https://www.facebook.com/share/g/1Ax3UoHcSj/
આ, Invite Link છે. આપ ગ્રુપમાં જોડાઈ શકો છો. NOG સાહિત્ય સરિતા ગ્રુપ નું face book group બનાવ્યું છે.આ ગ્રુપ સાહિત્ય ના શોખીનો માટે બનાવ્યું છે. આ ફેસબુક ગ્રુપમાં સાહિત્ય ને લગતી કોઈ પણ પોસ્ટ મૂકી શકો છો. સાહિત્ય ને લગતું વાંચન વધુ ને વધુ લોકો સુધી પહોંચે અને ગ્રુપમાં જોડાઈ શકે તે માટે આ લિંક અવશ્ય શેર કરો.
https://www.facebook.com/share/p/16L79q5GM5/?mibextid=wwXIfr
https://www.facebook.com/share/r/1SDdH9oXaf/

(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)
[8/11, 6:04 PM] Dilip Gajjar.Mahiti.Press: *મહેસાણા જિલ્લાના ફતેપુરા ગામ ખાતે*
*રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં ભવ્ય ‘યોગ સંવાદ’ યોજાયો*
**************
*સમાજમાં એકતા, શિસ્ત, સંસ્કાર અને સકારાત્મકતા વધુ મજબૂત બનાવવા ‘યોગ સંવાદ કાર્યક્રમ’ જરૂરી:- શ્રી યોગસેવક શીશપાલજી*
***************
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ફતેપુરા ગામ ખાતે “વ્યક્તિ વિકાસથી રાષ્ટ્ર નિર્માણ” અને “વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના સંકલ્પ સાથે ભવ્ય ‘યોગ સંવાદ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
અધ્યક્ષ શ્રી યોગસેવક શીશપાલજીએ જણાવ્યું હતું કે, યોગ માત્ર વ્યાયામ કે કસરત નથી, પરંતુ માનવ જીવનનું પરિપૂર્ણ સાધન છે, જે સ્વાસ્થ્ય, શાંતિ અને સંકલ્પ ત્રણેયનો આધાર છે. ગ્રામ્ય વિસ્તારોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો, ગ્રામજનોને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે વધુ સશક્ત બનાવવા અને આરોગ્ય સાથે સંસ્કારમય જીવનશૈલી તરફ પ્રેરિત કરવા આ સંવાદનું આયોજન હાથ ધરાયું છે.
વધુમાં શ્રી શીશપાલજીએ કહ્યું હતું કે, ફતેહપુરા ગામથી શરૂ કરવામાં આવેલી આ યાત્રા આદર્શ વિધાનસભા તરફનું પ્રથમ મહત્વપૂર્ણ પગલું બની છે. આ પહેલ હવે ગુજરાતના ગામે ગામને યોગમય બનાવવાની દિશામાં આગળ વધશે, જેથી માત્ર આરોગ્ય સુધારાશે નહીં, પરંતુ સમાજમાં એકતા, શિસ્ત, સંસ્કાર અને સકારાત્મકતા પણ મજબૂત બનશે. અધ્યક્ષશ્રી દ્વારા ગ્રામજનોને માત્ર સ્વસ્થ રહેવા માટે નહીં, પરંતુ પોતાના ગામના યોગ દૂત બનવા માટે પણ પ્રેરણા આપી હતી. ખાસ કરીને યુવાનોને યોગ શિક્ષક તરીકે તાલીમ લઈને ગામના દરેક નાગરિકને યોગ સાથે જોડવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં GCMMF તેમજ દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય સ્તરે યોગના પ્રચાર-પ્રસારથી ખેડૂત, શ્રમયોગી, ગૃહિણી, વિદ્યાર્થી સહિત સૌને તંદુરસ્તી સાથે માનસિક શાંતિ અને કાર્યક્ષમતા મળશે, જે વ્યક્તિગત તેમજ સામાજિક વિકાસ માટે આવશ્યક છે.
આ કાર્યક્રમમાં પ્રાણાયામથી લઈને વિવિધ આસનો સુધીના પ્રાયોગિક અભ્યાસ દ્વારા યોગના આરોગ્યપ્રદ તથા સર્વાંગી વિકાસના લાભોની વિગતવાર સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો કે — “અમે યોગને જીવનનું અભિન્ન અંગ બનાવશું અને સ્વસ્થ, સશક્ત તથા સંસ્કારમય ગુજરાતના નિર્માણમાં પોતાનું યોગદાન આપીશું.”
આ અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની મહેસાણા જિલ્લા ટીમ સાથે આસપાસના ૨૦૦થી વધુ ગામોમાંથી ૧૦૦૦થી વધુ ખેડૂતો અને ગ્રામજનો જોડાયા હતા. ગામમાં વરિષ્ઠ નાગરિકોથી લઈને યુવા પેઢી સુધી સૌએ યોગાભ્યાસમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.
– પ્રિન્સ ચાવલા
*************
[8/11, 6:35 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગાંધીનગરમાં ‘સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા’ વિષય પર સેમિનાર યોજાયો*
***
*ભારત સરકારના સંરક્ષણ ઉત્પાદન વિભાગ, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ, GCCI અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે આ સેમિનાર આયોજિત કરવામાં આવ્યો*
***
*સેમિનારમાં ગુજરાતના એન્જિનિયરિંગ, પ્રિસિઝન ફેબ્રિકેશન અને મશીનિંગ, ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ અને એમ્બેડેડ સિસ્ટમ્સ, UAVs, એરોસ્પેસ એન્ડ એવિયોનિક્સ કોમ્પોનેન્ટ્સ વગેરે જેવા ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવ્યું*
***
*ગુજરાત સ્થિત MSMEsને રાષ્ટ્રીય સંરક્ષણ સંબંધિત ખરીદીઓ, ઇનોવેશન અને એક્સપોર્ટ સુધીની પહોંચ મળે અને તેઓ તેમાં ભાગીદારી કરી શકે તે આ સેમિનારનો ઉદ્દેશ*
***
*ગાંધીનગર, 11 ઓગસ્ટ, 2025:* ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા 11 ઓગસ્ટ, 2025ના રોજ ગાંધીનગર સ્થિત હોટલ લીલા ખાતે ‘સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા’ વિષય પર એક સેમિનાર આયોજિત કરવામાં આવ્યો. આ સેમિનાર ભારત સરકારના સંરક્ષણ ઉત્પાદન વિભાગ, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ, GCCI અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતનું ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર એટલે કે સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર ‘આત્મનિર્ભર ભારત’ના રાષ્ટ્રીય વિઝન અને વિકસિત ભારત @2047ના વ્યૂહાત્મક રોડમેપ દ્વારા સંચાલિત ઐતિહાસિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. આજે જ્યારે વધુ ને વધુ ખાનગી કંપનીઓ સંરક્ષણ સંસાધનોના ઉત્પાદનમાં જોડાઇ રહી છે, ત્યારે આ સંરક્ષણ ક્ષેત્રે એક આત્મનિર્ભર ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં સૂક્ષ્મ, લઘુ અને નાના ઉદ્યોગો (MSMEs)ની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે.
ગુજરાત, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, અદ્યતન ટેક્સટાઇલ્સ, અને સ્પેશિયાલિટી મટિરિયલ્સ જેવા ક્ષેત્રોમાં એક મજબૂત ઔદ્યોગિક આધાર ધરાવે છે, અને એટલે જ ભારતની ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવામાં યોગદાન આપવા માટે ગુજરાત સજ્જ છે. પરંતુ, ગુજરાત સ્થિત ઘણા MSMEs માટે ડિફેન્સ સપ્લાય ચેઇન્સ એટલે કે સંરક્ષણ પુરવઠા શ્રૃંખલાઓ સાથેનું સંકલન મર્યાદિત રહે છે. આ મર્યાદાઓને દૂર કરવા માટે જ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ભારત આત્મનિર્ભર રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત આ સફરમાં એક અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. સંરક્ષણ ઉત્પાદન અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપીને રાજ્યએ દર્શાવ્યું છે કે યોગ્ય નીતિઓ, માળખાગત સુવિધાઓ અને કૌશલ્ય વિકાસ સાથે, આપણે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને સિદ્ધિઓમાં પરિવર્તિત કરી શકીએ છીએ.”
કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના ડિફેન્સ પ્રોડક્શનના સંયુક્ત સચિવ શ્રીમતી મનિષા ચંદ્રા (IAS)એ ‘એરોસ્પેસ અને સંરક્ષણમાં આત્મનિર્ભરતા અને ગુજરાતની ક્ષમતા’ પર સંબોધન કર્યું હતું, જ્યારે ભારત સરકારના ડિફેન્સ પ્રોડક્શનના સચિવ શ્રી સંજીવ કુમાર (IAS) દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું હતું. લઘુ ઉદ્યોગ ભારતીના પ્રેસિડેન્ટ શ્રી બળદેવભાઈ પ્રજાપતિએ પણ કાર્યક્રમમાં વિશેષ સંબોધન આપ્યું હતું.
ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે “ગુજરાતમાં અત્યારે આ ક્ષેત્રમાં 1000થી વધુ સ્ટાર્ટઅપ અને 16 હજાર MSME કામ કરી રહ્યા છે. આ ક્ષેત્રની ક્ષમતાને ઉજાગર કરવાની ગુજરાતમાં વિશાળ સંભાવના છે. ભારતમાં આ ક્ષેત્રમાં મોટાપાયે કામ થયું છે અને આ ક્ષેત્રની ક્ષમતાઓને ઉજાગર કરવા માટે સરકારી યોજનાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઈએ અને નીતિઓનો લાભ લેવો જોઈએ.”
આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન, સંરક્ષણ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી લોકેશ કુમાર શર્મા દ્વારા સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતામાં MSMEsની ભૂમિકા પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ડિફેન્સ સેક્ટરમાં કાર્યરત એક સ્ટાર્ટઅપ સ્વદેશી એમ્પ્રેસા પ્રા.લિ. દ્વારા સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતામાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકા અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં DRDO લેબોરેટરીઝના મેજર જનરલ એ.કે.ચાનન દ્વારા સંરક્ષણ ખરીદીઓ પર સંબોધન કરવામાં આવ્યું હતું, જ્યારે ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના શ્રી સુમેન્દુ રે દ્વારા ડિફેન્સ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન પર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, SIDBI તરફથી ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી એસ. મુરલીધરન, L&T પ્રિસિઝન એન્જિનિયરિંગ એન્ડ સિસ્ટમ્સ તરફથી સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી આનંદ મિસ્ત્રી, HAL તરફથી ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી જાવેદ અલી અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ જેવી કંપનીઓના પ્રતિનિધિઓએ વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન્સ આપ્યા હતા તેમજ ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરીનું પણ એક સત્ર યોજાયું હતું.
આ કાર્યક્રમમાં HAL – હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, અભ્યુદય ભારત પ્રોજેક્ટ્સ પ્રા. લિમિટેડ, યુનિક ફોર્જ રાજકોટ, ઇનસાઇડ FPV ડ્રોન્સ, ઉર્જા પ્રોડક્ટ્સ પ્રા. લિમિટેડ, ક્રિષ્ના એન્જિનિયરિંગ, એસએલએસ સિસ્ટમ લેવલ સોલ્યુશન, સ્પાઇક એન્જિનિયરિંગ, વેક્સમા ટેક્નોલોજીસ પ્રા. લિમિટેડ, એક્સિયો ઇન્સ્પાયર્ડ મેડ ટેક અને SIDBI જેવી સંરક્ષણ ઉત્પાદન કંપનીઓના સ્ટોલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
*કાર્યક્રમનો ઉદ્દેશ અને ગુજરાતના ફોકસ ક્ષેત્રો*
આ કાર્યક્રમનો ઉદ્દેશ, ભારતની ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો, ગુજરાત આધારિત MSMEsને રાષ્ટ્રીય સંરક્ષણ સંબંધિત ખરીદીઓ, ઇનોવેશન અને એક્સપોર્ટ સુધીની પહોંચ આપવાનો અને તેમાં ભાગીદારી માટે સક્ષમ કરવાનો, સ્થાનિક ઉદ્યોગો અને મુખ્ય હિસ્સેદારો જેવાંકે, ડિફેન્સ PSUs, સંરક્ષણ ક્ષેત્રની મુખ્ય ખાનગી કંપનીઓ, સશસ્ત્ર દળો અને શોધન અને વિકાસ સંસ્થાઓ વચ્ચેના જોડાણોને સરળ બનાવવાનો અને ગુજરાતની ઔદ્યોગિક શક્તિઓને રાષ્ટ્રીય સંરક્ષણ પ્રાથમિકતાઓ સાથે સંરેખિત કરવાનો હતો, જે વિકસિત ભારત @2047ના વિઝનમાં યોગદાન આપશે.
આ કાર્યક્રમમાં, ગુજરાતના વિવિધ ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવ્યું હતું, જેમાં એન્જિનિયરિંગ, પ્રિસિઝન ફેબ્રિકેશન અને મશીનિંગ, ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ અને એમ્બેડેડ સિસ્ટમ્સ, UAVs, એરોસ્પેસ અને એવિયોનિક્સ કોમ્પોનેન્ટ્સ, આર્મર સિરામિક્સ અને ડિફેન્સ ટેક્સટાઇલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, કોટિંગ્સ અને કોમ્પોઝિટ મટિરિયલ્સનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ ગુજરાતની ક્ષમતાઓને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સંચાલિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જે વિશ્વના ટોચના પાંચ સંરક્ષણ ઉત્પાદકોમાંનું એક બનવાના ભારતના ધ્યેયમાં સક્રિયપણે યોગદાન આપે છે. આ ક્ષેત્રમાં ગુજરાતના MSMEsને મજબૂત બનાવવા, એ માત્ર રાષ્ટ્રીય સંરક્ષણ પ્રાથમિકતાઓ સાથે જ નહીં, પરંતુ ‘વિકસિત ગુજરાત @2047’ રોડમેપ હેઠળ નવીનતા-આધારિત, ઉચ્ચ-મૂલ્યવાળા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના રાજ્યના વિઝન સાથે પણ સુસંગત છે.
X-X-X
[8/12, 3:26 PM] Dilip Gajjar.Mahiti.Press: પ્રેસ રીલીઝ
રાજભવન, ગાંધીનગર
તારીખ: 12/08/2025
*સંસ્કૃત એ માત્ર ભાષા નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિનું પ્રાણતત્વ છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
———-
*દરેક નાગરિકને શિક્ષિત બનાવવાનો પ્રણાલીસભર પ્રયાસ પ્રાચીન સમયના ભારતનું લક્ષણ હતું: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
———-
*સમાજમાં સંસ્કૃત ભાષાનું મહત્વ વધે તે માટે સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું આયોજન એક સરાહનીય પ્રયાસ છે: શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર*
———-
*મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા છે: શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા*
———-
*ગાંધીનગર ટાઉન હોલ ખાતે પ્રથમ રાજ્યસ્તરીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો*
———-
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે પ્રથમ રાજ્યસ્તરીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો હતો. આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સંસ્કૃત એ માત્ર ભાષા નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિનું પ્રાણતત્વ છે. વેદો, ઉપનિષદો, શાસ્ત્રો, મહાકાવ્યો તથા વૈદિક વિજ્ઞાન બધું જ સંસ્કૃતમાં લખાયેલું છે.
રાજ્યપાલશ્રીએ પ્રાચીન ગુરુકુલ પરંપરાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, પ્રાચીન ભારતની શિક્ષણવ્યવસ્થા એટલી મજબૂત હતી કે, દેશમાં શિક્ષણ વિનાના લોકો શોધવા મુશ્કેલ હતા. છ વર્ષની ઉંમરે બાળકોને શિક્ષણ માટે ગુરુકુળ મોકલવાની પ્રથા, વૈદિક સંસ્કાર પદ્ધતિ અને દરેક નાગરિકને શિક્ષિત બનાવવાનો પ્રણાલીસભર પ્રયાસ પ્રાચીન સમયના ભારતનું લક્ષણ હતું. રાજ્યપાલશ્રીએ પ્રાચીન ભારતીય સમાજની શિક્ષણની વ્યાપકતા પર પ્રકાશ પાડ્યો.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ગુલામીના સમયગાળા દરમિયાન ભારતીય જ્ઞાન પરંપરાને સુનિયોજિત રીતે નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ગુરુકુળ પદ્ધતિને ખતમ કરી અને પશ્ચિમી શિક્ષણપદ્ધતિ લાદવામાં આવી હતી. જેના કારણે ભારતની વૈદિક અને સંસ્કૃત આધારિત જ્ઞાનવ્યવસ્થા પાછળ ધકેલાઈ ગઈ હતી.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ગણિતમાં દશાંશ પદ્ધતિ, શૂન્યનો સિદ્ધાંત, ખગોળશાસ્ત્રમાં ગ્રહણના સચોટ સમયની ગણતરી, ભૂગોળમાં પૃથ્વી ગોળ હોવાની વાત – આ બધું જ ભારતીય ઋષિઓનું યોગદાન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જ્યારે યુરોપમાં વૈજ્ઞાનિકોને સત્ય બોલવા બદલ સજા થતી હતી, ત્યારે ભારતમાં વૈદિક વિજ્ઞાન ઉચ્ચત્તમ સ્તરે વિકસેલું હતું.
ભારદ્વાજ ઋષિ દ્વારા વિમાનશાસ્ત્ર ગ્રંથનું સર્જન, પુષ્પક વિમાનના વર્ણનો અને વૈવિધ્યસભર ઇંધણ પદ્ધતિઓનો ઉલ્લેખ કરીને રાજ્યપાલશ્રીએ દર્શાવ્યું કે, પ્રાચીન ભારત ટેકનોલોજીના ક્ષેત્રે પણ અગ્રેસર હતું.
રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંસ્કૃત ભાષાને આપવામાં આવી રહેલા પ્રોત્સાહનની પ્રશંસા કરી હતી. સંસ્કૃતને શાળાઓમાં ફરજીયાત વિષય તરીકે સામેલ કરવો, સંસ્કૃત સપ્તાહ જેવા કાર્યક્રમોનું આયોજન અને ગુલામીની માનસિકતા દૂર કરવાનું પ્રધાનમંત્રીશ્રીનું રાષ્ટ્રને આહ્વાન એ નવા ભારતની રચનામાં મહત્વપૂર્ણ છે, તેમ તેમણે જણાવ્યું હતું.
આપણી વિરાસત, ઋષિઓની જ્ઞાન પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યો સાથે વિકાસની ગતિ પણ જાળવી રાખવી જોઈએ. દેશને ફરી વિશ્વગુરુ બનાવવાના માર્ગ પર આપણે આગળ વધવું જ પડશે તેમ રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સરકાર, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તથા તમામ વિદ્વાનોને રાજયમાં સંસ્કૃતના પ્રચાર માટે કરવામાં આવી રહેલા પ્રયત્નો બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સંસ્કૃત ભાષાને પુનર્જીવિત કરવા માટે સતત પ્રયત્ન કરવા આહ્વાન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે, સંસ્કૃત વિના ભારતના મૂળને સમજવું અશક્ય છે અને આવનારી પેઢીને ગીતા, વેદો, મહાભારત, રામાયણ જેવા ગ્રંથો સાથે જોડવું આપણી સંયુક્ત જવાબદારી છે.
આ તકે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃત ભાષા સરળ અને સરસ છે. સંસ્કૃત સાહિત્યના માધ્યમથી જ્ઞાન- વિજ્ઞાન અને રાષ્ટ્રને મજબૂત બનાવે છે. ગુજરાતમાં વર્ષ- ૨૦૨૦ પછી પ્રથમ વખત ‘સંસ્કૃત સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. ‘ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ’ સંસ્કૃત ભાષાના સર્વાંગી વિકાસ માટે, સંસ્કૃતના સંવર્ધનથી સંસ્કૃતિના પ્રચાર-પ્રસારનું કામ કરી રહ્યું છે.
મંત્રીશ્રી ડીંડોરે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના નાગરિકો સંસ્કૃત ભાષાને શીખતા અને સમજતા થાય તે હેતુથી રાજ્યભરમાં ૬ થી ૧૨ ઓગસ્ટ સુધી સંસ્કૃત ભાષાના પ્રચાર માટે જુદા – જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં રાજ્યના નાગરિકો, શિક્ષકો-વિદ્યાર્થીઓ અને અધિકારીઓ જોડાયા હતા.
શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, સંસ્કૃત દેવ વાણી છે. સંસ્કૃત રાષ્ટ્રનો આત્મા છે. સંસ્કૃત બોલવાથી શરીરના હોર્મોન્સ બેલેન્સ થાય છે. મનને આંનદ આપે તે ભાષા સંસ્કૃત છે. સંસ્કૃત ભાષા વધુને વધુ નાગરિકો સુધી પહોચાડવા બદલ મંત્રીશ્રીએ ‘ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ’ની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પાલીવાલે સ્વાગત પ્રવચન કરી બોર્ડ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી. રાજ્યપાલ શ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સંસ્કૃતના પ્રચાર માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષણ વિભાગના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યપાલશ્રીના હસ્તે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની વેબસાઈટનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, શિક્ષણ વિભાગના અધિકારીઓ, સંસ્કૃતપ્રેમી વિદ્વાનો તેમજ શિક્ષણ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
———-
[8/12, 4:58 PM] Dilip Gajjar.Mahiti.Press: > ગાંધીનગરની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ બની આરોગ્ય મંદિર
*ગુજરાતની એવી આયુર્વેદિક હોસ્પિટલ જ્યાં દેશ – વિદેશથી દર્દીઓ કરાવે છે નિશૂલ્ક ઉપચાર*
****
*દર્દીની સારવાર કરી આયુર્વેદ પ્રત્યે સકારાત્મક ભાવ જગાડે તે પ્રકારની ચિકિત્સા પદ્ધતિ એટલે આયુર્વેદિક ઉપચાર*
****
*સરકારી નોકરી દરમિયાન અત્યારસુધીમાં પાંચ લાખ જેટલા દર્દીઓને અનિદ્રા, મેદસ્વિતા, સોરાઈસીસ તેમજ લાઇફસ્ટાઈલને લગતા રોગોનું સફળ નિદાન કર્યું :- વૈધ પંચકર્મ શ્રી રાકેશ ભટ્ટ*
******
સરકારી હોસ્પિટલમાં કોણ જાય ? ત્યાં તો કેવી સારવાર થતી હશે ? આવો પ્રશ્ન કેટલાક દર્દીના મનમાં થતો હોય છે, પણ ગાંધીનગર સેકટર-૨૨માં આવેલી આયુર્વેદિક હોસ્પિટલ જ્યાં ૩૩ વર્ષથી સરકારી સેવા આપતા વૈધ શ્રી રાકેશ ભટ્ટની દર્દીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. વૈધ શ્રી રાકેશ ભટ્ટ પ્રતિદિન આયુર્વેદિક હોસ્પિટલમાં ૨૦૦ જેટલા દર્દીઓની સારવાર કરે છે. આ આયુર્વેદિક હોસ્પિટલમાં દેશ – વિદેશથી દર્દીઓ સારવાર અર્થે આવે છે અને સાજા થઈને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની સાથે રાજ્ય સરકારનો પણ આભાર માને છે.
આ આયુર્વેદિક હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને વૈધ શ્રી રાકેશ ભટ્ટે જણાવ્યું હતું કે, સરકારી આયુર્વેદિક કોલેજમાં ભણીને તા. ૦૪ મે ૧૯૯૨ થી વિવિધ આયુર્વેદ હોસ્પિટલમાં અંદાજિત ૩૩ વર્ષથી દર્દીઓની સેવા કરી રહ્યો છું તે માટે ગુજરાત સરકારનો આભાર માનું છું. આપણા દેશમાં પ્રાચીન સમયથી ગ્રંથો અને પુરાણોમાં આયુર્વેદ શાસ્ત્રનું ઘણું જ મહત્વ દર્શાવવા આવ્યું છે. વર્તમાન સમયમાં જલ્દી સાજા થવાની જિજીવિષાને કારણે નાગરિકો આયુર્વેદને ભૂલીને અન્ય દવાઓ લેવા મજબૂર થયા છે જે શરીર માટે લાંબા ગાળે નુકશાનકારક છે.
વધુમાં વૈધશ્રીએ જણાવ્યું છે કે, ચિકનગુનિયાનો રોગ વર્ષ -૨૦૦૬માં ખુબ ફેલાયો હતો, ત્યારબાદ અમે રિસર્ચ કરીને એક આયુર્વેદિક ઉકાળો બનાવ્યો હતો. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની સૂચનાના આધારે તે આયુર્વેદિક ઉકાળાનો ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી ખાતે દર્શનાર્થે આવતા અંદાજે ૬ લાખથી વધુ ભક્તોએ લાભ લીધો હતો. આ સફળતા બાદ ચિકનગુનિયાનો રોગ મટાડતા આયુર્વેદિક ઉકાળાનો સામાન્ય નાગરિકો પણ સાવચેતીના ભાગરૂપે તેનો ઉપયોગ કરતા થયા છે. ચિકનગુનિયાના રોગ પછી રાજ્યના નાગરિકોમાં સ્વાભાવિક રીતે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વિશે વધુ જાગૃતિ આવી અને આયુર્વેદિક હોસ્પિટલનો દર્દીઓ લાભ લેતા થયા. કોરોનાના સમયગાળા દરમિયાન રાજ્યના નાગરિકોએ વિવિધ આયુર્વેદિક ઉકાળા દ્વારા પોતાની ઈમ્યુનિટીમાં વધારો કરીને કોરોનાને હરાવ્યો હતો.
વધુમાં શ્રી ભટ્ટે જણાવ્યું હતું કે, સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું એ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની પ્રાથમિકતા રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘મેદસ્વિતા મુક્ત ભારત’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વધુ વેગવંતુ બન્યું છે. જેના પરિણામ સ્વરૂપે તાજેતરમાં ગાંધીનગરની આયુર્વેદિક સરકારી હોસ્પિટલમાં અમદાવાદ જિલ્લાના ૧૦૪ કિ.લો વજન ધરાવતા એક દર્દીનું પંચકર્મ, વિરેચન કર્મ તેમજ લેખન બસ્તિ જેવી આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ દ્વારા તેમનું ૨૬ કિ.લો જેટલું વજન ઘટાડવામાં સફળતા મળી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના એક દર્દી ૨૦ વર્ષથી અનિદ્રાની બીમારીથી પીડાતા હતા તેને સીરોધારા, નસ્ય, યોગાભ્યાસ અને આયુર્વેદિક દવાઓ આપી તેને અનિદ્રામાંથી મુક્તિ અપાવી હતી.
વધુમાં શ્રી રાકેશે ઉમેર્યું હતું કે, આ હોસ્પિટલમાં લાઈફસ્ટાઈલને લગતા દર્દીઓ, ચામડીના દર્દીઓ, સાંધાનાં દુખાવા- રૂમેટોલોજી, સાઈટીકા, સોરાઈસીસના દર્દીઓ વધુ પ્રમાણમાં આવે છે. આ ઉપરાંત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતથી પ્રેરણા લઈને અમારી હોસ્પિટલમાં સારવાર અર્થે જે દર્દી દાખલ થાય છે તેને હોસ્પિટલમાં જ પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર કરાયેલો ખોરાક આપવામાં આવે છે તેમજ દર્દીને પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે સમજણ આપી જાગૃત કરવામાં આવે છે.
વધુમાં શ્રી ભટ્ટે જણાવ્યું કે, હા એ સાચું છે કે, આયુર્વેદ એ શરીરને ધીરે ધીરે અસર કરે છે, એનું પરિણામ તુરંત મળતું નથી. પરંતુ એટલું જ સત્ય એ પણ છે કે આયુર્વેદ દ્વારા કરાયેલો ઈલાજ રોગને જળમૂળમાંથી નાશ કરે છે. જ્યારે અન્ય દવાઓ થકી એક રોગ બહાર કાઢતા તમે બીજા રોગના ભોગ બનો છો. આજના સમયમાં દિનચર્યા, ઋતુચર્યા, દર્દીની પ્રકૃતિને ધ્યાને લઈને તેઓનો આહાર – વિહાર નક્કી કરવામાં આવે છે. આજે નાગરિકોમાં આયુર્વેદ પ્રત્યે જાગૃતિ આવી છે. સચિવાલયમાં સનદી અધિકારીઓએ પણ આયુર્વેદ ઉપચાર પદ્ધતિ અપનાવી તેમની લાઈફસ્ટાઈલને લગતી બીમારીઓ દુર કરી રહ્યા છે જે સૌ માટે પ્રેરણાદાયી છે. કોઈ પણ રોગના જડમૂળથી નિદાન માટે દર્દીઓએ આયુર્વેદ ઉપચાર પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.
– પ્રિન્સ ચાવલા
*******
[8/12, 5:00 PM] Dilip Gajjar.Mahiti.Press: *મકાઈના ઉભા પાકમાં પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળના ઉપદ્રવને ઘટાડવા ખેડૂત મિત્રોએ આટલું જરૂર કરવું….!!*
*************************************
*ખેતી નિયામક કચેરી દ્વારા મકાઈના પાકમાં પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઈયળના વ્યવસ્થાપન માટે સહાયકારક પગલા સૂચવવામાં આવ્યા*
*************************************
ગુજરાતના ખેડૂતોને વાવેતરથી વેચાણ સુધીના દરેક તબક્કે સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. ખેડૂતો પોતાના ઉભા પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતોના હિતાર્થે રોગ-જીવત વ્યવસ્થાપનના પગલા સૂચવવામાં આવે છે. જે અંતર્ગત મકાઈના ઉભા પાકમાં પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળના સંકલિત વ્યવસ્થાપન માટે કેટલાક મહત્વપૂર્ણ પગલા સૂચિત કરવામાં આવ્યા છે.
*મકાઇના પાકમાં પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ(ફોલ આર્મીવોર્મ)ના સંકલિત વ્યવસ્થાપન માટે આટલું જરૂર કરો:*
• ખેતરમાં પ્રતિ હેક્ટર એક પ્રકાશ પિંજર ગોઠવીને આ જીવાતનાં પુખ્તને આકર્ષી તેનો નાશ કરવો.
• આ જીવાતનાં નર ફૂદાંને આકર્ષવા માટે ૫૦ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેક્ટર અથવા ૨૦ ફેરોમોન ટ્રેપ પ્રતિ એકર લગાવવી તથા લ્યુર ૪૦ દિવસે બદલવી.
• ઈંડાના સમૂહ અને જુદાં-જુદાં તબક્કાની ઈયળોને હાથથી વીણી એકત્ર કરી નાશ કરવો.
• આ જીવાતનાં બિન-રાસાયિણક નિયંત્રણ માટે માટી અથવા રેતી ૫ ગ્રામ પ્રતિ છોડ વાવણીના ૩૦ અને ૪૫ દિવસ પછી ભૂંગળીમાં આપવાથી નુકશાન ઘટે છે.
• ઉપદ્રવની શરૂઆતમાં બેસીલસ થુરીન્ઝીન્સીસ પાઉડર ૨૦ ગ્રામ અથવા બ્યુવેરીયા બેસીઆના ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ અથવા ન્યુમોરીયા રીલી ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
• લીંબોળીની મીંજના ૫૦૦ ગ્રામ ભૂકામાંથી બનાવેલ અર્ક (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિલિ (પાણીમાં ભેળવવા ૧૦ ગ્રામ કપડા ધોવાનો પાવડર ઉમેરવો) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિલિથી ૪૦ મિલિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
• પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ લશ્કરી ઇયળના નિયંત્રણ માટે બ્રહ્માસ્ત્ર જેવી બિન-રસાયણિક જંતુનાશક દવા ૧ થી ૧.૫ લિટર માત્રામાં આશરે ૧૦૦ લિટર પાણીમાં ભેળવી એક એકર મુજબ છંટકાવ કરવો.
• લશ્કરી ઇયળના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે ડાંગરનું ભૂંસૂ અથવા મકાઈનો લોટ ૨૫ કિ.ગ્રા. + ગોળ પ કિ.ગ્રા. + થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૫૦ ગ્રામ પ્રતિ હેક્ટર અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૧૨૫ ગ્રામ પ્રતિ હેક્ટરથી બનાવેલ વિષ પ્રલોભિકાની પ્રથમ માવજત જીવાત દેખાવાની શરૂઆત થયે અને બીજી તેના ૧૫ દિવસ બાદ મકાઇની ભૂંગળીમાં આપવી.
• વિષ પ્રલોભિકા બનાવવા ગોળને ૫ લિટર પાણીમાં ઓગાળી તેને ૨૫ કિ.ગ્રા. ડાંગરની કુશકી અથવા મકાઈના લોટમાં ૧૦-૧૨ કલાક ભેળવવું અને માવજતમાં ઉપયોગ કરતા પહેલા તેમાં ૨૫૦ ગ્રામ થાયોડીકાર્બ ઉમેરી બરાબર ભેળવવું.
• ઘાસચારાની મકાઈમાં વધુ ઉપદ્રવ જણાય તો તાત્કાલિક તેને કાપી લઈ ઢોરને ખવડાવી દેવી અને જો કીટનાશકનો છંટકાવ કર્યો હોય તો ૩૦ દિવસ બાદ જ ઢોરને ખવડાવવી.
• પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાય તો આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો.
જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ અથવા જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.
*************************
નિતિન રથવી
[8/12, 6:09 PM] Dilip Gajjar.Mahiti.Press: *મીડિયા કવરેજ અર્થે આમંત્રણ*
માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તારીખ 13-08-2025ના રોજ સવારે 8:00 કલાકે શાહપુર ભાગોળ ચોક, જિલ્લો ગાંધીનગર ખાતે સ્વચ્છતા કાર્યક્રમમાં હાજર રહેનાર છે આ કાર્યક્રમના કવરેજ અર્થે મીડિયા મિત્રોને આમંત્રણ છે.
[8/12, 7:15 PM] Dilip Gajjar.Mahiti.Press: *અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (USFDA)ના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કચેરીની મુલાકાત લીધી*
******************************
*દોઢ દાયકાથી પહેલા ગુજરાત અને અમેરિકા વચ્ચે ગઠન થયેલા “FDCA, Gujarat – USFDA Regulatory Forum” અન્વયે દ્વિપક્ષીય બેઠક યોજાઈ*
*******************************
*ONDCPના આસિસ્ટન્ટ ડીરેક્ટર શ્રીયુત ડેબી સેગુઈનના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિ મંડળને FDCA-ગુજરાતના કમિશનર શ્રી એચ. જી. કોશિયાએ રાજ્ય સરકારની મક્કમ કામગીરીથી અવગત કરાવ્યા*
*******************************
અમેરિકાના USFDA તરફથી પધારેલા ઓફીસ ઓફ નેશનલ ડ્રગ કંટ્રોલ પોલીસી (ONDCP)ના પ્રતિનિધિ મંડળે આજે ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુલાકાત લીધી હતી. ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તેમજ અમેરિકાના યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (USFDA) વચ્ચે માહિતી તેમજ નોલેજના આદાન-પ્રદાન માટે “FDCA, Gujarat – USFDA Regulatory Forum”નું છેલ્લા દોઢ દાયકાથી ગઠન કરવામાં આવ્યું છે.
આ રેગ્યુલેટરી ફોરમ હેઠળ ઉપરોક્ત બન્ને સંસ્થાઓ વચ્ચે સમયાંતરે બેઠકનું આયોજન કરવામાં આવે છે. એ જ અનુક્રમે આજે તકનીકી બાબતોના આદાન-પ્રદાનની ગતિને વધુ વેગ આપવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર કચેરી-ગાંધીનગર ખાતે ONDCPના આસિસ્ટન્ટ ડીરેક્ટર શ્રીયુત ડેબી સેગુઈનના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિ મંડળે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર શ્રી એચ. જી. કોશિયા અને અધિકારીશ્રીઓ સાથે મીટીંગ યોજી હતી.
અમેરિકાના વોશિંગ્ટન ડીસી ખાતેથી પધારેલા ONDCPના પ્રતિનિધિ મંડળ દ્વારા ડ્રગ ટ્રાફીકીંગ, પ્રીક્ર્સર ઉત્પાદકોની માહિતી, ફાર્માસ્યુટીકલ્સમાંથી ગેરકાયદેસર રીતે નાર્કોટીક અને હેબીટ ફોર્મીંગ દવાઓના ઉત્પાદન અને દેશમાંથી અમેરિકામાં થતા નિકાસ અર્થે ચર્ચા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભારતની ફાર્માસ્યુટીકલ્સમાંથી અમેરિકામાં થતી દવાઓની નિકાસમાં ગુજરાત રાજ્યનો સિંહ ફાળો છે. આ ઉપરાંત ગુજરાતમાં US-FDA માન્યતા પ્રાપ્ત ૧૫૦થી વધુ ઉત્પાદકો કાર્યરત છે, જે અમેરિકામાં ખૂબ જ વ્યાજબી અને ગુણવતાયુક્ત દવાઓની નિકાસ કરી રહ્યા છે.
આ મુલાકાત દરમિયાન ગુજરાત અને અમેરિકાની બન્ને સંસ્થાના પ્રતિનિધિઓ વચ્ચે પરસ્પર નેશનલ ડ્રગ કંટ્રોલ સ્ટ્રેટેઝી, ગેરકાયદેસર નારકોટીક્સ અને હેબીટ ફોર્મીંગ ડ્રગનો ઉપયોગ ઘટાડવાના પ્રયાસો, ગેરકાયદેસર ડ્રગ ઉત્પાદન અને હેરફેર સામે લડવા માટેની યોજનાઓ, ડ્રગ-સંબંધિત ગુના અને હિંસાને લગત વિવિધ બાબતોની ચર્ચા કરીને જન આરોગ્યને વધુ સુદ્રઢ બનાવવાની પહેલ કરવામાં આવી હતી.
કમિશનર શ્રી એચ. જી. કોશિયા દ્વારા તંત્રએ ગેરકાયદેસર નારકોટીક્સ અને હેબીટ ફોર્મીંગ ફાર્માસ્યુટીકલ દવાઓના ખરીદ વેચાણ અંગે કરવામાં આવેલી કામગીરીનુ પ્રેઝેન્ટેશન આપીને વિગતવાર ચર્ચા કરી હતી. ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કામગીરીથી અમેરિકાનું પ્રતિનિધિ મંડળ ખૂબ જ પ્રભાવિત થયું હતું.
ચર્ચા દરમિયાન કમિશનર શ્રી એચ. જી કોશિયાએ જણાવ્યું હતું કે, જન આરોગ્યને પ્રાધાન્ય આપીને રાજ્યનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગેરકાયદેસર નશાકારક ફાર્માસ્યુટીકલ દવાઓની હેરફેર કરનાર સામે હંમેશા લાલ આંખ રાખતું આવ્યું છે અને આગળ પણ રાખશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ USFDAના મોટાભાગના કંટ્રી ડિરેક્ટર સર્વ શ્રી બ્રુસ રોઝ, મેથ્યુ થોમસ, અલ્તફ લાલ, લેટીટીયા રોબીંસન્સ, સારાહ મેકમુલન, અને ગ્રેક સ્મીથ દ્વારા અવાર-નવાર તેઓની ટીમ સાથે નોલેજ શેરીંગ, ટ્રેનીંગ, કેપેસીટી બીલ્ડીંગ અને ઇન્ફોર્મેશનના આદાન-પ્રદાન અર્થે ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુલાકાત લેવામાં આવી છે. આ ઉપરાંત US-FDA દ્વારા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડ્રગ અને ફૂડના અધિકારીશ્રીઓ તેમજ ગુજરાત રાજ્યના હેલ્થકેર અને ફાર્માસ્યુટીકલ્સ સેક્ટરના સ્ટેક હોલ્ડર્સને પણ તાલીમ આપવામાં આવી છે.
**********************
નિતિન રથવી
****************************
[8/12, 10:57 AM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા ; સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ’: તિરંગા યાત્રા- ૨૦૨૫*
********
*મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ ફ્લેગ ઓફ કરીને અપના બઝાર ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું*
********
*કલેકટર શ્રી મેહુલ દવે સહિત પદાધિકારીઓ- અધિકારીઓ દેશભક્તિના રંગે રંગાયા: દેશભક્તિનો સૈલાબ ઉમટયો*
********
*તિરંગા યાત્રામાં જોવા મળ્યો હજારો ગાંધીનગરવાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ*
********
ગાંધીનગર તા. ૧૨ ઓગસ્ટ-
મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં “હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં સૌ ગાંધીનગરવાસીઓએ સહભાગી થઈને દેશની આન, બાન અને શાન સમા તિરંગાનું ગૌરવ ગાન કર્યું હતું.
સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં યોજાયેલી આ યાત્રામાં અનેરા થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહની સાથે અખંડ ભારતની એકતાના યશગાન દૃશ્યમાન થયાં હતા. જેમાં શ્રીમતી ભાનુબેન બાબરીયાની સાથે મેયર શ્રીમતી મીરાબેન પટેલ તથા ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશ ઠાકોર સહભાગી થયા હતા.
ગાંધીનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રાનું સેકટર ૬ના અપના બઝાર ખાતેથી મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય તિરંગા યાત્રા અપના બજાર પાસેથી પ્રસ્થાન કરી, ઘ-૨ સર્કલ, ઘ-૨ સર્કલથી ડાબી તરફ વળીને ચ-૨ સર્કલ તરફથી સેક્ટર-૭ના અપ્રોચમાંથી પસાર થઈ હતી. જયાં ભારતમાતા મંદિરથી જમણી તરફના સેક્ટર રિંગરોડ પરથી પસાર થતાં, યાત્રા સેક્ટર-૭ સરકારી પગારકેન્દ્ર શાળા, સેક્ટર-૭ ગાર્ડન થઈને સેક્ટર-૭ના મુખ્ય શોપિંગ સેન્ટર સુધી પહોંચી હતી. દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા જેમ જેમ રૂટ પર આગળ વધતી હતી, તેમ તેમ લોકોમાં દેશપ્રેમનો સૈલાબ ઉમટયો હતો. રૂટ પર સ્થાનિકો દ્વારા ભવ્ય તિરંગા યાત્રાને પુષ્પ વૃષ્ટિ સહ આવકાર અને વધામણા કરવામાં આવ્યા હતા.
સેક્ટર-૭ના મુખ્ય શોપિંગ સેન્ટર ખાતે પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે રાષ્ટ્ર ગાન અને ભારત માતાની જયઘોષ સાથે યાત્રા પૂર્ણ થઈ હતી. યાત્રાના રૂટમાં વિવિધ કલાવૃંદ દ્વારા ગરબા, રાસ, વિવિધ પરંપરાગત નૃત્ય અને દેશભક્તિ સાથે સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી.
આ તિરંગા યાત્રામાં ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ, કલેકટર શ્રી મેહુલ દવે, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે.એન.વાઘેલા, કાઉન્સિલરશ્રીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, શહેર પોલીસ-ટ્રાફિક પોલીસના કર્મચારીઓ, એન. ડી. આર. એફ.ના જવાનો, એન. સી. સી. કેડેટ્સ, જિલ્લા સ્પોર્ટ્સ ઓથોરિટીના ખેલાડીઓ, મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ અને દેશપ્રેમી નાગરિકો આ ભવ્ય તિરંગા યાત્રાની ઐતિહાસિક ક્ષણોના સહભાગી બન્યા હતા.
*૦૦૦૦૦૦૦*
દિવ્યા ત્રિવેદી
[8/12, 3:25 PM] Neha Talaviya.Mahiti: *સેક્ટર 15 વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રામાં જોડાઈને રાષ્ટ્ર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી*
…….
*ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરના કુલપતિ ડૉ. ટી.એસ. જોશીની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ*
…..
*સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગરથી એચડીએફસી બેન્ક ઘ-5 સુધી ભવ્ય તિરંગા યાત્રામાં એન.સી.સી તથા એન.એસ.એસના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા*
……
‘હર ઘર તિરંગા, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સરકારી વાણિજ્ય કોલેજ ,સે-૧૫,ગાંધીનગર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં કોલેજના એન.એસ.એસ, એન.સી.સી સહિતના વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સ્ટાફ તેમજ નાગરિકો પણ જોડાયા હતા.
આ તિરંગા યાત્રા શિક્ષણવિદ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર ના કુલપતિ ડૉ. ટી.એસ. જોશી તેમજ બ્રહ્માકુમારીના દીદી શ્રી બી. કે. ધર્મિષ્ઠાબેનની અધ્યક્ષતામાં યોજાઈ હતી.તમામ મહાનુભાવો વિદ્યાર્થીઓની સાથે તિરંગા યાત્રામાં જોશભેર જોડાતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ બેવડાયો હતો.
આ તિરંગા યાત્રા સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર થી શરૂ થઈ પોસ્ટ ઓફિસ, ગાંધીનગર નાગરિક ડિસ્ટ્રીકટ બેંક, એ. યુ. સ્મોલ ફાઇનાન્સ, થી એચડીએફસી બેન્ક ઘ-5 સુધી શિસ્તબદ્ધ રીતે યોજાઈ હતી. જેમાં ગાંધીનગર નાગરિક ડિસ્ટ્રીકટ બેંકના મેનેજર તેમજ સ્ટાફ દ્વારા તિરંગા યાત્રાનું સહર્ષ સ્વાગત કરતા વિદ્યાર્થીઓને લીંબુ પાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે ગાંધીનગરની વિવિધ બેંકો ગાંધીનગર નાગરિક ડિસ્ટ્રીકટ બેંક, એ. યુ.સ્મોલ ફાઇનાન્સ, ડીસીબી બેંક, એચડીએફસી બેન્ક, પંજાબ બેંક વગેરે બેંકના તમામ સ્ટાફે જોડાઈને પોતાની દેશભક્તિ વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે,આ તિરંગા યાત્રામાં સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર ના આચાર્યશ્રી ડૉ.અમિતકુમાર એન. સુતરીયાના માર્ગદર્શનના આયોજિત કરવામાં આવી હતી. જેમાં કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે સંકલન કરી આ ભવ્ય તિરંગા યાત્રાને કોલેજના વિદ્યાર્થીઓ માટે જીવનભર માટે યાદગાર સંભારણું બને તેવા તમામ પ્રયત્નો કરાયા હતા.
…
*નેહા તલાવિયા*
[8/12, 4:30 PM] Neha Talaviya.Mahiti: *મેયરશ્રીનાં હસ્તે ગાંધીનગરનાં સેકટર ૨૧, જીમખાના પાસે RRR – Reduce, Reuse, Recycle સેન્ટરનો શુભારંભ*
….
*સ્વ સહાય જૂથની મહિલાઓ નાગરિકોને વિનામૂલ્યે આકર્ષક બેગ બનાવી આપશે*
……
સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 તથા ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા તા.02/08/2025 થી 15/08/2025 સુધી ‘ હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ રાષ્ટ્રીય અભિયાન ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેકટર ૨૧, જીમખાના ખાતે મેયરશ્રીનાં હસ્તે RRR – Reduce, Reuse, Recycle સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે,આ RRR સેન્ટર ખાતે નાગરિકો પોતાના જુના બિનઉપયોગી કપડા આપી શકશે, જેમાંથી સ્વ સહાય જૂથની મહિલાઓ નાગરિકોને વિનામૂલ્યે આકર્ષક બેગ બનાવી આપશે. આ RRR સેન્ટર સોમવાર સિવાય અઠવાડિયાનાં તમામ દિવસ સવારનાં ૧૦:૩૦થી સાંજનાં ૬:૦૦ કલાક સુધી કાર્યરત રહેશે.
નાગરિકો ખરીદી સમયે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનાં બદલે કપડાની બેગનો ઉપયોગ કરતા થાય તેવા ઉદેશ્ય સાથે આ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાનાં આ પ્રયાસ થકી શહેરનાં કચરાના ભારણને ઘટાડવામાં પણ મદદ મળશે.મેયરશ્રી દ્વારા આ પ્રસંગે પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવા તેમજ જીવનમાં 3R – Reduce, Reuse, Recycle નાં સિદ્ધાંતોને અપનાવી ગાંધીનગરની સુપર સ્વચ્છ શહેરની ઓળખને જાળવી રાખવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમના આ શુભારંભ પ્રસંગે મહાનગરપાલિકાનાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સહીત તમામ પદાધિકારીઓ, વેપારી મંડળ તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
*નેહા તલાવિયા*
[8/12, 4:45 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ડાંગરના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન અંગે લેવાના પગલાં જાહેર*
********
*ચૂસિયા જીવાત તેમજ ઈયળ નિયંત્રણ માટે નીમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દસપર્ણી અર્ક જેવા પ્રાકૃતિક કીટનાશકોનો છંટકાવ કરવો*
********
ગાંધીનગર તા. ૧૨ ઓગસ્ટ- હાલ જિલ્લાના ખેતરોમાં ડાંગરનો પાક ઊગી રહ્યો છે ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ડાંગરના ઉભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન અંગે પગલાં જાહેર કરવામાં આવ્યાં છે.
જીવાત વ્યવસ્થાપન માટે ખેતરના શેઢાપાળાનું ઘાસ કાપીને શેઢાપાળા સાફ રાખવા, ડાંગરના ધરૂની ફેર રોપણી બાદ પાન પર મૂકાયેલા ઈંડાના સમૂહો વીણીને તેનો નાશ કરવો જોઈએ. ફેર રોપણીના ૩૦ દિવસ બાદ હેકટરે ૩૦ ફેરોમોન લ્યુર સાથેના ટ્રેપ એકબીજાથી સરખા અંતરે મુકવા તથા લ્યુર દર ત્રણ અઠવાડિયે બદલવા જોઈએ.
ડાંગરના પાકમાં નાઇટ્રોજનયુક્ત ખાતરનો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો તેમજ કયારીમાં જરૂરીયાત પુરતું જ પાણી રાખવું. ખેતરમાં રાત્રિના સમયે પ્રકાશપિંજર ગોઠવવી જેથી ગાભમારાની ઈયળ ઉપરાંત લશ્કરી ઈયળના પુખ્ત (ફૂદા) આકર્ષી તેની વસ્તીમાં ઘટાડો કરી શકાય. ડાંગરની પાન ખાનારી ઇયળોનો ઉપદ્રવ ઓછો હોય અને વિસ્તાર નાનો હોય તો નુક્શાનવાળા પાન ઈયળ/કોશેટો સહિત તોડીને નાશ કરવો.
ડાંગરનો દરજી/શિંગડાવાળી ઈયળના કોશેટા પાનની નીચેની બાજુએ લટકતા હોય છે, તેનો વીણીને નાશ કરવો. ખેતરમાં પરભક્ષી જીવાત તરીકે કરોળિયાની વસ્તી વધારવા રોપણી પછી ૧૫-૨૦ દિવસે હેકટરે ૮૦ કિ.ગ્રા. પ્રમાણે ઘઉં/રજકાનું ભૂસું વેરવું. ગાભમારા અને પાન વાળનાર ઈયળના જૈવિક નિયંત્રણ માટે ઇયળની માદા ફૂદીએ મૂકેલ ઇંડાં પર પરજીવીકરણ માટે ટ્રાઈકોગ્રામા જાપોનીકમ અથવા ટ્રાઈકોગ્રામા ચીલોનીસ જાતોની ૦.૫ થી ૧.૦ લાખ ભમરીઓ પ્રતિ હેકટર મુજબ ખેતરમાં છોડવી જોઈએ.
ડાંગરના મિત્ર કીટકો તેમજ પરભક્ષી/ પરજીવી જીવાતોને ઓળખીને તેનું સંવર્ધન કરવાના તેમજ જાળવણીના પ્રયત્નો કરવા. કીટનાશકોનો ભલામણ મુજબ પ્રમાણ જાળવી છંટકાવ કરવો જેથી મિત્ર કીટકોનું સંવર્ધન/જાળવણી થઇ શકે.
ડાંગરના ઊભા પાકમાં ચૂસિયા જીવાત તેમજ ઈયળ નિયંત્રણ માટે નીમાસ્ત્ર (૨૦૦ લીટર પ્રતિ એકર), અગ્નિઅસ્ત્ર (૧૦ લીટર પાણીમાં ૪૦૦ મી.લિ.), બ્રહ્માસ્ત્ર (૧૦ લીટર પાણીમાં ૪૦૦ મી.લિ.), દસપર્ણી અર્ક (૬ થી ૮ લીટર અર્ક ૨૦૦ લીટર પાણીમાં એક એકર મુજબ) જેવા પ્રાકૃતિક વાનસ્પતિક કીટનાશકોનો છંટકાવ કરવો જોઈએ.
લશ્કરી ઇયળ (કટ વોર્મ)ના નિયંત્રણ માટે ઉપદ્રવિત ખેતરમાં સાંજના સમયે ઘાસની નાની નાની ઢગલીઓ કરીને બીજા દિવસે સવારે તેને ઈયળ સહિત બાળી નાખવી. ડાંગરના ભુરા કાંસિયા અને ઢાલપક્ષ ભૂંગાના નિયંત્રણ માટે ઉપદ્રવિત ખેતરમાં પાક પર દોરડું ફેરવવાથી પુખ્ત કીટક પાણીમાં પડી જશે. ત્યારબાદ પુખ્ત કીટકોને ભેગા કરી કેરોસીનવાળા પાણીમાં ડુબાડીને નાશ કરવો. આ જીવાતોનો ઉપદ્રવ (ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં) વધુ જણાય તો અસરગ્રસ્ત વિસ્તારમાં જ કીટનાશકોનો ઉપયોગ કરવો. તેમજ ધરો, દર્ભ જેવા નીંદણો પર તેની વૃદ્ધિ થતી હોવાથી આવા નીંદણોનો નાશ કરવો જોઈએ.
પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી લગત વિસ્તારના ગ્રામ સેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[8/12, 4:49 PM] Neha Talaviya.Mahiti: *હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ થીમ આધારિત શાળાઓમાં “દેશ ભક્તિ ગીત” સ્પર્ધાનું આયોજન*
……
ભારત સરકારના નેતૃત્વ હેઠળ અને ગુજરાત સરકારના માર્ગદર્શનમાં, 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે, “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” થીમ આધારિત જિલ્લાની શાળાઓમાં આજે તારીખ 12 ઓગસ્ટ, 2025ના રોજ “દેશ ભક્તિ ગીત” સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
“દેશ ભક્તિ ગીત” સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિની ભાવના જગાવવી, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને રાષ્ટ્રધ્વજના મહત્વ વિશે જાગૃતિ લાવવી તેમજ સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી અને જાગૃતિ કેળવવાનો હતો. આ સ્પર્ધામાં જિલ્લાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્રો, ટ્રોફી અને પુરસ્કારો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે, જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. બી. એન. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં દેશભક્તિ અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ વધે છે, જે રાષ્ટ્રના ભાવિના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશે.” શાળાઓ દ્વારા આ અભિયાનને સફળ બનાવવા માટે
રંગોળી સ્પર્ધા, પોસ્ટર મેકિંગ, ક્વીઝ તેમજ પત્રલેખન જેવી અન્ય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત, જિલ્લાના તમામ નાગરિકોને પોતાના ઘરોમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવા અને સ્વચ્છતા જાળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ જિલ્લામાં તિરંગા યાત્રા અને સ્વચ્છતા અભિયાન સંબંધિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
*નેહા તલાવિયા*
[8/12, 5:25 PM] Neha Talaviya.Mahiti: > ગાંધીનગરની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ બની આરોગ્ય મંદિર
*ગુજરાતની એવી આયુર્વેદિક હોસ્પિટલ જ્યાં દેશ – વિદેશથી દર્દીઓ કરાવે છે નિશૂલ્ક ઉપચાર*
****
*દર્દીની સારવાર કરી આયુર્વેદ પ્રત્યે સકારાત્મક ભાવ જગાડે તે પ્રકારની ચિકિત્સા પદ્ધતિ એટલે આયુર્વેદિક ઉપચાર*
****
*સરકારી નોકરી દરમિયાન અત્યારસુધીમાં પાંચ લાખ જેટલા દર્દીઓને અનિદ્રા, મેદસ્વિતા, સોરાઈસીસ તેમજ લાઇફસ્ટાઈલને લગતા રોગોનું સફળ નિદાન કર્યું :- વૈધ પંચકર્મ શ્રી રાકેશ ભટ્ટ*
******
સરકારી હોસ્પિટલમાં કોણ જાય ? ત્યાં તો કેવી સારવાર થતી હશે ? આવો પ્રશ્ન કેટલાક દર્દીના મનમાં થતો હોય છે, પણ ગાંધીનગર સેકટર-૨૨માં આવેલી આયુર્વેદિક હોસ્પિટલ જ્યાં ૩૩ વર્ષથી સરકારી સેવા આપતા વૈધ શ્રી રાકેશ ભટ્ટની દર્દીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. વૈધ શ્રી રાકેશ ભટ્ટ પ્રતિદિન આયુર્વેદિક હોસ્પિટલમાં ૨૦૦ જેટલા દર્દીઓની સારવાર કરે છે. આ આયુર્વેદિક હોસ્પિટલમાં દેશ – વિદેશથી દર્દીઓ સારવાર અર્થે આવે છે અને સાજા થઈને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની સાથે રાજ્ય સરકારનો પણ આભાર માને છે.
આ આયુર્વેદિક હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને વૈધ શ્રી રાકેશ ભટ્ટે જણાવ્યું હતું કે, સરકારી આયુર્વેદિક કોલેજમાં ભણીને તા. ૦૪ મે ૧૯૯૨ થી વિવિધ આયુર્વેદ હોસ્પિટલમાં અંદાજિત ૩૩ વર્ષથી દર્દીઓની સેવા કરી રહ્યો છું તે માટે ગુજરાત સરકારનો આભાર માનું છું. આપણા દેશમાં પ્રાચીન સમયથી ગ્રંથો અને પુરાણોમાં આયુર્વેદ શાસ્ત્રનું ઘણું જ મહત્વ દર્શાવવા આવ્યું છે. વર્તમાન સમયમાં જલ્દી સાજા થવાની જિજીવિષાને કારણે નાગરિકો આયુર્વેદને ભૂલીને અન્ય દવાઓ લેવા મજબૂર થયા છે જે શરીર માટે લાંબા ગાળે નુકશાનકારક છે.
વધુમાં વૈધશ્રીએ જણાવ્યું છે કે, ચિકનગુનિયાનો રોગ વર્ષ -૨૦૦૬માં ખુબ ફેલાયો હતો, ત્યારબાદ અમે રિસર્ચ કરીને એક આયુર્વેદિક ઉકાળો બનાવ્યો હતો. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની સૂચનાના આધારે તે આયુર્વેદિક ઉકાળાનો ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી ખાતે દર્શનાર્થે આવતા અંદાજે ૬ લાખથી વધુ ભક્તોએ લાભ લીધો હતો. આ સફળતા બાદ ચિકનગુનિયાનો રોગ મટાડતા આયુર્વેદિક ઉકાળાનો સામાન્ય નાગરિકો પણ સાવચેતીના ભાગરૂપે તેનો ઉપયોગ કરતા થયા છે. ચિકનગુનિયાના રોગ પછી રાજ્યના નાગરિકોમાં સ્વાભાવિક રીતે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વિશે વધુ જાગૃતિ આવી અને આયુર્વેદિક હોસ્પિટલનો દર્દીઓ લાભ લેતા થયા. કોરોનાના સમયગાળા દરમિયાન રાજ્યના નાગરિકોએ વિવિધ આયુર્વેદિક ઉકાળા દ્વારા પોતાની ઈમ્યુનિટીમાં વધારો કરીને કોરોનાને હરાવ્યો હતો.
વધુમાં શ્રી ભટ્ટે જણાવ્યું હતું કે, સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું એ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની પ્રાથમિકતા રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘મેદસ્વિતા મુક્ત ભારત’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વધુ વેગવંતુ બન્યું છે. જેના પરિણામ સ્વરૂપે તાજેતરમાં ગાંધીનગરની આયુર્વેદિક સરકારી હોસ્પિટલમાં અમદાવાદ જિલ્લાના ૧૦૪ કિ.લો વજન ધરાવતા એક દર્દીનું પંચકર્મ, વિરેચન કર્મ તેમજ લેખન બસ્તિ જેવી આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ દ્વારા તેમનું ૨૬ કિ.લો જેટલું વજન ઘટાડવામાં સફળતા મળી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના એક દર્દી ૨૦ વર્ષથી અનિદ્રાની બીમારીથી પીડાતા હતા તેને સીરોધારા, નસ્ય, યોગાભ્યાસ અને આયુર્વેદિક દવાઓ આપી તેને અનિદ્રામાંથી મુક્તિ અપાવી હતી.
વધુમાં શ્રી રાકેશે ઉમેર્યું હતું કે, આ હોસ્પિટલમાં લાઈફસ્ટાઈલને લગતા દર્દીઓ, ચામડીના દર્દીઓ, સાંધાનાં દુખાવા- રૂમેટોલોજી, સાઈટીકા, સોરાઈસીસના દર્દીઓ વધુ પ્રમાણમાં આવે છે. આ ઉપરાંત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતથી પ્રેરણા લઈને અમારી હોસ્પિટલમાં સારવાર અર્થે જે દર્દી દાખલ થાય છે તેને હોસ્પિટલમાં જ પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર કરાયેલો ખોરાક આપવામાં આવે છે તેમજ દર્દીને પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે સમજણ આપી જાગૃત કરવામાં આવે છે.
વધુમાં શ્રી ભટ્ટે જણાવ્યું કે, હા એ સાચું છે કે, આયુર્વેદ એ શરીરને ધીરે ધીરે અસર કરે છે, એનું પરિણામ તુરંત મળતું નથી. પરંતુ એટલું જ સત્ય એ પણ છે કે આયુર્વેદ દ્વારા કરાયેલો ઈલાજ રોગને જળમૂળમાંથી નાશ કરે છે. જ્યારે અન્ય દવાઓ થકી એક રોગ બહાર કાઢતા તમે બીજા રોગના ભોગ બનો છો. આજના સમયમાં દિનચર્યા, ઋતુચર્યા, દર્દીની પ્રકૃતિને ધ્યાને લઈને તેઓનો આહાર – વિહાર નક્કી કરવામાં આવે છે. આજે નાગરિકોમાં આયુર્વેદ પ્રત્યે જાગૃતિ આવી છે. સચિવાલયમાં સનદી અધિકારીઓએ પણ આયુર્વેદ ઉપચાર પદ્ધતિ અપનાવી તેમની લાઈફસ્ટાઈલને લગતી બીમારીઓ દુર કરી રહ્યા છે જે સૌ માટે પ્રેરણાદાયી છે. કોઈ પણ રોગના જડમૂળથી નિદાન માટે દર્દીઓએ આયુર્વેદ ઉપચાર પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.
– પ્રિન્સ ચાવલા
*******
[8/12, 6:05 PM] Neha Talaviya.Mahiti: *મીડિયા કવરેજ અર્થે આમંત્રણ*
માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તારીખ 13-08-2025ના રોજ સવારે 8:00 કલાકે શાહપુર ભાગોળ ચોક, જિલ્લો ગાંધીનગર ખાતે સ્વચ્છતા કાર્યક્રમમાં હાજર રહેનાર હોય પ્રસ્તુત કાર્યક્રમના કવરેજ અર્થે મીડિયા મિત્રોને આમંત્રણ છે.
[8/12, 6:05 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર જિલ્લાના પત્રકારશ્રીઓને એક્રેડિટેશન કાર્ડ માટેના નવા પોર્ટલ વિશે વિસ્તૃત માર્ગદર્શન માટે આવતીકાલે તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર ખાતે પધારવા આમંત્રણ આપવામાં આવે છે. જેમાં દૈનિક અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રી તથા કેમેરામેનને- ૩:૩૦ થી ૪:૦૦, સાપ્તાહિકના તંત્રી- સહ તંત્રીશ્રીને- ૪:૧૫ થી ૪:૪૫ તથા પાક્ષિકના તંત્રી- સહ તંત્રી અને વરિષ્ઠ પત્રકારશ્રીઓને ૫:૦૦ થી ૫:૩૦ કલાકે કચેરી ખાતે આવવા જણાવવામાં આવે છે.*
આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડિયો અને ફોટાઓ અમોને અમારા અખબારી માધ્યમ તેમજ ચેનલમાં પ્રસારિત કરવા માટે અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીંયા કોઈપણ વિડીયો સમાચાર અને ફોટાઓ માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.
તંત્રી : પ્રદીપ રાવલ (9824653073)
