ગાંધીનગર જિલ્લામાંથી એક મોટા સમાચાર આવ્યા છે. ભાજપનાં ધારાસભ્ય વિરુદ્ધ દુષ્કર્મ, એટ્રોસિટી અને ધાક-ધમકીનાં ગંભીર આરોપો સાથે ફરિયાદ દાખલ થઈ છે.
ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે. હાઈકોર્ટનાં આદેશ બાદ ગાંધીનગર પોલીસે BJP MLA વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ભાજપના વધુ એક નેતા વિવાદમાં સપડાયા છે. માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લાનાં પ્રાંતિજ તાલુકાનાં ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે આખરે ગુનો નોંધવામાં આવ્યો છે. હાઈકોર્ટનાં આદેશ બાદ ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકમાં આ ગુનો નોંધાયો છે. ભાજપનાં ધારાસભ્ય સામે દુષ્કર્મ, એટ્રોસિટી અને ધાકધમકી સહિતનાં ગંભીર આક્ષેપો સાથે આ ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગુરૂવારે હાથ ધરાયેલી સુનાવરણીમાં હાઈકોર્ટે સરકારને વેધક સવાલ કર્યા હતા. સાથે જ કોર્ટે પોલીસની કામગીરી સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. ત્યારે દુષ્કર્મના આરોપો મામલે ફરિયાદ નોંધવા એડિશનલ એડવોકેટ જનરલે કોર્ટમાં બાહેધરી આપી હતી. કોર્ટનાં આદેશ બાદ આજે ગાંધીનગર પોલીસે MLA ગજેન્દ્ર પરમાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
(ચાર વર્ષ પહેલા જ્યારે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પણ નહોતી થઈ તે પહેલા આ દુષ્કર્મ વિશે પીડિતાએ અસંખ્ય પ્રયત્ન કર્યા હતા..પરંતુ ગજેન્દ્ર પરમાર આ સરકાર માં પૂર્વ ધારાસભ્ય.મંત્રી રહી ચૂક્યા હતા એટલે ભાજપ સરકાર કમલમ ડેમેજ કંટ્રોલ ટીમ દ્વારા તેમને બધી રીતે સાચવી લેવાય હતા અને તેમને વિધાનસભા ની ટીકીટ પણ આપી હતી.આવી જ એક ફરિયાદ મહેમદાવાદ ના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ બાબતે પણ ચર્ચાઈ હતી પરંતુ તેમનું આંતરિક સમાધાન થતાં મામલો આગલા વધ્યો નહોતો અને બંને જણ ને છેલ્લે છેલ્લે વિધાનસભા ની ટીકીટ વિવાદાસ્પદ હોવા છતાં પણ ફાળવી હતી અને બંને મહાનુભાવો ભાજપ ની આંધી માં ચૂંટાયા હતા.. હાઇકોર્ટે જ્યારે ગજેન્દ્રસિંહ પરમાર બાબતે ગંભીર ટકોર કરી છે ત્યારે એડવોકેટ જનરલે પોતે કહ્યું હતું કે તાત્કાલિક અસરથી અમને પગલા ભરીશું અને સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી ઢાક ધમકી અને દુષ્કર્માના ગંભીર આરોપો વાળી ફરિયાદ હાલ નોંધવામાં આવી છે. હાલમાં આ ઘટના ઘટ્યા પછી જોરશોર થી એવું સંભળાય છે કે રાજકીય નેતાઓ ઉપર કોઈપણ ગંભીર આરોપો હોય કે પોલીસ ઉપર ગંભીર આરોપો હોય પણ પ્રજાએ ન્યાય લેવા માટે હાઇકોર્ટ જ જવું પડે ત્યારે ન્યાય મળે છે સુરતના એક પીઆઇ ને હાઇકોર્ટે ત્રણ લાખનો દંડ એક વકીલને માર મારવા બાબતે કર્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ગમે તે પ્રકારે પોતાના ખાતાના અધિકારીઓને બચાવવામાં નિષ્ણાત થઈ ચૂક્યા છે. હવે જોવાનું રહે કે ભારતીય જનતા પાર્ટી આ ગજેન્દ્રસિંહ પરમાર ઉપર આવો ગંભીર ગુનો લાગ્યા બાદ તેમની પાસેથી રાજીનામું લે છે કે હજુ તેમને સાચવી લે છે. સમગ્ર ગુજરાતની અંદર હાલમાં દુષ્કર્માના ઇતિહાસ નવા રચાય એવા બનાવો બની રહ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ બાકી નથી જેથી ભાજપની છાપ સંપૂર્ણ ખરડાઈ ચૂકી હોય તેવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે.)
અહીંયા કોઈપણ સમાચારો અને ફોટાઓ જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરી શકે છે. તંત્રી