(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)
[9/14, 11:50 AM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*
*Date* *14-09-25* | *Time* *11:30* *AM*
*LIVE: माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी की गरिमामयी उपस्थिति में गांधीनगर स्थित महात्मा मंदिर में अखिल भारतीय राजभाषा सम्मेलन।*
*Akhil Bharatiya Rajbhasha Sammelan in Gandhinagar in the august presence of Union Min Shri Amit Shah*
*YouTube :-* https://www.youtube.com/watch?v=KpOxpFmlGIQ
*YouTube :-* https://www.youtube.com/watch?v=TYuThiLLLsI
*FB :-* https://www.facebook.com/CMOGuj/videos/4236866196589430
*FB :-* https://www.facebook.com/ibhupendrapatel/videos/1253758503218073
*Twitter :-* https://x.com/CMOGuj/status/1967106900757279084
*Twitter :-* https://x.com/Bhupendrapbjp/status/1967106900383920472
*CMO Gujarat Website* :- https://cmogujarat.gov.in/en/watch-live
[9/14, 4:18 PM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*
*Date* *14-09-25* | *Time* *03:00* *PM*
*LIVE: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે અમદાવાદ ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ.*
*Hon’ble UHM Shri Amit Shah inaugurates Veer Savarkar Sports Complex in Ahmedabad*
*YouTube* :- https://www.youtube.com/watch?v=7bvkS32X0Mk
*YouTube* :- https://www.youtube.com/watch?v=xn9CeSlehzY
*FB* :- https://www.facebook.com/CMOGuj/videos/1479537553086293
*FB* :- https://www.facebook.com/ibhupendrapatel/videos/1144374177648230
*Twitter* :- https://x.com/CMOGuj/status/1967175909670289686
*Twitter* :- https://x.com/Bhupendrapbjp/status/1967175911029289003
*CMO Gujarat Website* :- https://cmogujarat.gov.in/en/watch-live
[9/14, 4:43 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘હિન્દી દિવસ- ૨૦૨૫’*
*કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પાંચમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનનો શુભારંભ*
—–
*-:કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ:-*
– *’હિન્દી’ એ અન્ય ભારતીય ભાષાઓની હરીફ નથી પરંતુ મિત્ર છે*
– *ગુજરાતમાં ગુજરાતી અને હિન્દીનું સહઅસ્તિત્વ રહ્યું છે, જેના પરિણામે ગુજરાતી બાળકોની પહોંચ રાષ્ટ્રીય સ્તરે ઘણી વધી છે*
– *હિન્દી બોલચાલ અને વહીવટની સાથે વિજ્ઞાન, ટેકનોલોજી અને ન્યાયની ભાષા પણ હોવી જોઈએ*
– *દરેક નાગરિક માતૃભાષાને મહત્વ આપે અને રાજભાષાને સહયોગ આપે*
*-:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-*
– *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાષા અને સંસ્કૃતિની કડી બનાવીને એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યુ છે*
– *ગુજરાતની ભૂમિ અલગ અલગ ભાષાઓ અને વિવિધ સંસ્કૃતિઓના સંગમ-સમન્વયથી વિકસિત ભારતમાં વિકસિત ગુજરાતથી યોગદાન આપે છે*
——
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘હિન્દી દિવસ-૨૦૨૫’ અને ‘પાંચમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલન’નો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.
સમારોહના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે હિન્દી ભાષા પ્રેમીઓને આવકારતા કહ્યું કે, ‘હિન્દી’ એ અન્ય ભારતીય ભાષાઓની હરીફ નથી પરંતુ મિત્ર છે. અગાઉ અખિલ ભારતીય રાજભાષા સંમેલન દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાતું હતું. જેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા અને છેલ્લા પાંચ વર્ષથી આ કાર્યક્રમ દેશના વિવિધ ભાગોમાં યોજાઈ રહ્યો છે. પરિણામે, આપણને રાજભાષા અને દેશની બધી ભાષાઓ વચ્ચે સંચાર વધારવાની ખૂબ જ સારી તક મળી છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં શરૂઆતથી જ દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી અને અન્ય ઘણા વિદ્વાનોએ હિન્દી ભાષાને સ્વીકારી તેનો પ્રચાર પણ કર્યો છે. આ દૂરંદેશી નેતાઓએ ભારતીય ભાષાઓને એકબીજા સાથે વાતચીત કરવા અને દરેક રાજ્યમાં હિન્દીને પ્રોત્સાહન આપવા માટે આગ્રહ કર્યો હતો. ગુજરાતમાં ગુજરાતી અને હિન્દીનું સહઅસ્તિત્વ રહ્યું છે, જેના પરિણામે ગુજરાતી બાળકોની પહોંચ રાષ્ટ્રીય સ્તરે ઘણી વધી છે.
તેમણે ઉમેર્યું હતું કે, દિલ્હીની બહાર આ પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાઈ રહ્યું છે. આ સંમેલન ભાષાપ્રેમીઓને નવી દ્રષ્ટિ, ઉર્જા અને પ્રેરણા આપે છે. આજે આ પરિષદમાં ઘણા પ્રકાશનો પ્રકાશિત થયા છે. જે ભાષા પ્રત્યેના આપણા પ્રેમ અને શૈલીઓમાં ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. મંત્રીશ્રીએ કહ્યું કે, હિન્દી બોલચાલ અને વહીવટની સાથે વિજ્ઞાન, ટેકનોલોજી અને ન્યાયની ભાષા પણ હોવી જોઈએ.
સારથીનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી શાહે કહ્યું કે, ‘સારથી’ એક અનુવાદ પ્રણાલી છે, જે થકી હિન્દી ભાષામાંથી ભારતની બધી માન્ય ભાષાઓમાં સરળતાથી અનુવાદ કરી શકાય છે. આ અનુવાદ પ્રણાલીના માધ્યમથી દેશના કોઈપણ રાજ્યમાંથી કરવામાં આવેલા પત્રવ્યવહારનો પ્રત્યુત્તર કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તેમની સ્થાનિક ભાષામાં આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, શિવાજી મહારાજે સ્વરાજની લડાઈ દરમિયાન ત્રણ મુદ્દા પર ભાર મૂક્યો હતો-સ્વરાજ, સ્વધર્મ અને સ્વભાષા. આ ત્રણેય બાબતો એકબીજા સાથે જોડાયેલી અને દેશના સ્વાભિમાન સાથે સંબંધિત છે. મહાત્મા ગાંધી ગુજરાત રાજ્ય સાહિત્ય પરિષદના પ્રમુખ હતા અને તેમણે ગુજરાતી શબ્દકોશના નિર્માણમાં પણ ઘણું યોગદાન આપ્યું હતું. તેઓ જાણતા હતા કે જ્યાં સુધી ભાષા મજબૂત ન હોય ત્યાં સુધી કોઈ પણ સમાજ દુનિયા સામે માથું ઊંચું રાખીને ટકી શકતો નથી. આ ઉપરાંત ડિજિટલ ‘હિન્દી શબ્દ સિંધુ’ વિશે તેમણે જણાવ્યું કે, આ શબ્દકોશમાં અંદાજે ૭ લાખ જેટલા શબ્દોનો સમાવેશ થયો છે. જે વર્ષ ૨૦૨૯ સુધીમાં વિશ્વની બધી ભાષાઓમાંનો સૌથી મોટો શબ્દકોશ બનશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દિવ્યાંગજનો માટે ખૂબ મહત્વના કાર્યો કર્યા છે. જેના ભાગરૂપે આજે પાંચ દૃષ્ટિહીન ભાઈઓ અને બહેનોને AI-સંચાલિત ચશ્મા આપવામાં આવ્યા છે. આ ચશ્માની વિશેષતા વિશે જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, AI-સંચાલિત ચશ્માની મદદથી દ્રષ્ટિહીન વ્યક્તિ માતૃભાષામાં પણ કાગળ વાંચી શકશે, પરિચિત ચહેરાઓને ઓળખવામાં મદદ મળશે, વોઇસ આસિસ્ટન્ટ સિસ્ટમની મદદથી ચલણ ઓળખી શકશે. આમ, આ ચશ્મા તેમના અંગત સહાયક તરીકે કામ કરશે.
મંત્રી શ્રી શાહે દેશભરના માતાપિતાને અપીલ કરી હતી કે, બાળકો સાથે માતૃભાષામાં વાતચીત કરવી અને તેમને માતૃભાષામાં બોલતા, લખતા અને વાંચતા શીખવવું. ઘણી ભાષાઓના વિદ્વાનો અને મનોવૈજ્ઞાનિકો દ્વારા સાબિત થયું છે કે, જ્યારે બાળક પોતાની ભાષામાં વાંચે, વિચારે, બોલે, વિશ્લેષણ કરે, તર્ક સુધારે અને પોતાની ભાષામાં નિર્ણયો લે તો તેની ક્ષમતા ૩૦ ટકા જેટલી વધી જાય છે.
તેમણે કહ્યું કે, દેશનો દરેક નાગરિક માતૃભાષાને મહત્વ આપે અને રાજભાષાને સહયોગ આપે. સંસ્કૃત ભાષાએ આપણને જ્ઞાનની ગંગા આપી છે, તો હિન્દી ભાષા એ તે જ્ઞાનને દરેક ઘર સુધી પહોંચાડ્યું છે. જ્યારે આપણી સ્થાનિક ભાષાઓએ તે જ્ઞાનને દરેક વ્યક્તિ સુધી પહોંચાડ્યું છે. વડાપ્રધાનશ્રીએ વિવિધ ટેકનોલોજીના માધ્યમથી સ્થાનિક ભાષાઓને મજબૂત બનાવવાનું સુંદર કામ કર્યું છે, જેના ભાગરૂપે ગૃહ મંત્રાલયમાં ભારતીય ભાષા વિભાગની રચના કરવામાં આવી છે. જે ફક્ત સત્તાવાર ભાષાઓ જ નહીં પરંતુ દેશની તમામ ભારતીય ભાષાઓને સુદ્રઢ કરવાનું કામ કરે છે. દેશના લગભગ ૫૩૯ શહેરોમાં તેમજ લંડન, સિંગાપોર અને દુબઈની જેમ વિદેશોમાં પણ સત્તાવાર ભાષા સમિતિની રચના કરવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હિન્દી દિવસની સૌને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું હતું કે, સરદાર સાહેબે આઝાદી પછી બધા રાજ્યો-પ્રદેશોને જોડીને અખંડ ભારતનું નિર્માણ કર્યુ છે. હવે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાષા અને સંસ્કૃતિની કડી બનાવીને એક ભારત-શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે તેમ તેમણે ગૌરવસહ ઉમેર્યુ હતું.
તેમણે જણાવ્યું કે, ભાષા કોઇ પણ હોય અભિવ્યક્તિ સાથે તે સંસ્કૃતિનું પણ અભિન્ન અંગ છે. મુખ્યમંત્રીશ્રીએ ૧૯૪૯માં ૧૪મી સપ્ટેમ્બરે સંવિધાન સભાએ હિન્દીને રાજભાષા તરીકે સ્વીકૃતિ આપી તેનો ઉલ્લેખ કરતાં ઉમેર્યુ કે, ૨૦૧૯થી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે આ હિન્દી દિવસની ઉજવણી દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં કરાવવાની પરંપરા શરૂ કરીને ઉજવણીને નવી ગરિમા આપી છે.
આ સંદર્ભમાં ગુજરાતમાં ઉજવાઇ રહેલા આ વર્ષના હિન્દી દિવસ અને પાંચમા રાજભાષા સંમેલનની ગાંધીનગરમાં થતી ઉજવણીમાં તેમણે સૌને આવકાર્યા પણ હતા. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ આપેલા વિકસિત ભારતના સંકલ્પને પાર પાડવા તથા ભવિષ્યના ભારત માટે આપણા સાંસ્કૃતિક મૂલ્યો અને મૂળ સાથેનું જોડાણ આવશ્યક છે.
આ માટે પ્રાદેશિક ભાષાઓ સાથે રાજભાષાને પણ રોજિંદા જીવનમાં અપનાવવા તેમણે અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ રાજભાષા વિભાગ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના દિશા નિર્દેશનમાં કરવામાં આવેલા ડિજીટલ હિન્દી શબ્દસિંધુ જેવા પ્રયાસોને બિરદાવ્યા હતા. આના પરિણામે ૭ લાખથી વધુ શબ્દો આ શબ્દસિંધુમાં સમાવિષ્ટ થયા છે એમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે હિન્દીનું સન્માન એ અન્ય ભારતીય ભાષાઓના ગૌરવનું પણ સન્માન છે. ગુજરાતની ભૂમિ અલગ અલગ ભાષાઓ અને સંસ્કૃતિનો સંગમ છે અને તેના સહઅસ્તિત્વ સાથે ગુજરાત વિકસિત ભારતમાં યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. તેમણે હિન્દી સહિતની બધી ભાષાઓની શક્તિ જોડીને ભારતને આત્મિનર્ભર, વિકસિત અને સુસંસ્કૃત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ હિન્દી દિવસે લેવાનો સૌને અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી બંદી સંજયકુમારે ભાષાઓના સહકાર સાથે હિન્દી ભાષાના થતાં સશક્તિકરણને બિરદાવી કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ અને આત્મનિર્ભર બન્યું છે. આજે હિન્દી વિશ્વમાં મજબૂત રીતે પ્રસ્થાપિત થઈ છે. શિક્ષણ, વ્યવસાય, તકનીકી વગેરે ક્ષેત્રે હિન્દી ભાષા આગળ વધી રહી છે. હિન્દી ભાષા હવે માત્ર સંવાદ નહીં પરંતુ જ્ઞાન વિજ્ઞાનની મુખ્ય ભાષા તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. રાજભાષા વિભાગ દ્વારા સાત લાખથી વધુ શબ્દોનો શબ્દકોશ નિર્મિત કરવામાં આવ્યો છે, જેમાં ૨૫,૦૦૦ જેટલા શબ્દ અન્ય ભારતીય ભાષાઓમાંથી પણ લેવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભારતની પ્રાદેશિક ભાષાઓ સાથે સંકલન કરીને હિન્દી ભાષા તેનો પ્રસાર વધારી રહી છે. આમ છતાં ભારતના યુવા વૈજ્ઞાનિકો તેમના સંશોધનો, તકનીકી ઉપકરણોના આવિષ્કારો હિન્દી ભાષામાં રજૂ કરશે ત્યારે જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દીની યાત્રા આગળ વધશે.
સ્વાગત ઉદ્બોધન કરતા રાજભાષા વિભાગના મુખ્ય સચિવ ડૉ. અંશુલી આર્યાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં સુરત અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ભવ્ય આયોજનનું સાક્ષી બન્યું હતું, અને હવે વર્ષ ૨૦૨૫માં ગાંધીનગર આ મહત્વપૂર્ણ સંમેલનની યજમાની કરી રહ્યું છે. દેશની એકતા, સુરક્ષા, વિકાસ અને સાંસ્કૃતિક સ્વાભિમાન માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના અથાગ પ્રયાસોના પરિણામે આ સંમેલનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
ડૉ. આર્યાએ વધુમાં જણાવ્યું કે, તા. ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણ સભાએ હિન્દીને રાજભાષાનું ગૌરવ આપ્યું હતું, ત્યારથી આ ઐતિહાસિક દિવસને દર વર્ષે હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી કામકાજમાં રાજભાષાનો પ્રગતિશીલ ઉપયોગ ખૂબ વધ્યો છે અને સાથે જ પ્રાદેશિક ભાષાઓને પણ યોગ્ય સન્માન મળ્યું છે.
ગૃહમંત્રીશ્રીના હસ્તે રાજભાષા વિભાગ દ્વારા ભારતીય ભાષા અનુભાગ માટે તૈયાર કરાયેલ બહુભાષી અનુવાદ સોફ્ટવેરનું તથા ડિજિટલ હિન્દી શબ્દકોશ હિન્દી શબ્દ સિંધુના ઉન્નત સંસ્કરણના સાત લાખ શબ્દો સાથેના નવા રૂપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજભાષા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ હિન્દી અને સહકારિતા પર કેંદ્રિત વિશેષાંક તથા ‘હિન્દી અને ભારતીય ભાષાઓ: અનુવાદના આયામ’ નામક પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
વધુમાં, ગૃહમંત્રીશ્રી દ્વારા ૧૨થી વધુ સંસ્થા તથા સાહિત્યકારોને રાજભાષા ગૌરવ તથા રાજભાષા કીર્તિ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા. સાથે જ રાજભાષા વિભાગના માર્ગદર્શન હેઠળ વિવિધ બેંક, ઈસરો અને અન્ય સંસ્થાઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા પુસ્તકો અને પત્રિકાઓનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ, સંસદીય રાજભાષા સમિતિના ઉપાધ્યક્ષ શ્રી ભર્તૃહરિ મહતાબ, અમદાવાદના સાંસદ શ્રી દિનેશ મકવાણા, કેન્દ્રીય રાજભાષા વિભાગના સંયુક્ત સચિવ શ્રી મીનાક્ષી ચૌલી, ગુજરાતી શિક્ષણવિદ્ પ્રો. વિજય પંડ્યા સહિત ૬ હજારથી વધુ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
—–
[9/14, 4:43 PM] Dilip Gajjar.Mahiti.Press: 14-09-2025 HINDI DIVAS UJAVANI HON’BLE HM AND HON’BLE CM https://photos.app.goo.gl/bJEFpWBHGLVqPg3v6
[9/14, 6:19 PM] Dilip Gajjar.Mahiti.Press: *સરદાર ધામ ખાતે*
*કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે ફેઝ-૨ કન્યા છાત્રાલય તથા રૂ. ૧૦૦ કરોડની ‘દીકરી દત્તક યોજના’નું લોકાર્પણ*
—–
*લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ*
—–
*-:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ:-*
– *સરદાર ધામનું સ્લોગન “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” જો દરેક સમાજ સ્વીકારે તો શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય*
– *પટેલ સમાજ એટલે એવો સમાજ જે અભ્યાસુઓ માટે એક અભ્યાસનો વિષય*
—–
*સરદાર ધામે ૩ હજાર દીકરીઓ માટે ભણવા, રહેવા અને જમવાની સગવડ સાથે છાત્રાલય શરૂ કરી કન્યા કેળવણીનો પાયો મજબૂત કર્યો: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ*
—–
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે સરદાર ધામ ખાતે ફેઝ-૨ કન્યા છાત્રાલય તથા રૂ. ૧૦૦ કરોડની ‘દીકરી દત્તક યોજના’નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સરદાર ધામ ખાતે આવેલી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા. વધુમાં તેમણે સરદાર ધામના તમામ ટ્રસ્ટીઓ સાથે સીધો સંવાદ કરી રાષ્ટ્ર નિર્માણમાં સરદારધામની ભૂમિકા અંગે સવિશેષ ચર્ચા પણ કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સમાજને ઉલ્લેખી જણાવ્યું હતું કે, દરેક સમાજ આ રીતે જાગૃત બને તો સરકારનું કાર્ય સરળ અને સહજ થઈ જાય. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, પટેલ સમાજ એટલે એવો સમાજ જે અભ્યાસુઓ માટે એક અભ્યાસનો વિષય છે. આ સમાજે સ્થાપેલા ધંધા, રોજગાર, ટ્રાન્સપોર્ટેશન દરેક વિષય અભ્યાસનો છે, કે તેમાં વર્ષો સુધી વર્ચસ્વ કેવી રીતે સ્થાપિત કરી શકાય. વધુમાં, પટેલ સમાજનું સમગ્ર ગુજરાતના વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન રહેલું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ કન્યા છાત્રાલયની શરૂઆતને ખૂબ જ ઉમદા કાર્ય જણાવતા ઉમેર્યું હતું કે, દીકરીઓને હોસ્ટેલમાં મુકતા મા બાપ ગભરાય છે, ત્યારે પોતાના સમાજ દ્વારા જ્યારે આવી સુરક્ષિત વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો અંતરિયાળ ગામડાઓમાંથી પણ દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે બહાર આવી પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકશે. તેમણે ઉમેર્યું હતું કે, સરદાર ધામનું સ્લોગન “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” જો દરેક સમાજ સ્વીકાર કરે તો ખરેખર રાષ્ટ્રનું શ્રેષ્ઠ નિર્માણ થતા કોઈ અટકાવી શકે નહીં.
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સરદાર ધામની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, આ અદભૂત સંગઠન થકી ૩ હજાર દીકરીઓ અને ૨ હજાર દીકરાઓ ભણીને સમાજ, રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવા આશયથી સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી કલ્પના જમીન ઉપર આબેહુબ ઉતરી છે, તે ખૂબ આનંદની વાત છે.
પોતાના જીવનના વિકાસ માટે ઉચ્ચ શિક્ષણ થકી દીકરીઓ મજબૂત બની શકે તે માટેના સમાજના પ્રયત્નની સરાહના કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તેમના ૪૦ વર્ષના જાહેર જીવનમાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ, લાઇબ્રેરી, છાત્રાલયની મુલાકાત કરી છે, જેમાંથી સરદાર ધામ ખાતે કરવામાં આવેલી છાત્રાલયની વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે ખૂબ સુંદર અને સુવિધાયુક્ત છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ઉપસ્થિત ટ્રસ્ટીઓને સૂચન કરતાં જણાવ્યું હતું કે, આ સંસ્થા દ્વારા છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અને હિન્દી ભાષા શીખવા માટેના વર્ગો ચાલુ કરવા જોઈએ. જેથી આ યુવા પેઢી માતૃભાષા શીખી, સમાજની તળપદી ભાષા સમજી શકે અને ભવિષ્યમાં સમાજસેવા સરળતાથી કરી શકે. આ ઉપરાંત મંત્રીશ્રીએ સંસ્થાની ઈ-લાઇબ્રેરી વધુ સમૃદ્ધ બને તે માટે અન્ય લાઇબ્રેરીઓ સાથે ઓનલાઇન કનેક્ટ થઈ, વધુમાં વધુ પુસ્તકો ઉપલબ્ધ થાય તેવું પણ સૂચન કર્યું હતું. જેના પરિણામે UPSC અને GPSCની ટ્રેનીંગ માટે આવતા વિદ્યાર્થીઓને વધુ સરળતા રહે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની સમગ્ર ભારતમાં ઉજવણી થવા જઈ રહી છે, તેવા લોખંડી પુરુષ અને અખંડ ભારતના નિર્માતાના વારસદાર હોવાના ગર્વ સાથે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, કોઈપણ સમાજની પ્રગતિ સ્ત્રી સશક્તિકરણ વગર સંભવ નથી. જેથી સરદારધામે ૩ હજાર દીકરીઓ માટે ભણવા, રહેવા અને જમવાની સગવડ સાથે છાત્રાલય શરૂ કરી કન્યા કેળવણીનો પાયો મજબૂત કર્યો છે. આ ઉપરાંત દીકરીઓ માટે રૂ. ૧૦૦ કરોડની ‘દત્તક દીકરી યોજના’નું પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે લોકાર્પણ કર્યુ છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સમાજના શ્રેષ્ઠ દાતાઓ દ્વારા દીકરીઓનું ભવિષ્ય ઉજવળ બને છે, તે માટે દાતાશ્રીઓને પણ તેમણે અભિનંદન પાઠવું છું.
વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના સફળ નેતૃત્વમાં દેશની સીમા અને સુરક્ષા બંને મજબૂત બની છે. જે અંતર્ગત તા. ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં નક્ષલવાદનો સંપૂર્ણ અંત લાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ મુખ્યમંત્રીશ્રીએ ૨૦૪૭ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બની, સ્વદેશી અપનાવતા આ દિવાળીએ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા પર ભાર મૂક્યો હતો. તેમજ આવા નાના નાના વિકાસ કાર્યો થકી રાષ્ટ્રીય નિર્માણ અને વિકસિત ભારતમાં સહયોગ આપવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત સરદાર ધામના પ્રમુખ શ્રી રવજીભાઈ સુતરીયા દ્વારા મહાનુભાવોનું સરદાર ધામના ૧૦૪૧ ટ્રસ્ટીઓ વતી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું, અને તેમના દ્વારા સરદાર ધામના ભવિષ્યના આયોજન પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
—–
[9/14, 6:32 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1iqMbAGwf1bY1_YuiFuEY8XFTZVR3yYrs?usp=sharing
[9/14, 6:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *દેશમાં ખેલાડીઓને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર- તાલીમ, સિલેક્સનમાં પારદર્શિતા, સારા પર્ફોર્મરને વિશ્વ રમતોમાં દેશના પ્રતિનિધિત્વની તક જેવા મોટા બદલાવો સ્પોર્ટ્સ ક્ષેત્રે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આવ્યા છે: ગૃહ મંત્રીશ્રી અમિત શાહ*
*****
*કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું*
****
*₹૮૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ*
****
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખ માંડવિયાની પ્રોત્સાહક ઉપસ્થિતિ*
****
*-:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ:-*
– ખેલકૂદ – સ્પોર્ટ્સ ભારતનો આત્મા
– વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ આધુનિક, વિશાળ અને પરિપૂર્ણ
– અમદાવાદ દેશની ખેલકૂદ રાજધાની, સ્પોર્ટ્સ કેપિટલ બનશે
****
*-:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-*
– સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ ૨૦૨૫ અને નેશનલ એન્ટી ડોપિંગ એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૫ થકી દેશમાં ખેલાડીઓના હિતોના રક્ષણનું મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું
– ‘વિરાસત ભી, વિકાસ ભી’ સાકાર કરીને વડાપ્રધાનશ્રીએ આપણી પ્રાચીન રમતગમત ધરોહરને આધુનિક ઓપ આપ્યો છે.
****
*-:કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખ માંડવિયા:-*
– વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે નવું ભારત એટલે કે ‘વિકસિત ભારત, સમૃદ્ધ ભારત’નું નિર્માણ થઈ રહ્યું છે
****
ઓલિમ્પિક ૨૦૩૬ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદના નારણપુરામાં ₹૮૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું.
રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખ માંડવિયા, રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, રમતગમત રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા મેયર શ્રી પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા.
*દેશના ખેલાડીઓને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે* જણાવ્યું હતું કે ખેલકૂદ સ્પોર્ટ્સ ભારતનો આત્મા છે. રમતગમતની શરૂઆત ભારતમાં થઈ હતી અને ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે ત્યારે ખેલકૂદ ક્ષેત્રમાં અવ્વલ સ્થાને રહેવું એ આપણું લક્ષ્ય હોવું જોઈએ.
તેમણે કહ્યું કે, દેશમાં ખેલાડીઓને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર- તાલીમ- સિલેક્સનમાં પારદર્શિતા – સારા પર્ફોર્મરને વિશ્વ રમતોમાં દેશના પ્રતિનિધિત્વની તક જેવા મોટા બદલાવો સ્પોર્ટ્સ ક્ષેત્રે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આવ્યા છે. પાછલા ૧૦ વર્ષમાં ભારતના સ્પોર્ટ સેક્ટરનું પરિદ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે, વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ આધુનિક વિશાળ અને પરિપૂર્ણ છે. લોકાર્પણ પહેલાં જ બે મોટી સ્પર્ધાઓ અહીં યોજાઇ ચૂકી છે. અહીં રમવા આવેલા દેશ વિદેશના ખેલાડીઓ, તેમના ખેલકૂદ મંડળોના અધ્યક્ષોએ પ્રતિભાવ આપ્યો છે કે, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધાઓ વર્લ્ડ ક્લાસ છે, આધુનિક છે.
મંત્રીશ્રીએ અમદાવાદના નારણપુરા સ્થિત સ્પોર્ટ કોમ્પ્લેક્સને સ્વાતંત્ર સેનાની વીર સાવરકરનું નામ આપવા સંદર્ભે જણાવ્યું કે, મહાન સ્વાતંત્ર વીર સાવરકર ખૂબ જ માહેર તરવૈયા હતા. અંગ્રેજોની ચુન્ગાલ માંથી છૂટવા તેઓ આગબોટમાંથી બેડીઓ સાથે કૂદીને, દરિયો ઓળંગીને ફ્રાન્સ પહોંચ્યા હતા.
અંગ્રેજ શાસિત ભારત ના ઇતિહાસ માં ૧૨૦ વર્ષની બેવડી જનમટીપની સજા મેળવનારા એકમાત્ર ક્રાંતિવીર સાવરકર અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવા માટે સતત લડ્યા છે. ૧૮૫૭ ના સંગ્રામને અંગ્રેજોએ સૈનિક બળવો ગણાવ્યો હતો, પરંતુ વીર સાવરકરે આને સ્વાતંત્ર સંગ્રામ ગણાવ્યો હતો. એવા વીર સાવરકરને આ સ્પોર્ટ સંકુલ સમર્પિત છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે, અહીં જે પણ ખેલાડી રમવા આવશે તે પોતાના માટે નહીં પરંતુ તેના દેશ માટે મેડલ જીતવાની આશા સાથે આવશે. વીર સાવરકર સ્પોર્ટ સંકુલ, આવા ખેલાડીઓને યથાર્થ પ્રેરણા આપશે.
કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે, અમદાવાદ દેશની ખેલકૂદ રાજધાની, સ્પોર્ટ્સ કેપિટલ બનશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા આધુનિક સંકુલોથી રમત ગમતની પૂરતી સુવિધાઓ વિકસી છે.
તેમણે વધુમાં કહ્યું કે, ૧૦ વર્ષ પહેલાં UPA સરકારમાં ખેલકૂદ વિભાગનું બજેટ ૧૬૪૩ કરોડ હતું જે વધીને હવે ૫૩૦૦ કરોડ થયું છે. ખેલો ઇન્ડિયા જેવી સ્પર્ધાઓના માધ્યમથી ખેલાડીઓનું પર્ફોર્મન્સ, ન્યુટ્રીશન ચિકિત્સા, ઇંજરી વગેરેનું ધ્યાન રખાય છે. દેશમાં નવું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે. ખેલો ઇન્ડિયા ગેમ્સ, પેરાગેમ્સ અને વિન્ટર ગેમ્સ પણ યોજાય છે. નવી ખેલ નીતિ સ્પોર્ટ્સ પોલીસી પણ આપણે લાવ્યા છીએ.
સ્પોર્ટ પોલિસીના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતના ખેલાડીઓને વૈશ્વિક મંચ મળે, ખેલકુદના માધ્યમથી આર્થિક વિકાસ અને સામાજિક વિકાસ થાય, ખેલકૂદ એક જનઆંદોલન બને તેમ જ શિક્ષણ અને રમતગમતનું એકીકરણ થાય તેવા પાંચ પિલર્સ ઉપર નવી સ્પોર્ટ્સ પોલીસી આધારિત છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી એ ભારપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની સરકાર આવ્યા પછી દેશના ખેલાડીઓનું ઓલમ્પિક, કોમનવેલ્થ અને વિન્ટર ગેમ્સમાં પર્ફોર્મન્સ વધુ ઉત્કૃષ્ટ બન્યું છે.
આ અંગે વધુ વિગતો આપતા મંત્રી શ્રી એ કહ્યું કે, ૧૯૪૭ થી ૨૦૧૨ સુધીમાં તમામ ઓલમ્પિકમાં ભારતને ૨૦ ગોલ્ડ મેડલ મળ્યા હતા જ્યારે પાછલા ૮ વર્ષમાં ૧૫ ઓલમ્પિક મેડલ મળ્યા છે. પેરા ઓલમ્પિકમાં ૮ મેડલ મળ્યા હતા, મોદી સરકાર આવ્યા પછી ૫૨ મેડલ મળ્યા છે. ડેફ ઓલમ્પિકમાં બે મેડલ મળ્યા હતા, હવે ૨૨ મળ્યા છે.
તેમણે ઉમેર્યું કે, ૨૦૨૯માં અમદાવાદમાં પોલીસ અને ફાયર વિભાગના જવાનોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ થવાની છે. ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાય તે માટેની મંજૂરી ટૂંક સમયમાં મળે તેવી સંભાવના છે. અને ૨૦૩૬ માં ઓલમ્પિક પણ અમદાવાદમાં રમાય તે માટે સરકાર કટિબધ્ધ છે.
આ પ્રસંગે શ્રી અમિતભાઈ શાહે વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સની અત્યાધુનિક સુવિધાઓનો ચિતાર પણ આપ્યો હતો.
મંત્રીશ્રીએ પોતાના મતવિસ્તાર અને પોતાના વોર્ડમાં નિવાસસ્થાનથી નજીક જ અધ્યાધુનિક રમતગમત સંકુલ આકાર પામ્યું છે તેની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને અહીંની ૨૧ એકર જમીનમાં આ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બને તેની મંજૂરી માટે વિનંતી કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વિસ્તારમાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને તેવા આગ્રહ સાથે મંજૂરી આપી હતી, જે આ અદ્યતન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણથી પૂર્ણ થઈ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
*વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે* જણાવ્યું હતું કે અમદાવાદ અને ગુજરાતને આજે વિશ્વ કક્ષાના સ્પોર્ટ્સ સંકુલની ભેટ મળી રહી છે. સંવિધાનનું ૭૫મું વર્ષ અને દેશમાં હિન્દી દિવસની ઉજવણીના અવસરે અમદાવાદમાં ₹૮૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલું સંકુલ ગુજરાતને રમતગમત ક્ષેત્રે નવી દિશા આપશે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી કહે છે કે, “દરેક ક્ષેત્રમાં વિકાસ અને વિકાસ માટે રમતગમત આગવું મહત્વ ધરાવે છે.” આપણા ગ્રંથોમાં પણ કૌશલ્ય વિકાસનો ઉલ્લેખ છે. રમતગમતની આપણી વિરાસત સંખ્યાબંધ ઉદાહરણોની સાક્ષી છે. આપણા આ વારસાને વડાપ્રધાનશ્રીએ ‘વિરાસત ભી, વિકાસ ભી’ના ધ્યેય સાથે આધુનિક ઓપ આપ્યો છે એમ મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું હતું.
દેશમાં નેશનલ સ્પોર્ટ્સ પોલીસી અને તેને પગલે સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસી હોવાનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે તાજેતરમાં સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ ૨૦૨૫ અને નેશનલ એન્ટી ડોપિંગ એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૫ પસાર કરીને ખેલાડીઓના હિતોના રક્ષણનું પગલું ભરવામાં આવ્યું છે, આ જ બાબત પુરવાર કરે છે કે દેશમાં રમતગમત પર વિશેષ ધ્યાન અપાયું છે. આપણા ખેલાડીઓ પણ વૈશ્વિક સ્તરે તેમનું કૌશલ્ય ઝળકાવી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ઓલિમ્પિક રમતોની યજમાની માટે અમદાવાદ સજ્જ બન્યું છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પણ અમદાવાદ સમર્થ બન્યું છે. આજે લોકાર્પિત થયેલું સ્પોર્ટ્સ સંકુલ રાજ્યના ખેલાડીઓ માટે એક મહત્વનું પ્લેટફોર્મ પુરવાર થશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
રાજ્યમાં ઉભરતા સ્પોર્ટ્સ કલ્ચરનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચર સતત વિકાસ પામી રહ્યું છે.
રાજ્યમાં રમતગમત ક્ષેત્રે માળખાગત સુવિધાઓ અનેકગણી વધી છે. બે દાયકામાં રાજ્યના સ્પોર્ટ્સ બજેટમાં અનેકગણો વધારો થયો છે. આજે રાજ્યનું સ્પોર્ટ્સ બજેટ ₹૪૮૬ કરોડનું છે. જેના પરિણામે આજે રાજ્યના ૨૧ જિલ્લાઓમાં ૨૩ રમતગમત સંકુલો કાર્યાન્વિત થયા છે.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ પાસે ૨૩૩ એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બની રહ્યું છે. દિવ્યાંગ રમતવીરો માટે પેરા એથ્લિટ હાઈ પરફોર્મન્સ સેન્ટર પણ બની રહ્યું છે. આ બાબત પુરવાર કરે છે કે રમતવીરોને શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સાથે જ, વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’, સ્વદેશીને પ્રોત્સાહન જીએસટી રીફોર્મ્સ જેવા સ્તુત્ય પગલાઓને પણ મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા.
*કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ* દેશના સૌથી મોટા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગને ગૌરવપૂર્વક ક્ષણ ગણાવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે નવું ભારત એટલે કે ‘વિકસિત ભારત, સમૃદ્ધ ભારત’નું નિર્માણ થઈ રહ્યું છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દેશમાં રમતગમત ક્ષેત્રે અનેક સકારાત્મક પગલાંઓ લેવાયા, જેને લીધે ભારત આજે ખેલકૂદ ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ કરી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના સ્વપ્ન ‘વિકસિત ભારત’ની સંકલ્પનામાં રમતગમત ક્ષેત્રે થયેલ વિકાસકાર્યો મહત્વના બની રહેશે એમ કેન્દ્રીય રમતગમત મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, નવનિર્મિત સ્પોર્ટ્સ પોલિસીના માધ્યમથી મજબૂત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમનું નિર્માણ કરાયું છે જે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં મહત્વનું બની રહ્યું છે.
શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ આગામી દિવસોમાં ખેલાડીઓના સપના અને મેડલનું સાક્ષી બનવાનું છે.
*વિશ્વ કક્ષાના રમતગમત સંકુલના લોકાપર્ણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા રમતગમત રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીએ* સૌને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે એક અનમોલ ભેટ સ્વરૂપ આ ભવ્ય અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાત અને દેશને આપ્યું છે.
શ્રી હર્ષભાઈ સંઘવીએ વધુમાં વાત કહ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલાં જ્યારે આ કોમ્પ્લેક્સનો પાયો નાખવામાં આવ્યો ત્યારે શ્રી અમિતભાઈ શાહે વચન આપ્યું હતું કે ત્રીસ મહિનાની અંદર આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ જશે. તેમણે સતતપણે આ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના નિર્માણ કાર્યમાં રસ દાખવીને તેની કામગીરીની સતત સમીક્ષા કરી છે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના નિર્માણ થકી દેશના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે.
શ્રી હર્ષભાઈ સંઘવીએ ઉમેર્યું હતું કે, દેશના ઇતિહાસમાં પહેલી જ વાર એવું બન્યું છે કે કોઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સત્તાવાર લોકાર્પણ પહેલાં જ તેમાં આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ યોજાઈ છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ સફળતાપૂર્વક આયોજિત થઈ હતી અને આવનારા સમયમાં અહીં એશિયન એક્વેટિક્સ કોમ્પિટિશનનું પણ આયોજન થવાનું છે, જેમાં વિવિધ દેશોના અંદાજે ૧૨૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લેશે, એમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં નારણપુરા ખાતે નિર્માણ પામેલું વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં એક્વેટિક્સ સ્ટેડિયમ, સ્પોર્ટ્સ સેન્ટર ઓફ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, કોમ્યુનિટી સ્પોટ્સ સેન્ટર, આઉટડોર કોર્ટ અને ફિટ ઇન્ડિયા ઝોન જેવા વિવિધ વિભાગોમાં અનેકવિધ રમતો, તેના કોચિંગ, પ્રેક્ટિસ, સહિત નાગરિકો અને ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ, યોગા અને ફિટનેસ એક્ટિવિટીઝ માટે અનેકવિધ સુવિધાઓ અને અત્યાધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના લોકાપર્ણ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી નરહરિભાઈ અમીન અને શ્રી બાબુભાઈ દેસાઈ, લોકસભા સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ અને શ્રી દિનેશભાઈ મકવાણા, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, કેન્દ્રીય રમતગમત સચિવ શ્રી હરિરંજન રાવ, રમતગમત વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડીજી શ્રી સંદીપ સાંગલે, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ, કોચશ્રીઓ, રમતગમતના ક્ષેત્રે સંકળાયેલી સંસ્થાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
**************
[9/14, 6:55 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1XWGN_0TB9-HxklNHnhN8Nyi6DhohGzTC
[9/14, 7:14 PM] Dilip Gajjar.Mahiti.Press: *પત્રકાર પરિષદ*
‘સ્વસ્થ ગુજરાત,મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત ‘મેદસ્વિતા મુક્તિ નિવારણ કેમ્પ’ ની વિગતો આપવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.
*આપ સૌ મીડિયા મિત્રોને પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ છે*
*તા.૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫, (સોમવાર)*
*સમય: બપોરે ૩.૦૦ કલાકે*
*સ્થળ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કચેરી, બ્લોક નં. ૩/૪, ઈ -વિંગ, કર્મયોગી ભવન, ગાંધીનગર*
*ન્યુઝ અને મીડિયા રિલેશન શાખા,માહિતી નિયામકની કચેરી ગાંધીનગર*
**************†**†***********
[9/13, 2:56 PM] Neha Talaviya.Mahiti: *સુધારેલ આમંત્રણ*
હિન્દી દિવસ-૨૦૨૫ અને પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન તા.૧૪ અને ૧૫ સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. જેનો શુભારંભ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરશે. આ કાર્યક્રમમાં ૭૦૦૦ થી વધુ અધિકારીઓ સહભાગી થશે. આ કાર્યકમના કવરેજ માટે મિડીયાના મિત્રોને ઉપસ્થિત રહેવા આમંત્રણ છે.
*તારીખ: ૧૪/૦૯/૨૦૨૫*
*સમય: સવારે ૧૦.૦૦ કલાકે*
*સ્થળ: કન્વેન્શન હોલ, મહાત્મા મંદિર, ગાંધીનગર.
નોંધ: *મિડીયાના મિત્રોએ મહાત્મા મંદિર ખાતે ગેટ નં.૧થી પ્રવેશ મેળવવાનો રહેશે*
*સંપર્ક: પારૂલ મણિયાર : ૯૯૦૪૫૩૦૬૭૦*
આભાર સહ
નાયબ માહિતી નિયામક, ગાંધીનગર
*******
[9/13, 5:53 PM] Neha Talaviya.Mahiti: *તા.૧૩-૦૯-૨૦૨૫ના રોજ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કુલ ૧૭૦૫૧ કેસનો નિકાલ*
…..
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, (નાલ્સા) ના આદેશ અનુસાર તારીખ ૧૩-૦૯-૨૦૨૫ ના રોજ નેશનલ લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યું હતું.તેના ભાગરૂપે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટના માનનીય ચીફ જસ્ટીસ તથા પેટ્રોન ઈન ચીફ ન્યાયમૂર્તિ શ્રીમતિ સુનિતા અગ્રવાલ સાહેબશ્રી અને કારોબારી અધ્યક્ષ ન્યાયમૂર્તિશ્રી એ.વાય.કોગ્ને સાહેબશ્રીના સતત માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવશ્રી એચ.એમ.પવાર સાહેબશ્રી તથા સુશ્રી હિતા આઈ. ભટ્ટ સાહેબશ્રીની અવિરત પ્રોત્સાહનથી જિલ્લાની તમામ જિલ્લા અદાલત અને તાલુકાની અદાલતોમાં માનનીય ઈનચાર્જ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રી તેમજ અધ્યક્ષશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગરના શ્રી જે.એન.ઠકકર સાહેબશ્રીની અધ્યક્ષતા હેઠળ તારીખ ૧૩-૦૯-૨૦૨૫ ના રોજ નેશનલ લોક અદાલત નુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ નેશનલ લોક અદાલતમાં ચેક રીટર્ન અંગેની કુલ ૧૧૧ અપીલ માંથી – ૬૪ અપીલોના કિસ્સામાં સુખદ સમાધાનથી નિકાલ કરવામા આવ્યો છે. તેમજ મોટર અકસ્માત ના ૪૭ કેસનો સુખદ સમાધાનથી નિકાલ કરીને રૂા. ૪,૯૭,૮૦,૪૯૯/- નુ વળતર ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો. અન્ય ૮૧૮ કેસમાં સુખદ સમાધાનથી નિકાલ કરવા સાથે સ્પેશ્યલ સીટીંગમાં ૨૨૪૬, ફોજદારી કેસોનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો.ઉપરાંત પ્રિ-લીટીગેશન લોક અદાલત માં કુલ ૧૩૯૮૭ કેસનો સમાધાનથી નિકાલ કરવામાં આવતા કુલ ૧૭૦૫૧ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જીલ્લા અદાલતમાં પેન્ડીગ કુલ કેસો પૈકી નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ છે. વધુમાં ગાંધીનગર જીલ્લા ખાતેના પેન્ડીંગ સમાધાન લાયક કેસો જેમ કે,મોટર અકસ્માત વળતરના કેસ, નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ ની કલમ ૧૩૮ (ચેક રીર્ટન), લગ્ન વિષયક (છુટાછેડા સીવાયના) તેમજ જમીન સંપાદન વળતરના કેસમાં સમાધાનથી નિકાલ કરવાની ઝુબેશ ઉપાડવામાં આવેલ, જે અન્વયે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગરની કચેરી દ્વારા ઉપરોક્ત મુજબના કેસ દરેક અદાલત ખાતેથી આઈડેન્ટીફાય કરવામાં આવ્યા હતાં. તેમજ તેનો નિકાલ ઝડપથી થાય તે માટે જયુડીશીઅલ ઓફીસરશ્રી તેમજ મીડીએટરશ્રીની અલગ અલગ બેન્ચ બનાવવામાં આવેલ છે, જે બેન્ચ દ્વારા ઉપરોકત કેસમાં સમાધાનથી નિકાલ થાય તે માટે કન્સીલેશનની કામગીરી કરવામાં આવેલ જેના ભાગરૂપે આજરોજ તારીખ ૧૩-૯-૨૦૨૫ ના રોજ મોટર અકસ્માત વળતરના કેસ અન્વયે બનાવવામાં આવેલ બેન્ચના અથાગ પ્રયત્નથી મોટર અકસ્માત વળતરનો કેસ જે વર્ષ-૨૦૧૭ મા એમ.એ.સી.પી. નં. ૪૦૮/૧૭દાખલ થયેલ હતો તે કેસમાં ઈન્સ્યુરન્સ કંપનીના વકીલશ્રી કે.સી. મહેતા તેમજ અરજદારના વકીલશ્રી વી.સી.પટેલ તથા જે.એ.પરીખ તથા લીગલ ઓફીસરશ્રી વિવેક શાહ અને અલ્પેશ પટેલનાઓએ કન્સીલેશનની કામગીરી અન્વયે પક્ષકારો વચ્ચે સમાધાનથી ઝડપી નિકાલ કરવામાં સમંત થયેલ છે.
જે કેસની હકીકતો મુજબ તા. ૩/૯/૧૬ ના રોજ અકસ્માત થતા અવસાન થયેલ હતું. ત્યારબાદ તેમના વારસદારો દ્વારા અકસ્માત વળતર મેળવવા માટે વળતર અરજી ગાંધીનગર મોટર એકસીડેન્ટ ટ્રીબ્યુનલ સમક્ષ દાખલ કરવામાં આવેલ, આ કેસ તા.૧૩/૯/૨૦૨૫ નાં રોજ યોજાયેલ લોક-અદાલતમાં સમાધાન માટે મુકવામાંઆવેલ હતો, જેમાં સુખદ સમાધાન થતાં, એચ.ડી.એફ.સી. અર્ગો જનરલ ઇન્શયુરન્સ વીમા કંપની ઘ્વારા અરજદારના વારસોને કુલ રૂા. ૧,૮૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એક કરોડ એશી લાખ) નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. એચ.ડી.એફ.સી. અર્ગો જનરલ ઇન્શયુરન્સ તરફે વકીલશ્રી કે.સી.મહેતા હાજર રહેલ હતા. તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગરના માનનીય ઈ/ચા. અધ્યક્ષ જે.એન.ઠકકર સાહેબશ્રીના આમંત્રણને માન આપી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના માનનીય સભ્ય સચિવશ્રી એચ.એમ.પવાર સાહેબશ્રી લોક અદાલત દરમિયાન વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરુ પાડયું હતું.
….
*નેહા તલાવિયા*
[9/13, 8:38 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *હિન્દી દિવસ ૨૦૨૫*
૦૦૦૦૦૦૦
*ભારતની અનોખી ભાષાકીય ઉજવણી એટલે હિન્દી દિવસ*
૦૦૦૦૦૦૦
*હિન્દી ભાષામાં રોજગારની અનેક તકો: નવા ક્ષેત્રોમાં હિન્દી ભાષાનો થતો વિશેષ ઉપયોગ*
*- ડો. આલોક કુમાર ગુપ્તા*
૦૦૦૦૦૦૦
*રાષ્ટ્રભાષા હિન્દી લિંક લેંગ્વેજ તરીકે વિવિધ સ્થાનિક ભાષાઓ સાથેના સંકલન થકી કરી રહી છે વિકાસ*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૧૩ સપ્ટેમ્બર,
ભારત એક વિવિધતા ધરાવતો દેશ છે. ભાષાકીય, સાંસ્કૃતિક અને વિવિધ ધર્મ સાથે વિવિધતામાં એકતા ધરાવતા આપણા દેશમાં અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે ધાર્મિક તહેવારોની સાપેક્ષ “હિન્દી દિવસ”ની ઉજવણીએ અનોખી અને વિશિષ્ટ ઉજવણી છે. વિશ્વમાં ત્રીજા ક્રમે સૌથી વધુ બોલાતી હિન્દી ભારતની રાજભાષા છે. જેના પ્રચાર- પ્રસાર હેતુ દર વર્ષે ૧૪ સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષે હિન્દી દિવસની ઉજવણી ગાંધીનગર ખાતે પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલન સાથે કરવામાં આવી રહી છે, ત્યારે ૪૦ વર્ષોથી વધુ સમયથી ગાંધીનગરમાં જ સ્થાયી થઈ હિન્દી સાહિત્યને વેગ આપવામાં અને તેના પ્રચારમાં પ્રદાન આપતા ડો. આલોક કુમાર ગુપ્તાના મુખેથી હિન્દી અને અન્ય ભાષાઓના સાયુજય, હિન્દી ભાષામાં મળતી વિવિધ તકો, ભાષા સાથે જોડાયેલી માન્યતાઓ વિશે જાણીએ.
હિન્દી ભાષામાં અનુવાદ, સાહિત્ય અને વિવેચન સાથે સંબંધિત ૨૭ પુસ્તકોના લેખક ડો. આલોકકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ના રોજ હિન્દીને રાજભાષા તરીકે માન્યતા મળી, આ પહેલા સ્વાધીનતા સંગ્રામ દરમિયાન ગાંધીજી દ્વારા હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે માન્યતા આપવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જેને સુભાષચંદ્ર બોઝ,ભાષાશાસ્ત્રી સુનિતકુમાર ચેટર્જી, ક્ષીતીમોહન સેન, ગુજરાતમાં પણ નર્મદ અને નવલરામે તેમના સમયે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે માન્ય કરવા સ્પષ્ટ મત આપ્યો હતો.
હિન્દીનો વિકાસ ભારતની વિવિધ ભાષાઓ સાથે જોડાઈને થયો છે. હિન્દી ભાષાએ ભારતમાં લિંક લેંગ્વેજ તરીકે એટલે કે સામાસિક સંસ્કૃતિને જોડવાની ભાષા તરીકે કાર્ય કર્યું છે. હાલમાં હિન્દીને રાજભાષા તરીકે ઘોષિત કરી તેનો પણ અમૃત કાળ ચાલી રહ્યો છે. આ સાથે જ તેમણે હિન્દી વિશે સામાન્યમાં પ્રવર્તતી માનસિકતા વિશે જણાવતા કહ્યું હતું કે, સામાન્ય રીતે લોકો કહે છે કે હિન્દી ભાષાની રાજભાષા તરીકેની શબ્દાવલી સમજમાં આવતી નથી પરંતુ હિન્દી એક લિંક લેંગ્વેજ છે, જેમ અન્ય ભાષાઓમાં પણ વિવિધ ક્ષેત્રની શબ્દાવલી હોય છે તેમ હિન્દીમાં પણ છે. જેમ ગુજરાતીમાં પણ આરોગ્ય,બોલચાલ, વ્યાપાર, લેખન, સાહિત્ય, રાજકીય કામગીરી સંદર્ભની કે વહીવટી સ્તરે ઉપયોગમાં લેવામાં આવતી ગુજરાતી ભાષાની શબ્દાવલી અલગ-અલગ હોય છે તેમજ હિન્દીમાં પણ આ તમામ પ્રકારની હિન્દીની શબ્દાવલી અલગ જોવા મળે છે. હિન્દીમાં મુખ્યત્વે જનભાષા, સાહિત્યિક અને રાજભાષા ત્રણ પ્રકારની હિન્દી જોવા મળે છે, જેમાં જનભાષાના સ્વરૂપમાં આજે ૮૦ કરોડથી વધુ લોકો હિન્દીનો રોજબરોજ ઉપયોગ કરી રહ્યા છે. લગભગ ૫૭ થી ૬૦ કરોડ લોકોની માતૃભાષા હિન્દી છે. આમ સરેરાશ જોવા જઈએ તો, અંગ્રેજી અને ચીનની મેન્ડરીન ભાષા બાદ વિશ્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી એવી ભાષા હિન્દી છે.
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દીનો વિકાસ થવામાં ગૃહ મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વમાં રાજભાષા વિભાગ દ્વારા વિવિધ એપ્સ, અનુવાદક પુસ્તકોનું વિશેષ પ્રદાન રહ્યું છે. આજે હિન્દીની અનેક એપ મળી રહે છે. સાથે જ ગુગલ પર હિન્દીમાં સંવાદ કરી શકાય છે, તો યુટ્યુબ અને વિવિધ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પરથી હિન્દી ભાષામાં વિવિધ વિષયો પર જ્ઞાન મેળવી શકાય છે.
લગભગ ૧૫૦ દેશોમાં હિન્દી બોલનારા લોકો વસે છે. આજે હિન્દીમાં એન્જિનિયરિંગ અને મેડિકલના શિક્ષણનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમકે મધ્યપ્રદેશમાં મેડિકલ અને જોધપુરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ હિન્દીમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. હિન્દીના માધ્યમથી આજે હિન્દી માતૃભાષા ન હોય તેવા લોકો પણ અનેક લોકો સાથે જોડાઈ શકે છે. સામાન્ય રીતે લોકો માને છે કે અંગ્રેજી અને હિન્દી વચ્ચે સ્પર્ધા છે પરંતુ બંને જ્ઞાનની ભાષા છે.
હિન્દી ભાષામાં નોકરીઓની અનેક તકો રહેલી છે. અનેક ક્ષેત્ર એવા છે જ્યાં સૌથી વધુ હિન્દી ભાષાનો ઉપયોગ થાય છે જેમ કે ભારતનું સિનેમા જગત. તેમણે જણાવ્યું હતું કે, આજે મીડિયા વિભાગમાં ડબિંગ ક્ષેત્રમાં અનેક તકો રહેલી છે. જેમાં હિન્દી ભાષાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. આ એવી તકો છે કે જેમાં માત્ર હિન્દી શબ્દાવલી અને હિન્દી ભાષા પર સારી પકડ હોવાથી કોઈપણ વ્યક્તિ આસાનીથી ડબિંગનું કામ કરી શકે છે. આ માટે યુવાનોએ હિન્દીમાં સ્કોપ ઓછો છે કે તેમાં કામ કરી શકાય તેમ નથી તેવી માનસિકતા દૂર કરવી જોઈએ. હિન્દી ભાષા સાથે યુવાનો માટે રોજગારની અનેક તકો અનેક ક્ષેત્રમાં ઉપલબ્ધ છે.
ડો.ગુપ્તાએ યુવાનોને અનુરોધ કરતા કહ્યું હતું કે, “આજની યુવા પેઢીએ માત્ર હિન્દી ભાષાનો સ્વીકાર કરવાનો છે. આ સ્વીકાર સાથે જ આપણી રાષ્ટ્રભાષાનો વધુ વિકાસ કરવાની અને તેના પ્રચારમાં યોગદાન આપવાની તક મળશે.” તો ચાલો હિન્દી દિવસની ઉજવણી સાથે હિન્દી ભાષાનો મનથી સ્વીકાર કરીએ અને વિશ્વ સાથે અનોખી રીતે જોડાઈએ.
૦૦૦૦૦
*આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી*
[9/14, 6:32 PM] Neha Talaviya.Mahiti: *સરદાર ધામ ખાતે*
*કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે ફેઝ-૨ કન્યા છાત્રાલય તથા રૂ. ૧૦૦ કરોડની ‘દીકરી દત્તક યોજના’નું લોકાર્પણ*
—–
*લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ*
—–
*-:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ:-*
– *સરદાર ધામનું સ્લોગન “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” જો દરેક સમાજ સ્વીકારે તો શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય*
– *પટેલ સમાજ એટલે એવો સમાજ જે અભ્યાસુઓ માટે એક અભ્યાસનો વિષય*
—–
*સરદાર ધામે ૩ હજાર દીકરીઓ માટે ભણવા, રહેવા અને જમવાની સગવડ સાથે છાત્રાલય શરૂ કરી કન્યા કેળવણીનો પાયો મજબૂત કર્યો: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ*
—–
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે સરદાર ધામ ખાતે ફેઝ-૨ કન્યા છાત્રાલય તથા રૂ. ૧૦૦ કરોડની ‘દીકરી દત્તક યોજના’નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સરદાર ધામ ખાતે આવેલી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા. વધુમાં તેમણે સરદાર ધામના તમામ ટ્રસ્ટીઓ સાથે સીધો સંવાદ કરી રાષ્ટ્ર નિર્માણમાં સરદારધામની ભૂમિકા અંગે સવિશેષ ચર્ચા પણ કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સમાજને ઉલ્લેખી જણાવ્યું હતું કે, દરેક સમાજ આ રીતે જાગૃત બને તો સરકારનું કાર્ય સરળ અને સહજ થઈ જાય. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, પટેલ સમાજ એટલે એવો સમાજ જે અભ્યાસુઓ માટે એક અભ્યાસનો વિષય છે. આ સમાજે સ્થાપેલા ધંધા, રોજગાર, ટ્રાન્સપોર્ટેશન દરેક વિષય અભ્યાસનો છે, કે તેમાં વર્ષો સુધી વર્ચસ્વ કેવી રીતે સ્થાપિત કરી શકાય. વધુમાં, પટેલ સમાજનું સમગ્ર ગુજરાતના વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન રહેલું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ કન્યા છાત્રાલયની શરૂઆતને ખૂબ જ ઉમદા કાર્ય જણાવતા ઉમેર્યું હતું કે, દીકરીઓને હોસ્ટેલમાં મુકતા મા બાપ ગભરાય છે, ત્યારે પોતાના સમાજ દ્વારા જ્યારે આવી સુરક્ષિત વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો અંતરિયાળ ગામડાઓમાંથી પણ દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે બહાર આવી પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકશે. તેમણે ઉમેર્યું હતું કે, સરદાર ધામનું સ્લોગન “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” જો દરેક સમાજ સ્વીકાર કરે તો ખરેખર રાષ્ટ્રનું શ્રેષ્ઠ નિર્માણ થતા કોઈ અટકાવી શકે નહીં.
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સરદાર ધામની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, આ અદભૂત સંગઠન થકી ૩ હજાર દીકરીઓ અને ૨ હજાર દીકરાઓ ભણીને સમાજ, રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવા આશયથી સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી કલ્પના જમીન ઉપર આબેહુબ ઉતરી છે, તે ખૂબ આનંદની વાત છે.
પોતાના જીવનના વિકાસ માટે ઉચ્ચ શિક્ષણ થકી દીકરીઓ મજબૂત બની શકે તે માટેના સમાજના પ્રયત્નની સરાહના કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તેમના ૪૦ વર્ષના જાહેર જીવનમાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ, લાઇબ્રેરી, છાત્રાલયની મુલાકાત કરી છે, જેમાંથી સરદાર ધામ ખાતે કરવામાં આવેલી છાત્રાલયની વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે ખૂબ સુંદર અને સુવિધાયુક્ત છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ઉપસ્થિત ટ્રસ્ટીઓને સૂચન કરતાં જણાવ્યું હતું કે, આ સંસ્થા દ્વારા છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અને હિન્દી ભાષા શીખવા માટેના વર્ગો ચાલુ કરવા જોઈએ. જેથી આ યુવા પેઢી માતૃભાષા શીખી, સમાજની તળપદી ભાષા સમજી શકે અને ભવિષ્યમાં સમાજસેવા સરળતાથી કરી શકે. આ ઉપરાંત મંત્રીશ્રીએ સંસ્થાની ઈ-લાઇબ્રેરી વધુ સમૃદ્ધ બને તે માટે અન્ય લાઇબ્રેરીઓ સાથે ઓનલાઇન કનેક્ટ થઈ, વધુમાં વધુ પુસ્તકો ઉપલબ્ધ થાય તેવું પણ સૂચન કર્યું હતું. જેના પરિણામે UPSC અને GPSCની ટ્રેનીંગ માટે આવતા વિદ્યાર્થીઓને વધુ સરળતા રહે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની સમગ્ર ભારતમાં ઉજવણી થવા જઈ રહી છે, તેવા લોખંડી પુરુષ અને અખંડ ભારતના નિર્માતાના વારસદાર હોવાના ગર્વ સાથે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, કોઈપણ સમાજની પ્રગતિ સ્ત્રી સશક્તિકરણ વગર સંભવ નથી. જેથી સરદારધામે ૩ હજાર દીકરીઓ માટે ભણવા, રહેવા અને જમવાની સગવડ સાથે છાત્રાલય શરૂ કરી કન્યા કેળવણીનો પાયો મજબૂત કર્યો છે. આ ઉપરાંત દીકરીઓ માટે રૂ. ૧૦૦ કરોડની ‘દત્તક દીકરી યોજના’નું પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે લોકાર્પણ કર્યુ છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સમાજના શ્રેષ્ઠ દાતાઓ દ્વારા દીકરીઓનું ભવિષ્ય ઉજવળ બને છે, તે માટે દાતાશ્રીઓને પણ તેમણે અભિનંદન પાઠવું છું.
વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના સફળ નેતૃત્વમાં દેશની સીમા અને સુરક્ષા બંને મજબૂત બની છે. જે અંતર્ગત તા. ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં નક્ષલવાદનો સંપૂર્ણ અંત લાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ મુખ્યમંત્રીશ્રીએ ૨૦૪૭ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બની, સ્વદેશી અપનાવતા આ દિવાળીએ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા પર ભાર મૂક્યો હતો. તેમજ આવા નાના નાના વિકાસ કાર્યો થકી રાષ્ટ્રીય નિર્માણ અને વિકસિત ભારતમાં સહયોગ આપવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત સરદાર ધામના પ્રમુખ શ્રી રવજીભાઈ સુતરીયા દ્વારા મહાનુભાવોનું સરદાર ધામના ૧૦૪૧ ટ્રસ્ટીઓ વતી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું, અને તેમના દ્વારા સરદાર ધામના ભવિષ્યના આયોજન પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
—–
*નેહા તલાવિયા*
*************†**†***†********
આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડિયો અને ફોટાઓ અમોને અમારા અખબારી માધ્યમ અને ચેનલમાં પ્રસારિત કરવા માટે whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીંયા કોઈપણ માહિતી સમાચાર ફોટાઓ અને વિડિયો તેમજ અખબાર માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં પણ કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.તંત્રી : પ્રદીપ રાવલ(9824653073)
