[3/11, 10:48 AM] Neha Talaviya.Mahiti: *દાંડી કૂચ સ્મૃતિ દિવસ વિશેષ*
….
*દાંડી કુટીર: સત્યાગ્રહની ગાથા કહેતું ગાંધીનગર જિલ્લાનું આધુનિક સ્મૃતિ તીર્થ*
…..
ગાંધીનગરના હૃદયસમા વિસ્તારમાં સ્થિત દાંડી કુટીર એ માત્ર એક ઈમારત નથી, પણ ભારતની આઝાદીના ઈતિહાસનું જીવંત પ્રતીક છે. ‘દાંડી કૂચ સ્મૃતિ દિવસ’ નિમિત્તે આ અદભૂત સ્થાપત્ય અને તેના દ્વારા ઉજાગર થતા મહાત્મા ગાંધીના મૂલ્યો પર એક વિશેષ લેખ.
૧૨ માર્ચ, ૧૯૩૦ આ એ ઐતિહાસિક દિવસ હતો જ્યારે સાબરમતીના સંતે અન્યાયી મીઠાના કાયદા વિરુદ્ધ પદયાત્રા શરૂ કરી હતી. આજે જ્યારે આપણે આ દિવસને યાદ કરીએ છીએ, ત્યારે ગાંધીનગરની ‘દાંડી કુટીર’ તે આંદોલનની તીવ્રતા અને ગાંધીજીના વિચારોને આધુનિક શૈલીમાં રજૂ કરે છે.
દાંડી કુટીરની સૌથી મોટી વિશેષતા તેનો આકાર છે. આ મ્યુઝિયમ મીઠાના ઢગલા જેવો આકાર ધરાવે છે, જે સીધો જ મીઠાના સત્યાગ્રહ સાથે સંબંધ દર્શાવે છે. આ વિશાળ કુટીર વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે જે ફક્ત એક વ્યક્તિ મહાત્મા ગાંધી ના જીવન પર આધારિત છે.
આ દાંડી કુટીર આધુનિક ટેકનોલોજી અને ઈતિહાસનો સંગમ છે.સ્મૃતિ દિવસ નિમિત્તે અહીં આવતા મુલાકાતીઓ માત્ર વસ્તુઓ જોતા નથી, પણ ઈતિહાસને અનુભવે છે.
અહીં 3D વિઝ્યુઅલ્સ મારફતે ગાંધીજીના બાળપણથી લઈને આઝાદી સુધીની સફરને લેસર ટેકનોલોજી દ્વારા જીવંત કરવામાં આવી છે. મુલાકાતીઓને દરેક તબક્કાની માહિતી આપવા માટે આધુનિક હેડસેટ્સની સુવિધા છે.
દાંડી કૂચના મહત્વના દ્રશ્યોને એવી રીતે કંડારવામાં આવ્યા છે કે જાણે તમે પોતે તે પદયાત્રાનો હિસ્સો હોવ.
*એક મુઠ્ઠી મીઠાએ હલાવ્યો બ્રિટિશ સામ્રાજ્યનો પાયો*
દાંડી કુટીરની મુલાકાત આપણને યાદ અપાવે છે કે કેવી રીતે ૭૮ સાથીઓ સાથે શરૂ થયેલી ૨૪૧ માઈલની પદયાત્રાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત તરફ ખેંચ્યું હતું. તે માત્ર મીઠાનો ટેક્સ હટાવવાની લડાઈ નહોતી, પણ આત્મસન્માન અને અહિંસક પ્રતિકારની લડાઈ હતી.
આજના ડિજિટલ યુગમાં, દાંડી કુટીર યુવા પેઢી માટે પ્રેરણાનું કેન્દ્ર છે. તે શીખવે છે કે,સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને સૌથી શક્તિશાળી શાસનને પણ નમાવી શકાય છે.
ગાંધીનગરની દાંડી કુટીર એ માત્ર પર્યટન સ્થળ નથી, પણ એક ‘અનુભૂતિ’ છે. દાંડી કૂચ સ્મૃતિ દિવસે અહીંની મુલાકાત લેવી એ રાષ્ટ્રપિતા પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ છે, જે આપણને આપણા મૂળિયાં અને આઝાદીની કિંમત સમજાવે છે.
*દાંડી કુટીર નિર્માણ પાછળનો ઇતિહાસ અને સમય*
દાંડી કુટીરનું નિર્માણ ગુજરાત સરકાર દ્વારા મહાત્મા મંદિર સંકુલના ભાગરૂપે કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમનો મુખ્ય પ્રોજેક્ટ આશ્ચર્યજનક રીતે ખૂબ જ ટૂંકા સમયમાં લગભગ ૭ થી ૯ મહિનાના રેકોર્ડ સમયમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો.
આ ભવ્ય સ્મારકનું ઉદ્ઘાટન જાન્યુઆરી ૨૦૧૫ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ખર્ચ અને કદની વાત કરવામાં આવે તો આશરે રૂપિયા ૨૬૦ કરોડના ખર્ચે બનેલું આ મ્યુઝિયમ ૧૫ એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે.
દાંડી કુટીર આજે વિશ્વના નકશા પર એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે,વિશ્વનું સૌથી મોટું વ્યક્તિગત મ્યુઝિયમ છે, સાથે આ દુનિયાનું સૌથી મોટું કાયમી મ્યુઝિયમ પણ છે, જે માત્ર એક જ વ્યક્તિ ના જીવન અને વિચારો પર આધારિત છે.
અહીં ૧૪ થી વધુ અત્યાધુનિક મલ્ટીમીડિયા ટેકનોલોજી જેમ કે 3D હોલોગ્રાફી, 3D મેપિંગ, અને 4D વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ થયો છે, જે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
૪૧ મીટર ઊંચો અને ૯૦ મીટર વ્યાસ ધરાવતો આ શંકુ આકારનો ‘મીઠાનો ઢગલો’ ગાંધીજીના સત્યાગ્રહનું મજબૂત પ્રતીક માનવામાં આવે છે.
*દાંડી કુટીર કેવી રીતે પહોંચશો?*
ગાંધીનગરના સેક્ટર-૧૩ માં સ્થિત છે.અહીં રોડ માર્ગથી અમદાવાદથી ગાંધીનગર માત્ર ૩૦ કિમી દૂર છે. તમે ખાનગી ટેક્સી, એસ.ટી. બસ અથવા જી.એસ.આર.ટી.સી.ની વોલ્વો બસ દ્વારા સરળતાથી પહોંચી શકો છો.
રેલવે માર્ગ માટે સૌથી નજીકનું સ્ટેશન ‘ગાંધીનગર કેપિટલ’ છે, જે મ્યુઝિયમથી માત્ર ૨ કિમીના અંતરે છે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી પણ ટેક્સી ઉપલબ્ધ છે.
ઉપરાંત હાલમાં અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવા કાર્યરત છે, જેના દ્વારા છેક સ્થળ સુધી આસાનીથી પહોંચી શકાય છે.
હવાઈ માર્ગે પહોંચવા નજીકનું એરપોર્ટ ‘સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ’ અમદાવાદ છે, જે આશરે ૨૦ કિમી દૂર છે.
…..
*આલેખન:નેહા તલાવિયા*
[3/11, 11:07 AM] Neha Talaviya.Mahiti: *દાંડી યાત્રાની અવિસ્મરણીય ગાથાને જીવંત રાખતું “દાંડી કુટીર મ્યુઝિયમ”*
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઐતિહાસિક સ્થાન ધરાવતી દાંડી માર્ચની યાદોને જીવંત રાખવા માટે ગાંધીનગર ખાતે નિર્માણ પામેલું દાંડી કુટીર મ્યુઝિયમ દેશનું અનોખું અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ મ્યુઝિયમ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન અને તેમના અહિંસક આંદોલનોની ગાથા અહીં અત્યંત રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે.
12 માર્ચ, 1930ના રોજ મહાત્મા ગાંધીજીએ બ્રિટિશ સરકારના મીઠા કાયદા સામે વિરોધ દર્શાવવા માટે ઐતિહાસિક દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. આ યાત્રા માત્ર એક પ્રતિકાત્મક પગલું નહોતું, પરંતુ સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય ચેતનાનો સંદેશ આપનાર એક પ્રબળ આંદોલન બની રહ્યું હતું. સ્વરાજના શ્રી ગણેશ પણ આ સત્યાગ્રહથી જ શરૂ થયા હતા. ચપટી મીઠું જેમ વાગેલા ઘા પર બળતરાં ઉત્પન્ન કરી એવી રીતે જ મીઠાના સત્યાગ્રહે અંગ્રેજ સરકારને તીવ્ર વેદનાથી હંફાવી દીધી હતી. આ ઐતિહાસિક ઘટનાની સ્મૃતિને અવિનાશી બનાવવાના હેતુથી ગાંધીનગરમાં દાંડી કુટીર મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે.
દાંડી કુટીર મ્યુઝિયમની વિશેષતા એ છે કે *અહીં આધુનિક ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન, 3D ટેક્નોલોજી, લાઇટ અને સાઉન્ડ ઇફેક્ટ્સ* દ્વારા મહાત્મા ગાંધીજીના જીવનના વિવિધ પ્રસંગોને જીવંત બનાવવામાં આવ્યા છે.
ગાંધીજીના બાળપણથી લઈને દક્ષિણ આફ્રિકામાં થયેલા સંઘર્ષ, ભારત પાછા આવ્યા બાદના સ્વાતંત્ર્ય આંદોલનો અને દાંડી યાત્રા સુધીની સમગ્ર સફર અહીં રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે.
આ મ્યુઝિયમની ઇમારત પણ મીઠાના ઢગલા જેવી રચનામાં તૈયાર કરવામાં આવી છે, જે દાંડી યાત્રાની ભાવનાને પ્રતિકાત્મક રીતે વ્યક્ત કરે છે. અહીં મુલાકાતે આવતા પ્રવાસીઓ માત્ર ઇતિહાસને જાણતા નથી, પરંતુ સ્વાતંત્ર્ય સંગ્રામની આત્માને પણ અનુભવી શકે છે.
દર વર્ષે 12 માર્ચે દાંડી યાત્રાની વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ પ્રસંગે દાંડી કુટીર મ્યુઝિયમ ખાતે પણ મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારે જોવા મળે છે અને લોકો મહાત્મા ગાંધીજીના અહિંસા, સત્ય અને સ્વરાજના સંદેશને યાદ કરે છે.
આ રીતે દાંડી કુટીર મ્યુઝિયમ માત્ર એક મ્યુઝિયમ નથી, પરંતુ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રેરણાદાયક ગાથાને નવી પેઢી સુધી પહોંચાડતું જીવંત કેન્દ્ર બની રહ્યું છે.
….
– કિશન જાદવ
[3/9, 9:06 PM] Neha Talaviya.Mahiti: *નિફ્ટ ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ‘વિકસિત ભારત @2047’ ના નિર્માણમાં મહિલા નેતૃત્વ પર અપાયો ભાર*
…..
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT), ગાંધીનગર દ્વારા કેમ્પસ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશેષ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓની સિદ્ધિઓ, નેતૃત્વ અને સામાજિક સમાનતા જેવા વિષયો પર અર્થપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં સંસ્થાના નિયામક, આમંત્રિત મહાનુભાવો, ફેકલ્ટી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નેતૃત્વ અને સમાનતાનો સંદેશ
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી નિફ્ટ ગાંધીનગરના નિયામક પ્રોફ. (ડૉ.) સમીર સૂદએ જણાવ્યું હતું કે, “નિફ્ટ જેવી સંસ્થાઓ સમાવીશક વ્યાવસાયિક પર્યાવરણ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને ‘વિકસિત રાષ્ટ્ર’ બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું મહિલાઓની સક્રિય ભાગીદારી વગર શક્ય નથી.” તેમણે ટકાઉ વિકાસ માટેના ત્રણ ‘E’—Environment (પર્યાવરણ), Equity (સમાનતા) અને Economics (અર્થતંત્ર) પૈકી ‘Equity’ (સમાનતા) પર વિશેષ ભાર મૂક્યો હતો.
ટેક્સટાઇલ ક્ષેત્રમાં મહિલાઓનું પ્રદાન
ડૉ. સૂદે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે:
ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જોડાયેલા ૪.૫ કરોડ સીધા કાર્યબળમાં ૬૦ ટકા મહિલાઓ છે.
હેન્ડલૂમ ક્ષેત્રના ૩૫ લાખ કામદારોમાં ૬૫ થી ૭૫ ટકા મહિલાઓ છે.
હસ્તકલા ક્ષેત્રના ૭૦ લાખ કારીગરોમાં અડધાથી વધુ મહિલાઓ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરી રહી છે.
ખુદ નિફ્ટમાં પણ ડાયરેક્ટર જનરલ અને ડીન જેવા ઉચ્ચ પદો પર મહિલાઓનું મજબૂત નેતૃત્વ રહ્યું છે.
સાયબર સુરક્ષા અને માનસિક દૃઢતા
મુખ્ય વક્તા ડૉ. લવિના સિન્હા (IPS, DCP – સાયબર ક્રાઈમ, અમદાવાદ) એ વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અને ડિજિટલ જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “સાચી લિંગ સમાનતા ઘરમાંથી શરૂ થાય છે. મહિલાઓએ સફળતા માટે પુરુષોની નકલ કરવાની જરૂર નથી, પરંતુ પોતાની અનોખી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવો જોઈએ.” તેમણે શારીરિક અને માનસિક તંદુરસ્તીને આત્મવિશ્વાસનો પાયો ગણાવ્યો હતો.
ઉદ્યોગસાહસિકતા અને સર્જનાત્મકતા
નિફ્ટના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ‘રાસલીલા ટેક્સટાઇલ’ના સ્થાપક શ્રીમતી હેતલ શ્રીવાસ્તવએ પોતાની ઉદ્યોગસાહસિક યાત્રા વહેંચતા જણાવ્યું હતું કે, ડિઝાઇન ક્ષેત્રના લોકોએ દુનિયાને અલગ દ્રષ્ટિકોણથી જોવી જોઈએ. તેમણે મહિલા કારીગરોની અદમ્ય ઈચ્છાશક્તિના ઉદાહરણો આપીને સમજાવ્યું કે કરુણા અને દૃઢતા એ મહિલા નેતૃત્વના સૌથી મોટા હથિયાર છે.
કાર્યક્રમ દરમિયાન અહિલ્યાબાઈ હોળકર, રાણી લક્ષ્મીબાઈ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જેવા પ્રેરણાદાયી વ્યક્તિત્વોના વારસાને પણ યાદ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સમાપન મહિલા સશક્તિકરણ અને સમાનતાના મૂલ્યોને આગળ ધપાવવાના સંકલ્પ સાથે કરવામાં આવ્યું હતું.
…
*નેહા તલાવિયા*
[3/10, 3:53 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગરના ઝુંડાલ ગામ ખાતે ફળ-શાકભાજી પરિરક્ષણની તાલીમ અપાઇ અનોખી રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો*
……….
ગાંધીનગર જિલ્લામાં ઝુંડાલ ગામે મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાયબ બાગાયત નિયામકની કચેરી તેમજ મહાનગરપાલિકાના આઈ.સી.ડી.એસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા વૃતિકા સ્ટાઇપેન્ડ યોજના અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓને બાગાયતી પેદાશોના મૂલ્યવર્ધન દ્વારા આર્થિક રીતે સદ્ધર બનાવવાના હેતુથી *ફળ અને શાકભાજી પરિરક્ષણ” (Value Addition) અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામકશ્રી હિરલબેન પંડયા દ્વારા તમામ ઉપસ્થિત મહિલાઓ તેમજ તાલીમાર્થીઓને બાગાયતી પેદાશો નું મૂલ્યવર્ધન કરી આત્મનિર્ભર બને એ હેતુસર ફળ અને પરિરક્ષણ ની તાલીમ વિશે તથા બાગાયત ખાતાની વિવિધ મહિલાલક્ષી તેમજ મૂલ્યવર્ધન સબંધિત સહાય યોજનાની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં મેયરશ્રી દ્રારા તાલીમાર્થીઓ ને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.
આ કાર્યક્રમમાં ગાંધીનગર મેયરશ્રી મીરાબેન પટેલ, દંડકશ્રી સેજલબેન પરમાર, નાયબ મુ. કમિશનરશ્રી, નાયબ બાગાયત નિયામક, પ્રોગ્રામ ઓફિસર તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
*વંદન સોલંકી*
[3/10, 5:15 PM] Neha Talaviya.Mahiti: *રૂપાલ અને ડભોડામાં અનુક્રમે 12 અને 13 માર્ચે જિલ્લા સેવા સેતુ કાર્યક્રમ: વિવિધ ગામોના નાગરિકોને સ્થળ પર જ મળશે સરકારી સેવાઓ*
પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે *જિલ્લા સેવા સેતુ કાર્યક્રમનું* આયોજન કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત આગામી *12 માર્ચ,2026 (ગુરુવાર)* ના રોજ રૂપલ ગામ ખાતે અને *13 માર્ચ, 2026(શુક્રવાર)* સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ દ્વારા આસપાસના વિસ્તારોના નાગરિકોને સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ સેવા સેતુ કાર્યક્રમમાં *સરઢવ, રૂપલ, વાસન, ઉનાવા, પીપલજ, સોનિપુર, જલુંદ, આદરજ મોટી, પુન્દ્રાસણ, ટીંડોડા, ભોયણ, રાઠોડ, શેરથા, ઉવારસદ, તારાપુર, દંતાલી, જમિયતપુરા, અડાલજ અને મુબારકપુરા* સહિતના ગામોને આવરી લેવાશે.
જ્યારે ડભોડામાં *લેકાવાડા, પાલજ, ચીલોડા(ડભોડા), ઈસનપુર મોટા, મગોડી, પ્રાંતીયા, શાહપુર, રતનપુર, લવારપુર, ડભોડા, વડોદરા, પીરોજપુર, કરાઈ, વલાદ, વાંકાનેરડા, ગલુદણ, સોનારડા, વીરા તલાવડી, મેદરા, લીંબડીયા રણાસણ, રાયપુર* ગામોને આવરી લેવાશે.
કાર્યક્રમ દરમિયાન નાગરિકોને વિવિધ સરકારી વિભાગોની સેવાઓ સરળતાથી પ્રાપ્ત થાય તે માટે માર્ગદર્શન અને જરૂરી દસ્તાવેજી કામગીરી સ્થળ પર જ પૂર્ણ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને *પુછપરછ-માર્ગદર્શન કેન્દ્ર તેમજ વિવિધ વિભાગોના ફોર્મનું વિતરણ અને ફોર્મ ભરવાની કામગીરી* માટે સંબંધિત કામગીરી આવરી લેવાશે.
જિલ્લા સેવા સેતુ કાર્યક્રમ થકી નાગરિકોને પોતાના ગામ નજીક જ સરકારી સેવાઓનો લાભ મળી શકશે.
*- કિશન જાદવ*
[3/10, 5:32 PM] Neha Talaviya.Mahiti: *મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારની ઉદ્યોગ ક્ષેત્રે વધુ એક પ્રોત્સાહક પહેલ*
*****
*ગાંધીનગર સ્થિત EQDC ખાતે માનનીય ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામિતના હસ્તે ઉર્જા લેબોરેટરી, કૉન્ફરન્સ રૂમ અને તાલીમ કેન્દ્રનું કરાયું ઉદ્ઘાટન*
*****
*નવી ઉર્જા લેબોરેટરી શરૂ થતાં આધુનિક ટેસ્ટિંગ તેમજ ગુણવત્તા મૂલ્યાંકન સેવાઓ વધુ સરળ બનશે*
*****
*ઉદ્યોગોને હવે તેમના પ્રોડક્ટ્સ અને સિસ્ટમ્સનું સ્થાનિક કક્ષાએ જ પરીક્ષણ કરવાની સુવિધા મળશે*
*****
*નવું તાલીમ કેન્દ્ર MSME ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને ઇલેક્ટ્રિકલ-એનર્જી ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગોને માર્ગદર્શન અને ટેકનિકલ સપોર્ટ આપશે*
*****
*ગાંધીનગર, 10 માર્ચ 2026 :* ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કાર્યરત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ક્વોલિટી ડેવલોપમેન્ટ સેન્ટર (EQDC), ગાંધીનગર ખાતે ઉર્જા લેબોરેટરી, કોન્ફરન્સ રૂમ તથા તાલીમ કેન્દ્રનું માનનીય ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી ડો. જયરામભાઈ સી. ગામિતના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું. મંત્રીશ્રીએ ઈક્યૂડીસીની સુવિધાઓ અંગેની તકતીનું અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન બાદ મંત્રીશ્રીએ ઉર્જા લેબોરેટરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું.
આ નવી સુવિધાઓનો પ્રારંભ થવાથી રાજ્યમાં ઊર્જા ક્ષેત્રમાં સંશોધન, તાલીમ અને ટેકનિકલ ક્ષમતાના વિકાસને નવી ગતિ મળશે. ખાસ કરીને MSME ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને ઇલેક્ટ્રિકલ-એનર્જી ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગો માટે આ કેન્દ્ર મહત્વપૂર્ણ માર્ગદર્શન અને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “મેક ઈન ઇન્ડિયા”, “સ્કિલ ઇન્ડિયા”, “સ્ટાર્ટઅપ ઇન્ડિયા” વેગેરે જેવા મંત્રોને સુપેરે આગળ ધપાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ઉદ્યોગો તેમજ એમસએમઈસ તેમજ સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે અનેક પ્રોત્સાહક પહેલો કરી છે અને તેના અંતર્ગત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગે તેના હેઠળ કાર્યરત EQDC ખાતે રાજ્યના ઉદ્યોગો માટે આ ત્રણ મહત્વની પહેલો કરી છે.
નોંધનીય છે કે ગુજરાત સરકારે “વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત”ના મંત્ર સાથે ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો છે. EQDC ખાતે શરૂ કરાયેલી આ નવી સુવિધાઓ રાજ્યના ઊર્જા ક્ષેત્ર, MSME ઉદ્યોગો અને ટેકનિકલ માનવસંસાધન વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને ગુજરાતને ઊર્જા કાર્યક્ષમતા તથા ઉદ્યોગ વિકાસમાં આગેવાન બનાવવામાં સહાયક બનશે.
ઈક્યૂડીસી (EQDC) ખાતે શરૂ કરાયેલી આ ઉર્જા પ્રયોગશાળામાં ડિસ્કોમ કેબલ્સ, એનર્જી મીટર, ડિસિ્ટ્રબ્યુશન ટ્રાન્સફોર્મર, ઇન્સ્યુલેટર તથા અન્ય ઇલેકિ્ટ્રકલ ઉપકરણો માટે આધુનિક પરીક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના પરિણામે ઊર્જા કાર્યક્ષમતા, ઇલેક્ટ્રિકલ ગુણવત્તા, ટેસ્ટિંગ અને એનાલિસિસ જેવી કામગીરી વધુ સરળ બનશે. જેના કારણે ઉદ્યોગોને તેમના પ્રોડક્ટ્સ અને સિસ્ટમ્સનું પરીક્ષણ સ્થાનિક સ્તરે જ કરવાની સુવિધા મળશે.
રાજ્યમાં ઉદ્યોગ અને તકનિકી ક્ષમતા વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઈક્યુડીસી ખાતે સ્થાપિત કરવામાં આવેલું ટ્રેનિંગ સેન્ટર ઉદ્યોગકારો, ઇજનેરો, ટેકનિશિયન તેમજ વિદ્યાર્થીઓ માટે કુશળતા વિકાસનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે. આ કેન્દ્રમાં ઊર્જા વ્યવસ્થાપન (Energy Management), ઇલેક્ટ્રિકલ સલામતી, નવી અને રિન્યૂએબલ એનર્જી ટેક્નોલોજી તેમજ ઉદ્યોગ ક્ષેત્ર માટે જરૂરી આધુનિક ટેકનિકલ તાલીમ પ્રદાન કરવામાં આવશે.
આ ઉપરાંત આધુનિક કોન્ફરન્સ રૂમ ઉદ્યોગકારો, નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓ વચ્ચે સંવાદ અને વિચાર-વિમર્શ માટે ઉપયોગી બનશે. ઉદ્યોગ અને ઊર્જા ક્ષેત્રમાં નવા વિચારો, ટેકનોલોજી અને નીતિઓ પર ચર્ચા માટે આ સુવિધા મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવશે.
આ કાર્યક્રમમાં અધિક મુખ્ય સચિવ (ઉદ્યોગ અને ખાણ વિભાગ) શ્રીમતી મમતા વર્મા (IAS) અને ઉદ્યોગ કમિશનર શ્રી સ્વરૂપ પી. (IAS) અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
X-X-X
[3/10, 6:29 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી*
….
*આંગણવાડી કાર્યકર્તા બહેનોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સુરક્ષિત બેન્કિંગ અંગે અપાયું માર્ગદર્શન*
……
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા રાંધેજા સ્થિત સરદાર પટેલ તાલીમ કેન્દ્ર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગર અને અમદાવાદ કોર્પોરેશનની આંગણવાડી કાર્યકર્તા બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મહિલા કલ્યાણ અને યોજનાઓ: કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી અશ્વિન જાસકિયા દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ સરકારી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, કિશોરીઓ સાથે કઈ રીતે અસરકારક રીતે કામગીરી કરી શકાય અને તેમના વિકાસમાં આંગણવાડીની ભૂમિકા અંગે પણ તેમને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.
લીડ બેંક મેનેજર શ્રી ચાવડા સાહેબે ડિજિટલ યુગમાં સુરક્ષિત નાણાકીય વ્યવહાર (Transactions) કઈ રીતે કરવા અને છેતરપિંડીથી બચવા માટે રાખવાની તકેદારીઓ વિશે સમજણ આપી હતી.
લીડ બેંકમાંથી શ્રી અનિલ પુરોહિતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નવી થીમ “કેવાયસી (KYC): સુરક્ષિત બેન્કિંગ તરફ પ્રથમ પગલું” પર બહેનો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી, જેથી તેઓ બેન્કિંગ સેવાઓનો સલામત રીતે ઉપયોગ કરી શકે.
કાર્યક્રમના અંતે અંકિતબેન દ્વારા ઉપસ્થિત તમામ બહેનોને વિભાગની વિવિધ યોજનાકીય પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી આ માહિતી છેવાડાની મહિલાઓ સુધી પહોંચી શકે. આ કાર્યક્રમ મહિલા સશક્તિકરણ અને જાગૃતિ લાવવાની દિશામાં એક મહત્વનું પગલું સાબિત થયો છે.
……………………………………………………
[3/10, 4:36 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતને ‘સ્પોર્ટ્સ હબ’ બનાવવાના સંકલ્પ સાથે રમતગમત વિભાગ માટે રૂ.૨૦૦૬ કરોડની ઐતિહાસિક જોગવાઈ: રૂ. ૫૦૦ કરોડના ખર્ચે અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’: મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
*ગુજરાતને વૈશ્વિક સ્પોર્ટ્સ હબ બનાવવા ઓલિમ્પિક સ્તરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ડબલ એન્જિન સરકારનું મજબૂત આયોજન*
*અમદાવાદમાં ૧૭,૫૦૦ ખેલાડીઓની કેપેસીટી ધરાવતું ‘ઓલિમ્પિક વિલેજ’ અને કરાઈમાં ૫૦ હજારની કેપેસિટીનું નવું એથ્લેટિક્સ સ્ટેડિયમ અને શૂટિંગ રેન્જ બનશે*
*વિવિધ જિલ્લાઓમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ.૧૬૫ કરોડ અને કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાની સુવિધાઓ માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ*
*વર્ષ ૨૦૧૦માં પ્રારંભ થયેલા ‘ખેલ મહાકુંભ’માં રમતવીરોની સંખ્યા ૧૬.૫૦ લાખ હતી જે વધીને આજે વર્ષ ૨૦૨૫-૨૬માં ૭૨ લાખે પહોંચી*
*ગ્રંથાલયોના આધુનિકીકરણ માટે રૂ. ૧૮૭ કરોડની જોગવાઈ: આદિવાસી વિસ્તારોમાં ૧૨ નવી લાઈબ્રેરી અને ૧૬ સોલાર પાવર આધારિત લાઈબ્રેરીઓનું નિર્માણ કરાશે*
*વિધાનસભા ગૃહમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની અંદાજપત્રિય માંગણીઓ પસાર*
*************************
ગુજરાત વિધાનસભા ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની બજેટ માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના યુવાનોના સર્વાંગી વિકાસ અને રમતગમત ક્ષેત્રે ગુજરાતના વધતા પ્રભાવને રેખાંકિત કર્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતને ‘સ્પોર્ટ્સ હબ’ બનાવવાના સંકલ્પ સાથે રમતગમત વિભાગ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ‘ડબલ એન્જિન’ સરકારે આ વર્ષે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે રૂ. ૨૦૦૬ કરોડની જોગવાઈ કરી છે, જે અગાઉના વર્ષોની સરખામણીએ અનેકગણી છે.
મંત્રી શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે આ બજેટમાં માત્ર રમતગમત ક્ષેત્ર માટે રૂ. ૧,૩૩૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વૈશ્વિક ફલક પર ગુજરાતને રમતગમત ક્ષેત્રે અગ્રેસર કરવા માટે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ૩૩૫ એકરમાં ફેલાયેલું ‘SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ’ આ મિશનનું કેન્દ્રબિંદુ બનશે. આ એન્ક્લેવમાં ૧૨,૦૦૦ની ક્ષમતા ધરાવતું ઓલિમ્પિક સ્ટાન્ડર્ડ એક્વેટિક સેન્ટર, ૨૪,૦૦૦ની ક્ષમતાનું ટેનિસ સેન્ટર અને ૧૮,૦૦૦ની બેઠક ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ઇન્ડોર એરેના તૈયાર કરવામાં આવશે.
રાજ્યના અન્ય મહત્વના સ્પોર્ટ્સ પ્રોજેક્ટ્સની વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કરાઈ ખાતેની ગુજરાત પોલીસ એકેડેમીમાં ૧૪૩ એકર વિસ્તારમાં ૫૦,૦૦૦ની ક્ષમતાવાળું નવું એથ્લેટિક્સ સ્ટેડિયમ અને આધુનિક શૂટિંગ રેન્જનું નિર્માણ થઈ રહ્યું છે. ખેલાડીઓની સુવિધા માટે અમદાવાદના ભાટ ખાતે ૧૩૫ એકરમાં ૧૭,૫૦૦ ખેલાડીઓ રહી શકે તેવું આધુનિક ‘ઓલિમ્પિક ગેમ્સ વિલેજ’ બનાવવામાં આવશે.
મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ માત્ર ઇમારતોનું નિર્માણ નથી, પરંતુ ભવિષ્યની મોટી રમતગમતની સ્પર્ધાઓ બાદ આ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ‘હાઈ-પરફોર્મન્સ ટ્રેનિંગ સેન્ટર’ તરીકે વિકસાવવામાં આવશે. આ સુવિધાઓ ગુજરાતના યુવાનો માટે ખુલ્લી મૂકવામાં આવશે, જેથી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરી શકે.
રાજ્યમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે માહિતી આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ. ૧૬૫ કરોડ અને કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાની સુવિધાઓ માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં હોકીની રમતને વધુ વેગ આપવા માટે રૂ.૯૦ કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનું હોકી સ્ટેડિયમ બનાવવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
મંત્રીશ્રીએ ગર્વભેર જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૧૦માં પ્રારંભ થયેલા ‘ખેલ મહાકુંભ’માં રમતવીરોની સંખ્યા ૧૬.૫૦ લાખથી વધીને આજે વર્ષ ૨૦૨૫-૨૬માં ૭૨ લાખ સુધી પહોંચી છે, જે રમતગમત ક્ષેત્રે ગુજરાતની બદલાયેલી વિચારધારાનું પ્રતીક છે. ઈન સ્કુલ યોજના હેઠળ રાજ્યની ૨૩૦ શાળાઓમાં ૧.૨૯ લાખથી વધુ બાળકોને તાલીમ મળી રહી છે. જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) પાછળ વાર્ષિક રૂ. ૯૫ કરોડનો ખર્ચ કરી ૫૩૦૦થી વધુ બાળકોને તાલીમ આપી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે આ ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ૧૭૦ અને રાજ્ય કક્ષાએ ૧૯૩૮ મેડલ જીત્યા છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા યોજાતી રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં આજે ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે. વર્ષ ૨૦૨૪-૨૫ ની ૬૮મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગુજરાતના રમતવીરોએ ૩૨ ગોલ્ડ, ૩૧ સિલ્વર અને ૫૪ બ્રોન્ઝ સાથે કુલ ૧૧૭ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્યના યુવાનોની બૌદ્ધિક અને શારીરિક શક્તિ ખીલવવા માટે સરકારે ગ્રંથાલયોના આધુનિકીકરણ માટે રૂ. ૧૮૭ કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાં આદિવાસી વિસ્તારોમાં ૧૨ નવી લાઈબ્રેરીઓ અને ૧૬ સોલાર પાવર આધારિત લાઈબ્રેરીઓનું નિર્માણ કરવામાં આવશે. સાહિત્યકારો માટે ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ની રકમ રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૨ લાખ અને ‘યુવા ગૌરવ પુરસ્કાર’ની રકમ રૂ. ૫૧ હજારથી વધારીને રૂ. ૧ લાખ કરાઈ છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે પુરાતત્વ અને મ્યુઝિયમ વિભાગ માટે રૂ. ૨૨૬ કરોડના ખર્ચે કચ્છના વડીમેડી અને પ્રભાસ પાટણના સૂર્યમંદિર જેવા ઐતિહાસિક સ્થળોનું રિસ્ટોરેશન કરવામાં આવશે. કેવડિયા ખાતે ૫૬૨ રજવાડાની એકતાનું ભવ્ય સંગ્રહાલય અને દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન આધારિત મ્યુઝિયમ આકાર લઈ રહ્યા છે. આ ઉપરાંત, ‘કલા મહાકુંભ’ અને ‘માધવપુર ઘેડના મેળા’ જેવા આયોજનો દ્વારા ગુજરાતની લોકકલાને વૈશ્વિક મંચ આપવામાં આવી રહ્યો છે.
ગુજરાત સરકાર યુવાનોને માત્ર મેડલ અને રોજગારી જ નહીં, પરંતુ સાંસ્કૃતિક ગૌરવ સાથે વિશ્વ ફલક પર ‘ચેમ્પિયન્સ’ તરીકે સ્થાપિત કરવા કટિબદ્ધ છે. આજે રજૂ કરવામાં આવેલા માત્ર આંકડાઓ નથી પરંતુ તે ગુજરાતના યુવાનોના પરસેવાની કમાણીને મેડલમાં બદલવા માટેનો સરકારનો મક્કમ નિર્ધાર છે. આજનું ગુજરાત હવે રમતગમતના મેદાનમાં પણ વિશ્વસ્તરે ડંકો વગાડવા સજ્જ છે તેમ મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું.
વિધાનસભા ગૃહમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની રૂ. ૨,૦૦૬ કરોડની અંદાજપત્રિય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.
**********************************
[3/10, 5:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારની ઉદ્યોગ ક્ષેત્રે વધુ એક પ્રોત્સાહક પહેલ*
*****
*ગાંધીનગર સ્થિત EQDC ખાતે માનનીય ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામિતના હસ્તે ઉર્જા લેબોરેટરી, કૉન્ફરન્સ રૂમ અને તાલીમ કેન્દ્રનું કરાયું ઉદ્ઘાટન*
*****
*નવી ઉર્જા લેબોરેટરી શરૂ થતાં આધુનિક ટેસ્ટિંગ તેમજ ગુણવત્તા મૂલ્યાંકન સેવાઓ વધુ સરળ બનશે*
*****
*ઉદ્યોગોને હવે તેમના પ્રોડક્ટ્સ અને સિસ્ટમ્સનું સ્થાનિક કક્ષાએ જ પરીક્ષણ કરવાની સુવિધા મળશે*
*****
*નવું તાલીમ કેન્દ્ર MSME ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને ઇલેક્ટ્રિકલ-એનર્જી ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગોને માર્ગદર્શન અને ટેકનિકલ સપોર્ટ આપશે*
*****
*ગાંધીનગર, 10 માર્ચ 2026 :* ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કાર્યરત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ક્વોલિટી ડેવલોપમેન્ટ સેન્ટર (EQDC), ગાંધીનગર ખાતે ઉર્જા લેબોરેટરી, કોન્ફરન્સ રૂમ તથા તાલીમ કેન્દ્રનું માનનીય ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી ડો. જયરામભાઈ સી. ગામિતના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું. મંત્રીશ્રીએ ઈક્યૂડીસીની સુવિધાઓ અંગેની તકતીનું અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન બાદ મંત્રીશ્રીએ ઉર્જા લેબોરેટરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું.
આ નવી સુવિધાઓનો પ્રારંભ થવાથી રાજ્યમાં ઊર્જા ક્ષેત્રમાં સંશોધન, તાલીમ અને ટેકનિકલ ક્ષમતાના વિકાસને નવી ગતિ મળશે. ખાસ કરીને MSME ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને ઇલેક્ટ્રિકલ-એનર્જી ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગો માટે આ કેન્દ્ર મહત્વપૂર્ણ માર્ગદર્શન અને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “મેક ઈન ઇન્ડિયા”, “સ્કિલ ઇન્ડિયા”, “સ્ટાર્ટઅપ ઇન્ડિયા” વેગેરે જેવા મંત્રોને સુપેરે આગળ ધપાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ઉદ્યોગો તેમજ એમસએમઈસ તેમજ સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે અનેક પ્રોત્સાહક પહેલો કરી છે અને તેના અંતર્ગત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગે તેના હેઠળ કાર્યરત EQDC ખાતે રાજ્યના ઉદ્યોગો માટે આ ત્રણ મહત્વની પહેલો કરી છે.
નોંધનીય છે કે ગુજરાત સરકારે “વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત”ના મંત્ર સાથે ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો છે. EQDC ખાતે શરૂ કરાયેલી આ નવી સુવિધાઓ રાજ્યના ઊર્જા ક્ષેત્ર, MSME ઉદ્યોગો અને ટેકનિકલ માનવસંસાધન વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને ગુજરાતને ઊર્જા કાર્યક્ષમતા તથા ઉદ્યોગ વિકાસમાં આગેવાન બનાવવામાં સહાયક બનશે.
ઈક્યૂડીસી (EQDC) ખાતે શરૂ કરાયેલી આ ઉર્જા પ્રયોગશાળામાં ડિસ્કોમ કેબલ્સ, એનર્જી મીટર, ડિસિ્ટ્રબ્યુશન ટ્રાન્સફોર્મર, ઇન્સ્યુલેટર તથા અન્ય ઇલેકિ્ટ્રકલ ઉપકરણો માટે આધુનિક પરીક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના પરિણામે ઊર્જા કાર્યક્ષમતા, ઇલેક્ટ્રિકલ ગુણવત્તા, ટેસ્ટિંગ અને એનાલિસિસ જેવી કામગીરી વધુ સરળ બનશે. જેના કારણે ઉદ્યોગોને તેમના પ્રોડક્ટ્સ અને સિસ્ટમ્સનું પરીક્ષણ સ્થાનિક સ્તરે જ કરવાની સુવિધા મળશે.
રાજ્યમાં ઉદ્યોગ અને તકનિકી ક્ષમતા વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઈક્યુડીસી ખાતે સ્થાપિત કરવામાં આવેલું ટ્રેનિંગ સેન્ટર ઉદ્યોગકારો, ઇજનેરો, ટેકનિશિયન તેમજ વિદ્યાર્થીઓ માટે કુશળતા વિકાસનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે. આ કેન્દ્રમાં ઊર્જા વ્યવસ્થાપન (Energy Management), ઇલેક્ટ્રિકલ સલામતી, નવી અને રિન્યૂએબલ એનર્જી ટેક્નોલોજી તેમજ ઉદ્યોગ ક્ષેત્ર માટે જરૂરી આધુનિક ટેકનિકલ તાલીમ પ્રદાન કરવામાં આવશે.
આ ઉપરાંત આધુનિક કોન્ફરન્સ રૂમ ઉદ્યોગકારો, નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓ વચ્ચે સંવાદ અને વિચાર-વિમર્શ માટે ઉપયોગી બનશે. ઉદ્યોગ અને ઊર્જા ક્ષેત્રમાં નવા વિચારો, ટેકનોલોજી અને નીતિઓ પર ચર્ચા માટે આ સુવિધા મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવશે.
આ કાર્યક્રમમાં અધિક મુખ્ય સચિવ (ઉદ્યોગ અને ખાણ વિભાગ) શ્રીમતી મમતા વર્મા (IAS) અને ઉદ્યોગ કમિશનર શ્રી સ્વરૂપ પી. (IAS) અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
X-X-X
[3/10, 6:32 PM] Dilip Gajjar.Mahiti.Press: *વર્ષ ૨૦૨૯ સુધીમાં સમગ્ર ગુજરાતને ‘ફાટક મુક્ત’ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય: શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ*
*બારડોલીમાં રેલવે ઓવરબ્રિજ બનતાં આસપાસનાં ગામોના ૧.૨૫ લાખથી વધુ નાગરિકોને અવરજવરમાં સરળતા ઊભી થશે*
******
વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં રેલવે બ્રિજ અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે સમગ્ર રાજ્યમાં રેલવે ફાટક પરથી અવરજવર સુગમ બને તે માટે આગામી વર્ષ-૨૦૨૯ સુધીમાં સમગ્ર રાજ્યને ફાટકમુક્ત બનાવવાનું સરકારનું લક્ષ્ય છે.
જે અંતર્ગત, રાજ્યના વિવિધ વિસ્તારોમાં સ્થિતિ અંગેની આંકડાકીય વિગતો આપતાં શ્રી દેસાઈએ જણાવ્યું કે રાજ્યમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં કુલ ૩૬૭ રેલવે ફાટક આવેલાં છે. જે પૈકી ૧૩૦ ફાટક પર ઓવરબ્રિજ/અંડરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે ૫૨ જેટલાં ઓવરબ્રિજ/અંડરબ્રિજનાં કામ પ્રગતિમાં છે અને અન્ય ૪૬ જેટલાં કામો મંજૂરી હેઠળ છે.
આ સિવાય, બાકી રહેલાં ૧૩૭ ફાટક માટે ફિઝિબિલિટી રિપોર્ટના આધારે જરૂરિયાત અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે. જે કામગીરી પૂર્ણ થતાં વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં સમગ્ર રાજ્યને રેલવે ફાટકમુક્ત બનાવવાનું સરકારનું લક્ષ્ય છે.
બારડોલી નગરપાલિકા વિસ્તારમાં રેલવે ક્રોસિંગ પાસે આવેલા એલ.સી. નં.૨૫ પરના રેલવે ઓવરબ્રિજ વિશેની માહિતી આપતાં શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું કે આશરે ૮૬૫ મીટરની કુલ લંબાઈનો આ ઓવરબ્રિજ બનવાથી આ માર્ગ પર આવતાં વિવિધ ગામોના ૧.૨૫ લાખથી વધુ નાગરિકોને અવરજવરમાં ફાયદાકારક બની રહેશે.
આ ઉપરાંત, અસ્તાન ગામ તથા નજીકના કન્યા વિદ્યાલયની ૧૫૦૦ જેટલી વિદ્યાર્થિનીઓને ફૂટ ઓવરબ્રિજ થકી અવરજવરમાં સરળતા થવાની સાથે સ્થાનિક ટ્રાફિકની સમસ્યા હલ થશે અને વાહનચાલકોના સમય અને ઈંધણની બચત થશે. આ પ્રોજેક્ટ પ્રગતિશીલ ગુજરાતની દિશામાં એક મહત્ત્વનું કદમ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
******
[3/10, 7:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યના રસ્તાઓ વિકાસની રક્તવાહિનીઓ છે, પબ્લિક ટ્રાન્સપોર્ટ તેને ધબકતું રાખવાનું કાર્ય કરે છે: મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘7C’ વિઝન સાથે ગુજરાતનું પરિવહન ક્ષેત્ર થશે ‘ટ્રાન્સફોર્મ’*
*ગત વર્ષે ૧૫૦૦ નવી બસોના લક્ષ્યાંક સામે રાજ્ય સરકાર દ્વારા ૧૭૮૬ નવીન બસો પ્રજાની સેવામાં મુકાઈ*
*આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓના સુરક્ષિત પરિવહન માટે ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાઓમાં રૂ. ૧૨૯.૦૪ કરોડના ખર્ચે ૫૦૦ નવી મીની બસો ફાળવાઇ*
**************************
ગુજરાત વિધાનસભામાં વાહનવ્યવહાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર
**************************
ગુજરાત વિધાનસભા ખાતે વાહન વ્યવહાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ વાહન વ્યવહાર વિભાગ માટે જોગવાઈમાં માતબર વધારો કરવામાં આવ્યો છે.
મંત્રી શ્રી વાઘાણીએ રાજ્યના રસ્તાઓને ‘રક્તવાહિની’ અને એસ.ટી. બસોને ‘રક્તકણો’ સાથે સરખાવતા કહ્યું હતું કે, ગુજરાતના આ રસ્તાઓ અને તેના પર ચાલતી રાજ્ય વાહન વ્યવહાર વિભાગની ST બસોએ રાજ્યના વિકાસનો નકશો બદલી નાખ્યો છે. આજે સમગ્ર રાષ્ટ્ર ગુજરાતના વાહન વ્યવહાર માળખાથી પ્રભાવિત થઈને પ્રેરણા લઈ રહ્યું છે.
મંત્રીશ્રીએ ગત વર્ષે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, છેવાડાના ગરીબ પરિવારો પણ આસ્થાના આ મહાકુંભમાં ડૂબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવ્યો હતો. ગુજરાત ST અને પ્રવાસન નિગમ દ્વારા ખાસ પેકેજ અંતર્ગત ૨૪ અત્યાધુનિક વોલ્વો બસો થકી ૧૪૦ ટ્રીપ દ્વારા ૬૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓને મુસાફરી અને સ્ટાર રેટેડ હોટલમાં રોકાણની સુવિધા પુરી પાડી હતી.
નવીન બસો અને માળખાગત સુવિધાઓ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, ગત વર્ષે ૧૫૦૦ નવી બસોના લક્ષ્યાંક સામે રાજ્ય સરકાર દ્વારા ૧૭૮૬ નવીન બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવી છે. જેમાં ૧૧૧ બસો ખાસ આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે વડાપ્રધાનશ્રી દ્વારા લોકાર્પિત કરાઈ છે. ટૂંક જ સમયમાં વધુ ૧૮૨ નવી બસો પણ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં ૧૦૦ વોલ્વો અને ૧૦૦ એસી પ્રીમિયમ બસો પણ શરૂ કરવામાં આવી છે.
વડાપ્રધાન શ્રી મોદીના ‘7C’ વિઝન અને લક્ષ્યાંક અંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનું પરિવહન ક્ષેત્ર વડાપ્રધાનશ્રીના 7C એટલે કે, કોમન, કનેક્ટેડ, કન્વીનિયન્ટ, કન્જેકશન ફ્રી, ચાર્જ્ડ, ક્લીન અને કટિંગ એજ ટેકનોલોજીના આધાર પર કાર્ય કરી રહ્યું છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, છેલ્લા ૨ વર્ષમાં એસ.ટી.ના દૈનિક મુસાફરોની સંખ્યા ૨૫ લાખથી વધીને ૨૭ લાખ થઈ છે, જેને ૨૦૨૭ સુધીમાં ૩૦ લાખ સુધી પહોંચાડવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. વધુમાં, આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓના સુરક્ષિત પરિવહન માટે ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાઓમાં રૂ. ૧૨૯.૦૪ કરોડના ખર્ચે ૫૦૦ નવી મીની બસો ફાળવવામાં આવી છે.
એસ.ટી. નિગમ એ માત્ર નફા-નુકસાનની પેઢી નથી પણ ‘કલ્યાણ રાજ્ય’નો હેતુ સિદ્ધ કરવાનું માધ્યમ છે, જે સાડા છ કરોડ ગુજરાતીઓની પાંખો બની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વિધાનસભા ગૃહમાં વાહનવ્યવહાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.
*******************
[3/10, 7:34 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતની RE, Green Hydrogen અને Pumped Storage ત્રિવેણી નીતિ દેશનું ગ્રોથ એન્જિન બનીને ઊર્જા સુરક્ષાના મહાસંકલ્પને સાકાર કરશે – ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
……….
*ખેડૂતોને બે શિફ્ટમાં અપાતી વિજળી એક શિફ્ટમાં આપવા સરકાર કરી રહી છે તૈયારી*
…………
*ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અનુદાનોની માંગણીઓ વિધાનસભામાં પસાર*
……………..
*ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અનુદાનોની હાઇલાઇટ્સ*
…..
* દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા સમયે અવિરત પુરવઠા માટે ઓવરહેડ લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવા રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ કરાઇ.
* રાજ્યના યાત્રાધામોને ગ્રીન એન્ડ સેફ ઝોનમાં વિકસિત કરવા માટે વર્ષ ૨૦૨૬-૨૭માં રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ કરાઇ.
* વર્ષ ૨૦૨૬-૨૭ માં રૂ. ૨૨.૪૩ કરોડના અંદાજિત ખર્ચે ગરીબ અને નબળા વર્ગના લાભાર્થીઓને નિઃશૂલ્ક ઘરવપરાશના નવા ૩૬,૭૯૫ વીજ જોડાણો અપાશે
* વર્ષ ૨૦૨૬-૨૭ માં આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે રૂ. ૧૧૬૬.૩૧ કરોડની જોગવાઈ સાથે કુલ ૬૮,૧૯૫ નવા જોડાણો અપાશે
……………..
*ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વર્ષ ૨૦૨૬-૨૭ ના અંદાજપત્રીય અનુદાનોની માંગણીઓ પરની ચર્ચામા વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ભૂમિગત (Underground) કેબલ નેટવર્ક યોજના હેઠળ ધાર્મિક, પર્યટક સ્થળો અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં વીજ સુરક્ષા વધારવા માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા વર્ષ ૨૦૨૫-૨૬ માં રૂ. ૭૪.૬૦ કરોડનો ખર્ચ કરાયો છે અને ૨૦૨૬-૨૭ માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે.*
*ખેડૂતોને દિવસે વીજળી આપવાની યોજના એટલે ‘કિસાન સૂર્યોદય યોજના’ માટે આગામી વર્ષ ૨૦૨૬-૨૭ માં રૂ. ૫૦૦.૦૦ કરોડની નાણાંકીય જોગવાઇ કરવામાં આવી છે. રાજ્ય સરકારના ભવિષ્યલક્ષી અભિગમ અંતર્ગત જેમ જેમ સૂર્ય ઊર્જાની ઉપલબ્ધતા વધતી જાય તેમ બે શિફ્ટના બદલે સવારે ૭.૦૦ થી સાંજે ૫.૦૦ દરમ્યાન એક જ શિફ્ટમાં ખેડૂતોને આઠ કલાક સંપૂર્ણપણે દિવસે વીજળી આપવાનું આયોજન છે.*
*સાયક્લોન રેસીલીએન્ટ નેટવર્ક* અંતર્ગત દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા સમયે અવિરત પુરવઠા માટે ઓવરહેડ લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવા વર્ષ ૨૦૨૬-૨૭માં રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે.
*યાત્રાધામ વિકાસ* માટે રાજ્યના યાત્રાધામોમાં સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો જળવાઈ રહે અને વીજ સુરક્ષાનું સ્તર વધે તથા સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન મળે તે હેતુસર યાત્રાધામોને ગ્રીન એન્ડ સેફ ઝોનમાં વિકસિત કરવા માટે વર્ષ ૨૦૨૬-૨૭માં નવી બાબત તરીકે રૂ. ૧૦૦ કરોડ ની જોગવાઈ કરવામાં
આવી છે.
*ડીસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રકચર શિફટીંગ યોજના (DISS)* અંતર્ગત રસ્તાઓના વિસ્તૃતિકરણ વખતે અડચણરૂપ બનતા વીજ માળખાને ખસેડવા / બદલવા માટે ૨૦૨૬-૨૭ માં રૂ. ૧૨૫ કરોડની જોગવાઈ છે. વર્ષ ૨૦૨૫-૨૬ માં ૫૮૦.૮૬ કિ.મી. HT લાઈન અને ૩૨૩.૧૪ કિ.મી. LT લાઈનનું શિફ્ટિંગ કરાયું છે.
*ગુજરાત વાયર ફ્રી સીટી મિશન* અંતર્ગત રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ લાઈન જેવી કે ૬૬ KV, ૧૧ KV તથા LT લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવા, શહેરી વિસ્તારોમાં વીજ પુરવઠાની વિશ્વસનીયતા અને ગુણવત્તામાં સુધારો કરવા તેમજ જાહેર સલામતી અને શહેરોની સુંદરતામાં વધારો કરવા તથા રાજ્યને કોમનવેલ્થ અને ઓલમ્પિક રેડી બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જે અંતર્ગત, તબક્કાવાર તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ‘‘વાયર ફ્રી સીટી’’ માં રૂપાંતરિત કરવામાં આવશે.
રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવા આ મિશન હેઠળ રૂ. ૫૦૦ કરોડની માતબર જોગવાઈ નવી બાબત તરીકે કરવામાં આવી છે
*રાજ્યના સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં ઓવરહેડ વિતરણ નેટવર્ક :*
રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સરહદી વિસ્તારમાં હયાત ઓવરહેડ લાઈનના માળખાને સ્થાને ૧૧ કેવી XLPE (ક્રોસ લીંક્ડ પોલી ઈથીલીન) કેબલ નેટવર્કના ઉપયોગથી PGVCL માં ૫૮ બોર્ડર આઉટ પોસ્ટ (BOP)ને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપવા માટે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે રાજ્યના સર્વાંગી વિકાસ માટે વિકસિત ગુજરાત ફંડ હેઠળ ₹ ૧૦૦ કરોડની નવી બાબત તરીકે જોગવાઈ કરાઇ છે.
*આ અંતર્ગત ભુજ અને અંજાર સર્કલ હેઠળના ખાવડા, દયાપર અને બાલાસર સબ-ડિવિઝનમાં ૩૨૨.૭૮ CKM (સર્કિટ કિલો મીટર) નું વીજ નેટવર્ક સ્થાપિત કરવાનું આયોજન છે.*
જેનાથી વરસાદ અને ચક્રવાત જેવા પ્રતિકૂળ વાતાવરણની પરિસ્થિતિમાં પણ સરહદી વિસ્તારમાં અવિરતપણે વીજ પુરવઠો આપી શકાશે.
પી.એમ. કુસુમ (કોમ્પોનન્ટ – બી) યોજના – સ્ટેન્ડ એલોન ઓફ ગ્રીડ સોલાર વોટર પંપ માટે રૂ. 200 કરોડની જોગવાઈ કરવામાં આવી.
રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ (RDSS) અંતર્ગત ડિસ્ટ્રીબ્યુશન ઈન્ફ્રાસ્ટ્રકચર સંબંધિત કામગીરી કરવા માટે રૂ. ૫૩૯.૭૯ કરોડની નાણાંકીય જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કૃષિ પાવર નેટવર્કના વીજ વિતરણ લોસ ઘટાડવા, વારંવાર હવામાન પ્રેરીત વિક્ષેપો ઘટાડવા અને લાંબા કૃષિ ફીડરના વિભાજન દ્વારા ગ્રાહકોને પર્યાપ્ત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સર્જન (SARjAN-સ્કીમ ફોર ઓગમેન્ટેશન એન્ડ રીજ્યુઅનેશન ઓફ એગ્રીકલ્ચરલ નેટવર્ક) યોજનાની જાહેરાત કરાઇ છે જે માટે રૂ. ૨૫ કરોડની નવી બાબત તરીકે જોગવાઈ કરાઈ છે.
*વિકસિત ગુજરાત @ ૨૦૪૭ તરફ આગેકદમ કરીને આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અમારી સરકારે સ્પષ્ટ અને વિઝનરી લક્ષ્યાંકો નક્કી કર્યા છે.*
*વર્ષ ૨૦૩૦ નો દ્રઢ સંકલ્પ : ગ્રીન એનર્જીમાં દેશનું નેતૃત્વ -*
વર્ષ ૨૦૩૦ સુધીમાં ગુજરાતને ૧૦૦ ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાની સ્થાપિત ક્ષમતા સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે જે દેશની કુલ સ્થાપિત ક્ષમતાના ૨૦ ટકા હશે.
માળખાકીય સુવિધા વધારવા ૯૦૦ નવા સબ સ્ટેશન સ્થાપિત કરીશું અને ૫૦,૦૦૦ સર્કીટ કિમી નવી ટ્રાન્સમીશન લાઈન ઉમેરાશે.
રાજ્યની ગ્રીડમાં ૬૫ ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઈન્ટીગ્રેશન કરવામાં આવશે અને વર્ષ ૨૦૨૯-૩૦ માં આપણો અંદાજીત રિન્યુએબલ પાવર વપરાશ ૭૭,૦૦૦ મિલિયન યુનિટ થશે.
દરિયાઈ પવનોનો ઉપયોગ કરવા કેન્દ્ર સરકારના પરામર્શમાં ૫૦૦ મેગાવોટ ઓફશોર વિન્ડ એનર્જી કેપેસીટી સ્થાપિત કરાશે. આ ઉપરાંત ઊર્જા સુરક્ષા માટે ૧૧ ગીગાવોટ અને ૫૫ GWh એનર્જી સ્ટોરેજ સ્થાપિત ક્ષમતા ઊભી કરાશે.
*વર્ષ ૨૦૩૫ (રાજ્યની ૭૫મી વર્ષગાંઠ): ગ્લોબલ હબ તરફની ઐતિહાસિક ઉડાન :*
વર્ષ ૨૦૩૫ સુધીમાં ગુજરાત અંદાજીત ૮૫ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઈન્ટીગ્રેશન હાંસલ કરશે અને અંદાજીત રિન્યુએબલ પાવર વપરાશ ૧,૨૧,૦૦૦ મિલિયન યુનિટ સુધી પહોંચી જશે.
ભવિષ્યના ઇંધણ એવા ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ હબ બનાવતા ગુજરાત વાર્ષિક ૩ MMTPA (મિલિયન મેટ્રીક ટન પર એનમ) ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે.
અવિરત ઊર્જા પૂરી પાડવા માટે ૭૫ પમ્પ સ્ટોરેજ યુનિટની સ્થાપના કરાશે. જેના થકી ૭૫ GWh એનર્જીનું સ્ટોરેજ થશે.
પરંપરાગત સ્રોતોથી આગળ વધીને અમે જીયો થર્મલ, ટાઈડલ એનર્જી અને ન્યુકલીયર એનેર્જી જેવી નવી અને ક્લીન ટેકનોલોજીને પણ વ્યાપક પ્રોત્સાહન અપાશે.
*વર્ષ ૨૦૪૭ (દેશની આઝાદીના ૧૦૦ વર્ષ) :* મંત્રી શ્રી એ જણાવ્યું કે, અમૃતકાળનું ઝળહળતું ગુજરાત જ્યારે આપણો દેશ આઝાદીની ભવ્ય શતાબ્દી ઉજવી રહ્યો હશે, ત્યારે વર્ષ ૨૦૪૭ માં આપણું રિન્યુએબલ એનર્જી ઈન્ટીગ્રેશન ૧૮૭ ગીગાવોટના જંગી આંકડાને આંબી જશે. કેન્દ્ર સરકારના પરામર્શમાં રહીને આપણે ૧૦,૦૦૦ મેગાવોટ ઓફશોર વિન્ડ એનર્જી કેપેસીટી સ્થાપિત કરાશે
રાજ્યભરમાં ૧૦૦ જેટલા પમ્પ સ્ટોરેજ યુનિટની સ્થાપના કરીને રાજ્યની ઊર્જા સુરક્ષાને કાયમી અને અતૂટ બનશે.
મંત્રીશ્રીએ અનુદાનોની મૂકેલી માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.
……………….
*Box matter*
*ઊર્જા ક્ષેત્રે વર્ષ ૨૦૦૧ ની સરખામણીમાં વર્ષ ૨૦૨૫ ની સ્થિતિ :*
ગ્રાહકોમાં ઐતિહાસિક વૃદ્ધિ :
વર્ષ ૨૦૦૧ માં અંદાજે કુલ ૭૧ લાખ વીજ કનેક્શનની સામે વર્ષ ૨૦૨૫માં અંદાજે કુલ ૧.૮૪ કરોડથી વધુ વીજ કનેક્શન થયા છે.
વર્ષ ૨૦૦૧માં કુલ વીજ વપરાશ લગભગ ૩૧,૯૬૦ મિલિયન યુનિટ હતો. જે વર્ષ ૨૦૨૫માં અંદાજે કુલ ૧,૧૪,૦૧૩ મિલિયન યુનિટથી વધુ થયો છે.
રહેણાંક ક્ષેત્રમાં ૫૫ લાખથી વધીને ૧.૩૫ કરોડ વીજ કનેક્શન થયા છે અને વપરાશમાં પાંચ ગણો વધારો થયો છે.
વાણિજ્ય ક્ષેત્રે (કોમર્શીયલ કેટેગરી) પણ ૮ લાખથી વધીને ૧૯ લાખ વીજ કનેક્શન થયા છે અને વપરાશમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
કૃષિ ક્ષેત્રે ૫.૮ લાખથી વધીને ૨૧ લાખથી વધુ વીજ કનેક્શન થયા છે, જે આપણા ખેડૂતોને વધુ વીજળી ઉપલબ્ધ થવાનું દર્શાવે છે.
ઉદ્યોગ ક્ષેત્રે, ખાસ કરીને હાઈ ટેન્શન વીજ વપરાશ ધરાવતા ઉદ્યોગોમાં, ૪,૬૦૦ થી વધીને ૨૫,૦૦૦થી વધુ વીજ કનેક્શન થયા છે અને વપરાશ ૬,૧૯૫ મીલિયન યુનિટથી વધીને ૫૨,૪૧૦ મિલિયન યુનિટનો ધરખમ વધારો થયો છે.
છેલ્લા ૨૫ વર્ષમાં ૧ કરોડથી વધુ નવા પરિવારો, દુકાનો અને કારખાનાઓને વીજળીના જોડાણ આપીને તેમના જીવનમાં સમૃદ્ધિનો ઉજાસ પાથર્યો છે.
૨૧ લાખથી વધુ ખેડૂતોને વીજળી સાથે જોડીને કૃષિ ક્રાંતિને વેગ આપ્યો છે.
*રિન્યુએબલ ઊર્જાની કુલ સ્થાપિત ક્ષમતા (INSTALLED CAPACITY) :*
વર્ષ ૨૦૦૧મા ગુજરાતની કુલ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા માત્ર ૧૬૫ MW હતી જે આજે તેમાં ૨૬૬ ગણો વધારો થઇને ૪૩,૯૯૭ MW થઈ ગઈ છે, જે આપણી કુલ સ્થાપિત ઊર્જા ક્ષમતાના આશરે ૬૩ % સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે
*પવન ઊર્જા (Wind) :*
૧૬૫ MW થી ૯૦ ગણો વધારો કરીને ૧૪,૮૫૫ MW સાથે પવન ઊર્જામાં દેશમાં પ્રથમ ક્રમે છે.
સૌર ઊર્જા (Solar) :
વર્ષ ૨૦૦૧માં શૂન્ય ક્ષમતાથી શરૂઆત કરીને આજે ગુજરાત ૨૬,૯૦૯ MW સાથે દેશમાં બીજા ક્રમે છે
*ખાવડાનો વિશ્વવિક્રમ :*
કચ્છના ખાવડા ખાતે ૩૭,૩૫૦ મેગાવોટનો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. હાલમાં, આ રીન્યુએબલ પાર્કમાંથી ૧૩,૦૦૦ મેગા વોટના પ્લાન્ટ કાર્યરત થઈ ગયો છે.
*રીન્યુએબલ એનર્જી પાર્ક (RE PARK) :*
ચારણકા : ૭૪૯ મેગા વોટ
રાઘાનેશડા : ૭૦૦ મેગા વોટ
ધોલેરા : ૩૦૦ મેગા વોટ કાર્યરત છે.
*રુફટોપ સોલાર :*
આજે ૧૧.૪૪ લાખથી વધુ ઘરો પર રુફટોપ સોલાર (કુલ ૬.૫ GW+ ક્ષમતા) લગાવીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
………
[3/10, 7:34 PM] Dilip Gajjar.Mahiti.Press: *પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં અંદાજે ૬૦૦૦ થી વધુ જગ્યાઓ માટે આ વર્ષે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે :- પંચાયત મંત્રીશ્રી ઋષિકેશ પટેલ*
…….
*પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય અનુદાનોની માંગણી વિધાનસભામાં પસાર*
……….
*ગામોમાં સામૂહિક પ્રવૃત્તિઓ, ગ્રામસભા અને સામાજિક કાર્યક્રમો માટે આધુનિક સુવિધાસભર “અટલવાડી” નિર્માણ માટે વર્ષ ૨૦૨૬–૨૭માં ₹.૬૦ કરોડની જોગવાઈ કરાઇ- પંચાયત મંત્રીશ્રી*
………
*૧૬મા નાણાંપંચ હેઠળ વર્ષ: ૨૦૨૬-૨૭ માં ગુજરાતને અંદાજે ₹.૨૪૧૫ કરોડ અને આગામી પાંચ વર્ષમાં અંદાજે ₹.૧૮,૮૦૨ કરોડ મળવાની ધારણા છે*
……..
*:- પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અનુદાનની માંગણીઓની હાઇલાઇટ્સ:-*
• ગામડાઓમાં સ્વચ્છતાની સેવાઓને વેગ આપવા ₹.૬૫૦ કરોડના ખર્ચે “મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના” લોન્ચ કરાઇ
• વર્ષ ૨૦૨૬-૨૭ માટે ગ્રામ પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રી આવાસના નિર્માણ માટે ₹. ૪૦૬.૨૧ કરોડની જોગવાઈ કરવામાં આવી
•વર્ષ ૨૦૨૬-૨૭માં વહિવટી ભવનોના નિર્માણ માટે ₹. ૪૦૩.૧૯ કરોડની માતબર રકમની જોગવાઇ કરાઇ
……….
પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વર્ષ ૨૦૨૬-૨૭ની અંદાજપત્રીય અનુદાનોની માંગણીઓના જવાબ માં વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં ₹.૧૦૭૦.૫૨ કરોડનો વધારો કરીને પંચાયત પ્રભાગ માટે ₹. ૯૩૭૮.૭૮ કરોડની અને ગ્રામ વિકાસ પ્રભાગ માટે ₹.૫૪૭૯.૦૭ કરોડ આમ કરીને કુલ ₹.૧૪૮૫૭.૮૫ કરોડની બજેટમાં જોગાવાઇ કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્ય સરકારના અન્ય વિભાગો આરોગ્ય, શિક્ષણ, ICDS, વગેરે મારફતે જે તે વિભાગીય પ્રવૃતિ માટે ગ્રામ્ય કક્ષાની સુવિધાઓને સુદ્રઢ કરવા માટે પણ અલાયદું બજેટ ફાળવવામાં આવે છે.
*સ્વચ્છતા સંબંધિત વિવિધ પહેલોને એકીકૃત કરીને “મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના” અમલમા મુકાઇ છે.*
ડોર-ટુ-ડોર કચરા, ઘન કચરો પ્રક્રિયા એકમો, કચરા વ્યવસ્થાપન, કોમ્પોસ્ટિંગ અને ગ્રામ્ય સ્વચ્છતા અભિયાનને એક જ માળખા હેઠળ લાવવામાં આવશે.
*વર્ષ ૨૦૨૬–૨૭માં આ સંકલિત યોજના માટે ₹.૬૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.*
ગામોમાં સામૂહિક પ્રવૃત્તિઓ, ગ્રામસભા, યુવા-મહિલા મંડળોની બેઠક અને સામાજિક કાર્યક્રમો માટે આધુનિક સુવિધાસભર “અટલવાડી” નિર્માણ કરવા માટે વર્ષ ૨૦૨૬–૨૭માં ₹.૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
*રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી ગ્રામ્ય વિકાસ માટે માળખાગત કામો ગુણવત્તાસભર અને ભવિષ્યલક્ષી બને તે માટે Project Management Unit વિકસાવવુ જરુરી જણાતા રાજ્ય સરકારે વિકાસ કમિશનર કચેરી ખાતે PMU અને દરેક જિલ્લામાં PMC સ્થાપવાની વ્યવસ્થા કરી છે.*
*જેના માટે ₹. ૭.૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.*
*વધતા વિકાસકામો અને વહીવટી જટિલતા ધ્યાનમાં રાખી ૧૨૭ વિસ્તરણ અધિકારી અને ૨૨૨ મદદનીશ ઇજનેરની નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે, જેના માટે અંદાજે રૂ. ૬.૬૬ કરોડનો વાર્ષિક ખર્ચ થશે.*
બનાસકાંઠાના વિભાજન બાદ રચાયેલા વાવ–થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતો માટે પણ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.
*આ વર્ષે પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં ૬૦૦૦થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.*
ગામોમાં સામૂહિક પ્રવૃત્તિઓ, ગ્રામસભા, યુવા-મહિલા મંડળોની બેઠક અને સામાજિક કાર્યક્રમો માટે આધુનિક સુવિધાસભર “અટલવાડી” નિર્માણ કરવા માટે વર્ષ ૨૦૨૬–૨૭માં ₹.૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
લોકશાહીના મૂલ્યોને વધુ દ્રઢ બનાવવા અમલી ‘સમરસ ગ્રામ યોજના’ હેઠળ અત્યાર સુધી ૧૫,૫૫૪ સમરસ ગામો જાહેર થયા છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે આ યોજના હેઠળ ₹.૭૦.૦૦ કરોડની જોગવાઈ કરવમાં આવી છે.
ગરીબ કલ્યાણ મેળા એ ગુજરાતના વિકાસ મોડલમાં વચેટિયામુક્ત વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે. ૧,૬૩૯ મેળાઓ યોજીને ૧૯૧.૧૨ લાખ લાભાર્થીઓને ₹૪૧,૩૬૮.૯૭ કરોડની સીધી સહાય આપી છે.
પંચાયતોના મૂલ્યાંકન માટે ભારત સરકારે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) અમલમાં મૂક્યો છે, જેમાં SDGની ૯ થીમ આધારિત મૂલ્યાંકન થાય છે. સમગ્ર દેશમાં PAI-A કેટેગરીમાં આવેલી ૬૯૯ ગ્રામ પંચાયતોમાંથી ૩૪૬ ગુજરાતની છે, જે રાજ્યની આગવી સિદ્ધિ દર્શાવે છે.
ગુજરાત રાજ્યમાં સતત થઇ રહેલ શહેરીકરણની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરોની સમકક્ષ આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત તાલુકા મુખ્ય મથક હોય અને નગરપાલિકા ન હોય તેવી ૧૧૪ ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ માટે ₹.૧૦૦ કરોડની નવી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
અંદાજપત્રના અનુદાનોની આ તમામ માંગણીઓ વિધાનસભામાં પસાર કરાઇ હતી.
………….
[3/10, 7:35 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં ૧,૫૪૬ નવી મહેસૂલી જગ્યાઓ ઊભી કરાશે: ભરતી અને તાલીમ માટે બજેટમાં માતબર જોગવાઈ*
*મહેસૂલી સેવાઓ હવે નાગરિકોના આંગણે: iORA પોર્ટલ દ્વારા ૩૯ સેવાઓ ઓનલાઇન અને ૫૦ સેવાઓ ‘વન ડે સર્વિસ’માં ઉપલબ્ધ*
*ખેડૂત હિતલક્ષી નિર્ણયો: વેચાણ નોંધ માટે ૨૫ વર્ષ જૂના રેકોર્ડની ચકાસણીમાંથી મુક્તિ અને નવી શરતની જમીનો જૂની શરતમાં ફેરવાશે*
*કુદરતી આફતો સામે સુરક્ષા કવચ: SDRF અને SDMF હેઠળ ₹૨,૧૪૫ કરોડની જોગવાઈ અને ૩,૫૦૦ ‘આપદા મિત્રો’ સજ્જ*
*’સ્વામિત્વ’ યોજના હેઠળ ૧૪,૮૦૧ ગામોમાં ડ્રોન માપણી પૂર્ણ: સેટેલાઇટ ટેકનોલોજીથી સરકારી જમીનોનું મોનિટરિંગ*
*મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહીડા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ની અંદાજપત્રીય માંગણીઓ રજૂ: બજેટમાં ટેકનોલોજી અને પારદર્શિતા પર ભાર*
*વિધાનસભા ગૃહમાં મહેસૂલ વિભાગની પૂરક માગણીઓ પસાર: મહેસૂલ વિભાગનું ₹૫૫૫૧ કરોડનું પ્રજાલક્ષી બજેટ*
******
ગુજરાત વિધાનસભા ખાતે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાએ વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ માટેની મહેસૂલ વિભાગની કુલ ₹૫૫૫૧ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરી હતી. જેને ગૃહમાં પસાર કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષના બજેટની કુલ ₹૫૪૨૭ કરોડની જોગવાઈ સામે આ વર્ષે ₹૧૨૪ કરોડનો વધારો સૂચવવામાં આવ્યો છે. જેમાં ટેકનોલોજીનો વ્યાપ વધારવા અને વહીવટી પારદર્શિતા લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
આ અંગે વિવિધ સુધારાઓ અને મુદ્દાઓ પર વિસ્તૃત છણાવટ કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશાંથી ડિજિટલ ઇન્ડિયા પર ભાર મૂકે છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત વધુ પારદર્શકતા સાથે નાગરિકોના હિતમાં કામ કરી રહી છે.
તેમણે જણાવ્યું કે iORA પોર્ટલ થકી ખેડૂત ખરાઈ અને વારસાઈ નોંધ જેવી ૩૯ જેટલી સેવાઓ ઓનલાઇન કરવામાં આવી છે. આ પોર્ટલ સાથે સિટી સર્વે ઇન્ફોર્મેશન સિસ્ટમ અને ઇ-ધરાના જોડાણથી હવે બિનખેતીની પરવાનગી મળતાની સાથે જ અરજદારોને સીધા જ ડિજિટલ પ્રોપર્ટીકાર્ડ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. iORA માટે ₹૫ કરોડની જોગવાઈ કરાઈ છે.
તેમણે ઉમેર્યું કે અત્યાર સુધીમાં ૨.૯૦ કરોડથી વધુની આવકના દાખલાની અરજીઓ, ૨.૧૪ કરોડથી વધુની રેશનકાર્ડની વિવિઘ સેવાઓ, ૫૧ લાખથી વધુ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર કાઢવાની અરજીઓ, ૫.૭૩ લાખથી વધુ વિધવા સહાય પ્રમાણપત્રની અરજીઓ, છ લાખથી વધુ સિનિયર સિટિઝન પ્રમાણપત્રની અરજીઓનો નિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં, અત્યાર સુધીમાં ૧.૯૯ કરોડથી વધુની અન્ય પ્રકારની સેવાઓની અરજીઓનો નિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
મહેસૂલ રાજ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે નાગરિકલક્ષી અભિગમ અપનાવીને વહીવટી સુધારા અને ‘સરકાર નાગરિકના દ્વારે’ જેવા પગલાં લીધા હતા. જે અંતર્ગત, એ.ટી.વી.ટી (ATVT) અંતર્ગત જનસેવા કેન્દ્રો જેવા પ્રકલ્પ શરૂ કર્યા હતા.
જેના થકી અત્યાર સુધીમાં ૭.૯૮ કરોડથી વધુ અરજીઓનો નિકાલ કરાયો છે. જેમાંથી ૫૦ સેવાઓ ‘વન ડે સર્વિસ’ હેઠળ ઉપલબ્ધ છે. ઈ-ધરા કેન્દ્રો દ્વારા ૭/૧૨ અને ૮-અ ના રેકોર્ડ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ્ડ કરવામાં આવ્યા છે. એટીવીટી અને ઈ-ધરા માટે ₹૧૩૬ કરોડની જોગવાઈ સૂચવી છે.
આ જ પ્રકારે, મહેસૂલ વિભાગની કામગીરીને વેગ આપવા વિવિધ સંવર્ગની ૧૫૪૬ નવી જગ્યાઓ ઊભી કરવા ₹૪૭ કરોડની જોગવાઈ કરાઈ છે. ઉપરાંત, નાયબ મામલતદાર અને તલાટી સંવર્ગની ૪૧૩૩ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. મહેસૂલી કર્મચારીઓની ક્ષમતા નિર્માણ માટે ₹૪ કરોડ ફાળવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, ‘દીનદયાળ મોજણી અને મહેસૂલી વહીવટ સંસ્થા’ને કેન્દ્ર દ્વારા ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’નો દરજ્જો અપાયો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે નવી કલેક્ટર કચેરીઓ, મહેસૂલી ભવન અને ૫૬૦ સ્ટાફ ક્વાર્ટર્સ માટે ₹૫૪૫ કરોડની જોગવાઈ કરી છે. જે અંતર્ગત, સુરેન્દ્રનગર ખાતે નવી કલેક્ટર કચેરીના ભવન માટે, ખેડા જિલ્લાના મહુધા, મોરબી જિલ્લાના માળીયા અને ટંકારા, અમરેલી જિલ્લાના લાઠી, આણંદ જિલ્લાના ઉમરેઠ, સુરત શહેરના અબ્રામા ખાતે નવી મહેસૂલી કચેરીઓના બાંધકામ માટે દસ્ક્રોઇ, ઠાસરા અને પાટણ ખાતેના હયાત મહેસૂલી કચેરીઓના વિસ્તરણ માટેની જોગવાઈનો સમાવેશ થાય છે.
જ્યારે રાજ્યના ગ્રોથ એન્જિનને ગતિ આપવા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે અને કેશોદ એરપોર્ટ જેવા મહત્ત્વના પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન પૂર્ણ કરવામાં આવ્યું છે. જમીન દફતર ખાતા માટે કુલ ₹૨૪૩ કરોડ ફાળવ્યા છે.
મહેસૂલ રાજ્યમંત્રીએ કહ્યું કે ખેતીની જમીનના વેચાણ નોંધ માટે ૨૫ વર્ષ અગાઉનો રેકોર્ડ ધ્યાને લેવાનો રહેશે નહીં તેમજ તા. ૮ એપ્રિલ, ૨૦૨૫થી અમુક વિસ્તારોની નવી શરતની જમીનોને જૂની શરતમાં ગણવાનો અને પ્રીમિયમમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. ‘સ્વામિત્વ’ યોજના હેઠળ ૧૪,૮૦૧ ગામોમાં ડ્રોન દ્વારા માપણી પૂર્ણ થઈ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
રાજયમાં કુદરતી આફત વ્યવસ્થાપન અને સહાયની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે ચોમાસુ-૨૦૨૫માં ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકારે ₹૧૦,૦૦૦ કરોડનું માતબર પેકેજ જાહેર કર્યું હતું. આગામી વર્ષ માટે SDRF હેઠળ ₹૧૭૧૬ કરોડ અને SDMF હેઠળ ₹૪૨૯ કરોડની જોગવાઈ છે. આપત્તિ સમયે મદદ માટે ૩૫૦૦થી વધુ ‘આપદા મિત્ર’ તૈયાર કરાયા છે.
સ્ટેમ્પ અને નોંધણી તંત્ર માટે ₹૧૫૦ કરોડ તથા પંચાયતોને સ્ટેમ્પ ડ્યુટી વળતર માટે ₹૭૦૦ કરોડની જોગવાઈ છે. પાંચ સબ-રજિસ્ટ્રાર કચેરીઓને ₹૩.૫૦ કરોડના ખર્ચે ‘મોડેલ કચેરી’ બનાવાશે તેમ મહેસૂલ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું.
રાજ્યની ૨૯૪માંથી ૨૯૨ સબ-રજિસ્ટ્રાર કચેરીઓને હવે CCTV કેમેરાના નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવી છે. જેનાથી વહીવટમાં પારદર્શિતા વધશે.
આધુનિક સોફ્ટવેર અને હાર્ડવેરને કારણે દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા વધુ સરળ અને વેગવાન બનશે.
આમ, વિધાનસભા ગૃહમાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા રજૂ કરવામાં આવેલી મહેસૂલ વિભાગની અનુદાન અંગેની માગણીઓ મંજૂર કરવામાં આવી હતી.
*નેહા તલાવિયા*
અહીંયા પ્રસિદ્ધ કરવામાં આવતા સમાચાર વિડિયો અને ફોટાઓ માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ થાય છે તેમ છતાં કોઈને પણ વાંધો હોય તો તંત્રનો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.તંત્રી
