NG-327 -17-9-24 pdf NG-328-18-9-24 PDF NG-329-19-9-24 pdf
(અહી કોઈપણ સમાચાર,ફોટા પ્રાપ્ય થયે જન જાગૃતિ ના ભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમછતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.તંત્રી(9824653073)
સુરતઃ એડવોકેટને વગર વાંકે લાત મારનાર ડિંડોલીના પીઆઇને હાઇકોર્ટે 3 લાખનો દંડ ફટકાર્યો
સુરતના ડિંડોલીમાં એડવોકેટ હિરેન નાઈ કારમાં મિત્રો સાથે બેઠા હતા. ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.જે. સોલંકીએ ત્યાં આવીને કંઇપણ પૂછ્યા વગર સીધા લાત મારવા લાગ્યા હતા અને એટ્રોસિટી થાય તેવા અપશબ્દો બોલ્યા હતા. આ ઘટના અંગે પોલીસે પીઆઇ સામે ફરિયાદ નોંધવા ઇનકાર કર્યો હતો. જેથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસમાં હાઈકોર્ટે કોઇપણ ગુના વગર નિર્દોષ વ્યક્તિને લાત મારનાર પીઆઇને 3 લાખનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઇને આજીવન યાદ રહેવું જોઇએ. ભવિષ્યમાં પણ તેને કોઈ માણસ પર હાથ કે પગ ઉપાડતા લાતનો દંડ યાદ આવશે. પોલીસ ભલે દબાણમાં કામ કરે છે પરંતુ તેનો મતલબ સત્તાનો દુરુપયોગ કરવાની છૂટ નથી.