સુરત મા નકલી IPS બાદ નકલી કસ્ટમ અધિકારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડયો(ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ના ડાયમંડ સિટીમાં નકલી સરકારી ની બોલબાલા)જુવો અહેવાલ

નકલી પીએમ કાર્યાલય અધિકારી, નકલી સીએમ કાર્યાલય અધિકારી, નકલી પોલીસ અધિકારીઓ, નકલી આઈપીએસ અધિકારી અને હવે નકલી કસ્ટમર અધિકારી સુરતમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યા છે અને તે પણ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને હાલમાં જ બનેલા કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલ અને ગૃહરાજ મંત્રી હર્ષ સંઘવી ના ડાયમંડ ટાઉન સુરતની અંદર જ છેલ્લા બે અધિકારીઓ નકલી રીતે પકડાયા છે અને ઘણો લાંબો સમય પ્રેક્ટિસ પણ તેમણે કરી. (લોકમુકે એવું ચર્ચા છે કે સુરતમાં પહેલા આ લોકોને પકવવામાં આવે છે અને ત્યારબાદ પછી ભાડો ફૂટે છે તે આટલો મોડો કેમ? શું આઈબી અને સુરતની પોલીસને આ બધી ખબર નહીં હોય? 

સુરત ક્રાઈમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે તેમણે વોચ ગોઠવીને ઓલપાડ ની બાજુના ગામમાં રહેતા હિમાંશુ રમેશભાઈ રાવ નામના વ્યક્તિને નકલી કસ્ટમ અધિકારી તરીકે તેની ગાડી સાથે પકડી પાડ્યો છે. ગાડી પણ જાણે ઓરીજનલ કસ્ટમ અધિકારીની હોય તેમ ગાડીમાંથી પિસ્તોલ અને આઈકાર્ડ અને લાઇટર્સ પણ મળ્યા છે. પહોંચી સેનાનો ડ્રેસ પણ મળી આવ્યો છે જે આપ ઉપર તસવીરમાં બધું જોઈ શકો છો. 

આ નકલી કસ્ટમ અધિકારી હિમાંશુ રમેશભાઈ રાય મૂળભૂત બિહારનો વતની છે અને બરોડા થી તેણે એવીએશન નો કોર્સ પણ કરેલો છે અને તેણે બીજા વર્ષ સુધીની ગ્રેજ્યુએશનની ઉપાધિ પણ મેળવી છે તેમ જ કસ્ટમના એક અધિકારી ની ગાડી પણ ડ્રાઇવર તરીકે તે ચલાવતો હતો અને તેમાંથી તે આ બધું શીખી અને આ નકલી કસ્ટમર અધિકારી બની ગયો હોય તેવું પોલીસ માની રહી છે. તેણે આ નકલી કસ્ટમર અધિકારીના કાર્ડનો રોપ બતાવીને કુલ 12,75,000 નોકરી ના બહાને લેવાની છેતરપિંડીઓ પણ કરી છે જે તેની ઉલટ તપાસમાં જાણવા મળ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારી ઉપર તસવીરમાં બતાવ્યા પ્રમાણે એમ કહી રહ્યા છે કે જો ફરિયાદીઓ ફરિયાદ આપશે તો અમે એની વિરુદ્ધ વધુ કાર્યવાહી કરી શકીશું પરંતુ હાલમાં તો અથવા પોલીસ લાઈનમાં આ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ ચાલી રહી છે. 

જોવાનું એ રહ્યું કે આ બધા નકલી અધિકારીઓ જે ઉચ્ચ કક્ષાથી નીચેની કક્ષા સુધીના બનીને પૈસા બનાવે છે અને પછી બહુ મોડા તેમના ભાંડા ફૂટે છે તેમ છતાં તેમની ઉપર નબળી કાર્યવાહી થતી હોય તેવું લોકમુકે ચર્ચાઈ રહ્યું છે કેમકે હજુ સુધી કોઈ સજ્જડ સજાઓ આપીને પ્રજામાં દાખલો બેસાડવામાં આપ્યો નથી અને આ લોકો એનકેન પ્રકારે જામીન ઉપર છૂટીને ફરી પાછા હતા તેના તે વહીવટદાર તરીકે ના ધંધાઓ કરતા હોય છે એવું લોકોનું કહેવું છે. 

Janfariyadnews તંત્રી પ્રદીપ રાવલ

*****************************

અહીંયા કોઈપણ સમાચારો અને ફોટાઓ સોશિયલ મીડિયા અને મીડિયાના સોર્સથી પ્રાપ્ય થયે જન જાગૃતિ ના ભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે. કેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરાવી શકે છે.