17 NG pdf</strong></em></p> <p><em><strong> (2) 16 Ng pdf (2)
(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના ગાંધીનગર જિલ્લા સહિતના સમાચારો
*[9/15, 3:12 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો*
*‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો*
…………..
*ગુજરાત-રાજસ્થાન જેવા રાજ્યોની સાંસ્કૃતિક આદાન-પ્રદાન, પ્રવાસન વિકાસ થકી દેશના આર્થિક* *સશક્તીકરણમાં અગ્રણી ભૂમિકા :- પંજાબના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા*
…………………..
*આ પ્રી-નવરાત્રિ બંને રાજ્યો વચ્ચેના અતૂટ*
*સંબંધને વધુ મજબૂત બનાવશે :- ગુજરાત પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા*
…………………..
*વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામમાં ઉદયપુર વાસીઓ મન મુકીને ગરબે ઘૂમ્યા*
…………..
*કાર્યક્રમમાં જોવા મળી ગુજરાતની કલા, સંસ્કૃતિ, વ્યંજન અને પરંપરાની ઝલક*
…………..
ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’-૨૦૨૫ ઉદયપુર ખાતે યોજાયો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત વિઝન’ હેઠળ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાને આગળ ધપાવતા ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનના ઉદ્દેશ્ય સાથે રવિવારે ઉદયપુરના ફીલ્ડ ક્લબ સંકુલમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામ ૨૦૨૫માં સંસ્કૃતિઓનો અનોખો સંગમ જોવા મળ્યો. વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામમાં ઉદયપુર વાસીઓ મન મુકીને ગરબે ઘૂમ્યા હતા.
ગુજરાત પ્રવાસન નિગમના ઉપક્રમે આયોજિત આ પ્રકારના પ્રથમ-અનોખા કાર્યક્રમનો શુભારંભ પંજાબના રાજ્યપાલ તથા ચંદીગઢના વહીવટદાર શ્રી ગુલાબચંદ કટારિયાના હસ્તે તેમજ ગુજરાતના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથિ પંજાબના રાજ્યપાલ-ચંદીગઢના વહીવટદાર શ્રી ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે, ઉદયપુર જેવા ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેરમાં વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન આપણા સૌ માટે ગર્વની બાબત છે. ઉદયપુર, જેને તળાવોની નગરી કહેવામાં આવે છે, અને ગુજરાત, જેને જીવંત સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસા માટે ઓળખવામાં આવે છે, બંનેનો સંગમ અદભૂત સંયોગ છે. આ પ્રકારના કાર્યક્રમો આપણા ભારતીય સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત કરશે. સાથે સાથે ભારતને પ્રવાસનના ક્ષેત્રમાં વૈશ્વિક નકશા પર વધુ મજબૂતાઈથી સ્થાપિત કરશે.
શ્રી કટારિયાએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, આ પ્રકારના આયોજનો દ્વારા કલાકારોના માધ્યમથી બંને રાજ્યોને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ભારતની તાકાત તેની વિવિધતા અને સંસ્કૃતિમાં છે. આ વિવિધતા જ આપણને દુનિયાના સૌથી આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત કરે છે. ગુજરાત હોય કે રાજસ્થાન, આપણા તહેવારો, આપણી નૃત્ય પરંપરાઓ, લોકગીતો, ખાવા-પીવાનું અને શિલ્પકલા, આખી દુનિયાને ભારતીય સંસ્કૃતિની ઝલક બતાવે છે. ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યો સાંસ્કૃતિક આદાન-પ્રદાન, પ્રવાસન વિકાસ થકી દેશના આર્થિક સશક્તીકરણમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે. આજનો આ કાર્યક્રમ એ જ કડીનો ભાગ છે, જે સંદેશ આપે છે કે પ્રવાસન માત્ર આર્થિક જ નહિ, પરંતુ સાંસ્કૃતિક એકતાનું માધ્યમ પણ છે.
ગુજરાતના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈએ જણાવ્યુ કે, રાજસ્થાન અને ગુજરાતનો સંબંધ બહુ જૂનો અને મજબૂત છે. ખાણી-પીણી, રહેણી-કરણી તેમજ પરંપરાઓમાં તેની ઝલક જોવા મળે છે. આજના આ આયોજનમાં ગુજરાતના ભોજનનો સ્વાદ પણ છે અને પરંપરાગત ગરબાની ઝલક પણ. આ આયોજન બંને રાજ્યો વચ્ચેના અતૂટ સંબંધને વધુ મજબૂત બનાવશે.
આ ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રોમાં ભાગ લીધો હતો. કોઈએ ગુજરાતના લોકજીવનને દર્શાવતી ચણિયા ચોળી અને કેડીયુ તથા ચોરણા ધારણ કર્યા, તો કેટલાક ખેલૈયાઓએ રાજપૂતાના ગૌરવનું પ્રતિનિધિત્વ કરતા ધોતી-કુર્તા અને મેવાડી પાગ અથવા મારવાડી સાફા સાથે અલગ જ છટા પાથરી હતી. ગુજરાતના પરંપરાગત લોકગીતો અને લોકનૃત્યની ધુન પર થનગનતા પગ એક ભારત-શ્રેષ્ઠ ભારતનું દિગ્દર્શન કરતા હોય, તેવો માહોલ સર્જાયો હતો.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી ચુન્નીલાલ ગરાસિયા, શહેરના ધારાસભ્ય શ્રી તારાચંદ જૈન, ગુજરાતના પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમાર, ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર પ્રભવ જોશી, ભૂતપૂર્વ મંત્રી હરીશ રાજાણી, સમાજસેવી ગજપાલ સિંહ વગેરે વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા.
*લોક સંસ્કૃતિએ રંગ જમાવ્યો*
ઉત્સવના શુભારંભ સાથે જ લોકસંસ્કૃતિની રંગત છવાઈ ગઈ હતી. પ્રારંભમાં આકર્ષક પરંપરાગત ગુજરાતી લોક પ્રદર્શન યોજાયું. તેમાં તલવાર રાસ, ગોફ ગુંથણ અને મણિયારો રાસની રજૂઆતોએ મંત્રમુગ્ધ કરી દીધા. ત્યાર બાદ રાજસ્થાનના આત્મા સમુ ઘૂમર નૃત્ય શરૂ થયું, તેમાં જાણે કે આખું સંકુલ જ સાંસ્કૃતિક સમાગમનું પ્રતિબિંબ બની ગયું. મનમોહક રજૂઆત પછી, જાણીતા પાર્શ્વગાયક પાર્થિવ ગોહિલે ગુજરાતના પરંપરાગત લોકગીતોની એકથી એક ચડિયાતી રજૂઆતો આપી સૌને જાણે મોહિત કરી દીધા.
*ગુજરાતી વાનગીઓની લિજ્જત માણી*
આયોજન દરમિયાન ગુજરાતી ગરબાની સાથે પરંપરાગત ગુજરાતી વ્યંજનોના પણ સ્ટોલ્સ સજાવવામાં આવ્યા હતા. તેમાં ખેલૈયાઓએ ગુજરાતના સ્વાદિષ્ટ પરંપરાગત વ્યંજનો ખમણ-ઢોકળા, ફાફડા સહિત અનેક પ્રકારની વાનગીઓની લિજ્જત માણવાની તક પણ મળી હતી.
જનક દેસાઈ …………..
[9/15, 4:07 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતના પોલીસ સ્ટેશનોનું રેન્કિંગ હવે સિટીઝન સેન્ટ્રીક કામગીરી અને સુવિધાઓ પર આધારિત થશે*
*નવા રેન્કિંગ માપદંડમાં નાગરિકોને સીધો લાભ મળે તેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય*
*હવે પોલીસ સ્ટેશનોનું રેન્કિંગ નાગરિકોને મળતી સુવિધા પર થશે*
….
ગુજરાતના પોલીસ સ્ટેશનોના રેન્કિંગ માટેની પદ્ધતિમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ માત્ર ગુનાના આંકડા (ક્રાઈમ સ્ટેટેસ્ટિક્સ) પર આધારિત થતું રેન્કિંગ હવે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની સૂચનાથી સિટીઝન સેન્ટ્રીક (નાગરિક-કેન્દ્રિત) કામગીરી અને સુવિધાઓ પર આધારિત રહેશે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ફેરફાર DG-IG કોન્ફરન્સ ૨૦૨૪ના મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. હવેથી, રાજ્યના દરેક શહેર અને જિલ્લામાં વર્ષમાં બે વખત આ નવા પેરામીટર્સના આધારે પોલીસ સ્ટેશન રેન્કિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહ્યું છે. આ રેન્કિંગમાં લગભગ ૪૦ જેટલા અલગ-અલગ નાગરિક-કેન્દ્રિત મુદ્દાઓને સમાવવામાં આવ્યા છે.
*નવા માપદંડ:*
નવા રેન્કિંગ માપદંડમાં નાગરિકોને સીધો લાભ મળે તેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં, અરજીઓનું ઝડપી નિવારણ, ‘શી’ (SHE) ટીમ દ્વારા સિનિયર સિટીઝન સાથેની મુલાકાતો, પોલીસના ગેરવર્તનની અરજીઓ, ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ અને ‘તેરા તુજકો અર્પણ’ જેવા કોમ્યુનિટી પોલીસિંગ કાર્યક્રમોનો અમલ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા, હાઇજેનિક મહિલા શૌચાલયની વ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા, રાહત કક્ષ (Waiting Area) અને તેમાં નાગરિકો માટેની સુવિધાઓ, વૃક્ષારોપણ કાર્યક્રમો, સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટી જેવી પાયાની સુવિધાઓને પણ ગુણ આપવામાં આવશે. એટલું જ નહીં, સંબંધિત પોલીસ સ્ટેશનના PSO અને SHO દ્વારા સરકારી નંબરનો ઉપયોગ પણ આ મૂલ્યાંકનમાં સામેલ કરવામાં આવ્યો છે.
આ નવી પદ્ધતિ મુજબ, દરેક શહેર અને જિલ્લાના પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર પોલીસ સ્ટેશનને રાજ્યના પોલીસ વડાશ્રી તરફથી પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવશે. આનાથી પોલીસ સ્ટેશનો વચ્ચે નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે સકારાત્મક સ્પર્ધાનું વાતાવરણ ઊભું થશે.
તાજેતરમાં આ નવી પદ્ધતીના આધારે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનોની રેન્કિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રથમ સ્થાન મેળવનાર પોલીસ સ્ટેશનોના થાણા ઇન્ચાર્જને રાજ્ય પોલીસ વડાશ્રી દ્વારા પ્રશંસાપત્ર પાઠવવામાં આવ્યા છે.
….
[9/15, 4:19 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૫ મા જન્મ દિવસે થશે “સ્વસ્થ નારી , સશક્ત પરિવાર” અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ*
—–
*ગુજરાતમાં તા. ૧૭ સપ્ટેમ્બર થી ૦૨ ઓકટોબર ૨૦૨૫ સુધી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન ઉજવાશે: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
—–
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી આ અભિયાનનો થશે રાજ્યવ્યાપી પ્રારંભ*
—–
• રાજ્યમાં અંદાજે કુલ ૧.૪૧ લાખ કરતાં વધુ હેલ્થ કેમ્પ યોજાશે
• જેમાં ૧૦,૮૪૯ સ્પેશ્યાલિસ્ટ કેમ્પ અને ૧,૩૦,૧૮૮ સ્ક્રીનીંગ કેમ્પ દ્વારા નાગરિકોને નિ:શુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ અપાશે
• ૧૭ સપ્ટેમ્બરે અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમ સહિત ૬૦૦ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થશે
—–
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૫ મા જન્મ દિવસ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ થશે . જેના અંતર્ગત વિવિધ આરોગ્ય વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
*વધુ વિગતો આપતા આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે થી આ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ થશે.* *જેમાં સુપર સ્પેશ્યાલીટી ડૉક્ટર જેવા કે હ્રદય રોગ, કેન્સર અને કિડનીના નિષ્ણાંતો દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓનો લાભ અપાશે.*
આ ઉપરાંત રાજકોટ ખાતે પણ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ મહિલા-બાળ કલ્યાણ વિભાગ દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૦૨ ઓકટોબર, ૨૦૨૫ સુધી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન ચલાવવામાં આવશે.
મંત્રી શ્રીએ ઉમેર્યુ કે, આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ હોસ્પિટલ સુધી સ્ત્રીઓ અને બાળકો માટે જુદા ૧૪ જેટલા વિષયો સંબંધિત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ સેવાઓ માત્ર રોગ થયા પછીની સારવાર સુધી મર્યાદિત ન રહેતાં રોગ થતો અટકાવવા, આરોગ્ય સુધારવા અને રોગની સારવાર માટે પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
*કંઇ કંઇ સેવાઓનો લાભ મળશે ?*
પૂર્વ પ્રસૂતિ અને પ્રસૂતા માતા સંબધિત સેવાઓ, રસીકરણ અને બાળ સ્વાસ્થ્ય સંબધિત સેવાઓ, કિશોરી સ્વાસ્થ્ય અંતર્ગત એનીમિયા અને માસિક સ્વચ્છતા સંબધિત સેવાઓ, ડાયાબિટીસ, બી.પી, જેવા બિન ચેપી રોગો , ઓરલ, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ અને સારવાર સંબધિત સેવાઓ, સિકલ સેલ રોગ માટેનું સ્ક્રીનિંગ અને સારવાર, ટીબી, માનસિક સ્વાસ્થય, આંખ, ENT સેવાઓ અને ડેન્ટલ સંબધિત સેવાઓ, મેદસ્વિતા જાગૃતિ, દેહ/અંગદાન જાગૃતિ, આયુષ સેવાઓને સાંકળીને જેરિયાટ્રિક (વયોવૃધ્ધ નાગરિકો માટે) કેર, આયુષ્યમાન ભારત અને વય વંદન કાર્ડ સંબધિત સેવાઓ, રક્તદાન શિબિરો અને જાગૃતિ વિગેરે જેવી સેવાઓ આપવામાં આવશે.
*વડાપ્રધાનશ્રીના જન્મ દિવસ નિમિત્તે રાજ્યમાં અંદાજે કુલ ૧,૪૧,૦૩૭ જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેટા આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા ૧,૦૦,૮૫૪, પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૨૦,૦૦૭, શહેરી પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૫,૫૯૦, શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા ૯,૯૭૧ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૪,૬૧૫ જેટલા કેમ્પનો સમાવેશ થાય છે*
આમ રાજ્યમાં ૧૦,૮૪૯ સ્પેશ્યાલિસ્ટ કેમ્પ અને ૧,૩૦,૧૮૮ સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરીને નાગરિકોને નિ:શુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ આપવામાં આવશે.
*કયા ટેસ્ટ નિ:શુલ્ક કરાશે ?*
આ પખવાડીયા દરમ્યાન તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે થનાર તમામ મેડિકલ કેમ્પમાં આરોગ્ય વિષયક સેવાઓ જેવી કે મેડિકલ ચેક-અપ, સ્ક્રીનિંગ, નિદાન, લેબોરેટરી ટેસ્ટ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, રેડિયોલોજીકલ ટેસ્ટ જેવા કે એક્સ-રે, સોનોગ્રાફી, MRI સી.ટી. સ્કેન વગેરે નિ:શુલ્ક કરવામાં આવશે. વધુમાં 15 દિવસના સમયગાળા દરમિયાન તબીબો દ્વારા કેમ્પમાં પ્રિસ્ક્રાઇબ કરેલા ટેસ્ટને પછીથી પણ નિયતસમયમર્યાદામાં વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
આ ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત રાજ્યમાં ૬૦૦ જેટલી જગ્યાએ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
*આરોગ્ય સેવાના આ પખવાડિયામાં રાજ્યની પ્રત્યેક મહિલાઓ તેમના પરિવારજનો સહિત તમામ નાગરિકોને બહોળી માત્રામાં કેમ્પનો લાભ લેવા માટે આરોગ્ય મંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે.*
—–
[9/15, 4:39 PM] Dilip Gajjar.Mahiti.Press: પ્રેસરીલીઝ
રાજભવન, ગાંધીનગર
તા. 15 સપ્ટેમ્બર, 2025
*મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*
*રાજ્યપાલશ્રીએ સંસ્કૃત ભાષામાં લીધા શપથ*
*મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી અને ઉપમુખ્યમંત્રીશ્રીએ પાઠવી શુભેચ્છાઓ*
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ તારીખ 15 સપ્ટેમ્બર 2025, સોમવારના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. મુંબઈમાં રાજભવનના દરબાર હોલમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશશ્રી ચંદ્રશેખરે આચાર્ય દેવવ્રતજીને રાજ્યપાલ પદના શપથ લેવડાવ્યા. રાજ્યપાલશ્રીએ સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરતા ઉપસ્થિત સૌ કોઈમાં સુખદ આશ્ચર્ય ફેલાયું હતું.
શપથ ગ્રહણ બાદ મુખ્ય ન્યાયાધીશશ્રી, મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રીશ્રી એકનાથ શિંદેએ રાજ્યપાલશ્રીને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે રાજ્યપાલશ્રીને ભારતીય નૌસેના તરફથી વિશેષ સન્માન આપવામાં આવ્યું.
શપથ ગ્રહણ સમારોહની શરુઆતમાં રાષ્ટ્રગાન અને રાજ્યગાન સંપન્ન થયા બાદ મહારાષ્ટ્રના મુખ્ય સચિવશ્રી રાજેશ કુમાર દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા આચાર્ય દેવવ્રતજીને રાજ્યપાલ તરીકે નિયુક્તી અંગે બહાર પડાયેલી અધિસૂચનાનું પઠન કરવામાં આવ્યું. બાદમાં રાજ્યપાલશ્રીએ સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરી પદભાર સંભાળ્યો હતો. ત્યારબાદ ફરીથી રાષ્ટ્રગાન અને રાજ્યગાન સાથે શપથવિધિ પૂર્ણ થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલશ્રી સી. પી. રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પર ચૂંટાયા હોવાના કારણે આ પદ ખાલી પડ્યું હતુ. જે અનુસંધાને રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને મહારાષ્ટ્રના રાજ્યપાલ પદનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.
આ શપથ ગ્રહણ સમારોહમાં લેડી ગર્વનર શ્રીમતી દર્શના દેવી સહિત પરિવારના સભ્યો, વિધાન પરિષદના અધ્યક્ષશ્રી પ્રો. રામ શિંદે, વિધાનસભાના અધ્યક્ષશ્રી રાહુલ નાર્વેકર, વિધાન પરિષદના ઉપાધ્યક્ષશ્રી ડૉ. નીલમ ગોરે, કૌશલ વિકાસ મંત્રીશ્રી મંગલપ્રભાત લોઢા, રમતગમત મંત્રીશ્રી માણિકરાવ કોકાટે, મુખ્યસચિવશ્રી રાજેશ કુમાર, પોલીસ મહાસંચાલકશ્રી રશ્મિ શુક્લા, અધિક મુખ્ય સચિવશ્રી મનીષા મ્હૈસકર, રાજ્યપાલના સચિવશ્રી ડૉ. પ્રશાંત નારનવરે, ઉપસચિવશ્રી એસ. રામમૂર્તિ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
[9/15, 6:19 PM] Dilip Gajjar.Mahiti.Press: *’મેદસ્વિતા મુક્તિ અભિયાન’ના માધ્યમથી ગુજરાતના ૧૦ લાખ નાગરિકોનું ૧૦-૧૦ કિ.લો વજન ઘટાડવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો મહાસંકલ્પ :- ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂત*
***********
‘*મેદસ્વિતા મુક્તિ અભિયાન’ અંતર્ગત ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે, જ્યાં ૧૦ લાખ નાગરિકોનું સંયુક્ત રીતે ૧ કરોડ કિ.લો જેટલું વજન ઓછું થશે :- ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેનશ્રી*
***********
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂતે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં યોગ બોર્ડ દ્વારા ‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’નું આયોજન કરવામાં આવશે, જે ત્રણ તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કો તા.૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર ૨૦૨૫, બીજો તબક્કો તા.૦૧થી ૩૧ નવેમ્બર અને ત્રીજો તબક્કો તા. ૦૧થી ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધી યોજાશે. આ અભિયાન અંતર્ગત યોગના માધ્યમથી રાજ્યના ૧૦ લાખ નાગરિકોનું વ્યક્તિ દીઠ ૧૦ કિ.લો વજન ઘટાડવા માટેનો યોગ બોર્ડે મહાસંકલ્પ કર્યો છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગના એક્સપર્ટ કોચ દ્વારા યોગના માધ્યમથી એક વ્યક્તિનો ૧૦ કિ.લો વજન ઓછું કરીને રાજ્યના ૧૦ લાખ નાગરિકોનો સંયુક્ત રીતે કુલ ૧ કરોડ કિ.લો જેટલો વજન ઘટાડીને ગુજરાતના નાગરિકોને મેદસ્વિતાથી મુક્તિ આપવાની દિશામાં યોગ બોર્ડ દ્વારા પ્રયત્નો કરવામાં આવશે. યોગ આપણી સંસ્કૃતિ છે. યોગના માધ્યમથી સ્વાસ્થ્ય વર્ધનની સાથો-સાથ વજન પણ ઓછું થાય છે. ‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’ અંતર્ગત યોગશાસ્ત્ર અને આહારશાસ્ત્ર પર અમે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીશું. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં ૭૫ સ્થળોએ યોગ બોર્ડ અને આરોગ્ય વિભાગની મેડીકલ ટીમ પરિણામલક્ષી કાર્યક્રમો યોજીને નાગરિકોનો બ્લડ ટેસ્ટ, બોડી માસ ઇન્ડેક્સ તૈયાર કરીને સ્થળ પર જ ડાયટપ્લાન આપશે.
વધુમાં શ્રી શીશપાલ રાજપૂતે કહ્યું કે, ‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’ અંતર્ગત ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય હશે, જ્યાં ૧૦ લાખ લોકોનું વજન ઓછું થયું હશે. ગુજરાત યોગ બોર્ડ ફક્ત યોગ દિવસ એટલે કે, ૨૧ જૂને જ કાર્ય નથી કરતું, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન કાર્યરત રહીને નાગરિકોનાં સ્વાસ્થ્યની ચિંતા કરે છે. યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં આયોજિત ૫૦૦૦થી વધુ નિ:શુલ્ક યોગ વર્ગોમાં અંદાજિત ૫ લાખથી વધુ નાગરિકો જોડાયા છે. આ યોગ કેમ્પમાં જોડાઈને રાજ્યના નાગરીકોએ ૫ કિ.લો, ૧૦ કિ.લોથી લઈને ૨૦ કિ.લો જેટલું વજન ઘટાડ્યું છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શ્રી શીશપાલે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ મહાનગરોમાં, જિલ્લાઓમાં, તાલુકા કક્ષાએ રાજ્યમાં કાર્યરત છે. ગુજરાતનાં નાગરિકો યોગી બનીને નિરોગી બને તે દિશામાં યોગ બોર્ડ આગામી સમયમાં ગામે – ગામ સુધી પોતાના યોગ કેન્દ્રોનું આયોજન કરશે. મેદસ્વિતા એ આજે સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે. મેદસ્વિતાએ બીમારીઓનો ખજાનો છે. ‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’ નાગરિકોના તન અને મનનો ભાર ઘટાડવામાં એક અસરકારક પગલું પૂરવાર થશે.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ અભિયાનમાં જોડાઈને ‘સ્વસ્થ ગુજરાત, સુખી ગુજરાત’ બનાવવાની નેમ લીધી છે. આમ રાજ્યના નાગરિકોને ‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’માં જોડાઈને યોગી અને નિરોગી બનવા તેમણે અનુરોધ કર્યો હતો.
– પ્રિન્સ ચાવલા
***************
[9/15, 7:24 PM] Dilip Gajjar.Mahiti.Press: *’મેદસ્વિતા મુક્તિ અભિયાન’ના માધ્યમથી ગુજરાતના ૧૦ લાખ નાગરિકોનું ૧૦-૧૦ કિ.લો વજન ઘટાડવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો મહાસંકલ્પ :- ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂત*
***********
‘*મેદસ્વિતા મુક્તિ અભિયાન’ અંતર્ગત ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે, જ્યાં ૧૦ લાખ નાગરિકોનું સંયુક્ત રીતે ૧ કરોડ કિ.લો જેટલું વજન ઓછું થશે :- ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેનશ્રી*
***********
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂતે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં યોગ બોર્ડ દ્વારા ‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’નું આયોજન કરવામાં આવશે, જે ત્રણ તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કો તા.૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર ૨૦૨૫, બીજો તબક્કો તા.૦૧થી ૩૧ નવેમ્બર અને ત્રીજો તબક્કો તા. ૦૧થી ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધી યોજાશે. આ અભિયાન અંતર્ગત યોગના માધ્યમથી રાજ્યના ૧૦ લાખ નાગરિકોનું વ્યક્તિ દીઠ ૧૦ કિ.લો વજન ઘટાડવા માટેનો યોગ બોર્ડે મહાસંકલ્પ કર્યો છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગના એક્સપર્ટ કોચ દ્વારા યોગના માધ્યમથી એક વ્યક્તિનો ૧૦ કિ.લો વજન ઓછું કરીને રાજ્યના ૧૦ લાખ નાગરિકોનો સંયુક્ત રીતે કુલ ૧ કરોડ કિ.લો જેટલો વજન ઘટાડીને ગુજરાતના નાગરિકોને મેદસ્વિતાથી મુક્તિ આપવાની દિશામાં યોગ બોર્ડ દ્વારા પ્રયત્નો કરવામાં આવશે. યોગ આપણી સંસ્કૃતિ છે. યોગના માધ્યમથી સ્વાસ્થ્ય વર્ધનની સાથો-સાથ વજન પણ ઓછું થાય છે. ‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’ અંતર્ગત યોગશાસ્ત્ર અને આહારશાસ્ત્ર પર અમે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીશું. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં ૭૫ સ્થળોએ યોગ બોર્ડ અને આરોગ્ય વિભાગની મેડીકલ ટીમ પરિણામલક્ષી કાર્યક્રમો યોજીને નાગરિકોનો બ્લડ ટેસ્ટ, બોડી માસ ઇન્ડેક્સ તૈયાર કરીને સ્થળ પર જ ડાયટપ્લાન આપશે.
વધુમાં શ્રી શીશપાલ રાજપૂતે કહ્યું કે, ‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’ અંતર્ગત ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય હશે, જ્યાં ૧૦ લાખ લોકોનું વજન ઓછું થયું હશે. ગુજરાત યોગ બોર્ડ ફક્ત યોગ દિવસ એટલે કે, ૨૧ જૂને જ કાર્ય નથી કરતું, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન કાર્યરત રહીને નાગરિકોનાં સ્વાસ્થ્યની ચિંતા કરે છે. યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં આયોજિત ૫૦૦૦થી વધુ નિ:શુલ્ક યોગ વર્ગોમાં અંદાજિત ૫ લાખથી વધુ નાગરિકો જોડાયા છે. આ યોગ કેમ્પમાં જોડાઈને રાજ્યના નાગરીકોએ ૫ કિ.લો, ૧૦ કિ.લોથી લઈને ૨૦ કિ.લો જેટલું વજન ઘટાડ્યું છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શ્રી શીશપાલે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ મહાનગરોમાં, જિલ્લાઓમાં, તાલુકા કક્ષાએ રાજ્યમાં કાર્યરત છે. ગુજરાતનાં નાગરિકો યોગી બનીને નિરોગી બને તે દિશામાં યોગ બોર્ડ આગામી સમયમાં ગામે – ગામ સુધી પોતાના યોગ કેન્દ્રોનું આયોજન કરશે. મેદસ્વિતા એ આજે સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે. મેદસ્વિતાએ બીમારીઓનો ખજાનો છે. ‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’ નાગરિકોના તન અને મનનો ભાર ઘટાડવામાં એક અસરકારક પગલું પૂરવાર થશે.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ અભિયાનમાં જોડાઈને ‘સ્વસ્થ ગુજરાત, સુખી ગુજરાત’ બનાવવાની નેમ લીધી છે. આમ રાજ્યના નાગરિકોને ‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’માં જોડાઈને યોગી અને નિરોગી બનવા તેમણે અનુરોધ કર્યો હતો.
– પ્રિન્સ ચાવલા
***************
[9/16, 8:37 AM] Dilip Gajjar.Mahiti.Press: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જુના સચિવાલય ખાતેથી “નમો કે નામ રક્તદાન” કેમ્પનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો
સચિવાલય સહિત રાજ્યમાં ૩૭૦ થી વધુ જગ્યાએ એકદિવસીય બ્લડ ડોનેશન કેમ્પ
૧.૨૭ લાખ થી વધુ લોકોએ બ્લડ ડોનેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું
[9/16, 10:34 AM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાનશ્રી ના જન્મદિવસના ઉપલક્ષ્યમાં ગુજરાતના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં 378 જગ્યાએ એકદિવસીય મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરાયું*
………………….
*આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર જુના સચિવાલયથી “નમો કે નામ રક્તદાન” મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો*
………………..
*૧.૨૭ લાખ થી વધુ લોકોએ બ્લડ ડોનેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું*
………………..
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આજે રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા જુના સચિવાલય ખાતે આયોજીત નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો હતો.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ ક્ષણે કર્મચારી મહામંડળ દ્વારા નમો કે નામ રક્તદાન માટે બનાવવામાં આવેલી એપનું પણ નિરીક્ષણ કરીને તેની સરાહના કરી હતી.
રાજ્યમાં 378 થી વધુ જગ્યાએ આ ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન થનાર છે. જેના માટે નમો કે નામ રક્તદાન એપ મારફતે કર્મચારીએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામ રજીસ્ટ્રેશન વખતે તેમના નજીકના બ્લડ ડોનેશન સેન્ટરને સીલેક્ટ કરીને કર્મચારીઓ બ્લડ ડોનેશન કરવા જશે.
રાજ્યમાં 1.28 લાખથી વધુ કર્મચારીઓએ નમો કે નામ રક્તદાન ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન કરાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ થયેલ ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે વડાપ્રધાનશ્રીના જન્મદિને મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ કલેક્ટ કરીને જરૂરીયાતમંદોને મદદરૂપ થવાના આશય થી આ સમગ્ર કેમ્પનું આયોજન કરાયું છે.
***************************
[9/16, 12:41 PM] Dilip Gajjar.Mahiti.Press: *’મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન*
———-
*રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાર્યરત વિવિધ યોગ કેમ્પનો*
*પાંચ લાખથી વધુ યોગ પ્રેમી નાગરિકોએ લીધો લાભ*
****
રાજ્ય સરકાર પ્રેરિત “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનને હાલમાં રાજ્યભરમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂતના નેતૃત્વમાં રાજ્યભરમાંથી પ્રતિ વર્ષ પાંચ લાખથી વધુ નાગરિકો યોગ કેમ્પમાં સહભાગી થઈને ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનમાં જોડાઈને પોતાના સ્વાસ્થની કાળજી લઇ રહ્યા છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શીશપાલે જણાવ્યું હતું કે, મેદસ્વિતાએ માત્ર શરીરની ચરબી વધવાની સમસ્યા નથી, પરંતુ તે હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ઘૂંટણ દર્દ, કમર દર્દ, કેન્સર અને અન્ય ગંભીર રોગોનું મુખ્ય કારણ બની શકે છે. આધુનિક જીવનશૈલી, અસંતુલિત આહાર અને શારીરિક સક્રિયતાના અભાવના કારણે આજની પેઢી મેદસ્વિતા તરફ આગળ વધી છે. રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૦ ડિસેમ્બર-૨૦૨૫ સુધી મેદસ્વિતા મુક્તિ અભિયાન યોજાશે. આ કેમ્પમાં રાજ્યના નાગરિકો વધુમાં વધુ જોડાઈને પોતાના તનના ભારની સાથોસાથ પોતાના મનનો ભાર ઘટાડી સ્વસ્થ, સુખી અને આનંદમય જીવન જીવી શકે છે તે માટે ગુજરાતના નાગરિકોને યોગ બોર્ડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ કેમ્પમાં નાગરિકોને માત્ર યોગ અને પ્રાણાયામનું જ્ઞાન જ નહીં, પરંતુ આહારશાસ્ત્ર સંબંધિત વૈજ્ઞાનિક માર્ગદર્શન પણ આપવામાં આવશે. મેદસ્વિતાનું મૂળ કારણ માત્ર શારીરિક નિષ્ક્રિયતા નથી, પરંતુ અસંતુલિત અને અવૈજ્ઞાનિક આહાર પણ છે. તેથી, આ કેમ્પમાં નિષ્ણાતો દ્વારા દરેક સહભાગીને વ્યક્તિગત રીતે સમજાવવામાં આવશે કે કયો આહાર લેવો જોઈએ, કયા ખોરાકથી દૂર રહેવું જોઈએ અને જીવનશૈલીમાં કેવા ફેરફાર કરવા જોઈએ, આહારશાસ્ત્રના સિદ્ધાંતો સમજાવીને મેદસ્વિતાથી મુક્ત કરી અને એક સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો આ અભિયાનનો મુખ્ય હેતુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આ અભિયાન દ્વારા એક સ્વસ્થ, સક્ષમ અને મેદસ્વિતા-મુક્ત ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ છે.
આ યોગ કેમ્પમાં ભાગ લેવા ઈચ્છુક યોગ પ્રેમી નાગરિકોએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની વેબસાઇટ www.gsyb.in પર જઈને પોતાની નોંધણી કરાવવાની રહેશે તેમ, યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.
પ્રિન્સ ચાવલા ……………………
[9/16, 1:08 PM] Dilip Gajjar.Mahiti.Press: “નમોત્સવ : સેવા, સમર્પણ અને સંકલ્પનો મહોત્સવ – સેવા થકી સર્જાયો વિશ્વ વિક્રમ”
*રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા* : ગુજરાતના પનોતા પુત્ર, વૈશ્વિક નેતા, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદિ સાહેબના જન્મદિવસના ઉપલક્ષમાં “ઓપરેશન સિંદૂર” અને “નમો કે નામ રક્તદાન” અંતર્ગત જૂના સચિવાલય, ગાંધીનગર ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં રક્તદાતાઓનો અવિસ્મરણીય ઉત્સાહ જોવા મળ્યો; રાજ્યના માન. ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે ઉત્સાહભેર રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને અભિનંદન પાઠવી, તેમના આ જીવનરક્ષક કાર્યની સરાહના કરી.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, રાજ્યના તમામ શૈક્ષણીક તેમજ વહિવટી કર્મચારી મંડળો મદદગાર પરિવારના આયોજનથી
ગુજરાતે વિશ્વ વિક્રમ સર્જ્યો —
🔴 ૧ દિવસમાં ૧,૦૦,૦૦૦થી વધુ રક્તદાતા
🔴 ૩૦૦+ થી વધુ રક્તદાન શિબિરો
🔴 રાજ્યના શૈક્ષણિક અને વહિવટી કર્મચારીઓની અપ્રતિમ ભાગીદારી
આ સેવા અભિયાન માનવતાના સાચા મૂલ્યોને જીવંત કરે છે તેમજ આપણી ભારતીય સેવા-સંસ્કૃતિની સહકારભાવના અને માનવતાના મંત્રને ઉજાગર કરે છે.
[9/16, 2:14 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 75 વર્ષ: વાઇબ્રન્ટ ગુજરાત પર એક નજર જ્યાંથી ઔદ્યોગિક પરિવર્તનનો નવો દોર શરૂ થયો*
***
*વાઇબ્રન્ટ ગુજરાતની અસર: 22 વર્ષમાં 100થી વધુ દેશ સમિટમાં જોડાયા, અબજોનું રોકાણ થયું*
***
*વાઇબ્રન્ટ ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વ્યૂહાત્મક અને ભવિષ્યલક્ષી વિઝનનું પ્રતીક છે*
***
*ગાંધીનગર, 16 સપ્ટેમ્બર, 2025* : આવતીકાલે 17 સપ્ટમ્બર 2025ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 75 વર્ષ પૂર્ણ કરશે. આ પ્રસંગે તેમના વિઝનરી આઇડીયાથી દેશના વિકાસમાં જે પરિવર્તનકારી યુગ શરૂ થયો તેના પર નજર કરવી જરૂરી છે. તેમણે વિકાસનો જે વારસો આપ્યો છે, તેમાં એક મહત્વપૂર્ણ અધ્યાય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે જેની શરૂઆતમાં 2003માં થઇ હતી જ્યારે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા. આજે આ સમિટ ઔદ્યોગિક પુનરુત્થાન, ગ્લોબલ ડિપ્લોમેસી અને એક વ્યૂહાત્મક આયોજનનું પ્રતીક બની ગઇ છે.
*વિઝનની શરૂઆત*
2000ના દાયકાની શરૂઆતમાં, ગુજરાત આર્થિક અને માળખાગત પડકારોનો સામનો કરી રહ્યું હતું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેની સામે એક સાહસિક પ્રતિભાવ આપ્યો. તેમનું વિઝન હતું એક એવા વૈશ્વિક પ્લેટફોર્મનું નિર્માણ કરવાનું જે વિશ્વભરમાંથી રોકાણોને આકર્ષે અને ગુજરાતની ક્ષમતાનું પ્રદર્શન કરે. વાઇબ્રન્ટ ગુજરાતની કલ્પના એક ઔપચારિક સમિટ તરીકે નહીં, પરંતુ ઔદ્યોગિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય જોડાણ માટેના વ્યૂહાત્મક એન્જિન તરીકે કરવામાં આવી હતી.
*પરિવર્તનના 22 વર્ષ*
છેલ્લા 22 વર્ષોમાં, આ સમિટે તેની પ્રતિષ્ઠામાં ઉત્તરોતર વધારો કર્યો છે અને અત્યારે તે વિશ્વના સૌથી પ્રભાવશાળી આર્થિક મંચોની યાદીમાં સામેલ થઇ છે. ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર પર તેની વ્યાપક અસર થઇ છે:
* *ઉત્પાદનમાં ઉછાળો:* 2008 બાદ સાણંદમાં ટાટા મોટર્સના આગમનથી ઓટો અને એન્જિનિયરિંગ રોકાણોનો દોર શરૂ થયો, જેના કારણે ગુજરાત ઓટો અને મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બન્યું.
* *ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ:* રિફાઇનરીઓ, LNG ટર્મિનલ્સ અને નવીનીકરણીય ઊર્જા પાર્કમાં મોટા રોકાણો સાથે, ગુજરાત ઊર્જા ક્ષેત્રે ભારતમાં મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું.
* *ટેક્સટાઇલ અને અપેરેલ:* સુરત અને અમદાવાદમાં નોંધપાત્ર વિકાસ થયો અને આ શહેરો વૈશ્વિક સોર્સિંગ હબ બન્યા.
* *ફાર્માસ્યુટિકલ્સ:* ગુજરાત હવે ભારતના ફાર્મા ઉત્પાદનમાં મોટો હિસ્સો ધરાવે છે, ઝાયડસ અને ટોરેન્ટ જેવી કંપનીઓ વૈશ્વિક સ્તરે વિસ્તરી રહી છે.
* *ટેકનોલોજી અને નવીનતા* : તાજેતરની સમિટોમાં ઇન્ડસ્ટ્રી 4.0, AI અને સેમિકન્ડક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેના લીધે સ્ટાર્ટઅપ્સ અને ટેક્નોલોજી ક્ષેત્રની મોટી કંપનીઓને રસ પડી રહ્યો છે.
*વૈશ્વિક માન્યતા*
શરૂઆતથી જ, વાઇબ્રન્ટ ગુજરાત એક વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. 2024નું સંસ્કરણ અમૃતકાલમાં આયોજિત પ્રથમ સંસ્કરણ હતું જેમાં 100થી વધુ દેશોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ફુડ પ્રોસેસિંગ, નવીનીકરણીય ઊર્જા, બંદરોની માળખાગત સુવિધાઓ સહિતના ક્ષેત્રોમાં મુખ્ય દેશો સાથે મહત્વપૂર્ણ કરારો થયા હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ મિત્ર (વિકાસ માટે વૈશ્વિક ભાગીદાર) તરીકે ભારતની ભૂમિકા પર ફરીથી ભાર મૂક્યો અને 2047 સુધીમા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મજબૂતીથી આગળ વધવાનું આહ્વાન કર્યુ.
*રોજગાર સર્જન: સમાવેશી વિકાસનો આધારસ્તંભ*
વાઇબ્રન્ટ ગુજરાત પહેલનું એક સ્પષ્ટ પરિણામ એ છે કે રાજ્યભરમાં રોજગારીમાં નોંધપાત્ર વધારો થયો છે. 2003થી 2024 સુધી, દરેક સમિટ રોજગારીનું સર્જન કરવા કેન્દ્રિત હતી, જેના કારણે કૃષિ, એન્જિનિયરિંગ, ઓટો મેન્યુફેક્ચરિંગ, કાપડ, શિક્ષણ, એગ્રો પ્રોસેસિંગ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે. આ સમિટ દ્વારા તમામ 33 જિલ્લાઓમાં રોજગારીનું સર્જન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ રોકાણો વ્યૂહાત્મક રીતે અલગ અલગ પ્રદેશોમાં લાવવામાં આવ્યા હતા જેથી એ સુનિશ્વિત કરી શકાય કે રોજગારી માત્ર શહેરો સુધી જ મર્યાદિત ન રહે પરંતુ સેમી અર્બન અને ગ્રામ્ય વિસ્તારો સુધી પણ પહોંચે. રાષ્ટ્રીય રોજગાર સૂચકાંકોમાં ગુજરાતે સતત ટોપ રેન્ક જાળવી રાખી છે જે દર્શાવે છે કે આ સમિટે સમાવિષ્ટ અને કૌશલ્ય-આધારિત વિકાસને પ્રોત્સાહન આપ્યું છે.
*દૂરદર્શિતાપૂર્ણ જન્મદિવસ*
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 75 વર્ષના થઈ રહ્યા છે, ત્યારે આ સમય પ્રતીકાત્મક છે. ગુજરાત પણ વર્ષ 2035 માટે પોતાના 75મા વર્ષની તૈયારીઓ કરી રહ્યું છે, જેમાં ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ અને રમત-ગમત ક્ષેત્ર માટેનો 10 વર્ષનો રોડમેપ છે. માનનીય વડાપ્રધાનશ્રીએ તેમની તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન શહેરી વિકાસ વર્ષ 2025ની જાહેરાત કરી હતી, જે સમાવેશી શહેરી વિકાસ માટેની બ્લૂપ્રિન્ટ છે. તેમનો વારસો તેમની ભૂતકાળની સિદ્ધિઓમાં જ નહીં, તેમના સાતત્યપૂર્ણ વિઝનમાં પણ રહેલો છે.
*વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ*
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પહોંચ અને અસરકારકતાને રાજ્યના દરેક ખૂણે પહોંચાડવાના ઉદ્દેશથી ગુજરાત સરકારે આ વર્ષે રાજ્યભરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સીસ પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા, સેક્ટર-સ્પેસિફિક રોકાણો આકર્ષિત કરવા અને વૈશ્વિક જોડાણને વધુ ગાઢ બનાવવા માટે આયોજિત કરવામાં આવી રહી છે. દરેક રિજનલ કોન્ફરન્સ, પ્રાદેશિક સિદ્ધિઓ અને સફળતાની ગાથાઓ પ્રદર્શિત કરવા, નવી નીતિગત પહેલો અને રોકાણોની તકોની જાહેરાત કરવા, નવીનીકરણ અને વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને સમાવેશી વિકાસને વેગ આપવાના ઉદ્દેશથી સ્થાનિક અર્થતંત્રોને સશક્ત બનાવવા માટે એક ગતિશીલ પ્લેટફોર્મની ભૂમિકા ભજવશે. ઉત્તર ગુજરાત માટેની રિજનલ કોન્ફરન્સ 9 અને 10 ઓક્ટોબર, 2025ના રોજ મહેસાણા ખાતે યોજાશે, જે ગુજરાતના જિલ્લાઓમાં પરિવર્તનશીલ યાત્રાની શરૂઆત કરશે. ત્યારબાદ અન્ય ત્રણ રિજનલ કોન્ફરન્સીસ અનુક્રમે રાજકોટ (કચ્છ-સૌરાષ્ટ્ર રિજન), સુરત (દક્ષિણ ગુજરાત) અને વડોદરા (મધ્ય ગુજરાત) ખાતે આયોજિત કરવામાં આવશે. આ કોન્ફરન્સીસના પરિણામો અને મહત્વની બાબતો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આગામી સંસ્કરણ દરમિયાન વિશિષ્ટ રીતે પ્રદર્શિત કરવામાં આવશે, જે તકો અને નવીનીકરણના કેન્દ્ર તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.
*ભવિષ્ય તરફ*
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ ફક્ત રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ માટેની એક સમિટ જ નથી, પરંતુ તે સક્રિય શાસન, વ્યૂહાત્મક આયોજન અને વૈશ્વિક સહયોગની ફિલસૂફી છે. ભારત તેના અમૃતકાળમાં પ્રવેશી રહ્યું છે, અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની 75 વર્ષની યાત્રા અને તેમના સફળ નેતૃત્વની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આ સમિટ એ પરિવર્તનશીલ વિકાસમાં તેમના દૃઢ વિશ્વાસનો જીવંત પુરાવો છે. આ એ વારસો છે જે ગુજરાતને આકાર આપી રહ્યો છે, અને હવે રાષ્ટ્રને પણ પ્રેરણા આપી રહ્યો છે.
*x-x-x*
[9/16, 4:47 PM] Dilip Gajjar.Mahiti.Press: *પીએમ વિશ્વકર્મા યોજનાના બે વર્ષ: ગુજરાતના 1.81 લાખથી વધુ કારીગરો બન્યા સશક્ત, અત્યારસુધીમાં ₹290 કરોડથી વધુની લોનનું વિતરણ*
***
• _પરંપરાગત કારીગરો માટે ₹390 કરોડથી વધુની લોન મંજૂર, 32,000થી વધુ કારીગરોને ₹290 કરોડથી વધુની લોનનું વિતરણ_
• _2.14 લાખથી વધુ કારીગરોની ત્રિ-સ્તરીય ચકાસણી પૂર્ણ, 1.81 લાખથી વધુ કારીગરોને તાલીમ આપવામાં આવી_
• _રાજ્ય સ્તરીય હેલ્પડેસ્ક દ્વારા 17,500થી વધુ કારીગરોની સમસ્યાઓને સંબોધિત કરવામાં આવી_
***
*ગાંધીનગર, 16 સપ્ટેમ્બર, 2025:* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્રઢપણે માને છે કે, ભારતીય કારીગરોની કળા અને કૌશલ્ય ફક્ત આર્થિક કમાણીનું સાધન જ નહીં, પરંતુ આપણી સાંસ્કૃતિક ધરોહર અને આત્મનિર્ભરતાનાં પ્રતીક છે. દેશના આ જ પરંપરાગત કારીગરોને સક્ષમ બનાવવા અને તેમની કળાને વૈશ્વિક ઓળખ આપવાના ઉદ્દેશથી તેમણે વર્ષ 2023માં પોતાના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના જાહેર કરી હતી. પરંપરાગત કળાને આધુનિક સ્વરૂપમાં વિકસિત કરવા, કારીગરોને નાણાકીય રીતે સશક્ત અને ટેક્નિકલ રીતે સક્ષમ બનાવવા તથા તેમને નવી તકો ઉપલબ્ધ કરાવવા માટે વડાપ્રધાનશ્રીએ આ પ્રયાસ કર્યો છે.
ગુજરાત તેમના આ મહત્વાકાંક્ષી સંકલ્પને સાકાર કરવામાં નોંધનીય ભૂમિકા ભજવી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યએ ફક્ત બે વર્ષોમાં જ પીએમ વિશ્વકર્મા યોજનાનું અસરકારક અને પરિણામલક્ષી અમલીકરણ સુનિશ્ચિત કર્યું છે, જેનાથી કારીગરોની ક્ષમતા, કૌશલ્ય અને આર્થિક પરિસ્થિતિમાં નક્કર સુધાર જોવા મળ્યો છે.
*₹390 કરોડથી વધુની લોન, 2.14 લાખથી વધુ કારીગરોની ચકાસણીઓ અને 1.81 લાખથી વધુ કારીગરોને તાલીમ સાથે ગુજરાતનું શાનદાર પ્રદર્શન*
ગુજરાતમાં પીએમ વિશ્વકર્મા યોજનાના અસરકારક અમલીકરણના આંકડાઓ દર્શાવે છે કે નાણાકીય સશક્તિકરણના ક્ષેત્રે રાજ્યએ ઉલ્લેખનીય સિદ્ધિ હાંસલ કરી છે. અત્યારસુધીમાં 43,000થી વધુ કારીગરો માટે કુલ ₹390 કરોડથી વધુની લોન મંજૂર કરવામાં આવી છે, જેમાંથી 32,000થી વધુ કારીગરોને ₹290 કરોડથી વધુની લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રજિસ્ટ્રેશન અને ચકાસણીની પ્રક્રિયામાં પણ ગુજરાતે સારું પ્રદર્શન કર્યું છે. અત્યારસુધીમાં રાજ્યમાં 2.14 લાખથી વધુ કારીગરોની ત્રિ-સ્તરીય ચકાસણીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ફક્ત નાણાકીય સહાય સુધી જ સીમિત નથી, પરંતુ કૌશલ્ય વિકાસને પણ આ યોજના પ્રાથમિકતા આપે છે. આ દિશામાં 1.81 લાખથી વધુ કારીગરોએ સફળતાપૂર્વક પોતાની તાલીમ પૂર્ણ કરી છે, જેનાથી તેઓની નિપુણતા અને કાર્યકુશળતામાં વધારો થયો છે. આ ઉપરાંત, કારીગરોના પ્રશ્નોના ત્વરિત સમાધાન માટે રાજ્યએ એક વિશિષ્ટ હેલ્પડેસ્કની સુવિધા પણ ઉપલબ્ધ કરાવેલ છે, જેના થકી અત્યાર સુધીમાં કારીગરોની 17,500થી વધુ મુશ્કેલીઓ/મુંઝવણોને માર્ગદર્શન આપી તેઓનો ઉકેલ લાવવામાં આવ્યો છે.
*CSCના માધ્યમથી નોંધણી અને ત્રિ-સ્તરીય વેરિફિકેશન સિસ્ટમથી પારદર્શિતા*
ગુજરાતમાં પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરોની નોંધણી કૉમન સર્વિસ સેન્ટર (CSC)ના માધ્યમથી કરવામાં આવે છે. અરજી પ્રક્રિયાને પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે રાજ્યમાં ત્રિ-સ્તરીય વેરિફિકેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. પહેલા સ્તરે લાભાર્થીનું વેરિફિકેશન ગ્રામ પંચાયત અથવા શહેરી સ્થાનિક સંસ્થા (ULB) દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ બીજા સ્તરે મંજૂરી પ્રક્રિયા જિલ્લા અમલીકરણ સમિતિ (DICs) કરે છે અને અંતિમ ચરણમાં વેરિફિકેશનની પ્રક્રિયા MSME-DFOના નેતૃત્વ હેઠળની રાજ્ય સ્તરીય સમિતિ કરે છે. આ ત્રિ-સ્તરીય પદ્ધતિએ પીએમ વિશ્વકર્મા યોજનાની વિશ્વસનીયતા અને પારદર્શિતાને મજબૂત બનાવી છે, જેથી વધુને વધુ કારીગરો કોઈપણ અવરોધ વિના યોજના સાથે જોડાઈ શકે છે.
*પીએમ વિશ્વકર્માના માધ્યમથી 18 પરંપરાગત વ્યવસાયોને મળી નવી ઓળખ*
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના એ પરંપરાગત વ્યવસાયોને નવી ઓળખ આપી રહી છે, જે ભારતના સાંસ્કૃતિક વારસા અને ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. આ યોજનામાં કુલ 18 વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સદીઓથી પોતાની મહેનત અને કૌશલ્યથી સમાજને સેવાઓ આપનારા કારીગરનો સમાવેશ થાય છે.
આ યાદીમાં ટોપલી, સાદડી અને સાવરણી બનાવનારાથી માંડીને મૂર્તિકાર, પથ્થર કોતરનારા અને હોડી બનાવનારા કારીગરોનો સમાવેશ થાય છે. કુંભાર, દરજી, લુહાર, ધોબી અને મોચી જેવા વ્યવસાયોનો પણ આમાં સમાવેશ થાય છે, જે રોજિંદા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેવી જ રીતે, સુથાર, કડિયા, સુવર્ણકાર અને તાળા બનાવનારા કારીગરોનો પણ આ યોજનામાં સમાવેશ થાય છે. સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા કામ કરતા વાળંદ, માળા બનાવનારા અને રમકડાં બનાવનારા પણ આ યોજનાનો એક ભાગ છે.
*X-X-X*
[9/16, 4:48 PM] Dilip Gajjar.Mahiti.Press: *આરોગ્ય ક્ષેત્રે ગુજરાતનું આગવું મોડલ: ૧૦૮ ઇમરજન્સી સેવા શરુ થઇ ત્યારથી અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક ૧.૮૧ કરોડથી વધુ કોલ એટેન્ડ કરાયા*
****************
*આરોગ્ય સંજીવની-મોબાઇલ હેલ્થ યુનિટનો ૧.૯૮ કરોડથી વધુ નાગરિકોએ લીધો લાભ; ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા ૧૬.૯૫ લાખથી વધુ કોલ એટેન્ડ કરાયા*
****************
જ્યારે સમયની સોય અટકી જાય, આશાનો દોર તૂટી જાય ત્યારે ૧૦૮ એક નામ નહિ, પણ એક સંજીવની, એક આશ્વાસન, એક જીવનદીપ બનીને નાગરીકોના વ્હારે આવે છે. કટોકટીની પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ નાગરીકો માટે ૧૦૮ સહારો બની છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૭માં શરૂ કરાયેલી આરોગ્યલક્ષી ૧૦૮ ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતના તમામ જિલ્લાના શહેરો, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે ૧૦૮ ઇમરજન્સી સેવા ૨૪x૭ વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે, જે ગુજરાતના નાગરિકો માટે આશિર્વાદ સમાન છે.
ગુજરાતમાં આરોગ્ય સેવા ક્ષેત્રે ૧૦૮ ઇમરજન્સી સેવા શરુ થઇ ત્યારથી ઓગસ્ટ-૨૦૨૫ સુધીમાં રેકોર્ડ બ્રેક કુલ ૧.૮૧ કરોડથી વધુ ઇમરજન્સી કોલ સફળતાપૂર્વક એટેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૫૯.૦૭ લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઈમરજન્સી અને માર્ગ અકસ્માતના કિસ્સામાં ૨૨.૦૫ લાખથી વધુ ઈમરજન્સી સેવાઓ આપવામાં આવી છે. જીવન મરણનો સવાલ હોય તેવા આપાતકાલીન સ્થિતિમાં અત્યારસુધીમાં કુલ ૧૭ લાખથી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે, તેમજ એમ્બ્યુલન્સમાં અને જે તે સ્થળ ઉપર કુલ ૧.૫૩ લાખથી વધુ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.
૧૦૮ ઇમરજન્સી સેવા ઉપરાંત ગુજરાતમાં અન્ય વિવિધ ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ ૨૦૧૨થી કાર્યરત ૪૩૪ જેટલી ખિલખિલાટ વાનનો ૧.૩૦ કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. આરોગ્ય સંજીવની-મોબાઇલ હેલ્થ યુનિટમાં કાર્યરત ૧૦૩ વાન થકી ૧.૯૮ કરોડથી વધુ નાગરિકોએ લાભ લીધો છે. વર્ષ ૨૦૧૫થી શરૂ થયેલી ૧૮૧ મહિલા હેલ્પલાઇન અંતર્ગત ૧૬.૯૫ લાખથી વધુ કોલ એટેન્ડ કરીને ૫૯ વાન દ્વારા ૩.૩૯ લાખથી વધુ મહિલાઓને સ્થળ પર જરૂરી મદદ કરવામાં આવી છે.
ગુજરાતમાં વર્ષ ૨૦૧૭માં શરૂ કરાયેલી ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન દ્વારા કુલ ૫૧.૯૨ લાખથી વધુ કોલ એટેન્ડ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત વર્ષ-૨૦૧૮માં શરૂ કરાયેલી ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ દ્વારા ૭૫૮ જેટલા નાગરિકોનો જીવ બચાવવામાં આવ્યો છે. હાલમાં ગુજરાતમાં બે ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવારત છે. રાજ્યના ૭ જિલ્લાઓમાં વર્ષ ૨૦૧૯થી કાર્યરત ૧૧૨ ઇમરજન્સી સેવા અંતર્ગત ૧.૫૩ કરોડથી વધુ ઇમરજન્સી કોલ, પોલીસ ઇમરજન્સી, ફાયર ઇમરજન્સી, મેડીકલ ઇમરજન્સી અને ડિઝાસ્ટર ઇમરજન્સી સંબંધિત કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે.
૧૦૮ દ્વારા ગુજરાતમાં નવતર પહેલના ભાગરૂપે વર્ષ ૨૦૨૦માં ૧૧૦૦ ટેલિ મેડિસિન એટલે કે ઘરે બેઠા ટેલિફોન પર ડૉક્ટરનું માર્ગદર્શન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં તબીબી સલાહ, કાઉન્સેલીંગ, કોવિડ-૧૯ અને વિવિધ આરોગ્ય સંબંધિ સેવાઓ સફળતાપૂર્વક એટેન્ડ કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે, તેમ ૧૦૮ના ચીફ ઓપરેટીંગ ઓફિસરની યાદીમાં જણાવાયું છે. ****************
ઋચા રાવલ
[9/16, 5:18 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના જાસપુરમાં જગત જનનની મા ઉમિયાના દર્શન અને પૂજા- અર્ચન કર્યા*
———-
*ઐતિહાસિક વિશ્વ ઉમિયાધામના 1551 ધર્મસ્તંભ પર 9 લાખ ઘનફૂટનો કોંક્રિટ રાફ્ટના કાર્યારંભ પ્રસંગે મુખ્યમંત્રીની ઉપસ્થિતિ*
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વ ઉમિયાધામમાં ૧૧૫૧ ધર્મસ્તંભ પર ૯ લાખ ઘનફૂટના કોંક્રિટ રાફ્ટના કાર્યારંભના સાક્ષી બન્યા હતા. તેમણે મા ઉમિયાના નવનિર્મિત મંદિર બાંધકામનું પણ આ વેળાએ નિરીક્ષણ કર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક મા ઉમિયાનું મંદિર 1551 ધર્મસ્તંભ ઉપર આકાર લઈ રહ્યું છે. તેનું રાફ્ટ કાસ્ટિંગ સતત 3 દિવસ અર્થાત્ 72 કલાક સુધીમાં ભરવામાં આવશે.
આ અવસરે વિશ્વ ઉમિયાધામના ટ્રસ્ટીશ્રીઓ, જાણીતા અભિનેતા વિવેક ઓબેરોય, દાતાશ્રીઓ, સનિષ્ઠ કાર્યકર્તાઓ અને સામાજિક અગ્રણીઓ તેમની સાથે જોડાયા હતા.
———
[9/16, 5:18 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/157y4BgbWNJIjngriq06V3UnDpQjYG-yy?usp=sharing
[9/16, 5:18 PM] Dilip Gajjar.Mahiti.Press: *શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ભાવપૂર્ણ ઉપસ્થિતિ*
————-
*હિતાશ્રય ગૌશાળા વૃંદાવન ધામના લાભાર્થે આયોજિત શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં પ.પૂ. શ્રી ચંદનલાલજી મહારાજે કથાનું રસપાન કરાવ્યું*
————-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ચાણક્યપુરી ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં ભાવપૂર્વક સહભાગી થતા જણાવ્યું હતું કે, ભાગવત કથા અને એમાં પણ એનો ભાવ અહીં ખેંચી લાવ્યો છે. વૃંદાવનમાં ગૌશાળા માટે આપણે ત્યાં ભાગવત કથા થાય એ ગુજરાતીઓ માટે બેવડા આનંદ અને ગૌરવની ઘડી છે. સંતવાણી સાંભળી અમને વધુ ને વધુ જન સેવા કરવાનું માર્ગદર્શન પ્રાપ્ત થતું હોય છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વ્યાસપીઠને વંદન કરીને શ્રીમદ્ ભાગવતની પોથીનું પૂજન-અર્ચન કર્યું હતું અને ભાગવત કથાનું શ્રવણ કર્યું હતું.
હિતાશ્રય ગૌશાળા વૃંદાવન ધામના લાભાર્થે શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન ચાણક્યપુરીમાં કરવામાં આવ્યું હતું. પ.પૂ. રાધાવલ્લભ સંપ્રદાયાચાર્ય ચંદનલાલજી વિનોદલાલજી મહારાજે ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું. ચાણક્યપુરીમાં આવેલ ડાહીબા સમાજ ભવન હોલ ખાતે ભાગવત કથાનું આયોજન તા. ૧૦થી ૧૬ સપ્ટેમ્બરના દિવસોમાં કરવામાં આવ્યું હતું.
———-
[9/16, 6:14 PM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*
*Date* *16-09-25* | *Time* *06:15* *AM*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઓપરેશન સિંદુરની સફળતા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળ દ્વારા આયોજિત ‘નમો કે નામ રક્તદાન’ કાર્યક્રમ.*
*સ્થળઃ ટાગોર હોલ, અમદાવાદ*
*CM attends ‘NaMo Ke Naam Raktdaan’ program at Ahmedabad*
*YouTube :-* https://www.youtube.com/watch?v=BjmplvFg8C0
*YouTube :-* https://www.youtube.com/watch?v=A7JdYTMw7bI
*FB :-* https://www.facebook.com/share/v/1C1sjV2qVq/
*FB :-* https://www.facebook.com/share/v/1D9Lh8YFq9/
*Twitter :-* https://x.com/CMOGuj/status/1967931113097269598
*Twitter :-* https://x.com/Bhupendrapbjp/status/1967931116205293804
*CMO Gujarat Website* :- https://cmogujarat.gov.in/en/watch-live
[9/16, 6:48 PM] Dilip Gajjar.Mahiti.Press: ગુરુજનોનું સન્માન: સેલ્યુટ અવર મેન્ટર્સ
*ગુજરાત પોલીસના ઇતિહાસને ઘડનાર એવા નિવૃત્ત DGP- ADGP પોલીસ અધિકારીશ્રીઓના સન્માનનો વિશેષ કાર્યક્રમ યોજાયો*
*પોલીસ પરિવારનો અભિન્ન અંગ એવા નિવૃત્ત પોલીસ અધિકારીશ્રીઓનું આદર અને સન્માન કરવું એ માત્ર અમારું કર્તવ્ય જ નહીં અમારી ફરજ પણ છે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય*
*પોતાનુ સંપૂર્ણ જીવન સમર્પિત કરી ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કરનાર ૪૦થી વધુ ડીજીપી અને એડીજીપી રેન્કના નિવૃત્ત પોલીસ અધિકારીશ્રીઓનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું*
…..
ગુરુ વંદનાના વિશેષ દિવસ એવા શિક્ષક દિન નિમિત્તે ગુજરાત પોલીસના ઇતિહાસને ઘડનાર એવા નિવૃત્ત DGP- ADGP પોલીસ અધિકારીશ્રીઓના સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજવાની પરંપરા ગત વર્ષથી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસે ફરી એકવાર પોતાની આગવી પરંપરા જાળવી રાખી આજે સેલ્યુટ અવર મેન્ટર્સ કાર્યક્રમનું આયોજન પોલીસ ભવન ખાતે કર્યું હતું.
જે પોલીસ અધિકારીશ્રીઓએ પોતાનુ સંપૂર્ણ જીવન ગુજરાત પોલીસ સેવામાં સમર્પિત કરી ગુજરાત પોલીસનો સુવર્ણ ઇતિહાસ ઘડ્યો છે તેમજ અનેક નવીન પરિવર્તનો લાવીને ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કર્યો છે, તેવા નિવૃત્ત ડીજીપી અને એડીજીપી સહિતની રેન્કના પોલીસ અધિકારીશ્રીઓને એક મંચ પર એકત્રિત કરી તમામ અધિકારીશ્રીઓનું આજે આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. ડીજીપી અને એડીજીપી જેવા ઉચ્ચ પદ પરથી નિવૃત્ત થયેલા ૪૦થી વધુ અધિકારીશ્રીઓ અને તેમના પરિવારો આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આ અવસરે જણાવ્યું હતું કે, જે સમર્પિત ભાવથી આ નિવૃત્ત અધિકારીશ્રીઓએ દેશ અને રાજ્યની સેવા કરી છે, તેનો આદર અને સન્માન કરવું એ અમારા કર્તવ્યની સાથે સાથે અમારી ફરજ પણ છે. તેમણે ઉમેર્યું કે ‘પોલીસ પરિવાર’ની ભાવનામાં નિવૃત્ત અધિકારીઓનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. તેઓ આપણા માર્ગદર્શક અને મેન્ટર છે. જેમની આદર સાથે સંભાળ રાખવી અમારી ફરજ છે અને તે માટે અમે શક્ય તેટલું તમામ યોગદાન આપવા તત્પર છીએ.
આ કાર્યક્રમનું આયોજન વર્ષ ૨૦૨૪થી શરૂ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે ગત વર્ષ કરતા પણ મોટી સંખ્યામાં ગુરુજનો ઉપસ્થિત રહ્યા તે ગુજરાત પોલીસ પરિવાર માટે ગૌરવની વાત ગણાવી શ્રી વિકાસ સહાયે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વર્તમાન ફરજરત પોલીસ અધિકારીશ્રીઓએ આપેલા યોગદાન બદલ તે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
નિવૃત્ત ડીજીપી શ્રી અરુણ કુમાર ભાર્ગવ, શ્રી એસ.એસ.ખાંડવાવાલા, નિવૃત્ત સિનિયર આઇપીએસ શ્રી મીરા શ્રીનિવાસ, શ્રી અજયકુમાર તોમર, શ્રી સતીશકુમાર શર્મા, શ્રી વિજય સિંઘ ગુમાન, શ્રી શિવાનંદ ઝા, શ્રી જે.એસ.બિન્દ્રા સહિતના નિવૃત્ત અધિકારીશ્રીઓએ આ કાર્યક્રમને આવકારીને સમગ્ર આયોજનની પ્રશંસા કરી અને પોતાના લાગણીસભર પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે આ પ્રકારનું આયોજન કદાચ એકમાત્ર ગુજરાત રાજ્યમાં થતું હશે અને તે ખરેખર પ્રશંસનીય છે. વધુમાં કહ્યું કે, ગુજરાત પોલીસમાં માળખાકીય તેમજ ટેકનોલોજીકલ સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે તેની સાથે જ ગુજરાત પોલીસ માટે નવી જવાબદારીઓ પણ ખૂબ વધી છે, જેને ગુજરાત પોલીસ સુપેરે નિભાવી રહી છે.
આ કાર્યક્રમમાં નિવૃત ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ શ્રી કે.આર.કૌશિક, શ્રી પી.પી.પાન્ડે, શ્રી એચ.પી. સિંઘ, શ્રી ગીથા જોહરી, શ્રી સંજય શ્રીવાસ્તવ, શ્રી અતુલ કરવલ, શ્રી એ.કે.સુરોલિયા, શ્રી આશિષ ભાટિયા, શ્રી હસમુખ પટેલ, શ્રી વિનોદ કુમાર મલ્લ, શ્રી અનિલ પ્રથમ તેમજ શ્રી એ.કે.શર્મા સહિત અનેક નિવૃત્ત પોલીસ અધિકારીશ્રીઓ ઉપરાંત વર્તમાનમાં ફરજરત ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
….
[9/16, 6:49 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગાંધીનગર ખાતે કલાયમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઇ બેરાના હસ્તે ૧૯ વિજેતાઓને વિવિધ સાત શ્રેણીમાં ‘ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ ૨૦૨૫-૨૬’ સહિત કુલ ૭૫ સંસ્થાઓ- પર્યાવરણ પ્રેમીઓનું સન્માન કરાયું*
………………………..
*’કલાયમેટ ચેન્જ’ની વૈશ્વિક સમસ્યાના હકારાત્મક ઉકેલ માટે રાજ્યમાં જનભાગીદારીથી મહત્તમ વૃક્ષો ઉછેરીને ગ્રીન કવર- કવચ ઉભું કરાયું : વન -પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા*
……………………………..
*પ્રથમ, દ્ધિતીય અને તૃતીય વિજેતાઓને અનુક્રમે રૂ.૧ લાખ, ૭૫ હજાર અને ૫૦ હજારનું રોકડ ઇનામ*
…………………………….
‘કલાયમેટ ચેન્જ’ની વૈશ્વિક સમસ્યાના હકારાત્મક ઉકેલ માટે રાજ્યમાં જનભાગીદારીથી મહત્તમ વૃક્ષ ઉછેરવાની સાથે વિવિધ સ્વરૂપે ગ્રીન કવર- કવચ ઉભું કરવામાં આવ્યું છે. આ લક્ષ્યાંક સિદ્ધ કરવા વન વિભાગની સાથેસાથે વિવિધ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ- નાગરિકો સંયુક્ત ભાગીદારીથી કાર્ય કરી રહ્યા છે. આ સંયુક્ત પ્રયાસોના ભાગરૂપે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલ ‘એક પેડ મા કે નામ’ ૨.૦ અંતર્ગત ગુજરાતે અત્યાર સુધીમાં અંદાજે ૭.૫ કરોડથી વધુ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે જે ગૌરવ સમાન છે તેમ, વન-પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ આજે ગાંધીનગરથી જણાવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના તા.૧૭ સપ્ટેમ્બરે ૭૫મા જન્મ દિવસના ઉપક્રમે અને ‘વિશ્વ ઓઝોન દિવસ’ નિમિત્તે વન- પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઇ બેરાના હસ્તે આજે ગાંધીનગર ખાતે રાજ્યભરના કુલ -૧૯ પર્યાવરણ પ્રેમી વિજેતાઓ – સંસ્થાઓને વિવિધ સાત શ્રેણીમાં ‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ ૨૦૨૫-૨૬’ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વૃક્ષોના જતન માટે રાજ્યભરમાં સેવા આપી રહેલા સદભાવના ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે કાર્યરત ૫૬ જેટલા આમ કુલ -૭૫ સંસ્થા- કાર્યકરોને પુરસ્કાર – પ્રમાણપત્ર આપી આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ, દ્ધિતીય અને તૃતીય વિજેતાઓને અનુક્રમે રૂ.૧ લાખ, ૭૫ હજાર અને ૫૦ હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.
મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ પર્યાવરણના રક્ષણ માટે પુરસ્કાર વિજેતાઓના સમર્પણ અને યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૯માં ૧૭ સપ્ટેમ્બરના રોજ એશિયા સૌ પ્રથમ ગુજરાતમાં અલગ ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી આ ક્ષેત્રમાં નવી દિશા કંડારી હતી. આજે ક્લાઈમેટ ચેન્જના કારણે વિશ્વમાં ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ અને ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિઓ જોવા મળે છે.
આ ક્લાઈમેટ ચેન્જ સામે લડવા અને દેશમાં ગ્રીન કવર વધારવા માટે વડાપ્રધાનશ્રીએ તા. ૫ જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના રોજ ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો શુભારંભ કર્યો હતો જેને ગુજરાત સહિત સમગ્ર દેશે વધાવી
લીધું છે. રાજ્યની અંદાજે ૪૧ હજાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં ૩૮ લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં કુલ ઉપયોગની ૫૦ ટકા વીજળી પરંપરાગત ઊર્જામાંથી પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે ત્યારે ખેડૂતો,ઉદ્યોગપતિઓ સહિત નગર, શહેર, તાલુકા અને ગામમાં વૃક્ષો વાવવા પ્રત્યે અભૂતપૂર્વ જાગૃતિ આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વૃક્ષોના જતન-સંવર્ધન માટે કાર્યરત સદભાવના ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજયભાઈ ડોબરિયા અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વતી અભિનંદન આપતા કહ્યું હતું કે વન વિભાગ અને સદભાવના ટ્રસ્ટે સાથે મળીને ગુજરાતમાં સૌ પ્રથમ સ્ટેટ અને નેશનલ હાઇવેની આજુબાજુ વૃક્ષો વાવીને ગ્રીન કવચ ઉભુ કરવાનું અભિયાન હાથ ધર્યુ છે જેના ભાગરૂપે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સોમનાથ અને દ્વારકા વચ્ચે અંદાજે ૨૦ હજારથી વધુ વૃક્ષો વાવીને ગ્રીન કોરિડોર તૈયાર કર્યો છે. આગામી સમયમાં ૬૦૦થી વધુ હાઇવેને વૃક્ષોથી હરિત બનાવવામાં આવશે.
સદભાવના ટ્રસ્ટના પ્રયત્નોથી મોરબીમાં અંદાજે ૧૨૦૦ હેક્ટર જમીનમાં માત્ર ૩૭ દિવસમાં ૧૦ લાખથી વધુ વૃક્ષો સાથે મિયાવાકી વન તૈયાર કરીને રેકોર્ડ બનાવ્યો છે, જેનું આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. વન વિભાગ અને સદભાવના ટ્રસ્ટના પ્રયત્નોથી દરેક જિલ્લામાં કલેક્ટરશ્રી સાથે પરામર્શ કરીને જિલ્લામાં વિશેષ વન કવચ તૈયાર કરવામાં આવશે. ગુજરાતની તમામ સરકારી કચેરીઓ ઉપર સોલર પેનલ લગાવવા માટે રાજ્ય સરકારે અંદાજે રૂ. ૧૦૦ કરોડ ફાળવ્યા છે. આ ગ્રીન કવચ અભિયાન હવે સાચા અર્થમાં જનઆંદોલન બન્યું છે. આપણે સૌએ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો કરીને પર્યાવરણના જતનમાં પોતાનું યોગદાન આપવું જોઇએ તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વૃક્ષ પ્રેમી અને સદભાવના ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજયભાઈ ડોબરિયાએ સૌને આહૃવાન કરતાં કહ્યું હતું કે આ ધરતી માતા આપણી સૌની છે, તેને વધુ હરિયાળી બનાવવી આપણા સૌની ૧૦૦ ટકા જવાબદારી છે. મંત્રી શ્રી મુળુભાઇ બેરાના નેતૃત્વમાં વન વિભાગ, સદભાવના ટ્રસ્ટ સહિત પર્યાવરણ પ્રેમીઓના સહયોગથી હજારો એકર જમીનમાં ગ્રીન કવચ ઉભુ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં વૃક્ષો વાવવા હજારો લોકો કરોડો રૂપિયાનું દાન કરી રહ્યા છે. આગામી વર્ષ ૨૦૩૦ સુધીમાં સરકાર અને આપણે સાથે મળીને ગુજરાતમાં અંદાજે ૧૫ કરોડથી વધુ વૃક્ષો વાવીને આવનાર પેઢીને વારસામાં ગ્રીન ગુજરાતની ભેટ આપવાની છે. આ અભિયાનને સાર્થક કરવા વ્યક્તિગત રીતે એક કિલોમીટર વિસ્તારમાં વૃક્ષો વાવવાનું શ્રી ડોબરીયાએ સૌ વૃક્ષ પ્રેમીઓને આહૃ્વાન કર્યું હતું.
ક્લાઇમેટ ચેન્જ વિભાગના સચિવ શ્રી રાહુલ ગુપ્તાએ સૌને અભિનંદન આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં વન કવચ વધારવા વન વિભાગ, સદભાવના ટ્રસ્ટ અને આ ક્ષેત્રે કામ કરતી વિવિધ સંસ્થાઓએ જનભાગીદારીથી મહત્વની ભૂમિકા ભજવી છે. વિભાગ દ્વારા પર્યાવરણના આ સદકાર્યને બિરદાવવા માટે સતત ચાર વર્ષથી ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે ૭૫ પર્યાવરણ પ્રેમીઓનું સન્માન એ આપણા સૌ માટે ગૌરવ સમાન છે.
ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી- GEDAના ડાયરેક્ટર શ્રી અજય પ્રકાશે સૌ પર્યાવરણ પ્રેમીઓને આવકારતાં કહ્યું હતું કે વન વિભાગ, સદભાવના ટ્રસ્ટ અને પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના વન કવચમાં નોંધપાત્ર વધારો થયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘મિશન લાઇફ’ દ્વારા રીયુઝ અને રીસાઇકલનો સંદેશો આપ્યો છે જેને આપણે સૌ જીવનમાં અમલી બનાવીશુ તો આબોહવા પરિવર્તનના જોખમો સામે લડી શકીશુ.
ક્લાઇમેટ ચેન્જ વિભાગના ઉપ સચિવ શ્રી ડૉ. રાજેશ બલદાણિયાએ સૌનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં રાજ્યભરના કુલ ૧૯ વિજેતાઓને સસ્ટેનેબલ પદ્ધતિઓ, પુનઃવનીકરણ, ઊર્જા બચત, કચરાનું વ્યવસ્થાપન, પાણી સંરક્ષણ અને રિન્યુએબલ ઊર્જાના ઉકેલમાં તેમણે આપેલા યોગદાન બદલ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ વિજેતાઓમાં એવા નાગરિકો-સંસ્થાઓનો સમાવેશ થાય છે કે જેમણે મોટાપાયે વૃક્ષારોપણ અભિયાન ચલાવ્યા, ઇકો-ફ્રેન્ડલી ટેકનોલોજી વિકસાવી અને સમુદાય આધારિત ટકાઉ કાર્યક્રમો અમલી બનાવ્યા છે.
આ અવોર્ડની કુલ સાતમાંથી, ‘શૈક્ષણિક સંસ્થા’ શ્રેણી હેઠળ ગાંધીનગર-પાલજની સરકારી પ્રાથમિક શાળા, ‘ઔદ્યોગિક એકમ’ શ્રેણી હેઠળ શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટસ પ્રા. લિ. તેમજ ‘વ્યક્તિગત’ શ્રેણી હેઠળ ડૉ. ઉપેન્દ્ર પટેલને પ્રથમ પુરસ્કાર અપાયો છે. જ્યારે શાહ મનન રાજીવને ‘રિસર્ચ પ્રોજેક્ટ’ શ્રેણી હેઠળ તેમજ ‘જાહેર જાગૃતી’ શ્રેણીમાં ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (જેમી)ને પહેલો પુરસ્કાર જીત્યો છે. આ સમારોહમાં ‘સ્ટાર્ટ અપ એક્મો’ની શ્રેણી પણ હતી, જેનો પ્રથમ પુરસ્કાર ઇશિત્વા રોબોટિક્સ સિસ્ટમ પ્રા. લિ.ને મળ્યો હતો. ‘મહિલા સાહસિકો’ માટેની શ્રેણીમાં ડૉ. ફાલ્ગુની જોશી પ્રથમ પુરસ્કાર જીત્યા હતા. આ સિવાય અન્ય અરજદારો અને પર્યાવરણ ક્ષેત્રે શાંતિથી કાર્યરત વ્યક્તિઓના યોગદાનને પણ બિરદાવવામાં આવ્યા. તેમના સતત પ્રયાસોએ સ્થાનિક સમુદાયોમાં હકારાત્મક પરિવર્તન લાવ્યું છે અને સ્થાયી પર્યાવરણીય અસર ઊભી કરી છે.
અત્રે નોંધનીય છે કે, નાગરીકો અને સ્વૈચ્છિક સંસ્થાઓને પર્યાવરણ-ક્લાઇમેટ ચેન્જ પ્રત્યે વધુ જાગૃતિ આવે તેવા હેતુ સાથે ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્ આપવાનો પ્રથમ પ્રારંભ વર્ષ ૨૦૨૧-૨૨થી કરવામાં આવ્યો હતો. આ વર્ષ ૨૦૨૫-૨૬ માટે કુલ ૨૫ અરજીઓ આવી હતી જેમાંથી નિયત માપદંડોને આધારે ૧૯ અવોર્ડ્ માટે પસંદગી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ, પર્યાવરણવિદો, ક્લાઇમેટ ચેન્જ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
……………………….
જનક દેસાઇ
[9/16, 7:29 PM] Dilip Gajjar.Mahiti.Press: સુધારેલી યાદી
*નવી દિલ્હી ખાતે આયોજિત “નેશનલ કોન્ફરન્સ ઓન એગ્રીકલ્ચર ફોર રબી કેમ્પઇન-૨૦૨૫”માં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ સહભાગી થયા*
**************************
*દેશભરમાં આગામી તા. ૩ થી ૧૮ ઓક્ટોબર દરમિયાન યોજાશે “વિકસિત રવિ કૃષિ સંકલ્પ અભિયાન”: કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ*
**************************
*:: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે કોન્ફરન્સમાં ભારત સરકારને કરેલી ભલામણ ::*
• ખાતર વિતરણને વધુ સુદ્રઢ બનાવવા ખાતર વિતરણ સંસ્થાઓને POS મશીનને બદલે કોમ્પ્યુટર અને થમ્બ સ્કેનર પૂરા પાડવા સૂચન
• દેશના ૮૦ એરંડાનું ઉત્પાદન ગુજરાતમાં થતું હોવાથી લઘુત્તમ ટેકાના ભાવની ખરીદીમાં એરંડાના પાકનો સમાવેશ કરવા ભલામણ
• ટેકાના ભાવે મગફળી, ચણા અને સોયાબીનની ખરીદીમાં ઉત્પાદનના ૨૫ ટકાની મર્યાદાને વધારીને ૫૦ ટકા કરવા સૂચન
**************************
નવી દિલ્હી ખાતે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતા હેઠળ ‘વન નેશન, વન એગ્રીકલ્ચર, વન ટીમ’ની થીમ પર “નેશનલ કોન્ફરન્સ ઓન એગ્રીકલ્ચર ફોર રબી કેમ્પઇન-૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ સહિત કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સહભાગી થયા હતા.
આ સંમેલનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આગામી તા. ૩ ઓક્ટોબરથી ૧૮ ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રવ્યાપી “વિકસિત રવિ કૃષિ સંકલ્પ અભિયાન” યોજાશે. જે દેશના ખેડૂતોની જમીનનું સ્વાસ્થ્ય જાળવીને ખેત ઉત્પાદકતા વધારવા તેમજ પ્રાકૃતિક કૃષિને વેગ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું પૂરવાર થશે.
આ કોન્ફરન્સમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ગુજરાતના કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અને રવી પાકના વિવિધ અંદાજો રજૂ કર્યા હતા. સાથે જ, ગુજરાતમાં આ વર્ષે થયેલા કૃષિ વિકાસ, પાકની સ્થિતિ અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મહત્વના પગલાં પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ કોન્ફરન્સમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ થયો હોવાથી અત્યાર સુધીમાં સામાન્ય વાવેતર વિસ્તારની દ્રષ્ટીએ ૯૭ ટકા વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ છે. જ્યારે, બાકીના વિસ્તારમાં એરંડા અને તમાકુનું વાવેતર ચાલી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં પાકની સ્થિતિ એકંદરે સારી છે અને આ વર્ષે પણ સારા ઉત્પાદનની અપેક્ષા છે. આ ઉપરાંત સારા વરસાદના પરિણામે રાજ્યના તમામ જળાશયો સંપૂર્ણ ભરાયા છે. જેના કારણે રવિ અને ઉનાળુ પાકનું સારું વાવેતર થવાની અને સારું ઉત્પાદન મળવાની આશા છે.
મંત્રી શ્રી પટેલે ભારત સરકારને સૂચન કરતા કહ્યું હતું કે, પ્રમાણિત બીજ કૃષિ માટે ખૂબ જ જરૂરી છે. ગુજરાતમાં ખરીફ-૨૦૨૫ સીઝનથી “સાથી” પોર્ટલ પર સર્ટિફિકેશનની પ્રક્રિયા સફળતાપૂર્વક શરૂ કરાઈ છે, જેમાં અત્યાર સુધી ૮૫ હજાર હેક્ટરથી વધુ વિસ્તારનું રજિસ્ટ્રેશન થયું છે. બીજનું રિવેલીડેશન ઓછામાં ઓછું બે વાર કરવાની અને રિવેલીડેશન માટે બીજ ટેસ્ટિંગ સરકારી કે માન્યતા પ્રાપ્ત લેબમાં જ કરવાની મંજૂરી આપવા મંત્રીશ્રીએ વિનંતી કરી હતી.
આ ઉપરાંત તેમણે ખાતર વિતરણ સંસ્થાઓને POS મશીનને બદલે ડેસ્કટોપ કોમ્પ્યુટર અને થમ્બ સ્કેનર પૂરા પાડવા માટે સૂચન કર્યું હતું, જેથી ખાતરનું વિતરણ ઝડપી અને સરળ બની શકે. આ કોમ્પ્યુટરનો ઉપયોગ અન્ય સરકારી યોજનાઓ માટે પણ થઈ શકે છે. નેટવર્ક ન હોય ત્યારે ઓફલાઇન ડેટા એન્ટ્રી કરવાની સુવિધા વિકસાવવા માટે પણ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
ટેકાના ભાવે ખરીદી અંગે સૂચન કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ભારતમાં સૌથી વધુ એટલે કે, ૮૦ ટકા એરંડાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. સીઝન દરમિયાન ઘણીવાર એરંડાના બજાર ભાવ ઓછા હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે. જેથી કૃષિ ક્ષેત્ર અને આર્થિક દ્રષ્ટીએ મહત્વપૂર્ણ એરંડાના પાકને લઘુત્તમ ટેકાના ભાવની (MSP) યોજનામાં સામેલ કરવા માટે કૃષિ મંત્રીશ્રીએ ભારત સરકારને ભલામણ કરી હતી.
વધુમાં, મગફળી, ચણા અને સોયાબીન પાકના ઉત્પાદનના ૨૫ ટકાને બદલે ૫૦ ટકા ઉત્પાદનની MSP હેઠળ ખરીદી કરવાની જોગવાઈ કરવા પણ મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જ રેકોર્ડબ્રેક રાજ્યના ૯ લાખથી વધુ ખેડૂતોએ મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે અરજી કરી છે. જેથી ખરીફ સીઝનમાં POS મશીન વગર જ MSP હેઠળ મગફળીની ખરીદી કરવા પણ મંત્રીશ્રીએ વિનંતી કરી હતી. આ ઉપરાંત તેમણે ખેડૂતોની નોંધણી વધારવા માટે કૃષિ વિભાગની યોજનાઓનો લાભ લેતી વખતે, ખાતર ખરીદતી વખતે અને KCC હેઠળ કૃષિ લોન લેતી વખતે ખેડૂત નોંધણી ફરજિયાત કરવાનું પણ સૂચન કર્યું હતું.
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે કોન્ફરન્સમાં ગુજરાત સરકારે ડિજિટલ કૃષિને પ્રોત્સાહન આપવા શરુ કરેલા નવીન પહેલ “કૃષિ પ્રગતિ” ડિજિટલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ તેમણે, રાજ્યના આદિવાસી ખેડૂતો માટે PPP મોડેલ પર શરુ કરાયેલી “કિસાન રથ” નામની નવી યોજનાની માહિતી આપી કહ્યું હતું કે, આ યોજના હેઠળ રાજ્યના ૧૪ આદિવાસી જિલ્લાઓમાં કૃષિ વિસ્તરણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
આ પ્રસંગે વિવિધ રાજ્યોના કૃષિ મંત્રીશ્રીઓ, ભારત સરકારના કૃષિ મંત્રાલયના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ વિવિધ રાજ્યોમાંથી સંમેલનમાં સહભાગી થવા પધારેલા કૃષિ વિભાગના અધિકારી-કર્મચારીઓ અને વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા*
નિતિન રથવી
*********†******************
[9/13, 8:38 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *હિન્દી દિવસ ૨૦૨૫*
૦૦૦૦૦૦૦
*ભારતની અનોખી ભાષાકીય ઉજવણી એટલે હિન્દી દિવસ*
૦૦૦૦૦૦૦
*હિન્દી ભાષામાં રોજગારની અનેક તકો: નવા ક્ષેત્રોમાં હિન્દી ભાષાનો થતો વિશેષ ઉપયોગ*
*- ડો. આલોક કુમાર ગુપ્તા*
૦૦૦૦૦૦૦
*રાષ્ટ્રભાષા હિન્દી લિંક લેંગ્વેજ તરીકે વિવિધ સ્થાનિક ભાષાઓ સાથેના સંકલન થકી કરી રહી છે વિકાસ*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૧૩ સપ્ટેમ્બર,
ભારત એક વિવિધતા ધરાવતો દેશ છે. ભાષાકીય, સાંસ્કૃતિક અને વિવિધ ધર્મ સાથે વિવિધતામાં એકતા ધરાવતા આપણા દેશમાં અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે ધાર્મિક તહેવારોની સાપેક્ષ “હિન્દી દિવસ”ની ઉજવણીએ અનોખી અને વિશિષ્ટ ઉજવણી છે. વિશ્વમાં ત્રીજા ક્રમે સૌથી વધુ બોલાતી હિન્દી ભારતની રાજભાષા છે. જેના પ્રચાર- પ્રસાર હેતુ દર વર્ષે ૧૪ સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષે હિન્દી દિવસની ઉજવણી ગાંધીનગર ખાતે પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલન સાથે કરવામાં આવી રહી છે, ત્યારે ૪૦ વર્ષોથી વધુ સમયથી ગાંધીનગરમાં જ સ્થાયી થઈ હિન્દી સાહિત્યને વેગ આપવામાં અને તેના પ્રચારમાં પ્રદાન આપતા ડો. આલોક કુમાર ગુપ્તાના મુખેથી હિન્દી અને અન્ય ભાષાઓના સાયુજય, હિન્દી ભાષામાં મળતી વિવિધ તકો, ભાષા સાથે જોડાયેલી માન્યતાઓ વિશે જાણીએ.
હિન્દી ભાષામાં અનુવાદ, સાહિત્ય અને વિવેચન સાથે સંબંધિત ૨૭ પુસ્તકોના લેખક ડો. આલોકકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ના રોજ હિન્દીને રાજભાષા તરીકે માન્યતા મળી, આ પહેલા સ્વાધીનતા સંગ્રામ દરમિયાન ગાંધીજી દ્વારા હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે માન્યતા આપવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જેને સુભાષચંદ્ર બોઝ,ભાષાશાસ્ત્રી સુનિતકુમાર ચેટર્જી, ક્ષીતીમોહન સેન, ગુજરાતમાં પણ નર્મદ અને નવલરામે તેમના સમયે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે માન્ય કરવા સ્પષ્ટ મત આપ્યો હતો.
હિન્દીનો વિકાસ ભારતની વિવિધ ભાષાઓ સાથે જોડાઈને થયો છે. હિન્દી ભાષાએ ભારતમાં લિંક લેંગ્વેજ તરીકે એટલે કે સામાસિક સંસ્કૃતિને જોડવાની ભાષા તરીકે કાર્ય કર્યું છે. હાલમાં હિન્દીને રાજભાષા તરીકે ઘોષિત કરી તેનો પણ અમૃત કાળ ચાલી રહ્યો છે. આ સાથે જ તેમણે હિન્દી વિશે સામાન્યમાં પ્રવર્તતી માનસિકતા વિશે જણાવતા કહ્યું હતું કે, સામાન્ય રીતે લોકો કહે છે કે હિન્દી ભાષાની રાજભાષા તરીકેની શબ્દાવલી સમજમાં આવતી નથી પરંતુ હિન્દી એક લિંક લેંગ્વેજ છે, જેમ અન્ય ભાષાઓમાં પણ વિવિધ ક્ષેત્રની શબ્દાવલી હોય છે તેમ હિન્દીમાં પણ છે. જેમ ગુજરાતીમાં પણ આરોગ્ય,બોલચાલ, વ્યાપાર, લેખન, સાહિત્ય, રાજકીય કામગીરી સંદર્ભની કે વહીવટી સ્તરે ઉપયોગમાં લેવામાં આવતી ગુજરાતી ભાષાની શબ્દાવલી અલગ-અલગ હોય છે તેમજ હિન્દીમાં પણ આ તમામ પ્રકારની હિન્દીની શબ્દાવલી અલગ જોવા મળે છે. હિન્દીમાં મુખ્યત્વે જનભાષા, સાહિત્યિક અને રાજભાષા ત્રણ પ્રકારની હિન્દી જોવા મળે છે, જેમાં જનભાષાના સ્વરૂપમાં આજે ૮૦ કરોડથી વધુ લોકો હિન્દીનો રોજબરોજ ઉપયોગ કરી રહ્યા છે. લગભગ ૫૭ થી ૬૦ કરોડ લોકોની માતૃભાષા હિન્દી છે. આમ સરેરાશ જોવા જઈએ તો, અંગ્રેજી અને ચીનની મેન્ડરીન ભાષા બાદ વિશ્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી એવી ભાષા હિન્દી છે.
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દીનો વિકાસ થવામાં ગૃહ મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વમાં રાજભાષા વિભાગ દ્વારા વિવિધ એપ્સ, અનુવાદક પુસ્તકોનું વિશેષ પ્રદાન રહ્યું છે. આજે હિન્દીની અનેક એપ મળી રહે છે. સાથે જ ગુગલ પર હિન્દીમાં સંવાદ કરી શકાય છે, તો યુટ્યુબ અને વિવિધ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પરથી હિન્દી ભાષામાં વિવિધ વિષયો પર જ્ઞાન મેળવી શકાય છે.
લગભગ ૧૫૦ દેશોમાં હિન્દી બોલનારા લોકો વસે છે. આજે હિન્દીમાં એન્જિનિયરિંગ અને મેડિકલના શિક્ષણનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમકે મધ્યપ્રદેશમાં મેડિકલ અને જોધપુરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ હિન્દીમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. હિન્દીના માધ્યમથી આજે હિન્દી માતૃભાષા ન હોય તેવા લોકો પણ અનેક લોકો સાથે જોડાઈ શકે છે. સામાન્ય રીતે લોકો માને છે કે અંગ્રેજી અને હિન્દી વચ્ચે સ્પર્ધા છે પરંતુ બંને જ્ઞાનની ભાષા છે.
હિન્દી ભાષામાં નોકરીઓની અનેક તકો રહેલી છે. અનેક ક્ષેત્ર એવા છે જ્યાં સૌથી વધુ હિન્દી ભાષાનો ઉપયોગ થાય છે જેમ કે ભારતનું સિનેમા જગત. તેમણે જણાવ્યું હતું કે, આજે મીડિયા વિભાગમાં ડબિંગ ક્ષેત્રમાં અનેક તકો રહેલી છે. જેમાં હિન્દી ભાષાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. આ એવી તકો છે કે જેમાં માત્ર હિન્દી શબ્દાવલી અને હિન્દી ભાષા પર સારી પકડ હોવાથી કોઈપણ વ્યક્તિ આસાનીથી ડબિંગનું કામ કરી શકે છે. આ માટે યુવાનોએ હિન્દીમાં સ્કોપ ઓછો છે કે તેમાં કામ કરી શકાય તેમ નથી તેવી માનસિકતા દૂર કરવી જોઈએ. હિન્દી ભાષા સાથે યુવાનો માટે રોજગારની અનેક તકો અનેક ક્ષેત્રમાં ઉપલબ્ધ છે.
ડો.ગુપ્તાએ યુવાનોને અનુરોધ કરતા કહ્યું હતું કે, “આજની યુવા પેઢીએ માત્ર હિન્દી ભાષાનો સ્વીકાર કરવાનો છે. આ સ્વીકાર સાથે જ આપણી રાષ્ટ્રભાષાનો વધુ વિકાસ કરવાની અને તેના પ્રચારમાં યોગદાન આપવાની તક મળશે.” તો ચાલો હિન્દી દિવસની ઉજવણી સાથે હિન્દી ભાષાનો મનથી સ્વીકાર કરીએ અને વિશ્વ સાથે અનોખી રીતે જોડાઈએ.
૦૦૦૦૦
*આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી*
[9/14, 6:32 PM] Neha Talaviya.Mahiti: *સરદાર ધામ ખાતે*
*કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે ફેઝ-૨ કન્યા છાત્રાલય તથા રૂ. ૧૦૦ કરોડની ‘દીકરી દત્તક યોજના’નું લોકાર્પણ*
—–
*લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ*
—–
*-:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ:-*
– *સરદાર ધામનું સ્લોગન “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” જો દરેક સમાજ સ્વીકારે તો શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય*
– *પટેલ સમાજ એટલે એવો સમાજ જે અભ્યાસુઓ માટે એક અભ્યાસનો વિષય*
—–
*સરદાર ધામે ૩ હજાર દીકરીઓ માટે ભણવા, રહેવા અને જમવાની સગવડ સાથે છાત્રાલય શરૂ કરી કન્યા કેળવણીનો પાયો મજબૂત કર્યો: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ*
—–
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે સરદાર ધામ ખાતે ફેઝ-૨ કન્યા છાત્રાલય તથા રૂ. ૧૦૦ કરોડની ‘દીકરી દત્તક યોજના’નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સરદાર ધામ ખાતે આવેલી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા. વધુમાં તેમણે સરદાર ધામના તમામ ટ્રસ્ટીઓ સાથે સીધો સંવાદ કરી રાષ્ટ્ર નિર્માણમાં સરદારધામની ભૂમિકા અંગે સવિશેષ ચર્ચા પણ કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સમાજને ઉલ્લેખી જણાવ્યું હતું કે, દરેક સમાજ આ રીતે જાગૃત બને તો સરકારનું કાર્ય સરળ અને સહજ થઈ જાય. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, પટેલ સમાજ એટલે એવો સમાજ જે અભ્યાસુઓ માટે એક અભ્યાસનો વિષય છે. આ સમાજે સ્થાપેલા ધંધા, રોજગાર, ટ્રાન્સપોર્ટેશન દરેક વિષય અભ્યાસનો છે, કે તેમાં વર્ષો સુધી વર્ચસ્વ કેવી રીતે સ્થાપિત કરી શકાય. વધુમાં, પટેલ સમાજનું સમગ્ર ગુજરાતના વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન રહેલું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ કન્યા છાત્રાલયની શરૂઆતને ખૂબ જ ઉમદા કાર્ય જણાવતા ઉમેર્યું હતું કે, દીકરીઓને હોસ્ટેલમાં મુકતા મા બાપ ગભરાય છે, ત્યારે પોતાના સમાજ દ્વારા જ્યારે આવી સુરક્ષિત વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો અંતરિયાળ ગામડાઓમાંથી પણ દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે બહાર આવી પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકશે. તેમણે ઉમેર્યું હતું કે, સરદાર ધામનું સ્લોગન “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” જો દરેક સમાજ સ્વીકાર કરે તો ખરેખર રાષ્ટ્રનું શ્રેષ્ઠ નિર્માણ થતા કોઈ અટકાવી શકે નહીં.
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સરદાર ધામની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, આ અદભૂત સંગઠન થકી ૩ હજાર દીકરીઓ અને ૨ હજાર દીકરાઓ ભણીને સમાજ, રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવા આશયથી સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી કલ્પના જમીન ઉપર આબેહુબ ઉતરી છે, તે ખૂબ આનંદની વાત છે.
પોતાના જીવનના વિકાસ માટે ઉચ્ચ શિક્ષણ થકી દીકરીઓ મજબૂત બની શકે તે માટેના સમાજના પ્રયત્નની સરાહના કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તેમના ૪૦ વર્ષના જાહેર જીવનમાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ, લાઇબ્રેરી, છાત્રાલયની મુલાકાત કરી છે, જેમાંથી સરદાર ધામ ખાતે કરવામાં આવેલી છાત્રાલયની વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે ખૂબ સુંદર અને સુવિધાયુક્ત છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ઉપસ્થિત ટ્રસ્ટીઓને સૂચન કરતાં જણાવ્યું હતું કે, આ સંસ્થા દ્વારા છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અને હિન્દી ભાષા શીખવા માટેના વર્ગો ચાલુ કરવા જોઈએ. જેથી આ યુવા પેઢી માતૃભાષા શીખી, સમાજની તળપદી ભાષા સમજી શકે અને ભવિષ્યમાં સમાજસેવા સરળતાથી કરી શકે. આ ઉપરાંત મંત્રીશ્રીએ સંસ્થાની ઈ-લાઇબ્રેરી વધુ સમૃદ્ધ બને તે માટે અન્ય લાઇબ્રેરીઓ સાથે ઓનલાઇન કનેક્ટ થઈ, વધુમાં વધુ પુસ્તકો ઉપલબ્ધ થાય તેવું પણ સૂચન કર્યું હતું. જેના પરિણામે UPSC અને GPSCની ટ્રેનીંગ માટે આવતા વિદ્યાર્થીઓને વધુ સરળતા રહે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની સમગ્ર ભારતમાં ઉજવણી થવા જઈ રહી છે, તેવા લોખંડી પુરુષ અને અખંડ ભારતના નિર્માતાના વારસદાર હોવાના ગર્વ સાથે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, કોઈપણ સમાજની પ્રગતિ સ્ત્રી સશક્તિકરણ વગર સંભવ નથી. જેથી સરદારધામે ૩ હજાર દીકરીઓ માટે ભણવા, રહેવા અને જમવાની સગવડ સાથે છાત્રાલય શરૂ કરી કન્યા કેળવણીનો પાયો મજબૂત કર્યો છે. આ ઉપરાંત દીકરીઓ માટે રૂ. ૧૦૦ કરોડની ‘દત્તક દીકરી યોજના’નું પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે લોકાર્પણ કર્યુ છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સમાજના શ્રેષ્ઠ દાતાઓ દ્વારા દીકરીઓનું ભવિષ્ય ઉજવળ બને છે, તે માટે દાતાશ્રીઓને પણ તેમણે અભિનંદન પાઠવું છું.
વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના સફળ નેતૃત્વમાં દેશની સીમા અને સુરક્ષા બંને મજબૂત બની છે. જે અંતર્ગત તા. ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં નક્ષલવાદનો સંપૂર્ણ અંત લાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ મુખ્યમંત્રીશ્રીએ ૨૦૪૭ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બની, સ્વદેશી અપનાવતા આ દિવાળીએ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા પર ભાર મૂક્યો હતો. તેમજ આવા નાના નાના વિકાસ કાર્યો થકી રાષ્ટ્રીય નિર્માણ અને વિકસિત ભારતમાં સહયોગ આપવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત સરદાર ધામના પ્રમુખ શ્રી રવજીભાઈ સુતરીયા દ્વારા મહાનુભાવોનું સરદાર ધામના ૧૦૪૧ ટ્રસ્ટીઓ વતી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું, અને તેમના દ્વારા સરદાર ધામના ભવિષ્યના આયોજન પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
—–
*નેહા તલાવિયા*
[9/15, 7:18 PM] Neha Talaviya.Mahiti: *સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ ઝુંબેશની થીમ “સ્વછોસ્વ” સ્વચ્છતાનો ઉત્સવ*
……
*ગાંધીનગર જિલ્લા સ્તરે “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી .જે પટેલની અધ્યક્ષતામાં આયોજન બેઠક યોજવામાં આવી*
……
તા.૧૭,સપ્ટેમ્બર થી તા.૦૨,ઓક્ટોબર ૨૦૨૫ સુધી સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ ઝુંબેશ દ્વારા “સ્વછોસ્વ” સ્વચ્છતાનો ઉત્સવ થીમ આધારિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેનો મુખ્ય ઉદેશ્ય સરકારી સંસ્થાઓને અને જાહેર સંસ્થાઓને સ્વચ્છતા માટે પ્રોત્સાહિત કરવાનો,
સ્વચ્છતાના પ્રયાસોમાં સામુદાયિક જન ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો,સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા તથા કચરા વ્યવસ્થાપનની પ્રવૃતિને વેગ આપવાનો છે.
ગાંધીનગર જિલ્લા સ્તરે “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત કરવાની થતી કામગીરી અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી .જે પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી નિશા શર્મા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડાયરેક્ટર શ્રી જિજ્ઞાસા વેગડાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં આપવામાં આવેલી, માહિતી મુજબ વિગતવાર વાત કરવામાં આવે તો, તા.૧૭/૦૯/૨૦૨૫ થી તા.૦૨/૧૦/૨૦૨૫ સુધી ડીઆરડીએ, વન વિભાગ, પંચાયત વિભાગ, આરોગ્ય ,શિક્ષણ, ખેતીવાડી, બાગાયત, સહકાર, પર્યટન, રમત ગમત, નહેરુ યુવા કેન્દ્ર અને જી.એલ.પી.સી વગેરે વિભાગો દ્વારા આ સ્વચ્છતા અભિયાન દરમિયાન નક્કી કરવામાં આવેલ દિવસે સ્વચ્છતાને લગતી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે.
જેમાં પ્રથમ દિવસે તા.૧૭ સપ્ટેમ્બર ના રોજ સ્વચ્છતા ઝુંબેશનો રાજ્ય તથા જિલ્લા કક્ષાએ શુભારંભ કરવામાં આવશે અને આ દિવસ દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ ,મહાનુભાવો વગેરેના હસ્તે સ્વચ્છતા ની કામગીરી તથા વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો હાથ ધરાશે.
તે પછીના દિવસોની વિગતે વાત કરીએ તો તારીખ પ્રમાણે નીચે મુજબ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવશે.
તા.૧૮ સપ્ટેમ્બર ના રોજ ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા રેલી,ગ્રામ્ય કક્ષાએ સામુદાયિક ખાતર ખાડો અને સેગ્રીગેશન શેડ જેવા ઘન કચરા વ્યવસ્થાપન અસ્કયામતોનું ખાતમુહૂર્ત,તમામ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ સ્વચ્છ અને હરિયાળા તાલુકા, ગ્રામ્ય કક્ષા, ગામડા, આંગણવાડી, CHC, શાળાઓ માટે સ્પર્ધાઓનો પ્રારંભ કરવામાં આવશે.
તા.૧૯ સપ્ટેમ્બર ના રોજ કિચન ગાર્ડન અને અન્ય તમામ પ્રવાહી કચરા વ્યવસ્થાપન અસક્યામતોનું ખાતમુહૂર્ત,ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલયોના મંજૂરી પત્ર અને પૂર્ણતા પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવશે.
તા.૨૦ સપ્ટેમ્બરના રોજ ગ્રામ્ય કક્ષાએ સેલ્ફી સ્ટેશનો અને યુવાનોની ભાગીદારી,એસ.બી.એમ-જીના લોગો સાથે સેલ્ફી પોઈન્ટ બનાવીને સ્વચ્છતા અંગે જાગૃતિ,સ્વચ્છ ગુજરાતની નવી ઓળખ: ગામડાઓમાં એસ.બી.એમ-જી સંપત્તિનું બ્રાન્ડિંગ, જિલ્લાઓમાં માસવાર DWSM મીટિંગ (District water sanitation mission) વગેરે કામગીરી હાથ ધરવામાં આવશે.
તા.૨૧ના રોજ ગામડાઓમાં ઘરે ઘરે થી કચરા વર્ગીકરણ અભિયાન, ગામડાઓમાં સામુદાયિક/જાહેર સ્વચ્છતા અને રસ્તાની બાજુની સફાઈ,રાજ્ય ધોરીમાર્ગો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને અન્ય રસ્તાઓની સ્વચ્છતા,ખાતર ખાડાનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
તા.૨૨ સપ્ટેમ્બરના રોજ બધી જાહેર સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં તમામ વિભાગ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.
તા.૨૩ સપ્ટેમ્બરના રોજ ગ્રામ પંચાયત કક્ષાએ જળાશયોની સ્વચ્છતા ઝુંબેશ,તાલુકા કક્ષાએ ધાર્મિક સ્થળોની સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે.
તા.૨૪ સપ્ટેમ્બર ના રોજ બજારો અને સામુહિક શૌચાલયોની ખાસ સ્વચ્છતા ઝુંબેશ રસ્તાઓ, લેગસી કચરાવાળા સ્થળો, બજાર સંકુલ અને અન્ય ઉચ્ચ-પહોંચવાળા બજાર વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરશે,તમામ ગ્રામ પંચાયતોમાં સામુહિક શૌચાલયોની જાળવણી-નિભાવણી અને સંચાલન સુનિશ્ચિત કરવા માટે સ્વ-સહાય જૂથો, સહકારી મંડળીઓ અને એનજીઓ સાથે એમઓયુ,ગામડાઓમાં તમામ ગરબા મેદાનોની સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવશે.
તા.૨૫ સપ્ટેમ્બરના રોજ એક દિન, એક ઘંટા, એક સાથ સ્વચ્છતા
અંતર્ગત સમૂહ શ્રમદાન (સ્વૈચ્છિક શ્રમ) ને સમર્પિત દિવસ. ગ્રામ્યજનો દ્વારા રસ્તાઓ, બજારો અને સમુદાય સ્થળોને સાફ કરવા માટે મોટી સંખ્યામાં ભેગા થાય છે. સમુદાયની ભાગીદારી દ્વારા જગ્યાઓના દૃશ્યમાન પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તથા ગામડાઓમાં તમામ શાળા કક્ષાએ કિચનગાર્ડનનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૨૬-સપ્ટેમ્બરના રોજ વનવિભાગ, મનરેગા,જીએલપીસી સાથે મળીને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં જેમાં નિયત કરેલ કચરાના સ્થળોની સફાઈ કર્યા પછી ધાર્મિક અને પર્યટન સ્થળોએ વૃક્ષારોપ કરી ખેડૂતોને ઘન કચરા વ્યવસ્થાપનના એકમોમાંથી જૈવિક ખાતરનું વિતરણ કરવાનું પણ આયોજન કરાયું છે
તા.૨૭ સપ્ટેમ્બર ના રોજ પ્લાસ્ટિક કચરો વ્યવસ્થાપન -સંગ્રહ ઝુંબેશ તથા તા.૨૮ સપ્ટેમ્બર ના રોજસ્વ-સહાય જૂથો, સ્વચ્છતા કાર્યકરો, શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામ્ય કક્ષાના અધિકારીઓ અને ગ્રામ પંચાયતનાપ્રતિનિધિઓ સાથે રમતગમત કાર્યક્રમ,ગામડાઓમાં બધી શાળાઓ અને જાહેર સ્થળોએ રમતના મેદાનોની સ્વચ્છતા અને વૃક્ષારોપણ યોજાશે.
તા.૨૯ સપ્ટેમ્બર ના રોજ ગો ગ્રીન શાળાઓ અને યુવા આગેવાની હેઠળ ડ્રાઇવ દ્વારા તમામ ગામડાં અને બધી શાળાઓમાં શાળા કક્ષાની ચિત્ર સ્પર્ધા અને વૃક્ષારોપણ નું આયોજન તથા ગ્રામ આરોગ્ય સ્વચ્છતા સમિતિઓ દ્વારા રાજ્ય જળ સ્વચ્છતા મિશન મીટિંગ નું આયોજન ગોઠવવામાં આવ્યું છે.
તા.૩૦ સપ્ટેમ્બર ના રોજ સ્વચ્છતા કામદારો માટે ગૌરવ શિબિર (સફાઇ મિત્ર સુરક્ષા શિબિરો),સ્વચ્છતા કામદારો, ફ્રન્ટલાઈન સ્ટાફ, સ્વ-સહાય જૂથો અને સ્વયંસેવકોના સન્માન માટે શિબિરોનું આયોજન તથા સ્વચ્છતા કામદારો અને તેમના પરિવારોની સંપૂર્ણ આરોગ્ય તપાસ, સલામતી કીટ (મોજા, માસ્ક, ગમબૂટ)નું વિતરણ કરવામાં આવશે.
તા.૦૧ ઓક્ટોબર ના રોજ
પ્રવાહી કચરા વ્યવસ્થાપન અંતર્ગતની અસ્કયામતોનું લોકાર્પણ અને તેની જવાબદારી ગ્રામપંચાયતને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
તા.૦૨ ઓક્ટોબર ના રોજજિલ્લા સ્તરે પુરસ્કાર વિતરણ યોજાશે. આ દિવસને તાલુકા/જિલ્લા કક્ષાએ “સ્વચ્છતા દિવસ’ તરીકે ઉજવવામાં આવશે.જે અંતર્ગત સ્વચ્છતા અભિયાનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાહ ગ્રામ પંચાયત ,સ્વચ્છ કેમ્પસ,શ્રેષ્ઠ SHG/યુવા જૂથ – સમુદાય ગતિશીલતા માટે શ્રેષ્ઠ વોર્ડ/ગલીને પુરસ્કાર આપવામાં આવશે.
……
*નેહા તલાવિયા*
[9/15, 7:19 PM] Neha Talaviya.Mahiti: *ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા,૧૭ સપ્ટેમ્બર થી ૧૬-ઓકટોબર સુધી મેદસ્વિતા મુક્તિ માટે ગુજરાતમાં ૭૫ સ્થળોએ શિબિરનું આયોજન*
…….
*ગાંધીનગર જિલ્લામાં મેદસ્વિતા મુક્તિ માટે ખાસ શિબિરનું આયોજન*
…..
*યોગ અને આહાર થકી મેદસ્વિતા દુર કરવા આસનો, પ્રાણાયામ, ડાયટ વગેરેની જાણકારી શિબિર અંતર્ગત મેળવી શકાશે*
….
વડાપ્રધાનશ્રીના ૭૫ માં જન્મદિવસ નિમિતે “ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા,૧૭ સપ્ટેમ્બર-૨૦૨૫ થી ૧૬-ઓકટોબર-૨૦૨૫ દરમિયાન મેદસ્વિતા દુર કરવા માટે સમગ્ર ગુજરાતમાં ૭૫ સ્થળોએ ૧૦૦ લોકો સાથે ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર ખાતે પણ બે સ્થળ પૈકી સેક્ટર 28નો બગીચો, બ્રહ્માકુમારી સેન્ટર પાસે ગાંધીનગર તથા ગુડા ગાર્ડન કુડાસણ ખાતે પણ આ કેમ્પનું આયોજન ડિસ્ટ્રીક કોર્ડીનેટર ભાવનાબેન જોષીના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું છે.આ કેમ્પનો હેતુ લોકોને યોગ અને આહાર થકી મેદસ્વિતા કઇ રીતે દુર કરવા તે માટેના આસનો, પ્રાણાયામ, ડાયટ વિગેરેથી જાણકારી આપી મેદસ્વિતા દુર કરાશે. જેમા ભાગ લેવા નગરજનો એ નીચે આપેલી લિંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
રજીસ્ટ્રેશન લીંકઃ https://forms.gle/JpEzUTWATiWsMP6y6
….
*નેહા તલાવિયા*
[9/16, 1:36 PM] Neha Talaviya.Mahiti: *શ્રી વરદાયિની માનો પલ્લી મેળામાં દૂર દૂરથી આવતા ભક્તો માટેની સુરક્ષા અને વ્યવસ્થા યોગ્ય રીતે થાય તે માટે કલેકટર શ્રી ગાંધીનગર ની અધ્યક્ષતામાં આયોજન બેઠક મળી*
……
*પલ્લી મેળા દરમિયાન આવતા યાત્રાળુ માટે આરોગ્ય, વાહન વ્યવહાર, પાર્કિંગ તથા પીવાના પાણીની વ્યવસ્થા યોગ્ય રીતે થાય તે અંગે ચર્ચા કરવામાં આવી*
…..
*પલ્લીના માર્ગમાં આવતા જોખમી મકાનો તથા વૃક્ષો માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે*
….
*પલ્લી મેળાનો પ્રસંગ આપણા ગાંધીનગર જિલ્લા માટે ગૌરવની વાત છે, ત્યારે દૂર દૂરથી આવતા ભાવીભક્તો માટેની સુરક્ષા વ્યવસ્થા યોગ્ય રીતે થાય તે આપણા સૌની સહિયારી જવાબદારી -કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે.દવે*
……
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે સ્થિત વરદાયિની માતા મંદિર, ગાંધીનગર જિલ્લાની અદભુત મહાત્મ્ય ધરાવતી ધાર્મિક તથા ઐતિહાસિક ધરોહર છે. અને એમાં પણ દર વર્ષે આસો સુદ નોમના દિવસે ભરાતો પલ્લી મેળો એ આ મંદિરનું અનોખું આકર્ષણ હોવા સાથે ભક્તોની આસ્થાનું અનોખું પ્રતીક છે. આ પલ્લીમાં ભાગ લેવા લાખોની સંખ્યામાં માનાં ભક્તો ભારતભરમાંથી જ નહીં,પણ વિદેશમાંથી પણ આવતા હોય છે. કારણ કે નોમની પલ્લીના દિવસે રૂપાલ ગામમાં ચોખ્ખા ઘીની નદીઓ વહેતી હોય તેવો અદભુત નજારો જોવા મળે છે. અને માનવામાં આવે છે કે, આ પ્રથા પાંડવોના સમયથી ચાલી આવી છે.
આપણા જિલ્લામાં જ્યારે આવી ઐતિહાસિક ધરોહર આવેલી હોય અને આટલી પ્રાચીન પરંપરા પ્રમાણે લાખો માઈ ભક્તોની ભીડ વચ્ચે માની પલ્લી નીકળતી હોય, ત્યારે આ જિલ્લાના દરેક નાગરિકો માટે ગૌરવની વાત છે. અને આ જ ગૌરવ સાથે ભક્તોની આસ્થા અને મા વરદાયિનીના મહાત્મ્યને વધુ ઉજાગર કરવા, તથા પલ્લી મેળામાં આવતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં અત્યારથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત કલેકટરશ્રી દ્વારા આયોજન બેઠક પણ યોજવામાં આવી હતી.
કલેકટર શ્રી મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં મળેલી રૂપાલ પલ્લી મેળાની આ આયોજન બેઠક અંતર્ગત,કલેકટર શ્રી એ રૂબરૂ તમામ અધિકારીઓ તથા રૂપાલ ગામના સરપંચ શ્રી અને શ્રી વરદાયિની મંદિરના ટ્રસ્ટીઓ સાથે વિચાર ગોષ્ઠી કરી સુંદર અને સુવ્યવસ્થિત આયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠક અંતર્ગત પલ્લી મેળામાં આવનાર ભક્તો માટે આરોગ્યની સેવા, સુવ્યવસ્થિત વાહન વ્યવહાર સાથે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, પીવાના પાણીની વ્યવસ્થા, પલ્લી મેળામાં દૂર દૂરથી આવનારા યાત્રાળુઓને સુરક્ષા અને માર્ગદર્શન માટે અમુક અમુક અંતરે સુવિધા નું આયોજન, વીજ પુરવઠો, ફાયર સેફ્ટી, કાયદો અને વ્યવસ્થા સાથે પલ્લી મેળા દરમિયાન ઘી તેમજ અન્ય ખાદ્ય પદાર્થોની ચકાસણી માટે ફૂડ સેફટી અને પલ્લી રથના રુટમાં આવનાર જોખમી મકાનો તથા વૃક્ષો વગેરે દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠક અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે દવે દ્વારા ઉપસ્થિત અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું કે, શ્રી વરદાયિની માનો પલ્લી મેળાનો પ્રસંગ આપણા ગાંધીનગર જિલ્લા માટે ગૌરવની વાત છે, ત્યારે દૂર દૂરથી આવતા ભાવીભક્તો માટેની સુરક્ષા અને વ્યવસ્થા યોગ્ય રીતે થાય તે આપણા સૌની સહિયારી જવાબદારી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે પટેલ, પ્રાંતશ્રી ગાંધીનગર પાર્થ કોટડીયા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ તથા રૂપાલ ગામના સરપંચ શ્રી અને શ્રી વરદાયિની મંદિરના ટ્રસ્ટી શ્રી ઉપસ્થિત રહ્યા હતા.
…
*નેહા તલાવિયા*
[9/16, 2:40 PM] Neha Talaviya.Mahiti: *જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા તા.૧૮/૦૯/૨૦૨૫ નાં રોજ માણસા ખાતે રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિર યોજાશે*
……..
જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૮/૦૯/૨૦૨૫નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે એસ. ડી. આર્ટસ અને બી. આર. કોમર્સ કોલેજ, મોતીપુરા રોડ, માણસા, જી.ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતીમેળામાં ગાંધીનગર જીલ્લાના નોકરીદાતાઓ દ્વ્રારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ. તમામ ટ્રેડ, કોઈ પણ સ્નાતક કક્ષાનાં ઊત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF705102485 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, એમ જીલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.
…….
*નેહા તલાવિયા*
[9/16, 3:19 PM] Neha Talaviya.Mahiti: *દિવેલાના ઊભા પાકમાં ચુસીયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગેના પગલાં*
……..
ચુસિયા પ્રકારની જીવાતોની હાજરી જાણવા માટે વાવણી બાદ એક મહિને પીળા ચીકણા પિંજર ૧૦ પ્રતિ હેક્ટરે લગાવવા જેથી સમયસર નિયંત્રણના પગલાં ભરી શકાય છે.
ચુસિયા પ્રકારની જીવાતોના ઉપદ્રવ સમયે લીંબોળીનું તેલ ૫૦ મી.લી. અથવા એઝાડિરેક્ટીન યુક્ત ૧૫૦૦ પીપીએમ દવા ૫૦ મી.લી. સાથે ૧૦૦ મી.લી. તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ પ્રતિ ૧૦ લીટર પાણી સાથે ઉમેરી છંટકાવ કરવો.
ચુસીયા પ્રકારની જીવાતોના જૈવિક નિયંત્રણ માટે લેકાનીસીલીયમ લિકાની અથવા બ્યુવેરીયા બેસિયાના ફુગનાશક પાવડ ૨૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ઉમેરી ઉપદ્રવ સમયે છંટકાવ કરવો.
પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી / ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો.
દર્શાવેલ માહિતી સોર્સ તેલિબીયા સંશોધન કેન્દ્ર, સ.દાં. કૃષિ યુનિવર્સીટીના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે.
…..
*નેહા તલાવિયા*
[9/16, 3:33 PM] Neha Talaviya.Mahiti: *તા.૧૭/૦૯/૨૦૨૫ ના રોજ માણસા ખાતે આયુષ મેળાનું આયોજન*
…..
*આપણી પૌરાણિક આયુર્વેદ પદ્ધતિને જાણવા તથા જીવનોપયોગી બનાવવા જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્યશ્રી ભાવનાબેન પટેલ દ્વારા જાહેર જનતાને આ આયુષ મેળાનો મહત્તમ લાભ લેવા અનુરોધ*
……….
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના નિયામક શ્રી આયુષની કચેરી ગુજરાત રાજ્ય, ગાંધીનગરના માર્ગદર્શનથી દસમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તથા વડાપ્રધાનશ્રીના જન્મદિનની ઉજવણી નિમિત્તે, જિલ્લા આયુર્વેદ અધિકારી ગાંધીનગર દ્વારા ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે આવેલ ગાયત્રી મંદિરે, સવારે ૯.૦૦ થી સાંજે ૫.૦૦ કલાક સુધી આયુષના પ્રચાર પ્રસાર અર્થે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં યોગ શિબિર, પ્રકૃતિ પરીક્ષણ,
દંતોત્પાટન,ગર્ભ સંસ્કાર ,સ્ત્રી રોગ,મર્મ ચિકિત્સા,ચામડીના રોગો,બાળરોગ,
લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર,સ્થૂળતા, ડાયાબિટીસ, બી.પી., થાયરોઇડ જેવી તકલીફોની આયુર્વેદ સારવાર કરવામાં આવશે.તથા જનરલ આયુર્વેદ ઓ.પી.ડી-તમામ રોગોની આયુર્વેદ સારવાર આપવામાં આવશે. તેમજ જનરલ હોમિયોપેથી ઓ.પી.ડી. – તમામ રોગોની હોમિયોપેથી સારવાર, રોગ અનુસાર યોગ ઓપીડીમાં યોગ નિષ્ણાંત દ્વારા રોગ અનુસાર યોગ અને પ્રાણાયામ વિશે માર્ગદર્શન,બીપી અને ડાયાબિટીસ(સુગર) ચેકઅપ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આયુષ મેળા દરમિયાન નાગરિકો પ્રદર્શન નિહાળી આયુર્વેદ અંગે વધુ જાણકારી મેળવી શકે તે માટે ઋતુચર્યા – ઋતુ અનુસાર સ્વાસ્થ્ય ની જાળવણી માટે પથ્ય અપથ્ય આહાર અને વિહાર વિશે મર્ગદર્શન,દિનચર્યા -સ્વાસ્થ્ય ને જાળવી રાખવા દૈનિક જીવનશૈલી વિશે માર્ગદર્શન પંચકર્મ – વમન, વિરેચન, અનુવાસન બસ્તિ, આસ્થાપન બસ્તિ, નસ્ય વિશે માહિતી,વનસ્પતિ પ્રદર્શન – ઘર આંગણાનાં ઔષધ તથા રસોડાનાં ઔષધ વિશે માર્ગદર્શન,યોગ અંગે પ્રદર્શન – વિવિધ યોગ અને પ્રાણાયામ અંગે માર્ગદર્શન,પંચકર્મ – વમન, વિરેચન, અનુવાસન બસ્તિ, આસ્થાપન બસ્તિ, નસ્ય વિશે માહિતી પણ આપવામાં આવશે.
આ મેળાનો લાભ મહત્તમ નગરજનો લે અને આપણી પૌરાણિક આયુર્વેદ પદ્ધતિથી વાકેફ થાય તે માટે માટે જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્યશ્રી ભાવનાબેન પટેલ દ્વારા જાહેર જનતાને આ આયુષ મેળાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
….
*નેહા તલાવિયા*
[9/16, 6:37 PM] Neha Talaviya.Mahiti: *આવતીકાલે સવારે ૦૭:૪૫ કલાકે “સ્વચ્છતા અભિયાન” અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં પથિકઆશ્રમ ખાતે સાફ સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેના કવરેજ માટે તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને હાર્દિક આમંત્રણ છે.*
[9/16, 7:16 PM] Neha Talaviya.Mahiti: 👆🏻 આવતીકાલે “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત રૂપાલ વરદાયિની માતાજીના મંદિરેથી આ અભિયાનનો શુભારંભ થવા જઈ રહ્યો છે,જેના કવરેજ માટે મીડિયા ના મિત્રોને ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટી તંત્ર, ગાંધીનગર તરફથી હાર્દિક આમંત્રણ છે.
[9/16, 8:59 PM] Neha Talaviya.Mahiti: *સેક્ટર-૧૨ , ઉમિયા માતાજીના મંદિરે યોજાયેલી રક્તદાન શિબિરની કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવેએ મુલાકાત લઈ રક્ત દાતાઓનો ઉત્સાહ વધાર્યો*
……
*રક્તદાન એ મહાદાન છે, તમારા આ એક નાનકડા પ્રયાસ થકી કોઈનું જીવન બચી શકે છે -કલેકટરશ્રી મેહુલ કે.દવે*
.….
*માત્ર એક દિવસમાં રાજ્યભરના શિક્ષકો દ્વારા આયોજિત આ રક્તદાન શિબિર થકી 50,000થી વધુ બોટલ રક્તદાન થયું*
…….
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે રાજ્યના શિક્ષકો દ્વારા વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યા હતાં,જેમાં ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં પણ તા.૧૬ સપ્ટેમ્બરના રોજ રક્તદાન શિબિરો નું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, માત્ર એક દિવસમાં રાજ્યભરના શિક્ષકો દ્વારા આયોજિત આ રક્તદાન શિબિર થકી 50,000થી વધુ બોટલ રક્તદાન થયું છે.તથા આ ઐતિહાસિક ક્ષણ થકી આજે શિક્ષણ વિભાગે વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યો છે,અને હવે જ્યારે એક નવો ઐતિહાસિક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે, ત્યારે ગાંધીનગર તાલુકા ખાતે સેક્ટર-૧૨ , ઉમિયા માતાજીના મંદિર પરિસર હોલમાં યોજાયેલી રક્તદાન શિબિરની કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત અંતર્ગત કલેકટર શ્રી એ રક્તદાન કરી રહેલા રક્તદાતાઓને આ સુંદર માનવતા ભર્યું કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવવા સાથે અન્યને પણ આ રીતે રક્તદાન કરવા પ્રેરિત કર્યા હતા.આ ક્ષણે કલેકટર શ્રી મેહુલ કે. દવેએ જણાવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે, તમારા આ એક નાનકડા પ્રયાસ થકી કોઈનું જીવન બચી શકે છે, કોઈ પરિવાર વિખેરાતો અટકાવી શકાય છે. રક્ત દાતાઓ દ્વારા આપવામાં આવેલ એક બોટલ લોહીની કિંમત ત્યારે કરોડો રૂપિયા કરતાં કિંમતી બની જાય છે જ્યારે, કોઈનું જીવન બચાવવા અણીના સમયે તેના સુધી આ બોટલ પહોંચે છે. આ સાથે જ તેમણે યુવાનોને પણ રક્તદાન કરવા માટે પ્રેરિત કર્યા હતાં.
શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલી આ રક્તદાન શિબિરમાં શિક્ષકો, વ્યામ શિક્ષકો, વિવિધ સંસ્થાના અધિકારીઓ કર્મચારીઓ તથા અન્ય સેવાભાવી સંસ્થાઓ સહિત નાગરિકો પણ જોડાયા હતા.
…
*નેહા તલાવિયા*
[9/16, 9:24 PM] Neha Talaviya.Mahiti: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના જાસપુરમાં જગત જનની મા ઉમિયાના દર્શન અને પૂજા- અર્ચન કર્યા*
———-
*ઐતિહાસિક વિશ્વ ઉમિયાધામના 1551 ધર્મસ્તંભ પર 9 લાખ ઘનફૂટનો કોંક્રિટ રાફ્ટના કાર્યારંભ પ્રસંગે મુખ્યમંત્રીની ઉપસ્થિતિ*
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વ ઉમિયાધામમાં ૧૧૫૧ ધર્મસ્તંભ પર ૯ લાખ ઘનફૂટના કોંક્રિટ રાફ્ટના કાર્યારંભના સાક્ષી બન્યા હતા. તેમણે મા ઉમિયાના નવનિર્મિત મંદિર બાંધકામનું પણ આ વેળાએ નિરીક્ષણ કર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક મા ઉમિયાનું મંદિર 1551 ધર્મસ્તંભ ઉપર આકાર લઈ રહ્યું છે. તેનું રાફ્ટ કાસ્ટિંગ સતત 3 દિવસ અર્થાત્ 72 કલાક સુધીમાં ભરવામાં આવશે.
આ અવસરે વિશ્વ ઉમિયાધામના ટ્રસ્ટીશ્રીઓ, જાણીતા અભિનેતા વિવેક ઓબેરોય, દાતાશ્રીઓ, સનિષ્ઠ કાર્યકર્તાઓ અને સામાજિક અગ્રણીઓ તેમની સાથે જોડાયા હતા.
———————-_———————————————————
આપની આસપાસ બનતી ઘટનાઓના ફોટાઓ વિડિયો અને સમાચારો અમોને અમારા રબારી આલમમાં પ્રસિદ્ધ કરવા માટે અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીંયા કોઈપણ વિડીયો સમાચાર ફોટાઓ માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.
તંત્રી: પ્રદીપ રાવલ. (9824653073)
