NG-292-11-8-24 pdf 11 janfariaya pdf
ભારત બાંગ્લાદેશની સીમા ઉપર બાંગ્લાદેશના હિન્દુઓ હજારોની સંખ્યામાં ભારત આવવા ભેગા થયા.
અત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધના સંગઠનો અને લોકો અત્યારે હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે અને બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિરોને પણ સળગાવીને આતંક મચાવી રહ્યા છે ત્યારે બાંગ્લાદેશના હિન્દુઓ ભારતમાં પ્રવેશ કરવા માટે ભારતની સીમા ઉપર ટોળેટોળા ભેગા થયેલા જોવા મળે છે અને ભારતે પણ 157 બીએસએફની બટાલીયન તેના કરી દીધી છે અને આ ટોળા ઉપર નજર રાખી રહ્યા છે.
બાંગ્લાદેશ અને ભારતની સીમાના 400 મીટરના નજીકના જિલ્લાના ગંદુગુરી અને દેખવા ગામમાં ભેગા થયેલા ના સમાચારો મળે છે. ભારતે પણ બટાલીયાનો શીતલ કુચીના પથ્થાનતોલી ગામમાં તૈયાર કરી દીધી છે અને આ ટોળા ઉપર સતત નજર રાખી રહ્યા છે. ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત સાહેબ પણ આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મોદી સરકાર દ્વારા આ બાબતની એક ચોક્કસ સમિતિની રચના કરી છે જે અત્યારે આ પરિસ્થિતિનો અભ્યાસ કરી રહી છે અને ત્યાંના લઘુમતી સંગઠનો અને હિન્દુ સંગઠનો વચ્ચે જે કોઈ સંચાર થાય તે ઉપર દેખરેખ રાખી રહી છે તેમજ આના નેતૃત્વમાં એડીજી બોર્ડર સિક્યુરિટી ફોર્સ ઈસ્ટન કમાન્ડન કરશે અને સમિતિ અન્ય સભ્યોના ઇન્સ્પેક્ટર જનરલ બીએસએફ હેડકવાટર સાઉથ બંગાળ તેમજ ત્રિપુરા બીએસએફ હેડ ક્વાટર ના અધિકૃત લોકો આ પરિસ્થિતિ ઉપર નજર રાખશે તેમ જ પ્લાનિંગ એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સેક્રેટરી એલપીએઆઇ નો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આપેલા પણ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ નજીક જલપાઈ ગુંડીમાં એક હજાર બાંગ્લાદેશીઓ ભારત પ્રવેશ કરવા નો પ્રયત્ન પણ કર્યો હતો. બીએસએફના જવાનોએ તેમને સતગુરા બોર્ડર પાસે રોકી લઈને તેમને હાથી કાઢ્યા હતા અને ભારતમાં પ્રવેશ કરવા દીધો ન હતો. આ ઘટના જલ્પાઈ ગુંડીના વેરીગુરી પંચાયત વિભાગમાં બની હતી. આ વિસ્તાર કાંટાળી તાર વિનાનો હતો જેને તાત્કાલિક ધોરણે કાંટાળી તારથી કવર કરી લેવામાં આવ્યો છે. આ વિસ્તારના હિન્દુઓ બાંગ્લાદેશી હિન્દુઓને પોતાના ત્યાં આવકારવા માટે તૈયાર હતા તેઓ પણ જાણવા મળ્યું હતું. બાંગ્લાદેશના હિન્દુઓનું કહેવું છે કે અમારા ઘરો અને મંદિરો અને આશરે સ્થાનો લઘુમતી કો મે બાળી નાખ્યા છે અને અમોને મારી નાખશે જેથી અમોને ભારત આવવા દો પરંતુ ભારતની અંદર તેમને પ્રવેશ આપી શકાય નહીં કેમકે તેમને આજીવિકા આપવાનો ખૂબ મોટો ખર્ચો ભારત સરકારને માથે આવે જેથી ભારતના હિન્દુ સંગઠનો પણ આ ઈચ્છતા નથી તેવું જાણવા મળ્યું છે જેથી અત્યારે બીએસએફ બટાલિયાનો બાંગ્લાદેશી હિન્દુઓને સમજાવી રહી છે. હાલમાં ભારતની અંદર પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિન્દુ સંગઠનો આ બાબતે કેન્દ્ર સરકારને આવેદનપત્રો આપીને કહી રહ્યા છે કે બાંગ્લાદેશની અંદર થતા હિન્દુઓ ઉપરના અત્યાચારો કોઈપણ હિસાબે અટકવા જોઈએ અને તેમની અસરો દેશ-વિદેશમાં ખૂબ જ ખરાબ થવા પામી છે.
હાલમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપરના અત્યાચારો અને મંદિરો ઉપરના હુમલા ના વિડીયો વાયરલ થી ભારતના હિન્દુઓની અંદર પણ એક રોશની લાગણી ફાટી નીકળી છે અને કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવે છે કે બીજા દેશોના સાથ અને સહકાર લઈને પણ બાંગ્લાદેશમાં થતા અત્યાચારોને તાત્કાલિક અસરથી ડામી દેવા જોઈએ.