16.જુલાઈ.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો.(સરકારી સમાચાર)janfariyadnews youtube channel links જૂવો.

16 NG pdf (1)

***************************

DGTS AZU Press Release dated 15072025-English

ગુજરાત રાજ્ય માહિતી ખાતા ના સમાચારો

 *કંઈક કરવાની દ્રઢ ઈચ્છા શક્તિથી આગળ વધશો, તો દુનિયા તમારું સન્માન કરશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
———-
*પ્રાકૃતિક કૃષિનો ફેલાવો કરીને દેશ અને દુનિયાના લોકોના જીવન બચાવવાનું પુણ્ય કામ કરીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
———-
*રાજ્યપાલશ્રીએ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના નવનિયુક્ત સહાયક પ્રાધ્યાપકો અને સહાયક સંશોધન વૈજ્ઞાનિકોને માર્ગદર્શન આપ્યું*
———-
મહાપુરુષ અને સામાન્ય લોકોમાં એક જ અંતર હોય છે. સામાન્ય લોકો પહેલેથી જ બનેલા રસ્તા પર ચાલે છે. જ્યારે, મહાપુરુષો પોતાનો રસ્તો બનાવી અન્ય લોકોને પણ તે રસ્તા પર ચાલવા પ્રેરિત કરે છે. અત્યારે દુનિયા જે રસ્તા પર ચાલી રહી છે તે ખૂબ જ હાનિકારક છે, માટે આપણે તે તમામને યોગ્ય રસ્તા ઉપર લઈ જવા પડશે. કંઈક કરવાની દ્રઢ ઈચ્છા શક્તિથી આગળ વધશો તો દુનિયા તમારું સન્માન કરશે.

રાજભવન ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના નવનિયુક્ત સહાયક પ્રાધ્યાપકો અને સહાયક સંશોધન વૈજ્ઞાનિકોને માર્ગદર્શન આપતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે,
નોકરી મેળવીને આપણી જાતને નોકર ના સમજવા જોઈએ, નોકરી એ ફક્ત આવકનો એક સ્ત્રોત છે. પરંતુ, તમે દેશના ભવિષ્યના ભાગ્યવિધાતા છો. જેવી રીતે 60 ના દશકમાં ડૉ.સ્વામીનાથને દેશની અનાજની અછતને પૂરી કરવા માટે હરિત ક્રાંતિ શરૂ કરી હતી, તેવી જ રીતે તમે પ્રાકૃતિક કૃષિમાં ક્રાંતિ લાવીને દેશ અને દુનિયાના લોકોના જીવન બચાવવાનું પુણ્ય કામ કરશો. પ્રાણી માત્રના જીવને બચાવવાના કાર્યથી મોટું પુણ્ય કોઈ નથી.

શ્રીમદ ભાગવત ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, જેવું અન્ન તેવું મન. આપણે જેવું અન્ન ખાઈએ, તેવા જ આપણે બનીએ છીએ. શુદ્ધ અને સાત્વિક આહારથી, શરીર અને મન બંને તંદુરસ્ત રહે છે. પ્રાકૃતિક કૃષિ લોકોને સ્વાસ્થ્યવર્ધક ખોરાક આપી શકે તેમ છે.

હરિત ક્રાંતિનો ઉલ્લેખ કરતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, એ સમયે એક હેક્ટર જમીનમાં 13 કિલો નાઇટ્રોજન નાખવાની ભલામણ કરવામાં આવી હતી અને સાથે છાણીયું ખાતર અથવા જૈવિક ખાતર નાખવાની પણ ભલામણ કરવામાં આવી હતી. તે સમયે સારું ઉત્પાદન મળતું હતું કારણ કે, સમગ્ર દેશની જમીનનો ઓર્ગેનિક કાર્બન 2 થી 2.5 ટકા જેટલો હતો. તે સમયે ખેડૂતો યુરિયા – ડીએપીની સાથે છાણીયું ખાતર નાખતા હતા. પછી ધીરે ધીરે યુરિયાનો ઉપયોગ વધતો ગયો. અત્યારે હરિયાણામાં બટેટાના ખેતરમાં એક એકર જમીનમાં 12 થી 13 થેલી યુરિયા ડીએપી નાખવામાં આવે છે. રાસાયણિક જંતુનાશક દવાઓ અને યુરિયા – ડીએપીના અંધાધુંધ ઉપયોગથી ધરતીની ગુણવત્તા વધારનાર બેકટેરિયાઓ અને સૂક્ષ્મ જીવો નાશ પામ્યા છે. જેના પરિણામે જમીનનો ઓર્ગેનિક કાર્બન 0.5 થી ઓછો થઈ ગયો છે.

રાજ્યપાલશ્રીએ તેમના અનુભવ વર્ણવતા જણાવ્યું કે, શરૂઆતમાં હું પણ ગુરુકુળની જમીનમાં રાસાયણિક ખેતી કરતો હતો, રાસાયણિક ખેતીના દુષ્પરિણામોના કારણે મેં તેનો વિકલ્પ શોધવાની કોશિશ કરી. જે બાદ મને કૃષિ યુનિવર્સિટી, હિસારના વૈજ્ઞાનિક ડૉ. હરિ ઓમે ઓર્ગેનિક ફાર્મિંગ – જૈવિક ખેતી કરવાની સલાહ આપી હતી. તેમની સલાહ મુજબ મેં જૈવિક ખેતી કરી પરંતુ તેમાં વધુ ખર્ચ, વધુ મહેનત છતાં ઉત્પાદન ખૂબ ઓછું મળતું હતું. ત્યારબાદ મેં ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરવાની શરૂઆત કરી, આ ખેતી પદ્ધતિ નહીવત ખર્ચે વધુ ઉત્પાદન આપે છે. આ ઉપરાંત લોકોનું સ્વાસ્થ્ય, જમીન, હવા, પાણી અને પર્યાવરણને બચાવવાનું કામ કરે છે.

રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત વૈજ્ઞાનિકોને જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેના તફાવતની ઊંડી સમજ આપી હતી તથા ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગી જીવામૃત બનાવવાની પદ્ધતિ પણ વર્ણવી હતી.

આ તકે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટીંબડીયાએ નવનિયુક્ત સહાયક પ્રાધ્યાપકો અને વૈજ્ઞાનિકો અને માર્ગદર્શન આપવા બદલ રાજ્યપાલશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય શિક્ષણ સંશોધન અને વિસ્તરણ કાર્ય પ્રાકૃતિક કૃષિ માટે વધુ મદદરૂપ થઇ શકે તે માટે રાજ્યપાલશ્રીનું માર્ગદર્શન ખૂબ મહત્વનું સાબિત થશે.

આ કાર્યક્રમમાં રાજભવનના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, કૃષિ વિભાગના સંયુક્ત સચિવ શ્રી પી. ડી. પલસાણા, કૃષિ નિયામક શ્રી પ્રકાશ રબારી, આત્માના ડાયરેક્ટર શ્રી સંકેત જોશી, બાગાયત નિયામક શ્રી હરિસિંહ ચાવડા, નીતિ આયોગના પ્રાકૃતિક કૃષિના સલાહકાર શ્રી પાટીલજી તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના નવનિયુક્ત સહાયક પ્રાધ્યાપકો અને સહાયક સંશોધન વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
———————————————————————–
 *ક્યારેય પોતાને અન્યથી નબળા ના સમજવા, દેશનું યુવાધન દરેક પડકાર ઝીલવા સક્ષમ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
———–
*રાજ્યપાલશ્રીએ ચીનમાં આયોજિત થનાર 11મી યુવા એશિયન હેન્ડબોલ ચેમ્પિયનશિપ માટે શુભકામનાઓ પાઠવી*
———–
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાતે ઇન્ડિયન યુથ વુમન્સ હેન્ડબોલ ટીમ*
———–

ઇન્ડિયન યુથ વુમન્સ હેન્ડબોલ ટીમના સદસ્યો આજે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાતે પધાર્યા હતા.

રાજ્યપાલશ્રીએ ચીન ખાતે આયોજિત થનાર 11 મી યુવા એશિયન હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર ઇન્ડિયન યુથ વુમન્સ હેન્ડબોલ ટીમને શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, આપણે ક્યારેય પોતાને અન્યથી નબળા ના સમજવા જોઈએ, દેશોનું યુવાધન દરેક પડકાર ઝીલવા સક્ષમ છે. દેશ માટે વિજય મેળવવાનો ભાવ રાખીને, પૂરી તાકાત અને નિષ્ઠાથી કાર્ય કરવું જોઈએ.

ટીમના કોચ શ્રી નવીન પુનિયા, શ્રી સચિન ચૌધરી, શ્રી મનીષા રાઠોડ, બીનોય જી, ટીમના ફિઝિયોથેરાપિસ્ટ શ્રી મનિષાબેન તેમજ રીજનલ ડાયરેક્ટર શ્રી મણિકાંત શર્મા આ મુલાકાત દરમિયાન સાથે હતા.
———————-_————————————————-

: *રાજ્ય સરકારનો રોડ-રસ્તા અને પૂલના સમારકામ અંગે પ્રો-એકટીવ અભિગમ*
*રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચાલી રહેલા સમારકામનાં કામોની જિલ્લા વહીવટી તંત્રના વડા દ્વારા મહત્વના સ્થળોની મુલાકાત*
*************

રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની મોસમને પરિણામે જે માર્ગોને નુકસાન થયું છે, તેને પુન:મોટરેબલ કરવા માટે રાજય સરકારે પ્રો-એકટીવ અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓ ઝડપથી પૂર્વવત થાય એ માટે માર્ગ અને મકાન વિભાગને ચોકકસ દિશાનિર્દેશો આપીને સત્વરે કામો પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. જે અનુસંધાને હાલમાં આ કામો રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. આજે રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ એ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કરીને સંબંધિતોને કામો સત્વરે પૂરા કરવા સૂચનાઓ આપી હતી.

*સૌરાષ્ટ્ર – મધ્ય ગુજરાત – દક્ષિણ ગુજરાત – ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કલેક્ટરશ્રીઓ દ્વારા માર્ગ દુરસ્તીકરણ અભિયાનનું નિરીક્ષણ*

મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચાલી રહેલા માર્ગ દુરસ્તીકરણ અભિયાનની સંબંધિત જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ દ્વારા મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને ખાડા રિપેર કરવાના કામ ત્વરિત આટોપવા સૂચના આપવામાં આવી છે.

વડોદરા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા અને ડીડીઓ શ્રીમતી મમતા હિરપરાએ ડભોઇ તાલુકામાં ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કર્યું હતું અને પૂલની સલામતી ચકાસી હતી.

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે ઓરસંગ, મેરીયા, ભારજ નદી પર આવેલા પુલ અને રસ્તાઓને નુકશાન પહોંચ્યું છે. ભારજ નદી પરનો સુખી ડેમ પુલ, મેરીયા નદી પરનો જબુગામ-ચાચક પુલ અને ઓરસંગ નદી પરના બોડેલી-મોડાસર પુલની જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈને મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું.

જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ GSRDCના સબંધિત અધિકારીશ્રીઓ સાથે હાલોલ, ગોધરા, શામળાજી હાઇવે પર ગોધરા બાયપાસ ગદુકપુર ચોકડી નજીક ક્ષતિગ્રસ્ત થયેલ રોડની મુલાકાત લઈ સમારકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા છે, ત્યારે આણંદ જિલ્લા કલેકટર શ્રી અને આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી પ્રવીણ ચૌધરી અને આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના એ આજે આણંદ ભાલેજ રોડ ઈસ્માઈલનગર સ્થિત ઓવરબ્રિજ અને ગણેશ ચોકડી રાજોડપુરા સ્થિત ઓવરબ્રિજની સ્થળ મુલાકાત કરી ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. નડિયાદમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા પણ નગરમાં ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા એન.એચ.-૪૮ પર તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી હતી અને બ્રિજના એક્ષ્પાન્શન જોઈન્ટની સમારકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બ્રિજ રિપેરિંગની કામગીરીના કારણે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, ત્યારે આ રૂટ પરના ટ્રાફિકને વડોદરા મુંબઈ હાઈવેના કિમ ચાર રસ્તાથી એના સુધીના સેક્શન પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જે સંદર્ભે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે વાહનવ્યવહાર સરળ બને અને વાહનચાલકોને મુશ્કેલી ન પડે એ બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચના આપી હતી.

સુરતના સાઉથ વેસ્ટ ઝોનમાં પીપલોદ સ્થિત ચાંદની ચોક ખાતે રોડ રિપેરિંગ કામગીરીનું મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સ્થળ વિઝિટ કરી નિરીક્ષણ કર્યું હતું. તેઓએ રોડ મરામતની કામગીરી ગુણવત્તા, સમયસર પૂર્ણતા અને જનહિતને ધ્યાનમાં લઈને કામ પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. ખાસ કરીને વરસાદના પગલે જે સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા છે, તે વિસ્તારોમાં તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.

ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ આમોદ- જંબુસર રોડ પર આવેલા ઢાઢર નદી ઉપર બનેલા પુલની મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ પુલ વર્તમાન સ્થિતિ અંગે વિગતે જાણકારી મેળવી હતી.

નવસારી મ્યુનિસિપલ કમિશનર શ્રી દેવ ચૌધરીએ આજે નવસારી મહાનગરપાલિકાના કાર્યક્ષેત્ર હસ્તક ક્ષતિગ્રસ્ત થયેલા રોડની મુલાકાત લઇ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. નવસારી મહાનગરપાલિકા દ્વરા ક્ષતિગ્રસ્ત રસ્તાની જાણકારી ૮૭૯૯૨ ૨૩૦૪૬ પર મળતા મહાનગરપાલિકા રોડ વિભાગ દ્વારા તાત્કાલિક સમારકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે અન્વયે શહેરના રુસ્તમ વાડી, રીંગ રોડ તથા લુન્સીકુઇ વિસ્તાર, ગણદેવી ઇટાળવા રોડ પર ક્ષતિગ્રસ્ત રોડના પેચવર્ક અને સમારકામની કામગીરીનું કમિશનર શ્રી દેવ ચૌધરી દ્વારા સ્થળ પર વિઝીટ કરીને ગુણવત્તાવર્ધક કામગીરીઓ માટે સ્થળ પર હાજર ઈજનેર તથા કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી સતીશ મોદી, માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેર સહિતની ટીમ દ્વારા રાજપીપલા-મોવી રોડ પર કરજણ નદીના બ્રીજની સ્થળ મુલાકાત કરી કરજણ બ્રિજ નીચેના ભાગે તેમજ પુલ ઉપર અને સાઈડમાં ઉતરીને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરશ્રીએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને દુરવાણીથી જરૂરી સૂચના આપી હતી સાથે કાર્યપાલક ઇજનેરશ્રીને જરૂરી સૂચના આપીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લા કલેકટર શ્રી ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ તકેદારીના ભાગરૂપે રાજકોટ જિલ્લાના તમામ બ્રિજની ચકાસણી કરવામાં આવી છે. ઇન્સ્પેક્શન બાદ નેશનલ હાઇવે પર આવેલા ધોરાજી- જામકંડોરણા રોડ પરના ભાદર બ્રિજ, માર્ગ અને મકાન હસ્તકના જામકંડોરણા-ખારચિયા રોડ પરનો માઇનોર બ્રિજ, ઉપલેટા-કોલકી-પાનેલી રોડ પરનો મેજર બ્રિજ તેમજ સુપેડી- જામટીંબડી બ્રિજને ભારે તથા ઓવરલોડેડ વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ વિવિધ સ્થળ પર હાજર રહી કામગીરીનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું. રાજકોટના વોર્ડ નંબર ૧૧ના મોટા મવા વિસ્તારમાં અમરનાથ પાર્ક, ઓમનગર, સત્યમ પાર્ક, તુલસી હાઈટ્સ, સરિતા વિહાર સોસાયટીમાં રોડ પર કાદવ કીચડ દૂર કરી મોરમ નાખી મેટલીંગ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જયારે બીજા રીંગ રોડથી જોડાયેલા વિસ્તારોમાં વીર વીરુ તળાવ પાસે તેમજ વર્ધમાન નગરમાં રોડ સમથળ કરવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે પરસાણા ચોકથી એન્જિનીયરિંગ કોલેજ તરફ કણકોટ તરફ જતા ૨૪ મીટરના રોડને વાહન ચાલકો માટે સુગમ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી ડી. એન. મોદીએ ટીમને સાથે રાખીને શહેરના તમામ બ્રીજની સર્વેની કામગીરી હાથ ધરી છે. કમિશ્નરશ્રીએ પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ, સીવીલ શાખા, ભૂગર્ભ ગટર શાખા, વોટર વર્કસ શાખાને સૂચના આપી હતી. કમિશ્નરશ્રીએ જામનગ૨ શહે૨ને જોડતા દરેક એન્ટ્રી પોઈન્ટના બ્રીજનું સર્વેક્ષણ હાથ ધર્યું હતું. જેમાં ગુલાબનગર, સુભાષબ્રીજ, નવનાલા બ્રીજ, રેલ્વે ઓવર બ્રીજ તથા ધુંવાવથી ખીજડીયા બાયપાસ રૂટ ઉપરના રીવર બ્રીજનું નિરીક્ષણ કરીને માઈનોર રીપેરીંગની જરૂરિયાત મુજબ સૂચના આપી હતી. તેઓએ રૂબરૂમાં જઈ શહે૨ના મુખ્ય અને આંતરિક ૨સ્તાઓનું ચેકિંગ કરી લગત વિભાગોને રીપેરીંગ, પેચવર્ક માટે, વેટમીક્ષ, હોટમીક્ષ પ્લાન્ટથી ડામર પેચવર્ક તથા કોલ્ડમીક્ષ, જેટ પેચીંગ ઈમક્શન પધ્ધતિથી ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી કરવા જણાવ્યું હતું.

આજરોજ ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ કમિશનરશ્રી મેહુલ દેસાઈએ ગાંધીધામ વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ રોડ રસ્તાઓના કામોની મુલાકાત લઈને જાત નિરીક્ષણ કર્યું હતું. રોડ રસ્તાઓના રિપેરિંગ તેમજ પેવર બ્લોક્સ વગેરેના કામો ગુણવત્તાયુક્ત રીતે થાય તે બાબત ઉપર કમિશનરશ્રીએ ભાર મૂક્યો હતો. ગાંધીધામ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં ચાલી રહેલા રોડ રસ્તાઓના કામ તેમજ મરામતની કામગીરીની મ્યુનિસિપલ કમિશ્નરશ્રીએ સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાના મુખ્ય પુલોનું સઘન નિરીક્ષણ કરી જરૂરી સુચનો આપ્યા હતા. આ ઉપરાંત માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં કોઈપણ અકસ્માત કે દુર્ઘટનાને ટાળવા માટે ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગની ડિઝાઇન ટીમ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરી વિવિધ પુલો તથા સ્ટ્રક્ચરોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. આ ટીમે સુરેન્દ્રનગર -દુધરેજ-વણા-માલવણ- પાટડી- દસાડા -બેચરાજી રોડ (SH 19) પર આવેલા બજાણા મેજર બ્રિજ, પાટડી -બ્રિજ, વણા મેજર બ્રિજ, ફુલ્કી -પાટડી-ખારાઘોડા-ઓડું રોડ, લખતર-શિયાણી-લીંબડી રોડ પર તલવાણી બ્રિજની મુલાકાત કરી પુલની સ્થિરતા, સપોર્ટિંગ સ્ટ્રક્ચર, પિયર્સ, ક્રેક ચેકિંગ, જમીન ધોવાણ તથા પાણીની પસાર થતી જગ્યા (ક્લિઅરન્સ)ના આધારે ફિઝિકલ ચકાસણી, પુલની મજબૂતાઈ, માળખાકીય મજબૂતી અને સુરક્ષા ધોરણોની ચકાસણી કરવામાં આવી રહી છે.

મોરબી કલેકટરશ્રી કિરણ ઝવેરીએ ધારાસભ્યશ્રી કાંતિ અમૃતિયા અને નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી સોની સાથે ગત તા. ૯ જુલાઈ ૨૦૨૫ના મોરબીના નટરાજ ફાટક, વીશીપરા, રોહિદાસપરા, આંબેડકર નગર, પંચાસર રોડ, નાની કેનાલ રોડ, આલાપ પાર્ક વિ. સ્થળોની મુલાકાત લીધી અને રોડ તથા પાણીના પ્રશ્નો જાણ્યા અને ત્વરિત નિરાકરણ માટેના સૂચનો કર્યા. મોરબી મ્યુનિસિપલ કમિશનર શ્રી સ્વપ્નિલ ખરેએ તા.૭ના રોજ મોરબીના ઝોન ચારની મુલાકાત લઈને રોડ રસ્તાની મરામત, ગટરની સફાઈ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વગેરેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ઝોન ચારમાં સમાવેશ વિદ્યુત નગર, રચના સોસાયટી, ગોપાલ સોસાયટી, અરુણોદય નગર, નિત્યાનંદ રોડ, શિવમ પાર્ક વગેરેની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાએ આજે જિલ્લાના વિવિધ બ્રિજોની મુલાકાત લીધી હતી જેમાં (૧) જામનગર-લાલપુર-પોરબંદર રોડ પર માઈનોર બ્રીજ (૨) કલ્યાણપુર-ચુર-ભાડથર રોડ પર આવેલ માઈનોર બ્રીજ (૩) બેહ-વડત્રા રોડ પર આવેલ માઈનોર બ્રીજનો સમાવેશ થાય છે.

જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય અને મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત બનેલ રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં માર્ગ મકાન વિભાગ રાજ્ય દ્વારા રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસ પરમાર અને ટેકનિકલ સ્ટાફ સાથે વોર્ડ નંબર ૭ અને ૧૦ માં આવેલ જર્જરિત મકાનો ,ભવનાથ વિસ્તારમાં અસરગ્રસ્ત રસ્તાઓનું નિરીક્ષણ આજે રાત્રે શરૂ કરશે.

પોરબંદર મહાનગર વિસ્તારના રસ્તા અને ગટરના કામો અંગે આજે કમિશનર શ્રી એચ જે પ્રજાપતિએ ટેકનિકલ સ્ટાફ અને સંસાધનો સાથે રાજીવનગરમાં કામગીરી શરૂ કરાવી નિરીક્ષણ કર્યું હતું. પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા અસરગ્રસ્ત સોળ રસ્તામાંથી ૧૦ રસ્તા ની કામગીરી પૂર્ણ થઈ છે. રાણાવાવ વિસ્તારમાં આજે પૂરજોશમાં કામગીરી કરવામાં આવી હતી.

પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અનુસાર ભાવનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી ડૉ.એન.કે.મીણાએ આજે ભાવનગર મહાનગરપાલિકાના કાર્યક્ષેત્ર હસ્તક આવેલ કુંભારવાડા અંડર‌ બ્રીજ, ઘોઘા‌ સર્કલ અને રૂવા રવેચી ધામ-મંત્રેશ સર્કલની મુલાકાત લઈ પુલોનું સમારકામ અને માર્ગોની સ્થળ વિઝીટ કરી ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

આજે બોટાદ જિલ્લા કલેકટરશ્રી ડો. જીન્સી રોયે બોટાદ તાલુકાના પુલોનું સબંધિત વિભાગની ટેક્નિકલ ટીમ સાથે મુલાકાત લીધી હતી, તેમજ જરૂર જણાયે પુલોના સમારકામ,પુનઃનિર્માણ માટે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ પાળીયાદ ગોમા નદી પરનો પુલ,રાણપુર સુભાદર નદી પરનો પુલ, કેરીયા ઢાળ પાસેના પુલની મુલાકાત લીધી હતી.

અમરેલી કેરિયાચાડ રોડ પરના વિઠ્ઠલપુર ખંભાળિયા ગામ પાસે શત્રુંજી નદી પરના ૧૪૦ મીટર લાંબા અને ૮ મીટર પહોળા કેરિયાચાડ મેજર બ્રિજનું નિરિક્ષણ અમરેલી જિલ્લા માર્ગ અને મકાન પંચાયતના કાર્યપાલક ઇજનેર શ્રી સ્મિત ચૌધરીએ કર્યું હતુ. કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન અને સુચના મુજબ જિલ્લામાં અસરગ્રસ્ત માર્ગ અને બ્રિજના સમારકામની કામગીરી તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે.

જિલ્લા કલેકટર શ્રી એન.વી. ઉપાધ્યાયે તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વિવિધ પુલની મુલાકાત લઈને પુલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સહિતની ચકાસણી કરવા માટે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી. જે અંતર્ગત આજરોજ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હેઠળના કોડીનાર તાલુકાના ૧૧ પુલોનું ડિઝાઈન સર્કલના અધિકારીઓની ઉપસ્થિતિમાં નીરિક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા સવની એપ્રોચ રોડ પર પેચવર્કની તેમજ જંગલ કટિંગની કામગીરી કરવામાં આવી હતી.

ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગો અને પુલોની સ્થાનિક કલેક્ટરશ્રી તેમજ મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા તેમના વિસ્તારોની મુલાકાત લઈ, માર્ગ અને પુલ સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરી, જરૂરી સૂચનો પણ કર્યા હતા.

જે અંતર્ગત, અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સુજિત કુમાર દ્વારા દસ્ક્રોઈ તાલુકાના કુહા-કઠલાલ બાયપાસ રોડના ખારી નદી પરના ૬૫ વર્ષ જૂના બ્રિજનું રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ પણ પોતાની દૈનિક વોર્ડ વિઝિટ અંતર્ગત રોડ -રસ્તા મરામતની સમીક્ષા કરી હતી.

જ્યારે ગાંધીનગર કલેક્ટરશ્રીએ દહેગામ- નરોડા હાઇવે બ્રિજની સ્થળ મુલાકાત કરી, જરૂરી બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. તદુપરાંત, જિલ્લામાં આવેલા તમામ બ્રિજોની ચકાસણી માટે પાંચ ટીમ બનાવી, સત્વરે વિગતો આપવા સૂચનાઓ આપવામાં આવી છે. બીજી તરફ, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી એ આજે ગાંધીનગર શહેરી વિસ્તારોમાં ચાલી રહેલા માર્ગ સમારકામની રૂબરૂ મુલાકાત કરી વિગતો મેળવી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી.

આ જ પ્રકારે, બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે માર્ગ અને મકાન વિભાગની ટેકનિકલ ટીમ સાથે નેશનલ હાઈવે નંબર-૫૮ રતનપુર-મેરવાડા સ્થિત બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરી, જરૂરી સૂચનાઓ આપી હતી. બનાસકાંઠામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અંદાજે ૪૭, પંચાયત વિભાગના ૨૮ તથા રેલવેના ૨૪ સહિત સમગ્ર જિલ્લામાં નાનામોટા કુલ ૧૪૯ બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમોનું ગઠન કરાયું છે.

પાટણ જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટ દ્વારા જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી વિવિધ પુલોનું સેફ્ટી ઓડિટ હાથ ધરાયું છે. જે અંતર્ગત, જિલ્લા કલેકટરશ્રીએ ટેકનિકલ ટીમ સાથે સાંતલપુર તાલુકાના અબિયાણા – પેદાશપુરા બ્રિજ, રાધનપુર તાલુકામાં ખારી નદી ઉપર બનેલા શબ્દલપુરા બ્રિજ તેમજ રાધનપુર – સમી તાલુકાને જોડતા બનાસ નદી ઉપર બનાવવામાં આવેલા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

બીજી તરફ, મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી રવિન્દ્ર ખતાલેએ તળેટી ખાતે ચાલી રહેલા રસ્તા મરામતની કામગીરીની સ્થળ મુલાકાત લઇ, કામગીરીનું નિરીક્ષણ કરી રસ્તા મોટરેબલ બનાવવા જરૂરી સૂચનાઓ આપી હતી. જેના અનુસંધાને મહાનગરપાલિકા ટીમ દ્વારા તળેટી ગામમાં વિટમેક્ષ નાખીને રસ્તાને મોટરેબલ બનાવ્યો છે.

****************************
14-07-2025 રોડ-રસ્તા અને પૂલના સમારકામના ફોટો https://photos.app.goo.gl/SuF43P6pDte6ncZx9
 *અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટોલ વસૂલાત સ્થગિત*
****
*રિપેરિંગની કામગીરી ચાલુ હોવાના લીધે રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા જનહિતમાં નિર્ણય*
****
*ગાંધીનગર, 15 જુલાઇ, 2025:* રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. ભારતમાલા પ્રોજ્ક્ટ અંતર્ગતના મહત્વપૂર્ણ એવા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે (NH-754K) પર સાંચોર-સાંતલપુર સેક્શનના પેકેજ-4માં અત્યારે રિપેરિંગની મહત્વપૂર્ણ કામગીરી ચાલુ હોવાથી, અહીં 28.71 કિલોમીટરના સ્ટ્રેચમાં લાગતો ટોલ ટૂંકી મુદ્દત માટે માફ કરવામાં આવ્યો છે. NHAIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 15 જુલાઇ 2025 સવારે 8 વાગ્યાથી આ નિર્ણય લાગુ થઇ જશે. રિપેરિંગની નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા સુધી 28.71 કિલોમીટરના સ્ટ્રેચનો ટોલ નાગરિકો માટે ફ્રી રહેશે.

રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર સુધી 125 કિલોમીટરનો માર્ગ એક મહત્વપૂર્ણ ઇકોનોમિક કોરિડોર છે. ભારતમાલા પ્રોજેક્ટનો ઉદેશ દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોની પૂર્વ ક્ષેત્રના વિસ્તારો સાથે કનેક્ટીવીટી વધારવાનો છે. જામનગર, કંડલા અને મુન્દ્રા જેવા પોર્ટસ પરથી ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોને વિવિધ ઉત્પાદનોની આયાત-નિકાસની વૈશ્વિક સુવિધા પણ આ પ્રોજેક્ટથી આપવાનું વ્યૂહાત્ક આયોજન છે .
*x-x-x***********************
 *તા. ૧૬ જુલાઈ – ‘વિશ્વ સર્પ દિવસ’*

*ગુજરાતમાં અંદાજે ૫૦થી વધુ સાપની પ્રજાતિઓ અસ્તિત્વમાં*
—–
*ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના સર્પગૃહમાં નાગ, કાળોતરો, ફુરસો અને ખળચિતડો જેવા ઝેરી તથા અજગર, ધામણ, ભમ્ફોડી, આંધળી ચાકળ જેવા બિનઝેરી સાપો આકર્ષણનું કેન્દ્ર*
—–
• *રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોમાં એન્ટી-વેનમનો પૂરતો જથ્થો ઉપલબ્ધ*
• *ધરમપુર ખાતે સાપના ઝેર દ્વારા એન્ટી-વેનમ દવાઓ બનાવવા માટે ‘સ્નેક રિસર્ચ સેન્ટર’ કાર્યરત*
• *સાપનું સંરક્ષણ-સંવર્ધનના હેતુસર સાપ પકડવા માટે વન વિભાગ દ્વારા પદ્ધતિસરની તાલીમ આપવાની વ્યવસ્થા*
• *વન વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં અમદાવાદ શહેરી વિસ્તારની આસપાસથી અંદાજે ૪૯૨ સાપને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડાયા*
—–
સાપ એ પ્રકૃતિનું અજોડ સર્જન છે, જે પર્યાવરણની સુંદરતા અને સંતુલનનો એક અભિન્ન ભાગ છે. કુદરતે રચેલી આહારશૃંખલા મુજબ સાપ નાના પ્રાણીઓ અને જીવ જંતુઓના ભક્ષણ થકી તેમની વસ્તીને નિયંત્રિત કરીને પર્યાવરણની સાંકળમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આમ, સાપના પારિસ્થિતિકીય મહત્વને ઉજાગર કરવા અને તેમના સંરક્ષણ દ્વારા જાગૃતિ ફેલાવવાના હેતુસર દર વર્ષે તા. ૧૬ જુલાઈના રોજ ‘વિશ્વ સર્પ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યમાં પણ વન વિભાગ તેમજ વિવિધ સ્વૈછિક સંસ્થાઓના સહયોગથી સાપના સંરક્ષણ અને જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

ગુજરાતમાં અંદાજે ૫૦થી વધુ સાપની પ્રજાતિઓ જોવા મળે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા તેમજ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા સાપોના સંરક્ષણ-સંવર્ધન માટે અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તેમજ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવેલા સર્પગૃહ ખાતે વન વિભાગના કર્મયોગીઓ દ્વારા લાખો મુલાકાતીઓને નાગ, કાળોતરો, ફુરસો અને ખળચિતડો જેવા ઝેરી તથા અજગર, ધામણ, ભમ્ફોડી, આંધળી ચાકળ જેવા બિનઝેરી સાપોની ઓળખ આપી અને તેમનું મહત્વ સમજાવવામાં આવે છે.

સર્પદંશની સારવાર માટે રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોમાં એન્ટી-વેનમનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવે છે. સાપના ઝેરનો ઉપયોગ દવાઓ બનાવવામાં પણ થાય છે, જે હૃદયરોગ, બ્લડ પ્રેશર અને કેન્સર જેવા રોગોની સારવારમાં ખૂબ ઉપયોગી નીવડે છે. જે સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ‘સ્નેક રિસર્ચ સેન્ટર’ કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યાં સાપના ઝેર દ્વારા એન્ટી-વેનમ અને અન્ય દવાઓ બનાવવા માટે અનેક સંશોધન કરવામાં આવી રહ્યા છે.

સાપનું રક્ષણ કરવું એટલે પર્યાવરણનું રક્ષણ કરવું, જેને સાર્થક કરવા વન વિભાગ દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સાપ બચાવ ટીમો ગોઠવવામાં આવી છે. આ ટીમો દ્વારા સાપોને સુરક્ષિત રીતે પકડીને તેમના કુદરતી આવાસમાં મુક્ત-છોડી મૂકવામાં આવે છે. જે અન્વયે વન વિભાગ સંચાલિત વાઇલ્ડ લાઈફ કેર સેન્ટર થકી અમદાવાદ શહેરી વિસ્તારની આસપાસથી છેલ્લા એક વર્ષ દરમિયાન તા. ૦૧ જુલાઈ, ૨૦૨૪ થી તા. ૩૦, જૂન, ૨૦૨૫ સુધીમાં અંદાજે ૪૯૨ જેટલા સાપને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરી કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યમાં અનેક સેવાભાવી સંસ્થાઓ પણ નિ:સ્વાર્થ પણે જીવદયા માટે આ ઉત્તમ કાર્યમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહી છે. રાજ્યભરમાં સાપનું સંરક્ષણ અને સંવર્ધનના હેતુસર સાપ પકડવા માટે વન વિભાગ દ્વારા પદ્ધતિસરની તાલીમ આપી પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરીસૃપ વર્ગમાં આવતા સાપની વિશ્વભરમાં લગભગ ૩ હજારથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. સાપ મુખ્યત્વે ઝેરી અને બિનઝેરી એમ બે પ્રકારના હોય છે. સાપની ઝેરી પ્રજાતિઓમાં નાગ-ઇન્ડિયન કોબ્રા, કાળોતરો-કોમન ક્રેટ, ફુરસો-રસેલ્સ વાઈપર અને ખળચિતડો-સો-સ્કેલ્ડ વાઈપરનો સમાવેશ થાય છે. જે મુખ્યત્વે પોતાના શિકાર અને માત્ર આત્મરક્ષા માટે જ ઝેર એટલે કે ડંખ મારે છે. જ્યારે બિનઝેરી સાપની કેટેગરીમાં અજગર, ધામણ, ભમ્ફોડી, આંધળી ચાકળ જેવા સાપોનો સમાવેશ થાય છે.

*સર્પદંશ ટાળવા માટેની માર્ગદર્શિકા:*

*શું કરવું:* સાપનો સામનો થાય તો શાંતિ જાળવવી અને ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવું, વન વિભાગની હેલ્પલાઇન નંબર ૧૯૨૬ પર સંપર્ક કરવો, દંશગ્રસ્ત અંગને સ્થિર રાખવું અને તાત્કાલિક નજીકની હોસ્પિટલ પહોચીને ઉપચાર કરાવવો.

*શું ન કરવું:* ગભરાવું નહીં, સાપને ચીડવવો કે ખલેલ પહોંચાડવી નહીં, દંશ સ્થળે કાપવું કે ચૂસવું નહીં, તાંત્રિક અને ઘરગથ્થુ ઉપચાર પર નિર્ભર રહેવું નહીં, સાપને પકડવાનો કે મારવાનો પ્રયાસ કરશો નહીં, ‘વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨’ હેઠળ સાપને મારવો કે નુકસાન પહોંચાડવું ગુનો બને છે.
—–
જીગર બારોટ

 *માર્ગોની નિયત સમયમર્યાદા કામગીરી પૂર્ણ ન કરવા તેમજ નબળી ગુણવત્તાના રોડ બનવવાના કારણે જામનગર, ભાવનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને નોટીસ અપાઈ*
****
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મુજપુર-ગંભીરા જેવી પુલ દુર્ઘટના આગામી સમયમાં ન બને તે માટે રાજ્ય સરકારની એક્શન મોડમાં કામગીરી શરુ*
****
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યમાં રોડ-રસ્તા અને બ્રિજના સમારકામની કામગીરીનો મહાજોશમાં અભિયાન શરૂ*
*********
ગાંધીનગર, તા.૧૫ જુલાઈ, ૨૦૨૫ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યમાં રસ્તા અને બ્રિજના સમારકામની કામગીરીનો અભિયાન મહાજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ભૂતકાળમાં બનેલી મુજપુર-ગંભીરા જેવી પુલ દુર્ઘટના આગામી સમયમાં ન બને તે માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં કામ કરી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં જ્યાં રોડ –રસ્તા અને પુલની નબળી કામગીરી દેખાય તો તે જિલ્લાના વરિષ્ઠ અધિકારી – અધિકારીએ કોન્ટ્રાક્ટર સામે ગંભીર પગલા લેવા આદેશ આપવામાં આવ્યા છે.

ઉક્ત કામગીરી અંતર્ગત જામનગર મહાનગરપાલિકામાં શહેરના ત્રણ મુખ્ય સી.સી. રોડ (૧) કામદાર કોલોની મેઇન રોડ (૨) જનતા ફાટકથી એમ્યુઝમેંટ પાર્ક થઈ ૧૪૦૪ આવાસ સુધીનો રોડ અને (૩) એમ્યુઝમેંટ પાર્કથી સત્યમ કોલોની સુધીના રોડ પર આસ્ફાલ્ટ રી-કાર્પેટિંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ તમામ માર્ગોના રી-કાર્પેટિંગનું કામ મે–૨૦૨૨ માં પૂર્ણ થયું હતું. ચાલુ વર્ષે ઉપરોક્ત રસ્તાઓમાં ખામી અને નુકસાન જોવા મળ્યું છે. જે ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને ટેન્ડરની શરતો અનુસાર નોટિસ પાઠવવામાં આવી હતી. રોડ હાલ પણ ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ હેઠળ આવેલુ હોવાથી, સીધી જવાબદારી કોન્ટ્રાક્ટરની છે. પરીણામે, રોડમાં થયેલ નુકસાનની મરામત કોન્ટ્રાક્ટર પાસેથી તેના સ્વખર્ચે કરવામાં આવશે. આમ, ટેન્ડર કોન્ટ્રાક્ટના ટેન્ડર ક્લોઝ નં. ૩ અને ૧૭ અનુસાર કુલ ૧૫૨૦ ચો.મી. રોડ રીસરફેસમાં નુકશાન થયું હતું તેને ડિફેક્ટ લાયેબિલિટી ક્લોઝ અનુસાર કોન્ટ્રાકટર પાસેથી જ રિપેરિંગ અને રી-કન્સ્ટ્રકશન કરાવવામાં આવશે.

આ ઉપરાંત ભાવનગર શહેરમાં ભાવનગર મહાનગરપાલિકા હસ્તક રામમંત્ર મંદિરથી દીલ્બહાર પાણીની ટાંકી સુધી બીટુમીનીયસ પેવરના કામ માટે એજન્સી ઓમ કન્સ્ટ્રકશનને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ કામ કંપની દ્વારા તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ પૂરું કરવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક સમય પછી આ કામમાં ક્ષતિ જણાતા ઓમ કન્સ્ટ્રકશનના ખર્ચે ડીફેકટવાળા ભાગને રીકાર્પેટીંગ કરવામાં આવ્યું હતું.

વધુમાં આવી જ પ્રોએક્ટીવ કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. ચોમાસાના કારણે જૂનાગઢ શહેરમાં આવેલ વોર્ડ નં.૧ થી ૧૫માં અનેક માર્ગો ડેમેજ થયા હતા. શહેરના વોર્ડ નં.૧ થી ૧૫માં વિવિધ ગ્રાન્ટ અંતર્ગત રોડ રસ્તાના કામો મંજૂર થયા હતા અને આ કામો હાલ ગેરેંટી પીરીયડ હેઠળ ચાલુ હતા અને રોડ ડેમેજ થયું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા રોડની ઉપરની સરફેશમાં નુકશાન થયેલ અમુક ભાગો છોડી દેવામાં આવ્યા હતા, તેમજ કરવામાં આવતા પેચ – રીસર્ફેસીંગ રોડની સંપુર્ણ પહોળાઈમાં કરવામાં આવ્યું ન હતું, વધુમાં સંપુર્ણ સરફેશમાં પેચવર્ક કર્યા બાદ તેમાં આસફાલ્ટ પેઈન્ટીંગ, થર્મોપ્લાસ્ટ વગેરેની કામગીરી પણ હજુ સુધી શરૂ કરવામાં આવી ન હતી આ રોડના સમારકામનું કામ પણ સમય મર્યાદામાં પૂર્ણ થયું ન હતું.

જૂનાગઢ મહાનગરપાલિકાને ઘટનાની જાણ થતા ત્રણેય કોન્ટ્રાકટરને નોટીસ આપી સમય મર્યાદામાં તે જગ્યાએ વોર્ડના સંલગ્ન એન્જીનિયરશ્રી ની સુચના મુજબ તેમના સંકલનમાં રહી તાત્કાલિક કામગીરી પુર્ણ કરવા માટે સુચના આપવામાં આવી હતી. જેથી અંબર બિલ્ડર પાસેથી ડેમેજ થયેલ રાજકોટ રોડ પર ૫૦૦ ચો.મીટરમાં રી-સર્ફેસિંગ કરવવામાં આવ્યું હતું. શ્રમ શ્રદ્ધા કન્ટ્રકશન પાસેથી ડેમેજ થયેલ ૪૩૦૦ ચો.મીટરમાં રી-સર્ફેસિંગ કરવવામાં આવ્યું હતું. સર્જન કન્ટ્રકશન પાસેથી ડેમેજ થયેલ મીરાનગર મેઈન રોડ આશરે ૪૮૦ ચો.મીટર રોડ ડીસમેટલીંગ કરી નવો સી.સી.રોડ બનાવડાવવામાં આવ્યો હતો.

વધુમાં મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરી અંતર્ગત ચોમાસા પહેલા નવા માર્ગોનું ખોદાણ ન કરવા તેમજ ચોમાસા પૂર્વ ખોદાણ કરેલ માર્ગોને રીપેર કરવા માટે જરૂરીયાત મુજબ મટીરીયલનો ઉપયોગ કરી વોટરીંગ, તથા રોલિંગ કરવા માટે પી.સી. સ્નેહલ કન્ટ્રકશન પ્રા.લીને મહાનગરપાલીકા, જૂનાગઢ દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી.

આ ઉપરાંત, રાજ્યના મહાનગરપાલિકા – નગર પાલિકા અને જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્રના વડા અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને રોડ-રસ્તા અને અન્ય પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
***************************
*અદ્યતન ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ સાથે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) વધારી રહી છે હાઇવે યુઝર એક્સપિરિયન્સ*
***
*24×7 ટોલ-ફ્રી નંબર 1033 દ્વારા હાઇવે પર મુસાફરી કરનારાઓ કટોકટીની સ્થિતિ અંગે જાણકારી આપી શકે છે*
***
*રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ આપે છે ફરિયાદો નોંધવાની તેમજ ટોલ અને મુસાફરી અંગેની માહિતી મેળવવાની સુવિધા*
***
*મજબૂત ફરિયાદ નિવારણ પદ્ધતિઓ થકી NHAI હાઇવેનો ઉપયોગ કરતા મુસાફરોને દૃઢ સહયોગ પૂરો પાડી રહી છે*
***
*ગાંધીનગર, 14 જુલાઈ:* નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)એ હાઇવે સંબંધિત ફરિયાદોના નિવારણ માટે વ્યાપક પદ્ધતિઓ અમલી બનાવીને રોડ-રસ્તાઓ થકી મુસાફરી કરતા લોકો (રોડ યુઝર્સ)ની સલામતી, સેવાઓની ગુણવત્તા અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. NHAIએ રોડ યુઝર્સની ફરિયાદોના નિવારણ માટે અદ્યતન ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ્સ અમલી કર્યા છે. આ પ્લેટફોર્મ્સ થકી નાગરિકો તેમની સમસ્યાઓની જાણ કરી શકે છે, સહાય મેળવી શકે છે, અને રિયલ ટાઇમમાં તેમની ફરિયાદોના નિવારણની પ્રગતિને ટ્રેક કરી શકે છે. તેનાથી, નેશનલ હાઇવેની કામગીરીની પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ વધુ મજબૂત બને છે.

હાલમાં, રસ્તા સંબંધિત સમસ્યાઓનું ઝડપી અને કાર્યક્ષમ રીતે નિરાકરણ લાવવા માટે NHAI દ્વારા છ મુખ્ય પ્લેટફોર્મ સંચાલિત કરવામાં આવી રહ્યા છે, જે નીચે મુજબ છે:

*1) 1033 હેલ્પલાઇન*

1033 એ ચોવીસ કલાક ને સાતેય દિવસ (24×7) ચાલુ રહેતો ટોલ ફ્રી નંબર છે, જે હાઇવે યુઝર્સ એટલે કે હાઇવે પર મુસાફરી કરતા લોકોને અકસ્માતો, રસ્તા પરના ખાડાઓ અથવા તો અન્ય ટોલ સંબંધિત સમસ્યાઓ જેવી કટોકટીની સ્થિતિની જાણ કરવા અંગેની સુવિધા આપે છે. હાઇવે યુઝર્સની ફરિયાદો કેન્દ્રીય રીતે નોંધવામાં આવે છે, અને ત્યારબાદ સંબંધિત ફિલ્ડ એજન્સીઓને ફોરવર્ડ કરવામાં આવે છે, જેમાં પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ (PIM), કન્સેશનિયર્સ, અથવા ઇન્સિડન્ટ મેનેજમેન્ટ ટીમો (ઘટના વ્યવસ્થાપન ટીમો)નો સમાવેશ થાય છે. સમયસર ક્ષેત્રીય કાર્યવાહી થયા પછી અનુપાલનનું રિપોર્ટિંગ કરવામાં આવે છે, ત્યારબાદ ફરિયાદનું નિવારણ કરવામાં આવે છે અને ફરિયાદીને ફરિયાદની સ્થિતિ અંગે અપડેટ કરવામાં આવે છે.

*2) રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ્લિકેશન*

આ એક નાગરિક-કેન્દ્રિત એપ્લિકેશન છે, જે ફરિયાદો નોંધાવવા, ટોલ અને મુસાફરી અંગેની માહિતી મેળવવા તેમજ નજીકમાં આવેલી હોસ્પિટલ કે પોલીસ સ્ટેશન અંગેની જાણકારી મેળવવા માટે યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ પ્રદાન કરે છે. હાલમાં, નેશનલ હાઇવે પર મુસાફરી કરતા યુઝર્સ જ જીઓ-ટેગિંગ દ્વારા સમસ્યાઓની જાણ કરી શકે છે. વિવિધ વિકલ્પો, જેવાકે ફરિયાદોનું રિયલ ટાઇમ ફોરવર્ડિંગ, ફિલ્ડ લેવલ રિસ્પોન્સ, ક્લોઝર એટલે કે નિવારણ અંગેની સૂચનાઓ અને યુઝર્સના પ્રતિભાવો સિસ્ટમમાં બિલ્ટ-ઇન છે.

*3) જાહેર ફરિયાદ માટેનું પોર્ટલ (CPGRAMS)*

નાગરિકો https://pgportal.gov.in ના માધ્યમથી NHAI અથવા માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયની પસંદગી કરીને સુગઠિત ફરિયાદો નોંધાવી શકે છે. આ પોર્ટલ આગળની કાર્યવાહી માટે ફરિયાદોને યોગ્ય PIU અથવા પ્રાદેશિક કાર્યાલયો (રિજિયોનલ ઓફિસ)ને મોકલી આપે છે. નિવારણ સંબંધિત વિગતો અને પ્રતિભાવ માટેના વિકલ્પો પારદર્શિતા સુનિશ્ચિત કરે છે, જ્યારે વણઉકેલાયેલી ફરિયાદોને આગળ વધારી શકાય છે.

*4) ડ્રોન એનાલિટિક્સ મોનિટરિંગ સિસ્ટમ*

રોડ-રસ્તાઓની સપાટી (સરફેસ) પરની ખામીઓ અને બાંધકામ ગુણવત્તામાં ખામીઓને સક્રિયપણે ઓળખવા માટે NHAIએ અત્યાધુનિક ડ્રોન-આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોનિટરિંગ શરૂ કર્યું છે. તેનાથી જાહેર સલામતી અથવા સુવિધાને અસર થાય તે પહેલાં સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મદદ મળે છે.

*5) NHAI વન મોબાઇલ એપ (અગાઉ TATPAR)*

આ આંતરિક મોબાઇલ પ્લેટફોર્મ કોન્ટ્રાક્ટરો અને ફિલ્ડ એન્જિનિયરોને ખામીઓનું દસ્તાવેજીકરણ કરવા, નિરીક્ષણ કરવા, કાર્યવાહી અંગેના અહેવાલો સબમિટ કરવા અને એક્સટેન્શનની વિનંતી અથવા મંજૂરી આપવા સક્ષમ બનાવે છે. આ પ્લેટફોર્મ હાઇવેની જાળવણી અને તેની કામગીરીઓ માટે સુવ્યવસ્થિત સંદેશાવ્યવહાર અને ટ્રેકિંગ સુનિશ્ચિત કરે છે.

*6) ટોલ ઇન્ફર્મેશન સિસ્મટ (TIS)*

TIS પોર્ટલ (https://tis.nhai.gov.in) તાત્કાલિક ફરિયાદ નિવારણ અથવા કટોકટીની સ્થિતિમાં સહાય માટે ટોલ ફીની વિગતો, રૂટની માહિતી અને ફિલ્ડ-લેવલના અધિકારીઓ અને ટોલ મેનેજરોના સંપર્ક નંબરો પ્રદાન કરે છે.

NHAIનો આ સંકલિત અભિગમ ભારતના વિસ્તરી રહેલા હાઇવે નેટવર્ક પર રોડ યુઝર્સના અનુભવને વધારવા માટે ઝડપી, ડેટા-આધારિત રિસ્પોન્સ મિકેનિઝમ સુનિશ્ચિત કરે છે. નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા પોતાની સેવા-વિતરણ પદ્ધતિઓમાં સતત નવીનીકરણ કરે છે, જેથી દરેક નાગરિકને સલામત, વિશ્વસનીય અને પારદર્શક રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુલભ બને.

*X-X-X***********************
 *પૂલ દુર્ઘટના બાદ પાદરાની કંપનીઓ દ્વારા કામદારોને સમય અને શિફ્ટમાં રાહતો અપાઇ*

*રાજ્ય સરકારના ઇન્ટરવેન્શનથી ૫૩ કંપનીઓના ચાર હજાર જેટલા કામદારોની સમસ્યા દૂર થઇ*

*કેટલીક કંપનીઓ દ્વારા વાહન ભથ્થુ વધારાશે, જનરલ શિફ્ટ અપાશે, બસના રૂટ બદલાતા હાજરીના સમયમાં છૂટછાટ અપાશે*

મુજપુર – ગંભીરા પૂલ તૂટી પડવાના કારણે કામદારોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાને લઇ રાજ્ય સરકારના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને શ્રમ વિભાગ દ્વારા કરાયેલા ઇન્ટરવેન્શનને પગલે રોજગારદાતા કંપનીઓ દ્વારા રાહતકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. કેટલીક કંપનીઓ દ્વારા પોતાની ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ શરૂ કરશે તો કેટલીક તેમના કામદારોના વાહન ભથ્થામાં વૃદ્ધિ કરવા સહમત થઇ છે.

મહિ નદીના વડોદરા તરફના કિનારા બાજુએ પાદરા તાલુકામાં વિવિધ પ્રકારના ૫૩ જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત છે. જેના દ્વારા મુખ્યત્વે રસાયણો, દવાઓ, મિકેનિકલ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આ કંપનીઓમાં આણંદ તરફથી આવતા કામદારોની સંખ્યા ચાર હજાર જેટલી છે.

પૂલ તૂટી પડવાની ઘટના બાદ કામદારોને પડી રહેલી પરિવહનની મુશ્કેલીઓને ધ્યાને લઇ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તથા શ્રમ ખાતા દ્વારા સંબંધિત કંપનીઓ સાથે ઇન્ટરવેન્શન કરવામાં આવ્યું હતું. જેના થકી કામદારો માટે રાહત રૂપ નિર્ણયો કંપનીઓ દ્વારા લેવામાં આવ્યા છે.

ઘણી કંપનીઓ દ્વારા તેમના કોન્ટ્રાક્ટરોને ખાનગી વાહનોની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી છે. મહત્તમ કંપનીઓ દ્વારા તેમના કામદારો માટે પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી છે. રૂટ બદલાતા નોકરીના સમયમાં છૂટછાટ આપવામાં આવી છે.

તદ્દઉપરાંત કેટલીક કંપનીઓ દ્વારા તેમના કામદારો માટે હાજરીમાં પણ રાહત આપવામાં આવી છે. જેમ કે, માસના ૨૫ દિવસને બદલે ૨૨ દિવસ કરવામાં આવ્યા છે. વધુમાં કંપનીઓ દ્વારા આણંદ રૂટથી આવતા કામદારોને જનરલ શિફ્ટ આપવાનું નિયત કરવામાં આવ્યું છે. કેટલીક કંપનીઓ તેમના કર્મચારીઓ માટે વાહન ભથ્થુ વધારવાની વિચારી રહી છે.

૦૦૦0000000પપ્પુ00⁰000000000
 *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો-પુલોના મરામત કામોની સઘન સમીક્ષા સી.એમ. ડેશબોર્ડની વિડીયો વોલ મારફતે કરી*
—————
*મુખ્યમંત્રીશ્રીએ રસ્તાની દુરસ્તી કામગીરી પ્રો-એક્ટિવ અભિગમથી ત્વરાએ કરીને નાગરિકોની રજૂઆતોનું નિવારણ અગ્રતાએ લાવવા અધિકારીઓને સૂચનાઓ આપી.*
—————
*મરામત કામોની સાઈટ વિઝિટ કરીને કામગીરીની ક્વોલિટી ચકાસવા મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશો*
——-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તેમજ ગામો, નગરો-મહાનગરોના રસ્તાને થયેલા નુકસાનનું દુરસ્તી કાર્ય 24X7 યુદ્ધના ધોરણે શરૂ કરાવ્યું છે.

તેમણે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો-પુલોના મરામતોના કામોની સમીક્ષા સી.એમ. ડેશબોર્ડની વિડીયો વોલ મારફતે હાથ ધરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં માર્ગો-પુલો, નાળા, કોઝ-વે વગેરેની પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે ચકાસણી કરવામાં આવી હતી તે સંદર્ભની મરામત સૂચનાઓનું પાલન થવામાં કોઈ ક્ષતિ કે કચાશ ન રહે તે સુનિશ્ચિત કરીએ.

તેમણે રોડ રસ્તાની દુરસ્તી કામગીરી અંગે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવીને ત્વરાએ માર્ગો પૂર્વવત વાહનવ્યવહાર યોગ્ય થાય એટલું જ નહિં, નાગરિકોની રજૂઆતોનું તરત જ નિવારણ આવે અને માર્ગ મરામત અગ્રતાએ હાથ ધરાય તે માટે અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં ઈજનેરો, અધિકારીઓને પણ તાકીદ કરી હતી કે, નાની-નાની વસ્તુની પણ કોઈ ફરિયાદ ન આવે. તેમજ જાહેર જનતાને કોઈ તકલીફ ન પડે તેવા ધ્યેય સાથે મરામત કામોને અગ્રતા અપાય તે આવશ્યક છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, માર્ગ-મકાન વિભાગના 24X7 કંટ્રોલરૂમ, ગુજમાર્ગ એપ્લિકેશન તથા જે મહાનગરપાલિકાઓની મોબાઇલ એપ છે તે એપ, વોટ્સએપ, વેબસાઈટ અને હેલ્પલાઇન નંબર, સિટી સિવિક સેન્ટર અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર આવતી નાગરિકોની બધી જ રજૂઆતોનું ઝડપથી સંતોષકારક દુરસ્તી કામ હાથ ધરાય તે માટે સંબંધિત અધિકારીઓ મોનિટરિંગ કરે.

નાગરિકોની ફરિયાદના ત્વરિત નિવારણ માટે શહેરી ક્ષેત્રોમાં જે મિકેનિઝમ કાર્યરત છે તે અન્વયે મહાનગરોમાં નાગરિકોની મળેલી ૧૫,૪૨૪ ફરિયાદોમાંથી ૧૨,૦૨૩નો પોઝિટિવ નિકાલ થઈ ગયો છે તેની વિગતો શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી થેન્નારસને આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ઇ-નગર પોર્ટલ પર આવતી રજૂઆતોના સંદર્ભમાં નિયમિત ફોલોઅપ અને ફિલ્ડ ચેક માટે નિષ્ણાંત એજન્સીની મદદથી નિવારણ લાવવા પણ સૂચનો કર્યા હતાં.

માર્ગ-મકાન વિભાગે કાર્યરત કરેલી ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર મળેલી ૩,૬૩૨ ફરિયાદોમાંથી ૯૯.૬૬ ટકાનું નિવારણ લાવી દેવાયું છે. આ વિગતો માર્ગ મકાન સચિવ શ્રી પટેલિયાએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળના પ્રયત્નો અને બહોળી પ્રસિધ્ધી તેમજ નાગરીકોના હકારાત્મક પ્રતિસાદના કારણે છેલ્લા ૩ દિવસમાં ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર યુઝર્સની સંખ્યા ૧૦૭૬૭થી વધીને ૨૮૪૪૯ થયો છે. આમ, નવા ૧૭૬૮૨ નાગરિકો (૧૬૪% નો વધારો) દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. રાજય સરકાર આ એપ્લિકેશનનો લોકો લાભ લઈ શકે તે માટે સતત પ્રચાર અને પ્રસાર કરી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ જે મરામત કામો હાથ ધરાય તેનું સતત મોનિટરિંગ અધિકારીઓ, સંબંધિત મહાનગરો તથા જિલ્લા તંત્રવાહકો દ્વારા ફિલ્ડ વિઝીટ કરીને થાય તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા.

માર્ગ-મકાન વિભાગે જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને જે પુલ વાહનવ્યવહાર માટે બંધ કર્યા છે તેના સ્ટ્રક્ચર્સની પૂરતી ચકાસણી થાય અને મરામત કામમાં ક્વોલિટી જળવાય તેની ખાતરી કરવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

આ ઉપરાંત, રાજ્ય સરકારે તમામ પુલોની ત્વરિત સમીક્ષા કરીને યોગ્ય મરામત માટે તત્કાલ કામગીરીના આદેશો આપ્યા છે તેનું પણ અવશ્ય પાલન થાય તેની ખાતરી કરવા તેમણે સૂચનાઓ આપી હતી.

આવા પુલો પરના વાહનવ્યવહારને જો ડાયવર્ટ કરવામાં આવ્યા હોય તો વૈકલ્પિક રૂટ પણ સેઈફ એન્ડ સિક્યોર હોય અને વાહનોની અવર-જવરને કારણે ટ્રાફિક જામ ન થાય તે માટેની વ્યવસ્થાઓ ચકાસી લેવા શ્રી ભૂપેન્દ્ર પટેલે સૂચન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સૌ અધિકારીઓને એવી પણ તાકીદ કરી હતી કે મરામત કામ સતત ચાલતું રહે અને નાગરિક જીવનમાં કોઈ અગવડ ન પડે તે જ આપણો ધ્યેય છે. આ હેતુસર વરસાદ ન હોય તેવા બધા જ દિવસોએ વધારાનો મેનપાવર કામે લગાડીને પણ માર્ગો-પુલો ઝડપથી પૂર્વવત અને મોટરેબલ બનાવવાના કાર્ય આયોજનને પ્રાયોરિટી આપવા તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ રીપેરીંગ કામો માટેનું પૂરતું મટીરીયલ કપચી, ડામર, મશીનરી અને વ્હાઈટ ટોપિંગ માટેની વ્યવસ્થાઓ દરેક જિલ્લા, નગરો-મહાનગરો રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગના સંકલનમાં રહીને યોગ્ય પદ્ધતિએ કરે તેવું માર્ગદર્શન પણ આપ્યું હતું.

તેમણે ખાસ કરીને નેશનલ હાઇવેના જે પુલો-માર્ગો ક્ષતિગ્રસ્ત થવાથી આંતરરાજ્ય વાહન વ્યવહારને અસર પડી છે તેવા માર્ગો ઝડપથી મરામત કરીને પૂર્વવત કરવા એન.એચ.એ.આઇ.ના ફિલ્ડ ઓફિસરોને સૂચનાઓ આપી હતી.

એન.એચ.એ.આઈ.ના અધિકારીઓએ જણાવ્યું કે, તેમના હસ્તકના જે ૩૩.૭૮ કિ.મી.ના માર્ગોની મરામતનું કામ હાલ ચાલી રહ્યું છે તે 3૦મી જુલાઈ સુધીમાં પૂરું કરી દેવાશે.

તેમણે ભારત સરકારે નેશનલ હાઈવેને સ્પર્શતી રજૂઆતો અને સમસ્યાઓના ત્વરિત નિવારણ માટે નાગરિક-કેન્દ્રિત એપ્લિકેશન રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ ડિઝાઇન કરવામાં આવી છે તેની વિગતો આપતાં કહ્યું કે, જ્યાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પ્રવાસ કરતા લોકો તાત્કાલિક સ્થિતિ, માર્ગમાં ખામી કે પછી અન્ય સેવા સંબંધિત સમસ્યા જણાય તો તરત જ સંપર્ક કરી શકે તે માટે 24×7 સેવારત ટોલ-ફ્રી નંબર ૧૦૩૩ પણ કાર્યરત કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શનમાં માર્ગ-મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો, રિજીયોનલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો પેચ વર્ક અને પોટ હોલ્સ પુરવાની કામગીરી સહિતની મરામત કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સતત મોનિટરિંગ સ્થળ પર જઈને કરે છે તે સંદર્ભમાં પણ સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

ગુજરાતમાં રાજ્ય, પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાના મળીને માર્ગોનું જે કુલ નેટવર્ક છે તેમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર ૪૭ ટકા પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત, અત્યાર સુધીમાં કુલ ૬૩%થી વધુ પોટ હોલ્સ ભરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યની કુલ ૧૭ મહાનગરપાલિકાઓ અંતર્ગત આવતા રોડ-રસ્તાના સમારકામની મોટા ભાગની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.

મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, સલાહકાર શ્રી એસ. એસ. રાઠૌર, શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી એમ. થેન્નારસન, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને સચિવ ડૉ. વિક્રમ પાંડે તથા માર્ગ મકાન સચિવ શ્રી પટેલિયા અને સંબંધીત અધિકારીઓ ગાંધીનગરથી તથા જિલ્લા વહીવટી તંત્ર, નગરો-મહાનગરોના સ્થાનિક સત્તા તંત્રના વાહકો વિડિયો કોન્ફરન્સથી આ સમીક્ષામાં જોડાયા હતા અને પોતાના વિસ્તારોની કામગીરીની વિગતો પૂરી પાડી હતી.
—————————————————————————-
 https://drive.google.com/drive/folders/1iQd3VTv3DUIeT8dhyEbz5PkGkYrUwrZa?usp=sharing

*રાજભવનમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન : 773 યુનિટ રક્ત એકત્ર કરાયું*
———-
*શ્રીમતી દર્શનાદેવીજીએ જન્મદિવસે રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને શ્રીમતી દર્શનાદેવીજીએ રક્તદાતાઓનો આભાર માન્યો*
———–
રાજભવનમાં આજે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીના જન્મદિવસ નિમિત્તે રાજભવન પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમતી દર્શના દેવીજીએ રાજભવન પરિસરમાં બીલીપત્રનું વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે વહેલી સવારે રાજભવનના પ્રાંગણમાં યજ્ઞશાળામાં યજ્ઞ કરીને સમસ્ત સમાજના સ્વાસ્થ્ય માટે પર્યાવરણ શુદ્ધિ માટે તથા લોકમંગલ માટે પ્રાર્થના કરી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને સમગ્ર રાજભવન પરિવારે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીને શુભકામનાઓ પાઠવી હતી.

રાજભવન પરિવાર દ્વારા લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીના જન્મદિવસ નિમિત્તે આયોજિત રક્તદાન કેમ્પમાં 773 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તથા ગાંધીનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના સહયોગથી આયોજિત આ આ રક્તદાન કેમ્પમાં એન.એસ.એસ., ભારતીય ભૂમિ સેના. એર ફોર્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ, કોસ્ટ ગાર્ડ, એન.સી.સી., ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ગૂજરાત વિદ્યાપીઠ, આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય તથા અન્ય મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ તથા રાજભવન પરિવારના સભ્યોએ રક્તદાન કર્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીએ તમામ રક્તદાતાઓનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો અને માનવતાના આ કાર્યમાં જોડાવા બદલ અભિનંદન આપ્યા હતા. રાજભવનમાં પ્રતિવર્ષ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીના જન્મદિવસ પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરવાની પરંપરા છે.
—————————————————————————
*મુખ્યમંત્રીશ્રીના સતત માર્ગદર્શન હેઠળ*

*રાજ્યની ૧૨ મહાનગરપાલિકોઓમાં ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાઓના સમારકામનું મ્યુનિસિપલ કમિશનરશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ*
—–
*વરસાદી દિવસોમાં વેટમિક્સ અને ડ્રાય દિવસોમાં હોટમિક્સ તેમજ જી.એસ.બી. મટીરિયલ્સનો ઉપયોગ કરીને પોટહોલ-ખાડાની મરામતનું કામ પ્રગતિમાં*
—–
ગુજરાતમાં રાજ્ય, પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાના મળીને કુલ ૧.૧૯ લાખ કિ.મી.થી વધુ લંબાઈ ધરાવતા રસ્તાઓ નાગરિકોની સેવામાં ઉપલબ્ધ છે. રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે કેટલાક રોડ, રસ્તા, પુલ અને અન્ય માળખાકિય સુવિધાઓને નુકસાન થયું છે. જેના સમારકામ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના માર્ગ-મકાન અને અન્ય સંબંધિત વિભાગને ચોકકસ દિશા નિર્દેશો આપીને સત્વરે કામો પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. જે અનુસંધાને રાજ્યની ૧૨ મહાનગરપાલિકા વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીશ્રીઓની પ્રત્યક્ષ હાજરીમાં યુદ્ધના ધોરણે સમારકામના કાર્યો ચાલી રહ્યા છે.

જે અંતર્ગત આજે જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી તેમજ ડેપ્યુટી કમિશનરશ્રી દ્વારા કાળવા ચોકથી ગીરનાર દરવાજા સર્કલથી ભરડાવાવ સર્કલ સુધીના રોડની મુલાકાત કરવામાં આવી હતી. જે સંદર્ભે ટેકનિકલ સ્ટાફ-ઈજનેરો, જે.સી.બી., રોલર, ૪-ટ્રેકટર અને ર૦-લેબરની મદદથી ભરડાવાવ સર્કલ, ગિરનાર દરવાજા સર્કલ પર વેટમીક્ષ, જી.એસ.બી. મટિરિયલ્સથી રિપેરિંગ તથા સી.સી. પેચવર્ક કરવાની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા. વધુમાં પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત શહેરમાં આવેલા કુલ ૧૦૧ સંપૂર્ણ જર્જરિત બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી હતી. જે અન્વયે કમિશનરશ્રીએ જવાહર રોડ, ગણેશ ફળિયા તથા આદર્શ નગર, ક્રિશ્ના એપાર્ટમેન્ટની બિલ્ડીંગ ઉતારવાની કામગીરીની સમીક્ષા કરી હતી.

તેવી જ રીતે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રીની હાજરીમાં કોન્ટ્રાકટર દ્વારા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને જુદા જુદા ફિલીંગ મટીરિયલ્સ જેવા કે જી.એસ.બી., વેટમીક્ષ, પરાજુ તેમજ જેટ પેચર મશીનનો ઉપયોગ કરીને કોલ્ડ મિક્ષથી રોડ રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. કમિશનરશ્રીએ
કુંભારવાડા રેલ્વે અંડરપાસની સ્થળ વિઝીટ કરીને જણાવ્યુ હતું કે, કુંભારવાડા અંડરબ્રિજમાં જરૂર જણાયે સમારકામ કરાવવા અથવા નવા પુલની આવશ્યકતા જણાય તો તાત્કાલિક ધોરણે તે અંગેની કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી હતી. આ ઉપરાંત ઘોઘા સર્કલ, રૂવા રવેચી ધામ-મંત્રેશ સર્કલ પર માર્ગ મરામતની થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી વિગતો મેળવી નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપી હતી.

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ક્ષતિગ્રસ્ત રસ્તાઓવાળી જગ્યાએ રૂબરૂ મુલાકાત કરી હતી. જે સંદર્ભે તમામ ટીમો દ્વારા ઝોનવાઈઝ વોર્ડમાં પોટહોલ-ખાડાઓનો સર્વે કરી વરસાદી દિવસોમાં વેટમિક્સ અને ડ્રાય દિવસોમાં હોટમિક્સ મટીરિયલનો ઉપયોગ કરીને પોટહોલ-ખાડાની મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હોય ત્યાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

ગાંધીનગરના સરગાસણ ખાતે સિટી ઈજનેરશ્રી તથા નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા રૂબરૂ સ્થળ પર જઈને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વધુમાં તેમણે કોન્ટ્રાક્ટરને રોડની ગુણવત્તા જળવાઇ રહે તે પ્રકારની કામગીરી કરવા સૂચના આપી હતી.

નડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થળ વિઝિટ કરીને દાંડી માર્ગ ઉપર ચાલતા કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સદર કામગીરી અન્વયે સીસી રોડની કામગીરી ગુણવત્તા પ્રમાણે થાય તેવું સૂચન પણ કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તેમની ટીમ દ્વારા સ્થળ પર મુલાકાત કરવામાં આવી હતી. જે અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારમાં ગટર ઢાંકણા બદલાવવા,વરસાદી પાણીનો નિકાલ અને રોડ-રસ્તા રિસરફ્રેસિંગની વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. અંદાજે ૩,૬૦૦ ટન વેટમિક્સ, ૧,૪૦૦ ટન જીએસબી અને ૧૫૦ ટન ડામરનો ઉપયોગ કરીને રોડ-રસ્તાની મરામત કરવામાં આવી હતી.

મહેસાણા મહાનગરપાલિકાના કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ સિટી એન્જિનિયરે રૂબરૂ સ્થળ પર જઈને મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તળેટી ગામમાં રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન રસ્તાની ગુણવત્તા, માવજત તથા પૂર્વ આયોજનના અમલની વ્યવસ્થા પર સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી.

નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનર તથા આસિસ્ટન્ટ સિટી એન્જિનિયરએ રૂબરૂ સ્થળ પર જઈને રિંગ રોડ તેમજ ગણદેવી-ઇટાડવા રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન રસ્તાની ગુણવત્તા, માવજત તથા પૂર્વ આયોજનના અમલની વ્યવસ્થા પર સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી.

મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનર, સિટી એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર દ્વારા સ્થળ પર ચાલી રહેલા જેલ રોડ પર ડામર કામ, શનાળા રોડ અને નાની કેનાલ રોડ પર સ્ટ્રીટ લાઈટની કામગીરી તથા પંચાસર રોડ પર ડ્રેનેજ સફાઈની કામગીરીની સમીક્ષા કરી હતી.

આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિ૫લ કમિશનરશ્રી અને એન્જિનિયર દ્વારા વોર્ડ નં.૨ ખા૫ટ વિસ્તારની મુલાકાત કરી રોડ-રસ્તાની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત કમિશનરશ્રીએ સ્થાનિકો સાથે ચર્ચાઓ કરીને જરૂર જણાય ત્યા આવી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા હાજર અધિકારીઓને સૂચના આપી હતી.

ગાંધીધામ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનર, સિટી એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર દ્વારા સ્થળ પર ઓસીયા મોલ પાસે પેવર બ્લોક રોડની કામગીરી તથા કચ્છ કલાથી પોલીસ સ્ટેશન તરફ રોડ પેચ વર્કની કામગીરીની ફિલ્ડ વિઝીટ કરીને નિરીક્ષણ કર્યું હતું.

પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિ૫લ કમિશનરશ્રી તેમજ એન્જિનિયરે રૂબરૂ વોર્ડ નં.૨ ખા૫ટ વિસ્તારની મુલાકાત લઈને રોડ-રસ્તાની ચાલતી કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.
—–
જીગર બારોટ

*વિધાનસભા ગૃહ એ વાદ-વિવાદ નહીં પરંતુ સંવાદનું પ્લેટફોર્મ: ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી*
—–
*ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના ચેરમેનશ્રી સુરેન્દ્ર ચૌધરી સહિતના પ્રતિનિધિ મંડળે ગુજરાત વિધાનસભાની કરી મુલાકાત*
—–
*પ્રતિનિધિ મંડળને વિધાનસભામાં ગૃહની બેઠક વ્યવસ્થા, ધારાસભ્યશ્રીઓને મળતી સુવિધાઓ, NeVA સેવા કેન્દ્ર જેવી વિવિધ કામગીરી અંગે કરાયા માહિતગાર*
—–
ઉત્તરપ્રદેશ વિધાન પરિષદની પાર્લામેન્ટરી સ્ટડીઝ કમિટીના ચેરમેન શ્રી સુરેન્દ્ર ચૌધરી અને કમિટી મેમ્બર શ્રી કિરણપાલ કશ્યપ સહિત પ્રતિનિધિ મંડળે આજે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી. ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવેલા ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના ચેરમેન અને કમિટી મેમ્બરનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભામાં કરવામાં આવતી સમગ્ર કામગીરી તેમજ ધારાસભ્યશ્રીઓને અપાતી સુવિધાઓ અંગે ઉત્તરપ્રદેશના પ્રતિનિધિ મંડળને વિગતવાર માહિતી આપી હતી.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વિધાનસભા ગૃહ એ વાદ-વિવાદ નહીં પરંતુ સંવાદનું પ્લેટફોર્મ છે, જ્યાં પક્ષ અને વિપક્ષ સંવાદ થકી પ્રજાના પ્રશ્નો પર ચર્ચા કરીને નિરાકરણ લાવે છે. અધ્યક્ષશ્રીએ ગુજરાત વિધાનસભા વિશે માહિતી આપતા કહ્યું કે, વિધાનસભામાં NeVA થકી નવી પેપરલેસ વ્યવસ્થા, બજેટની ડિમાન્ડમાં ધારાસભ્યશ્રીઓને પ્રાથમિકતા જેવા કેટલાક નવા સુધારા કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, વિધાનસભા દ્વારા ધારાસભ્યશ્રીઓ તેમજ અધિકારી-કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું પણ સમયાંતરે આયોજન કરવામાં આવે છે.

ગુજરાત વિધાનસભા મુલાકાત દરમિયાન ગુજરાત વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ શ્રી સી.બી.પંડયાએ વિધાનસભાગૃહમાં મંત્રીશ્રીઓ-ધારાસભ્યશ્રીઓની બેઠક વ્યવસ્થા, પ્રેસ ગેલેરી, વીવીઆઇપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો ગૃહની કામગીરી નિહાળી શકે તે માટેની વિવિધ બેઠક વ્યવસ્થા, પેપરલેસ કામગીરીના ભાગરૂપે વિધાનસભામાં અમલી NeVA સેવા કેન્દ્ર સહિતની કામગીરી અંગે ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના ચેરમેનશ્રી સહિત પ્રતિનિધિ મંડળને માહિતગાર કર્યા હતા.
—–
જીગર બારોટ

*’જન સુરક્ષા અભિયાન’ને પ્રોત્સાહન આપવા PM જનધન સહિત કેન્દ્રની ચાર યોજનાઓની બેન્કિંગ સેવાઓની કામગીરી ઇ-ગ્રામ સેન્ટર ખાતેથી કરી આપવા મુખ્યમંત્રીશ્રીનો મહત્વનો નિર્ણય*
**************
*આ સેવાઓ ગ્રામીણ કક્ષાએ નાગરિકોને વિનામૂલ્યે મળી રહે તે માટે સરકાર VCEને રૂ.૨૦ ચૂકવાશે*
*************
*આ સેવા તા.૦૧ જૂલાઈથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ચાલુ રહેશે*
*************

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં તા.૦૧ જૂલાઈ ૨૦૨૫ થી તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ‘જન સુરક્ષા અભિયાન’ની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં ’જન સુરક્ષા અભિયાન’ને પ્રોત્સાહન આપવા PM જનધન સહિત કેન્દ્રની ચાર યોજનાઓની બેન્કિંગ સેવાઓની કામગીરી ઇ-ગ્રામ સેન્ટર ખાતેથી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી દ્વારા VCE ને મહેનતાણા તરીકે રૂ.૨૦/- ચૂકવવામાં આવશે તેમ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે.

આ અભિયાન હેઠળ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત જે નાગરિકોના બેંક એકાઉન્ટ નથી તેઓના બેંક એકાઉન્ટ ખોલાવા તેમજ નિષ્ક્રિય થઈ ગયેલા એકાઉન્ટમાં Re-KYC કરી ફરીથી ચાલુ કરવા તેમજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના હેઠળ પાત્રતા ધરાવતા નાગરિકોનું નામાંકન કરાવવા જેવી સુવિધાઓ હવે ગ્રામીણ કક્ષાએ VCE દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેવા તા.૦૧ જૂલાઈથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ચાલુ રહેશે.

ગ્રામ પંચાયતોની કામગીરીને ઇન્ફર્મેશન ટેકનોલોજીના માધ્યમથી અદ્યતન, સુવ્યવસ્થિત, સમયબદ્ધ, સરળ અને ઝડપી બનાવવા ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત ૧૪,૧૮૧ ગ્રામ પંચાયતો ખાતે કોમ્પ્યુટર અને તેને આનુષાંગિક સાધનસામગ્રી જરૂરી સોફટવેર સહિતના સાધનો પુરા પાડવામાં આવ્યા છે. ઈ-ગ્રામ પંચાયતો ખાતે પી.પી.પી મોડેલથી ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (વી.સી.ઈ) જોડાયેલા છે. ઈ-ગ્રામ પંચાયતો ખાતેથી વી.સી.ઈ દ્વારા વિવિધ G2C (ગર્વમેન્ટ ટુ સીટીઝન) અને B2C (બીઝનેસ ટુ સીટીઝન) ઓનલાઈન સેવાઓ ગામડાઓમાં પુરી પાડવામાં આવી રહી છે.
જનસુરક્ષા યોજનાઓમાં રાજ્યના પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને આવરી લેવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ અભિયાનનો આરંભ કરાવવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશના દરેક નાગરિકને નાણાકીય સમાવિષ્ટતા તેમજ સામાજિક સુરક્ષા પુરી પાડવાનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજનામાં હાલ ૭/૧૨.૮/અ અને હક્કપત્રની નકલ, જન્મ-મરણના દાખલા, વિજળી-ગેસ કનેકશનના બીલ, આવકના દાખલા. રેશનકાર્ડમાં સુધારા-વધારા, વિવિધ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂત રજીસ્ટ્રેશન, પી.એમ. કિસાન સહાય યોજનાના ફોર્મ ભરવા, આધારકાર્ડ, આયુષ્યમાન કાર્ડ તેમજ ઇ-શ્રમ કાર્ડ જેવી ૩૨૫ જેટલી ગર્વમેન્ટ ટુ સીટીઝન તેમજ આધાર ઇનેબલ પેમેન્ટ મળી ટ્રાન્સફર, રીચાર્જ, ટ્રાવેલ ટિકીટ, ઈન્સ્યુરન્સ સેવાઓ, મ્યુચ્યુઅલ ફંડ જેવી ૭૫ જેટલી બીઝનેસ ટુ સીટીઝન સેવાઓ ઈ-ગ્રામ સેન્ટર ખાતેથી ગ્રામજનોને ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

– પ્રિન્સ ચાવલા
****************************
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની સંસદીય અધ્યયન સમિતિના અધ્યક્ષ શ્રી સુરેન્દ્ર ચૌધરી*
———-
ગુજરાત સરકારની કાર્યપદ્ધતિનો અભ્યાસ કરવા તથા રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની જાણકારી મેળવવા માટે ગુજરાતની મુલાકાતે આવેલા ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની સંસદીય અધ્યયન સમિતિના અધ્યક્ષ શ્રી સુરેન્દ્ર ચૌધરી અને તેમની સાથે આવેલા પ્રતિનિધિ મંડળે આજે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી સુરેન્દ્ર ચૌધરી તથા અન્ય પ્રતિનિધિઓ સાથે ગુજરાતના વિકાસ ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિના અભિયાન અંગે ચર્ચા કરી હતી. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અને જૈવિક (ઓર્ગેનિક) ખેતી વચ્ચેનો તફાવત સમજાવી પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી.

દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશના કિસાનો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કર્યું છે. આ મિશન થકી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધશે અને લોકોને સ્વસ્થ આહાર મળશે, હવા, પાણી તથા જમીન બચશે, તેવો રાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
———————————_—————————————
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે*_
*વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારમાં હાથ ધરાઈ રહેલા વર્લ્ડ ક્લાસ સસ્ટેઈનેબલ ટુરીઝમ એન્ડ પીલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકેના બહુવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સના પ્રગતિ કામોનું સ્થળ નિરીક્ષણ કરીને માર્ગદર્શન આપ્યું*
———
*ધરોઈ વિસ્તારમાં સ્પિરિચ્યુઅલ-એડવેન્ચર્સ-ઈકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ અને સ્થાનિક રોજગારીના નવા અવસરો ઉભા થશે*
———–
*સમગ્રતયા ત્રણ ફેઝમાં અંદાજે રૂ. 11૦૦ કરોડના ખર્ચે ધરોઈ ડેમ રિજયન ડેવલપમેન્ટ સાકાર થશે*
———–
*ધરોઈ ડેમ સાઈટની નિરીક્ષણ મુલાકાત સાથે રાજ્યના જળાશયોની સ્થિતિ અંગે ડેમ સેફ્ટીની બેઠક યોજી*
——–
* રાજ્યના જળાશયોનું પ્રિ-મોન્સૂન ઈન્સપેક્શન પૂર્ણ થઈ ગયું છે.
* 206 જળાશયોમાં કુલ 9322.68 મિલિયન ઘન મીટર પાણી સંગ્રહિત છે
* ધરોઈ ડેમમાં 70.80 ટકા પાણી આવ્યું.
* સરદાર સરોવર નર્મદા ડેમમાં 4889 મિલિયન ઘન મીટર પાણી છે.
* સરદાર સરોવર ડેમના અપસ્ટ્રીમ વિસ્તારમાંથી મળતી જળસ્તર અને વરસાદની માહિતી વોટ્સએપ, ઈ-મેઈલ અને ગૂગલ શીટ મારફતે શેર કરીને સંકલન રાખવામાં આવે છે.
——–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ સસ્ટેઈનેબલ ટુરીઝમ એન્ડ પીલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકેના બહુવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સના પ્રગતિ હેઠળના કામોનું સ્થળ નિરીક્ષણ કરીને માર્ગદર્શન આપ્યું હતુ.

ધરોઇ રિજિયનનો આ વિકાસ પ્રોજેકટ સમગ્રતયા અંદાજે રૂ.૧૧૦૦ કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવી રહ્યો છે. આ સ્પિરીચ્યુઅલ, એડવેન્ચર્સ, ઇકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ તેમજ સ્થાનિક રોજગારના નવા અવસરો સાથે વોકલ ફોર લોકલનો ધ્યેય પણ પાર પડી શકશે.

ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળની જેમ ધરોઈને પણ ‘આઈકોનિક પ્લેસ’ તરીકે વિકસાવવામાં આવશે. એટલું જ નહિ, પોળો ફોરેસ્ટ, તારંગા, વડનગર, અંબાજી સહિતના ઉત્તર ગુજરાતનાં પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટુરિઝમ સર્કિટ વિકસાવવાના ભવિષ્યલક્ષી આયોજન માટે પણ રાજ્ય સરકાર કાર્યરત છે.

રાજ્યના જળાશયોમાં આવેલા નવાં નીરને પગલે ધરોઈ ડેમમાં આ વર્ષે 70.80 ટકા જેટલું નવું પાણી આવ્યું છે તેનું નિરીક્ષણ કરવા ધરોઈ ડેમની તેમણે મુલાકાત લીધી હતી. ડેમ સાઈટની તેમની નિરીક્ષણ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ડેમ સેફ્ટી અંગેની ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી.

રાજ્યમાં સરદાર સરોવર નર્મદા ડેમ સહિત 22 મોટા, 96 મધ્યમ અને 1006 નાના મળીને સમગ્રતયા 1124 જળાશયો આવેલા છે. આ જળાશયોમાંથી 1 MCMથી વધુ જળસંગ્રહ ક્ષમતા ધરાવતા 523 ડેમોનું પ્રિ-મોન્સૂન ઇન્સ્પેક્શન નેશનલ ડેમ સેફ્ટી ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ મે-2024માં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને બધા જ ડેમ સલામત અને સુરક્ષિત છે તેમ ડેમ સેફ્ટી અંગેની આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. 1 MCMથી ઓછી સંગ્રહ શક્તિ ધરાવતા 600 ડેમોનું પણ પ્રિ-મોન્સૂન ઈન્સપેક્શન પૂર્ણ થઈ ગયું છે અને તે બધા ડેમ પણ સેફ સ્ટેજ પર છે તેની પણ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં 25થી વધુ જળાશયો 100 ટકા કે તેથી વધુ, 56 જળાશયો 70 થી 100 ટકા, 43 જળાશયો 50 થી 70% તેમજ 42 જળાશયો 25 થી 30 ટકા અને 40 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયેલા છે તેની સંપૂર્ણ વિગતોનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું.

રાજ્યના સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમની સેફ્ટી અંગેની સમીક્ષા દરમિયાન જણાવવામાં આવ્યું હતુ કે, સરદાર સરોવર ડેમના અપસ્ટ્રીમ વિસ્તારમાંથી મળતી જળસ્તર અને વરસાદની માહિતી નિયમિત રીતે વોટ્સએપ, ઈ-મેઈલ અને ગૂગલ શીટ મારફતે શેર કરીને સંબંધિત રાજ્યો વચ્ચે સંકલન રાખવામાં આવે છે. સરદાર સરોવર ડેમમાં હાલ 4889 મિલિયન ઘન મીટર પાણી છે.

મુખ્યમંત્રીશ્રીએ ધરોઈના આ સમગ્ર ટુરીઝમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીનું મુખ્ય સચિવશ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડો. શ્રી હસમુખ અઢિયા, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, સલાહકાર શ્રી એસ.એસ.રાઠૌર, સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન અને એમ.ડી. શ્રી મુકેશ પુરી, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘ, પ્રવાસન સચિવ શ્રી ડૉ.રાજેન્દ્ર કુમાર, જળ સંપત્તિ સચિવ શ્રી પી.સી.વ્યાસ, પ્રવાસન નિગમના એમ.ડી. શ્રી પ્રભવ જોશી સાથે નિરીક્ષણ કરીને આ સમગ્ર પ્રોજેક્ટ અને ધરોઈ જળાશય આસપાસના વિસ્તારમાં ગ્રીન કવર વધારવા માટેનું પ્રેરક સુચન કર્યુ હતુ.

આ મૂલાકાતમાં સાંસદ શ્રી હરિભાઈ પટેલ, પાટણ લોકસભા સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, રાજ્ય સભા સાંસદશ્રી મયંકભાઇ નાયક, મહેસાણા ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, ખેરાલુ ધારાસભ્યશ્રી સરદારભાઈ ચૌધરી, જળ સંપત્તિ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ તેમજ પ્રવાસન વિભાગ સહિતના સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
(દિલીપ ગજ્જર.માહિતી ખાતું.ગુજરાત રાજ્ય)

(અહીંયા કોઈપણ સમાચારો અને ફોટાઓ માત્ર જન જાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં પણ કોઈને પણ કંઈ પણ સમાચાર કે ફોટાઓમાં વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરી શકે છે. તંત્રી: પ્રદીપ રાવલ)