ગુજરાત રાજ્ય માહિતી ખાતાના ગાંધીનગર જિલ્લા સહિતના સમાચારો નીચે મુજબ છે
[9/8, 6:49 PM] Dilip Gajjar.Mahiti.Press: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ શ્રી હંસરાજ આહિર
———–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ શ્રી હંસરાજ આહિરે ગાંધીનગરમાં લીધી હતી.
ગુજરાતમાં ઓ.બી.સી.ને મળતા લાભો અને અનામતની અમલવારી અંગેની સમીક્ષા બેઠક માટે તેઓ અમદાવાદ આવ્યા છે અને તેમણે રાષ્ટ્રીય આયોગના સચિવ શ્રીમતી મીતા રાજીવલોચન અને અધિકારીઓને સાથે રાખીને સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનૈના તોમર, સામાજિક ન્યાય અને અધિકારિતા અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદ, આઈ. જી. પી. સુ શ્રી ગગનદિપ ગંભીર અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે તેમણે બેઠક યોજી હતી.
તેમની આ અમદાવાદ મુલાકાત દરમિયાન તેમણે સોમવારે સાંજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત આયોગના સભ્ય શ્રી ભુવન ભુષણ કમલ સાથે ગાંધીનગરમાં લીધી હતી.
——
[9/9, 12:29 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન (AGCA) એક્સપોને ખુલ્લો મૂક્યો*
———–
*9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ સહભાગી થયા*
———–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન(AGCA) એક્સપો-૨૦૨૫ને ખુલ્લો મૂક્યો હતો.
આ એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. તારીખ 9 અને 10 સપ્ટેમ્બર એમ બે દિવસ યોજાનારા આ એક્સપોમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈકળાનું પ્રદર્શન થશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિવિધ કેટરર્સ સ્ટોલ્સની મુલાકાત લઈ કેટરર્સ એસોસિએશનના અગ્રણીઓને જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’નું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આપણે પણ હેલ્થ કોન્શિયસ બની કેટરર્સ દ્વારા બનાવવામાં આવતા ખોરાકમાં તેલનો વપરાશ ઓછો કરી લોકોના સ્વાસ્થ્ય સુધારના કામમાં સહભાગી બનીએ.
ખાદ્ય, પાકકળા અને પેય ઉદ્યોગોના 150થી વધુ સ્ટોલ્સમાં કેટરર્સના ઉત્પાદનોનું પ્રદર્શન આ કેટરિંગ એક્સ્પોની વિશેષતા છે. આ ઉપરાંત, કેટરિંગ એસોસિએશનના સભ્યોને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવા માટે વર્કશોપ અને સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે. કેટરિંગ એસોસિએશનના સભ્યો અને પ્રતિનિધિઓ સાથે જ્ઞાન અને અનુભવના આદાન-પ્રદાન માટેનું એક ઉત્તમ મંચ પૂરું પાડતાં આ એકસ્પોમાં ખાદ્ય અને પેય ઉદ્યોગો સાથે સંકળાયેલા દેશભરના અંદાજિત 5000થી વધુ મુલાકાતીઓ પ્રત્યક્ષ મુલાકાત લેવાના છે.
આ પ્રસંગે ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી ભવાનીસિંહ પુરોહિતે જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિથી આ આયોજન તથા તેમાં ભાગ લેનારા સર્વ સભ્યોના ઉત્સાહમાં અનેકગણો વધારો થયો છે. આ તકે તેમણે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન અમદાવાદના પ્રમુખ શ્રી મનોજ પુરોહિત સહિત સમગ્ર રાજ્યમાંથી એસોસિએશનના સભ્યો આ એક્સપોના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
———–
[9/9, 12:40 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/18g5ejB46RcauqguPtMhDeigTo6g5ziLu?usp=sharing
[9/9, 1:25 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ-જળસંચય થાય તે માટે સરકાર સંકલ્પબદ્ધ*
*-જળ સંપત્તિ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ*
…
*જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૨ અને દેવભૂમિ દ્વારકામાં ૧૩ નવા ચેકડેમ મંજૂર કરાયા*
…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ-જળ સંચય થાય તે માટે અનેકવિધ નવા ચેકડેમ,ખેત તલાવડી, વિવિધ નદીઓ પર બેરેજ-વિયર, રિચાર્જ વેલ અને તળાવો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૨ તેમજ દેવભૂમિ દ્વારકામાં ૧૩ નવા ચેકડેમ મંજૂર કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ ૫૮૬ નવા ચેકડેમ બનાવવામાં આવ્યા છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા જળ સંપત્તિ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું.
મંત્રીશ્રી પટેલે પેટા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, જામનગરમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૦૯ ચેકડેમને મંજૂરી મળી છે તેમાંથી ત્રણનું કામ પૂર્ણ કરાયું છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં ૦૬ ચેકડેમની મંજૂરી મળી હતી તેમાંથી ૦૧ ચેકડેમનું કામ પુરું કરવામાં આવ્યું છે.
મંત્રી શ્રી પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે, આ બે જિલ્લામાં વિવિધ કેનાલોની ઉંડાઈ ૦૩ થી ૦૬ મીટર છે. આ વિસ્તારમાં કેનાલને જ્યાં પાકી કરવાની જરૂર જણાયે ખેડૂતો દ્વારા જમીન સંપાદનમાં સહકાર અપાશે તો ચોક્કસ પાકી કરવામાં આવશે. હાલમાં આ કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું ચાલું છે.વધુમાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ઉંડ-૧ ડેમ સાથે જોડાયેલી ૧૬૭ કિ.મી પાકી તેમજ ૨૭ કિ.મી કાચી કેનાલ કાર્યરત છે તેમ, મંત્રીશ્રી ઉમેર્યું હતું.
……………………
[9/9, 2:17 PM] Dilip Gajjar.Mahiti.Press: અખબારી યાદી
*ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર ચોક્ક્સ નાગરિકના કિસ્સામાં આયોગ દ્વારા કરવામાં આવેલ હુકમોનું અયોગ્ય અર્થઘટન કરી, અન્ય નાગરિકોને માહિતી નહીં આપવાના સંબંધમાં આયોગની સ્પષ્ટતા અને ચેતવણી*
*******
માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ એ જાહેર વહીવટમાં પારદર્શિતા તથા જવાબદેહિતા લાવવા માટેનું અમોઘ શસ્ત્ર છે. પરંતુ ગુજરાત માહિતી આયોગને અનુભવે જણાવેલ છે કે, કેટલાક અરજદારો દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ બહોળા પ્રમાણમાં અરજીઓ કરી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પ્રાપ્ત થયેલ “માહિતીનો અધિકાર” નો અતિ/અપ્રમાણસર ઉપયોગ કરવામાં આવે છે, જેથી જાહેર માહિતી અધિકારીઓ, પ્રથમ અપીલ અધિકારીઓ અને ગુજરાત માહિતી આયોગનો સમય બિનજરૂરી અને અપ્રમાણસર રીતે વપરાય છે અને માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ની કલમ-૭(ક)ની જોગવાઇઓ અનુસાર જાહેર સત્તામંડળના સ્ત્રોતોનો અપ્રમાણસર ઉપયોગ થાય છે. આથી Genuine અરજદારોને ન્યાય મેળવવામાં વિલંબ થાય છે. નામ.સુપ્રિમકોર્ટ પણ માહિતી અધિકાર અધિનિયમના દુરુપયોગના કારણે આ અધિનિયમમાં પ્રજા વિશ્વાસ ગુમાવે તેવું ન થાય તે માટે અધિનિયમનો દુરુપયોગ અટકાવવા કાયદા મુજબ પગલા ભરવા જણાવેલ છે.
ઉપરોક્ત સંદર્ભમાં, ગુજરાત માહિતી આયોગ દ્વારા બહોળા પ્રમાણમાં અરજીઓ કરતા કેટલાક અરજદારો બાબતમાં કેલેન્ડર વર્ષમાં કરવામાં આવતી અરજીઓની સંખ્યાની મર્યાદા નિર્ધારિત કરતા હુકમો કરવામાં આવેલ છે. આ હુકમો https://gic.gujarat.gov.in/front-page/Landmark Judgement.aspx પર ઉપલબ્ધ છે. આ હુકમોનાં સંદર્ભમાં, વિવિધ કક્ષાએ ગેરસમજથી ખોટું અર્થઘટન કરવામાં આવતું હોવાનું આયોગને ધ્યાન પર આવેલ છે.
ઉક્ત વિગતે રાજ્યના તમામ નાગરિક, તમામ જાહેર સત્તામંડળના જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓને જણાવવામાં આવે છે કે, આયોગના ઉક્ત અને આ પ્રકારના હુકમો માત્ર અને માત્ર સંબંધિત અરજદારને જ લાગુ પડે છે. આ હુકમો સીધે-સીધા અન્ય અરજદારોને લાગુ પડતા નથી કે રાજ્યના અન્ય કોઇ જાહેર માહિતી અધિકારી કે પ્રથમ અપીલ અધિકારીને અન્ય અરજદારોના કેસમાં લાગુ કરવાની સત્તા આપતા નથી.
ઉક્ત હુકમો માત્ર સંબંધિત અરજદારોને લાગુ પડતા હોવાથી, આ હુકમો માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કે અપીલ કરનાર અન્ય નાગરિક/અરજદારને લાગુ પાડવાના રહેતા નથી. આથી, આવા ચોક્ક્સ હુકમોને સંબંધિત ન હોય તેવા કોઇપણ નાગરિક/અરજદારની અરજી અથવા પ્રથમ અપીલનો નિર્ણય માહિતી અધિકાર અધિનિયમની જોગવાઇઓ અનુસાર કરવા તમામ જાહેર સત્તામંડળના જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓને જણાવવામાં આવે છે. આ અંગે હવે પછી કોઇ અયોગ્ય કે મનઘડંત અર્થઘટન કરવામાં આવેલ હોવાનું જણાશે તો સંબંધિત અધિકારી વિરુદ્ધ શિસ્તવિષયક સહિતની અન્ય તમામ કાર્યવાહી કરવાની આયોગને ફરજ પડશે, તેની નોંધ લેવા સર્વ સંબંધિતોને આથી જણાવવામાં આવે છે.
માહિતી અધિકાર અધિનિયમ અંગે આમ જનતામાં જાગૃતિ આવે તે માટે આયોગ લઘુપુસ્તિકાઓની પ્રસિધ્ધિ, આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ (AI) સોફ્ટવેરથી તૈયાર કરાયેલ ઓડીયો પોડકાસ્ટનો પ્રારંભ જેવા પ્રયાસોથી સતત પ્રયત્નશીલ છે. આ લઘુપુસ્તિકાઓ તથા ઓડીયો પોડકાસ્ટ આયોગની વેબસાઈટ https://gic.gujarat.gov.in/front-page/20/front-page/74/RTI-Rules.aspx પર ઉપલબ્ધ છે. માહિતી અધિકાર અધિનિયમના અસરકારક અમલ માટેની કટિબધ્ધતાનો આયોગ પુનરોચ્ચાર કરે છે એમ ગુજરાત માહિતી આયોગના સચિવશ્રી જયદીપ દ્વિવેદી દ્વારા જણાવાયું છે.
*********
[9/9, 2:22 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાત વિધાનસભાએ ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય સેનાને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ વિધાનગૃહ માં સર્વાનુમતે પસાર કરાયો*
********
*વિધાનસભા ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્તાવ રજુ કર્યો*
*******
*પોલિટિકલ વિલ અને નેશનલ સિક્યુરિટીની પ્રાયોરીટી હોય તો દેશ વિરુદ્ધની નાપાક હરકતોનો સજ્જડ જવાબ આપી શકાય તે ઓપરેશન સિંદૂરથી પુરવાર થયું છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
*******
::મુખ્યમંત્રીશ્રી::
Ø *વડાપ્રધાનશ્રીએ હંમેશા દેશમાં શિક્ષા, સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપી છે*
Ø *ભારતના બદલાયેલા ન્યુ નોર્મલ અભિગમ, અત્યાધુનિક ટેકનોલોજીની સજ્જતા અને મેક ઇન ઇન્ડિયાની સફળતાનો વિશ્વને ઓપરેશન સિંદૂરથી પરિચય મળી ગયો*
Ø *ઓપરેશન સિંદૂર વડાપ્રધાનશ્રીની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સની નીતિનો નિર્ણાયક અને ઐતિહાસિક મોડ*
Ø *ભારતની સંરક્ષણ સ્વદેશીકરણ નીતિઓની પુષ્ટિ ઓપરેશન સિંદૂરે કરી છે*
Ø *ભારત હવે કોઈ કાંકરીચાળો સાંખી લેશે નહીં એનો સચોટ પુરાવો ઓપરેશન સિંદૂર છે*
Ø *140 કરોડ ભારતવાસીઓ અને વિશ્વના અનેક દેશોએ ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાનશ્રીના નિર્ણાયક નેતૃત્વની પ્રસંશા કરી છે*
********
ભારતીય સેનાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં 7મી મે, 2025ના દિવસે ઓપરેશન સિંદૂરને અંજામ આપીને રાષ્ટ્ર વિરોધી તત્વોની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઓપરેશનની સફળતાથી દેશના જન-જનની સુરક્ષા અને રાષ્ટ્ર રક્ષાનો મંત્ર પાર પડ્યો છે.
ઓપરેશન સિંદૂરની આ સફળતા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાને અભિનંદન આપતો પ્રસ્તાવ મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના વિધાનસભા ગૃહના નેતા શ્રી ભૂપેન્દ્ર પટેલે 15મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્રના બીજા દિવસે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો.
તેમણે આ પ્રસ્તાવ રજૂ કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે 140 કરોડ દેશવાસીઓ અને વિશ્વના અનેક દેશોએ પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વની જે પ્રશંસા કરી છે તેમાં ગુજરાત વિધાનસભા પણ પોતાનો સૂર પુરાવે છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણી સેનાએ પાર પાડેલું આ ઓપરેશન સિંદૂર માત્ર સૈન્ય કાર્યવાહી નથી, પરંતુ ત્રાસવાદ, આતંકવાદ સામેના દાયકાઓના લાંબા સંઘર્ષ અને વડાપ્રધાનશ્રીની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સની નીતિમાં નિર્ણાયક અને ઐતિહાસિક મોડ છે.
ગૃહના નેતા શ્રી ભૂપેન્દ્ર પટેલે આભાર પ્રસ્તાવની ચર્ચાનો પ્રારંભ કરતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા દેશના નાનામાં નાના માનવીનો ખ્યાલ રાખીને શિક્ષા, સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અને નવી શિક્ષણ નીતિથી તેમણે શિક્ષણનો કાયાકલ્પ કર્યો છે. ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારો માટે વિશ્વની સૌથી મોટી જન આરોગ્ય યોજના આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના શરૂ કરીને સ્વાસ્થ્ય સુરક્ષા આપી છે.
દેશની સુરક્ષા અને જન-જનની રક્ષાને પણ તેમણે એટલી જ અહેમિયત આપીને એ માટે પણ અનેક ઐતિહાસિક અને હિંમતપૂર્વકના પગલાં ભર્યા છે. ઓપરેશન સિંદૂર આવું જ એક ઐતિહાસિક કદમ છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, જો પોલિટીકલ વિલ હોય અને નેશનલ સિક્યુરિટી-રાષ્ટ્રહિત સર્વોપરિની ભાવના હોય તો દેશ વિરુદ્ધની કોઈપણ નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપી શકાય તે વડાપ્રધાનશ્રીના નેતૃત્વએ પુરવાર કર્યું છે.
તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, આપણા સુરક્ષા દળોએ ઉરીના આતંકી હુમલા સામે સર્જિકલ સ્ટ્રાઈકની એવી જવાબી કાર્યવાહી કરી કે પાકિસ્તાનની આંખો પહોળી થઈ ગઈ. બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરીને એરફોર્સે આતંકી તાલીમ કેમ્પ જ નષ્ટ કરી નાખ્યા અને પુલવામાં હુમલાનો વળતો જવાબ આપી દીધો. પાકિસ્તાનને હજી તેની કળ વળી નથી અને ત્યાં જ આપણી સેનાએ ઓપરેશન સિંદૂરથી તો તેમની નાભિ પર જ સીધો પ્રહાર કર્યો છે.
આ ઓપરેશન સિંદૂરથી ભારતના બદલાયેલા ન્યુ નોર્મલ અભિગમ, અતિઆધુનિક ટેકનોલોજીની સજ્જતા અને મેક ઇન ઇન્ડિયાની સફળતાનો વિશ્વને પરિચય મળી ગયો છે. એટલું જ નહિ, આપણી માતા-બહેનોના સિંદૂર ઉજાડનારા આતંકવાદીઓને જડમૂળથી ખતમ કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક પણ આ ઓપરેશન સિંદૂર બન્યું છે તેમ શ્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવ સાથે જણાવ્યુ હતું.
ગૃહના નેતા શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, આપણી સંસ્કૃતિમાં સિંદૂરના સેંથાનું-સુહાગનનું એક માન ભર્યુ સ્થાન છે. આતંકીઓએ પહેલગામ હુમલામાં માતાઓ-બહેનોના પતિની નિર્મમ હત્યા કરીને સિંદૂર ઉજાડવાનું દુ:સાહસ કર્યુ હતુ.
૨૨મી એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી જે રીતે ગોળી મારી તે કૃરતાની પરાકાષ્ઠા હતી. આપણા જ ભાઈઓની તેમની પત્નીઓની નજર સામે હત્યા કરી દેવામાં આવી. આતંકવાદીઓનો ઈરાદો ફક્ત નિર્દોષ લોકોને મારી નાખવાનો જ ન હતો, પરંતુ દેશને હિંસાની આગમાં ધકેલી દેવાનો અને અરાજકતા ફેલાવવાનો વિચારપૂર્વકનો પ્રયાસ હતો.
પરંતુ, આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આ પ્રયાસને નાકામ બનાવવાનું મન બનાવી લીધું હતું. તેમણે સેનાની ક્ષમતા, હિંમત અને તાકાતમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે સેનાને છૂટો દોર આપ્યો કે આ આતંકવાદી કૃત્ય કરનારાઓને જડ મૂળથી ઉખાડી ફેંકે. ક્યારે, ક્યાં ને કેવી રીતે નિર્ણય લેવા, બહેનોના સિંદૂર ઉજાડનારાઓને જીવનભર યાદ રહે તેવો સબક શિખવવા કઈ રીત અપનાવવી તે બધી સ્વતંત્રતા મોદી સાહેબે સેનાને આપી દીધી હતી. એમ તેમણે ઉમેર્યુ હતું.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, આપણને સૌને સેનાની બહાદુરી પર ગર્વ થાય કે 7મી મેના દિવસે નક્કી કરેલા સમયે સેનાએ કાર્યવાહી કરી અને પાકિસ્તાન અવાચક થઈ ગયુ કાંઈ જ ના કરી શક્યું. બહાદુર જવાનોએ 22 મિનિટમાં જ 22 એપ્રિલનો બદલો નિર્ધારિત લક્ષ્ય સાથે લીધો. આપણી પરાક્રમી સેના, ભારતવાસીઓની રક્ષા માટે સદૈવ સજ્જ છે, તેનો પરચો ઓપરેશન સિંદૂરે આપ્યો છે.
દુશ્મનને ગોળીનો જવાબ ગોળાથી આપવાનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો મક્કમ નિર્ધાર ઓપરેશન સિંદૂરમાં દુનિયાએ જોઈ લીધો. ભારતની આ પહેલી એવી રણનીતિ હતી જેમાં આપણે એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં આપણે પહેલા ક્યારેય ગયા ન હતા. કલ્પના પણ કરી શકતી નહોતી કે જ્યાં કોઈ જઈ શકે છે. એવા બહાવલપુર અને મુરીદકેને પણ જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું. આપણા દળોએ આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો તેમ તેમણે ઉમેર્યુ હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને નિર્ણાયક શક્તિ તથા ભારતીય સશસ્ત્ર દળોની વ્યૂહરચનાને કારણે લાઈન ઓફ કંટ્રોલ કે ઇન્ટરનેશનલ બોર્ડર પાર કર્યા વિના ભારતીય દળોએ આતંકવાદી માળખા પર હુમલો કરીને તેને ભોંય ભેગા કરી નાખ્યા તે માટે પણ સેના અભિનંદનને પાત્ર છે એમ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું.
ટેકનોલોજીની સ્વનિર્ભરતા તથા આકાશ જેવી સ્વદેશી પ્રણાલીઓના શાનદાર પ્રદર્શનથી ભારતીય સેનાએ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું તેનો વિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, પહેલીવાર દુનિયાએ આત્મનિર્ભર ભારતની શક્તિનું સામર્થ્ય જોયુ. મેડ ઇન ઇન્ડિયા ડ્રોન, મેડ ઇન ઇન્ડિયા મિસાઈલોએ પાકિસ્તાનના શસ્ત્રોને સંપૂર્ણપણે ખુલ્લા પાડ્યા. ભારતના આક્રમક હુમલાઓમાં પાકિસ્તાનના નૂર ખાન અને રહીમયાર ખાન એરબેઝને નિશાન બનાવી સંપૂર્ણ ધ્વસ્ત કરી નખાયા. એટલું જ નહીં, પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને બાયપાસ કરીને જામ કરી દીધી હતી.
તેમણે ઉમેર્યુ કે, દુનિયાએ જોઈ લીધું કે આપણી સેનાની કાર્યવાહીનો અવકાશ કેટલો મોટો છે, સ્કેલ કેટલો મોટો છે. ભારતે સિંદૂરથી સિંધુ સુધી પાકિસ્તાન સામે કાર્યવાહી કરી છે. ઓપરેશન સિંદૂરથી સ્પષ્ટ થઈ ગયું છે કે, પાકિસ્તાન અને તેના માસ્ટર્સને ભારતમાં આતંકવાદી હુમલા માટે ભારે કિંમત ચૂકવવી પડશે એ પણ હવે નિશ્ચિત છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની સૈન્યની તાકાત તથા રાજનૈતિક કુનેહ અને નૈતિક તાકાતના સમન્વયથી આતંકવાદ સામે એક જૂથ થઈને મેળવેલી સફળતાને બિરદાવી હતી. ત્યારે એમણે કહેલું કે, ઓપરેશન સિંદુર માત્ર એક વિરામ કે આખરી અંત નથી, ફક્ત વ્યૂહાત્મક સફળતાની વાત નથી પરંતુ ભારતની સંરક્ષણ સ્વદેશીકરણ નીતિઓની પુષ્ટિ છે. એ વાતનો મુખ્યમંત્રીશ્રીએ ગૃહ સમક્ષ ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંદૂરને આતંકવાદીઓ સામેની લડાઈનો વિજય ગણાવતા ઉમેર્યુ કે, ઓપરેશન સિંદૂર આતંકવાદીઓની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ છે, આતંકવાદીઓ અને તેમના આક્કાઓ, સમર્થકોનો ધર મૂળથી સફાયો કરી નાખવાનો સંકલ્પ છે.
એટલું જ નહિ, ભારતની રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક નિર્ણય શક્તિનું પ્રતીક પણ છે. ભારત હવે કોઈ આતંકી કાંકરીચાળાને સાંખી લેશે નહિ એનો સચોટ પુરાવો આ ઓપરેશન સિંદૂરથી આતંકીઓને મળી ગયો છે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઓપરેશન સિંદૂરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નિર્ણાયક ભૂમિકા અને સેનાની ત્રણેય પાંખની બહાદુરીપૂર્ણ કામગીરીની નોંધ લઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણી સેનાને ઓપરેશન સિંદૂરની સફળતા માટે અંતઃકરણપૂર્વકના અભિનંદન વિધાનસભા ગૃહ વતી પાઠવ્યા હતા.
આ અભિનંદન પ્રસ્તાવ પર સત્તા પક્ષ અને પ્રતિ પક્ષના સભ્યોએ પણ પોતાના મત વ્યક્ત કર્યા હતા અને અભિનંદન પ્રસ્તાવ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.
——-
[9/9, 2:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં કુલ ૧૧૯ રોજગાર મેળાઓના સફળ આયોજન થકી ૨૦ હજાર કરતા વધુ યુવાઓને રોજગારી મળી:શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત*
—–
*દિવ્યાંગો માટે ૦૭ ભરતીમેળા થકી ૨૭૮ દિવ્યાંગોને તથા મહિલાઓ માટે ૦૨ ભરતીમેળા યોજી ૭૮૪ મહિલાઓને રોજગારી અપાઈ*
—–
રાજ્યમાં રોજગાર મેળા વિશે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ ૧૧૯ રોજગાર મેળાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળાઓ થકી ૨૦,૧૯૫ યુવાઓને રોજગારી મળી છે.
વધુમાં રોજગાર મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના રોજગારવાંચ્છુઓ માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે અનુબંધમ વેબપોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર ઉમેદવારો પોતાના ઘરે બેઠા નોંધણી કરી શકે છે અને નોકરીદાતા તેમની ખાલી જગ્યાઓ ઓનલાઈન નોંધાવી શકે છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી હેઠળ રાજયમાં ૪૬ રોજગાર કચેરીઓ કાર્યરત છે. રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારીની યોગ્ય તકો મળી રહે તે માટે રાજ્યની રોજગાર કચેરીઓ ખાતે નામ નોંધણી, ખાલી જગ્યાઓ સામે ઉમેદવારોની ભલામણ, રોજગાર ભરતીમેળા, કારકિર્દી સલાહ અને માર્ગદર્શન જેવી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં આઈકામેટ એચ.આર ઈન્ડિયા પ્રા.લી, ટાટા મોટર્સ, ઝાયડસ લાઈફસાયન્સ લી., યુનિસન ફાર્માસ્યુટીકલ્સ પ્રા.લી જેવા વિવિધ નોકરીદાતાઓ દ્વારા યુવાઓને રોજગારી આપવામાં આવી છે.
પેટા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાની રોજગાર કચેરી દ્વારા છેલ્લા બે વર્ષમાં ખાસ જૂથો તરીકે દિવ્યાંગો અને મહિલાઓ માટે રોજગાર ભરતીમેળાઓ અલગથી આયોજીત કરવામાં આવ્યા હતા. જેમાં દિવ્યાંગો માટે ૦૭ ભરતીમેળા થકી ૨૭૮ દિવ્યાંગોને તથા મહિલાઓ માટે ૦૨ ભરતીમેળા યોજી ૭૮૪ મહિલાઓને રોજગારી આપવામાં આવી છે.
—–
[9/9, 2:35 PM] Dilip Gajjar.Mahiti.Press: *સહકારી સંસ્થાઓને વધુ મજબૂત બનાવવા કુલ ૫૪ ઇનિશિયેટ અને પેક્સને આર્થિક રીતે મજબૂત બનાવવા ૧૪ પહેલ શરૂ કરાઈ: સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા*
******
*કેન્દ્ર સરકારની પહેલો થકી ગામના યુવાનોને સ્થાનિક કક્ષાએ જ રોજગારની તકો ઉપલબ્ધ થઈ*
******
વિધાનસભા ગૃહ ખાતે કૃષિ વિષયક ધિરાણ મંડળીઓ વિશે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સહકારી સંસ્થાઓને વધુ મજબૂત બનાવવા કુલ ૫૪ ઇનિશિયેટ શરૂ કરવામાં આવ્યા છે. જે પૈકી પેક્સને આર્થિક રીતે મજબૂત બનાવવા ૧૪ પહેલો શરૂ કરવામાં આવી છે. જે પૈકી અમદાવાદ જિલ્લાની પ્રાથમિક કૃષિ વિષયક સેવા સહકારી મંડળીઓમાં ૪૭૩ પેક્સમાં મોડલ બાયલોઝ, ૪૪૮ પેક્સને કમ્પ્યુટરાઈઝેશન, ૧૬૦ પેક્સમાં CSC સેન્ટર જેવા ઇનિશિયેટ શરૂ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, જિલ્લાની મંડળીઓમાં ડીઝલ/પેટ્રોલ પંપ, ગ્રાહક ભંડાર, સિઝનેબલ વસ્તુઓના વેચાણ જેવી ઈનોવેટિવ કામગીરી પણ કરાઈ છે. જિલ્લાની પેક્સ દ્વારા આ પ્રકારની કામગીરીના પરિણામે ગામના યુવાનોને સ્થાનિક કક્ષાએ જ રોજગારની તકો ઉપલબ્ધ થઈ છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
અમદાવાદ જિલ્લામાં પેક્સ અને દૂધ મંડળીઓના માધ્યમથી ગ્રામ્ય કક્ષાએ જ બેંકિંગ સેવાઓ મળે તે માટે લીધેલા પગલા સંદર્ભે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ગ્રામ્ય કક્ષાએ વિવિધ નાણાકીય સેવાઓ ઘરઆંગણે જ પૂરી પાડવામાં આવી રહી છે.
કો-ઓપરેશન એમન્ગ્સ કો-ઓપરેટિવનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા પેક્સ અને દૂધ મંડળીઓના સેક્રેટરીઓને બેંકમિત્ર બનાવાયા છે. બેંકમિત્ર ગ્રામ્ય કક્ષાએ જ નાણાકીય સેવાઓ પૂરી પાડી શકે તે માટે તેઓને માઈક્રો એ.ટી.એમ.ની સુવિધા આપવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
******
[9/9, 2:47 PM] Dilip Gajjar.Mahiti.Press: *તાપી જિલ્લામાં ૩૫ નવી ઉદ્દવહન સિંચાઈ યોજના થકી સોનગઢ અને વ્યારા તાલુકાનાં ૨૮ ગામોના ૮૭૬૧ હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે: રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલ*
******
*સોનગઢ ઉદ્દવહન સિંચાઇ યોજનાથી કુલ ૫૪ ગામોની ૨૪,૪૫૦ એકર જમીન તથા ૫૭૦૦ કુટુંબો સિંચાઇનો લાભ મેળવે છે*
******
*નવી પાઇપલાઇન યોજનાઓ થકી અનેક નદીઓને પુન: જિવંત કરાઈ*
******
વિધાનસભા ગૃહમાં ઉકાઇ ડાબા કાંઠા હાઇલેવલ કેનાલ એક્સટેન્શન યોજનાની વિગતો આપતાં રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું કે પૂર્ણાથી અંબિકા નદી સુધીની લંબાઈ ૧૦.૮૯ કિમી જેટલી છે. આ યોજનાથી તાપી જિલ્લાના ડોલવણ તાલુકાનાં સાત ગામોના ૧૬૯૬ હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે હાલ ઉકાઇ ડાબા કાંઠા હાઇ લેવલ કેનાલમાં કુલ ૧૫ જેટલી ઉદ્વવહન સિંચાઇ યોજનાઓ કાર્યરત છે. જેનાથી કુલ ૧૦ ગામોમાં ૧૧૩૩ હેક્ટર વિસ્તારમાં સિંચાઇનો લાભ મળે છે.
વધુમાં, નવી ૩૫ ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ બનાવવાનું આયોજન છે. જેનાથી તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા તાલુકાનાં ૨૮ ગામોમાં ૮૭૬૧ હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે.
તાપી જિલ્લામાં સોનગઢ-ઉચ્છલ-નિઝર લિફ્ટ ઇરિગેશન પાઇપલાઇન યોજનાની વિગતો આપતાં મંત્રી શ્રી પટેલે કહ્યું કે આ પાઇપલાઇન યોજનાની ૯૮ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે બાકીની કામગીરી ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવામાં આવનાર છે તેમ તેમણે ઉમેર્યું હતું.
સોનગઢ-ઉચ્છલ-નિઝર લિફ્ટ ઇરિગેશન પાઇપલાઇનની ફળશ્રુતિની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે આ યોજનાથી તાપી જિલ્લાના સોનગઢ, નિઝર, ઉચ્છલ, કુકરમુંડા તાલુકાના ૪૦૪ હયાત ચેકડેમોમાં પાણી ભરવાનું આયોજન છે. જેનાથી ૧૩૬ ગામોનાં ૬૯,૧૦૦ એકર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે.
જેમાંથી સોનગઢ ઉદ્દવહન સિંચાઇ યોજના પૂર્ણ થતાં કુલ ૫૪ ગામોની ૨૪,૪૫૦ એકર જમીનને તથા ૫૭૦૦ કુટુંબોને સિંચાઇનો લાભ મળી રહ્યો છે. તદુપરાંત, ૧૪૮ ચેકડેમ તથા ડોસવાડા ડેમ પાણીથી ભરવામાં આવ્યા છે.
વધુમાં, મંત્રીશ્રીએ જણાવ્યું કે મેઢા તેમજ મોટા તારપાડા કોતરમાં પાઇપલાઇન થકી આ યોજનાની પથરેખામાં આવતી પાંચ નદીઓ તેમજ ઉનાળામાં સૂકાઈ જતી નદીઓને જિવંત કરવામાં આવી છે તથા ચાંપાવાડી, ગાયસાવર, રામપુરા કોઠાર, કાકડકુવા, કુંકડાડુંગરી, કાકડકુવા (ઉમરદા) સહિતનાં છ ગામનાં તળાવોમાં પાણી પહોંચ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
******
[9/9, 3:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *અખબારી યાદી*
*સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં શિક્ષણ સહાયક અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં શિક્ષણ સહાયક ભરતીનું વેઈટીંગ લીસ્ટ જાહેર*
**********
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ દ્વારા તારીખ: ૦૪/૦૯/૨૦૨૫ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અંતર્ગત કુલ-૨૮૬ ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે તથા તારીખ:૦૯/૦૯/૨૦૨૫ના રોજ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અંતર્ગત કુલ-૫૩૨ ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ વેબસાઇટhttps://gserc.in/ પર જાહેર કરવામાં આવેલ છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર આગામી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની સંબંધિતોએ નોંધ લેવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
**********
[9/9, 3:43 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યના ખેતરો સુધી કોઈપણ વિક્ષેપ વિના વીજ પુરવઠો પૂરો પાડવા ખેતીવાડી વીજ લાઈનના ખુલ્લા તારને યુદ્ધના ધોરણે અદ્યતન MVCC કેબલ સાથે રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ*
****************
*છેલ્લા બે વર્ષમાં સુરતમાં ૪૨૨ કિમી અને નવસારીમાં ૨૪૧ કિમી લાંબા ખુલ્લા તારને MVCC કેબલ સાથે બદલાયા*
****************
*મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર કેબલ ઉપર ખાસ પ્રકારનું ઇન્સ્યુલેશન કવર હોવાથી, તે ખુલ્લા તાર કરતાં વધુ સુરક્ષિત અને ભરોસાપાત્ર*
****************
ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વીજ વિક્ષેપને ઘટાડીને ખેતરો સુધી અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેતીવાડી વીજ લાઈનના ખુલ્લા તારને અદ્યતન MVCC એટલે કે, મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર કેબલ સાથે બદલીને કોટેડ કરવામાં આવી રહ્યા છે. MVCC કેબલ પર ખાસ પ્રકારનું ઇન્સ્યુલેશન કવર હોવાથી, તે ખુલ્લા તાર કરતાં વધુ સુરક્ષિત અને ભરોસાપાત્ર છે.
મંત્રી શ્રી દેસાઈએ જણાવ્યું ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં રૂ. ૩૯.૧૭ કરોડના ખર્ચે કુલ ૪૨૨ કિલોમીટર, નવસારી જિલ્લામાં રૂ. ૨૨.૪૭ કરોડના ખર્ચે કુલ ૨૪૧ કિલોમીટર, પંચમહાલ જિલ્લામાં રૂ. ૯૦૩ લાખના ખર્ચે કુલ ૯૧ કિલોમીટર, છોટાઉદેપુર જિલ્લામાં રૂ. ૮૭૦ લાખના ખર્ચે કુલ ૮૮ કિલોમીટર, નર્મદા જિલ્લામાં રૂ. ૮૧૯ લાખના ખર્ચે કુલ ૮૬ કિલોમીટર લાઇન ઉપરાંત વિવિધ જિલ્લામાં પણ ખુલ્લા વીજ તારને MVCC સાથે રૂપાંતરિત કરવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ વિશેષરૂપે કહ્યું હતું કે, રાજ્યમાં કોટેડ વીજ લાઇનથી વીજ વિક્ષેપમાં ૭૦ થી ૮૦ ટકાનો સુધારો થયો છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ જેવા વિસ્તારોમાં, જ્યાં વાવાઝોડા અને ખારાશવાળી હવાને કારણે વારંવાર વીજળીના તાર તૂટી પડવાની કે શોર્ટ સર્કિટ થવાની સમસ્યાઓ રહે છે, તેવા વિસ્તારોમાં પણ MVCC કેબલ નાખવામાં આવી રહ્યા છે.
આ કેબલના ઉપયોગથી વીજચોરી, ઉંચા વૃક્ષોની ડાળીઓ અને પક્ષીઓના સંપર્કને કારણે થતા અકસ્માતો અને પાવર આઉટેજમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેનાથી વીજળી પુરવઠો વધુ સ્થિર અને સલામત બન્યો છે. આ ટેક્નોલોજી પર્યાવરણને પણ ફાયદો કરાવે છે, કારણ કે તેનાથી વૃક્ષોને વધુ કાપવા પડતા નથી અને પશુ-પક્ષીઓના જીવ બચાવી શકાય છે. તેથી, ગુજરાતમાં વીજળીના માળખાને આધુનિક બનાવવા અને સુરક્ષા વધારવા માટે MVCC કેબલ એક મહત્વપૂર્ણ પગલું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
******************
[9/9, 3:50 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં મંડળ કે સંસ્થા દ્વારા કેન્દ્ર સરકારની મંજૂરી વિના ‘પ્રેસ કાઉન્સિલ’ અથવા ‘પ્રેસ પરિષદ’ શબ્દનો ઉપયોગ કરી શકાશે નહીં*
———
*સંસ્થા કે વ્યક્તિ અધિકૃત મંજૂરી વગર આ શબ્દોનો ઉપયોગ કરશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે*
*****************
કેન્દ્ર સરકારની મંજૂરી વિના રાજ્યના મંડળો કે સંસ્થાઓ દ્વારા ‘પ્રેસ કાઉન્સિલ’ અથવા ‘પ્રેસ પરિષદ’ શબ્દનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. જે સંસ્થા કે વ્યક્તિ અધિકૃત મંજૂરી વગર આ શબ્દોનો ઉપયોગ કરશે તો તેને તાત્કાલિક અસરથી બંધ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ માહિતી અને પ્રસારણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સંબંધિત સત્તાધિકારીએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે કોઈ સ્થાનિક, સરકારી મંડળ કે સંસ્થાના શિર્ષકમાં પ્રેસ કાઉન્સિલ’ અથવા ‘પ્રેસ પરિષદ’ શબ્દથી નોંધણી કરવામાં ન આવે તેની ખાસ તકેદારી રાખવી અને જો આવી બાબત ધ્યાનમાં આવે તો તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેનું ધ્યાન રાખવા પણ યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એ ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયની એક સ્વાયત્ત સંસ્થા છે, જેની સ્થાપના ‘ધ પ્રેસ કાઉન્સિલ એક્ટ, ૧૯૭૮’ હેઠળ કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ અખબારી સ્વાતંત્ર્યની જાળવણી અને દેશના વર્તમાનપત્રો અને સમાચાર સંસ્થાઓના માપદંડ જાળવવા અને તેનું સંવર્ધન કરવાનો છે.
*****************
ઋચા રાવલ
[9/9, 4:27 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યના કુલ ૯૧ લાખ ઘરોને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં: જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા*
******
*‘જલજીવન’ મિશન અંતર્ગત ‘નલ સે જલ’ યોજના હેઠળ રાજ્યના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય*
******
*મહીસાગર જિલ્લામાં અનિયમિતતા અંગે ૧૨૨ એજન્સી અને ૪૧ પાણી સમિતિ પાસેથી રૂ. ૨.૯૭ કરોડની વસૂલાત કરવામાં આવી*
******
વિધાનસભા ગૃહમાં ‘જલજીવન’ મિશન અને ‘નલ સે જલ’ યોજના વિશે માહિતી આપતાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં રાજ્યનાં કુલ ૯૧ લાખ ઘરોને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં છે.
જે અંતર્ગત, જૂથ યોજનામાં લગભગ તમામ ગામોની ઓકટોબર-૨૦૨૨ સુધીમાં આંતરિક વિતરણ વ્યવસ્થાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે બાકી રહેતાં કામોમાં પણ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી કામગીરી હાલ ચાલુ છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે ૧૫મી ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ વડાપ્રધાનશ્રીએ જળશકિત મંત્રાલય-જલ જીવન મિશન, ‘નલ સે જલ’ યોજનાની જાહેરાત કરી, તે પહેલાં રાજ્યમાં આંતરિક પેય જળ વ્યવસ્થા, સેક્ટર રિફોર્મ પાયલોટ પ્રોજેકટ અને વર્ષ-૨૦૦૨માં આંતરિક પેય જળ વ્યવસ્થાના ભાગરૂપે વાસ્મો (વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ની રચના કરી, ગ્રામ પંચાયત સુધીની વિવિધ વ્યવસ્થા કરી હતી.
ત્યાર બાદ, ૧૦ ટકા લોકભાગીદારીથી સ્વજલધારા અને સેકટર રિફોર્મ યોજના અને વર્ષ-૨૦૧૨થી ૨૦૧૯ સુધી રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ યોજનાની નવી ગાઈડલાઈન સાથે વાસ્મો મારફતે સમગ્ર રાજ્યમાં કામગીરી કરવામાં આવી હતી. આ પ્રકારે રાજ્યના કુલ ૯૧ લાખ ઘર પૈકી ૬૫ લાખ ઘર, એટલે કે ૭૧ ટકા નળ કનેક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
જ્યારે ૨૦૧૯થી ‘જલજીવન’ મિશન ‘નલ સે જલ’ યોજનાના અમલ પછી વર્ષ-૨૦૨૪ સુધીમાં બાકીનાં ૨૬ લાખ ઘરોમાં પણ નવા નળ કનેકશન આપવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિસ્તારોમાં નળ જોડાણ માટે કુલ ખર્ચના ૧૦ ટકા લોકફાળા રૂપે એકત્ર કરવામાં આવતાં, પરંતુ ભૌગોલિક સ્થિતિને કારણે બાકી રહી ગયેલા, ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં, જ્યાં પંચાયત/પાણી સમિતિની આર્થિક સ્થિતિ નબળી હોય, તેવા આદિજાતિ વિસ્તારો માટે ૧૦ ટકા લોકફાળો રાજ્ય સરકારે ભોગવી આ કામગીરી કરવામાં આવી છે.
એટલું જ નહીં, આદિજાતિ વિસ્તારોમાં ઘરો છૂટાછવાયા હોઈ, શરૂઆતમાં ૨૦ ઘરોનું કલ્સ્ટર બનાવીને અને છેલ્લે ૧૦ ઘરોના કલ્સ્ટરને જોડીને પણ ‘નલ સે જલ’ હેઠળ આંતરિક વિતરણ વ્યવસ્થાની કામગીરી કરી છે. ઉપરાંત, પાણીના સોર્સને ટકાઉપણા માટે જૂથ યોજનાઓના મજબૂતીકરણ અને સરફેસ સોર્સ માટે બલ્ક પાઈપ લાઈનના કામો હાથ ધરવામાં આવી છે.
‘જલ જીવન મિશન’ કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લામાં મળેલ ફરિયાદો અંગેની કાર્યવાહી વિશે માહિતી આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે મહીસાગર જિલ્લામાં કુલ ૭૧૪ ગામો પૈકી ૬૮૦ ગામોમાં ઘરે ઘરે નળ માટેની જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરી અંગેની ફરિયાદો અંગે ૬૩૦ ગામમાં તપાસ કરાતાં અનિયમિતતાઓ ધ્યાને આવતાં ૧૧૨ એજન્સીઓને ડિબાર્ડ કરવામાં આવેલ છે. જ્યારે ૧૨૨ એજન્સી તેમજ ૪૧ પાણી સમિતિ સામે રિકવરીના આદેશ કરીને આજ દિન સુધીમાં રૂ. ૨.૯૭ કરોડની વસૂલાત કરવામાં આવી છે. તદુપરાંત, ૧૨ જેટલા કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
******
[9/9, 6:42 PM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*કાર્યક્રમ*: જીવન આસ્થા: ૧૦ વર્ષના કાર્યકાળને બિરદાવવા અને વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ જાગૃતિ કાર્યક્રમ
*મહાનુભાવ*: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
*તારીખઃ* ૧૦/૦૯/૨૦૨૫, બુધવાર
*સમયઃ* સવારે ૦૯:૦૦ કલાકે
*સ્થળઃ* ટાઉનહોલ, સેક્ટર ૧૭, ગાંધીનગર
• આ કાર્યક્રમના કવરેજ માટે સૌ મીડિયા મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
આભાર સહ
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
[9/9, 7:04 PM] Dilip Gajjar.Mahiti.Press: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને
અર્નિંગ વેલ – લિવિંગ વેલ મંત્ર પાર પાડનારું ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભામાં પસાર થયું
——-
કાયદાકીય સરળતા અને પારદર્શિતા તરફનું રાજ્ય સરકારનું વધુ એક કદમ
———-
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં વૈશ્વિક રોકાણકારોની પસંદગી બનેલા ગુજરાતમાં મેક્સિમમ ગવર્નન્સ – મિનિમમ ગવર્મેન્ટનો ધ્યેય જનવિશ્વાસ વિધેયક વધુ તેજ ગતિએ સાકાર કરશે
——–
૬ વિભાગોના ૧૧ કાયદાઓ – અધિનિયમોની ૫૧૬ જેટલી જોગવાઈઓમાં સૂચવાયેલા સુધારાઓ કરાશે
———
ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનગૃહમાં રજુ કરેલા ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા વિધેયક)-૨૦૨૫ના મુખ્ય ફાયદાઓ:
વિશ્વાસ આધારિત શાસનને પ્રોત્સાહન – નાગરિકોમાં બિનજરૂરી ભય ઘટશે.
કાયદાની ચૂકની ગંભીરતા અનુસાર ફાઈન નહિ પણ પેનલ્ટી.
ન્યાયિક પ્રણાલીના ભારણમાં ઘટાડો.
કાયદાકીય સુધારાઓ દ્વારા વ્યાપારિક સશક્તિકરણનું દિશાસૂચન.
જુના કાયદાઓનું સમયાનુકુલ આધુનિકીકરણ.
એમ.એસ.એમ.ઈ. – સ્ટાર્ટઅપ્સ સહિતના અન્ય વ્યવસાયોને પ્રોત્સાહન.
———
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વિકસિત ભારત ૨૦૪૭ માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ કદમ ભર્યું છે.
વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ તથા પોલિસી ડ્રિવન ગવર્નન્સને પગલે ગુજરાત આજે વિશ્વભરના રોકાણકારોની પ્રથમ પસંદ બન્યું છે ત્યારે “ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ”ને વેગ આપીને અર્નિંગ વેલ – લિવિંગ વેલની સંકલ્પના સાકાર કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે.
૧૫મી ગુજરાત વિધાનસભાનાં સાતમાં સત્રના બીજા દિવસે આ હેતુસર ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનગૃહમાં રજૂ કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સરળતા અને પારદર્શિતા તરફના વધુ એક નક્કર કદમરૂપે પસાર થયેલું આ જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ રાજ્યમાં કાયદા પાલનને સરળ બનાવીને – ડિજિટાઇઝ્ડ કરીને તેમજ સુયોગ્ય રીતે બદલાવ લાવીને વ્યાપાર સરળતા સાથે જીવન જીવવાની સરળતામાં પણ વધારો કરનારું વિધેયક બનશે. એટલું જ નહિ, ન્યાયતંત્ર પરનું ભારણ ઘટાડવામાં પણ ઉપયુક્ત બનશે.
મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે આ જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ની ભૂમિકા વિધાનગૃહ સમક્ષ વ્યક્ત કરતાં કહ્યું કે, કોઈપણ દેશમાં વિકાસ માટે સ્થિર નીતિઓ અને સારું વ્યવસાયિક વાતાવરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે હંમેશા કાયદાઓને આધુનિક, ફ્લેક્સિબલ, પીપલ ફ્રેન્ડલી અને વિશ્વાસ-આધારિત બનાવ્યા છે. સરકારે સામાન્ય નાગરિકો અને ઉદ્યોગોની ભૂમિકાને પણ મહત્વની ગણી છે.
એટલું જ નહિ, ટેકનોલોજીનો ઉપયોગથી જ્યાં ઝડપી અને સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય એવા ક્ષેત્રોમાં તેમના માર્ગદર્શનને પણ સરકારે આવકાર્યું છે. આથી, કેન્દ્ર સરકારે ૨૦૨૩માં જન વિશ્વાસ કાયદો અમલમાં મુકીને સરકારે કમ્પ્લાયન્સીસ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. આ દિશામાં કેન્દ્ર અને રાજ્ય સ્તરે 40 હજારથી વધુ કમ્પ્લાયન્સીસ નાબૂદ કરવામાં આવ્યા. આનાથી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન મળ્યું છે. તાજેતરમાં જ જનવિશ્વાસ બિલ 2.0 સંસદમાં રજૂ થયું છે.
રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના જનવિશ્વાસ વિધેયક 2.0નો વિસ્તૃત અભ્યાસ કર્યા પછી ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓમાં સુધારા) વિધેયક-૨૦૨૫ તૈયાર કર્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઈન્ક્રીમેન્ટલ ચેન્જ માટે નહિ પરંતુ ક્વોંટમ જંપના લક્ષ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાખેલા ગુજરાતના સુદ્રઢ વિકાસના પાયાને વધુ સંગીન બનાવવા પ્રતિબદ્ધ છે. ટ્રસ્ટ બેઈઝ્ડ ગવર્નન્સ અને પ્રો-પીપલ ગવર્નન્સ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ હંમેશા આગ્રહી રહ્યા છે તેને સાકાર કરતાં રાજ્ય સરકારના ૬ વિભાગોના ૧૧ કાયદાઓ-નિયમો હેઠળની ૫૧૬ જોગવાઈઓને અપરાધમુક્ત ડિક્રિમિનલાઈઝ્ડ કરવાનો આ વિધેયકનો હેતુ છે.
મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વિધેયકમાં કાયદાઓ અને નિયમોમાં સૂચવાયેલા સુધારાઓમાં નાની ભૂલો માટે શક્ય હોય ત્યાં કેદની સજા દૂર કરવામાં આવી છે અને ફાઈન એટલે કે દંડને બદલે નાણાંકીય પેનલ્ટીની જોગવાઈઓ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ, શ્રમ – કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નર્મદા – જળ સંપત્તિ – પાણી પુરવઠા કલ્પસર વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, કૃષિ – ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા નાણાં વિભાગના ૧૧ કાયદાઓ નિયમો હેઠળની ૫૧૬ જોગવાઈઓને અપરાધમુક્ત કરવાથી સજાના ડરને બદલે પ્રામાણિક્તાથી કાયદાઓના પાલનમાં મદદ મળશે.
મંત્રી શ્રી બળવંતસિંહ રાજપુતે જે ૫૧૬ જોગવાઈઓ અપરાધમુક્ત કરવામાં આવી છે તેની વિગતો આપતા કહ્યું કે, એક જોગવાઈમાં કેદની કલમ છે તેને દૂર કરવામાં આવી રહી છે. ૧૭ જોગવાઈઓમાં કેદ અથવા ફાઈનને પેનલ્ટીથી બદલવામાં આવી રહી છે અને ૪૯૮ જોગવાઈઓમાં ફાઇનને પેનલ્ટીથી બદલવામાં આવશે.
આ ઉપરાંત ૮ કાયદાઓ હેઠળ ઉલ્લંઘનના સમાધાન માટેની વ્યવસ્થા સાથે અધિકારી દ્વારા પેનલ્ટીની રકમ સ્વીકારી શકાય તેવી જોગવાઈઓ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ઉદ્યોગમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રજૂ થયેલા આ વિધેયકનો હેતુ નિયમોમાં સુધારાથી પણ એક કદમ આગળ વધીને સરકાર અને નાગરિકો વચ્ચેના વિશ્વાસને વધુ મજબૂત કરવાનો પ્રયાસ છે.
આ વિધેયકનો મુખ્ય હેતુ ફાઈલિંગ વિલંબ, લાઇસન્સ રિન્યુઅલમાં વિલંબ, સલામતી ઉલ્લંઘન અંગેની નાની ભૂલો માટે અણધાર્યા અને ફોજદારી આરોપોથી મુક્તિ આપવાનો, ન્યાયિક પ્રણાલી પરનું ભારણ ઘટાડીને પેનલ્ટી પર આધારિત દંડ વ્યવસ્થા લાવવાનો છે. ખાસ કરીને સ્ટાર્ટઅપ્સ અને એમ.એસ.એમ.ઈ. વધુ સુદ્રઢ થશે અને નાની ભૂલો માટે ફોજદારી કાર્યવાહીના બિનજરૂરી ડર વિના પોતાના ઉદ્યોગ-ધંધાઓનો વધુ સારી રીતે વિકાસ કરીને રાજ્યમાં એમ.એસ.એમ.ઈ. ઈકોસિસ્ટમને સંગીન બનાવશે.
મંત્રી શ્રી રાજપૂતે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્ય સ્તરના જન-વિશ્વાસ કાયદાઓ પસાર કરનારા અન્ય રાજ્યો કરતા ગુજરાતે સૌથી વધુ કાયદા અને જોગવાઈઓમાં સુધારો કર્યો છે.
ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનગૃહ સમક્ષ ગુજરાત જન વિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ના ફાયદાઓ અંગે જણાવતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં તૈયાર કરવામાં આવેલું આ જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ રાજ્યમાં વિકાસ અને રોકાણને વધુ મજબૂત કરવા સાથે ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને ઈઝ ઓફ લિવિંગને પણ વેગ આપશે.
આ વિધેયકમાં નાના ઉલ્લંઘનો અને નાના ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી બહાર કાઢીને ડિક્રિમિનલાઈઝ્ડ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દંડાત્મક પગલાંઓને બદલે સુધારાત્મક પગલાંઓને જે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તે રાજ્યના સર્વગ્રાહી વિકાસ સાથે નિયમનકારી સુધારા યાત્રાનું મહત્વપૂર્ણ સિમાચિહ્ન બનશે અને ગુજરાતની દેશના વિકાસના રોલ મોડલ તરીકેની પ્રસ્થાપિત થયેલી ઓળખને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વ્યાપક સ્તરે ઉજાગર કરશે.
આ વિધેયક પર સભાપક્ષ અને પ્રતિપક્ષના સભ્યોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને ત્યારબાદ આ ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-૨૦૨૫ બહુમતીએ પસાર કરવામાં આવ્યું હતું.
——-
[9/9, 7:49 PM] Dilip Gajjar.Mahiti.Press: *યુવા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ‘૧૧મી એશિયન અક્વાટિક્સ ચેમ્પિયનશિપ – અમદાવાદ ૨૦૨૫’ની જર્સીનું અનાવરણ*
*****
*ગુજરાતના યુવાનો ‘એશિયન ગેમ્સ ૨૦૨૬’ માટે તત્પર – ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ માટે યજમાન બનવું ગૌરવની વાત : મંત્રી શ્રી હર્ષ સંઘવી*
*****
સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ‘૧૧મી એશિયન અક્વાટિક્સ ચેમ્પિયનશિપ – અમદાવાદ ૨૦૨૫’ માટે સત્તાવાર જર્સીનું અનાવરણ યુવા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે સેક્ટર-૨૧ જીમખાના, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.
શ્રી હર્ષભાઈ સંઘવીએ જર્સીનું અનાવરણ કરતા જણાવ્યું હતું કે, ભારતના એથલિટ્સે વિવિધ આંતર રાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં દેશનું ગૌરવ વધાર્યું છે અને વિશ્વ મંચ પર ભારતનો તિરંગો લહેરાવ્યો છે. ગુજરાતના યુવાનો આગામી ‘એશિયન ગેમ્સ ૨૦૨૬’માં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા ભારતની ટીમમાં વધુ પ્રબળ સ્વિમર્સને મોકલવાનો રાજ્ય સરકારનો દ્રઢ નિશ્ચય છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત માટે આ સૌભાગ્યની વાત છે કે રાજ્યને અનેક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ માટે યજમાન બનવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ ટુર્નામેન્ટસમાં સર્વશ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાતની પાવન ધરતીને ૧૧મી એશિયન અક્વાટિક્સ ચેમ્પિયનશિપ જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ માટે પસંદ કરી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મંચ પૂરું પાડવા મંત્રીશ્રીએ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘૧૧મી એશિયન અક્વાટિક્સ ચેમ્પિયનશિપ’ તા.૨૮ સપ્ટેમ્બરથી ૧૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી નવનિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અમદાવાદ ખાતે યોજાવવા જઈ રહી છે જેમાં ૩૦થી વધુ દેશોના ખેલાડીઓ ભાગ લેશે. આ ચેમ્પિયન શિપ ‘એશિયન ગેમ્સ ૨૦૨૬’ માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ તરીકે પણ સાબિત થશે.
આ પ્રસંગે, અર્જુન એવોર્ડી અને ડબલ ઓલિમ્પિયન ઓલિમ્પિયન સાજન પ્રકાશ, ડબલ ઓલિમ્પિયન શ્રીહરી નટરાજ, ૨૦૨૩ એશિયન ગેમ્સ સ્વિમર્સ કુશાગ્ર રાવત, અદ્વૈત પેજ અને પેરિસ ૨૦૨૪ ઓલિમ્પિક્સમાં ભારતના સૌથી સ્વીમર ધિનિધી દેસિંઘુ તેમજ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સચિવ શ્રી મોનલ ચોકસી હાજર રહ્યા હતા.
*****
ધ્રુવી ત્રિવેદી
[9/9, 9:47 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/Bhupendrapbjp/status/1965445277214797946?t=AWYOgjWSNwNK94ZFcSEzRw&s=08
[9/9, 9:47 PM] Dilip Gajjar.Mahiti.Press: હાલ નેપાળમાં સ્થિત ભારતના નાગરિકોને કોઈપણ પ્રકારની ઈમર્જન્સીની પરિસ્થિતિમાં કે કોઈ મદદની જરૂર હોય તેવા કિસ્સામાં કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.
+977 – 980 860 2881
+977 – 981 032 6134
*†****†††********************
[9/8, 5:38 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર જિલ્લાની ૨૬૫ કન્યાઓને મળ્યો કલ્યાણકારી યોજના “કુંવરબાઈનું મામેરું”નો લાભ*
૦૦૦૦૦૦
*ગાંધીનગર જિલ્લાની કન્યાઓને ૧ વર્ષમાં રૂ.૩૧.૮૦ લાખની સહાય અપાઈ*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૮ સપ્ટેમ્બર-,
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણ, ગાંધીનગરની કચેરી મારફત અમલી કુંવરબાઇનું મામેરૂ સહાય યોજના અનેક દીકરીઓ માટે કલ્યાણકારી સાબિત થઇ છે. ગાંધીનગર જિલ્લામાં ૨૦૨૪-૨૫ના ૧ વર્ષ દરમ્યાન જિલ્લાની અનુ. જાતિની ૨૬૫ કન્યાઓને રૂ.૩૧.૮૦ લાખની સહાયનો લાભ આપવામાં આવ્યો છે.
આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના પરિવારની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે આર્થિક પરિસ્થિતિમાં મદદરૂપ થવાના હેતુથી લગ્ન ખર્ચને પહોંચી વળવા માટે રૂ.૧૨,૦૦૦/- ની નાણાંકીય સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ ગાંધીનગર જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને મળવાપાત્ર છે. જેમાં આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તાર બંન્ને માટે રૂ. ૬,૦૦,૦૦૦/- રાખવામાં આવી છે.
આ યોજનાનો લાભ લેવા માટે કન્યાનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો, કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે), સ્વ-ઘોષણા (Self-Declaration), જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો સહિતના દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરવાની રહે છે.
૦૦૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/9, 12:45 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા.૧૪-૧૫ સપ્ટેમ્બરે યોજાશે પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન*
૦૦૦૦૦૦
*અધિક નિવાસી કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને આયોજન અંગે બેઠક યોજાઈ:તડામાર તૈયારીઓ શરૂ*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૯ સપ્ટેમ્બર-, ગાંધીનગર જિલ્લામાં મહાત્મા મંદિર ખાતે હિન્દી દિવસ-૨૦૨૫ અને પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન તા. ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરના રોજ સંયુકત રીતે યોજાશે.જેના સુચારુ આયોજન અંગે અધિક નિવાસી કલેક્ટર શ્રી નિશા શર્માની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં સંમેલનમાં ભાગ લેનાર અંદાજે ૭૦૦૦ અધિકારીઓના આવાસ, પરિવહન, કાર્યક્રમ સ્થળે મેડિકલ વ્યવસ્થાઓ, મહાત્મા મંદિરની આસપાસના વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન વગેરે વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં નાયબ કલેક્ટર શ્રી યોગરાજસિંહ જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કાદંમ્બરીબેન ત્રિવેદી, સબ ફાયર ઓફિસર શ્રી રાજેશ પટેલ, ચીફ ડિફેન્સ ઓફિસના શ્રીમતી અંજનાબેન નિમાવત, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી તેજલબા ચૌહાણ વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/9, 1:50 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *જિલ્લા સમાહર્તા શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને યોજાઈ ખેલ મહાકુંભ-૨૦૨૫ની સ્પર્ધાઓ અંગે આયોજનની બેઠક*
૦૦૦૦૦૦૦
*કલેકટરશ્રી મેહુલ દવેએ વધુને વધુ રમતવીરોને ખેલમહાકુંભમાં ભાગ લેવા આહવાન કર્યું*
૦૦૦૦૦૦૦
*અલગ-અલગ વય જૂથમાં અંદાજિત-૩૯ રમતોની સ્પર્ધાઓનું આયોજન:૨૨ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાશે*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૦૯ સપ્ટેમ્બર-, ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તથા જિલ્લા વહીવટીતંત્ર, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે ખેલ મહાકુંભ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભના આયોજન અંગે કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.
ખેલ મહાકુંભ-૨૦૨૫ અંગે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી મેહુલ દવેએ રમતવીરોને પોતાનું કૌવત દર્શાવવા ખેલમહાકુંભમાં ભાગ લેવા આહવાન કર્યું હતું. ખેલ મહાકુંભ-૨૦૨૫માં બહોળી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લે તે હેતુથી શાળા, ગ્રામ્યકક્ષા, તાલુકાકક્ષા જિલ્લા/મનપાકક્ષા,પ્રદેશ, રાજ્યકક્ષા સુધી અલગ-અલગ વય જૂથમાં અંદાજિત-૩૯ રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તા. ૨૨/૦૯/૨૦૨૫ સુધી https://khelmahakumbh.gujarat.gov.in પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
ખેલમહાકુંભ-૨૦૨૫માં અંડર-૯,૧૧,૧૪,૧૭ એજગૃપ, ઓપન,અબવ-૪૦,૬૦ વયજુથ તેમજ શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેમજ કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ(ઓપન) ઓનલાઇન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેલ મહાકુંભમાં સ્પર્ધાનાં માધ્યમથી રાજયમાં રમતગમતનું વાતાવરણ ઉભું થાય, વિવિધ રમતોના ખેલાડીઓ રમતગમત ક્ષેત્રમાં આગળ આવી શાળા,ગ્રામ્ય,ઝોન,તાલુકા, જિલ્લા/મહાનગરપાલિકા અને પ્રદેશ રાજ્યને ગૌરવ અપાવવાની દિશામાં પ્રગતિ કરે તેમજ ખેલકૂદ દ્વારા શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનો રાજય સરકારનો ઉમદા આશય છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલ, અધિક નિવાસી કલેકટર શ્રી નિશા શર્મા, પ્રાંત અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ તથા વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/9, 2:07 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગર દ્વારા ૧૧ સપ્ટેમ્બરે અડાલજ ખાતે રોજગાર ભરતીમેળો યોજાશે*
૦૦૦૦૦૦૦
*ઉમેદવારો અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૯ સપ્ટેમ્બર-, જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૧/૦૯/૨૦૨૫નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે પી.વી.આર.આઈનોક્સ સિનેમા, આર વર્લ્ડ, જમિયતપુરા-મહેસાણા હાઈવે, અડાલજ, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રોજગાર ભરતીમેળામાં પી.વી.આર.આઈનોક્સ સિનેમા, અડાલજ દ્વારા તેઓની અડાલજ તથા અમદાવાદ ખાતેની બ્રાંચ માટે સર્વિસ સેક્ટરમાં અનુભવી તથા બિન અનુભવી કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૮ વર્ષની ઉંમરના ધો.૧૨ પાસ, ડિપ્લોમા (હોટલ મેનેજમેન્ટ), કોઈ પણ સ્નાતક તથા માત્ર એમ. કોમ કક્ષાનાં ઉત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે.
ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકશે.આ ભરતીમેળા માટે અનુબંધમ જોબફેર આઇ.ડી JF971129061 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. જેમાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જિલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, તેમ જિલ્લા રોજગાર અધિકારીની યાદી દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/9, 6:47 PM] Neha Talaviya.Mahiti: *પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાના મક્કમ ધ્યેય સાથે પ્રેરણા પ્રવાસ અંતર્ગત કલેકટરશ્રી મેહુલ કે.દવેએ ડભોડા ગામના ખેડૂતોની મુલાકાત લીધી*
……
*”આપણી નોકરી એક માધ્યમ છે,જેના થકી આપણે જન સેવાના માર્ગે ચાલી શકીએ છીએ”- કલેકટર શ્રી મેહુલ કે.દવે*
……..
*હંમેશા માફક ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા આગળની પેઢી સુધી પહોંચાડી આપણો સાંસ્કૃતિક વારસો બાળકોને આપવા પર પણ કલેક્ટર શ્રી એ ભાર મૂક્યો*
….
*મોબાઈલ જેવાં દુષણથી બાળકોને દૂર રાખી, વીર વીરાંગના ની વાર્તાઓ તથા હાલરડા ,આપણા વૈદિક શ્લોકનું ગાન કરવામાં આવે તો બાળકો આપણી સંસ્કૃતિ સમજી શકે – કલેકટરશ્રી મેહુલ કે.દવે*
……
*પ્રાકૃતિક કૃષિ પણ આપણી સંસ્કૃતિ અને સભ્યતાનોજ એક ભાગ છે, ભવિષ્યને ઉજ્જવળ બનાવવું હશે તો અત્યારથી પ્રાકૃતિક કૃષિ તરફ પાછા વળવું જરૂરી- કલેકટરશ્રી ગાંધીનગર*
.……
*કલેકટર શ્રીની આ મુલાકાત પછી નવા ૯૦ થી વધુ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ અપનાવવા તૈયારી દર્શાવવામાં આવી*
…..
હંમેશા લોકહિત અને જનકલ્યાણના કાર્યમાં સર્વોપરી રહી વહીવટી તંત્રને પણ, જન કલ્યાણ ના કાર્યો કરવા પ્રેરિત કરતા કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે, “આપણી નોકરી એ માધ્યમ છે,જેના થકી આપણે જન સેવાના માર્ગે ચાલી શકીએ છીએ, માટે નોકરીમાં સોંપવામાં આવેલી કામગીરીને માત્ર જવાબદારીઓનો બોજ નહીં પણ, લોકહીતમાં કંઈક સારું કરવા ઈશ્વરે કરેલી તમારી પસંદગી સમજો”અને આજથી ધ્યેય અને મૂળ મંત્ર સાથે કલેકટર શ્રી દ્વારા વારંવાર પ્રેરણા પ્રવાસો અંતર્ગત લોકહિત નું સૌથી મોટું કાર્ય પ્રાકૃતિક કૃષિ તથા સંસ્કૃતિ અને સભ્યતા અને દેશભક્તિની ભાવના આગલી પેઢી સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવે છે
જે અંતર્ગત કલેકટરશ્રી ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા ગાંધીનગર તાલુકામાં સમાવિષ્ટ ડભોડા ગામ ખાતે, પ્રાકૃતિક કૃષિ ખેતીનો વ્યાપ વધે તે હેતુથી યોજાયેલી ખેડૂત શીબીરમાં ઉપસ્થિત રહી, પ્રાકૃતિક કૃષિ અપનાવવા અને ભારતીય સંસ્કૃતી તરફ પાછા વળવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છેકે,પાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે હેતુથી આત્મા યોજના અંતર્ગત તા. ૦૯/૦૯/૨૦૨૫ ના રોજ ડભોડા ખાતે યોજવામાં આવેલ, ખેડૂત શિબીર અને પ્રેરણા પ્રવાસ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ કે. દવેએ શિબિર મારફતે જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અપીલ કરી હતી.
આ તકે કલેક્ટરશ્રી દ્વારા ડભોડા ગામના “માળી વાળો કુવો” ખાતે હાજર રહેલ ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, જે પણ ખેડૂતોએ હજુ પ્રાકૃતિક ખેતી શરુ જ નથી કરી,તે પોતાના ખેતર ની અડધી જગ્યામાં પ્રાકૃતિક કૃષિ શરૂ કરી પ્રાકૃતિક કૃષિ તરફ પ્રયાણ કરે, અને સરકારશ્રી દ્વારા અમલીકરણ કરવામાં આવેલ બાયો ઇનપુટ રીસોર્સ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવતા જીવામૃત/ઘનજીવામૃત/નિમાસ્ત્ર/ અગ્નિઅસ્ત્ર વગેરેની ખરીદી માટે ખેડૂતોને સહાય આપવાની યોજનાનો લાભ લેતા આપણા જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતો જિલ્લો બનાવવામાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરી હતી.
આ અંગે વધુમાં કલેક્ટરશ્રી દ્વારા ઉપસ્થિત ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું કે,પ્રાકૃતિક કૃષિ પધ્ધતીમાં મોંઘા રાસાયણીક ખાતર અને દવાના વપરાશથી થતા ખેતી ખર્ચ ને ઘટાડીને માત્ર નજીવા ખર્ચ થી પણ આ ખેતી કરી શકાય છે, જેનાથી સારી ગુણવત્તા સાથે વધુ ઉત્પાદન મેળવી શકાય છે,અને એકંદરે ખેડૂત પોતાની આવકમાં વધારો પણ કરી શકે છે. સાથે સાથે જમીનની ફળદ્રુપતા વધે છે અને પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવી શકાય છે. આજના આ યુગમાં દિવસે અને દિવસે કેન્સર જેવી બિમારીઓનું પ્રમાણ વધતુ જાય છે,ત્યારે આપણે સૌ પ્રાકૃતિક ખોરાક દ્વારા સ્વસ્થ રહીએ એ માટે હાજર રહેલ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પુન: અપીલ ભવિષ્યની પહેરીને સારા સ્વાસ્થ્ય સાથે સમૃદ્ધ જમીન ની ભેટ આપવા વિનંતી કરી હતી.
આ શિબિરમાં ઉપસ્થિત પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી આત્મા દ્વારા કલેક્ટરશ્રીને જણાવવામાં આવ્યું હતું કે,ડભોડા ગામના ક્લસ્ટરમાં પસંદ કરેલ કૃષિ સખી અને ફાર્મર ફ્રેન્ડ ના સાથ અને સહકારથી ૧૨૫ નવા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા ના લક્ષ્યાંક સામે આ ક્લસ્ટરમાં નવા ૯૦ થી વધુ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ અપનાવવા તૈયારી દર્શાવવામાં આવી છે. અને હજી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવુ આયોજન છે.જેથી કલેક્ટર શ્રી દ્વારા કૃષિ સખી અને ફાર્મર ફ્રેન્ડ ની આ કામગીરીની પ્રસંશા કરવા સાથે ગામના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ અંતર્ગત હાજર રહેલ ખેડૂતો પૈકી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો પાસે કલેકટર શ્રીએ તેમના અનુભવો પણ જાણ્યા હતા.જે અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત શ્રી દશરથભાઇ દ્વારા તેઓએ વર્ષ ૨૦૨૦ થી પ્રાકૃતિક કૃષિ અપનાવી હોવનું જણાવતા ઉમેર્યું હતું કે,તેઓ જાતે જિવામૃત, ઘનજીવામૃત, અગ્રિઅસ્ત્ર, નિમાસ્ત્ર વગેરે બનાવી તેના ઉપયોગથી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે , જેમાં તેઓ ભિંડા, ચોળી, ડાંગર, રિંગણ જેવા પાકોમાં પ્રાકૃતિક કૃષિ કરી,પ્રાકૃતિક કૃષિ અપનાવતા પહેલા તેઓ જે ખર્ચ કરતા હતા તે ઘટીને હવે નજીવા ખર્ચે પ્રાકૃતિક કૃષિ કરતા હોવાનું જણાવેલ. આમ, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી જમીનનું સ્વાસ્થ્ય સુધરવાના થયેલા ફાયદા તેમજ તેનાથી ખેતી ખર્ચ ઘટાડી ખેતીમાં થયેલ ફાયદા વિષે તમામ ખેડૂતોને વિગતવાર તેમણે વિગતે માહિતી આપી હતી.
આવા ઘણા બધા ખેડૂતોના અનુભવો સાંભળી કલેક્ટરશ્રીએ તેમની ખેતીમાં પ્રાકૃતિક કૃષિ થકી મેળવેલ સફળતાની સરાહના કરી હતી,અને હાજર રહેલ ખેડૂતોને પણ આ પ્રયત્નશીલ ખેડૂતોના મોડલ ફાર્મ ની મુલાકાત લઈ પ્રેરણા લઈ અને પ્રાકૃતિક કૃષિ ચાલુ કરી, આસપાસના અન્ય ખેડૂતને પણ પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા અપીલ કરી હતી.
પ્રેરણા પ્રવાસ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત દરમિયાન આપણો સાંસ્કૃતિક વારસો જળવાય તે માટે ડભોડા તથા આસપાસના ગામના ખેડૂતોને એક પારિવારિક ભાવના ઉભી થાય તે માટે ગ્રામ જનો સાથે પોતાનાપણું અનુભવાય તેવા સબંધો સ્થાપવા પર પણ તેમણે જણાવ્યુ હતું. જેના ભાગ રૂપે ઘરમાં તમામ સભ્યો દિવસમાં એક વખત ભોજન સાથે લે, પોતાના દિકરા-દિકરીઓ સાથે વધુ વાતચિત કરે, તેમની સાથે વધુ સમય વિતાવે, ઘરમાં રોજ શ્લોક બોલાય,વીર વીરાંગનાઓની વાતો થાય,દિકરા-દિકરીઓ રોજ સવારે ઘરેથી બહાર નિકળે ત્યારે મા-બાપ વડિલોના ચરણ સ્પર્શ કરે વગેરે જેવા નિત્ય નિયમથી સારા કામોની શરૂઆત કરે તેવી અપિલ કરી હતી.
અંતે કલેક્ટર શ્રીએ હાજર રહેલ તમામ ખેડૂતો સાથેના સીધા સંવાદ બાદ, ભારતીય સંસ્કુતિ મુજબ સૌ પકૃતિ તરફ પાછા વળે તથા તેની પ્રથમ શરૂઆત પ્રાકૃતિક કૃષિ અપનાવી ને આગળ વધે તેવી આશા વ્યકત કરી છે.
ડભોડા ગ્રામ પંચાયત ખાતેની આ પ્રાકૃતિક કૃષિ શિબીરમાં પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી,આત્મા ગાંધીનગર, મામલતદારશ્રી-ગાંધીનગર, સરપંચશ્રી, ગ્રામ સેવકશ્રી, તેમજ આત્મા યોજના અને ગુ.પ્રા.કૃ.વિ.બોર્ડ ના ગાંધીનગર જિલ્લાના સ્ટાફ તેમજ આજુબાજુના ૨ ગામના ૬૨ થી વધારે ખેડૂત ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતાં.
……
*નેહા તલાવિયા*
†****************************
આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડીયો અને ફોટાઓ અમોને અમારા અખબારી માધ્યમ અને ચેનલ માં પ્રસારિત કરવા અમારા વ્હોટ્સ up નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીંયા કોઈપણ વિડિયો ફોટા અને સમાચારો માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં સરકારના કોઈપણ વિભાગના અધિકારીને અથવા તો પ્રજાજનને વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે. તંત્રી:પ્રદીપ રાવલ(9824653073) what’s up no: 7861038840,6353019026
