પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી ગાંધીનગર મહાત્મા મંદિર રીન્યુઅલ એનર્જી સમિટ ના ઉદ્ઘાટન બાદ ગાંધીનગર સેક્ટર એક્ટ મેટ્રો રેલ સ્ટેશન ખાતે આવીને ઉદ્ઘાટન કરીને મેટ્રો રેલમાં સેક્ટર 1 થી ગિફ્ટ સિટી અને ત્યાંથી જીએમડીસી ગ્રાઉન્ડ સુધી તેમણે મેટ્રો રેલી સફર કરી અને હવે તેઓ જીએમડીસી ના ગ્રાઉન્ડમાં જનમેદની વચ્ચે પહોંચીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે ત્યારબાદ તેઓ પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને અને બીજા મળીને કુલ 8000 કરોડ ના વિકાસના કામોની ભેટ આપશે અને ત્યારબાદ તેઓ પ્રજા ને પોતાનું સંબોધન પણ કરશે. સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ત્રણ દિવસની મુલાકાતે મોદીજી ગુજરાત આવ્યા છે અનેક વિકાસના કામોની જનતાને ભેટ આપશે અને આજે તેમનો જન્મદિવસ પણ છે પરંતુ પહેલાની જેમ જ્યારે આવતા ત્યારે તેઓ તેમના માતૃશ્રી હીરાબાને મળવા જતા પણ એમને હીરાબાની ગેરહાજરી પણ ચાલશે એવું તેમના મુખ ઉપરથી પણ સમજી શકાય છે.