12 જુલાઈ.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ વાંચો.janfariyadnews youtube channel links જૂવો)વિસાવદર ના ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછીનો ગોપાલ ઇટાલિયાની કામગીરી નો અહેવાલ.

12 NG pdf-3

*****†***********************

વિસાવદર ના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ તેમની કામગીરી નો અહેવાલ મુક્યો 

હું વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી આજ દિવસ સુધીમાં મેં કરેલી કામગીરી નીચે મુજબ છે.

(૧) નકલી સહકારી મંડળીઓના મુદ્દે હું પોતે જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ગોહિલ સાહેબને તેમની કચેરીમાં રૂબરૂ મળીને સહકારી મંડળીઓના કૌભાંડ તેમજ ખેડૂતો સાથે થયેલ અન્ય સહિતના મુદ્દે રૂબરૂ મળીને વિસ્તૃત ચર્ચા કરી ચુક્યો છું. કેટલીક લેખિત અને કેટલીક મૌખિક રજૂઆતો પણ કરેલ છે.

(૨) ઈકોઝોન તેમજ અન્ય જંગલ વિભાગ સંલગ્ન અન્ય પ્રશ્નો બાબતે હું વન વિભાગના ડીસીએફ શ્રી પ્રશાંત તોમર સાહેબને રૂબરૂ મળી ચૂકેલ છું. આ મુલાકાતમાં ઇકોઝોન તેમજ સામાજિક વનીકરણ, પીએફની જમીન, જંગલ વિસ્તારમાં ખેતીવાડી કનેક્શન સહિતની બાબતોએ ઊંડાણપૂર્વક ચર્ચા કરેલ છે અને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલ છે.

(૩) નવી જમીન માપણી સંદર્ભે ડીઆઈએલઆર અધિકારી શ્રી ગુંદીગરા સાહેબને રૂબરૂ મળેલ છું. તેમની સાથે જમીન માપણી, હક્ક માપણી, એકત્રીકરણ તેમજ ખેતરના કેડાના પ્રશ્નો બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કરી ચૂક્યો છું. આ સંદર્ભે પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરેલ છે.

(૪) સમગ્ર વિધાનસભા વિસ્તારના રોડની બાબતમાં જૂનાગઢ જિલ્લા કાર્યપાલક ઈજનેર શ્રી નાઘેરા સાહેબ અને કાર્યપાલક ઈજનેર અમરેલી શ્રી ચૌધરી સાહેબ બંનેને પોતપોતાની કચેરીમાં રૂબરૂ મળી ચૂકેલ છું તેમજ સમગ્ર વિધાનસભા વિસ્તારના અલગ અલગ તમામ રોડ બાબતે વિસ્તૃત ચર્ચા અને રજૂઆત કરેલ છે.

(૫) ભેંસાણથી સુરત રૂટ અને વિસાવસરથી સુરત રૂટ ચાલુ કરવા બાબતે તેમજ વિધાનસભા વિસ્તારના ગામડાઓના અલગ અલગ રૂટ ઉપર સરકારી બસની સમસ્યા અંગે GSRTC ના જુનાગઢ ડિવિઝનના ડિવિઝનલ ટ્રાફિક કંટ્રોલ શ્રી ખાંભલ્યા સાહેબને રૂબરૂ મળી રજૂઆત કરી ચૂકેલ છું.

(૬) વિધાનસભા વિસ્તારમાં સરકારી શાળાઓમાં ઘટતા ઓરડાઓ તેમજ જર્જરિત ઓરડાઓ, મધ્યાહન ભોજન, શિક્ષકોની ઘટ, શાળામાં સુવિધાઓ તેમજ RTE સહિતના મુદ્દાઓ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમતી ઉપાધ્યાય મેડમને રૂબરૂ મળીને વિસ્તૃત ચર્ચા રજૂઆત કરેલ છે.

(૭) ખેડૂતોને નવા વીજ કનેક્શન, નામ ટ્રાન્સફર, કનેક્શન ટ્રાન્સફર, ખોટા વીજ ચોરીના કેસો, ખોટા દંડ સહિતના વીજળી વિભાગના અનેક મુદ્દે નાયબ કાર્યપાલ ઈજનેર શ્રી ચોસા સાહેબને રૂબરૂ મળીને રજૂઆતો કરેલ છે.

(૮) ૧૦૦ વારીયા પ્લોટ ફાળવણી અને બીપીએલ કાર્ડ બાબતે બગસરા તાલુકાના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી શ્રી ગજેરા સાહેબને રૂબરૂ મળીને સમગ્ર વિષય વિસ્તૃત રજૂઆત કરેલ છે.

(૯) અમરેલી જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મિયાણી સાહેબને રૂબરૂ મળીને વિસાવદર વિધાનસભા મતવિસ્તારના આવતા બગસરા તાલુકાના ગામડાઓની શાળાઓ બાબતે રજૂઆત કરેલ છે.

(૧૦) ખેડૂતોને દવા, ખાતર, બિયારણ અને પાક નુકશાની વળતર મુદ્દે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચિંતન ભટ્ટ સાહેબને મળવા એમની કચેરીએ ગયેલ હતો પરંતુ તેઓ હાજર ન હોવાથી મળી શકાયેલ નથી.

(૧૧) માલધારીઓને ઢોર બાંધવા માટે વાડા ફાળવવાના વિષય અંગે તેમજ માલધારીઓને જંગલમાં ઢોર ચરાવવા જવાના હક્ક માટે કલેક્ટરશ્રીને જૂનાગઢને લેખિત રજૂઆત કરેલ છે.

(૧૨) જૂનાગઢ ગ્રામ્ય તાલુકાના મામલતદારશ્રી મળવા ગયેલ હતો પરંતુ તેઓ કોર્ટમાં હોવાથી મળી શકાયેલ નથી. તેમજ વિસાવદર નગરપાલિકાના ચીફ ઓફિસરને મળવા ગયેલ પણ તેઓ હાજર ન હોવાથી મળી શકાયેલ નથી.

આ સિવાય પણ અન્ય અનેક અધિકારીઓની કચેરીએ જઈને, તેઓને સામે ચાલીને મળીને, મારો પરિચય આપીને, તેમનો પરિચય મેળવીને, વિવિધ મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરીને, મને જેમાં ખબર ન પડતી હોય તેવી ટેકનિકલ કે વહીવટીય બાબતો અંગે સાહેબ પાસેથી માર્ગદર્શન મેળવીને, જરૂર જણાય ત્યાં લેખિત અથવા મૌખિક રજૂઆત કરીને અનેક મુદ્દાઓ ઉપર મારી કામગીરી ચાલુ છે.

ગોપાલ ઇટાલિયા.ધારાસભ્ય.વિસાવદર

અહીં કોઈપણ સમાચાર ફોટા જન જાગૃતિ ન ભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે.છતાં કોઈનેપણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરી શકે છે