વરસાદી પુર મા પ્રજા પાયમાલ થઈ ગઈ છે,નેતાઓ સદસ્યતા અભિયાન ના મેળાવડા.કરી રહ્યા છે.*મ્યુનિસિપલ કોર્પોરેશન મા શાસન કરતા અને વિરોધમા બેસી મિલીભગત કરતા વિરોધ પક્ષ ના કોર્પોરેટરો જોગ”*(તા:૩૦/૩૧/૦૧-૯-૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE જુવો (janfariyadnews youtube links)

NG-309 30-8-24 pdf NG-310-31-8--24 pdf-1 NG-311-1-9-24 pdf 1 jan fariyad

બરોડા ..અકોટા મા પૂરને લઈને વધુ નુકસાન, હોસ્પિટલો, દુકાનો અને આઈસ્ક્રીમ પાર્લર ને ભારે નુકસાન, આઈસ ક્રીમ પાર્લર ચાલવતા દંપતીની હાલત કફોડી, રાજશ્વરીબેન જણાવ્યું હતું કે એમણે એક કિડની એમના પતિને આપી છે, દંપતી બન્ને કિડનીના દર્દી છે,બેન ખૂબ રડીને કહી રહ્યા છે, અમે લૂંટાઈ ગયા છે, અઢી લાખનું નુકસાન થયું છે, સરકાર કંઈક કરે તો સારુ, નહિ તો અમે ફૂટપાથ પર આવી જઈસુ, કહે છે અમે જિંદગીના છેલ્લા પડાવ પર જીવી રહ્યા છે, ખૂબ જ દયનિય સ્થિતિ.
નીલા ઠક્કર બરોડા

” *મ્યુનિસિપલ કોર્પોરેશન મા શાસન કરતા અને વિરોધમા બેસી મિલીભગત કરતા વિરોધ પક્ષ ના કોર્પોરેટરો જોગ”*
આદરણીય નેતાશ્રીઓ,
નમસ્તે
વડોદરાની પૂર હોનારત સંપુર્ણ માનવ સર્જિત છે,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સર્જિત છે.
ભાજપી + કોંગ્રેસી કોર્પોરેટરો ની શહેરના નીચ, સ્વાર્થી બિલ્ડરો સાથેના મેળાપીપણા થી વર્ષો થી વડોદરા વિશ્વામીત્રી નદી ના પૂરના ઓથાર નીચે બરબાદ થઈ રહ્યુ છે.
શહેરના ઓરીજીનલ વરસાદી કાંસો જે દાયકાઓ થી વરસાદી પાણી નો નિકાલ કરતા હતા, એ કાંસો માંથી 70% કાંસો દબાણ કરીને બંધ કરી દીધા છે કે પછી બ્લોક કરી દીધા છે.
એક સાદા થમ્બ રુલ મુજબ શહેર મધ્યે ગ્રવિટીથી વહેતી વિશ્વામીત્રી નદી નુ જે ક્રોસ સેક્શન (આડછેદ) શહેર મા એન્ટ્રી વખતે હોય એ મીનીમમ ક્રોસ સેક્શન પ્લસ શહેરનો તીવ્ર ચોમાસા દરમ્યાન થયેલ વરસાદ નો ડિસ્ચાર્જ ઉમેરી જે ક્રોસ સેક્શન મળે એ ક્રો.સે.ને, સીમ્પલી શહેર માથી પાસ થતી વિશ્વામીત્રી નદીની ફુલ લંબાઇ મા બનાવી રાખો( મેઇન્ટેન કરો) તો ક્યારેય શહેરમા વિશ્વામીત્રી નદીના પાણી ન ઘુસે અને આ ફલડ માથી કાયમી મુક્તિ મળે.
વધુમા મીની નદીમા ડાયવર્ઝન નો વિકલ્પ પણ અપનાવી શકાય. છતા પણ દરેક વર્ષે આવતા પૂરનો કોઈ વિકલ્પ હજી સુધી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શોધી શકેલ નથી.
ટુંકમા વડોદરા ને દર વર્ષે ધમરોળતા વિશ્વામીત્રી નદીના પુરની આ વખતની ભયજનક પરિસ્થિતિ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ખાઇબદેલા, કામચોર, નકામા, આવડત વગરના,લાગવગથી કોર્પોરેશન ના સારા સારા હોદા પર બિરાજમાન અધિકારીઓ અને એવા જ એમના હાથ નીચેના કામચોર, નકામા સ્ટાફ ને આભારી છે. વડોદરા શહેર કમનસીબ છે કે એમને એક વખતના સુરત ને સ્વચ્છતા સર્વેક્ષણ મા પ્રથમ નંબર અપાવનાર મ્યુનિસિપલ કમિશ્નર શ્રી કેશવ શર્મા જેવા પાવરફૂલ IAS ઓફિસર નથી મળતા. અને જે અધિકારીઓ મળે છે એ કરોડરજ્જુ વગરના મળે છે. જેમ ની સત્તા પોતાની ઓફિસ બિલ્ડીંગ મા પણ ચાલે છે કે એ પણ એક યક્ષ પ્રશ્ન છે.
વિશેષ મા આ વર્ષ ની હોનારત વખતે એક પણ પક્ષ કે કોર્પોરેટર જનતા માટે ક્યાય કામ કરતો દેખાતો નથી. કોઈ પણ કોર્પોરેટર અને છ માંથી એકપણ ધારાસભ્ય આમ જનતાની મુશ્કેલી વખતે , જનતા સાથે ઉભેલા દેખાતા નથી. હા ફક્ત સંઘ, વિએચપી, બજરંગ દળ, બાપ્સ સંસ્થા અને બીજા સ્થાનિક એનજીઓ પોતાની ક્ષમતા પ્રમાણે કાર્ય કરી રહ્યા છે કે જનતાની વહારે ચડ્યા છે. આમ જનતા ને છોડો પણ જનતા ના જ કાર્ય માટે સંઘના કે વીએચપી ના કાર્યકરો શાસન પક્ષના નેતાઓ ને કે કોર્પોરેટર ને ફોન કરે છે તો ફોન ઉપાડી ને જવાબ દેવાની પણ પરવા તમે નથી કરતાં. ખરેખર સ્વયં પોતાની મેળે જ વગર કીધે જનતાની મદદ કરનાર સંઘ પરિવાર અને તેના બીજા સંગઠનો નો ધન્યવાદ માનીએ એટલો ઓછો છે.
આ રાજકીય પક્ષ ના સ્થાનિક આગેવાનો, ધારાસભ્યો અને કોર્પોરેટરો ને ખબર નથી કે તમે તમારી ખુદની તાકાત પર જીતતા નથી, પરંતુ આદરણીય શ્રી મોદિસાહેબ ના પુણ્ય થી તમે જીતી રહ્યા છો. કેન્દ્ર મા મોદી સાહેબ નબળા ન પડે એટલે તમારી નઘરોળાઈ, નાગા।ઇ, ભ્રષ્ટાચાર, હરામખોરી, બેજવાબદારી, ખુલી રીશ્વતખોરી, બિલ્ડરો ના એજન્ટ તરીકેની કામગીરી બધુજ આમજનતા ના ખ્યાલ મા છે. એ બધુજ નજરઅંદાજ કરીને જનતા તમને નહી પણ ભાજપ ના કમળ ને મત આપે છે. હજી ચેતી જાઓ અને ખરેખર આમજનતા ના કામો કરવાનાં ચાલુ કરો અન્યથા ક્યાય શોધ્યા નહી જડો.આમ જનતા મા ભયંકર ગુસ્સો છે, આક્રોશ છે. દોરી લોટો લઈ ને આવેલા, કાલ સુધી સાયકલ કે સ્કૂટર પર ફરતા કાર્યકર કોર્પોરેટર બનતા કે ધારાસભ્ય બનતા લાખો, કરોડો ના માલિક બની જાય છે!!! યે પબ્લીક હૈ સબ જાનતી હૈ.
સમય ની ઘડી સતત ફરતી હોય છે. જનતા અવારનવાર તક નહી આપે. અને ખાસ ભાજપ પક્ષ આમ જનતા ને ” taken for granted” ના લે એવુ નમ્ર સુચન છે.
જો યોગી આદિત્યનાથ ( બાબાજી) ગુજરાત મા ખુદ આવીને પોતાની હિંદુ યુવાવાહીની જેવો પક્ષ રાજકારણ મા ઉતારે તો ભાજપ ને પડતો મુકી ને ભાજપની પરંપરાગત,કોર હિંદુ વોટ બેન્ક યોગીજી ની તરફેણ મા ચાલી જાય, એની ખાસ નોંધ લેશો.વિકલ્પ નથી એટલે શાસન, સત્તા તમને પ્રાપ્ત થાય છે તે વિચારશો.

અહીંયા કોઈપણ રાગ દ્વેષ વિના સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરવો.