*ગુજરાત સરકાર ના મુખ્ય સમાચારો*તા:૨૭/૩ થી ૨૨/૪/૨૦૨૫ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક.જન ફરિયાદ ન્યુઝ પેપર પીડીએફ ફાઇલ(janfariyadnews. યુટ્યુબ ચેનલ લિંક.)

*****************************

ગુજરાત સરકાર ના વિવિધ મંત્રાલય ના વૈવિધ્ય મુખ્ય સમાચારો..ગવર્નર હાઉસ ના સમાચારો

[ પર્યાવરણ સંરક્ષણની દિશામાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

*ઈલેક્ટ્રિક વાહનો પર હાલમાં અમલી ઉચ્ચક વાહન વેરાનો દર ૬ ટકાથી ઘટાડીને માત્ર ૧ ટકા કરાયો*
******************
*મેક્સી કેટેગરીમાં પેસેન્જર વાહનની ક્ષમતા મુજબ હાલમાં અમલી ૮ ટકા તથા ૧૨ ટકાના દરને પણ ઘટાડીને ૬ ટકા કરાયો*
******************
*નવા વાહન વેરા દર આગામી તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે*
******************
ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પર્યાવરણના રક્ષણ માટે ગ્રીન ગ્રોથની સંકલ્પનાને સાકાર કરતો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનો પર હાલમાં ૬ ટકા સુધીનો ઉચ્ચક વાહન વેરો અમલમાં છે. સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બેટરીથી સંચાલિત આવા વાહનો પર હવે આગામી તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી માત્ર ૧ ટકા લેખે વેરાનો દર રાખવાનો રાજ્ય સરકારે પ્રજા અને પર્યાવરણ હિતલક્ષી નિર્ણય કર્યો છે.

આ સુધારા સાથે વેરાના દરમાં વધુ સરળીકરણ માટે મેક્સી કેટેગરીમાં પેસેન્જર વાહનની ક્ષમતા મુજબ હાલમાં અમલી ૮ ટકા તથા ૧૨ ટકાના દરને બદલે હવેથી એક જ દર એટલે કે, ૬ ટકા દર નક્કી કરવામાં આવ્યો છે એમ, જેનાથી રાજ્યના પ્રવાસન ક્ષેત્રને ખૂબ જ વેગ મળશે.

ઇલેક્ટ્રિક વાહનોમાં વેરાનો દર ઘટાડવાથી રાજ્યના દરેક વર્ગના પરિવારોને તેનો સીધો લાભ થશે. આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણની દ્રષ્ટિએ પણ આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ પગલું પૂરવાર થશે. આ દર ઘટતા ઇલેક્ટ્રિક બેટરીથી સંચાલિત વાહનોનો વ્યાપ વધશે અને ગુજરાતને શાશ્વત વિકાસ તરફ આગળ વધવામાં તેમજ સર્ક્યુલર ઇકોનોમીને પણ પ્રોત્સાહન મળશે.
*****************************
નિતિન રથવી
[ *અખબારી યાદી*
તા: ૧૯-૦૪-૨૦૨૫
———
*ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને તડબૂચની તપાસ કરતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર*
————
*તંત્ર દ્વારા કૂલ ૩૫૦ જેટલી પેઢીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી ૪૦૦ થી વધુ તડબૂચના નમૂના તપાસવામાં આવ્યા*

*તડબૂચના કોઈ પણ નમુનામાંથી કલર જેવા અખાદ્ય પદાર્થની હાજરી મળી નથી-ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડૉ. એચ. જી કોશિયા*
———–
કમિશનર ડો. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકો ને સલામતને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.

ઉનાળાની ઋતુ દરમ્યાન જાહેર જનતા દ્વારા સ્વાસ્થ્યપ્રદ અને ઠંડક આપે તેવા ફળો જેવા કે દ્રાક્ષ, તડબૂચની માંગમાં સતત વધારો જોવા મળતો હોય છે. જેનો ફાયદો ઉઠાવા માટે લેભાગુ તત્વો દ્વારા તડબૂચ જેવા ફળમાં કૃત્રિમ રીતે ઈન્જેકશનથી કલર નાખી તેને આકર્ષક બનાવી લોકોને અને તેમના સ્વાસ્થ્યને છેતરવાનો પ્રયાસ કરતા હોય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં ક્યારેક આવા સમાચાર ફરતા જોવા મળે છે. આવા લેભાગુ તત્વોને ડામવા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસર અને તેની સાથે ફૂડ સેફટી ઓન વ્હીલ્સ સતત બજારમાં આવા ભેળસેળિયા ઈસમો પર બાજ નજર રાખી લોકોને સુખાકારી માટે ખડેપગે સતત કામગીરી કરવામાં આવતી હોય છે.
• આ બાબતને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં તડબુચનો વેપાર કરતા વેપારીઓને ત્યાં કલરની હાજરી/ગેરહાજરી બાબતે તપાસ કરવામાં આવી હતી. જેમાં કૂલ ૩૫૦ જેટલી પેઢીઓની તપાસ કરવામાં આવેલ હતી જ્યાં ૪૦૦ થી વધુ તડબુચના નમૂનાઓને આકસ્મિક સ્થળ પર તપાસવામાં આવ્યા હતા. આ તપાસવામાં આવેલ કોઈ પણ નમૂનામાં કૃત્રિમ કલરની હાજરી જોવા મળી ન હતી. આ ઉપરાંત કોઈ પણ પેઢીને ત્યાંથી કૃત્રિમ કલર, Artificial Sweetener, ઇંજેક્શન જેવા પદાર્થો તપાસમાં સ્થળ પર જોવા મળ્યા ન હતા.

વધુમાં આ તમામ ફળ વેચનાર વેપારીઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્‍ડર્ડસ એક્ટ-૨૦૦૬ અને તે અન્‍વયે સમયાંતરે બહાર પાડવામાં આવતા આદેશો અને એડવાઇઝરીનું પાલન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના આ પ્રકારના સરપ્રાઇઝ ચેકિંગથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ભેળસેળિયા ઇસમોમાં ચેતી જવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે તેમ કમિશનર શ્રી કોશિયા દ્વારા ઉમેર્યું હતું.
—xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નો શહેરી વિકાસ વર્ષ-2025માં વધુ એક મહત્વ પૂર્ણ અભિગમ
::::::::::::::::::::::
*શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ સાથે ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’ મંત્ર સાકાર કરવા શહેરોના સર્વગ્રાહી વિકાસ માટે 1203 કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી*
———-
* નવરચિત મહાનગરપાલિકાઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ-સીટી બ્યુટીફિકેશન જેવા કામો માટે 585.53 કરોડ
———–
*રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને વિકાસ કામો માટે 105.03 કરોડ અને બે શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોને 473.19 કરોડ
…………………..
નવરચિત મહાનગર પાલિકાઓમાં જાહેર પરિવહન બસ સેવા સંચાલન માટે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજનામાંથી 39 કરોડ રૂપિયા અપાશે
————–
*સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કામો હાથ ધરાશે
—————-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત@2047ના વિઝનથી વિકસિત ભારત@2047 માટે રાજ્યને અગ્રેસર રાખવાની નેમ સાથે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ માટે 1202.75 કરોડ રૂપિયાના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્ય સરકારે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા સાથે શહેરોમાં સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુખાકારી સુવિધાઓથી નાગરિકોના ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’ને સાકાર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓની રચના કરી છે. એટલું જ નહિં, આ નવરચિત મહાનગરપાલિકાઓ સહિત રાજ્યના નગરો-શહેરોમાં લોકહિતના કામોને પણ વેગવંતા બનાવ્યા છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આવા કામો માટે નાણાં ફાળવણીના ઉદાત્ત અભિગમને આગળ ધપાવતાં મુખ્યમંત્રીશ્રીએ આ રૂ. 1202.75 કરોડના વિકાસ કામોની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર રાજ્યની નવરચિત 8 મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, સેનિટેશન જેવા ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના કામો ઉપરાંત આંગણવાડી, શાળાના મકાનો, લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર વગેરે સામાજિક આંતરમાળખાકીય સુવિધાના કામો માટે નાણાં ફાળવ્યા છે.

આ ઉપરાંત, અર્બન મોબિલિટી, સીટી બ્યુટીફિકેશન, આગવી ઓળખના કામો, પાણી પુરવઠાના અને વરસાદી પાણીના નિકાલના કામો વગેરે કામો માટે રૂપિયા 585.83 કરોડના ખર્ચની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

તદઅનુસાર, નવસારી મહાનગરપાલિકાને 81 કરોડ, નડિયાદને 75 કરોડ, આણંદને 78.07 કરોડ, સુરેન્દ્રનગરને 81.04 કરોડ, ગાંધીધામને 104.07 કરોડ તથા વાપીને 78.63 કરોડ તેમજ પોરબંદરને 80.30 કરોડ અને મહેસાણાને 7.42 કરોડ રૂપિયા ના વિકાસ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ નવરચિત મહાનગરપાલિકાઓમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની માંગને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી શહેરી બસ સેવાઓની CNG બસોના સંચાલન માટે 2025થી 2027ના ત્રણ વર્ષ સુધી દર વર્ષે 39 કરોડ રૂપિયા આપવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ નવરચિત મહાનગરપાલિકાઓ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બે શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળો વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને અદ્યતન ખેલકૂદ સંકુલ માટે 72.52 કરોડ રૂપિયા તથા 60 એમ.એલ.ડી.ના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ચાર ટી પી વિસ્તારોમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક ના કામો માટે કુલ 302.86 કરોડ મળીને કુલ રૂ. 375.38 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ફાળવ્યા છે.
આ ઉપરાંત સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને રોડ રિસરફેસિંગ અને નવા રસ્તા બનાવવા તથા એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટના કામો માટે 97.81 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

રાજ્યની સુરત, વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકાઓને ખાનગી સોસાયટી જનભાગીદારી અંતર્ગતના કામો, આંતર માળખાકીય સુવિધાના કામો તેમજ રસ્તા, પાણીની લાઈન, ગટર વ્યવસ્થાના કામો માટે કુલ 105.03 કરોડ રૂપિયાના કામો મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ માટેના ગુજરાતના વિકાસ વિઝનમાં નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન, વધુ સારો અનુભવ અને શહેરોને સક્રિય, સ્માર્ટ અને ટકાઉ તેમજ ગતિશીલ શહેરી કેન્દ્રોમાં પરિવર્તિત કરવાની બાબતોને કેન્દ્ર સ્થાને રાખતાં આ 1202.75 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવી છે.
——–xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
[ *શ્રદ્ધાળુઓની સાથે ગુજરાત સરકાર: છેલ્લા 3 વર્ષમાં ₹9.86 કરોડથી વધુના ખર્ચે 66 હજારથી વધુ શ્રદ્ધાળુઓને તીર્થયાત્રા કરાવી*
***
*રાજ્યના વડીલોએ મેળવ્યો ‘સરકારી તીર્થયાત્રા’નો લાભ, છેલ્લા 3 વર્ષમાં 64,722 વડીલોએ 1,385 બસોમાં તીર્થયાત્રા કરી*
***
*વર્ષ 2017-18થી ચાલતી વિવિધ તીર્થદર્શન યોજનાઓ હેઠળ રાજ્ય સરકારે અત્યારસુધીમાં ₹20.62 કરોડના ખર્ચે 1.58 લાખથી વધુ શ્રદ્ધાળુઓને તીર્થયાત્રા કરાવી છે*
***
*ગાંધીનગર, 20 એપ્રિલ, 2025 :* ગુજરાત સરકાર સામાન્ય પ્રજાની આસ્થા તેમજ શ્રદ્ધા પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે અને એટલે જ રાજ્યમાં જે લોકો પોતાના ખર્ચે તીર્થયાત્રાઓ કરી શકવામાં સક્ષમ નથી; તેવા શ્રદ્ધાળુઓની સાથે રહી સરકારી ખર્ચે રાજ્ય સરકાર તેમને તીર્થયાત્રા કરાવી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના આસ્થાપૂર્ણ અભિગમ સાથે એક બાજુ વડાપ્રધાનના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને ચરિતાર્થ કરી અનેક ધાર્મિક સ્થળોનો વિકાસ કરી રહ્યા છે, તો હજારો શ્રદ્ધાળુઓને તીર્થયાત્રાઓ કરવા માટે સહાયક બની રહ્યા છે.

રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ ચલાવી રહી છે કે જેના થકી રાજ્યની શ્રદ્ધાળુ પ્રજા સરકારી સહાય મેળવી રાજ્યમાં આવેલ પોતાના મનગમતા અને આસ્થા ધરાવતા તીર્થસ્થળો ઉપરાંત સિંધુ દર્શન તેમજ કૈલાશ માન સરોવર સુધીની યાત્રા કરી શકે. આવી યોજનાઓ રાજ્ય સરકાર પોતાના જાહેર સાહસ ‘ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ’ના માધ્યમથી સંચાલિત કરી રહી છે. વર્ષ 2017-18થી ચાલતી આ યોજનાઓમાં મુખ્યત્વે ‘શ્રવણ તીર્થ દર્શન યોજના’, ‘સિંધુ દર્શન યોજના’ અને ‘કૈલાશ માન સરોવર યોજના’નો સમાવેશ થાય છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત આ યોજનાઓનો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. વર્ષ 2017-18થી અત્યાર સુધીના આંકડા જોઇએ, તો ઉપરોક્ત ત્રણેય યોજનાઓ હેઠળ રાજ્ય સરકારે 1 લાખ 58 હજાર 760 શ્રદ્ધાળુઓને વિવિધ તીર્થસ્થળોની યાત્રાઓ કરાવી છે અને લાભાર્થી શ્રદ્ધાળુઓને ₹20 કરોડ, 62 લાખ 93 હજારની સહાય ચૂકવી છે.

રાજ્યમાં આ તીર્થ દર્શન યોજનાઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઇએ, તો વર્ષ 2022-23થી 2024-25 (માર્ચ-2025 સુધી) દરમિયાન કુલ 66 હજાર 233 શ્રદ્ધાળુઓએ આ યોજનાઓ હેઠળ તીર્થસ્થળોની યાત્રા કરી છે. રાજ્ય સરકારે આ શ્રદ્ધાળુઓને કુલ ₹9 કરોડ 86 લાખ 39 હજારની સહાય ચૂકવી છે. તેમાં સૌથી વધુ વડીલોએ આ યોજનાઓનો લાભ મેળવ્યો છે. છેલ્લા 3 વર્ષમાં કુલ 64,722 વડીલોએ 1,385 બસોમાં પ્રવાસ કરી તીર્થયાત્રાનો લાભ મેળવ્યો છે. રાજ્ય સરકારે આ વડીલો માટે ₹7 કરોડ 59 લાખ 50 હજારની સહાય ચૂકવી છે. આ ઉપરાંત; છેલ્લા ત્રણ વર્ષમાં સિંધુ દર્શન યોજનાનો 1508 તથા કૈલાશ માન સરોવર યાત્રા યોજનાનો 3 લોકોએ લાભ લીધો છે. રાજ્ય સરકારે સિંધુ દર્શન યોજનાના લાભાર્થીઓને ₹2 કરોડ 26 લાખ 20 હજાર તેમજ કૈલાશ માન સરોવર યોજનાના લાભાર્થીઓને ₹69 હજારની સહાય ચુકવી છે.

બોર્ડ તરફથી મળતી માહિતી મુજબ વર્ષ 2022-23માં શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ 34,846 સીનિયર સિટીઝનોએ 819 બસો થકી પ્રવાસ કર્યો. તેના માટે સરકારે વડીલોને ₹4 કરોડ 26 લાખ 7 હજારની સહાય ચૂકવી છે. તેવી જ રીતે; સિંધુ દર્શન યોજના હેઠળ 908 શ્રદ્ધાળુઓને ₹1 કરોડ 36 લાખ 20 હજારની સહાય ચૂકવવામાં આવી છે. વર્ષ 2023-24માં શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ 10,699 વડીલોએ 239 બસો થકી પ્રવાસ કર્યો, જેના માટે સરકારે તેમને ₹1 કરોડ 36 લાખ 17 હજારની સહાય ચૂકવી છે, તો સિંધુ દર્શન યોજના હેઠળ 300 શ્રદ્ધાળુઓને ₹45 લાખની સહાય ચૂકવવામાં આવી.

ગત વર્ષ 2024-25માં શ્રવણ તીર્થ દર્શન યોજનાનો 15,537 વરિષ્ઠ નાગરિકોએ લાભ લઈ 327 બસોમાં પ્રવાસ કરી વિવિધ તીર્થસ્થાનોની યાત્રા કરી. સરકારે તેમને ₹1 કરોડ 97 લાખ 26 હજારની સહાય ચૂકવી, તો સિંધુ દર્શન યોજના હેઠળ 300 યાત્રાળુઓને ₹45 લાખની સહાય ચૂકવવામાં આવી છે. ગુજરાતી શ્રદ્ધાળુઓની તીર્થયાત્રાની ઈચ્છાપૂર્તિમાં ગુજરાત સરકાર મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

*X-X-X*xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
*અંતરિયાળ-દૂર દરાજના ગામોના લોકોને નજીકના સ્થળે આરોગ્ય સારવાર સુવિધા માટે સરકારનો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોના નિર્માણનો અભિગમ છે – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

——–

*ભિલોડામાં 43 કરોડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત અરવલ્લી જીલ્લામાં રૂ.282 કરોડના બહુવિધ વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ*

——-

*:: મુખ્યમંત્રીશ્રી ::*

– વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેક છેવાડાના ગામો સુધી સર્વાંગી વિકાસની યાત્રા વિસ્તરી છે.

– શિક્ષણ – આરોગ્ય – કનેક્ટિવિટી – પાણી પુરવઠો પાયાના ક્ષેત્રોની શ્રેષ્ઠ સુવિધા નાનામાં નાના માનવી સુધી સરળતા એ પહોંચાડવાનો એપ્રોચ આ સરકારનો છે.

———-

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યના અંતરિયાળ અને દૂર દરાજના ગામોના લોકોને નજીકના સ્થળે જરૂરિયાતના સમયે આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોના નિર્માણનો અભિગમ અપનાવ્યો છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર 43 કરોડના ખર્ચે અધ્યતન સુવિધા સાથે 125 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અપ ગ્રેડ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ હોસ્પિટલ સહિત અરવલ્લી જિલ્લાને એક જ દિવસમાં 282 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ આપતા સંબોધન કરી રહ્યા હતા.

તેમણે મોડાસામાં રૂ.15 કરોડના ખર્ચે નવનિર્મિત આઇકોનિક બસપોર્ટ, 140 કરોડના ખર્ચે નિર્માણ થનારા માર્ગો, સમરસ કન્યા અને કુમાર છાત્રાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નગર પાલિકા ના વિકાસ કામો , શાળાઓમાં સ્માર્ટ ક્લાસ વગેરેના લોકાર્પણ ખાતમુહૂર્ત મોડાસામાં યોજાયેલા કાર્યક્રમમાં કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને દિશાદર્શનમાં સર્વાંગી વિકાસની યાત્રા છેક છેવાડાના ગામો સુધી વિસ્તરી છે.

ગામડાઓમાં પણ હવે 24 X 7 વીજળી, સુદ્રઢ રોડ કનેક્ટિવિટી અને આરોગ્ય સેવાઓ પહોંચ્યા છે.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, જિલ્લા મથકો જેવી જ સિવિલ હોસ્પિટલો જરૂરિયાત મુજબના તાલુકાઓમા બને તે માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સરકારે ઉભી કરવાનું આયોજન હાથ ધર્યું છે.

16 તાલુકાઓમાં આવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો 100-100 બેડની સુવિધા અને વિવિધ રોગ નિષ્ણાંતોની સેવા સાથે કાર્યરત છે. આ વર્ષે આદિજાતિ વિસ્તાર નિઝર અને દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં આવી હોસ્પિટલ ઉભી કરાશે.

મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી એ શિક્ષણ, આરોગ્ય, આવાસ, કનેક્ટિવિટી, પાણી પુરવઠા જેવા પાયાના ક્ષેત્રોની શ્રેષ્ઠ સુવિધા નાનામાં નાના માનવીને સરળતાથી પહોંચાડવાનો એપ્રોચ અપનાવ્યો છે.

એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા આઇકોનિક બસપોર્ટ અને અદ્યતન સમરસ છાત્રાલયો તેના ઉદાહરણ છે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારે દીકરા-દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન અને સહાય માટે શરૂ કરેલી નમોલક્ષ્મી તથા નમો સરસ્વતી યોજનાની વિસ્તૃત ભૂમિકા આપી હતી.

તેમણે અરવલ્લી જિલ્લાના લોકોને યુનિવર્સિટી મળે તે માટે રાજ્યમંત્રી શ્રી ભીખુ સિંહજીએ કરેલી માંગણી અંગે વિચારણા કરવાનો સંકેત પણ આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત@2047 ના નિર્માણ માટે આપેલા નવ સંકલ્પોનો પુનરોચ્ચાર કરીને સૌ નાગરિકો આ સંકલ્પો પાર પાડવામાં સહયોગ કરે તેવું આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં લાભાર્થીઓને પ્રતિક રૂપે સહાય-સાધન વિતરણ પણ કર્યા હતા.

આ અવસરે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું કે, આજનો કાર્યક્રમ ઐતિહાસિક છે. આજે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે. આપણી ગુજરાત સરકારએ શિક્ષણ, આરોગ્ય અને આર્થિક વિકાસમાં સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત સરકારએ તમામ ક્ષેત્રે નાગરિકોની સુખાકારી માટે નિર્ણયો કર્યા છે. અરવલ્લી જિલ્લામાં ધર્મતંત્ર અને , પ્રજાતંત્ર અને રાજતંત્રનો સમન્વય જોવા મળે છે. રાજ્યની તમામ શાળાઓ સ્માર્ટ બને તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. આપણી શાળાના બાળકો ટેક્નોલોજીથી વંચિતના રહી જાય તે માટે તમામ શાળાઓને ટેક્નોલોજીથી જોડી રહ્યા છીએ.

અન્ન અને નાગરીક પૂરવઠા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારએ જણાવ્યું કે, ગુજરાત મોડલ દેશભરમાં પ્રસિદ્ધ થયું છે. આજે આપણે સૌ સાથે મળીને રૂ.282.78 કરોડના વિકાસના સોપાનોનો ભાગ બનવા જઈ રહ્યા છીએ. આ તમામ વિકાસકાર્યો જિલ્લાની વિકાસની નવી દિશા આપશે. મંત્રીશ્રી મેશ્વો ડેમ પર પાકો રોડ બનાવવા, જિલ્લામાં યુનિવર્સિટી બનાવવા માંગણી કરી.

આ લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રિયંકાબેન ડામોર, સાંસદશ્રી શોભનાબેન બારૈયા, ભિલોડા ધારાસભ્યશ્રી પી. સી. બરંડા, બાયડ ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા, મોડાસા તાલુકા પંચાયત પ્રમુખશ્રી સ્નેહલબેન પટેલ, મોડાસા નગરપાલિકા પ્રમુખશ્રી નીરજ શેઠ, અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવશ્રી રૂપવંતસિંઘ ,વાઈસ ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર એમ. નાગરાજન , જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ કેડિયા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ , કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

અરવલ્લી જિલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોડાસા ખાતે નવનિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વંદે માતરમ્ બસપોર્ટની મુલાકાત લીધી.
ઉપરાંત લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાના લોકસંપર્ક કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી મોડાસા ખાતે આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા.
—————
[4/20, 10:41 PM] +91 99784 01911: જમ્મુ-કાશ્મીરના રામબનમાં વાદળ ફાટવાને કારણે ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં ગુજરાતના ગાંધીનગર અને બનાસકાંઠાના પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી મળતા જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.

ગુજરાત પોલીસે તાત્કાલિક જમ્મુ-કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમ અને રામબન એસ.એસ.પી. સાથે સંપર્ક કરી પ્રવાસીઓની માહિતી મેળવી છે.

તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત છે.
પ્રવાસીઓ માટે જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

ગુજરાત પોલીસ સેન્ટ્રલ આઈ.બી. સહિત જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે.

ગુજરાત સરકાર અને પોલીસે તાત્કાલિક જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં રહી ગુજરાતના પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરી છે.
…***************************
*૧૬મી સિંહ વસ્તી અંદાજ – ૨૦૨૫*

*રાજ્યમાં સંભવિત તા.૧૦ થી ૧૩, મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે*
———-
*કુલ ૧૧ જિલ્લાનો ૩૫ હજાર ચો.કિમી. વિસ્તાર ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી સાંકળી લેવાશે*
———-
*અન્ય વિશેષતાઓ:-*
• ગુજરાતમાં સૌપ્રથમ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી
• વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશે
• રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ સહિત લગભગ ૩ હજાર જેટલા તાલીમી સ્વયંસેવકો ગણતરીમાં જોડાશે
• હાઈ રીઝોલ્યુશન કેમેરા, રેડિયો કોલર, e-GujForest એપ્લિકેશન અને જી.આઇ.એસ. સોફ્ટવેર જેવી મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે
———-
સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ ૧૯૮૦થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે.

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો આગામી ૧૬મો વસ્તી અંદાજ-૨૦૨૫ સંભવિત તા.૧૦ થી ૧૩ મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવશે. જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ મે મહિનાની તા.૧૦ થી ૧૧ અને આખરી વસ્તી અંદાજ તા.૧૨ થી ૧૩ મેના રોજ હાથ ધરવામાં આવશે. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના કુલ ૩૫ હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએ ઇકો-ડેવલપમેન્ટ કમિટીની સ્થાપના, વન્ય પ્રાણી મિત્ર નક્કી કરવાં, નિયમિત સમયાંતરે નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પનું આયોજન, ગીરની વનસ્પતિસૃષ્ટિ તેમજ તૃણાહારી જીવસૃષ્ટિનું નિરીક્ષણ-દેખભાળ તેમજ કૌશલ્યવાન માનવબળ સાથે સ્થાનિક લોકોનો સહકાર લેવો જેવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે, જેના પરિણામે સિંહોની પ્રત્યેક વસતી ગણતરી વખતે તેઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા “મેક ઈન ઇન્ડિયા”ના લોગોમાં એશિયાઇ સિંહ સ્થાન પામ્યો છે, ત્યારે વન વિભાગે પણ સિંહોના આશ્રયસ્થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્પિક આશ્રયસ્થાનરૂપે બરડા અભ્યારણ્યમાં વસાવવા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરી, મુલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ ૧૯૯૫માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ ૩૦૪ જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ ૨૦૦૧માં કુલ ૩૨૭, વર્ષ ૨૦૦૫માં કુલ ૩૫૯, વર્ષ ૨૦૧૦માં કુલ ૪૧૧, વર્ષ ૨૦૧૫માં કુલ ૫૨૩ અને છેલ્લે વર્ષ ૨૦૨૦માં કુલ ૬૭૪ જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે.

*ડાયરેક્ટ બીટ વેરીફીકેશન પદ્ધતિ:-*

એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ ખુબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ ૧૦૦ ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ શુન્ય રહે છે. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે.

સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન, સબ ઝોન જેવા શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજીત કરીને રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ ૩,૦૦૦ જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે. તેમને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા આપવામાં આવશે. આ પત્રકોમાં અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશે.

*મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ*

સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રીઝોલ્યુશન કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે, જે તે સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ કરશે. સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે e-GujForest એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવશે, જેમાં જી.પી.એસ. લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઇ અને કાર્યક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત જી.આઇ.એસ. સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવશે, તેમ ગીર ફોરેસ્ટ, જૂનાગઢની અખબારી યાદીમાં જણાવ્યું છે.

*સિંહનો ઇતિહાસ:-*

હજારો વર્ષો પહેલા હિમ યુગ દરમિયાન મધ્ય યૂરોપમાંથી સિંહની ઉત્પત્તિ થઈ હતી. આ હિમ યુગની સમાપ્તિ પછી ત્યાં ગાઢ જંગલો ઊગી નીકળતા સિંહ દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ એશિયા તરફ આગળ વધ્યો. ત્યાંથી આ સિંહ પેલેસ્ટાઇન અને ઈજિપ્તથી આફ્રિકા થઈને ભારત તરફ આગળ વધ્યો હતો. તેનો જનીનિક અભ્યાસ દર્શાવે છે કે, એશિયાટિક અને આફ્રિકન સિંહ ૫૫ હજાર અને ૧ લાખ વર્ષ પહેલા છૂટા પડ્યા હતા.

નિષણતોના મંતવ્યાનુસાર સિંહ, ઇ.સ. ૬ હજાર વર્ષ પૂર્વે ઉત્તર-પશ્ચિમ માર્ગ મારફતે ભારતમાં પ્રવેશ્યો હતો. પરંતુ સિંધ અને બલૂચિસ્તાન નજીકની સિંધુ ખીણની સંસ્કૃતિના ખોદકામ દરમિયાન કેટલીક સાબિતીઓ એવું દર્શાવે છે કે સિંહ ભારતીય ઉપખંડમાં ઇ.સ.ના ૩૦ લાખ વર્ષ પૂર્વે પ્રવેશ્યો હતો. ઈસુના ૬૦૦ વર્ષ પૂર્વે બુદ્ધના સમયમાં સિંહ સમગ્ર સિંધુ-ગંગાના મેદાનોમાં જોવા મળતો હતો, જે પશ્ચિમમાં સિંધથી માંડી પૂર્વમાં બંગાળ સુધી તેમજ ઉત્તરમાં હિમાલયની તળેટી સુધી અને દક્ષિણે નર્મદા સુધી તેની હદ હતી.

ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં સિંહ ક્યારે આવ્યો તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી. ભૂતકાળમાં હજારો વર્ષ પહેલાં, સૌરાષ્ટ્ર ચોમેર પાણીથી ઘેરાયેલું હતું અને અરબી સમુદ્રની ભુજાઓ જેવા ખંભાતનો અને કચ્છના બંને અખાત છીછરા પાણીથી એકબીજા સાથે જોડાયેલા હતા. મોટેભાગે જ્યારે આ છીછરા પાણીમાં માટીનું પુરાણે થયું હશે અને ભાલ અને નળ સરોવર પારો ક્ષારીય માર્ગ બન્યો હશે ત્યારે તે રસ્તે સિંહ સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યો હશે. સૌથી જૂનામાં જૂની અપરોક્ષ સાબિતી ચંદ્રગુપ્ત બીજાની છે, તેણે જ્યારે માળવાના શક અને કાઠીયાવાડ પર વિજય મેળવ્યો ત્યારે તેણે સુવર્ણમુદ્રા પર સિંહના શિકાર કરતી છાપ અંકિત કરાવી અને જાણીતું સિંહવિક્રમ ચાલુ કર્યું હતું.
———-
જીગર બારોટ
[4/21, 1:18 PM] +91 99784 01911: *જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઈડીંગની ઘટનામાં ફસાયેલા ગુજરાતના તમામ લોકો સુરક્ષિત અને સલામત છે.*
_*-:ટ્રાવેલ્સની બસ લેન્ડ સ્લાઈડીંગથી દૂર સેઈફ ઝોનમાં છે:-*_
———
*ફસાયેલા યાત્રિકો માટે રહેવા તથા જમવાની સુવિધા આર્મી કેમ્પ ખાતે કરવામાં આવી છે.*
———
જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઈડીંગની ઘટનામાં ફસાયેલા ગુજરાતના બધા જ ૫૦ યાત્રીકો સુરક્ષિત અને સલામત છે તેમ રાહત કમિશનર શ્રી આલોક કુમાર પાંડેએ જણાવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આ લેન્ડ સ્લાઇડીંગની ઘટનામાં ગુજરાતી યાત્રિકો ફસાયા હોવાની જાણ થતાં જ તેમણે રાહત કમિશનર તંત્રને જમ્મુ કાશ્મીર સરકારના સંબંધિત તંત્રનો સંપર્ક કરી આ યાત્રાળુઓની સુરક્ષા સલામતીનો પ્રબંધ કરવા સૂચના આપી હતી.

મુખ્યમંત્રીશ્રીની સૂચના અને દિશા નિર્દેશોને પગલે ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જમ્મુ કાશ્મીરના સંબંધિત તંત્ર વાહકોનો તાત્કાલિક સંપર્ક કરીને ગુજરાતના યાત્રિકોની સુરક્ષા-સલામતિ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

રાહત કમિશનર શ્રી પાંડેએ આ સંદર્ભમાં વધુ વિગતો આપતા કહ્યું કે, ગુજરાતના પ્રવાસીઓની ટ્રાવેલ્સ બસ લેન્ડ સ્લાઈડીંગથી દૂર સેઈફ ઝોનમાં છે તેમજ બધા જ મુસાફરો પણ સુરક્ષિત છે.

આર્મીના જવાનોએ ગુજરાતના આ મુસાફરોને ભોજન, પાણી વગેરે પહોંચાડ્યું છે. એટલું જ નહીં, તમામ યાત્રીકોની રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ આર્મી કેમ્પ ખાતે કરવામાં આવી છે.

ગુજરાતના આ મુસાફરોને હાલ કોઈ મેડિકલ ઈમરજન્સી પણ નથી તેમજ જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા લેન્ડ સ્લાઈડીંગમાં ફસાયેલી ટ્રાવેલ બસને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ રહી છે તેમ પણ રાહત કમિશનરશ્રીએ ઉમેર્યું હતું.

આ વિષયે વધુ માહિતી માટે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર-ગુજરાત-૦૭૯ ૨૩૨ ૫૧૯૦૦નો સંપર્ક જરૂર જણાયે કરી શકાશે. તેમ પણ રાહત કમિશનરશ્રીએ જણાવ્યું હતું.
————————- ————————————-
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૯ મો ૫દવીદાન સમારોહ યોજાયો; ૧૮૪૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ*

*#રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી#*

*એલોપથી રોગોમાં કામચલાઉ રાહત આપે છે, જ્યારે આયુર્વેદ શરીરની કાયાકલ્પ કરી રોગોનો જડમૂળથી નાશ કરે છે*

*ઋષિમુનિઓએ વિશ્વને આયુર્વેદની ભેટ આપી માનવ કલ્યાણ માટેનું અકલ્પનિય કામ કર્યું છે*

*આયુર્વેદ પર અતૂટ વિશ્વાસ મૂકી તેનો સમગ્ર વિશ્વમાં વ્યાપ વધારવા વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીનું આહવાન*

*લોકોને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પ્રત્યે વિશ્વાસ અપાવવાનું કાર્ય આયુર્વેદનો અભ્યાસ કરીને વૈદ્ય બનેલા સૌ વિદ્યાર્થીઓનું છે : મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ*

*ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ તથા શ્રી સદગુરૂ સેવા સંધ ટ્રસ્ટ ચિત્રકૂટ, મધ્યપ્રદેશ સાથે આયુર્વેદિક સંશોઘનો વિકસાવવા એમ.ઓ.યુ. કરાયા*

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં રાજમાતા શ્રી ગુલાબકુંવરબા સભાગૃહ ખાતે વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૯ મો ૫દવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ડીપ્લોમા, પી.જી.ડીપ્લોમા, બેચલર ડીગ્રી, માસ્ટર ડીગ્રી, એમ.ડી., એમ.એસ. અને પી.એચડી.ના મળી 1841 વિદ્યાર્થીઓ તેમજ બે વિશેષ વ્યકિતત્વને ડોકટરેટ ઓફ લીટરેટર આયુર્વેદની ઉપાઘિ એનાયત કરવામાં આવી હતી. સાથે જ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સ્વસ્થ શરીરથી ઉત્તમ બીજું કોઈ સુખ નથી. ઉત્તમ સ્વાસ્થ્ય થકી જ સમાજ સેવા, દેશ સેવા અને માનવ સેવા શક્ય બને છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે પણ શરીરનું સ્વસ્થ હોવું આવશ્યક છે. ત્યારે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ વિશ્વને આયુર્વેદની ભેટ આપી માનવ કલ્યાણ માટે અકલ્પનિય કામ કર્યું છે. ભારતના ઋષિઓ રિસર્ચ સ્કોલર હતા, જેઓએ દરેક ક્ષેત્રમાં સંશોધનો કર્યા અને આયુર્વેદને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડ્યું હતું.

આયુર્વેદના ‘લંધનમ પરમ ઔષધમ’ ના મંત્રને જીવનમાં ઉતારવાનું કહી તેનું મહત્વ સમજાવતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ઉચિત આહાર-વિહાર અને જીવન શૈલી થકી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય જાળવી શકાય છે. રાજ્યપાલશ્રીએ સૌને આયુર્વેદ પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખી વૈદિક ઋષિઓએ આપેલી આ અણમોલ ચિકિત્સા પદ્ધતિ તરફ વળવા અને રોજિંદા જીવનમાં તેને અપનાવવા અનુરોધ કર્યો હતો.

એલોપેથી તેમજ રસાયણોથી બનેલી દવાઓ રોગો તથા દર્દોમાં કામચલાઉ રાહત આપે છે, જ્યારે આયુર્વેદની અનુપમ વિદ્યા સંપૂર્ણ શરીરની કાયાકલ્પ કરી રોગોનો જડમૂળથી નાશ કરે છે. આજે ભેળસેળયુક્ત ખોરાક, અવ્યવસ્થિત જીવનશૈલી તેમજ આહાર વિહારના દુરુપયોગને કારણે આપણું શરીર અનેક રોગોનું ઘર બન્યું છે. ત્યારે, આયુર્વેદે આપેલા સંયમ અને ચિકિત્સા પદ્ધતિ આપણને રોગોમાંથી કાયમી મુક્ત કરી સ્વસ્થ જીવન આપી શકે છે તેમ જણાવી આયુર્વેદના પંચકર્મ અને ચિકિત્સા પદ્ધતિ થકી મેળવેલ સ્વસ્થતા વિશેના પોતાના અનુભવો રાજ્યપાલશ્રીએ વર્ણવ્યા હતા.

પદવી પ્રાપ્ત કરેલ વિધાર્થીઓને શીખ આપતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આગામી કારકિર્દીમાં આજે અહીં લીધેલા સંકલ્પને સૌ સાચા અર્થમાં ચરિતાર્થ કરજો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક ચિકિત્સા તેમજ પરંપરાગત વિદ્યાને ઉત્તેજન આપવા પ્રયત્નશીલ છે, ત્યારે તમે સૌ પણ આયુર્વેદ પર અતૂટ વિશ્વાસ મૂકી તેનો સમગ્ર વિશ્વમાં વ્યાપ વધો, આ વિદ્યા થકી માનવતાનું કલ્યાણ થાય અને લોકો રોગમુક્ત બને તે દિશામાં કામગીરી કરજો.

આ તકે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા ઉચ્ચ અને તકનીકી શિક્ષા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પદવી મેળવનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આયુર્વેદને ગ્લોબલ બનાવવાના પ્રયાસોને કારણે વિશ્વના અનેક દેશોએ આયુર્વેદની સ્વીકૃતિ કરી છે. લોકોને આયુર્વેદ પ્રત્યે વિશ્વાસ અપાવવાનું કાર્ય આજે પદવી મેળવી વૈદ્ય બનનાર સૌ વિદ્યાર્થીઓનું છે. ગુજરાતમાં આયુર્વેદિક સારવાર લઈ રહેલા લોકોમાં થઈ રહેલો વધારો સૂચવે છે કે લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિ છે. જે જાળવી રાખવા માટે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી ગુજરાત સરકાર પણ અનેક પગલાં લઈ રહી છે.

આ અવસરે ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી દ્વારા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ તથા શ્રી સદગુરૂ સેવા સંધ ટ્રસ્ટ ચિત્રકૂટ, મધ્યપ્રદેશ સાથે આયુર્વેદને જોડી એક નવી જ દિશામાં શિક્ષણની નવી પરિભાષા અને સંશોઘન વિકસાવવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. આ એમ.ઓ.યુ. આયુર્વેદ અને અન્ય વિદ્યાશાખાઓના સંયોજનથી સમાજ ઉત્કર્ષ અને માનવવિકાસના નૂતન દ્વાર ખુલશે.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી પૂનમબેન માડમ, મેયરશ્રી વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મેયબેન ગરસર, ધારાસભ્યો સર્વશ્રી દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રિવાબા જાડેજા, અગ્રણીશ્રી બીનાબેન કોઠારી, આયુષ નિયામકશ્રી વૈદ્યશ્રી જયેશ પરમાર, જામનગર જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિશ્રી વૈદ્ય નરેશભાઈ જૈન, કુલસચિવશ્રી ડૉ.અશોક ચાવડા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલસચિવશ્રી મયંક સોની, આઈ.ટી.આર.એના નિયામકશ્રી તનુજા નેસરી, સિનિયર પ્રોફેસરશ્રી અનુપ ઇન્દોર્ય, અગ્રણીઓશ્રી, પ્રોફેસરો તેમજ મોટી સંખ્યામાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
—–
[4/21, 5:27 PM] +91 99784 01911: *રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લેતા કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા તથા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયંત ચૌધરી*

——-
કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા તથા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયંત ચૌધરી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે રાજભવન પધાર્યા હતા. જ્યાં તેમને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉષ્માભેર આવકાર્યા હતા.
—————_—————————-______________
*ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ શુભારંભ કરાવતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
***************************
*• ખેડૂતો પાસેથી રૂ. ૧,૯૦૩ કરોડના મૂલ્યનો ૩.૩૬ લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો ખરીદી કરાશે*

*• રાયડાના ખેડૂતો પાસેથી રૂ. ૭૬૭ કરોડના મૂલ્યનો ૧.૨૯ લાખ મેટ્રિક ટન રાયડાનો જથ્થો ખરીદાશે*

*• ચણા માટે ૩.૩૬ લાખ અને રાયડા માટે ૧.૧૮ લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી*
***************************
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતેથી રાજ્યભરમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ વેળાએ જણાવ્યું હતું કે, ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના કુલ ૩.૩૬ લાખથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ ૧.૧૮ લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા માટે નક્કી કરાયેલા ૧૭૯ ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરાયેલા ૮૭ ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ભારત સરકારની મંજૂરી મુજબ રૂ. ૧,૯૦૩ કરોડના મૂલ્યનો કુલ ૩.૩૬ લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો તેમજ રૂ. ૭૬૭ કરોડના મૂલ્યનો કુલ ૧.૨૯ લાખ મેટ્રિક ટન રાયડાનો જથ્થો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે. ખેડૂતોને આર્થિક નુકશાનથી બચાવીને તેમની આવક વધારવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી એક મહત્વપૂર્ણ પગલું પૂરવાર થઇ રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી આજથી શરુ કરાઈ છે, તેમ મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું.

આ પ્રસંગે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, ખેતી નિયામક શ્રી પ્રકાશ રબારી સહિત કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ, વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ ખરીદ કેન્દ્રો ખાતેથી અધિકારીશ્રીઓ અને ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ની રવિ સીઝન દરમિયાન ચણા માટે રૂ. ૫,૬૫૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૧૩૦ પ્રતિ મણ) તથા રાયડા પાક માટે રૂ. ૫,૯૫૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૧૯૦ પ્રતિ મણ) ટેકાના ભાવ જાહેર કર્યો હતો.
*************
નિતિન
*’ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વર્ષ-૨૦૨૪’ માટે નિર્માતાઓ પાસેથી નામાંકન માટે અરજીઓ મંગાવાઈ*
………………………….
*તા.૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં સંબંધિત નિર્માતાઓએ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે*
………………………………
ગુજરાતી ચલચિત્રો ગુણવત્તાયુક્ત બને અને તેને વધુ પ્રોત્સાહન મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રો માટે ‘ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯’ હેઠળ ગુજરાતી ચલચિત્રોના કલાકાર કસબીઓને વિવિધ કેટેગરીમાં રોકડ પુરસ્કાર-પારિતોષિક એનાયત કરવામાં આવે છે. જે અંતર્ગત કેલેન્ડર વર્ષ-૨૦૨૪માં નિર્માણ કે પ્રસારણ પામેલા ગુજરાતી ચલચિત્રો, દસ્તાવેજી ચિત્રો અને બાળચિત્રોના સંબંધિત નિર્માતાઓ/ અરજદારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં લાયસન્સ ધરાવતાં સિનેમાગૃહોમાં જાન્યુઆરી-૨૦૨૪ થી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન પ્રથમ વખત પ્રદર્શિત થયા હોય એવા ગુજરાતી ચલચિત્રોને એવોર્ડ માટે અરજી કરવાની રહેશે. ગુજરાતી ચલચિત્રો, દસ્તાવેજી ચિત્રો અને બાળચિત્રો પૈકી શ્રેષ્‍ઠ ચલચિત્રો-કલાકાર કસબીઓને પારિતોષિક માટે તા.૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં અરજી કરી શકાશે. નિયત નમૂનાનું અરજીપત્રક અને જરૂરી વિગતો માહિતી ખાતાની વેબસાઈટ www.gujaratinformation.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.

‘ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વર્ષ-૨૦૨૪’ માટે માહિતી નિયામકશ્રીની કચેરી, ફિલ્મ પ્રોડક્શન શાખા, બ્લોક નં.૧૯, પહેલો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે નિયત સમયમર્યાદામાં અરજી જમા કરાવવાની રહેશે.
–xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

*NOG દ્વિતીય સાહિત્ય વર્કશોપ ના મુખ્ય મહેમાન ઝાયડસ CEO શ્રી નીતિન પારેખ*

*અહીંયા કોઈપણ સમાચારો જન જાગૃતિ ન ભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ છતાં કોઈને પણ કંઈપણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરી શકો છો*

https://youtu.be/j_5r89M_7hw?si=HdmltzAtjZ6PpaJE