સૌરાષ્ટ્ર,દક્ષિણ,મધ્ય,ઉત્તર ગુજરાત માં લોકમેળા પાણીથી જળબંબાકાર/લોક સ્વપ્નો રોળાયા(તારીખ:૨૫-૨૬/૮/૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક, જન ફરિયાદ સાપ્તાહિક PDF FILE જૂવો,વાંચો(janfariyadnews you tube channel links વિડિયો માણો.)

NG-305 25-8-24 pdf 25 Jan fariyad pdf NG-306-26-8-24 pdf

દક્ષિણ ગુજરાતમાં કાવેરી પૂર્ણા અને અંબિકા જેવી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે અને નવસારી બીલીમોરા અને આજુબાજુના ગામો અને રસ્તાઓ જળબંબાકાર બની ગયા ના સમાચારો મળી રહ્યા છે.

મેળામાં પ્રજાનો જે ઉત્સાહ હતો તે આખો આ વરસાદની માહોલમાં ચકનાચૂર થઈ ગયો અને આયોજકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા. એક બાજુ વરસાદી માહોલમાં ઘણાના ખેતરો પણ જળબંબાકાર થઈ ગયા જેના કારણે પાક લેવાનું પણ માંડી વાળવું પડે તેવી પરિસ્થિતિ થઈ જ્યારે અમુક જગ્યાએ વાવેતર બાદ વરસાદ થી ફાયદો પણ જણાયો… સૌરાષ્ટ્રના હાસ્ય સમ્રાટ તરીકે જાણીતા મિલન ત્રિવેદીના શબ્દોમાં જો કહીએ તો “મન નહિ મળે મેળામાં”(તેમના મુંબઈ સમાચાર મા.લેખ રૂપી તેમણે વર્ણન કર્યું છે)

વરસાદી આગાહી કરવાના માહિર એવા ગાંધીનગરના અંબાલાલ પટેલે પણ સખત આગાહી કરતા જણાવ્યું છે કે કેટલાક ભાગમાં પૂરની પણ પરિસ્થિતિ આવી શકે છે જેથી પ્રજાએ સાવચેત રહેવાની ખૂબ જરૂર છે અને કદાચ 100 વર્ષનો રેકોર્ડ પણ તૂટી શકે છે. 

દે

હવામાન ખાતાની અગાઉથી જ માહિતી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં વાપી થી લઈને અમદાવાદ ,ડીસા.થરાદ સુધી અને સમગ્ર સૌરાષ્ટ્ર મા મેઘરાજાની સવારી સાતમ.આઠમ.નોમ.દસમ સુધી રહેવાની છે.. પહેલા તો લોકમેળાના આયોજકોને કલેકટર મંજૂરી ની તકલીફો(લોક અકસ્માત ના કોઈ ભોગ બને નહિ તે માટે સરકારી તંત્ર સાબદુ કરીને જોઈ તપાસી મંજૂરી આપે) અને ત્યારબાદ જ્યારે મેળાઓ માં રમત ગમતના સાધનો ચગડોળો અને અધ્યતન રમત રમત ના સાધનો ની ગોઠવણી કરી અને ચારે બાજુ પાણીથી જળબંબાકાર જોઈ શકાય તેવા દ્રશ્યો સર્જાયા અને આયોજકો પૂરી ખોટમાં જાય તેવી પરિસ્થિતિનું સર્જન થયું. આ વખતે મોટેભાગે લોકોએ ઘરમાં તેમજ ફળિયામાં તેમજ આજુબાજુના લોકોને એકત્ર કરીને આ તહેવારો મનાવવા પડશે તેવો આંશિક દેખાઈ રહ્યું છે પરંતુ ભૂલકાઓ અને બાળકો તો વરસાદી માહોલ ની અંદર તેમની મજા માણસે અને રજા નો પૂરેપૂરો ઉપયોગ કરશે. સરકારી વેકેશન પણ ત્રણ દિવસનું સરકારી કર્મચારીઓએ મન મૂકીને માણ્યું હશે.

અહીંયા કોઈપણ માહિતી સમાચારો ફોટા અને વિડિયોરૂપી માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને તેવી માહિતી ફોટા અને વિડીયો બાબતે ખરાઈ કરી અને અહીંથી દૂર પણ કરાવી શકે છે. તંત્રી