નવસારી જીલ્લાના બીલીમોરા ખાતે જનમંચ કાર્યક્રમમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ, પીડીતો, વંચિતો, શોષિતોએ પોતાની સમસ્યાઓની વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા સમક્ષ રજુઆત કરી.(Janfariyadnews youtube channel links જુવો.

અખબારી યાદી
તારીખ:૨૬/૦૯/૨૦૨૪, ગુરુવાર

નવસારી જીલ્લાના બીલીમોરા ખાતે જનમંચ કાર્યક્રમમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ, પીડીતો, વંચિતો, શોષિતોએ પોતાની સમસ્યાઓની વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા સમક્ષ રજુઆત કરી.

ખેડૂતોને જમીન વિહોણા કરી હાઈવે બનાવવાને વિકાસ નહીં ગરીબોનો વિનાશ કહેવાય: શ્રી અમીત ચાવડા

ગુજરાતનો સૌથી વધુ ભ્રષ્ટાચાર ભાજપ પ્રમુખ સી આર પાટીલના મતશેત્રના બીલીમોરા શહેરમાં …માત્ર ભાજપ- મામકાઓનો વિકાસ : શ્રી અમીત ચાવડા

હળપતિ યુવાનની હત્યાની નિષ્પક્ષ તપાસ કરે પોલીસ : શ્રી અમીત ચાવડા

બીલીમોરા ખાતે સ્થાનિકોએ કરેલી રજૂઆતો:

NH – 56 માં જમીન સંપાદનથી નાના ખેડૂતો જમીન અને ઘર વિહોણા બની જાય તેવી સ્થિતિ

PHC – CHC કેન્દ્રમાં ડોક્ટર્સ- સ્ટાફની ઘટ ના કારણે પ્રજા પરેશાન.

બીલીમોરા શહેરમાં ગેરકાયદેસર મંજૂરીઓ અને બાંધકામોનું મોટું કૌભાંડ.

નગરપાલિકા માં ખોટા મરણના દાખલા આપવાનું મોટું કૌભાંડ, ઉચસ્તરીયતપાસ માટે માંગ

બીલીમોરા શહેરમાં બિસમાર રસ્તા અને પીવાના પાણીનો વિકટ પ્રશ્ન.

બિલીમોરા વોર્ડ ૨ દલિત વિસ્તારોમાં પીવાના પાણીની તકલીફ, વર્ષોની માંગ છતાં પાણીની લાઈન નથી નાખવામાં આવતી

ધારાસભ્યે ખાતમુહુર્ત કરેલા વિકાસ કામોની શરુઆત પણ નથી થઇ.

વિકલાંગ વ્યક્તિને સહાય- મદદ નથી મળતી

એસટી બસ નિયમિત ના હોવાથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી

બીલીમોરા- ગણદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઇ ને જનાર સામાન્ય લોકો સાથે દાદાગીરી- હેરાનગતિના આક્ષેપ.

હળપતિ સમાજને ગ્રાન્ટ ફાળવણી માં સતત અન્યાય થાય છે. આવાસો જર્જરિત , આવાસ યોજનાનો લાભ આપવા માંગ.

રસ્તા, બાંધકામ સહીત દરેક સરકારી કામોમાં હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવે છે.વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોય તપાસની માંગ.

મનરેગાના કામોમાં ભેદભાવ અને ભ્રષ્ટાચારના આરોપ.

ભાજપના કાર્યક્રમોમાં મનરેગાના કામદારોની ભીડ ભેગી કરવામાં આવે છે

હળપતિ સમાજના યુવાનની હત્યા, પોલીસ તપાસ પર પ્રશ્નો

જેમાં શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “જનતાના અવાજને બુલંદ કરવા, કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા મજબૂત પ્લેટફોર્મ જનમંચમાં આવેલી આ ફરિયાદોના નિવારણ માટે લોક- આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભાથી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.”

વિરોધપક્ષના નેતા શ્રી અમિત ચાવડા, નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી શૈલેષ પટેલ , વાંસદાના ધારાસભ્યશ્રી શ્રી અનંત પટેલ, સહિત હોદ્દેદારો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા જેમણે વિવિધ મુદ્દે “જનમંચ” માં રજૂઆતો કરી હતી અને આગેવાનોએ આ પ્રશ્નોના નિરાકરણ માટે સડક થી લઈને વિધાનસભા સુધી ઉઠાવવાની ખાત્રી આપી હતી

હેમાંગ મહિપતરામ રાવલ
મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
***********†*****************

અહીંયા કોઈપણ સમાચારો પ્રાપ્ત થઈ જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી શ્રી નો સંપર્ક કરી શકે છે. તંત્રી