

(ગુજરાત રાજ્ય ગાંધીનગર જિલ્લા સહિત માહિતી ખાતાના સમાચારો)
*Watch Live*
*Date* *14-09-25* | *Time* *11:30* *AM*
*LIVE: माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी की गरिमामयी उपस्थिति में गांधीनगर स्थित महात्मा मंदिर में अखिल भारतीय राजभाषा सम्मेलन।*
*Akhil Bharatiya Rajbhasha Sammelan in Gandhinagar in the august presence of Union Min Shri Amit Shah*
*YouTube :-* https://www.youtube.com/watch?v=KpOxpFmlGIQ
*YouTube :-* https://www.youtube.com/watch?v=TYuThiLLLsI
*FB :-* https://www.facebook.com/CMOGuj/videos/4236866196589430
*FB :-* https://www.facebook.com/ibhupendrapatel/videos/1253758503218073
*Twitter :-* https://x.com/CMOGuj/status/1967106900757279084
*Twitter :-* https://x.com/Bhupendrapbjp/status/1967106900383920472
*CMO Gujarat Website* :- https://cmogujarat.gov.in/en/watch-live
[9/13, 12:35 PM] Dilip Gajjar.Mahiti.Press: અખબારી યાદી
હિન્દી દિવસ 2025 અને પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન
14-15 સપ્ટેમ્બર 2025
મહાત્મા મંદિર કન્વેન્શન અને એકિઝબિશન સેન્ટર, ગાંધીનગર, ગુજરાત
તારીખ : 13.09.2025
નમસ્કાર,
તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે.
આજના આ વાર્તાલાપનો ઉદેશ્ય આપ સૌને 14-15 સપ્ટેમ્બર 2025,ના રોજ મહાત્મા મંદિર કન્વેન્શન અને એકિઝબિશન સેન્ટર, ગાંધીનગર, ગુજરાત ખાતે યોજાનારા હિન્દી દિવસ અને પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના સંયુક્ત કાર્યક્રમ વિશે માહિતી આપવાનો છે.
માનનીય પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણા અને માનનીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીના પ્રભાવી નેતૃત્વ હેઠળ ગૃહ મંત્રાલયનો રાજભાષા વિભાગ વર્ષ 2021થી અખિલ ભારતીય રાજભાષા સંમેલનોનું આયોજન કરી રહ્યો છે.
આપણો દેશ ભારત સમૃદ્ધ, વિકસિત, સક્ષમ અને અનેક ભાષાઓનો દેશ છે. સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતાવાળા આ ગૌરવશાળી દેશમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ વચ્ચે હિન્દી સદીઓથી સંપર્ક ભાષા તરીકે કાયમ રહી છે અને સમગ્ર ભારતને એકતાના સૂત્રમાં બાંધતી રહી છે. આ આપણા દેશની રાષ્ટ્રીય એકતા અને અસ્મિતાનું સૌથી પ્રભાવી અને શક્તિશાળી માધ્યમ છે. હિન્દી એક સમૃદ્ધ ભાષિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક પરંપરાની વાહિની છે. કરોડો ભારતવાસીઓની લાગણીઓ આ ભાષા સાથે જોડાયેલી છે. હિન્દી ભારતનો અંતરાત્મા છે અને રાષ્ટ્રની વાણી છે, તેમજ અધિકાંશ દેશવાસીઓની અભિલાષાઓની અભિવ્યક્તિનું માધ્યમ છે.
ઇતિહાસ પર નજર નાખીએ તો હિન્દી જ સ્વતંત્રતાની લડત દરમિયાન દેશની સમગ્ર જનતાને જોડવાનું માધ્યમ બની હતી અને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી આપણા દેશના બંધારણ નિર્માતાઓએ એકમતે હિન્દીને રાજભાષા તરીકે સ્વીકારી હતી. હિન્દીને રાજભાષા તરીકે પસંદ કરવામાં આવી કારણ કે આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ અધિકાંશ ભાષાઓ દેવનાગરીમાં લખી શકાય એવી હતી.
સંઘની રાજભાષા તરીકે સ્થાપિત થયા બાદ બંધારણના અનુચ્છેદ 343માં જણાવાયું છે કે,“સંઘની રાજભાષા હિન્દી અને લિપિ દેવનાગરી હશે. સંઘના શાસકીય પ્રયોજન માટે વપરાતા અંકોનું સ્વરૂપ ભારતીય અંકોનું આંતરરાષ્ટ્રીય સ્વરૂપ હશે.” વધુમાં અનુચ્છેદ 351માં કહેવાયું છે કે, “સંઘનું આ કર્તવ્ય રહશે કે તે હિન્દી ભાષાનો પ્રસાર વધારે, તેનો વિકાસ કરે જેથી તે ભારતની સંમિશ્ર સંસ્કૃતિનાં તમામ તત્ત્વોની અભિવ્યક્તિનું માધ્યમ બની શકે અને તેની પ્રકૃતિમાં હસ્તક્ષેપ કર્યા વિના હિંદુસ્તાની તથા આઠમી અનુસૂચિમાં નિર્દિષ્ટ ભારતની અન્ય ભાષાઓના પ્રયુક્ત રૂપ, શૈલી અને શબ્દોને આત્મસાત કરીને તથા જ્યાં જરૂરી હોય ત્યાં મુખ્યત્વે સંસ્કૃત માંથી અને ગૌણ રૂપે અન્ય ભાષાઓ માંથી શબ્દો સ્વીકારીને તેની સમૃદ્ધિ સુનિશ્ચિત કરે.”
ખૂબ આનંદની વાત છે કે આવતીકાલે એટલે કે, 14 સપ્ટેમ્બર 2025ના રોજ હિન્દીને રાજભાષા તરીકે માન્યતા મળ્યાને 76 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ આપણા સૌ માટે આનંદનો પ્રસંગ છે. આપણી બંધારણીય જવાબદારી પૂરી કરવાના સંકલ્પોને પુનરાવર્તિત કરવાનો આ પ્રસંગ છે. બંઘારણે આપણને સૌને રાજભાષા હિન્દીના વિકાસની જવાબદારી સોંપી છે.
રાજભાષા સંબંધિત બંધારણીય જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવા તથા સંઘના સરકારી કામકાજ માટે હિન્દીના ઉપયોગને પ્રોત્સાહન આપવા જૂન 1975માં ગૃહ મંત્રાલયના સ્વતંત્ર વિભાગ તરીકે રાજભાષા વિભાગની સ્થાપના કરવામાં આવી હતી.
રાજભાષા વિભાગ સરકારી કામકાજમાં હિન્દીના પ્રગતિશીલ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે નિરંતર પ્રયત્નશીલ છે અને આ ક્રમમાં, તે દર વર્ષે હિન્દી દિવસનું આયોજન કરે છે. 2019માં, આપણા માનનીય ગૃહમંત્રીશ્રીએ હિન્દી દિવસના આયોજનને વિજ્ઞાન ભવન સુધી મર્યાદિત ન રાખીને ભારતના વિવિધ શહેરોમાં આયોજીત કરવાની સંકલ્પના કરી હતી.
માનનીય ગૃહમંત્રીશ્રીના કુશળ માર્ગદર્શન હેઠળ રાજભાષા વિભાગ આ સંકલ્પને સાકાર કરવા નિરંતર પ્રયત્નશીલ રહ્યો છે. આ સંકલ્પનાના પરિણાન રૂપે અમે વર્ષ 2021માં વારાણસીમાં પ્રથમ અખિલ ભારતીય રાજભાષા સંમેલનના રૂપમાં અને ત્યાર બાદ 2022માં સૂરત અને 2023માં પુનામાં હિન્દી દિવસ અને બીજા અને ત્રીજા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના સંયુક્ત આયોજનોમાં જોયુ. તે ક્રમમાં માનનીય ગૃહમંત્રીશ્રીની અધ્યક્ષતામાં ગત વર્ષે અમે હિન્દી દિવસ – 2024 અને ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું દિલ્હીના પ્રગતિ મૈદાન સ્થિત ભારત મંડપમ ખાતે ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યાં છે. તે જ ભારત મંડપમમાં, રાજભાષા વિભાગે પોતાની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 26 જૂનના રોજ વિભાગના સ્વર્ણ જયંતિ સમારોહનું ગરિમાપૂર્ણ આયોજન ફરી એકવાર માનનીય ગૃહમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આયોજીત કરવામાં આવ્યું. મને આ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે આ આયોજનોથી દેશભરના રાજભાષા કર્મચારીઓ અને અધિકારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. સૂરત-પુના અને ભારત મંડપમ દિલ્લીના કાર્યક્રમોમાં હિન્દી કર્મચારીઓ અને વિશાળ જનસમૂહની ઉપસ્થિતિ ખાતરી પ્રદાન કરે છે કે હિન્દી વિવિધ ભાષાઓની સહોદરી તો છે જ અને દેશનો ધબકાર પણ છે.
ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરમાં હિન્દી દિવસ અને પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન એ અર્થમાં પણ ખાસ છે કે, આ પ્રસંગ રાજભાષા વિભાગની સ્થાપનાના તે વર્ષમાં થઈ રહ્યો છે જેને અમે અમારા વિભાગના સ્વર્ણ જયંતી વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ.
રાજભાષા વિભાગની સ્થાપનાના 50 વર્ષોમાં અમે ન માત્ર અનેક મહત્વપૂર્ણ પડાવ પાર કર્યા છે પરંતુ તકનીકીના ક્ષેત્રે પણ વિભાગે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે.
આવતીકાલથી શરુ થનાર બે દિવસીય અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદ્ઘાટન પ્રાતઃ 10 કલાકે મુખ્ય અતિથિ માનનીય ગૃહમંત્રીશ્રી કરશે.આધુનિકતા અને ભારતીય વારસાનું સંગમસ્થળ, મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગરમાં આ આયોજન કાર્યક્રમને અનોખી ભવ્યતા અને ગૌરવ પ્રદાન કરશે. ઉદ્ઘાટન સત્રમાં માનનીય ગૃહમંત્રીશ્રીના કરકમલો દ્વારા રાજભાષા વિભાગ દ્વારા ભારતીય ભાષા અનુભાગ માટે તૈયાર કરાયેલ બહુભાષી અનુવાદ સોફ્ટવેર ભારતીનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ ડિજિટલ હિન્દી શબ્દકોશ હિન્દી શબ્દ સિંધુના ઉન્નત સંસ્કરણના સાત લાખ શબ્દો સાથેના નવા રુપનું પણ લોકાર્પણ કરશે. આ પ્રસંગે તૈયાર કરવામાં આવેલ રાજભાષા ભારતીના હિન્દી અને સહકારિતા પર કેંદ્રિત વિશેષાંકનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે વિભાગ દ્વારા વિશેષ રુપે પ્રકાશિત પુસ્કત ‘હિન્દી અને ભારતીય ભાષાઓ : અનુવાદના આયામ’ નામની પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવશે. સાથે જ અન્ય પુસ્તકો અને પત્રિકાઓનું પણ વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકો રાજભાષા વિભાગના માર્ગદર્શન હેઠળ અલગ અલગ બેંકો અને સંસ્થાઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. આ પ્રસંગે માનનીય ગૃહમંત્રીશ્રી દ્વારા રાજભાષા ગૌરવ તથા રાજભાષા કીર્તિ પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવશે.
14 સપ્ટેમ્બરના રોજ, મધ્યાહન ભોજન બાદ પ્રથમ ચર્ચા સત્ર રાખવામાં આવ્યું છે- ભારતીય સંઘની સંરચનામાં હિન્દી અને ભારતીય ભાષાઓનો સમન્વય, જેની અધ્યક્ષતા માનનીય કાયદા અને ન્યાયમંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલજી કરશે .
બીજા સત્રમાં ઓપરેશન સિંદૂર : પરંપરા, પ્રતીક અને પરાક્રમ પર પરિચર્ચા થશે.
15 સપ્ટેમ્બરના રોજ ત્રીજા સત્રમાં સૂચના પ્રૌદ્યોગિકીમાં હિન્દી અને ભારતીય ભાષાઓ : એક પરિચર્ચામાં દેશના પ્રસિદ્ધ ભાષાવિદ અને તકનીકી વિશેષજ્ઞો પોતાના વિચારો રજૂ કરશે.
ચોથું સત્ર -“રાજભાષા હિન્દીના અમલીકરણનું સશક્ત એકમ : નગર રાજભાષા અમલીકરણ સમિતિ”
પાંચમું સત્ર – પર્દાથી પોસ્ટ સુધી : સફળતાના રંગ, હિન્દીને સંગ, જેમાં ઉપસ્થિત રહેશે શ્રી રવિ કિશન, સાંસદ, લોકસભા, શ્રી ચંદ્રપ્રકાશ દ્વિવેદી, ફિલ્મ નિર્માતા અને નિર્દેશક તથા શ્રી મનોજ જોશી, ફિલ્મ અભિનેતા
ત્યારબાદ અંતિમ સત્ર સાંસ્કૃતિક કાર્યક્રમનું અને સમાપન સત્ર રહેશે.
આ રીતે, આ બે દિવસોમાં 76 વર્ષમાં હિન્દી રાજભાષા, જનભાષા અને સંપર્ક ભાષાના રુપમાં હિન્દીની પ્રગતિ પર ગહન વિચાર-મંથન થશે. અમૃતકાળમાં આપણે હિન્દી તથા અન્ય ભારતીય ભાષાઓ વચ્ચે પારસ્પરિક સહભાગિતાને પ્રોત્સાહન આપવાની દિશામાં અગ્રેસર રહીશું અને દેશવાસીઓ વચ્ચે તાલમેલ સુદૃઢ કરવાની દિશામાં પગલાં લઈશું.
રાજભાષા હિન્દીનો મહત્તમ વિકાસ તે વાત પર નિર્ભર કરે છે કે કામકાજમાં તેનો કેટલો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ભાષા લોકપ્રિય ત્યારે જ બને છે જ્યારે તે જનમાનસ પર પોતાનો અધિકાર સ્થાપિત કરી શકે છે. આ અધિકાર જો પ્રેમ અને સદ્ભાવના દ્વારા સ્થાપિત થાય છે, તો તે લાંબા સમય સુધી કાયમ રહે છે. નિરંતર ઉપયોગમાં લેવાથી કોઈપણ ભાષા પોતાની લાગવા લાગે છે અને ભાષાના કઠીન શબ્દ પણ સરળ લાગવા લાગે છે. તેથી હું દરેકને આગ્રહ કરું છું કે હિન્દીનો શક્ય તેટલો વધુ ઉપયોગ કરે. જે દેશના નાગરીકો પોતાની ભાષામાં વિચારે અને લખે છે, વિશ્વ તે દેશને સન્માનની દૃષ્ટિથી જુએ છે.
આપણો દેશ હંમેશા વિશ્વમાં અગ્રેસર રહ્યો છે અને ગત કેટલાક વર્ષોમાં વૈશ્વિક સ્તરે હિન્દીએ અલગ ઓળખ બનાવી છે. વિશ્વની મોટી મોટી સંસ્થાઓ અને કંપનીઓ હિન્દીમાં કામકાજ કરવા માટે પ્રેરિત છે. ઓગસ્ટ 2020ના એક અહેવાલ મુજબ, મોટાભાગની ઈ-કોમર્સ કંપનીઓએ તેમના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે પોતાની વેબસાઇટ હિન્દીમાં બનાવી છે.
દેશની કલ્યાણકારી યોજનાઓ પણ ત્યારે જ પ્રભાવી બને છે જ્યારે જનતા અને સરકાર વચ્ચે નિરંતર સંવાદ, સંપર્ક અને પારદર્શિતા હોય અને દેશના તમામ લોકોને સરકારની યોજનાઓનો લાભ પ્રાપ્ત થાય. આમાં ભાષાનું ખૂબ મહત્વ છે. મને એ કહેતાં આનંદ થાય છે કે રાજભાષા હિન્દી આ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી રહી છે. આજે જે મંત્રાલયો, કાર્યાલયો અને ઉપક્રમોને માનનીય ગૃહમંત્રીશ્રીના કરકમલોથી સન્માનિત કરવામાં આવશે તે સૌને હ્યદયપૂર્વક અભિનંદન પાઠવું છું. ભારતના ગૃહમંત્રીશ્રીના કરકમલો દ્વારા આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત કરવો એ નિશ્ચિત રૂપે ખૂબ જ ગર્વ અને સન્માનની વાત છે અને અન્ય કર્મચારીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે.
રાષ્ટ્રસંત, રાષ્ટ્રકવિ અને રાષ્ટ્રપિતાની પરંપરા ધરાવતા આ દેશે અસંખ્ય બલિદાન આપ્યાં છે અને આપણી જવાબદારી છે કે રાજભાષા હિન્દીને આપણે ફક્ત સરકારી કામકાજ સુધી જ મર્યાદિત ન રાખીએ, પરંતુ તેની વિકાસ યાત્રામાં પણ યોગદાન આપીએ. હિન્દી વિના આપણા દેશની સ્વતંત્રતાની કલ્પના કરવી એ એક દિવાસ્વપ્ન હોત એમ કહેવું અતિશયોક્તિ નહીં હોય. આપણી આકાંક્ષાઓ અને સંકલ્પ એટલાં દ્રઢ હોવા જોઈએ કે આપણે હિન્દીને વિશ્વ ભાષાનું સ્થાન અપાવી શકીએ. આપણી ભાષા ફક્ત આપણી જ નહીં પણ આપણા દેશનું ગૌરવ છે અને આપણી અંદર એવી લાગણી હોવી જોઈએ કે આપણે તેના વ્યાપક પ્રસાર-પ્રસાર અને ઉપલબ્ધિ પર સ્વંય ગર્વ અનુભવીએ. સાહિત્ય અને ભાષાના રૂપમાં, આપણા પૂર્વજોએ આપણને એક વારસો આપ્યો છે અને અસંખ્ય ઉદાહરણો આપ્યાં છે જે આપણને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવાની ઊર્જા પ્રદાન કરે છે. આપણે આ વારસાને સાચવીને રાખવાનો છે.
આવો, આ પ્રસંગે આપણે પ્રતિજ્ઞા લઈએ કે હિન્દીની ઉન્નતિ અને પ્રગતિની યાત્રા આ જ રીતે ચાલુ રહેશે. આપણે સાથે મળીને રાજભાષા હિન્દીના માધ્યમથી નવા આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીશું. મને પૂરો વિશ્વાસ છે કે આપણા સામૂહિક અને સાર્થક પ્રયાસોથી, હિન્દી માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ વિશ્વ મંચ પર જ્ઞાન-વિજ્ઞાનથી પરિપૂર્ણ અને સમૃદ્ધ ભાષાના રૂપમાં વિશ્વ ભાષા બનશે.
આપ સૌને મારો આગ્રહ છે કે મીડિયાના તમામ માધ્યમોથી કાર્યક્રમને વ્યાપક કવરેજ આપો અને રાજભાષા હિન્દીના પ્રસારમાં સહભાગી બનો.
ભારતી બહુભાષી અનુવાદ સારથી એ ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગની એક પહેલ છે, જે સી-ડેક, પુનાના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ પ્રણાલી ન્યુરલ મશીન ટ્રાન્સલેશન અને ટ્રાન્સલેશન મેમરીને જોડે છે, જેનાથી અનુવાદ વધુ સચોટ અને પ્રસંગને અનુરુપ બને છે. તેમાં ઓટોમેટિક સ્પીચ રિકગ્નિશનની સુવિધા પણ છે, જે અવાજ આધારિત સંવાદને શક્ય બનાવે છે. આ પ્રણાલી 36 ફાઈલ પ્રારૂપોને સપોર્ટ કરે છે અને વર્ડ, એક્સેલ તથા પીડીએફ જેવી ફાઈલોના ફોર્મેટને પણ સુરક્ષિત રાખે છે, જેનાથી સંપાદનનો સમય અને પ્રયાસ ઘટે છે. સૌથી અગત્યનું, તેમાં માનવ-સત્યાપન પ્રક્રિયા અપનાવવામાં આવી છે, જેની હેઠળ માત્ર વિશેષજ્ઞો દ્વારા સ્વીકૃત અનુવાદ જ ગ્લોબલ ટ્રાન્સલેશન મેમરીમાં ઉમેરવામાં આવે છે. તેનાથી ગુણવત્તા, સ્થિરતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત થાય છે.
ભારતી બહુભાષી માત્ર એક અનુવાદ ટૂલ નથી- આ એક સાંસ્કૃતિક સેતુ છે. આ સરકારી વિભાગો, સંસ્થાઓ અને નાગરીકોને તેમની ભાષામાં અધિક પ્રભાવી રુપે સંવાદ કરવામાં સક્ષમ બનાવશે. આ આપણા સંયુક્ત લક્ષ્ય “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ને સાકાર કરવાની દિશામાં એક સશક્ત પગલું છે.
હિન્દી શબ્દ સિંધુના નવા સંસ્કરણમાં સાત લાખથી વધુ પ્રવિષ્ટિઓ સામેલ છે. સાથે જ તેના પ્રયોગકર્તા ઈન્ટરફેસને વધુ સરળ રૂપે રજૂ કરવામાં આવી રહી છે. તેમાં ભારતીય ભાષાઓના શબ્દોની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ છે. અમારો પ્રયત્ન છે કે આવનાર સમયમાં હિન્દી શબ્દ સિંધુમાં તમામ શબ્દોના સમાનાર્થી 22 અનુસૂચિત ભાષાઓમાં ઉપલબ્ધ કરાવી શકાય અને તે ભારતની ભાષાકીય એકતા તથા સમરસતાનું પ્રતીક બને.
*****
[9/13, 1:23 PM] Dilip Gajjar.Mahiti.Press: *સુશાસનના 4 વર્ષ: ગુજરાતની 32,200થી વધુ પ્રાથમિક શાળાઓના 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ*
***
*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરતી ગુજરાત સરકાર*
***
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ડિસેમ્બર 2024માં શરૂ કરી હતી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના*
***
*મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત બાળકોને આપવામાં આવે છે સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ, મીલેટનો અલ્પાહાર*
***
*ગાંધીનગર, 13 સપ્ટેમ્બર 2025:* મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ સંભાળ્યો એને આજે 13 સપ્ટેમ્બર, 2025ના રોજ 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સુશાસનના આ 4 વર્ષ દરમ્યાન મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. આ દરમ્યાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ થયેલી લોકકલ્યાણકારી યોજનાઓએ રાજ્યની પ્રજાનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કર્યો છે. આવી જ એક યોજના છે- મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, જે શિક્ષણ સાથે પોષણના સર્વગ્રાહી અભિગમ સાથે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી હતી.
*મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના: 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળે છે કેલરી-પ્રોટીનયુક્ત અલ્પાહાર*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે 11 ડિસેમ્બર 2024ના રોજ ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ની શરૂઆત કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સુપોષિત ગુજરાત મિશન હેઠળ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજના હેઠળ આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મળે એ સુનિશ્ચિત કરવાનો છે.
પી.એમ.પોષણ યોજના હેઠળ આવરી લેવાયેલ તમામ શાળાઓમાં હાજર રહેલા વિદ્યાર્થીઓ ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ હેઠળ નિયમિત લાભ લે છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત સરેરાશ 200 કિલોકેલરી અને 6 ગ્રામ પ્રોટીન ધરાવતો પૌષ્ટિક અલ્પાહાર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. હાલ, રાજ્યની 32,200થી વધુ પ્રાથમિક શાળાઓના 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને કેલરી-પ્રોટીનયુક્ત અલ્પાહાર મળી રહ્યો છે.
*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરી રહી છે ગુજરાત સરકાર*
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ બાળકોને સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ, મીલેટનો અલ્પાહાર આપવામાં આવે છે. નાણાકીય વર્ષ 2025-26 માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે ₹617.67 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
ગુજરાત પીએમ પોષણ યોજના હેઠળ ભોજન ઉપરાંત બાલવાટિકાથી ધોરણ-8 સુધીના તમામ વિદ્યાર્થીઓને અલ્પાહાર આપવાનો નિર્ણય લેનાર અગ્રીમ રાજ્ય છે. ગુજરાત સરકાર આ પોષણલક્ષી યોજનાના અમલ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરી રહી છે.
*X-X-X*
[9/13, 1:58 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઋજુતાના થયા દર્શન, પ્રજ્ઞાચક્ષુ બાળકીને માઇક આપી સાંભળી વાત*
*ઊર્મિ સ્કૂલની છાત્રા ગૌરી શાર્દુલે મુખ્યમંત્રીશ્રી સમક્ષ કહ્યું સુગમ્ય ભારત અભિયાનથી દિવ્યાંગોજનોની રાહ થઇ આસાન*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના બાળકો પ્રત્યેના પ્રેમ અને ઋજુતાનો વડોદરાના નગરજનોને ફરી દર્શન થયા હતા. ઇલેટ્સ અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટમાં સહભાગી થયેલા મુખ્યમંત્રીશ્રીએ એક પ્રજ્ઞાચક્ષુ છાત્રાને સ્ટેજ ઉપર માઇક અપાવી હેતપૂર્ણ રીતે સાંભળી હતી.
બન્યું એવું કે, સમિટમાં મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે ઊર્મિ સ્કૂલના દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. એમાં આ શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી ગૌરી શાર્દુલ પણ સામેલ હતી. ગૌરીએ જાતે દોરેલા મુખ્યમંત્રીશ્રીના સ્કેચની ફ્રેમ આપી સ્વાગત કર્યું.
પેન્સીલથી દોરેલી એ તસવીર જોઇ મુખ્યમંત્રીશ્રી પ્રભાવિત થયા હતા. કારણ કે, ગૌરી પ્રજ્ઞાચક્ષુ હોવા છતા આવું સરસ ચિત્રકામ કરી શકતી હતી. એટલે શ્રી ભૂપેન્દ્ર પટેલે એ છાત્રની પૃચ્છા કરી. ત્યારે ગૌરીએ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સર મારે બે શબ્દો કહેવા છે !
મુખ્યમંત્રીશ્રી તુરંત એ છાત્રાની લાગણીને સમજી ગયા અને તત્કાલિક એક માઇક સ્ટેજ ઉપર મંગાવીને બાળકીને પોતાની વાત કહેવા માટે આપ્યું.
ગૌરીએ પણ કોઇ પણ ડર રાખ્યા વિના કહ્યું કે, સુગમ્ય ભારત અભિયાનના કારણે દિવ્યાંગજનોને અનુકૂળ આવે એવી ઇમારતો, બસસ્ટેન્ડ્સ, રેલ્વે સ્ટેશનના નિર્માણ કરવામાં આવી રહ્યા છે. આવા બાળકો માટે બ્રેઇલ લિપીની સુવિધા સાથે શિક્ષણ સહિતની સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે, જેથી દિવ્યાંગજનોની રાહ આસાન થઇ છે, તેમ કહી તેમણે પોતાની વાત સુંદર રીતે પ્રસ્તુત કરી હતી.
આ ઘટનાથી મુખ્યમંત્રીશ્રીની સાલસતા અને બાળકો પ્રત્યેના પ્રેમનો સૌને પરિચય થયો હતો. સાથે છાત્રાની વાત સાંભળીને સૌને આનંદ થયો હતો. તેમની સાથે ઊર્મી સ્કૂલના શ્રી સરગમ ગુપ્તા અને શ્રી રાધિકા નાયર પણ જોડાયા હતા.
[9/13, 2:15 PM] Dilip Gajjar.Mahiti.Press: પ્રેસ નોટ :
*ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) સ્થાપના દિવસ*
*******
12 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) એ પોતાનો પ્રથમ સ્થાપના દિવસ ઉજવ્યો, જે વિકાસિત ગુજરાતના વિઝન હેઠળ વિકાસની વ્યૂહરચનાઓને આગળ ધપાવતા રાજ્યના અગ્રણી થિંક-ટેંક તરીકેની એક વર્ષની સફરને દર્શાવે છે. આ અવસરે, GRIT દ્વારા જ્ઞાનવિનિમય અને આધુનિક વિષયો પર ચર્ચા માટે વ્યાખ્યાન શ્રેણી શરૂ કરવામાં આવી. શ્રેણીની શરૂઆત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની ડેપ્યુટી ગવર્નર ડૉ. પૂનમ ગુપ્તાના મુખ્ય ભાષણથી થઈ, જેમણે “ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક” વિષય પર માર્ગદર્શનઆપ્યું.
ડૉ. ગુપ્તા હાલ RBIમાં મોનેટરી પોલિસી ડિપાર્ટમેન્ટ, ફાઇનાન્સિયલ માર્કેટ ઓપરેશન્સ ડિપાર્ટમેન્ટ, ઇકોનોમિક એન્ડ પોલિસી રિસર્ચ ડિપાર્ટમેન્ટ, ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી ડિપાર્ટમેન્ટ વગેરેના કાર્ય સંભાળી રહ્યા છે. RBIમાં જોડાયા પહેલા તેઓ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાયડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના ડિરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા, જે ભારતનું સૌથી મોટું આર્થિક નીતિ સંશોધન થિંક-ટેંક છે. તેઓ પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ (2021-25)ના સભ્ય તેમજ 16મા વિત્ત આયોગની સલાહકાર પરિષદના સંયોજક પણ રહ્યા છે. આ સિવાય તેમણે ભારત તેમજ વિદેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ આપ્યું છે.
આગામી સમયમાં GRITની સ્થાપના દિવસની વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ખ્યાતનામ નેતાઓ, નીતિનિર્માતાઓ તથા વિષય નિષ્ણાતો ભાગ લેશે, જેથી ગુજરાતની વિકાસ ગાથાને આગળ વધારવા માટે સંવાદ અને ચર્ચાને વેગ મળશે.
ગુજરાત સરકારે “ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT)”ની સ્થાપના 12 સપ્ટેમ્બર 2024ના રોજ સ્વાયત્ત સંસ્થા તરીકે કરી હતી, જેનુ મુખ્ય ધ્યેય રાજ્યની વિકાસ વ્યૂહરચનાઓને આગળ વધારવાનું અને ‘વિક્સિત ભારત’ના વિઝનને ‘વિક્સિત ગુજરાત’ દ્વારા સાકાર કરવાનું છે. આ સંસ્થા, કેન્દ્રની નીતિ આયોગ દ્વારા અમલમાં મુકાયેલા સ્ટેટ સપોર્ટ મિશન અંતર્ગત રચાઈ છે, જેથી રાજ્યો તેમના વિકાસ પ્રયત્નોને મજબૂત બનાવી શકે અને સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (SITs) સ્થાપી શકે.
GRIT રાજ્ય સ્તરે થિંક-ટેંક તરીકે કાર્ય કરે છે, જેનું મુખ્ય ધ્યાન ટકાઉ વિકાસ અને નવીન ઉકેલો પર કેન્દ્રિત છે, જેથી ગુજરાતનું સામાજિક-આર્થિક રૂપાંતર રાજ્ય તથા રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સુસંગત રીતે આગળ વધે. વધુમાં, GRITને ઉદ્યોગ, કૃષિ, રોકાણ અને નિકાસ જેવા વિવિધ ક્ષેત્રોમાં સંતુલિત આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે પ્રગતિની દેખરેખ રાખવા અને ભલામણો કરવાની કામગીરીની સોંપણી કરવામાં આવી છે.
પ્રથમ વર્ષ દરમિયાન GRITએ પોતાના હેતુઓ સિદ્ધ કરવા માટે TFC રિપોર્ટના અમલની પ્રગતિની ત્રિમાસિક સમીક્ષા,TFC રિપોર્ટમાં ભલામણ કરાયેલા હસ્તક્ષેપોને મજબૂત બનાવવા માટે ઊંડાણપૂર્વકના અભ્યાસ,ક્ષેત્રવાર નીતિ સમીક્ષાઓ તથા નીતિ પેપર્સનું પ્રકાશન,નીતિ આયોગ દ્વારા G-Hub ફ્રેમવર્ક આધારિત સુરત ઇકોનોમિક રીજીયનના પ્લાનના પાયલોટ પ્રોજેક્ટની જેમ જ ગુજરાતના પાંચ વિસ્તારો માટે આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરવું, વિક્સિત ગુજરાત @ 2047 હાંસલ કરવા અમલીકરણ માર્ગરેખા તથા મોનીટરીંગ મિકેનિઝમ તૈયાર કરવાનું, ગુજરાત @ 75 પર અહેવાલ તૈયાર કરવો: એજન્ડા ફોર 2035 જે રાજ્યના વિઝન સાથે 75મા વર્ષની ઉજવણી સાથે સંકળાયેલ છે, અસ્તિત્વમાં રહેલી નીતિઓનું મૂલ્યાંકન કરી પુરાવા આધારિત ગવર્નેન્સ સુનિશ્ચિત કરવું વિગેરે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે.
SSM માર્ગદર્શિકા અનુસાર GRITએ IIM સાથે મુખ્ય જ્ઞાન સંસ્થા(LKM) તરીકે MoU પર હસ્તાક્ષર,PDEU સાથે MoU, તેમજ રિસર્ચ સપોર્ટ પ્રોગ્રામ અને ઇન્ટર્નશિપ પ્રોગ્રામનો પ્રારંભ જેવી વ્યૂહાત્મક ભાગીદારી પણ કરી છે.
અત્યાર સુધી GRITએ કૃષિ, શિક્ષણ, ઉદ્યોગ, પોષણ, સ્ટાર્ટઅપ્સ અને પ્રાદેશિક આર્થિક કેન્દ્રો જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લેતા છ ક્ષમતા વિકાસ કાર્યક્રમો યોજ્યા છે.
*******
[9/13, 2:56 PM] Dilip Gajjar.Mahiti.Press: *સુધારેલ આમંત્રણ*
હિન્દી દિવસ-૨૦૨૫ અને પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન તા.૧૪ અને ૧૫ સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. જેનો શુભારંભ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરશે. આ કાર્યક્રમમાં ૭૦૦૦ થી વધુ અધિકારીઓ સહભાગી થશે. આ કાર્યકમના કવરેજ માટે મિડીયાના મિત્રોને ઉપસ્થિત રહેવા આમંત્રણ છે.
*તારીખ: ૧૪/૦૯/૨૦૨૫*
*સમય: સવારે ૧૦.૦૦ કલાકે*
*સ્થળ: કન્વેન્શન હોલ, મહાત્મા મંદિર, ગાંધીનગર.
નોંધ: *મિડીયાના મિત્રોએ મહાત્મા મંદિર ખાતે ગેટ નં.૧થી પ્રવેશ મેળવવાનો રહેશે*
*સંપર્ક: પારૂલ મણિયાર : ૯૯૦૪૫૩૦૬૭૦*
આભાર સહ
નાયબ માહિતી નિયામક, ગાંધીનગર
*******
[9/13, 5:06 PM] Dilip Gajjar.Mahiti.Press: *શ્રદ્ધા અને ઉજવણીનો ભવ્ય આરંભ :વાઇબ્રન્ટ નવરાત્રી 2025નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં*
**
*વાઇબ્રન્ટ નવરાત્રી 2025: અમદાવાદમાં પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિનો ભવ્ય ઉત્સવ*
**
નાના જૂથ માટે ખાસ ગરબા ઝોનથી લઈને બાળકો માટે ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ સુધી – “દરેક માટે કંઈક ખાસ”
**
ઉદ્ઘાટનના દિવસે ‘આહવાન મા આદ્યા શક્તિ’ થીમ પર ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન દ્વારા સાથે નવરાત્રીનો અનેરો આનંદ
**
ઉદ્ઘાટનના દિવસે પરંપરાગત ગરબાની ઉજવણી માટે 1,000 થી વધુ કલાકારોની સાથે મળીને પ્રસ્તુતિ
**
ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કલાકારોનું શાનદાર પ્રદર્શન
**
ઓસમાણ મીર, સમીર, માના રાવલ અને લલિત્ય મુનશા જેવા પ્રખ્યાત કલાકારો દર્શકોને મંત્રમુગ્ધ કરશે
————————————————————————————
ગુજરાત ટુરિઝમની યાદીમાં જણાવાયું છે કે, આતુરતાથી રાહ જોવાતા વાઇબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ 2025નું આયોજન જાહેર કરે છે, જે 22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર 2025 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે યોજાશે. આ વર્ષની થીમ ‘આહવાન મા આદ્યા શક્તિ’ (Aahvaan Ma AadyaShakti) છે અને તે ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, આધ્યાત્મિક પરંપરા અને સમુદાયની સહભાગિતાનો ભવ્ય ઉત્સવ બનશે.
ઉત્સવનો ઉદ્ઘાટન સમારોહ 22 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ગુજરાતમાં પ્રથમ વખત, ગરબા રમવાના વિસ્તાર માટે ખાસ એમ્ફીથિયેટર શૈલીનું વિશિષ્ટ લેઆઉટ તૈયાર કરવામાં આવશે, જેમાં આરામદાયક બેઠકો સાથે ગરબા જોવાનો આનંદ માણી શકાશે અને આખો અનુભવ વધુ રસપ્રદ બનશે.
ઉદ્ઘાટનના દિવસે રાજ્યભરમાંથી 1,000થી વધુ કલાકારો, જેમાં પ્રાચીન, અર્વાચીન, અને રાસ-દાંડિયાના જાણીતા કલાકારો સામેલ રહી, પરંપરાગત ગરબાનું અદ્વિતીય પ્રદર્શન કરશે. આ કાર્યક્રમ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સહયોગથી આયોજિત કરવામાં આવી રહ્યો છે.
સ્થળને થીમ આધારિત દરવાજાઓથી શોભાવવામાં આવશે, જેમાં પ્રસિદ્ધ “કલશ ગેટ” પણ હશે, જે સમૃદ્ધિ અને ભક્તિનું પ્રતિક છે. આ શણગાર પરંપરાઓને ઉજવતા મુલાકાતીઓને મનમોહક દૃશ્યોનો અનુભવ આપશે.
નાના જૂથ માટે વિશિષ્ટ ગરબા ઝોન
આ વર્ષે નાના જૂથ માટે 9 (નવ) ખાસ ગરબા ઝોન તૈયાર કરવામાં આવ્યા છે. દરેક ઝોનમાં મહત્તમ 50 સભ્યો આરામથી ભાગ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટિકિટની કિંમત દર વ્યક્તિ દીઠ ₹100ની રહેશે તેમજ ગ્રુપ બુકિંગ, BookMyShow પર, 25 અને 15 સભ્યોના સેટમાં ઉપલબ્ધ રહેશે, જે આ ઉત્સવને ખાનગી અને સલામત રીતે માણવાની તક આપશે.
*દરેક માટે રસપ્રદ પ્રવૃત્તિઓ*
ઉત્સવ દરમિયાન સેલ્ફી પોઈન્ટ્સ તેમજ ફોટો-ઝોન, મહાઆરતી, બાળકો માટેની ખાસ કિડ્સ સિટી (બાળ નગરી), ફૂડ કોર્ટ અને હેન્ડીક્રાફ્ટ બજાર જેવી અનેક આકર્ષક પ્રવૃત્તિઓ રહેશે, જે દરેક વયના લોકો માટે મનોરંજન અને યાદગાર અનુભવ પૂરો પાડશે.
*કિડ્સ સિટી (બાળ નગરી)*
બાળકો માટે ખાસ તૈયાર કરેલી કિડ્સ સિટી માં ટીવી સ્ટુડિયો, સેલ્ફી પોઈન્ટ્સ, ગેમ્સ ઝોન, અને VR ઝોન જેવી ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ રહેશે, જે સર્જનાત્મકતા અને શીખવાની તક પૂરી પાડશે.
*ફૂડ અને હેન્ડીક્રાફ્ટ સ્ટોલ્સ*
26 જેટલા ફૂડ સ્ટોલ્સ દ્વારા વિવિધ સ્થાનિક અને પ્રાદેશિક વાનગીઓનું સ્વાદિષ્ટ પ્રદર્શન થશે, જ્યારે GLPC (ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ) અને ગરવી ગુજરાત દ્વારા ફાળવવામાં આવેલા હેન્ડીક્રાફ્ટ સ્ટોલ્સ, કલાકારોને તેમના હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવાની અનોખી તક આપશે.
*વિવિધ કલાકારોની યાદી*
તા. 22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર 2025 સુધી વિવિધ કલાકારો, ઉત્સવ દરમિયાન, શાનદાર પ્રદર્શન કરશે અને સાંસ્કૃતિક અનુભવને વધુ સમૃદ્ધ બનાવશે.
આ વર્ષે વાઈબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ, ગુજરાતની પરંપરાની ઉજવણી દ્વારા સમુદાયો વચ્ચે એકતા વધારવા, અને દરેક મુલાકાતીને યાદગાર અનુભવ આપવા માટે આયોજિત કરવામાં આવી રહ્યો છે.
વધુ માહિતી અને ગ્રુપ બુકિંગ માટે BookMyShow અને ગુજરાત ટુરિઝમ વેબસાઇટ પર મુલાકાત લો.
*નવરાત્રિમાં ભાગ લેનાર કલાકાર- ગ્રુપ અને તારીખ*
22/09/2025
શ્રી સમીર અને શ્રી માના રાવલ
23/09/2025
શ્રી પ્રહાર વોરા
24/09/2025
શ્રી કાજલ મહેરિયા
25/09/2025
શ્રી યશ બારોટ
26/09/2025
શ્રી ઓસમાણ મીર
27/09/2025
શ્રી નારાયણ ઠક્કર
28/09/2025
શ્રી જીગ્નેશ કવિરાજ
29/09/2025
શ્રી અભિતબેન પટેલ
30/09/2025
શ્રી પાયલ વેખરીયા
01/10/2025
શ્રી લાલિત્ય મુન્શા
——————–
[9/13, 6:31 PM] Dilip Gajjar.Mahiti.Press: “આ સંકટની ઘડીમાં મોદી સરકાર જમ્મુ-કાશ્મીરની જનતાની સાથે છે”: નિમુબેન
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ જમ્મુની નઈ બસ્તી વિસ્તારમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી; અખનૂરના સરહદી પર્ગવાલ વિસ્તારનો પણ પ્રવાસ
કેન્દ્રીય રાજ્ય મંત્રીએ તંત્રને પીડિતોને તરત રાહત અને પુનર્વસન સુનિશ્ચિત કરવાની સૂચનાઆપી
જમ્મુ, 13 સપ્ટેમ્બર: ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયની કેન્દ્રીય રાજ્ય મંત્રી, શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ પોતાના બે દિવસીય જમ્મુ પ્રવાસના બીજા દિવસે આજે નઈ બસ્તીના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તાજેતરના ભારે વરસાદ દરમિયાન રહેણાંક મકાનો અને કૃષિ જમીનને થયેલ નુકસાનનું મૂલ્યાંકન કર્યું. પ્રવાસ દરમિયાન તેમણે ક્ષતિગ્રસ્ત મકાનોનું નિરીક્ષણ કર્યું અને મહિલાઓ સહિતના પીડિત પરિવારોને મળ્યાં. મંત્રીએ અખનૂરના પર્ગવાલ સરહદી વિસ્તારોની પણ મુલાકાત લીધી અને વરસાદથી સર્જાયેલી અચાનક આવેલા પૂરને કારણે જાહેર મિલ્કત, વેપારી સંસ્થાઓ અને અન્ય માળખાને થયેલ નુકસાનનું નિરીક્ષણ કર્યું.
આ અવસરે મંત્રીએ જણાવ્યું કે આ સંકટની ઘડીમાં કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરની જનતાની સાથે ઊભી છે. તેમણે કહ્યું, “પૂરને કારણે લોકોના દુઃખ અને જીવ-માલની હાનિ અંગે મોદી સરકાર સંપૂર્ણપણે જાગૃત છે.” મંત્રીએ વધુમાં જણાવ્યું કે તાજેતરના પૂરગ્રસ્ત લોકો સુધી પહોંચવાનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસ છે અને તેમના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય મંત્રીઓ દરેક અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને જમીનસ્તરની હકીકત સમજવા, નુકસાનનું મૂલ્યાંકન કરવા અને પીડિતોને રાહત તથા પુનર્વસન સુનિશ્ચિત કરવા જઈ રહ્યાં છે. મંત્રીએ કહ્યું કે તેઓ લોકોના દુઃખ અને પીડામાં સહભાગી છે અને તેમને હિંમત તથા ધીરજ આપવાના હેતુથી આવ્યા છે. તેમણે ઉમેર્યું કે લોકોને મોદી સરકાર પર વિશ્વાસ છે અને સરકાર પીડિતોને સમયસર રાહત અને પુનર્વસન આપવા કોઈ કસર છોડશે નહીં.
અખનૂરના પર્ગવાલ જેવા અતિસંવેદનશીલ સરહદી વિસ્તારના લોકોના સાહસ અને હિંમતની પ્રશંસા કરતા મંત્રીએ કહ્યું કે આ વિસ્તારના લોકોને એક બાજુ સરહદ પારથી થતા ગોળીબાર અને બીજી બાજુ ચિનાબ નદીના વારંવાર પૂર જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ લોકોનો સંકલ્પ અને સરકાર પ્રત્યેનો વિશ્વાસ જ છે, જેના કારણે તેઓ આવી કઠિન પરિસ્થિતિઓમાં પણ અડગ રહે છે. તેમણે 24 કલાક ફરજ પર તૈનાત બીએસએફ જવાનોનો આભાર માન્યો અને કહ્યું કે આવા પડકારો વચ્ચે પણ અહીં સામાન્ય સ્થિતિ જાળવવામાં તેમનો મહત્વપૂર્ણ ફાળો છે.
મંત્રીએ જાણકારી આપી કે પોતાના બે દિવસીય જમ્મુ પ્રવાસ દરમિયાન તેમણે સાંબા જિલ્લાના સુંબ, જમ્મુની નઈ બસ્તી અને અખનૂરના પર્ગવાલ જેવા અતિસંવેદનશીલ સરહદી વિસ્તારોમાં પૂરથી થયેલ નુકસાનની સમીક્ષા કરી. તાજેતરના પૂરગ્રસ્ત પરિવારો માટે તરત રાહત અને પુનર્વસન સુનિશ્ચિત કરવા માટે તેમણે તંત્રને જરૂરી સૂચનાઓ આપી. આ દરમિયાન તેમણે સ્થાનિક નાગરિકો સાથે તેમજ સ્થાનિક આગેવાનો અને વહીવટી તંત્ર સાથે સંવાદ કર્યો અને સ્થળ મુલાકાત લીધી. પોતાના પ્રવાસ દરમિયાન અખનૂરના ધારાસભ્ય એચ. મોહનલાલ સહિત અન્ય નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા.
ગઈકાલે કેન્દ્રીય મંત્રીએ સાંબા જિલ્લાના સુંબ વિસ્તારમાં મુલાકાત લીધી હતી અને ત્યાં રાહત તથા પુનર્વસન કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારો, ક્ષતિગ્રસ્ત મકાનો તથા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કર્યું અને પૂરગ્રસ્ત પરિવારો સાથે સંવાદ કરીને તેમને તાત્કાલિક રાહત આપવાનો ભરોસો આપ્યો.
[9/14, 6:32 AM] Dilip Gajjar.Mahiti.Press: *આમંત્રણ*
હિન્દી દિવસ-૨૦૨૫ અને પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન તા.૧૪ અને ૧૫ સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. જેનો શુભારંભ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરશે. આ કાર્યક્રમમાં ૭૦૦૦ થી વધુ અધિકારીઓ સહભાગી થશે. આ કાર્યકમના કવરેજ માટે મિડીયાના મિત્રોને ઉપસ્થિત રહેવા આમંત્રણ છે.
*તારીખ: ૧૪/૦૯/૨૦૨૫*
*સમય: સવારે ૧૦.૦૦ કલાકે*
*સ્થળ: કન્વેન્શન હોલ, મહાત્મા મંદિર, ગાંધીનગર.
નોંધ: *મિડીયાના મિત્રોએ મહાત્મા મંદિર ખાતે ગેટ નં.૧થી પ્રવેશ મેળવવાનો રહેશે*
*સંપર્ક: પારૂલ મણિયાર : ૯૯૦૪૫૩૦૬૭૦*
આભાર સહ
નાયબ માહિતી નિયામક, ગાંધીનગર
*******
[9/14, 8:03 AM] Dilip Gajjar.Mahiti.Press: પ્રેસ રીલીઝ
રાજભવન, ગાંધીનગર
તા. 14 સપ્ટેમ્બર 2025
*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી*
*મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સંભાળવા અમદાવાદથી મુંબઈ સુધી રેલવે દ્વારા પ્રવાસ*
*ટ્રેનમાં યાત્રીઓ સાથે રાજ્યપાલશ્રીનો સહજ સંવાદ*
મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સંભાળવાની જવાબદારી સ્વીકારવા માટે ગુજરાતના માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મુંબઈ સુધી જવા માટે રેલવે દ્વારા મુસાફરી કરી. આ મુસાફરીમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી પણ જોડાયા હતા. રાજ્યપાલશ્રીએ હવાઈ મુસાફરીને બદલે ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઈ જવાની અનુમતિ આપતા તારીખ 14 સપ્ટેમ્બર 2025ના રોજ રવિવારની તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં તેઓની ટિકિટ બુક કરાવવામાં આવી હતી.
ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમય પહેલા રાજ્યપાલશ્રી ગાંધીનગર રાજભવનથી અમદાવાદ રેલવે સ્ટેશન આવી પહોચ્યા હતા. સવારના સમયે અમદાવાદ રેલવે સ્ટેશન પર ગુજરાતના રાજ્યપાલશ્રી આવ્યા હોવાની જાણ થતા મુસાફરો પણ આશ્ચર્યચકિત થયા હતા. તો બીજી તરફ રેલવેના ઉચ્ચ અધિકારીઓએ પણ રાજ્યપાલશ્રી અને લેડી ગવર્નરનું સ્વાગત કરી મુસાફરી માટે આવકાર્યા હતા. અમદાવાદથી મુંબઈ જતી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં રાજ્યપાલશ્રીએ પોતાની સીટ ગ્રહણ કરી ત્યારે તે કોચમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોમાં પણ કૂતુહલ સર્જાયુ હતું. રાજ્યપાલશ્રીએ વિનમ્ર ભાવે તમામ મુસાફરોનું અભિવાદન ઝીલ્યુ હતું તેમજ તેઓની સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.
અમદાવાદથી મુંબઈ સુધીની મુસાફરી દરમ્યાન મુસાફરો સાથે રાજ્યપાલશ્રીએ ભારતીય સંસ્કૃતિ, પ્રાકૃતિક કૃષિ, સુવિધા યુક્ત રેલવે સફર, વ્યક્તિત્વ વિકાસ જેવા વિષયો પર સામાન્ય ચર્ચાઓ કરી હતી. મુસાફરોએ પણ પોતાની આ સફરને યાદગાર બનાવવા મોબાઈલમાં રાજ્યપાલશ્રી સાથે ફોટાઓ પડાવ્યા હતા.
સામાન્ય રીતે રાજ્યપાલશ્રી માટે વિશેષ વિમાન દ્વારા હવાઈ મુસાફરીની સુવિધા ઉપલબ્ધ હોય છે પરંતુ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતાના નિર્ધારિત કાર્યક્રમ માટે રેલ યાત્રાનો વિકલ્પ પસંદ કરી એક સામાન્ય મુસાફરની જેમ અમદાવાદથી મુંબઈ સુધી મુસાફરી કરી. જેનાથી ટ્રેનના અન્ય મુસાફરોને પણ આશ્ચર્યની સાથે આનંદની અનુભૂતિ થઈ હતી તેમજ રાજ્યપાલશ્રીના આવા સરળ વ્યક્તિત્વથી ઉપસ્થિત રેલયાત્રીઓ પ્રભાવિત થયા હતા.
મહત્વનું છે કે, ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ શ્રી સી. પી. રાધાકૃષ્ણન દ્વારા મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે. જે અનુસંધાને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
****************************
[9/12, 4:29 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગૃહમંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ખાતે તા.૧૪-૧૫ સપ્ટેમ્બરે પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાશે*
૦૦૦૦૦૦
*કલેકટરશ્રી મેહુલ દવે તથા કેન્દ્રીય સમિતિએ આયોજનની સમીક્ષા કરી*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૨ સપ્ટેમ્બર-, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લામાં મહાત્મા મંદિર ખાતે તા. ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ-૨૦૨૫ અને પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાશે. જે અન્વયે કલેકટર શ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં સંમેલનની વ્યવસ્થા માટે કાર્યરત કેન્દ્રીય સમિતિ અને કલેકટરશ્રી દ્વારા મહાત્મા મંદિર ખાતે મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ, ડાયવર્ઝન, ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન વગેરે વિશેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.સંમેલનમાં અંદાજે ૭૦૦૦ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી નિશા શર્મા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાદંમ્બરીબેન ત્રિવેદી, સબ ફાયર ઓફિસર શ્રી રાજેશ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી તેજલબા ચૌહાણ, માર્ગ- મકાન અને અન્ય વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/12, 4:38 PM] Neha Talaviya.Mahiti: *ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા,૧૭ સપ્ટેમ્બર થી ૧૬-ઓકટોબર સુધી મેદસ્વિતા મુક્તિ માટે ગુજરાતમાં ૭૫ સ્થળોએ શિબિરનું આયોજન*
…….
*ગાંધીનગર જિલ્લામાં મેદસ્વિતા મુક્તિ માટે ખાસ શિબિરનું આયોજન*
…..
*યોગ અને આહાર થકી મેદસ્વિતા દુર કરવા આસનો, પ્રાણાયામ, ડાયટ વગેરેની જાણકારી શિબિર અંતર્ગત મેળવી શકાશે*
….
વડાપ્રધાનશ્રીના ૭૫ માં જન્મદિવસ નિમિતે “ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા,૧૭ સપ્ટેમ્બર-૨૦૨૫ થી ૧૬-ઓકટોબર-૨૦૨૫ દરમિયાન મેદસ્વિતા દુર કરવા માટે સમગ્ર ગુજરાતમાં ૭૫ સ્થળોએ ૧૦૦ લોકો સાથે ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર ખાતે પણ બે સ્થળ પૈકી સેક્ટર 28નો બગીચો, બ્રહ્માકુમારી સેન્ટર પાસે ગાંધીનગર તથા ગુડા ગાર્ડન કુડાસણ ખાતે પણ આ કેમ્પનું આયોજન ડિસ્ટ્રીક કોર્ડીનેટર ભાવનાબેન જોષીના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું છે.આ કેમ્પનો હેતુ લોકોને યોગ અને આહાર થકી મેદસ્વિતા કઇ રીતે દુર કરવા તે માટેના આસનો, પ્રાણાયામ, ડાયટ વિગેરેથી જાણકારી આપી મેદસ્વિતા દુર કરાશે. જેમા ભાગ લેવા નગરજનો એ નીચે આપેલી લિંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
રજીસ્ટ્રેશન લીંકઃ https://forms.gle/JpEzUTWATiWsMP6y6
….
*નેહા તલાવિયા*
[9/12, 7:58 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *દહેગામ શહેર ખાતે ગેરકાયદેસર દબાણ દૂર કરાયું: વરસાદી પાણીના નિકાલમાં અવરોધક ૩ દુકાનોનું ડિમોલિશન કરાયું*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૨ સપ્ટેમ્બર-, રાજયમાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર થયેલ દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે દહેગામ નગરપાલિકા વિસ્તારમાં પૂર્ણિમા હાઈસ્કુલના ઢાળ પાસે ગેરકાયદેસર ૩ દુકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
દહેગામ નગરમાં વરસાદી પાણીના નિકાલને અવરોધરૂપ આ દુકાનો દૂર કરવા માટે તા. ૮/૯/૨૦૨૫ના નામદાર હાઇકોર્ટના થયેલ હુકમ બાદ દુકાનોના દબાણો દૂર કરવા આજરોજ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં દહેગામ નગરપાલિકા, મામલતદારશ્રીની કચેરી, સીટી સર્વે કચેરી, પોલીસ સ્ટેશન અને યુજીવીસીએલ કચેરીના સંયુક્તરૂપે દબાણ હટાવવાની કામગીરી કામગીરી કરાઈ હતી.
૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/13, 7:19 AM] Neha Talaviya.Mahiti: *આજે સી.એમ સરના સુશાસનનાં ચાર વર્ષ વાળા સમાચાર જે પણ દૈનિકમાં લીધા હોય તેમણે મને આ નંબર પર ૧૦ વાગ્યા પહેલાં પી.ડી.એફ મોકલવા વિનંતી છે. મો.9712687108*
[9/13, 2:56 PM] Neha Talaviya.Mahiti: *સુધારેલ આમંત્રણ*
હિન્દી દિવસ-૨૦૨૫ અને પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન તા.૧૪ અને ૧૫ સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. જેનો શુભારંભ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરશે. આ કાર્યક્રમમાં ૭૦૦૦ થી વધુ અધિકારીઓ સહભાગી થશે. આ કાર્યકમના કવરેજ માટે મિડીયાના મિત્રોને ઉપસ્થિત રહેવા આમંત્રણ છે.
*તારીખ: ૧૪/૦૯/૨૦૨૫*
*સમય: સવારે ૧૦.૦૦ કલાકે*
*સ્થળ: કન્વેન્શન હોલ, મહાત્મા મંદિર, ગાંધીનગર.
નોંધ: *મિડીયાના મિત્રોએ મહાત્મા મંદિર ખાતે ગેટ નં.૧થી પ્રવેશ મેળવવાનો રહેશે*
*સંપર્ક: પારૂલ મણિયાર : ૯૯૦૪૫૩૦૬૭૦*
આભાર સહ
નાયબ માહિતી નિયામક, ગાંધીનગર
*******
[9/13, 5:53 PM] Neha Talaviya.Mahiti: *તા.૧૩-૦૯-૨૦૨૫ના રોજ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કુલ ૧૭૦૫૧ કેસનો નિકાલ*
…..
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, (નાલ્સા) ના આદેશ અનુસાર તારીખ ૧૩-૦૯-૨૦૨૫ ના રોજ નેશનલ લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યું હતું.તેના ભાગરૂપે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટના માનનીય ચીફ જસ્ટીસ તથા પેટ્રોન ઈન ચીફ ન્યાયમૂર્તિ શ્રીમતિ સુનિતા અગ્રવાલ સાહેબશ્રી અને કારોબારી અધ્યક્ષ ન્યાયમૂર્તિશ્રી એ.વાય.કોગ્ને સાહેબશ્રીના સતત માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવશ્રી એચ.એમ.પવાર સાહેબશ્રી તથા સુશ્રી હિતા આઈ. ભટ્ટ સાહેબશ્રીની અવિરત પ્રોત્સાહનથી જિલ્લાની તમામ જિલ્લા અદાલત અને તાલુકાની અદાલતોમાં માનનીય ઈનચાર્જ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રી તેમજ અધ્યક્ષશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગરના શ્રી જે.એન.ઠકકર સાહેબશ્રીની અધ્યક્ષતા હેઠળ તારીખ ૧૩-૦૯-૨૦૨૫ ના રોજ નેશનલ લોક અદાલત નુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ નેશનલ લોક અદાલતમાં ચેક રીટર્ન અંગેની કુલ ૧૧૧ અપીલ માંથી – ૬૪ અપીલોના કિસ્સામાં સુખદ સમાધાનથી નિકાલ કરવામા આવ્યો છે. તેમજ મોટર અકસ્માત ના ૪૭ કેસનો સુખદ સમાધાનથી નિકાલ કરીને રૂા. ૪,૯૭,૮૦,૪૯૯/- નુ વળતર ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો. અન્ય ૮૧૮ કેસમાં સુખદ સમાધાનથી નિકાલ કરવા સાથે સ્પેશ્યલ સીટીંગમાં ૨૨૪૬, ફોજદારી કેસોનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો.ઉપરાંત પ્રિ-લીટીગેશન લોક અદાલત માં કુલ ૧૩૯૮૭ કેસનો સમાધાનથી નિકાલ કરવામાં આવતા કુલ ૧૭૦૫૧ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જીલ્લા અદાલતમાં પેન્ડીગ કુલ કેસો પૈકી નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ છે. વધુમાં ગાંધીનગર જીલ્લા ખાતેના પેન્ડીંગ સમાધાન લાયક કેસો જેમ કે,મોટર અકસ્માત વળતરના કેસ, નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ ની કલમ ૧૩૮ (ચેક રીર્ટન), લગ્ન વિષયક (છુટાછેડા સીવાયના) તેમજ જમીન સંપાદન વળતરના કેસમાં સમાધાનથી નિકાલ કરવાની ઝુબેશ ઉપાડવામાં આવેલ, જે અન્વયે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગરની કચેરી દ્વારા ઉપરોક્ત મુજબના કેસ દરેક અદાલત ખાતેથી આઈડેન્ટીફાય કરવામાં આવ્યા હતાં. તેમજ તેનો નિકાલ ઝડપથી થાય તે માટે જયુડીશીઅલ ઓફીસરશ્રી તેમજ મીડીએટરશ્રીની અલગ અલગ બેન્ચ બનાવવામાં આવેલ છે, જે બેન્ચ દ્વારા ઉપરોકત કેસમાં સમાધાનથી નિકાલ થાય તે માટે કન્સીલેશનની કામગીરી કરવામાં આવેલ જેના ભાગરૂપે આજરોજ તારીખ ૧૩-૯-૨૦૨૫ ના રોજ મોટર અકસ્માત વળતરના કેસ અન્વયે બનાવવામાં આવેલ બેન્ચના અથાગ પ્રયત્નથી મોટર અકસ્માત વળતરનો કેસ જે વર્ષ-૨૦૧૭ મા એમ.એ.સી.પી. નં. ૪૦૮/૧૭દાખલ થયેલ હતો તે કેસમાં ઈન્સ્યુરન્સ કંપનીના વકીલશ્રી કે.સી. મહેતા તેમજ અરજદારના વકીલશ્રી વી.સી.પટેલ તથા જે.એ.પરીખ તથા લીગલ ઓફીસરશ્રી વિવેક શાહ અને અલ્પેશ પટેલનાઓએ કન્સીલેશનની કામગીરી અન્વયે પક્ષકારો વચ્ચે સમાધાનથી ઝડપી નિકાલ કરવામાં સમંત થયેલ છે.
જે કેસની હકીકતો મુજબ તા. ૩/૯/૧૬ ના રોજ અકસ્માત થતા અવસાન થયેલ હતું. ત્યારબાદ તેમના વારસદારો દ્વારા અકસ્માત વળતર મેળવવા માટે વળતર અરજી ગાંધીનગર મોટર એકસીડેન્ટ ટ્રીબ્યુનલ સમક્ષ દાખલ કરવામાં આવેલ, આ કેસ તા.૧૩/૯/૨૦૨૫ નાં રોજ યોજાયેલ લોક-અદાલતમાં સમાધાન માટે મુકવામાંઆવેલ હતો, જેમાં સુખદ સમાધાન થતાં, એચ.ડી.એફ.સી. અર્ગો જનરલ ઇન્શયુરન્સ વીમા કંપની ઘ્વારા અરજદારના વારસોને કુલ રૂા. ૧,૮૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એક કરોડ એશી લાખ) નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. એચ.ડી.એફ.સી. અર્ગો જનરલ ઇન્શયુરન્સ તરફે વકીલશ્રી કે.સી.મહેતા હાજર રહેલ હતા. તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગરના માનનીય ઈ/ચા. અધ્યક્ષ જે.એન.ઠકકર સાહેબશ્રીના આમંત્રણને માન આપી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના માનનીય સભ્ય સચિવશ્રી એચ.એમ.પવાર સાહેબશ્રી લોક અદાલત દરમિયાન વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરુ પાડયું હતું.
….
*નેહા તલાવિયા*
[9/13, 8:38 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *હિન્દી દિવસ ૨૦૨૫*
૦૦૦૦૦૦૦
*ભારતની અનોખી ભાષાકીય ઉજવણી એટલે હિન્દી દિવસ*
૦૦૦૦૦૦૦
*હિન્દી ભાષામાં રોજગારની અનેક તકો: નવા ક્ષેત્રોમાં હિન્દી ભાષાનો થતો વિશેષ ઉપયોગ*
*- ડો. આલોક કુમાર ગુપ્તા*
૦૦૦૦૦૦૦
*રાષ્ટ્રભાષા હિન્દી લિંક લેંગ્વેજ તરીકે વિવિધ સ્થાનિક ભાષાઓ સાથેના સંકલન થકી કરી રહી છે વિકાસ*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૧૩ સપ્ટેમ્બર,
ભારત એક વિવિધતા ધરાવતો દેશ છે. ભાષાકીય, સાંસ્કૃતિક અને વિવિધ ધર્મ સાથે વિવિધતામાં એકતા ધરાવતા આપણા દેશમાં અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે ધાર્મિક તહેવારોની સાપેક્ષ “હિન્દી દિવસ”ની ઉજવણીએ અનોખી અને વિશિષ્ટ ઉજવણી છે. વિશ્વમાં ત્રીજા ક્રમે સૌથી વધુ બોલાતી હિન્દી ભારતની રાજભાષા છે. જેના પ્રચાર- પ્રસાર હેતુ દર વર્ષે ૧૪ સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષે હિન્દી દિવસની ઉજવણી ગાંધીનગર ખાતે પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલન સાથે કરવામાં આવી રહી છે, ત્યારે ૪૦ વર્ષોથી વધુ સમયથી ગાંધીનગરમાં જ સ્થાયી થઈ હિન્દી સાહિત્યને વેગ આપવામાં અને તેના પ્રચારમાં પ્રદાન આપતા ડો. આલોક કુમાર ગુપ્તાના મુખેથી હિન્દી અને અન્ય ભાષાઓના સાયુજય, હિન્દી ભાષામાં મળતી વિવિધ તકો, ભાષા સાથે જોડાયેલી માન્યતાઓ વિશે જાણીએ.
હિન્દી ભાષામાં અનુવાદ, સાહિત્ય અને વિવેચન સાથે સંબંધિત ૨૭ પુસ્તકોના લેખક ડો. આલોકકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ના રોજ હિન્દીને રાજભાષા તરીકે માન્યતા મળી, આ પહેલા સ્વાધીનતા સંગ્રામ દરમિયાન ગાંધીજી દ્વારા હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે માન્યતા આપવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જેને સુભાષચંદ્ર બોઝ,ભાષાશાસ્ત્રી સુનિતકુમાર ચેટર્જી, ક્ષીતીમોહન સેન, ગુજરાતમાં પણ નર્મદ અને નવલરામે તેમના સમયે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે માન્ય કરવા સ્પષ્ટ મત આપ્યો હતો.
હિન્દીનો વિકાસ ભારતની વિવિધ ભાષાઓ સાથે જોડાઈને થયો છે. હિન્દી ભાષાએ ભારતમાં લિંક લેંગ્વેજ તરીકે એટલે કે સામાસિક સંસ્કૃતિને જોડવાની ભાષા તરીકે કાર્ય કર્યું છે. હાલમાં હિન્દીને રાજભાષા તરીકે ઘોષિત કરી તેનો પણ અમૃત કાળ ચાલી રહ્યો છે. આ સાથે જ તેમણે હિન્દી વિશે સામાન્યમાં પ્રવર્તતી માનસિકતા વિશે જણાવતા કહ્યું હતું કે, સામાન્ય રીતે લોકો કહે છે કે હિન્દી ભાષાની રાજભાષા તરીકેની શબ્દાવલી સમજમાં આવતી નથી પરંતુ હિન્દી એક લિંક લેંગ્વેજ છે, જેમ અન્ય ભાષાઓમાં પણ વિવિધ ક્ષેત્રની શબ્દાવલી હોય છે તેમ હિન્દીમાં પણ છે. જેમ ગુજરાતીમાં પણ આરોગ્ય,બોલચાલ, વ્યાપાર, લેખન, સાહિત્ય, રાજકીય કામગીરી સંદર્ભની કે વહીવટી સ્તરે ઉપયોગમાં લેવામાં આવતી ગુજરાતી ભાષાની શબ્દાવલી અલગ-અલગ હોય છે તેમજ હિન્દીમાં પણ આ તમામ પ્રકારની હિન્દીની શબ્દાવલી અલગ જોવા મળે છે. હિન્દીમાં મુખ્યત્વે જનભાષા, સાહિત્યિક અને રાજભાષા ત્રણ પ્રકારની હિન્દી જોવા મળે છે, જેમાં જનભાષાના સ્વરૂપમાં આજે ૮૦ કરોડથી વધુ લોકો હિન્દીનો રોજબરોજ ઉપયોગ કરી રહ્યા છે. લગભગ ૫૭ થી ૬૦ કરોડ લોકોની માતૃભાષા હિન્દી છે. આમ સરેરાશ જોવા જઈએ તો, અંગ્રેજી અને ચીનની મેન્ડરીન ભાષા બાદ વિશ્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી એવી ભાષા હિન્દી છે.
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દીનો વિકાસ થવામાં ગૃહ મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વમાં રાજભાષા વિભાગ દ્વારા વિવિધ એપ્સ, અનુવાદક પુસ્તકોનું વિશેષ પ્રદાન રહ્યું છે. આજે હિન્દીની અનેક એપ મળી રહે છે. સાથે જ ગુગલ પર હિન્દીમાં સંવાદ કરી શકાય છે, તો યુટ્યુબ અને વિવિધ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પરથી હિન્દી ભાષામાં વિવિધ વિષયો પર જ્ઞાન મેળવી શકાય છે.
લગભગ ૧૫૦ દેશોમાં હિન્દી બોલનારા લોકો વસે છે. આજે હિન્દીમાં એન્જિનિયરિંગ અને મેડિકલના શિક્ષણનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમકે મધ્યપ્રદેશમાં મેડિકલ અને જોધપુરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ હિન્દીમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. હિન્દીના માધ્યમથી આજે હિન્દી માતૃભાષા ન હોય તેવા લોકો પણ અનેક લોકો સાથે જોડાઈ શકે છે. સામાન્ય રીતે લોકો માને છે કે અંગ્રેજી અને હિન્દી વચ્ચે સ્પર્ધા છે પરંતુ બંને જ્ઞાનની ભાષા છે.
હિન્દી ભાષામાં નોકરીઓની અનેક તકો રહેલી છે. અનેક ક્ષેત્ર એવા છે જ્યાં સૌથી વધુ હિન્દી ભાષાનો ઉપયોગ થાય છે જેમ કે ભારતનું સિનેમા જગત. તેમણે જણાવ્યું હતું કે, આજે મીડિયા વિભાગમાં ડબિંગ ક્ષેત્રમાં અનેક તકો રહેલી છે. જેમાં હિન્દી ભાષાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. આ એવી તકો છે કે જેમાં માત્ર હિન્દી શબ્દાવલી અને હિન્દી ભાષા પર સારી પકડ હોવાથી કોઈપણ વ્યક્તિ આસાનીથી ડબિંગનું કામ કરી શકે છે. આ માટે યુવાનોએ હિન્દીમાં સ્કોપ ઓછો છે કે તેમાં કામ કરી શકાય તેમ નથી તેવી માનસિકતા દૂર કરવી જોઈએ. હિન્દી ભાષા સાથે યુવાનો માટે રોજગારની અનેક તકો અનેક ક્ષેત્રમાં ઉપલબ્ધ છે.
ડો.ગુપ્તાએ યુવાનોને અનુરોધ કરતા કહ્યું હતું કે, “આજની યુવા પેઢીએ માત્ર હિન્દી ભાષાનો સ્વીકાર કરવાનો છે. આ સ્વીકાર સાથે જ આપણી રાષ્ટ્રભાષાનો વધુ વિકાસ કરવાની અને તેના પ્રચારમાં યોગદાન આપવાની તક મળશે.” તો ચાલો હિન્દી દિવસની ઉજવણી સાથે હિન્દી ભાષાનો મનથી સ્વીકાર કરીએ અને વિશ્વ સાથે અનોખી રીતે જોડાઈએ.
૦૦૦૦૦
*આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી*
*****************************
આપણને આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડિયો ને ફોટાઓ અમોને અમારા whatsapp નંબર 6353019026 ઉપર અમારા પ્રસિધ્ધિ કરવા માટે મોકલી આપો.
અહીં કોઈપણ વિડિઓ.ફોટાઓ.સમાચાર માત્ર જન જાગૃતિ ન ભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમ છતાં કોઈ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.તંત્રી:પ્રદીપ રાવલ(9824653073)
