*37 વર્ષના પત્રકારત્વમાં જોયેલા, જાણેલા રાજકીય અખતરા બાદ મારું પત્રકાર/તંત્રી તરીકેનું હિન્દુ જન જાગૃતિ બાબતે નું મંતવ્ય*…
.*બાંગ્લાદેશ થી જો શેખ હસીના ને ભારત લાવી આશરો આપી શકાય,પાકિસ્તાની લોકો ની બાંગ્લાદેશ ની ઘુસ્પેઠ સામે ભારતીય લશ્કર ની બાંગ્લાદેશ રાષ્ટ્રપતિ શાશન ની વિનંતી થી તૈયારી બતાવી શકાય તો શું UNO ની*,
*સંયુક્ત રાષ્ટ્ર ની મદદથી બાંગ્લાદેશ માં જે હિન્દુઓ ઉપર,ધાર્મિક દેવાલયો ઉપર તોડફોડ,અત્યાચાર થઈ રહ્યા છે તો હિન્દુઓ ની હિજરત કરાવી ભારત ના કોઈ ખૂણે રક્ષણ આપી સાચા હિન્દુત્વના પક્ષ તરીકે મદદ ના કરી શકાય?*
પશ્ચિમ બંગાળ અને આખા ભારત માં જે બાંગ્લાદેશી લોકો ગેરકાયદેસર પ્રવેશ મેળવી ને રહી રહ્યા છે તેમને શું દેશમાંથી આવા સમયે હાંકી કાઢી ત્યાંના હિન્દુઓ ને રક્ષણ માટેની સરકાર માંગણી ના મૂકી શકે?
અત્યારે કેમ આખું પશ્ચિમ બંગાળ અને તેની મમતા બેનરજી ની સરકાર ચૂપ છે? શું બંગાળ પણ બાંગ્લાદેશીઓ નું થઈ ગયું છે કે શું? શું બંગાળ માં રાષ્ટ્રપતિ શાશન આપી બાંગ્લાદેશીઓ ના પ્રવેશદ્વાર ને ભારતીય લશ્કર દ્વારા પ્રવેશ ના અટકાવી શકાય?
*શું રાજકીય મહાનુભાવ ને રાજકીય સંબંધો જાળવવા આશરો આપી ત્યાંના કટ્ટર સંગઠનો ને વધુ ગુસ્સો કરાવી સરેઆમ હિન્દુઓ ની હત્યાઓ ના તમાસા જોવા રહ્યા?*
*અત્યારે વાયરલ થઈ રહેલા હિન્દુઓ ની મા,બહેનોની ઉઠબેઠ ના વિડિયો પૂરતા નથી?*હિંદુઓ ના ઘરો સળગાવ્યા અને રોજે રોજ હિન્દુઓ ઉપર થતાં હત્યાચાર શું મોદીજી ની નજરે નહિ આવતા હોય?*
*શું આમજ હિન્દુ મુસ્લિમ ના વૈમનસ્ય ભારત ની જનતા એ જોવાના?*
*સલમાન ખુર્શીદ જે બોલ્યા કે “બાંગ્લાદેશ જેવું ભારત માં પણ થઈ શકે” તે દેશ દ્રોહી વાક્ય નથી?*
*ભારત માં અને બાંગ્લાદેશ માં રહેલ લઘુમતી ને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું ના કહેવાય?*
*શું શેખ હસીના ને બીજા કેમ કોઈ દેશે આશરો ના આપ્યો અને ભારતે લીલી ઝંડી કંઈ લાલચે બતાવી.?*
*બાંગ્લાદેશ ના કટ્ટરપંથી દેશદ્રોહીઓ ને ઉશ્કેરવા શું શેખ હસીના ને ભારત માં આશરો આપ્યો?* *બાંગ્લાદેશ માં હિન્દુઓ ઉપર અત્યારે જે અત્યાચાર થઈ રહ્યા છે તે શું શેખ હસીના ને ભારત માં આશરો આપ્યો તેં લીધે નહિ થઈ રહ્યા હોય?*
*મને લાગે છે કે આ પેલી મીણબત્તીઓ સળગવડાવી,થાળીઓ વગાડાવી,એવા રાજકીય તઘલઘી રાજાશાહી જેવા મુસ્સદી નિર્ણય કહી શકાય*..
*કહેવાતી હિન્દુ પ્રેમી સરકાર ને વિનંતી કે રોજેરોજ વાઈરલ થતા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપરના અત્યાચાર ના વિડીયો ભારતીય હિંદુ પ્રજામાં વધુ ને વધુ આક્રોશ ફેલાઈ રહ્યો છે. શાસક સરકારના ટીકા રૂપી હિન્દુ સંગઠનોને પણ વિનંતી કે આવા સમયે આવેદન પત્રો આપવાથી કાંઈ ન વળે..(આ તો રોમ ભડકે બળતું હોય અને નીરો બ્યુગલ વગાડતો હોય તેવું લાગે છે*
*અને સૌ હિન્દુ સંગઠનો એ સામૂહિક રીતે પ્રધાનમંત્રી ને લખવું જોઈએ કે બાંગ્લાદેશમાં રહેલા હિન્દુઓના રક્ષણ માટે આગળ આવે*
*પ્રદીપ રાવલ*
*(ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તંત્રી* *ગાંધીનગર,ગુજરાત*
*(આપનાં મંતવ્યો અમોને 9824653073)વોટ્સ અપ ઉપર મોકલી આપો.*
(અહી કોઈપણ સમાચાર માત્ર જન જાગૃતિ ના ભાગરૂપે પ્રગટ કરવામાં આવે છે છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક સાધી ખરાઈ કરાવી શકે છે.તંત્રી)