1 Ng pdf-1 (1)1 jan fariyad pdf 2 nG PDF-1 5 NG pdf-2 (1) 6 NG pdf-1 7 NG pdf-2
3 Ng pdf 8 NG pdf-1 8 jan fariyad pdf
*****************************
सत्यमेव जयते
પાઠ્યપુસ્તક મંડળે ખરીદેલ કરોડો રૂપિયાના કાગળની ગુણવત્તા હલકી હોવાના કોંગ્રેસના આક્ષેપો સાચા સાબિત થયા : હેમાંગ રાવલ
ગત તારીખ 24મી 2025 ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર શ્રી હેમાંગ રાવલે પત્રકાર પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ સરકાર પર પાઠ્યપુસ્તક મંડળ માં ભ્રષ્ટાચાર હલકી ગુણવત્તાના કાગળો બાબતે કરોડોના ભ્રષ્ટાચારના કૌભાડ ઉજાગર કરતા જણાવ્યું હતું કે “૨૦૨૩-૨૪માં પાઠ્યપુસ્તક મંડળે પેપરના ૧૦૮ રૂપિયા કિલોના ભાવે ટેન્ડર નક્કી કરેલ હતું. તથા આ ટેન્ડર છેલ્લા ૧૫ વર્ષથી એકની એક જ એજન્સીને ફાળે જતું હતું વળી એ જ પ્રકારના કાગળ અન્ય એજન્સી ૮૭ રૂપિયા કિલો આપવા પણ તૈયાર હતી પરંતુ તે ૧૦૭ રૂપિયાના ભાવે ખરીદવામાં આવ્યા હતા. આ બાબત હાઈકોર્ટમાં પણ લઈ જવામાં આવી હતી તે સમગ્ર પ્રકરણને કોંગ્રેસ દ્વારા ઉજાગર કરવામા આવ્યું હતું અને તાજેતરના નવા ટેન્ડરમાં આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૫માં જુન મહિનામાં જે પુસ્તકો વેચવામાં આવશે તેના માટેના કાગળ ખરીદીમાં પાઠ્ય પુસ્તક મંડળમાં મીલોનો ભાવ રૂા. ૫૩.૫૦ પ્રતિ કિ.ગ્રા. ૭૦ ગ્રામ વજનવાળી ગુણવત્તાનો પેપર ખરીદેલ છે.
આંતરિક વર્તુળોના જણાવ્યા મુજબ ઉપરોક્ત ૭૦ જીએસએમ વાળો કાગળ જે સપ્લાય દ્વારા મેળવવામાં આવ્યો છે તેના જીએસએમ પૂરતા નથી અને તેની વાઈટનેસની ક્વોલિટી પણ સ્પેસિફિકેશન મુજબની નથી આ કારણે પુસ્તકો છાપવામાં મોડું થઈ રહ્યા હોવાનું જાણમાં આવ્યું છે સાથે સાથે હજી સુધી ટાઈટલ પણ પ્રિન્ટ નથી થયા તેવી પાઠ્યપુસ્તક મંડળના આંતરિક વર્તુળોમાંથી માહિતી મળેલ છે.”
એક સક્ષમ વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા ભજવતા કોંગ્રેસે મે મહિનામાં ઉપરોક્ત કૌભાંડને ઉજાગર કર્યું હતું અને આજરોજ સામાજિક કાર્યકર જૈનિક પટેલ દ્વારા લેબ ટેસ્ટિંગ કરાવતા કાગળની ગુણવત્તા 70 જીએસએમ ની જગ્યાએ 66 જીએસએમ સાબિત થઈ હતી અને તેની વાઈટ્નેસ ૯૨ ના બદલે 75 સાબિત થઈ હતી.
ઉપરોક્ત લેબ ટેસ્ટીંગના ખુલાસા બાદ હજુ પણ આંતરિક વર્તુળો દ્વારા માહિતી મળેલ છે કે બાળકોને આપવામાં આવેલા પાઠ્યપુસ્તકોમાં ત્રણથી ચાર અલગ અલગ પ્રકારના હલકી ગુણવત્તાવાળા કાગળ વાપરવામાં આવ્યા છે.
ગુજરાત કોંગ્રેસ માગણી કરે છે કે સરકાર દ્વારા જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું તે ટેન્ડર ધારક પર અને દરેક જવાબદાર વ્યક્તિઓ ઉપર તાત્કાલિક ધોરણે તપાસ ગોઠવવામાં આવે અને જનતાના ટેક્સના પૈસે થયેલા ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા રીકવર કરવામાં આવે.
હેમાંગ મહિપતરામ રાવલ
મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
બીડાણ –
* લેબ રિપોર્ટ
* તારીખ 24 મે 2025 ના રોજ કૌભાંડ ઉજાગર કરતી પ્રેસ કોન્ફરન્સ ની પ્રેસ નોટ


*****************************
અહીં કોઈપણ સમાચારો અને ફોટાઓ માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને કરાઈ કરી શકે છે. તંત્રી : પ્રદીપ રાવલ(9824653073,)
