28 NG pdf-2 29- NG pdf 30 NG pdf 1 NG pdf (1) 2 NG pdf (1) 3 Ng pdf 4 NG pdf (1) 4 jan fariyad pdf-1
*ગુજરાતે એપ્રિલ 2025માં ₹14,970 કરોડનો વિક્રમી GST વસૂલ કર્યો*
*
*GST કલેક્શનમાં ગુજરાત અનેક મોટા રાજ્યો કરતા આગળ*
*
*ગુજરાતે ઉદ્યોગો માટે અનુકૂળ નીતિ અને મજબૂત આર્થિક પ્રવૃત્તિઓ સાથે એપ્રિલ 2024ની સરખામણીએ 13 ટકાના ગ્રોથ સાથે દમદાર પ્રદર્શન કર્યું*
*
*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત અગ્રેસર*
*
*ગાંધીનગર, 04 મે, 2025 :* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કુશળ માર્ગદર્શન હેઠળ વિકાસના રોલ મોડલ તરીકે સમગ્ર વિશ્વમાં પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરનાર ગુજરાતે એકવાર ફરીથી આર્થિક મોરચે પોતાની તાકાત દર્શાવી છે. નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા છેલ્લા સત્તાવાર આંકડા મુજબ, એપ્રિલ 2025માં ગુજરાતની GST વસૂલાત વાર્ષિક ધોરણે 13 ટકાના ગ્રોથ સાથે ₹14,970 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ છે. આ માત્ર રાજ્યની મજબૂત બની રહેલી આર્થિક પ્રવૃત્તિઓને જ દર્શાવતું નથી, પણ રાજ્ય સરકારની વ્યવસાયો માટેની અનુકૂળ નીતિઓ અને કાર્યક્રમોની સફળતાનું પ્રતિબિંબ પણ છે. આ આંકડા ભારતના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં ગુજરાતના મહત્વપૂર્ણ યોગદાનને પણ દર્શાવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘વિકસિત ગુજરાત@2047’ના રોડમૅપ દ્વારા સ્વતંત્રતાની શતાબ્દી સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. ‘ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ’માં ટોપ અચીવર બનવાથી લઇને સ્ટાર્ટઅપ રેંકિંગમાં બેસ્ટ પર્ફોર્મરનો ખિતાબ પ્રાપ્ત કરનાર ગુજરાત આજે વૈશ્વિક વ્યાપાર પરિદૃશ્યમાં એક ચમકતો તારો બનીને ઉભરી આવ્યું છે.
*ગુજરાતે ₹14,970 કરોડનું રેકોર્ડ GST કલેક્શન કર્યું*
એપ્રિલ 2025માં ગુજરાતનું GST કલેક્શન ₹14,970 કરોડ રહ્યું છે, જે એપ્રિલ 2024ના ₹13,301 કરોડની સરખામણીએ 13 ટકાનો વધારો દર્શાવે છે. GST કલેક્શનના મામલે ગુજરાત મહારાષ્ટ્ર (₹41,645 કરોડ) અને કર્ણાટક (₹17,815 કરોડ) પછી દેશમાં ત્રીજા ક્રમે છે. જોકે, GST કલેક્શનના ગ્રોથની દ્રષ્ટિએ જોઇએ તો એપ્રિલ 2024માં મહારાષ્ટ્રનો ગ્રોથ 13 ટકા હતો, જે એપ્રિલ 2025માં ઘટીને 11 ટકા થયો છે. જ્યારે ગુજરાતે 13 ટકાનો પોતાનો ગ્રોથ જાળવી રાખ્યો છે. એટલું જ નહીં, નાણાંકીય વર્ષ 2024-25માં ગુજરાતે GSTમાંથી ₹73,281 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી હતી, જે નાણાંકીય વર્ષ 2023-24ના ₹64,133 કરોડની સરખામણીએ 14 ટકાનો વધારો દર્શાવે છે.
*GST કલેક્શનમાં ગુજરાત અનેક મોટા રાજ્યો કરતા આગળ*
ગુજરાતે ₹14,970 કરોડનું રેકોર્ડ GST કલેક્શન કરીને તમિલનાડુ (₹13,831 કરોડ), મધ્યપ્રદેશ (₹5,302 કરોડ), પશ્ચિમ બંગાળ (₹8,188 કરોડ), રાજસ્થાન (₹6,228 કરોડ), ઉત્તરપ્રદેશ (₹13,600 કરોડ), પંજાબ (₹3,104 કરોડ), હરિયાણા (₹14,057 કરોડ) અને બિહાર (₹2,290 કરોડ) જેવા અનેક રાજ્યો કરતા આગળ રહ્યું છે.
નાના અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો, અરુણાચલ પ્રદેશમાં 66 ટકા, નાગાલેન્ડમાં 42 ટકા અને મેઘાલયમાં 50 ટકાનો ગ્રોથ થયો છે, જ્યારે લક્ષદ્વીપે 287 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે ભારત સરકારે એપ્રિલ 2025માં ₹2,36,716 કરોડની રેકોર્ડ GST આવક પ્રાપ્ત કરી છે, જે ગયા વર્ષની સમાન અવધિની સરખામણીએ 12.6 ટકા વધુ છે. આ રીતે ગુજરાતનો GST વસૂલાતનો ગ્રોથ રાષ્ટ્રીય સરેરાશથી પણ વધુ છે.
*ઔદ્યોગિક અનુકૂળ નીતિ અને મજબૂત આર્થિક પ્રવૃત્તિઓનું યોગદાન*
GST કલેક્શન દેશની આર્થિક તંદુરસ્તીનું એક મહત્વપૂર્ણ ઇન્ડીકેટર બની ગયું છે, જે સરકારની આવકમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ગુજરાતે ઉદ્યોગો માટે અનુકૂળ નીતિ, ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસમાં ઝડપી સુધારા અને અસરકારક કર વસૂલાત પ્રણાલી ઉપરાંત ઘરેલું વપરાશ અને ઉત્પાદનમાં તેજી જેવી મજબૂત આર્થિક પ્રવૃત્તિઓના આધારે GST આવકમાં નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આ દર્શાવે છે કે ગુજરાત ‘વિકસિત ભારત’ના નિર્માણમાં યોગદાન આપવા માટે દૃઢ પ્રતિબદ્ધતાથી આગળ વધી રહ્યું છે.
*2017માં લાગુ થયો GST*
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે ભારતની કર પ્રણાલીને સરળ બનાવવા માટે 1 જુલાઈ 2017થી માલ અને સેવા કર (GST) અમલમાં મુક્યો હતો. GST એ એક પરોક્ષ કર છે, જે ભારતમાં માલ અને સેવાઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર લાગુ થાય છે.
*x-x-x*
****************************
[5/1, 6:26 PM] Dilip Gajjar.Mahiti.Press: *અમદાવાદ અને અંકલેશ્વર ખાતે કેમીકલના (IUPAC) નામે કોઇપણ પરવાના વગર બલ્ક ડ્રગ Pregabalin APIનું ઉત્પાદન અને વેચાણના રેકેટનો પર્દાફાશ કરતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર*
**********************
*Pregabalin API નું કેમીકલ ફેક્ટરીમાં ટેસ્ટીંગ કર્યા વગર વેચાણ કરતી કંપનીઓમાં દરોડા: ડૉ. એચ. જી. કોશિયા*
*Pregabalin API ના નમુના લઈ રૂ. ૨૧.૫૦ લાખના એ.પી.આઇ.નો મુદ્દામાલ જપ્ત કરાયો*
**********************
રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર – બનાવટી દવાના વેચાણમા સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર કટિબદ્ધ છે.
જેના ભાગરૂપે તાજેતરમાં માન્ય પરવાના વગર દવાના ટ્રેડીંગ કરતી મે. એસ્ટીંમ એન્ટરપ્રાઇઝ, અમદાવાદ તથા તેની સાથે સંડોવાયેલ અન્ય કંપનીઓમાં દરોડા પાડી Pregabalin નામના અંદાજીત રૂ. ૨૧.૫૦ લાખની કિંમતનો બલ્ક ડ્રગનો ૧૦૦૦ કિ.ગ્રા. જથ્થો જપ્ત કરાયો છે.
આ સંદર્ભે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર શ્રી ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, તંત્રને મળેલ બાતમી મુજબ એ.પી.આઇ.નું ટ્રેડીંગ કરતી મે. એસ્ટીંમ એન્ટરપ્રાઇઝ, અમદાવાદને ત્યાં દરોડો પાડતાં અંદાજીત રૂ.૮૫ લાખની કિંમતનું ૪,૩૦૦ કિ.ગ્રા. Pregabalin Pregabalin નું વેચાણ કર્યાના પુરાવા મળ્યા હતા. અંકલેશ્વર ખાતે મે. એક્ષીસ ફાર્માકેમ કે જેના માલીક પ્રવીણભાઇ પટેલ અને આઇકોનીક ફાર્માકેમના ભાગીદારો ભાવેશભાઇ તથા અન્યની સંડોવણીથી આઇકોનીક ફાર્માકેમ, પાનોલી દ્વારા તેઓની કેમીકલ ફેકરીમાં દવા બનાવવાના કોઇપણ જાતના પરવાના ન હોવા છતાં Pregabalin દવા બનાવતાં પકડી પાડેલ છે. આ જગ્યાથી રૂ. ૨૧.૫૦ લાખની કિંમતનો ૧૦૦૦ કિ.ગ્રા. Pregabalin દવાનો જથ્થો નમુના લઈ કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કરાયો છે.
તેમણે ઉમેર્યું હતું કે, મે. એક્ષીસ ફાર્માકેમ પેઢી પોતાના લાયસન્સનો ઉપયોગ કરીને કોઇપણ જાતના ડોક્યુમેન્ટ બનાવ્યા વગર મે. આઇકોનીક ફાર્માકેમ, પાનોલી, ભરૂચ માંથી Pregabalin IP મેળવી ૧ કિ.ગ્રા.ના રૂ. ૨૦૦નું કમીશન લઈ લેબલ લગાવી વેચાણ બીલો બનાવી તેમના લાયસન્સ નંબરનો પણ ઉપયોગ કરી આ કેસમાં સીધીરીતે પણ સંડોવણી હોવાની જાણ થઈ છે. આ બનાવટનું ટેસ્ટીંગ મે. બાયોક્રોમ એનાલિટીકલ લેબ, અંકલેશ્વર, ભરૂચ દ્વારા PTL નાં કોઇપણ જાતના લાયસન્સ ન હોવા છતાં, કાયદેસરનાં કોઇપણ જાતનાં ડોક્યુમેન્ટ રાખ્યાં વગર તેઓને વ્હોટ્સપ દ્વારા ટેસ્ટ રીપોર્ટ બનાવી આપતા હોવાનું આ કેસમાં ખુલાસો થયો છે.
આ કેસમાં વધુ તપાસ કરતાં મે. એસ્ટીંમ એન્ટરપ્રાઇઝ, અમદાવાદની ભરૂચમાં બ્રાન્ચ ચાલુ કરી કોઇપણ જાતનાં લાયસન્સ વગર API Pregabalin તથા અન્ય API કેમીકલનું વેચાણ કરતાં, કોમ્યુટરમાં જાતે જ ટેસ્ટ રીપોર્ટ બનાવી API નું મોટાપાયે વેચાણ કરતાં હોવાનું તંત્રએ જાણ્યું હતું. તેમને તે સ્થળેથી API Pregabalin નું સેમ્પલ સેમ્પલ વડોદરા લેબોરેટરી ખાતે મોકલી ૩૫ કિગ્રા દવાનો મુદ્દામાલ કબજે કરાયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આમ, આ સમગ્ર દવાનાં કૌંભાંડમાં મે. એસ્ટીમ એન્ટરપ્રાઇઝ, અમદાવાદ અને ભરૂચના માલિક નિમેષ શાહ અને પ્રોડક્શન એક્ઝ્યુકેટીવ હરીશ અશ્વિનભાઇ જોષી, મે. એક્ષીસ ફાર્માકેમ, અંકલેશ્વર, ભરૂચના માલિક પ્રવિણભાઇ પટેલ, મે. આઈકોનીક ફાર્માકેમ, પાનોલી, ભરૂચના માલીક ભાવેશભાઇ ઘનશ્યામભાઇ ચલોડિયા અને મે. બાયોક્રોમ એનાલીટીકલ લેબ, અંકલેશ્વર, ભરૂચના માલિક લલીત ફુલાભાઇ રૈયાણી સામેલ છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ તાજેતરમાં કોડીન ઘટક ધરાવતા શિરપનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો, સન ફાર્માની ડૂપ્લીકેટ દવા લેવીપીલ ૫૦૦ ટેબલેટનું વેચાણ કરતા ઇસમો અને ગાંધીનગર ખાતે વગર લાયસન્સે સ્પુરીયસ એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ડુપ્લીકેટ ફેક્ટરી પકડી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત મે. શ્રી હેલ્થકેર અને સુરત ખાતે કોસ્મેટીકની આડમાં એલોપેથીક દવા ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી દવા વેચાણ કરતી ફેક્ટરી પકડી પાડી તેમજ ભાવનગર ખાતે ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી કોસ્મેટીક બનાવટના કોઇપણ જાતના લાયસન્સ વગર ઉત્પાદન કરતી પેઢીઓ પર પાડેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ઇસમોમાં ડર ફેલાયો છે.
વધુમાં આ તંત્રના અધિકારીઓ આ દવામાં વપરાતા એ.પી.આઇ. કઇ-કઇ માર્કેટીંગ કંપનીઓનું તેમજ અન્ય ઉત્પાદકોના લાયસન્સ વાપરી દવા બનાવી ગેરકાયદેસર રીતે વેચતા હતા તથા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં આ દવાનું વેચાણ ક્યાં – ક્યાં અને કેટલા સમય થી થતું હતું તેની આગળની તપાસ ચાલુ છે તેમ યાદીમાં જણાવાયું છે .
*******************************
ઋચા રાવલ
[5/1, 6:44 PM] Dilip Gajjar.Mahiti.Press: *સરકાર માન્ય RVSF સેન્ટરમાં*
*સ્ક્રેપ થતાં ૮ વર્ષથી જૂના વાહનો માટે ‘વન ટાઈમ વેવર’-લેણુ માફી યોજના અમલી કરાઇ*
———-
*આ યોજના અંતર્ગત તા. ૦૧ મે, ૨૦૨૫થી તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૬ સુધી તમામ રકમનું લેણું માફ કરાશે*
———-
રાજ્ય સરકાર દ્વારા સરકાર માન્ય Registered Vehicle Scrapping Facility –RVSF સેન્ટરમાં સ્ક્રેપ થતાં વાહનો માટે ‘વન ટાઈમ વેવર’- લેણું માફી યોજના અમલી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત તા. ૦૧ મે, ૨૦૨૫થી તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૬ સુધી ૮ વર્ષથી જૂના વાહનો જેવા કે માલવાહક, બસ, મેક્ષી કેબ, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ વિગેરે સરકાર માન્ય RVSF સેન્ટરમાં સ્ક્રેપ કર્યેથી આ વાહનોનો ભરપાઈ કરવાનો બાકી ટેક્ષ, પેનલ્ટી, વ્યાજ તથા ચલણની તમામ રકમનું લેણું માફ કરવામાં આવનાર છે.
આ યોજનાનો મુખ્ય હેતુ વાહન પ્રદૂષણના કારણે પર્યાવરણને થતી હાનિ અટકાવી, લોકોને વધુ ઇંધણ કાર્યક્ષમ અને પર્યાવરણની દૃષ્ટિએ લાભદાયી વાહનો ખરીદવા પ્રેરિત કરવાનો છે. વાહન માલિકો આ યોજનાનો લાભ મેળવી તેમના જૂના વાહનને સરકાર માન્ય RVSF ખાતે સ્ક્રેપ કરાવી નિયત બાકી લેણું માફ કરાવી શકે છે, તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.
———-
જીગર બારોટ
[5/2, 11:52 AM] Dilip Gajjar.Mahiti.Press: *ઉત્તમ શૈક્ષણિક કાર્ય, નવીન પ્રયોગો, સામાજિક યોગદાન વગેરે પ્રવૃત્તિઓમાં સક્રિય હોય તેવા*
*પ્રાથમિક શિક્ષકોને જિલ્લા કક્ષાએ ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપી સન્માનિત કરાશે*
*****
ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, શાળામાં શિક્ષણના નવીન પ્રયોગો તેમજ સામાજિક યોગદાન વગેરે પ્રવૃત્તિઓમાં સક્રિય હોય તેવા પ્રાથમિક શિક્ષક-મુખ્ય શિક્ષકને વધુ પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપી સન્માનિત કરાશે. આ સન્માન આગામી ૧૫મી ઓગસ્ટ ૨૦૨૫ના રોજ આપવામાં આવશે. એમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં જણાવ્યા મુજબ રાજ્યના દરેક ક્લસ્ટર દીઠ એક શિક્ષક -મુખ્ય શિક્ષકની પસંદગી આગળના શૈક્ષણિક વર્ષના મૂલ્યાંકનના આધારે કરી “પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ એનાયત કરવામાં આવશે.
*પ્રતિભાશાળી શિક્ષકની પસંદગી માટેની પદ્ધતિ*
પ્રતિભાશાળી શિક્ષક માટે કોઈ ન્યૂનતમ સેવા ધ્યાને લેવાની રહેશે નહી અને સેવાકાળ દરમિયાન એક જ વખત પ્રમાણપત્ર મળવાપાત્ર રહેશે. મૂલ્યાંકનના ૧૦૦% પૈકી ૮૦% ભારાંક માટે જિલ્લા કક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઉપલબ્ધ ડેટામાંથી શિક્ષક પોતાની હાજરી, તેમના ધોરણના વિદ્યાર્થીઓની હાજરી, એકમ કસોટી ગુણાંકન, ગુણોત્સવ- સ્કૂલ એક્રેડિટેશનના મૂલ્યાંકન, સત્રાંત પરીક્ષાનું પરિણામ, વાર્ષિક પરિક્ષાનું પરિણામ વગેરે બાબતોના ડેટાના આધારે મૂલ્યાંકન કરવાનું રહેશે. આ ઉપરાંત ૨૦% ભારાંક માટે શિક્ષક દ્વારા કરવામાં આવેલ વિશિષ્ટ કાર્યો અન્ય કોઈપણ રીતે આપેલ સામાજિક તથા શૈક્ષણિક બાબતોમાં સહભાગિતા તેમજ છેલ્લા પાંચ વર્ષમાં કરેલ વિશિષ્ટ કાર્યો જેવા કે, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં લેખ લખવા, વાર્ષિક મૂલ્યાંકન, શિક્ષક ઉત્સાહભેર શાળાકીય વૃત્તિમાં ભાગ લેતો હોય તથા શિક્ષક નિયમિત તાલીમ મેળવતો હોય વગેરે પ્રવૃત્તિ પરથી મૂલ્યાંકન કરવાનું રહેશે.
આ ઉપરાંત તમામ બાબતો ધ્યાને રાખીને પ્રતિભાશાળી શિક્ષકની પસંદગી માટે ત્રણ નામોની યાદી સી.આર.સીએ તૈયાર કરીને તાલુકા સમિતિ સમક્ષ મુકવાની રહેશે. આ તમામ હકીકતોને ધ્યાને રાખીને તાલુકા સમિતિ તટસ્થપણે એક નામ પસંદ કરશે. તાલુકા સમિતિએ પસંદ કરેલ નામ જિલ્લા કક્ષાએ એકત્રીત કરી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને મોકલવાની રહેશે. પ્રતિભાશાળી શિક્ષકની પસંદગીના નામોની જાહેરાત પ્રાથમિક શિક્ષણ નિયામકની કક્ષાએથી કરવામાં આવશે.
શિક્ષકોની પસંદગી શિક્ષક-મુખ્ય શિક્ષકના આગળના શૈક્ષણિક વર્ષના મૂલ્યાંકનના આધારે તે પછીના શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જુલાઈ માસમાં નામ નક્કી કરવાના રહેશે.
ઉલ્લેખનીય છે કે, શિક્ષકોને પસંદ કરવાની પ્રક્રિયામાં કન્વીનર તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બ્લોક રિસોર્સ કોર્ડીનેટર સભ્ય સચિવ તેમજ કેળવણી નિરીક્ષક, સંબધિત તાલુકાના લાયઝન અધિકારી – જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નિવૃત એવોર્ડી શિક્ષક અથવા જે જિલ્લામાં એવોર્ડી શિક્ષક ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં નોકરીમાં સેવારત એવોર્ડી શિક્ષકે ‘પ્રતિભાશાળી શિક્ષક’ની પસંદગી કરવાની રહેશે. ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ માટે પસંદગી પામેલા શિક્ષકોના પ્રમાણપત્રને ભવિષ્યમાં તાલુકા, જિલ્લા અને રાજયકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પરિતોષિક માટેના માપદંડ માટે પણ ધ્યાને લઇ શકાશે.
– પ્રિન્સ ચાવલા
***********
[5/2, 1:07 PM] Dilip Gajjar.Mahiti.Press: *વૈશ્વિક એરંડા બજારમાં ગુજરાતની સર્વોપરિતા યથાવત*
*વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૬.૪૬ લાખ હેક્ટર વિસ્તારમાં એરંડાના વાવેતર સાથે ગુજરાતે સતત ચાર દાયકાથી દેશમાં પ્રથમ રહેવાનો અનુક્રમ જાળવ્યો*
***************************
*ગુજરાતના મહેસાણા જિલ્લાનો કડી વિસ્તાર સમગ્ર વિશ્વમાં એરંડાની સૌથી વધુ ઉત્પાદકતા ધરાવતો વિસ્તાર: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
***************************
• એરંડાના વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રથમ
• દેશના કુલ એરંડા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૮૧ ટકાથી વધુ
• ભારતમાં વૈશ્વિક માંગના ૯૦ ટકા જેટલા એરંડાનું ઉત્પાદન
***************************
ગુજરાતે સમગ્ર વિશ્વમાં “વૈશ્વિક એરંડા ઉત્પાદન હબ” તરીકેની પોતાની ઓળખને વધુ મજબૂત બનાવી છે. એરંડાના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત માત્ર દેશમાં જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૬.૪૬ લાખ હેક્ટર વિસ્તારમાં એરંડાના વાવેતર સાથે ગુજરાતે સતત ચાર દાયકાથી દેશમાં પ્રથમ રહેવાના અનુક્રમને આ વર્ષે પણ જાળવી રાખ્યો છે. ભારતના કુલ એરંડા ઉત્પાદનમાં ૮૧.૪૨ ટકાના ફાળા સાથે ગુજરાત દેશનું સૌથી મોટું એરંડા ઉત્પાદક રાજ્ય છે. એટલા માટે જ, ગુજરાતના એરંડા અને એરંડિયા તેલની (દિવેલની) વિશ્વસનીયતા અને ઉચ્ચ ગુણવત્તા આજે પણ વૈશ્વિક બજારમાં અકબંધ છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાળ સાંભળતાની સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના કૃષિ ક્ષેત્રને વૈજ્ઞાનિક ઢબે વિકસાવવા માટેના નવતર પ્રયત્નો હાથ ધર્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે કરેલા માળખાકીય અને નીતિગત પ્રયાસોથી ગુજરાતનું કૃષિ ક્ષેત્ર ગતિશીલ બન્યું છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યનું એરંડા ક્ષેત્ર પણ વધુ સુદ્રઢ અને સક્ષમ બન્યું છે.
*એરંડાના ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત અવ્વલ*
વર્ષ ૨૦૦૩માં રાજ્યનો એરંડા પાકનો કુલ વાવેતર વિસ્તાર માત્ર ૨.૯૦ લાખ હેક્ટર હતો, જે વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને બમણો એટલે કે, ૬.૪૬ લાખ હેકટર થયો છે. માત્ર વાવેતર વિસ્તાર જ નહિ, એરંડાના ઉત્પાદન અને ઉત્પાદકતામાં પણ ગુજરાતે સતત વધારો કર્યો છે. વર્ષ ૨૦૦૩માં રાજ્યનું એરંડા ઉત્પાદન ૫.૪૧ લાખ મેટ્રિક ટન હતું, જે વર્ષ ૨૦૨૪માં આશરે ત્રણ ગણા વધારા સાથે ૧૫.૯૫ લાખ મેટ્રિક ટન થયું છે. તેવી જ રીતે, એરંડાની ઉત્પાદકતા પણ વર્ષ ૨૦૦૩માં ૧,૮૬૪ કિલોગ્રામ પ્રતિ હેક્ટર હતી, જે વધીને વર્ષ ૨૦૨૪માં ૨,૨૦૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટર થઇ છે.
*કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલનો પ્રતિભાવ*
આ સંદર્ભે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત એરંડાના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં દાયકાઓથી પ્રથમ રહેવાનું મુખ્ય કારણ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો અને રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતિઓ છે. એરંડાના ઉત્પાદન અને આવકમાં વધારો મેળવવા માટે રાજ્યના મોટાભાગના એરંડા પકવતા ખેડૂતો ઉચ્ચ ગુણવત્તા ધરાવતી એરંડાની સુધારેલી અને હાઈબ્રીડ જાતોનું વાવેતર કરી રહ્યા છે. ગુજરાતના મહેસાણા જિલ્લાનો કડી વિસ્તાર સમગ્ર વિશ્વમાં એરંડાની સૌથી વધુ ઉત્પાદકતા ધરાવતો વિસ્તાર છે. આ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ખેડા, વડોદરા, રાજકોટ, જામનગર અને ગાંધીનગર જિલ્લામાં એરંડાનું પુષ્કળ વાવેતર થાય છે.
*એરંડાના મહત્વપૂર્ણ ઉપયોગ*
ભારતીય જાતનાં એરંડામાં તેલનું પ્રમાણ ૪૮ ટકા હોય છે. આ ૪૮ ટકામાંથી લગભગ ૪૨ ટકા તેલ કાઢવામાં આવે છે. જ્યારે, બાકીનો ૬ ટકા ભાગ ખોળમાં રહી જાય છે. આ તેલમાં રિસિનોલેઇન નામના ટ્રાઇગ્લિસરાઇડ્સ ભરપૂર હોય છે. એટલા માટે જ, એરંડાના તેલનો ઉપયોગ કાચા માલ તરીકે પેઇન્ટ્સ, લુબ્રિકન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, કોસ્મેટિક્સ, કાગળ, રબર, ખાદ્ય ઉમેરણો જેવા વિવિધ ઉદ્યોગોમાં વ્યાપક પણે વધી રહ્યો છે. આ ઉપરાંત એરંડાના તેલનો ઉપયોગ હાઇ-સ્પીડ એન્જિન અને વિમાનોમાં લુબ્રિકન્ટ તરીકે, બાયો ડીઝલમાં, પશુ ચિકિત્સામાં અને ઔષધીય કામોમાં પણ વધ્યો છે.
એરંડામાંથી તેલ કાઢ્યા બાદ બચેલા એરંડાના ખોળનો ઉપયોગ કૃષિમાં કાર્બનિક ખાતર તરીકે થાય છે. ભારત સહિત પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં ઘઉં, ચોખા અને કઠોળ જેવા ખાદ્યાન્નને સડતા અટકાવવા માટે તેને એરંડાના તેલ લગાવીને સાચવવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત આજે વૈશ્વિક માંગના ૯૦ ટકા જેટલા એરંડાનું ઉત્પાદન કરી રહ્યો છે. ભારતના કુલ એરંડા ઉત્પાદનમાં ૮૧ ટકા ફાળા સાથે ગુજરાત મુખ્ય ઉત્પાદક રાજ્ય બન્યું છે. વર્ષ ૧૯૬૦માં સમગ્ર વિશ્વનું એરંડા ઉત્પાદન ૫.૮ લાખ મેટ્રિક ટન હતું, જેમાં ભારતનો ફાળો ૧.૦૯ લાખ મેટ્રિક ટન હતો. જ્યારે, વર્ષ ૨૦૨૦માં વૈશ્વિક એરંડા ઉત્પાદન ૨૦.૫ લાખ મેટ્રિક ટન નોંધાયું હતું, જેમાં ભારતનો ફાળો ૧૮.૪૨ લાખ મેટ્રિક ટન રહ્યો હતો.
*****************************
નિતિન રથવી
[5/2, 2:31 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતમાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સંપન્ન, 9,09,900 શ્રદ્ધાળુઓએ કરી મા નર્મદાની પરિક્રમા*
***
*ગુજરાત સરકાર, યાત્રાધામ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રની સગવડોથી પરિક્રમાર્થીઓની સંખ્યા વધી, ગત વર્ષની સરખામણીએ અંદાજે 4 ગણા વધુ પરિક્રમાર્થીઓ ઉમટ્યા*
***
*ગાંધીનગર, 02 મે :* ગુજરાતમાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ એટલે કે એક મહિના માટે યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા તાજેતરમાં જ સંપન્ન થઈ છે. નર્મદા જિલ્લામાં આ પરિક્રમા ગત 29 માર્ચ, 2025ના રોજ શરૂ થઈ હતી અને તાજેતરમાં 27 એપ્રિલ, 2025ના રોજ પૂર્ણ થઈ છે. આ વર્ષે 9 લાખ 9 હજાર 900 જેટલા શ્રદ્ધાળુઓએ 15 કિલોમીટરની આ પરિક્રમા કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને આગળ ધપાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પ્રવાસન અને તીર્થસ્થળોએ શ્રદ્ધાળુઓને દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પ્રયાસરત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાની સંપૂર્ણ તૈયારીઓ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ પોતે આ પરિક્રમા શરૂ થયાના 8મા જ દિવસે એટલે કે 8 એપ્રિલ, 2025ના રોજ પરિક્રમા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓનું જાતે નિરીક્ષણ કર્યું અને ‘આપકી શ્રદ્ધા, હમારી વ્યવસ્થા’નો મંત્ર આપ્યો. આ જ કારણ છે કે આ વખતે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં ગત વર્ષની સરખામણીએ 4 ગણા વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં. વર્ષ 2024માં માત્ર 2.50 લાખ શ્રદ્ધાળુઓએ આ પરિક્રમા કરી હતી.
રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા પણ નર્મદા પરિક્રમા કરવામાં આવી હતી અને તેમણે તંત્ર દ્વારા તેમજ સ્થાનિકો દ્વારા ઉભી કરવામાં આવેલી સુવિધાઓને બિરદાવી હતી.
*પરિક્રમા માર્ગ અને ઘાટો બન્યા શ્રદ્ધાળુઓ માટે સુગમ*
રાજ્ય સરકારે નર્મદા જિલ્લામાં રામપુર ઘાટથી શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ સુધીના 15 કિલોમીટરના પરિક્રમા માર્ગ તેમજ ચારેય ઘાટો પર જે વ્યવસ્થાઓ ઊભી કરી, તેના કારણે શ્રદ્ધાળુઓ માટે કઠોર ગણાતી આ પરિક્રમા સુગમ બની રહી. પરિક્રમા શરૂ થતાં પહેલા જ સરકાર, યાત્રાધામ બોર્ડ તથા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા માર્ગ પર રોડનું સમારકામ, પ્રોટેક્શન વૉલનું કામ, બોટિંગ જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. પરિક્માર્થીઓએ 70 જેટલી બોટ દ્વારા આ પરિક્રમા પૂર્ણ કરી હતી.
*સુરક્ષા માટે જવાનોનો મોટો કાફલો, વાહન-વ્યવહારની ઉત્તમ સુવિધા*
પરિક્રમા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓના જવાનોનો મોટો કાફલો પરિક્રમા દરમિયાન સતત તહેનાત રહ્યો. આ ઉપરાંત જિલ્લાના અધિકારીઓ પણ શ્રદ્ધાળુઓ માટે અનેક રીતે સહાયક બન્યા. આ સાથે જ, રેંગણ ગામ તથા ભાદરવા ગામથી યાત્રિકોના આવાગમન માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (જીએસઆરટીસી)ની 10 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાર્કિંગ માટે રામપુરા, તિલકવાડા અને સામરિયા ખાતે વિશાળ પાર્કિંગ સ્થળો તૈયાર કરાયા હતા, તેમજ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને; તે માટે એસડીઆરએફની 6 ટીમો પણ હાજર હતી.
*પ્રાથમિક સુવિધાઓ ધરાવતા હોલ્ડિંગ એરિયાનું નિર્માણ*
એક જ સ્થાને પરિક્રમાર્થીઓની વધારે ભીડ ન થાય; તે માટે યાત્રિકો માટે તિલકવાડાથી રેંગણ વચ્ચે 5 અને રામપુરાથી શહેરાવ વચ્ચે ૩ હોલ્ડિંગ બનાવવામા આવ્યા હતાં, જેમાં પીવાના પાણી, મંડપ, શૌચાલય, લાઇટ, પંખા, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ (પીએએસ), માહિતી કેન્દ્રો તથા અન્ય સુવિધાઓ હતી. સોથી પણ વધારે સફાઈ કામદારો દ્વારા દિવસ રાત પરિક્રમા માર્ગની સાફ સફાઈ કરવામાં આવતી હતી. તમામ સ્થળે પૂરતા શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
*નર્મદાના ધર્મસ્થળોએ પણ ઉમટી ભીડ, ટેમ્પલ ઇકોનૉમીને વેગ*
ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાની સાથે નર્મદા જિલ્લામાં આવેલ રણછોડરાય મંદિર, ધનેશ્વર મહાદેવ મંદિર, શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિર, તપોવન આશ્રમ, શ્રી સ્વામી રામાનંદ આશ્રમ, શ્રી સીતારામ આશ્રમ, શ્રી મણિનાણેશ્વર મંદિર વગેરે જેવા પવિત્ર સ્થળોની અનેક પરિક્રમાર્થીઓએ મુલાકાત લીધી હતી અને આ મંદિરોમા ચાલતા ભંડારાનો લાભ લીધો હતો. વધુમાં, હજારો પરિક્રમાર્થીઓ આ મંદિરોમાં દર્શન કરવા આવ્યા, જેના કારણે નર્મદા જિલ્લાની ‘ટેમ્પલ ઇકોનૉમી’ માં પણ વધારો થયો છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશ મેરજાએ પણ સમગ્ર નર્મદા પરિક્રમા કરવામાં આવી હતી અને સાથે-સાથે પરિક્રમાર્થીઓ માટે ઉભી કરવામાં આવેલી સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી. શ્રી મેરજાએ વધુમાં જણાવ્યું હતું કે પરિક્રમર્થીઓની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલ સુવિધાઓથી પરિક્રમાવાસીઓએ ભરપૂર લાભ લીધો છે અને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિક્રમાવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થયેલ છે. દિવસ-રાત પરિક્રમા ચાલતી હોવાના કારણે પરિક્રમાના સમગ્ર માર્ગ પર અને ઘાટ પર લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી એસ. કે. મોદી દ્વારા પરિક્રમા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓનું વ્હોટ્સએપ ગૃપ બનાવવામાં આવ્યુ હતુ. ક્રાઉડ મેનેજમેન્ટ માટે સ્પેશિયલ બનાવવામાં આવેલા વ્હોટ્સએપ ગૃપમાં યાત્રિકોની ભીડ પર સતત નજર રાખી, જેના કારણ સરળ ક્રાઉડ મેનેજમેન્ટ શક્ય બન્યું. ચારેય ઘાટ પર અને માર્ગ પર જરૂરી ફાયર સેફ્ટીની સુવિધાઓ કરવામાં આવી હતી. પરિક્રમા દરમિયાન પરિક્રમાર્થીઓની આરોગ્ય સુવિધાઓ માટે કુલ 32 ટીમોમાં 8 મેડિકલ વાન કાર્યરત હતી. ચારેય ઘાટ પર 11 જેટલા સ્વસહાય જૂથોના સ્ટૉલ દ્વારા પરિક્રમાવાસીઓને ખાણી-પીણીની ચીજ-વસ્તુઓનુ વિતરણ કરવામાં આવતું હતું.
*મંડપ, લાઇટિંગ અને શણગાર*
રાજ્ય સરકારના પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમારના માર્ગદર્શન હેઠળ યાત્રાધામ બોર્ડ દ્વારા તમામ ઘાટ પર મોટી સાઈઝના મંડપ, ખુરશી, બેરીકેટીંગ, લાઈટીંગ, ટોયલેટ બ્લોક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ માટે મંડપ, પીવાના પાણીની સુવિધા, સી.સી.ટી.વી., ચેતવણી બોર્ડ, ડી.જી.સેટ, સાઇનેજિસ, પાર્કિંગ, યાત્રિકોને લાઈનમાં ઉભા રહેવા માટેની રેલીંગ, વોચ ટાવર, ફૂડ સ્ટોલ, નાહવા માટેની વ્યવસ્થા વગેરે ઉભી કરવામાં આવી હતી. ઉપરાંત, સાઈનેજીસ, કચરાપેટી, સી.સી.ટી.વી., સિનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, ઇમરજન્સી કામગીરી માટે મશીનરી જેસીબી, ક્રેન, દોરડા વગેરેની સુવિધા ઉભી કરવામાં આવી હતી.
X-X-X
[5/2, 4:55 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ધોલેરા SIRના સર્વાંગી વિકાસના હાથ ધરાયેલા કામોની પ્રગતિની સ્થળ પર પ્રત્યક્ષ સમીક્ષા કરી*
——-
*મુખ્ય સચિવશ્રી અને મુખ્ય સલાહકારશ્રી સહિતના વરિષ્ઠ સચિવો સાથે ધોલેરાના વિવિધ પ્રોજેક્ટસની તલસ્પર્શી માહિતી મેળવી*
——-
* અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેની ૯૫ ટકા કામગીરી પૂર્ણ
* ભીમનાથ-ધોલેરા ફ્રેઈટ રેલવેલાઈન સહિત હોસ્પિટલ-સ્કૂલ-ફાયર સ્ટેશન-આવાસીય સુવિધાના કામો પ્રગતિમાં
* ૩૦૦ મેગા વોટ સોલાર પાર્ક સહિત રોડ-અંડરગ્રાઉન્ડ સુવિધાઓ પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલીટીઝ પૂર્ણ
——–
*ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવાના વડાપ્રધાનશ્રીના વિઝનમાં ધોલેરા સ્માર્ટ સિટીને સેમીકોન સિટી તરીકે વિકસાવવાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારનું આયોજન*
———
*ધોલેરા SIRના ૧૨ જેટલા પ્રોજેક્ટસ ડેવલોપર્સ પાસેથી તેમના પ્રોજેક્ટસની પ્રગતિની પણ માહિતી મેળવતા મુખ્યમંત્રીશ્રી*
——–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા SIRના સર્વાંગી વિકાસના કામોની પ્રગતિની પ્રત્યક્ષ સમીક્ષા ધોલેરાની સ્થળ મુલાકાત લઈને કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિવિધ વિકાસલક્ષી કાર્યોના મોટા પ્રોજેક્ટસની પ્રગતિ અને કામગીરીના નિરીક્ષણ તથા જરૂરી માર્ગદર્શન માટે આવા પ્રોજેક્ટસની સાઈટ મુલાકાતનો ઉપક્રમ શરૂ કર્યો છે.
આ ઉપક્રમે આગળ ધપાવતાં મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાતમાં આકાર પામી રહેલા વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના ધોલેરા SIR અને સ્માર્ટ સિટીના વિવિધ વિકાસ કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિવિધ પ્રોજેક્ટસની પ્રગતિની સમીક્ષા માટે ધોલેરામાં રીવ્યુ બેઠક પણ યોજી હતી.
આ રીવ્યુ બેઠકમાં ધોલેરા SIRના CEO અને ધોલેરા ઈન્ડસ્ટ્રીયક સિટી ડેવલ્પમેન્ટ લિમીટેડના એમ.ડી. શ્રી કુલદીપ આર્યએ મુખ્યમંત્રીશ્રી અને મુખ્ય સચિવશ્રી સહિતના વરિષ્ઠ સચિવશ્રીઓ સમક્ષ વિસ્તૃત પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં માળખાકીય સુવિધાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટસ અંગેની વિગતો આપતા જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેની ૯૫ ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બાકી રહેલી કામગીરી અંગેની વિગતો મેળવવા સાથે આ કામો સમય બદ્ધ અને ગુણવત્તા યુક્ત પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
ધોલેરામાં રોડ રસ્તા, અંડર ગ્રાઉન્ડ ફેસીલીટીઝ, પ્લગ એન્ડ પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ સુવિધા પુરી થઈ ગઈ છે અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કોમન એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ICT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ABCD બિલ્ડીંગ જેવી માળખાકીય સુવિધાના કામો પણ પૂર્ણ થઈ ગયા છે. તેમજ ૩૦૦ મેગા વોટનો સોલાર પાર્કની પણ કામગીરી પૂરી થઈ છે તેની વિગતો મુખ્યમંત્રી સમક્ષ CEO શ્રી કુલદીપ આર્યએ આપી હતી.
ધોલેરા SIRમાં જે કાર્યો પ્રગતિ હેઠળ છે તેની વિગતો પ્રેઝન્ટેશનમાં આપતા જણાવવામાં આવ્યું હતું કે, ભીમનાથ ધોલેરા ફ્રેઈટ રેલ્વેલાઈન, ૧૯૨ બેડની હોસ્પિટલ, ૧૨માં ધોરણ સુધીની શાળા, ફાયર સ્ટેશન અને ઇન્વેસ્ટર્સ માટે આવાસીય સુવિધાના કામો હાલ ચાલી રહ્યા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનાવવાની નેમ રાખી છે. ગુજરાત પણ તેમાં સૂર પુરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દેશનું સેમિકન્ડક્ટર બનવા માટે સેમિકન્ડક્ટર ઉત્પાદનની ઇકો સિસ્ટમ સાથે સજ્જ છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં ધોલેરા સ્માર્ટ સિટીને “સેમીકોન સિટી” તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
રાજ્ય સરકારે ધોલેરા સ્માર્ટ સિટીમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ઈકો સિસ્ટમ ઊભી કરવાની જે મુહિમ ઉપાડી છે તેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિકન્ડક્ટર નિર્માતા ઉદ્યોગ-કંપનીઓ પોતાના યુનિટસ સ્થાપી રહી છે.
ધોલેરા SIR ખાતે પ્રગતિમાં હોય તેવા ૧૨ જેટલા પ્રોજેક્ટસ ડેવલપર્સે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પોતાના પ્રોજેક્ટસની પ્રગતિ તેમજ બાંધકામ આયોજન સહિતના ભવિષ્યના રોડમેપનું પ્રેઝન્ટેશન કર્યું હતું.
ટાટા ઇલેક્ટ્રોનિક્સનો જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ ધોલેરા સેમિકોન સિટીમાં સ્થાપવામાં આવ્યો છે. તે પ્લાન્ટ પ્રગતિ અને નિર્માણની સ્થિતીની સમીક્ષા પણ મુખ્યમંત્રીશ્રીએ ટાટાના અધિકારીઓ સાથેની બેઠકમાં કરી હતી અને પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સેમિકોન સિટીમાં નિર્માણાધિન હોસ્પિટલ, સ્કુલ, ફાયર સ્ટેશન, રેસીડેન્સિયલ કોમ્પ્લેક્સ, ટેન્ટ સિટી અને ફૂડ કોર્ટ સહિતના સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.
તેમણે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની પણ સ્થળ મુલાકાત લઈને રૂપિયા ૧૩૫૦ કરોડના અંદાજિત ખર્ચ સાથે નિર્માણ થઈ રહેલા કાર્ગો બિલ્ડીંગ, ટર્મિનલ બિલ્ડીંગ અને રન-વે નિર્માણની કામગીરીની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીની આ ધોલેરા SIRની સ્થળ મુલાકાતથી ધોલેરા ઓથોરિટી તેમજ તેની SPVના અધિકારીઓ-કર્મચારીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ધોલેરાની આ સમગ્ર સ્થળ મુલાકાત અને સાઈટ વિઝીટમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, સલાહકાર શ્રી એસ.એસ રાઠૌર તેમજ ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ સુશ્રી મમતા વર્મા, વિજ્ઞાન અને પ્રદ્યોગિક વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ખંધાર, મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, અમદાવાદ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
——
[5/2, 6:28 PM] Dilip Gajjar.Mahiti.Press: *કુપોષિત બાળકો પર ધ્યાન કેન્દ્રીત કરી CMAM સમુદાય આધારીત પોષણ વ્યવસ્થાપનના અમલીકરણ અંગે સંકલીત બાળ વિકાસ યોજના (ICDS) અને એસ્ટ્રલ ફાઉન્ડેશન , IIPH-G વચ્ચે ગાંધીનગર ખાતે સમજૂતી કરાર (MOU) કરાયા*
********
રાજ્યના બાળકોને સુપોષિત બનાવવાવા હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ સતત કાર્યો કરી રહ્યું છે. આ દિશામાં સુદ્રઢ અમલીકરણ માટે સંકલીત બાળ વિકાસ યોજના (ICDS) અને એસ્ટ્રલ ફાઉન્ડેશન ,IIPH-G વચ્ચે સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા હતાં.
કુપોષિત બાળકો પર ધ્યાન કેન્દ્રીત કરી તેમનું CMAM સમુદાય આધારીત પોષણ વ્યવસ્થાપનનો અમલીકરણ બાબતે ધ્યાન કેન્દ્રિત કરવાના હેતુસર આ સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા હતાં. સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અને એસ્ટ્રલ ફાઉન્ડેશન તથા ભારતની પ્રથમ જાહેર આરોગ્ય યુનિવર્સિટી અને વૈધાનીક સંસ્થા IIPH-G કે જેનો ઉદ્દેશ્ય શિક્ષણ, તાલીમ, સંશોધન અને નિતિગત પહેલ ધ્વારા દેશમાં સમગ્ર આરોગ્ય પ્રણાલીને મજબુત કરવાનો છે તેમની વચ્ચે ગાંધીનગર ખાતે MOU સાઈન કરવામાં આવ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસ્ટ્રલ ફાઉન્ડેશન અને IIPH-G દ્વારા સેન્ટર ઓફ એક્સલન્સ ઈન ન્યુટ્રીશન હેઠળ TSUની સ્થાપના માટે CSR પ્રદાન કરે છે. એસ્ટ્રલ ફાઉન્ડેશન સમાજના વિવિધ વર્ગોના કલ્યાણ, ઉત્થાન, અને સુધારણા માટે વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં યોગદાન આપે છે.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકર, આઇ.સી.ડી.એસ. કમિશ્નર ડો. રણજીતકુમાર, એસ્ટ્રલ ફાઉન્ડેશનના શ્રી જાગૃતીબેન અને આઇ.સી.ડી.એસ. સંયુકત નિયામકશ્રી અને IIPH-Gના પ્રતિનિધી ડો. સૌમેન ઉપસ્થિત રહ્યા હતા.
************
ઋચા રાવલ
[5/2, 6:29 PM] Dilip Gajjar.Mahiti.Press: *સરકારની તમામ બિલ્ડીંગોમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉપલબ્ધ થાય તે જરૂરી: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજાઈ*
*રાજ્યપાલશ્રીના માર્ગદર્શનથી ગાંધીનગર શહેરમાં દોઢ મહિનામાં અંદાજીત રૂ.1.44 લાખની 25,606 યુનિટ વીજળીની બચત થઈ*
———-
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવન ખાતે માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં રાજ્યપાલશ્રીએ સૂચવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જળ બચાવવાના સંકલ્પને સાકાર કરવા રાજ્યની તમામ સરકારી બિલ્ડીંગોમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉપલબ્ધ થાય તે જરૂરી છે. રાજ્યની તમામ યુનિવર્સિટી, કોલેજ તેમજ શાળાઓમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉપલબ્ધ થાય તો મહત્તમ વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારીને ભૂગર્ભ જળ ઊંચા લાવી શકાય.
રાજ્યપાલશ્રીએ અધિકારીઓને રાજ્યમાં વીજળીની મહત્તમ બચત તે માટે જરૂરી પગલાં ભરવા અંગે પણ જરૂરી સૂચનો આપ્યા હતા.
રાજ્યપાલશ્રીના સૂર્યોદય અને સૂર્યાસ્તના થોડા સમય પેહલા અને બાદ સ્ટ્રીટ લાઈટ ચાલુ-બંધ કરવાના માર્ગદર્શનના પરિણામ સ્વરૂપે ગાંધીનગર શહેરમાં માત્ર દોઢ મહિના જેટલા સમયગાળામાં અંદાજીત રૂ.1.44 લાખની 25,606 યુનિટ વીજળીની બચત થઈ છે. જો આવી જ રીતે સમગ્ર રાજ્યમાં વીજળી બચાવવાનું કામ કરવામાં આવે તો કરોડો રૂપિયાની બચત થઈ શકે તેવો વિશ્વાસ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી પી.આર.પટેલિયા, માર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જીનીયર શ્રી પતંજલિ મિશ્રા, વિદ્યુત વિભાગના ચીફ એન્જીનીયર શ્રી ઓઝા, રાજ્યપાલશ્રીના ગૃહ નિયામકશ્રી એ.કે. જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
———-
[5/2, 8:24 PM] Dilip Gajjar.Mahiti.Press: *૧૦ વર્ષની બાળકી ઉપર રેપ વિથ મર્ડરના જઘન્ય ગુનામાં માત્ર ૭૨ દિવસમાં ફાંસીની સજાનો ઐતિહાસિક ચુકાદો : ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી*
*ભારતીય ન્યાય સંહિતા હેઠળ અપરાધીને ફાંસીની સજાનો રાજ્યમાં પ્રથમ ચુકાદો*
*ઝડપી અને સચોટ ન્યાય અપાવવામાં યોગદાન આપનાર અને ઉત્કૃષ્ઠ તપાસ કરનાર તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને અભિનંદન પાઠવતા મંત્રી શ્રી હર્ષ સંઘવી*
….
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરી રહી છે. જઘન્ય ગુનાઓમાં પીડિતોને ઝડપી ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર સંપૂર્ણપણે સંકલ્પબદ્ધ છે. ત્યારે આજે નવા કાયદા હેઠળ માત્ર ૭૨ દિવસમાં ફાંસીની સજાનો પ્રથમ – ઐતિહાસિક ચુકાદો આવ્યો છે તેમ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
નામદાર અંકલેશ્વર સેશન્સ કોર્ટે ભારતીય ન્યાય સંહિતા હેઠળ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની નિર્દોષ બાળકી પર થયેલા અપહરણ, પાશવી બળાત્કાર અને ઘાતકી હત્યાના ગુનામાં આરોપી વિજય પાસવાનને માત્ર 72 દિવસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદો નવા કાયદા હેઠળ રાજ્યમાં પ્રથમ ફાંસીની સજા તરીકે નોંધાયો છે, જે ગુજરાતના ન્યાયતંત્ર અને પોલીસ તંત્રની કાર્યક્ષમતાનું પ્રતીક છે.
72 દિવસ પૂર્વે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં બનેલી આ ઘટનાએ સમાજને હચમચાવી દીધો હતો. આરોપીએ બાળકીના શરીર પર 30 જેટલા ઘા અને ગુપ્તાંગમાં સળિયાના ઘા સહિતની અકલ્પનીય ક્રૂરતા દાખવી હતી. આવા ઘૃણાસ્પદ ગુના સામે નામદાર કોર્ટે આરોપીને ફાંસીની સજા સાથે 10 લાખ રૂપિયાનું વળતર પીડિત પરિવારને ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો ન્યાયની ઝડપી અને કડક કાર્યવાહીનું ઉદાહરણ બની રહેશે.
ભરૂચ એસ.પી. શ્રી મયુર ચાવડાના નેતૃત્વ હેઠળ રચાયેલી SITએ ઝીણવટભરી તપાસ હાથ ધરી, જેમાં 10થી વધુ અધિકારીઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું. સરકારી વકીલ શ્રી પરેશ પંડ્યાએ નિઃસ્વાર્થ ભાવે આ કેસને ‘રેરેસ્ટ ઓફ રેર’ શ્રેણીમાં રજૂ કરી ધારદાર દલીલો અને પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.
આ ચુકાદો ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ જગાડે છે અને સમાજને સ્પષ્ટ સંદેશ આપે છે કે આવા નરાધમોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. ગુજરાત સરકાર આવા ગુનાઓ આચરનારા તત્વો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરી, ફાંસી સુધીની સજા સુનિશ્ચિત કરવા અને પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે મક્કમતાથી કામ કરી રહી છે.
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ કેસમાં ઝડપી અને સચોટ ન્યાય અપાવવામાં યોગદાન આપનાર ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કરી આ કેસમાં મજબૂત પુરાવાઓ એકત્ર કરી કડક સજા અપાવવા માટે ઉત્કૃષ્ઠ તપાસ કરનાર તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.
…
[5/3, 10:56 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યના નાગરીકો ઉનાળામાં વેકેશનની મજા માણી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો કાર્યરત*
***********
*પ્રવાસીઓ માટે રાજ્યના મુખ્ય શહેરોને જોડતી દૈનિક ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસોની સુવિધા*
*********
• *ઉનાળા વેકેશનમાં એસ.ટી નિગમ દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે ૫૦૦ ટ્રીપો, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે ૨૧૦, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત ૩૦૦ તેમજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે ૩૦૦ ટ્રીપોનું સફળ આયોજન*
***********
રાજ્યના નાગરીકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસ.ટી દ્વારા વધુ સેવાઓ આપવાનું સફળ આયોજન કરાયું છે. જે અંતર્ગત એસ.ટી નિગમ દ્વારા મુસાફરોની માંગણીનુસાર રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર નિગમના દરેક વિભાગો ખાતે વેકેશન સમયે મુસાફરોને સલામત અને સમયબદ્ધ મુસાફરીની પુરતી સુવિધા મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉનાળા વેકેશન સમયગાળા દરમિયાન એસ.ટી નિગમ દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર- તરફ અંદાજે ૫૦૦ ટ્રીપો, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે ૨૧૦, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત ૩૦૦ અને સૌરાષ્ટ્ર તરફ ૩૦૦ ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસ.ટી નિગમ દ્વારા ગુજરાતમાંથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના નાગરીકો ઉનાળા વેકેશન દરમિયાન વિવિધ પ્રવાસન સ્થળોની સાથે સાથે ધાર્મિક સ્થળોના દર્શને પણ જઈ શકે તે માટે નવી ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદથી અંબાજી, સોમનાથ, દ્વારકા માટે રોજની ૧૦ ટ્રીપ અને ડાકોર, પાવાગઢ, ગીરનાર માટે રોજની ૫ ટ્રીપ તથા પ્રવાસન સ્થળો જેવા કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણગીર, સાપુતારા માટે અમદાવાદથી રોજની ૫ ટ્રીપ તેમજ દીવ અને કચ્છનાં પ્રવાસ માટે અમદાવાદથી રોજની ૧૦ બસોની ટ્રીપોનો આયોજન એસ,ટી નિગમ દ્વારા કરવામાં આવે છે.
આ ઉપરાંત આંતરરાજ્ય પ્રવાસ માટે રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જવા માટે અમદાવાદથી રોજની બે ટ્રીપ તેમજ મહારાષ્ટ્રના શિરડી, નાશિક, ધુલીયા જેવા આંતરરાજ્ય સ્થળોએ મુસાફરી માટે અમદાવાદના ગીતા મંદિરેથી બે રોજની બે ટ્રીપોનું આયોજન કરવામાં આવે છે.
– પ્રિન્સ ચાવલા
-****************
[5/3, 1:07 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં સફળ થયેલા સ્પીપાના તાલીમાર્થીઓને સન્માનિત કર્યા*
****
*સ્પીપા ખાતે તાલીમ મેળવીને સફળ થયેલા ૨૬ તાલીમાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો*
****
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર વહીવટમાં ટેકનોલોજીના ઉપયોગ થકી લોકોપયોગી કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા પર હંમેશાં ભાર મૂક્યો :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-*
****
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પીપા અમદાવાદ ખાતે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં સફળ થયેલા તાલીમાર્થીઓને સન્માનિત કર્યા હતા.
યુપીએસસીમાં સફળતા મેળવનાર તાલીમાર્થીઓને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જાહેર વહીવટ ક્ષેત્રે પોતાની ફરજો અદા કરતા સામાન્ય માણસને મદદરૂપ થવાનો ભાવ કેન્દ્ર સ્થાને હોવો જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જાહેર વહીવટમાં ટેકનોલોજીના ઉપયોગ થકી લોકોપયોગી કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા પર હંમેશાં ભાર મૂકે છે.
મુખ્યમંત્રીશ્રીએ સફળ થયેલા તાલીમાર્થીઓને તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી જાહેર વહીવટ ક્ષેત્રે તેમની ફરજો અદા કરવા અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાનશ્રીના દૂરંદેશી નેતૃત્વમાં દેશમાં સેમિકન્ડકટર જેવા નવીન ક્ષેત્રોથી લઈને નાગરિકોની પાયાની જરૂરિયાતો સુધીનાં તમામ ક્ષેત્રે અવિરત વિકાસ જોવા મળી રહ્યો છે, એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આપણી સંસ્કૃતિ અને વારસાનું સંવર્ધન થઈ રહ્યું છે. ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ હોય કે આવા અન્ય અભિયાનો હોય, પ્રજાજનો આજે સ્વયંભૂ જાગૃત થઇને રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન આપવા આગળ આવી રહ્યા છે.
સ્પીપાના ડાયરેકટર જનરલ શ્રી હારિત શુક્લા દ્વારા સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકારવામાં આવ્યા હતા તથા સંસ્થાના ભાવિષ્યલક્ષી આયોજનની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. તેમણે સિવિલ સર્વિસ પરીક્ષાઓમાં સફળ થતા ઉમેદવારોને રાજ્ય સરકાર દ્વારા અપાતી સહાયમાં કરવામાં આવેલા વધારાની વિગતો રજૂ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓ અને સ્પીપા જેવી સંસ્થાઓ ગુજરાતના યુવાઓના સામર્થ્યને યોગ્ય મંચ પૂરો પાડીને તેમને સફળતાના શિખરો સર કરવામાં સંપૂર્ણ સહયોગ પૂરો પાડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઇતિહાસમાં યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું છે. સરદાર પટેલ લોક પ્રસાશન સંસ્થા (સ્પીપા) ખાતે તાલીમ મેળવીને યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં કુલ ૨૬ તાલીમાર્થીઓ સફળ થયા છે.
સન્માન સમારોહમાં સન્માનિત થયેલા તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે સફળ ઉમેદવારોની સિદ્ધિઓ, તૈયારીઓ અને સ્પીપાની વ્યવસ્થા તથા સુવિધાઓ દર્શાવતી ટૂંકી ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, પૂર્વ મુખ્ય સચિવ શ્રી શ્રી પી.કે. લહેરી, તાલીમાર્થીઓના પરિવારજનો, સ્પીપાના અધિકારી – કર્મચારી ગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
******
[5/3, 1:40 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025’ની ઉજવણી રૂપે રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોએ સહકાર વિભાગ અને સહકારી સંસ્થાઓ દ્વારા હાથ ધરાયું ‘સ્વચ્છતા મેં સહકાર’ અભિયાન*
***
*ગુજરાતના 252 તાલુકાઓના 13,000 ગામડાઓમાં આવેલા 25,000 ધાર્મિક સ્થળોએ વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન થયું*
***
*5 લાખ જેટલા સફાઈ સંસાધનોના ઉપયોગ થકી 50,000 કિલોગ્રામ કચરો એકત્રિત કરવામાં આવ્યો*
***
*ગાંધીનગર, 3 મે, 2025:* મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’. તેમણે એક સ્વચ્છ ભારતનું નિર્માણ કરવાનું સ્વપ્ન સેવ્યું હતું, અને તેમના આ જ સ્વપ્નને સાકાર કરવા તેમજ જનભાગીદારી સાથે એક સાફ-સુથરા ભારતનું નિર્માણ કરવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2 ઓક્ટોબર, 2014ના રોજ ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. આ રાષ્ટ્રવ્યાપી મિશન આજે જન આંદોલન બની ગયું છે, ત્યારે ગુજરાત પણ સ્વચ્છ ગુજરાત થકી સ્વચ્છ ભારતના નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતને સ્વચ્છ રાજ્ય બનાવવા માટે વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
તાજેતરમાં જ, ‘ગુજરાત સ્થાપના દિવસ’ નિમિત્તે એટલે કે 1 મે, 2025ના રોજ ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025’ની ઉજવણીરૂપે રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોએ ભારત સરકારના ‘સ્વચ્છતા મેં સહકાર’ વિઝનને સાકાર કરતું વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. ગુજરાતના સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યના સહકાર વિભાગ અને સહકારી સંસ્થાઓ દ્વારા વિવિધ ધાર્મિક સ્થળોએ સફાઈલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025ને યુનાઇટેડ નેશન્સ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ’ જાહેર કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 માટેની થીમ છે, ‘કોઓપરેટિવ્સ બિલ્ડ અ બેટર વર્લ્ડ’ એટલે કે સહકારિતા એક સારા વિશ્વનું નિર્માણ કરે છે. આ થીમ, સામાજિક-આર્થિક વિકાસ, ગરીબી ઘટાડા અને રોજગાર નિર્માણમાં સહકારી સંસ્થાઓના નોંધપાત્ર યોગદાનને દર્શાવે છે.
*‘સ્વચ્છતા મેં સહકાર’ અભિયાન હેઠળ 25,000 ધાર્મિક સ્થળોએ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન*
રાજ્યવ્યાપી ‘સ્વચ્છતા મેં સહકાર’ અભિયાન હેઠળ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના 252 તાલુકાઓના 13,000 ગામડાઓમાં આવેલા 25,000 ધાર્મિક સ્થળોએ વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાઓના શિક્ષકો, આચાર્યશ્રીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સરપંચ અને ઉપસરપંચો તેમજ અન્ય સભ્યો સહિત 1,50,000 ગ્રામ્યજનોએ સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત, આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવા માટે 15,000 જેટલી સહકારી સંસ્થાઓ આગળ આવી અને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રેક્ટર, પાવડો, સાવરણો, ડોલ, કચરાપેટી, સૂપડા સહિત 5 લાખ સફાઈ સંસાધનોનો ઉપયોગ કરીને 50,000 કિલોગ્રામ કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.
*સહકારના માધ્યમથી સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ*
સહકાર ક્ષેત્રે એકતાના સંદેશ સાથે લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને ધર્મિક સ્થળોની પવિત્રતા જાળવવાની ભાવના ઉત્પન્ન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધાર્મિક આગેવાનો, સ્થાનિક પ્રતિનિધિઓ અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સહકારના માધ્યમથી સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ લીધો. આ ભવ્ય અભિયાનમાં રાજ્યના સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર શ્રી નીલેશ ઉપાધ્યાય, તમામ જિલ્લા રજિસ્ટ્રારો, સહકારી સંસ્થાઓ (જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાની), સહકારી આગેવાનો, હિતધારકો તેમજ ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ), ગુજરાત રાજ્ય સહકારી બેંક, ગુજરાત રાજ્ય સહકારી સંઘ, દૂધ સંઘો, દૂધ મંડળીઓ અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓના સભ્યો તથા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વધુમાં, આ સમગ્ર સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે સાંસદ (રાજ્યસભા) શ્રી નરહરિભાઈ અમીન તેમજ ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, અન્ય ઉચ્ચ પદાધિકારીઓ ઉપરાંત, 3000થી વધુ સહકારી અગ્રણીઓ અને આશરે 200થી વધુ એપીએમસીના ચેરમેન અને અન્ય આગેવાનો પણ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા.
આમ, ‘સ્વચ્છતા મેં સહકાર’ અભિયાન હેઠળ રાજ્યમાં વિવિધ ધાર્મિક સ્થળોએ સફાઈકાર્યો કરવામાં આવ્યા. ગ્રામ્ય અને શહેરી સહકારી સંસ્થાઓના સભ્યો, યુવાનો અને મહિલાઓએ સક્રિય ભાગ લઇને આ સામૂહિક સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. સ્વચ્છતાના કાર્યક્રમ થકી ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો.
*X-X-X*
[5/3, 4:21 PM] Dilip Gajjar.Mahiti.Press: *આધુનિક ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ થકી નાગરિકોને ઝડપી અને અસરકારક મહેસૂલી સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ : અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિ*
**
*જિલ્લા સ્તરે અન્ય સરકારી વિભાગો સાથે સંકલન સાધી એક ટીમ તરીકે સમયમર્યાદામાં નાગરિકોના પ્રશ્નોનો નિકાલ કરવા અનુરોધ*
**
*આણંદમાં મહેસૂલ વિભાગ દ્વારા જિલ્લા કલેકટરશ્રીઓની કોન્ફરન્સ યોજાઈ*
**
*આણંદ, શનિવાર:* આણંદમાં જિલ્લા કલેકટરશ્રીઓની કોન્ફરન્સમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિએ મહેસૂલ વિભાગની કામગીરીને વધુ અસરકારક બનાવવા માનવબળને તાલીમબદ્ધ કરવા સાથે તેમના ક્ષમતા વર્ધન, નવા વિચારો, અન્ય જિલ્લાઓમાં થયેલ બેસ્ટ પ્રેક્ટિસિસ અને આધુનિક ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ થકી નાગરિકોને ઝડપી અને અસરકારક મહેસૂલી સેવાઓ પૂરી પાડવા જણાવ્યું હતું.
આણંદમાં એન.ડી.ડી.બી. ખાતે મહેસૂલ વિભાગ દ્વારા આણંદ જિલ્લા પ્રશાસનના સહયોગથી કલેકટર કોન્ફરન્સને સંબોધતા શ્રીમતી જયંતિ રવિએ ઉમેર્યું હતું કે, સામાન્યમાં સામાન્ય માનવીને સરકારની કલ્યાણ યોજનાઓનો વ્યાપક લાભ સરળતાથી મળે તે જ આપણો ધ્યેય હોવો જોઇએ. આ અંગે સરકારી યોજનાઓના અસરકારક અને સુચારૂ અમલ માટે જિલ્લા ટીમને પ્રશાસક તરીકે કલેકટરો યોગ્ય માર્ગદર્શન આપે તે જરૂરી છે.
અધિક મુખ્ય સચિવશ્રીએ જિલ્લા કલેકટરોને પોતાના જિલ્લાના અન્ય સહયોગી અધિકારીઓ સાથે સમયાંતરે બેઠકો યોજીને વિકાસકાર્યોની પ્રગતિ, જનસમસ્યાના નિરાકરણની સ્થિતી-ઝડપ અંગે સતત ફોલોઅપ રાખવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું.
દરેક જિલ્લામાં ઉનાળાની ઋતુમાં હિટ વેવને અનુલક્ષીને લેવાના તકેદારીના પગલાં, ચોમાસા પૂર્વે કરવાની કામગીરી, પીવાના પાણી પરિસ્થિતિની સમીક્ષા કરી સુચારૂ વ્યવસ્થા કરવા તેમણે જિલ્લા કલેકટરોને સૂચના આપી હતી.
તેમણે જિલ્લા સ્તરે અન્ય સરકારી વિભાગો સાથે સંકલન સાધી એક ટીમ તરીકે સમગ્રતયા સમયમર્યાદામાં નાગરિકોના પ્રશ્નોનો યોગ્ય હકારાત્મક નિકાલ કરવા અનુરોધ કર્યો હતો.
આ કોન્ફરન્સમાં અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિએ આઈ.ઓ.આર., ઈ- ધરા, આઈ.આર.સી.એમ.એસ., આર.આઈ.સી., વિજિલન્સ કમિશનના બાકી પડતર કેસો, ખાસ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કામગીરી, સરકારી જમીનની બાકી ફાળવણી, આપત્તિ વ્યવસ્થાપન, સ્વામિત્વ યોજના તથા રિ -સર્વે વાંધા નિકાલ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મહેસૂલ તપાસણી કમિશનર અને સચિવશ્રી રાજેશ માંજુ, સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સશ્રી જેનુ દેવન, સેટલમેન્ટ કમિશનરશ્રી બિજલ શાહ, જમીન સુધારણા કમિશનરશ્રી ભાવિન પંડ્યાએ મહેસૂલી કામગીરી અંગે કલેકટરોને માર્ગદર્શન આપ્યું હતું.
પ્રારંભે આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સૌનો આવકાર કર્યો હતો.
આ કોન્ફરન્સમાં રાજ્યના તમામ જિલ્લાના કલેકટરો ઉપસ્થિત રહ્યા હતા.
***
[5/3, 7:26 PM] Dilip Gajjar.Mahiti.Press: *તોલમાપ તંત્રના રાજ્યવ્યાપી દરોડા*
————-
*ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ તથા ખેતીના સાધનોના ૧૯૦ જેટલા વિક્રેતાઓ પર રૂ. ૪.૯૫ લાખથી વધુનો દંડ કરાયો*
———-
*એમ.આર.પી.થી વધુ ભાવ લેવા તેમજ ધંધામાં વપરાતા ઇલેક્ટ્રોનિક વજનકાંટા ચકાસણી મુદ્રાંકન ન કરાવવા જેવી ગેરરીતિઓ સામે આવી*
———-
સમગ્ર રાજ્યમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશરૂપે અલગ-અલગ જિલ્લાઓમાં આવેલા ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ તથા ખેતીના સાધનોના વિક્રેતાઓ પર આક્સ્મિક ચકાસણી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન તોલમાપ તંત્ર દ્વારા કાયદા અને નિયમોની જોગવાઇઓનો ભંગ કરતા કુલ ૧૯૦ જેટલા વિક્રેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને અંદાજે કુલ રૂ. ૪.૯૫ લાખ જેટલો દંડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
તોલમાપ તંત્રના નાયબ નિયંત્રક, મદદનીશ નિયંત્રક તેમજ ઇન્સપેક્ટરો દ્વારા રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં કરવામાં આવેલી તપાસણી દરમિયાન ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ તથા ખેતીના સાધનોના વિક્રેતાઓ પર એમ.આર.પી.થી વધુ ભાવ લેવા તેમજ ધંધામાં વપરાતા ઇલેક્ટ્રોનિક વજનકાંટા ચકાસણી મુદ્રાંકન ન કરાવવા જેવી ગેરરીતિઓ સામે આવી હતી.
રાજ્યમાં ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓના વિક્રેતાઓ પાસેથી આવનાર ચોમાસાની ઋતુને ધ્યાને લેતા બહોળા પ્રમાણમાં પોતાના વપરાશ માટે ખેડૂતો ચીજવસ્તુઓની ઉતાવળે ખરીદી કરતા હોય છે. જેમાં ઘણી વખત તેમની પાસેથી વિક્રેતાઓ દ્વારા વધુ ભાવ લઈને અથવા ઘણી વખત ચીજવસ્તુના વજન-માપમાં પણ છેતરવામાં આવતા હોય છે. આવા બનાવો ન બને અને ગ્રાહકો તરીકે ખેડૂતો પણ પોતાના અધિકારોથી જાગૃત થાય અને છેતરાતા અટકે તેવા ગ્રાહક સુરક્ષાના વિશાળ હેતુથી કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યના ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ તથા ખેતીના સાધનોના વિક્રેતાઓ પર તંત્રના કાયદા અને નિયમોની જોગવાઇઓનું પાલન થાય તે માટે આ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, તેમ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી, ગુજરાતની યાદીમાં જણાવ્યું છે.
———-
જીગર બારોટ
*****************************
અહીંયા કોઈપણ સમાચારો અને ફોટાઓ જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરી શકે છે. તંત્રી