મોરબી હાર્ડવેરના વહેપારીએ તેની પત્ની,પુત્ર સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી,સ્યુસાઇડ નોટ મળી.
મોરબીમાં વસંત પ્લોટ માં આવેલા એક એપાર્ટમેન્ટમાં હાર્ડવેરના વ્યવસાય સાથે સંકળાયેલા પોતાની પત્ની અને પુત્ર સાથે ઘરે અંગત કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો બનાવ બન્યો છે. સુસાઈડ નોટ પણ મળી આવી છે જેના આધારે પોલીસ તપાસનો દોર ચલાવી રહી છે. સમગ્ર મોરબીમાં અત્યારે આ બનાવ થી સંસનાટી મચી ગઈ છે. લોકોમાં એક કુતુહલ છે તે કેવા સંજોગોની અંદર આખા પરિવારે આત્મહત્યા કરવાનો વારો આવ્યો. સમાજ માટે દર્દભરી કલંકિત ઘટના કહી શકાય. એસ.પી રાહુલ ત્રિપાઠી તેમજ પીઆઇ એચઆઇ જાડેજા ઘટના સ્થળે પહોંચીને આંખો મામલો સંભાળીને પોસ્ટ મોર્ટમ માટે ત્રણેય લાશને મોકલી આપી છે. જીવન થી કંટાળી જઈને કોઈને દોષ આપવો નથી અને કોઈએ રડવું નથી એવું ઉલ્લેખ સંભળાય છે હવે સુસાઇડ નોટ ની નોંધ ના આધારે વધુ તપાસ થઈ બધું બહાર આવશે જેની આતુરતાથી સ્થાનિક લોકો રાહ જોઈ રહ્યા છે. મૃતક હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર, પત્ની ઉષાબેન હરેશભાઈ અને પુત્ર હર્ષ હરેશભાઈ કાનાબાર ની લાશ ને હાલમાં પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવી છે..
https://youtu.be/bzBrjgwHbr4?si=THkUvGl7JxVR4qqs
https://youtu.be/LJdNUOhRcR8?si=ErohkIXy6K2YsR8_
Post Views: 99