિત રાષ્ટ્રનો માર્ગ આત્મનિર્ભર ભારત થકી, ભારતની ૧૪૫ કરોડથી વધુની જનતા સંપૂર્ણ સ્વદેશી વસ્તુઓ અપનાવશે તો જ આત્મનિર્ભર ભારત બનશે- સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ*
…..
*ભારતને એક કરી સરદારે અખંડ ભારતને મજબૂત બનાવ્યું- ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌધરી*
……
*શાળાના બાળકોએ સરદાર પટેલ, ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઈ જેવા વીર વિરાંગનાઓની વેશભૂષા અને તિરંગાને સાથે લોકોને હૃદયમાં દેશભક્તિ અવિરત રાખવાનો સંદેશ આપ્યો*
…….
*સરદાર પટેલની ભવ્ય મૂર્તિ સાથેના ફલોટસ, સેલ્ફી પોઈન્ટે જગાવ્યું આકર્ષણ,સરદારના વિચારોનું બીજ રોપતા પદયાત્રા ધારીસણા ખાતે પૂર્ણ*
…….
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં યુનિટી માર્ચ પદયાત્રાનો નાંદોલ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. નાંદોલથી સલકી-વર્ધાના મુવાડા- અંગુથલા અને ધારીસણા ગામના ૮ કિલોમીટર જેટલા રૂટ પર પદયાત્રા નિકળતા, વિવિધ સંસ્થાઓ, સમાજ અને બાળકો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. સાથે જ દરેક ગામમાં સરદાર પટેલના જીવન આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સમગ્ર પદયાત્રા દરમિયાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ મૂર્તિ સાથેનું ફલોટ અને સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
અખંડ ભારતના ઘડવૈયા અને ભારતના જન જનના સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી અંતર્ગત નાંદોલ ખાતે સાંસદ શ્રી હસમુખભાઈ પટેલના નેતૃત્વમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી. દહેગામના નાંદોલથી શરૂ થયેલ ૮ કિલોમીટરની પદયાત્રા ધારિસણા ખાતે સમાપન થઈ હતી.
આ પદયાત્રાના શુભારંભ કાર્યક્રમમાં નાંદોલ ખાતે શ્રી સરદાર પટેલની પ્રતિમાને મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ તથા સુતરની આંટી અર્પણ કરવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પદયાત્રાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે સાંસદશ્રીએ કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલએ જાતિ,ધર્મ, પ્રાંત, જ્ઞાતિ સર્વના ભેદભાવથી ઉપર ઉઠી ભારતના સૌના સરદાર છે. ભારતના જનનાયક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના અનેક સ્વપ્નોને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પરિપૂર્ણ કર્યા છે. જેમ કે, સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવી ગુજરાતને પાણીદાર બનાવવું, તેવી જ રીતે કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ નાબૂદ કરીને કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ પણ પ્રધાનમંત્રીશ્રીએ બનાવ્યું છે. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સ્વપ્નને પરિપૂર્ણ કરવા વડાપ્રધાન શ્રી મોદીએ ૨૦૪૭ સુધીમાં રાષ્ટ્રને એકતા સાથે વિકસિત શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવાની નેમ લીધી છે.
આ વિકસિત રાષ્ટ્રનો માર્ગ આત્મનિર્ભર ભારત થકી આગળ વધે છે તેમ જણાવી તેમણે કહ્યું હતું કે, આપણે હજુ પણ ગુલામીની માનસિકતા ત્યજવી પડશે. જાહેરાતો દ્વારા ઉભા થતા બજારવાદથી બહાર નીકળી જો ભારતની ૧૪૫ કરોડથી વધુની જનતા સંપૂર્ણ સ્વદેશી વસ્તુઓ અપનાવશે તો જ આપણે આત્માનિર્ભર બનીશું અને આ આત્મનિર્ભરતા સાથે ભારત વિકસિત રાષ્ટ્ર બનશે.
ધારાસભ્ય શ્રી બલરામસિંહ ચૌહાણે ભારતને એક કરનાર એવા વીરપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે યોજાયેલ પદયાત્રામાં સૌને આવકાર્યા હતા. સમારોહમાં અગ્રણી શ્રી રાજુભાઈ શુક્લાએ કહ્યું હતું કે, આ વર્ષ ત્રણ મહાન ઘટનાઓનું વર્ષ છે. જેમાં રાષ્ટ્રગીત વંદે માતરમને ૧૫૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ સાથે જ આદિ જનજાતિ સમાજના ક્રાંતિકારી નેતા ભગવાન શ્રી બિરસા મુંડાજીની પણ ૧૫૦મી જન્મ જયંતી સાથે, સૌના સરદાર, શાલીનતા અને સૌમ્યતા સાથે અડગ નિર્ધાર અને સક્ષમતાના ધની સરદાર વલ્લભભાઈ પટેલની પણ ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વિચારવું ઘટે કે જો સરદાર ન હોય તો કદાચ આપણે જુનાગઢ કે હૈદરાબાદ જવા માટે પણ ફ્લાઈટ કે પાસપોર્ટની જરૂર રહેતી હોત. તેમણે “મારો દેશ મારા દેશના બાંધવો એક થઈને રહે” તેવી ભાવનાથી દેશના ૫૬૨ રજવાડાંઓને એક કર્યા હતા. વહીવટી કુશળતા, અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા સરદારને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભવ્ય શ્રદ્ધાંજલિ રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ કરાવ્યું જ્યાંથી એમની પ્રતિમા આજે સંપૂર્ણ જગતમાં એકતાનો સંદેશ પ્રસરાવી રહી છે.
પદયાત્રામાં કુમારીકાઓ દ્વારા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું,ડી.જે પર દેશભક્તિના ગીતો અને ઢોલ નગારાના તાલથી સમગ્ર પદયાત્રાનું વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. યાત્રા દરમિયાન વિવિધ શાળાના બાળકોએ સરદાર પટેલ ભગતસિંહ, ઝાંસીની રાણી, ગાંધીજી, મંગલ પાંડે જેવા વીર વિરાંગનાઓની વેશભૂષા અને તિરંગાને સ્વમાનભેર હાથમાં રાખી લોકોને હૃદયમાં દેશભક્તિ અવિરત રાખવાનો સંદેશ પણ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે,આ અવસરે ઉપસ્થિત સૌએ એકતા શપથ ગ્રહણ કર્યા હતા. નાંદોલ ખાતે સમારોહમાં મહાનુભાવોના હસ્તે વિશેષ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તથા ગુજરાત સરકાર દ્વારા રખિયાલ ગ્રામ પંચાયતને વિકાસ માટે રૂ. ૧ કરોડ ૯૦ લાખની ગ્રાન્ટનો ચેક પણ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શ્રી કામિનીબા રાઠોડ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કિરીટસિંહ બિહોલા, નગરપાલિકા પ્રમુખશ્રી વૈશાલીબેન સોલંકી, ગાંધીનગર જિલ્લા પક્ષ પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ, અગ્રણી રમણભાઈ દેસાઈ, શ્રી કેતનભાઇ પટેલ, નાંદોલના સરપંચ શ્રી મંજુલાબેન પટેલ,ઉપસરપંચ શ્રી ગોવિંદજી ઠાકોર, ધારીસણાના સરપંચ શ્રી ભરતભાઈ ઉપરાંત બ્રહ્મા કુમારી રખિયાલના દીદી, રૂટમાં આવતા દરેક ગામોના સરપંચશ્રીઓ, ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ સહિત તાલુકા પંચાયતના સભ્યો તથા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
……
*દિવ્યા ત્રિવેદી*
[11/20, 2:54 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કલોલ તાલુકાના મા.મ.વિભાગ (પંચાયત) દ્વારા બાલવા-લીંબોદરા રોડની રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી*
*******
*અંદાજીત રૂ.૧૯૦ લાખના ખર્ચે ૩.૫૦ કિ.મી લંબાઈના બાલવા-લીંબોદરા રોડને વધુ સુગમ બનાવવામાં આવશે*
*******
ગાંધીનગર તા.૨૦ નવેમ્બર- રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કમોસમી વરસાદના કારણે જિલ્લામાં ધોવાણ થઈ ચૂકેલા રસ્તાઓને ફરી સુદ્રઢ બનાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના માર્ગ મકાન વિભાગ (પંચાયત) વિભાગ દ્વારા વિવિધ માર્ગો પર પેચ વર્ક સાથે જ માર્ગોના નવિનીકરણ અને રીસર્ફેસિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં મા.મ.વિભાગ (પંચાયત) દ્વારા ૧૯૦ લાખના ખર્ચે મંજૂર થયેલ અંદાજે ૩.૫૦ કિ.મી લંબાઈ ધરાવતા બાલવા-લીંબોદરા રોડની રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં રસ્તાનું ધોવાણ થયું હોવાને કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડતો હતો ત્યારે તાત્કાલિક આ રસ્તાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રિસર્ફેસિંગની કામગીરી પૂર્ણ થતા ગ્રામજનોને વાહનવ્યવહાર માટે વધુ સરળ અને સુગમ રસ્તો મળશે તેમજ ગ્રામ વિસ્તારો સુધી પહોંચવું વધુ ઝડપી બનશે.
********
*દિવ્યા ત્રિવેદી*
[11/20, 4:03 PM] Neha Talaviya.Mahiti: *કલેકટરશ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો*
……
*કલેકટરશ્રીએ અરજદારોના પ્રશ્નોને ધીરજથી સાંભળી સમસ્યાનો ઉકેલ લાવવા જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યું*
….
*જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો*
……
નગરજનોના પ્રશ્નો અને તેમની સમસ્યાઓનું સરળતાથી નિરાકરણ થાય તે હેતુથી ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ૧૨ જેટલા અરજદારો બાંધકામ દબાણ, રસ્તાના રિપેરિંગ , સ્વચ્છતા જેવા પ્રશ્ને રજુઆત કરાઈ હતી. આ તમામ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું હતું. આ સાથે જ કલેકટરશ્રીએ સર્વે અધિકારીઓને અરજદારોના પ્રશ્નોને ધીરજથી સાંભળી, પોતાના સ્વજનો સમજી તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા સુચના આપી હતી.
આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર શ્રી નિશા શર્મા તથા સંલગ્ન વિભાગના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
…..
*નેહા તલાવિયા*
[11/20, 7:56 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *અન્ન, નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી ની અધ્યક્ષતામાં ગાંધીનગરના સરઢવ ખાતેથી યુનિટી@150 પદયાત્રાનો શુભારંભ*
**********
*સરદાર પટેલના શબ્દો, વિચારો, જ્ઞાન અને નીડરતાને નવી પેઢી સમજે, સ્વીકારે અને તેમાંથી પ્રેરણા લે: મંત્રી શ્રી રમણભાઈ સોલંકી*
**********
*વિકસિત ભારતના નિર્માણમાં આત્મનિર્ભર ભારત બનાવવા તેમજ ગુજરાતીઓને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા અનુરોધ કરતા મંત્રી શ્રી સોલંકી*
**********
*ભૂતો ન ભવિષ્યતિ તેવા નેતા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન મૂલ્યોને આજની પેઢીને પોતાના જીવનમાં અને આચારમાં ઉતારવા ધારાસભ્યશ્રી રીટાબહેન પટેલની અપીલ*
**********
ગાંધીનગર તા.૨૦ નવેમ્બર –
અન્ન, નાગરિક પુરવઠા તેમજ ગ્રાહકની બાબતોના મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના સરઢવ ખાતેથી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ૮ કિ.મી. લાંબી પદયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
મંત્રીશ્રીએ સમારોહ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી, પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે ત્રણ કાર્યક્રમો દ્વારા લોકોને આઝાદી, એકતા, અખંડિતતાના વિચારો સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં પ્રથમ રાષ્ટ્રગીત વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી, આદિવાસી સમાજના સમર્પણની કથા એવા ભગવાન શ્રી બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી અને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી થકી લોકોને રાષ્ટ્રભાવનાથી પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
આઝાદી સમયે દરેક રાજ્યને ભારત કે પાકિસ્તાન સહિત સ્વતંત્ર પણ રહેવાની છૂટ આપવામાં આવી હતી ત્યારે ૫૬૨ રજવાડાંઓને એક કરીને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે વિશાળ ભારતવર્ષની રક્ષા કરી એક ભારતનું નિર્માણ કર્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલના શબ્દો, વિચારો અને જ્ઞાન,નીડરતાને નવી પેઢી સમજે, સ્વીકારે અને તેમાંથી પ્રેરણા લે તે માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ સાથે જ મંત્રીશ્રીએ વિકસિત ભારતના નિર્માણમાં આત્મનિર્ભર ભારત બનાવવા તેમજ ગુજરાતીઓને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
રાંધેજા ખાતે સમાપન પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયાએ કહ્યું હતું કે, જે પ્રજા, સમાજ અને રાષ્ટ્ર પોતાના ઇતિહાસને ભૂલે છે તે કાળાંતરે નષ્ટ થાય છે અને આ આપણો ગૌરવપૂર્ણ ઇતિહાસ ભવિષ્યની પેઢી પણ જાણે તે માટે આ કાર્યક્રમ અહીં યોજાઇ રહ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલના અરે પ્રધાનને વિશ્વ જાણે તે માટે પ્રધાનમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા તેમને હૃદયાંજલિ અર્પણ કરી છે.
ધારાસભ્ય શ્રી રીટાબહેન પટેલે સ્વાગત ઉદ્બોધન કરતા કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી સમયે આપણને ગર્વ થાય કે સશક્ત, નીડર નેતા, ખેડૂત પુત્ર એવા લોહપુરુષ આપણા ગુજરાતના પનોતા પુત્ર હતા. એમનું જીવન કવન તો અનેક પ્રેરણાત્મક ઘટનાઓથી ભરપૂર રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલના બારડોલી સત્યાગ્રહ, વગેરે કાર્યો અને સંસ્મરણોને રજૂ કરીને ભૂતો ન ભવિષ્યતિ તેવા આ નેતાના જીવન મૂલ્યોને આજની પેઢીને પોતાના જીવનમાં અને આચારમાં ઉતારવા ધારાસભ્યશ્રીએ અપીલ કરી હતી.
પદયાત્રાને રૂપાલ અને રાંધેજા ખાતે સામૈયું તથા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આવકારવામાં આવી હતી. આ પદયાત્રામાં ૫૦૦ ફૂટ કરતા વધુ લાંબા તિરંગાએ લોકોમાં આકર્ષણ જગાવ્યું હતું. પદયાત્રામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો, અગ્રણીઓ સર્વેએ ઉત્સાહભેર “સરદાર પટેલ અમર રહો” ના નારા લગાવી લોહપુરુષ અને ભારતની અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પદયાત્રા રાંધેજા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.
પદયાત્રામાં મેયર મીરાંબહેન પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, દંડક શ્રી સેજલબહેન, ચેરમેન શ્રી બાંધકામ ભરતભાઈ, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન.વાઘેલા, સરઢવના સરપંચ શ્રી કિરીટભાઈ પટેલ, ઉપસરપંચ શ્રી અશોકભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હંસાબહેન,અગ્રણી શ્રી આશિષભાઈ દવે તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
*************
*દિવ્યા ત્રિવેદી*
[11/20, 10:45 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: https://drive.google.com/drive/folders/1X6pQHhtLSy__xbhF1QFgzYT5lWHCDbMu?usp=sharing
[11/20, 10:45 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: https://drive.google.com/drive/folders/16c0gmoiIvjLTrnVxLtd5y0ojkR77HZKi?usp=sharing
[11/21, 1:31 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કડાદરા થી કરોલી ગામ વચ્ચે ૪.૨૦ કિ.મી.નો નવો પાકો ડામર રોડ બનશે*
………….
*ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત: અંદાજે રૂ.૩.૫ કરોડના ખર્ચે પાકો રસ્તો બનાવવામાં આવશે*
………….
ગાંધીનગર તા.૨૧ નવેમ્બર –
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ રાજ્યમાં માર્ગે અને મકાન વિભાગ દ્વારા કમોસમી વરસાદના લીધે ધોવાણ થયેલા તેમજ અન્ય કાચા રસ્તાઓને પાકા અને સુદ્રઢ બનાવી લોકોને સુગમ પરિવહનની સેવા પૂરી પાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ગાંધીનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)દ્વારા જિલ્લાના વિવિધ રસ્તાઓના સમારકામ, નવીનીકરણ અને નવા પાકા રોડની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં કડાદરા ગામ થી કરોલી સુધી રૂ.૩.૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અંદાજે ૪.૨૦ કિ.મીનો નવો પાકો ડામર રોડ મંજૂર કરવામાં આવ્યો છે. તા.૧૯ નવેમ્બરના રોજ ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણના હસ્તે આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
અગાઉ કડાદરા થી કાચા રસ્તે ખેડૂતો અને ગ્રામજનોએ પસાર થવું પડતું હતું. ત્યાં હવે પાકો ડામર સપાટીવાળો રસ્તો બનતા લોકોને સુગમ પરિવહનની સુવિધા મળશે.રોડની કામગીરી અંતર્ગત હાલમાં જંગલ કટીંગ કરવામાં આવી રહ્યું છે. આ રસ્તો મંજૂર થતા કડાદરા અને કરોલીના ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.
……………
*દિવ્યા ત્રિવેદી*
[11/21, 3:51 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *માણસા તાલુકામાં સાંસદ શ્રી નરહરિ અમીનના નેતૃત્વમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ: ૫ ગામ મળી ૮ કિલોમીટરના રૂટ પર વિવિધ સંસ્થાઓ,સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું*
……
*એ.પી.એમ.સી. માણસામાં પરંપરાગત કાર્યક્રમ સાથે પદયાત્રાનો શુભારંભ: રિદ્રોલ, પાટણપુરાના ગ્રામજનોએ પુષ્પવર્ષા સાથે સરદાર યાત્રાના ભવ્ય સામૈયા કર્યા*
……
*શાળાના બાળકોએ સરદાર પટેલ, ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઈ જેવા વીર વિરાંગનાઓની વેશભૂષા અને તિરંગાને સાથે લોકોને હૃદયમાં દેશભક્તિ અવિરત રાખવાનો સંદેશ આપ્યો*
…….
*સરદારના વિચારોનું બીજ રોપતા પદયાત્રા આજોલ ખાતે પૂર્ણ*
…….
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં યુનિટી માર્ચ પદયાત્રાનો ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. એ.પી.એમ.સી. માણસાથી રિદ્રોલ-પાટણપુરા અને આજોલ ગામના ૮ કિલોમીટર જેટલા રૂટ પર પદયાત્રા નિકળતા, વિવિધ સંસ્થાઓ, સમાજ અને બાળકો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. સાથે જ દરેક ગામમાં સરદાર પટેલના જીવન આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સમગ્ર પદયાત્રા દરમિયાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ મૂર્તિ સાથેનું ફલોટ અને સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
અખંડ ભારતના ઘડવૈયા સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી અંતર્ગત માણસા ખાતે સાંસદ શ્રી નરહરિભાઈ અમીનના નેતૃત્વમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી. માણસાથી શરૂ થયેલ ૮ કિલોમીટરની પદયાત્રા આજોલ ખાતે સમાપન થઈ હતી.
આ પદયાત્રાના શુભારંભ કાર્યક્રમમાં માણસા ખાતે શ્રી સરદાર પટેલની પ્રતિમાને મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ તથા સુતરની આંટી અર્પણ કરવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પદયાત્રાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે સાંસદશ્રીએ કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલના “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સ્વપ્નને પરિપૂર્ણ કરવા વડાપ્રધાન શ્રી મોદીએ ૨૦૪૭ સુધીમાં રાષ્ટ્રને એકતા સાથે વિકસિત શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવાની નેમ લીધી છે.
આ વિકસિત રાષ્ટ્રનો માર્ગ આત્મનિર્ભર ભારત થકી આગળ વધે છે તેમ જણાવી તેમણે કહ્યું હતું કે, આપણે હજુ પણ ગુલામીની માનસિકતા ત્યજવી પડશે. જનતા સંપૂર્ણ સ્વદેશી વસ્તુઓ અપનાવશે તો જ આપણે આત્મનિર્ભર બનીશું અને આ આત્મનિર્ભરતા સાથે ભારત વિકસિત રાષ્ટ્ર બનશે.
ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલે કહ્યું હતું કે, આ વર્ષ ત્રણ મહાન ઘટનાઓનું વર્ષ છે. જેમાં રાષ્ટ્રગીત વંદે માતરમને ૧૫૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ સાથે જ આદિ જનજાતિ સમાજના ક્રાંતિકારી નેતા ભગવાન શ્રી બિરસા મુંડાજીની પણ ૧૫૦મી જન્મ જયંતી સાથે, સૌના સરદાર, શાલીનતા અને સૌમ્યતા સાથે અડગ નિર્ધાર અને સક્ષમતાના ધની સરદાર વલ્લભભાઈ પટેલની પણ ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વિચારવું ઘટે કે જો સરદાર ન હોય તો કદાચ આપણે જુનાગઢ કે હૈદરાબાદ જવા માટે પણ ફ્લાઈટ કે પાસપોર્ટની જરૂર રહેતી હોત. તેમણે “મારો દેશ મારા દેશના બાંધવો એક થઈને રહે” તેવી ભાવનાથી દેશના ૫૬૨ રજવાડાંઓને એક કર્યા હતા. વહીવટી કુશળતા, અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા સરદારને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભવ્ય શ્રદ્ધાંજલિ રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું જ્યાંથી એમની પ્રતિમા આજે સંપૂર્ણ જગતમાં એકતાનો સંદેશ પ્રસરાવી રહી છે.
પદયાત્રામાં કુમારીકાઓ દ્વારા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું,ડી.જે પર દેશભક્તિના ગીતો અને ઢોલ નગારાના તાલથી સમગ્ર પદયાત્રાનું વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. યાત્રા દરમિયાન વિવિધ શાળાના બાળકોએ સરદાર પટેલ ભગતસિંહ, ઝાંસીની રાણી, ગાંધીજી, મંગલ પાંડે જેવા વીર વિરાંગનાઓની વેશભૂષા અને તિરંગાને સ્વમાનભેર હાથમાં રાખી લોકોને હૃદયમાં દેશભક્તિ અવિરત રાખવાનો સંદેશ પણ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી જ્યોત્સનાબેન વાઘેલા, અગ્રણી શ્રી અનિલભાઈ પટેલ, એ.પી.એમ.સી. માણસાના ચેરમેન શ્રી માધવલાલ પટેલ તથા રૂટમાં આવતા દરેક ગામોના સરપંચશ્રીઓ, ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ સહિત તાલુકા પંચાયતના સભ્યો તથા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
……
*દિવ્યા ત્રિવેદી*
[11/21, 4:11 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગરના હેલીપેડ એકિઝબિશન સેન્ટર ખાતે EFY એક્સ્પો ગુજરાત ૨૦૨૫ને મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાએ ખુલ્લો મુકયો*
…………..
*ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતનું નેતૃત્વ કરતું રાજ્ય છે: સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીશ્રી*
……………
ગાંધીનગર તા. ૨૧ નવેમ્બર-
ગાંધીનગરના હેલીપેડ એકઝીબિશન સેન્ટર ખાતે ઇએફવાય એક્સ્પો ગુજરાત ૨૦૨૫ (EFY Expo Gujarat 2025) ને આજે, ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાએ ખુલ્લો મુક્યો હતો. આજથી બે દિવસ ચાલનારા એક્સ્પો-૨૦૨૫ને તેમણે પશ્ચિમ ભારતના ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર માટે ખરેખર એક ઐતિહાસિક ઘટના ગણાવી હતી.
ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, અને GSEM અને EFY ગૃપ તેમજ MEDEPCના ના સંયુક્ત ઉપક્રમે EFY એક્સ્પો ગુજરાત ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે.
આ અવસરે મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ એક્સ્પોની થીમ, “મેકિંગ નેક્સ્ટ-જનરલ ઇલેક્ટ્રોનિક્સ: ફ્રોમ આઇડિયા ટુ ડિઝાઇન મેન્યુફેક્ચરિંગ” (“Making Next-Gen Electronics: From Idea to Design Manufacturing,”) ગુજરાતમાં અમે સક્રિયપણે પ્રોત્સાહિત કરી રહેલા નવીનતા (Innovation) અને ઔદ્યોગિક કૌશલ્યના (Industrial Prowess) ભાવને સંપૂર્ણપણે સમાવી લે છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ઇવેન્ટ માત્ર એક પ્રદર્શન નથી; તે ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમની સંપૂર્ણ શ્રેણીને – એક વિચારની ચમકથી માંડીને, ઝીણવટભરી ડિઝાઇન અને પ્રોટોટાઇપિંગ દ્વારા, વિશાળ પાયા પરના ઉત્પાદન અને સફળ બજાર અમલીકરણ સુધી – પ્રદર્શિત કરવા માટેનું એક આગવું અને મુખ્ય પ્લેટફોર્મ છે. આ એ સામૂહિક દ્રષ્ટિકોણનો પુરાવો છે, જે આપણા રાજ્યને આગળ ધપાવે છે.
મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિઝનથી અને મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં, ગુજરાત સેમિકન્ડક્ટરમાં માત્ર ભાગીદાર નથી, પરંતુ સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ભારતના મહત્ત્વકાંક્ષી પ્રવાસનું સક્રિયપણે નેતૃત્વ (spearheading) કરી રહ્યું છે નોંધપાત્ર રોકાણોને અંતિમ ઓપ અપાઈ ચૂક્યો હોવાથી, આપણું રાજ્ય મેગા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે ઝડપથી પસંદગીનું સ્થળ (preferred destination) બની રહ્યું છે. આના કારણે, ગુજરાતમાં અસંખ્ય આનુષાંગિક વ્યાવસાયિક એકમો (ancillary business units) ની સ્થાપના થઈ રહી છે, જે એક અભૂતપૂર્વ અસર પેદા કરી રહી છે. તકો અપાર છે, અને તે અહીં, હમણાં જ હાજર છે, એમ જણાવી તેમણે EFY એક્સ્પોમાં ભાગ લેનારાને એનો મહતમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરવા માટે આજે યોજાઈ રહેલી “ધ સેમિકોન સમિટ” (“The Semicon Summit”) માટે હું ખાસ ઉત્સાહિત છું, એમ જણાવી તેમણે ઉમેર્યું કે, સરકાર ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે જરૂરી સરકારી સહાય, નીતિઓ અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે.
ઉત્પાદન ઉપરાંત, ગુજરાત સરકાર જાણે છે કે સાચી શ્રેષ્ઠતા માટે જ્ઞાન અને કૌશલ્યનો મજબૂત પાયો જરૂરી છે. તેથી જ આવતીકાલે સુનિશ્ચિત “ઇલેક્ટ્રોનિક્સ એજ્યુકેશન કોંગ્રેસ” (“Electronics Education Congress”) પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. તે આપણી શિક્ષણ સંસ્થાઓને ઉદ્યોગ-તૈયાર (industry-ready) ઇલેક્ટ્રોનિક્સ પ્રોફેશનલ્સ અને ઉદ્યોગસાહસિકો (entrepreneurs) – જે ભારતના ટેકનોલોજીકલ સામર્થ્યના ભવિષ્યના આર્કિટેક્ટ છે – વિકસાવવા માટે જરૂરી નવીનતમ ટેકનોલોજી અને કૌશલ્ય સમૂહોથી સજ્જ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત એક ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યું છે. ગુજરાત સરકાર વાતાવરણ કેળવી રહી છે, જ્યાં નવીનતા વિકસે, કૌશલ્યો વિકસાવવામાં આવે અને વ્યવસાયો વિસ્તરે. આ EFY એક્સ્પો ગુજરાત ૨૦૨૫ એક નિર્ણાયક પ્લેટફોર્મ છે જે શ્રેષ્ઠ બુદ્ધિશાળી દિમાગ, સૌથી નવીન ટેકનોલોજી અને અજોડ વ્યાવસાયિક તકોને એકસાથે લાવે છે.
તેમણે ઉદ્યોગ અગ્રણીઓ, ઉભરતા ઉદ્યોગ સાહસિકો, સમર્પિત શિક્ષણવિદો અને કુશળ વ્યાવસાયિકો – ને આ બે દિવસનો સંપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી કરતા જણાવ્યું હતું કે, જોડાઓ (Engage), સહયોગ કરો (collaborate), શીખો (learn), અને ઇલેક્ટ્રોનિક્સના ભવિષ્યની કલ્પના કરો, જે ભવિષ્યનું નેતૃત્વ કરવામાં ગુજરાત ગૌરવ અનુભવે છે.
GSEMના મિશન ડાયરેકટ સુશ્રી નેહાકુમારએ સેમિકન્ડકર ક્ષેત્રે અને અગ્રણી ઉધોગો માટે ગુજરાતમાં રહેલી તકો અને વિશેષતાઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ પ્રસંગે EFY એક્સ્પો-૨૦૨૫ના વાઇસ પ્રેસિડન્ટ શ્રી અતુલ ગોયેલે સ્વાગત પ્રવચન કર્યું હતું
આ એક્સપોના ઉદ્ઘાટન સમારોહમાં ઇલેક્ટ્રોનિક્સના પ્રોફેશનલ્સ, ઉદ્યોગ સાહસિકો, શિક્ષણવિદો, કુશળ વ્યવસાયિકો અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
…………
*પારૂલ મણિયાર*
#########################
આપની આસપાસ બનતી ઘટનાઓ ના સમાચાર અમોને જન જાગૃતિ ના ભાગ રૂપે પ્રસિદ્ધ કરવા વ્હોટ્સ અપ નંબર 6353019026 ઉપર મોકલી આપો
