(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)
[8/11, 11:27 AM] Dilip Gajjar.Mahiti.Press: *સેવા સાથે સ્વાવલંબન: આંગણવાડીમાં જોડાવા ૯૦૦૦થી વધુ બહેનો માટે સુવર્ણ તક*
*કુપોષણ ઘટાડવા, બાળ આરોગ્ય સુધારવા અને સ્થાનિક સ્તરે મહિલાઓને રોજગારી આપવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ*
*************************
• *આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે જોડાવા ઈચ્છુક મહિલાઓ તા. ૩૦ ઓગસ્ટ સુધી e-HRMS વેબ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકશે*
• *રાજ્યની અનેક મહિલાઓને ઘરઆંગણે જ મળશે રોજગારી*
*******************
*૧૮ થી ૩૩ વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓ અરજી કરી શકશે*
*************************
વિકસિત ભારતના નિર્માણમાં સમાજને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવામાં મહિલાઓની ભૂમિકા એક અજોડ ઉદાહરણ બની રહી છે. ગુજરાત સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ૯૦૦૦થી વધુ જગ્યાઓ પર માનવબળની જાહેરાત કરવામાં આવી છે. આંગણવાડીમાં માનવબળ વધવાથી કુપોષણ ઘટાડવા, બાળ મૃત્યુદર નિયંત્રણમાં લાવવા અને સ્થાનિક કક્ષાએ આરોગ્ય-પોષણનું સ્તર સુધારવાનો ધ્યેય સફળ થશે. આ તક રાજ્યની અનેક મહિલાઓને સ્વાવલંબી બનાવી પોતાના ઘરઆંગણે જ રોજગારીની તક આપશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તથા મહિલા- બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વમાં ગુજરાતની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. કુપોષણ ઘટાડવા, બાળ આરોગ્ય સુધારવા અને સ્થાનિક સ્તરે મહિલાઓને રોજગારી આપવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોની જગ્યાઓ પર કામ કરવા ઈચ્છુક મહિલાઓ આગામી તા. ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ સુધી e-HRMS વેબ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.
સ્થાનિક કક્ષાએ આરોગ્ય અને પોષણનું સ્તર ઉંચુ લાવવા માટે આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. ગુજરાતમાં જાહેર કરવામાં આવેલી માનવબળની કુલ જગ્યાઓમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૬૧૯, અમદાવાદ મહાનગરપાલિકામાં ૫૬૮, બનાસકાંઠામાં ૫૪૭, આણંદમાં ૩૯૪ અને મહેસાણામાં ૩૯૩ જેટલી મહિલાઓની પસંદગી કરવામાં આવશે.
આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની પદ્વતિની માર્ગદર્શિકા https://e-HRMS.gujarat.gov.in વેબસાઈટ પર મુકવામાં આવી છે. આંગણવાડીમાં અરજી કરવા માટે ગ્રામીણ સ્તરે કામ કરતા VCE મારફતે પણ ફોર્મ ભરી શકાશે. આ જગ્યાઓ માટે અરજી કરનાર મહિલાઓની જિલ્લા પ્રમાણે મેરીટ આધારે પસંદગી કરવામાં આવશે. સાથે જ અગાઉ આંગણવાડીમાં તેડાગર બહેનોની જગ્યા પર ૧૦ વર્ષ કે તેથી વધુ વર્ષનો અનુભવ હશે તેમને આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી કરવામાં અગ્રતા આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આંગણવાડી કાર્યકર માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૨ અથવા ધોરણ ૧૦ પાસ, AICTE માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછો બે વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે. આંગણવાડી તેડાગર માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ રાખવામાં આવી છે. આ માનદસેવામાં અરજી કરવા માટે ૧૮ થી ૩૩ વર્ષની ઉંમર હોય તે મહિલા જ અરજી કરી શકે છે.
પસંદગી પામેલી મહિલાઓએ સંકલિત બાળ વિકાસ સેવાઓની યોજના હેઠળ છ વર્ષથી નાના બાળકો, સર્ગભા બહેનો, ધાત્રી માતાઓ, તથા કિશોરીઓનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધારી ગુણવત્તાસભર બનાવનું સેવાકીય કામ કરવાનું છે.
સ્થાનિક કક્ષાએ આરોગ્ય અને પોષણ સ્તર વધુ ઉંચુ લાવવા માટે આ બહેનોની ભૂમિકા ખૂબ જ અગત્યની સાબિત થશે. તેમના દ્વારા લાભાર્થી જૂથોને પોષણ સહાય, માતા અને બાળકોની સંભાળ, અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય વિષયક સેવાઓ જેવી કામગીરી કરવામાં આવે છે.
આંગણવાડી કાર્યકરે તેમના પોતાના જ રહેઠાણ વિસ્તારમાં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત કાર્યકર તરીકે કામગીરી કરવાની હોય છે. આ કામગીરીમાં મુખ્યત્વે જન્મથી ૩ વર્ષ સુધીના બાળકોનું નિયમિત વજન, ઊંચાઈ, આરોગ્ય કર્મી સાથે રહીને આરોગ્ય તપાસ તથા ટેક હોમ રેશન પુરૂ પાડવાનું હોય છે. આ સિવાય બે સમયનો ગરમ નાસ્તો, પૂર્વ-પ્રાથમિક શિક્ષણ, સર્ગભા તથા ધાત્રી માતાને પોષણક્ષમ આહાર આપવાનો હોય છે.
આ ઉપરાંત તેમના આરોગ્ય, તપાસ, રસીકરણ, કિશોરીઓને આરોગ્ય શિક્ષણ તથા ટેક હોમ રેશન આપવાનું હોય છે. તેડાગર બહેનોએ આંગણવાડીને સ્વચ્છ રાખવા, પૌષ્ટિક નાસ્તો તૈયાર કરવા અને બાળકોને સુરક્ષિત રીતે લાવવા-લઈ જવાની જવાબદારી પણ નિભાવવાની રહેશે.
**************************
ઋચા રાવલ
[8/11, 1:20 PM] Dilip Gajjar.Mahiti.Press: *અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ ૬૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો :*
*સૌથી વધુ ૬૮ ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં વરસ્યો*
…………………………..
*રાજ્યમાં ૮૨ ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું- ખરીફ વાવેતર પૂર્ણ*
…………………………..
*રાજ્યના ૫૨ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા*
*રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૭૫ ટકાથી વધુ જળસંગ્રહ*
——————-
રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૧ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૬૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૬૮.૭૯ ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં જ્યારે પૂર્વ-મધ્યમમાં ૬૬.૫૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૬.૨૧ ટકા, કચ્છમાં ૬૫.૧૩ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૫૬.૩૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે.
વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૫૨ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૫ ડેમ એલર્ટ પર તેમજ ૨૬ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૭૫ ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.
ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ ૮૨.૩૫ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૦ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨.૬૫ લાખ હેક્ટરમાં સોયાબીન જ્યારે ત્રીજા ક્રમમાં ૨.૬૪ લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.
ગુજરાતના માછીમારોને તા. ૧૧ થી ૧૪ ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે. હાલની સ્થિતિમાં ગુજરાતના તમામ ગામોમાં વીજ પુરવઠો તેમજ એસ.ટી બસના તમામ ૧૪,૫૯૮ રૂટ પર ૪૦,૨૬૪ ટ્રીપ કાર્યરત છે.
જનક દેસાઈ ——————-
[8/11, 1:47 PM] Dilip Gajjar.Mahiti.Press: _*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે*_
*ઉત્તર ગુજરાતના વડનગરના પૌરાણિક હાટકેશ્વર મહાદેવના શ્રાવણ માસના ત્રીજા સોમવારે પૂજન-અર્ચન કર્યા*
———-
*રાજ્ય સરકાર દ્વારા હાટકેશ્વર મંદિરનો સ્વદેશ દર્શન યોજના અને હેરિટેજ સર્કિટ પ્રોજેક્ટમાં સમાવેશ થયો છે*
*મંદિર પરિસર વિકાસના બીજા તબક્કામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ. ૪.૨૨ કરોડના કામો પૂર્ણ*
———
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના વડનગર સ્થિત અને પૌરાણિક મહત્વ ધરાવતા હાટકેશ્વર મહાદેવના દર્શન પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તિભાવ પૂર્વક કર્યા હતા. તેમણે રાષ્ટ્ર અને રાજ્યના સતત વિકાસ અને પ્રગતિ તથા સૌ નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ, શાંતિ માટે હાટકેશ્વર દાદાને પ્રાર્થના કરી હતી.
હાટકેશ્વર મંદિરનો સ્વદેશ દર્શન યોજના અને હેરિટેજ સર્કિટ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, મંદિર પરિસરમાં યાત્રી સુવિધા વિકાસના પ્રથમ તબક્કાના રૂ. ૧૮ કરોડના કામો અને બીજા તબક્કામાં રૂ. ૪.૨૨ કરોડના અનુદાનથી ગર્ભ ગૃહ, સભામંડપ, શિખર તથા યજ્ઞશાળા અને સ્વાગત કેન્દ્રના કામો પૂરા થયા છે.
ગુજરાત પ્રવાસન નિગમે તાજેતરમાં જ રૂ. ૫.૫૩ કરોડના ખર્ચે હાટકેશ્વર મંદિરના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વને પ્રસ્તુત કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ કાર્યરત કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ હાટકેશ્વર મંદિરમાં પૂજન-દર્શન કર્યા તે અવસરે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવશ્રી રાજેન્દ્રકુમાર પવિત્ર યાત્રા વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા,અગ્રણી ગીરીશભાઈ રાજગોર, ધારાસભ્યશ્રી કે કે પટેલ,જિલ્લા કલેકટર એસ કે પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ હસરત જસ્મીન, નિવાસી અધિક કલેકટર જે કે જેગોડા, વડનગર શહેર અને તાલુકા વહિવટીતંત્રના અધિકારીશ્રીઓ, પદાઅધિકારીશ્રીઓ, હાટકેશ્વર મહાદેવ સંસ્થાન વડનગરના ટ્રસ્ટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
———-
[8/11, 2:22 PM] Dilip Gajjar.Mahiti.Press: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં નિર્માણ થઈ રહેલા કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ
———
એલ. એન્ડ ટી. દ્વારા વડનગરમાં ૧૪ જેટલા વિવિધ ટ્રેડ્સ સાથે ઈન્સ્ટીટ્યુટનું નિર્માણ થઈ રહ્યું છે
——–
સ્થાનિક યુવાઓ માટે બાંધકામ ક્ષેત્રે સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા રોજગારીની તકો
——–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરની તેમની મુલાકાત દરમિયાન એલ. એન્ડ ટી. ઈન્ડસ્ટ્રીયલ – કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટની થઈ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ.
એલ. એન્ડ ટી. ઇન્ડસ્ટ્રીયલ – કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઔદ્યોગિક માંગને અનુરૂપ વિવિધ ૧૪ જેટલા ટ્રેડ્સમાં તકનીકી કોર્સનું શિક્ષણ અને વોકેશનલ ટ્રેનીંગ આપશે. રાજ્ય સરકારે ફાળવેલી ૩૭,૬૨૮ ચો.મીટર જમીન પર ચાર હજાર ચો.મીટરના ઓપન પ્રેક્ટિકલ યાર્ડ સાથે આ ઈસ્ટીટ્યુટનું કામ ચાલી રહ્યું છે.
વાર્ષિક ૩,૦૪૦ તાલીમાર્થીઓને લાંબા અને ટૂંકા ગાળાના સિવિલ ટ્રેડ્સના અભ્યાસ ક્રમોમાં આ ઇન્સ્ટીટ્યૂટમાં તાલીમ વ્યવસ્થા છે. એલ. એન્ડ ટી. ના આ કન્સટ્રક્શન સ્કીલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટમાં ડિજીટલ બોર્ડ અને ઇ-લર્નિંગ સહિતની એડવાન્સ્ડ ટ્રેનિંગ ડિલીવરી સિસ્ટમ્સ ઉપલબ્ધ કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ એલ. એન્ડ ટી. ના આ ઇન્ટીટ્યૂટની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ સાઈટ પર જઈને કર્યું તે અવસરે શ્રમ રોજગાર અગ્ર સચિવશ્રી ડૉ. વિનોદ રાવ, ધારાસભ્ય શ્રી કે.કે. પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.પ્રજાપતિ તથા એલ. એન્ડ ટી. કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઇન્સટીટ્યૂટના નેશનલ હેડ શ્રી જે.રઘુરામન, એરિયા મેનેજરશ્રી નેહલ શાહ અને પ્રોજેક્ટ્સના ક્લસ્ટર હેડ શ્રી ભૂપેશ દત્તા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
***
[8/11, 2:24 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઐતિહાસિક નગર વડનગરમાં હાથ ધરાઇ રહેલા અદ્યતન વિકાસ પ્રોજેક્ટ કામોની નિરીક્ષણ મુલાકાતે*
——–
*વડનગર રેલ્વે સ્ટેશન સામે અંદાજે રૂ. ૧૭ કરોડના ખર્ચે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટેશન હબ અને પબ્લિક પ્લાઝા વિકસાવવામાં આવી રહ્યું છે*
———
*પાર્કિંગ – એમ્ફી થિયેટર – પાથ-વે – ફૂડ પ્લાઝા સહિતની વધુ સુવિધાઓ વડનગર આવનારા પ્રવાસીઓને ઉપલબ્ધ થશે*
——–
*પ્રોજેક્ટ્સની કામગીરીમાં ગુણવત્તાયુક્ત કામો અંગે મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સૂચનો કર્યા*
———
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક અને પુરાતત્વીય ધરોહર સમાન વડનગરમાં રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સની કામગીરી પ્રગતિનું નિરીક્ષણ સ્થળ મુલાકાત લઈને કર્યું હતું.
વડનગરના રેલ્વે સ્ટેશન સામે નિર્માણ થઈ રહેલા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબની કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે તે માટે રેલ્વે અને રાજ્ય સરકારના ટુરીઝમ ડિપાર્ટમેન્ટ વચ્ચે આ પ્રોજેક્ટના યોગ્ય કો-ઓર્ડીનેશન અને ઈન્ટીગ્રેશન માટે મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને પગલે પુરાતત્વિય અને ઐતિહાસિક નગરી વડનગરનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે. જેને પગલે મુસાફરો અને યાત્રિકો માટે પર્યટનની સુવિધાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશથી વડનગર રેલવે સ્ટેશનથી શહેરના મુખ્ય જોવાલાયક સ્થળો સાથે જોડતું મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ અને પબ્લિક પ્લાઝાનું અંદાજે રૂ. ૧૭ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પાર્કિંગ, વિશ્રામ એરિયા, કાફે ટેરિયા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તેમજ સમગ્ર પરિસરમાં બે હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે તેનું પણ મુખ્યમંત્રીશ્રીએ નિરીક્ષણ કર્યું હતું.
સ્વદેશ દર્શન યોજના અન્વયે હેરિટેજ સર્કિટમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ, તાનારીરી પાર્ક અને આસપાસના તળાવો, લટેરી વાવ, અંબાજી કોઠા તળાવ, રેલવે સ્ટેશન, ફોર્ટવોલ વગેરેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ હબની હાથ ધરાઈ રહેલી કામગીરીની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ કરીને ગુણવત્તા જાળવણી માટેના જરૂરી સૂચનો કર્યા હતા.
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસાવાઈ રહેલા આ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટટેશન હબની મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત લઇ કામગીરી નિરીક્ષણ કર્યું તે વેળાએ પ્રવાસન સચિવ શ્રી ડૉ. રાજેન્દ્ર કુમારે તેમને પ્રોજેક્ટની પ્રગતિની સંપૂર્ણ વિગતોથી માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી કે. કે. પટેલ, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવશ્રી રાજેન્દ્રકુમાર, પ્રવાસન કમિશ્નર શ્રી પ્રભવ જોષી, પવિત્ર યાત્રા વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા, જિલ્લા કલેકટરશ્રી એસ. કે. પ્રજાપતિ ,જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જસ્મીન અને પ્રવાસન વિભાગના અધિકારીઓ તેમજ ઉપસ્થિત રહ્યા હતા.
***
[8/11, 3:39 PM] +91 81289 64121: *૧૦ ઓગસ્ટ – વિશ્વ સિંહ દિવસના રોજ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની ૫,૦૦૦થી વધુ નાગરિકોએ મુલાકાત લીધી*
***********************
*ગીર ફાઉન્ડેશન દ્વારા મુલાકાતીઓને વિડીયો પ્રેઝન્ટેશન મારફતે સિંહના મહત્વ, સંરક્ષણ અને સંવર્ધન અંગે માહિતી અપાઈ; ફૂલ છોડનું પણ વિતરણ કરાયું*
***********************
*ગીર ફાઉન્ડેશન દ્વારા આયોજિત “ફિલ ધ રોઅર, હિલ ધ ફીયર – ઇન્ફો ટોક ઓન લાયન એન્ડ નેચર ટ્રેઈલ” કાર્યક્રમમાં બાળકો સહિત ૪૦ નાગરિકોએ ભાગ લીધો*
***********************
વિશ્વભરમાં દર વર્ષે તા. ૧૦ ઓગસ્ટના રોજ જંગલના રાજા તરીકે વિખ્યાત સિંહને સમર્પિત “વિશ્વ સિંહ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ નાગરિકોમાં સિંહના સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતિ લાવવાનો છે. બિડાલ કુળના વન્યજીવ સિંહ, પ્રકૃતિની આહાર શ્રૃંખલાની ટોચની કડી છે.
ગઈકાલે તા. ૧૦ ઓગસ્ટ અને વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ‘ગીર’ ફાઉન્ડેશનના નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત “Feel the Roar, Heal the Fear – Info Talk on Lion and Nature Trail” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હેપ્પી યુથ ક્લબ-ગાંધીનગર સાથે જોડાયેલા પરિવારના બાળકો સહિત ૪૦ જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આ બાળકોને સિંહના પારિસ્થિતિકીય તંત્રમાં મહત્વની ભૂમિકા અને તેના સંરક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત સિંહ દિવસના રોજ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત લેનાર ૫,૦૦૦થી વધુ મુલાકાતીઓને વિડીયો પ્રેઝન્ટેશન મારફતે વિશ્વ સિંહ દિવસ અંગે અગત્યની માહિતી પ્રદાન કરવામાં આઈ હતી. જેમાં એશિયાઈ સિંહ અંગે માહિતી આપતા વિડિયો દિવસ દરમિયાન બતાવવામાં આવ્યા હતા. તદુપરાંત ફૂલછોડ વિતરણનો પણ કાર્યક્રમ ઉદ્યાન ખાતે યોજવામાં આવ્યો હતો અને ૨૦૦ જેટલા ફૂલછોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિંહના સંરક્ષણ માટે લોકભાગીદારી થકી કરાયેલા અવિશ્વસનીય પ્રયત્નોના પરિણામે ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઇ રહી છે. ચાલુ વર્ષે વન વિભાગ દ્વારા કરવામાં આવેલી સિંહ વસતી અંદાજ મુજબ હાલ ગુજરાતભરમાં એશિયાઈ સિંહોની સંખ્યા ૮૯૧ સુધી પહોંચી છે.
*************************
નિતિન રથવી
[8/11, 6:04 PM] Dilip Gajjar.Mahiti.Press: *મહેસાણા જિલ્લાના ફતેપુરા ગામ ખાતે*
*રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં ભવ્ય ‘યોગ સંવાદ’ યોજાયો*
**************
*સમાજમાં એકતા, શિસ્ત, સંસ્કાર અને સકારાત્મકતા વધુ મજબૂત બનાવવા ‘યોગ સંવાદ કાર્યક્રમ’ જરૂરી:- શ્રી યોગસેવક શીશપાલજી*
***************
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ફતેપુરા ગામ ખાતે “વ્યક્તિ વિકાસથી રાષ્ટ્ર નિર્માણ” અને “વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના સંકલ્પ સાથે ભવ્ય ‘યોગ સંવાદ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
અધ્યક્ષ શ્રી યોગસેવક શીશપાલજીએ જણાવ્યું હતું કે, યોગ માત્ર વ્યાયામ કે કસરત નથી, પરંતુ માનવ જીવનનું પરિપૂર્ણ સાધન છે, જે સ્વાસ્થ્ય, શાંતિ અને સંકલ્પ ત્રણેયનો આધાર છે. ગ્રામ્ય વિસ્તારોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો, ગ્રામજનોને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે વધુ સશક્ત બનાવવા અને આરોગ્ય સાથે સંસ્કારમય જીવનશૈલી તરફ પ્રેરિત કરવા આ સંવાદનું આયોજન હાથ ધરાયું છે.
વધુમાં શ્રી શીશપાલજીએ કહ્યું હતું કે, ફતેહપુરા ગામથી શરૂ કરવામાં આવેલી આ યાત્રા આદર્શ વિધાનસભા તરફનું પ્રથમ મહત્વપૂર્ણ પગલું બની છે. આ પહેલ હવે ગુજરાતના ગામે ગામને યોગમય બનાવવાની દિશામાં આગળ વધશે, જેથી માત્ર આરોગ્ય સુધારાશે નહીં, પરંતુ સમાજમાં એકતા, શિસ્ત, સંસ્કાર અને સકારાત્મકતા પણ મજબૂત બનશે. અધ્યક્ષશ્રી દ્વારા ગ્રામજનોને માત્ર સ્વસ્થ રહેવા માટે નહીં, પરંતુ પોતાના ગામના યોગ દૂત બનવા માટે પણ પ્રેરણા આપી હતી. ખાસ કરીને યુવાનોને યોગ શિક્ષક તરીકે તાલીમ લઈને ગામના દરેક નાગરિકને યોગ સાથે જોડવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં GCMMF તેમજ દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય સ્તરે યોગના પ્રચાર-પ્રસારથી ખેડૂત, શ્રમયોગી, ગૃહિણી, વિદ્યાર્થી સહિત સૌને તંદુરસ્તી સાથે માનસિક શાંતિ અને કાર્યક્ષમતા મળશે, જે વ્યક્તિગત તેમજ સામાજિક વિકાસ માટે આવશ્યક છે.
આ કાર્યક્રમમાં પ્રાણાયામથી લઈને વિવિધ આસનો સુધીના પ્રાયોગિક અભ્યાસ દ્વારા યોગના આરોગ્યપ્રદ તથા સર્વાંગી વિકાસના લાભોની વિગતવાર સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો કે — “અમે યોગને જીવનનું અભિન્ન અંગ બનાવશું અને સ્વસ્થ, સશક્ત તથા સંસ્કારમય ગુજરાતના નિર્માણમાં પોતાનું યોગદાન આપીશું.”
આ અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની મહેસાણા જિલ્લા ટીમ સાથે આસપાસના ૨૦૦થી વધુ ગામોમાંથી ૧૦૦૦થી વધુ ખેડૂતો અને ગ્રામજનો જોડાયા હતા. ગામમાં વરિષ્ઠ નાગરિકોથી લઈને યુવા પેઢી સુધી સૌએ યોગાભ્યાસમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.
– પ્રિન્સ ચાવલા
*************
[8/11, 6:35 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગાંધીનગરમાં ‘સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા’ વિષય પર સેમિનાર યોજાયો*
***
*ભારત સરકારના સંરક્ષણ ઉત્પાદન વિભાગ, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ, GCCI અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે આ સેમિનાર આયોજિત કરવામાં આવ્યો*
***
*સેમિનારમાં ગુજરાતના એન્જિનિયરિંગ, પ્રિસિઝન ફેબ્રિકેશન અને મશીનિંગ, ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ અને એમ્બેડેડ સિસ્ટમ્સ, UAVs, એરોસ્પેસ એન્ડ એવિયોનિક્સ કોમ્પોનેન્ટ્સ વગેરે જેવા ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવ્યું*
***
*ગુજરાત સ્થિત MSMEsને રાષ્ટ્રીય સંરક્ષણ સંબંધિત ખરીદીઓ, ઇનોવેશન અને એક્સપોર્ટ સુધીની પહોંચ મળે અને તેઓ તેમાં ભાગીદારી કરી શકે તે આ સેમિનારનો ઉદ્દેશ*
***
*ગાંધીનગર, 11 ઓગસ્ટ, 2025:* ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા 11 ઓગસ્ટ, 2025ના રોજ ગાંધીનગર સ્થિત હોટલ લીલા ખાતે ‘સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા’ વિષય પર એક સેમિનાર આયોજિત કરવામાં આવ્યો. આ સેમિનાર ભારત સરકારના સંરક્ષણ ઉત્પાદન વિભાગ, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ, GCCI અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતનું ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર એટલે કે સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર ‘આત્મનિર્ભર ભારત’ના રાષ્ટ્રીય વિઝન અને વિકસિત ભારત @2047ના વ્યૂહાત્મક રોડમેપ દ્વારા સંચાલિત ઐતિહાસિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. આજે જ્યારે વધુ ને વધુ ખાનગી કંપનીઓ સંરક્ષણ સંસાધનોના ઉત્પાદનમાં જોડાઇ રહી છે, ત્યારે આ સંરક્ષણ ક્ષેત્રે એક આત્મનિર્ભર ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં સૂક્ષ્મ, લઘુ અને નાના ઉદ્યોગો (MSMEs)ની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે.
ગુજરાત, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, અદ્યતન ટેક્સટાઇલ્સ, અને સ્પેશિયાલિટી મટિરિયલ્સ જેવા ક્ષેત્રોમાં એક મજબૂત ઔદ્યોગિક આધાર ધરાવે છે, અને એટલે જ ભારતની ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવામાં યોગદાન આપવા માટે ગુજરાત સજ્જ છે. પરંતુ, ગુજરાત સ્થિત ઘણા MSMEs માટે ડિફેન્સ સપ્લાય ચેઇન્સ એટલે કે સંરક્ષણ પુરવઠા શ્રૃંખલાઓ સાથેનું સંકલન મર્યાદિત રહે છે. આ મર્યાદાઓને દૂર કરવા માટે જ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ભારત આત્મનિર્ભર રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત આ સફરમાં એક અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. સંરક્ષણ ઉત્પાદન અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપીને રાજ્યએ દર્શાવ્યું છે કે યોગ્ય નીતિઓ, માળખાગત સુવિધાઓ અને કૌશલ્ય વિકાસ સાથે, આપણે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને સિદ્ધિઓમાં પરિવર્તિત કરી શકીએ છીએ.”
કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના ડિફેન્સ પ્રોડક્શનના સંયુક્ત સચિવ શ્રીમતી મનિષા ચંદ્રા (IAS)એ ‘એરોસ્પેસ અને સંરક્ષણમાં આત્મનિર્ભરતા અને ગુજરાતની ક્ષમતા’ પર સંબોધન કર્યું હતું, જ્યારે ભારત સરકારના ડિફેન્સ પ્રોડક્શનના સચિવ શ્રી સંજીવ કુમાર (IAS) દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું હતું. લઘુ ઉદ્યોગ ભારતીના પ્રેસિડેન્ટ શ્રી બળદેવભાઈ પ્રજાપતિએ પણ કાર્યક્રમમાં વિશેષ સંબોધન આપ્યું હતું.
ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે “ગુજરાતમાં અત્યારે આ ક્ષેત્રમાં 1000થી વધુ સ્ટાર્ટઅપ અને 16 હજાર MSME કામ કરી રહ્યા છે. આ ક્ષેત્રની ક્ષમતાને ઉજાગર કરવાની ગુજરાતમાં વિશાળ સંભાવના છે. ભારતમાં આ ક્ષેત્રમાં મોટાપાયે કામ થયું છે અને આ ક્ષેત્રની ક્ષમતાઓને ઉજાગર કરવા માટે સરકારી યોજનાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઈએ અને નીતિઓનો લાભ લેવો જોઈએ.”
આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન, સંરક્ષણ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી લોકેશ કુમાર શર્મા દ્વારા સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતામાં MSMEsની ભૂમિકા પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ડિફેન્સ સેક્ટરમાં કાર્યરત એક સ્ટાર્ટઅપ સ્વદેશી એમ્પ્રેસા પ્રા.લિ. દ્વારા સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતામાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકા અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં DRDO લેબોરેટરીઝના મેજર જનરલ એ.કે.ચાનન દ્વારા સંરક્ષણ ખરીદીઓ પર સંબોધન કરવામાં આવ્યું હતું, જ્યારે ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના શ્રી સુમેન્દુ રે દ્વારા ડિફેન્સ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન પર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, SIDBI તરફથી ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી એસ. મુરલીધરન, L&T પ્રિસિઝન એન્જિનિયરિંગ એન્ડ સિસ્ટમ્સ તરફથી સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી આનંદ મિસ્ત્રી, HAL તરફથી ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી જાવેદ અલી અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ જેવી કંપનીઓના પ્રતિનિધિઓએ વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન્સ આપ્યા હતા તેમજ ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરીનું પણ એક સત્ર યોજાયું હતું.
આ કાર્યક્રમમાં HAL – હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, અભ્યુદય ભારત પ્રોજેક્ટ્સ પ્રા. લિમિટેડ, યુનિક ફોર્જ રાજકોટ, ઇનસાઇડ FPV ડ્રોન્સ, ઉર્જા પ્રોડક્ટ્સ પ્રા. લિમિટેડ, ક્રિષ્ના એન્જિનિયરિંગ, એસએલએસ સિસ્ટમ લેવલ સોલ્યુશન, સ્પાઇક એન્જિનિયરિંગ, વેક્સમા ટેક્નોલોજીસ પ્રા. લિમિટેડ, એક્સિયો ઇન્સ્પાયર્ડ મેડ ટેક અને SIDBI જેવી સંરક્ષણ ઉત્પાદન કંપનીઓના સ્ટોલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
*કાર્યક્રમનો ઉદ્દેશ અને ગુજરાતના ફોકસ ક્ષેત્રો*
આ કાર્યક્રમનો ઉદ્દેશ, ભારતની ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો, ગુજરાત આધારિત MSMEsને રાષ્ટ્રીય સંરક્ષણ સંબંધિત ખરીદીઓ, ઇનોવેશન અને એક્સપોર્ટ સુધીની પહોંચ આપવાનો અને તેમાં ભાગીદારી માટે સક્ષમ કરવાનો, સ્થાનિક ઉદ્યોગો અને મુખ્ય હિસ્સેદારો જેવાંકે, ડિફેન્સ PSUs, સંરક્ષણ ક્ષેત્રની મુખ્ય ખાનગી કંપનીઓ, સશસ્ત્ર દળો અને શોધન અને વિકાસ સંસ્થાઓ વચ્ચેના જોડાણોને સરળ બનાવવાનો અને ગુજરાતની ઔદ્યોગિક શક્તિઓને રાષ્ટ્રીય સંરક્ષણ પ્રાથમિકતાઓ સાથે સંરેખિત કરવાનો હતો, જે વિકસિત ભારત @2047ના વિઝનમાં યોગદાન આપશે.
આ કાર્યક્રમમાં, ગુજરાતના વિવિધ ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવ્યું હતું, જેમાં એન્જિનિયરિંગ, પ્રિસિઝન ફેબ્રિકેશન અને મશીનિંગ, ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ અને એમ્બેડેડ સિસ્ટમ્સ, UAVs, એરોસ્પેસ અને એવિયોનિક્સ કોમ્પોનેન્ટ્સ, આર્મર સિરામિક્સ અને ડિફેન્સ ટેક્સટાઇલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, કોટિંગ્સ અને કોમ્પોઝિટ મટિરિયલ્સનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ ગુજરાતની ક્ષમતાઓને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સંચાલિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જે વિશ્વના ટોચના પાંચ સંરક્ષણ ઉત્પાદકોમાંનું એક બનવાના ભારતના ધ્યેયમાં સક્રિયપણે યોગદાન આપે છે. આ ક્ષેત્રમાં ગુજરાતના MSMEsને મજબૂત બનાવવા, એ માત્ર રાષ્ટ્રીય સંરક્ષણ પ્રાથમિકતાઓ સાથે જ નહીં, પરંતુ ‘વિકસિત ગુજરાત @2047’ રોડમેપ હેઠળ નવીનતા-આધારિત, ઉચ્ચ-મૂલ્યવાળા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના રાજ્યના વિઝન સાથે પણ સુસંગત છે.
X-X-Xxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
[8/11, 7:06 PM] Neha Talaviya.Mahiti: *હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ થીમ આધારિત શાળાઓમાં વકૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન*
……
*વકૃત્વ અને નિબંધ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ,વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિની ભાવના જગાવવી, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને રાષ્ટ્રધ્વજના મહત્વ વિશે જાગૃતિ લાવવી*
………
ભારત સરકારના નેતૃત્વ હેઠળ અને ગુજરાત સરકારના માર્ગદર્શનમાં, 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે, “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” થીમ આધારિત જિલ્લાની શાળાઓમાં તા. 11 ઓગસ્ટ, 2025ના રોજ વકૃત્વ અને નિબંધ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ વકૃત્વ અને નિબંધ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિની ભાવના જગાવવી, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને રાષ્ટ્રધ્વજના મહત્વ વિશે જાગૃતિ લાવવી, તેમજ સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી અને જાગૃતિ કેળવવાનો હતો. આ સ્પર્ધામાં જિલ્લાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વકૃત્વ અને નિબંધ સ્પર્ધામાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ, રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ, સ્વચ્છ ભારત અભિયાન, અને પર્યાવરણીય જાગૃતિ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્રો, ટ્રોફી અને પુરસ્કારો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે, જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. બી. એન. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં દેશભક્તિ અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ વધે છે, જે રાષ્ટ્રના ભાવિ નિર્માણમાં મહત્વનું યોગદાન આપશે.” શાળાઓ દ્વારા આ અભિયાનને સફળ બનાવવા માટે રંગોળી સ્પર્ધા, પોસ્ટર મેકિંગ,ક્વીઝ તેમજ પત્રલેખન, જેવી અન્ય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત, જિલ્લાના તમામ નાગરિકોને પોતાના ઘરોમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવા અને સ્વચ્છતા જાળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ જિલ્લામાં તિરંગા યાત્રા અને સ્વચ્છતા અભિયાન સંબંધિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.
*નેહા તલાવિયા*
[8/11, 7:08 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગરમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” થીમ સાથે તિરંગા યાત્રા યોજાશે*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૧ ઓગસ્ટ-, ગાંધીનગર ખાતે આવતીકાલે ૧૨ ઓગસ્ટ, મંગળવારના રોજ ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. આ વર્ષે સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ પર ઉજવણી થઈ રહી છે, જેમાં ગાંધીનગરવાસીઓ પણ ઉત્સાહભેર જોડાશે.
આ યાત્રા સવારે ૮:૦૦ કલાકે સેક્ટર-૬માં આવેલા પાસે આવેલ અપના બજાર પાસેથી પ્રસ્થાન કરશે. ત્યારબાદ યાત્રા ઘ-૨ સર્કલ તરફ આગળ વધશે. ઘ-૨ સર્કલથી ડાબી તરફ વળીને ચ-૨ સર્કલ તરફ જશે, અને ત્યાંથી સેક્ટર-૭ના અપ્રોચમાંથી પસાર થઈને ભારતમાતા મંદિર પહોંચશે. ભારતમાતા મંદિરથી જમણી તરફના સેક્ટર રિંગરોડ પરથી પસાર થતાં, યાત્રા સેક્ટર-૭ સરકારી પગારકેન્દ્ર શાળા, સેક્ટર-૭ ગાર્ડન થઈને સેક્ટર-૭ના મુખ્ય શોપિંગ સેન્ટર ખાતે સમાપ્ત થશે.
આ યાત્રામાં કલેકટર શ્રી મેહુલ દવે, જિલ્લાના પદાધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ, પોલીસ અને હોમગાર્ડના જવાનો, વેપારી મિત્રો, તેમજ મોટી સંખ્યામાં શહેરના નાગરિકો જોડાશે. ડીજે, શાળાના બેન્ડ્સ અને નાસિક ઢોલની ટીમ દ્વારા સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિનું અનોખું વાતાવરણ ઊભું કરવામાં આવશે. આ તિરંગા યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય અને શહેરની એકતા તથા અખંડિતતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે તેવી અપીલ કરવામાં આવી છે.
૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[8/11, 7:08 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *૭૯માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગાંધીનગરના રામકથા મેદાનમાં કરાશે*
********
*૧૫ ઓગસ્ટની ઉજવણીના સુચારુ આયોજન અંગે કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ*
********
*ગાંધીનગર તા. ૧૧ ઓગસ્ટ* – ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી રામકથા મેદાનમાં સવારે ૯.૦૦ વાગ્યે કરવામાં આવશે. જેના સુચારું અમલીકરણ અંગે કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષસ્થાને સેવા સદન ખાતે બેઠક યોજાઈ હતી.
આ તકે કલેકટર શ્રી દવેએ રાષ્ટ્રીય પર્વ ઉપર દેશભક્તિની સાથે યોગ અને વ્યાયામને પણ મહત્વ આપવામાં આવે તેવી સાંસ્કૃતિ કૃતિઓ રજૂ કરવા પર ભાર મૂક્યો હતો તેમજ જિલ્લામાંથી વધુને વધુ લોકો સહભાગી બને તે પ્રકારનું આયોજન કરવા અધિકારીશ્રીએ સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી નિશા શર્માએ કાર્યક્રમ સ્થળ પર સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ, પાર્કિંગ અને આરોગ્ય વ્યવસ્થા, વીજ પૂરવઠો, આમંત્રણ પત્રિકા વિતરણ, સ્થળ પર સ્વચ્છતા, વૃક્ષારોપણ સહિતની તમામ કામગીરી અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં જમીન સંપાદક અધિકારી શ્રી અર્જુનસિંહ વણઝારા, પ્રાંત અધિકારી શ્રી પાર્થ કોટડીયા, મામલતદાર શ્રી મહેશ ગોહિલ સહિત જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[8/11, 7:31 PM] Neha Talaviya.Mahiti: *૧૦ ઓગસ્ટ – વિશ્વ સિંહ દિવસના રોજ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની ૫,૦૦૦થી વધુ નાગરિકોએ મુલાકાત લીધી*
***********************
*ગીર ફાઉન્ડેશન દ્વારા મુલાકાતીઓને વિડીયો પ્રેઝન્ટેશન મારફતે સિંહના મહત્વ, સંરક્ષણ અને સંવર્ધન અંગે માહિતી અપાઈ; ફૂલ છોડનું પણ વિતરણ કરાયું*
***********************
*ગીર ફાઉન્ડેશન દ્વારા આયોજિત “ફિલ ધ રોઅર, હિલ ધ ફીયર – ઇન્ફો ટોક ઓન લાયન એન્ડ નેચર ટ્રેઈલ” કાર્યક્રમમાં બાળકો સહિત ૪૦ નાગરિકોએ ભાગ લીધો*
***********************
વિશ્વભરમાં દર વર્ષે તા. ૧૦ ઓગસ્ટના રોજ જંગલના રાજા તરીકે વિખ્યાત સિંહને સમર્પિત “વિશ્વ સિંહ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ નાગરિકોમાં સિંહના સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતિ લાવવાનો છે. બિડાલ કુળના વન્યજીવ સિંહ, પ્રકૃતિની આહાર શ્રૃંખલાની ટોચની કડી છે.
ગઈકાલે તા. ૧૦ ઓગસ્ટ અને વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ‘ગીર’ ફાઉન્ડેશનના નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત “Feel the Roar, Heal the Fear – Info Talk on Lion and Nature Trail” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હેપ્પી યુથ ક્લબ-ગાંધીનગર સાથે જોડાયેલા પરિવારના બાળકો સહિત ૪૦ જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આ બાળકોને સિંહના પારિસ્થિતિકીય તંત્રમાં મહત્વની ભૂમિકા અને તેના સંરક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત સિંહ દિવસના રોજ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત લેનાર ૫,૦૦૦થી વધુ મુલાકાતીઓને વિડીયો પ્રેઝન્ટેશન મારફતે વિશ્વ સિંહ દિવસ અંગે અગત્યની માહિતી પ્રદાન કરવામાં આઈ હતી. જેમાં એશિયાઈ સિંહ અંગે માહિતી આપતા વિડિયો દિવસ દરમિયાન બતાવવામાં આવ્યા હતા. તદુપરાંત ફૂલછોડ વિતરણનો પણ કાર્યક્રમ ઉદ્યાન ખાતે યોજવામાં આવ્યો હતો અને ૨૦૦ જેટલા ફૂલછોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિંહના સંરક્ષણ માટે લોકભાગીદારી થકી કરાયેલા અવિશ્વસનીય પ્રયત્નોના પરિણામે ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઇ રહી છે. ચાલુ વર્ષે વન વિભાગ દ્વારા કરવામાં આવેલી સિંહ વસતી અંદાજ મુજબ હાલ ગુજરાતભરમાં એશિયાઈ સિંહોની સંખ્યા ૮૯૧ સુધી પહોંચી છે.
*************************
નિતિન રથવી
આપની આસપાસ બનતી કોઈપણ ઘટનાઓ ના વિડીયો સમાચાર ફોટાઓ અમોને અમારા whatsapp નંબર 6353019026 ઉપર અમારા અખબારી માધ્યમો અને ચેનલમાં પ્રસિદ્ધ કરવા મોકલી આપો. અહીંયા કોઈપણ વિડિયો ફોટાઓ સમાચાર માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે. તંત્રી;પ્રદીપ રાવલ.(9824653073)
