
(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના ગાંધીનગર જિલ્લા સહિતના સમાચારો)
[9/10, 2:39 PM] Dilip Gajjar.Mahiti.Press: પ્રેસ રીલીઝ
રાજભવન, ગાંધીનગર
તા. 10 સપ્ટેમ્બર 1025
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી સી.પી. રાધાકૃષ્ણનની મુલાકાત લઈ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ પાઠવ્યા અભિનંદન*
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હી સ્થિત ન્યુ મહારાષ્ટ્ર ભવન ખાતે શ્રી સી.પી. રાધાકૃષ્ણનની સૌજન્ય મુલાકાત લઈ તેમને ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે રાજ્યપાલશ્રીએ કહ્યું કે, શ્રી રાધાકૃષ્ણનનું જીવન સેવા, સમર્પણ અને દેશભક્તિનું ઉદાહરણ છે. તેમનો અનુભવ અને નેતૃત્વ દેશની લોકશાહીને વધુ મજબૂત બનાવશે અને યુવા પેઢીને પ્રેરણા આપશે. રાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તેમના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય હિત અને સામાજિક હિતના નવા આયામો સ્થાપિત થશે.
[9/10, 3:32 PM] Dilip Gajjar.Mahiti.Press: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઈઝરાયેલના નાણામંત્રી શ્રી બેઝાલેલ સ્મોટ્રિચ અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી.
ઇઝરાયેલના નાણામંત્રીશ્રીની આ પ્રથમ ભારત મુલાકાત છે તે દરમિયાન તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને તેમણે મુખ્યમંત્રીશ્રી સાથે સૌજન્ય મૂલાકાત બેઠક યોજી હતી.
શ્રીયુત બેઝાલેલ સ્મોટ્રિચે ભારત-ગુજરાત અને ઇઝરાયેલ વચ્ચે હેરિટેજ, ટ્રેડિશન, કલ્ચર અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં સામ્યતા રહેલી છે તેનો ઉલ્લેખ કરીને આ સંબંધનું ફલક ભવિષ્યમાં વધુ સંગીન બનાવવા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો.
ઇઝરાયેલના નાણામંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા પ્રતિભાશાળી રાષ્ટ્રપુરુષની જન્મભૂમિ નિહાળવાની ખેવના સાથે ગુજરાતમાં બિઝનેસ ટુ બિઝનેસ રિલેસન્સ વિકસાવવા અને ગિફ્ટ સિટી જેવા આંતરરાષ્ટ્રીય ફાયનાન્સિયલ સેન્ટરમાં ઇઝરાયેલની નાણાંકીય સંસ્થાઓના વ્યવસ્થાપનની સંભાવનાઓ સંદર્ભમાં તેઓ ખાસ ગુજરાત આવ્યા છે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ઇઝરાયલના વડાપ્રધાનશ્રીના ઉષ્માપૂર્ણ વ્યક્તિગત સંબંધો અને આતંકવાદ સામેની લડાઈ માટે બેયની પ્રતિબદ્ધતાથી બંને દેશો વધુ નજીક આવ્યા છે. એટલું જ નહિ, શ્રીયુત બેઝાલેલ સ્મોટ્રિચે ભારતે ઇઝરાયેલને આપેલા સતત સહયોગની પણ પ્રશંસા કરી હતી. તેમણે યુપીઆઈના ઉપયોગ અને ફાઇનાન્સિયલ પ્રોટોકોલ વિશે જાણવામાં પણ રસ દાખવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઈઝરાયેલ સાથેના સંબંધો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વીઝનરી લીડરશીપમાં ગાઢ બન્યા છે અને આતંકવાદ સામે ઝિરો ટોલરન્સની નીતિમાં ઇઝરાયેલ પણ ખૂબ મક્કમતાથી આગળ વધ્યું છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આતંકવાદ સામેની લડાઈ યથાવત રાખીને આતંકવાદને નાબુદ કરવા પ્રતિબદ્ધ છે અને ઇઝરાયેલને આતંકવાદ સામેની લડાઈમાં અડીખમ સાથ આપવા સદાય તત્પર છે.
તેમના નેતૃત્વમાં ભારત વિશ્વ સમુદાયમાં એક વિશ્વાસુ દેશ તરીકે પ્રસ્થાપિત થયો છે અને મહાત્મા ગાંધી – સરદાર વલ્લભભાઈ પટેલે અપાવેલા સ્વરાજ્યને વડાપ્રધાનશ્રી સુરાજ્ય ગુડ ગવર્નન્સની આગવી ઓળખ આપી છે તેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
ઇઝરાયેલે ટપક સિંચાઈ પદ્ધતિ –ડ્રીપ ઈરીગેશનમાં મહારથ હાંસલ કરીને ઓછા પાણીએ વિપૂલ ખેતીનો જે સફળ પ્રયોગ કર્યો છે તે અને અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટને ગુજરાતમાં સહયોગ માટે રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગિફ્ટ સિટીમાં રોકાણો અને વ્યવસાય કારોબાર માટે ઇઝરાયેલના નાણામંત્રીશ્રીએ જે ઉંડો રસ દાખવ્યો તેને આવકારતા કહ્યું કે, આ દિશામાં વધુ તકો માટે ગુજરાત સરકારના અને ઇઝરાયેલના અધિકારીઓની એક જોઈન્ટ ટીમ બનાવીને ચર્ચા પરામર્શથી આગળ વધી શકાય તેમ છે.
મુખ્યમંત્રીશ્રીએ ઇઝરાયેલમાં તાજેતરની ઘટનાઓમાં મૃત્યુ પામેલા નાગરિકો પ્રત્યે સંવેદના પણ આ તકે વ્યક્ત કરી હતી. તેમણે ઈઝરાયેલની પડકારો સામે મક્કમતાથી ઉભા રહેવાની અગ્રેસરતાની પ્રશંસા આ બેઠકમાં કરી હતી.
મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, નાણાં વિભાગના અગ્ર સચિવ શ્રી ટી. નટરાજન, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, નાણાં સચિવ શ્રીમતી આરતી કંવર અને મુખ્યમંત્રીશ્રીના સચિવ ડૉ. વિક્રાંત પાંડે આ મુલાકાત બેઠકમાં જોડાયા હતા.
———-
[9/10, 3:45 PM] Dilip Gajjar.Mahiti.Press: *સુધારેલી યાદી*
*રાજ્યના વિકાસમાં નારી શક્તિની ભાગીદારી મહત્વની*
——
મહિલા શ્રમ યોગીઓના હિતમાં તેમની સલામતી-સ્વાસ્થ્ય સંબંધી શરતોને આધીન
રાત્રિપાળીમાં કામે રાખી શકાશે : શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
…..
કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભા ગૃહમાં પસાર
……
સુધારા વિધાયકની મહત્વની જોગવાઈઓ
• આ સુધારાથી રાત્રિપાળીમાં મહિલાઓને તેમની સંમતિથી કાયદેસર કામ કરવાની તક મળશે
• મહિલા શ્રમ યોગીઓને સમાનતા, વ્યવસાય સ્વતંત્રતા, આર્થિક ઉપારજન કરવાના બંધારણીય અધિકારને ધ્યાને રાખીને મહત્વનો નિર્ણય
• રાત્રિ પાળીમાં સ્વેચ્છાએ કામ કરવાથી મહિલાઓ તેમના ઘર-પરિવાર માટે દિવસે વધુ સમય આપી શકશે
• નવી જોગવાઈ મુજબ વિરામ સાથે રોજના ૧૨ કલાક પરંતુ સપ્તાહના માત્ર ૪૮ કલાક જ કામ કરવાની મંજૂરી આપી શકશે
• શ્રમયોગીને ૦૬ કલાક પછી ઓછામાં ઓછા અડધો કલાકનો વિરામ આપવાની જોગવાઈ
• જે કામદાર ૧૨ કલાક લેખે ચાર દિવસ કામ કરે એટલે પાંચમાં-છઠ્ઠા દિવસે માલિક દ્વારા પગાર સહિત સવેતન રજા આપવાની રહેશે
• નવી જોગવાઈ મુજબ ત્રણ માસના સમયગાળા દરમિયાન પૂર્વ મંજૂરી સાથે મહત્તમ ૧૨૫ કલાક સુધીનો ઓવર ટાઈમ કરવાની તક મળશે
• સરકાર જેટલા સમયની મંજૂરી આપે તેટલો જ સમય આ કાયદો અમલમાં રહેશે : મંજૂરી પરત પણ લઈ શકે
……………………………..
શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે વિધાનસભા ગૃહમાં કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક ૨૦૨૫ રજુ કરતા કહ્યું હતું કે, રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, રાષ્ટ્રીય હિતમાં નવા ઔદ્યોગિક એકમોમાં રોકાણ આકર્ષવું અને રાજ્યમાં વધુ રોજગારી ઉભી કરવા માટે કારખાનાઓને યોગ્ય રાહતો આપવાની સાથે-સાથે શ્રમિકોના હિતનું રક્ષણ કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, કારખાના ધારો કેન્દ્ર સરકારનો કાયદો છે. તેમાં મળેલ સત્તાઓ અનુસંધાને માનનીય રાષ્ટ્રપતિની અનુમતિથી રાજ્ય સરકારો પોતાના રાજ્યને લાયક જરૂરી સુધારા કરી શકે છે અને તે સત્તા હેઠળ ખાસ કારખાના જૂથને અથવા વર્ગને દૈનિક કામના કલાકો તથા ઓવરટાઇમના કલાકોની સંખ્યામાં ફેરફાર કરવાની અને રાત્રીપાળીમાં મહિલા શ્રમયોગીઓને કામે રાખવાની પરવાનગી આપવાની સત્તા ગુજરાત સરકારને પ્રાપ્ત થાય તેવી જોગવાઇ કરવાનો આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ છે.
મંત્રીશ્રી રાજપુતે કહ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં સરકારને જરૂરી લાગે તેવી શરતો-ખાસ કરીને મહિલા શ્રમયોગીઓની સલામતી અને સ્વાસ્થ્ય સંબંધી શરતોને ધ્યાને રાખીને આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જ આવી મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આપશે તેવી જોગવાઇ આ વિધેયકમાં કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, કોઇપણ રાજ્યમાં નવા-નવા ઉદ્યેાગો અને મૂડીરોકાણ કરવા માટે ઉદ્યેાગકાર ત્યારે જ આવે કે જ્યારે રાજ્યમાં તેને ઉદ્યોગ સ્થાપવા માટે અનુકૂળ વાતાવરણ હોય. આ માટે અનુકૂળ વાતાવરણ એટલે ઉદ્યોગ સ્થાપવા માટે જરૂરી જમીન સરળતાથી પ્રાપ્ત થાય, માળખાનો ઝડપી વિકાસ થઇ શકે તેવા સંજોગો હોય, તેમને જરૂરી કુશળ માનવબળ ઉપલબ્ધ થાય, સરકારની ઉદાર આર્થિક નીતિઓ હોય તેમજ ઉદ્યેાગ શરૂ કરી તેને સફળતાપૂર્વક ચલાવવા માટે કાયદાકીય રીતે ઓછી આટીઘૂંટી અને સરળ જોગવાઇઓ ધરાવતુ વાતાવરણ મળી રહેતું હોય છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આપણો દેશ અને આપણું ગુજરાત છેલ્લા કેટલાક વર્ષોથી ઔદ્યેાગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યુ છે. રાજ્યમાં અને દેશમાં નવા-નવા ઉદ્યેાગો, નવી-નવી ટેકનોલોજી અને તેના થકી રાજ્યમાં અને દેશમાં આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણનો પ્રવાહ સતત વધી રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશને જુદા-જુદા ઉદ્યોગોથી સમૃદ્ધ કરવાની અને રાજ્યના અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો છે. આપણે સૌ જાણીએ છીએ તેમ ભારતના સૌથી મોટા રેલ્વેતંત્ર માટે ટ્રેનના ડબ્બા/કંમ્પાર્ટમેન્ટ બનાવવાની તક પણ આપણા યશસ્વી વડાપ્રધાનશ્રીએ ગુજરાતને આપી છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યના વિકાસમાં નારી શક્તિની ભાગીદારી મહત્વની છે. રાજ્યના યુવાનો તેમની કુશળતા અને કૌશલ્યનો ઉપયોગ કરીને આર્થિક રીતે પગભર થાય અને રાજ્યના આર્થિક વિકાસમાં તેઓનું યોગદાન આપી શકે તેવી તકોનું નિર્માણ તેમજ કામદારોના હિત જાળવવા સહિત રોજગારીનું સર્જન કરવા અને તેમને વધુને વધુ આર્થિક ફાયદો થાય તે અંગે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો થઇ રહ્યાં છે. પ્રસ્તાવિત વિધેયકમાં કારખાના ધારા-૧૯૪૮ ની કુલ-૬ કલમોમાં સુધારા સૂચવેલ છે. જેમાં કામના કલાકો, આરામનો સમય, કામનો કુલ સમયગાળો, ઓવરટાઇમ, ત્રણ મહિનાનો ઓવરટાઇમનો સમયગાળો અને મહિલા શ્રમયોગીઓ માટે રાત્રી પાળીમાં કામ કરવાની બાબતનો સમાવેશ થાય છે.
હાલની જોગવાઈ મુજબ મહિલા શ્રમયોગીઓ પાસેથી સવારના ૦૬.૦૦ થી સાંજના ૦૭.૦૦ વાગ્યા સિવાયના કલાકોમાં કામ લઇ શકાતુ નથી. આ કલમ હેઠળની અન્ય જોગવાઇ મુજબ, ઉકત સમયગાળા સિવાયના કલાકોમાં મહિલા શ્રમયોગીઓ પાસેથી કામ કરાવવા અંગે રાજય સરકાર સરકારી રાજપત્રમાં જાહેરનામુ બહાર પાડીને મંજુરી આપી શકે છે. વળી, રાત્રીના ૧૦.૦૦ થી સવારના ૦પ.૦૦ કલાકના સમયગાળા દરમ્યાન મહિલા શ્રમયોગીઓને કામે રાખી શકાય નહિ તેવી સ્પષ્ટતા પણ મંત્રીશ્રી ગૃહમાં કરી હતી.
પરંતુ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, કારખાના ધારા, ૧૯૪૮માં મહિલા શ્રમયોગીઓને રાત્રી પાળીમાં કામે રાખવાની જોગવાઈ ન હોવા છતાં મહિલા શ્રમયોગીઓને સમાનતા, સ્વતંત્રતા, વ્યવસાય કરવાના અને આર્થિક ઉપાર્જન કરવાના બંધારણીય અધિકારને ધ્યાને લઈને માન. ગુજરાત ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ નિર્દેશોને કાયદાકીય સ્વરૂપ આપવા માટે પ્રસ્તાવિત વિધેયકમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, આ વિધેયકમાં જે કંઇ જેાગવાઇઓ કરવામાં આવી છે. તેમાં સૌથી મહત્વની જોગવાઇ એ છે કે હવે મહિલા કામદારોને રાત્રી પાળીમાં તેમની સંમતિથી અને સંપૂર્ણ સલામત વાતાવરણમાં કામ કરવાની કાયદેસરની તક પ્રાપ્ત થશે.
વડાપ્રધાનશ્રીએ “બેટી બચાઓ, બેટી પઢાઓ”નું સુત્ર આપ્યું. છે. “બેટી પઢાઓ” પછી ‘‘બેટી આગે બઢાઓ‘‘ એટલે કે ભણેલ ગણેલ અને કૌશલ્ય પ્રાપ્ત કરેલ બહેનો-દિકરીઓને રોજગારીની વધુને વધુ તક આપવામાં આવે, તેઓ આર્થિક કમાણી કરી શકે અને પગભર થઇ સ્વમાનભેર જીવી શકે તે માટે ૧૬ જેટલી શરતોએ મંજૂરી આપવા અંગેની જોગવાઇ પણ આ વિધેયકમાં કરવામાં આવી છે. રાત્રી પાળીમાં સ્વેચ્છાએ કામ કરતી મહિલા શ્રમિકોને તેના ઘર-કુટુંબ માટે દિવસ દરમિયાન સમય મળી રહેશે. આમ તે “ગૃહીણી” ની સાથે-સાથે “ગૃહલક્ષ્મી”ની ભૂમિકા પણ અસરકારક રીતે ભજવી શકશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, અત્યાર સુધી રોજના ૯ કલાક લેખે અઠવાડીયામાં મહત્તમ ૪૮ કલાક કામ લેવાની કારખાના ધારામાં જોગવાઇ છે અને તેના કરતા વધારે સમય કામ કરે તો એટલે કે ઓવરટાઇમ કરે તો કામદારને ઓવરટાઇમ મળવાપાત્ર થાય છે. હવે રાજ્યમાં એવા ઘણા ઉદ્યોગો આવી રહ્યા છે કે જેઓને તેમની ઉત્પાદન પ્રક્રિયા સતત ચાલુ રાખવી પડતી હોય છે અને તો જ તેઓ તેમના ઉત્પાદનમાં પ્રોસેસ કે માલસામાન સંબંધી કોઇ નુકસાન વગર સારી રીતે ઉત્પાદન કરી શકે. આવા સંજેાગોમાં વારંવાર શીફ્ટ બદલવાથી તેઓને ઉત્પાદનમાં કે ઉત્પાદનની ગુણવત્તામાં નુકસાન જાય એમ છે.
પરંતુ જો કામદાર તેની પોતાની સંમતિથી અને રિસેસ વગેરે ભોગવવા સાથે જો ૧૨ કલાક કામ કરવાની તૈયારી બતાવે તો તેવા કામદારોને કામે રાખીને આવા ખાસ ઉદ્યોગ પોતાની ઉત્પાદન પ્રક્રિયા સરળતાથી કરી શકે અને તે સામે કામદારોને તેમના કામનું પૂરતું વળતર મળી રહે. આ માટે વિધેયકમાં જેાગવાઇ થયા પ્રમાણે રાજ્ય સરકાર જાહેરનામાથી રિશેસ સાથે રોજના ૧૨ કલાક પરંતુ અઠવાડીયામાં માત્ર ૪૮ કલાક જ કામ કરવા માટે મંજૂરી આપી શકશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ વિધેયકમાં પેટા કલમના ઉમેરા બાદ ૦૫ કલાક બાદ અડધા કલાકની રીસેસના બદલે ૦૬ કલાક બાદ અડધા કલાકની રીસેસ અને કારખાનાના વર્ગને દિવસ દરમ્યાન આરામ સહિતનો કામનો સમય ૧૨ કલાક સુધી વિસ્તારવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ મજૂર એક દિવસ ૯ કલાક અને અઠવાડિયાના ૪૮ કલાક કરતાં વધુ કામ ઓવરટાઈમ કરે તો તેને વધારાનું વેતન મળશે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જે-તે ફેકટરીના વર્ગને જાહેરનામા દ્વારા ખાસ મંજૂરી આપીને જ આ જોગવાઇઓનો અમલ કરાવી શકશે. કાયદામાં લાવેલ સુધારાઓ સરકારની મંજૂરીથી ચોક્કસ કારખાનાના વર્ગને જાહેરનામું બહાર પાડવામાં આવે ત્યારબાદ જ અમલમાં આવશે. આ મંજૂરી પણ કાયમી નથી. સરકાર જેટલા સમય માટે મંજૂરી આપે તેટલા સમય માટે જ આ મંજૂરી અમલી રહેશે તથા સરકાર આપેલી મંજૂરી પરત પણ ખેંચી શકે છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
મંત્રીશ્રી રાજપૂતે કહ્યું હતું કે, આ મહત્વપૂર્ણ બીલ શ્રમિકોના હિતના રક્ષણની સાથે ઔદ્યોગિક પ્રવૃત્તિને પણ ઉત્તેજન આપશે. શ્રમયોગીઓનું કલ્યાણ અને આર્થિક વૃદ્ધિ થાય, મહિલા શ્રમયોગીના કૌશલ્યનો ઉપયોગ થાય, તેમના પરિવારની આર્થિક વૃદ્ધિ અને વિકાસ થાય, રાજ્યમાં નવીન ટેક્નોલોજી ધરવતા ઉદ્યોગોની સ્થાપનાથી વધુ રોજગારીનું સર્જન થાય તેવા હેતુથી કારખાના ધારા, ૧૯૪૮માં સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે.
આ બિલના અમલીકરણથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતને આત્મનિર્ભર બનાવવાના સ્વપ્નમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત અગ્રેસર રહેશે. આપણે દેશમાં જ નવી ટેકનોલોજીથી ઉત્પાદિત થતી સેમિકન્ડક્ટર, માઇક્રો પ્રોસેસર ચીપ્સ જેવી વસ્તુઓનું વધુ ઉત્પાદન કરી શકાશે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભા ગૃહમાં આજે પસાર કરવામાં આવ્યું હતું.
********************
[9/10, 3:50 PM] Dilip Gajjar.Mahiti.Press: *ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર્સ સુધારા વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર*
…..
*આ સુધારા વિધેયકથી જ્યાં જ્યાં “Board” શબ્દનો ઉલ્લેખ કરાયો છે ત્યાં “Council” શબ્દ ઉપયોગ થશે*
…….
*આ સુધારા વિધેયક અમલી બનતા “ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિનનું” નામ
“ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન” થશે*
………
વિધાનસભા ગૃહ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે, ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર્સ સુધારા વિધેયક રજુ કરતા જણાવ્યું હતું કે, આ કાયદાનો મુખ્ય હેતુ ગુજરાતમાં આયુર્વેદિક અને યુનાની વ્યવસાયીઓની નોંધણી માટે પ્રબંધ કરવાનો અને ગુજરાત રાજ્યનું આયુર્વેદ/ યુનાની તબીબોનું રજિસ્ટર એટલે કે, નોંધણી પત્રક નિભાવવાનો છે.
મંત્રીશ્રી પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં આયુર્વેદ તથા યુનાની સ્નાતકોએ તબીબી વ્યવસાય કરવા માટે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, ૧૯૬૩ હેઠળ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડીસીન, ગુજરાતનું રજીસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે. આ કાયદાની કલમ-૩૦ હેઠળ રજીસ્ટ્રેશન વગર તબીબી વ્યવસાય કરવો ગુન્હો બને છે.
કાયદાની કલમ-૩ મુજબ પાંચ વર્ષની મુદત માટે બોર્ડની રચના કરવામાં આવે છે. બોર્ડમાં ૧૧ સભ્યોની જોગવાઈ છે. જે પૈકી ૪ સભ્યોને ગુજરાત સરકાર દ્વારા નોમિનેટ કરવાની તથા ૭ સભ્યોની ચૂંટણી કરવાની જોગવાઈ છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
આરોગ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ભારત સરકારના ધી નેશનલ કમીશન ફોર ઇન્ડીયન સિસ્ટમ્સ ઓફ મેડીસીન ૨૦૨૦ (NCISM Act 2020) એક્ટ અમલમાં આવતા અને તેમાં થયેલ જોગવાઈઓ મુજબ “બોર્ડ” શબ્દ ફક્ત કેન્દ્ર સરકાર કક્ષાના ચાર બોર્ડ માટે જ ઉલ્લેખ કરી શકાય છે.
આ સુધારા વિધેયકથી 1963 ના કાયદાની કલમ-૨ માં Councilની વ્યાખ્યા ઉમેરાઈ છે. અગાઉના કાયદામાં કલમ-૨ અને કલમ-૪૦ સિવાય જ્યાં જ્યાં “Board” શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ત્યાં “Council” શબ્દ મુકવા માટેનો સુધારો સુચવાયો છે તેમ મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સુધારા વિધેયક અમલી બનતા ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિનનું નામ ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન થશે.
વિધાનસભા ગૃહ ખાતે ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર્સ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર કરાયું હતું.
*********************
[9/10, 4:06 PM] Dilip Gajjar.Mahiti.Press: *આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજુ કરેલ “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) દ્વિતીય સુધારા વિધેયક -૨૦૨૫” સર્વાનુમતે પસાર*
……….
*આ વિધેયક પસાર થતા રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય સાત માસ એટલે કે તા. ૩૦-૦૪-૨૦૨૬ સુધી વધારવામાં આવ્યો*
……..
*અગાઉ તા. ૧૨-૦૯-૨૦૨૫ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું*
………
*અત્યાર સુધીમાં રાજ્યમાં ૩૬ હજારથી વધુ પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન થયા*
………
*રજીસ્ટ્રેશન વિના ચાલતી ચિકિત્સા સંસ્થાને રુ. ૨૫ હજારથી રુ. ૫ લાખ સુધીના દંડની જોગવાઈ*
…….
*રાજ્યમાં નાના ક્લિનીક થી લઇ મોટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ, લેબોરેટરી અને ઇમેજીંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓની ડિજીટલી રજીસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે :- આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
**********
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) દ્વિતીય સુધારા વિધેયક -૨૦૨૫” રજુ કર્યું હતું.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ સુધારા વિધેયકના મુખ્ય ઉદ્દેશ અને જોગવાઈઓ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યમાં નાના ક્લિનીક થી લઇ મોટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ , લેબોરેટરી અને ઇમેજીંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓ,તેમજ આ સંસ્થાઓમાં કામ કરતા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની વિગતો , તેમાં ઉપલ્બધ બેડ, ICU, ઇમરજન્સી સેવાઓ વિગેરેની સચોટ માહિતી મળી રહે તે ઉદ્દેશથી રાજય સરકારે તા.૧૩/૯/૨૦૨૨ ના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરીને “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ-૨૦૨૧ સમગ્ર રાજયમાં અમલમાં મૂકેલ છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કંઇ હોસ્પિટલ કયા પ્રકારની સેવા આપી રહી છે, હોસ્પિટલમાં કે ક્લિનિકમાં કયા કયા પ્રકારની સુવિધાઓ, સાધનો, કઇ સ્પેશ્યાલિટીના તબીબો છે તેનું ડેટા મેનેજમેન્ટ અને નિયમન કરીને ડિજીટલી રજીસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે.
આ એક્ટ હેઠળ માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પધ્ધતિ દ્વારા માંદગી, ઇજા, શારીરિક ખોડ, વિકૃતિ અથવા સગર્ભાવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળ રાખવા માટેની જરૂરી સેવાઓ, સુવિધાઓ પૂરી પાડતા હોય તેવી હોસ્પિટલ, પ્રસુતિગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, કલીનીક, સેનીટોરીયમ, આ ઉપરાંત લેબોરેટરી, તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ, બેકટેરીયોલોજીકલ, જીનેટીક, રેડીયોલોજીકલ, કેમીકલ, બાયોલોજીકલ તપાસ અથવા તપાસ વિષયક સેવાઓ આપવામા આવતી હોય તેવી સંસ્થાઓનો સમાવેશ કરાયો છે.
*હાલ રાજ્યમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-૨૦૨૧ અંતર્ગત તમામ આરોગ્ય સંસ્થાઓએ તા. ૧૨-૦૯-૨૦૨૫ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું.*
*આજે આ સુધારા વિધેયક પસાર થતા નોટીફિકેશન દ્રારા રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવા માટેનો સમય ૭ માસ એટલે કે તા.૩૦-૦૪-૨૦૨૬ સુધી વધારવામાં આવશે.*
આ સુધારા વિધેયક સંદર્ભે ગૃહના વિવિધ સભ્યોએ વિગતવાર ચર્ચા કરી હતી અને ચર્ચાના અંતે આ વિધેયકને બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું.
*અત્રે ઉલ્લેખનીય છે કે, ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-૨૦૨૧ તા.૧૩/૯/૨૦૨૨ થી રાજયમાં અમલમાં આવેલ છે. આ કાયદા હેઠળના નિયમો તા.૨૬/૯/૨૦૨૨ થી અમલમાં આવેલ છે.*
કાયદા હેઠળના સુધારા નિયમો એટલે કે તબીબી સંસ્થાઓ માટેના સ્ટાન્ડર્ડસ તા.૧૩/૩/૨૦૨૪ થી અમલમાં આવ્યા છે.
કાયદાની જોગવાઇઓના ઉલ્લંઘન બદલ દંડાત્મક જોગવાઇઓ છે. જે પ્રમાણે
કાયદા કે નિયમોની કોઇ જોગવાઇના ભંગના કિસ્સામાં રૂ. ૧૦ હજાર થી રૂ. ૧ લાખ સુધીના દંડની જોગવાઇ,
રજીસ્ટ્રેશન વગર ક્લિનિક ચલાવવાના કિસ્સામાં રૂ. ૨૫ હજાર થી લઇ રૂ. ૧ લાખ સુધીના દંડની જોગવાઇ અને અધિકૃત વ્યક્તિ / ઓથોરીટીના નિર્દેશોનું પાલન ન કરવાના / માહિતી આપવાના ઇન્કાર કરવા વિગેરે કિસ્સામાં રૂ. ૫ લાખ સુધીના દંડની જોગવાઇ છે.
આ સુધારા વિધેયક સર્વાનુમતે ગૃહ માં પસાર કરાયું હતું
………
[9/10, 4:11 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/HealthDeptGuj/status/1965726253874577552?t=E7oYiIVatSKvtja6ylizYg&s=08
[9/10, 4:19 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભારે વરસાદના કારણે બનાસકાંઠા અને પાટણમાં સર્જાયેલ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ સર્વેલન્સ અને ટ્રીટમેન્ટ માટે સતર્ક*
………
*આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની સૂચનાને પગલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તબીબો બંને જીલ્લામાં રાહત – બચાવ કામગીરીમાં સજ્જ*
………
*બંને જીલ્લાના ૩૪ જેટલા અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય વિભાગની સ્વાસ્થ્ય સર્વેલન્સ અને સ્ક્રીનીંગની સધન કામગીરી*
………..
*આરોગ્ય વિભાગની ૩૦૬ ટીમ સર્વેલન્સ અને સારવાર માટે સજ્જ*
……….
બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાય છે . જેમાં અગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સર્વેન્સ અને રાહત બચાવ કામગીરી સુપેરે હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં કુલ ત્રણ તાલુકા ના 34 ગામો અસરગ્રસ્ત થયા છે.જેમાં બનાસકાંઠાની 1 લાખ 19 હજાર અને 798 તથા પાટણની 4 હજાર 581 આમ, કુલ 1 લાખ ૨૪ હજાર અને ૩૭૯ લોકોનું સર્વે કરાયું છે.
સર્જાયેલી તારાજીમાં બચાવ પગલે સરકારનું આરોગ્ય વિભાગ રાહત અને બચાવ કામગીરી માટે દોડી રહ્યું છે.
આરોગ્ય વિભાગની મેડિકલ અને પેરા મેડિકલની 306 ની ટીમને ત્યાં મુકવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા અને પાટણ માં ક્લોરિનની ગોળીઓનું અને ORS ના પેકેટ્સનું વિતરણ પણ મોટા જથ્થા માં કરવામાં આવ્યું છે.
વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હઠળ રોગ અટકાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
જેમાં અસરગ્રસ્ત તાલુકાઓ વાવ, સુઈગામ, સાંતલપુર માં ઘરે ઘરે જઈ તાવ કેસોનું સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. સર્વે દરમ્યાન દરેક જગ્યાએ લોહીના નમુના લઈને રોગચાળા વિશે વધુ તપાસ થઈ રહી છે.અને રોગચાળો ન ફેલાય તે માટે પ્રચાર પ્રસારની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
*વાવ તાલુકા*
અસરગ્રસ્ત ગામોમાં ૩૩ ટીમો મારફત ઘરે ઘરે ફરી તાવના કેસોનું સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી. સર્વે દરમ્યાન ૭૭ લોહીના નમુના લેવામાં આવ્યા.
કુલ ૧૫૪૨ ઘરોની મુલાકાત લઇ તેમાં પોરાનાશક કામગીરી હાથ ધરતાં ૨૬ જગ્યાએ પોરા મળતા તેનો નાશ કરેલ છે. તથા રોગચાળો ન ફેલાય તે માટે પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
*સુઇગામ તાલુકા*
અસરગ્રસ્ત ગામોમાં ૨૯ ટીમો મારફત ઘરે ઘરે ફરી તાવના કેસોનું સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી. સર્વે દરમ્યાન ૬૯ લોહીના નમુના લેવામાં આવ્યા.
કુલ ૧૧૪૧ ઘરોની મુલાકાત લઇ તેમાં પોરાનાશક કામગીરી હાથ ધરતાં ૨૪ જગ્યાએ પોરા મળતા તેનો નાશ કરેલ છે. તથા રોગચાળો ન ફેલાય તે માટે પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
*સાંતલપુર તાલુકા*
અસરગ્રસ્ત ગામોમાં ૧૫ ટીમો મારફત ઘરે ઘરે ફરી તાવના કેસોનું સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી. સર્વે દરમ્યાન ૧૬ લોહીના નમુના લેવામાં આવ્યા.
કુલ ૨૬૯૪ ઘરોની મુલાકાત લઇ તેમાં પોરાનાશક કામગીરી હાથ ધરતાં ૧૧૩ જગ્યાએ પોરા મળતા તેનો નાશ કરેલ છે. તથા રોગચાળો ન ફેલાય તે માટે પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની સૂચનાને પગલે ગાંધીનગર ખાતેથી ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાસકાંઠા અને પાટણ ખાતે રવાના કરાઇ છે.
તેમજ રાજ્ય એપિડેમિક અધિકારીઓ દ્વારા મુલાકાત લઈ અને વધુ કામગીરી હાથ ધરાશે. જેમાં આણંદ અને મહેસાણાના જિલ્લાના એપિડેમિક અધિકારીને પ્રતિનિયુક્તિ પર મુકવામાં આવેલ છે.
……….
[9/10, 5:59 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે રાહત અને બચાવની સઘન કામગીરી હાથ ધરાઇ:- પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
—–
પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં વરસેલા ભારે વરસાદની પરિસ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીના પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
જેના ભાગરૂપે અસરગ્રસ્ત જિલ્લાઓના ડિસ્ટ્રીક ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને તાત્કાલિક માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત SDRF અને NDRFની ટીમોને એડવાન્સમાં તૈયાર કરવામાં આવી હતી તેમજ મેન, મશીનરી, ઇન્સ્ટ્રુમેન્ટની પણ આગોતરી વ્યવસ્થા કરવામાં આવી હતી. બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાના જે વિસ્તારમાં વરસાદની આગાહી વધુ હતી, ત્યાં નાગરિકોને સાવચેતીના ભાગરૂપે SMSથી જાણ પણ કરવામાં આવી હતી, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સતત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC સાથે ટેલિફોનિક સંવાદ દ્વારા વરસાદના ડેટા, બચાવની જરૂરિયાત, SDRF, NDRFની તૈનાતી અને ભારે વરસાદની પરિસ્થિતિ અંગે સતત માહિતી લઈને વહીવટી તંત્રને જરૂરી સુચનાઓ આપી હતી.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યના મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં તમામ કલેકટરશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ ઉપરાંત મહેસુલ સચિવશ્રીએ પણ SEOCની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેકટરશ્રીઓ સાથે ટેલિફોનિક સંવાદ કર્યો હતો.
તદુપરાંત બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ તાલુકાના કેટલાક ગામોમાં ભારે વરસાદને કારણે સંચાર વ્યવસ્થા ખોરવાઈ જતા ટેકનિકલ સ્ટાફ સાથે ૭ હેમ રેડિયો સેટઅપ થરાદ ખાતે મોકલવામાં આવ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રી શ્રી પટેલે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં વરસાદી અસર બાદ રાહત અને બચાવ કામગીરીના ભાગરૂપે અસરગ્રસ્ત તાલુકાઓ જેવા કે, સુઈગામ, ભાભર, વાવ અને થરાદ ખાતેથી પોલીસ, વહીવટી તંત્ર, NDRF, SDRF અને હોમગાર્ડની સંયુક્ત ટીમો દ્વારા ૧,૬૭૮થી વધુ નાગરિકોનું સફળ રેસ્ક્યૂ અને સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
વિશિષ્ટ સ્થળાંતર કામગીરીના ભાગરૂપે વાવ તાલુકાના ભાટવર ગામે SDRFની ટીમ દ્વારા ૮થી૧૦ ફૂટ ઊંડા પાણીમાંથી ૬૯ નાગરિકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુઈગામ તાલુકાના ભરડવા, ભાટવરવાસ, તીર્થગામ સહિતના ગામોમાંથી પણ નાગરિકોનું રેસ્ક્યૂ કરાયું હતું, તેમ તેમણે જણાવ્યું હતું.
ખાદ્ય અને પાણી પુરવઠા વિશે વિગતો આપતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ ૩ લાખ ફૂડ પેકેટ વિતરણ, કુલ ૩ લાખ પાણીની બોટલનું વિતરણ તેમજ થરાદ દૂધ શીત કેન્દ્ર ખાતે તાત્કાલિક રસોડું શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં દર રોજ ૭ હજારથી વધુ નાગરિકોને ભોજન આપવામાં આવે છે.
વધુમાં, મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ૩ ડી.વાય.એસ.પી, ૮ પી.આઈ. અને ૧૫૦ પોલીસ જવાનો નાગરિકોની સલામતી અંગે ફરજ નિભાવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સ્થળાંતરિત નાગરિકોને સુરક્ષિત આશ્રયસ્થાનો, રહેવા, ખાવા, પીવાના પાણી અને તબીબી સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે, UGVCLની ૮૬ ટીમો દ્વારા સતત કામગીરીના પરિણામે અસરગ્રસ્ત જિલ્લાના ૨૯૭ ગામડાઓમાંથી ૧૯૦ ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે, તેમજ બાકીના ગામડાઓમાં પણ પુનઃસ્થાપન માટે કામગીરી ચાલી રહી છે.
તબીબી અને આરોગ્ય સેવાઓ વિશે મંત્રીશ્રીએ જણાવ્યું કે, સુઈગામ C.H.C. ખાતે કલેક્ટરશ્રીએ રૂબરૂ મુલાકાત કરી મહિલાઓ, બાળકો અને અસરગ્રસ્તો સાથે સંવાદ કરી આરોગ્ય સુવિધાની ખાતરી આપી હતી. વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વહીવટી તંત્ર સાથે બેઠક કરી હતી તથા ટ્રેક્ટર દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને વિતરણ અને સેવા સુનિશ્ચિત કરવાની તાકીદ કરી હતી.
આ ઉપરાંત બનાસકાંઠા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા ૧૯ જિલ્લા કક્ષાની સમિતિઓ, ૧૩ નોડલ અધિકારીઓ તથા મોનિટરિંગ માટે ૫ અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જોધપુર એરફોર્સ હેલિકોપ્ટર સ્ટેન્ડબાય પર – જરૂર પડે ત્યારે ઉપયોગ માટે તૈયાર રાખવામાં આવ્યું છે.
પાટણ જિલ્લામાં વધુ વરસાદના પગલે રાહત અને બચાવની કામગીરી અંગે વિગતો આપતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, SDRF અને ફાયર ટીમ દ્વારા સાંતલપુરના કલ્યાણપુરા ગામે ૮ નાગરિકો, વૌવા ગામે ૩૫ નાગરિકો તથા પર ગામે ૧૫ નાગરિકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ૫,૦૦૦ ફૂડ પેકેટ, રેડક્રોસ સોસાયટી દ્વારા વૌવા ગામે ૧૫૦ તાડપત્રી અને વાસણોની કિટ વિતરણ તેમજ જનરેટર તથા અન્ય જરૂરી સામગ્રીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
વીજ પુરવઠાના પુનઃસ્થાપન વિશે મંત્રીશ્રીએ કહ્યું કે, સાંતલપુર તાલુકાના ૮૦ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જેમાંથી ૭૦ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાધનપુર તાલુકાના ૧૩૨ ગામોમાંથી ૧૨૭ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપન થઇ ચૂક્યો છે. તેમજ બાકીના ગામોમાં ટૂંક સમયમાં વીજ પુરવઠો પુનઃસ્થાપન કરાશે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યૂ કરવામાં આવેલા નાગરિકોને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત રાધનપુર નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતના કર્મચારીઓ દ્વારા દવાનો છંટકાવની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
મંત્રીશ્રી પટેલે કહ્યું કે, જિલ્લાના કુલ બંધ થયેલા ૩૯ રસ્તાઓમાંથી ૧૩ રસ્તાઓ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવ્યા છે અને બાકીના રસ્તાઓના મરામતની કામગીરી કાર્યરત છે. વધુમાં, કલેક્ટરશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત સંપૂર્ણ વહીવટી ટીમ ખડેપગે સતત દેખરેખ રાખી રહી છે.
કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વિશે વિગતો આપતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભારે વરસાદના પગલે કચ્છ જિલ્લાના રાપર, ભચાઉ, નખત્રાણા, અબડાસા સહિતના તાલુકાઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે.
જેથી નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને રાપર તાલુકાના માનગઢ ગામના ૨૦ નાગરિકોનું સ્થળાંતર, મેવાસા ડેમ પાણી ફરી વળતાં ગાગોદર નજીક ખેતરમાં ફસાયેલા ૪ મજૂરોનું SDRF દ્વારા ૮ કલાકના ઓપરેશન બાદ રેસ્ક્યૂ, રબારી સમાજના ૨૦ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, ભારે વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા લાઈવ રેસ્ક્યૂ સાધનો જેવી કે બોટ, લાઈફ જેકેટ, કટર સાથે ૧ NDRFની તથા ૧ SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદના પગલે પીડિત વિસ્તારોમાં ખાદ્ય પેકેટ અને સૂકો નાસ્તો વિતરણ, તાત્કાલિક ભોજન વ્યવસ્થાની માટે શેલ્ટર હોમમાં રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં ૧,૧૦૫ મિલીમીટર વરસાદ પડ્યો છે, જેના કારણે વીજ નેટવર્કને ગંભીર અસર થઈ છે. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા ૨૫૩ અસરગ્રસ્ત ગામોમાંથી ૨૫૧ ગામોમાં વિજળી પુનઃસ્થાપિત થઈ ગઈ છે. આ ઉપરાંત ૩૯૬ ફીડર્સ અસરગ્રસ્ત હતા, તેમાંથી ૨૪૭ ફીડર્સ તેમજ ૧૦૬ વીજથાંભલાઓને પુન:સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. તદુપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તાઓની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ દ્વારા નાગરિકોને નદી, નાળા, ડેમ, જળાશયોથી દૂર રહેવા, જોખમી માર્ગો, બંધ, કોઝ વે ઉપર ન જવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત નાગરિકો માટે કંટ્રોલ રૂમ ૨૪x૭ કાર્યરત કરવામાં આવ્યો છે.
—–
[9/10, 6:21 PM] Dilip Gajjar.Mahiti.Press: અખબારી યાદી
*પંદરમી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર સંપન્ન*
******
¤ *સત્ર દરમિયાન સભાગૃહમાં મૌખિક જવાબો માટેના કુલ-૧૨૨૫ તારાંકિત પ્રશ્નોના જવાબો ગૃહમાં રજૂ થયા તે પૈકી કુલ-૨૯ પ્રશ્નો પર ગૃહમાં મૌખિક ચર્ચા કરવામાં આવી*
¤ *સત્ર દરમિયાન કુલ ૦૫ સરકારી વિધેયકો ગૃહે પસાર કરાયા*
¤ *ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાનશ્રીને અભિનંદન પાઠવવા” અંગેના સરકારી પ્રસ્તાવનો સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો*
******
તા.૦૮/૦૯/૨૦૨૫ થી તા.૧૦/૦૯/ ૨૦૨૫ સુધીના પંદરમી ગુજરાત વિધાનસભાના સાતમા સત્ર દરમિયાન સભાગૃહની કુલ-૦૩ બેઠકો મળી. સત્ર દરમિયાન વિધાનસભાએ કુલ- ૧૫ કલાક ૫૬ મિનિટ કામ કર્યુ. સત્ર દરમિયાન કુલ-૫૩ માનનીય સભ્યશ્રીઓએ ચર્ચામાં ભાગ લીધો. સત્ર દરમિયાન કુલ-૦૭ સ્વર્ગસ્થ મહાનુભાવોના અવસાન અંગે ગૃહમાં શોકદર્શક ઉલ્લેખો કરવામાં આવ્યા અને સ્વ. પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માનમાં સભાગૃહ મુલત્વી રાખવામાં આવ્યુ. વધુમાં, ગુજરાત વિધાનસભાની પ્રણાલી અનુસાર વિધાનસભાના પ્રથમ માળે આવેલ પોડીયમ ખાતે સ્વ. પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની છબીનું અનાવરણ કરવામાં આવેલ છે તથા ઉક્ત અનાવરણ વિધિમાં માન. મુખ્યમંત્રીશ્રી, માન. અધ્યક્ષશ્રી, સ્વ શ્રી વિજયભાઇ રૂપાણીના પરિવારજનો તેમજ માન. ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
સત્ર દરમિયાન સભાગૃહમાં મૌખિક જવાબો માટેના કુલ-૧૨૨૫ તારાંકિત પ્રશ્નોના જવાબો ગૃહમાં રજૂ થયા તે પૈકી કુલ-૨૯ પ્રશ્નો પર ગૃહમાં મૌખિક ચર્ચા કરવામાં આવી. સત્ર દરમિયાન કુલ-૧૪૯ અતારાંકિત પ્રશ્નો મળેલ અને ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ-૮૭(ક) હેઠળ ૬૩ અતારાંકિત પ્રશ્નોની યાદી મેજ ઉપર મૂકવામાં આવી. સત્ર દરમિયાન કુલ ૦૫ સરકારી વિધેયકો ગૃહે પસાર કર્યા.
તા.૦૯/૦૯/૨૦૨૫ના રોજ સભાગૃહમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા “ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાનશ્રીને અભિનંદન પાઠવવા” અંગેના સરકારી પ્રસ્તાવનો સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો તથા માનનીય નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઇ દ્વારા “જી.એસ.ટી.ના દરોના પ્રજાલક્ષી રીફોર્મ્સ માટે વડાપ્રધાનશ્રીને અભિનંદન પાઠવવા” અંગેના સરકારી પ્રસ્તાવને પણ વિના વિરોધે સ્વીકાર કરવામાં આવ્યો. સત્રના છેલ્લા દિવસે એટલે કે તા.૧૦/૦૯/૨૦૨૫ના રોજ ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ-૧૦૨ અંતર્ગત “વોકલ ફોર લોકલ” અંગેના છેલ્લા દિવસના પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા કરવામાં આવી.
સત્ર દરમિયાન કુલ-૦૧ પોઇન્ટ ઓફ ઓર્ડરનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ-૪૪ અન્વયે જાહેર અગત્યની બાબત પર માનનીય કૃષિ મંત્રીશ્રી દ્વારા સભાગૃહમાં નિવેદન કરવામાં આવ્યુ. સત્ર દરમિયાન કુલ-૦૭ સમિતિની બેઠકો મળી અને જુદી જુદી સમિતિઓના કુલ-૦૯ અહેવાલો સભાગૃહના મેજ ઉપર મુકવામાં આવ્યા.
બંધારણ તથા પ્રવર્તમાન કાયદાની જોગવાઇઓ અન્વયે બોર્ડ/કોર્પોરેશનોના કુલ-૨૩ અહેવાલો સભાગૃહના મેજ ઉપર મુકવામાં આવ્યા. વર્તમાન સત્ર દરમિયાન છઠ્ઠા સત્ર દરમ્યાન વિધાનસભાએ પસાર કરેલા જેને રાજ્યપાલશ્રીની અનુમતિ મળેલ છે તેવા ૦૬ વિધેયકો વિધાનસભાના મેજ પર મૂકવામાં આવ્યા. ઉપરાંત ૦૬ અધિસૂચના અને ૦૨ વટહુકમ અને ૦૧ બાંહેધરી પત્રક તેમજ નિરીક્ષકશ્રી, સ્થાનિક ભંડોળ હિસાબના સન ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ના મહાનગરપાલિકાઓના ઓડિટ અહેવાલો તા.૦૯/૦૯/૨૦૨૫ના રોજ તેમજ સને ૨૦૨૩-૨૪ના વર્ષ માટેના રાજ્યની નાણાકીય પરિસ્થિતિ પરનો ઑડિટ અહેવાલ, મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રના કામદારોના કલ્યાણ અંગેનો માર્ચ ૨૦૨૨ના પૂરા થતા વર્ષ માટેનો અહેવાલ અને ગુજરાતમાં જિલ્લા ખનીજ નિધિ ટ્રસ્ટ સહિત પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજનાના અમલીકરણના કામગીરી ઑડિટ પરનો અહેવાલ તા.૧૦/૦૯/ ૨૦૨૫ના રોજ સભાગૃહના મેજ ઉપર મૂકવામાં આવ્યા. સત્ર દરમિયાન રાજ્યમાંથી ૪૦૧૬ જેટલા પ્રેક્ષકોએ ગૃહની કાર્યવાહી નિહાળી.
માનનીય અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ બુધવાર, તા.૧૦/૦૯/૨૦૨૫ના રોજ વિધાનસભાની નાણાકીય તેમજ બિન-નાણાકીય તમામ સમિતિઓની મુદ્દત પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્ર સુધી લંબાવવાની જાહેરાત કરી.
********
[9/10, 6:36 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાત વિધાનસભા ખાતે છેલ્લા દિવસનો પ્રસ્તાવ:*
************************
*દેશના અને રાજ્યના સ્થાનિક ઉત્પાદનો એ માત્ર જરૂરિયાત નહિ, પરંતુ આપણી જવાબદારી પણ છે: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત*
*ભારતના GDPમાં ૮.૨ ટકા, ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા અને રાષ્ટ્રીય નિકાસમાં ૨૭ ટકાના યોગદાન સાથે ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન: ઉદ્યોગ મંત્રીશ્રી*
************************
*વડાપ્રધાનશ્રીનો ‘વોકલ ફોર લોકલ’ સંકલ્પ માત્ર એક શબ્દ નથી, સ્વ-જાગૃતિનો મંત્ર અને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે: મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
*આ અભિયાન એક એવી પ્રતિજ્ઞા છે, જેમાં દેશના દરેક નાગરિકે પોતાના ઘરે વપરાતી વસ્તુઓની યાદી બનાવીને સ્વદેશી વિકલ્પો અપનાવવાના છે: શ્રી ઋષિકેશ પટેલ*
************************
આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા “વોકલ ફોર લોકલ” ઉપર ભાર મૂકતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, દેશના અને રાજ્યના સ્થાનિક ઉત્પાદનો એ માત્ર જરૂરિયાત નહિ, પરંતુ આપણી જવાબદારી પણ છે. મંત્રીશ્રીએ દેશના વિકાસમાં ગુજરાતનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, ગુજરાત આજે ભારતના GDPમાં ૮.૨ ટકા, ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા અને રાષ્ટ્રીય નિકાસમાં લગભગ ૨૭ ટકાના યોગદાન સાથે દેશના મોખરાના રાજ્યો પૈકીનું એક બન્યું છે.
છેલ્લા દિવસના પ્રસ્તાવની ચર્ચામાં સહભાગી થતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બ્રિટીશ શાસનમાં ભાંગી પડેલી ભારતની અર્થવ્યવસ્થા દેશની આઝાદી પછીના અનેક વર્ષો સુધી ખડેપગ થઇ શકી ન હતી. વર્ષ ૨૦૧૪માં દેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાળ સંભાળ્યાની સાથે જ શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ લેવાયેલા વિઝનરી નિર્ણયોના પરિણામે આજે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં ચોથા સ્થાને પહોંચી છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે, દેશના વિકાસ માટેનું એક દૂરંદેશી વિઝન અને એ વિઝનને પરિપૂર્ણ કરવા માટેનો દ્રઢ સંકલ્પ કર્યો હોય.
દેશના વિકાસનો મૂળ પાયો ગુજરાતમાં નાખવામાં આવ્યો હતો. ગુજરાતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી વિશેષ પહેલોના પરિણામે જ આજે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે. ગુજરાતના જ તર્જ પર વડાપ્રધાનશ્રીએ વર્ષ ૨૦૧૪ બાદ દેશના વિકાસની નવી પરિભાષા લખી છે. ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર અને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનું યોગદાન દરેક ક્ષેત્રે સૌથી વધુ હશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રીએ આ સંદર્ભે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શરૂ થયેલું “વોકલ ફોર લોકલ” અભિયાન ભારતનાં ઔદ્યોગિક પરિવર્તનનાં નવા યુગનો પ્રારંભ બન્યું છે. “વોકલ ફોર લોકલ”ના મંત્ર એ દેશના સ્થાનિક ઉત્પાદનો, કારીગરો અને ઉદ્યોગોને સમર્થન આપવાની સાથે તેમના ગૌરવને પણ વધાર્યું છે. ગુજરાત સરકાર દ્વારા વોકલ ફોર લોકલના મંત્રને ચરિતાર્થ કરવા સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા અનેવિધ પહેલો કરવામાં આવી રહી છે. જેના પરિણામે જ આજે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આત્મનિર્ભર ભારત અભિયાનમાં ગુજરાત એક મુખ્ય એન્જિનની ભૂમિકા નિભાવી રહ્યું છે.
ગુજરાતના વિકાસનું સરવૈયું આપતા મંત્રી શ્રી રાજપૂતે કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૩માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત થઇ ત્યારે, ગુજરાતનું GSDP એટલે કે, રાજ્યનું કુલ ઉત્પાદન ૧.૨૩ લાખ કરોડ હતું, જે વર્ષ ૨૦૨૪માં વધીને ૨૨ લાખ કરોડ થયું છે. તેવી જ રીતે, રાજ્યની માથાદીઠ આવક પણ ૧૮,૩૯૨થી વધીને ૨,૭૩,૫૫૭ થઇ છે. આ ઉપરાંત રાજ્યના ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં ૧૫-૧૫ ગણો, સર્વિસ સેક્ટરમાં ૧૩ ગણો અને મૂડી રોકાણમાં ૯ ગણો વધારો થયો છે. સાથે જ, રાજ્યમાં નાના ઉદ્યોગોની સંખ્યા પણ છેલ્લા ૨૦ વર્ષમાં ૧.૩૮ લાખથી વધીને ૨૧ લાખ થઇ છે.
વોકલ ફોર લોકલ અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને વધુ સહાય તેમજ સવલતો આપવા માટે ગુજરાતે “વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ” કાર્યક્રમને પણ ખૂબ જ વેગવાન બનાવ્યો છે. રાજ્યના દરેક જિલ્લામાં વિવિધ ઉત્પાદનોની ઓળખ કરીને જિલ્લામાં તેના ઉત્પાદનની સંભાવનાને પારખવામાં આવે છે. રાજ્યના દરેક જિલ્લાના વિશિષ્ટ ઉત્પાદનોને વિશ્વ કક્ષાએ એક આગવી ઓળખ મળે તે માટે ભારત સરકારના સહયોગથી કુલ ૯૦ જેટલા ઉત્પાદનોની વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ હેઠળ પસંદગી કરવામાં આવી છે અને તેના ઉત્પાદનને વેગ આપવા અનેકવિધ પ્રોત્સાહન પણ આપવામાં આવી રહય છે. જે ખરા અર્થમાં વોકલ ફોર લોકલની ભાવનાને ચરિતાર્થ કરે છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
દેશને આત્મનિર્ભર બનાવવા માટે મંત્રીશ્રીએ ગુજરાતના દરેક નાગરિકોને તહેવારો અને તેના સિવાયના દિવસોમાં પણ સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને “વોકલ ફોર લોકલ” અભિયાનમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ચર્ચામાં સહભાગી થતા જણાવ્યું હતું કે, ભારત સરકારનો ‘વોકલ ફોર લોકલ’ સંકલ્પ માત્ર એક શબ્દ નથી, પરંતુ એક વિચારધારા છે, જે સ્વ-જાગૃતિનો મંત્ર અને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. આ અભિયાનને ભારતના સ્વાભિમાન અને વિકસિત ભારત તરફની એક અનુપમ યાત્રા તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આઝાદીના આટલા વર્ષો પછી આ અભિયાનની જરૂરિયાત એ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલી છે, જ્યારે અંગ્રેજોએ ભારતની સમૃદ્ધ અર્થવ્યવસ્થાને તોડી પાડી હતી. તે સમયે, દુનિયાના કુલ ઉત્પાદનમાં ભારતનો એક ચતુર્થાંશ હિસ્સો હતો અને દેશ ‘સોનાની ચિડિયા’ કહેવાતો હતો.
અંગ્રેજોના શાસન કાળમાં દેશની તૂટી પડેલી અર્થવ્યવસ્થાને ફરી જીવંત કરવા વર્ષ ૧૯૦૫માં સ્વદેશી આંદોલન શરૂ થયું હતું. આ વિચારને મહાત્મા ગાંધીએ આગળ ધપાવ્યો અને સ્વદેશીને સ્વરાજનો મંત્ર બનાવ્યો. આઝાદી પછી આ વિષય પર ધ્યાન ન અપાયું, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સત્તા સંભાળ્યા બાદ દરેક ક્ષેત્રમાં ‘સ્વ’ નો આગ્રહ રાખીને ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ જેવા અભિયાનો શરૂ કર્યા. આ પ્રયાસોના પરિણામો આજે સ્પષ્ટરૂપે દેખાઈ રહ્યા છે. છેલ્લા એક દાયકામાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ૫૦૦ ટકા અને મોબાઇલ ફોન ઉત્પાદનમાં ૨,૭૦૦ ટકાનો વધારો થયો છે. ખાદીનું વેચાણ પણ લગભગ ૭ ગણું વધ્યું છે અને ૯.૫ લાખથી વધુ નવી નોકરીઓનું સર્જન થયું છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વોકલ ફોર લોકલના મૂળમંત્રથી દેશના નાગરિકોને આહ્વાન કરવામાં આવ્યું છે કે, તેઓ માત્ર ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરે. આ અભિયાન એક એવી પ્રતિજ્ઞા છે, જેમાં દરેક વ્યક્તિએ પોતાના ઘરે વપરાતી વસ્તુઓની યાદી બનાવીને સ્વદેશી વિકલ્પો અપનાવવાના છે. અંતમાં, વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે દરેક ભારતીયને માતૃભૂમિના કલ્યાણ માટે સ્વદેશી અપનાવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
ધારાસભ્ય શ્રી કેયુર રોકડિયાએ છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા ‘વોકલ ફોર લોકલ’ અભિયાનનો ઉદ્દેશ્ય ભારતીય કારીગરો, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) અને ગ્રામીણ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાનો છે. આ પહેલના માધ્યમથી ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન હેઠળ ભારતીય ઉત્પાદનોનો વપરાશ વધારીને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે.
આ અભિયાન દેશની સ્થાનિક ઉત્પાદનોના માર્કેટિંગ, પ્રમોશન અને વૈશ્વિક સ્તરે બ્રાન્ડિંગને પણ પ્રોત્સાહન આપે છે, જેથી તેમને આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્પર્ધાત્મક બનાવી શકાય. સરકારે ‘વોકલ ફોર લોકલ’ મિશનને વેગ આપવા માટે અનેકવિધ યોજનાઓ અને નીતિઓ અમલમાં મૂકી છે. આ પહેલ MSMEs, હસ્તકલા અને ગૃહ ઉદ્યોગોના વિકાસમાં ખૂબ જ મદદરૂપ થઈ રહી છે. દેશના નાગરિકોએ માત્ર સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ જ નહીં, પરંતુ તેના પર ગર્વ પણ કરવો જોઈએ, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ ‘વોકલ ફોર લોકલ’ અભિયાન હેઠળ અનેક પહેલ શરૂ થઈ છે. ખાસ કરીને હસ્તકલા, હેન્ડલૂમ અને પરંપરાગત ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે. સરકારી ઇ-માર્કેટપ્લેસ (GeM) દ્વારા ગુજરાતના કારીગરોને ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે, જ્યાં તેઓ તેમના ઉત્પાદનોનું વેચાણ કરી શકે છે. આ અભિયાન સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગોને વધુ ટેકનોલોજીકલ અને ઉત્પાદક બનવા માટે પણ પ્રોત્સાહિત કરે છે, જે આખરે રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસમાં યોગદાન આપશે.
ધારાસભ્ય શ્રી કેયુર રોકડિયા દ્વારા રજૂ કરાયેલા છેલ્લા દિવસના પ્રસાતવની ચર્ચામાં ધારાસભ્ય સર્વ શ્રી પ્રવીણભાઈ માળી, અનિરુદ્ધભાઈ દવે અને ગોપાલભાઈ ઈટાલિયા સહભાગી થયા હતા.
*********************
[9/10, 8:19 PM] Dilip Gajjar.Mahiti.Press: *અગત્યનું….*
*મીડિયા કવરેજ નિમંત્રણ*
પંજાબમાં સર્જાયેલ પૂરની તારાજીના પગલે *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ* આવતીકાલે તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ *ગાંધીનગર રેલ્વે સ્ટેશન* ખાતેથી અસરગ્રસ્તો માટે જીવન જરૂરીયાતની અતિ મહત્વની વસ્તુઓ, ઘરવખરીનો સામાન, ફૂડ પેકેટ્સની વિવિધ કીટ ધરાવતી *ટ્રેનને* પંજાબ મોકલવા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને પુરવઠા મંત્રી શ્રી કુંવરજી ભાઇ બાવળીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
*ટ્રેનને પ્રસ્થાન કરાવ્યા બાદ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ મીડિયા મિત્રોને સંબોધશે*
*સમય :- સવારે ૧૧:૩૦ કલાકે,*
*સ્થળ :- પ્લેટફોર્મ નંબર ૧, ગાંધીનગર રેલ્વે સ્ટેશન, ગાંધીનગર*
*મીડિયા મિત્રોને કવરેજ માટે આમંત્રણ છે*
[9/10, 8:59 PM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*કાર્યક્રમ*: *મોબાઈલ ફોરેન્સિક વાન લોકાર્પણ*
*મહાનુભાવ*: *માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંધવી*
*તારીખ : *૧૧-૯-૨૦૨૫,ગુરૂવાર*
*સમયઃ *સવારે ૧૦.૦૦ કલાકે
*સ્થળ : *ડી.એફ.એસ.એ, સેકટર-૧૮, ગાંધીનગર*
આ કાર્યક્રમના કવરેજ માટે મિડીયાના મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
********
[9/11, 6:46 AM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*કાર્યક્રમ*: *મોબાઈલ ફોરેન્સિક વાન લોકાર્પણ*
*મહાનુભાવ*: *માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંધવી*
*તારીખ : *૧૧-૯-૨૦૨૫,ગુરૂવાર*
*સમયઃ *સવારે ૧૦.૦૦ કલાકે
*સ્થળ : *ડી.એફ.એસ.એ, સેકટર-૧૮, ગાંધીનગર*
આ કાર્યક્રમના કવરેજ માટે મિડીયાના મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
********
[9/11, 6:46 AM] Dilip Gajjar.Mahiti.Press: *અગત્યનું….*
*મીડિયા કવરેજ નિમંત્રણ:*
પંજાબમાં સર્જાયેલ પૂરની તારાજીના પગલે *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ* આજે તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ *ગાંધીનગર રેલ્વે સ્ટેશન* ખાતેથી અસરગ્રસ્તો માટે જીવન જરૂરીયાતની અતિ મહત્વની વસ્તુઓ, ઘરવખરીનો સામાન, ફૂડ પેકેટ્સની વિવિધ કીટ ધરાવતી *ટ્રેનને* પંજાબ મોકલવા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને પુરવઠા મંત્રી શ્રી કુંવરજી ભાઇ બાવળીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
*ટ્રેનને પ્રસ્થાન કરાવ્યા બાદ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ મીડિયા મિત્રોને સંબોધશે*
*સમય :- સવારે ૧૧:૩૦ કલાકે,*
*સ્થળ :- પ્લેટફોર્મ નંબર ૧, ગાંધીનગર રેલ્વે સ્ટેશન, ગાંધીનગર*
*મીડિયા મિત્રોને કવરેજ માટે આમંત્રણ છે*
[9/11, 10:05 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાષ્ટ્રીય વન શહીદ દિવસ*
——–
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વન અને વન્ય જીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના ૯ જેટલા વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા*
——–
*મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ “વનપાલ સ્મારક” ખાતે વનમંત્રીશ્રી અને રાજ્યમંત્રીશ્રી સાથે વન શહીદોને આદરાંજલિ પાઠવી*
——–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૧મી સપ્ટેમ્બર, રાષ્ટ્રીય વન શહીદ દિવસે ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ “વનપાલ સ્મારક” ખાતે જઈને વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના વનરક્ષક, વનપાલ, પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય ફ્રન્ટ લાઈન વન કર્મીઓની શહાદતના સન્માનમાં કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૩થી દર વર્ષે ૧૧મી સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ગુજરાત રાજ્યમાં આવી શહાદતને વરેલા ૯ જેટલા વન શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમને ભાવાંજલી અર્પણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં સેક્ટર ૩૦માં વન ચેતના કેન્દ્ર ખાતે નિર્માણ થયેલા રાજ્યના પ્રથમ “વનપાલ સ્મારક” પહોચ્યા હતા.
તેમણે વનમંત્રી શ્રી મૂળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી શ્રી મૂકેશભાઈ પટેલ સાથે વન શહીદ વીરોને ભાવપૂર્વક અંજલી આપીને બે મિનીટનું મૌન પાળી યથોચિત સન્માન આપ્યુ હતું.
આ વેળાએ ધારાસભ્ય શ્રીમતી રિટાબહેન પટેલ, વન પર્યાવરણ અગ્રસચિવશ્રી સંજીવકુમાર તેમજ હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ શ્રી એ. પી. સિંઘ તથા વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ પણ વન શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.
——–
[9/11, 10:55 AM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1_UQpVr1T_oHxMbAv_9SzyDwO4a5stSm9?usp=sharing
[9/11, 11:39 AM] Dilip Gajjar.Mahiti.Press: *સુશાનના 4 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સીએમ રીલીફ ફંડ થકી છેલ્લા 4 વર્ષોમાં આરોગ્ય સેવાઓ માટે ₹84 કરોડ 29 લાખથી વધુની સહાય મંજૂર*
***
*સીએમ રીલીફ ફંડ મારફતે ગુજરાતના નાગરિકોને આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરે છે ગુજરાત સરકાર*
***
*‘સીએમ રીલીફ ફંડ જરૂરિયાતમંદો માટે ખૂબ જ સારી યોજના છે, અને આવી બીજી કોઈ સેવા છે જ નહીં’ – યોજનાના લાભાર્થી*
***
*મુખ્યમંત્રી રિલીફ ફંડ જરૂરિયાતમંદ નાગરિકોને આર્થિક અને માનસિક મનોબળ પૂરું પાડવાનું માધ્યમ*
***
*ગાંધીનગર, 11 સપ્ટેમ્બર, 2025:* આગામી 13 સપ્ટેમ્બર, 2025ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ચાર વર્ષો દરમિયાન મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યના તમામ નાગરિકોને આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય એ સુનિશ્ચિત કર્યું છે. અત્યંત ગંભીર અને જીવલેણ બીમારીમાં ખર્ચાળ આરોગ્ય સેવાઓને પહોંચી ન વળે તેવા જરૂરિયાતમંદ નાગરિકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સીએમ રીલીફ ફંડ એટલે કે મુખ્યમંત્રી રાહત નિધિ મારફતે આરોગ્યલક્ષી નાણાંકીય સહાય પૂરી પાડે છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષોમાં સીએમ રીલીફ ફંડમાંથી 3761 નાગરિકોને ₹84 કરોડ 29 લાખથી વધુની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે, જે સૂચવે છે કે રાજ્યના નાગરિકોના આરોગ્ય અને સુખાકારી માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી કામ કરી રહી છે.
*MBBSમાં ભણતા 21 વર્ષીય હેત્વીબેન શાહને કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે ₹3,58,260 સહાય*
વડોદરામાં રહેતા અને MBBSમાં અભ્યાસ કરતા 21 વર્ષીય હેત્વીબેન શાહને કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે આર્થિક સહાયની જરૂર હતી. ઓછી શ્રવણશક્તિના કારણે સારવાર યોગ્ય ન થાય તો તેમના શિક્ષણ અને કારકિર્દી પર ગંભીર અસરો પડી શકે તેમ હતી. વડોદરાની એપેક્સ સ્પિચ એન્ડ હિયરિંગ ક્લિનિકે કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે ₹5,97,000નો અંદાજિત ખર્ચ સૂચવ્યો હતો, જેના કારણે તેમના પર ઘણો આર્થિક બોજો આવે તેમ હતો. તેમની આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને, તેમના પરત્વે સહાનુભૂતિપૂર્વકની વિચારણાને અંતે મુખ્યમંત્રીશ્રીએ ખાસ કિસ્સામાં તેમના માટે ₹3,58,260ની સહાય મંજૂર કરી. હેત્વીબેનના પિતા સંદીપભાઈ શાહ જણાવે છે કે, “અમને અમારા સગા તરફથી સીએમ રીલીફ ફંડની માહિતી મળી હતી. આ ઉપરાંત, અમે પેપરમાં આર્ટિકલ પણ વાંચ્યો હતો કે સીએમ રીલીફ ફંડમાંથી કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે સહાય મળે છે. એટલે અમે સંબંધિત અધિકારીઓને એપ્રોચ કર્યો, જરૂરી દસ્તાવેજો આપ્યા, વેરિફાય કરાવ્યા અને અમારી ₹3,58,260ની સહાય મંજૂર થઈ. અમને દોઢથી બે મહિનામાં જ પેમેન્ટ પણ મળી ગયું. અમારો આર્થિક બોજો ઓછો થઈ ગયો અને મારી દીકરીને મશીન પણ મળી ગયું. સીએમ રીલીફ ફંડ જરૂરિયાતમંદો માટે ખૂબ જ સારી યોજના છે, અને આવી બીજી કોઈ સેવા છે જ નહીં. આ યોજનાની જાણકારી વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ જરૂરી છે.”
*71 વર્ષીય હાજાભાઈ ખૂંટીને કેન્સરની સારવાર માટે મળી સીએમ રીલીફ ફંડની મદદ*
અમદાવાદમાં રહેતા 71 વર્ષીય હાજાભાઈ જેતાભાઈ ખૂંટીને કેન્સરનો રોગ થયો હતો. અમદાવાદની એચસીજી આસ્થા કેન્સર કેર હોસ્પિટલે તેમની સારવાર માટે ₹8,50,000નો અંદાજિત ખર્ચ જણાવ્યો હતો. હાજાભાઈ જેવા મધ્યમવર્ગીય પરિવારના દર્દી માટે આ રકમ ખૂબ મોટી હતી. તેમની આર્થિક પરિસ્થિતિ અને રોગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કિસ્સામાં તેમની સારવાર માટે ₹2,83,333ની સહાય મંજૂર કરી. હાજાભાઈ જણાવે છે કે, “અમને ખૂબ જ યોગ્ય સમયે રાજ્ય સરકાર તરફથી જરૂરી આર્થિક મદદ મળી ગઈ. મારું ઓપરેશન પણ સફળતાપૂર્વક થઈ ગયું અને મારી તબિયત પણ ઘણી સારી છે. રેગ્યુલર ફોલો-અપ માટે હોસ્પિટલ જવું પડે છે. પણ સીએમ રીલીફ ફંડમાંથી અમને જે મદદ મળી તેનાથી અમને સંપૂર્ણ સંતોષ છે. આ માટે મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારનો હું ખૂબ આભારી છું.”
*CMRF: જરૂરિયાતમંદોને આર્થિક અને માનસિક મનોબળ પૂરું પાડવાનું માધ્યમ*
CMRF એટલે કે મુખ્યમંત્રી રિલીફ ફંડ જરૂરિયાતમંદોને આર્થિક અને માનસિક મનોબળ પૂરું પાડવાનું માધ્યમ બન્યું છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, બૉનમેરૉ ટ્રાન્સપ્લાન્ટ, ફેફસાં અને હૃદય ટ્રાન્સપ્લાન્ટ તેમજ કેન્સર જેવી જીવલેણ બીમારીઓની સારવાર ખૂબ ખર્ચાળ હોય છે. આ પ્રકારની અતિ ગંભીર બીમારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા PMJAY યોજનામાં આપવામાં આવતી વાર્ષિક નાણાંકીય સહાયની મર્યાદા પૂર્ણ થઈ જાય છે ત્યારે કેટલીક વાર દર્દી અને તેના પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે વધુ ખર્ચ માટે જરૂરી નાણાં હોતા નથી. આવી કપરી સ્થિતિમાં ગુજરાત સરકાર સીએમ રીલીફ ફંડ થકી નાગરિકોને જરૂરી નાણાંકીય સહાય પૂરી પાડીને તેમના પડખે અડીખમ ઊભી રહે છે.
*X-X-X*
[9/11, 11:39 AM] Dilip Gajjar.Mahiti.Press: *સુશાનના 4 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સીએમ રીલીફ ફંડ થકી છેલ્લા 4 વર્ષોમાં આરોગ્ય સેવાઓ માટે ₹84 કરોડ 29 લાખથી વધુની સહાય મંજૂર*
***
*સીએમ રીલીફ ફંડ મારફતે ગુજરાતના નાગરિકોને આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરે છે ગુજરાત સરકાર*
***
*‘સીએમ રીલીફ ફંડ જરૂરિયાતમંદો માટે ખૂબ જ સારી યોજના છે, અને આવી બીજી કોઈ સેવા છે જ નહીં’ – યોજનાના લાભાર્થી*
***
*મુખ્યમંત્રી રિલીફ ફંડ જરૂરિયાતમંદ નાગરિકોને આર્થિક અને માનસિક મનોબળ પૂરું પાડવાનું માધ્યમ*
***
*ગાંધીનગર, 11 સપ્ટેમ્બર, 2025:* આગામી 13 સપ્ટેમ્બર, 2025ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ચાર વર્ષો દરમિયાન મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યના તમામ નાગરિકોને આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય એ સુનિશ્ચિત કર્યું છે. અત્યંત ગંભીર અને જીવલેણ બીમારીમાં ખર્ચાળ આરોગ્ય સેવાઓને પહોંચી ન વળે તેવા જરૂરિયાતમંદ નાગરિકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સીએમ રીલીફ ફંડ એટલે કે મુખ્યમંત્રી રાહત નિધિ મારફતે આરોગ્યલક્ષી નાણાંકીય સહાય પૂરી પાડે છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષોમાં સીએમ રીલીફ ફંડમાંથી 3761 નાગરિકોને ₹84 કરોડ 29 લાખથી વધુની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે, જે સૂચવે છે કે રાજ્યના નાગરિકોના આરોગ્ય અને સુખાકારી માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી કામ કરી રહી છે.
*MBBSમાં ભણતા 21 વર્ષીય હેત્વીબેન શાહને કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે ₹3,58,260 સહાય*
વડોદરામાં રહેતા અને MBBSમાં અભ્યાસ કરતા 21 વર્ષીય હેત્વીબેન શાહને કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે આર્થિક સહાયની જરૂર હતી. ઓછી શ્રવણશક્તિના કારણે સારવાર યોગ્ય ન થાય તો તેમના શિક્ષણ અને કારકિર્દી પર ગંભીર અસરો પડી શકે તેમ હતી. વડોદરાની એપેક્સ સ્પિચ એન્ડ હિયરિંગ ક્લિનિકે કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે ₹5,97,000નો અંદાજિત ખર્ચ સૂચવ્યો હતો, જેના કારણે તેમના પર ઘણો આર્થિક બોજો આવે તેમ હતો. તેમની આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને, તેમના પરત્વે સહાનુભૂતિપૂર્વકની વિચારણાને અંતે મુખ્યમંત્રીશ્રીએ ખાસ કિસ્સામાં તેમના માટે ₹3,58,260ની સહાય મંજૂર કરી. હેત્વીબેનના પિતા સંદીપભાઈ શાહ જણાવે છે કે, “અમને અમારા સગા તરફથી સીએમ રીલીફ ફંડની માહિતી મળી હતી. આ ઉપરાંત, અમે પેપરમાં આર્ટિકલ પણ વાંચ્યો હતો કે સીએમ રીલીફ ફંડમાંથી કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે સહાય મળે છે. એટલે અમે સંબંધિત અધિકારીઓને એપ્રોચ કર્યો, જરૂરી દસ્તાવેજો આપ્યા, વેરિફાય કરાવ્યા અને અમારી ₹3,58,260ની સહાય મંજૂર થઈ. અમને દોઢથી બે મહિનામાં જ પેમેન્ટ પણ મળી ગયું. અમારો આર્થિક બોજો ઓછો થઈ ગયો અને મારી દીકરીને મશીન પણ મળી ગયું. સીએમ રીલીફ ફંડ જરૂરિયાતમંદો માટે ખૂબ જ સારી યોજના છે, અને આવી બીજી કોઈ સેવા છે જ નહીં. આ યોજનાની જાણકારી વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ જરૂરી છે.”
*71 વર્ષીય હાજાભાઈ ખૂંટીને કેન્સરની સારવાર માટે મળી સીએમ રીલીફ ફંડની મદદ*
અમદાવાદમાં રહેતા 71 વર્ષીય હાજાભાઈ જેતાભાઈ ખૂંટીને કેન્સરનો રોગ થયો હતો. અમદાવાદની એચસીજી આસ્થા કેન્સર કેર હોસ્પિટલે તેમની સારવાર માટે ₹8,50,000નો અંદાજિત ખર્ચ જણાવ્યો હતો. હાજાભાઈ જેવા મધ્યમવર્ગીય પરિવારના દર્દી માટે આ રકમ ખૂબ મોટી હતી. તેમની આર્થિક પરિસ્થિતિ અને રોગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કિસ્સામાં તેમની સારવાર માટે ₹2,83,333ની સહાય મંજૂર કરી. હાજાભાઈ જણાવે છે કે, “અમને ખૂબ જ યોગ્ય સમયે રાજ્ય સરકાર તરફથી જરૂરી આર્થિક મદદ મળી ગઈ. મારું ઓપરેશન પણ સફળતાપૂર્વક થઈ ગયું અને મારી તબિયત પણ ઘણી સારી છે. રેગ્યુલર ફોલો-અપ માટે હોસ્પિટલ જવું પડે છે. પણ સીએમ રીલીફ ફંડમાંથી અમને જે મદદ મળી તેનાથી અમને સંપૂર્ણ સંતોષ છે. આ માટે મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારનો હું ખૂબ આભારી છું.”
*CMRF: જરૂરિયાતમંદોને આર્થિક અને માનસિક મનોબળ પૂરું પાડવાનું માધ્યમ*
CMRF એટલે કે મુખ્યમંત્રી રિલીફ ફંડ જરૂરિયાતમંદોને આર્થિક અને માનસિક મનોબળ પૂરું પાડવાનું માધ્યમ બન્યું છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, બૉનમેરૉ ટ્રાન્સપ્લાન્ટ, ફેફસાં અને હૃદય ટ્રાન્સપ્લાન્ટ તેમજ કેન્સર જેવી જીવલેણ બીમારીઓની સારવાર ખૂબ ખર્ચાળ હોય છે. આ પ્રકારની અતિ ગંભીર બીમારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા PMJAY યોજનામાં આપવામાં આવતી વાર્ષિક નાણાંકીય સહાયની મર્યાદા પૂર્ણ થઈ જાય છે ત્યારે કેટલીક વાર દર્દી અને તેના પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે વધુ ખર્ચ માટે જરૂરી નાણાં હોતા નથી. આવી કપરી સ્થિતિમાં ગુજરાત સરકાર સીએમ રીલીફ ફંડ થકી નાગરિકોને જરૂરી નાણાંકીય સહાય પૂરી પાડીને તેમના પડખે અડીખમ ઊભી રહે છે.
*X-X-X*
[9/11, 1:00 PM] Dilip Gajjar.Mahiti.Press: *“સ્વચ્છોત્સવ-૨૦૨૫”*
*ગુજરાતમાં આગામી તા. ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી યોજાશે “સ્વચ્છતા હી સેવા” અભિયાન*
**********************************
*રાજ્યમાં ત્રણ પખવાડિયા સુધી મહાનગરો, નગરો, ગામડાના જાહેર સ્થળો ખાતે જનભાગીદારીથી સફાઈ ઝુંબેશ અને સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરાશે*
**********************************
*દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો ઉપરાંત અઠવાડિક થીમના આધારે પણ વિશેષ સ્વચ્છતા ઝુંબેશ યોજવામાં આવશે*
**********************************
*વિશેષ સ્વચ્છતા ઝુંબેશમાં જાહેર પરિવહન હબ, રોડ-રસ્તા, પ્રવાસન અને ધાર્મિક સ્થળો ઉપરાંત જળસ્ત્રોતો તથા બજારોની વિશેષતઃ સાફ-સફાઈ કરાશે*
***********************************
મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાર્યભાળ સંભાળતાની સાથે જ વર્ષ ૨૦૧૪થી રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છ ભારત મિશન”નો પ્રારંભ કરાવ્યો હતો. આગામી તા. ૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના રોજ આ અભિયાનના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૨ ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશભરમાં “સ્વચ્છોત્સવ”ની થીમ પર સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે એક ડગલું આગળ વધારીને “નિર્મળ ગુજરાત ૨.૦” અને આગામી “સ્વચ્છતા સર્વેક્ષણ”ને ધ્યાનમાં રાખીને “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત યોજાનાર સ્વચ્છોત્સવ અભિયાનની અવધી લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે આ અભિયાન તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૩૧ ઓક્ટોબર સુધી યોજાશે. એટલે કે, ગુજરાતમાં માત્ર એક જ પખવાડિયું નહિ, પરંતુ ત્રણ પખવાડિયા સુધી રાજ્યના મહાનગરો, નગરો, ગામડાઓ અને સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળો ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
શહેરી વિકાસ વિભાગ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર આ અભિયાન અંતર્ગત ગુજરાતના મહાનગરપાલિકા અને નગરપાલિકાના ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ, ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ, બ્લેક સ્પોટ, બજારો, માર્ગો, વાણિજ્ય વિસ્તારો અને રહેણાંક વિસ્તારોની સાફ-સફાઈ માટે જનભાગીદારી અને સ્વયંસેવી સંસ્થાના સહયોગથી દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો યોજવામાં આવશે. સાથે જ, રાજ્યના તમામ શહેરોમાં સ્વચ્છતા લક્ષિત એકમો (CTU) અને બ્લેક સ્પોટને ઓળખવામાં આવશે અને આ અભિયાન દરમિયાન તમામ CTUની સફાઈ કરીને તેનું પરિવર્તન કરવામાં આવશે.
આ ઉપરાંત અઠવાડિક થીમના આધારે પણ વિશેષ સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જેમાં…
• *તા. ૧૭ થી ૨૨ સપ્ટેમ્બર* દરમિયાન શહેરોમાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, રીક્ષા, ટેક્સી અને સાયકલ સ્ટેન્ડ, જાહેર પાર્કિંગ, શહેરી વિસ્તારમાંથી પસાર થતા રીંગ રોડ, રાજ્યના ધોરી માર્ગ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ જેવા સ્થળોની સંપૂર્ણ સાફ-સફાઈ ઉપરાંત કચરાના એકત્રીકરણ અને વર્ગીકરણના તમામ સાધનોની પણ સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.
• *તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર* દરમિયાન શહેરોમાં આવેલા ધાર્મિક સ્થળો, સંગ્રહાલયો, પ્રવાસન સ્થળો, બાગ-બગીચાઓ, ઐતિહાસિક સ્થળો, સાર્વજનિક અને રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો તેમજ ટ્રેકિંગ અને કેમ્પિંગ સ્થળોની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.
• *તા. ૩૦ સપ્ટેમ્બરથી ૬ ઓક્ટોબર* દરમિયાન શહેરોમાં આવેલા વિવિધ નદી, તળાવ, સરોવર, દરિયાકિનારા, વરસાદી પાણીના નાળા જેવી વોટર બોડીસ અને ટ્રેસ ક્લીનર્સ સહિતના સ્થળોની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.
• *તા. ૭ થી ૧૩ ઓક્ટોબર* દરમિયાન રાજ્યના શહેરોમાં આવેલા વિવિધ સર્કલ, ચાર રસ્તાઓ, સિગ્નલ્સ, ખુલ્લા પ્લોટ અને પ્રસ્થાપિત કરાયેલી પ્રતિમાઓ ઉપરાંત બેક લેનની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.
• *તા. ૧૪ થી ૨૦ ઓક્ટોબર* દરમિયાન રાજ્યના શહેરોમાં આવેલા વિવિધ વાણિજ્ય વિસ્તારો, APMC માર્કેટ, શાકભાજી માર્કેટ અને સ્ટ્રીટ ફૂડ માર્કેટ સહિતની વિવિધ બજારોની સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.
• *તા. ૨૧ થી ૨૭ ઓક્ટોબર* દરમિયાન શહેરોમાં આવેલી તમામ સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, ખાનગી તથા સરકારી દવાખાના અને વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં ભંગારનો નિકાલ, રેકર્ડ વર્ગીકરણ અને જૂના વાહનોની હરાજી જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે.
• *તા. ૨૮ થી ૩૧ ઓક્ટોબર* દરમિયાન શહેરોના આઉટગ્રોથ વિસ્તારમાં આવેલા તમામ એન્ટ્રી પોઈન્ટથી એપ્રોચ વિસ્તાર સુધીના સ્થળો, શહેરના તમામ ફૂટપાથ, રોડ, વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ અને તેની આસપાસના વિસ્તારોની સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.
આમ, સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આયોજિત સ્વચ્છોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યના શહેરી વિસ્તારોની જનભાગીદારીથી સાફ-સફાઈ કરવામાં આવશે અને મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપીને ખરા અર્થમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. સ્વચ્છોત્સવને જનઆંદોલન બનાવવા માટે નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા તેમજ સ્વચ્છતા કર્મીઓના અમૂલ્ય કામને બિરદાવવા માટે પણ આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો-પ્રવૃત્તિઓનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવશે.
નિતીન રથવી
**********************************
[9/11, 1:34 PM] Dilip Gajjar.Mahiti.Press: *ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા: સુરતની પ્રેરણાદાયક પહેલ:*
——-
*૧૦૦ વર્ષના ઈતિહાસમાં સૌથી ઝડપી જાહેર થયો ‘સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારનો ‘ટાઉન પ્લાનિંગનો પ્લાન’*
——-
*સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારના આયોજન માટે પ્રારંભિક ટી.પી. સ્કીમ નં ૬૧(કોસમાડા-છેડછા-ઓવિયાણ) ના નિર્ણયો માત્ર ૮ મહિનામાં જાહેર થયા*
——-
*ટેક્નોલોજી, પારદર્શિતા અને જનભાગીદારી સાથે ગુજરાતનું આઉટ પર્ફોર્મિંગ ગવર્નન્સ મોડલ:*
——-
*મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના માળખાગત વિકાસ માટે સુરત શહેરના ૯૦૯ હેક્ટર ક્ષેત્રફળમાં કુલ ૫ ટાઉન પ્લાનિંગ સ્કીમોનું આયોજન*
——-
*દેશના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની પહેલી ટી.પી. સ્કીમ ના નિર્ણયો જાહેર: ૧૦૦ વર્ષ પહેલા આ દિવસે ભારતની પ્રથમ ટી.પી. અમલી બની હતી એ ઈતિહાસની વિરલ ઘટના:*
——-
*’કોસમાડા-છેડછા-ઓવિયાણ માટે TP સ્કીમ નં ૬૧ના ઝડપી પ્રારંભિક નિર્ણયોથી સુનિયોજિત વિકાસને વેગ’*
——-
*ટી.પી.સ્કીમ નં. ૬૧માં ૩ લાખથી વધુ ચો.મીટર જમીનની રોડ-રસ્તા માટે ફાળવણી કરાઈ*
——-
માહિતી બ્યુરો-સુરત:ગુરૂવાર: દેશના મહત્વાકાંક્ષી ‘મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ’ પ્રોજેક્ટ અંતર્ગત સુરતમાં નિર્માણ પામતું બુલેટ ટ્રેન સ્ટેશન માત્ર ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જ નહીં, પણ સમગ્ર શહેરી વિકાસના દ્રષ્ટિકોણથી પણ પરિવર્તનકારી બની રહ્યું છે. સુરત શહેરમાં ‘ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૬૧’ને માત્ર ૮ મહિનાના ટૂંકા ગાળામાં અવોર્ડ કરવામાં આવી છે, જે રાજ્યના સર્વાંગી વિકાસ વિઝનના દ્રઢ સંકલ્પ, ટેક્નોલોજીનો વિનિયોગ અને જનસહભાગિતાનું ઉત્તમ ઉદાહરણ છે.
જેમ ભારતની પહેલી બુલેટ ટ્રેન હકીકત બની રહી છે, તેમ તેમ સુરત શહેર પણ વિકાસના નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે. National High-Speed Rail Corporation Ltd (NHSRCL) દ્વારા સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણ સાથે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વિકાસલક્ષી અભિગમથી ટાઉન પ્લાનિંગ સ્કીમો દ્વારા સ્ટેશન નજીકના વિસ્તારોને સુનિયોજિત અને આધુનિક બનાવવા માટે વિશેષ અભિગમ અપનાવવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના પ્રવર નગર નિયોજકશ્રી કે.ડી. પટેલે જણાવ્યું હતું કે, વિકાસની હરણફાળ ભરી રહેલા સુરત માટે નગર રચના યોજના નં. ૬૧ (કોસમાડા-છેડછા-ઓવિયાણ) એ માત્ર પ્લાનિંગ ડોક્યુમેન્ટ નથી, પરંતુ વિસ્તારના સર્વસમાવેશી અને ભવિષ્યલક્ષી વિકાસનો રોડમેપ છે. બુલેટ ટ્રેન HSR નોડ વિસ્તાર વિકાસ માટે ૯૦૯ હેક્ટર ક્ષેત્રફળમાં કુલ ૫ ટાઉન પ્લાનિંગ સ્કીમોનું આયોજન છે, જે શહેરના ઈકોનોમિક ઝોન, રહેણાંક વિસ્તારો અને મલ્ટીમોડલ કનેક્ટિવિટી માટે મજબૂત પાયો બનાવે છે.
નગર રચના યોજના નં.૬૧ (કોસમાડા-છેડછા-ઓવિયાણ)ને સરકાર દ્વારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ મુજબ મુસદ્દારૂપ નગર રચના યોજનાને મંજૂરી આપીને પ્રવર નગર નિયોજકશ્રી કે.ડી.પટેલને નિર્ધારિત અવધિ માટે ફાઈનલ કરવા ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત શહેરીકરણની દિશામાં પૂરઝડપે આગળ વધી રહ્યું છે, ત્યારે વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ૨૦૨૫નું વર્ષ ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે એમ શ્રી પટેલે ઉમેર્યું હતું.
વધુમાં શ્રી પટેલે કહ્યું હતું કે, ટી.પી. સ્કીમ માટે ટેક્નોલોજીનો સદુપયોગ, સરકારી વિભાગોનું સંકલન અને જનભાગીદારીના સુમેળથી માત્ર ૮ મહિનામાં ટી.પી. સ્કીમ નં. ૬૧ને પ્રારંભિક એવોર્ડ કરવામાં આવી છે. જેના થકી ગુજરાતના સ્વર્ણિમ ઈતિહાસમાં નવું સોનેરી પૃષ્ઠ ઉમેરાયું છે. ટાઉન પ્લાનિંગ અધિનિયમ, ૧૯૧૫ હેઠળ આજથી ૧૦૦ વર્ષ પહેલા ૧લી સપ્ટેમ્બર-૧૯૨૫ના રોજ દેશની પહેલી ટી.પી. સ્કીમ નં ૧ (જમાલપુર), અમદાવાદ અમલી થઈ હતી. ૧લી સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સુરતની ટી.પી. સ્કીમ નં ૬૧ને પ્રારંભિક એવોર્ડ જાહેર કરી છે. આ ક્ષેત્રફળ ધરાવતી કોઈ ટી.પી. સ્કીમ (ટાઉન પ્લાનિંગ) માત્ર ૮ મહિનામાં ટુંકા સમયમાં જ એવોર્ડ કરવામાં આવી હોય તેવું બન્યુ નથી, એમ તેમણે કહ્યું હતું.
અંદાજીત ૧૬૪ હેક્ટર વિસ્તાર ધરાવતી આ ટી.પી.સ્કીમમાં સમાવિષ્ટ કુલ ૧૩૫ જેટલા ફાઈનલ પ્લોટોના માલિકો/હિતસંબંધીઓની અરજીઓ/વાંધા-સુચનોની સુનાવણી કર્યા બાદ જરૂરી તમામ કાયદાકીય પ્રક્રિયા જેવી કે, કામચલાઉ પુન:રચના તૈયાર કરવી, સત્તામંડળ અને મુખ્ય નગર નિયોજકશ્રીનો પરામર્શ, એવોર્ડ પહેલાની સુનવણી, માપણીશીટ સહિય અન્ય સાહિત્ય તૈયાર કરી સ્કીમને એવોર્ડ જાહેર કરવામાં આવી હતી. ઉપરોક્ત તમામ કામગીરી માત્ર ૮ મહિનાના ટુંકા સમયમાં પૂર્ણ થઇ હોય તેવી ઈતિહાસની આ પ્રથમ અને વિરલ ઘટના છે. સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ ક્નેક્ટિવટી સરળતાથી થઈ શકે તે માટે આશરે ૩ લાખથી વધુ ચો.મીટર ક્ષેત્રફળના વિવિધ પહોળાઇના ધરાવતા રોડ નેટવર્કનું આયોજન કરવામાં આવ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
આજનું આયોજન આવતીકાલનું ભવિષ્ય ઘડે છે. બુલેટ ટ્રેન સાથે સંકળાયેલ સુરત જેવા શહેરોના વિસ્તારો માટે TP સ્કીમો માત્ર પ્લાનિંગ નકશા નથી, પણ તે વિકાસનો જીવંત દસ્તાવેજ છે, જ્યાં નાગરિકોને સુવિધા, આવાસ અને સમૃદ્ધ જીવન મળવાનું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલિત પ્રયાસો અને શહેરી વિકાસ વિભાગની દ્રઢ દિશાને કારણે સુરત શહેર ભારતના શહેરી વિકાસના નકશા પર એક આધુનિક મોડલ તરીકે ઉભરશે.
. . . . . . . . . . . .
(ખાસ લેખ: મહેશ કથીરિયા)
-૦૦-
Box
સુનિયોજિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોસમાડા, છેડછા, અંત્રોલી, સાબરગામ, ઓવિયાણ, નિયોલ અને વાંકાનેડા મળીને સુરત જિલ્લાના ૦૭ ગામોને આવરી લઇ કુલ-૦૫ ટીપી સ્કીમોનું આયોજન
. . . . . .
ભારત સરકારના મહત્વાકાંક્ષી ‘હાઈ-સ્પીડ રેલ પ્રોજેકટ’ પૈકીના એક એવા ‘મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ’માં ગુજરાતના ૦૮ અને મહારાષ્ટ્રના ૦૪ સ્ટેશન મળી કુલ ૧૨ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સુરતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ભવિષ્ય માટે સુસજ્જ બનાવવાના હેતુથી જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (JICA) અને સેન્ટ્રલ મિનીસ્ટ્રી ઓફ હાઉસીંગ અને અર્બન અફેર્સ (MoHUA)ના સંકલનમાં રહી સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા) દ્વારા અંદાજિત ૯૦૯ હેક્ટર વિસ્તારમાં હાઇ-સ્પીડ રેલ (HSR) નોડ વિસ્તારના માળખાગત વિકાસના આયોજનને આગળ ધપાવવા હેતુ સુરત હાઇ-સ્પીડ રેલ-H નોડ વિસ્તારની નજીકમાં સુનિયોજિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોસમાડા, છેડછા, અંત્રોલી, સાબરગામ, ઓવિયાણ, નિયોલ અને વાંકાનેડા મળીને સુરત જિલ્લાના ૦૭ ગામોને આવરી લઇ કુલ-૦૫ ટીપી સ્કીમોનું આયોજન કરાયું છે.
-00-
[9/11, 2:02 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાત આપદ ધર્મ નિભાવે છે*
——–
*પંજાબના પૂર પ્રભાવિત લોકોની સહાયતા માટે ખાદ્ય સામગ્રી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે મોકલવામાં આવી*
——–
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૪૦૦ ટન ખાદ્ય સામગ્રી તેમજ ૭૦ ટન જેટલી દવાઓ સાથેની વિશેષ રાહત ટ્રેનને ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું*
———
*પંજાબ અને છત્તીસગઢના પૂર આફત ગ્રસ્તોની મદદ માટે ગુજરાત તરફથી મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂ. પાંચ-પાંચ કરોડની સહાયના ચેક મોકલવામાં આવ્યા*
——–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં ગુજરાતે પંજાબના પૂર પીડિત લોકોની પડખે ઊભા રહિને મુશ્કેલીના સમયે જરૂરત મંદોની મદદ માટે આપદ ધર્મ નિભાવવાની ગુજરાતની પરંપરાને આગળ ધપાવી છે.
પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવાના ઉમદા હેતુથી ગુજરાત સરકારની રાહત કમિશનરની કચેરીના સંકલન હેઠળ અન્ન નાગરિક પૂરવઠા વિભાગ, કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ જેવા વિવિધ વિભાગો દ્વારા જીવન આવશ્યક ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે પંજાબ પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લોટ, ડુંગળી, બટાકા, ચોખા, સીંગતેલ, ખાંડ અને દૂધ પાવડર જેવી આવશ્યક વસ્તુ મળી કુલ ૪૦૦ ટન ખાદ્ય સામગ્રી તેમજ ૧૦ હજાર નંગ તાડપત્રી, ૧૦ હજાર મચ્છરદાની, ૧૦ હજાર બેડશીટ અને ૭૦ ટન જેટલી દવાઓ સાથેની આ વિશેષ રાહત ટ્રેનને ગાંધીનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત પંજાબ અને છત્તીસગઢના પૂર આફત ગ્રસ્તોની મદદ માટે ગુજરાત તરફથી રૂ. પાંચ-પાંચ કરોડની મદદ સહાયના ચેક તે રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓને આ અગાઉ મોકલી આપ્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યા બાદ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારો માટે વિવિધ રાહત સામગ્રી સાથેની જે ટ્રેન ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી રવાના કરવામાં આવી છે. તેમાં ઘઉંથી માંડીને કપડા સુધીની વિવિધ ચીજ વસ્તુઓનો સમાવેશ ૨૨ વેગન સાથેની આ ટ્રેનમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત છત્તીસગઢના અસરગ્રસ્ત વિસ્તારો માટે પણ જીવન જરૂરિયાતની અંદાજે ૮ હજાર જેટલી રાહત કીટ મોકલવામાં આવી છે. તેમ પ્રવક્ત મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
તેમણે એમ પણ ઉમેર્યુ કે, મુખ્યમંત્રીશ્રી બનાસકાંઠા જિલ્લાના વરસાદ આપત્તિગ્રસ્ત વિસ્તારોની પણ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને પ્રભારી મંત્રીશ્રીઓ સાથે મુલાકાત લઈને જિલ્લા તંત્રની કામગીરીની સમિક્ષા કરવા સાથે જરૂરી માર્ગદર્શન પણ આપવાના છે.
મુખ્યમંત્રીશ્રીએ આ વિશેષ રાહત ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું તે વેળાએ અન્ન નાગરિક પૂરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહ રાજ્ય મંત્રી અને ગાંધીનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી હર્ષ સંઘવી, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટા બહેન પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજની ભાઈ પટેલ, શહેર પ્રમુખ ડૉ. આસિત દવે તેમજ અન્ન નાગરિક પૂરવઠા અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર, રાહત કમિશ્નર શ્રી આલોક પાંડે, રેલ્વેના ડી.આર.એમ. અને રેલવે તંત્ર તેમજ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
——–
[9/11, 2:02 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1RzQB25jI29BSxZbuDn3nRvhRPamYPfRG?usp=sharing
[9/11, 2:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC): ઉત્તર ગુજરાત બની રહ્યું છે ભારતનું એગ્રો-ડેરી પાવરહાઉસ*
***
*VGRC ઉત્તર ગુજરાતમાં બટાકા, મસાલાઓ અને ડેરી મૂલ્ય શૃંખલામાં રોકાણની તકોને પ્રદર્શિત કરશે*
***
*VGRC ઉત્તર ગુજરાતમાં કૃષિ, ફૂડ પ્રોસેસિંગ અને ડેરી ક્ષેત્રને વેગ આપશે*
***
*ગાંધીનગર, 11 સપ્ટેમ્બર, 2025:* ગુજરાત કૃષિ અર્થતંત્ર માટે એક સંકલિત સહકારી કેન્દ્ર રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આગામી 9 અને 10 ઓક્ટોબર, 2025ના રોજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) યોજાશે, જેમાં કૃષિ, ડેરી અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ઉત્તર ગુજરાતની ક્ષમતાઓને પ્રદર્શિત કરવામાં આવશે.
આ બે દિવસીય કોન્ફરન્સમાં વિવિધ સેમિનારો આયોજિત થશે અને નેટવર્કિંગ તકોને સમાવિષ્ટ કરવામાં આવશે. 9 ઓક્ટોબર, 2025ના રોજ ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ‘સોઇલ ટુ શેલ્ફ: ઇન્ટિગ્રેટિંગ સસ્ટેનેબિલિટી એન્ડ પ્રોફિટેબિલિટી એક્રોસ ધ વેલ્યુ ચેઇન’ (બીજથી બજાર સુધી: મૂલ્યશૃંખલામાં ટકાઉપણા અને નફાકારકતાનું સંકલન) વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત, વિભાગ દ્વારા 10 ઓક્ટોબર, 2025ના રોજ ‘એગ્રી-ટેક ટુ એગ્રી-વેલ્થ: ટ્રાન્સફોર્મિંગ એગ્રીકલ્ચર થ્રુ ટેકનોલોજી’ (કૃષિ ટેક્નોલોજીથી કૃષિ સંપત્તિ સુધી: ટેક્નોલોજી થકી કૃષિ પરિવર્તન) વિષય પર બીજો સેમિનાર આયોજિત કરવામાં આવશે, જે ખેતીના ભવિષ્યને આકાર આપતા આધુનિક ઇનોવેશન્સને ઉજાગર કરવામાં આવશે.
*અરવલ્લી: બટાકા અને મસાલાનું ઉદ્યોગ કેન્દ્ર*
વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) અંતર્ગત અરવલ્લી જિલ્લો ફ્રેન્ચ ફ્રાઇઝ અને ચિપ્સ જેવા બટાકા આધારિત ઉત્પાદનો માટે પસંદગીનો જિલ્લો છે, અને અહીંના સ્ટાર્ચ વગરના (ખાંડ મુક્ત) બટાકા સ્પર્ધાત્મક નિકાસને પ્રોત્સાહન આપે છે. વર્ષ 2024-25 દરમિયાન અરવલ્લીના બટાકા 12 દેશો (ઓમાન, ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા, મલેશિયા, કુવૈત, યુ.એ.ઈ., હોંગકોંગ, વિયેતનામ, બહેરીન, કતાર, અંગોલા અને શ્રીલંકા)માં નિકાસ કરવામાં આવ્યા છે. ઉપરાંત, આ જિલ્લો વરિયાળી, મેથી અને હળદરની ખેતી માટે પણ જાણીતો છે, જેના કારણે તે ઓર્ગેનિક મસાલાઓ અને પાવડર પ્રોસેસિંગ માટે પણ એક પ્રતિષ્ઠિત સ્થળ છે.
*બનાસકાંઠા : બટાકા અને ડેરીનું હબ*
બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો સૌથી મોટો બટાકા ઉત્પાદક જિલ્લો છે, અને રાજ્યના કૃષિ અને ડેરી ક્ષેત્રોમાં અગ્રણી છે. વર્ષ 2024-25માં 18.70 લાખ ટન બટાકાના ઉત્પાદન સાથે બનાસકાંઠા રાજ્યમાં પ્રથમ ક્રમે છે. જિલ્લો ફ્રોઝન અને ડિહાઈડ્રેટેડ બટાકાના ઉત્પાદનો માટે પણ એક મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. વધુમાં, બનાસકાંઠા જિલ્લો ઇસબગુલની વૈશ્વિક નિકાસમાં પણ અગ્રણી છે, જે 93% થી વધુ ઇસબગુલની નિકાસ કરે છે. આ રીતે, ઇસબગુલ ઉત્પાદનોમાં ભારતને વૈશ્વિક નેતૃત્વ પ્રદાન કરવામાં આ જિલ્લો મહત્વની ભૂમિકા ભજવે છે. સમગ્ર ગુજરાતમાંથી 88 દેશોમાં ઇસબગુલની નિકાસ થાય છે, જેમાંથી 79 દેશોમાં ઉત્તર ગુજરાતમાંથી ઇસબગુલની નિકાસ થાય છે. ડેરી ઉદ્યોગ પણ એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે, જેને બનાસ ડેરી થકી પ્રોત્સાહન આપવામાં આવે છે. બનાસકાંઠામાં સ્થિત બનાસ ડેરી ભારતની સૌથી મોટી ડેરી છે, જેને 1600થી વધુ સહકારી મંડળીઓ અને 3 લાખથી વધુ ખેડૂતોનો સહકાર મળી રહ્યો છે.
*કૃષિ, ફૂડ પ્રોસિસિંગ, ઉચ્ચ ગુણવત્તાવાળા મસાલા, ડેરીમાં મહેસાણાનો દબદબો*
ઉત્તર ગુજરાત રોકાણ અને કૃષિ વિકાસ માટે નવા આયામો સ્થાપિત કરી રહ્યું છે. મહેસાણા શહેર હવે તેના ઐતિહાસિક મહત્વ માટે જ નહીં, પરંતુ કૃષિ અને ફૂડ પ્રોસિસિંગ, ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા, ડેરી અને મૂલ્યવર્ધિત કૃષિ માટે જાણીતું થઈ રહ્યું છે. પ્રખ્યાત ઊંઝા માર્કેટ યાર્ડ જીરું, વરિયાળી અને અન્ય ઓર્ગેનિક મસાલાના પ્રોસેસિંગ માટેનું વ્યૂહાત્મક સ્થળ છે. જ્યારે દૂધસાગર ડેરી મોટા પાયે દૂધ, ઘી, માખણ અને ચીઝનું ઉત્પાદન કરીને સ્થાનિક અને રાષ્ટ્રીય બજારોમાં મજબૂત હાજરી બનાવી રહી છે. તાજેતરના વર્ષોમાં એરંડા અને મગફળીના ઉત્પાદનમાં વધારો થવાથી ઓઇલ મિલ અને સંલગ્ન ઉદ્યોગો માટે નવી તકો ખુલી છે.
આ પ્રદેશના કૃષિ ઉત્પાદનોમાં ગાજર (પાટણ), વરિયાળી (ચાણસ્મા) અને જીરું (સમી, રાધનપુર અને સાંતલપુર)નો સમાવેશ થાય છે, જે પ્રોસેસિંગ ઉદ્યોગ માટે મજબૂત આધાર બનાવે છે. સરસવ, એરંડા અને મગફળી જેવા તેલીબિયાં પાકોનું વધતું ઉત્પાદન ઓઇલ મિલિંગ અને સંલગ્ન ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહ્યું છે. મહેસાણા બટાકા અને ગાજર પ્રોસેસિંગમાં પણ નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.
*સાબરકાંઠા: એગ્રો અને ફૂડ પ્રોસેસિંગનું નવું કેન્દ્ર*
બીજી તરફ, સાબરકાંઠા જિલ્લો એગ્રો અને ફૂડ પ્રોસેસિંગના નવા કેન્દ્ર તરીકે ઊભરી રહ્યો છે. તેની કૃષિ ક્ષમતા અને મજબૂત ડેરી નેટવર્ક આ પરિવર્તનને આગળ ધપાવી રહ્યું છે. સાબર ડેરી દરરોજ 33.53 લાખ લિટર દૂધનું ઉત્પાદન કરી રહી છે, જ્યારે બટાટા અને ઓર્ગેનિક મસાલાની ખેતી આંતરરાષ્ટ્રીય નિકાસ માટે માર્ગો ખોલી રહી છે. નાબાર્ડના જણાવ્યા મુજબ, જિલ્લામાં 58 લાખ મેટ્રિક ટનથી વધુ સંગ્રહ ક્ષમતાની માંગ છે, જે રોકાણકારો માટે માળખાગત સુવિધાઓમાં રોકાણની વિશાળ તકો રજૂ કરે છે.
એકંદરે, ઉત્તર ગુજરાત કૃષિ, ફૂડ પ્રોસેસિંગ અને ડેરી સેક્ટરમાં રોકાણ માટે ઝડપથી વિકસિત થઈ રહ્યું છે. અહીંની કૃષિ-ઇકોસિસ્ટમ, આધુનિક માળખાગત સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય બજારો સાથેનું જોડાણ રોકાણકારોને આકર્ષે છે.
X-X-X
[9/11, 2:24 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ફાળવાયેલી 28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને ગાંધીનગરથી ફ્લેગ ઓફ કરાવ્યું*
———
*ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા*
———
*ગુન્હા બનાવ કે અકસ્માત સ્થળ પરીક્ષણમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાથમિક તપાસ-પુરાવા માટે મોબાઈલ ફોરેન્સિક વાનની મહત્વની ભૂમિકા*
———-
*ફોરેન્સિક સેવાનો વ્યાપ વધતાં ગુનાઓની તપાસમાં ઝડપી અને અસરકારક બનશે*
———-
*રાજ્યમાં વર્તમાન 47 મોબાઈલ ફોરેન્સિક વાનની સંખ્યા વધીને 75 થઈ*
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ફાળવાયેલી 28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને ગાંધીનગરથી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરાવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવા ફોજદારી સમયાનુકૂળ કાયદાઓ અમલમાં આવ્યાં છે. નવા ફોજદારી કાયદાઓમાં કન્વીક્શન રેટ વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ગુન્હાઓની તપાસને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ કાયદાઓના અમલમાં 7 વર્ષથી વધુ સજાપાત્ર ગુન્હામાં ફોરેન્સિક તપાસ ફરજિયાત બનાવવામાં આવી છે ત્યારે ફોરેન્સિક સાયન્સની ભૂમિકા વધી છે.
ગુન્હા બનાવ કે અકસ્માત સ્થળ પરીક્ષણમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાથમિક તપાસ તેમજ પુરાવા એકત્ર કરવામાં સાયન્ટિફિક ઓફિસર સાથેની મોબાઈલ ફોરેન્સિક વાનની મહત્વની બની રહે છે. રાજ્યમાં આવી વધુ મોબાઈલ ફોરેન્સિક વાન કાર્યરત થવાથી ફોરેન્સિક ક્ષમતામાં વધારો થયો છે. હાલમાં, ફોરેન્સિક તપાસ માટે 47 વાન છે તેમાં આ નવી 28 ફોરેન્સિક વાન ઉમેરાતા આ સંખ્યા વધીને હવે 75 થશે. આના પરિણામે ફોરેન્સિક તપાસ ઝડપથી અને અસરકારક રીતે થઇ શકશે.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ મોબાઈલ ફોરેન્સિક લેબમાં એન.ડી.પી.એસના તાત્કાલિક સ્થળ પર જ નિરીક્ષણ, ડી.એન.એ ટેસ્ટની વ્યવસ્થાઓ તથા કોઈપણ પ્રકારની આગ લાગી હોય, કોઈ આકસ્મિક ઘટના બની હોય અથવા કોઈપણ પ્રકારના એટેક થયા હોય એમાં ફોરેન્સિક સાયન્સની ફિલ્ડમાં કોઈ પણ ઇક્વિપમેન્ટની જરૂર હોય છે. આ બધા જ ઇક્વિપમેન્ટથી સજ્જ આ મોબાઈલ ફોરેન્સિક વાન આજથી ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષામાં મહત્વનો ફાળો આપશે.
ઉલ્લેખનીય છે કે, આ 28 નવી મોબાઈલ ફોરેન્સિક વાન કેન્દ્ર અને રાજ્યના સરકારના અનુદાનમાંથી ફાળવવામાં આવી છે. અદ્યતન ફોરેન્સિક સાધનો અને ઉપકરણો સાથેની આ ફોરેન્સિક વાન જિલ્લા-શહેરોમાં હાલમાં કાર્યરત ફોરેન્સિક નિષ્ણાતોના મંતવ્ય-અભિપ્રાયના આધારે સજ્જ બનાવવામાં આવી છે. આ મોબાઇલ ફોરેન્સિક વાનથી રાજ્યમાં ફોરેન્સિક સેવા વધુ સુલભ થશે અને ગુનાઓની ઝડપી, અને અસરકારક તપાસ શક્ય બનશે.
આ પ્રસંગે ગૃહ વિભાગના અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, એફ.એસ.એલના નિયામક શ્રી એચ. પી. સંઘવી તથા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
———
[9/11, 2:24 PM] Dilip Gajjar.Mahiti.Press: 11-09-2025 MOBILE FORENSIC VAN LOKARPAN – HON. CM https://photos.app.goo.gl/334mxvGGDdkpfrrv5
[9/11, 3:35 PM] Dilip Gajjar.Mahiti.Press: *આદિ સંસ્કૃતિ પોર્ટલ (Beta Version) પહેલનું નવી દિલ્હીથી લોન્ચિંગ: વિશ્વની પ્રથમ ડિજિટલ આદિવાસી યુનિવર્સિટીનો શુભારંભ*
—–
*પ્રથમ તબક્કામાં ગુજરાત સહિત ૧૫ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ ૪૫ અભ્યાસક્રમો પોર્ટલ પર કાર્યરત*
—–
*આ અભ્યાસક્રમમાં ગુજરાતની આદિજાતિઓના રાઠવા ડાન્સ, પિઠોરા ચિત્રકલા અને બામ્બુ હસ્તકલાનો સમાવેશ કરાયો*
—–
‘આદિ સંસ્કૃતિ પોર્ટલ’ (Beta Version) પહેલનું લોન્ચિંગ ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી શ્રી દુર્ગાદાસ ઉઈકેની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા એક નવીન પહેલ તરીકે ‘આદિ સંસ્કૃતિ પોર્ટલ’ (Beta Version)ને લોન્ચ કરવામાં આવ્યું છે, જેના પરિણામે દેશમાં વિશ્વની પ્રથમ ડિજિટલ આદિવાસી યુનિવર્સિટી નિર્માણ પામી છે. આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય એક ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા દેશના આદિવાસી કલા સ્વરૂપોને શીખવા, શીખવવા અને પ્રોત્સાહન આપવા માટે ઇ-એકેડેમી તરીકેનો છે. તદુપરાંત આ પોર્ટલ થકી દેશના આદિવાસી સમુદાયોના સમૃદ્ધ સામાજિક-સાંસ્કૃતિક વારસાના દસ્તાવેજીકરણ-પ્રદર્શન માટે ડિજિટલ રિપોઝીટરી તરીકેની સેવા પણ આપવામાં આવશે.
આદિ સંસ્કૃતિ પોર્ટલમાં મુખ્ય ત્રણ એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ એકમ તરીકે ‘આદિ વિશ્વવિદ્યાલય’ એક વર્ચ્યુઅલ યુનિવર્સિટી છે. જે સમગ્ર દેશની આદિજાતિઓના પંરપરાગત નૃત્યો, સંગીત વાદ્ય-વાજીંત્રો, ચિત્રકલા, હસ્તકલા, રાંધણકળા, કાપડ વણાટ અને પહેરવેશ, આભૂષણો વગેરે મળીને કુલ ૧૦૦ કલા સ્વરૂપોમાં ઇ-લર્નિંગ પ્રદાન કરશે. હાલ પ્રથમ તબક્કામાં ગુજરાત સહિત ૧૫ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ ૪૫ અભ્યાસક્રમો પોર્ટલ પર મુકવામાં આવ્યા છે. જ્યારે બીજા તબક્કામાં બાકીના ૨૦ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ૫૫ અભ્યાસક્રમોની કામગીરી પૂર્ણ થવામાં છે.
આ તમામ અભ્યાસક્રમો માસ્ટર કલાકારો દ્વારા સંચાલિત ઇન્ટરેક્ટિવ અભ્યાસક્રમો છે. પ્રથમ તબક્કાના આ ૪૫ અભ્યાસક્રમો પૈકી TRI, Gujarat તરફથી ગુજરાતની આદિજાતિઓના રાઠવા ડાન્સ (રાઠવા આદિજાતિ), પિઠોરા ચિત્રકલા (રાઠવા આદિજાતિ) અને બામ્બુ હસ્તકલા (કોટવાળીયા આદિમજૂથ)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
બીજા એકમ તરીકે ‘આદિ સંપદા’ એ પાંચ હજાર આદિવાસી કલા સ્વરૂપો અને લુપ્ત થતી ભાષા-બોલીઓનું દસ્તાવેજીકરણ કરતું ડિજિટલ ભંડાર છે, જેમાં ગુજરાત રાજ્યની આદિજાતિ સંસ્કૃતિ, વિરાસત, સંપદા સંબંધિત વિવિધ ૧૦૦ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ત્રીજા એકમ તરીકે ‘આદિ હાટ’ એક સમર્પિત ઇ-કોમર્સ માર્કેટપ્લેસ છે, જે આદિવાસી સમુદાયો માટે વેપારની તકોને સુનિશ્ચિત કરે છે.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી દુર્ગાદાસ ઉઈકેએ પોતાના પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, આદિ સંસ્કૃતિ એ માનવ સભ્યતાની આધારશીલા છે. આદિજાતિઓની સંસ્કૃતિ, જ્ઞાન, સંપદા, કલા, ખાનપાન, રહેણીકરણી, જીવનશૈલી, પંરપરાગત નૃત્યો, સંગીત વાદ્ય-વાજીંત્રો, ચિત્રકલા, હસ્તકલા, રાંધણકળા, કાપડ વણાટ અને પહેરવેશ, આભુષણો વગેરે બાબતો આદિ સંસ્કૃતિ પોર્ટલ પર એકીકૃત કરવામાં આવ્યા છે.
આદિજાતિઓની સાંસ્કૃતિક વિરાસત, જ્ઞાન સંપદા વગેરે અમૂલ્ય પાસાંઓ લૂપ્ત થવાને આરે હતા, તે દિશામાં ખાસ સમગ્ર દેશની આદિજાતિઓ સંદર્ભે વિચારાયું નહોતું, પરંતુ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રઢ મનોબળ, દૂરંદેશીતા અને સંવેદનશીલતાને કારણે સમગ્ર દેશ અને માનવ સભ્યતાની આધારશીલા સમાન આદિ સંસ્કૃતિના અમૂલ્ય વારસાનું પુનઃજાગરણ થવા જઈ રહ્યું છે તે ક્ષણોના સાક્ષી બનવા માટે અહીં ઉપસ્થિત આપણે સૌ ભાગ્યશાળી છીએ, તેમ તેમણે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તા. ૦૧, સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા આદિ વાણી એપ (Beta Version) લોન્ચ કરીને પ્રથમ તબક્કામાં દેશની ૪ આદિવાસી ભાષા (ભીલી, ગોંડી, સાંથાલી અને મુંડારી)ને સ્થાન આપવામાં આવ્યું છે. આ ભાષાઓ આદિ વાણીએપ દ્વારા અંગ્રેજી અને હિન્દી ભાષામાં અનુવાદ થઈ શકશે, જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. તેઓએ આ પહેલને તૈયાર કરવા માટે આદિજાતિ બાબતોના મંત્રાલયના અધિકારીશ્રીઓ, TRIs અને સંબંધિત સંસ્થાઓના તજજ્ઞશ્રીઓના અમૂલ્ય યોગદાનની સરાહના કરીને સૌને અભિનંદન પાઠવ્યા હતા.
દેશની આદિજાતિઓના જીવન અને સંસ્કૃતિ સંબંધિત અમૂલ્ય પાસાંઓનુ દસ્તાવેજીકરણ, શૈક્ષણિક સંસાધનો તથા ઈ-કોમર્સની તકોને એકીકૃત કરવાનો આ પ્લેટફોર્મનો મુખ્ય હેતુ છે. જે અંતર્ગત આદિવાસી કલા, જ્ઞાન પ્રણાલીઓ અને આજીવિકા પ્રદર્શિત કરવા માટે એક અનન્ય ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આદિ સંસ્કૃતિ પોર્ટલ થકી દેશના આદિવાસી વારસાને સાચવવા, પ્રોત્સાહન આપવા અને સશક્તિકરણ કરવા માટેના સર્વાંગી તથા ટેકનોલોજી આધારિત અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે.
આદિ સંસ્કૃતિ પોર્ટલના લોન્ચિંગ કાર્યક્રમ પ્રસંગે આદિજાતિ બાબતોના મંત્રાલયના સચિવ શ્રી વિભુ નાયર, સંયુક્ત સચિવ શ્રી અનંતપ્રકાશ પાંડે, નિયામક શ્રી દિપાલી માસેકર તેમજ આદિજાતિ વિકાસની કચેરી, ગુજરાતના નિયામક શ્રી આશિશ કુમાર, કાર્યપાલક નિયામક શ્રી અને સંશોધન અધિકારીશ્રીઓ, TRI, Gujarat (ઓનલાઈન મોડ) તથા તમામ રાજ્યોના આદિજાતિ વિકાસ વિભાગના સચિવશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમ કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયની યાદીમાં જણાવાયું છે.
—–
જીગર બારોટ
[9/11, 4:10 PM] Dilip Gajjar.Mahiti.Press: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2165600
[9/11, 4:22 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1jKjAxr929RX-11c_IkHM-gCYC1nswPeY?usp=sharing
[9/11, 4:30 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘સ્વચ્છ હવા જીવન’ માટે ખૂબ જરૂરી; તેના માટે સંયુક્ત પ્રયાસો કરીએ- પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા*
———–
*શુદ્ધ હવાના માપદંડો જાળવવા સુરતની જેમ અન્ય શહેરો પણ તે દિશામાં પ્રયાસ કરે- પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ*
————-
ગાંધીનગર ખાતે
પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની
અધ્યક્ષતામાં ‘આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ -બ્લૂ સ્કાય ડે’ ઉજવણી કાર્યક્રમ યોજાયો
————
મંત્રીશ્રીના હસ્તે ગાંધીનગરથી વધુ બે નવીન
‘પર્યાવરણ મોનિટરીંગ મોબાઈલ વાન’નું લોકાર્પણ-
પ્રસ્થાન કરાવાયું
———
‘સ્વચ્છ હવા જીવન’ માટે અતિ જરૂરી; તેના માટે આપણે સૌ સંયુક્ત પ્રયાસો કરવા પડશે. દેશમાં પર્યાવરણની જાળવણી માટે આપણા પ્રધાનમંત્રીશ્રીએ આપણને અનેક નવા નવા અભિગમો થકી નવીન દિશા આપી છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં સ્વચ્છતા અભિયાન, સર્ક્યુલર ઈકોનોમી,નેશનલ ક્લીન એર પ્રોગ્રામ, ‘એક પેડ મા કે નામ’ ‘વન મહોત્સવ’ જેવા વિવિધ પર્યાવરણ લક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તેમ,વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું.
વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઇ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ- GPCB દ્વારા ગત તા. ૭ સપ્ટેમ્બરના ઉપલક્ષમાં ‘રેસિંગ ફોર એર,એવરી બ્રિથ મેટર્સ’ની થીમ સાથે ગાંધીનગર ખાતે આજે ‘આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ -બ્લૂ સ્કાય ડે’ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે ગાંધીનગરથી વધુ બે નવીન વાયુ પ્રદૂષણ માપક ‘પર્યાવરણ મોનિટરીંગ મોબાઈલ વાન’ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું હતું.
મંત્રી શ્રી મુળુભાઈએ કહ્યું હતું કે, આપણા રાજ્યમાં દર વર્ષે ભાદરવી પૂનમે માં અંબાની આરાધના કરવા લાખો શ્રદ્ધાળુઓ અંબાજીની પદયાત્રા કરીને માં અંબાના દર્શને જાય છે. આ પદયાત્રા દરમિયાન ઉદ્દભવતા ઘન કચરાને એકઠો કરી તેનું યોગ્ય વ્યવસ્થાપન માટે વર્ષોથી GPCB તથા નેપ્રા જેવી બિન સરકારી સંસ્થાઓને સામેલ કરીને નવી જ સફળ પહેલ હાથ ધરી રહ્યું છે, ગૌરવ સમાન છે. આ પ્રમાણે દ્વારકા ખાતે પણ વહીવટી તંત્રને સાથે રાખીને વિવિધ સેવા કેન્દ્ર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ આજે આપણે ‘આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસ’ની ઉજવણી કરી રહ્યા છીએ જે દર વર્ષે તા. ૭ સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસે સ્વચ્છ હવાના મહત્વ અંગે વ્યક્તિગત અને સામૂહિક રીતે જાગૃતિ લાવવા અને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે વિશ્વ સ્તરે સહીયારા પ્રયત્નો કરવા સૌને પ્રેરિત કરવામાં આવે છે.
મંત્રીશ્રીએ આ પ્રસંગે મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા ઔદ્યોગિક નગરી મોરબીને વૃક્ષ નગરી બનાવવા માટે કરેલા પ્રયાસોને બિરદાવતા કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં તેમણે સંયુક્ત પ્રયત્નો દ્વારા માત્ર ૩૭ દિવસમાં ૪૦ હેક્ટર જમીનમાં વન કવચ તૈયાર કર્યું છે જેમાં ૮.૭૦ લાખ વૃક્ષો ઉઘાડીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. આ વન કવચનું આગામી સમયમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉદઘાટન પણ કરાશે.
તેમણે કહ્યું હતું કે,રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (NCAP) ના પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા શહેર આવરી લેવામાં આવ્યા છે. આ શહેરોમાં હવા પ્રદૂષણની માત્રામાં ૩૦ થી ૪૦ % ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે. નવા ઉમેરાયેલા છ શહેરો ભાવનગર, ભરૂચ, જામનગર, ગાંધીનગર, જુનાગઢ તથા અંકલેશ્વર માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦૦ કરોડનું બજેટ હવાની ગુણવત્તા સુધારવા મંજૂર કરવામાં આવ્યું છે.
નેશનલ ક્લીન એર પ્રોગ્રામ – NCAP હેઠળ રાજયમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે, સારી બાંધકામ પદ્ધતિઓ, ગ્રીન કવર વધારવું, જાહેર પરિવહન સ્વચ્છ ઈંધણ વપરાશ વધારવું, નવીનીકરણીય ઊર્જા વપરાશ, ઘન કચરાનું વ્યવસ્થાપન, જૂના અનફિટ વાહનોને સ્ક્રેપ કરવા તેમજ હોટસ્પોટ વિસ્તારમાં ધુમ્મસ દૂર કરવાની પ્રવૃતિઓની કામગીરી કરવામાં આવી રહી છે. વન કવચ વધારવા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરોડો રૂપિયાનું દાન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં જીઆઇડીસી સહિતના વિસ્તારોમાં હવા, પાણી અને જમીનમાં પ્રદૂષણ અટકાવવા માટે આપણે સૌએ સંકલિત પ્રયાસો હાથ ધરવા મંત્રીશ્રીએ સૌને અનુરોધ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હવાની ગુણવત્તાના સતત મોનીટરીંગ માટે વધુ ત્રણ નવા CAAQMS સુરત, મહેસાણા અને રાજકોટ ખાતે સ્થાપિત થવા જઈ રહ્યા છે. જેમાં વિવિધ વાયુ પ્રદૂષકોની માપણી કરવામાં આવશે. આનાથી હવા પ્રદૂષણ મોનિટરિંગ કામગીરી વધુ પારદર્શક અને અસરકારક બનશે, ડેટા કવરેજ વધશે, શહેરોમાં પ્રદૂષણના “હોટસ્પોટ” ઓળખી શકાશે અને શહેરી તંત્ર અને નાગરિકોને “રિયલ-ટાઈમ” માહિતી મળવાની સુવિધા ઉપલબ્ધ થશે.
મંત્રીશ્રીએ શ્રેષ્ઠ કામગીરી કરનાર જીપીસીબીના કર્મયોગીઓને આ પ્રસંગે સન્માનિત કરી અન્ય માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે કહ્યુ હતું કે, શુદ્ધ હવાના માપદંડો જાળવવા સુરતની જેમ અન્ય શહેરોએ પણ તે દિશામાં પ્રયાસ કરવા જોઇએ. વડાપ્રધાન શ્રી મોદી સ્વચ્છ ભારત અભિયાનને પ્રાધાન્ય આપી રહ્યા છે ત્યારે હવામાં આવતા રજકણો આપણે દૂર કરવા પડશે. આ રજકણોના કારણે નાગરિકોમાં કેન્સરનું જોખમ વધ્યું છે જે ભાવિ પેઢી માટે ચિંતાજનક છે. ગુજરાત ઔદ્યોગિક રાજ્ય હોવાના પરિણામે વાયુ પ્રદૂષણ પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રીત કરવુ પડશે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કર્યો હતો.
મંત્રીશ્રી પટેલે કહ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં શુદ્ધ હવા ધરાવતા શહેરોમાં સુરત સતત ત્રીજા વર્ષે પસંદગી પામ્યુ છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીમાંથી સુરત મહાનગર પાલિકા વર્ષે કરોડોની આવક મેળવે છે. ગુજરાતે રાજ્યમાં વન કવચ વધારવા માટે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત અંદાજે ૬ કરોડ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. વડાપ્રધાનશ્રીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે દરેકે ૭૫ વૃક્ષ વાવીને ગુજરાતને વધુ ગ્રીન બનાવવામાં સહયોગ આપવો જોઇએ. આ વર્ષે વન વિભાગે અંદાજે ૪૦૦ હેક્ટર વિસ્તારમાં વન કવચ તૈયાર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. શહેરોમાં બની રહેલી નવી બાંધકામ સાઇટો ઉપર ફરજિયાત વૃક્ષો વવાય તેવી જોગવાઇ પણ કરવી જોઇએ તેમ જણાવી હવા પ્રદૂષણ અટકાવવા માટે કાર્યરત સૌને મંત્રીશ્રીએ આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા.
વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંકુમારે સ્વચ્છ હવા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, કેન્દ્રના નેશનલ ક્લીન એર પ્રોગ્રામના અમલીકરણ માટે તમામ વિભાગોએ સંયુક્ત પ્રયાસ કરવા પડશે. આ પોગ્રામ અંતર્ગત શરૂઆતમાં ગુજરાતની ચાર મહાનગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શુદ્ધ હવા એ માનવ અધિકાર છે, પર્યાવરણના સંતુલન માટે શુદ્ધ હવા જરૂરી છે. ગુજરાતમાં એમિશન ટ્રેડીંગ સ્કીમનો પ્રથમ અમલ સુરતમાં અને ત્યારબાદ બીજા સ્થાને અમદાવાદ શહેરમાં કરવામાં આવ્યો છે. આ વર્ષે વન વિભાગ દ્વારા શહેરી અને ગ્રામીણ એમ અંદાજે ૪૬૪ હેક્ટર વિસ્તારમાં મિયાવાંકી વન તૈયાર કરવામાં આવ્યું છે જે વાયુ પ્રદૂષણ અટકાવવામાં મદદરૂપ થશે.
શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ.થેન્નારસને કહ્યું હતું કે ભારતના શુદ્ધ હવા ધરાવતા કુલ ૧૩૫ શહેરો પૈકી ગુજરાતના સુરત,અમદાવાદ અને વડોદરાનો સમાવેશ થયો છે જે આપણા માટે ગૌરવ સમાન છે. આગામી સમયમાં ગુજરાતના વધુ ૬ શહેરોનો આમાં સમાવેશ થાય તે માટે સંયુક્ત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારતમાં આગામી સમયમાં ૬૫ થી ૭૦ ટકા લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હશે ત્યારે તેમના માટે વાયુ પ્રદૂષણ મુક્ત લીવેબલ સિટીનું નિર્માણ કરવું પડશે. ગુજરાત સરકાર વર્ષ ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ ઉજવી રહી છે ત્યારે તમામ મોટા શહેરોને પ્રદૂષણ મુક્ત બનાવવા આપણે સૌએ સંયુક્ત પ્રયત્નો હાથ ધરવા પડશે.
GPCBના ચેરમેન શ્રી આર.બી.બારડે સૌને આવકારતા કહ્યું હતુ કે, ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટને વધુ શુદ્ધ હવા મળી રહે તે માટે વિવિધ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. બાંધકામ સાઇટ માટેની એસઓપી લોન્ચ કરવાથી વાયુ પ્રદૂષણ અટકાવવામાં મદદરૂપ થશે. આ એક દિવસીય કાર્યક્રમમાં શુદ્ધ હવા સંદર્ભે વિવિધ પાંચ ટેકનિકલ શેસન યોજાયા હતા.
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૫માં રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શહેરોની યાદીમાં સુરતનો સમાવેશ થવા બદલ સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી શાલિની અગ્રવાલનું મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે સન્માન કરાયુ હતું.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હવાની ગુણવત્તાના સતત મોનીટરીંગ માટે સુરત, મહેસાણા અને રાજકોટ ખાતે ત્રણ નવા કન્ટિન્યુઅસ એબિઅન્ટ એર ક્વોલીટી મોનીટરીંગ સ્ટેશન(CAAQMS) નું મહાનુભાવોના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
બાંધકામની જગ્યાઓએ ઉડતા રજકણોના નિયંત્રણ માટે સૂચારુ પદ્ધતિઓ વિકસાવવા GPCB દ્વારા તૈયાર કરાયેલા પુસ્તક ‘સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર ફોર ડસ્ટ મેનેજમેન્ટ એટ કન્સ્ટ્રકશન સાઇટ્સ ઇન ગુજરાત’નું મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઇ અમૃતિયા, વન વિભાગના વડા શ્રી ડૉ. એ.પી.સિંઘ, સી.પી.સી.બી.ના ડૉ.અરવિંદકુમાર ઝા, GPCBના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ.યોગેશકુમાર સહિત GPCBના સભ્યશ્રીઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો, પર્યાવરણ પ્રેમીઓ સહભાગી થયા હતા.
……………………
જનક દેસાઇ
[9/11, 4:30 PM] Dilip Gajjar.Mahiti.Press: https://photos.app.goo.gl/hhyBbo4UuN5jHAXC7
[9/11, 5:43 PM] Dilip Gajjar.Mahiti.Press: દેશવ્યાપી SIR માટેની તૈયારીઓના મૂલ્યાંકન માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા નવી દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીઓની કૉન્ફરન્સ
……………………………
મતદાર યાદીના અપલોડિંગ, વર્તમાન મતદારોના મેપિંગની પરિસ્થિતી તથા અધ્યતન અને ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવા અંગે સમીક્ષા
…………………………..
ભારતના ચૂંટણી પંચ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશકુમારની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીઓની કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. ચૂંટણી કમિશનરશ્રીઓ ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી વર્ષની આ ત્રીજી કૉન્ફરન્સમાં રાષ્ટ્રવ્યાપી SIR (Special Intensive Revision) કવાયત માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયોની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ કૉન્ફરન્સમાં બિહારના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા SIR કવાયત માટે અપનાવવામાં આવેલી વ્યૂહરચનાઓ, કવાયત દરમિયાન પડેલી મુશ્કેલીઓ અને સફળ પ્રયાસો વિષયક પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ તમામ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીઓએ તેમના સંબંધિત રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં છેલ્લા પૂર્ણ થયેલા SIR અનુસાર મતદારોની સંખ્યા, અંતિમ SIRની પાત્રતા તારીખ અને મતદાર યાદી અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યા હતા. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીઓ દ્વારા સંબંધિત રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની CEO વેબસાઇટ પર અગાઉના SIR પછીના મતદાર યાદીના અપલોડિંગની સ્થિતિ પણ રજૂ કરવામાં આવી હતી. રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલા છેલ્લા SIR મુજબ મતદારો સાથે વર્તમાન મતદારોના મેપિંગની પરિસ્થિતી પણ રજૂ કરવામાં આવી હતી.
મતદાર યાદી અદ્યતન અને ક્ષતિમુક્ત બને તે માટે હાથ ધરવામાં આવનાર SIR દરમિયાન પાત્રતા ધરાવતા નાગરિકો સરળતાથી રજૂ કરી શકે અને પાત્રતા ધરાવતા એકપણ નાગરિકનું નામ મતદાર યાદીમાંથી બાકાત ન રહે તથા મતદાર તરીકે નોંધાવા માટે ગેરલાયક હોય તેવા વ્યક્તિઓનો સમાવેશ ન થાય તે સુનિશ્ચિત કરી શકાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીઓને સૂચિત દસ્તાવેજોની યાદી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ ઉપરાંત, કોઈપણ મતદાન મથકમાં ૧,૨૦૦ થી વધુ મતદારો ન હોય તે સુનિશ્ચિત કરવા માટેની ભારતના ચૂંટણી પંચની પહેલનો તમામ રાજ્યોમાં સુચારૂ અમલ થાય તે માટે મતદાન મથકોના સુયોજનની પણ સમીક્ષા કરવામાં આવી હતી. DEO, ERO, AERO, BLO અને BLA ની નિમણૂક અને તાલીમની સ્થિતિની પણ આ કૉન્ફરન્સ દરમિયાન સમીક્ષા કરવામાં આવી હતી.
[9/11, 5:46 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત*
*પાન-મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર વધુ એક વર્ષનો પ્રતિબંધ*
***********
રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા તેના રેગ્યુલેશન -૨૦૧૧ હેઠળ તા.૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫ના જાહેરનામાંથી તા.૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫થી વધુ એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એમ, કમિશનર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, કોઈ પણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધિત છે. આમ ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ હાનિ પહોચે છે. જેથી વર્તમાન તેમજ ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્યને નુકસાનકારક ગુટકા પર કાયદા અન્વયે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ પ્રતિબંધ મૂકતું નોટીફિકેશન કમિશનર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા.૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં કોઈ પણ વેપારી ગુટકા કે પાન મસાલા અથવા જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેનાં વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા માલુમ પડશે તો ઉક્ત કાયદા હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
– પ્રિન્સ ચાવલા
*************
[9/11, 6:53 PM] Dilip Gajjar.Mahiti.Press: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સુઈગામના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ ગુરુવારે મોડી સાંજે થરાદના નાગલા ગામે પહોંચ્યા હતા.
અહીં તેમણે ગામના લોકો સાથે સંવાદ કરીને દર વર્ષે વરસાદના કારણે પાણીના કાયમી નિકાલ માટે શું કરી શકાય તે બાબતે સાથે ચર્ચા કરી હતી.
આ મુલાકાત દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, જિલ્લા પ્રભારી અને ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા જિલ્લા પદાધિકારીઓ અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
——
[9/11, 6:53 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1RtkDCntSPwH5qTmD7D63F3duVs_YTXvs?usp=sharing
[9/11, 8:04 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં ભારે વરસાદથી પ્રભાવિત સરહદી ગામોની મુલાકાતે -*
_*વાવ એ.પી.એમ.સી.માં ગ્રામ જનો સાથે સંવાદ અને રાત્રી રોકાણ*_
———
*સુઈ ગામ – નાગલા – ખાનપુરની મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે વાતચિત કરીને આશ્રય સ્થાનોમાં અપાતી સુવિધા તથા રાહત કામગીરીના નિરીક્ષણથી સરકાર અસરગ્રસ્તોની પડખે હોવાનો અહેસાસ કરાવ્યો*
———
*સુઈ ગામમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજીને અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ ઝડપભેર પુર્વવત કરવા માર્ગદર્શન આપ્યું*
———
*વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા*
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદ પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામના અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઈને સમગ્ર સ્થિતિનો જાયજો મેળવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ગુરુવારે બપોરે સુઈગામ પહોંચ્યા હતા અને સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આશ્રય સ્થાનમાં આશરો લઈ રહેલા પૂર અસરગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમને અપાતી સગવડ તેમજ પૂરથી થયેલા નુકસાનની વિગતો જાણી હતી અને સરકાર આ પૂરની પરિસ્થિતિમાં તેમની પડખે હોવાનો અહેસાસ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી સૂઇ ગામમાં વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં અને જલોત્રા સબ સ્ટેશન પણ ગયા હતા અને વરસાદથી ઊભી થયેલી સ્થિતિથી અવગત થયા હતા. *મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાના વાવમાં ગુરુવારે રાત્રી રોકાણ કરીને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને પરિસ્થિતિની વિગતો મેળવી હતી.*
ત્યારબાદ તેમણે સુઈગામ પ્રાંત અધિકારી કચેરીમાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપુત, ધારાસભ્યશ્રીઓ સર્વશ્રી સ્વરૂપજી ઠાકોર, અનિકેત ઠાકર, પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા, અને પદાધિકારીઓ તથા મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ અને અધિકારીઓ સાથે બેઠક યોજીને તંત્રએ હાથ ધરેલી બચાવ રાહત કામગીરીની સમીક્ષા કરવા સાથે જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની સરાહના કરી હતી અને સ્થિતિ પૂર્વવત થાય ત્યાં સુધી આવી જ સંવેદના અને ત્વરાથી કાર્યરત રહેવાની પ્રેરણા આપી હતી.
તેમણે વરસાદી અસરગ્રસ્તોને કેસ ડોલ્સની ચુકવણી ગુરુવારે સાંજથી જ શરૂ કરી દેવા અને ઘરવખરી સહાય ચૂકવવામાં એસ.ઓ.પી બનાવીને તે મુજબની સહાય ચૂકવવા દિશા નિર્દેશો આપ્યા હતા. પશુધન મૃત્યુના કિસ્સામાં સહાયની ચુકવણી વેટર્નરી ઓફિસર દ્વારા ખરાઈ કરીને ચૂકવાય તે માટે સૂચનાઓ આપી હતી
સુઈગામ સહિતના સરહદી ગામોમાં કનેક્ટિવિટી પૂર્વવત કરવાના આયોજનને અગ્રતા આપવા તેમણે વહીવટી તંત્રને જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પૂરની આવી સ્થિતી વારંવાર ન સર્જાય તે માટે લાંબાગાળાના નિવારણ આયોજનની આવશ્યક્તા સમજાવી હતી.
આ સમિક્ષા બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહીર પટેલે સુઈગામ, વાવ, થરાદ અને ભાભરમાં ૩૪૧૬ ચોરસ કિલોમીટર વિસ્તારના ૨૯૬ જેટલા ગામોને આ ભારે વરસાદથી અસર પહોંચી હોવાની વિગતો પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી.
અસરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ અને સ્થળાંતરની વિગતો આપતા આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, ૪ તાલુકાઓમાં કુલ ૨૨૮ લોકોનું રેસ્ક્યુ અને ૬૮૦૦થી વધુ અસરગ્રસ્તોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલું છે. એટલું જ નહીં, એન.ડી.આર.એફ.ની ૨ ટીમ અને એસ.ડી.આર.એફની ૩ ટીમ સ્થાનિક પ્રશાસનની મદદ માટે તૈનાત છે.
રાજ્ય સરકાર દ્વારા ૧૫ કિલો ખાદ્ય સામગ્રીની એક એવી ૧૮ હજાર કીટ્સ અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને પહોંચાડવા માટે રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત અઢી લાખ ફૂડ પેકેટ અને ૩ લાખ પાણીની બોટલ અત્યાર સુધીમાં અસરગ્રસ્તોને પૂરી પાડવામાં આવી છે.
અસરગ્રસ્ત તાલુકાઓમાં બધા જ સબ સ્ટેશનમાં વીજ પુરવઠો કાર્યરત છે અને ૨૧૩ ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી તે દુરસ્ત કરીને ૧૮૧થી વધુ ગામોમાં પુરવઠો પૂર્વત થઈ ગયો છે.
પાણી પુરવઠાની વિગતો આપતા જિલ્લા કલેકટર શ્રી મિહીર પટેલે જણાવ્યું હતુ કે, અસરગ્રસ્ત ૪ તાલુકાના ૨૯૫ ગામો પૈકી ૧૬૮ ગામોમાં પાણી પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે અને બધાજ ગામોમાં પીવાનું પાણી મળે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી ઉપાડવામાં આવી છે.
અસરગ્રસ્ત ગામોમાં વરસાદના પાણીને કારણે રોગચાળો-બીમારી ન ફેલાય તેની આરોગ્યલક્ષી તકેદારી સાથે ૨૦૭ મેડિકલ સર્વેલન્સ ટીમ કાર્યરત કરીને ૭૬૦૦ ઉપરાંત ક્લોરિન ટેબ્લેટ, ૧૦૪૦ જેટલા ORS પેકેટ વિતરણ કરવામાં આવ્યા છે તેમ જ હાઉસ ટુ હાઉસ આરોગ્યલક્ષી સર્વે કામગીરી પણ સત્વરે પૂર્ણ કરવા તંત્ર પ્રતિબદ્ધ છે.
વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પાણીનું ક્લોરીનેશન મૂળ સોર્સથી જ કરાવીને વિતરણ વ્યવસ્થાની હિમાયત કરી હતી.
મુખ્યમંત્રીશ્રી સુઈ ગામની તેમની મુલાકાત બાદ મોડી સાંજે થરાદ તાલુકાના નાગલા અને ખાનપુર ગામોમાં અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા અને આ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિક લોકો સાથે ચર્ચા કરીને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
——-
[9/11, 8:55 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગાંધીનગર નિફ્ટ ખાતે અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ શ્રી જયંતિ રવિની અધ્યક્ષતામાં દીક્ષાંત સમારોહ યોજાયો*
……………………
*173 વિદ્યાર્થીઓને સ્નાતકની ડિગ્રી અને 68 વિદ્યાર્થીઓને માસ્ટર ડિગ્રી એમ કુલ મળી માસ્ટર ઓફ ડિઝાઇનના કુલ 241 વિદ્યાર્થીઓએ સ્નાતક પદવી મેળવી*
…………………
*સફળતા ફક્ત પગાર કે પુરસ્કારોમાં જ નથી મપાતી પરંતુ વ્યક્તિ જે હેતુથી યોગદાન આપે છે, તેનાથી મપાય છે – એ.સી.એસશ્રી ડૉ. જયંતિ એસ. રવિ*
………….
*ડિઝાઇન ફક્ત જીવનને શણગારવાજ નહીં પરંતુ જીવનમાં પરિવર્તન લાવવા પણ ઉપયોગી બને, ફક્ત બાહ્ય ચમક જ નહીં પરંતુ આંતરિક ચમક પણ ફેલાવે તેવી શુભેચ્છા પાઠવતા એ.સી.એસશ્રી ડૉ. જયંતિ એસ. રવિ*
……………….
ગાંધીનગર નિફ્ટ ખાતે અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ શ્રી જયંતિ રવિની અધ્યક્ષતામાં ડિગ્રી અને એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો.જેમાં ફેશન ડિઝાઇન, ફેશન કોમ્યુનિકેશન, ટેક્સટાઇલ ડિઝાઇન, એક્સેસરી ડિઝાઇન, ફેશન મેનેજમેન્ટ અને ફેશન ટેકનોલોજી અને માસ્ટર ઓફ ડિઝાઇનના કુલ 241 વિદ્યાર્થીઓએ સ્નાતક થતાં ,કુલ 173 વિદ્યાર્થીઓને તેમની સ્નાતકની ડિગ્રી અને 68 વિદ્યાર્થીઓને તેમની માસ્ટર ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
એ.સી.એસશ્રી ડૉ. જયંતિ એસ. રવિએ NIFT ગાંધીનગરના દીક્ષાંત સમારોહ અંતર્ગત પ્રાસંગિક કરતાં જણાવ્યું હતું કે,આ સમારોહ એક અંત નથી પણ નવા અધ્યાયની શરૂઆત છે. જ્યાં વિદ્યાર્થીઓની કુશળતા અને દ્રષ્ટિ તેમના જીવન, સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રને આકાર આપશે. તેમણે માતાપિતા અને ફેકલ્ટીના સભ્યોને અભિનંદન આપતા ઉમેર્યું હતું કે,આજે ગર્વ સાથે પદવી મેળવી રહેલા સ્નાતકોને ઉછેરવા અને માર્ગદર્શન આપવા બદલ આપ પણ અભિનંદનને પાત્ર છો.
તેમણે થોડા સમય પહેલા લીધેલ ગ્રેજ્યુએશન પ્રદર્શનોની મુલાકાત અંગેની યાદ સાથે ઉમેર્યું હતું કે, આ પ્રદર્શનમાં તેમણે વિદ્યાર્થીઓના કાર્ય પાછળની સર્જનાત્મકતા અને વાર્તાઓથી ખૂબ પ્રભાવિત થય હતા.જેમાં આદિવાસી પરંપરાઓથી પ્રેરિત ઘરેણાંથી લઈને મુંબઈની ટ્રેનો પર આધારિત બાટિક ડિઝાઇનનો પણ તેમણે ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ વાર્તાઓ અને અનુભવો ખરેખર જીવનને ટકાવી રાખે છે અને સમૃદ્ધ બનાવે છે.
વધુમાં તેમણે ગુરબાની, ગુરુ ગોવિંદ સિંહજી અને ઉપનિષદોના ઉદાહરણ દ્વારા જણાવ્યુઅં હતું કે, દરેકે સત્ય, ધર્મ, જિજ્ઞાસા અને જીવનભર કંઈક નવું શીખવા તત્પર રહેવું જોઈએડૉં. રવિએ કહ્યું કે વાસ્તવિક સંપત્તિ ભૌતિક સફળતા, સર્વાંગી વિકાસ, સહાનુભૂતિ અને કૃતજ્ઞતામાં રહેલી છે.
ઉપરાંત તેમણે ભારત દર્શન દરમિયાન ટ્રેનની મુસાફરીથી લઈને સ્વચ્છ ભારત સાથેના તેમના કાર્ય સુધીના અંગત અનુભવો શેર કર્યા, જેમાં ભાર મૂક્યો કે દરેક પરિસ્થિતિમાં – સૌથી અણધારી જગ્યાએ પણ – કેવી રીતે પાઠ મળી શકે છે. જિજ્ઞાસા અને શ્રેષ્ઠતા ક્યારેય ગુમાવવી જોઈએ નહીં, અને શિક્ષણે સર્જનાત્મકતાને બળ આપવું જોઈએ, મારી નાખવી જોઈએ નહીં.આ સાથે પ્રમાણિકતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.તેમ પણ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે,ઓરોવિલે ખાતેના તેમના કાર્ય વિશે વાત કરી, સ્વામી વિવેકાનંદના R-A-M-A સિદ્ધાંત પર પણ તેમણે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે,કેવી રીતે યથાસ્થિતિ પર પ્રશ્ન ઉઠાવવાથી અસ્વીકાર, ગુસ્સો, નરમાઈ અને સ્વીકૃતિ થાય છે.સફળતા ફક્ત પગાર કે પુરસ્કારોમાં જ નથી મપાતી પરંતુ વ્યક્તિ જે હેતુથી યોગદાન આપે છે, તેનાથી મપાય છે. તેમણે વિદ્યાર્થીઓને ગ્રાહક બનવાથી યોગદાન આપનારા બનવા અને હિંમત, કરુણા અને સર્જનાત્મકતા સાથે પોતાની કારકિર્દીને કાપડની જેમ ગૂંથવા વિનંતી કરી. ભારત સ્વતંત્રતાના 100મા વર્ષ તરફ આગળ વધી રહ્યું છે , ડિઝાઇન ફક્ત જીવનને શણગારવાજ નહીં પરંતુ જીવનમાં પરિવર્તન લાવવા પણ ઉપયોગી બને, ફક્ત બાહ્ય ચમક જ નહીં પરંતુ આંતરિક ચમક પણ ફેલાવે તેવી શુભેચ્છા પાઠવી હતી.
અતિથિ વિશેષ શ્રી અનૂપ નૌટિયાલે સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધન કરતાં NIFT દિલ્હીના પ્રથમ બેચના ભાગ રૂપે તેમની સફર અને ઉત્તરાખંડમાં કાપડ ઉદ્યોગમાં બે દાયકા અને બાદમાં સામાજિક અને પર્યાવરણીય મુદ્દાઓ પરના તેમના 35 વર્ષના વ્યાવસાયિક અનુભવને યાદ કરતાં ,NIFT ને તેમની કારકિર્દીને આકાર આપવા માટે શ્રેય આપતા તેમના અનુભવો વર્ણવ્યા હતા. આ સાથે જ ત્રણ મુખ્ય વાત જેમાં ક્યારેય ખરાબ બોસ ન બનો, હંમેશા “જેમ તમે બોલો છો તેમ ચાલો” અને આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે પોતાનું યોગદાન આપો તેમ જણાવ્યું હતું. સાથે જ તેમણે વિદ્યાર્થીઓને તેમની યાત્રા શરૂ કરતી વખતે ધીરજ, પાયા પર અને સામાજિક રીતે સભાન રહેવા પણ અનુરોધ કર્યો હતો.
આ અવસરે શાબ્દિક સ્વાગત કરતા કેમ્પસ ડિરેક્ટર, NIFT ડૉ. સમીર સૂદે જણાવ્યું હતું કે, ભારત એક એવુ રાષ્ટ્ર છે જે ગર્વથી વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે. ભારત ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે, અને ટૂંક સમયમાં ત્રીજું સ્થાન પણ મેળવી લેશે.
તેમણે આ યાત્રામાં કાપડ અને ફેશન ક્ષેત્રની ભૂમિકા પર પ્રકાશ પાડતા ઉમેર્યું હતું કે, 3 લાખ કરોડની નિકાસ સાથે, પ્રધાનમંત્રીએ 2030 સુધીમાં 9 લાખ કરોડનું લક્ષ્ય રાખ્યું છે,આ હાંસલ કરવાથી ઉદ્યોગનો વ્યાપ ત્રણ ગણો થશે, વિશાળ તકોનું સર્જન થશે. કાપડ, ભારતનો બીજો સૌથી મોટો રોજગારદાતા હોવાથી, રાષ્ટ્ર નિર્માણમાં મોટી જવાબદારી નિભાવે છે. ભારત એક સમયે વિશ્વના કાપડ વેપારના 40% પર નિયંત્રણ રાખતું હતું પરંતુ હવે તે ઘટીને માત્ર 4% થઈ ગયું છે. આ ખોવાયેલી ગૌરવને પુનઃસ્થાપિત કરવાની અને ભારતને ફરીથી વિશ્વનું કાપડ પાવરહાઉસ બનાવવા તેમણે કહ્યું હતું કે, આ માટે સખત મહેનત, શિસ્ત,સ્થિતિસ્થાપકતા અને શૂન્ય વિલંબની જરૂર પડશે.જેના માં વિલંબ કર્યા વિના તકોનો લાભ લેવા અને સફળ થાય ત્યાં સુધી ક્યારેય ન અટકવા અનુરોધ પણ કર્યો હતો. આ અંગે વિધાર્થીઓને ઉલ્લેખી તેમણે ઉમેર્યું હતું કે, તમારી વ્યક્તિગત સિદ્ધિઓ પણ સમાજ અને રાષ્ટ્રની સફળતામાં ફાળો આપશે.
તેમણે પ્રધાનમંત્રીના મંત્ર “દામ કામ, દમ જ્યાદા” – ખર્ચ ઘટાડો અને મૂલ્ય વધારો – નો પણ આ તકે ઉલ્લેખ કરી વિદ્યાર્થીઓને આ મિશનને સ્વીકારવા અને ઉદ્યોગમાં આગળ ધપાવવા પ્રોત્સાહિત કર્યા હતાં.
આ દીક્ષાંત સમારોહ પછી ટેક્સટાઇલ ડિઝાઇનના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ ટેક્સટાઇલ અને ક્રાફ્ટ ડિઝાઇન પ્રોજેક્ટ્સ પર એક પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ ડૉ જયંતિ એસ. રવિ, અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ સાથે નૂપુર આનંદ, ડીન (શૈક્ષણિક); સિંજુ મનાજન, NIFT દિલ્હી, વડા (AA), વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સભ્યો તથા વાલિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
………………………
*નેહા તલાવિયાં*
[9/11, 8:55 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/13VI4WI5RHJn0E8ChZmCKDBg3LcOLoVcb?usp=sharing
[9/12, 12:41 PM] Dilip Gajjar.Mahiti.Press: પ્રેસ રીલીઝ
રાજભવન, ગાંધીનગર
તા. 12 સપ્ટેમ્બર 2025
*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રીશ્રી રાકેશ સિંહની શુભેચ્છા મુલાકાત*
*પ્રાકૃતિક કૃષિ અને પર્યાવરણ સંરક્ષણ સંદર્ભે ચર્ચા*
મધ્યપ્રદેશના લોકનિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી રાકેશ સિંહે રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
રાજ્યપાલશ્રીએ મંત્રીશ્રીનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સ્વાગત- સન્માન કર્યું હતું. મંત્રીશ્રીએ રાજ્યપાલશ્રી પાસેથી પ્રાકૃતિક કૃષિનો મધ્યપ્રદેશમાં વ્યાપ વધારવા અંગે સૂચક માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ મધ્યપ્રદેશમાં લોકનિર્માણ વિભાગ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અંગે કરવામાં આવતા નવીન પ્રયાસોથી મંત્રીશ્રીએ રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા હતા.
મંત્રીશ્રીએ મધ્યપ્રદેશમાં પ્રાકૃતિક કૃષિને વધુને વધુ પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
[9/12, 1:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *દેશમાં મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો યથાવત*
*ગુજરાત સૌથી વધુ ૨૨ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીના વાવેતર અને દેશના _અંદાજીત_ કુલ ઉત્પાદનમાં ૫૦ ટકા ફાળા સાથે દેશમાં પ્રથમ: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
********************
*મગફળીના ઉત્પાદનમાં આ વર્ષે ગુજરાત ઇતિહાસ રચશે; ચાલુ વર્ષે રાજ્યનું કુલ મગફળી ઉત્પાદન રેકૉર્ડબ્રેક ૬૬ લાખ મે. ટન થવાનો અંદાજ*
********************
*ગત વર્ષે રાજ્યના ૩.૬૭ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૮,૨૯૫ કરોડના મૂલ્યની કુલ ૧૨.૨૨ લાખ મે.ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ*
********************
મગફળી પાક છેલ્લા ઘણા વર્ષોથી ભારત અને ગુજરાતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતા ટોચના દેશોમાં ભારતે અગ્રીમ હરોળમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. ત્યારે ભારતના કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો આજે ૫૦ ટકાથી પણ વધુ છે. મગફળી વાવેતર અને ઉત્પાદન ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો આ વર્ષે પણ યથાવત છે.
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યમાં મગફળીના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૮-૧૯માં રાજ્યમાં કુલ ૧૫.૯૪ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું હતું. જેની સામે ચાલુ વર્ષે મગફળીના સમાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ ૨૫ ટકાના વધારા સાથે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ ૨૨ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે.
તેવી જ રીતે, રાજ્યમાં મગફળીનું ઉત્પાદન પણ વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૨ લાખ મેટ્રિક ટનથી વધુ નોંધાયું હતું, ગત વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૦ લાખ મેટ્રિક ટનના વધારા સાથે કુલ ૫૨.૨૦ _*લાખ*_ મેટ્રિક ટન નોંધાયું હતું. આ વર્ષે ગુજરાતનું મગફળી ઉત્પાદન વર્ષ ૨૦૧૮-૧૯ની સરખામણીએ ત્રણ ગણા વધારા સાથે રાજ્યના ઇતિહાસનું સૌથી વધુ ૬૬ લાખ મેટ્રિક ટન થવાનો પ્રાથમિક અંદાજ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે સરકાર દ્વારા મગફળી માટે વાવેતર અગાઉ જ લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરીને તેમની પાસેથી દર વર્ષે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાતના એક લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૧,૦૬૮ કરોડના મૂલ્યની કુલ ૨ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી.
ગત વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રાજ્યમાં થયેલા મગફળીના પુષ્કળ ઉત્પાદનના પગલે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની અત્યાર સુધી સૌથી રેકોર્ડબ્રેક ખરીદી કરી હતી. જેમાં રાજ્યના ૩.૬૭ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૮,૨૯૫ કરોડના મૂલ્યની કુલ ૧૨.૨૨ લાખ મેટ્રિક ટન મગફળીની બમ્પર ખરીદી કરવામાં આવી હતી. આ વર્ષે પણ ખેડૂતો પાસેથી પૂરતી માત્રામાં મગફળીની ખરીદી કરવામાં આવશે, તેમ તેમણે કહ્યું હતું.
મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, તાજેતરનાં વર્ષોમાં મગફળીના વધેલા બજાર ભાવ, સરકાર દ્વારા જાહેર કરાતા ઊંચા લઘુતમ ટેકાના ભાવ, ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સરકાર દ્વારા થતી સીધી ખરીદી અને મગફળીમાં વધારે ઉત્પાદન આપતી નવી જાતોના સંશોધનોના પરિણામે ગુજરાતમાં મગફળીનો વાવેતર વિસ્તાર સતત વધી રહ્યો છે.
મગફળીનું સારું ઉત્પાદન મેળવવા અત્યારે ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કૃષિ યુનિવર્સિટીઓ અને ભારતીય મગફળી સંશોધન સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલી ગુજરાત ગ્રાઉન્ડનટ-૨૦, ૩૨, ૩૯, ૨૩ નંબર અને ગિરનાર-૪ જેવી લોકપ્રિય જાતોનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવે છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મગફળીનો ઉપયોગ મુખ્યત્વે આહાર અને ખાદ્યતેલમાં થાય છે, જે ગુજરાતી ભોજનનો અભિન્ન અંગ છે. આ ઉપરાંત તેના ખોળનો ઉપયોગ પશુ આહારમાં પણ થાય છે. ગુજરાતની જમીન અને આબોહવા મગફળીના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી છેલ્લા ૧૫૦ વર્ષ કરતા પણ વધુ સમયથી રાજ્યમાં મગફળીનું પુષ્કળ વાવેતર થઈ રહ્યું છે. એમાં પણ સૌરાષ્ટ્ર પ્રદેશને તો “મગફળીનો ગઢ” માનવામાં આવે છે.
*******************
નિતિન રથવી
[9/12, 4:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *”સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો*
……..
*દેશના સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા મોટા રાજ્યોની સરખામણીમાં ગુજરાત પાંચમા ક્રમે*
……..
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સગર્ભા માતાઓને ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડવાના સતત પ્રયત્નોના પરિણામે રાજ્યમાં માતા મૃત્યુદરમાં પ્રતિ વર્ષ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
*સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) ૩.૧ અંતર્ગત વર્ષ ૨૦૩૦માં માતા મૃત્યુદર ૭૦થી ઘટાડવાનું લક્ષ્યાંક હતુ.*
*જે અંતર્ગત રાજ્ય સરકારનાં અસરકારક પગલાઓના પરિણામે ગુજરાતનો માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો છે. જે વર્ષ ૨૦૨૧માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૩, વર્ષ ૨૦૨૦માં ૫૭ તથા વર્ષ ૨૦૧૬માં ૯૧ હતો.*
*સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) ૨૦૨૧-૨૩મુજબ દેશનો માતા મૃત્યુદર ૮૮ નોંધાયેલ છે, જેમાં દેશના સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા તમામ મોટા રાજ્યોની સરખામણીમાં ગુજરાત પાંચમા ક્રમે છે.*
આ અંગે વધુ વિગતો એવી છે કે, માતા મૃત્યુદરમાં ઘટાડો કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અનેક અસરકારક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જે અન્વયે સગર્ભાવસ્થાની વહેલી નોંધણી(ANC), ૪થી વધુ પૂર્વ પ્રસૂતિ તપાસ(૪ ANC), અતિ જોખમી લક્ષણો ધરાવતી માતાઓની વિશેષ કાળજી, સંસ્થાકીય પ્રસૂતિ, પ્રસૂતિ બાદની તપાસ અને માતા મૃત્યુનાં કારણોની વિસ્તૃત સમીક્ષા પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
ગત વર્ષ ૨૦૨૪-૨૫માં ખિલખિલાટ યોજના થકી ૧૯.૨ લાખ માતાઓ અને ૧૨.૫ લાખ નવજાત શિશુઓને લાભ આપવામાં આવેલ છે.
વર્ષ ૨૦૨૪-૨૫ થી અતિ જોખમી ચિહ્નો ધરાવતી સગર્ભા માતાઓ માટેની યોજનામાં કુલ ૧૯ પ્રકારના માપદંડો ધરાવતી સગર્ભા માતાઓને રૂ.૧૫,૦૦૦/-ની સહાય ચુકવવામાં આવે છે.
તેમજ નમોશ્રી યોજનામાં કુલ ૧૧ પ્રકારના માપદંડો ધરાવતી સગર્ભા માતાઓને રૂ.૧૨,૦૦૦/-ની સહાય ચુકવવામાં આવે છે.
વધુમાં રાજ્યમા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃતવ અભિયાન(PMSMA) જૂન-૨૦૧૬થી શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો હેતુ જાહેર આરોગ્યની સંસ્થા દ્વારા સગર્ભાની, ખાસ કરીને જોખમી સગર્ભાઓની બીજી અને ત્રીજી તપાસના સમયગાળામાં નિષ્ણાંત દ્વારા પૂર્વ પ્રસૂતિ તપાસ કરાવી જરૂરી સેવાઓ પૂરી પાડવાનો છે. જેમાં દર માસની ૯મી અને ૨૪મી તારીખે જાહેર આરોગ્ય સંસ્થાઓ પર PMSMA અભિયાન અંતર્ગત ૫૦૨ ખાનગી ગાયનેકોલોજીસ્ટ દ્રારા સેવા પુરી પાડવામાં આવે છે.
માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ માતા આરોગ્યલક્ષી યોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે, જેમાં જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, એક્સ્ટેન્ડેડ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, ખિલખિલાટ અતિ જોખમી ચિહ્નો ધરાવતી સગર્ભા માતાઓ માટેની યોજના, નમોશ્રી યોજના વગેરેનો સમાવેશ થાય છે. આ દરેક પગલાઓનો વ્યાપ અને તેની અસરકારકતા વધારવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે.
……..
જીગર બારોટ
[9/12, 6:18 PM] Dilip Gajjar.Mahiti.Press: *ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટેની નોંધણીની સમયમર્યાદા આગામી તા. ૨૨ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
*****************************
• નોંધણીમાં દર્શાવેલા પાક અને સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન અને ડિજિટલ ક્રોપ સર્વે થશે
• ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તે જ સર્વે નંબરની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવવાની રહેશે
• જે તે સર્વે નંબરમાં મગફળીના વાવેતરનો જીઓ ટેગ્ડ ફોટો લઇને આધાર-પૂરાવા તરીકે રાખવા કૃષિ મંત્રીશ્રીનો ખેડૂતોને અનુરોધ
*****************************
ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે વાવેતર પહેલા જ ભારત સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. ખરીદ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે નોંધણી ગત તા. ૧ સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવી છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકે તે માટે નોંધણીની સમયમર્યાદા તા. ૧૫ સપ્ટેમ્બરથી આગામી એક અઠવાડિયા સુધી લંબાવવામાં આવી છે. એટલે કે, રાજ્યના ખેડૂતો હવે આગામી તા. ૨૨ સપ્ટેમબર સુધી ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી શકશે.
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી શરુ થયાના પ્રથમ દિવસે જ તકનીકી કારણોસર એક દિવસ માટે નોંધણી પ્રક્રિયા બંધ રહી હતી. આ ઉપરાંત ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીનું વાવેતર પુષ્કળ થયું હોવાથી અનેક ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણીની સમય મર્યાદા લંબાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી.
ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક વાચા આપતા રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીની સમયમર્યાદા એક અઠવાડિયા સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેથી રાજ્યના ખેડૂતો આગામી તા. ૨૨ સપ્ટેમ્બર સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
કૃષિ મંત્રીશ્રીએ રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે કે, ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ કરાવેલી નોંધણીમાં દર્શાવેલા પાક અને સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન અને ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જેથી ખેડૂત મિત્રોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તે જ સર્વે નંબરની ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.
સેટેલાઇટ સર્વે દ્વારા જે સર્વે નંબર પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે, તેવા કિસ્સામાં ખેતરમાં જઈને વાવેતરની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોએ જે તે સર્વે નંબરમાં મગફળીના વાવેતરનો જીઓ ટેગ્ડ (Geo-tagged) ફોટો લઇને પોતાના પાસે આધાર પૂરાવા તરીકે રાખવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
*****************************
નિતિન રથવી
[9/12, 6:20 PM] Dilip Gajjar.Mahiti.Press: ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશભરના CEO કાર્યાલયોના મીડિયા અને કોમ્યુનિકેશન નોડલ અધિકારીઓ માટે વર્કશોપ યોજાયો
**
ગેરમાર્ગે દોરતી માહિતીનો ફેલાવો અટકાવી અધિકૃત માહિતીના પ્રસાર પર ભાર મૂકાયો
**
ભારતના ચૂંટણી પંચ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશકુમારની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીઓ ખાતે કાર્યરત મીડિયા અને કોમ્યુનિકેશનના નોડલ અધિકારીઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા આ વર્કશોપમાં દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓના કાર્યાલયોના 51 મીડિયા નોડલ ઓફિસર્સ અને સોશિયલ મીડિયા નોડલ ઓફિસર્સે ભાગ લીધો હતો.
મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીએ ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિતોને સંબોધિત કર્યા હતા. ગેરમાર્ગે દોરતી ખોટી માહિતીનો વધતા પ્રભાવ જોખમી સાબિત થઈ શકે છે ત્યારે તથ્યોના આધારે ખોટી અને ભ્રામક માહિતીનો ફેલાવો અટકાવવા તથા ચૂંટણીઓ બંધારણની જોગવાઈઓની કડક અમલવારી સાથે યોજાય તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
તદુપરાંત મીડિયા અને અન્ય પક્ષકારોને સમયસર અને તથ્યપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીના કાર્યાલયોની કોમ્યુનિકેશન ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા અંગેના વર્કશૉપ પણ યોજાયો હતો. આ સાથે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)ને સોશિયલ મીડિયાના દ્રષ્ટિકોણથી રજૂ કરવા ઉપરાંત ગેરમાર્ગે દોરતી માહિતી વિરૂદ્ધ ઉપયોગી સાધનો, તકનીકો અને વ્યૂહરચનાઓ જેવા વિવિધ વિષયો પર સત્રોનું આયોજન થયું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ 9 એપ્રિલ, 2025 અને 5 જૂન, 2025 ના રોજ નવી દિલ્હી ખાતે આ પ્રકારના વર્કશૉપ્સ યોજવામાં આવ્યા હતા.
………………
[9/12, 6:27 PM] Dilip Gajjar.Mahiti.Press: *ખેડૂતોને દિવેલાના ઊભા પાકમાં ચુસિયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા જાહેર કરાઇ*
—–
સમગ્ર રાજ્યના ખેડૂતોએ ચોમાસાની ઋતુમાં મોટા પ્રમાણમાં દિવેલાના પાકનું વાવેતર કર્યું છે. વાવેતર બાદ ઉગી નીકળેલા પાકોને રોગ-જીવાતથી સુરક્ષિત રાખવા ખેડૂતો દ્વારા પાક માવજત માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર પણ રોગ-જીવાતથી પાકને થતા નુકશાનને અટકાવવા હરહંમેશ ખેડૂતોની પડખે રહી છે. જે અંતર્ગત રાજ્યમાં દિવેલાના ઊભા પાકમાં ચુસિયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે સરદાર કૃષિ યુનિવર્સિટીના તેલિબીયા સંશોધન કેન્દ્ર દ્વારા ખેડૂતોને મહત્વપૂર્ણ પગલાઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
જેમાં દિવેલાના ઊભા પાકમાં ચુસિયા પ્રકારની જીવાતોની હાજરી જાણવા માટે વાવણી બાદ એક મહિને પીળા ચીકણા પિંજર ૧૦ પ્રતિ હેક્ટરે લગાવવા જેથી સમયસર નિયંત્રણના પગલાં ભરી શકાય. આ ઉપરાંત ચુસિયા પ્રકારની જીવાતોના ઉપદ્રવ સમયે લીંબોળીનું તેલ ૫૦ મી.લી. અથવા એઝાડિરેક્ટીનયુક્ત ૧૫૦૦ પીપીએમ દવા ૫૦ મી.લી. સાથે ૧૦૦ મી.લી. તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ પ્રતિ ૧૦ લીટર પાણી સાથે ઉમેરી છંટકાવ કરવો. ચુસિયા પ્રકારની જીવાતોના જૈવિક નિયંત્રણ માટે લેકાનીસીલીયમ લિકાની અથવા બ્યુવેરીયા બેસિયાના ફુગનાશક પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ઉમેરી ઉપદ્રવ સમયે છંટકાવ કરવો.
તેલિબીયા સંશોધન કેન્દ્ર દ્વારા પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવ્યું છે.
આ અંગે વધુ જાણકારી વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા, તેલિબીયા સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવ્યું છે.
—–
જીગર બારોટ
[9/12, 7:10 PM] +91 99784 01911: *રાજ્યમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ રૂા.૧.૪ કરોડનો માલ જપ્ત કરાયો : ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયા*
…………………………..
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વિવિધ સ્થળ પર ઘીની રેડ કરવામાં આવી રહી છે. જેમાં વધુ તપાસ થતા ભેળસેળિયા તત્વો દ્વારા મોટા ભાગે ઘીમાં ખાસ પ્રકારનું રિફાઇન્ડ પામ તેલ(RPO)ને મુખ્ય ઘટક તરીકે વાપરતાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેનું ટેક્સ્ચર તદ્દન ઘીને મળતું આવતું આવે છે. આથી તે શંકાસ્પદ જણાઈ આવતા તેના ઉત્પાદન અંગેની માહિતી એકત્ર કરી અધિકારીઓ દ્વારા આવું ભેળસેળ કરનારા અને તેમની દરેક કડીઓની તપાસ કરતા તેનો છેડો ગાંધીધામ, કચ્છ ખાતેથી મળ્યો હતો. જેમાં
શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ રૂા. ૧.૪ કરોડનો માલ જપ્ત કરાયો છે તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું.
ડૉ.કોશિયાએ વધુમાં કહ્યું હતું કે, મે. ભારત ફૂડ્સ કો-ઓપરેટીવ લિ., ગાંધીધામ, જિ. કચ્છ ખાતેથી ચાર નમૂના અને મે. ક્રિષ્ના ટ્રેડિંગ કો., ધ્રોલ, જામનગર ખાતેથી ચાર નમુના એમ કૂલ આઠ નમુના તંત્રના દરોડામાં લઇ ચકાસણીમાં અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બાકીનો આશરે ૬૯ ટનથી વધુનો જથ્થો કે જેની કિંમત આશરે રૂ. ૧.૪ કરોડ જેટલી થાય છે તે જાહેર જનતાના આરોગ્યની સલામતી માટે જપ્ત કરી ઘી માં ભેળસેળ થતી અટકાવવામાં આવી છે. ગુજરાત રાજ્યનાં નાગરિકોને શુદ્ધ અને સલામત આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે. રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.
તેમણે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, તા. ૧૧/૦૯/૨૦૨૫ના રોજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મુખ્ય મથકની ફૂડ ટીમને આવા ભેળસેળિયા તત્વોને શોધવામાં સફળતા મળી હતી. જેના પગલે ગાંધીધામ ખાતે આવેલ ભારત ફૂડ્સ કો-ઓપરેટીવ લિ. માં (FSSAI License No: 10013021000623) રેડ કરતા ૨ રિફાઇન્ડ પામ તેલ(RPO), ૧ સવેરા બ્રાન્ડ રિફાઇન્ડ પામ તેલ (RPO) અને ૧ વનસ્પતિના એમ કુલ ૪ (ચાર) નમૂનાઓ વેપારી શ્રી અખિલેશકુમર ક્રિશ્નપલ સિંઘની હાજરીમાં લેવામાં આવ્યા હતા. જેમાં તપાસ દરમિયાન તમામ શંકાસ્પદ ૬૭ ટન રિફાઇન્ડ પામ તેલ (RPO) જેની અંદાજે કિંમત રૂ. ૧.૩૨ કરોડથી વધુ થવા જાય છે તેનો તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ મામલે આગળની તપાસ ચાલુ છે.
તેમણે કહ્યું હતું કે, પેઢીમાં રિફાઇન્ડ પામ તેલ (RPO) સવેરા બ્રાન્ડથી ૧૫ કિગ્રાના પેકીંગમાં ઉત્પાદન કરી વેચાણ થતુ હતું અને લુઝમાં ટેન્કર મારફતે માર્કેટમાં વેચાણ કરવામાં આવતું હતું. આથી સ્થળ પર તેઓને લુઝમાં ટેન્કરથી વેચાણ ન કરવા જાહેર આરોગ્યના હિતમાં નોટીસ આપવામાં આવી છે.
આ ઉપરાંત તંત્ર દ્વારા તા: ૧૨/૦૯/૨૦૨૫ના રોજ ઘીનું ઉત્પાદન કરતી મે. ક્રિષ્ના ટ્રેડિંગ કો., ધ્રોલ, જામનગર (FSSAI License No: 10723010000072) ખાતે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં સ્થળ પરથી ઘીમાં સોયાબીન અને વનસ્પતિનું ભેળસેળ કરતા ઇસમોને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જેના આધારે આ એકમ પરથી વેપારી શ્રી ભરત ખિમસુરિયાની હાજરીમાં ઘીના બે, વનસ્પતિના એક અને સોયાબીન તેલના એક એમ કુલ ચાર નમૂના લેવામાં આવ્યા છે. જ્યારે બાકીનો બે ટન જેટલો ખાદ્ય પદાર્થ કે જેની અંદાજીત કિંમત રૂ. ૫.૮ લાખ જેટલી થવા જાય છે તે જથ્થો જાહેર જનતાના આરોગ્યના હિતમાં સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો છે. વધુમાં તંત્ર દ્વારા મે. ક્રિષ્ના ટ્રેડિંગ કો.નું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે કહ્યું હતું કે, આ તમામ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકા હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
……………………..
જનક દેસાઇ
*****************************
[9/8, 1:52 PM] Neha Talaviya.Mahiti: *પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે દેશી ગાયના નિભાવ ખર્ચ સહાય યોજનાનો લાભ મેળવવા જોગ*
……
*અરજીઓ મેળવવા માટે આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ તા.૦૮-૯-૨૦૨૫ થી ૧૭-૯-૨૦૨૫ સુધી ઓપન*
…..
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય માટે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબને એક ગાય નિભાવ ખર્ચમાં સહાય યોજના હેઠળ જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય કે, કરવા માંગતા હોય, આઈડેન્ટિફિકેશન ટેગ વાળી દેશી ગાય ધરાવતા હોય અને પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ હોય તેવા અગાઉના વર્ષોમાં જે ખેડૂતોએ અરજી કરેલ હોય અને ચાલુ વર્ષે લાભ મળનાર હોય તે લાભાર્થીઓ સિવાય ના અન્ય ખેડૂતો માટે આ યોજના હેઠળ નવી અરજીઓ મેળવવા માટે આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ તારીખ: ૦૮-૯-૨૦૨૫ થી તારીખ:૧૭-૯-૨૦૨૫ સુધી ઓપન કરવામાં આવેલ છે.તો ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે આ સમય મર્યાદામાં પોર્ટલ પર અરજી કરવા જાણ કરવામાં આવે છે.તેમ સ્ટેટ નોડલ ઓફિસર, આત્મા, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.
….
*નેહા તલાવિયા*
[9/8, 5:38 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર જિલ્લાની ૨૬૫ કન્યાઓને મળ્યો કલ્યાણકારી યોજના “કુંવરબાઈનું મામેરું”નો લાભ*
૦૦૦૦૦૦
*ગાંધીનગર જિલ્લાની કન્યાઓને ૧ વર્ષમાં રૂ.૩૧.૮૦ લાખની સહાય અપાઈ*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૮ સપ્ટેમ્બર-,
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણ, ગાંધીનગરની કચેરી મારફત અમલી કુંવરબાઇનું મામેરૂ સહાય યોજના અનેક દીકરીઓ માટે કલ્યાણકારી સાબિત થઇ છે. ગાંધીનગર જિલ્લામાં ૨૦૨૪-૨૫ના ૧ વર્ષ દરમ્યાન જિલ્લાની અનુ. જાતિની ૨૬૫ કન્યાઓને રૂ.૩૧.૮૦ લાખની સહાયનો લાભ આપવામાં આવ્યો છે.
આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના પરિવારની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે આર્થિક પરિસ્થિતિમાં મદદરૂપ થવાના હેતુથી લગ્ન ખર્ચને પહોંચી વળવા માટે રૂ.૧૨,૦૦૦/- ની નાણાંકીય સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ ગાંધીનગર જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને મળવાપાત્ર છે. જેમાં આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તાર બંન્ને માટે રૂ. ૬,૦૦,૦૦૦/- રાખવામાં આવી છે.
આ યોજનાનો લાભ લેવા માટે કન્યાનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો, કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે), સ્વ-ઘોષણા (Self-Declaration), જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો સહિતના દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરવાની રહે છે.
૦૦૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/9, 12:45 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા.૧૪-૧૫ સપ્ટેમ્બરે યોજાશે પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન*
૦૦૦૦૦૦
*અધિક નિવાસી કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને આયોજન અંગે બેઠક યોજાઈ:તડામાર તૈયારીઓ શરૂ*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૯ સપ્ટેમ્બર-, ગાંધીનગર જિલ્લામાં મહાત્મા મંદિર ખાતે હિન્દી દિવસ-૨૦૨૫ અને પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન તા. ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરના રોજ સંયુકત રીતે યોજાશે.જેના સુચારુ આયોજન અંગે અધિક નિવાસી કલેક્ટર શ્રી નિશા શર્માની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં સંમેલનમાં ભાગ લેનાર અંદાજે ૭૦૦૦ અધિકારીઓના આવાસ, પરિવહન, કાર્યક્રમ સ્થળે મેડિકલ વ્યવસ્થાઓ, મહાત્મા મંદિરની આસપાસના વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન વગેરે વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં નાયબ કલેક્ટર શ્રી યોગરાજસિંહ જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કાદંમ્બરીબેન ત્રિવેદી, સબ ફાયર ઓફિસર શ્રી રાજેશ પટેલ, ચીફ ડિફેન્સ ઓફિસના શ્રીમતી અંજનાબેન નિમાવત, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી તેજલબા ચૌહાણ વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/9, 1:50 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *જિલ્લા સમાહર્તા શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને યોજાઈ ખેલ મહાકુંભ-૨૦૨૫ની સ્પર્ધાઓ અંગે આયોજનની બેઠક*
૦૦૦૦૦૦૦
*કલેકટરશ્રી મેહુલ દવેએ વધુને વધુ રમતવીરોને ખેલમહાકુંભમાં ભાગ લેવા આહવાન કર્યું*
૦૦૦૦૦૦૦
*અલગ-અલગ વય જૂથમાં અંદાજિત-૩૯ રમતોની સ્પર્ધાઓનું આયોજન:૨૨ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાશે*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૦૯ સપ્ટેમ્બર-, ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તથા જિલ્લા વહીવટીતંત્ર, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે ખેલ મહાકુંભ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભના આયોજન અંગે કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.
ખેલ મહાકુંભ-૨૦૨૫ અંગે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી મેહુલ દવેએ રમતવીરોને પોતાનું કૌવત દર્શાવવા ખેલમહાકુંભમાં ભાગ લેવા આહવાન કર્યું હતું. ખેલ મહાકુંભ-૨૦૨૫માં બહોળી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લે તે હેતુથી શાળા, ગ્રામ્યકક્ષા, તાલુકાકક્ષા જિલ્લા/મનપાકક્ષા,પ્રદેશ, રાજ્યકક્ષા સુધી અલગ-અલગ વય જૂથમાં અંદાજિત-૩૯ રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તા. ૨૨/૦૯/૨૦૨૫ સુધી https://khelmahakumbh.gujarat.gov.in પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
ખેલમહાકુંભ-૨૦૨૫માં અંડર-૯,૧૧,૧૪,૧૭ એજગૃપ, ઓપન,અબવ-૪૦,૬૦ વયજુથ તેમજ શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેમજ કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ(ઓપન) ઓનલાઇન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેલ મહાકુંભમાં સ્પર્ધાનાં માધ્યમથી રાજયમાં રમતગમતનું વાતાવરણ ઉભું થાય, વિવિધ રમતોના ખેલાડીઓ રમતગમત ક્ષેત્રમાં આગળ આવી શાળા,ગ્રામ્ય,ઝોન,તાલુકા, જિલ્લા/મહાનગરપાલિકા અને પ્રદેશ રાજ્યને ગૌરવ અપાવવાની દિશામાં પ્રગતિ કરે તેમજ ખેલકૂદ દ્વારા શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનો રાજય સરકારનો ઉમદા આશય છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલ, અધિક નિવાસી કલેકટર શ્રી નિશા શર્મા, પ્રાંત અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ તથા વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/9, 2:07 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગર દ્વારા ૧૧ સપ્ટેમ્બરે અડાલજ ખાતે રોજગાર ભરતીમેળો યોજાશે*
૦૦૦૦૦૦૦
*ઉમેદવારો અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૯ સપ્ટેમ્બર-, જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૧/૦૯/૨૦૨૫નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે પી.વી.આર.આઈનોક્સ સિનેમા, આર વર્લ્ડ, જમિયતપુરા-મહેસાણા હાઈવે, અડાલજ, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રોજગાર ભરતીમેળામાં પી.વી.આર.આઈનોક્સ સિનેમા, અડાલજ દ્વારા તેઓની અડાલજ તથા અમદાવાદ ખાતેની બ્રાંચ માટે સર્વિસ સેક્ટરમાં અનુભવી તથા બિન અનુભવી કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૮ વર્ષની ઉંમરના ધો.૧૨ પાસ, ડિપ્લોમા (હોટલ મેનેજમેન્ટ), કોઈ પણ સ્નાતક તથા માત્ર એમ. કોમ કક્ષાનાં ઉત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે.
ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકશે.આ ભરતીમેળા માટે અનુબંધમ જોબફેર આઇ.ડી JF971129061 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. જેમાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જિલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, તેમ જિલ્લા રોજગાર અધિકારીની યાદી દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/9, 6:47 PM] Neha Talaviya.Mahiti: *પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાના મક્કમ ધ્યેય સાથે પ્રેરણા પ્રવાસ અંતર્ગત કલેકટરશ્રી મેહુલ કે.દવેએ ડભોડા ગામના ખેડૂતોની મુલાકાત લીધી*
……
*”આપણી નોકરી એક માધ્યમ છે,જેના થકી આપણે જન સેવાના માર્ગે ચાલી શકીએ છીએ”- કલેકટર શ્રી મેહુલ કે.દવે*
……..
*હંમેશા માફક ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા આગળની પેઢી સુધી પહોંચાડી આપણો સાંસ્કૃતિક વારસો બાળકોને આપવા પર પણ કલેક્ટર શ્રી એ ભાર મૂક્યો*
….
*મોબાઈલ જેવાં દુષણથી બાળકોને દૂર રાખી, વીર વીરાંગના ની વાર્તાઓ તથા હાલરડા ,આપણા વૈદિક શ્લોકનું ગાન કરવામાં આવે તો બાળકો આપણી સંસ્કૃતિ સમજી શકે – કલેકટરશ્રી મેહુલ કે.દવે*
……
*પ્રાકૃતિક કૃષિ પણ આપણી સંસ્કૃતિ અને સભ્યતાનોજ એક ભાગ છે, ભવિષ્યને ઉજ્જવળ બનાવવું હશે તો અત્યારથી પ્રાકૃતિક કૃષિ તરફ પાછા વળવું જરૂરી- કલેકટરશ્રી ગાંધીનગર*
.……
*કલેકટર શ્રીની આ મુલાકાત પછી નવા ૯૦ થી વધુ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ અપનાવવા તૈયારી દર્શાવવામાં આવી*
…..
હંમેશા લોકહિત અને જનકલ્યાણના કાર્યમાં સર્વોપરી રહી વહીવટી તંત્રને પણ, જન કલ્યાણ ના કાર્યો કરવા પ્રેરિત કરતા કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે, “આપણી નોકરી એ માધ્યમ છે,જેના થકી આપણે જન સેવાના માર્ગે ચાલી શકીએ છીએ, માટે નોકરીમાં સોંપવામાં આવેલી કામગીરીને માત્ર જવાબદારીઓનો બોજ નહીં પણ, લોકહીતમાં કંઈક સારું કરવા ઈશ્વરે કરેલી તમારી પસંદગી સમજો”અને આજથી ધ્યેય અને મૂળ મંત્ર સાથે કલેકટર શ્રી દ્વારા વારંવાર પ્રેરણા પ્રવાસો અંતર્ગત લોકહિત નું સૌથી મોટું કાર્ય પ્રાકૃતિક કૃષિ તથા સંસ્કૃતિ અને સભ્યતા અને દેશભક્તિની ભાવના આગલી પેઢી સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવે છે
જે અંતર્ગત કલેકટરશ્રી ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા ગાંધીનગર તાલુકામાં સમાવિષ્ટ ડભોડા ગામ ખાતે, પ્રાકૃતિક કૃષિ ખેતીનો વ્યાપ વધે તે હેતુથી યોજાયેલી ખેડૂત શીબીરમાં ઉપસ્થિત રહી, પ્રાકૃતિક કૃષિ અપનાવવા અને ભારતીય સંસ્કૃતી તરફ પાછા વળવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છેકે,પાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે હેતુથી આત્મા યોજના અંતર્ગત તા. ૦૯/૦૯/૨૦૨૫ ના રોજ ડભોડા ખાતે યોજવામાં આવેલ, ખેડૂત શિબીર અને પ્રેરણા પ્રવાસ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ કે. દવેએ શિબિર મારફતે જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અપીલ કરી હતી.
આ તકે કલેક્ટરશ્રી દ્વારા ડભોડા ગામના “માળી વાળો કુવો” ખાતે હાજર રહેલ ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, જે પણ ખેડૂતોએ હજુ પ્રાકૃતિક ખેતી શરુ જ નથી કરી,તે પોતાના ખેતર ની અડધી જગ્યામાં પ્રાકૃતિક કૃષિ શરૂ કરી પ્રાકૃતિક કૃષિ તરફ પ્રયાણ કરે, અને સરકારશ્રી દ્વારા અમલીકરણ કરવામાં આવેલ બાયો ઇનપુટ રીસોર્સ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવતા જીવામૃત/ઘનજીવામૃત/નિમાસ્ત્ર/ અગ્નિઅસ્ત્ર વગેરેની ખરીદી માટે ખેડૂતોને સહાય આપવાની યોજનાનો લાભ લેતા આપણા જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતો જિલ્લો બનાવવામાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરી હતી.
આ અંગે વધુમાં કલેક્ટરશ્રી દ્વારા ઉપસ્થિત ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું કે,પ્રાકૃતિક કૃષિ પધ્ધતીમાં મોંઘા રાસાયણીક ખાતર અને દવાના વપરાશથી થતા ખેતી ખર્ચ ને ઘટાડીને માત્ર નજીવા ખર્ચ થી પણ આ ખેતી કરી શકાય છે, જેનાથી સારી ગુણવત્તા સાથે વધુ ઉત્પાદન મેળવી શકાય છે,અને એકંદરે ખેડૂત પોતાની આવકમાં વધારો પણ કરી શકે છે. સાથે સાથે જમીનની ફળદ્રુપતા વધે છે અને પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવી શકાય છે. આજના આ યુગમાં દિવસે અને દિવસે કેન્સર જેવી બિમારીઓનું પ્રમાણ વધતુ જાય છે,ત્યારે આપણે સૌ પ્રાકૃતિક ખોરાક દ્વારા સ્વસ્થ રહીએ એ માટે હાજર રહેલ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પુન: અપીલ ભવિષ્યની પહેરીને સારા સ્વાસ્થ્ય સાથે સમૃદ્ધ જમીન ની ભેટ આપવા વિનંતી કરી હતી.
આ શિબિરમાં ઉપસ્થિત પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી આત્મા દ્વારા કલેક્ટરશ્રીને જણાવવામાં આવ્યું હતું કે,ડભોડા ગામના ક્લસ્ટરમાં પસંદ કરેલ કૃષિ સખી અને ફાર્મર ફ્રેન્ડ ના સાથ અને સહકારથી ૧૨૫ નવા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા ના લક્ષ્યાંક સામે આ ક્લસ્ટરમાં નવા ૯૦ થી વધુ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ અપનાવવા તૈયારી દર્શાવવામાં આવી છે. અને હજી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવુ આયોજન છે.જેથી કલેક્ટર શ્રી દ્વારા કૃષિ સખી અને ફાર્મર ફ્રેન્ડ ની આ કામગીરીની પ્રસંશા કરવા સાથે ગામના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ અંતર્ગત હાજર રહેલ ખેડૂતો પૈકી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો પાસે કલેકટર શ્રીએ તેમના અનુભવો પણ જાણ્યા હતા.જે અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત શ્રી દશરથભાઇ દ્વારા તેઓએ વર્ષ ૨૦૨૦ થી પ્રાકૃતિક કૃષિ અપનાવી હોવનું જણાવતા ઉમેર્યું હતું કે,તેઓ જાતે જિવામૃત, ઘનજીવામૃત, અગ્રિઅસ્ત્ર, નિમાસ્ત્ર વગેરે બનાવી તેના ઉપયોગથી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે , જેમાં તેઓ ભિંડા, ચોળી, ડાંગર, રિંગણ જેવા પાકોમાં પ્રાકૃતિક કૃષિ કરી,પ્રાકૃતિક કૃષિ અપનાવતા પહેલા તેઓ જે ખર્ચ કરતા હતા તે ઘટીને હવે નજીવા ખર્ચે પ્રાકૃતિક કૃષિ કરતા હોવાનું જણાવેલ. આમ, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી જમીનનું સ્વાસ્થ્ય સુધરવાના થયેલા ફાયદા તેમજ તેનાથી ખેતી ખર્ચ ઘટાડી ખેતીમાં થયેલ ફાયદા વિષે તમામ ખેડૂતોને વિગતવાર તેમણે વિગતે માહિતી આપી હતી.
આવા ઘણા બધા ખેડૂતોના અનુભવો સાંભળી કલેક્ટરશ્રીએ તેમની ખેતીમાં પ્રાકૃતિક કૃષિ થકી મેળવેલ સફળતાની સરાહના કરી હતી,અને હાજર રહેલ ખેડૂતોને પણ આ પ્રયત્નશીલ ખેડૂતોના મોડલ ફાર્મ ની મુલાકાત લઈ પ્રેરણા લઈ અને પ્રાકૃતિક કૃષિ ચાલુ કરી, આસપાસના અન્ય ખેડૂતને પણ પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા અપીલ કરી હતી.
પ્રેરણા પ્રવાસ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત દરમિયાન આપણો સાંસ્કૃતિક વારસો જળવાય તે માટે ડભોડા તથા આસપાસના ગામના ખેડૂતોને એક પારિવારિક ભાવના ઉભી થાય તે માટે ગ્રામ જનો સાથે પોતાનાપણું અનુભવાય તેવા સબંધો સ્થાપવા પર પણ તેમણે જણાવ્યુ હતું. જેના ભાગ રૂપે ઘરમાં તમામ સભ્યો દિવસમાં એક વખત ભોજન સાથે લે, પોતાના દિકરા-દિકરીઓ સાથે વધુ વાતચિત કરે, તેમની સાથે વધુ સમય વિતાવે, ઘરમાં રોજ શ્લોક બોલાય,વીર વીરાંગનાઓની વાતો થાય,દિકરા-દિકરીઓ રોજ સવારે ઘરેથી બહાર નિકળે ત્યારે મા-બાપ વડિલોના ચરણ સ્પર્શ કરે વગેરે જેવા નિત્ય નિયમથી સારા કામોની શરૂઆત કરે તેવી અપિલ કરી હતી.
અંતે કલેક્ટર શ્રીએ હાજર રહેલ તમામ ખેડૂતો સાથેના સીધા સંવાદ બાદ, ભારતીય સંસ્કુતિ મુજબ સૌ પકૃતિ તરફ પાછા વળે તથા તેની પ્રથમ શરૂઆત પ્રાકૃતિક કૃષિ અપનાવી ને આગળ વધે તેવી આશા વ્યકત કરી છે.
ડભોડા ગ્રામ પંચાયત ખાતેની આ પ્રાકૃતિક કૃષિ શિબીરમાં પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી,આત્મા ગાંધીનગર, મામલતદારશ્રી-ગાંધીનગર, સરપંચશ્રી, ગ્રામ સેવકશ્રી, તેમજ આત્મા યોજના અને ગુ.પ્રા.કૃ.વિ.બોર્ડ ના ગાંધીનગર જિલ્લાના સ્ટાફ તેમજ આજુબાજુના ૨ ગામના ૬૨ થી વધારે ખેડૂત ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતાં.
……
*નેહા તલાવિયા*
[9/10, 3:39 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *સરઢવ ગામમાં એચ. પી. ગેસ પ્લાન્ટ પર લાગી આગ*
૦૦૦૦૦૦૦
*ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ, પોલીસ સ્ટાફ દ્વારા આગને ત્વરિત કાબુમાં લેવાઈ- મોકડ્રીલ જાહેર*
૦૦૦૦૦૦૦
*કલેકટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શન તળે વિવિધ આપાતકાલીન સ્થિતિમાં હરહંમેશ સાબદા રહેવા વિવિધ મોકડ્રીલ હાથ ધરવામાં આવે છે*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૦ સપ્ટેમ્બર- ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામ ખાતે આવેલ એચ. પી. ગેસ પ્લાન્ટ પર આગ લાગી હતી. જે અન્વયે આગને કાબૂ કરવા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.
સરઢવ ગામમાં ૦૯ સપ્ટેમ્બરના રોજ ૧૧:૩૦ કલાકે એચ. પી. ગેસ પ્લાન્ટ પર એલ.પી.જી. લીકેજ થતાં આગ લાગી હોવાની જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમના કર્મચારીઓએ રજીસ્ટરમાં આ વિશે નોંધ કરી, ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ માટે સરકારી હોસ્પિટલ, કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ સ્ટેશન તથા લગત અધિકારીશ્રીઓને તુરંત ઘટના સ્થળે પહોંચવા ટેલીફોનિક જાણ કરી હતી. પ્લાન્ટ ખાતે આગ લાગતા તુરંત જ ઈમરજન્સી સાયરન દ્વારા પ્લાન્ટના કર્મચારીઓને સ્થિતિ અંગે સાવધ કરવામાં આવ્યા હતા. કર્મચારીઓ દ્વારા સ્થળ પર રહેલા ફાયર એસ્ટીન્ગ્યુશર અને અન્ય સાધનો દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ, પોલીસ સ્ટાફએ આગને ત્વરિત કાબુમાં લીધી હતી. આશરે ૧૦ મિનિટમાં ક્વીક રિસ્પોન્સ મળતા આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.
ડિઝાસ્ટર મામલતદાર શ્રી આર. એન. પરમાર તથા ડી.પી.ઓ. શ્રી મૌલિક પી. પંડ્યા દ્વારા ત્યારબાદ આ ઘટના મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે મોકડ્રીલ દરમ્યાન તત્કાળ વિભાગીય સંકલનને મજબૂત કરવા પર ભાર મૂકયો હતો. ગાંધીનગર જિલ્લામાં કલેકટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શન તળે વિવિધ આપાતકાલીન સ્થિતિમાં હરહંમેશ ઝડપી કામગીરી હાથ ધરી સ્થિતિને કાબુમાં લઇ શકાય તે માટે વિવિધ પ્રકારની મોકડ્રીલ હાથ ધરવામાં આવે છે.
૦૦૦૦૦૦૦
દિવ્યા
[9/10, 3:46 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર જિલ્લાના ધો. ૯-૧૨મા અભ્યાસ કરતાં ૧૩૨ વિદ્યાર્થીઓએ વોકેશનલ કોર્સ અન્વયે ખેતી અને પશુપાલન સંદર્ભે પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી*
૦૦૦૦૦૦૦૦
*વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીના પાયાના પાંચ આયામો,દેશી બીજ અને ગીરગાય વિષે જીણવટભરી અને વૈજ્ઞાનિક ઢબની સમજણ આપવામાં આવી*
૦૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૦ સપ્ટેમ્બર-
ગાંધીનગર જિલ્લાના લવારપુર ગામની શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી સ્વામિનારાયણ દ્વી શતાબ્દી સ્મારક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ ધો. ૯-૧૨મા અભ્યાસ કરતાં ૧૩૨ વિદ્યાર્થીઓએ વોકેશનલ કોર્સ અન્વયે ખેતી અને પશુપાલન સંદર્ભે મોટી શિહોલીના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી.
આ મુલાકાતમાં કૃષિ તજજ્ઞ શ્રી નરેન્દ્ર એલ મંડીર દ્વારા પ્રાકૃતિક ખેતીના પાયાના પાંચ આયામો,દેશી બીજ અને ગીરગાય આધારિતની ખેત પધ્ધતિ વિષે જીણવટભરી અને વૈજ્ઞાનિક ઢબની માહિતી ઉદાહરણ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. દેશી બીજ,ગાય,પાક,તમામ આયામો સ્થળ ઉપર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ સાથે પ્રાકૃતિક કૃષિ ફેડરેશન ગાંધીનગરના પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલે બાળકોને સાંપ્રત સમયમાં પ્રાકૃતિક કૃષિ વિશેની વિશિષ્ટ બાબતો જણાવી હતી. તેઓ દ્વારા શ્રી નરેન્દ્ર મંડીરને નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે પ્લાન્ટ પ્રોટેક્શન ગ્રુપ ઑફ એસોસિએશન આણંદ મારફતે પ્રાકૃતિક ખેતીમાં ઉત્તમ ખેડૂત એવોર્ડ મળતા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
૦૦૦૦૦૦
અશ્વિન ઘટાડ
[9/10, 9:51 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *અગત્યનું….*
*મીડિયા કવરેજ નિમંત્રણ*
પંજાબમાં સર્જાયેલ પૂરની તારાજીના પગલે *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ* આવતીકાલે તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ *ગાંધીનગર રેલ્વે સ્ટેશન* ખાતેથી અસરગ્રસ્તો માટે જીવન જરૂરીયાતની અતિ મહત્વની વસ્તુઓ, ઘરવખરીનો સામાન, ફૂડ પેકેટ્સની વિવિધ કીટ ધરાવતી *ટ્રેનને* પંજાબ મોકલવા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને પુરવઠા મંત્રી શ્રી કુંવરજી ભાઇ બાવળીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
*ટ્રેનને પ્રસ્થાન કરાવ્યા બાદ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ મીડિયા મિત્રોને સંબોધશે*
*સમય :- સવારે ૧૧:૩૦ કલાકે,*
*સ્થળ :- પ્લેટફોર્મ નંબર ૧, ગાંધીનગર રેલ્વે સ્ટેશન, ગાંધીનગર*
*મીડિયા મિત્રોને કવરેજ માટે આમંત્રણ છે*
[9/11, 5:19 PM] Neha Talaviya.Mahiti: *”ઘરેલું હિંસા , અને પીડિત મહિલાઓને પોતે નિર્ણય લેવા માટે કાયદાકીય માર્ગદર્શન અને કાઉન્સિલિંગ દ્વારા સક્ષમ બનાવવાનો અને સંસ્થાકીય સહાય કરવાનો પ્રયાસ એટલે “મહિલા સહાયતા કેન્દ્ર”*
.…….
ગાંધીનગર જિલ્લામાં હિંસાથી પીડિત મહિલાઓને કાઉન્સિલિંગ દ્વારા મદદરૂપ થવાના આશયથી પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર ) સેક્ટર–21, પોલીસ સ્ટેશનમાં હાલ ગાંધીનગર ખાતે જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મહિલા કાઉન્સલર દ્વારા “હિંસા ગ્રસ્ત મહિલાઓને પોતાના હિત માટે નિર્ણય લેવા માટે કાયદાકીય માર્ગદર્શન આપીને સક્ષમ બનાવવાનો અને સંસ્થાકીય સહાય કરવાનો પ્રયાસ એટલે મહિલા સહાયતા કેન્દ્ર” જેમાં નારીવાદી અભિગમ સાથે જાતિગત ભેદભાવ સામાજિક, અસમાનતા, ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલા અને તેના પરિવારજનોનું કાઉન્સલિંગ દ્વારા કાયદાકીય માર્ગદર્શન આપીને
મહિલાની ઈચ્છા મુજબ સમાધાનની પ્રક્રિયા કરવી અને અન્ય વિભાગો સાથે જોડાણ કરવું, તેમજ મહિલાઓના આત્મસન્માન અને સ્વયોગ્યતા અને આત્મવિશ્વાસ નિર્માણ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે,તેમજ સાંત્વના કેન્દ્ર પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ સ્ટેશન દ્વારા સંકલનમાં રહીને મહિલાઓ,બાળકો ,વૃદ્ધો ની સમસ્યા સંદર્ભમાં કાઉન્સિલિંગ દ્વારા મદદ આપવામાં આવે છે. આ સાથે છેવાડા ગામની મહિલાઓને આ યોજનાની મદદ મેળવી શકે તે માટે ડેમો સ્ટેશન અને મહિલા જાગૃતિ પ્રોગ્રામ દ્વારા યોજનાકિય પ્રચાર પસાર કરવામાં આવે છે.
સમગ્ર કાઉન્સિલિંગની સહાય મહિલા કાઉન્સેલર દ્વારા કાર્યરત સ્થળ પર ફરજ દરમિયાન મદદ આપવામાં આવે છે.
………
*વંદન સોલંકી*
[9/11, 6:13 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર નિફ્ટ ખાતે અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ શ્રી જયંતિ રવિની અધ્યક્ષતામાં દીક્ષાંત સમારોહ યોજાયો*
……………………
*173 વિદ્યાર્થીઓને સ્નાતકની ડિગ્રી અને 68 વિદ્યાર્થીઓને માસ્ટર ડિગ્રી એમ કુલ મળી માસ્ટર ઓફ ડિઝાઇનના કુલ 241 વિદ્યાર્થીઓએ સ્નાતક પદવી મેળવી*
…………………
*સફળતા ફક્ત પગાર કે પુરસ્કારોમાં જ નથી મપાતી પરંતુ વ્યક્તિ જે હેતુથી યોગદાન આપે છે, તેનાથી મપાય છે – એ.સી.એસશ્રી ડૉ. જયંતિ એસ. રવિ*
………….
*ડિઝાઇન ફક્ત જીવનને શણગારવાજ નહીં પરંતુ જીવનમાં પરિવર્તન લાવવા પણ ઉપયોગી બને, ફક્ત બાહ્ય ચમક જ નહીં પરંતુ આંતરિક ચમક પણ ફેલાવે તેવી શુભેચ્છા પાઠવતા એ.સી.એસશ્રી ડૉ. જયંતિ એસ. રવિ*
……………….
ગાંધીનગર નિફ્ટ ખાતે અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ શ્રી જયંતિ રવિની અધ્યક્ષતામાં ડિગ્રી અને એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો.જેમાં ફેશન ડિઝાઇન, ફેશન કોમ્યુનિકેશન, ટેક્સટાઇલ ડિઝાઇન, એક્સેસરી ડિઝાઇન, ફેશન મેનેજમેન્ટ અને ફેશન ટેકનોલોજી અને માસ્ટર ઓફ ડિઝાઇનના કુલ 241 વિદ્યાર્થીઓએ સ્નાતક થતાં ,કુલ 173 વિદ્યાર્થીઓને તેમની સ્નાતકની ડિગ્રી અને 68 વિદ્યાર્થીઓને તેમની માસ્ટર ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
એ.સી.એસશ્રી ડૉ. જયંતિ એસ. રવિએ NIFT ગાંધીનગરના દીક્ષાંત સમારોહ અંતર્ગત પ્રાસંગિક કરતાં જણાવ્યું હતું કે,આ સમારોહ એક અંત નથી પણ નવા અધ્યાયની શરૂઆત છે. જ્યાં વિદ્યાર્થીઓની કુશળતા અને દ્રષ્ટિ તેમના જીવન, સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રને આકાર આપશે. તેમણે માતાપિતા અને ફેકલ્ટીના સભ્યોને અભિનંદન આપતા ઉમેર્યું હતું કે,આજે ગર્વ સાથે પદવી મેળવી રહેલા સ્નાતકોને ઉછેરવા અને માર્ગદર્શન આપવા બદલ આપ પણ અભિનંદનને પાત્ર છો.
તેમણે થોડા સમય પહેલા લીધેલ ગ્રેજ્યુએશન પ્રદર્શનોની મુલાકાત અંગેની યાદ સાથે ઉમેર્યું હતું કે, આ પ્રદર્શનમાં તેમણે વિદ્યાર્થીઓના કાર્ય પાછળની સર્જનાત્મકતા અને વાર્તાઓથી ખૂબ પ્રભાવિત થય હતા.જેમાં આદિવાસી પરંપરાઓથી પ્રેરિત ઘરેણાંથી લઈને મુંબઈની ટ્રેનો પર આધારિત બાટિક ડિઝાઇનનો પણ તેમણે ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ વાર્તાઓ અને અનુભવો ખરેખર જીવનને ટકાવી રાખે છે અને સમૃદ્ધ બનાવે છે.
વધુમાં તેમણે ગુરબાની, ગુરુ ગોવિંદ સિંહજી અને ઉપનિષદોના ઉદાહરણ દ્વારા જણાવ્યુઅં હતું કે, દરેકે સત્ય, ધર્મ, જિજ્ઞાસા અને જીવનભર કંઈક નવું શીખવા તત્પર રહેવું જોઈએડૉં. રવિએ કહ્યું કે વાસ્તવિક સંપત્તિ ભૌતિક સફળતા, સર્વાંગી વિકાસ, સહાનુભૂતિ અને કૃતજ્ઞતામાં રહેલી છે.
ઉપરાંત તેમણે ભારત દર્શન દરમિયાન ટ્રેનની મુસાફરીથી લઈને સ્વચ્છ ભારત સાથેના તેમના કાર્ય સુધીના અંગત અનુભવો શેર કર્યા, જેમાં ભાર મૂક્યો કે દરેક પરિસ્થિતિમાં – સૌથી અણધારી જગ્યાએ પણ – કેવી રીતે પાઠ મળી શકે છે. જિજ્ઞાસા અને શ્રેષ્ઠતા ક્યારેય ગુમાવવી જોઈએ નહીં, અને શિક્ષણે સર્જનાત્મકતાને બળ આપવું જોઈએ, મારી નાખવી જોઈએ નહીં.આ સાથે પ્રમાણિકતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.તેમ પણ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે,ઓરોવિલે ખાતેના તેમના કાર્ય વિશે વાત કરી, સ્વામી વિવેકાનંદના R-A-M-A સિદ્ધાંત પર પણ તેમણે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે,કેવી રીતે યથાસ્થિતિ પર પ્રશ્ન ઉઠાવવાથી અસ્વીકાર, ગુસ્સો, નરમાઈ અને સ્વીકૃતિ થાય છે.સફળતા ફક્ત પગાર કે પુરસ્કારોમાં જ નથી મપાતી પરંતુ વ્યક્તિ જે હેતુથી યોગદાન આપે છે, તેનાથી મપાય છે. તેમણે વિદ્યાર્થીઓને ગ્રાહક બનવાથી યોગદાન આપનારા બનવા અને હિંમત, કરુણા અને સર્જનાત્મકતા સાથે પોતાની કારકિર્દીને કાપડની જેમ ગૂંથવા વિનંતી કરી. ભારત સ્વતંત્રતાના 100મા વર્ષ તરફ આગળ વધી રહ્યું છે , ડિઝાઇન ફક્ત જીવનને શણગારવાજ નહીં પરંતુ જીવનમાં પરિવર્તન લાવવા પણ ઉપયોગી બને, ફક્ત બાહ્ય ચમક જ નહીં પરંતુ આંતરિક ચમક પણ ફેલાવે તેવી શુભેચ્છા પાઠવી હતી.
અતિથિ વિશેષ શ્રી અનૂપ નૌટિયાલે સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધન કરતાં NIFT દિલ્હીના પ્રથમ બેચના ભાગ રૂપે તેમની સફર અને ઉત્તરાખંડમાં કાપડ ઉદ્યોગમાં બે દાયકા અને બાદમાં સામાજિક અને પર્યાવરણીય મુદ્દાઓ પરના તેમના 35 વર્ષના વ્યાવસાયિક અનુભવને યાદ કરતાં ,NIFT ને તેમની કારકિર્દીને આકાર આપવા માટે શ્રેય આપતા તેમના અનુભવો વર્ણવ્યા હતા. આ સાથે જ ત્રણ મુખ્ય વાત જેમાં ક્યારેય ખરાબ બોસ ન બનો, હંમેશા “જેમ તમે બોલો છો તેમ ચાલો” અને આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે પોતાનું યોગદાન આપો તેમ જણાવ્યું હતું. સાથે જ તેમણે વિદ્યાર્થીઓને તેમની યાત્રા શરૂ કરતી વખતે ધીરજ, પાયા પર અને સામાજિક રીતે સભાન રહેવા પણ અનુરોધ કર્યો હતો.
આ અવસરે શાબ્દિક સ્વાગત કરતા કેમ્પસ ડિરેક્ટર, NIFT ડૉ. સમીર સૂદે જણાવ્યું હતું કે, ભારત એક એવુ રાષ્ટ્ર છે જે ગર્વથી વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે. ભારત ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે, અને ટૂંક સમયમાં ત્રીજું સ્થાન પણ મેળવી લેશે.
તેમણે આ યાત્રામાં કાપડ અને ફેશન ક્ષેત્રની ભૂમિકા પર પ્રકાશ પાડતા ઉમેર્યું હતું કે, 3 લાખ કરોડની નિકાસ સાથે, પ્રધાનમંત્રીએ 2030 સુધીમાં 9 લાખ કરોડનું લક્ષ્ય રાખ્યું છે,આ હાંસલ કરવાથી ઉદ્યોગનો વ્યાપ ત્રણ ગણો થશે, વિશાળ તકોનું સર્જન થશે. કાપડ, ભારતનો બીજો સૌથી મોટો રોજગારદાતા હોવાથી, રાષ્ટ્ર નિર્માણમાં મોટી જવાબદારી નિભાવે છે. ભારત એક સમયે વિશ્વના કાપડ વેપારના 40% પર નિયંત્રણ રાખતું હતું પરંતુ હવે તે ઘટીને માત્ર 4% થઈ ગયું છે. આ ખોવાયેલી ગૌરવને પુનઃસ્થાપિત કરવાની અને ભારતને ફરીથી વિશ્વનું કાપડ પાવરહાઉસ બનાવવા તેમણે કહ્યું હતું કે, આ માટે સખત મહેનત, શિસ્ત,સ્થિતિસ્થાપકતા અને શૂન્ય વિલંબની જરૂર પડશે.જેના માં વિલંબ કર્યા વિના તકોનો લાભ લેવા અને સફળ થાય ત્યાં સુધી ક્યારેય ન અટકવા અનુરોધ પણ કર્યો હતો. આ અંગે વિધાર્થીઓને ઉલ્લેખી તેમણે ઉમેર્યું હતું કે, તમારી વ્યક્તિગત સિદ્ધિઓ પણ સમાજ અને રાષ્ટ્રની સફળતામાં ફાળો આપશે.
તેમણે પ્રધાનમંત્રીના મંત્ર “દામ કામ, દમ જ્યાદા” – ખર્ચ ઘટાડો અને મૂલ્ય વધારો – નો પણ આ તકે ઉલ્લેખ કરી વિદ્યાર્થીઓને આ મિશનને સ્વીકારવા અને ઉદ્યોગમાં આગળ ધપાવવા પ્રોત્સાહિત કર્યા હતાં.
આ દીક્ષાંત સમારોહ પછી ટેક્સટાઇલ ડિઝાઇનના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ ટેક્સટાઇલ અને ક્રાફ્ટ ડિઝાઇન પ્રોજેક્ટ્સ પર એક પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ ડૉ જયંતિ એસ. રવિ, અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ સાથે નૂપુર આનંદ, ડીન (શૈક્ષણિક); સિંજુ મનાજન, NIFT દિલ્હી, વડા (AA), વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સભ્યો તથા વાલિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
………………………
*નેહા તલાવિયાં*
[9/11, 6:14 PM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/13VI4WI5RHJn0E8ChZmCKDBg3LcOLoVcb?usp=sharing
[9/12, 4:29 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગૃહમંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ખાતે તા.૧૪-૧૫ સપ્ટેમ્બરે પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાશે*
૦૦૦૦૦૦
*કલેકટરશ્રી મેહુલ દવે તથા કેન્દ્રીય સમિતિએ આયોજનની સમીક્ષા કરી*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૨ સપ્ટેમ્બર-, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લામાં મહાત્મા મંદિર ખાતે તા. ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ-૨૦૨૫ અને પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાશે. જે અન્વયે કલેકટર શ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં સંમેલનની વ્યવસ્થા માટે કાર્યરત કેન્દ્રીય સમિતિ અને કલેકટરશ્રી દ્વારા મહાત્મા મંદિર ખાતે મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ, ડાયવર્ઝન, ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન વગેરે વિશેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.સંમેલનમાં અંદાજે ૭૦૦૦ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી નિશા શર્મા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાદંમ્બરીબેન ત્રિવેદી, સબ ફાયર ઓફિસર શ્રી રાજેશ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી તેજલબા ચૌહાણ, માર્ગ- મકાન અને અન્ય વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/12, 4:38 PM] Neha Talaviya.Mahiti: *ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા,૧૭ સપ્ટેમ્બર થી ૧૬-ઓકટોબર સુધી મેદસ્વિતા મુક્તિ માટે ગુજરાતમાં ૭૫ સ્થળોએ શિબિરનું આયોજન*
…….
*ગાંધીનગર જિલ્લામાં મેદસ્વિતા મુક્તિ માટે ખાસ શિબિરનું આયોજન*
…..
*યોગ અને આહાર થકી મેદસ્વિતા દુર કરવા આસનો, પ્રાણાયામ, ડાયટ વગેરેની જાણકારી શિબિર અંતર્ગત મેળવી શકાશે*
….
વડાપ્રધાનશ્રીના ૭૫ માં જન્મદિવસ નિમિતે “ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા,૧૭ સપ્ટેમ્બર-૨૦૨૫ થી ૧૬-ઓકટોબર-૨૦૨૫ દરમિયાન મેદસ્વિતા દુર કરવા માટે સમગ્ર ગુજરાતમાં ૭૫ સ્થળોએ ૧૦૦ લોકો સાથે ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર ખાતે પણ બે સ્થળ પૈકી સેક્ટર 28નો બગીચો, બ્રહ્માકુમારી સેન્ટર પાસે ગાંધીનગર તથા ગુડા ગાર્ડન કુડાસણ ખાતે પણ આ કેમ્પનું આયોજન ડિસ્ટ્રીક કોર્ડીનેટર ભાવનાબેન જોષીના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું છે.આ કેમ્પનો હેતુ લોકોને યોગ અને આહાર થકી મેદસ્વિતા કઇ રીતે દુર કરવા તે માટેના આસનો, પ્રાણાયામ, ડાયટ વિગેરેથી જાણકારી આપી મેદસ્વિતા દુર કરાશે. જેમા ભાગ લેવા નગરજનો એ નીચે આપેલી લિંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
રજીસ્ટ્રેશન લીંકઃ https://forms.gle/JpEzUTWATiWsMP6y6
….
*નેહા તલાવિયા*
[9/12, 7:58 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *દહેગામ શહેર ખાતે ગેરકાયદેસર દબાણ દૂર કરાયું: વરસાદી પાણીના નિકાલમાં અવરોધક ૩ દુકાનોનું ડિમોલિશન કરાયું*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૨ સપ્ટેમ્બર-, રાજયમાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર થયેલ દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે દહેગામ નગરપાલિકા વિસ્તારમાં પૂર્ણિમા હાઈસ્કુલના ઢાળ પાસે ગેરકાયદેસર ૩ દુકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
દહેગામ નગરમાં વરસાદી પાણીના નિકાલને અવરોધરૂપ આ દુકાનો દૂર કરવા માટે તા. ૮/૯/૨૦૨૫ના નામદાર હાઇકોર્ટના થયેલ હુકમ બાદ દુકાનોના દબાણો દૂર કરવા આજરોજ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં દહેગામ નગરપાલિકા, મામલતદારશ્રીની કચેરી, સીટી સર્વે કચેરી, પોલીસ સ્ટેશન અને યુજીવીસીએલ કચેરીના સંયુક્તરૂપે દબાણ હટાવવાની કામગીરી કામગીરી કરાઈ હતી.
૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદ
*************†***†**********
https://youtu.be/SdQLDQmsGo0?si=8jq5rU7zvil3qCoK
આપની આસપાસ બનતી ઘટનાઓના વિડિયો ફોટાઓ અને સમાચારો અમોને અમારા અખબારી માધ્યમ તેમજ ચેનલમાં પ્રસારિત કરવા માટે અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીંયા કોઈપણ વિડિયો ફોટાઓ સમાચારો માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે. તંત્રી પ્રદીપ રાવલ(9824653073)
