15 ઓગસ્ટ.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો.(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)janfariyadnews youtube channel links જૂવો.

15 Ng pdf (2)

 

(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)

[8/13, 2:50 PM] Dilip Gajjar.Mahiti.Press: *૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન: બાળકોનું ભણતર બનશે વધુ સરળ*

*ગુજરાતની ધો. ૧ થી ૮ની તમામ શાળામાં ૩૬૦ ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય*
********
• *માત્ર લેખિત કસોટીથી મૂલ્યાંકન કરવાને બદલે સતત અને સર્વાંગી મૂલ્યાંકન કરાશે – એકમ કસોટીના સ્વરૂપમાં બદલાવ*
• *વિદ્યાર્થીઓના માત્ર ગુણાંક નહીં સર્વાંગી વિકાસને પણ પ્રોત્સાહન અપાશે*
• *શિક્ષણને માત્ર પરીક્ષા કેન્દ્રિત ન રાખીને જીવન માટે જરૂરી કૌશલ્યો પર ભાર મુકાશે*
• *માર્ક્સથી આગળ બાળકોમાં જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યોનો ત્રિ-આયામી વિકાસ થશે*
• *ગુજરાતની આ પહેલ “જેવું શિક્ષણ, તેવું મૂલ્યાંકન”ના સિદ્ધાંત પર આધારિત*

************
શિક્ષણમાં ગુણવત્તા વધારવા, શિક્ષણ પ્રણાલીને વધુ સરળ બનાવી ભણતરની સાથે બાળકમાં અન્ય કૌશલ્યો વિકસે તેમનું સર્વગ્રાહી મૂલ્યાંકન થાય તે હેતુથી ભારત સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું- શાળા શિક્ષણના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ૩૬૦° સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાના નેતૃત્વમાં આગામી સમયમાં રાજ્યની ધો. ૧ થી ૮ તમામ શાળાઓમાં આ માળખાનો અમલ કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણવિદ ડો. જયેન્દ્રસિંહ જાદવની અધ્યક્ષતામાં શિક્ષણ નિષ્ણાતોની સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિએ પોતાનો અહેવાલ મુખ્યમંત્રીશ્રીને સોંપ્યો હતો. તેને આધારે હવે રાજ્યમાં ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકનનો ચાલુ વર્ષથી અમલ થશે. આ મૂલ્યાંકન પદ્ધતિ વિદ્યાર્થીઓના જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો, વર્તન, સહયોગ અને અભિગમનું મૂલ્યાંકન કરીને શિક્ષણને વધુ સમાવેશી અને વ્યાપક બનાવશે.

આ નવી પદ્ધતિ પરંપરાગત માર્ક્સ આધારિત મૂલ્યાંકનથી થોડી અલગ છે. હવે વિદ્યાર્થીઓની માત્ર શૈક્ષણિક સિદ્ધિઓ જ નહીં, પરંતુ બોધાત્મક (Cognitive), ભાવનાત્મક (Affective) અને મનોગામિક (Psychomotor) ક્ષેત્રોમાં પણ સર્વાંગી વિકાસનું મુલ્યાંકન કરવામાં આવશે. શિક્ષક, સહપાઠી, વાલીઓ અને વિદ્યાર્થી એમ ચાર વ્યક્તિઓ દ્વારા એક હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ-HPC તૈયાર કરાશે, જે માત્ર પરિણામ નહીં, પણ વિદ્યાર્થીની પ્રગતિનું દર્પણ બનશે. શિક્ષકોને આ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે.

નવી મૂલ્યાંકન પદ્ધતિનો મુખ્ય હેતુ મૂલ્યાંકન શીખવાના એક સાધન તરીકે પ્રયોજાય તેવો છે એટલે કે, માત્ર પરીક્ષાની તૈયારી નહીં પરંતુ જીવન જીવવા માટે જરૂરી કૌશલ્યને વિકસાવવાનું પ્રોત્સાહન. આ અભિગમથી વિદ્યાર્થીઓમાં જવાબદારી, સ્વજાગૃતિ અને સતત સુધારા તરફનો અભિગમ વિકસશે.

આ નવા માળખામાં શિક્ષકોના ડેટા એન્ટ્રીના ભારણને ઘટાડવા અને વિદ્યાર્થીઓ પર વારંવારની લેખિત કસોટીઓનો બોજ હળવો કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. એકમ કસોટીનું સ્વરૂપ બદલીને તેને વધુ સરળ, ઉપયોગી અને વિદ્યાર્થી-કેન્દ્રિત બનાવાઈ છે. તો ચાલો સમજીયે આ નવા શૈક્ષણિક માળખાને.

*૩૬૦° સર્વગ્રાહી મૂલ્યાંકનની સંકલ્પના*

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકનનો અર્થ માત્ર શૈક્ષણિક સિદ્ધિનું મૂલ્યાંકન કરવાનો નથી, આનો અર્થ ઘણો વ્યાપક છે. આમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખવામાં આવશે, જેમાં બોધાત્મક (Cognitive-જ્ઞાનાત્મક), ભાવનાત્મક (affective), અને મનોગામિક (Psychomotor) જેવા પાસાઓ સમાવિષ્ટ છે.

*શિક્ષક, સહપાઠી, વાલી અને વિદ્યાર્થી — પ્રગતિનું સર્વાંગી પ્રતિબિંબ*

*શિક્ષક દ્વારા મૂલ્યાંકન*: શિક્ષક વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રદર્શન, વર્ગખંડની પ્રવૃત્તિઓમાં ભાગીદારી, શીખવાની રીત અને વર્તનનું અવલોકન કરીને મૂલ્યાંકન કરશે.

*સહપાઠી દ્વારા મૂલ્યાંકન*: વિદ્યાર્થીઓ એકબીજાના પ્રદર્શન, સહકારયુક્ત વર્તન અને ટીમ વર્કમાં ભાગીદારીનું મૂલ્યાંકન કરે છે. આનાથી વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના અને પરસ્પર સમજણ વધશે.

*વાલીઓ દ્વારા મૂલ્યાંકન*: ઘરે વિદ્યાર્થીના વાલી ભણાવવાના વાતાવરણ, રસ, શોખ અને વર્તન વિશે પ્રતિસાદ આપશે, જે શાળાને વિદ્યાર્થીના સર્વગ્રાહી વ્યક્તિત્વને સમજવામાં મદદ કરશે.

*સ્વ-મૂલ્યાંકન*: વિદ્યાર્થીઓ પોતે પણ પોતાના પ્રદર્શન, શક્તિઓ અને સુધારા માટેનાં ક્ષેત્રોનું મૂલ્યાંકન કરશે. વિદ્યાર્થીના સ્વ-જાગૃતિ અને સ્વ-વિકાસ માટે આ ખૂબ જ અગત્યનું છે.

*હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડથી સર્જનાત્મકતા, જવાબદારી અને આત્મવિશ્વાસનું સંવર્ધન થશે*

હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC): આ કાર્ડમાં વિદ્યાર્થીઓના બોધાત્મક, ભાવનાત્મક અને મનોગામિક વિકાસની વ્યાપક માહિતી નોંધાશે. આ મૂલ્યાંકનમાં શિક્ષક, સહપાઠી, વાલી અને વિદ્યાર્થી પોતે સામેલ થશે, જેનાથી વિદ્યાર્થીની શક્તિઓ અને સુધારણાના ક્ષેત્રોની સ્પષ્ટ સમજણ મળશે. આ પ્રક્રિયા ગોખણપટ્ટીને બદલે વિચારશીલતા, સર્જનાત્મકતા અને સહકાર જેવા કૌશલ્યોને પ્રોત્સાહન આપશે.

ગુજરાતની આ પહેલ “જેવું શિક્ષણ, તેવું મૂલ્યાંકન”ના સિદ્ધાંત પર આધારિત છે. આ અભિગમથી બાળકોમાં આત્મવિશ્વાસ, જવાબદારી અને સતત પ્રગતિની ભાવના વિકસશે, જે ભવિષ્ય માટે મજબૂત પાયો પુરો પાડશે. આ પરિવર્તનથી શિક્ષણ પ્રણાલી વધુ સમાવેશી અને વ્યાપક બનશે, જે વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરશે.

ગુજરાતમાં આ માળખું અમલમાં મૂકવા માટે શિક્ષણ વિભાગ, શિક્ષક સંઘો, તજજ્ઞો અને સામાજિક સંસ્થાઓ સાથે પરામર્શ કરીને વર્તમાન પડકારોને નિવારવાનો પ્રયાસ કરાયો છે. NCERT અને PARAKH દ્વારા તૈયાર કરાયેલ સર્વાંગી વિકાસ પત્રકને આધારે સમિતિએ ગુજરાત રાજ્યની આવશ્યકતા અનુસારનું તૈયાર કરેલ પત્રક ગુજરાતની શાળાઓમાં અપનાવવામાં આવશે, જે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સક્રિય સંવાદને પ્રોત્સાહન આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય કક્ષાએ CBSE શાળાઓ અને કેન્દ્રીય વિદ્યાલયો માટે આ માળખું તૈયાર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકનને અમલમાં મૂકવા માટે ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બનાવાયેલ એક સંસ્થા PARAKH દ્વારા નવું મૂલ્યાંકન માળખું અને સર્વાંગી પ્રગતિ પત્રક (HPC) તૈયાર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ NCERT દ્વારા તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઇ સમિતિએ ગુજરાત માટેનું સર્વાંગી વિકાસ પત્રક તૈયાર કર્યું છે.
**************
ઋચા રાવલ
[8/13, 3:03 PM] Dilip Gajjar.Mahiti.Press: *ડાંગરના ઉભા પાકમાં રોગ-જીવાતના ઉપદ્રવને ઘટાડવા ખેડૂત મિત્રોએ આટલું જરૂર કરવું….!!*
*************************************
*ખેતી નિયામક કચેરીએ ડાંગરના પાકમાં જીવાતના વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ પગલા સૂચવ્યા*
*************************************
ખેડૂતો પોતાના ઉભા પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતોના હિતાર્થે રોગ-જીવત વ્યવસ્થાપનના પગલા સૂચવવામાં આવે છે. જે અંતર્ગત ડાંગરના ઉભા પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે કેટલાક મહત્વપૂર્ણ પગલા સૂચિત કરવામાં આવ્યા છે.

*ડાંગરના પાકમાં જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે આટલું જરૂર કરો:*
• ખેતરના શેઢાપાળાનું ઘાસ કાપીને શેઢાપાળા સાફ રાખવા.

• ડાંગરના ધરૂની ફેરરોપણી બાદ પાન પર મૂકાયેલા ઈંડાના સમૂહો વીણીને તેનો નાશ કરવો.

• ફેરરોપણીના ૩૦ દિવસ બાદ હેક્ટર દીઠ ૩૦ ફેરોમોન લ્યુર સાથેના ટ્રેપ એકબીજાથી સરખા અંતરે મૂકવા તથા લ્યુર દર ત્રણ અઠવાડિયે બદલવી.

• ડાંગરના પાકમાં નાઇટ્રોજનયુક્ત ખાતરનો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો તેમજ ક્યારીમાં જરૂરીયાત પૂરતું જ પાણી રાખવું.

• ખેતરમાં રાત્રિના સમયે પ્રકાશ પિંજર ગોઠવવી, જેથી ગાભમારાની ઈયળ ઉપરાંત લશ્કરી ઈયળના પુખ્ત (ફૂંદા) આકર્ષી તેની વસ્તીમાં ઘટાડો કરી શકાય.

• ડાંગરની પાન ખાનારી ઇયળોનો ઉપદ્રવ ઓછો હોય અને વિસ્તાર નાનો હોય તો નુકશાનવાળા પાન ઈયળ અને કોશેટો સહિત તોડીને નાશ કરવો.

• ડાંગરનો દરજી/શિંગડાવાળી ઈયળના કોશેટા પાનની નીચેની બાજુએ લટકતા હોય છે, તેનો પણ વીણીને નાશ કરવો.

• ખેતરમાં પરભક્ષી જીવાત તરીકે કરોળિયાની વસ્તી વધારવા રોપણી પછી ૧૫-૨૦ દિવસે હેક્ટરે ૮૦ કિ.ગ્રા. પ્રમાણે ઘઉં/રજકાનું ભૂસું વેરવું.

• ગાભમારા અને પાન વાળનાર ઈયળના જૈવિક નિયંત્રણ માટે ઇયળની માદા ફૂદીએ મૂકેલ ઈંડાં પર પરજીવીકરણ માટે ટ્રાઈકોગ્રામા જાપોનીકમ અથવા ટ્રાઈકોગ્રામા ચીલોનીસ જાતોની ૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ ભમરીઓ પ્રતિ હેકટર મુજબ ખેતરમાં છોડવી.

• ડાંગરના મિત્ર કીટકો તેમજ પરભક્ષી/પરજીવી જીવાતોને ઓળખીને તેનું સંવર્ધન કરવાના તેમજ જાળવણીના પ્રયત્નો કરવા તેમજ કીટનાશકોનો ભલામણ મુજબ પ્રમાણ જાળવી છંટકાવ કરવો જેથી મિત્ર કીટકોનું સંવર્ધન અને જાળવણી થઇ શકે.

• ડાંગરના ઊભા પાકમાં ચૂસિયા જીવાત તેમજ ઈયળ નિયંત્રણ માટે નીમાસ્ત્ર (૨૦૦ લીટર પ્રતિ એકર), અગ્નિઅસ્ત્ર (૧૦ લીટર પાણીમાં ૪૦૦ મી.લિ.), બ્રહ્માસ્ત્ર (૧૦ લીટર પાણીમાં ૪૦૦ મી.લિ.), દસપર્ણી અર્ક (૬ થી ૮ લીટર અર્ક ૨૦૦ લીટર પાણીમાં એક એકર મુજબ) જેવા વાનસ્પતિક કીટનાશકોનો છંટકાવ કરવો.

• લશ્કરી ઇયળ (કટ વોર્મ)ના નિયંત્રણ માટે ઉપદ્રવિત ખેતરમાં સાંજના સમયે ઘાસની નાની-નાની ઢગલીઓ કરીને બીજા દિવસે સવારે તેને ઈયળ સહિત બાળી નાખવી.

• ડાંગરના ભુરા કાંસિયા અને ઢાલપક્ષ ભૂંગાના નિયંત્રણ માટે ઉપદ્રવિત ખેતરમાં પાક પર દોરડું ફેરવવાથી પુખ્ત કીટક પાણીમાં પડી જશે. ત્યારબાદ પુખ્ત કીટકોને ભેગા કરી કેરોસીનવાળા પાણીમાં ડુબાડીને નાશ કરવો. આ જીવાતોનો ઉપદ્રવ (ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં) વધુ જણાય તો અસરગ્રસ્ત વિસ્તારમાં જ કીટનાશકોનો ઉપયોગ કરવો. ધરો, દર્ભ જેવા નીંદણો પર તેની વૃદ્ધિ થતી હોવાથી આવા નીંદણોનો નાશ કરવો.

• પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાય તો આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો.

જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ અથવા જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.
*************************
[8/13, 4:14 PM] Dilip Gajjar.Mahiti.Press: *સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેતીવાડી વીજ પુરવઠાનો સમય ૨ કલાક વધારતા ખેતીવાડી વીજ વપરાશ દૈનિક ૪.૪ કરોડ યુનિટથી વધીને ૫.૨ કરોડ યુનિટ થયો :પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
—–
*આવતી કાલથી મહેસાણા જિલ્લામાં પણ ખેતીવાડી વીજ પુરવઠો ૮ થી વધારીને ૧૦ કલાક આપવાનું આયોજન*
—–
*રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૮૫.૫૭ લાખ હેક્ટર નોર્મલ વાવેતર વિસ્તારની સામે કુલ ૭૪.૮૫ લાખ હેક્ટર એટલે કે ૮૭.૪૮ ટકામાં કૃષિ વાવેતર*
—–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠક્માં વીજળી સંદર્ભે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગત્ કેબિનેટ બ્રિફિંગમાં સૌરાષ્ટ્રના ખેડુતોને ૮ની જગ્યાએ ૧૦ કલાક વીજળી આપવાનો હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત તા. ૦૯ ઓગષ્ટ, ૨૦૨૫થી સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેતીવાડી વીજ પુરવઠો ૮ કલાકથી વધારી ૧0 કલાક આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. જેના પરિણામે ખેતીવાડી વીજ વપરાશ દૈનિક ૪.૪ કરોડ યુનિટથી વધીને ૫.૨ કરોડ યુનિટ જેટલો થયો છે. આ ખેડૂતલક્ષી નિર્ણયથી અંદાજે ૧૨ લાખ ખેતીવાડી કૃષિ વીજ જોડાણોને લાભ મળી રહ્યો છે.

વધુમાં પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આગામી તા. ૧૪ ઓગષ્ટથી મહેસાણા જિલ્લામાં પણ ખેતીવાડી વીજ પુરવઠો ૮ કલાકથી વધારીને ૧૦ કલાક આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી મહેસાણા જિલ્લાના આશરે ૪૩ હજાર ખેતીવાડી કૃષિ વીજ જોડાણોને લાભ મળશે.

રાજ્યમાં કૃષિ વાવેતરની સ્થિતિ અંગે પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશમાં, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૮૫.૫૭ લાખ હેક્ટર નોર્મલ વાવેતર વિસ્તારની સામે કુલ ૭૪.૮૫ લાખ હેક્ટર એટલે કે ૮૭.૪૮ ટકામાં કૃષિ પાકોનું વાવેતર થયું છે. જેમાં તેલીબીયા પાકનું વાવેતર ૨૬.૯૪ લાખ હેક્ટર વિસ્તારમાં, મગફળીનું ૨૦.૫૪ લાખ હેક્ટરમાં, કપાસનું ૨૦.૫૮ લાખ હેક્ટરમાં, ધાન્ય પાકનું ૧૨.૮૮ લાખ હેક્ટરમાં, ડાંગરનું ૮.૪૪ લાખ હેક્ટરમાં, મકાઇનું ૨.૭૨ લાખ હેક્ટરમાં, કઠોળ પાકનું ૩.૪૮ લાખ હેક્ટરમાં તેમજ ઘાસચારાનું વાવેતર ૮.૦૨ લાખ હેક્ટરમાં કરવામાં આવ્યું છે. આમ, ખરીફ ઋતુમાં હાલની સ્થિતી એ કૃષિ પાકોનું ખૂબ જ સારું વાવેતર નોંધાયેલ છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
—–
જીગર બારોટ
[8/13, 4:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડિખમ – પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ*
—————————-
*વિપક્ષ આ મુદ્દે રાજકારણ કરીને આદિવાસી પ્રજા સહિત સમગ્ર ગુજરાતને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહી છે – મંત્રીશ્રી ઋષિકેશ પટેલ*

*:- પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ -:*

 રાજ્યસભામાં આ પ્રોજેક્ટ સંદર્ભે ફક્ત જવાબ આપવામાં આવ્યો છે , કોઇપણ નવો DPR(ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ) રજૂ કરાયો નથી

 પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સંદર્ભે વર્ષ-2017માં બનેલા DPR બાદ નવો કોઇપણ DPR બન્યો નથી કે ક્યાંય રજૂ થયો નથી

———————————-
રાજ્ય સરકારના પ્રવક્તા અને સિનિયર કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના વર્ષ 2022માં લીધેલ નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડિખમ છે.
તેમણે આ યોજના સંદર્ભેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ વર્ષ 1980માં પ્રથમ વખત તત્કાલીન સરકાર દ્વારા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ વર્ષ 2011માં આ પ્રોજેક્ટને ફરીથી તત્કાલીન કેન્દ્ર સરકારના વડાપ્રધાન સ્વ. શ્રી મનમોહન સિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ – 2017માં આ પ્રોજેક્ટનો વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ DPR સંબંધિત મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટને સ્થગિત કરવા અંગેની જાહેરાત વર્ષ-2022 માં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને નવસારીના સાસંદ સી.આર.પાટીલ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી.
ત્યારથી લઇ આજદિન સુધી ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટને લઇને કોઇપણ મુવમેન્ટ કરાઇ નહીં.

તાજેતરમાં રાજ્ય સભામાં 10 ફેબ્રુઆરી 2025 અને 27 જુલાઈ 2025ના રોજ પાર-તાપી-નર્મદા નદી જોડાણ પ્રોજેક્ટ સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં આ પ્રોજેક્ટ સંદર્ભેના DPRનો જવાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઇપણ પ્રોજેક્ટનો DPR ક્યારેય વૈધાનિક સંસ્થા એટલે કે લોકસભા, રાજ્યસભા કે વિધાનસભામાં રજૂ કરાતો નથી તે હંમેશા સંબંધિત મંત્રાલયમાં જ રજૂ કરાય છે.
રાજ્યસભામાં જે DPRનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પણ વર્ષ-2017 નો જ છે અને વર્ષ 2017 પછી કોઇપણ નવો DPR જાહેર કરાયો નથી.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે પણ 10મી ઑગસ્ટના દિવસે સ્પષ્ટપણે જાહેર કર્યું કે, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનો આ પ્રોજેક્ટને આગળ વધારવાનો કોઇ ઉદ્દેશ્ય નથી.
ગુજરાત સરકારે પણ કેબિનેટ બેઠકમાં આ પ્રોજેક્ટને આગળ ન વધારીને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 2022 માં આ પ્રોજેક્ટને સ્થગિત કરવાના નિર્ણય પર આજે પણ સરકાર અડગ છે.
પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, વિપક્ષે આ મુદ્દે રાજકારણ કરીને આદિવાસી પ્રજા સહિત સમગ્ર ગુજરાતને પોતાના રાજકીય હિત માટે ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરવા જોઇએ નહી.
ગુજરાત સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે હંમેશા કટિબધ્ધ છે.
————————————–
[8/13, 4:55 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાના ૨૮ આદિવાસી બાળકો ચેન્નાઈના શ્રીહરિકોટા સ્થિત ઈસરોનો પ્રવાસ પૂર્ણ કરી સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા*
———-
*આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને આવકાર્યા: વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા, રોચક અનુભવો જાણ્યા*
——-
 *નવાચાર સમાન શૈક્ષણિક પ્રવાસ બાળકોની કલ્પના અને સપનાને નવી ઉડાન આપે છે*
 *તાપી જિલ્લાની નવીન પહેલ પ્રેરણાદાયી: રાજ્યના અન્ય આદિજાતિ જિલ્લાઓમાં શૈક્ષણિક પ્રેરણા પ્રવાસના નવતર પ્રયોગનું અમલીકરણ કરાશે*
:*આદિજાતિ, શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર*
———-
*સરકારી શાળાના વિદ્યાર્થીઓ પ્રતિભા અને તેજસ્વિતાનું પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ*
——–
*ઈસરોનો પ્રવાસ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા પૂરી પાડનાર અનુભવ સાબિત થયો*
———
માહિતી બ્યુરો-સુરત: બુધવાર: ‘તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાના ૨૮ આદિવાસી બાળકોએ પ્રથમ વખત ચેન્નાઈ ખાતે ઈસરોની મુલાકાત લીધી હતી. ઈસરો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આજે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ તમામ વિદ્યાર્થીઓને આવકારવા પહોંચ્યા હતા અને સુરત એરપોર્ટના કોન્ફરન્સ હોલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા, તેમના રોચક અનુભવો જાણ્યા હતા. તાપીના તારલાઓએ શ્રીહરિકોટા સ્થિત, ‘સ્પેસપોર્ટ ઑફ ઈન્ડિયા’ તરીકે વિશ્વપ્રસિદ્ધ સતિષ ધવન સ્પેસ સેન્ટર (ઈસરો)ની મુલાકાત તેમજ જીવનની પ્રથમ આકાશી ઉડાનના અનુભવોને વાગોળ્યા હતા.
આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રોજેક્ટ ‘વિજ્ઞાન સેતુ- તાપી કે તારે’ અંતર્ગત તાપી જિલ્લાની ૧૫ સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના ૨૮ આદિવાસી બાળકોએ તા.૧૦થી ૧૩ ઓગષ્ટ દરમિયાન ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરનો શૈક્ષણિક પ્રવાસ કર્યો હતો.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌ પ્રથમવાર વિશેષરૂપે આદિજાતિ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે, વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે આકર્ષણ વધે એ માટે માટે તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી નવીન પહેલ પ્રેરણાદાયી છે. શિક્ષણના સંગમ સમાન આ પ્રોજેક્ટ- શૈક્ષણિક પ્રેરણા પ્રવાસના નવતર પ્રયોગનું રાજ્યના અન્ય આદિજાતિ જિલ્લાઓમાં અમલીકરણ થાય એ દિશામાં સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવશે. તાપી જિલ્લાની જેમ આદિજાતિ જિલ્લાઓના બાળકો પણ પ્રેરક શૈક્ષણિક પ્રવાસમાં ભાગ લઈ કારકિર્દીનું નવું ભાથું મેળવે એ માટે આદિજાતિ વિભાગ સક્રિયપણે યોગદાન આપશે.
મંત્રીશ્રીએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, આદિજાતિ બાળકો માટે આ પ્રેરણાપ્રવાસ જીવનભરનું સંભારણું બની રહેશે તેમજ વિજ્ઞાન, ટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પગથિયા સમાન બનશે. આ પ્રકારના નવાચાર સમાન પ્રવાસ બાળકોની કલ્પના અને સપનાને નવી ઉડાન આપે છે.
શ્રી ડીંડોરે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાનશ્રી લાલબહાદુર શાસ્ત્રીએ દેશને ‘જય જવાન, જય કિસાન’ નારો આપેલો, સ્વ.અટલબિહારી વાજપેયીએ ‘જય જવાન, જય કિસાન’ની સાથે ‘જય વિજ્ઞાન’ અને દેશના વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ‘જય અનુસંધાન’ના નારા ઉમેરી વિજ્ઞાન અને અનુસંધાનની મહત્તાને ઉજાગર કરી છે.
તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, ૨૮ આદિજાતિ વિદ્યાર્થીઓએ ISROના સંશોધન કાર્ય, અવકાશ વિજ્ઞાન અને ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓને નજીકથી જાણી છે. ચોખાના રોટલા ખાનારા વિદ્યાર્થીઓએ ચેન્નાઈમાં ઢોસાનો સ્વાદ ચાખ્યો છે. સરકારી શાળાના વિદ્યાર્થીઓ પ્રતિભા અને તેજસ્વિતાનું પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે આ સમૂહના મહત્તમ વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક બની દેશસેવા કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
ઈસરો મુલાકાત દરમિયાન બાળકોએ ISROના સંશોધન કાર્ય અને અવકાશ વિજ્ઞાન વિશે ઊંડાણપૂર્વક જાણકારી લીધી તેમજ ઉત્સુકતાભેર વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પાસેથી નવા અનુભવો મેળવ્યા હતા.
ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરનો પ્રવાસ અમારા માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા પૂરી પાડનાર અનુભવ સાબિત થયો છે એમ તમામ વિદ્યાર્થીઓએ એકસૂરે જણાવ્યું હતું.
આ પ્રસંગે તાપીના પ્રાયોજના વહીવટદારશ્રી જયંતસિંહ રાઠોડ, સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
.
*કઈ રીતે થઈ હતી વિદ્યાર્થીઓની પસંદગી પ્રકિયા?*
. . . . . . . . . . . . .
ઈસરોના એક્સપોઝર વિઝીટ માટે પસંદગીની પ્રક્રિયામાં તાપી જિલ્લાના આદિજાતિ વિભાગ હસ્તકની શાળા અને સરકારી શાળા મળી કુલ ૧૫ શાળાઓના ધોરણ ૧૧-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની ૧૦૦ ગુણની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધોરણ ૦૯ અને ૧૦ના વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્નપત્ર તૈયાર કરાયું હતું. બાળકો માટે આ પરીક્ષા જ્ઞાન અને તર્કબુદ્ધિની ચકાસણીનું એક અનોખું મંચ બની હતી. ઉત્તમ ગુણ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રવાસ માટે પસંદ કરાયા હતા.
.
*ઈસરો પ્રવાસ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન-વિજ્ઞાનની સફર બન્યો*
. . . . . . . . . .
વિદ્યાર્થીઓએ શ્રીહરિકોટા સ્થિત, ‘સ્પેસપોર્ટ ઑફ ઈન્ડિયા’ તરીકે વિશ્વપ્રસિદ્ધ સતિષ ધવન સ્પેસ સેન્ટર (ઈસરો)ની મુલાકાત, લઈ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના હૃદયસ્થળ ગણાતા આ કેન્દ્રમાં લોન્ચ બેઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન ટેક્નોલોજી, રોકેટ લોન્ચિંગ પ્રકિયાનું મોનિટરિંગ, રૉકેટની સ્થિતિ, ઓરબીટ અને વૈજ્ઞાનિક ગતિવિધિઓને નજીકથી નિહાળી હતી. વ્હિકલ એસેમ્બલી બિલ્ડિંગ, લોન્ચ ટાવર, ફ્યુઅલિંગ સિસ્ટમ અને કાઉન્ટડાઉન વિસ્તાર વૈજ્ઞાનિકો પાસેથી રૉકેટના પ્રકારો, સેટેલાઈટના ઉપયોગો, લોન્ચિંગ પ્રોસેસ, તેમજ અવકાશમાં આવતા પડકારો વિશે માહિતી મેળવી હતી.
-૦૦-
[8/13, 7:12 PM] Dilip Gajjar.Mahiti.Press: *તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ*
************************
*રાજ્યના ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ દુકાનોમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્રના દરોડા મારીને તપાસ હાથ ધરાઈ*
************************
*તપાસ દરમિયાન ગેરરીતી કરતા ૧૨૬ એકમો સામે ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ; માંડવાળ ફી તરીકે એકમો પાસેથી કુલ રૂ. ૫,૯૧,૫૦૦ વસૂલાયા*
************************
જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના ભાગરૂપે આજે રાજ્ય સરકારની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા રાજ્યના ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ જેટલી મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટ અને ગિફ્ટ વગેરેની દુકાનોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગેરરીતી કરતા કુલ ૧૨૬ એકમો સામે ગુન્હાઓ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને માંડવાળ ફી તરીકે તેમની પાસેથી કુલ રૂ. ૫,૯૧,૫૦૦ રકમ વસૂલ કરવામાં આવી હતી.

કાનૂનીમાપ વિજ્ઞાન તંત્રના નાયબ નિયંત્રક, મદદનીશ નિયંત્રક તેમજ ઇન્સપેક્ટરો દ્વારા હાથ ધરાયેલી આ તપાસણી દરમિયાન વજનમાં ઓછું આપીને ગ્રાહકને છેતરવો, વજન કાંટાનું ફેરચકાસણી, મુદ્રાંકન ન કરાવવુ, ખરાઇ પ્રમાણપત્ર પ્રદર્શીત ન કરવુ, પેકર રજીસ્ટ્રેશન ન કરવું વગેરે જેવી ગેરરીતિઓ સામે આવી હતી. આ અંગે વધુ તપાસની કાર્યવાહી હાલમાં ચાલુ છે.

અત્રે નોંધનીય છે કે, જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ગ્રાહકો મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટસ તેમજ ગીફ્ટ સહિતની અન્ય વસ્તુઓની ખરીદી કરતા હોય છે. જેમાં ઘણી વખત ગ્રાહકોને ખરીદી દરમિયાન વજનમાં છેતરવામાં આવતા હોય છે. રાજ્યના નાગરીકો આવા કોઈ બનાવનો ભોગ ન બને અને ગ્રાહકો પણ પોતાના અધિકારોથી જાગૃત થાય તે કાનૂની માપ વિજ્ઞાન તંત્રનો મૂળ ઉદ્દેશ્ય છે. એટલા માટે જ, આજે કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યની વિવિધ મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટસ અને ગિફ્ટ શોપ વગેરે પર તંત્રના કાયદા-નિયમોની જોગવાઇઓનું પાલન થાય તે માટે રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
*********************
નિતિન રથવી
[8/13, 8:50 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાષ્ટ્રપ્રેમના રંગમા રંગાયું અમદાવાદ : કુબેરનગર ખાતે આવેલી આદર્શ સ્કૂલથી મેઘાણીનગર રામેશ્વર સર્કલ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ*
***
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’*
***
*તિરંગો સમગ્ર દેશના લોકોને એક કરે છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
***
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

• ઓપરેશન સિંદૂરની સફળતાથી રાષ્ટ્રભાવના પ્રબળ બની
• હર ઘર તિરંગાની ઉજવણીમાં વડાપ્રધાન શ્રી ની પ્રેરણાથી સ્વચ્છતાનો આયામ ઉમેરાયો છે
• સ્વદેશી અપનાવીને આર્થિક આઝાદી થકી તિરંગાનું સન્માન વધારીએ
***
*દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ*
***
*પોલીસની અશ્વ રેલી, બાઈક રેલી, પોલીસ બેન્ડની સુરાવલીઓ, બીએસએફ જવાનો, એનસીસી તેમજ શાળાનાં બાળકો વચ્ચે માહોલ બન્યો દેશભક્તિમય*
***
*તિરંગા યાત્રામાં અમદાવાદ મહાનગરપાલિકાના કુલ ૪ ટેબ્લો ‘સ્વચ્છ શહેર અમદાવાદ’, ‘ ઓપરેશન સિંદૂર’, ‘ ગૌ ગણેશ’, ‘મિશન ૪ મિલિયન ટ્રી’ જોવા મળ્યા*
***

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને ત્યાગને યાદ કરીને લોકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી આદર્શ સ્કૂલથી મેઘાણીનગર રામેશ્વર સર્કલ સુધી હજારો અમદાવાદીઓની ઉપસ્થિતિને કારણે સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર અમદાવાદ રંગાયું હતું.

રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ-ગાંધીનગર અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘ભવ.ય તિરંગા યાત્રા’ને તિરંગો લહેરાવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીગણ અને મહાનુભાવો તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા.

આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતીક આપણા તિરંગા પ્રત્યે આદર સન્માન જાગે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તિરંગા યાત્રા યોજાય છે, આજે આ અભિયાન સૌ માટે પ્રેરણાદાઈ બન્યું છે. સાથે સાથે તિરંગો સમગ્ર દેશના લોકોને એક કરે છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા જે પરાક્રમ દેખાડ્યું છે, તેના પરિણામે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બની છે. વડાપ્રધાનનું સ્પષ્ટ માનવું છે કે, તિરંગો લોકોને એક સાથે લાવે છે. આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા, આજે આપણે તિરંગો ફરકાવીને આઝાદીના ૧૦૦મા વર્ષે વિકસિત ભારતના નિર્માણ માટે કર્તવ્યબદ્ધ અને સંકલ્પબદ્ધ થવાનું છે.

આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે તિરંગા યાત્રામાં સ્વચ્છતાનો નવો આયામ ઉમેરીને સૌ નાગરિકોમાં દેશભક્તિની સાથે સાથે સ્વચ્છતા અંગે કર્તવ્યબદ્ધ થવા આહ્વાન કર્યું છે. રાજ્ય સરકાર હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાને સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યું છે.

વડાપ્રધાનશ્રીના લોકલ ફોર વોકલ અભિયાન અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, હર ઘર તિરંગા અભિયાન નેશન ફર્સ્ટની ભાવના જનજનમાં જગાડે છે. એટલું જ નહીં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌ કોઈ દેશવાસીઓને સ્વદેશી વસ્તુ અપનાવવા અને લોકલ ફોર વોકલનો પણ મંત્ર આપ્યો છે. સ્વદેશી અપનાવીને આર્થિક આઝાદી થકી તિરંગાનું સન્માન વધારવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ તિરંગા યાત્રા અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી આદર્શ સ્કૂલથી શિવ નારાયણ સોસાયટી વિભાગ ૦૧ થઇ, શિવાજીનગર, અમરાજીનગર ગલી નંબર ૦૪ અને ૦૫, અમરાજીનગર ગલી નંબર ૦૩, વિદ્યાનગર, સાવધાનનગર, રવિ રો-હાઉસ, રબારી વાસ, અરવિંદનગર થઇ રામેશ્વર સર્કલ પાસે સમાપન થયું હતું.

આ તિરંગા યાત્રામાં અમદાવાદ સ્કૂલ બોર્ડના બાળકો તેમજ શિક્ષકો ૨૧૫૧ ફૂટ લાબા તિરંગા સાથે નીકળ્યા હતા, જેનાથી આ તિરંગા યાત્રાની ભવ્યતામાં વધારો થયો હતો.

આ યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃત્તિક ગ્રૂપો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી ‘તિરંગા પદયાત્રા’માં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા.

આ તિરંગા યાત્રામાં ડીજેના તાલે ‘મેરી શાન તિરંગા’, ‘મેરા મુલ્ક મેરા દેશ’, ‘વંદે માતરમ્’, ‘સારે જહાં સે અચ્છા’, ‘એ મેરે વતન કે લોગો’ સહિતના ગીતોથી તિરંગા યાત્રા રૂટ પરના તમામ માર્ગો પર દેશભક્તિનો માહોલ ઉભો થયો હતો.

આ તિરંગા યાત્રામાં અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના સાંસદશ્રીઓ, અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલર શ્રી, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, શહેર પોલીસ કમિશનર શ્રી જી. એસ. મલિક, અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ – પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ યાત્રામાં પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન, એસ.આર.પી.ના જવાનો, પોલીસ બેન્ડ, ફાયરના જવાનો, વિવિધ શાળાઓનાં બાળકો, રમતવીરો, વિવિધ સમાજ લોકો અને આગેવાનો તથા ખૂબ જ મોટી સંખ્યામાં શહેરીજનો સહિત આશરે ૩૦,૦૦૦થી વધુ લોકો તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. અમદાવાદ મહાનગર પાલિકાના કુલ ૪ ટેબ્લો , ‘સ્વચ્છ શહેર અમદાવાદ’, ‘ ઓપરેશન સિંદૂર’, ‘ ગૌ ગણેશ’, ‘મિશન ૪ મિલિયન ટ્રી’ પણ આ તિરંગા યાત્રામાં જોવા મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતની આઝાદીના ૭૯મા વર્ષમાં રાષ્ટ્ર નિર્માણની પ્રતિબદ્ધતા માટે ભારતીય રાષ્ટ્રધ્વજ એ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજના સન્માનમાં ૨થી ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા પખવાડિયા દરમ્યાન રાજ્યના લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે એ માટે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ તથા ‘તિરંગા યાત્રા’ કાર્યક્રમનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
***
[8/13, 8:50 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1wCRX_3z3CM_CpYkOEBY48_LJxpD10Sr0
[8/14, 11:10 AM] Dilip Gajjar.Mahiti.Press: *‘હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા’ અંતર્ગત વિવિધ કાર્યક્રમમાં*
*રાજ્યભરમાંથી ૧.૨૦ લાખથી વધુ શાળા –કોલેજોના ૨૨.૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા*
***********
*તિરંગા યાત્રાને વધુ સફળ બનાવવા માટે અંદાજિત ૫૦ લાખથી વધુ તિરંગાનું રાજ્યભરમાં વિતરણ*
***********
રાષ્ટ્રધ્વજના સન્માનમાં તા.૮થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ‘સ્વતંત્રતા સપ્તાહ’ ઉજવવામાં આવી રહ્યું છે. રાજ્યના નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ, સ્વચ્છતા તેમજ દેશ પ્રત્યે વધુ રાષ્ટ્ર ભાવના આવે તે માટે ‘રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત તા.૦૮ થી ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં તિરંગા સાથે સેલ્ફી કાર્યક્રમમાં ૫.૪૫ લાખથી વધુ નાગરિકો, સ્વચ્છતા ડ્રાઈવમાં ૫.૩૭ લાખથી વધુ તેમજ તિરંગા યાત્રામાં ૧૬ લાખથી વધુ એમ કુલ મળીને ૨૬ લાખથી વધુ દેશભક્ત નાગરિકો જનભાગીદારીથી જોડાયા હતા.

ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં તિરંગાયાત્રાના આયોજનની સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો આયોજન પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તા.૧૦ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ૬૦ હજારથી વધુ નાગરિકોની જનભાગીદારીથી તિરંગા યાત્રાનું સુરત ખાતે સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં ‘હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની ૧.૨૦ લાખથી વધુ શાળા –કોલેજો મળીને ૨૨.૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓએ દેશભક્તિને રજૂ કરતી ચિત્રકલા, રંગોળી, પત્રલેખન, ક્વીઝ, વેશભૂષા, મહેંદીની સ્પર્ધામાં જોડાયા હતા.

આ ઉપરાંત વડોદરા ખાતે તા.૧૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ૨૫ હજાર નાગરિકો ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રામાં જોડાઈને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. રાજ્યભરમાં તિરંગા યાત્રાને વધુ સફળ બનાવવાં માટે અંદાજિત ૫૦ લાખથી વધુ તિરંગાનું યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા વિનામૂલ્યે વિતરણ કરાવવામાં આવ્યું હતું તેમ યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિ કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ‘હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા’ની થીમ અંતર્ગત તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ભરૂચ, નર્મદા, અમદાવાદ, સુરેન્દ્રનગર, છોટા ઉદેપૂર, આણંદ, નવસારી, મહેસાણા, મોરબી, વડોદરા, અરવલ્લી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, દાહોદ, પોરબંદર, જામનગર, બનાસકાંઠા, પંચમહાલ, ડાંગ જિલ્લામાં તેમજ તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સાબરકાંઠા, કચ્છ, પાટણ, આણંદ, મહેસાણા, વલસાડ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં તથા તા.૧૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર ખાતે શાળા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત તા. ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ભરૂચ, રાજકોટ, પાટણ, ગાંધીનગર અને ડાંગ જિલ્લામાં તા. ૧૩ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ બોટાદ, નવસારી, મોરબી, રાજકોટ જિલ્લામાં તેમજ તા. ૧૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ભરૂચ, રાજકોટ, જામનગર ગાંધીનગર જિલ્લામાં શાળા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ ‘સ્વચ્છતા અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સિવાય તા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરપાલિકાઓ ખાતે શાળા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ ‘ધ્વજ વંદન’ના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

– પ્રિન્સ ચાવલા

************
[8/14, 11:44 AM] Dilip Gajjar.Mahiti.Press: *સરપંચોના નૈતિક અને નવીન વિચારોથી ખીલી ઉઠ્યા ગુજરાતના ત્રણ આદર્શ ગામ*
**********************
*એક મહિલા સરપંચ સહિત ગુજરાતના ત્રણ સરપંચને નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ*
**********************
*કચ્છના ભીમાસર, ભરૂચના અખોડ અને નવસારીના સુલતાનપુર ગામના સરપંચોએ ગ્રામ વિકાસની નવી પરિભાષા ઘડી*
**********************
*આ ત્રણેય ગામને “મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટ” અને “ઓડીએફ પ્લસ મોડેલ વિલેજ”નો દરજ્જો મળ્યો*
**********************
ગુજરાત એવું રાજ્ય છે જેની ઓળખ તેના વિકાસની ગતિ અને અન્યોને પ્રેરણા આપતા દૂરંદેશી વિઝનથી થાય છે. આવા સુંદર ગુજરાત રાજ્યના ગામડાઓ પણ આજે વિકાસના પંથે તેજ ગતિએ આગળ વધી રહ્યા છે. કચ્છ જિલ્લાના ભીમાસર, ભરૂચ જિલ્લાના અખોડ અને નવસારી જિલ્લાના સુલતાનપુર જેવા આદર્શ ગામોના પ્રગતિશીલ સરપંચોએ પોતાના સકારાત્મક વિચારોથી ગામડામાં પણ શહેરો જેવી સુવિધા વિકસાવીને ગ્રામ વિકાસની નવી પરિભાષા ઘડી છે. આ ગામોની પ્રગતિ ફક્ત સરકારી યોજનાઓનો અમલ નથી, પરંતુ સરપંચો દ્વારા ગામને પોતાનું ઘર માનીને કરાયેલા પ્રયાસોનું એક ઉત્તમ ઉદાહરણ છે.

ગામના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહીને પોતાના ગામને “મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટ”નું સન્માન અપાવ્યું છે. આ ત્રણેય ગામના સરપંચોને ૧૫મી ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને નવી દિલ્હી ખાતે આયોજિત ઉજવણી સમારોહમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. ગુજરાતના આ ત્રણ સરપંચોમાં એક મહિલા સરપંચ પણ છે, જેમણે નારીશક્તિના દ્રઢ સંકલ્પ અને મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

*ભીમાસરના મહિલા સરપંચ: ગામના માતા બન્યા*
કચ્છના ભીમાસર ગામના મહિલા સરપંચ શ્રીમતી ડાઈબેન હુંબલે પોતાના ગામને માત્ર સ્વચ્છ જ નહીં, પણ સમૃદ્ધ બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ આજે ભીમાસર ગામના દરેક ઘરમાં શૌચાલય, વેસ્ટ નિકાલ માટે આખા ગામમાં સીવેજ વ્યવસ્થા, ડોર-ટૂ-ડોર વેસ્ટ કલેક્શન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. પરિણામે, આજે ભીમાસર ગામ સ્વચ્છ ભારત મિશન હેઠળ ‘ઓડીએફ પ્લસ મોડેલ વિલેજ’બન્યું છે. તેમણે ગામમાં ગ્રીન કવર વધારવા “ગ્રીન ભીમાસર પ્રોજેક્ટ” અમલમાં મૂકીને ગ્રામજનોને પરિવાર દીઠ ૧૦ વૃક્ષોનું વાવેતર કરવાનું પણ આહ્વાન કર્યું હતું.

પરંતુ ડાઈબેન આટલામાં ક્યાં અટકવાના હતા? તેમણે ગામની ૨૦૦ એકર ગૌચર જમીનમાં “વ્રજ ભૂમિ ફાર્મ” બનાવીને તળાવના પાણીના ઉપયોગથી તેમાં ગાયોને ચરવા માટે ઘાસ ઉગાડ્યું છે. આનાથી ગામના પશુઓને ઘાસ તો મળે જ છે, પણ ગામના જ લોકોને રોજગારી પણ મળી રહી છે. આ જમીનમાં ભવિષ્યમાં દબાણ ન થાય તે માટે ફરતી બાજુ ૧૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરીને RCCના પિલર પણ ઊભા કરવામાં આવ્યા છે. ભીમાસર ગામમાં આજે જાહેર પુસ્તકાલય, પી.એચ.સી., પોસ્ટ ઓફિસ, બેન્ક, ગૌશાળા તેમજ પ્રાથમિકથી લઈ માધ્યમિક શાળા સુધીની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. ડાઈબેનની દીર્ઘદ્રષ્ટિ અને કુશળતાના પરિણામે ભીમાસર ગામને અત્યાર સુધીમાં કુલ ૧૩ રાષ્ટ્રીય પુરસ્કારોનું ગૌરવ પ્રાપ્ત થયું છે.

*સુલતાનપુરના સરપંચ: ગામના સમાજસેવક બન્યા*
નવસારી જિલ્લાના સુલતાનપુર ગામના સરપંચ શ્રી શશિકાંતભાઈ પટેલે તેમના ગામને માત્ર સુવિધા સંપન્ન જ નહીં, પરંતુ સામાજિક રીતે પણ સશક્ત બનાવ્યું છે. તેમણે ગામના કોઈપણ ઘરમાં દીકરીના જન્મ પર પરિવારને રૂ. ૫,૦૦૦ની સહાય આપવાની પહેલ કરીને ‘બેટી બચાવો’ અભિયાનને વેગ આપ્યો છે. આ ઉપરાંત ગામમાં ગ્રે વોટર (ડહોળા પાણી)ના વ્યવસ્થાપન માટે શ્રેષ્ઠ કિચન ગાર્ડન ધરાવતા લોકોને પણ ઈનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે, જેથી ગામના વધુમાં વધુ લોકો કિચન ગાર્ડન બનાવવા પ્રોત્સાહિત થાય.

સુલતાનપુર ગામની સૌથી પ્રેરણાદાયક વાત તો એ છે કે, આ ગામના જાહેર શૌચાલયમાં દિવ્યાંગો માટે બ્રેઇલ લિપિમાં સાઈનબોર્ડ લગાવવામાં આવ્યા છે. આવી સંવેદનશીલ પહેલ કરનારું ગુજરાતનું આ સૌપ્રથમ ગામ છે. આટલું જ નહીં, સ્વચ્છ ભારત મિશનના તમામ માપદંડો પર ૧૦૦ ટકા સિદ્ધિ મેળવીને સુલતાનપુર ‘ઓડીએફ પ્લસ મોડેલ વિલેજ’ બન્યું છે. શ્રી શશિકાંતભાઈની માનવતાવાદી વિચારસરણી અને સમાજ પ્રત્યેની સંવેદનશીલતાએ સુલતાનપુરને એક આદર્શ ગામ બનાવ્યું છે.

*અખોડના સુકાની: પર્યાવરણના રક્ષક બન્યા*
ભરૂચ જિલ્લાના અખોડ ગામના સરપંચ શ્રી નરેન્દ્રસિંહ સોલંકી ગામને સ્વચ્છતા અને જળ વ્યવસ્થાપનના ક્ષેત્રે ટોચ પર લાવ્યા છે. તેમનું સૌથી મોટું યોગદાન ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં છે, જે નેનો એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ સિસ્ટમ દ્વારા ચાલે છે. આ પ્લાન્ટ માત્ર પાણીની બચત જ નહીં, પણ વીજળી અને માનવબળના ખર્ચમાં પણ ઘટાડો કરે છે. પાણીના ટ્રીટમેન્ટ માટે ઔષધીય વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે અને શુદ્ધ કરાયેલા પાણીનો ખેતી માટે યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે.

આ ઉપરાંત તેમણે ગામના જૂના તળાવોને ઊંડા કરીને અને નવા તળાવોનું નિર્માણ કરીને ગામની જીવાદોરીને મજબૂત કરી છે. અખોડ ગામ પણ સ્વચ્છ ભારત મિશનના તમામ માપદંડો પર ૧૦૦ ટકા સિદ્ધિ મેળવીને ‘ઓડીએફ પ્લસ મોડેલ વિલેજ’ બન્યું છે. સાથે જ, ગામના ૧૦૦ ટકા ઘરોમાં ‘નલ સે જલ’ થકી પાણી પહોંચી રહ્યું છે. શ્રેષ્ઠ કામગીરી બદલ અખોડ ગામને પણ વિવિધ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. શ્રી નરેન્દ્રસિંહની નવીન વિચારધારાએ અખોડને સ્માર્ટ અને આત્મનિર્ભર ગામ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

*ત્રણ ગામ, એક જ સંકલ્પ*
આ ત્રણેય ગામોની સફળતા દર્શાવે છે કે, જ્યારે લોકો દ્વારા ચૂંટાયેલા સરપંચો સેવા અને સમર્પણના ભાવથી કામ કરે છે, ત્યારે ગામના વિકાસને કોઈ રોકી શકતું નથી. સ્વચ્છતા, જળ વ્યવસ્થાપન, શિક્ષણ, પર્યાવરણ અને સામાજિક સશક્તિકરણ – આ ત્રણેય ગામોએ દરેક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ ગામો માત્ર ગુજરાત માટે જ નહીં, પણ સમગ્ર દેશ માટે એક પ્રેરણાસ્ત્રોત છે, જે ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાના માર્ગ પર આગળ વધી રહ્યા છે. એટલા માટે જ, આ ગામના દૂરંદેશી સરપંચોને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
******************
નિતિન રથવી
[8/14, 12:24 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ૭૯માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવશે*
…………….
*આ પ્રજાજોગ સંદેશનું વિવિધ ટીવી ચેનલ્સ પરથી પ્રસારણ કરાશે*
…………….
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ૭૯માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવશે. આ પ્રજાજોગ સંદેશ આજે તારીખ ૧૪ ઓગષ્ટના રોજ વિવિધ ટીવી ચેનલ્સ પર પ્રસારિત થશે.

વી.આર. લાઈવ ન્યુઝ ચેનલ પર સાંજે ૬.૩૦ વાગ્યે, ઝી-૨૪ કલાક ન્યુઝ ચેનલ પર સાંજે ૬.૩૦ વાગ્યે, નિર્માણ ન્યુઝ ચેનલ પર સાંજે ૭:૦૦ વાગ્યે, બુલેટિન ઇન્ડિયા ન્યુઝ ગુજરાત ચેનલ પર સાંજે ૬:૦૦ વાગ્યે, ન્યુઝ કેપિટલ ચેનલ પર સાંજે ૬:૧૫ વાગ્યે, મંતવ્ય ન્યુઝ ચેનલ પર સાંજે ૦૫:૪૫ વાગ્યે, ઇન્ડિયા ન્યુઝ ગુજરાત ચેનલ પર ૭: ૩૦, ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલ પર સાંજે ૬.૩૦ વાગ્યે, ટી.વી.૧૩ ચેનલ પર સાંજે ૬.૩૦ વાગ્યે પ્રસારિત થશે.

આ ઉપરાંત, સી.એન.બી.સી. બજાર પર સાંજે ૭:૦૦ વાગ્યે, GTPL ચેનલ પર સાંજે ૬:૩૦ વાગ્યે, ઇન-કેબલ ટી.વી. ચેનલ ઉપર રાત્રે ૭.૩૦ વાગ્યે પણ મુખ્યમંત્રીશ્રીનો પ્રજાજોગ સંદેશ પ્રસારિત થશે.

મુખ્યમંત્રીશ્રીના આ સંદેશનું પ્રસારણ ડીડી ગીરનાર ચેનલ પરથી આવતી કાલે ૧૫ ઓગષ્ટના સવારે ૯.૦૦ વાગ્યે થવાનું છે.
……
[8/14, 12:56 PM] +91 81289 64121: શ્રી નરેન્દ્રસિંહ સોલંકી, સરપંચ અખોડ
[8/14, 12:56 PM] +91 81289 64121: શ્રી શશીકાંતભાઈ પટેલ, સરપંચ, સુલતાનપુરા
[8/14, 12:57 PM] +91 81289 64121: શ્રીમતી ડાઇબેન હુંબલ, સરપંચ, ભીમાસર
[8/14, 3:59 PM] Dilip Gajjar.Mahiti.Press: *૭૯માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ*
**********************
*:: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ::*
● *આઝાદીના સાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને ભારત સ્વતંત્રતાની શતાબ્દી તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે*
 
● *આતંકવાદ કે દેશની સુરક્ષા-સલામતિ સામેનો કોઈ કાંકરીચાળો ભારતમાં ચાલશે નહીં, એવો સાફ સંકેત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દુનિયાને આપ્યો છે*
 
● *ગુજરાતમાં આપણે ગામે-ગામ અને નગરો-શહેરોમાં હર ઘર તિરંગા અભિયાનથી જનજનમાં રાષ્ટ્રહિત પ્રબળ બનાવ્યું છે*
********************
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશના ૭૯માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ-સંધ્યાએ ગુજરાતના નાગરિકોને રાષ્ટ્ર હિત પ્રથમનો ભાવ હરહંમેશ હૈયે રાખવાનું આહ્વાન કરતો પ્રજાજોગ સંદેશ પાઠવ્યો છે.
 
આઝાદીના સાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને ભારત દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. આજે ભારત દેશ વિકાસની હરણફાળ ભરીને વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા માટે સક્ષમ બન્યો છે, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ આઝાદીનું વટવૃક્ષ સિંચનારા દેશના ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર પુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાનને બિરદાવ્યા હતા.
 
*આ પ્રજાજોગ સંદેશ અક્ષરસ: નીચે મુજબ છે -*
 
ગુજરાતના મારા વ્હાલા સૌ નાગરિક ભાઈઓ બહેનો
સ્વતંત્રતાના 79માં પર્વની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
 
આઝાદીના સાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને આપણે સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કદમ ભરી રહ્યા છીએ.
 
આજે આપણો દેશ વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા સક્ષમ બન્યો છે. વૈશ્વિક વિકાસની હરણફાળ ભરી રહ્યો છે.
 
તેના પાયામાં પોતાના લોહી-પરસેવાથી આઝાદીનું વટવૃક્ષ સિંચનારા ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર પુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાન પડેલા છે.
 
ભારત માતાને વિદેશી શાસનમાંથી મુક્તિ અપાવવા વર્ષોના વર્ષો સંઘર્ષ કરીને બ્રિટીશરોની લાઠી-ગોળી ખાનારા એ સૌ પુણ્યાત્માઓને આજે નત મસ્તક વંદન કરવાનો પણ અવસર છે.
 
રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હૈયે હોય અને સ્વનું નહીં સમસ્તનું ભલું કરવાની પ્રતિબદ્ધતા હોય તો અસરકારક પરિણામો મેળવી શકાય છે.
 
ભારતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપમાં ઓપરેશન સિંદુરની સફળતાથી દુનિયાને એ બતાવ્યું છે.
 
આતંકવાદ કે દેશની સુરક્ષા-સલામતિ સામેનો કોઈ કાંકરી ચાળો ભારતમાં ચાલશે નહીં એવો સાફ સંકેત વડાપ્રધાનશ્રીએ દુનિયાને આપી દીધો છે.
 
આદરણીય શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી દેશભરમાં તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રપ્રેમનો અનેરો માહોલ ઉજાગર થયો છે.
 
ગુજરાતમાં આપણે ગામેગામ અને નગરો-શહેરોમાં હર ઘર તિરંગા અભિયાનથી જનજનમાં રાષ્ટ્રહિત પ્રબળ બનાવ્યું છે.
 
ભાઈઓ બહેનો, આ વર્ષનું સ્વતંત્રતા પર્વ આપણા માટે વિશેષ મહત્વનું પર્વ છે.
 
1960માં મુંબઈ રાજ્યથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા આપણા ગુજરાતના 75 વર્ષ એક દાયકા પછી એટલે કે 2035માં થવાના છે.
 
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસની જે ભવ્ય ઇમારત રચી છે તેને ગુજરાત @ 75માં વૈશ્વિક વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવાનો આપણો સંકલ્પ છે.
 
ભારતની આઝાદીના 100 વર્ષ 2047માં પુરા થાય અને દેશ સ્વતંત્રતાની શતાબ્દી ઉજવે તે પહેલાં ગુજરાતને તો આ એક મોટો અવસર મળવાનો છે.
 
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સૌના કલ્યાણ, સૌના વિકાસ અને સૌની સુખ-સમૃદ્ધિની નેમ રાખી છે.
 
આપણે વિકાસના લાભ છેવાડાના, અંત્યોદય, ગરીબ માનવી સુધી 100 ટકા પહોંચે તે સેચ્યુરેશન એપ્રોચથી સુનિશ્ચિત કર્યું છે.
 
સાથો સાથ આહાર, આરોગ્ય, અભ્યાસ અને આર્થિક આધાર પણ સૌને મળે તેવી અનેક જનકલ્યાણ યોજનાઓ-નિર્ણયો કર્યા છે.
 
એટલું જ નહિ, રાજ્યની ઉજ્જવળ આવતીકાલ માટે દીકરીઓના અને વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરી છે.
 
સ્વસ્થ અને સક્ષમ ભવિષ્યના નિર્માણ માટે આંગણવાડીઓથી લઈને પ્રાથમિક શાળાના ભૂલકાંઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી પોષક આહાર પૂરો પાડીએ છીએ.
 
કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રથી લઈને વેપાર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, દરેકે દરેક ક્ષેત્રોમાં સૌને ઉડીને આંખે વળગે તેવો વિકાસ ગુજરાતે કર્યો છે.
 
આદરણીય વડાપ્રધાનશ્રીએ આપેલા રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ સૂત્રને ગુજરાતમાં ભલીભાંતિ ચરિતાર્થ કર્યું છે.
 
પોલિસી ડ્રિવન સ્ટેટ અને પ્રો-એક્ટીવ ગવર્નન્સની ગુજરાતની ઈમેજને સમય અનુરૂપ પોલીસી રીફોર્મ્સ તથા સમયાનુકૂળ પોલીસી ફ્રેમવર્કથી વધુ ઉજળી બનાવી છે.
 
વિકસિત ભારત 2047ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા આપણે વિકસિત ગુજરાત 2047નો રોડમેપ તૈયાર કર્યો છે.
 
આ માટે શાસન વ્યવસ્થાને પણ સજ્જ કરવા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન અને વિકસિત ગુજરાતના આ રોડ મેપના અમલના મોનિટરીંગ માટે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન-ગ્રિટની રચના કરી છે.
 
આ બધા જ આયામો ખેડૂત, ગરીબ, વંચિત, છેવાડાના અને સામાન્યમાં સામાન્ય માનવી, યુવા, નારી શક્તિને ‘અર્નીંગ વેલ, લિવિંગ વેલ’થી સર્વગ્રાહી વિકાસ માટે આદર્યા છે.
 
આપણો તો શાસન મંત્ર જ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો છે.
 
સૌને માથે પાકી આવાસ છત માટે વડાપ્રધાનશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના આપી છે.
 
ગુજરાતમાં શહેરી વિસ્તારમાં 9 લાખ અને ગ્રામીણ ક્ષેત્રમાં 2 લાખ 20 હજાર જેટલા આવાસો PMAY માં બનાવીને જરૂરતમંદ લોકોને પાકા આવાસ આપ્યા છે.
 
76 લાખ અંત્યોદય પરિવારોના કુલ 3 કરોડ 26 લાખ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ આપીએ છીએ.
 
આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશના દરેક નાગરિકના આરોગ્ય સુખાકારીની ચિંતા કરી છે.
 
યોગ અને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપીને કોઈને બીમારી ન જ આવે તેવી તેમનો ધ્યેય છે.
 
પરંતુ આમ છતાં પણ જો કોઈ પરિવારમાં બીમારી આવે, ગંભીર રોગ થાય તો PMJAY આયુષ્યમાન કાર્ડથી સરકાર તેમની સારવાર માટે પડખે ઊભી છે.
 
ગુજરાતમાં 2 કરોડ 90 લાખ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે અને લાખો પરિવારો કેશલેસ સારવારનો લાભ મેળવે છે.
 
ટી.બી. મુક્ત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત માટે પણ સઘન જનજાગૃતિ ઝુંબેશ ઉપાડી છે.
 
આદિજાતિ બાંધવો હોય કે શ્રમિક પરિવારો તેમની પણ શિક્ષણ, રહેઠાણ, આરોગ્યની ચિંતા આ સરકારે કરી છે.
 
સાથો સાથ અન્નદાતા-ખેડૂતના હિતોને પણ અગ્રતા આપીને ટેકાના ભાવે ખરીદી હોય કે સિંચાઈ માટે પાણી-વીજળી આપવાના હોય સરકાર હંમેશા પ્રોએક્ટિવ રહી છે.
 
ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા સાથે સમગ્ર રાજ્યમાં લોકોને પીવાનું પૂરતું પાણી મળી રહે તેવું સુદ્રઢ જળ વિસ્તરણ વ્યવસ્થાપન વિકસાવ્યું છે.
 
રાજ્યના શહેરોને સ્માર્ટ અને સસ્ટેનેબલ બનાવવા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ.
 
આવનારા સમયમાં રાજ્યના શહેરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગેમ્સની યજમાની કરવાના છે.
 
આ તૈયારીના ભાગ રૂપે આપણા મહાનગરોમાં ઉચ્ચ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રસ્ટ્રક્ચર વિકસાવી રહ્યાં છીએ.
 
ગુજરાતને વેપાર ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વ નક્શે ચમકાવવા આદરણીય વડાપ્રધાનશ્રીએ વાઇબ્રન્ટ સમિટની પરંપરા શરૂ કરાવેલી છે.
 
હવે આપણા નગરો-ગામો પણ ઔદ્યોગિક વિકાસના ભાગીદાર બને તે માટે રિજીયોનલ વાઇબ્રન્ટ સમિટની  એક નવી પહેલ આવનારા મહિનાઓમાં શરૂ કરવાના છીએ.
 
આ સમિટને પગલે ગુજરાત ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે દેશને નવો રાહ ચીંધશે એવો મને વિશ્વાસ છે.
 
ઊભરતાં ક્ષેત્ર એવાં સેમીકન્ડક્ટર સેક્ટરમાં ગુજરાત હબ બનવા જઈ રહ્યું છે.
 
આવનારા દિવસોમાં દેશની પહેલી સેમી કન્ડક્ટર ચીપનું ઉત્પાદન ગુજરાતમાં થવાનું છે.
 
ફ્યુચર રેડી અને આવનારા ભવિષ્યને અનુરૂપ ઉદ્યોગો માટે ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન બન્યું છે.
 
આવા ઉદ્યોગોને પરિણામે રાજ્યનાં યુવાનો માટે રોજગારીના અવસરો ખુલ્યા છે.
 
ઔદ્યોગિક એકમોને અનુરૂપ સ્ટાર્ટઅપ યુવાઓના ઇનોવેશનને નવી દિશા મળી છે.
 
યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ રેકિંગમાં ચાર વર્ષથી ગુજરાત સતત બેસ્ટ પરફોર્મર સ્ટેટ બનતું આવ્યું છે.
 
વડાપ્રધાનશ્રીએ વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે.
 
આ વિઝનને હાંસલ કરવા ગુજરાતે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે.
 
વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનના લક્ષ્યને પાર પાડવાનો એક મજબૂત આર્થિક પાયો ગુજરાત નાંખવા માગે છે.
 
આ મજબૂત પાયો નાંખવામાં ગ્રીન ગ્રોથ – રિન્યૂએબલ એનર્જીનું મહત્વનું યોગદાન રહેવાનું છે.
ગુજરાત રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે.
 
કચ્છમાં વિશ્વના સૌથી મોટા 37 ગીગાવૉટના સોલાર-વિન્ડ હાઈબ્રીડ એનર્જી પાર્કનું નિર્માણ ઝડપથી પૂર્ણ કરવા આગળ વધી રહ્યાં છીએ.
 
પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાના અમલીકરણમાં દેશભરમાં ગુજરાત અગ્રેસર છે.
 
વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકાસ સાથે પર્યાવરણ સંતુલનને પણ અગ્રતા આપવાની પ્રેરણા આપી છે.
 
આપણી રોજિંદી જીવન શૈલીને પર્યાવરણ અનુકૂળ બનાવવા મિશન લાઈફનો વિચાર તેમણે આપ્યો છે.
 
ધરતી માતાને હરિયાળી બનાવવા અને ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે રક્ષણ મેળવવા “એક પેડ માં કે નામ”.
 
વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળસંચય માટે “કેચ ધી રેઇન” અને “અમૃત સરોવર નિર્માણ”.
 
માનવ જીવન અને જમીન બેયના સ્વાસ્થ્ય માટે “પ્રાકૃતિક ખેતી”
 
આત્માનિર્ભરતા સાથે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન અને તેના વ્યાપક ઉપયોગ માટે “વોકલ ફોર લોકલ”
 
સ્વચ્છતા સાથે રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરતું “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન
 
આવા રાષ્ટ્રહિત સંકલ્પોથી વિકસિત ભારત  2047ના નિર્માણની વડાપ્રધાનશ્રીએ હાકલ કરી છે.
 
79માં સ્વાતંત્ર્ય પર્વે આપણે સંકલ્પ લઈએ
 વિકસિત ભારત  2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં તન, મન અને ધનથી સમર્પિત રહીશું.
 
ફરી એકવાર આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
 
ભારત માતાકી જય… વંદે માતરમ… જય જય ગરવી ગુજરાત…
*****************************
[8/14, 3:59 PM] Dilip Gajjar.Mahiti.Press: *નાગરિકો જન્માષ્ટમીના તહેવારમાં સરળતાથી પોતાના વતન જઈ ઉજવણી કરી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો કાર્યરત*
**********
*નિગમ દ્વારા એક્સ્ટ્રા ૧૨૦૦ ટ્રીપો સંચાલિત કરશે જેનો રાજ્યના બે લાખથી વધુ મુસાફરોને મળશે લાભ*
*********
રાજ્યના નાગરિકો પવિત્ર શ્રાવણ માસમાં આવતા સાતમ, આઠમ-જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક ૧૨૦૦થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો અંદાજે બે લાખથી વધુ મુસાફરો લાભ લઇ રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ.ટી નિગમ દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો અને મેળાઓમાં મુસાફરીમાં રાજ્યના નાગરિકોને કોઈ મુશ્કેલી ન રહે તે પ્રકારે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ચાલુ વર્ષ -૨૦૨૫માં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન નિગમ દ્વારા અંદાજે ૧૨૦૦ જેટલી એક્સ્ટ્રા ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવાં મોટા શહેરી વિસ્તારોમાં જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંચાલન કરવાનું એસ.ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ડાકોર, દ્વારકા, શામળાજી તેમજ મહત્વના જિલ્લા-તાલુકા કક્ષાના સ્થળોએ જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસો સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાગરિકોની જરૂરિયાતો અને સલામતીને ધ્યાને રાખીને ગત વર્ષે જન્માષ્ટમીના તહેવારમાં ૧૦૦૦ ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આ વર્ષે નાગરિકોની જરૂરિયાતને ધ્યાને રાખીને ૧૨૦૦ ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.

– પ્રિન્સ ચાવલા

************
[8/14, 4:34 PM] Dilip Gajjar.Mahiti.Press: https://www.instagram.com/reel/DNVRWVyOqBS/?igsh=bzhmcXpkeHZqM3ds

[8/14, 4:34 PM] Dilip Gajjar.Mahiti.Press: https://www.facebook.com/share/v/16j41eQ68G/?mibextid=wwXIfr

[8/14, 4:34 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડો.જયંતી એસ.રવિ સાથે ખાસ સંવાદ CONNECT@BOTAD EP-04* https://youtu.be/Cy5gnoMpE4U *બોટાદ જિલ્લા માહિતી કચેરી youtube ચેનલ*

[8/14, 4:39 PM] Dilip Gajjar.Mahiti.Press: ૭૯માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો સંદેશ
————-
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજ્ય અને દેશના નાગરિકોને ૭૯માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી
————-
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ૭૯માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્ય અને દેશના નાગરિકોને ૭૯માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

રાજ્યપાલશ્રીએ તેમના સંદેશમાં કહ્યું છે કે, “૧૫મી ઓગસ્ટ એ માત્ર એક રાષ્ટ્રીય તહેવાર નહીં, પરંતુ સ્વતંત્રતા સંગ્રામના વીરોના બલિદાન, ત્યાગ અને અદમ્ય હિંમતને યાદ કરવાનો પવિત્ર પ્રસંગ છે. આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ તેમના જીવનનું બલિદાન આપીને દેશને આઝાદી અપાવી હતી, જેની આપણે ગર્વથી ઉજવણી કરી રહ્યા છીએ.

આ પ્રસંગ આપણને એ પણ યાદ અપાવે છે કે, સ્વતંત્રતા સાથે જવાબદારી પણ આવે છે. આપણે દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે સાથે મળીને કામ કરવું પડશે. આ દેશના નાગરિક તરીકે આપણું કર્તવ્ય છે કે આપણે પ્રામાણિકતા, સમર્પણ અને દેશભક્તિ સાથે આપણું કાર્ય કરીએ.

ગુજરાતની ભવ્ય પરંપરા, સાંસ્કૃતિક વારસો અને પ્રગતિશીલ વિચારસરણીએ હંમેશા દેશને નવી દિશા આપી છે. મને વિશ્વાસ છે કે સાથે મળીને આપણે સ્વચ્છતા, પર્યાવરણીય સંરક્ષણ, જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરીશું.

આવો, આ સ્વતંત્રતા દિવસે પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણી ભાવિ પેઢી માટે સમૃદ્ધ, મજબૂત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીશું.”

રાજ્યપાલશ્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓ, સૈનિકો, ખેડૂતો, વૈજ્ઞાનિકો, શિક્ષકો અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપનારા દરેક નાગરિકનો આભાર વ્યક્ત કર્યો. તેમણે સૌને સંવાદિતા, ભાઈચારો અને રાષ્ટ્રીય હિત માટે કામ કરવા અપીલ કરી છે.
————-
[8/14, 4:39 PM] Dilip Gajjar.Mahiti.Press: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ‘હર ઘર તિરંગા’ અંતર્ગત રાજભવન સ્થિત તેમના નિવાસસ્થાને ત્રિરંગો લહેરાવ્યો
———-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજભવન સ્થિત તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ત્રિરંગો ફક્ત ધ્વજ નહીં, પરંતુ આપણા સ્વતંત્રતા સંગ્રામ, બહાદુરોના બલિદાન અને રાષ્ટ્રીય એકતાનું અમર પ્રતીક છે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ, ૭૯માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ‘હર ઘર તિરંગા’ અભિયાન એક જન આંદોલન બની ગયું છે. આ અભિયાન દરેક નાગરિકને રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ, એકતા અને જવાબદારીનો સંદેશ આપે છે.

રાજ્યપાલશ્રીએ રાજ્યના નાગરિકોને આ સ્વતંત્રતા દિવસ પર તેમના ઘરો, સંસ્થાઓ અને કાર્યસ્થળો પર ત્રિરંગો ફરકાવવા અને દેશની આન, બાન અને શાનનું ગૌરવ લેવા અપીલ કરી હતી.
———-
[8/14, 4:39 PM] Dilip Gajjar.Mahiti.Press: *૭૯માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ*
**********************
*:: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ::*
● *આઝાદીના સાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને ભારત સ્વતંત્રતાની શતાબ્દી તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે*
 
● *આતંકવાદ કે દેશની સુરક્ષા-સલામતિ સામેનો કોઈ કાંકરીચાળો ભારતમાં ચાલશે નહીં, એવો સાફ સંકેત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દુનિયાને આપ્યો છે*
 
● *ગુજરાતમાં આપણે ગામે-ગામ અને નગરો-શહેરોમાં હર ઘર તિરંગા અભિયાનથી જનજનમાં રાષ્ટ્રહિત પ્રબળ બનાવ્યું છે*
********************
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશના ૭૯માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ-સંધ્યાએ ગુજરાતના નાગરિકોને રાષ્ટ્ર હિત પ્રથમનો ભાવ હરહંમેશ હૈયે રાખવાનું આહ્વાન કરતો પ્રજાજોગ સંદેશ પાઠવ્યો છે.
 
આઝાદીના સાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને ભારત દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. આજે ભારત દેશ વિકાસની હરણફાળ ભરીને વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા માટે સક્ષમ બન્યો છે, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ આઝાદીનું વટવૃક્ષ સિંચનારા દેશના ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર પુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાનને બિરદાવ્યા હતા.
 
*આ પ્રજાજોગ સંદેશ અક્ષરસ: નીચે મુજબ છે -*
 
ગુજરાતના મારા વ્હાલા સૌ નાગરિક ભાઈઓ બહેનો
સ્વતંત્રતાના 79માં પર્વની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
 
આઝાદીના સાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને આપણે સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કદમ ભરી રહ્યા છીએ.
 
આજે આપણો દેશ વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા સક્ષમ બન્યો છે. વૈશ્વિક વિકાસની હરણફાળ ભરી રહ્યો છે.
 
તેના પાયામાં પોતાના લોહી-પરસેવાથી આઝાદીનું વટવૃક્ષ સિંચનારા ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર પુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાન પડેલા છે.
 
ભારત માતાને વિદેશી શાસનમાંથી મુક્તિ અપાવવા વર્ષોના વર્ષો સંઘર્ષ કરીને બ્રિટીશરોની લાઠી-ગોળી ખાનારા એ સૌ પુણ્યાત્માઓને આજે નત મસ્તક વંદન કરવાનો પણ અવસર છે.
 
રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હૈયે હોય અને સ્વનું નહીં સમસ્તનું ભલું કરવાની પ્રતિબદ્ધતા હોય તો અસરકારક પરિણામો મેળવી શકાય છે.
 
ભારતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપમાં ઓપરેશન સિંદુરની સફળતાથી દુનિયાને એ બતાવ્યું છે.
 
આતંકવાદ કે દેશની સુરક્ષા-સલામતિ સામેનો કોઈ કાંકરી ચાળો ભારતમાં ચાલશે નહીં એવો સાફ સંકેત વડાપ્રધાનશ્રીએ દુનિયાને આપી દીધો છે.
 
આદરણીય શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી દેશભરમાં તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રપ્રેમનો અનેરો માહોલ ઉજાગર થયો છે.
 
ગુજરાતમાં આપણે ગામેગામ અને નગરો-શહેરોમાં હર ઘર તિરંગા અભિયાનથી જનજનમાં રાષ્ટ્રહિત પ્રબળ બનાવ્યું છે.
 
ભાઈઓ બહેનો, આ વર્ષનું સ્વતંત્રતા પર્વ આપણા માટે વિશેષ મહત્વનું પર્વ છે.
 
1960માં મુંબઈ રાજ્યથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા આપણા ગુજરાતના 75 વર્ષ એક દાયકા પછી એટલે કે 2035માં થવાના છે.
 
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસની જે ભવ્ય ઇમારત રચી છે તેને ગુજરાત @ 75માં વૈશ્વિક વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવાનો આપણો સંકલ્પ છે.
 
ભારતની આઝાદીના 100 વર્ષ 2047માં પુરા થાય અને દેશ સ્વતંત્રતાની શતાબ્દી ઉજવે તે પહેલાં ગુજરાતને તો આ એક મોટો અવસર મળવાનો છે.
 
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સૌના કલ્યાણ, સૌના વિકાસ અને સૌની સુખ-સમૃદ્ધિની નેમ રાખી છે.
 
આપણે વિકાસના લાભ છેવાડાના, અંત્યોદય, ગરીબ માનવી સુધી 100 ટકા પહોંચે તે સેચ્યુરેશન એપ્રોચથી સુનિશ્ચિત કર્યું છે.
 
સાથો સાથ આહાર, આરોગ્ય, અભ્યાસ અને આર્થિક આધાર પણ સૌને મળે તેવી અનેક જનકલ્યાણ યોજનાઓ-નિર્ણયો કર્યા છે.
 
એટલું જ નહિ, રાજ્યની ઉજ્જવળ આવતીકાલ માટે દીકરીઓના અને વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરી છે.
 
સ્વસ્થ અને સક્ષમ ભવિષ્યના નિર્માણ માટે આંગણવાડીઓથી લઈને પ્રાથમિક શાળાના ભૂલકાંઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી પોષક આહાર પૂરો પાડીએ છીએ.
 
કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રથી લઈને વેપાર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, દરેકે દરેક ક્ષેત્રોમાં સૌને ઉડીને આંખે વળગે તેવો વિકાસ ગુજરાતે કર્યો છે.
 
આદરણીય વડાપ્રધાનશ્રીએ આપેલા રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ સૂત્રને ગુજરાતમાં ભલીભાંતિ ચરિતાર્થ કર્યું છે.
 
પોલિસી ડ્રિવન સ્ટેટ અને પ્રો-એક્ટીવ ગવર્નન્સની ગુજરાતની ઈમેજને સમય અનુરૂપ પોલીસી રીફોર્મ્સ તથા સમયાનુકૂળ પોલીસી ફ્રેમવર્કથી વધુ ઉજળી બનાવી છે.
 
વિકસિત ભારત 2047ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા આપણે વિકસિત ગુજરાત 2047નો રોડમેપ તૈયાર કર્યો છે.
 
આ માટે શાસન વ્યવસ્થાને પણ સજ્જ કરવા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન અને વિકસિત ગુજરાતના આ રોડ મેપના અમલના મોનિટરીંગ માટે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન-ગ્રિટની રચના કરી છે.
 
આ બધા જ આયામો ખેડૂત, ગરીબ, વંચિત, છેવાડાના અને સામાન્યમાં સામાન્ય માનવી, યુવા, નારી શક્તિને ‘અર્નીંગ વેલ, લિવિંગ વેલ’થી સર્વગ્રાહી વિકાસ માટે આદર્યા છે.
 
આપણો તો શાસન મંત્ર જ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો છે.
 
સૌને માથે પાકી આવાસ છત માટે વડાપ્રધાનશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના આપી છે.
 
ગુજરાતમાં શહેરી વિસ્તારમાં 9 લાખ અને ગ્રામીણ ક્ષેત્રમાં 2 લાખ 20 હજાર જેટલા આવાસો PMAY માં બનાવીને જરૂરતમંદ લોકોને પાકા આવાસ આપ્યા છે.
 
76 લાખ અંત્યોદય પરિવારોના કુલ 3 કરોડ 26 લાખ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ આપીએ છીએ.
 
આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશના દરેક નાગરિકના આરોગ્ય સુખાકારીની ચિંતા કરી છે.
 
યોગ અને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપીને કોઈને બીમારી ન જ આવે તેવી તેમનો ધ્યેય છે.
 
પરંતુ આમ છતાં પણ જો કોઈ પરિવારમાં બીમારી આવે, ગંભીર રોગ થાય તો PMJAY આયુષ્યમાન કાર્ડથી સરકાર તેમની સારવાર માટે પડખે ઊભી છે.
 
ગુજરાતમાં 2 કરોડ 90 લાખ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે અને લાખો પરિવારો કેશલેસ સારવારનો લાભ મેળવે છે.
 
ટી.બી. મુક્ત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત માટે પણ સઘન જનજાગૃતિ ઝુંબેશ ઉપાડી છે.
 
આદિજાતિ બાંધવો હોય કે શ્રમિક પરિવારો તેમની પણ શિક્ષણ, રહેઠાણ, આરોગ્યની ચિંતા આ સરકારે કરી છે.
 
સાથો સાથ અન્નદાતા-ખેડૂતના હિતોને પણ અગ્રતા આપીને ટેકાના ભાવે ખરીદી હોય કે સિંચાઈ માટે પાણી-વીજળી આપવાના હોય સરકાર હંમેશા પ્રોએક્ટિવ રહી છે.
 
ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા સાથે સમગ્ર રાજ્યમાં લોકોને પીવાનું પૂરતું પાણી મળી રહે તેવું સુદ્રઢ જળ વિસ્તરણ વ્યવસ્થાપન વિકસાવ્યું છે.
 
રાજ્યના શહેરોને સ્માર્ટ અને સસ્ટેનેબલ બનાવવા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ.
 
આવનારા સમયમાં રાજ્યના શહેરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગેમ્સની યજમાની કરવાના છે.
 
આ તૈયારીના ભાગ રૂપે આપણા મહાનગરોમાં ઉચ્ચ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રસ્ટ્રક્ચર વિકસાવી રહ્યાં છીએ.
 
ગુજરાતને વેપાર ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વ નક્શે ચમકાવવા આદરણીય વડાપ્રધાનશ્રીએ વાઇબ્રન્ટ સમિટની પરંપરા શરૂ કરાવેલી છે.
 
હવે આપણા નગરો-ગામો પણ ઔદ્યોગિક વિકાસના ભાગીદાર બને તે માટે રિજીયોનલ વાઇબ્રન્ટ સમિટની  એક નવી પહેલ આવનારા મહિનાઓમાં શરૂ કરવાના છીએ.
 
આ સમિટને પગલે ગુજરાત ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે દેશને નવો રાહ ચીંધશે એવો મને વિશ્વાસ છે.
 
ઊભરતાં ક્ષેત્ર એવાં સેમીકન્ડક્ટર સેક્ટરમાં ગુજરાત હબ બનવા જઈ રહ્યું છે.
 
આવનારા દિવસોમાં દેશની પહેલી સેમી કન્ડક્ટર ચીપનું ઉત્પાદન ગુજરાતમાં થવાનું છે.
 
ફ્યુચર રેડી અને આવનારા ભવિષ્યને અનુરૂપ ઉદ્યોગો માટે ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન બન્યું છે.
 
આવા ઉદ્યોગોને પરિણામે રાજ્યનાં યુવાનો માટે રોજગારીના અવસરો ખુલ્યા છે.
 
ઔદ્યોગિક એકમોને અનુરૂપ સ્ટાર્ટઅપ યુવાઓના ઇનોવેશનને નવી દિશા મળી છે.
 
યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ રેકિંગમાં ચાર વર્ષથી ગુજરાત સતત બેસ્ટ પરફોર્મર સ્ટેટ બનતું આવ્યું છે.
 
વડાપ્રધાનશ્રીએ વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે.
 
આ વિઝનને હાંસલ કરવા ગુજરાતે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે.
 
વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનના લક્ષ્યને પાર પાડવાનો એક મજબૂત આર્થિક પાયો ગુજરાત નાંખવા માગે છે.
 
આ મજબૂત પાયો નાંખવામાં ગ્રીન ગ્રોથ – રિન્યૂએબલ એનર્જીનું મહત્વનું યોગદાન રહેવાનું છે.
ગુજરાત રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે.
 
કચ્છમાં વિશ્વના સૌથી મોટા 37 ગીગાવૉટના સોલાર-વિન્ડ હાઈબ્રીડ એનર્જી પાર્કનું નિર્માણ ઝડપથી પૂર્ણ કરવા આગળ વધી રહ્યાં છીએ.
 
પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાના અમલીકરણમાં દેશભરમાં ગુજરાત અગ્રેસર છે.
 
વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકાસ સાથે પર્યાવરણ સંતુલનને પણ અગ્રતા આપવાની પ્રેરણા આપી છે.
 
આપણી રોજિંદી જીવન શૈલીને પર્યાવરણ અનુકૂળ બનાવવા મિશન લાઈફનો વિચાર તેમણે આપ્યો છે.
 
ધરતી માતાને હરિયાળી બનાવવા અને ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે રક્ષણ મેળવવા “એક પેડ માં કે નામ”.
 
વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળસંચય માટે “કેચ ધી રેઇન” અને “અમૃત સરોવર નિર્માણ”.
 
માનવ જીવન અને જમીન બેયના સ્વાસ્થ્ય માટે “પ્રાકૃતિક ખેતી”
 
આત્માનિર્ભરતા સાથે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન અને તેના વ્યાપક ઉપયોગ માટે “વોકલ ફોર લોકલ”
 
સ્વચ્છતા સાથે રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરતું “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન
 
આવા રાષ્ટ્રહિત સંકલ્પોથી વિકસિત ભારત  2047ના નિર્માણની વડાપ્રધાનશ્રીએ હાકલ કરી છે.
 
79માં સ્વાતંત્ર્ય પર્વે આપણે સંકલ્પ લઈએ
 વિકસિત ભારત  2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં તન, મન અને ધનથી સમર્પિત રહીશું.
 
ફરી એકવાર આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
 
ભારત માતાકી જય… વંદે માતરમ… જય જય ગરવી ગુજરાત…
*****************************
[8/14, 5:10 PM] Dilip Gajjar.Mahiti.Press: *પોરબંદરમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી*

*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કીર્તિ મંદિરની મુલાકાત લીધી*
———-
પોરબંદર તા,૧૪ ઓગસ્ટ
૭૯માં સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય કક્ષા મહોત્સવ પ્રસંગે પોરબંદર પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મહાનુભાવશ્રીઓએ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત વેળાએ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યસભા સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિતના મહાનુભાવો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
———-
[8/14, 6:40 PM] Dilip Gajjar.Mahiti.Press: *૭૯માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી: પોરબંદર*
———————
*રાષ્ટ્રીય અને આધ્યાત્મિક વિરાસતને બચાવવા અને રાષ્ટ્રના ચહુમુખી વિકાસ માટે આપણે સૌ સહભાગી બનીએ: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
———————
*૭૯માં સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ પોરબંદર ખાતે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ*
———————
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી*
———————
મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો હતો.

પોરબંદર સ્થિત શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલશ્રીએ સૌને ૭૯માં સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, આજનો દિવસ પૂજ્ય ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને રાષ્ટ્રભક્તોનું સ્મરણ કરવાનો દિવસ છે. પૂજ્ય ગાંધીજીએ આઝાદીની ચળવળ દરમિયાન દેશની ભવ્ય રાષ્ટ્રીય અને આધ્યાત્મિક વિરાસતને બચાવવા જે પ્રયત્નો કર્યા હતા, તેનું અનુકરણ આજની પેઢી કરે તો ભારત ચહુમુખી વિકાસ કરી શકશે અને આપણે સૌએ આ વિકાસયાત્રામાં સહભાગી બનવું જોઇએ.

જીવનમાં કર્મની મહત્તા વિશે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, જીવનની મહત્વપૂર્ણ પૂંજી વ્યક્તિના કર્મ છે. જો આપણે કર્તવ્યભાવના, ઈમાનદારી અને સમર્પણભાવથી લોકોના કલ્યાણ માટે કર્મ કરીશું તો તેનાથી કોઈ મોટો ધર્મ નથી.

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં આપણો દેશ બહુઆયામી વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. આજે વિશ્વફલક પર ભારતની આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. ઔદ્યોગિક ક્રાંતિ, ખેડૂતો માટે આધુનિક સુવિધાઓ, રમત-ગમત ક્ષેત્રની અભૂતપૂર્વ સફળતાઓ, રેલવે, રોડ-રસ્તા સહિતના આધુનિક ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચરથી વિકાસની ગતિ તેજ બની છે. ગુજરાત પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આજે દેશના ગ્રોથ એન્જિન તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી ચૂક્યું છે.

રાજ્યપાલશ્રીએ સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તૈય, બ્રહ્મચર્યના સિદ્ધાંતોની છણાવટ કરીને ધર્મ-અધર્મની સીધી અને સરળ સમજ રજૂ કરતા કહ્યું હતું કે, જે ટકી જાય તે ધર્મ છે અને જે ટકી ન શકે તે અધર્મ છે. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, જો તમામ લોકો સત્યનું આચરણ કરવા લાગે તો લોકોનું જીવન સુખમય અને આનંદમય બની રહેશે.

રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમ બાદ ઉપસ્થિત લોકો સાથે સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ આ અવસરે પ્રાકૃતિક કૃષિ હાટની મુલાકાત લઈને કૃષિકારો સાથે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે વાર્તાલાપ કરી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે અને તેને સમાજ વચ્ચે લઈ આવવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.

આ તકે પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાનની ધૂનની તેમજ રાષ્ટ્રભક્તિ દર્શાવતા દેશભક્તિની ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એટ હોમ સમારોહ પ્રતિ વર્ષ જુદા જુદા જિલ્લામાં કરવાની અનોખી પરંપરા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સ્થાપિત કરી હતી. આ રીતે ગુજરાતે એટ હોમની કાર્યક્રમની ઉજવણી માટે પણ દેશના અન્ય રાજ્યોને રાહ ચીંધ્યો છે.

આ સમારોહમાં કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, પુજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર, અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, રાજ્ય પોલીસવડા શ્રી વિકાસ સહાય, પૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી.ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી.ચૌધરી, જિલ્લા પોલીસવડા શ્રી ભગીરથસિંહ જાડેજા, સમાજના ગણમાન્ય અને પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

—–janfariyadnews youtube links———-

આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડિયો ના ફોટાઓ અમોને અમારા અખબારી માધ્યમ અને ચેનલમાં પ્રસિદ્ધ કરવા માટે અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.

અહીંયા કોઈપણ વિડિયો ફોટાઓ અને સમાચારો માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે તંત્રી; પ્રદીપ રાવલ(9824653073)