નકલી IAS પછી હવે નકલી IPS અઘિકારી,2017 થી સુરત પોલીસ અજાણ? એ પણ ગૃહ મંત્રી,પ્રદેશ પ્રમુખ સાંસદ ના શહેર માં?(વાંચો વધુ અહેવાલ) તા:૧૪/૧૫/૧૭/૧૮-૮-૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક, જન ફરિયાદ PDF FILE વાંચો.

NG-296 15-8-24 pdf NG-297-17-8-24 pdf..new

18 JAN FARIYAD PDF

NG-298-18-8-4 pdf

સુરતમાં નકલી ips અધિકારી પ્રદીપ બળદેવભાઈ પટેલ જે કામરેજમાં રહે છે અને નકલી અધિકારી તરીકે સંદીપ પટેલ તરીકે વેપારી આલમમાં ધાક ધમકી આપીને સરકારી લાયેજન ના કામો કરતો હોવાનું બહાર આવ્યું છે જેની સુરત પોલીસ વધુ તપાસ ચલાવી ને સંપૂર્ણ હકીકતો મેળવી રહી છે.

પીએમ કાર્યાલયના નકલી અધિકારી કિરણ પટેલ રોપ બતાવીને કાશ્મીર અને અધ્યતન હોટલોમાં સુખસાયબી માણેલી જેમને પોલીસે પકડી પાડ્યા હતા અને તમામ વિગતો જાહેર કરીને તેમને ખુલ્લા પાડ્યા હતા.

આવા જ બીજા સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા પ્રદીપ બળદેવભાઈ પટેલ નામના વ્યક્તિ 2017 થી પોતાની આઇપીએસ તરીકેની આઈડી બનાવીને રોપ મારીને ગાંધીનગર પાસિંગ ની ગાડી લઈને ફરતા અને હોટલની ભાગીદારીને ધંધો કરવામાં પણ 30 લાખથી વધારે નું કરી નાખેલ વ્યક્તિ હવે 2024 માં પકડાઈ ગયો છે.

નવાઈની વાત તો એ છે કે સુરત શહેરની અંદર સેન્સેટિવ પોલીસની કામગીરી હોય અને એમાં પણ 2017 થી આવા નકલી ips બનીને ફરતા અધિકારી થી પોલીસ ખાતું આખું અજાણ હોય એવું કેમ બની શકે? ગૃહ ખાતાએ એ પણ તપાસ કરવી જોઈએ કે સુરતના પોલીસ ખાતાના કયા માણસો આના કોન્ટેકમાં હશે અને બીજા પણ સરકારી કયા કયા અધિકારીઓ એ આવા વ્યક્તિના સંપર્કમાં હશે કે જેવો ગાંધીનગરમાં પણ પોતાનું ઘર છે તેવું કહી રહ્યા છે અને ગાંધીનગરની પાસિંગ ની ગાડી લઈને આટલા વર્ષથી ફરી રહ્યા છે.

આજકાલ આવા નકલી ips અને is ઓફિસરો બનીને ખુલ્લેઆમ ફરતા હોય છે શું તેમની કોઈ આઈડી કે ગાડી ચેક કરવામાં નહીં આવતી હોય? નકલી ટોલટેક્સ નકલી દવાઓ નકલી ખાદ્ય પદાર્થો અને અનેક નકલી પ્રોડક્શન વારે ઘડીએ સમાચારોમાં આવે તો રાજ્ય સરકારના જે તે વિભાગના અધિકારીઓએ પણ આ બાબતે ચિંતિત થઈને પોતાની ફરજ બજાવીને પૂર્ણ રીતે કાર્યવાહી કરીને પ્રજાને ન્યાય આપવો જોઈએ જેથી વેપારી આલમના લોકો આવા લોકોની જાળમાં ફસાય નહીં.

હમણાં જ ફાર્મા કંપનીની અંદર નકલી ડ્રગ્સ ની દવાઓ બનાવીને પણ દુબઈ મોકલવાનું કૌભાંડ પકડાયું અને તેમાં ત્રણ ફાર્મા કંપનીના માલિકો પણ પકડાયા છે.

આ નકલી ips અધિકારી સંદીપ પટેલ ના નામે બધે ફરતો હતો અને તેણે કેટલા લોકોને ભોગ બનાવીને ભોગવિલાસ કર્યો હશે તેની પણ પૂર્ણ તપાસ કરવી જોઈએ અને આજના યુવા વર્ગને પણ આ બાબત તે ખબર પડે કે નકલી આવા અધિકારી બનીને ખોટું કરીને ખોટા પૈસા બનાવીને પછી તેની સજા શું મળે છે તે બાબત રાજ્ય સરકારના વિભાગની પણ ફરજમાં આવે છે.

આવા લોકો રાજકીય લોકોના પણ સંપર્કમાં હોય છે જેથી અધિકારીઓ તેમની પૂર્ણ તપાસ કરી શકતા નથી અને છેવટે છટકબારી કરીને છટકીને નિર્દોષ છૂટી જાય છે તેવું પણ અત્યારે લોક ચર્ચામાં સંભળાય છે.

હમણાં જ એક ટીવી ચેનલ ની અંદર એવું બતાવવામાં આવ્યું હતું કે એક આખું ગામ હતું જ્યાં 90 ટકા લઘુમતી કોમના લોકો રહેતા હતા અને ત્યાં ગેરકાનૂની શસ્ત્રો પકડાયા હતા અને તેનો માસ્ટર માઈન્ડ પણ પકડાયો હતો. અને તેની તપાસ કરતાં માલુમ પડ્યું કે મુંબઈ બોમ્બકાર્ડના બ્લાસ્ટની અંદર પણ આ જ વ્યક્તિ પકડાયો હતો જે સજા કાપીને પછી છૂટ્યો હતો અને તે જ આ વ્યક્તિએ એક ગામની અંદર વસવાટ કરીને ફરી પાછી ગેરકાનૂની ધંધાની શરૂઆત કરી હતી અને આખા મુંબઈની અંદર ડ્રોનથી ધમાકા કરવાનો માસ્ટર પ્લાન પણ આ ગામમાં રહીને તે બનાવી રહ્યો હતો.

હવે તો એવું લાગે છે કે રાજ્ય સરકારના ગૃહ ખાતાના આવા કેસોની ઉપર પણ કેન્દ્રીય ગૃહ ખાતા ની તપાસ એજન્સીઓ દ્વારા પૂર્ણ તપાસ કરીને દેશની જનતાને પણ આવા માસ્ટરમાઈન્ડ અને ગેરકાનૂની ધંધા સાથે સંકળાયેલા ને આજીવન કેદ થાય તેવી સજાઓ આપવી જોઈએ કેમકે ગુનેગારો છૂટીને પણ આવા જ ધંધા તરફ વળીને ફરી પાછા આવા ગેરકાનૂની કામો જ કરી રહ્યા છે જે દેશની જનતા માટે ઘાતક કહેવાય.

અહી કોઈપણ પોસ્ટ સમાચાર.ફોટાઓ કોઈપણ પૂર્વ ગ્રહ રાખ્યા વિના જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીશ્રીનો સંપર્ક કરીને ખરાઈ કરીને તેવી પોસ્ટ અહીંથી દૂર પણ કરી શકાશે. તંત્રી