*મૂળરાજ સોલંકીએ એકવીસ બ્રાહ્મણોને એકવીસ પદને શ્રીસ્થળ દાનમાં આપ્યા.*
મહા દાનવીરશ્રી રાજા મૂળરાજ સોલંકીએ રુદ્રમહાલયનાં ખાતમુહૂર્ત તથા રુદ્રેશ્વર મહાદેવ સમક્ષ અગિયાર દિવસનો મહારુદ્ર યજ્ઞ પૂર્ણાહુતિ બાદ સંકલ્પ મુજબ ૧૦૩૭ બ્રાહ્મણ પૈકી ૨૧ બ્રાહમણ પરિવારને સમગ્ર શ્રીસ્થળ (સિદ્ધપુર) અને આજુબાજુની જમીન તથા પદદાનમાં આપેલ.
*૧૦૩૭ પૈકીના જે ૧૦૦૦ બ્રાહ્મણોએ એકસાથે દાન સ્વીકારેલ એ તમામ બ્રાહ્મણનાં વંશજો આજે ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ તરીકે ઓળખાય છે.*
મૂળરાજ સોલંકીએ બોલાવેલ ઉદીચ્ય બ્રાહ્મણોનાં અગ્રણી એવા ભાગઁવગોત્રી શ્રી બોધાયન દ્વિવેદી (દવે) નાં વિદ્વાન પુત્રને પ્રથમ પદ આપી મૂળરાજ સોલંકીએ સત્કાર કરેલ. ત્યારબાદ પિતાને દ્વિતીય પદ આપેલ. બે પદ એક જ ઘરમાં આપેલ એના વંશજો સિદ્ધપુરા પ્રથમ પદિયા ભાગઁવ દવે તરીકે ઓળખાય છે.
(આ પ્રથમ પદિયા દવેનાં બે પદ સાથે લક્ષ્મીપોળ, ઊપલીશેરી, ધોરીપોળ વિસ્તારમાં તથા વત્સસ ગોત્રી ઠાકરને છઠ્ઠાપદનાં મહાડ વિસ્તાર આમ એકવીસ બ્રાહ્મણોને શ્રીસ્થળ અને આજુબાજુની જમીન દાનમાં આપેલ)
ત્રીજુ પદ ઋગ્વેદી કૌશિક ગોત્રનાં પંડિત (પંડયા) ને મળ્યું.
ચોથું પદ સામવેદી દાલભ્ય ત્રિવેદી (ત્રવાડી) ને આપ્યું.
પાંચમું પદ ઋગ્વેદી ગૌતમ ગોત્રનાં દ્વિવેદી (દવે) ને આપ્યું. જેમના કેટલાક વંશજો મહેતા તરીકે ઓળખાય છે
છઠું પદ યજુવેઁદી વત્સસ ગોત્રનાં ઠાકરને આપ્યું.
સાતમું પદ યજુવેઁદી પારાશર ગોત્રનાં દ્વિવેદી (દવે) ને આપ્યું.
આઠમું પદ યજુવેઁદી કાશ્યપ ગોત્રનાં ઉપાધ્યાય (જેઓ પછીથી પાધ્યા પણ કહેવાય છે) ને આપ્યું.
નવમું પદ યજુવેઁદી ભારદ્વાજ ગોત્રનાં દ્વિવેદી (દવે) ને આપ્યું.
દશમું પદ યજુવેઁદી શાંડિલ્ય ગોત્રનાં દ્વિવેદી (દવે) ને આપ્યું.
અગિયારમું પદ યજુવેઁદી શૌનક ગોત્રનાં પંડિત (પંડયા) ને આપ્યું.
બારમું પદ સામવેદી વશિષ્ઠ ગોત્રનાં ત્રિવેદી (ત્રવાડી) ને આપ્યું.
તેરમું પદ યજુવેઁદી મૌનસ ગોત્રનાં ઠાકરને આપ્યું.
ચૌદમું પદ યજુવેઁદી ગાગ્યૅ ગોત્રનાં યાજ્ઞિક (જાની) ને આપ્યું.
પંદરમું પદ યજુવેઁદી કુત્સસ ગોત્રનાં દ્વિવેદી (દવે) ને આપ્યું.
સોળમું પદ યજુવેઁદી ઔદાલક ગોત્રનાં દ્વિવેદી (દવે) ને આપ્યું.
સત્તરમું પદ યજુવેઁદી કૃષ્ણાત્રિ ગોત્રનાં દ્વિવેદી (દવે) આપ્યું.
અઠારમું પદ યજુવેઁદી કૌંડિન્ય ગોત્રનાં દ્વિવેદી (દવે) ને આપ્યું.
ઓગણીસમું પદ યજુવેઁદી માંડવ્ય ગોત્રનાં પંડિત (પંડયા) ને આપ્યું.
વીસમું પદ ઋગ્વેદી ઉપમન્યુ ગોત્રનાં ઉપાધ્યાય (જે પછી યાજ્ઞિક પણ કહેવાય છે) ને આપ્યું.
એકવીસમું પદ યજુવેઁદી શ્વેતાત્રિ ગોત્રનાં દ્વિવેદી (દવે) ને આપ્યું.
ઊચ્ચ કોટીનાં અતિ વિદ્વાન બ્રાહ્મણોને એકવીસ પદ સાથે સમગ્ર વિશાળ શ્રીસ્થળ(સિદ્ધપુર) રાજા મૂળરાજ સોલંકીએ દાનમાં આપ્યું.
શ્રીસ્થળની આસપાસના મંડળનાં (સિદ્ધપુર સંપ્રદાય) ૧૬૯ ગામો જુદા જુદા બીજા બ્રાહ્મણોને દાન આપ્યાં.
સિહોર (સિંહપુર) શહેર ૪ કુટુંબ યજુવેઁદી ભારદ્વાજ ગોત્રનાં દ્વિવેદી (દવે) ૪ કુટુંબ યજુવેઁદી કૃષ્ણાત્રિ ગોત્રનાં જોષી, ૨ કુટુંબ ઋગ્વેદી ગગઁ ગોત્રનાં યાજ્ઞિક (જાની) એમ કુલ૧૦ ઔદીચ્ય બ્રાહ્મણો સહિત સિહોર આસપાસના ૮૮ગામો જુદા જુદા બ્રાહ્મણો મળીને કુલ ૮૯ ગામો રાજા મૂળરાજ સોલંકીએ દાનમાં આપ્યાં. જેઓ સિહોર સંપ્રદાય તરીકે ઓળખાય છે.
ખંભાત તથા આજુબાજુના ૧૪ ગામો તથા સાબરમતીની પશ્ચિમે આવેલ કોચરબ ગામ સહિત કુલ પંદર ગામ ૩૭ ટોળકિયાં બ્રાહ્મણોને આપ્યા. (જેઓ દાન સ્વિકારવાની ના પાડીને અલગ ટોળકી બનાવી હતી. જેમને રાજાએ પછીથી સમજાવીને દાન આપ્યું.)
કુલ ૧૦૩૭ બ્રાહ્મણોને રાજા મૂળરાજ સોલંકીએ ૨૭૪ ગામો દાનમાં આપેલા.
ઈ. સ. ૧૩૦૪માં અલાઉદીન ખીલજીએ રુદ્રમહાલય સહિત શ્રીસ્થળ (સિદ્ધપુર) નો વિધ્વંશ કયોઁ. ત્યારબાદ ચૌદમી સદીમાં મુસ્લિમ રાજયની સત્તા વધવાની શરૂઆત થતાં બ્રાહ્મણ પરિવારોની જાગીરો વગેરે ઝુંટવી લીધી. આ કાળ બ્રાહ્મણોની અસ્મિતાને પડકાર રુપ હોવા છતાં બ્રહ્મતેજ નિભઁયતાથી વિકટ પરિસ્થિતિનો સામનો કરી પોતાના સંસ્કાર સભ્યતાને બ્રાહ્મણકમઁની જાળવણીને જતન કરતાં કરતાં નીડરતાથી બીજા વ્યવસાયની શોધમાં આ દરમિયાન સિદ્ધપુર સંપ્રદાયનાં ઘણાં બ્રાહ્મણોએ સ્થળાંતર કરીને રાજસ્થાન(કોટા સાંચોરવિ.) , ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ (ઇંદોર, ઊજ્જેયનની) , મુંબઈ ચિંચણને ઝાલાવાડ સહિત , સૌરાષ્ટ્રનાં ઉત્તર પશ્ચિમ ભાગમાં અને કેટલાક આફ્રિકા, રંગૂન જેવા પ્રદેશોમાં જઈને વસેલા.
દાનમાં મળેલ કેટલાક ગામો નાશ પામ્યાં. કેટલાક બ્રાહ્મણ પરિવારોનાં ગામનાં નામ બદલાઈ ગયાં. કહેવાય છે કે, મહદઅંશે બ્રાહ્મણોની બચેલી વિશાળ જમીન ગણોતધારામાં જતી રહી.
આજે પણ ગુજરાતમાં અલ્પસંખ્યક બ્રાહ્મણ જ્ઞાતિઓ હજુય પોતાની સંસ્કૃતિ, સભ્યતા, આચાર વિચારને સંધ્યા વંદના પૂજા અર્ચના, હોમ, હવન, અનુષ્ઠાન, વેદશાસ્ત્ર, સંહિતાની આશ્રમ શાળાઓ, પાઠશાળાઓ થકી બ્રાહ્મણ સંસ્કૃતિનાં મજબૂત મૂળિયાંનું સિંચન અને જતન કરવા કાયઁરત છે. આજેય બ્રાહ્મણ જ્ઞાતિ પોતાના સંસ્કાર, ખૂમારી અને સંસ્કૃતિનાં જતન માટે આગામી વિદ્વાન બ્રાહ્મણ પેઢીને તૈયાર કરવામાં કટિબદ્ધતા વ્યક્ત કરી રહી છે.
ઉદીચ્ય દિન નિમિત્તે આપણા ગુજરાતનાં ગૌરવવંતા એ તમામ આપણા પૂવઁજ એવા પવિત્ર ૧૦૩૭ બ્રાહ્મણ પરિવારોને, ચૌલુકયવંશના મહા પ્રતાપી મહારાજા મૂળરાજ સોલંકી, કંથડીદેવ, સિદ્ધરાજ સોલંકી તથા બ્રાહ્મણ તથા રાજપૂત પૂવઁજો જેઓએ રુદ્રમહાલયનાં રક્ષણ માટે સામી છાતીએ તોપગોળાઓ ઝીલીને પોતાના પ્રાણની આહુતિ આપી એમના બલિદાન થકી આજેય અજેય સિદ્ધપુરની બ્રાહ્મણ સંસ્કૃતિની સુવાસ જીવંત છે.
એ તમામ પવિત્ર આત્માઓ જેમને સિદ્ધપુરનાં વિકાસમાં છેલ્લા એક હજાર વરસથી યોગદાન આપી રહ્યા છે. એ તમામ સવઁ ધમઁ સંપ્રદાય, જ્ઞાતિનાં મહાનુભાવોને યાદ કરીને તેમના જ્ઞાનને, તેમના ધર્મને, તેમની વિરતાને, શુરવિરતાને, તેમના સંઘર્ષને, તેમના આત્મબલિદાનને, તેમના સમપઁણને કોટિ કોટિ વંદન કરતાં ગવઁની લાગણી અનુભવું છું.
सनातन धर्मका उद्येश्य।
धमँ की जय हो।
अधमँ का नाश हो।
प्राणीयोंमें सद् भावना हो।
विश्व का कल्याण हो।
भारत माता की जय।
।। वंदे मातरम्।।
*જયોતીન્દ્ર કા ભટ્ટ*
*સાહિત્ય સજઁન સિદ્ધપુર.*
ઉપરોકત લેખમાં જોડણીદોષ કે હકીકતદોષની સંભાવના હોઈ શકે છે અન્ય જગ્યાએ ઉપયોગમાં લેતાં પહેલાં તેની સત્યતાની ચકાસણી જાતે કરી લેવી જોઈએ.
(અત્રે ઉલ્લેખનીય છે કે, આ લેખનો હેતુ માત્ર ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ તથા પ્રખર દાનવીર રાજા મૂળરાજ સોલંકીની દાનવિરતા તથા પોતાના રાજયનાં નાગરિકોની ચિંતા અને સવાઁગી વિકાસ માટે ગુજરાતને સંસ્કારધામ બનાવવાની દ્ઢ ચિંતન અને એ દિશામાં ભરેલ પગલાં માટે ૧૦૩૭ વિદ્વાન બ્રાહ્મણનો પોતાના સમગ્ર રાજ્યમાં વસાવીને હિન્દુ સંસ્કૃતિનાં જતન સંવધઁનમાં આપેલ યોગદાન અને સોલંકી સુવર્ણયુગનો સૂર્ય ભારતભરમાં લહેરાનાર પરાક્રમી પાટણપતિ મહારાજા સિદ્ધરાજ જયસિંહ એ પૂણઁ કરેલ રુદ્રમહાલયને પોતાની ભારતીય સંસ્કૃતિનાં ભવ્ય વારસાથી નવી પેઢીને અવગત કરાવવાનો નમ્ર પ્રયાસ છે.)
આપના અભિપ્રાય આવકાર્ય છે.
જયોતીન્દ્ર કા. ભટ્ટ
સાહિત્ય સજઁન સિદ્ધપુર
(Copy paste post)