ગાંધીનગર કલ્ચરલ ફોરમ ગરબા – ૨૦૨૪ વિજેતા ખેલૈયાઓ સાથે આયોજક ટીમ(તા:૧૪/૧૦/૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE જુવો,janfariyadnews youtub channel links જુવો.)

NG-354 -14-10-24 pdf

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ગરબા – ૨૦૨૪ નવરાત્રી ના 10 દિવસ ના ખેલૈયાઓ ને ઇનામો ની વણઝાર.આયોજક સૌ ટીમ ના સભ્યો નું સનમાન

*કલ્ચરલના ગરબાની મેગા ફાઈનલ સ્પર્ધામાં ધરતી કંદોઈ ‘પ્રિન્સેસ’ અને દેવાંગ બગથાર ‘પ્રિન્સ’ : વિજેતાઓને એકટીવા અને હોન્ડા બાઈકની ભેટ : વિજેતાઓને મેયર શ્રીમતી મીરાબેન પટેલના વરદ હસ્તે ઈનામો અપાયા*
——————
*ગાંધીનગર કલ્ચરલ ફોરમના દિવ્ય ગરબા ભવ્યતાથી સંપન્ન*
——————-
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, સાંસદ શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, શ્રી મયંકભાઇ નાયક, મંત્રી શ્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, શ્રી જે. એસ. પટેલ અને ડૉ. સી. જે. ચાવડાની ઉપસ્થિતિએ ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા*
—————-
*ગાંધીનગરમાં મંડળી ગરબાની ઐતિહાસિક શરૂઆત : યુવાનોનો પ્રચંડ પ્રતિસાદ સાંપડયો*
—————-
ગાંધીનગર કલ્ચરલ ફોરમની દિવ્ય નવરાત્રી ભવ્યતાથી સંપન્ન થઈ છે. આ વર્ષે દુર્ગાષ્ટમીએ મહાઆરતીમાં માતા દુર્ગાની મુખાકૃતિએ સમગ્ર દેશમાં ભારે આકર્ષણ ઊભું કર્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, લોકસભાના સાંસદ શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, રાજ્ય સભાના સાંસદ શ્રી મયંકભાઇ નાયક, રાજ્ય સરકારના મંત્રી શ્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, શ્રી જે. એસ. પટેલ, શ્રી ડૉ. સી. જે. ચાવડા અને મેયર શ્રીમતી મીરાબેન પટેલની ઉપસ્થિતિએ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં ખેલૈયાઓને ભારે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી 2024 ની મેગા ફાઈનલ સ્પર્ધા દશેરાએ રાત્રે ભારે ઉત્સાહજનક વાતાવરણમાં યોજાઈ હતી. કલ્ચરલના ગરબાની મેગા ફાઈનલ સ્પર્ધામાં ધરતી કંદોઈ ‘બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસ’ બન્યા હતા. ધરતી કંદોઈને પ્રમુખ ગ્રુપના શ્રી કનુભાઈ ચૌધરી તરફથી એકટીવા સ્કૂટર ભેટ મળ્યું હતું. જ્યારે દેવાંગ બગથાર ‘બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સ’ બન્યા હતા. તેમને હોન્ડા બાઇકની ભેટ મળી હતી. બંને વિજેતાઓને મેયર શ્રીમતી મીરાબેન પટેલના વરદ હસ્તે સ્વ. શ્રી જ્યોતિન્દ્ર વ્યાસ ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી. આ બંને કેટેગરીમાં પ્રિયંકા પરમાર અને હર્ષદ સોલંકી રનર્સ અપ રહ્યા હતા.

35 વર્ષથી વધુ વયના ખેલૈયાઓમાં કટોકટીભરી સ્પર્ધા થઈ હતી. આ કેટેગરીમાં જીગીશા પટેલ ‘બેસ્ટ ક્વીન’ બન્યા હતા. તેમને અર્બેનિયા ગ્રુપના શ્રી પ્રફુલભાઈ પ્રજાપતિ તરફથી એકટીવા સ્કૂટર ભેટ આપવામાં આવ્યું હતું. જ્યારે શ્રી મિત્તલ શર્મા ‘બેસ્ટ કિંગ’ બન્યા હતા. તેમને પ્રમુખ ગ્રુપના શ્રી કનુભાઈ ચૌધરી તરફથી હૉન્ડા બાઇક ભેટ આપવામાં આવ્યું હતું. આ કેટેગરીમાં સ્તુતિ જોશી અને હિતેન્દ્ર ઠાકુર રનર્સ અપ રહ્યા હતા. વિપુલ ડોડીયા અને દુર્ગેશ શર્માને આ કેટેગરીમાં વિશેષ ઇનામ મળ્યું હતું. બંનેને શ્રીમતી હર્ષાબેન પ્રકાશ શાહ – અર્થોનીક કંપની (સ્માર્ટ ટીવી સિરીઝ) તરફથી સ્માર્ટ ટીવી ભેટ મળ્યું હતું.

દિવ્યેશ મકવાણા અને કુણાલ મકવાણાની જોડી ‘બેસ્ટ પેર’ તરીકે વિજેતા થઈ હતી. તેમને કેવીટૅક પ્રાઇવેટ લિમિટેડના શ્રી ધ્રુવાંગ જોશી તરફથી લેપટોપની ભેટ મળી હતી. આ કેટેગરીમાં નયન પટેલ અને નંદીની પટેલ રનર્સ અપ રહ્યા હતા. તેમને કેવીટૅક પ્રાઇવેટ લિમિટેડ તરફથી વૉશિંગ મશીન ભેટ મળ્યું હતું.

જ્હાનવી વોરા ‘બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ’ તરીકે વિજેતા થયા હતા અને શ્લોક ત્રિવેદી ‘બેસ્ટ ડ્રેસ પ્રિન્સ’નું ઇનામ મેળવ્યું હતું. આ કેટેગરીમાં ઝોયા પટેલ અને નીરવદાન ગઢવી રનર્સ અપ રહ્યા હતા. વિજેતા ખેલૈયાઓને કેવીટૅક પ્રાઇવેટ લિમિટેડ તરફથી લેપટોપની ભેટ મળી હતી.

બેસ્ટ ટીનેજરની કેટેગરીમાં મિલ્સી કાપડિયા અને હાર્દિક સોલંકી વિજેતા થયા હતા. આ કેટેગરીમાં કૃપાન્શીબા વાઘેલા અને પ્રિન્સ પ્રજાપતિ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ કીડ કેટેગરીમાં મેગા ફાઈનલ સ્પર્ધા નવ્યા રાહુલ અને ક્રિશ સાવલિયા જીતી ગયા હતા. જ્યારે રીવા ઠક્કર અને હેત ઠાકોર રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ચાઈલ્ડની કેટેગરીમાં ધાર્મિક બામરોટીયા અને આશિષ ભરવાડ વિજેતા થયા હતા. જ્યારે નીરજા પંડ્યા અને કહાન છાયા રનર્સ અપ રહ્યા હતા.

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી મેગા ફાઈનલ સ્પર્ધામાં ગુજરાતના સિદ્ધહસ્ત ગરબા નિષ્ણાતો; શ્રીમતી ફાલ્ગુની હિરેન શાહ, શ્રી જીગ્નેશભાઈ સુરાણી, શ્રી જયપાલસિંહ ઝાલા, શ્રીમતી ધારાબેન શાહ, શ્રી મકરંદ શુક્લ અને શ્રીમતી વૈશાલીબેન સોલંકીએ અમૂલ્ય સેવાઓ આપી હતી.

ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં એકીસાથે હજારો યુવાનોએ વિકાસના શપથ લીધા તે ક્ષણ યાદગાર બની રહી હતી. એટલું જ નહીં આ વર્ષે કલ્ચરલના ગરબામાં મંડળી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી. ગાંધીનગરમાં ગરબામાં શરૂ થયેલી આ પહેલને યુવાનોએ પ્રચંડ પ્રતિસાદ આપીને ભારે સફળતા અપાવી હતી. વહેલી પરોઢ સુધી મંડળી ગરબામાં યુવાનો ઉત્સાહપૂર્વક નિજાનંદ માટે ગરબા રમતા હતા.

ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ શ્રીકૃષ્ણકાન્તભાઈ જહાએ આ સફળતા માટે ગાંધીનગરના ખેલૈયાઓ, ગાંધીનગરના નાગરિકો અને ગાંધીનગર કલ્ચરલ ફોરમના તમામ સભ્યોનો આભાર માન્યો છે.
——————-