14 ઓગસ્ટ.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો (ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)janfariyadnews youtube channel links જૂવો.

14 NG pdf (1)

(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)

[8/13, 9:57 AM] Dilip Gajjar.Mahiti.Press: 13-08-2025 HAR GHAR TIRANGA – HON. CM PHOTO
https://photos.app.goo.gl/ExJDwcNy7qhGQftA8
[8/13, 9:59 AM] Dilip Gajjar.Mahiti.Press: પ્રેસ રીલીઝ
રાજભવન, ગાંધીનગર
તારીખ: ૧૩ ઓગસ્ટ ૨૦૨૫

*સ્વચ્છતા, પર્યાવરણીય સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતી અપનાવીને આપણે સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
———–
*સ્વચ્છ ભારત અભિયાન માત્ર એક અભિયાન નહીં, પરંતુ દરેક નાગરિકનું સામાજિક અને નૈતિક કર્તવ્ય*
———–
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરના શાહપુર ખાતે સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું*
———–
*રાજ્યપાલશ્રીએ શાળાના બાળકોને તિરંગા આપીને ઉત્સાહ વધાર્યો*
———-

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગરના શાહપુર ખાતે સ્વચ્છતા અભિયાન યોજીને શ્રમદાન કર્યું હતું. આ અભિયાનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ ગાંધીનગર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહોબતજી ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી રંજનબેન જાદવ, તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી રમીલાબેન પટેલ, સરપંચ શ્રી હીનાબેન પટેલ, જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે. પટેલ સહિતના અધિકારી-પદાધિકારીઓ જોડાયા હતા.

સ્વચ્છતા અભિયાન પૂર્વે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શાળાના બાળકોને તિરંગાઓ આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ ગામની પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.

સ્વચ્છતા અભિયાન બાદ શાહપુર ગામના લોકો સાથે સંવાદ કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાન માત્ર એક અભિયાન નહીં, પરંતુ દરેક નાગરિકનું સામાજિક અને નૈતિક કર્તવ્ય છે. તેમણે કહ્યું કે, સ્વચ્છ વાતાવરણ એ દેશની ગરિમા અને ગૌરવનું પ્રતીક છે. દરેક વ્યક્તિ સ્વચ્છાગ્રહી બને તે અત્યંત જરૂરી છે.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ, એવા ગુજરાતનું દરેક ગામ અને શહેર સ્વચ્છતાનું આદર્શ બનવું જોઈએ. ગંદકી ફેલાવવાની વૃત્તિને રોકવાની અને સ્વચ્છતાની આદત અપનાવવાની દરેક નાગરિકની જવાબદારી છે. મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, બાપુ જાતે આશ્રમમાં સફાઈ કરતા હતા અને શૌચાલય પણ જાતે જ સાફ કરતા હતા, આ તેમના આદર્શ જીવનનો આધાર હતો.

રાજ્યપાલશ્રીએ પર્યાવરણ સંરક્ષણની જરૂરિયાત પર ભાર મુકતા કહ્યું કે, જળવાયું પરિવર્તન, પૂર, દુષ્કાળ, તોફાન જેવી કુદરતી આફતો માનવ દ્વારા પ્રકૃતિના આડેધડ શોષણનું પરિણામ છે. આ સંકટથી બચવા માટે શક્ય તેટલા વધુ વૃક્ષો વાવવા અને તેમનું રક્ષણ કરવું જરૂરી છે. રાજ્યપાલશ્રીએ લોકોને અપીલ કરી કે, તેઓ પોતાના જન્મદિવસ કે ખાસ પ્રસંગે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને ત્રણ વર્ષ સુધી તેની સંભાળ રાખે.

રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીના દુષ્પરિણામો અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે યુરિયા, ડીએપી અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને કારણે જમીન, પાણી અને ખાદ્ય પદાર્થોમાં ઝેર ભળી ગયું છે, જેની અસર માતાઓના દૂધ અને બાળકોના લોહીમાં પણ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે અને ભવિષ્યની પેઢીઓના સ્વાસ્થ્ય માટે ખતરો છે. આ તમામથી બચવાનો એક માત્ર ઉપાય દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ છે.

તેમણે માહિતી આપી કે, ગુજરાતમાં લગભગ 9 લાખ ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડી દીધી છે અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે. રાજયની કૃષિ યુનિવર્સિટીઓમાં થયેલા સંશોધનથી સાબિત થયું છે કે, પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી, પરંતુ સમય સાથે વધે છે અને જમીનની ગુણવત્તામાં સતત સુધારો થાય છે.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો ફેલાવો કરવા માટે જન આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા દરેક ગામમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની વિનામૂલ્ય તાલીમ આપવામાં આવી રહી છે. તેમણે ગ્રામજનોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, સ્વચ્છતા, પર્યાવરણીય સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતી અપનાવીને આપણે સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ દરેક ગ્રામજનોને વ્યસનથી દુર રહેવા, દીકરીઓને શિક્ષિત કરવા અને બાળકોમાં સારા મૂલ્યો વિકસાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, દુષ્ટતા માણસને મારે છે, જ્યારે સારા વિચારો અને સુસંસ્કારી આચરણ જીવનને સુખી બનાવે છે.

આ તકે ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરતા રાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સ્વચ્છ, હરિયાળા અને સ્વસ્થ ગુજરાતનું સ્વપ્ન જનભાગીદારીથી ચોક્કસપણે સાકાર થશે.
———–
[8/13, 11:16 AM] Dilip Gajjar.Mahiti.Press: *ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર: ખરીદ્યા અદ્યતન ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વિહિકલ’*

*ડીપ ટ્રેકર વિહિકલ ગુજરાત પોલીસને પાણીની ઊંડાઈમાં રહેલા એવિડન્સ રિકવર કરવાથી માંડીને સર્ચ અને સર્વેલન્સ જેવી કામગીરીમાં ખૂબ મદદરૂપ થશે*

*માત્ર ૧૦ કિલોનું આ પોર્ટેબલ ડીપ ટ્રેકર વિહિકલ પાણીની અંદર ૨૦૦ મીટર સુધીની ઊંડાઈએ જઈને ૧૦૦ કિલો સુધીનું વજન ઊંચકીને બહાર કાઢી શકે છે*

*ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિડીયો રેકોર્ડિંગ માટે અલ્ટ્રા હાઈ ડેફિનેશન 4K કેમેરાથી સજ્જ આ વિહિકલ ડહોળા પાણીમાં પણ ઓપરેશન પાર પાડી શકે છે*
……
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યની સુરક્ષામાં નવા આયામો ઉમેરી રહી છે. આ દિશામાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે.

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના નિર્દેશ હેઠળ, ગુજરાત પોલીસે પાયલોટ પ્રોજેક્ટ તરીકે રૂ.૨.૮૦ કરોડના ખર્ચે બે અદ્યતન ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વિહિકલ’ ખરીદ્યા છે. આ બેમાંથી એક વિહિકલ વડોદરા અને બીજું રાજકોટ ખાતે સોંપવામાં આવ્યું છે.

આ મોસ્ટ પોર્ટેબલ ડીપ ટ્રેકર વિહિકલ પાણીની અંદર ૨૦૦ મીટર સુધી ઊંડાણમાં જઈને સર્ચ, એવિડન્સ રિકવરી, ટ્રેક અને સર્વેલન્સ કરી શકે છે. આ વિહિકલ ગુજરાત પોલીસને પાણીની ઊંડાઈમાં રહેલા પુરાવા (એવિડન્સ) રિકવર કરવાથી માંડીને સર્ચ અને સર્વેલન્સ જેવી કામગીરીમાં ખૂબ મદદરૂપ થશે.

*ડીપ ટ્રેકર વિહિકલની વિશેષતાઓ*:

• પાણીની અંદર ૨૦૦ મીટર સુધીની ઊંડાઈએ જઈ શકે છે.
• સ્પષ્ટ અને ઉચ્ચ ગુણવત્તાવાળા વિડીયો રેકોર્ડિંગ માટે અલ્ટ્રા હાઈ ડેફિનેશન (UHD) 4K કેમેરાથી સજ્જ.
• નાઈટ ઓપરેશન માટે ૨૦૦૦ લ્યુમેનની શક્તિશાળી લાઈટ
• ડહોળા પાણીમાં પણ ચોક્કસ ઓપરેશન કરવા માટે અત્યાધુનિક મલ્ટીબિમ SONAR (સાઉન્ડ એન્ડ નેવિગેશન રેન્જિંગ) ટેકનોલોજીનો ઉપયોગ.
• ૩૬૦ ડિગ્રી ફરી શકે તેવો અને ૧૦૦ કિલો સુધીનું વજન પકડીને બહાર કાઢી શકે તેવો ગ્રેબર આર્મ.

*પોલીસ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે*:

ડીપ ટ્રેકર વિહિકલનો ઉપયોગ અનેક મહત્વપૂર્ણ કામગીરી માટે થઈ શકશે
• અંડરવોટર સર્ચ એન્ડ રિટ્રિવલ,
• પુરાવા (એવિડન્સ) સર્ચ એન્ડ રિકવરી,
• અંડરવોટર સર્વેલન્સ,
• અંડરવોટર ક્રાઈમ સીન ઇન્વેસ્ટિગેશન
• પોસ્ટ ક્રાઇમ વિડીયોગ્રાફી

તાજેતરમાં, ગુજરાત પોલીસે ગંભીરા દુર્ઘટનામાં પણ આ વિહિકલનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. આ વિહિકલનું સંચાલન ગુજરાત પોલીસના જ અધિકારી-કર્મચારીઓ કરે છે. આ માટે પોલીસ અધિકારી કર્મચારીઓએ ત્રણ-ત્રણ દિવસની ખાસ તાલીમ પણ મેળવી છે.

…..
*ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ‘ડીપ ટ્રેકર’ ટેકનોલોજીનો સફળ ઉપયોગ*

તાજેતરમાં વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ પર સર્જાયેલી દુર્ઘટનામાં, ગુજરાત પોલીસે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનામાં વડોદરા રૂરલ એસ.પી શ્રી રોહન આનંદના માર્ગદર્શન હેઠળ વડોદરા પોલીસની ખાસ તાલીમબદ્ધ ટીમે આ અદ્યતન ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વિહિકલ’નો ઉપયોગ કર્યો હતો.

નદીમાં પાણી ડહોળું હતું, છતાં પણ આ વિહિકલે અદ્ભુત કામગીરી કરી. તેની મદદથી પોલીસને પાણીના ઊંડાણમાં ડૂબી ગયેલા વાહનો અને અન્ય પુરાવાની શોધખોળ કરવામાં ઘણી મદદ મળી. આ ઓપરેશન દરમિયાન, ‘ડીપ ટ્રેકર’ વિહિકલના કેમેરા અને ગ્રેબર આર્મની મદદથી બાઇક અને તેના કેટલાક મહત્વના પાર્ટ્સ સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા હતા.

આ ઘટનાએ સાબિત કરી દીધું કે, આ ‘ડીપ ટ્રેકર’ વિહિકલ પોલીસને માત્ર ગંભીર ક્રાઈમ સીન ઇન્વેસ્ટિગેશન અને પુરાવા શોધવામાં જ નહીં, પરંતુ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં જ પણ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
….
[8/13, 12:10 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, આગામી મહિનાથી પ્રવેશ શરૂ થશે*
****
*કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત હિંમતનગરમાં કામધેનુ વેટરનરી કૉલેજ મંજૂર, 80 સીટ પર પ્રવેશ મળશે*
****
*23 એકર વિસ્તારમાં અત્યાધુનિક કેમ્પસ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત અભ્યાસ સાથે વિદ્યાર્થીઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ*
****
*તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં પશુઓના સ્વાસ્થ્ય અંગે વ્યાપક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા*
****

*ગાંધીનગર, 13 ઓગસ્ટ,2025 :* ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા અને છેવાડાના માનવીની સુખાકારી માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેના પરિણામ સ્વરૂપે, રાજ્યના વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે વધુ એક નવી સુવિધાની ભેટ પ્રદાન કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં હિંમતનગર ખાતે નવી પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2025-26થી આ કૉલેજમાં 80 સીટ પર પ્રવેશની પ્રક્રિયા આગામી મહિનાથી શરૂ થશે.

કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત હિંમતનગરમાં નવી કામધેનુ વેટરનરી કૉલેજ શરૂ કરવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. આ બાબતે વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (VCI) દ્વારા નિરિક્ષણ અને યોગ્ય સમીક્ષા બાદ આ વર્ષથી આ કૉલેજ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

*કૉલેજ પ્રવેશ અને કોર્સ*
વેટરનરી ચિકિત્સાના અભ્યાસ માટે આણંદ, નવસારી, જુનાગઢ અને દાંતીવાડા બાદ રાજ્યમાં આ પાંચમી કૉલેજ છે. ધોરણ 12 પાસ કર્યા બાદ નીટ પરીક્ષાના આધારે આ કૉલેજમાં પ્રવેશ મળશે. આ કૉલેજમાં વિદ્યાર્થીઓ બેચલર ઓફ વેટરનરી સાયન્સ (BVSc) અને એનિમલ હસ્બન્ડરી ડિગ્રી કોર્સનો અભ્યાસ કરી શકશે. અભ્યાસક્રમ શરૂ કરવા માટે પૂરતા સ્ટાફની નિમણૂક પૂર્ણ થઇ ચૂકી છે જેમાં 01 પ્રિન્સિપાલ, 04 પ્રોફેસર, 07 એસોસિએટ પ્રોફેસર, 34 આસિસ્ટન્ટ પ્રોફેસર અને 23 નોન ટીચીંગ સ્ટાફનો સમાવેશ થાય છે.

*અત્યાધુનિક કેમ્પસ અને ઓછી ફીમાં વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સુવિધા*
આ કૉલેજ શરૂ થવાથી હવે રાજ્યના વિદ્યાર્થીઓને વધુ એક સારી કૉલેજમાં અભ્યાસ કરવાની તક મળશે. આ કૉલેજનું કેમ્પસ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. વિદ્યાર્થીઓ માટે સરકારી ધોરણો અનુસાર ઓછી ફીમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત અભ્યાસ સાથે રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં પશુ આરોગ્ય મેળાઓની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત દેશનું એવું રાજ્ય છે જ્યાં પશુધન માટે હેલ્થકાર્ડ, પશુ આરોગ્ય મેળા અને પશુઓના મોતીયાના ઓપરેશનની સુવિધાઓ પણ વિકસિત કરવામાં આવી છે. આ અભિયાનને આગળ લઇ જવામાં આ કૉલેજ આગામી સમયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

*x-x-x*
[8/13, 1:25 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં કુલ રૂ. ૧,૪૭૮ કરોડ કરતાં વધુનું મૂડીરોકાણ ધરાવતા ૨૨ મોટા એકમોની અરજીઓ મંજૂર: અંદાજિત ૪,૧૩૬થી વધુ રોજગારીનું સર્જન*
—–
*રાજ્યમાં ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજના અંતર્ગત અંદાજે રૂ. ૧.૪૮ લાખ કરોડના મૂડીરોકાણ સાથે ૧.૬૫ લાખ કરતાં વધુ સીધી રોજગારીનું સર્જન: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત*
—–
ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં મોટા ઉદ્યોગોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુલ રૂ. ૧,૪૭૮.૭૧ કરોડનું મૂડીરોકાણ ધરાવતા ૨૨ મોટા એકમોની અરજીઓ મંજૂર કરવામાં આવી હતી, જેનાથી રાજ્યમાં અંદાજિત ૪,૧૩૬ જેટલી નવી રોજગારીનું સર્જન થયું છે.

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક ઉદ્યોગ ફ્રેન્ડલી ઇકો સિસ્ટમનું નિર્માણ થયું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજના અંતર્ગત અંદાજે રૂ. ૧,૪૮,૩૩૬. ૩૫ કરોડનું મૂડીરોકાણ તેમજ ૧.૬૫ લાખ કરતાં વધુ સીધી રોજગારીનું સર્જન થયું છે. જેના પરિણામે MSME સેક્ટરના નાના અને મધ્યમ કક્ષાના આનુષંગિક ઉદ્યોગોને વધુ વેગ મળ્યો છે.

વધુમાં, મંત્રી શ્રી રાજપૂતે કહ્યું કે, આજે મંજૂર કરવામાં આવેલી અરજીઓ પૈકી અમદાવાદ જિલ્લામાં મેટલ, પેપર, ફૂડ-એગ્રો, સિમેન્ટ-કોન્ક્રીટ સેક્ટરમાં રૂ. ૩૮૩.૯૧ કરોડ, કચ્છમાં મેટલ સેક્ટરમાં રૂ. ૨૨૭.૭૭ કરોડ, ભરૂચમાં કેમિકલ તથા સિરામિક સેક્ટરમાં રૂ. ૨૧૮.૮૮ કરોડ, મહેસાણામાં પેપર સેક્ટરમાં રૂ. ૫૫.૨૩ કરોડ, મોરબીમાં સિરામિક, મેટલ, પેપર, ટેક્ષ્ટાઇલ સેક્ટરમાં રૂ. ૧૬૭.૭૦ કરોડ, રાજકોટમાં મેટલ સેક્ટરમાં રૂ. ૩૬.૨૨ કરોડ, વલસાડમાં કેમિકલ, પ્લાસ્ટિક તથા પેપર સેક્ટરમાં રૂ. ૩૫૯.૪૭ કરોડ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં પેપર સેક્ટરમાં રૂ. ૨૯.૫૩ કરોડના મૂડીરોકાણને સહાય માટે મંજૂરી આપવામાં આવી છે. જે રાજ્યમાં ઉદ્યોગોને વધુને વધુ સક્ષમ બનાવવા તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ગુજરાતમાં રોજગારી વધારવામાં મહત્વનો ભાગ ભજવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતને વ્યાપક સામાજિક અને આર્થિક વિકાસની દીવાદાંડી બનાવવાના વિઝન સાથે રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતી-૨૦૧૫ હેઠળ ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. ગુજરાતને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં અદ્યતન ટેક્નોલોજી અને ઈનોવેશનમાં અગ્રેસર કરવા, અત્યાધુનિક ટેક્નોલોજી સાથે મોટા પાયે રોકાણ આકર્ષિત કરવા તેમજ નવીન પ્રોજેક્ટ્સમાં રોકાણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યમાં આવનારા ઉદ્યોગોને નેટ એસ.જી.એસ.ટી. સહાય આપવા અંગેની આ યોજના થકી ગુજરાત માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં રોકાણનું સૌથી આકર્ષક સ્થળ બન્યું છે, જેને મોટા ઉદ્યોગો દ્વારા સારો એવો પ્રતિસાદ મળ્યો છે.

આ મિટિંગમાં ઉદ્યોગ-ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, વન-પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, શ્રમ-રોજગાર વિભાગના સચિવ ડૉ. વિનોદ રાવ, ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
—–
જીગર બારોટ
[8/13, 2:02 PM] Dilip Gajjar.Mahiti.Press: *ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરાયું*
—–
*પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ગરિમામય ઉપસ્થિતિ*
—–
*શિક્ષણ વિભાગની રૂ. ૫૦.૧૧ લાખના ખર્ચે તૈયાર કરાયેલ વેબસાઈટમાં શિક્ષણલક્ષી ઠરાવો, નીતિઓ, પરિપત્રો વગેરેની માહિતી ડિજિટલ સ્વરૂપે ઝડપી અને સરળતાથી મળશે*
—–
ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં આજે શિક્ષણ વિભાગ અને તેના હસ્તકના ૮ ખાતાના વડાની કચેરીઓ સહિત કુલ ૯ જેટલી વેબસાઈટનું ગાંધીનગર ખાતેથી રિ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના વિઝન અન્વયે વિકસિત ગુજરાત@૨૦૪૭ના ભાગસ્વરૂપે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. જે અંતર્ગત આજે રૂ. ૫૦.૧૧ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલી શિક્ષણ વિભાગ અને વિભાગ હસ્તકની અદ્યતન વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરીને જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, આ વેબસાઈટ દ્વારા રાજ્યના નાગરિકો અને વિદ્યાર્થીઓને શિક્ષણલક્ષી અગત્યના ઠરાવો, નીતિઓ, પરિપત્રો વગેરેની માહિતી ડિજિટલ સ્વરૂપે ઝડપી અને સરળતાથી મળી રહેશે.

વધુ વિગતો આપતા રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ કહ્યું હતું કે, આ વેબસાઈટ થકી શિક્ષણલક્ષી યોજનાઓ, વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિની માહિતી, રાજ્ય સરકારની શિક્ષણ ક્ષેત્રની નવિન પહેલો વગેરેની માહિતી સરળતાથી મળી રહેશે. આજે રિ-લોન્ચ કરવામાં આવેલી ૯ વેબસાઇટમાં કમિશનરશ્રી ઉચ્ચ શિક્ષણ, નિયામકશ્રી એન.સી.સી.ની કચેરી, નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી, નિરતંર શિક્ષણ અને સાક્ષરતા નિયામકશ્રીની કચેરી, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેક્નોલોજી, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક બોર્ડ તથા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ વિભાગનો સમાવેશ થાય છે.

આ વેબસાઈટ રિ-લોન્ચિંગ કાર્યક્રમમાં ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર , ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી દિલિપ રાણા સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
—–
જીગર બારોટ
[8/13, 2:50 PM] Dilip Gajjar.Mahiti.Press: *૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન: બાળકોનું ભણતર બનશે વધુ સરળ*

*ગુજરાતની ધો. ૧ થી ૮ની તમામ શાળામાં ૩૬૦ ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય*
********
• *માત્ર લેખિત કસોટીથી મૂલ્યાંકન કરવાને બદલે સતત અને સર્વાંગી મૂલ્યાંકન કરાશે – એકમ કસોટીના સ્વરૂપમાં બદલાવ*
• *વિદ્યાર્થીઓના માત્ર ગુણાંક નહીં સર્વાંગી વિકાસને પણ પ્રોત્સાહન અપાશે*
• *શિક્ષણને માત્ર પરીક્ષા કેન્દ્રિત ન રાખીને જીવન માટે જરૂરી કૌશલ્યો પર ભાર મુકાશે*
• *માર્ક્સથી આગળ બાળકોમાં જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યોનો ત્રિ-આયામી વિકાસ થશે*
• *ગુજરાતની આ પહેલ “જેવું શિક્ષણ, તેવું મૂલ્યાંકન”ના સિદ્ધાંત પર આધારિત*

************
શિક્ષણમાં ગુણવત્તા વધારવા, શિક્ષણ પ્રણાલીને વધુ સરળ બનાવી ભણતરની સાથે બાળકમાં અન્ય કૌશલ્યો વિકસે તેમનું સર્વગ્રાહી મૂલ્યાંકન થાય તે હેતુથી ભારત સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું- શાળા શિક્ષણના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ૩૬૦° સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાના નેતૃત્વમાં આગામી સમયમાં રાજ્યની ધો. ૧ થી ૮ તમામ શાળાઓમાં આ માળખાનો અમલ કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણવિદ ડો. જયેન્દ્રસિંહ જાદવની અધ્યક્ષતામાં શિક્ષણ નિષ્ણાતોની સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિએ પોતાનો અહેવાલ મુખ્યમંત્રીશ્રીને સોંપ્યો હતો. તેને આધારે હવે રાજ્યમાં ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકનનો ચાલુ વર્ષથી અમલ થશે. આ મૂલ્યાંકન પદ્ધતિ વિદ્યાર્થીઓના જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો, વર્તન, સહયોગ અને અભિગમનું મૂલ્યાંકન કરીને શિક્ષણને વધુ સમાવેશી અને વ્યાપક બનાવશે.

આ નવી પદ્ધતિ પરંપરાગત માર્ક્સ આધારિત મૂલ્યાંકનથી થોડી અલગ છે. હવે વિદ્યાર્થીઓની માત્ર શૈક્ષણિક સિદ્ધિઓ જ નહીં, પરંતુ બોધાત્મક (Cognitive), ભાવનાત્મક (Affective) અને મનોગામિક (Psychomotor) ક્ષેત્રોમાં પણ સર્વાંગી વિકાસનું મુલ્યાંકન કરવામાં આવશે. શિક્ષક, સહપાઠી, વાલીઓ અને વિદ્યાર્થી એમ ચાર વ્યક્તિઓ દ્વારા એક હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ-HPC તૈયાર કરાશે, જે માત્ર પરિણામ નહીં, પણ વિદ્યાર્થીની પ્રગતિનું દર્પણ બનશે. શિક્ષકોને આ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે.

નવી મૂલ્યાંકન પદ્ધતિનો મુખ્ય હેતુ મૂલ્યાંકન શીખવાના એક સાધન તરીકે પ્રયોજાય તેવો છે એટલે કે, માત્ર પરીક્ષાની તૈયારી નહીં પરંતુ જીવન જીવવા માટે જરૂરી કૌશલ્યને વિકસાવવાનું પ્રોત્સાહન. આ અભિગમથી વિદ્યાર્થીઓમાં જવાબદારી, સ્વજાગૃતિ અને સતત સુધારા તરફનો અભિગમ વિકસશે.

આ નવા માળખામાં શિક્ષકોના ડેટા એન્ટ્રીના ભારણને ઘટાડવા અને વિદ્યાર્થીઓ પર વારંવારની લેખિત કસોટીઓનો બોજ હળવો કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. એકમ કસોટીનું સ્વરૂપ બદલીને તેને વધુ સરળ, ઉપયોગી અને વિદ્યાર્થી-કેન્દ્રિત બનાવાઈ છે. તો ચાલો સમજીયે આ નવા શૈક્ષણિક માળખાને.

*૩૬૦° સર્વગ્રાહી મૂલ્યાંકનની સંકલ્પના*

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકનનો અર્થ માત્ર શૈક્ષણિક સિદ્ધિનું મૂલ્યાંકન કરવાનો નથી, આનો અર્થ ઘણો વ્યાપક છે. આમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખવામાં આવશે, જેમાં બોધાત્મક (Cognitive-જ્ઞાનાત્મક), ભાવનાત્મક (affective), અને મનોગામિક (Psychomotor) જેવા પાસાઓ સમાવિષ્ટ છે.

*શિક્ષક, સહપાઠી, વાલી અને વિદ્યાર્થી — પ્રગતિનું સર્વાંગી પ્રતિબિંબ*

*શિક્ષક દ્વારા મૂલ્યાંકન*: શિક્ષક વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રદર્શન, વર્ગખંડની પ્રવૃત્તિઓમાં ભાગીદારી, શીખવાની રીત અને વર્તનનું અવલોકન કરીને મૂલ્યાંકન કરશે.

*સહપાઠી દ્વારા મૂલ્યાંકન*: વિદ્યાર્થીઓ એકબીજાના પ્રદર્શન, સહકારયુક્ત વર્તન અને ટીમ વર્કમાં ભાગીદારીનું મૂલ્યાંકન કરે છે. આનાથી વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના અને પરસ્પર સમજણ વધશે.

*વાલીઓ દ્વારા મૂલ્યાંકન*: ઘરે વિદ્યાર્થીના વાલી ભણાવવાના વાતાવરણ, રસ, શોખ અને વર્તન વિશે પ્રતિસાદ આપશે, જે શાળાને વિદ્યાર્થીના સર્વગ્રાહી વ્યક્તિત્વને સમજવામાં મદદ કરશે.

*સ્વ-મૂલ્યાંકન*: વિદ્યાર્થીઓ પોતે પણ પોતાના પ્રદર્શન, શક્તિઓ અને સુધારા માટેનાં ક્ષેત્રોનું મૂલ્યાંકન કરશે. વિદ્યાર્થીના સ્વ-જાગૃતિ અને સ્વ-વિકાસ માટે આ ખૂબ જ અગત્યનું છે.

*હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડથી સર્જનાત્મકતા, જવાબદારી અને આત્મવિશ્વાસનું સંવર્ધન થશે*

હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC): આ કાર્ડમાં વિદ્યાર્થીઓના બોધાત્મક, ભાવનાત્મક અને મનોગામિક વિકાસની વ્યાપક માહિતી નોંધાશે. આ મૂલ્યાંકનમાં શિક્ષક, સહપાઠી, વાલી અને વિદ્યાર્થી પોતે સામેલ થશે, જેનાથી વિદ્યાર્થીની શક્તિઓ અને સુધારણાના ક્ષેત્રોની સ્પષ્ટ સમજણ મળશે. આ પ્રક્રિયા ગોખણપટ્ટીને બદલે વિચારશીલતા, સર્જનાત્મકતા અને સહકાર જેવા કૌશલ્યોને પ્રોત્સાહન આપશે.

ગુજરાતની આ પહેલ “જેવું શિક્ષણ, તેવું મૂલ્યાંકન”ના સિદ્ધાંત પર આધારિત છે. આ અભિગમથી બાળકોમાં આત્મવિશ્વાસ, જવાબદારી અને સતત પ્રગતિની ભાવના વિકસશે, જે ભવિષ્ય માટે મજબૂત પાયો પુરો પાડશે. આ પરિવર્તનથી શિક્ષણ પ્રણાલી વધુ સમાવેશી અને વ્યાપક બનશે, જે વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરશે.

ગુજરાતમાં આ માળખું અમલમાં મૂકવા માટે શિક્ષણ વિભાગ, શિક્ષક સંઘો, તજજ્ઞો અને સામાજિક સંસ્થાઓ સાથે પરામર્શ કરીને વર્તમાન પડકારોને નિવારવાનો પ્રયાસ કરાયો છે. NCERT અને PARAKH દ્વારા તૈયાર કરાયેલ સર્વાંગી વિકાસ પત્રકને આધારે સમિતિએ ગુજરાત રાજ્યની આવશ્યકતા અનુસારનું તૈયાર કરેલ પત્રક ગુજરાતની શાળાઓમાં અપનાવવામાં આવશે, જે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સક્રિય સંવાદને પ્રોત્સાહન આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય કક્ષાએ CBSE શાળાઓ અને કેન્દ્રીય વિદ્યાલયો માટે આ માળખું તૈયાર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકનને અમલમાં મૂકવા માટે ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બનાવાયેલ એક સંસ્થા PARAKH દ્વારા નવું મૂલ્યાંકન માળખું અને સર્વાંગી પ્રગતિ પત્રક (HPC) તૈયાર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ NCERT દ્વારા તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઇ સમિતિએ ગુજરાત માટેનું સર્વાંગી વિકાસ પત્રક તૈયાર કર્યું છે.
**************
ઋચા રાવલ
[8/13, 3:03 PM] Dilip Gajjar.Mahiti.Press: *ડાંગરના ઉભા પાકમાં રોગ-જીવાતના ઉપદ્રવને ઘટાડવા ખેડૂત મિત્રોએ આટલું જરૂર કરવું….!!*
*************************************
*ખેતી નિયામક કચેરીએ ડાંગરના પાકમાં જીવાતના વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ પગલા સૂચવ્યા*
*************************************
ખેડૂતો પોતાના ઉભા પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતોના હિતાર્થે રોગ-જીવત વ્યવસ્થાપનના પગલા સૂચવવામાં આવે છે. જે અંતર્ગત ડાંગરના ઉભા પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે કેટલાક મહત્વપૂર્ણ પગલા સૂચિત કરવામાં આવ્યા છે.

*ડાંગરના પાકમાં જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે આટલું જરૂર કરો:*
• ખેતરના શેઢાપાળાનું ઘાસ કાપીને શેઢાપાળા સાફ રાખવા.

• ડાંગરના ધરૂની ફેરરોપણી બાદ પાન પર મૂકાયેલા ઈંડાના સમૂહો વીણીને તેનો નાશ કરવો.

• ફેરરોપણીના ૩૦ દિવસ બાદ હેક્ટર દીઠ ૩૦ ફેરોમોન લ્યુર સાથેના ટ્રેપ એકબીજાથી સરખા અંતરે મૂકવા તથા લ્યુર દર ત્રણ અઠવાડિયે બદલવી.

• ડાંગરના પાકમાં નાઇટ્રોજનયુક્ત ખાતરનો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો તેમજ ક્યારીમાં જરૂરીયાત પૂરતું જ પાણી રાખવું.

• ખેતરમાં રાત્રિના સમયે પ્રકાશ પિંજર ગોઠવવી, જેથી ગાભમારાની ઈયળ ઉપરાંત લશ્કરી ઈયળના પુખ્ત (ફૂંદા) આકર્ષી તેની વસ્તીમાં ઘટાડો કરી શકાય.

• ડાંગરની પાન ખાનારી ઇયળોનો ઉપદ્રવ ઓછો હોય અને વિસ્તાર નાનો હોય તો નુકશાનવાળા પાન ઈયળ અને કોશેટો સહિત તોડીને નાશ કરવો.

• ડાંગરનો દરજી/શિંગડાવાળી ઈયળના કોશેટા પાનની નીચેની બાજુએ લટકતા હોય છે, તેનો પણ વીણીને નાશ કરવો.

• ખેતરમાં પરભક્ષી જીવાત તરીકે કરોળિયાની વસ્તી વધારવા રોપણી પછી ૧૫-૨૦ દિવસે હેક્ટરે ૮૦ કિ.ગ્રા. પ્રમાણે ઘઉં/રજકાનું ભૂસું વેરવું.

• ગાભમારા અને પાન વાળનાર ઈયળના જૈવિક નિયંત્રણ માટે ઇયળની માદા ફૂદીએ મૂકેલ ઈંડાં પર પરજીવીકરણ માટે ટ્રાઈકોગ્રામા જાપોનીકમ અથવા ટ્રાઈકોગ્રામા ચીલોનીસ જાતોની ૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ ભમરીઓ પ્રતિ હેકટર મુજબ ખેતરમાં છોડવી.

• ડાંગરના મિત્ર કીટકો તેમજ પરભક્ષી/પરજીવી જીવાતોને ઓળખીને તેનું સંવર્ધન કરવાના તેમજ જાળવણીના પ્રયત્નો કરવા તેમજ કીટનાશકોનો ભલામણ મુજબ પ્રમાણ જાળવી છંટકાવ કરવો જેથી મિત્ર કીટકોનું સંવર્ધન અને જાળવણી થઇ શકે.

• ડાંગરના ઊભા પાકમાં ચૂસિયા જીવાત તેમજ ઈયળ નિયંત્રણ માટે નીમાસ્ત્ર (૨૦૦ લીટર પ્રતિ એકર), અગ્નિઅસ્ત્ર (૧૦ લીટર પાણીમાં ૪૦૦ મી.લિ.), બ્રહ્માસ્ત્ર (૧૦ લીટર પાણીમાં ૪૦૦ મી.લિ.), દસપર્ણી અર્ક (૬ થી ૮ લીટર અર્ક ૨૦૦ લીટર પાણીમાં એક એકર મુજબ) જેવા વાનસ્પતિક કીટનાશકોનો છંટકાવ કરવો.

• લશ્કરી ઇયળ (કટ વોર્મ)ના નિયંત્રણ માટે ઉપદ્રવિત ખેતરમાં સાંજના સમયે ઘાસની નાની-નાની ઢગલીઓ કરીને બીજા દિવસે સવારે તેને ઈયળ સહિત બાળી નાખવી.

• ડાંગરના ભુરા કાંસિયા અને ઢાલપક્ષ ભૂંગાના નિયંત્રણ માટે ઉપદ્રવિત ખેતરમાં પાક પર દોરડું ફેરવવાથી પુખ્ત કીટક પાણીમાં પડી જશે. ત્યારબાદ પુખ્ત કીટકોને ભેગા કરી કેરોસીનવાળા પાણીમાં ડુબાડીને નાશ કરવો. આ જીવાતોનો ઉપદ્રવ (ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં) વધુ જણાય તો અસરગ્રસ્ત વિસ્તારમાં જ કીટનાશકોનો ઉપયોગ કરવો. ધરો, દર્ભ જેવા નીંદણો પર તેની વૃદ્ધિ થતી હોવાથી આવા નીંદણોનો નાશ કરવો.

• પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાય તો આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો.

જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ અથવા જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.
*************************
[8/13, 4:14 PM] Dilip Gajjar.Mahiti.Press: *સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેતીવાડી વીજ પુરવઠાનો સમય ૨ કલાક વધારતા ખેતીવાડી વીજ વપરાશ દૈનિક ૪.૪ કરોડ યુનિટથી વધીને ૫.૨ કરોડ યુનિટ થયો :પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
—–
*આવતી કાલથી મહેસાણા જિલ્લામાં પણ ખેતીવાડી વીજ પુરવઠો ૮ થી વધારીને ૧૦ કલાક આપવાનું આયોજન*
—–
*રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૮૫.૫૭ લાખ હેક્ટર નોર્મલ વાવેતર વિસ્તારની સામે કુલ ૭૪.૮૫ લાખ હેક્ટર એટલે કે ૮૭.૪૮ ટકામાં કૃષિ વાવેતર*
—–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠક્માં વીજળી સંદર્ભે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગત્ કેબિનેટ બ્રિફિંગમાં સૌરાષ્ટ્રના ખેડુતોને ૮ની જગ્યાએ ૧૦ કલાક વીજળી આપવાનો હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત તા. ૦૯ ઓગષ્ટ, ૨૦૨૫થી સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેતીવાડી વીજ પુરવઠો ૮ કલાકથી વધારી ૧0 કલાક આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. જેના પરિણામે ખેતીવાડી વીજ વપરાશ દૈનિક ૪.૪ કરોડ યુનિટથી વધીને ૫.૨ કરોડ યુનિટ જેટલો થયો છે. આ ખેડૂતલક્ષી નિર્ણયથી અંદાજે ૧૨ લાખ ખેતીવાડી કૃષિ વીજ જોડાણોને લાભ મળી રહ્યો છે.

વધુમાં પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આગામી તા. ૧૪ ઓગષ્ટથી મહેસાણા જિલ્લામાં પણ ખેતીવાડી વીજ પુરવઠો ૮ કલાકથી વધારીને ૧૦ કલાક આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી મહેસાણા જિલ્લાના આશરે ૪૩ હજાર ખેતીવાડી કૃષિ વીજ જોડાણોને લાભ મળશે.

રાજ્યમાં કૃષિ વાવેતરની સ્થિતિ અંગે પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશમાં, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૮૫.૫૭ લાખ હેક્ટર નોર્મલ વાવેતર વિસ્તારની સામે કુલ ૭૪.૮૫ લાખ હેક્ટર એટલે કે ૮૭.૪૮ ટકામાં કૃષિ પાકોનું વાવેતર થયું છે. જેમાં તેલીબીયા પાકનું વાવેતર ૨૬.૯૪ લાખ હેક્ટર વિસ્તારમાં, મગફળીનું ૨૦.૫૪ લાખ હેક્ટરમાં, કપાસનું ૨૦.૫૮ લાખ હેક્ટરમાં, ધાન્ય પાકનું ૧૨.૮૮ લાખ હેક્ટરમાં, ડાંગરનું ૮.૪૪ લાખ હેક્ટરમાં, મકાઇનું ૨.૭૨ લાખ હેક્ટરમાં, કઠોળ પાકનું ૩.૪૮ લાખ હેક્ટરમાં તેમજ ઘાસચારાનું વાવેતર ૮.૦૨ લાખ હેક્ટરમાં કરવામાં આવ્યું છે. આમ, ખરીફ ઋતુમાં હાલની સ્થિતી એ કૃષિ પાકોનું ખૂબ જ સારું વાવેતર નોંધાયેલ છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
—–
જીગર બારોટ
[8/13, 4:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડિખમ – પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ*
—————————-
*વિપક્ષ આ મુદ્દે રાજકારણ કરીને આદિવાસી પ્રજા સહિત સમગ્ર ગુજરાતને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહી છે – મંત્રીશ્રી ઋષિકેશ પટેલ*

*:- પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ -:*

 રાજ્યસભામાં આ પ્રોજેક્ટ સંદર્ભે ફક્ત જવાબ આપવામાં આવ્યો છે , કોઇપણ નવો DPR(ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ) રજૂ કરાયો નથી

 પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સંદર્ભે વર્ષ-2017માં બનેલા DPR બાદ નવો કોઇપણ DPR બન્યો નથી કે ક્યાંય રજૂ થયો નથી

———————————-
રાજ્ય સરકારના પ્રવક્તા અને સિનિયર કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના વર્ષ 2022માં લીધેલ નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડિખમ છે.
તેમણે આ યોજના સંદર્ભેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ વર્ષ 1980માં પ્રથમ વખત તત્કાલીન સરકાર દ્વારા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ વર્ષ 2011માં આ પ્રોજેક્ટને ફરીથી તત્કાલીન કેન્દ્ર સરકારના વડાપ્રધાન સ્વ. શ્રી મનમોહન સિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ – 2017માં આ પ્રોજેક્ટનો વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ DPR સંબંધિત મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટને સ્થગિત કરવા અંગેની જાહેરાત વર્ષ-2022 માં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને નવસારીના સાસંદ સી.આર.પાટીલ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી.
ત્યારથી લઇ આજદિન સુધી ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટને લઇને કોઇપણ મુવમેન્ટ કરાઇ નહીં.

તાજેતરમાં રાજ્ય સભામાં 10 ફેબ્રુઆરી 2025 અને 27 જુલાઈ 2025ના રોજ પાર-તાપી-નર્મદા નદી જોડાણ પ્રોજેક્ટ સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં આ પ્રોજેક્ટ સંદર્ભેના DPRનો જવાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઇપણ પ્રોજેક્ટનો DPR ક્યારેય વૈધાનિક સંસ્થા એટલે કે લોકસભા, રાજ્યસભા કે વિધાનસભામાં રજૂ કરાતો નથી તે હંમેશા સંબંધિત મંત્રાલયમાં જ રજૂ કરાય છે.
રાજ્યસભામાં જે DPRનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પણ વર્ષ-2017 નો જ છે અને વર્ષ 2017 પછી કોઇપણ નવો DPR જાહેર કરાયો નથી.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે પણ 10મી ઑગસ્ટના દિવસે સ્પષ્ટપણે જાહેર કર્યું કે, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનો આ પ્રોજેક્ટને આગળ વધારવાનો કોઇ ઉદ્દેશ્ય નથી.
ગુજરાત સરકારે પણ કેબિનેટ બેઠકમાં આ પ્રોજેક્ટને આગળ ન વધારીને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 2022 માં આ પ્રોજેક્ટને સ્થગિત કરવાના નિર્ણય પર આજે પણ સરકાર અડગ છે.
પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, વિપક્ષે આ મુદ્દે રાજકારણ કરીને આદિવાસી પ્રજા સહિત સમગ્ર ગુજરાતને પોતાના રાજકીય હિત માટે ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરવા જોઇએ નહી.
ગુજરાત સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે હંમેશા કટિબધ્ધ છે.
————————————–
[8/13, 4:55 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાના ૨૮ આદિવાસી બાળકો ચેન્નાઈના શ્રીહરિકોટા સ્થિત ઈસરોનો પ્રવાસ પૂર્ણ કરી સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા*
———-
*આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને આવકાર્યા: વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા, રોચક અનુભવો જાણ્યા*
——-
 *નવાચાર સમાન શૈક્ષણિક પ્રવાસ બાળકોની કલ્પના અને સપનાને નવી ઉડાન આપે છે*
 *તાપી જિલ્લાની નવીન પહેલ પ્રેરણાદાયી: રાજ્યના અન્ય આદિજાતિ જિલ્લાઓમાં શૈક્ષણિક પ્રેરણા પ્રવાસના નવતર પ્રયોગનું અમલીકરણ કરાશે*
:*આદિજાતિ, શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર*
———-
*સરકારી શાળાના વિદ્યાર્થીઓ પ્રતિભા અને તેજસ્વિતાનું પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ*
——–
*ઈસરોનો પ્રવાસ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા પૂરી પાડનાર અનુભવ સાબિત થયો*
———
માહિતી બ્યુરો-સુરત: બુધવાર: ‘તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાના ૨૮ આદિવાસી બાળકોએ પ્રથમ વખત ચેન્નાઈ ખાતે ઈસરોની મુલાકાત લીધી હતી. ઈસરો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આજે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ તમામ વિદ્યાર્થીઓને આવકારવા પહોંચ્યા હતા અને સુરત એરપોર્ટના કોન્ફરન્સ હોલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા, તેમના રોચક અનુભવો જાણ્યા હતા. તાપીના તારલાઓએ શ્રીહરિકોટા સ્થિત, ‘સ્પેસપોર્ટ ઑફ ઈન્ડિયા’ તરીકે વિશ્વપ્રસિદ્ધ સતિષ ધવન સ્પેસ સેન્ટર (ઈસરો)ની મુલાકાત તેમજ જીવનની પ્રથમ આકાશી ઉડાનના અનુભવોને વાગોળ્યા હતા.
આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રોજેક્ટ ‘વિજ્ઞાન સેતુ- તાપી કે તારે’ અંતર્ગત તાપી જિલ્લાની ૧૫ સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના ૨૮ આદિવાસી બાળકોએ તા.૧૦થી ૧૩ ઓગષ્ટ દરમિયાન ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરનો શૈક્ષણિક પ્રવાસ કર્યો હતો.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌ પ્રથમવાર વિશેષરૂપે આદિજાતિ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે, વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે આકર્ષણ વધે એ માટે માટે તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી નવીન પહેલ પ્રેરણાદાયી છે. શિક્ષણના સંગમ સમાન આ પ્રોજેક્ટ- શૈક્ષણિક પ્રેરણા પ્રવાસના નવતર પ્રયોગનું રાજ્યના અન્ય આદિજાતિ જિલ્લાઓમાં અમલીકરણ થાય એ દિશામાં સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવશે. તાપી જિલ્લાની જેમ આદિજાતિ જિલ્લાઓના બાળકો પણ પ્રેરક શૈક્ષણિક પ્રવાસમાં ભાગ લઈ કારકિર્દીનું નવું ભાથું મેળવે એ માટે આદિજાતિ વિભાગ સક્રિયપણે યોગદાન આપશે.
મંત્રીશ્રીએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, આદિજાતિ બાળકો માટે આ પ્રેરણાપ્રવાસ જીવનભરનું સંભારણું બની રહેશે તેમજ વિજ્ઞાન, ટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પગથિયા સમાન બનશે. આ પ્રકારના નવાચાર સમાન પ્રવાસ બાળકોની કલ્પના અને સપનાને નવી ઉડાન આપે છે.
શ્રી ડીંડોરે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાનશ્રી લાલબહાદુર શાસ્ત્રીએ દેશને ‘જય જવાન, જય કિસાન’ નારો આપેલો, સ્વ.અટલબિહારી વાજપેયીએ ‘જય જવાન, જય કિસાન’ની સાથે ‘જય વિજ્ઞાન’ અને દેશના વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ‘જય અનુસંધાન’ના નારા ઉમેરી વિજ્ઞાન અને અનુસંધાનની મહત્તાને ઉજાગર કરી છે.
તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, ૨૮ આદિજાતિ વિદ્યાર્થીઓએ ISROના સંશોધન કાર્ય, અવકાશ વિજ્ઞાન અને ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓને નજીકથી જાણી છે. ચોખાના રોટલા ખાનારા વિદ્યાર્થીઓએ ચેન્નાઈમાં ઢોસાનો સ્વાદ ચાખ્યો છે. સરકારી શાળાના વિદ્યાર્થીઓ પ્રતિભા અને તેજસ્વિતાનું પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે આ સમૂહના મહત્તમ વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક બની દેશસેવા કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
ઈસરો મુલાકાત દરમિયાન બાળકોએ ISROના સંશોધન કાર્ય અને અવકાશ વિજ્ઞાન વિશે ઊંડાણપૂર્વક જાણકારી લીધી તેમજ ઉત્સુકતાભેર વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પાસેથી નવા અનુભવો મેળવ્યા હતા.
ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરનો પ્રવાસ અમારા માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા પૂરી પાડનાર અનુભવ સાબિત થયો છે એમ તમામ વિદ્યાર્થીઓએ એકસૂરે જણાવ્યું હતું.
આ પ્રસંગે તાપીના પ્રાયોજના વહીવટદારશ્રી જયંતસિંહ રાઠોડ, સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
.
*કઈ રીતે થઈ હતી વિદ્યાર્થીઓની પસંદગી પ્રકિયા?*
. . . . . . . . . . . . .
ઈસરોના એક્સપોઝર વિઝીટ માટે પસંદગીની પ્રક્રિયામાં તાપી જિલ્લાના આદિજાતિ વિભાગ હસ્તકની શાળા અને સરકારી શાળા મળી કુલ ૧૫ શાળાઓના ધોરણ ૧૧-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની ૧૦૦ ગુણની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધોરણ ૦૯ અને ૧૦ના વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્નપત્ર તૈયાર કરાયું હતું. બાળકો માટે આ પરીક્ષા જ્ઞાન અને તર્કબુદ્ધિની ચકાસણીનું એક અનોખું મંચ બની હતી. ઉત્તમ ગુણ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રવાસ માટે પસંદ કરાયા હતા.
.
*ઈસરો પ્રવાસ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન-વિજ્ઞાનની સફર બન્યો*
. . . . . . . . . .
વિદ્યાર્થીઓએ શ્રીહરિકોટા સ્થિત, ‘સ્પેસપોર્ટ ઑફ ઈન્ડિયા’ તરીકે વિશ્વપ્રસિદ્ધ સતિષ ધવન સ્પેસ સેન્ટર (ઈસરો)ની મુલાકાત, લઈ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના હૃદયસ્થળ ગણાતા આ કેન્દ્રમાં લોન્ચ બેઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન ટેક્નોલોજી, રોકેટ લોન્ચિંગ પ્રકિયાનું મોનિટરિંગ, રૉકેટની સ્થિતિ, ઓરબીટ અને વૈજ્ઞાનિક ગતિવિધિઓને નજીકથી નિહાળી હતી. વ્હિકલ એસેમ્બલી બિલ્ડિંગ, લોન્ચ ટાવર, ફ્યુઅલિંગ સિસ્ટમ અને કાઉન્ટડાઉન વિસ્તાર વૈજ્ઞાનિકો પાસેથી રૉકેટના પ્રકારો, સેટેલાઈટના ઉપયોગો, લોન્ચિંગ પ્રોસેસ, તેમજ અવકાશમાં આવતા પડકારો વિશે માહિતી મેળવી હતી.
-૦૦-
[8/13, 7:12 PM] Dilip Gajjar.Mahiti.Press: *તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ*
************************
*રાજ્યના ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ દુકાનોમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્રના દરોડા મારીને તપાસ હાથ ધરાઈ*
************************
*તપાસ દરમિયાન ગેરરીતી કરતા ૧૨૬ એકમો સામે ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ; માંડવાળ ફી તરીકે એકમો પાસેથી કુલ રૂ. ૫,૯૧,૫૦૦ વસૂલાયા*
************************
જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના ભાગરૂપે આજે રાજ્ય સરકારની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા રાજ્યના ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ જેટલી મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટ અને ગિફ્ટ વગેરેની દુકાનોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગેરરીતી કરતા કુલ ૧૨૬ એકમો સામે ગુન્હાઓ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને માંડવાળ ફી તરીકે તેમની પાસેથી કુલ રૂ. ૫,૯૧,૫૦૦ રકમ વસૂલ કરવામાં આવી હતી.

કાનૂનીમાપ વિજ્ઞાન તંત્રના નાયબ નિયંત્રક, મદદનીશ નિયંત્રક તેમજ ઇન્સપેક્ટરો દ્વારા હાથ ધરાયેલી આ તપાસણી દરમિયાન વજનમાં ઓછું આપીને ગ્રાહકને છેતરવો, વજન કાંટાનું ફેરચકાસણી, મુદ્રાંકન ન કરાવવુ, ખરાઇ પ્રમાણપત્ર પ્રદર્શીત ન કરવુ, પેકર રજીસ્ટ્રેશન ન કરવું વગેરે જેવી ગેરરીતિઓ સામે આવી હતી. આ અંગે વધુ તપાસની કાર્યવાહી હાલમાં ચાલુ છે.

અત્રે નોંધનીય છે કે, જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ગ્રાહકો મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટસ તેમજ ગીફ્ટ સહિતની અન્ય વસ્તુઓની ખરીદી કરતા હોય છે. જેમાં ઘણી વખત ગ્રાહકોને ખરીદી દરમિયાન વજનમાં છેતરવામાં આવતા હોય છે. રાજ્યના નાગરીકો આવા કોઈ બનાવનો ભોગ ન બને અને ગ્રાહકો પણ પોતાના અધિકારોથી જાગૃત થાય તે કાનૂની માપ વિજ્ઞાન તંત્રનો મૂળ ઉદ્દેશ્ય છે. એટલા માટે જ, આજે કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યની વિવિધ મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટસ અને ગિફ્ટ શોપ વગેરે પર તંત્રના કાયદા-નિયમોની જોગવાઇઓનું પાલન થાય તે માટે રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
*********************
નિતિન રથવી
[8/13, 8:50 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાષ્ટ્રપ્રેમના રંગમા રંગાયું અમદાવાદ : કુબેરનગર ખાતે આવેલી આદર્શ સ્કૂલથી મેઘાણીનગર રામેશ્વર સર્કલ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ*
***
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’*
***
*તિરંગો સમગ્ર દેશના લોકોને એક કરે છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
***
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

• ઓપરેશન સિંદૂરની સફળતાથી રાષ્ટ્રભાવના પ્રબળ બની
• હર ઘર તિરંગાની ઉજવણીમાં વડાપ્રધાન શ્રી ની પ્રેરણાથી સ્વચ્છતાનો આયામ ઉમેરાયો છે
• સ્વદેશી અપનાવીને આર્થિક આઝાદી થકી તિરંગાનું સન્માન વધારીએ
***
*દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ*
***
*પોલીસની અશ્વ રેલી, બાઈક રેલી, પોલીસ બેન્ડની સુરાવલીઓ, બીએસએફ જવાનો, એનસીસી તેમજ શાળાનાં બાળકો વચ્ચે માહોલ બન્યો દેશભક્તિમય*
***
*તિરંગા યાત્રામાં અમદાવાદ મહાનગરપાલિકાના કુલ ૪ ટેબ્લો ‘સ્વચ્છ શહેર અમદાવાદ’, ‘ ઓપરેશન સિંદૂર’, ‘ ગૌ ગણેશ’, ‘મિશન ૪ મિલિયન ટ્રી’ જોવા મળ્યા*
***

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને ત્યાગને યાદ કરીને લોકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી આદર્શ સ્કૂલથી મેઘાણીનગર રામેશ્વર સર્કલ સુધી હજારો અમદાવાદીઓની ઉપસ્થિતિને કારણે સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર અમદાવાદ રંગાયું હતું.

રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ-ગાંધીનગર અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘ભવ.ય તિરંગા યાત્રા’ને તિરંગો લહેરાવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીગણ અને મહાનુભાવો તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા.

આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતીક આપણા તિરંગા પ્રત્યે આદર સન્માન જાગે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તિરંગા યાત્રા યોજાય છે, આજે આ અભિયાન સૌ માટે પ્રેરણાદાઈ બન્યું છે. સાથે સાથે તિરંગો સમગ્ર દેશના લોકોને એક કરે છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા જે પરાક્રમ દેખાડ્યું છે, તેના પરિણામે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બની છે. વડાપ્રધાનનું સ્પષ્ટ માનવું છે કે, તિરંગો લોકોને એક સાથે લાવે છે. આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા, આજે આપણે તિરંગો ફરકાવીને આઝાદીના ૧૦૦મા વર્ષે વિકસિત ભારતના નિર્માણ માટે કર્તવ્યબદ્ધ અને સંકલ્પબદ્ધ થવાનું છે.

આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે તિરંગા યાત્રામાં સ્વચ્છતાનો નવો આયામ ઉમેરીને સૌ નાગરિકોમાં દેશભક્તિની સાથે સાથે સ્વચ્છતા અંગે કર્તવ્યબદ્ધ થવા આહ્વાન કર્યું છે. રાજ્ય સરકાર હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાને સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યું છે.

વડાપ્રધાનશ્રીના લોકલ ફોર વોકલ અભિયાન અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, હર ઘર તિરંગા અભિયાન નેશન ફર્સ્ટની ભાવના જનજનમાં જગાડે છે. એટલું જ નહીં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌ કોઈ દેશવાસીઓને સ્વદેશી વસ્તુ અપનાવવા અને લોકલ ફોર વોકલનો પણ મંત્ર આપ્યો છે. સ્વદેશી અપનાવીને આર્થિક આઝાદી થકી તિરંગાનું સન્માન વધારવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ તિરંગા યાત્રા અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી આદર્શ સ્કૂલથી શિવ નારાયણ સોસાયટી વિભાગ ૦૧ થઇ, શિવાજીનગર, અમરાજીનગર ગલી નંબર ૦૪ અને ૦૫, અમરાજીનગર ગલી નંબર ૦૩, વિદ્યાનગર, સાવધાનનગર, રવિ રો-હાઉસ, રબારી વાસ, અરવિંદનગર થઇ રામેશ્વર સર્કલ પાસે સમાપન થયું હતું.

આ તિરંગા યાત્રામાં અમદાવાદ સ્કૂલ બોર્ડના બાળકો તેમજ શિક્ષકો ૨૧૫૧ ફૂટ લાબા તિરંગા સાથે નીકળ્યા હતા, જેનાથી આ તિરંગા યાત્રાની ભવ્યતામાં વધારો થયો હતો.

આ યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃત્તિક ગ્રૂપો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી ‘તિરંગા પદયાત્રા’માં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા.

આ તિરંગા યાત્રામાં ડીજેના તાલે ‘મેરી શાન તિરંગા’, ‘મેરા મુલ્ક મેરા દેશ’, ‘વંદે માતરમ્’, ‘સારે જહાં સે અચ્છા’, ‘એ મેરે વતન કે લોગો’ સહિતના ગીતોથી તિરંગા યાત્રા રૂટ પરના તમામ માર્ગો પર દેશભક્તિનો માહોલ ઉભો થયો હતો.

આ તિરંગા યાત્રામાં અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના સાંસદશ્રીઓ, અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલર શ્રી, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, શહેર પોલીસ કમિશનર શ્રી જી. એસ. મલિક, અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ – પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ યાત્રામાં પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન, એસ.આર.પી.ના જવાનો, પોલીસ બેન્ડ, ફાયરના જવાનો, વિવિધ શાળાઓનાં બાળકો, રમતવીરો, વિવિધ સમાજ લોકો અને આગેવાનો તથા ખૂબ જ મોટી સંખ્યામાં શહેરીજનો સહિત આશરે ૩૦,૦૦૦થી વધુ લોકો તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. અમદાવાદ મહાનગર પાલિકાના કુલ ૪ ટેબ્લો , ‘સ્વચ્છ શહેર અમદાવાદ’, ‘ ઓપરેશન સિંદૂર’, ‘ ગૌ ગણેશ’, ‘મિશન ૪ મિલિયન ટ્રી’ પણ આ તિરંગા યાત્રામાં જોવા મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતની આઝાદીના ૭૯મા વર્ષમાં રાષ્ટ્ર નિર્માણની પ્રતિબદ્ધતા માટે ભારતીય રાષ્ટ્રધ્વજ એ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજના સન્માનમાં ૨થી ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા પખવાડિયા દરમ્યાન રાજ્યના લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે એ માટે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ તથા ‘તિરંગા યાત્રા’ કાર્યક્રમનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
***
[8/13, 8:50 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1wCRX_3z3CM_CpYkOEBY48_LJxpD10Sr0

###############№#####

આપની આસપાસ બનતી ઘટનાઓ ના વિડીયો.સમાચાર ફોટાઓ અમોને અમારા ચેનલ અને અખબાર માં પ્રસિદ્ધ કરવા અમારા વ્હોટ્સ અપ નંબર 6353019026 ઉપર મોકલી આપો.

અહીં કોઈપણ સમાચાર.વિડિઓ.ફોટાઓ માત્ર જન જાગૃતિ ન અભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી પ્રદીપ રાવલ ને 9824653073 ઉપર સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.